________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨૯૯ સ્વરૂપમાં અવસ્થાન તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે અર્થાત કહેવાનું તાત્પર્ય એ છે કે આ દૃષ્ટિનો બોધ વિષયોની અભિમુખતા તરફ નથી પણ આત્મિકગુણો તરફ હોય છે બત્રીસી ૨૪-૨ માં ઉપાધ્યાયજી મહારાજ કહે છે - આ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું રુપાદિ ગ્રહણની અભિમુખતાના ત્યાગપૂર્વક સ્વરૂપમાત્રમાં
અવસ્થાન હોતે છતે ચિત્તનો જે નિરોધ તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે અને પ્રત્યાહારવાળું દર્શન અર્થાત બોધ સ્થિરાદ્રષ્ટિમાં હોય છે. તથા વંદનાદિ કાર્યો અખેદાદિ ક્રમને આશ્રયિને આ દ્રષ્ટિમાં અભ્રાન્ત હોય છે અને આથી જ કરીને અતિચારપણું ન હોવાના કારણે વંદનાદિ કાર્યો અનયમ્ અર્થાત નિષ્પાપ હોય છે.
અહિયા વંદનાદિ કાર્યો માનસિક લેવાના છે કારણ કે સમ્યગદૃષ્ટિ જિનનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ ઓળખીને વંદન કરે છે માટે વંદન અબ્રાન્ત હોય છે અને અધ્યાત્ત હોવાના કારણે, કોઈ પણ દોષ ન લાગતો હોવાના કારણે તે પાપરહિત છે. વાચિક અને કાયિક વંદનાદિ કાર્યો તો વિધિ આદિનો બોધ ન હોય કે પ્રમાદાદિ હોય તો સમ્યગદૃષ્ટિને યથાર્થ ન પણ હોય. વળી વંદનાદિ કાર્યો સૂક્ષ્મબોધથી સહિત હોય છે કારણ કે ગ્રંથિભેદથી વેધસંવેધપદની પ્રાપ્તિ થતી હોવાથી ત્યાં સૂક્ષ્મબોધ હોય છે. સમ્યકત્વ ટકાવવા માટે જાગૃતિની આવશ્યકતા
સમ્યક્ત્વ પામ્યા પછી એને ટકાવી રાખવું હોય તો અત્યંત સાવધ રહેવું પડે. પ્રવૃત્તિ સંસારની કરવી અને ડાઘ ન લાગવા દેવો તે અત્યંત કઠિન છે કારણ કે અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષયોપશમ થવા છતાં પણ બાર કષાય હજુ ઊભા છે. સમ્યત્વ મોહનીયનો એક સ્થાનિક અને દ્વિસ્થાનિક જઘન્ય રસ ઉદ્યમાં આવે ત્યાં સુધી જ સમ્યકત્વ ટકે છે. જીવ સાવધ ન રહે અને રસ જો વધી જાય તો. નીચે પણ ઉતરવું પડે. કારણ કે ગમે તેમ તો ય જાત તો મિથ્યાત્વની જ છે. માત્ર રસની હાનિ થઈ છે એટલું જ. એટલે તેના ઉદય કાળ વખતે સતત સાવધ રહેવું પડે. માટે જ સમકિતમોહનીયને પણ પરિહરવાનું કહ્યું છે. આ જીવ સાવધ ન રહે તો અતિચાર લાગે અને વધુ પ્રમાદી બને તો પાંચમી દૃષ્ટિમાંથી ક્રમસર ચોથી, ત્રીજી, બીજી અને પહેલી દ્રષ્ટિમાં પણ ચાલ્યો જાય, યાવત પ્રમાદ વધતા ગાઢ મિથ્યાત્વે પણ જાય. માટે ક્ષીણમોહ - વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્યાંય ગાફ્ટ રહેવા જેવું નથી, ચોદપૂર્વીઓ પણ અનંતા નિગોદમાં ગયા અને આરુઢઉપશમશ્રેણી, અનંતા શ્રુતકેવલીઓ કે જેઓ વીતરાગતાનો સ્વાદ ચાખી આવ્યા તે પણ નિગોદમાં ગયા છે. જિનનામકર્મ નિકાચિત કરીને શ્રેણિકની જેમ પૂર્વમાં આયુષ્યનો બંધ કરી ચૂકેલા અનેક તીર્થકરના આત્માઓ પણ આજે પહેલી, બીજી, ત્રીજી નરકમાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org