________________
ગાથા ૧૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
દર્શનનો કાળ, (૨) દેખનાર વ્યક્તિ, (૩) દેખવાના સાધનભૂત લોચન. પ્રથમના ચાર ભેદો કાળના ભેદને આશ્રયી છે. પાંચથી આઠ સુધીના ભેદો દેખનાર વ્યક્તિને આશ્રયી છે. અને છેલ્લા બે ભેદો લોચનને આશ્રયી છે. ભવાભિનંદીજીવો સંસારસુખના રસીયા હોય છે. તેઓને સંસારના સુખમાં જ મઝા પડે છે. સંસારના પૌદ્ગલિક સુખ કરતાં ભિન્ન એવા આધ્યાત્મિક સુખની તો તેઓને કલ્પના સરખી પણ હોતી નથી. તેઓ ધર્મ કરનારા પણ હોય છે. ધર્મશ્રદ્ધાળુ પણ હોય છે. આત્મા-પરલોક-આ લોક-મોક્ષ-પુણ્યપાપના અભ્યાસી અને વાતો કરનારા પણ હોય છે. પરંતુ તે બધુ શબ્દમાત્રરૂપ જ હોય છે તે સર્વકાર્યવાહી કરતી વખતે પણ તેની દૃષ્ટિ ભૌતિક સુખમાં જ હોય છે. નવ પૂર્વે જેટલું શાસ્ત્રજ્ઞાન પામે છે. માખીની પાંખ પણ ન દુભાય એવુ સંયમ પણ પાળે છે પરંતુ તે બધાની પાછળ દૃષ્ટિ સાંસારિક સુખની જ સવિશેષ હોય છે. પુદ્ગલોના સર્વથા અભાવમાં રહેલું આધ્યાત્મિક સુખ કે જે ધર્મનો મર્મ છે. ધર્મનો સાર છે. અવ્યાબાધ અનંતગુણોનું આત્મિક સુખ છે તેની કલ્પના તેઓ કરી શકતા નથી. તે સુખને તેઓ સમજી શકતા નથી. આ જ મહાનું અજ્ઞાન છે ઓઘદૃષ્ટિમાં રહેલા જીવો આવા અજ્ઞાનવાળા છે. તે વાત અત્યન્ત સ્પષ્ટ કરે છે કે
દૂર દૂર રહેલા ઘટ-પટ-સ્ત્રી-પુરુષ આદિ કોઈ પણ દેખવા યોગ્ય એવા પૌદ્ગલિક એક પદાર્થ પ્રત્યે મેઘલી રાત્રિ, અમેઘલી રાત્રિ, સમેઘ દિવસ, અને અમેઘદિવસ, ગ્રહયુક્તદષ્ટા અને ગ્રહરહિતદષ્ટા, અર્ભક અને અનર્ભક, કાચાદિથી ઉપડતનેત્ર અને કાચાદિથી અનુપહિતનેત્ર એમ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની ઉપાધિઓના ભેદને લીધે તરતમતાવાળો આ દૃષ્ટિભેદ હોય છે. તેવી જ રીતે પારલૌકિક પ્રમેય પદાર્થોમાં (આત્માના સ્વરૂપમાં તેના કર્તૃત્વ-ભોક્તૃત્વમાં, તેના નિયત્વ અને અનિત્યત્વમાં, તેના સર્વવ્યાપિત અને શરીરવ્યાપિત્વમાં, તેની મુક્તિમાં અને મુક્તિના ઉપાયોમાં, જગત્ ઇશ્વરકર્તક છે કે ઇશ્વરકર્તક છે તેમાં, આવા આવા અનેકવિષયોમાં) પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની ચિત્ર-વિચિત્રતાથી (હીનાધિકપણે તરતમતા હોવાથી) અને દર્શનમોહનીયકર્મના ઉદયના સહારાથી વસ્તુતત્ત્વને સ્વીકારવાનો “માન્યતાભેદ” ચિત્ર-વિચિત્ર હોય છે. તેથી જીવો ભિન્ન-ભિન્નપણે વસ્તુતત્ત્વ સ્વીકારનારા બને છે.
દૂર પડેલ ઘટ-પટ દશ્ય વસ્તુ એક જ છે અને તે જેવી છે તેવી છે પરંતુ સમેઘ અને અમેઘ રાત્રિ આદિ દશવિધ ચિત્ર-વિચિત્ર ઉપાધિઓના નિમિત્તથી જોનારા દષ્ટાને ભિન્ન ભિન્ન રીતે દેખાય છે. જોવામાં સ્પષ્ટ-અસ્પષ્ટપણે હીનાધિક્તાનો ભેદ પડે છે. એવી જ રીતે પારલૌકિક પદાર્થો જોવામાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org