________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
અને દિવસના મધ્યવર્તી અરુણોદય જેવું સીમાડારૂપ જ્ઞાન છે. જો કે તત્ત્વથી વિચારતાં આ શ્રુતજ્ઞાન જ છે. તો પણ અપૂર્વ-અદ્વિતીય અનુભવાત્મક એવું આ જ્ઞાન મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમયુક્ત એવા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમવાળું હોવાથી અતિ વિશિષ્ટશ્રુત છે. માટે સામાન્ય શ્રુતરૂપ નથી એમ કહ્યું છે.
૩૬
શાસ્ત્રશ્રવણથી વસ્તુનું સ્વરૂપ જે જણાય છે. તે શ્રુતજ્ઞાન કહેવાય છે. એવું શ્રુતજ્ઞાન પાંચમે-છઢે-સાતમે ગુણસ્થાનક થાય છે. જ્યારે આ પ્રાતિભજ્ઞાન સ્વરૂપ અમૂલ્ય તત્ત્વચિંતન એ જ્ઞાનાવરણીય ઉપરાંત મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમબળે અને ક્ષયબળે થાય છે. અને તેથી જ ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં અને તે પણ ક્ષપકશ્રેણિમાં જ થાય છે. તેથી વસ્તુના સ્વરૂપને જાણવા માત્ર રૂપ પાંચમા-છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી શ્રુતજ્ઞાન કરતાં અનુભવાત્મકરૂપે અધિક હોવાથી આ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી, પરંતુ શ્રુતજ્ઞાનથી અધિક, અર્થાત્ શ્રુતજ્ઞાનના અન્તિમ સીમાડાવર્તી છે. કારણ કે અરુણોદય (સૂર્ય ઉગ્યા પહેલાં પથરાતો પ્રકાશ) રાત્રિ કે દિવસથી તદન ભિન્ન ત્રીજો પદાર્થ પણ નથી. તથા તે અરુણોદય રાત્રિ સ્વરૂપ જ છે કે દિવસ સ્વરૂપ જ છે એમ કોઇપણ એક સ્વરૂપાત્મક જ છે. એવું કહેવું પણ શક્ય નથી.
ગાથા : ૯
એવી જ રીતે ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણિકાલે જ આત્માનુભવ-ગોચર અને શબ્દોથી અવાચ્ય, જ્ઞાનાવરણીય અને મોહનીય એમ ઉભયકર્મોના ક્ષયોપશમજન્ય તથા મોહનીય કર્મના ક્ષય જન્ય જે આત્માનુભવ થાય છે. તેનો સ્વાનુભવ તે કાળે જ થાય છે અને આવા ઉત્કૃષ્ટ ક્ષયોપશમવાળા અને મોહના ક્ષયવાળા જીવને જ થાય છે. તેથી અત્યારે ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં (માત્ર એકલા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય જ શ્રુતજ્ઞાન ન હોવાથી) તાત્ત્વિકપણે તે(પ્રાતિભજ્ઞાન)નો શ્રુતજ્ઞાન તરીકે વ્યવહાર થતો નથી. સારાંશ કે તે જ્ઞાન છે તો શ્રુતજ્ઞાન જ, માટે જ છ જ્ઞાન માનવાનો પ્રસંગ આવતો નથી પરંતુ મોહના ક્ષયોપશમથી અને ક્ષયથી ભરપૂર હોવાના કારણે ઉત્તીર્ણાવસ્થારૂપ હોવાથી તાત્ત્વિકપણે તેનો શ્રુતજ્ઞાન તરીકે વ્યવહાર થતો નથી. પ્રાતિભજ્ઞાનરૂપે તેનું નામાન્તર કરેલું છે.
તથા ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણિગત આ યોગિ મહાત્મા જ્ઞાનાવરણીયકર્મના હજુ ક્ષયોપશમભાવવાળા જ હોવાથી, તથા સર્વદ્રવ્યો અને સર્વપર્યાયોના જ્ઞાની ન હોવાથી, (તેમનું જ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાય વિષયક ન હોવાના કારણે અને હજુ ક્ષાયિકભાવ અપ્રાપ્ત હોવાથી) આ પ્રાતિભજ્ઞાન કેવલજ્ઞાન પણ નથી. અરુણોદય એ પ્રકાશના વિસ્તારરૂપ હોવાથી અંધકારમય રાત્રિ પણ નથી અને આતપરૂપ ન હોવાથી દિવસ પણ નથી, બન્નેના વચ્ચેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org