________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૯૧
અધ્યાત્મમાં મોહનીય કર્મને તપાસવાનું છે. સંસારની અંદર શાતાવેદનીય કર્મને તપાસવાનું છે.
ધ્યાનને પામવા માટે મતિજ્ઞાનના ઉપયોગમાં મોહનીયના જે લાગણીના .. ભાવો, અનુકૂળ-પ્રતિકૂળ, મારું-તારું, ઇષ્ટ-અનિષ્ટ વગેરે ભાવો છે તેને કાઢવાના
છે. તે ભાવો જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ રહેવાનું છે. મોહનીયના સઘળા ભાવોને મતિજ્ઞાનના વિકલ્પમાંથી કાઢીએ ત્યાર પછી નિર્વિકલ્પદશા આવે.
શુભભાવમાં નિષ્કામભાવ, નિર્લેપભાવ, નિરીહભાવ અને અસંગભાવ આ ચારે ભાવો વીતરાગતા આપનારા છે, મોહનીયનો નાશ કરનારા છે. મતિ જ્ઞાનનો નાશ થતો નથી પણ શુદ્ધભાવ આવવાથી મતિજ્ઞાન નિર્વિકલ્પદશાને લાવનારું બને છે.
અશુભભાવથી જે કેવળજ્ઞાન અવરાયું છે તે આવરણ નીકળી જાય અને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે નિષ્કામભાવ.
વર્તમાનમાં ભોગ સામગ્રી ભોગવવા છતાં નિર્લેપ રહેવું તે નિર્લેપભાવ. ઇરાદાપૂર્વક કોઈ પદાર્થની ઇરછા કરવી નહિ અને વ્યવહાર ચલાવવા અનાસક્ત ભાવે કામ કરવું તે નિરીહભાવ. અહીં સાક્ષીભાવ છે. તટસ્થભાવ છે.
જીવ - જીવની સાથેના સંબંધમાં નિરાળા રહેવું તે અસંગભાવ છે. દેહભાવની પૂર્તિ માટે જે જીવોનો સંગ કરવો તે સંગભાવ છે. જેની સાથે રહીએ છીએ તેના પ્રત્યે રાગ વિના પરોપકાર કરવો તે અસંગભાવ છે.
સકામભાવ, ઇચ્છાભાવ, સલેપભાવ, સંગભાવ આત્માને રતિ, અરતિ, ભય, શોક, ઉદ્વેગ કરાવનારા છે જ્યારે નિષ્કામભાવ વગેરે ચાર ભાવો આત્માને અભય, અશોક અને સ્થિરભાવ આપનારા છે.
ઉપરના ચારભાવોને પુષ્ટ કરનાર આત્મા ધ્યાનમાં સહેલાઈથી જઈ શકે છે ત્યાં સ્થિરતા પામી શકે છે. તેના દ્વારા સમાધિમાં આગળ વધી યાવત્ કેવલજ્ઞાન પામી શકે છે.
કર્મબંધનું મૂળ મોહનીયના શુભાશુભ ભાવો છે. કર્મનો આધાર નામકર્મ છે, કર્મનું ફળ શાતા - અશાતા છે.
રાગથી જુદા પડેલા જ્ઞાનવડે આત્માનો અનુભવ થાય છે તેથી રાગથી ભિન્ન જ્ઞાનલક્ષણ સ્વરૂપ આત્માને જાણીને ભેદજ્ઞાનવડે આત્માનો અનુભવ કરવો તે સંવર ધર્મ છે. રાગની ધારાથી જુદી એવી પવિત્ર જ્ઞાનધારાવડે જે અવિરચ્છન્નપણે આત્માને અનુભવે છે તે શુદ્ધજ્ઞાન - આનંદ સ્વરૂપ મોક્ષને પામે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org