________________
૫૪
.
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૧
સંવેગ ગુણ વર્તે છે. આ પ્રથમ ઇચ્છાયોગ થયો. એમ ઇચ્છાની તીવ્રતાના કારણે શોધતાં શોધતાં પરમ સદ્ગુરુનો યોગ સાંપડે છે. તેમને પામીને તેમની પાસે વારંવાર વ્યાખ્યાન શ્રવણ કરવા દ્વારા આ આફતમાંથી નીકળવાનો રસ્તો જાણે છે અને જાણીને તેના ઉપર પરમ રુચિ કરે છે. વારંવાર વ્યાખ્યાન શ્રવણથી પોતે પણ આ માર્ગનો કંઈક જ્ઞાતા (શ્રુતજ્ઞાની) બને છે. સદ્ગુરુએ બતાવેલા અને પોતાના અનુભવથી જણાયેલા માર્ગે ચાલવા તે પ્રયત્ન આદરે છે. પરંતુ અનાદિની મોહની વાસનાના જોરના લીધે તથા માર્ગની પણ કઠીનાઈ લાગવાના કારણે, વળી પોતાનો અભ્યાસ હજુ તાજો અને કાચો હોવાના કારણે ચાલવાની પ્રવૃત્તિ ધીમી (મંદો પડી જાય છે. પ્રમાદ આવી જાય છે. વેગ મંદ થઈ જાય છે. અલ્પકાળ બાદ ગતિ વેગવાળી પણ બને છે એમ ઇચ્છાયોગી જીવ સદ્ગુરુએ બતાવેલા માર્ગે શ્રદ્ધાપૂર્વક અભ્યશ્રુતજ્ઞાનના આધારે વિકાસ સાધીને ૧ થી ૫ ગુણસ્થાનકો પસાર કરે છે. અને શાસ્ત્રયોગમાં પ્રવેશ કરે છે.
- ત્યારબાદ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે કાળક્રમે શાસ્ત્રજ્ઞાન અવિકલપણે પ્રગટે છે. આ જ્ઞાનગુણરૂપ ભોમીયો સદા તેની સાથે રહે છે. તેથી શાસ્ત્રજ્ઞાનરૂપ ભોમીયાના જણાવ્યા પ્રમાણે મોહરૂપ મહાટવીના ભયોને પસાર કરતો, ભોમીયો સાથે હોવાથી કંઈક નિર્ભય થયો હતો, અને તેના જ કારણે વધ્યો છે ઉત્સાહ જેનો એવો તે વેગવતી ગતિ દ્વારા મુક્તિનગર તરફના ધોરીમાર્ગ તરફ જવા માટે પ્રબળ પુરુષાર્થ આદરે છે. એવામાં શાસ્ત્રજ્ઞાનરૂપ ભોમીયાએ કરેલ દિશા સૂચનને અનુસાર રસ્તા ઉપર શ્રદ્ધાપૂર્વક વેગથી ચાલતાં (અર્થાત્ દોડતાં) ધોરીમાર્ગ ઉપર આ જીવ ચડી જાય છે. તેનો ઉત્સાહ અદમ્ય બની જાય છે. આનંદ-આનંદનો કોઈ પાર જ રહેતો નથી. મોક્ષનગરનો રાજમાર્ગ પોતાની આંખે પોતાને જ દેખાવા લાગે છે. અને દોટ મૂકવાની તાલાવેલી હૃદયમાં થઈ આવે છે. અહીં સુધી સાતમું ગુણસ્થાનક અને શાસ્ત્રયોગ સમજવો.
ત્યારબાદ શાસ્ત્રજ્ઞાન રૂ૫ ભોમીઓ જ તેને કહે છે કે હે પાથ ! હવે રાજમાર્ગ સીધો છે. તેને પોતાને સ્પષ્ટપણે આંખે દેખાય તેમ છે. તારો પોતાનો ઉત્સાહ જ હવે માર્ગ કાપવામાં કારણ બનશે. હવે મારી આવશ્યક્તા નથી. મેં બતાવેલા, અને તેને પોતાને બરાબર દેખાતા આ સીધા માર્ગે જ ચાલવાનું છે. જેથી અંતે મુક્તિનગર આવશે. આ રીતે શાસ્ત્રયોગ સમાપ્ત કરીને આ જીવ સામર્થ્યયોગમાં પ્રવેશ પામે છે. પોતાના જ આત્મસામર્થ્યના બળથી જ વધતા સંવેગપૂર્વક મહાનિર્વેદયુક્ત જલ્દી જલ્દી વેગવતી ગતિ દ્વારા દોડતો દોડતો આગળ-આગળનો રસ્તો સ્વયં પોતે જ દેખતો જાય છે. નિર્ભય બનતો જાય છે. મોહને ચકચૂર કરતો જાય છે. આ જ પ્રાતિભજ્ઞાન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org