________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦
જ આ પ્રવ્રજ્યાવાળા જીવનનું કર્તવ્ય છે. જેનાથી આ આત્મા તીવ્રાતિતીવ્ર વૈરાગ્યવાળો બનતો જાય. ઠરેલ-ગંભીર-શાન્ત અને ઉદાત્ત થતો જાય, જ્ઞાનમાર્ગની સતત ઉપાસના એ જ ચારિત્રમાર્ગનું પરમ કર્તવ્ય છે. ઘણી વખત આ જીવ પ્રવ્રજ્યા સ્વીકારીને પોતાની જાતને કૃતકૃત્ય માની, જ્ઞાનની ઉપાસના છોડી, બાહ્યભાવોમાં ઘણો જ રાચ્યો માચ્યો થઇ જાય છે. માન-પાન-પ્રતિષ્ઠા મોટાઇ અને બાહ્યવ્યવહારોની ચમકમાં ઢસડાઇ જાય છે. જે ભાવથી પતનનું કારણ બને છે. જ્ઞાનાદિ ગુણોની ઉપાસના વિના સાધુવેષ એ જૈનશાસનનો વિડંબક બની જાય છે. માટે જ પૂ. હિરભદ્રસૂરિજી મ. ટકોર કરતાં જણાવે છે કે આ માર્ગ જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે. પૂર્ણ વૈરાગ્યવાસિત આત્મા જ જ્ઞાનયોગમાં લીન રહી શકે. આ કારણથી અસ્યાઃ- આ પ્રવ્રજ્યાના અધિકારી ભવિરક્ત આત્મા જ છે. જે જે આત્માઓ માનાદિ કષાયોથી યુક્ત છે તેને આ સંયમ પારમાર્થિકપણે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિનો હેતુ થતો નથી. પરમપદ કે નિર્જરાનો હેતુ બનતો નથી. તેથી ભવથી વિરકત જીવ જ આ પ્રવ્રજ્યાને યોગ્ય ગણાય છે.
૪૬
પ્રશ્ન :- પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળા માટે શાસ્ત્રોમાં શું કંઇ યોગ્યતા વર્ણવેલી છે ? કે ઇચ્છામાત્ર થાય એટલે પ્રવ્રજ્યા લઇ શકાય અને આપી શકાય ?
ઉત્તર ઃ- હા. જૈન આગમશાસ્ત્રોમાં પ્રવ્રજ્યાના અર્થી જીવોની યોગ્યતાને સૂચવતાં ૧૬ લક્ષણો જણાવ્યાં છે. તે ૧૬ લક્ષણોનું વર્ણન આ પ્રમાણે છે
અથ પ્રવ્રખ્યાઢું:-(૧) આર્યવેશોત્વનઃ, (૨) વિશિષ્ટનાતિ જ્ઞાન્વિત:, (રૂ) क्षीणप्रायकर्ममल:, (४) तत एव निर्मलबुद्धि:, (५) "दुर्लभं मानुष्यं, जन्ममरणनिमित्तं, सम्पदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोग:, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः" इत्यवगतसंसारनैर्गुण्यः, (६) तत एव तद्विरक्तः, (७) પ્રતનુંષાય:, (૮) અલ્પજ્ઞાચાવિઃ, (૧) કૃતજ્ઞ:, (૨૦) વિનીતઃ, ( ૨૧ ) પ્રાપિ ( રાજ્ઞામત્યપૌરનનવહુમતઃ, (૧૨) અદ્રોદારી, (૧૨) ત્યાળાŞ:, (૨૪) શ્રાદ્ધ:, ( ૧ ) સ્થિર:, ( ૬ ) સમુપસંપનશ્ચ કૃતિ'' । ન જીનીદશો જ્ઞાનયોગમારાધતિ, ન चेदृशो नाराधयतीति भावनीयम् । सर्वज्ञवचनमागमः, तन्नायमनिरूपितार्थ इति ।
પ્રવ્રજ્યાને યોગ્ય આત્માનાં ૧૬ લક્ષણો (ગુણો) શાસ્ત્રોમાં કહ્યા છે. તે આ પ્રમાણે છે. (૧) આર્યદેશમાં જન્મ પામેલ. જેના લીધે જન્મથી જ લોહીમાં ધર્મના સંસ્કાર હોય. (૨) વિશિષ્ટ જ્ઞાતિ અને કુલથી યુક્ત. ઉચ્ચકુલ અને ઉચ્ચજાતિ એ જન્મથી જ ઉચ્ચ સંસ્કારોનું બીજ છે. કુલીન અને ઉચ્ચ જાતિવાળા આત્માને કદાચ તીવ્રકર્મોદય આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org