________________
આ સંસારમાં માતા મરીને પુત્રી થાય છે. બહેન મરીને સ્ત્રી થાય છે. તે સ્ત્રી મરીને પુત્રી થાય છે. પિતા મરીને પુત્ર થાય છે. વળી તે મરીને પૌત્ર થાય છે. એમ ઉલટસુલટી થયા કરે છે.
श्वभ्रे शूलकुठारयन्त्रहनक्षारक्षुरव्याहतैस्तिर्यक्षु श्रमदुःखपावकशिखासंभारभस्मीकृतैः । मानुष्येऽप्यतुलपयासवशगदेवेषु रागोद्धतः । संसारेऽत्र दुरन्तदुर्गतिमये बम्ध्रम्यते प्राणिभिः ॥१७॥
આ પૂરત અને દુર્ગતિમય સંસારમાં છવ નિરંતર ભ્રમણ કરે છે. નરકમાં શલી, કુહાડી, ઘાણી, અગ્નિ, ક્ષાર, જળ, છરા, કટારી આદિથી પ્રાપ્ત પીડાઓથી, અનેક પ્રકારની યાતના ભોગવે છે. તિયચ ગતિમાં અગ્નિની જવાળાઓના સમૂહ (ભાર)થી ભસ્મીભૂત થઈ બેઠ અને દુખ પામે છેમનુષ્ય ગતિમાં પણ અતુલ તીવ્ર પરિશ્રમ કરતાં અનેક પ્રકારના કષ્ટને પ્રાપ્ત હેાય છે. દેવગતિમાં રાગભાવથી ઉહત થઈ દુઃખ અનુભવે છે.
શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાન તરંગિણીમાં કહે છે કે – दृश्यते गंधनादावनुजसुतसुतामीरुपित्रंबिकासु प्रामे गेहे खभोगे नगनगरखगे वाहने राजकाये । आहार्येऽगे वनादौ व्यसनकृषिमुखे कूपवापीतडागे रक्ताश्च प्रेषणादौ यशसि पशुगणे शुद्धचिपके न॥२२-११॥
આ સંસારમાં કોઈ મનુષ્ય અત્તરાદિ સુગંધિ પદાર્થોમાં રાગી જણય છે. નાના ભાઈ, પુત્ર, પુત્રી, સ્ત્રી, પિતા, માતા, ગામ, ઘર, ઇન્દ્રિયના ભોગ, પર્વત, નગર, પક્ષી, વાહન, રાજકાર્ય, આહાર, શરીર, વનાદિ, સાત વ્યસન, ખેતી, કૂવા, વાવ, સરોવર આદિમાં રાગ કરવાવાળા ઘણું છે. ઘણુ તે વ્યાપાર લેવડદેવડમાં, યશ લાભમાં, પશુઓને પાળવામાં, મેહ કરવાવાળા છે. પણ શુદ્ધાત્માની સ્વરૂપના પ્રેમી કાઈ નથી.