________________
૩૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮ પોતે જ પોતાના સામર્થ્યથી તે વિષયમાં આગળ વધવું પડે છે. તો જ અનુભવ થવા દ્વારા તે તે વસ્તુની સિદ્ધિ થાય છે.
ય-યમવું = જે કારણથી શ્રવણકાલે શાસ્ત્રમાત્રથી જ્ઞાન પ્રાપ્ત થવા છતાં અનુભવ થતો નથી. તે કારણથી શાસ્ત્ર-શ્રવણકાલે “સયોગી-અયોગી” ગુણસ્થાનકનું સ્વરૂપ જાણ્યા પછી જાણેલા તે સ્વરૂપને માણવા માટે આ યોગિ પોતાનું વીર્ય ફોરવે છે. પોતાનું સામર્થ્ય પ્રગટાવે છે. જે શબ્દોથી વર્ણવી શકાતું નથી. તે માણવાપણું શબ્દોથી અગોચર છે. તેથી સામર્થ્યતાની પ્રધાનતાવાળો માત્ર સ્વાત્માનુભવગોચર જ એવો યોગ પ્રગટે છે. તે યોગ કેવો હોય છે ? તે જાણવા માટે યોગનું એક વિશેષણ લખે છે કે “પ્રાતિજજ્ઞાનથી યુક્ત એવો યોગ” પ્રાતિજજ્ઞાન એટલે પ્રતિભાથી થયેલું-પ્રગટેલું જ્ઞાન, અલ્પમાત્ર પણ મર્યાદાને ઓળંગ્યા વિના યથાર્થ મુક્તિના માર્ગને જ અનુસરનારૂં એવું પ્રકૃષ્ટ = શ્રેષ્ઠતમ = અપૂર્વ તત્ત્વચિંતન નામનું વિશિષ્ટ જ્ઞાન. તેનાથી યુક્ત એવો સામર્થ્યની જ પ્રધાનતાવાળો આ યોગ, અહીં ધર્મવ્યાપારનો જ પ્રસંગ ચાલે છે માટે જે જે ધ્યાનતત્ત્વચિંતન-આત્મભાવની જ એકાગ્રતા-દેહાતીતતાનું અપૂર્વચિંતન. ઇત્યાદિ સ્વરૂપ ઉત્કટ ધર્મવ્યાપાર તે જ સામર્થ્યયોગ સમજવો. આવો ઉત્કૃષ્ટ ધર્મવ્યાપાર ક્ષપકશ્રેણિમાં જ ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં જ આવે છે. જે શ્રુતજ્ઞાનથી પર અને કેવલજ્ઞાનની પૂર્વવર્તી પ્રભાતના સમય તુલ્ય છે. તે યોગ અહીં લેવાનો છે. આવા યોગને જ સામર્થ્યયોગ કહેવાય છે.
ક્ષપકશ્રેણિમાં જ આવતો, સામર્થ્ય માત્રરૂપ આ અનુભવયોગ શબ્દાત્મક વાણીથી અગોચર છે. જેમ સાકર અને શેરડી મધુર છે એટલું જ શબ્દથી વર્ણવી શકાય. પરંતુ તે મધુરતા કેવી છે ? અને કેટલી છે ? તે શબ્દથી અગોચર છે. જે ખાય, જે ચાવે, જે વાગોળે, તેને જ અનુભવરૂપે અને વાણીથી અગોચરપણે જણાય છે. તેવી જ રીતે આ અનન્ય તત્ત્વચિંતનરૂપ સામર્થ્યયોગ તો શાસ્ત્રયોગ આવ્યા પછી ક્ષપકશ્રેણિમાં વર્તતા યોગિ મહાત્માને અનુભવરૂપે પ્રગટે છે. સ્વયં સંવેદનરૂપે સિદ્ધ થાય છે. આ પ્રગટ થયેલા અદ્ભુત અને અવાચ્ય એવા સામર્થ્યયોગથી જ આ જીવ મોહનો ક્ષય કરે છે. અને કેવલી થાય છે.
પ્રાતિજજ્ઞાનથી યુક્ત, વાણીથી અગોચર એવો આ અનુભવાત્મક સામર્થ્યયોગ કેવલજ્ઞાનાદિનું પ્રબળ સાધન બને છે. અલ્પ પણ વિલંબ વિના આ યોગથી સર્વજ્ઞપણાની (તરમાં ગુણસ્થાનકની) સિદ્ધિ થાય છે. સારાંશ કે ગુરુમુખે શાસ્ત્રશ્રવણથી શ્રોતા શ્રવણકાલે મુક્તિના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિ ત્રણે ગુણોનું સ્વરૂપ જાણીને જ્ઞાનમાત્ર મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org