________________
ગાથા : ૧૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
४७
તો પણ લજ્જા આદિના કારણે સંયમમાં સ્થિર થઈ જાય છે. સંસ્કારી દેશમાં અને સંસ્કારી જ્ઞાતિ-કૂળમાં ગળથુથીથી જ ઉત્તમસંસ્કારો લોહીના કણેકણમાં વણાયેલા હોય
છે. કે જે સ્વીકૃત પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં અટકાવે છે. (૩) પ્રાયઃ ક્ષીણ થયો છે કર્મ મેલ જેમનો એવો જીવ. અર્થાત્ લઘુકર્મી, મંદકર્મી જીવ. (૪) ક્ષીણપ્રાયઃકર્મી હોવાથી જ નિર્મળબુદ્ધિવાળો અને લઘુકર્મવાળો બનવાથી જ ભવસુખ,
વિષયવાસના અને કષાયોવાળી મતિ નિવૃત્ત થઈ છે જીવ. જેની એવો. (૫) જે મહાત્માએ નીચે મુજબ ભવની (સંસારની) નિર્ગુણતા જાણી છે તે. | (૧) નિગોદ-નરક-એકેન્દ્રિયાદિ અનેકભવોમાં જન્મ મરણના ફેરા ફરતાં મનુષ્યભવની
પ્રાપ્તિ મહાદુર્લભ છે. (૨) જો ચેતવામાં ન આવે તો વિવિધ પાપો કરવા વડે અનેક જન્મ અને મરણોની
પરંપરા વધારવામાં આ મનુષ્યજન્મ નિમિત્ત બની જાય છે. ધન-યૌવન-ગાડી-વાડી આદિ સાંસારિક સંપત્તિઓ વાદળ વિખેરાય તેમ, અથવા વિજળીના ચમકારાની જેમ ચંચળ છે. જીવતાં જીવતાં પણ ચાલી જાય છે
અથવા તેને મૂકીને આપણે જવું પડે છે. (૪) પાંચે ઇંદ્રિયો અને ઇષ્ટ-અનિષ્ટ વિષયો દુઃખના જ હેતુઓ છે. ખસના રોગીને
ખંજવાળની જેમ માત્ર પરિણામે પીડાકારી જ છે. (૫) માતા-પિતા-પુત્ર-ધન-યૌવન આદિ સાંસારિક સુખનાં સાધનોના સંયોગો અવશ્ય
વિયોગ પામનારા જ છે. શરીર પણ વિયોગ ધર્મવાળું જ છે. માત્ર તે સર્વેના
સંયોગજન્ય પાપો જ સાથે આવનાર છે. (૬) મૃત્યુ ક્ષણે ક્ષણે સમીપ આવી રહ્યું છે. જેમ જેમ વયમાં મોટા થઇએ તેમ
તેમ જીવનમાં નાના થઈ રહ્યા છીએ. મૃત્યુ તમારું કાર્ય (પૂર્ણ) કરાયું છે કે
નથી કરાયું તેની એક ક્ષણ પણ રાહ જોતું નથી. (૭) આ ભવમાં કરેલા કષાયો-પાપો-આરંભ-સમારંભ આદિ દુષ્કૃત્યોના વિપાકો
(પરભવમાં-નરકાદિમાં) ભયંકર દુઃખદાયી છે.
આ પ્રમાણે સતત વધતા વૈરાગ્ય વડે આ સંસારની અસારતા, તુચ્છતા-નિસ્સારતા જાણી છે જેણે એવો મહાત્મા પ્રવ્રજ્યાને યોગ્ય છે. (૬) ઉપર મુજબ ભવની અસારતા (તુચ્છતા) જાણવાથી જ અતિશય વિરક્ત બનેલો
(વૈરાગ્યવાનું બનેલો) આત્મા પ્રવ્રયાને યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org