________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭
पदमात्रं हि नान्वेति, शास्त्रं दिग्दर्शनोत्तरम् ।
ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुञ्चति ॥ અર્થ - શાસ્ત્રયોગ દિશા દેખાડ્યા પછી એક પગલું પણ આગળ આવતો નથી અને સાથે રહેતો નથી. પરંતુ જ્ઞાનયોગ જ (સામર્મયોગ-અનુભવયોગ જ) કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી મુનિમહાત્માનું પડખું ત્યજતો નથી. એટલે કે મુનિના પડખે રહે છે. યોગિરાજ શ્રી આનંદઘનજી મ.શ્રીએ પણ વીરપ્રભુના સ્તવનમાં કહ્યું છે કે
દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત . કારજ સાધક-બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત છે વીર૦ || અહો ચતુરાઈ રે અનુભવમિત્તની, અહો તસ પ્રીત પ્રતીત | અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું રીત | વીર૦ ૫. અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ || નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ | વીર૦ ||
શાસ્ત્રયોગ પછી આ યોગિનો આત્મા સામર્થ્યયોગના બળે જ ઉત્કટ વીર્યવાનું થયો છતો કેવલશ્રી વરે છે એટલે શાસ્ત્રયોગ નિષ્ફળ છે એમ ન સમજવું. કારણ કે સામર્થ્યયોગની પાસે પહોંચાડવાનું કામ તો આ શાસ્ત્રયોગે જ કર્યું છે. માત્ર ૬ આ સંસારમાં મુક્તિના કારણભૂત દર્શન-જ્ઞાન અને ચારિત્રને સર્વપ્રકારો દ્વારા અર્થાત્ સર્વભેદ-પ્રતિભેદ દ્વારા સાધુપુરુષો કેવળ એકલા શાસ્ત્રયોગથી પામી શકતા નથી. કારણ કે જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ક્ષયોપશમની તરતમતાના કારણે રત્નત્રયીના અનંત ભેદો છે. જ્યારે શાસ્ત્રયોગ તો પરિમિત છે. તેથી શાસ્ત્રયોગ દિશામાત્ર સૂચવે છે ત્યારબાદ યોગી મહાત્મા અનુભવ બળે જ વિકાસ પામે છે.
રત્નત્રયી સ્વરૂપ મુક્તિનાં કારણોના અનંતભેદો હોવાથી બધા જ ભેદો શાસ્ત્રોથી ન જાણી શકાય, તો પણ ઘણા ભેદો જણાવનાર હોવાથી અને સામર્થ્યયોગ પાસે લઈ જનાર હોવાથી શાસ્ત્રયોગ પણ સફળ છે. તે પણ પરંપરાએ મુક્તિનું કારણ છે. પરિમિતવિષયવાળું હોવાથી સામર્થ્યયોગ જેટલું પ્રબળ કારણ નથી. I૬ सर्वथा तत्परिच्छेदे शास्त्रादेवाभ्युपगम्यमाने दोषमाह
| મુક્તિનાં કારણોનો બોધ સર્વથા શાસ્ત્રયોગથી જ થાય છે. એમ જો સ્વીકારવામાં આવે તો જે દોષ આવે છે તે દોષ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org