________________
૭૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
तृणगोमयकाष्टाग्नि- कणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभा, सद्दृष्टेर्दृष्टिरष्टधा ॥१५॥
ગાથાર્થ
સદ્દષ્ટિવંત (યોગની દૃષ્ટિવાળા) આત્માની મિત્રાદિ આઠ પ્રકારની દૃષ્ટિઓ અનુક્રમે (૧) તૃણના અગ્નિકણ સમાન, (૨) ગોમય (છાણા)ના અગ્નિકણસમાન, (૩) કાષ્ઠના અગ્નિકણસમાન, (૪) દીપકની પ્રભાની ઉપમા સમાન, (૫) રત્ન, (૬) તારા, (૭) સૂર્ય અને (૮) ચંદ્રની પ્રભા સમાન છે. એમ જાણવું. ૧૫ ॥
=
ગાથા : ૧૫
ટીકા - રૂદ્દાધિવૃતદષ્ટિનોધ: જીવાત વ, તૃષ્ણાગ્નિવાળાઘેલા રળસાધર્માંતો નિરૂપ્યતે। સામાન્યેન ‘‘સત્કૃષ્ટ: ’' યોનિનો ‘‘દૃષ્ટિ: ''-વોધનક્ષળાટ્ટા મતિ । तृणाग्निकणोपमा मित्रायां, गोमयाग्निकणोपमा तारायां, काष्ठाग्निकणोपमा बलायां । दीपप्रभोपमा दीप्रायां, तथाविधप्रकाशमात्रादिनेह साधर्म्यम् । यदाह
Jain Education International
ટીકાનુવાદ :- હવે ગ્રંથકારમહર્ષિ મૂળવિષય ઉપર આવે છે કે અહીં પ્રસ્તુત મિત્રા-તારા-બલા આદિ આઠે પ્રકારની દૃષ્ટિઓમાં થતો બોધ (જ્ઞાન-પ્રકાશ) કેવો છે ? તે તો ખરેખર તેના પાડેલા નામના અર્થથી જ કહેવાઇ જાય છે. (સમજાઇ જાય તેમ છે) અને ગાથા ૧૩મીની ટીકામાં “મિત્રા વ કૃતિ મિત્રા'' ઇત્યાદિ પદોથી અર્થ કહેલો જ છે. તથાપિ તૃણાગ્નિકણાદિની ઉપમાઓનાં ઉદાહરણોની સાથે દૃષ્ટિઓના બોધની સમાનતા જણાવવા દ્વારા નિરૂપણ કરાય છે. આ જ વાત વધુ સ્પષ્ટ સમજાવાય છે.
ભવાભિનંદી (કેવલ પૌદ્ગલિક સુખ તરફની જ) દૃષ્ટિમાંથી જ્યારે આ આત્મા બહાર આવે છે. ચરમાવર્તમાં પ્રવેશ કરે છે અને જ્યારે બહુભાવમલ ક્ષીણ થાય છે. ત્યારે મિથ્યદૃષ્ટિ હોવા છતાં કંઇક અંશે મિથ્યાત્વ મોળું પડવાથી મોક્ષ તરફ મીટ મંડાય છે. આત્માની શુદ્ધતા અને આધ્યાત્મિક સુખની અલ્પ અંશે લગની લાગે છે. તેના સાધનભૂત ધર્મની પ્રીતિ લાગે છે અને તીવ્રભાવે પાપાકરણાદિ ભાવો પ્રગટે છે. આવી દૃષ્ટિને મિથ્યાત્વ હોવા છતાં સદ્દષ્ટિ અર્થાત્ યોગદૃષ્ટિ કહેવાય છે. કારણ કે આવી દૃષ્ટિ જ સ્થિરાદિ શેષ ૪ (સમ્યગ્દષ્ટિ સંબંધી) દૃષ્ટિઓનું અવન્ધ્યકારણ બનવાની છે. તથા મુક્તિ પ્રાપ્તિનું પણ બીજ છે. માટે મિત્રાદૃષ્ટિથી આરંભીને “બોધ” લક્ષણવાળી સામાન્યથી આ આઠ પ્રકારની જે યોગની દૃષ્ટિઓ છે. તે સદ્દષ્ટિની એટલે કે યોગવાળા જીવની (યોગીની) દૃષ્ટિ છે. જ્યારથી ભવાભિનંદીપણું મંદ થયું અને પરમાર્થતત્ત્વની પ્રીતિ અંશથી પણ પ્રગટ થઇ ત્યારથી જ મિત્રા આદિ દૃષ્ટિ આવવાથી મોક્ષ પ્રાપ્તિ તરફ પગરણ મંડાયેલ હોવાથી આ જીવ યોગિ કહેવાય છે. અને તેની દૃષ્ટિના આ આઠભેદો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org