________________
ગાથા : ૧૫
યોગદષ્ટિ સમુચ્ચય
૭પ
છે. આવા પ્રકારની અપૂર્વ ભક્તિની પરિણતિ અહીં ચોથી દૃષ્ટિમાં આવતી હોવાથી ત્રીજી દૃષ્ટિમાં માત્ર પ્રીતિ-ભાવવાળાં અનુષ્ઠાનોના પ્રયત્નો કરતાં અહીં ચોથી દૃષ્ટિમાં ધર્માનુષ્ઠાનોમાં પ્રીતિ અને ભક્તિ એમ ઉભયભાવ આવવાથી આ પ્રયત્ન અપૂર્વ (જુદી જ જાતનો) બની જાય છે. અને આ કાલે પ્રીતિ-ભક્તિ ઉભયપૂર્વકના ધર્માનુષ્ઠાનનું આચરણ, તેના પ્રત્યે પરમશ્રદ્ધા, અને તે સંબંધી અપૂર્વબોધ એમ ગુણોનો વધુ વિકાસ થવાથી આ મિથ્યાદૃષ્ટિ જીવને જે “ગુણસ્થાનક” શાસ્ત્રોમાં કહેવામાં આવે છે તે આવા પ્રકારના ગુણોવાળા જીવને આશ્રયીને જ કહેવાય છે. સારાંશ કે જૈનશાસ્ત્રમાં મિથ્યાષ્ટિ જીવોમાં પણ જે “ગુણસ્થાનક” શબ્દનો પ્રયોગ આવે છે તે આવા પ્રકારના ગુણયુક્ત જીવને આશ્રયીને જ કહેલ છે. એમ સમયવિદ્ પુરુષો કહે છે. વાસ્તવિકપણે મિથ્યાત્વાવસ્થામાં આ ચોથી દૃષ્ટિ આવે ત્યારે જ ગુણોનો પ્રકર્ષ વધે છે. અપૂર્વકરણ-ગ્રંથિભેદ-અનિવૃત્તિકરણ વગેરે પ્રક્રિયા આ દૃષ્ટિનો વેગ વધતાં સહજ અને સરળતાથી થઈ જાય છે.
પ્રશ્ન - ત્રીજીદષ્ટિમાં પ્રીતિ અનુષ્ઠાન હોય, અને ચોથી દૃષ્ટિમાં પ્રીતિ-ભક્તિ એમ ઉભયગુણયુક્ત અનુષ્ઠાન હોય એમ જે કહેવામાં આવ્યું. ત્યાં પ્રીતિ અને ભક્તિમાં તફાવત શું?
ઉત્તર :- પ્રેમભાવ-સ્નેહભાવ-મમતા તે પ્રીતિ કહેવાય છે. અને પૂજ્યભાવ, અહોભાવ, વંદનીયતાનો ભાવ, બહુમાનનો ભાવ તે ભક્તિ કહેવાય છે. જેમ કે પુરુષને પોતાની પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હોય છે. બન્ને પ્રત્યે ભોજન-વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુઓનું આદાન-પ્રદાન સમાન હોવા છતાં હૈયાના ભાવ ભિન્ન હોય છે. તેવી રીતે ત્રીજી દૃષ્ટિકાળે આ જીવ ધર્માનુષ્ઠાનો પ્રીતિ-ભાવથી કરે છે અને ચોથી દૃષ્ટિકાળે આ જીવ ધર્માનુષ્ઠાનો પ્રીતિ-ભક્તિ એમ ઉભય ભાવથી- પૂજ્યભાવ રાખીને પ્રેમપૂર્વક કરે છે.
પ્રશ્ન :- આ ચોથી દૃષ્ટિમાં જ્ઞાનપ્રકાશ દીપકની પ્રભાસમાન કહ્યો તેમાં સ્થિતિની દીર્ઘતા અને વીર્યની તીવ્રતાદિ જે કારણો સમજાવ્યાં, તેના વિના બીજું પણ કોઈ અધિક કારણ હોઈ શકે ?
ઉત્તર :- હા, પૂર્વના તૃણ-ગોમય અને કાષ્ઠના અગ્નિકણ કરતાં આ જ્ઞાનપ્રકાશ જેમ દીર્ઘસ્થિતિ અને તીવ્ર-સામર્થ્યદિવાળો છે તેવી જ રીતે પાછલી દૃષ્ટિઓમાં આવતી રત્ન-તારાસૂર્ય અને ચંદ્રની પ્રભા કરતાં વિલક્ષણ પણ છે. દીપકની પ્રભા તેલ-વાટ-કોડીયું અને સાનુકૂળ પવન આદિ પર-પદાર્થોને પરવશ હોવાથી પરાધીન છે. વાયુવડે પરાભવનીય છે. અસ્થિર છે. બુઝાવાવાળી છે. વળી આ જ્યોત હાનિ-વૃદ્ધિ પામનાર છે. જ્યારે આ દૃષ્ટિ પછીની દૃષ્ટિઓમાં આવનારી રત્નાદિની પ્રભા સ્વતંત્ર છે. સ્વાધીન છે. અપરાભવનીય છે. સ્થિર છે. કોઇથી પણ ન બુઝાય તેવી છે. અને તેની કાન્તિ સદા ઝળહળતી જ રહે છે. એમ તૃણાદિના અગ્નિકણથી અધિક પરંતુ રત્નાદિની પ્રભાથી હીન પ્રભા અહીં છે એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org