________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
સંભવતાં જ નથી. જેમ જે પુરુષ પર્વતના શિખર ઉપર ન ચડ્યો હોય તેને ચડવાનું હોય. પરંતુ ( આરૂઢ )-પર્વતના શિખર ઉપર ચડેલાને અવરોળ-ચડવાનું હોતું નથી, તેની જેમ આ આત્માઓને સ્વતઃ દોષોનો અભાવ હોવાથી પ્રતિક્રમણાદિ ધર્માનુષ્ઠાનો સંભવતાં નથી. જે સાધક હોય તેને સાધનોની અને સાધનાની જરૂર હોય છે. પરંતુ જેણે સાધ્ય સાધી લીધું હોય છે તેને સાધનની કે સાધનાની જરૂર રહેતી નથી. સદા પરના ઉપકારો કરવામાં જ પરાયણ રહે છે.
ગાથા : ૧૫
ધર્મદેશના અને ગામાનુગામ વિહારોવડે પ્રજાજનોને ધર્મ પમાડવાની પરોપકારકારિતા જ હોય છે. આ પરનો ઉપકાર કરવારૂપ પરોપકારિતાનો અર્થ વક્તાને આશ્રયી આ પ્રમાણે છે. યથામન્યત્વ તથા, જેટલી જેટલી જેની ભવ્યતા (પૂર્વે બાંધેલાં તીર્થંકરનામકર્માદિ કર્મો ઉદયમાં આવવાથી ઉપદેશ આપવાના ફળને આપનારાં કર્મો) બાકી છે તેટલી જ પરોપકારકારિતા હોય છે. એટલે કે પોતાનું તીર્થંકરનામકર્મ આદિ કર્મ કેટલું શેષ છે ? આયુષ્યાદિ કેટલું છે ? તે જોઇને તેને અનુસારે પ્રવર્તન હોય છે. નિશ્ચયનયથી તો પોતાનાં શેષ રહેલાં કર્મોને તોડવા માટે જ ધર્મદેશનાદિ આપે છે, પરંતુ વ્યવહારનયથી તે દેશના દ્વારા પરજીવોનો ઉપકાર થતો હોવાથી તે ભગવંતો પરોપકારી કહેવાય છે. જેટલી પોતાનામાં ભવ્યતા યોગ્યતા=શેષકર્મોને ખપાવવાની પ્રયોજનતા હોય છે તેટલી દેશનાદિ વડે પરોપકાર-પરાયણતા હોય છે. અથવા ‘‘યથામવ્યત્વ તથા'' આ શબ્દનો અર્થ શ્રોતાને આશ્રયી આ પ્રમાણે પણ કરી શકાય છે. જે શ્રોતામાં જેટલી ભવ્યતા (પાત્રતા-યોગ્યતા) હોય તેટલો જ તેનો ઉપકાર કરે છે. કારણ કે ઉપાદાનની યોગ્યતા પ્રમાણે જ કાર્ય થવાનું છે. ઝાઝું ફળ તેમાં આવવાનું નથી માટે તેનો તેટલો ઉપકાર કરે. એમ પણ અર્થ કરીએ તો થઇ શકે છે. તેમાં કંઇ અસંગત અર્થ લાગતો નથી.
૮૩
તથા પૂર્વવત્વા હ્રિયા -તથા પૂર્વની પ્રભાદૃષ્ટિની જેમ અહીં જે જે દેશનાવિહારાદિ ક્રિયા કરાય છે તે તે નિયમા પૂર્વબદ્ધકર્મોને ઉદયથી ભોગવીને અથવા વિપુલ નિર્જરા કરવા દ્વારા પૂર્ણ કરવા રૂપ ફળને આપનારી જ બને છે તેથી અવસ્થ્ય જ છે. વ— એટલે નિષ્ફળ, અને અવન્ધ્ય એટલે નિયમા સ્વસાધ્ય ફળને આપનારી, નિર્જરા સ્વરૂપ લને આપનારી જ છે. જેનાથી અંતે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત થાય છે.
૧ અવરોહળ શબ્દનો અર્થ ઉતરવું અને પર્વત ઉપર ચડેલાને હવે ચડવાનું નથી તેમ આ છે. માટે “ચડવું” અર્થ કરેલ છે. અથવા પ્રયોજન
આરોહનો અર્થ ચડવું થાય છે. પરંતુ અહીં મુનિને પ્રતિક્રમણાદિ નથી. એ અર્થ સંગત થાય વશથી ચડેલાને જેમ ઉતરવાનું હોતું નથી તેમ
ઉંચી અવસ્થાએ ચડેલાને આવા નીચી અવસ્થાના દોષો હોતા નથી માટે પ્રતિક્રમણાદિ સંભવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org