________________
ગાથા : ૧૫
યોગદૃષ્ટિ સમુચ્ચય
સ્મૃતિ કરાવે તેવી પટુતાની પ્રાપ્તિ થતી નથી. ધર્મક્રિયાના કાળ સુધીમાં તો બુઝાઈ જ જાય છે. આ જ્ઞાન પ્રકાશથી તીવ્ર સ્મૃતિની પટુતા સિદ્ધ થતી નથી. અને જ્ઞાનની તીવ્ર સ્કૃતિના અભાવે ધર્મક્રિયાનો પ્રયોગ પણ વિકલ બની જાય છે. ખામી ભર્યો અને અપૂર્ણ (ભાવશૂન્ય) થઈ જાય છે. તેથી તે બોધ તેવા પ્રકારના ભાવયુક્ત ધર્મક્રિયાના કાર્યને કરવા સમર્થ થતો નથી. છતાં મિત્રાદષ્ટિમાં થયેલા બોધ કરતાં તારાદષ્ટિમાં થયેલો બોધ કંઇક વધારે સતેજ હોય છે. આટલા માત્ર અંશભેદ વિના બન્નેનો બોધ અલ્પસ્થિતિસ્થાયી, અલ્પવીર્યવાનું, પહુસ્મૃતિના આધાનનું અકારણ, વિકલતાયુક્ત, અને ધર્મક્રિયા-કાળ સુધી ન ટકનાર હોય છે. પરંતુ પ્રકાશ એ પ્રકાશ હોવાથી અનાદિના ઓઘદૃષ્ટિના અંધકારમાંથી આ આત્માને બહાર લાવનાર તો અવશ્ય બને જ છે. માટે જ મુક્તિપદના પ્રયાણનો પ્રારંભ તેમાં છે. તેથી તેને યોગદષ્ટિ કહેવાય છે.
(3) बलायामप्येष काष्ठाग्निकणकल्पो विशिष्ट ईषदुक्तबोधद्वयात् । तद्भवतोऽत्र मनाक् स्थितिवीर्ये । अतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति ।
(४) दीप्रायां त्वेष दीपप्रभातुल्यो विशिष्टतर उक्तबोधत्रयात् । अतोऽत्रोदने स्थितिवीर्ये तत्पटवी अपि प्रयोगसमये स्मृतिः । एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानकप्रकर्ष एतावानिति समयविदः ।
ત્રીજી બલાદેષ્ટિમાં આ બોધ (જ્ઞાન પ્રકાશ) કાષ્ઠના અગ્નિના કણની તુલ્ય હોય છે. ઉપર કહેલ મિત્રા અને તારા એમ બન્નેના બોધ કરતાં કંઈક વિશિષ્ટ બોધ અહીં હોય છે.
તથા અત્ર = આ બીજી દૃષ્ટિમાં થયેલા બોધમાં મનાશ = કંઇક સ્થિતિવીર્વેવધુકા રહેવાની સ્થિતિ અને કંઇક વધુ શક્તિવાળાપણું તત્તે પૂર્વના બોધ કરતાં મવતિ: = હોય છે. (જૂ ધાતુ દ્વિવચન) અને તેથી જ ધર્મક્રિયાના પ્રયોગકાળે કંઈક તીવ્રપટુતાવાળી સ્મૃતિ-સંસ્કાર કરે છે. તમારે ર = તે પહુસ્મૃતિસંસ્કાર હોતે છતે અર્થ = પ્રયોજનભૂત એવી ધર્મક્રિયાના પ્રયોગ પ્રત્યે પ્રીતિમાત્ર થવાથી સાચી ધર્મક્રિયા કરવાનો કંઈક લેશથી યત્નવિશેષ આ જીવ કરે છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે- તૃણ અને ગોમયના અગ્નિકણ કરતાં કાષ્ઠનો અગ્નિકણ ચિરસ્થાયી અને વિશિષ્ટશક્તિ-સંપન્ન હોય છે. તેથી જ તેમાં જોવાનુંવાંચવાનુ-લખવાનું વગેરે કાર્ય થઈ શકે છે. તેવી જ રીતે મિત્રો અને તારાદષ્ટિનો બોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org