________________
ગાથા : ૧૬
યોગદષ્ટિ સમુચ્ચય
૯૧
(૮) સમાધિ = આત્માનું આત્મતત્ત્વ-સ્વરૂપે પ્રગટ થવું. સર્વથા નિર્વિકલ્પકદશા, રાગાદિ સર્વ ઉપાધિભૂત ભાવોથી મુક્ત, ધ્યાતા-ધ્યાન અને ધ્યેયની એકરૂપતા, સર્વ પ્રકારના બહિર્ભાવોથી મુક્તિ તે સમાધિ. આ પ્રમાણે યમ-નિયમ વગેરે યોગનાં આઠ અંગો સમજાવ્યાં.
ખેદ આદિ ચિત્તના (મનના-આશયના) આ દોષો છે. દોષો હોતે છતે ચિત્ત ઉપર વિજય મેળવી શકાતો નથી અને ગુણોની પ્રાપ્તિ થતી નથી. તથા તે ચિત્તવિજય અને ગુણ પ્રાપ્તિ વિના આત્મવિકાસ સાધવો શક્ય નથી. તેથી યોગદશા પ્રાપ્ત કરનાર મુમુક્ષુ ભવ્ય આત્માએ આ હવે સમજાવાતા દોષોને જાણવા જ પડે છે. અને કાઢવા જ પડે છે. તેથી દૂર કરવા માટે દોષોને પણ જાણવા જોઇએ. તે દોષો આ પ્રમાણે છે.
ચિત્તના આઠ દોષો (૧) ખેદ = થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં થાકી જવું. ઘણો જ પરિશ્રમ પડે છે એમ માનવું. જ્યાં થાકની બુદ્ધિ થાય છે ત્યાં દ્વેષ-અરુચિ-અપ્રીતિનાખુશીભાવ આવે જ છે. જેથી આગળ કહેવાતા “અષ” આદિ ગુણો આવતા નથી.
(૨) ઉગ = કંટાળો-તિરસ્કાર, ધર્મની પ્રવૃત્તિમાં બેઠાં બેઠાં કંટાળો આવે, તિરસ્કાર આવે, જ્યારે પૂરું થાય- એવા ભાવ આવે. રાજાની વેઠની જેમ જલ્દી જલ્દી આટોપી લે, ગોટાળા વાળે, તે ઉગ દોષ કહેવાય છે.
(૩) લેપ = ફેંકવું, ચાલુ ક્રિયાને છોડીને ચિત્તને બીજા કામકાજમાં નાખવું. જે ધર્મક્રિયા ચાલુ હોય તે કાળે અન્ય ક્રિયામાં ચિત્ત જોડવું, તેથી ચાલુ ક્રિયા પણ રસ વિનાની બને, તે ક્ષેપ દોષ કહેવાય છે.
(૪) ઉત્થાન = ચિત્તનું ઉઠી જવું તે, મોક્ષસાધક જે જે યોગમાર્ગની ક્રિયાઓ કરાતી હોય, તેમાંથી ચિત્તનું ઉભગી જવું. ક્રિયામાર્ગમાંથી ચિત્ત ઉઠી જવાના કારણે ક્રિયામાર્ગ ત્યજી દેવાનો ભાવ થઈ જાય. લોકલજ્જા માત્રથી ભલે તે ક્રિયાઓનો ત્યાગ કદાચ ન કરે તો પણ તેમાં ચિત્ત ન હોય તે.
(૫) બ્રાન્તિ = ભમવું, ભટકવું, ભ્રમ થવો તે, યોગમાર્ગની પ્રાપક પ્રસ્તુત ધર્મક્રિયાને છોડી ચિત્તનું ચોતરફ ભમવું, ભટકવું, જ્યાં ત્યાં ભમવાની ભ્રામકવૃત્તિ, અથવા છીપમાં રૂપાના ભ્રમની જેમ અતત્ત્વને તત્ત્વ માનવું, અથવા અમુક ક્રિયા થઈ કે ન થઈ તેનો ભ્રમ થવો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org