________________
૮૬
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫
પ્રશ્ન :- અહીં શેરડી તથા તેમાંથી થતાં ક્રમશઃ આઠ રૂપાન્તરોની ઉપમા મિત્રાદિદષ્ટિઓ સમજાવવા માટે જે આપવામાં આવી છે તેની પાછળ શું કોઈ કરાણ છે? શેરડીના આઠે રૂપાન્તરોમાં પ્રતિ-રૂપે મધુરતા જ મધુરતા વૃદ્ધિ પામતી જાય છે. તેવી મધુરતા શું અહીં પણ વૃદ્ધિ પામે છે ?
ઉત્તર :- હા, અહીં આ મિત્રાદિ આઠ દૃષ્ટિઓ અનુક્રમે રુચિ (શ્રદ્ધા-આત્મતત્ત્વનો પ્રેમ, પરમાર્થતત્ત્વની પ્રીતિ આદિ)ના વિષયવાળી છે. પતાસામેવ સંસાધુપપ = મિત્રા આદિ આઠ દૃષ્ટિઓ ક્રમશઃ સંવેગરૂપી મધુરતાની પ્રાપ્તિવાળી છે. આ પંક્તિમાં કોઈ કોઈ પુસ્તકોમાં તેષાં હોવાથી પતન =શબ્દ પુલિંગ પણ છે. તેથી રુચિ કે મિત્રાદિદષ્ટિ અર્થ ન કરવો, કારણ કે તે સ્ત્રીલિંગ છે. પરંતુ પતિ નો અર્થ રુચિ આદિના આ વિષયો એમ અર્થ કરવો. તે કારણથી રુચિ આદિના આ વિષયો જ સંવેગરૂપી મધુરતાની ઉત્પત્તિ કરનારા છે. તેથી તે વિષયો (અથવા તે વિષયોવાળી દૃષ્ટિ) ઇલુતુલ્ય છે. અથવા પતિદ્ શબ્દ સામાન્યથી નપુંસકલિંગ સમજવો. જેથી તેમાં પુલિંગ સ્ત્રીલિંગ બન્ને લઈ શકાય. તેથી આ દૃષ્ટિઓ ક્રમશઃ સંવેગ સ્વરૂપ અધિક અધિક મધુરતા ઉત્પન્ન કરનારી છે એવો અર્થ પણ સંગત છે. જેમ શેરડી અને તેના પછીના રૂપાન્તરોમાં મધુરતા વધતી જ જાય છે તેમ મિત્રાદષ્ટિમાં અને તેની પછીની દૃષ્ટિઓમાં ક્રમશઃ સંવેગ (મોક્ષભિલાષ)ની મધુરતા વધતી જ જાય છે. પછી પછીની દૃષ્ટિમાં મોક્ષ પ્રત્યેની તથા પરમાર્થતત્ત્વપ્રાપ્તિની અભિલાષા વધતી જ જાય છે. આ મધુરતા જે માણે તેને જ અનુભવ ગમ્ય છે. શબ્દથી વાચ્ય થઈ શકતી નથી. શેરડી જ જો ન હોય તો રસ ન નીકળે, રસ ન હોય તો કક્કબ ન બને, અને કક્કબ ન હોય તો ગોળ ન બને, તેવી જ રીતે મિત્રાદષ્ટિ ન આવે તો તારાદષ્ટિ ન આવે, તારાદષ્ટિ ન આવી હોય તો બલાદષ્ટિ ન આવે ઇત્યાદિ સમજી લેવું. ત્યારી એમ પૂર્વર્ષિ મહાપુરુષો કહે છે.
અનાદિકાળથી જે મિથ્યાત્વી છે. અને અનંતકાળ સુધી જે મિથ્યાત્વી જ રહેવાના છે. તેવા અભવ્યજીવો કે જેમાં મિત્રાદિ યોગની દૃષ્ટિઓ આવવાની નથી તેઓ (નવપૂર્વાદિનું જ્ઞાન પામે તો પણ, અને સુંદર ચારિત્ર પાળે તો પણ) નલાદિ નામના ઘાસની તુલ્ય છે. નદી કિનારે ઉગતી ધરો અથવા બરૂ આવા ઘાસને નલ કહેવામાં આવે છે. આ ઘાસ સર્વથા મધુરતા વિનાનું હોય છે. તેવી જ રીતે અભવ્યજીવો પણ સંવેગ રૂપ મધુરતાથી સર્વથા શૂન્ય હોય છે. તે અભવ્યો ભલે ઘણી દ્રવ્યક્રિયા કરે, શાસ્ત્રો ભણી પંડિત થાય, માન-પાન પામે, પરંતુ તેઓનું હૃદય સંવેગ પરિણામથી આદ્ર બનતું નથી. ગમે તેટલી મધુરતાવાળું દૂધ સર્પ પીએ તો પણ તે સર્પ નિર્વિષ થતો નથી. પોતાની પ્રકૃતિ બદલતો નથી. તેમ અભવ્યજીવો પણ તેવા છે. એટલે મિત્રાદિ યોગદશાની આ દૃષ્ટિઓ અભવ્યમાં કદાપિ આવતી નથી. ભવ્યમાં જ કાલ પાકે ત્યારે પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org