________________
ગાથા : ૧૫
યોગદૃષ્ટિ સમુચ્ચય
(૧) અપ્રતિપાતી = સમ્યકત્વના પરિણામથી પતિત કરે એવા તીવ્ર ઉપસર્ગપરિષહો આવે તો પણ પ્રાપ્ત થયેલો ભેદજ્ઞાનાત્મક આ બોધ રત્નની પ્રભા જેમ કદાપિ નાશ પામતી નથી તેમ નાશ પામતો નથી. આઠદૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું છે કે -
જેહ ન મરુતને ગમ્ય, ચંચળતા જે નવી લહે હો લાલ. જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ. પૂ. યશોવિજયજી મ.
(ર) પ્રવર્ધમાન -મિથ્યાત્વ ગુણસ્થાનકે મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં પણ મિથ્યાત્વની મંદતા થતી જતી હોવાથી જો કે બોધ વૃદ્ધિ પામતો હતો, તો પણ હવે આ આત્મા સમ્યગ્દષ્ટિ છે. પરિણામની ધારા વર્ધમાન વૈરાગ્યવાળી છે. તેથી જેમ પ્રયોગોની કસોટી ઉપર રત્નની પ્રભા ઓરને ઓર વૃદ્ધિ પામે તેમ સ્થિરાદષ્ટિમાં આત્માનુભવ રૂપ કસોટી દ્વારા સમ્યગ્બોધ દિન-પ્રતિદિન બળવત્તર બને છે. અને વૃદ્ધિ પામે છે.
(૩) નિરપાય = દીપકની પ્રભા તેલ-વાટાદિને પરવશ હોવાથી તે તે પદાર્થો ખુટી પડતાં અપાય (નાશ) પામનાર છે. વાયુથી સર્વથા નાશ થવા રૂપ ભયથી ભરપૂર છે. જ્યારે રત્નની પ્રભા પર-દ્રવ્યાવલંબી ન હોવાથી નિરપાય = નિર્ભય છે. કોઈ પણ પરપદાર્થના ટેકા ઉપર જે ઉભો હોય તે ટેકો ખસી જતાં પડી જાય છે પરંતુ રત્નની પ્રભા સ્વાવલંબી હોવાથી અપાય (નાશ-ભય) વિનાની છે. વાયુ આદિરૂપ ઉપસર્ગ-પરિષહોથી પણ નિર્ભય છે. મોહનીયના ક્ષયોપશમથી આ પ્રકાશ પ્રગટ (પ્રાપ્ત) થયો છે માટે હવે કદાપિ તે બુઝાતો નથી. બસ, પ્રગટ્યો તે પ્રગટ્યો. હવે કાળાન્તરે ધીરે ધીરે મોહરૂપ અંધકારને નાશ થયે જ છુટકો. રત્નદીપક પ્રગટે તો હવે મોહ-અંધકાર રહે જ નહીં.
(૪) નારપરિતાપ =દીપકની જ્યોત ઘરમાં ક્યાંય સ્પર્શી જાય તો ઘરને બાળી પણ નાખે. ઘર બળી જવાથી અથવા તાપ આકરો લાગવાથી દીપકની જ્યોત અન્ય જીવોને સંતાપ પણ કરે, નજીક બેઠેલાને દાહ અને તાપ પણ આપે, જ્યારે રત્નની પ્રભા ચંદ્રની ચાંદનીની જેમ શીતળ-સ્વચ્છ અને દાહ-તાપાદિથી મુક્ત હોવાના કારણે કોઈપણ અન્ય જીવને પીડા કરતી નથી. તેવી રીતે સ્થિરાદિ દૃષ્ટિમાં થયેલો જ્ઞાનપ્રકાશ આ આત્માને અહિંસા-સત્ય-અચૌર્ય-તરફ જ દોરનાર હોવાથી પરજીવને અલ્પ પણ પીડા અને પરિતાપ ન ઉપજે તેની પરિપૂર્ણ કાળજી આ જ્ઞાનપ્રકાશમાં હોય છે. તથા આ જ્ઞાનપ્રકાશ નિયોની અપેક્ષાયુક્ત હોવાથી કદાગ્રહ કે એકાન્ત આગ્રહ વિનાનો હોવાના કારણે સર્વદર્શનકારોની વાતોનો તે તે નયોથી સમન્વય કરનાર છે. એના કારણે આ સ્યાદ્વાદી સર્વપ્રિય બને છે. અને બીજા જીવોને પણ નયોની સાપેક્ષપણે દૃષ્ટિ આપનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org