________________
ગાથા : ૧૫
યોગદૃષ્ટિ સમુચ્ચય
૮૧
આદિના પરિષદો આવે તો પણ તેના નિવારણના ઉપાયનો, કે પ્રતિકારનો પણ સંકલ્પવિકલ્પ મનમાં ઉઠતો નથી. સાનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થામાં સદા સમતામય જ આત્મા રહે છે. અને તેથી જ સાનુકૂળતામાં કે શરીરની સુખશીલતામાં સુખ ન માનતાં “પ્રશમભાવ'માં જ સુખનો પૂર્ણ અનુભવ કરે છે.
આ મહાત્માઓને સમતાના સુખનો જ સ્વાદ લાગે છે.
ચિત્તને નિર્વિકલ્પ રાખવામાં કે પ્રશમભાવમાં સુખ માણવામાં અન્ય કોઈ શાસ્ત્રપાઠનો કે શ્લોકોનો આધાર લેવો પડતો નથી. અન્ય સર્વ શાસ્ત્રો અકિંચિકર બની જાય છે. પોતાના આત્માનો આત્માનુભવ જ સુખકારક બને છે. અને તેથી જ તે કાલે કરાતું ધ્યાન-તપ આદિ સર્વ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે. અલ્પ પણ ચલ-વિચલતા કે આકુળવ્યાકુલતા સંભવતી નથી. તેમના આત્મામાં એટલી બધી પ્રશાન્તવાહિતા પ્રસરે છે તથા તેની આજુ-બાજુના દ્રવ્ય-ક્ષેત્રમાં પણ એવી પ્રશાન્તવાહિતા ઝળકે છે કે તેમના સાનિધ્યમાં ફરતા વાઘબકરી, કે સર્પ-નકુલાદિમાં જાતિબદ્ધ વૈરનો પણ નાશ થઈ જાય છે. કલ્યાણકારી અમૃતમય ધર્મદેશના દ્વારા નિરંતર પરોપકાર-પરાયણપણે જ આ આત્માઓ વર્તે છે. પોતે મહાયોગી હોવાથી તેઓના મુખકમલમાંથી એવી ઉત્તમ ભવ્ય દેશના વહે છે કે જે પ્રાયઃ પરનો ઉપકાર કરનાર જ બને.
વિનેયો (શિષ્યો) પ્રત્યે ઔચિત્યયોગ આચરે છે. પ્રત્યેક શિષ્યોનું જે ભાવે આત્મહિત થાય તે ભાવે તેમના પ્રત્યે ઉચિત આચરણાથી વર્તે છે. કોઈ પણ શિષ્યો પ્રત્યે રાગ, મમતા, પક્ષપાત, વેરઝેર, આન્તરલેશ, આદિ સમસ્ત દૂષણોથી રહિત તથા શિષ્યોના વિનય-સેવા-ભક્તિ-કે વૈયાવચ્ચ આદિની તલમાત્ર પણ અપેક્ષા હૃદયમાં રાખ્યા વિના સ્વસ્વભાવ-પરાયણ આ મહાત્માઓ માત્ર શિષ્યોના આત્મકલ્યાણ અર્થે ધર્મદેશના અને હિતશિક્ષા આપવા દ્વારા ઉચિતપણે પ્રવર્તે છે. મનમાં અલ્પમાત્ર પણ સેવાદિની અપેક્ષા રાખતા નથી. તેથી કોઈ શિષ્ય અવિનીત હોય તો પણ તેમનું મન અલ્પ અંશે પણ દુર્ભાતું નથી. અને તેમના પ્રત્યે લેશ માત્ર પણ અરુચિ કે દ્વેષભાવ પેદા થતો નથી. તેથી જ તેઓએ આચરેલી આત્મસુખની પ્રાપ્તિ માટેની ધર્મક્રિયા કદાપિ વધ્ધ (નિષ્ફળ) બનતી નથી તેઓની ધર્મક્રિયા સદા અવધ્ય જ બને છે, નિયમા પોતાને કર્મક્ષયરૂપ ફળ આપનારી જ થાય છે તથા શિષ્યોનો પણ ઉપકાર કરવાવાળી જ બને છે.
આ પ્રમાણે આ પ્રભાષ્ટિ એ કેવલજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વકાલવર્તી સર્વોત્તમ નિર્વિકલ્યાવસ્થાવાળી દૃષ્ટિ છે. વ્યવહારથી પ્રશસ્ત ગણાતા કષાયો પણ આ દૃષ્ટિમાં આવેલા મહાત્મા ત્યજી દે છે. મોક્ષનો રાગ, સંસારનો દ્વેષ, દુઃખી પુરુષો પ્રત્યે કરુણા, પરના ચો. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org