________________
ગાથા : ૧૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
૮૯
શ્રવણ
આઠ દૃષ્ટિઓનું ચિત્રા ક્રમ યોગદષ્ટિ | યોગાંગ દોષત્યાગ ગુણપ્રાપ્તિ | બોધ-ઉપમા | વિશેષતા | | ૧. | મિત્રા | યમ | ખેદ | અદ્વેષ | તૃણાગ્નિકણ | મિથ્યાત્વ | ૨. | તારા | નિયમ | ઉદ્વેગ | જિજ્ઞાસા ગોમય અગ્નિકણ | મિથ્યાત્વ | ૩. | બલા | આસન | ક્ષેપ | શુશ્રુષા | કાષ્ઠ અગ્નિકણ | મિથ્યાત્વ | દીપ્રા પ્રાણાયામ | ઉત્થાન
દીપપ્રભા મિથ્યાત્વ ૫. | સ્થિરા | પ્રત્યાહાર | ભ્રાંતિ | બોધ | રત્નપ્રભા | સમ્યકત્વ | | ૬. | કાંતા | ધારણા | અન્યમુદ્ | મીમાંસા | તારાપ્રભા | સમ્યકત્વ ૭. | પ્રભા | ધ્યાન (રોગ) | પ્રતિપત્તિ | સૂર્યપ્રભા |
સમ્યક્ત્વ પરા | સમાધિ | આસંગ | પ્રવૃત્તિ ચંદ્રપ્રભા સમ્યક્ત્વ
ટીકાનો અનુવાદ કરતાં પહેલાં યાદિ આઠ અંગો, તથા તેના અર્થો, ખેદાદિ આઠ દોષો તથા તેના અર્થો, અને અષાદિ આઠ ગુણો અને તેના અર્થો સમજી લઇએ. પછી ટીકાની પંક્તિનો ભાવાર્થ વિચારીશું. જેથી ટીકા સમજવી સહેલી પડે.
યોગનાં આઠ અંગો શરીર એ જેમ અવયવી (અંગી) છે અને હાથ-પગ-માથું-પેટ-હૃદય-પીઠ-ઇત્યાદિ શરીરનાં આઠ અંગ છે. અવયવ છે. વિભાગ છે. તેવી જ રીતે “મિત્રા-તારા આદિ” દૃષ્ટિઓ સ્વરૂપ જે યોગ છે તે અંગી (અવયવી) છે. શરીરરૂપ છે. અને યમ-નિયમઆસન વગેરે તે યોગનાં અંગો છે. જેમ શરીરના અંગો જોડવાથી જંગી એવા શરીરની રચના બને છે. તેમ આ યાદિ અંગોના સંધાનથી દૃષ્ટિરૂપ યોગાત્મક અવયવીની (શરીરની) નિષ્પત્તિ થાય છે. માટે યમાદિને અંગ કહેવાય છે. તેના આઠ ભેદો છે. એકેક દૃષ્ટિમાં એકેક અંગની પ્રાપ્તિ થતી જાય છે.
(૧) યમ = મુખ્યવ્રત તે યમ કહેવાય છે. પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, (અથવા સ્વદારા સંતોષ, પરસ્ત્રીગમન વિરમણ) અને પરિગ્રહવિરમણ (અથવા પરિગ્રહ પરિમાણ) આ પાંચ મહાવ્રત કે અણુવ્રતરૂપ હોય તેને યમ કહેવાય છે. સંક્ષેપમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. વાવજીવનું જે વ્રત તે યમ, અને પરિમિત કાળવાળું જે વ્રત તે નિયમ. આ પ્રમાણે બન્નેમાં કંઈક તફાવત જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org