________________
ગાથા : ૧૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
યોગના આઠગુણો (૧) અદ્વેષ = દ્વેષ ન થવો, અણગમાનો, (અરુચિનો) અભાવ, સત્તત્વ પ્રત્યે, (પરમાર્થ સાધવા પ્રત્યે) અણગમો ન થવો. આ આત્મકલ્યાણનું પ્રથમ પગથીયું છે. અણગમો ન હોય તો જ જીવ તેમાં વિકાસ કરવા પ્રેરાય છે.
(૨) જિજ્ઞાસા = પરમાર્થતત્ત્વ જાણવાની ઇચ્છા, કારણકે જાણવાની ઇચ્છા થાય તો જ તે તત્ત્વ જ્યાંથી લભ્ય હોય ત્યાં સાંભળવા જવાની તમન્ના થાય.
(૩) શુશ્રુષા = ધર્મતત્ત્વ સાંભળવાની ઇચ્છા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના થવી. (૪) શ્રવણ = એકાગ્રપણે ધર્મતત્ત્વ સુગુરુ પાસે સાંભળવું. (૫) બોધ = ધર્મતત્ત્વ સાંભળવાથી જ્ઞાન થવું. તત્ત્વબોધ થવો તે.
(૬) મીમાંસા = તત્ત્વબોધ થવાથી તે સંબંધી સૂક્ષ્મવિચારણા, ઊહાપોહ કરી સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે.
(૭) પ્રતિપત્તિ = મીમાંસા કરતાં કરતાં સાચા બોધનો સ્વીકાર કરવો, હેયને હેયરૂપે, અને ઉપાદેયને ઉપાદેયરૂપે સ્વીકારવું. અર્થાત્ આ જ સત્ય છે. શેષ મિથ્યા છે ઇત્યાદિ રૂપે સ્વીકારવું.
(૮) પ્રવૃત્તિ = ઉપાદેય તરીકે જાણેલા માર્ગમાં પ્રવૃત્તિ કરવી. ઓતપ્રોત થવું. અનુભવમય બની જવું. વિવલિત કાર્યમાં પ્રવર્તનમય થવું.
ઉપર સમજાવ્યા મુજબ એકેક દૃષ્ટિમાં યોગનાં આઠ અંગોમાંથી એકેક અંગની પ્રાપ્તિ થાય છે. એકેક દોષ દૂર થાય છે અને એકેક ગુણની પ્રાપ્તિ થાય છે. અંતે આત્મા સર્વદોષરહિત અને સર્વ ગુણમય બને છે હવે ટીકાના પદોનો અર્થ સમજીએ
યમ આદિ યોગના અંગથી યુક્ત એવા મહાત્માઓને મેT Tષા સત્ત મતા અનુક્રમે આ સદ્દષ્ટિઓ આવે છે એમ સજ્જન પુરુષો માને છે. યમ, નિયમ, આસન, વગેરે આઠ જો કે યોગનાં અંગો છે. તે પોતે યોગરૂપ નથી. તો પણ અવયવમાં અવયવીનો ઉપચાર કરીને યોગનાં અંગો હોવાથી અહીં યમાદિને (પણ) યોગ કહેવાયા છે. જેમ શરીરના કોઈ એક ભાગ બળતે છતે શરીર રતિ મારું શરીર બળે છે, એવું બોલાય છે તેમ અહીં સમજવું. પાતંજલિ ઋષિકૃત યોગસૂત્ર ૨-૨૧માં કહ્યું છે કે (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન, અને (૮) સમાધિ એમ આઠ યોગનાં અંગો છે. પાતંજલ યોગસૂત્ર ૨-૨૧
સર્વ વિપરિદાર = યમ-નિયમ વગેરે જે યોગ (યોગાંગ) છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org