________________
ગાથા : ૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૩
ગુણસ્થાનકના વર્ણનના શ્રવણકાલે જ સાક્ષાત્કાર થવાથી કેવલજ્ઞાન, અયોગિદશા અને મુક્તિપદની પ્રાપ્તિ થવાની આપત્તિ આવે. ૭ી. स्यादेतत्-अस्त्वेवमपि का नो बाधा, इत्याह
અહીં કોઇ શિષ્ય એવી શંકા કરે કે- ભલે એમ હો, અર્થાત્ શ્રવણકાલે જ અનુભવ હો, અયોગિગુણસ્થાનકનું સ્વરૂપ સાંભળતાં જ શ્રોતા શ્રવણકાળે જ અયોગિ બની જાય અને મુક્તિપદ પામી જાય. એમ અમે માની લઇશું. તો તેમાં શું ક્ષતિ (દોષ) આવશે ? તે કહે છે
न चैतदेवं यत्तस्मात्, प्रातिभज्ञानसङ्गतः ।
सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ॥८॥ ગાથાર્થ = ય = જે કારણથી આમ બનતું નથી, તે કારણથી પ્રતિભ જ્ઞાનથી યુક્ત અને શબ્દોથી અવાચ્ય એવો સામર્થ્યયોગ છે જ, કે જે યોગ સર્વજ્ઞતાદિનું પ્રધાન સાધન બને છે. llટા
ટીકા -“વૈતવં' અનન્તરોનિતં, શાસ્ત્રાવિલિત્વીવાડપિ સિદ્ધચसिद्धेः । यद्-यस्मादेवं "तस्मात्प्रातिभज्ञानसङ्गतो" मार्गानुसारिप्रकृष्टोहाख्य-ज्ञानयुक्तः। किमित्याह "सामर्थ्ययोगः" सामर्थ्यप्रधानो योगः सामर्थ्ययोगः प्रक्रमाद् धर्मव्यापार एव क्षपक-श्रेणिगतो गृह्यते, अयं “अवाच्योऽस्ति" तद्योगिनः स्वसंवेदनसिद्धेः, “સર્વજ્ઞાતિ-સાયન'' અક્ષેપે તિ: સર્વજ્ઞત્વસિદ્ધઃ
વિવેચન -અનંતર ગાથામાં જે કહ્યું તે વાસ્તવિકતાએ એમ બનતું નથી. અર્થાત્ શાસ્ત્રોના અર્થોનું ગુરુમુખે શ્રવણ કરે તે કાલે અયોગિ ગુણસ્થાનકનું સ્વરૂપ સમજાવા છતાં તે ગુણસ્થાનકની પ્રાપ્તિ થવી અને તેનો અનુભવ થઈ જવા રૂપ જે સિદ્ધિ છે. તેની અસિદ્ધિ છે. એટલે કે એમ બનતું નથી અર્થાત્ મોક્ષ પમાતો નથી. જેમ કે સાકર કે શેરડીના ગુણધર્મનું વર્ણન સાંભળતાં તેના રસાસ્વાદનો અનુભવ કંઈ થઈ જતો નથી, જો થતો હોય તો તેનાથી શરીરવૃદ્ધિ-પુષ્ટિ-સુખાનંદ થવાં જોઇએ અને તેના ઉત્તરકાલે તેના ભોજનની આવશ્યક્તા પણ ન રહેવી જોઈએ. સ્ત્રીભોગના સુખનું વર્ણન સાંભળવાથી સ્ત્રીભોગના સુખનો અનુભવ થતો નથી. અન્યથા એટલે કે જો થતો હોય તો ગર્ભાધાનાદિ ફળ પ્રાપ્તિ પણ થવી જોઇએ. માટે નિશ્ચિત થાય છે કે કોઈ પણ વસ્તુનું વર્ણન તે વસ્તુના જ્ઞાનને કરાવે છે અનુભવને કરાવતું નથી. શ્રુતજ્ઞાન પરોક્ષ છે. માટે શ્રુતજ્ઞાન થયા પછી તેના ઉત્તરકાળમાં તે તે વસ્તુનો તેવો તેવો અનુભવ કરવા માટે શ્રોતાએ યો. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org