________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૩ ૨૯
भोगात्तदिच्छाविरतिः स्कन्धभारापनुत्तये । स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥१६१॥
હજુ પાંચમી દ્રષ્ટિમાં રહેલ સમ્યગદૃષ્ટિ જીવ આ સંસાર સ્વરૂપની કેવી વિચારણા કરે છે તે જણાવે છે.
ભોગથી થતી તાત્કાલિક એવી ઇરછાની વિરતિ - ઇચ્છાની નિવૃત્તિ એ ખભા ઉપર રહેલા ભારને દૂર કરવાને માટે અન્ય ખભા ઉપર ભારને સ્થાપના કરવા સમાન છે. કારણ કે તેનાથી ભોગની ઇચ્છાને પેદા કરે તેવા અનિષ્ટ સંસ્કારોનું આધાન થાય છે અને તેથી પરમાર્થથી ભોગની ઇચ્છાની નિવૃત્તિ થતી નથી.
ભોગ ભોગવવા દ્વારા તત્કાળ ભોગની ઇચ્છાની નિવૃત્તિ થાય છે પણ પછીથી નવા નવા ભોગને ભોગવવાની ઇચ્છા થયા જ કરે છે. જેમ એક ખભા ઉપર રહેલા ભારને દૂર કરવા બીજા ખભા ઉપર તે ભારને મૂકવાથી પહેલા ખભા પર ભારનું દુઃખ દૂર થતાં ક્ષણવાર શાંતિ મળી પણ પાછો તરત જ બીજો ખભો દુખવા આવતા તે દુઃખને દૂર કરવા પાછો પહેલા ખભા ઉપર ભાર મૂક્યો તો ખભો દુ:ખવા રૂપ દુ:ખ પરમાર્થથી તો ઊભું ને ઊભું જ રહ્યું તેથી પરમાર્થથી ઇચ્છાની નિવૃત્તિ ન થઈ.
ઉપાધ્યાયજી મહારાજ બત્રીસીમાં - તાર નતિમત્ અર્થાત તેવા પ્રકારના કર્મબંધથી જનિત અનિષ્ટ ભોગસંસ્કારનું ઉલ્લંઘન ન થતું હોવાથી પરમાર્થથી ભોગની ઇચ્છાની નિવૃત્તિ થતી નથી.
અર્થાત જેમ એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર ભાર મૂકતા દુઃખનો. અતિક્રમ = નાશ થતો નથી તેમ ભોગ ભોગવવાથી ભોગસંસ્કારનો અતિક્રમ અર્થાત્ નાશ થતો નથી.
હરિભદ્રસૂરિજી મહારાજ સાહેબે નવા ભોગ સંસ્કારોનું આધાન થતું હોવાથી ઇચ્છાની નિવૃત્તિ તાત્વિકી નથી એમ કહ્યું. જ્યારે ઉપાધ્યાયજી મહારાજે આત્મા ઉપર જે ભોગ સંસ્કારો પડેલા છે તેનો ભોગ ભોગવવા દ્વારા નાશ થતો ન હોવાથી ઇચ્છાની નિવૃત્તિ તાત્વિકી નથી એમ કહ્યું. આ બંને કથન સત્ય છે કારણકે ભોગ ભોગવવા દ્વારા ભોગ સંસ્કારોનો નાશ થતો નથી અને નવા ભોગ સંસ્કારોનું આધાન થાય છે. તેથી અનિષ્ટ સંસ્કારનો પ્રવાહ ચાલ્યા કરે છે. બન્ને કથનનો સાર એક જ છે.
જેમ ખભા ઉપર રહેલા ભારથી થતું દુ:ખ એ ભારને સર્વથા ખભા ઉપરથી દૂર કરવાથી જ થાય પણ અન્ય ખભા ઉપર મૂકવાથી ન થાય તેમ ભોગની ઇચ્છાની નિવૃત્તિ એ ભોગના વિરોધી અનિત્યાદિ ભાવનાઓના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org