________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
કરવો આવશ્યક છે. આ યોગોને અટકાવવા અર્થાત્ કાયાદિ યોગોનો સન્યાસ (ત્યાગ) કરવો એ જ યોગસન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ છે. આ યોગનિરોધરૂપ સામર્થ્યયોગ એ આયોજ્યકરણ (અને કેવલીસમુદ્દાત) પછી જ આવે છે. અને તે યોગનિરોધ સ્વરૂપ યોગસન્યાસ નામના સામર્થ્યયોગમાંથી શૈલેશી અવસ્થા સ્વરૂપ ફળ પ્રગટ થાય છે. એથી જ મૂળગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે કે આ યોગનિરોધ એ સામર્થ્યયોગનો બીજો ભેદ છે કે જેની “યોગસન્યાસ' એવી સંજ્ઞા વર્તે છે. એમ યોગના સ્વરૂપને જાણનાર જ્ઞાનીપુરુષો કહે છે. મન-વચન અને કાયાના સૂક્ષ્મ-બાદર સર્વપ્રકારે યોગોના ત્યાગથી પ્રગટ થતું યોગસન્યાસ નામનું સામર્થ્યયોગાત્મક આ અસાધારણ આત્મવીર્ય છે. કે જેના ફલસ્વરૂપે શૈલેશી અવસ્થા છે. આ પરમાત્મા મેરૂપર્વત જેવા સર્વથા નિષ્પકંપ, અનાશ્રવભાવવાળા, સર્વસંવરભાવયુક્ત, અયોગી કેવલી નામે મહાયોગી બને છે. કે જેની પછી તુરત જ મુક્તિપદ પામે છે.
(૧) પ્રથમ અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ, તેનું ફળ સમ્યગ્દર્શન.
(૨) દ્વિતીય અપૂર્વકરણનું ફળ ધર્મસન્યાસ. તેનું ફળ કેવલજ્ઞાન.
(૩) આયોજિકા કરણનું ફળ યોગનિરોધ-યોગસન્યાસ અને શૈલેશીકરણ, તેનું ફળ મુક્તિ છે. આ સર્વ હકીક્ત આગમાનુસારી છે ‘આ વિષયમાં અલ્પ પણ અમારી કપોલકલ્પિત કલ્પના નથી. કારણ કે ઉપર લખેલી હકીક્તને સંવાદન કરતી (જણાવતી) પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજીની રચેલી, વિશેષાવશ્યકમહાભાષ્યમાં આવતી શાસ્ત્રીયગાથાઓ (આર્ષવચન) આ પ્રમાણે છે
ગાથા : ૧૧
करणं अहापवत्तं, अपुव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णइ करणं ति परिणामो ॥ १२०२ ॥ जा गण्ठी ता पढमं, गण्ठिं समइच्छओ भवे बीअं । अणियट्टिकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥ १२०३ ॥ गण्ठित्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगण्ठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥११९५ ॥ एत्तो विवज्जओ खलु, भिन्ने एयम्मि सम्मणाणं तु । थोवं पि सुपरिशुद्धं, सच्चासम्मोहहेउ ति ॥ सम्मत्तंम उ लद्धे, पलियपुहत्तेण सावओ होइ । चरणोवसमखयाणं, सागरसंखन्तरा होन्ति ॥ १२२२ ॥ इत्यादि लेशतः परिभावितार्थमेतत् ॥१०॥
Jain Education International
For Private & Personal Use Only
૫૧
www.jainelibrary.org