________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
(૧) તૃણના અગ્નિના કણની ઉપમા સરખો બોધ મિત્રાદૃષ્ટિમાં હોય છે. (૨) ગોમયના અગ્નિના કણની ઉપમા સરખો બોધ તારાદૃષ્ટિમાં હોય છે. (૩) કાષ્ઠના અગ્નિના કણની ઉપમા સરખો બોધ બલાદષ્ટિમાં હોય છે. (૪) દીપકના પ્રકાશની ઉપમાવાળો બોધ દીપ્રાદૃષ્ટિમાં હોય છે. (૫) રત્નની પ્રભાની ઉપમાવાળો બોધ સ્થિરાદૃષ્ટિમાં હોય છે. (૬) તારાની પ્રભાની ઉપમાવાળો બોધ કાન્તાદૃષ્ટિમાં હોય છે. (૭) સૂર્યની પ્રભાની ઉપમાવાળો બોધ પ્રભાસૃષ્ટિમાં હોય છે. (૮) ચંદ્રની પ્રભાની ઉપમાવાળો બોધ પરાર્દષ્ટિમાં હોય છે.
ગાથા : ૧૫
સારાંશ કે તૃણના અગ્નિના કણોનું જે અલ્પ સામર્થ્ય છે અને અલ્પકાળસ્થિતિ છે તેવો બોધ મિત્રાદૃષ્ટિમાં હોય છે એમ તેવા તેવા પ્રકારના પ્રકાશની માત્રા” ક્રમશઃ આઠે દૃષ્ટિઓમાં હોય છે. ઇત્યાદિ સાધર્મ્સ અહીં સમજાવ્યું છે એમ જાણવું. તે વાત પ્રત્યેક દૃષ્ટિવાર હવે સ્પષ્ટ કરે છે
૭૧
मित्रायां बोधस्तृणाग्निकणसदृशो भवति । न तत्त्वतोऽभीष्टकार्यक्षमः । सम्यक्-प्रयोगकालं यावदनवस्थानादल्पवीर्यतया पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः ततश्च विकल-प्रयोगभावाद् भावतो वन्दनादिकार्यायोगादिति ।
तारायां तु बोधो गोमयाग्निकणसदृशः अयमप्येवंकल्प एव, तत्त्वतोऽविशिष्टस्थितिवीर्यविकलत्वात् । अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः तदभावे प्रयोगवैकल्यात् ततस्तथा तत्कार्याभावादिति ।
(૧) મિત્રાદૃષ્ટિમાં બોધ (જ્ઞાનપ્રકાશ) તૃણના અગ્નિના કણની ઉપમાવાળો છે. તેથી તાત્ત્વિકપણે ઇષ્ટકાર્ય કરવા તે બોધ સમર્થ બનતો નથી. સારી રીતે તેનો પ્રયોગ કરવાનો કાળ આવે ત્યાં સુધી સ્થિર ન રહેતો હોવાથી તથા અલ્પવીર્યવાન્ હોવાથી તીવ્ર શક્તિવાળી સ્મૃતિના બીજના સંસ્કારોનું આધાન તેનાથી થઇ શકતું નથી. તેથી જ તે બોધ વિકલ-પાંગળો-નિસ્તેજ હોઇને ભાવથી વંદનાદિ ધર્મ કાર્ય કરવા સમર્થ બનતો નથી. (દ્રવ્યથી વંદનાદિ કાર્ય હોઇ શકે છે.)
ભાવાર્થ એવો છે કે તૃણનો (એટલે કે ઘાસની ગંજીનો) જાજ્વલ્યમાન ભડકો અહીં ન લેવો, પરંતુ એકાદ તૃણનો અગ્નિ લેવો. અને તે પણ બુઝાતાં બુઝાતાં કણ માત્ર હોય તે સમજવો. આ અગ્નિકણ વધારે તો કંઇ કાર્ય કરી શકતો નથી. પરંતુ ગાઢ અંધકારમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org