________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૭
કરીને આ ત્રણમાંથી જ જન્મેલી એવી મિત્રાદિ યોગની દૃષ્ટિઓ કહેવાય છે. તે
સામાન્યથી આઠ છે. ||૧૨।
ગાથા : ૧૩
::
'
ટીકા " एतत्त्रयं "- इच्छायोगादिलक्षणं, अनाश्रित्यानङ्गीकृ त्य विशेषेणास्मादिय - मित्येवंलक्षणेन । किमित्याह - " एतदुद्भवाः योगदृष्ट्य उच्यन्ते " મિત્રાઘા:, ‘‘અષ્ટૌ સામાન્યતસ્તુ તા: '' હ્દય કૃતિ ॥૨॥
વિવેચન :- હવે કહેવાતી મિત્રા-તારા- બલા આદિ યોગની આઠ દૃષ્ટિઓ આ ઇચ્છાયોગાદિ ત્રિવિધ યોગમાંથી જ વિશેષપણે ઉત્પન્ન થયેલી છે. તેની સાથે સંબંધવાળી છે. તે ત્રણ યોગનો જ આ વિસ્તાર છે. આ આઠ દૃષ્ટિઓ એ જાણે નદીઓ હોય, અને ઇચ્છાયોગાદિ ત્રિવિધયોગ એ તેની ઉત્પત્તિના મૂલસ્થાનભૂત ગિરિસ્થળ હોય તેમ છે. તેથી જ આઠ દૃષ્ટિઓ સમજાવતાં પહેલાં આ ત્રણ યોગનું સવિસ્તર વર્ણન કરવા રૂપ “પીઠિકા” મજબૂત કરવામાં આવી છે. હવે જ્યારે આ યોગદૃષ્ટિઓ સમજાવાય છે ત્યારે આ ઇચ્છાયોગ-શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગનું આલંબન લેવાશે નહીં. અર્થાત્ ઇચ્છાયોગમાંથી આટલી દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે. શાસ્ત્રયોગમાંથી આટલી દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે અને સામર્થ્યયોગમાંથી આટલી દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે. એમ કયા યોગમાંથી કેટલી અને કઇ કઇ દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે એમ વિશેષપણે ઇચ્છાયોગાદિનું આલંબન લીધા વિના જ આ દૃષ્ટિઓ કહેવાશે. ઇચ્છાયોગાદિ ત્રિવિધયોગમાંથી જ ઉત્પન્ન થયેલી હોવા છતાં તેનો સીધે સીધો આશ્રય લીધા વિના જ આ દૃષ્ટિઓ સમજાવાશે.
-
પ્રશ્ન :- િિમત્યાહ્ન=જો એમ ઇચ્છાયોગાદિનું આલંબન લઇને નહીં કહેવાય તો કેવી રીતે કહેવાશે! અર્થાત્ આ આઠદૃષ્ટિઓનું વર્ણન આ ત્રણ યોગના આલંબન વિના કેવી રીતે કહેવાશે !
ઉત્તર ઃ- સ્વતંત્રપણે, ભિન્નપણે આ દૃષ્ટિઓ સમજાવાશે. જો કે આ આઠે દૃષ્ટિઓ તદ્રુમવા: આ ઇચ્છાયોગાદિમાંથી જ ઉત્પન્ન થયેલી છે. તો પણ ભિન્નપણે સ્વતંત્ર રીતે આ આઠ દૃષ્ટિઓ સમજાવાશે. તે દૃષ્ટિઓ પ્રત્યેક જીવ વાર જુદી જુદી છે તેથી અનેક છે. છતાં પણ સામાન્યથી મિત્રા-તારા-બલા આદિ જે આઠ દૃષ્ટિઓ છે. તેનું વર્ણન હવે પછીની ગાથાથી શરૂ થાય છે, એટલે અહીં વધુ વિસ્તાર કરતા નથી. ૧૨॥
ताश्चैताः
=
Jain Education International
તે આઠ દૃષ્ટિઓ નીચે મુજબ આ પ્રમાણે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org