________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૪
(૧) સમેઘા રાત્રિમાં દ્રષ્ટા (૬) ગ્રહાલેશરહિત દ્રષ્ટા. (૨) અમેઘા રાત્રિમાં દ્રષ્ટા (૭) અર્ભક દ્રષ્ટા. (૩) સમેઘ દિવસમાં દ્રષ્ટા (૮) અનર્ભક દ્રષ્ટા. (૪) અમેઘ દિવસમાં દ્રષ્ટા (૯) કાયાદિ ઉપહત નેત્ર યુક્ત દ્રષ્ટા. (૫) પ્રહાવેશયુક્ત દ્રષ્ટા (૧૦) કાયાદિ અનુપહત નેત્ર યુક્ત દ્રષ્ટા.
જેવી રીતે ઉપર્યુક્ત દ્રષ્ટાઓમાં શેય વસ્તુને જોવાની દૃષ્ટિ હીનાધિક હોય છે. તેવી રીતે લૌકિક પ્રવાહને અનુસરનારા પ્રાકૃત જીવોની લૌકિક પદાર્થો તરફની આ ઓઘદૃષ્ટિ પણ હીનાધિક=તરતમતાવાળી હોય છે. આ લોકના સુખના કારણભૂત શરીરપરિવાર - ધનાદિરૂપ પુદ્ગલસુખની દૃષ્ટિ પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને લીધે અને મોહનીયકર્મના ઉદયને લીધે તરતમતાવાળી હોય છે. (૧) સમેઘા રાત્રિ = એટલે વાદળોથી ઘેરાયેલી રાત્રિ. (૨) અમેઘા રાત્રિ = એટલે વાદળોથી રહિત રાત્રિ. (૩) સમેઘ દિવસ = એટલે વાદળોથી છવાયેલો દિવસ. (૪) અમેઘ દિવસ = એટલે વાદળોથી રહિત દિવસ. (પ) ગ્રહાવેશયુક્તદ્રષ્ટા = એટલે ભૂત-પ્રેત-પિશાચાદિથી યુક્ત દ્રષ્ટા. (૬) ગ્રહાલેશરહિતદ્રષ્ટા = એટલે ભૂત-પ્રેત-પિશાચાદિથી રહિત દ્રષ્ટા. (૭) અર્ભકદ્રષ્ટા = જોનાર બાળક હોય તેની દ્રષ્ટિ. (૮) અનર્ભકદ્રષ્ટા = જોનાર બાળક ન હોય પણ યુવાનું હોય તેની દૃષ્ટિ. (૯) મિથ્યાદૃષ્ટિ = આંખમાં ઝામર-મોતીયો આદિ કાચ=દોષથી જેની દૃષ્ટિ
મિથ્યા-વિપરીત બની છે તે. (૧૦) ઇતર-અમિથ્યાષ્ટિ = આંખમાં ઝામર-મોતીયો આદિ કોઈ પણ જાતના (કાચાદિ)
દોષોથી જેની દૃષ્ટિ હણાઈ નથી તે. રશ્ચિતિ માં જે આદિશબ્દ છે તેનાથી દિવસ અર્થ સમજી લેવો. સાત્રિ અને ૩૫ર્મવતિ આ બન્ને શબ્દોનો દ્વન્દ્રસમાસ થયેલો છે તેથી તેને અનુરૂપ વિગ્રહ કરવો. સહતિમાં જે માત્ર શબ્દ છે તેનાથી તેનો પ્રતિપક્ષી ૩૬ શબ્દ સમજવો. અને કર્મક્ષત્રિમાં જે બીજીવાર મારિ શબ્દ છે. તેનાથી તેના પ્રતિપક્ષભૂત નર્મળ શબ્દ સમજી લેવો. મૂલશ્લોકમાં કહેલ મોયદષ્ટિનો અર્થ સામાન્યપણે લૌકિક શેય પદાર્થોને જાણવાની જે જ્ઞાનશક્તિ એવો અર્થ કરવો. આ દૃષ્ટિ ભવાભિનન્દી એટલે સંસારમાં જ સુખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org