________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫
દુઃખો દૂર કરવાની પર-પ્રત્યયિકદૃષ્ટિ આ બધું શુભ (પ્રશસ્ત) હોવા છતાં પણ સંકલ્પવિકલ્પ કરાવનાર છે. મનની ધારણા પ્રમાણે થાય તો માન અને આનંદ કરાવનાર છે અને મનની ધારણા પ્રમાણે ન થાય તો ક્લેશ કરાવનાર છે. આ પ્રમાણે પ્રશસ્ત રાગદ્વેષ પણ પર-પ્રત્યયિક ભાવ હોવાથી અહીં આવેલા આ મહાત્માઓ તે પ્રશસ્ત રાગદ્વેષનો પણ ત્યાગ કરે છે.
૮૨
હવે છેલ્લી આઠમી પરાદૃષ્ટિમાં ચંદ્રમાની ચાંદની સમાન સુંદર નિર્મળ બોધ હોય છે. જો કે સૂર્ય પણ સમસ્ત પૃથ્વી ઉપર પ્રકાશ પાથરે છે અને વધુ તેજ આપે છે તો પણ તે ઉગ્ર છે. તાપ યુક્ત છે. તેનો પ્રકાશ ગરમ ગરમ લાગે છે. જ્યારે ચંદ્રની ચાંદની શીતળ અને આહ્લાદક લાગે છે. ચાંદનીમાં બેસવું, ઉઠવું સર્વજીવોને રુચે છે. માટે સૌથી શ્રેષ્ઠ ચંદ્રનો પ્રકાશ છે. તેના જેવું જે જ્ઞાન (બોધ) તે પરાર્દષ્ટિમાં હોય છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ દૃષ્ટિ છે. આનાથી શ્રેષ્ઠ અન્ય કોઇ દૃષ્ટિ હવે નથી. તેથી જ આ દૃષ્ટિનું નામ “પરાર્દષ્ટિ' (એટલે અન્તિમ, સર્વોત્તમ) નામ પાડવામાં આવેલ છે. પાસર્વથા શ્રેષ્ઠ, સર્વથા અન્તિમ એવી જે દૃષ્ટિ તે પરાષ્ટિ
ચંદ્ર સમસ્ત પૃથ્વીને પ્રકાશિત કરે છે. પરંતુ તે ચંદ્ર પૃથ્વી સ્વરૂપ કે પૃથ્વીગત પદાર્થ સ્વરૂપ બની જતો નથી. તેમ પરાષ્ટિમાં આવેલો આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને પ્રકાશિત કરે છે (અર્થાત્ જાણે છે), પરંતુ આત્મા કે આત્માની જ્ઞાનદશા ત્રણ ભુવનરૂપ બની જતી નથી. શાતા કે જ્ઞાન આ બેમાંથી કોઇપણ શેયરૂપે બની જતું નથી. જેમ ઘટને જાણતો આત્મા ઘટસ્વરૂપ બનતો નથી, તેમ જગતને જાણતો આત્મા જગત્સ્વરૂપ બની જતો નથી.
આ બોધ સર્વકાલે સાન રૂપ જ હોય છે. અત્યન્ત શુદ્ધ આત્મદ્રવ્ય બન્યું હોવાથી સદા સદ્કાનમય એટલે કે સમાધિમય જ હોય છે. પરભાવદશા ન હોવાથી વ્યગ્રતા કે આકુલ-વ્યાકુલતા સંભવતી જ નથી. અહીં સદ્બાન શબ્દનો “સદા સમાધિમય આ આત્મા હોય છે” એવો અર્થ કરવો. પરંતુ ઉત્તમ ધ્યાન હોય છે. એમ અર્થ ન કરવો. કારણ કે આ અવસ્થામાં આત્માને ધ્યાનાન્તરિકા દશા હોય છે. ધર્મ ધ્યાનના ચાર ભેદો કે શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો આ આત્મા કેવલી હોવાથી ઓળંગી ગયા છે. કારણ કે આ છ ભેદો છદ્મસ્થ જીવને જ હોય છે. અને અન્તિમ બે ભેદ યોગનિરોધાત્મક હોવાથી તેરમાના અંતે આવવાના છે એટલે અહીં ધ્યાન શબ્દનો અર્થ ચિત્તની એકાગ્રતા અથવા સ્થિરતા એ રૂપ ન લેવો પરંતુ સમાધિસ્થ એવો અર્થ સમજવો. સહજાનંદ સ્વસ્વભાવપરાયણ આ આત્મા હોય છે. તેથી તેઓનું મન વિકલ્પ રહિત બને છે.
તદ્દમાવેન-વિકલ્પોના અભાવના કારણે જ સ્વભાવદશાની રમણતાનું પરમ ઉત્તમસુખ તેઓને વર્તે છે. જીવન દોષરહિત હોવાથી પ્રતિક્રમણાદિ શુભાનુષ્ઠાન તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org