________________
ગાથા : ૧૪
યોગદૃષ્ટિ સમુચ્ચય હતો, પરંતુ બન્ને સ્ત્રીઓનાં લગ્ન થવાથી બન્નેને અલગ રહેવાનું બન્યું, બ્રાહ્મણપુત્રી કોઈપણ કારણસર પોતાના પતિથી અસંતુષ્ટ હતી. એક વખત તેની સખી તેને મળવા આવી. બ્રાહ્મણપુત્રીને ઉદાસ દેખી સખીએ કારણ પૂછ્યું. બ્રાહ્મણપુત્રીએ પોતાનો પતિ પોતાને વશ રહે એવી ઇચ્છા વ્યક્ત કરી. સખીએ ચિંતા ન કરવા કહ્યું. અને મંત્રિત એવી ઔષધિ આપી. તે ઔષધિના પાનથી તેનો પતિ દૈવિકશક્તિથી બળદ થયો. બ્રાહ્મણપુત્રીનો પતિ તેને વશવર્તી તો થયો, પરંતુ તેનો પતિ બળદ બનવાથી પોતાના પસ્તાવાનો પાર રહ્યો નહીં. ગમે તેમ તો પણ તે બળદ તેણીનો પતિ છે. એટલે પ્રતિદિન ઘાસ ચરાવવા અરણ્યમાં જાય છે.
એક દિવસ અરણ્યમાં બળદને ઘાસ ચરાવી કોઈ એક વૃક્ષ નીચે વિશ્રામ લેવાના આશયથી તે સ્ત્રી અને બળદ બેઠાં છે. તેવામાં ઉપર આકાશમાર્ગે જતું એક વિદ્યાધરયુગલ તે વૃક્ષ ઉપર ઉતર્યું. નીચે દૃષ્ટિપાત કરતાં આ બળદ દેખાયો, તે દેખીને વિદ્યાધર યુગલ પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરે છે. વિદ્યાધર તેની પત્નીને કહે છે કે આ બળદ એ સ્વાભાવિક બળદ નથી. સ્વાભાવિકપણે એ પુરુષ છે. મંત્રિત ઔષધિના પાનથી એ બળદ થયો છે. વિદ્યાધરીએ પુનઃ પ્રશ્ન કર્યો કે આ બળદ મૂલસ્થિતિમાં (પોતાના પુરુષપણામાં) આવે એવો કોઈ ઉપાય છે ? વિદ્યાધરે કહ્યું કે હા, એક ઉપાય છે અને તે એ છે કે આ વૃક્ષની નીચે “સંજીવની” નામની ઔષધિ છે. જો આ બળદને તેનો ચારો ચરાવવામાં આવે તો પુનઃ પુરુષ થઈ શકે છે.
નીચે બેઠેલી બ્રાહ્મણપુત્રી આ વાર્તાલાપ સાંભળે છે. તેને આ બળદને ફરી પુનઃ પુરુષ કરવો છે, પરંતુ સંજીવની ઔષધિ કઈ ? તેની ખબર નથી, તેથી દરરોજ વૃક્ષની આજુબાજુના તમામ ઘાસનો ચારો આ સ્ત્રી આ બળદને ચરાવે છે. તેમ કરતાં કરતાં સંજીવની ઔષધિનો ચારો તેની અંદર ચરતાં આ બળદ બળદ મટી પુરુષ થાય છે. બ્રાહ્મણપુત્રી ખુશ થાય છે. એવી રીતે સ્થિરાદિદષ્ટિમાં રહેલા મહાત્માઓ ધર્મશ્રવણ કરનારા બાલજીવોને તેનું જે રીતે હિત- કલ્યાણ થાય તે રીતે અનેક પ્રકારે ધર્મશ્રવણ કરાવે છે. તેમ કરતાં કરતાં તથાભવ્યતા પાકે ત્યારે ક્યારેક ભવ્યજીવોને આ વાણી કલ્યાણકારી બની જાય છે. આ રીતે આ મહાત્માઓ સદા ચારિસંજીવનીના ન્યાયે પરોપકાર પરાયણ વર્તે છે.
| (અહીં આ પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે જાણવો વારિક ઘાસચારાને, વેર = ચરનાર, પરંતુ સંગીવની= તે નામની ઔષધિને અવર = ન ચરનાર, એવા આ બળદને, ચાર = સંજીવની ચરાવવાના નાત્યા = ન્યાય વડે, યોગીમહાત્માઓ પરોપકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org