________________
૪૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦
(૭) વૈરાગ્યની પ્રબળતાના કારણે અત્યંત પાતળા બન્યા છે કષાયો જેના એવો મહાત્મા
પ્રવ્રજ્યાને યોગ્ય છે. (૮) કષાયોનો વિપાક ભયંકર છે એમ જાણવાથી જ જેના હાસ્યાદિ (હાસ્ય-રતિ-અરતિ
-શોક વગેરે) નવ નોકષાયો મંદ નિર્બળ થઈ ગયા છે. તે (૯) કૃતજ્ઞ= જે જે મહાપુરુષોએ પોતાના ઉપર ઉપકાર કર્યો હોય તે તે ઉપકારીના
ઉપકારને બરાબર જાણનાર. જેથી ગુરુ-તથા વડિલો આદિ પ્રત્યે વિનય-વિવેક
ભક્તિ-સેવા અને વૈયાવચ્ચમાં સદા અપ્રમત્ત રહેનાર. (૧૦) વિનીત=વિનયગુણવાળો, નમ્રતાયુક્ત, નિરભિમાની, માનનીયપુરુષોને માન આપનારો,
પોતાની લઘુતાને જાણનારો. (૧૧) દીક્ષા લીધા પહેલાં પણ રાજા-પ્રધાન અને પૌરજનો વડે બહુમાનને યોગ્ય. અર્થાત્
જેનું સંસારી જીવન ચોરી-વ્યભિચાર, ખુન કે દુષ્ટવ્યસનો વડે કલંકિત કે કલુષિત બન્યું
નથી. અને તેથી રાજાદિ લોકો જેના પ્રત્યે સદ્ભાવ અને બહુમાનથી જુએ છે તેવો. (૧૨) અદ્રોહકારી = વિશ્વાસઘાત ન કરનારો, કોઈની પણ વિશ્વસનીયતાનો ભંગ ન
કરનાર, વિશ્વાસઘાત કરવાના વિચારમાત્રને મહાપાપ સમજનાર, પ્રારંભથી જ
વિશ્વાસઘાતનો ત્યાગી. (૧૩) કલ્યાણકારી છે શરીર જેનું એવો, ખામી વિનાના શરીરવાળો, સર્વ અંગોથી પરિપૂર્ણ
શરીરવાળો એટલે કે લુલો, લંગડો, આંધળો, કાણો, બહેરો લકવા આદિથી પીડાતો,
ઇત્યાદિ ખામીઓથી રહિત, કલ્યાણ અંગ યુક્ત. (૧૪) શ્રાદ્ધ :- શ્રદ્ધાવાળો, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે, અને તેમની વાણી પ્રત્યે
અમાપ શ્રદ્ધાવાળો, જેથી જીવનમાં અતિચારો ન લગાડે તેવો. (૧૫) સ્થિર પરિણામવાળો, પ્રાણ પ્રતિજ્ઞાને વહન કરવામાં સ્થિરતાવાળો, અચલ, ચંચળતા
વિનાનો, ઉપસર્ગ અને પરિષહોની સામે ધીરજવાળો. (૧૬) સમુપપન્ન એટલે શરણે રહેનાર, ગુરુજીના શરણને વિષે સમર્પિત થઈને રહેનાર,
સામે ન બોલનાર, સામે ન થનાર, ગુરુજીની આજ્ઞાને સંપૂર્ણપણે વફાદાર રહેનાર, હૃદયથી ગુરુજીની નિકટવર્તી.
ઉપર સમજાવાયેલા ૧૬ લક્ષણો (ગુણો)વાળો આત્મા જ પ્રવ્રજ્યાનો અધિકારી છે. તે દિગનીદશો જ્ઞાનયોરામારધતિ = જે પ્રવજ્યાર્થી કે પ્રવ્રજિત આત્મા આવો (૧૬ લક્ષણોવાળો) નથી તે પ્રવ્રજિત જીવનમાં જ્ઞાનયોગ આરાધી શકતો નથી. કારણ કે તેનું ચિત્ત મોહમયવૃત્તિમાં અને પૌગલિક વાસનાઓમાં જ ભટકતું હોય છે. અર્થ અને કામની વાસનાઓ બહારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org