________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
સ્ત્રી ઘરનાં સઘળાં કામ કરતી છતી તેનું ધ્યાન પતિમાં જ હોય છે. તેમ આ દૃષ્ટિમાં આવેલો પુરુષ સંસારનાં સઘળાં કામો કરવા છતાં તેનું ધ્યાન શાસ્ત્રાનુભવમાં જ એકાગ્ર હોય છે. જ્ઞાની પુરુષોની ઉપકારી વાણીમાં જ ચિત્ત રમતું હોય છે. કર્મોના ઉદયની પરવશતાના કારણે જ સંસારસંબંધી કામ કરવું પડે છે, પરંતુ તેનું પોતાનું ચિત્ત અનાસક્ત જ હોય છે. આ દૃષ્ટિમાં જ્ઞાનપ્રકાશ તારાની પ્રભા જેવો દૂર દૂરથી ચમકતો અને ઝળહળતો દેખાય છે. રત્નની પ્રભા માત્ર આજુ બાજુના પરિમિતક્ષેત્રમાં જ પ્રકાશ આપે છે. જ્યારે તારાની પ્રભા અનંત આકાશમાં દૂર દૂરથી ચમકે છે. જ્યોત બતાવે છે તેમ આ દૃષ્ટિમાં વર્તતો જ્ઞાનપ્રકાશ આત્માના અનંત જ્ઞાનાનંદમાં ચમકે છે. આ કારણથી આ દૃષ્ટિમાં આવેલો બોધ સહજભાવે અત્યંત સ્થિર હોય છે. ડગમગ સ્થિતિવાળો હોતો નથી. ઉત્તમજ્ઞાનદશા હોવાથી તેના વડે કરાતું વંદન, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ, ભક્તિ, વૈયાવચ્ચાદિ ધર્મનાં સર્વાનુષ્ઠાનો (૧) નિરતિચારમાત્ર જ હોય છે (૨) શુદ્ધજ્ઞાનદશાના ઉપયોગને અનુસરનારાં હોય છે (૩) વિશિષ્ટપણે અપ્રમત્તતા છે પ્રધાન જેમાં એવાં હોય છે (૪) વિનિયોગ છે પ્રધાન જેમાં એવા ગંભીર અને ઉદાર આશયવાળાં હોય છે. આવા પ્રકારના વિશેષણોવાળાં અનુષ્ઠાનો તે આત્માનાં હોય છે. તેનો મર્મ આ પ્રમાણે સમજવો.
ગાથા : ૧૫
(૧) નિરતિચારમાત્ર- સેવાતાં સર્વે પણ ધર્માનુષ્ઠાનોમાં સહજભાવે જ કોઇ દોષ ન લાગે એવી સાધના હોય છે. કારણ કે પરમાર્થપદના પ્રેમની એવી લગની લાગી હોય છે કે શરીરની સુખશીલતા નષ્ટ પ્રાયઃ બની જાય છે. કારણ કે અતિચારો સુખશીલતાથી જ સેવાય છે. માનવભવ, ઉત્તધર્મારાધન, જૈનશાસનની પ્રાપ્તિ, આ સર્વે આત્મહિતસર્જક ભાવો અતિશય દુર્લભત છે. એમ સમજી ધર્મ કરવામાં અદમ્ય ઉત્સાહના કારણે સહજભાવે જ અતિચાર રહિત જીવન આ દૃષ્ટિવાળા જીવનું બને છે.
(૨) શુદ્ધોપયોગાનુસારિ જ્યારે આ આત્માને વસ્તુની દુર્લભતા અને દુષ્કરતા સમજાય છે ત્યારે અનાયાસે જ તે કાર્ય સાધનામાં એકચિત્તતા આવી જ જાય છે. જેમ કે વિદ્યાસાધક કે રાધાવેધ સાધક આત્માઓ પોતાની આરંભેલી વિદ્યાસાધનાદિમાં કેવા લયલીન બને છે? તેમ આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓ પ્રાપ્ત થયેલ ધર્મારાધનની અમૂલ્યતાને જાણતા છતા તે તે કાર્યસાધનાના કાળે દત્તચિત્ત થઇ એકાકાર બને છે મોહનો મૂલથી પરાભવ કરવાના શુદ્ધોપયોગવાળા બને છે. અલ્પમાત્રાએ પણ ચિત્ત બાહ્યભાવમાં જવા દેતા નથી.
-
Jain Education International
૭૯
(૩) વિશિષ્ટાપ્રમાદસચિવં= આ કારણથી (એટલે કે નિરતિચારતા અને શુદ્ધોપયોગતા આ બન્ને દશા જાગૃત હોવાથી) જ અત્યન્ત અપ્રમાદદશાની પ્રધાનતાવાળી ધર્મારાધના હોય છે. નિદ્રા-વિકથા-કે રાગાદિ પ્રમાદો રહિત શુદ્ધ ધર્મકાર્ય સેવે છે.
(૪) વિનિયોગપ્રધાન= પોતાને પ્રાપ્ત થયેલી ધર્મારાધનાની આ મહાસંપત્તિ બીજા
For Private & Personal Use Only
www.jainelibrary.org