________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
હોવાથી પરનો ઉપકાર કરવા સ્વરૂપ ચિત્તમાં શીતળતા અને આહ્લાદકતા આપનાર બને
છે, પરંતુ પરિતાપ કરનાર બનતો નથી.
७८
(૫) પરિતોષહેતુઃ
રત્નોની પ્રભા દેખીને હૈયું પરિતોષ (આનંદ) પામે છે. કાન્તિ દેખીને આંખ ઠરે છે. ચિત્ત પ્રસન્ન બને છે. રત્ન જોયા પછી એવો પરિતોષ (આનંદ) પ્રસરે છે કે કાચાદિ તુચ્છવસ્તુ જોવી ગમતી નથી. તેવી રીતે આ દૃષ્ટિનો બોધ આવવાથી આત્માને પરમાત્માના શાસનથી આત્માનું સ્વરૂપ સમજાઇ જાય છે. દેખાઇ જાય છે. ચિત્ત પ્રસન્ન પ્રસન્ન થઇ જાય છે. શુદ્ધજ્ઞાનાદિ ગુણમય આત્મસ્વરૂપ ભાસવા લાગે છે. જે જોવાનું હતું તે શાસ્ત્રોથી દેખાવાથી ધન્યતા અનુભવે છે. પુદ્ગલોના રૂપ-રંગો જોવાની કે બાહ્યાલંબન માત્રમાં અંજાઇ જવાની જે કુતૂહલવૃત્તિ હતી તે વ્યાવૃત્ત થઇ જતાં સહજ સ્વભાવ માણ્યાનો આનંદ આનંદ પ્રસરે છે.
=
(૬) પ્રખિયાનાવિયોનિઃ સ્થિરાદિ દૃષ્ટિમાં આત્માને સમ્યક્ત્વ ઝળહળે છે. વીતરાગ પરમાત્માનાં વચનોની અપૂર્વ શ્રદ્ધા અને પ્રેમ વર્તે છે. તેથી હવે આ આત્મા પ્રણિધાનાદિ પાંચ આશયરત્નને મેળવવા ઉત્સુક બને છે. ભૌતિકભાવોથી અધિકાધિક કરવામાં પરાભુખ થઇ ધર્મકાર્યો કરવાની પ્રણિધાનતા (પ્રબળ ઇચ્છા), સમય મળતાં તે ધર્મકાર્ય પ્રવૃત્તિ, સામે આવતાં વિઘ્નોનો પરાજય, અંતે સિદ્ધિ અને વિનિયોગ ઇત્યાદિ પ્રાપ્ત કરે છે. કોઇ કોઇ પુસ્તકોમાં પ્રધાનાવિયોનિઃ ને બદલે પરિજ્ઞાનાવિયોનિઃ એવો પાઠ પણ (પાઠાન્તર) દેખાય છે. (જુઓ ડૉ. ભગવાનદાસભાઇ કૃત વિવેચન)
Jain Education International
=
=
ગાથા : ૧૫
=
परिज्ञानादियोनिः
રત્નની પ્રભા દ્વારા રત્નની આરપાર સર્વ ભાગો દેખાય છે. તેની કાન્તિથી અન્ય પદાર્થ પણ જણાય છે. તેવી જ રીતે સ્થિરા દૃષ્ટિમાં આવેલા આત્માને સમ્યક્ત્વ થવાથી આત્મતત્ત્વ એ જ સાર છે, એમ યથાર્થ જણાય છે. સમ્યક્ત્વ રૂપ બોધિરત્નના પ્રકાશથી આત્મજ્ઞાની વસ્તુને વસ્તુગતે (યથાર્થપણે) જાણે છે. જેમ હીરો હાથ લાગવાથી અને હીરાની કિંમત સમજાવાથી સાંસારિક કાચ આદિ અન્ય તુચ્છ વસ્તુઓનું મૂલ્યાંકન થઇ જાય છે. તેમ બોધિરત્નરૂપ હીરો મળવાથી તેના પ્રકાશથી જ સાંસારિક પૌદ્ગલિક અન્ય પદાર્થો તુચ્છ છે, નિર્માલ્ય છે એમ સમજાઇ જાય છે. જેમ જાતિમાન્ રત્નની પ્રાપ્તિથી સુખ સંપત્તિ વધે છે. અનિષ્ટો અને મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. તેમ બોધિરત્ન મળવાથી આત્માની આપત્તિઓ દૂર થાય છે. સંપત્તિઓ વધે છે. અને મંગલ જ મંગલ થઇ જાય છે.
છઠ્ઠી કાન્તાસૃષ્ટિમાં આ બોધ તારાની કાન્તિ (પ્રભા) સમાન હોય છે. આ દૃષ્ટિનું નામ “કાન્તા” રાખવાનું કારણ એ છે કે કાન્તા એટલે પતિવ્રતા સ્ત્રી, જેમ પતિવ્રતા
For Private & Personal Use Only
www.jainelibrary.org