________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૧
યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અને અનિવૃત્તિકરણ એમ ત્રણ પ્રકારનું કરણ ભવ્યજીવોને હોય છે. ઇતર (એવા અભવ્ય)જીવોને પ્રથમ યથાપ્રવૃત્તિ)કરણ જ થાય છે. (તે અભવ્યજીવોને શેષ બે કરણો હોતાં નથી) અહીં કરણ એટલે આત્મપરિણામ કહેવાય છે. ||૧|
૫૨
આ આત્મા ગ્રન્થિદેશ પાસે આવે છે ત્યાં સુધી પ્રથમકરણ કહેવાય છે. ગ્રંથિદેશનું (ભેદ કરવા દ્વારા) અતિક્રમણ કરતાં બીજું કરણ થાય છે. અને સમ્યક્ત્વ અત્યન્ત પુરસ્કૃત (નજીક) બને ત્યારે ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. ।।૨।।
ગ્રંથિ એટલે કે અતિશય દુર્ભેદ્ય, કર્કશ, ઘન, રૂઢ, એવી ગૂઢગાંઠની જેવો જીવનો કર્મોદયજન્ય તીવ્ર રાગ-દ્વેષવાળો આત્મપરિણામ તેને જ ગાંઠ કહેવાય છે. ૩।।
ઘનીભૂત રાગદ્વેષાત્મક આ પરિણામથી વિપરીત પરિણામના (તીવ્રવૈરાગ્યાત્મક પરિણામના) બળ વડે આ ગાંઠ ભેદાયે છતે આ જીવને સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે સમ્યજ્ઞાન અલ્પ હોય તો પણ અત્યંત પરિશુદ્ધ હોય છે. અને તે જ અવ્યામોહનું= નિર્મોહતાનું અર્થાત્ આકુલ-વ્યાકુલતા રહિત સ્થિર પરિણામનું કારણ બને છે. ૪
સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પૂર્વબદ્ધકર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમમાંથી પલ્યોપમ પૃથક્ત્વ ઓછી થયે છતે આ જીવ શ્રાવક (દેશવિરતિધર) થાય છે. અને તેમાંથી સંખ્યાત સંખ્યાત સાગરોપમ પ્રમાણ સ્થિતિ તૂટે છતે અનુક્રમે સર્વવિરતિ ચારિત્ર, ઉપશમશ્રેણિ, અને ક્ષપકશ્રેણિ પામે છે. ઇત્યાદિ આ અર્થ પૂર્વવિવેચનમાં
સમજાવાઇ ગયો છે. પા
यत आयोज्यकरणादूर्ध्वं द्वितीय:
જે કારણથી આયોજિકા કરણ પછી આ યોગસન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ આવે છે. માટે તે જ શ્રેષ્ઠયોગ છે. એ સમજાવે છે
अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । મોક્ષયોનનમાવેન, સર્વસન્યાસતક્ષળઃ શ્॥
?
ગાથાર્થ = આ કારણથી જ (કાયાદિ) ત્રણે યોગોના અભાવાત્મક એવો સર્વના સન્યાસવાળો (એટલે કે ઔયિકભાવના અધર્મો અને ક્ષાયોપમિકભાવના ધર્મો એમ ઉભયના) સંન્યાસવાળો આ યોગ અલ્પકાળમાં આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી ઇચ્છાદિ ત્રણ યોગોમાં તથા મિત્રાદિ આઠ દૃષ્ટિસ્વરૂપ યોગોમાં આ સામર્થ્યયોગ સર્વશ્રેષ્ઠ યોગ કહ્યો છે. ।। ૧૧॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org