________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
છે. પરંતુ ફૂટસ્થ નિત્ય નથી. પર્યાયથી અનિત્ય પણ છે. તથા પર્યાયવાળો હોવાથી કર્તાભોક્તા પણ છે. ઇત્યાદિ રીતે નયભેદની દૃષ્ટિ લગાડીને વસ્તુતત્ત્વનો સમન્વય કરે છે. માટે સ્થિરાદિ દૃષ્ટિવાળા યોગિઓને દૃષ્ટિભેદ સંભવતો નથી.
૬૬
સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં વર્તતા આ યોગી-મહાત્માઓની પ્રવૃત્તિ પણ પરોપકાર માટે હોય છે. પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ પરના ઉપકારમાં જોડે છે. પરોપારાય સતાં વિભૂતય: પોતાના આત્માને જે પરમાર્થતત્ત્વનો લાભ થયો છે તે પરમાર્થતત્ત્વ બીજા જીવોને પણ કેમ મળે ? તે માટે યથાશક્ય સર્વ પ્રયત્ન આદરે છે. તેની પાછળ નીચે મુજબ મુખ્યતાએ પાંચ કારણો છે.
(૧) શુદ્ધવોધમાવેન = દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, નિશ્ચય અને વ્યવહાર આદિ નયોની અપેક્ષા સમજાઇ હોવાથી શુદ્ધબોધ છે. નિર્મળજ્ઞાન છે. સાપેક્ષદૃષ્ટિ છે. તેથી જ પરમાર્થતત્ત્વનો પ્રેમ જાગે છે. અધ્યાત્મદૃષ્ટિ વિકસે છે. અને પરોપકાર તરફ કરવા પ્રવૃત્તિ કરે છે.
(૨) વિનિવૃત્તાપ્રહતા
સાપેક્ષદષ્ટિ વિકાસ પામેલ હોવાથી પોતાના માનેલા આગ્રહ તરફની કુત્સિત બુદ્ધિ જેની ચાલી ગઇ છે. કદાગ્રહ વિનાની નિર્મળ વિશાળ દૃષ્ટિ જેની વિકસી છે. વસ્તુતત્ત્વને ભિન્ન-ભિન્ન રીતે સમજવા-સમજાવવામાં આ આત્મા કુશલ બનેલો હોવાથી પરમાર્થતત્ત્વ પ્રત્યેના પ્રેમથી પરોપકાર પરાયણ બને છે.
ગાથા : ૧૪
=
=
(૩) મૈત્ર્યાતિપારતજ્યેળ = સમ્યક્ત્વના પ્રતાપે કષાયોની મંદતા થવાથી મૈત્રી-પ્રમોદકરુણા અને મધ્યસ્થતા આ ચારે ભાવનાઓ મય જેનું હૃદય પરિણામ પામી ગયું છે. આ કારણથી તે ભાવનાઓની પ્રધાનતાથી દર્શનભેદનો ત્યાગ કરીને પરોપકાર કરવામાં પ્રવર્તે છે.
=
(૪) ગમીરોદ્રારાશયત્વાત્ - સ્થિરાદિ દૃષ્ટિમાં આવેલા જીવોનો ચિત્ત-પરિણામ ઘણો ગંભીર હોય છે. જલ્દી ન જાણી શકાય તેવો હોય છે. મૈત્રી આદિ ભાવોની પરાકાષ્ઠાને લીધે સામેના જીવોના દોષોને ગળી જનારો હોય છે. હૃદયમાં રોષ-ડંખ નહી રાખનારો આ જીવ હોય છે. અને તે જ કારણથી ઉદાર આશયવાળો, ગમે તેવા આત્માની ગમે તેવી વાતને પણ પચાવી જનારો, દરિયાઇ દીલવાળો, પ્રત્યેકના અવિનયાદિની ક્ષમા આપનારો આ જીવ હોય છે તેથી જ મન લગાવીને અન્યના અવિનયાદિને ભૂલી જઇને પણ પરોપકાર પરાયણ વર્તી શકે છે.
Jain Education International
(५) चारिचरकसंजीवन्यचरकचारणनीत्या સ્વસ્તિમતી નામની નગરીમાં એક બ્રાહ્મણપુત્રી હતી, તેને સ્નેહનું પરમપાત્ર બીજી એક સખી હતી. બન્ને વચ્ચે અપાર સ્નેહ
=
For Private & Personal Use Only
www.jainelibrary.org