________________
ગાથા : ૯
યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૯
હવે ભાવાર્થ વિચારીએ-જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતકર્મો જેવા પ્રકારના તીવ્ર રસે બાંધ્યાં હોય છે. તેવા પ્રકારના તીવ્ર રસે ઉદયમાં આવે અને તેવા તીવ્રરસે ભોગવાય તે ઔદયિકભાવ કહેવાય છે. તે કાલે પૂર્વબદ્ધ કર્મોના તીવ્રરસનો ઉદય હોવાથી આત્માના ગુણો આવૃત થઇ જાય છે. અને પ્રતિસ્પર્ધી વિકારો ઉત્પન્ન થાય છે. જે વિકારો નવાં કર્મો બંધાવે છે અને દીર્ઘ સંસારને વધારે છે. જેમ કે અજ્ઞાન, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભાદિકષાયો, વિષયવાસના આદિ આ ઔદયિકભાવ છે. આ ઔદયિકભાવ એ આત્માનું સ્વરૂપ નથી. વિભાવદશા છે. આત્માના સ્વરૂપને રોકનારા દુર્ગુણો છે. ત્યજવા લાયક છે. તેથી તેને દૂર કરવા સત્સંગ, સ્વાધ્યાય, સંવેગ-નિર્વેદ પરિણામવાળા મુનિઓનું વ્યાખ્યાન- શ્રવણ, શાસ્ત્રાભ્યાસ, પ્રભુને પ્રતિમાનાં દર્શન- વંદન-પૂજનનો યોગ. ઇત્યાદિ શુભ આલંબનો દ્વારા ઉદિતકર્મોમાં રહેલો જે તીવ્રરસ છે તેને હણીને મંદ કરવામાં આવે કે. જેથી તે કર્મો ઉદિત થવા છતાં આત્માના ગુણોને આવૃત કરવા સમર્થ થતાં નથી. માત્ર ઉત્પન્ન થયેલા ગુણોમાં દોષો-કલંકો અતિચારો લાવવા જેટલી જ શક્તિવાળાં રહે છે. તેને ક્ષયોપશમ ભાવ કહેવાય છે. જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતી કર્મોના ક્ષયોપશમથી અનુક્રમે મતિ આદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શન આદિ ત્રણ દર્શનો, સમ્યત્વ, ક્ષમા, માર્દવતા, આર્જવતા, સંતોષ અને દાનાદિ પાંચ લબ્ધિઓ વગેરે ગુણો અંશતઃ આ આત્મામાં ઉત્પન્ન થાય છે.
ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી આટલો લાભ તો અવશ્ય થાય જ છે કે જે ગુણો કર્મોના ઉદયથી આવૃત છે તે ગુણો કર્મોનો ક્ષયોપશમ થવા દ્વારા પ્રગટ થાય છે. પરંતુ તેમાં પણ હજુ ભય તો છે જ, કારણ કે મંદરસવાળાં પણ કર્મોનો ઉદય ચાલુ હોવાથી અતિચારો અને દોષો તો લાગે જ છે. વળી કર્મને મંદરસવાળાં કરવામાં જો પ્રમાદ આવી જાય અને તીવ્રરસવાળાં (જેવાં પ્રથમ હતાં તેવાં) ઉદયમાં આવી જાય તો પ્રાપ્તગુણો પણ પાછા આવૃત થઈ જાય. ઔદયિકભાવ કરતાં ક્ષયોપશમભાવ અવશ્ય સારો, કારણ કે અંશતઃ ગુણો પ્રગટે છે. પરંતુ ક્ષયોપશમભાવ પણ ભયમુક્ત તો નથી જ. ક્ષયોપશમકાલે પણ મંદ રસોદયવાળું કર્મ પ્રાપ્તગુણોમાં કાંટા-કાંકરા તો ઉછાળે જ. અને આ ગુણો ક્યારે આવૃત થઈ જાય તે કંઈ કહી શકાય નહીં. તેથી મંદરસવાળાં અર્થાત્ ક્ષયોપશમભાવવાળાં એવાં પણ આ કર્મ નો મૂળથી જ નાશ (ક્ષય) કરવામાં આવે તો જ આ આપત્તિ=ભય દૂર થાય. તેટલા માટે જ ચારે ઘાતી કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા જ્ઞાન-દર્શન-સમ્યત્વ-ક્ષમા- નમ્રતા-દાનાદિ લબ્ધિ આદિ જે ગુણો છે તે ગુણો ગુણો હોવા છતાં પણ ભયમુક્ત કે દોષ મુક્ત તો નથી જ. તેથી ક્ષયોપશમભાવના ગુણો રૂપ જે ધર્મો છે તે ધર્મોનો આ સામર્થ્યયોગના બળે આ જીવ સન્યાસ–ત્યાગ કરે છે. કારણ કે તીવ્ર કે મંદ કોઈ પણ પ્રકારના રસવાળાં ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org