________________
ગાથા : ૧૨
યોગદષ્ટિ સમુચ્ચય
૫૫
ક્ષપકશ્રેણિ કહેવાય છે. ૮ થી ૧૨ ગુણસ્થાનક જેટલો રસ્તો આ આત્મા આ રીતે સ્વાનુભવ-બળે જ સમાપ્ત કરે છે. અત્યાર સુધીની આ દોટમાં (ક્ષપકશ્રેણિમાં) લાયોપથમિક ભાવવાળા ધર્મોનો પણ ત્યાગ કરતો જાય છે. એટલે કે પૂર્વકાળમાં ઔદયિકભાવોના ત્યાગકાલે જે ક્ષાયોપથમિક ભાવના ધર્મો ઉપાદેય હતા તેનો પણ હવે ત્યાગ કરે છે. અને ક્ષાયિક ભાવના ધર્મો પ્રાપ્ત કરે છે. આ કાલે સામર્થ્યયોગનો ધર્મસંન્યાસ નામનો પ્રથમ ભેદ પ્રવર્તે છે. તેમાં પ્રથમ મોહનીય, અને પછી શેષ ત્રણ ઘાતી કર્મોનો સંપૂર્ણપણે ક્ષય કરી આ આત્મા કેવલજ્ઞાની બને છે. અત્યારસુધી મુક્તિનગરનો ધોરીમાર્ગ બરાબર દેખાતો હતો, તે માર્ગ ઉપર આ જીવ દોડતો હતો, પરંતુ મુક્તિનગર સાક્ષાત્ દેખાતું ન હતું, તેથી દોડવાનો પ્રબળ પુરુષાર્થ કરતો અહીં આવ્યો ત્યારે કેવલજ્ઞાન થવાથી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તથા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોનો સાક્ષાત્કાર થવાથી (મુક્તિનગર સામે જ દેખાઈ જવાથી) પ્રબળ પુરુષાર્થ આદરવા રૂપ પ્રથમ સામર્થ્યયોગ સમાપ્ત થાય છે. હવે જાણે મુક્તિનગરના ઉપનગરમાં આવી પહોંચ્યો છે. એટલે દોડવાની આવશ્યક્તા નથી.
મુક્તિનગરના બાકી રહેલા રસ્તાને ચાલવા દ્વારા ન્યૂન કરવા સ્વરૂપ શેષ રહેલ આયુષ્યકર્મને ભોગવીને સમાપ્ત કરવું પડે છે કારણકે આ આયુષ્યકર્મ અનપવર્તનીય છે. આ કાળે હવે પોતાનો ઉપકાર કરવાનો વિશેષ બાકી રહેતો નથી. તેથી ઉદિતકર્મોને ભોગવીને સંપૂર્ણ કરવા રૂપ સ્વ ઉપકાર કરતો થકો આ જીવ ધર્મદેશના અને ગ્રામાનુગ્રામ વિહાર કરવા દ્વારા વિશેષ કરીને યથાશક્ય પરોપકાર કરે છે.
ચાલતાં ચાલતાં મુક્તિનગરનો શેષ રસ્તો સમાપ્ત થવા આવે તેમ આયુષ્યની મુદત પૂર્ણ થવા આવતાં કાયાદિના ત્રણ યોગો, અને તજ્જન્ય સાતવેદનીયનો આશ્રવ અટકાવવા માટે આયોજિકાકરણ, કેવલી સમુદ્યાત અને યોગનિરોધ કરવા દ્વારા મુક્તિનગરનો શેષ રસ્તો કાપીને મુક્તિ નગરના દરવાજા પાસે આવીને આ જીવ ઉભો રહે છે. અહીં યોગ સન્યાસ એવો બીજો સામર્થ્યયોગ પ્રગટે છે. સંપૂર્ણ અનાશ્રુવાવસ્થા, સર્વસંવરભાવ, આત્મપ્રદેશોની નિપ્રકંપાવસ્થા, અને શૈલેશીકરણ ઈત્યાદિ રૂપ મુક્તિનગરનું દ્વારોદ્ઘાટન, યોગસંન્યાસ એવા સામર્થ્યયોગના ફળસ્વરૂપે આ જીવ કરે છે. ત્યારબાદ સર્વથા નિશ્ચિતપણે નિર્ભય બનેલો આ આત્મા સાદિ અનંત સ્થિતિવાળા પરમસુખને આ નગરમાં રહ્યો છતો અનુભવે છે. જો કે ઘાતી કર્મોના ક્ષયજન્ય અનંત ચતુષ્ટયનું સુખ તેરમેથી જ અનુભવે છે તો પણ શુદ્ધ - બુદ્ધ-નિરંજન એવો આ આત્મા સર્વકર્મોના ક્ષયજન્ય “સાદિ અનંત” સુખ મુક્તાવસ્થામાં હવે અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org