________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
एक एव सुहृद् धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९ ॥
ધર્મ જ સાચો મિત્ર છે - જગતમાં મિત્ર કોઈ પણ હોય તો તે એક માત્ર ધર્મ જ છે, તે જ દુઃખના અવસરે દુ:ખમાં સહભાગી બને છે. આપત્તિમાં સહાય કરે છે. આપત્તિમાં સહાય કરે તે જ સાચો મિત્ર છે. આવું મિત્રનું લક્ષણ એક માત્ર ધર્મમાં જ ઘટે છે. અને ધર્મ જ મર્યા પછી જીવને અનુસરે છે. જીવની સાથે જાય છે. બાકી દેહ, ઇન્દ્રિય, સ્વજન, પૈસા વગેરે સર્વ ચીજો મૃત્યુની સાથે નાશ પામી જાય છે. ગામ, નગર કે દેશ પણ પરલોકમાં સાથે જતા નથી. માટે સર્વ ચીજના પ્રેમ કરતા ધર્મપ્રેમ મહાન છે.
' સુબાહુકુમાર, કાકંદીનો ધન્નો વગેરે પ્રભુની દેશનાને સાંભળીને ચારિત્ર લેવા તૈયાર થાય છે ત્યારે તે એક જ વાત કરે છે કે મૃત્યુ સમયે માતા, પિતા, ભાઈ, બેન બધા અળગા રહી જાય છે અને એક માત્ર જીવ શરીરમાંથી નીકળી પરલોકમાં જાય છે અને નારી તો નરકનો માર્ગ બતાવવા માટે દીપિકા સમાન છે. તેના રાગે અનંતા આત્માઓ અનંતીવાર દુર્ગતિમાં ગયા છે માટે હે મા ! હવે હું આ સંસારમાં રહેવા ઇચ્છતો નથી. હું સંયમ થકી જ સુખ પામીશ અને અરિહંતની આજ્ઞાને વહન કરીશ. મારે હવે કોઈપણ ભોગે આ સંસાર ન ખપે. એ ગમે તેવો સુખમય અને સોહામણો દેખાતો હોય તો પણ એના ળરૂપે નીપજતો દુર્ગતિનો સંસાર બહું બિહામણો છે.
આ બોધ ચોથી દૃષ્ટિવાળા જીવોને હાડોહાડ અડી ગયેલો હોય છે. જિનવચના તેમને હૃધ્યસ્પર્શી બની ગયું હોય છે એટલે એમને ભોગમાં સીધી દુર્ગતિ દેખાતી હોય છે. જ્યારે બીજા જીવોને આ બોધ હોવા છતાં તે માત્ર શબ્દરૂપે હોય છે. તેઓને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી બોધ હોય છે. વસ્તુ તત્ત્વની જાણકારી હોય છે. પરંતુ મોહનીયના ક્ષયોપશમથી તેમને વેદન નથી હોતું. અધ્યાત્મના માર્ગમાં કોરા બોધની બહુ કિંમત નથી પણ જેનાથી હદ્ય ભીંજાય તેવા સ્પર્શાત્મક બોધની કિંમત હોય છે.
આ દૃષ્ટિમાં દેહ, ઇન્દ્રિય, સ્વજનાદિ પ્રત્યે ઉપાદેય બુદ્ધિનો રેચ થઈ ગયો હોય છે અને શુભ ભાવોનું પૂરણ હોય છે.
સંસારની અસારતા - આ દૃષ્ટિમાં રહેલા જીવોને સંસારની અસારતા બરાબર બેસી ગઈ હોય છે. સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે અને પોતાના કર્મના અનુસારે પરલોકમાં એકલો જ સુખ-દુઃખ ભોગવે છે. સંસારનો સઘળો સંબંધ સ્વાર્થમૂલક છે. સ્વાર્થ હોય ત્યાં સુધી જીવો સાથે રહે છે અને સ્વાર્થ સરે પછી પોતપોતાના રસ્તે પડે છે.
જુઓ ! સ્વાર્થને વશ થઈને કોણિકે પોતાના પિતાને કેદમાં પૂર્યા. રાજ્યના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org