________________
મંગલ
મહિમા : ૫
વસ્ત્ર ભલે ન પહેરતી હોય, ભલે બીજાને આંજી ન શકતી હોય, છતાં પ્રેમથી ભરેલું, અજાણ્યાને પણ આવકારતું, તેની પાસે મજાનું હૈયું હોય છે.
મંગલની આ ધારણા પણ આવા ખોવાઈ ગયેલાં, અક્ષરજ્ઞાનમાં દબાઈ ગયેલાં, સંસ્કારના નામે કે પરિસ્કૃતિના એડા હેઠળ રગદોળાઈ ગયેલાં હૃદયને ફરી જન્માવવાનો આધાર બની શકે છે.
સમડી જ્યારે આકાશના અનંતમાં ઉડ્ડયન કરે છે ત્યારે તેનું હૃદય આકાશની અનંતતા, વ્યાપતા, નિર્લેપતા અને અસ્પૃષ્ટતાદિ ગુણે તરફ હોતું નથી. તે ઊડે છે તે આકાશમાં, પરંતુ તેની દૃષ્ટિ પૃથ્વી પર પડેલા કચરા, ઉકરડા, મૃત પશુઓનાં માંસ કે સડી ગયેલી માછલી ઉપર જ હોય છે. બાહ્ય દૃષ્ટિથી તે અનંતમાં વિહાર કરનારી, આકાશમાં નિદ્ધ ઊડનારી જણાશે, પરંતુ તેની દૃષ્ટિ સદા નીચે પેલા સડેલા માંસના કટકાઓને ગતવામાં જ લાગેલી હોય છે. માટે એમ માનવાની કદી પણ ભૂલ ન કરશે કે આકાશમાં ઊડનારી સમડીનું ધ્યાન આકાશમાં ઊડવાને કારણે આકાશ તરફ છે. તેનું ઉડ્ડયન આકાશમાં હોવા છતાં, તેનું ધ્યાન તે નીચેની દિશામાં પૃથ્વી તરફ દુર્ગધ ભરેલા પેલા સડેલા પદાર્થોમાં જ કેન્દ્રિત થયેલું હશે.
આપણે પણ એ જ રીતે આંતરિક નબળાઈઓથી ભરેલાં છીએ. માંગલિક મંત્રોના ઉચ્ચાર કરવાની દિશામાં પણ આંતરિક અમંગલની ભાવનાઓથી જ આપણે પીડાતા હોઈએ છીએ. અમંગલ અસહજ છે, ઓપધિક છે. તે બહારથી આવેલ છે છતાં પ્રાણે સાથે તેનું એવું તે તાદાસ્ય થઈ ગયું છે કે, મંગલ મંત્રોના સ્મરણમાં, મંગલ તરફ ધ્યાન જવા કરતાં, સમીની જેમ અમંગલ તરફ અર્ધદષ્ટિ થઈ જાય છે. માટે જે શ્રેષ્ઠતમ છે તે તરફ જે એક વાર પણ મંગલની ધારણાને પ્રારંભ થઈ જાય, તો મંગલની દિશાની શુભ યાત્રાને શુભ પ્રારંભ થયો ગણાય. કારણુ, શત્રુમાં પણ મંગલ જોવાની દૃષ્ટિ કેળવવી મુશ્કેલ હોય છે. કણ કણમાં બ્રહ્મ છે. જગત પરમાત્મામય છે. સવ મધ્ય મથ૪ સર્વ આત્મા મારા જેવા જ સ્વરૂપથી શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સચ્ચિદાનંદ ઘન છે એવી વ્યાપક અને પારમાર્થિક દૃષ્ટિ પેદા થવી મહામુશ્કેલ હોય છે. તેથી શ્રેષ્ઠતાના પરમ શિખરને સ્પર્યા છે એવા વરિષ્ઠતમ આત્માઓ વિષે એક વાર પણ જે મંગલની ધારણુ આપણા પ્રાણોને સ્પર્શી જાય, તો આપણી દૃષ્ટિ ઊર્વગામિની થવા સંભવ બને.
ધાર્મિક ક્રિયાઓ, પ્રાર્થનાઓ, પરમાત્મ દર્શન, પૂજન, ઇત્યાદિ સ્વયંમાં જ આનંદસ્વરૂપ છે. અનંતની દિશામાં હદય સંગીતથી ભરાઈ જાય, અંતરમાં આનંદની ઊર્મિઓ ઊછળવા લાગે, હૃદય આનંદથી નાચવા લાગે, એ જ પ્રાર્થનાઓ અને ક્રિયાઓનું આંતરિક રહસ્ય છે. પરંતુ આપણે તે પરમાત્મભાવ સાધવામાં પણ આ પવિત્ર ક્રિયાઓને સંસારમૂલક બનાવી દીધી છે. દરેક ક્રિયાની પાછળ જાયે અજાયે ઇરછાઓને-વાસનાઓને પરિપુષ્ટ