________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫
एवं सामान्येन सदृष्टेर्योगिनो दृष्टिरष्टधेत्यष्टप्रकारा । अत्राह-ग्रंथिभेदे सदृष्टित्वं, स च दी? (प्रो)त्तरकालमिति कथं सद्दष्टेदृष्टिरष्टधेति । उच्यते-अवन्ध्यसदृष्टिहेतुत्वेन मित्रादिदृष्टीनामपि सतीत्वादिति । वर्षोलकनिष्पत्ताविक्षुरसकक्कबगुडकल्पाः खल्वेताः खण्डसर्करामत्स्यण्डीवर्षोलकसमाश्चेतरा इत्याचार्याः, इक्ष्वादीनामेव तथाभवनादिति । रुच्यादिगोचरा एवैताः । एतासामेव संवेगमाधुर्योपपत्तेः इक्षुकल्पत्वादिति । नलादिकल्पास्त्वभव्याः । संवेगमाधुर्यशून्यत्वात् । अनेन सर्वथाऽपरिणामिक्षणिकात्मवादे दृष्टिभेदाभावमाह-तत्तथाभवनानुपपत्तेरिति ॥१५॥
આ પ્રમાણે સામાન્યથી સદ્દષ્ટિવાળા યોગિની આ દૃષ્ટિઓ અષ્ટધા એટલે આઠ પ્રકારની છે. એમ ગ્રંથકારશ્રીએ સમજાવ્યું. તૃણના અગ્નિકણ આદિની ઉપમાઓ આપીને દૃષ્ટિઓની સામાન્યથી રૂપરેખા જણાવી. જેથી શિષ્યવર્ગનો આ વિષયમાં આછો-પાતળો ખ્યાલ આવવા વડે સુખદ પ્રવેશ થાય. જો કે ગ્રન્થકાર પોતે જ વિસ્તારથી આ દૃષ્ટિઓ ક્રમશઃ સમજાવવાના જ છે. તો પણ સંક્ષેપથી રૂપરેખા જાણી હોય તો વિસ્તારથી કહેવાતો વિષય સમજી શકાય એ આશયથી સામાન્યપણે આઠ દૃષ્ટિઓ જણાવી. આ આઠે દૃષ્ટિઓ “સદ્દષ્ટિ એવા આત્માની” છે.
અહીં એક શંકા થવી સંભવિત છે કે સદ્દષ્ટિ એટલે સમ્યષ્ટિ , સાચી દષ્ટિવાળા આત્માઓ એટલે કે અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ કરાયા પછી ક્રમશઃ પ્રાપ્ત થતા ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા જીવોને જ સમ્યગ્દષ્ટિ સદ્દષ્ટિ કહી શકાય છે. એટલે કે ગ્રંથિભેદ થયે છતે જ “સદ્દષ્ટિપણું” આવે છે અને સર્વ = તે ગ્રંથિભેદ તો, મિત્રાતારા-બલા અને દીપ્રા એમ યોગની પ્રથમની ચારદૃષ્ટિઓ વટાવવા જેટલો કાળ પસાર કર્યા પછી (અર્થાત્ તેટલો દીર્ઘકાળ ગયા પછી) તેના ઉત્તરકાલમાં જ આવે છે. કારણ કે પ્રથમની ચાર દૃષ્ટિઓ તો અપુનર્બન્ધાવસ્થાદિવાળા ચમાધના પૂર્વાર્ધકાળમાં શરૂ થાય છે. ચારદૃષ્ટિઓમાં મિથ્યાત્વની મંદતા થતાં થતાં ગ્રંથિભેદ થાય છે. તો સદ્દષ્ટિજીવની (સમ્યગ્દષ્ટિ જીવની) દૃષ્ટિ અષ્ટધા કેવી રીતે બને ! સદૃષ્ટિની દૃષ્ટિ તો સ્થિરા-કાન્તા-પ્રભા અને પરા એમ ચાર જ થવી જોઇએ. પ્રથમની ચાર તો મિથ્યાષ્ટિકાળે હોય છે. (અહીં કોઇ કોઇ પુસ્તકોમાં તીર્થોત્તરનિકને બદલે વીપ્રોત્તર એવો પાઠ જોવા મળે છે. તેનો અર્થ તીur + ૩ત્તરક્ષાનમક દીપ્રાદષ્ટિ શરૂ થયા પછીના ઉત્તરકાલમાં તે ગ્રંથિભેદ થાય છે. એમ અર્થ કરવો. ભાવાર્થ બન્નેનો સમાન છે.)
ઉત્તર - ૩ો ઉપરની શંકાનો ઉત્તર અપાય છે કે મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ અવશ્ય મિથ્યાત્વાવસ્થાકાળે જ હોય છે. અને સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓ જ સદ્દષ્ટિકાલે (સમ્યગ્દષ્ટિકા) હોય છે. તથાપિ મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ મિથ્યાત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org