________________
૭૨
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫
વિજળીના ચમકારાની જેમ નહીવત્ અલ્પ પ્રકાશ પાથરી ક્ષણજીવી અજવાળું આપે છે. તેમ મિત્રાદષ્ટિમાં થયેલો બોધ ભવાભિનંદીપણાના (પૌદ્ગલિક સુખાસક્તિપણાના) ગાઢ મિથ્યાત્વવાળા આત્મા ઉપર લાગેલા ગાઢ અંધકારમાંથી પ્રકાશના ચમકારાની જેમ અલ્પ પ્રકાશ આપે છે. આ દૃષ્ટિ અલ્પ પણ પ્રકાશવાળી હોવાથી ઓઘદૃષ્ટિથી જુદી પડે છે. વસ્તુના યથાર્થબોધ તરફ લઈ જાય છે. માટે જ તેને “યોગની દૃષ્ટિ” કહેવાય છે. તૃણના અગ્નિનો આ કણ (૧) તેનો સહારો લઇને વસ્તુસ્થિતિ દેખવાનું કાર્ય કરીએ ત્યાં સુધી તો તે બુઝાઈ જતો હોવાથી અલ્પસ્થિતિકાળસ્થાયી છે. (૨) જ્યારે આ કણ ચમકતો હોય છે ત્યારે પણ અલ્પવીર્યવાનું છે. અલ્પશક્તિમાન છે. (૩) સૂક્ષ્મ પદાર્થોને જણાવવામાં અસમર્થ છે. (૪) અલ્પકાળ અને અલ્પવીર્ય હોવાથી જ પટુસ્મૃતિના (ગાઢ સંસ્કારવાળા) સંસ્કારનું આધાર કરાવવામાં તે અસમર્થ છે. અને (૫) તેનો ઉપયોગ કરવાનો કાળ આવતાં આવતાં હત-પ્રહત થઇ જવાના કારણે તેનાથી થતું કાર્ય વિકલ (અધુરું) જ રહે છે. અપૂર્ણ જ રહે છે.
તેવી રીતે મિત્રા દૃષ્ટિમાં આવેલું જ્ઞાન (આત્માના હિતનું લક્ષ્ય) જો કે અનાદિકાળની ઓઘદૃષ્ટિના ગાઢ અંધારા કરતાં પ્રકાશાત્મક હોવાથી ભિન્નપણે તરી આવે છે અને ત્યાંથી જ યોગની શરૂઆત થાય છે. છતાં પણ તે આત્મહિતના લક્ષ્યરૂપ બોધ, અલ્પકાળસ્થાયી હોવાથી, અલ્પવીર્યવાન્ હોવાથી, ગાઢસંસ્કારવાળી સ્મૃતિના આધાનનું અકારણ હોવાથી, વંદનાદિ ધર્મ ક્રિયાનો કાળ આવતાં સુધી તે બોધ સ્થિર ન રહેતો હોવાથી વંદનાદિ ધર્મક્રિયાથી વિકલ થાય છે. અર્થાત્ ભાવપૂર્વકની ક્રિયા ત્યાં થતી નથી. પરંતુ આ અલ્પપ્રકાશ ધીરે ધીરે વૃદ્ધિ પામતાં પામતાં આત્માને વીતરાગાવસ્થા સુધી (યાવત્ મુક્તિ સુધી) લઈ જાય છે માટે અહીંથી યોગની (મુક્તિપ્રયાણની) દષ્ટિ પ્રારંભાય છે. તેથી તેને યોગની દૃષ્ટિ કહેવાય છે.
(ર) તારાદષ્ટિમાં થતો બોધ છાણાંના અગ્નિકણની સાથે સરખાવી શકાય તેવો છે. જો કે તૃણના અગ્નિકણ કરતાં છાણાંનો અગ્નિકણ કંઈક વધારે સતેજ હોય છે તેવી રીતે મિત્રામાં થયેલા બોધ કરતાં તારામાં થયેલો બોધ કંઈક સતેજ અવશ્ય હોય છે, તો પણ તે બન્નેના સ્વરૂપમાં અંશમાત્ર ભેદ છે વધારે ભેદ ન હોવાથી ખાસ કંઈ તફાવત જણાતો નથી તેથી આ પ્રકાશ પણ એવો જ હોય છે. તાત્વિકપણે આ તારાદષ્ટિમાં થતો બોધ મિત્રાદષ્ટિના બોધની સાથે (૨) અલ્પસ્થિતિ-સ્થાયિપણામાં, (૨) અલ્પવીર્યવત્તામાં, અને (૩) વિકલતામાં લગભગ (અંશમાત્રના ભેદને છોડીને) અવિશિષ્ટ જ છે. અર્થાત્ સમાન જ છે. મિત્રાદષ્ટિના કાળે વર્તતા બોધની જેમ તારાદષ્ટિના કાળે વર્તતો બોધ પણ અલ્પકાળ જ રહે છે. મંદવીર્યવાનું જ છે અને વિકલતાવાળો (પાંગળો-નિસ્તેજ) જ છે. અને આ જ કારણથી આવા પ્રકાશને પામીને વંદનાદિ ધર્મક્રિયા આદરતાં ગાઢ (તીવ્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org