Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai
Catalog link: https://jainqq.org/explore/004613/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યોગટ પિળા નજLITI ભાગ-૩ મિત્રા હિ a Ith - વ - અદ્વેષ - ઉદ્વેગ વે - નિયમ રૂnÖ% - t B - ]Y - | બલા ) - જ ]Tere - - આ - ક્ષેપ સ - આસન 1cરૂThe - BE - - શુશ્રુષા જીવ - લ - ઉત્થાન +]h]H - 9 - 0 4 - પ્રાણાયામ - B ET૯ ૨ - શ્રવણ llek IJ 1c1ઢ - Eદ રજા - - મીમાંસા | naels - Ed (2x - અન્યમુદ્દે > - સુક્ષ્મબોધ ā - પ્રત્યાહાર - ૪ - બ્રાંતિ IPojક eઈ - a - ગુણ પ્રાપ્તિ ) - પ્રવચનકાર ૦ મુક્તિર્શનવિજયજી મહારાજ 2010_05 Per Private & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ યોગદ્રષ્ટિનાં અજવાળાં ) ભાગ : ૩ - પ્રેરક અને માર્ગદર્શક સિદ્ધાન્તદિવાકર પ.પૂ આચાર્યદેવશ્રી જયઘોષસૂરિ મહારાજા - લેખક | પ.પૂ. પંન્યાસ મુક્તિદર્શનવિજયજી મ. સા. હતું આચાર્યશ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ - ૬ સંશોધક પ.પૂ. ભાગ્યેશવિજયજી મ. સા. સહયોગ મુનિરાજશ્રી સ્થિતપ્રજ્ઞવિજયજી મ.સા. મુનિરાજશ્રી સોહંદર્શનવિજયજી મ. સા. – પ્રકાશક શ્રી વર્ધમાન સેવા નિધી ૧૦મે માળે, મેજેસ્ટીક સેન્ટર, ગીરગાંવ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ફોન : ૫૩૭૪૬૮૭, ૫૩૭૪૭૮૭ - - 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય દોશી પ્રાણલાલભાઈ કાનજીભાઈ પરિવાર ૫૦૧, માર્શલ એપાર્ટમેન્ટ, ગોવાલીયા ટેન્ક, મુંબઈ-૨૬. ફોન : ૨૩૮૦૨૫૫૦, ૨૩૮૦૩૨૬ર ૦ ભાગ : ૩ • ત્રીજી આવૃત્તિ જાન્યુ. ૨૦૦૪ • પ્રત : ૧OOO • પૃષ્ઠ સંખ્યા : ૪૮૦ • કિંમત : રૂા. 90.00 મુદ્રક : અજંતા પ્રિન્ટર્સ લાભ કોમ્પલેક્ષ, ૧૨/બી, સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટ : નવજીવન, અમદાવાદ- ૩૮૦ ૦૧૪. ફોન નં. : ૭૫૪પપપ૭ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ | શમણ છે કે ગો જેઓશ્રી પરમાત્માના ભક્ત છે. જ જેમના રોમેરોમ પરમાત્મભક્તિથી રંગાયેલા છે. ' જે અપ્રમત્તભાવે સાધના કરવા દ્વારા જેમનું જીવન વિશુદ્ધિને પામ્યું છે. જેઓશ્રી સુવિશુદ્ધ પુણ્યના સ્વામી છે. તે અધ્યાત્મયોગી આચાર્યદેવશ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજા # જેઓશ્રી જૈનશાસનમાં ગીતાર્થતાના શિખરે બિરાજે છે. જ જેઓશ્રીનું સુવિશુદ્ધ જીવન જીવંતશાસ્ત્રને જણાવે છે. કે જેઓશ્રીના ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિક ભાવ તરફ જવા. હરણફાળ ભરી રહ્યા છે. આલોચના પ્રાયશ્ચિત્ત દ્વારા જેઓશ્રી અનેક આત્માને વિશુદ્ધ કરી રહ્યા છે. તે સિદ્ધાન્તદિવાકર આચાર્યદેવશ્રીજયઘોષસૂરિજી મહારાજા. જ જેઓશ્રીએ શ્રી આચારાંગસૂત્રમાંથી અભૂત સાધનામાર્ગ જગતને બતાવ્યો છે. જ દેવચંદ્રજી અને આનંદઘનજીના સાહિત્યથી જેઓશ્રીને ભક્તિયોગનું ઉડાણ લાવ્યું છે. સરળતા, નિખાલસતા અને અકૃત્રિમ હાસ્યથી જેઓશ્રી એક ક્ષણમાં સામાના દયને જીતી લે છે. જગતની વચ્ચે રહેવા છતાં જગત જેમનામાં રહેતું નથી તે યોગમાર્ગના પરમ સાધક આચાર્યદેવશ્રીયશોવિજયસૂરિજી મહારાજા. આ ત્રણે પવિત્ર અને નિકટ મોક્ષગામી મહાપુરુષના કરકમલમાં પ્રસ્તુત ત્રીજો ભાગ સાદર - સમર્પણ કરતાં આનંદ ઉભરાય છે. - પંળ્યાસ મુક્તિદર્શન વિજય. II 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ - -- -- - --- - - - - - -- - - - - --- સતત વિદ્ધર્યોનો યોગ એ આરાધના જીવનનું પરમ સદભાગ્ય. જૈન શાસનના એક પ્રચંડ મેધાવી, અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરિ મહારાજાનો છેલ્લા ૪-૫ વર્ષથી અમને સતત આગ્રહ હતો કે આ. શ્રી કારસૂરિ આરાધના ભવન સંઘ જેવા અતિ જિજ્ઞાસુ સંઘમાં મુનિરાજશ્રી મુક્તિદર્શન વિજયજીનું ચાતુર્માસ કરાવો જેથી શ્રી સંઘની આરાધના વધુ સમજપૂર્વકની વધુ દૃઢ થશે. અમારી વારંવારની વિનંતી બાદ વિ.સંવત ૨૦૫૫ નું ચાતુર્માસ પૂ. પંન્યાસ ભગવંતશ્રી મુક્તિદર્શન વિજયજીએ અમારે આંગણે કરી અમને ધન્ય કર્યા, મુનિ ભગવંત પંન્યાસ પદારૂટ થયા બાદનું આ પ્રથમ ચાતુર્માસ હતું. પ્રભુવાણીના ગહન રહસ્યો પંન્યાસજી ભગવંતે અત્યંત સરળ ભાષામાં રજુ કરવા માંડ્યા “બરાબર બેસે છે ?” “સમજાય છે ?' પૂછીને જયાં સુધી વ્યાખ્યાન સભાને મુદ્દો ન સમજાય ત્યાં સુધી મુદ્દા અંગે સ્પષ્ટતાઓ થતી રહી. પરમાત્માની વાણીનું સ્પષ્ટ રહસ્યોદ્ઘાટન થતું રહ્યું. શ્રી સંઘ આ અભૂત ભક્તિ ગંગાથી ભીંજાતો રહ્યો. - સં. ૨૦૫૫નું પંન્યાસ ભગવંતશ્રીનું ચાતુર્માસ શ્રી સંઘ માટે આરાધના પુષ્ટિ અને શુદ્ધિ માટે શ્રેષ્ઠ ચાતુર્માસ હતું. પંન્યાસ ભગવંતે યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ ૧-૨ આ અગાઉ શાસનને ચરણે ધરી, આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજાના ગ્રંથરત્ન ‘ચોગદૃષ્ટિ સમુચ્ચય' ઉપર સાધક, અધ્યાત્મરસિક, સુજ્ઞજનો આ મહાગ્રંથના અતિઉંડા અમૃત રહસ્યો પામે, આરાધનાનો માર્ગ ઉજ્જવળ બને તે માટે સશક્ત અને સફળ પ્રયાસ કર્યો હતો. આ બન્ને ભાગ એક અભ્યાસી ગુરૂભગવંતનું શ્રી જૈન શાસનને અપાયેલું મહામૂલું પ્રદાન છે. આરાધના નિષ્ઠ સૌ ચિંતકોએ આ ગ્રંથોને હાર્દિક આવકાર્યો છે. અમારા શ્રી સંઘની તીવ્ર ઈચ્છા હતી, પંન્યાસ ભગવંતની આ ધૃતધારાનો લાભ અમને પણ મળે. અમોએ પંન્યાસજીને યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રકાશનનો લાભ આપવા વિનંતી કરી, અમારા સભાગ્યે પૂજ્યશ્રીએ સ્વીકારી અને આ મહામૂલા ગ્રંથનો ત્રીજો ભાગ પ્રગટ કરવા અમો બડભાગી થયા છીએ. આથી કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ ખૂબ જ ટૂંકા સમયમાં આ છઠું પુસ્તક પ્રગટ કરે છે., ગ્રંથાવલિ દ્વારા પ્રગટ થતાં પુસ્તકો શાસનમાં આદર પામી રહયાં છે તે અમારા માટે આનંદનો વિષય છે. સેવંતિલાલ અ. મહેતા. ટ્રસ્ટીગણ વતી -- - --- 2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ તત્વજ્ઞાનનો ખજાનો મળ્યો ! વર્તમાન શ્રી સંઘમાં પ્રવચનકાર મુનિવરોની સંખ્યા ઠીક ઠીક નજરે ચઢે છે. જોકે કુલ સંખ્યાની સરખામણીમાં તે ઓછી જ છે અને તેમાં પણ જે બધા છે તેમાં તાત્ત્વિક પદાર્થની મૂલગામી છણાવટ સાથે ગ્રન્થ ગત ભાવોને માર્મિક રીતે નિરૂપીને શ્રોતાને નિર્ભ્રાન્ત કરે તેવા પ્રવચનકારો તો બહુ ઓછાં છે. ઓછા એવા તાત્વિક પ્રવચનકારોના નામમાં પંન્યાસશ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજનું નામ હમણાં હમણાં ઠીક ઠીક જાણીતુ બન્યું છે. યોગદૃષ્ટિસમુચ્ચય જેવા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી રચિત તાત્ત્વિક ગ્રન્થના પદાર્થને નિરૂપવા તે કપરું કામ દીસે છે એ ભાવો આત્મસાત થાય તેને અનેકરીતે ચિંતન મનનની ભૂમિકામાથી પસાર કરીને શ્રુતચિંતાને પછી ભાવના સ્વરૂપે મનોરમણકરીને શ્રોતાને પ્રાયોગ્ય બનાવવા તે જેનું તેનું કામ નથી આમે તાત્ત્વિક પ્રવચનકાર જ્ઞાનમાર્ગી હોવાના. અને જ્ઞાનમાર્ગ જ ખરેખર મહાઉપકારક છે. સૂરિપુરન્દર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થ કદમાં-શ્લોક સંખ્યામાં નાનો લાગે છે પણ અર્થમાં ગંભીર છે. આવા ગ્રન્થના ભાવોને પ્રવચનમાં અવતરિત કરવામાં ઘણી ક્ષમતા જોઈએ અને પ્રવચનમાં કહેવું એક વાત છે. અને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવાની વાત આવે ત્યારે અનેકવાર વિષયને પરિમાર્જિત કરવો પડે છે. અને એ રીતે આ ગ્રન્થ ઘણીરીતે વિશદ બન્યો અઘરા વિષયને પણ રસાળ-સુબોધ છતાં તત્વસભર બનાવીને નિરૂપ્યો છે. આના વાંચનથી ઘણા બધા તત્વજિજ્ઞાસુવર્ગને ચોક્કસ લાભ થશે આ ત્રણે ભાગનું વાંચન પધ્ધતિસર વાંચે તો- સમજણપૂર્વક વાંચવા માટે વર્ષભર ચાલે. આઠે દૃષ્ટિ તેતે વ્યકિતની ભૂમિકાને સમજાવનારી છે. ગુણસ્થાનકની ભૂમિકા, લક્ષણો, અલગ છે અને યોગ ગ્રન્થ આધારિત દૃષ્ટિઓ અને તેની ભૂમિકા અલગ છે. સામાન્યરીતે સર્વજીવો ગુણસ્થાનકને અનુસરે તે જ ઠીક છે વિશિષ્ટ વ્યક્તિઓ આ દૃષ્ટિને ટપટ્ટી રૂપે રાખે તે બરાબર છે. બધાજીવો જો આ રીતે પોતાને માપે તો તેને દીનતા, નિરાશા, પુરુષાર્થહીનતાની સંભાવના વધે એવું લાગે છે. અહીં પ્રબોધ ચિંતામણિના આધારે આપેલા સાધકના લક્ષણો બહુ મહત્ત્વના 2010_05 - Page #7 -------------------------------------------------------------------------- ________________ - - છે. પ્રત્યેક વ્યક્તિ જે સાધક બનવા ઈચ્છતી હોય તેને તે ધ્યાનથી વાંચવા જેવા અને મનન કરવા જેવા છે જેથી પોતામાં આમાંથી કયા લક્ષણો ખૂટે છે તે વિચારી ને તે પૂર્તિ કરી શકે. વર્તમાનમાં જે વ્યાખ્યાન સંગ્રહના પ્રકાશનો થાય છે. તેમાં નવી ભાત પાડતું આ પ્રકાશન છે. જાણે તત્ત્વજ્ઞાનનો ખજાનો જ જોઈ લ્યો. આશા રાખી શકીએ કે આ જ રીતે અન્ય જે યોગ ગ્રન્થો છે તેના પણ પ્રવચનો આ જ શૈલીમાં પ્રકાશિત થાય અને ગણી શ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજના ક્ષયોપશમનો લાભ શ્રી સંઘના તત્ત્વપ્રેમી વર્ગને મળતો રહે એવી શુભેચ્છા - ઓપેરા જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ -૭. અસાડ સુદિ - ૧૧. વિ.સં. ૨૦૧૫. શ્રી નેમિ - અમૃત - દેવ - હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રધુમ્નસૂરિ. 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી સહસ્રણો પાર્શ્વનાથાય નમઃ મુમુક્ષુના નેત્રો અને શુક્લ અંતઃકરણ પંચપરમેષ્ઠિમાં પ્રથમ નંબરે રહેલા અને ત્રિલોકમાં આદરણીય, માનનીય સ્થાનને પામેલાં તારક તીર્થંકરના આત્માઓએ પોતાના પૂર્વના ત્રીજા ભવમાં સર્વોચ્ચ સાધના કરી જગતના જીવો પ્રત્યે ભાવકરૂણાનો ધોધ વહાવ્યો. નિગોદથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના તમામે તમામ જીવોને ભવરોગમાંથી મુક્ત કરવાની ભાવના કરી. તેના ફ્ળરૂપે તેઓશ્રીના આત્મા પર તીર્થંકર નામકર્મના દલિકો ખેંચાઈ આવ્યા. નિકાચિત થયા અને અંતિમભવમાં રાજકુળમાં જન્મ પામવા છતાં રાજકુળના ભોગોને છોડી ચારિત્રના પરાક્રમ કર્યા. કર્મશત્રુઓને મૂળમાંથી પરાસ્ત કરવા માટે જંગ ખેલ્યો. કર્મશત્રુઓનો નાશ કરવાનો દૃઢ સંકલ્પ, પ્રચંડ પુરુષાર્થ અને પ્રબળ આત્મજાગૃતિના બળે મોહમલ્લને વિદારી નાંખ્યો. પ્રભુને લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રગટ્યું. મોહના પાંજરામાંથી સિંહ બહાર નીકળ્યો. તીર્થંકર નામકર્મનો વિપાકોદય શરૂ થયો. દેવતાઓ દેવલોકમાંથી દોડી આવ્યા, માનવો પણ ઉમટ્યા. તિર્યંયો પણ આવી મળ્યા. નરકમાં અજવાળાં થયા, નારકીઓ પણ ક્ષણવાર સુખ પામ્યા. બારે પર્ષદા ભેગી થઈ. પ્રભુએ ગણધરોને ત્રિપદી આપી, દ્વાદશાંગી રચાઈ, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ, ધર્મતીર્થ પ્રવર્ત્યે. એ પ્રભુ શાસનની અવિચ્છિન્ન પરંપરામાં અનેકાનેક આચાર્યદિ મહાપુરુષો થયા જેઓએ પોતાની તીવ્રમેધાવી શક્તિથી અમૂલ્ય શ્રુતનો વારસો આપી જૈનશાસનની સમૃદ્ધિમાં અજબગજબનો વધારો કર્યો. પૂર્વધર આસનવર્તી પૂ. પાદ હરિભદ્રસૂરિજી મહારાજા પણ તેમાંના એક છે જેમના અમુલ્ય શ્રુતદાનથી આજે પણ જૈનશાસનના રહસ્યો પામી શકાય છે. તેઓશ્રીના અનેકાનેક ગ્રંથોમાંથી યોગદૃષ્ટિ સમુચ્ચય એ યોગનો અદ્ભૂત ગ્રંથ છે જેમાં તેમને પાતંજલાદિ અનેક યોગગ્રંથોમાંથી સારભૂત તત્ત્વ લઈ જૈનદર્શનની શૈલીથી મિત્રા, તારાદિ દૃષ્ટિના માધ્યમે યોગનું નિરૂપણ કર્યું. આ વાત તેઓએ શ્લોક ૨૦૭ અને યોગશાસ્ત્રમ્ય... માં કહી છે. આ યોગદૃષ્ટિના તલસ્પર્શી અભ્યાસ, મનન, ચિંતનથી આત્મા પરથી અનાદિકાલીન મોહાંધકાર દૂર થાય છે. અને સમ્યજ્ઞાનનો પ્રકાશ આત્મા પર પથરાય છે. ભવોભવ ચારેગતિમાં ભટકતા આત્માને પૌદ્ગલિક સુખની ઈચ્છાનો રોગ લાગુ પડ્યો છે. આત્માની આ અનાદિકાલીન માંદગીથી તેનો ગુણવૈભવઆત્મવૈભવ નષ્ટ પ્રાયઃ થયો છે. આ વૈભવને પાછો કેમ પ્રાપ્ત કરાય તેની વિચારણા આ ગ્રંથમાં કરવામાં આવી છે. દૃષ્ટિના માર્ગે આગળ વધવા નીકળેલા સાધકને વચમાં ઘણા ઘણા અવરોધો 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ '' આવે છે. સહરાના રણ જેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તે વખતે સાધનાના સોહામણા શિખરે ચઢવા માટે આરૂઢ થયેલો આત્મા અનાયાસે પણ વિરાધનાની ખીણમાં પડી ન જાય, હઠાગ્રહ, મઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, કુતર્ક વગેરેને વશ થઈને તેનું કાળજું કઠોર અને નઠોર ન બને, અંદરથી ગુણવૈભવને ખોઈ ન નાંખે, વિપુલ સંસ્કારયુક્ત પુણ્ય નાશ ન પામે, અહંકાર, તિરસ્કાર, સંપ્રદાયઝનુન, પક્ષપાતી વલણ, વાડાબંધી, વૈમનસ્ય, કલેશ, સંઘર્ષ, આંતરવિગ્રહ વગેરેનો તે ભોગ ન બને, ગુણગ્રાહી માધ્યસ્થષ્ટિ ચાલી ન જાય તે માટે પૂ. હરિભદ્રસૂરી મહારાજાએ ચોથી દૃષ્ટિમાં કુતર્કનું અને કુવિકલ્પોનું ખૂબ ખંડન કર્યું છે અને તેનાથી દૂર રહેવામાં જ આત્મકલ્યાણ છે એ વાત પર ભાર મૂક્યો છે. યોગમાર્ગ એ જ આત્માનું કલ્યાણ કરનાર છે તેથી યોગમાર્ગમાં પ્રયાણ કરવા માટે આવા કુતર્કથી સર્યું વગેરે દ્વારા ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે. શાસ્ત્રની પંક્તિઓ એ દ્રવ્યસત્ય છે તેનું અવલંબન જરૂર લેવાનું છે પણ તેના અવલંબને અંદરમાં દટાઈ ગયેલી સમતા-સમાધિને બહાર લાવીને ઉપયોગના સ્તર પર અનુભવવાની છે. શાસ્ત્રની પંક્તિઓને આગળ ફરીને ઝઘડવાનું નથી પણ કલેશ અને સંઘર્ષથી મુક્ત બની સમતાની અનુભૂતિ કરવાની છે. આ સમતાસમાધિ-ક્ષમાદિ ગુણોની અનુભૂતિ એ ભાવસત્ય છે. પારમાર્થિક મોક્ષમાર્ગ છે. ભાવથી જેનશાસન છે. અનંતીવારના દ્રવ્યચારિત્રો નિળ ગયા તે શાસ્ત્રવચનનું હાર્દ પણ એ જ છે કે આત્માએ દ્રવ્ય સત્યનું આલંબન જરૂર લીધું પણ તેના માધ્યમે ભાવ સત્યને પામ્યો નહિ. જે સત્યથી તમારું જીવન ન બદલાય તે સત્ય પારકું છે. જે સત્યથી તમારું જીવન બદલાય તે સત્ય તમારું પોતાનું છે. અંદરથી ખાલી બનેલો - ગુણ વૈભવથી શૂન્યાવકાશને અનુભવતો આત્મા બહારના ધનથી પૂરાવા ઈચ્છે છે, જગતને મારે કાંઈક કરી બતાવવું છે આવું તેને સતત થયા કરે છે તે માટે એ પદ, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, નામનાને ઈચ્છે છે. પણ આ બધા ધનના જ રૂપકો છે. ધનની દોડ એ આત્મહીન વ્યકિતની દોડ છે. અંદરમાં ધન - ધાન્યાદિની કે પદ-પ્રતિષ્ઠાદિ માત્રની જ ઈચ્છા રહેતી હોય તો પછી આત્માના શુદ્ધ સ્વરૂપની વાતો તેને માટે સત્ય નથી. બહારનું ધન અંદરના ધનને ભૂલાવે છે. જે નિર્ધન છે તેજ ધનની પાછળ દોડે. અમારા આર્યાવર્તમાં તીર્થકરો, ગણધરો, ચક્રવર્તીઓ, રાજાઓ, મહારાજાઓ, અમાત્યો, શ્રેષ્ઠીઓ, રાજકુમારો, શ્રેષ્ઠપુત્રો મહાધની હતા છતાં બધું છોડીને ત્યાગી બન્યા. ભિક્ષુક બન્યા કારણ અંદરનું ધન ઓળખાઈ ગયું. વાસ્તવિક જ્ઞાની ભોગી રહી શકતો નથી. જ્ઞાનને ભોગ ન પરવડે, તે તો ત્યાગને અને યોગને જ ઝંખે. મળેલા ભોગોમાં જેને ત્રાસ નથી અને યોગની જેને ઝંખના નથી તે જ્ઞાની નથી, સાધક નથી, ઉપાસક નથી પણ આત્મવિડંબક છે. 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ કાકંદીનો ધન્નો, શાલિભદ્ર, ધનાજીને ભોગમાં વિડંબના દેખાઈ, ત્રાસ જણાયો તો યોગમાર્ગે ચાલી શીધ્ર આત્મ કલ્યાણ સાધ્યું . યોગને પામેલો સર્વત્ર સાક્ષીભાવે રહેવાનું પસંદ કરે છે. સાક્ષી બનેલાને પેસા પોતાના ખિસ્સામાં હોય કે બીજાના ખિસ્સામાં તેને કશો જણાતો નથી. સાક્ષી બન્યા પછી ગરીબ કે તવંગરપણામાં કોઈ ભેદ રહેતો નથી. એ ભેદ તો રહે છે કર્તા-ભોક્તાભાવમાં ડૂબેલા અને અહંકારના નશામાં ચકચૂર બનેલા અજ્ઞાનીઓમાં. યોગમાર્ગ સમજાવે છે કે તમે માન, અપમાન, સળતા, નિષ્ફળતા બધામાં સાક્ષી રહી શકો છો અને અંદરના આનંદને માણી શકો છો. જેણે અંદરમાં રહેલા પરમાત્માને ઓળખી લીધા અનુભવી લીધા, તે તો ધનવાન - થઈ ગયો. તેને સાચું ધન મળી ગયું. “હારે હું તો રામરતન ધન પાયોરે...”પરમાત્મા રૂપી પરમધન પામ્યા પછી હવે શું મેળવવાનું બાકી રહે છે ? પરમધનને પામીને માટીના ધન પાછળ કોણ ભમે ? અંદરમાં પરમાત્મા અનુભવાયા પછી સંસારની સઘળી, રિદ્ધિ, સિદ્ધિ, પદ, પ્રતિષ્ઠા એ બધું રમકડાં તુલ્ય જણાય છે. પછી એને માટે કોઈ સંઘર્ષ રહેતો નથી. સ્પર્ધા રહેતી નથી. વિરોધી ભાવ રહેતો નથી. રમકડાંને તો બાળક ઝંખે, રમકડાં માટે બાળક ઝધડે. રમકડાં જવામાં પોતાનું સર્વસ્વ ચાલી જવાનો અનુભવ તો બાળકને થાય કે જે અજ્ઞાની છે, જ્ઞાનીને કદાપિ નહિ. યોગમાર્ગે પ્રયાણ કરવા ઈચ્છતા સાધકે કર્તવ્યની કેડી કંડારતા જવાનું છે અને તેના ઉપર કદમ કદમ બઢાવી આગળ વધવાનું છે. દરેક સાધકે પોતાના સંયોગો અનુસાર પોતાનું કર્તવ્ય શું હોઈ શકે તે વિચારવું જ રહ્યું. આ પ્રસંગે મને અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઈ આવેલા પ્રેસીડન્ટ કેનેડીના શબ્દો યાદ આવે છે તે એ છે કે Ask me not that what your country can do for you, But you only see that what you can do for your country, તમે મને એ તો કયારે પણ પૂછતા જ નહિ કે તમારો દેશ તમારા માટે શું કરી શકે ?, પણ તમે માત્ર એટલું જ જોજો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો? આ વાક્ય સાધકને સાધના માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. બીજા મારા માટે શું કરે છે તે ન જોતા હું મારા આત્મા માટે તેમ જ બીજા માટે શું કરી શકું તેમ છું એજ સતત વિચારવામાં આવે તો ધરતી પરથી સર્વત્ર લેશનો અંત આવે અને રામરાજ્ય સ્થપાય. કોઈપણ જાતના અધિકાર વિના બીજાની બાબતમાં માથું મારવાથી, બીજાની વાતમાં રસ લેવાથી, વણમાંગી સલાહ આપવાથી, રીદ્રધ્યાન સિવાય કશું જ પોતાના હાથમાં આવતું નથી અને અંતે યોગમાર્ગથી ભ્રષ્ટ થવાય છે. આત્મા જયારે ગાઢ કદાગ્રહથી મુક્ત બને છે અને તત્ત્વરચિ, તત્ત્વજિજ્ઞાસા પ્રગટે છે ત્યારે પરમાત્મભક્તિ, ગુરુ શરણાગતિ, જીવ પ્રત્યે મૈત્રી, વાત્સલ્યાદિના માધ્યમે તેને અન્યદર્શનમાં રહેલા આત્માઓમાં પણ યોગદૃષ્ટિનો વિકાસ જોવા મળે છે. આત્મામાંથી દ્વેષ, પકડ, કદાગ્રહ નીકળી જાય છે ને સરળતા, નમ્રતા, 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ પાપભીરતા ,ભવભય વગેરે પ્રગટે છે ત્યારે અન્યદર્શનમાં રહેલા આત્માઓ પણ યોગની વિશુદ્ધિ પામે છે અને તેથી તેઓ સર્વજ્ઞ તત્ત્વનાં ઉપાસક છે. પોતાની કક્ષા અનુસાર સર્વજ્ઞતત્ત્વની ઉપાસનામાં દૂર નજીકપણું હોઈ શકે છે પણ તેટલા માત્રથી અન્યદર્શનના યોગીઓમાંથી પણ સર્વજ્ઞનું સેવકપણું હણાતું નથી આ વાત ગ્રંથકારે શ્લોક ૧૯૭-૮-૯ માં જણાવી છે. આના દ્વારા હરિભદ્રસૂરીજી મહારાજા એક જ વાત કહેવા માંગે છે કે * ૧. મોક્ષ એ કોઈ જાતિ, લિંગ, વેષ, સંપ્રદાય કે સામાચારી સાથે બંધાયેલો નથી પણ. * ૨. આંતર વિશુદ્ધિ સાથે સંકળાયેલો છે. જે આંતરવિશુદ્ધિને પામવાનો રાજમાર્ગ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલ મોક્ષમાર્ગ છે. ક્ષમા, સંતોષ, સરળતા, નમ્રતા, ભવભય વગેરે દ્વારા અંતઃકરણની વિશુદ્ધિ વધતાં આત્મા મોક્ષ પામી શકે છે તે સિવાય નહી. * ૩. માટે પરદર્શનીનું વચન પણ જો સાચું અને સારું હોય તો તે જિન વચનથી. ભિન્ન નથી માટે તેના ઉપર પણ સાધકે દ્વેષ ન કરવો. * ૪. કારણકે તેમ કરવામાં દ્વાદશાંગીની આશાતના છે. ઓદયિક ભાવમાં રહેલા ક્રોધાદિ ભાવોને સાધના દ્વારા ક્ષાયોપથમિક એવા ક્ષમાદિ ભાવોમાં વવાના છે અને પછી પણ તેમાં નિરંતર રસની હાનિ કરતાં રહેવાનું છે તે દ્વારા ક્ષાયિકભાવ તરફ પ્રયાણ કરવાનું છે. આ મનુષ્યભવ પામીને ઘોર ત્યાગ, પ્રચંડ તપ અને ઉગ્રસંયમની સાધના કરવાની છે સાથે સાથે જ્ઞાન અને ધ્યાનમાં ડૂબકી લગાવવાની છે. તે માટે પ્રમાદની સામે નિરંતર ઝઝુમવાનું છે પ્રમાદની સામે ઝઝુમ્યા વિના સુંવાળા બનીને ક્યારે પણ સાધનાના માર્ગ ઉપર ડગ માંડી શકાતા નથી. આ ઉગ્રકોટિની કરાયેલી સાધના પણ ત્યારે જ મોક્ષ આપવા સમર્થ બને છે જયારે તે ઉપાસનાથી રસાયેલી હોય. ઉપાસના વિનાની સાધના શીઘ ળદાયી બનતી નથી. ઉપાસના એટલે દેવ, ગુરુ પ્રત્યે ઝળહળતા આદર, બહુમાન અને ભક્તિ. જીવો પ્રત્યે મંત્રી, પ્રમોદ, કરૂણા, વાત્સલ્યનો ધોધ, ગુરુવચનનો વિકલ્પ વિના સ્વીકાર અને પાલન એ ઉપાસના છે. * १. सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा लहइ मोक्खो न संदेहो॥ સંબોધ - પ્રકરણ -૩. २. न श्वेताम्बरत्वे न दिगम्बरत्वे , न तत्त्ववादे न च तर्कवादे। न नैयायिके, न मीमांसके च, कषायमुक्तिरेव किल मुक्तिः । ३. तस्यापि न सद् वचनं सर्वं यत्प्रवचनादन्यत् ।। ૧૬-૧૩ ષોડશક. ૪. તવિસ્તુ તત્ત્વતો દૃષ્ટવા પર્યવસાયિની | પોડશક-ચોગદીપિકાવૃત્તિ ૧૬-૧૩. = 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સાધનાની આધારશિલા છે વીર્યંતરાયનો ક્ષયોપશમ, તે જેટલો વધારે તેટલી સાધના ઊંચી. ઊપાસનાની આધારશિલા છે મોહનીયનો ક્ષયોપશમ. તે જેટલો વધારે સુંદર તેટલી ઊપાસના સુંદર. આ બંનેનો સમન્વય એટલે મોક્ષમાર્ગ. સાધનાના પાયામાં કાયાની કઠોરતા છે. ઉપાસનાના પાયામાં મનની મૃદુતા, કૃતજ્ઞતા, નિર્મળતા છે. સાધનામાં વૈરાગ્યની મુખ્યતા છે. ઊપાસનામાં ભક્તિ અને શરણાગતિની મુખ્યતા છે. મોક્ષની પ્રાપ્તિ માટે આત્માએ પ્રમાદ વિરુદ્ધ કેવો પુરુષાર્થ અને જાગૃતિ કેળવવાની છે તે સમજવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચર્ચિલના શબ્દો ખૂબ ઉપયોગી બને તેવા છે. આખા પશ્ચિમ યુરોપ ઉપર કબજો જમાવ્યા પછી હીટલર ઈંગ્લેંડ પર આક્રમણ કરશે- એવી બધીજ રીતે સંભાવના હતી. નેવીલ ચેમ્બરલેન તે વખતે ઈંગ્લેંડનો વડાપ્રધાન હતો પરંતુ પાર્લામેન્ટે જોયું કે તે યુદ્ધનો ભાર ઉપાડી શકે તેમ નથી. ઈંગ્લેંડમાં તે સમયે સર્વપક્ષીય સરકાર હતી. તેમણે નિર્ણય લીધો કે સર વીન્સ્ટન ચર્ચિલને વડાપ્રધાન પદે સ્થાપવામાં આવે અને મે ની ૧૦મી તારીખે ચર્ચિલ ઈંગ્લેંડના વડાપ્રધાન પદે નિયુક્ત થયો. વડાપ્રધાન પદ ગ્રહણ કરી તેણે ઈંગ્લેંડ અને કોમનવેલ્થ રાષ્ટ્રો જોગ પહેલું સંબોધન કર્યું. 'I have nothing to offer but Blood, toil, tears & sweat ' હું તમને કોઈપણ પ્રકારની બાંયધરી આપી શકું તેમ નથી. હું ફ્ક્ત તમને જણાવીશ કે રાષ્ટ્રે રક્ત, સખત મહેનત, આંસુઓ અને પસીનો વહાવવો પડશે. એક પ્રવચનમાં ફરીથી કહ્યુંકે “ આપણે આપણી ફરજો બજાવવા તૈયાર થઈએ અને એટલું સહન કરીએ કે જો બ્રિટનનું સામ્રાજ્ય અને કોમનવેલ્થ હજાર વર્ષ ટકવાનું હોય તો ઈતિહાસ કહેશે કે તે તેમનો ઉત્તમ સમય હતો.” kr આપણે આપણાં સાગર કિનારા ઉપર લડત આપીશું. આપણે આપણા પ્રદેશોમાં જયાં પણ તેઓ ઉતરે ત્યાં લડત આપીશું. આપણે આપણાં ખેતરોમાં લડીશું અને આપણી શેરીઓમાં પણ લડીશું. આપણે આપણા ડુંગરોમાં લડીશું. આપણે આપણા ઘરોમાં રહીને પણ લડીશું પરંતુ કદાપિ કદાપિ શરણાગતિ નહિ જ સ્વીકારીએ.” આવા પ્રેરણાદાયી પ્રવચનોએ આખી બ્રિટિશ પ્રજા ઉપર અત્યંત પ્રચંડ અસર કરી. પ્રજાનો તમામે તમામ સભ્ય યુદ્ધમાં વિજય મેળવવાનો છે અને નક્કી મળવાનો છે એવી ભાવનાથી કામે લાગી ગયો. લોકોમાં નવચેતનાનો સંચાર થયો. સૈન્યમાં અદમ્ય ઉત્સાહ આવ્યો ને અંતે બ્રિટન વિજયી બન્યું. હિટલર હાર્યો. બ્રિટનને વિજયી બનાવવા માટે ચર્ચિલને હિટલર જેવા શત્રુનો નાશ કરવા જે પુરુષાર્થ કરવો પડ્યો તેના કરતાં અનંતગુણો પુરુષાર્થ મોહનો નાશ કરી આત્માને વિજયી બનાવવા માટે કરવાનો છે તે માટે મુમુક્ષુતા કેળવવાની છે. મોક્ષ સિવાય હવે કાંઈજ ઓછું ખપે નહિ એવા દૃઢ સંકલ્પબળ અને અપૂર્વશ્રદ્ધા સાથે જ્ઞાનીએ બતાવેલા માર્ગ પર ચાલવાનું છે અને તેના દ્વારા શુક્લ અંતઃકરણ બનાવતા જવાનું છે. મુમુક્ષુના નેત્રો અને શુક્લ અંતઃકરણ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ ૧ અને ૨ માં ત્રણ દૃષ્ટિ સુધી વિવેચન કર્યા પછી ત્રીજા ભાગમાં બાકીની પાંચે દૃષ્ટિઓનું વિવેચન કરવાનો યથાશક્તિ પ્રયાસ કરાયો છે. વિ.સં. ૨૦૫૪ના (ઓસ્કારસૂરિ આરાધના ભવન, સુરત) ચાતુર્માસ દરમ્યાન બપોરે વાચના આપવાનો પ્રસંગ ઉપસ્થિત થતા આજ વિષય ઉપર વાચના આપવાનું 2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ વિચાર્યું જેના આધારે આ ત્રીજા ભાગનું લખાણ થયું છે. સિદ્ધાંતદિવાકર, પરમગીતાર્થ, ગચ્છાધિપતિ આચાર્યદેવેશશ્રી જયઘોષસૂરિજી મહારાજાની પ્રબળ | પ્રેરણા, આશીર્વાદ અને સહાય પ્રસ્તુત કાર્યમાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. પહેલાં બે ભાગની જેમ ત્રીજો ભાગ પણ બહાર પડે જેથી જે અર્થી જીવો હશે તેને જરૂર લાભ થશે- એવી તેમની હિતશિક્ષાને અનુસરીને આ કાર્ય કરવાનો આરંભ કર્યો અને લખાણ દરમ્યાન સહસ્રણી પાર્શ્વપ્રભુની કોઈ અચિંત્યસહાય અનુભવમાં આવી. જેમ જેમ લખાણ આગળ વધતું ગયું તેમ તેમ જરૂરી સહાય મળતી ગઈ અને કાર્યની નિર્વિદને સમાપ્તિ થઈ. પ્રસ્તુત લખાણમાં ક્ષયોપશમને અનુરુપ શક્ય એટલો પદાર્થને ખોલવાનો પ્રયત્ન થયો છે. તેમાં જયાં જયાં જરૂર લાગી ત્યાં ત્યાં મેં તે તે વિષયના જાણકારોની સલાહ લીધી છે. જે પદાર્થ સમજવામાં કઠિનતા લાગી ત્યાં તેમને પૂછયું છે. યોગના અર્થી જીવોને આના દ્વારા લાભ થાય, તેઓનાં આંતરચક્ષુ ખૂલે, તેઓ યોગમાર્ગે ચાલીને પોતાનું આત્મકલ્યાણ સાધે એવા એક માત્ર કલ્યાણકારી આશયથી આ પ્રયત્ન કર્યો છે. જેમાં પ્રમાદના યોગથી , છર્મસ્થતાના યોગથી કે અજ્ઞાનના યોગથી કાંઈ પણ ક્ષતિ રહી જવા પામી હોય તો વાચકવર્ગ મને ઉદાર દિલે ક્ષમા કરે. પ્રસ્તુત ત્રીજા ભાગનું મેટર સંઘ એકતાના શિલ્પી, તીવમેધાવી સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રી ઓમકારસૂરિજી મ. સા.ના સમુદાયના વિદ્વદ્વર્ય મુનિરાજશ્રી ભાગ્યેશ વિજયજીએ પોતાના કિંમતી સમયનો ભોગ આપીને જોઈ આપ્યું, તેમાં સુધારા-વધારા કરવા સૂચવ્યા તેમજ સુંદર પ્રસ્તાવના લખી આપી તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. આ લખતા તેમના હૃદયની વિશાળતા, ઉદારતા, સહાયકભાવ, હસમુખો ચહેરો આ બધા ગુણોની સહેજે અનુમોદના થઈ જાય છે. શાસનસમ્રાટના સમુદાયના આગમજ્ઞાતા, સરળ સ્વભાવી, આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ના પટ્ટધર પ્રખર વિદ્વાન અને સ્વ-પર સમુદાયમાં સમ્યજ્ઞાનના પ્રસારક-પ્રચારક તરીકે પ્રસિદ્ધિ પામેલ આચાર્ય દેવશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજાએ ત્રીજા ભાગ ઉપર સુંદર પ્રસ્તાવના લખીને પુસ્તકની ઉપયોગીતામાં વધારો કર્યો છે તેથી તેઓશ્રીની શુભ પ્રવૃત્તિને હૃદયથી આવકારું છું. પહેલા બે ભાગની જેમ આ ત્રીજા ભાગનું પણ સઘળું સંપાદનનું કાર્ય તીર્થાધિરાજ શત્રુંજયના અનન્ય ઉપાસક અને પરમભક્ત, તપસ્વીરત્ન , ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી અરિહંતસિદ્ધસૂરિ મહારાજાના સમુદાયના વિદુષી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રી મ.સા.ના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજી શ્રી મયૂરકળાશ્રીજી તથા સાધ્વીજીશ્રી નંદીયશાશ્રીજીએ કર્યું છે. તેઓએ પણ સમગ્ર મેટરને પોતાના ક્ષયોપશમ પ્રમાણે સંપૂર્ણપણે જોઈને સુઘારાવધારા સૂચવ્યા તે બદલ તેઓશ્રીની શુભકરણીને અંતરથી આવકારું છું. પોતાના કોઈપણ જાતના અંગતસ્વાર્થ વિના એકમાત્ર પરોપકારની ભાવનાથી કરાયેલ તેઓનો આ પુરુષાર્થ અને શુભભાવના અનેક જીવોના ઉત્થાનનું કારણ બને એજ એક અંતરની અભિલાષા. પંન્યાસ મુક્તિદર્શન વિજય. ઓમકારસૂરિ આરાધનાભવન - ગોપીપુરા - સુરત. વિ.સં. ૨૦૫૫, ચિત્રકૃષ્ણા પંચમી, ૧૨ 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતે શત્રુંજયમંડન આદિનાથાય નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધ-ભદ્ર-ૐકારગુરુભ્યો નમ : ચો- અાનંદ મહેલ યૂનાનના પ્રસિદ્ધ દાર્શનિક પાયથાગોરસ અધ્યાત્મના ઊંડા રહસ્યને પામવા અધ્યાત્મની એક વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ગ્રીસ દેશમાં ગયા. પરંતુ આશ્ચર્ય ત્યાં જગ્યું કે તેઓને પ્રવેશ આપવામાં ન આવ્યો. અતિમનીષી તે મહાન દાર્શનિકને પ્રવેશ ન મળતાં અકળાયાં. પરંતુ જિજ્ઞાસાની તીવ્રતાએ વારંવાર પ્રવેશ મેળવવા પ્રયાસ કરાયો.પ્રત્યેક પ્રયાસે એક જ વાત કહેવામાં આવી કે “તમો જયાં સુધી અહીંથી આપવામાં આવતા ઉપવાસ અને પ્રાણાયામ આદિના પ્રયોગાત્મક શિક્ષણમાંથી પસાર નહિ થાવ ત્યાં સુધી તમને અહિં પ્રવેશ નહિં મળે.' પાયથાગોરસ પણ બૌદ્ધિક્તાથી તે વાતને નકારતાં કહેતાં કે “હું અધ્યાત્મનું ઉચ્ચજ્ઞાન લેવા માટે આવું છું - આવા પ્રયોગાત્મક શિક્ષણની મારે ક્યાં જરૂર છે ?' છતાંય વિદ્યાલયના કુલપતિઓનો તો એકજ આગ્રહ રહ્યો કે તમારે આ પ્રક્રિયામાંથી પસાર તો થવું જ પડશે. અને તે પ્રયોગાત્મક શિક્ષણથી જયાં સુધી તમે બદલાશો નહિં ત્યાં સુધી તમોને પ્રવેશ નહિ મળે. અમે જ્ઞાન નહીં આપી શકીએ. અને વાસ્તવમાં જ્ઞાન તે જ છે કે જે જીવંતા હોય અને અનુભવયુક્ત હોય. આખરે પાયથાગોરસને ઝુકવું પડ્યું ને તે પ્રયોગાત્મક ધોરણમાંથી પસાર થવું પડ્યું. ૪૦ દિવસના ઉપવાસ અને પ્રાણાયામ આદિ વિશિષ્ટ પ્રક્રિયાઓ સજાગતા - સભાનતા પૂર્વક કર્યા પછી તેમને પ્રવેશ મળ્યો. પરંતુ મહા આશ્ચર્ય ત્યારે થયું કે જયારે પાયથાગોરસે પોતે કહ્યું કે- હવે તમે જૂના પાયથાગોરસને પ્રવેશ નથી આપતા, કેમકે તે માત્ર બૌદ્ધિક પાયથાગોરસ હતો. તે કયારનો ય મરી ચૂક્યો છે. હાર્દિક પાયથાગોરસનો નવો જન્મ થયો છે. તમે તેને પ્રવેશ આપો છો, અર્થાત મારો સંપૂર્ણ દૃષ્ટિકોણ પહેલાં માત્ર બૌદ્ધિક હતો, હવે બુદ્ધિનો અંચળો ઉતર ગયો છે. હવે બુદ્ધિ હૃદયમાં ઉતરી આવી છે. હું બદલાઈ ગયો છું. ૧૩ 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતા આ જ છે કે અનુભવ એ બૌદ્ધિક નથી-હાર્દિક છે. બુદ્ધિ બતાવી શકે છે, હૃદય બદલાવી શકે છે. અનુભવ માત્ર વિસ્તૃત સમજણથી નથી મળતો પણ સઘન પ્રયોગથી મળે છે. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ સમજણપૂર્વકનો સઘન પ્રયોગાત્મક ગ્રંથ છે. આ ગ્રંથરત્ન કહે છે કે તમે હૃદયથી સાધનાના માર્ગે યોગમાર્ગે ચાલો. પૂછવાથી ગામ નથી આવતું, આવે છે ચાલવાથી.. બસ તમે ચાલો, જરૂર પહોંચાશે અનુભૂતિના આનંદ મહેલમાં. - પૂજ્યપાદ યોગાચાર્ય | સાધનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આમંત્રણ આપે છે- સાધનામાર્ગમાં ચાલવાનું, ચાલો ને આનંદ માણતા જાવ. મંઝિલે તો સંપૂર્ણ આનંદ (મહાઆનંદ) છે જ પણ માર્ગમાં ય કેટલો આનંદ વચ્ચે મળતો જાય છે. તેનું વર્ણન એટલે જ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ. સ્વરૂપ પ્રાપ્તિના બિંદુએ કેન્દ્રિત થયેલી આપણી તમામ સાધનાઓ છે. આત્મસ્વરૂપને સંપૂર્ણ પ્રાપ્ત કરવું એ પ્રત્યેક સાધકની ખ્વાઈશ છે. અનુભૂતિ વિના વાસ્તવિક આનંદની ઝાંખી પણ માણી શકાતી નથી. અનુભૂતિ અઘરી તો છે જ પણ સરળ પણ છે. આમ તો માત્ર બે કદમ ચાલો ને અનુભૂતિ થઈ જાય. સશક્ત વિરક્તિ + અનન્ય શરણાગતિ = આત્માનુભૂતિ. ધબકતો વૈરાગ્ય ચાહ અને અણચાહની ખાણમાંથી બહાર લાવે છે. ઊંડી વિરક્તિ આવ્યા પછી નથી રહેતો પદાર્થજન્ય સ્નેહ કે અસ્નેહ નથી રહેતો વ્યક્તિજન્ય સ્નેહ કે અસ્નેહ નથી રહેતો શરીરજન્ય સ્નેહ કે અસ્નેહ, હોય છે માત્ર જે સમયે જે આવે તેનો ઉદાસીનભાવે સ્વીકાર. આમ વિરક્તિ ત્રણ હૃદ્ધોની પેલે પાર લઈ જાય છે તો અનન્યશરણાગતિ એક અગત્યના હૃદ્ધને મીટાવે છે કે જે ઢંઢ પરિભ્રમણના મૂળમાં છે. અહજન્ય રતિ - અરતિના હૃદ્ધને ઉડાવી દેવાનું કામ અનન્ય શરણાગતિથી થાય છે. જયારે “હું ” નું વિલીનીકરણ થાય છે. ત્યારે જે બચે છે તે છે આત્માનુભૂતિનો આનંદ. સર્વ હૃદ્ધોની પેલે પારની આ ઘટના છે, પેલે પારનો આ આનંદનો મુલક છે. ૧૪ 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ જિનભદ્રાણિજી મહારાજે પણ ધ્યાનશતક ગ્રંથમાં સમાધિના આનંદને માણવા માટે ધ્યાનપૂર્વે અભ્યસ્ત કરાતી ચાર ભાવના જણાવી છે. જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વેરાગ્યભાવના. તેમાં તિક્ષ્મ ઉદાસીનભાવ તરફ લઈ જતી વેરાગ્યભાવનામાં નિઃસંગતા, નિર્ભયતા અને નિરાશંસતાને ઘૂંટવાની વાત કરી છે. ધ્યાન નિર્વિકલ્પતાની ભૂમિકા પર વધુ જામે છે. ને આપણા પરિણામોની સતત ચંચલતા એ ધ્યાન માટે જોખમી છે. એટલે તો પૂજ્યપાદ શ્રી આનંદઘનજી મહારાજાએ શ્રી સંભવનાથ પ્રભુના સ્તવનમાં પ્રભુ સેવનની ભૂમિકામાં ત્રણ ચીજનો અંગુલિનિર્દેશ કર્યો છે. તેમાં સૌથી પહેલાં અભયને ઉજાગર કર્યો છે. અભયની વ્યાખ્યા આપતાં તેઓશ્રીએ કહ્યું છે – “ ભય ચંચળતા હો પરિણામની રે ' પરિણામની ચંચળતા એ જ મહાન ભય છે. પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ લલિતવિસ્તરા ગ્રંથમાં “અભયદયાણં' પદને પરિણામની નિશ્ચલતાના સંદર્ભે જ ખોલ્યું છે. એ પરિણામની ચંચળતા ટાળવા માટે ત્રણ સ્ટેપ પૂજ્યપાદ જિનભગણિજી મહારાજે મૂક્યા છે. (૧) નિઃસંગતાથી રાગનો સંગ ખરી પડે છે. (૨) નિર્ભયતા આવતા ભય ખરી પડે છે. (શરીર રાગ જતાં ભય જાય છે.) (૩) નિરાશંસતા આવતા - વધુ સારું મેળવવાની કે આ છે તે રાખવાની - આશંસા રહેતી નથી. સંગ ભયને આશંસાનો ધુમાડો જયારે અધ્યવસાયમાંથી નીકળી જાય છે ત્યારે નિર્વિકલ્પતાના પ્રદેશમાં પ્રવેશ થાય છે. અને નિર્વિકલ્પતાની ભૂમિકા પર ધ્યાન સુનિશ્ચલ થાય છે ને તેવા ધ્યાનમાં આત્માનુભૂતિ દૃઢપણે થઈ આવે છે. આનંદ મહેલે પહોંચવાની આ પ્રક્રિયા છે. યોગના ગ્રંથોમાં મંઝિલે પહોંચવાની (ભિન્ન ભિન્ન સ્ટેપો દ્વારા) પ્રક્રિયાઓ બતાવવા દ્વારા એક અણમોલ ખજાનો ખૂલ્લો મૂકાયો છે. જેમકે યોગવિંશિકામાં સ્થાનયોગ, સૂત્રયોગ, અર્થયોગ, સાલંબનયોગ અને નિરાલંબનયોગ એમ પાંચ સ્ટેપ બતાવ્યા છે. જયારે યોગશતકમાં | “સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્રચારિત્રનું એક જ આત્મામાં એકાત્મક 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાન તે યોગ’ કહી પૂજ્યપાદ વાચકવર ઉમાસ્વાતિજી મહારાજના શ્રી તત્ત્વાર્થસૂત્રના પ્રથમ સૂત્રને સુંદર અનુવાદિત કર્યું છે. ત્રણેયનું એકાત્મ અવસ્થાન તે જ સ્વરૂપ રમણતા, તે જ આનંદમહેલ. એજ રીતે યોગબિંદુમાં - મોક્ષ સ્વરુપ બનતી જીવની ઉચિત પ્રવૃત્તિ (અનુષ્કાન) તે યોગ કહી તેમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા વૃતિસંક્ષયનાં પાંચ સ્ટેપો જણાવી યોગમાર્ગને સ્પષ્ટ કર્યો છે. ને યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં તો પૂજ્યપાદ હરિભદ્રસુરીશ્વરજી મહારાજાએ કમાલ કરી છે. આઠ સોપાનો જણાવીને મંઝિલે જતા માર્ગમાં કયાં કયાં શું શું મળે, શું શું ટળે ને આનંદની વૃદ્ધિ કેટલી થતી જાય તેનું સુરેખ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીની આ મૌલિક ભેટ જિનશાસનને છે. “ જયાં સારું ને સાચું છે તે મારું છે ' તે ન્યાયે પૂજ્યપાદશ્રીએ પાતંજલ યોગદર્શનમાંથી યોગની દૃષ્ટિઓનું જૈન સાધનાધારામાં સુ-અવતરણ કર્યું છે. આવા અધ્યાત્મપ્રચુર ગ્રંથો પર લોકભોગ્ય ભાષામાં પ્રવચનો કરવા અને લોકોના દિલ સુધી લોકોત્તર શાસનના સૂક્ષ્મ પદાર્થો પહોંચાડવા ઘણા ઘણા કષ્ટપ્રદ હોય છે. તેમ છતાં તેવું અઘરું કાર્ય પણ સરળતાથી ને સહજતાથી ભાવજગતના સ્વામી, સૂક્ષ્મ પ્રજ્ઞાવાન પૂ.પં.શ્રી મુક્તિદર્શન વિજયજી મહારાજાએ કર્યું છે. જેનનગર-અમદાવાદ વિ.સ. ૨૦૫૨ ના ચાતુર્માસમાં યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ પરની પ્રવચન શ્રેણીની પ્રશસ્તિની પરિમલ આજે પણ એવીજ પ્રસરી રહી છે. તે પ્રવચનોની બે પુસ્તિકાઓનું સંકલન/સંપાદન તત્ત્વપ્રેમી સાધ્વીયુગલ શ્રી મયૂરકલાશ્રીજી મ.તથા સાધ્વીજી શ્રી નંદીયશાશ્રીજી મ. કરેલ છે ને જેનનગર સંઘે પ્રકાશિત કરેલ છે. જે શ્રી સંઘમાં ખૂબ જ આદરણીય બન્યા છે. જયારે તત્ત્વજિજ્ઞાસુ, યોગરસિક જનોની બુલંદ માંગણીએ પ્રસ્તુત પુસ્તકનું (ભાગ ત્રીજાનું) લખાણ લખવા પૂ.પંન્યાસજી મ. ના હાથે કલમ ઉપાડાઈ ગઈ છે. ત્યારે આ ત્રીજા ભાગમાં ૪ થી ૮ દૃષ્ટિનું વર્ણન કરી યોગના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અશબ્દના ક્ષેત્રને શબ્દોમાં અવતરિત કરવું એ એક મોટી સિદ્ધિ છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રત્યાહારધારણા-ધ્યાન-સમાધિ જેવા અનુભવના મહેલે લઈ જતાં પ્રયોગાત્મક 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોને સરળ-સહજ-સુબોધ બનાવ્યાં છે. યોગના પ્રયોગ દ્વારા પરિણામની | પ્રાપ્તિની અનુભવગમ્ય વાતો જણાવી લેખકશ્રી પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ભાવાત્મક સૃષ્ટિને સ્પર્શવામાં મહદ્ અંશે સફળ રહ્યા છે. સૂક્ષ્માન્વેષણ, બહુશ્રુતતા પ્રસ્તુત પુસ્તકના પાને પાને ટપકી રહી છે. આ ગ્રંથમાં કયાંક પૂજ્યશ્રી દ્રવ્યાનુયોગના ઊંડા અભ્યાસી તરીકે ઉપસી આવે છે, તો ક્યાંક ચરણકરણાનુયોગના પ્રખર હિમાયતી તરીકે પ્રગટ થઈ આવે છે, ક્યાંક સાધક તરીકે તો ક્યાંક માર્ગદર્શક તરીકે દષ્ટિગોચર થાય છે. ક્યાંક અન્યાન્ય દર્શનોના તલસ્પર્શી અભ્યાસ દ્વારા તે તે દર્શનના પદાર્થોની તાર્કિકતા-અતાર્કિકતાની ચર્ચા કરનાર દાર્શનિક તરીકે તો ક્યાંક જૈનદર્શનની ધારામાં તે તે પદાર્થને કઈ રીતે સમાવિષ્ટ કરી શકાય તેમ જણાવી એક સમન્વયવાદી તરીકે નજરે પડે છે. ક્યાંક વર્તમાનકાલીન વિજ્ઞાનની ગૂઢવાતો લખીને જૈનમુનિ વિજ્ઞાનના પણ ઊંડા અભ્યાસી હોય છે તે વાત જગતના ચોકમાં જાહેર કરનાર તરીકે તો ક્યાંક આગમના ઠોસ અભ્યાસના બળે જિનાજ્ઞાની ઉત્સર્ગ-અપવાદમયતાને બતાવી વર્તમાનકાલીન શાસનમાં ચાલતી સંઘર્ષયુક્ત સમસ્યાઓના એક સમર્થ સમાલોચક તરીકે આલોકિત થાય છે. કયારેક પ્રચંડ વૈરાગ્યના ઉગાતા તરીકે તો ક્યારેક પ્રભુભક્તિ -સમર્પિતિના સમર્થક તરીકે દેખાય છે. ક્યારેક કષાયની(ભવની) ભયંકરતા બતાવે છે તો ક્યારેક અનુભવના આનંદવેદનની ગૂઢ અનિવાર્ચનીય વાતો જણાવી એક આનુભાવિક તરીકે પ્રભાષિત થાય છે. તેઓશ્રીની બહુમુખી પ્રતિભા, યોગિકદૃષ્ટિ અને બહુશ્રુતતાનાં દર્શન પ્રસ્તુત પુસ્તકમાં ઠેર ઠેર થઈ રહ્યા છે. આ રહ્યાં કેટલાંક વિચાર રત્નો - • શુભ પ્રણિધાન, શુભ ઉદ્દેશ અને ક્ષયોપશમભાવ એ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે, જયારે પંચાચારનું પાલન એ વ્યવહારથી મોક્ષમાર્ગ છે. ગુરુનો વિયોગ એ વિયોગ નથી પણ ગુરુનું વિસ્મરણ એ વિયોગ છે. પરમાત્માના ગુણોની પોતાના આત્મામાં સ્પર્ધાત્મક અનુભૂતિ એ સમપત્તિ છે. બોધમાંથી આસક્તિ, અહંકાર, પડ, એકાંત માન્યતા, કષાયોની તીવ્રતા આ બધું નીળ્યા વિના બોધ સૂક્ષ્મ બનતો નથી. 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ બોધને સૂક્ષ્મ બનાવવાનો રાજમાર્ગ ગુરુકુલવાસ અને ગુર્વાજ્ઞાપાલન પૂર્વક સતત શાસ્ત્રાભ્યાસ, ચિંતન, મનન અને નિદિધ્યાસન છે. કુતર્ક આત્મામાં અભિનિવેશ પેદા કરાવવા દ્વારા સાધનામાર્ગથી વંચિત રાખે છે. ભગવાનની આજ્ઞા અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદવસ્થ પાળવાની હોય છે, પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે ત્યારે ક્ર કરીને પાળવાની હોય છે. જિનાજ્ઞા ઉત્સર્ગ અપવાદમય છે. જ્ઞાનરૂપે સિદ્ધિ તે નિર્ણયરૂપે સિદ્ધિ છે, દર્શનરૂપે સિદ્ધિ તે પ્રતીતિરૂપે સિદ્ધિ છે, ચારિત્રરૂપે સિદ્ધિ તે પ્રાતિરુપ સિદ્ધિ છે. વિકલ્પોની પરંપરા એ વિકલ્પનું અમરત્વ છે, વિકલ્પમાંથી રાગ-દ્વેષ-મોહનું નીકળી જવું તે વિકલ્પનું મરણ છે – નિર્વિકલ્પતા છે. આત્મપ્રદેશની સ્થિરતા અને ઉપયોગની નિશ્ચલતા એ બે આત્મસંબંધે મહત્ત્વનાં છે કે જેની સાધકે સાધના કરવાની છે. કપડું મેલું છે તે વિકારી ભાવ છે, કપડું જ્ઞહ્યું છે તે વિનાશીભાવ છે. કોઈને માટે પણ મનમાં ખરાબ અભિપ્રાય બાંધવા એ ભાવપાપ છે, . જે દ્રવ્યપાપ કરતાં મોટું છે : કોઈપણ પુણ્યાંગ પરાકાષ્ઠાનું અને નિસ્વાર્થભાવે હોય ત્યારે તે જ પૂણ્યાંગ બીજાભવમાં મોક્ષાંગ બની જાય છે. ૪ થી ૧૧ ગુણસ્થાનકમાં થતું આનંદવેદન બિંદુતુલ્ય છે, જયારે કેવળજ્ઞાનમાં થતું આનંદવેદન સિંધુ તુલ્ય છે. નિરીહતા, સહનશીલતા અને સત્ર સમાધાનવૃત્તિ એ ભાવ જૈનત્વ છે. ધર્મપુરુષાર્થમાં બહારના સાધનની પ્રધાનતા છે, જ્યારે મોક્ષપુરુષાર્થમાં બાહ્ય સાધનની ગણતા હોય છે અને ઉપયોગની સાધના જ નિશ્ચયરૂપે હોય છે. અજ્ઞાનીને સજીવ અહંકાર હોય છે જ્ઞાનીને નિર્જીવ અહંકાર.. અજ્ઞાની શબ્દાર્થ કરે જ્ઞાની પરમાર્થ કરે. 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચારથી વસ્તુ સ્વરૂપનો નિર્ણય, દર્શનાચારથી પ્રેમદૃષ્ટિ વ્યાપક બને છે, ચારિત્રાચારથી સ્વરૂપમાં સ્થિરતાં આવે છે... મન લૂંટારું છે, સતત આપણને લૂંટે છે, ગુરુદક્ષિણામાં મન જ ગુરુને આપવાનું . પરપીડાવર્જન એ અહિંસાનું નિષેધાત્મક સ્વરૂપ છે. પરહિતપ્રવર્તન એ અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ છે... પરમાત્માની નિરંતર સ્મૃતિ ને સંસારની વિસ્મૃતિ એ અધ્યાત્મ છે. • નિર્વિલ્પતા, સર્વજ્ઞતા, વિતરાગતા ત્રણેયનું એકત્વ એ સહજાનંદીપણું છે. નિરાગ્રહીપણું અને ગુણગ્રાહીપણું પેદા થાય તો જ સ્યાદ્વાદ જીવનમાં અમલી બને. ૦ આસક્તિ આશાતનાના મહાપાપ સુધી લઈ જાય છે. ધારણામાં સ્વરૂપ અભિમુખતા હોય છે. ધ્યાનમાં સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. સમાધિમાં સ્વરૂપમાં રમણતા હોય છે. દ્રષ્ટિમાં દોષ તે મિથ્યાષ્ટિ દૃષ્ટિમાં સુધારો તે સમ્યગદૃષ્ટિ દૃષ્ટિનો દૃષ્ટા સાથે અભેદ તે કેવળજ્ઞાન. ધ્યાનમાં મનનું નિયમન હોય છે, સમાધિમાં મનનું અમન હોય છે. એકાગ્રતા સ્થૂલ સાધના છે, નિર્લેપતા - સાક્ષીભાવ એ સૂક્ષ્મસાધના છે, સ્વરૂપ રમણતા – સ્વરૂપાનંદાવસ્થા એ શૂન્યસાધના છે. દેહભાવ જાય સમકિત આવે, દેહભાન જાય સમાધિ આવે. અંતર્મુખ વ્યક્તિત્વના ધારક, ઉપશમભાવના સાધક, સૂક્ષ્માનુપ્રેક્ષી પૂજ્યપાદ પંન્યાસજી મહારાજાએ આવા તો અનેકાનેક રત્નકણોથી આ 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ ‘યોગદૃષ્ટિનાં અજવાળાં' માં અજવાળાં પાથર્યા છે. હૃદયને સાથે રાખી બહુમાનભાવ સાથે જો આ ગ્રંથરત્નને વાંચવામાં કે પીવામાં આવે તો જરૂર આંતરપ્રકાશ પ્રાપ્ત થાય. ભગવતીજીમાં કે જ્ઞાનસારમાં ‘તેનો તેશ્યાવિવૃદ્ધિર્યા’ પાઠ દ્વારા મુનિની તેજો લેશ્માની જે વાત જણાવી છે તે તેજો લેશ્યાના પદાર્થને અધ્યાત્મયોગી પૂ. દેવચંદ્રજી મહારાજે જ્ઞાનસારની જ્ઞાનમંજરી ટીકામાં આત્મરમણતાથી જન્ય ચિત્તપ્રસન્નતાના સંદર્ભે ખોલી છે ને આવા ગ્રંથો-તથા આવી વિવેચના જરૂર ચિત્તપ્રસન્નતા પ્રગટાવી ‘તેજોલેશ્યાના' શાસ્ત્રકથનને મૂર્તિમંત બનાવે છે. માટે જ આત્માનુભૂતિના સાધકને દૃષ્ટિનો ઉઘાડ કરવા તથા આનંદ માણવા આ પુસ્તકનું વાંચન કરવાની ભલામણ કર્યા વિના રહેવાતું નથી. મીઠાઈનો આસ્વાદ સહુ માણે.. પ્રસ્તુત યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ-૩ના પ્રકાશનનો મુખ્ય યશ પ.પૂ. આચાર્ય દેવશ્રી નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી પ.પૂ. અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.સા. ના શિષ્યા- પ્રશિષ્યા સાધ્વીજી શ્રી મયૂરકળાશ્રીજી તથા સાધ્વીશ્રી નંદીયશાશ્રીજીના ફાળે જાય છે. કારણકે અથાગ પરિશ્રમ લઈને જો પહેલા બે ભાગનું સંપાદન તેઓશ્રીએ ના કર્યું હોત તો ત્રીજો ભાગ બહાર પાડવાને કોઈ અવકાશ જ ન હતો. મૂર્ણ નાસ્તિ ત: શાલ્રા ? ૨૦ તેઓશ્રીની ઉદાર, વિશાળ અને ગુણગ્રાહી દષ્ટિથી જ પહેલાં બે ભાગનું સંપાદન થયું. જેનાથી તેને વાંચનારો એક ચાહક વર્ગ ઉભો થયો, જેના દ્વારા ત્રીજા ભાગની માંગણી વારંવાર આવતી ગઈ. માધ્યસ્થ અને ગુણગ્રાહી દૃષ્ટિથી જેણે જેણે આ પુસ્તકને વારંવાર ચિંતન-મનન પૂર્વક વાંચ્યું છે તેને કાંઈને કાંઈ લાભ થયો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી તેઓની શ્રુતભક્તિ અનુમોદના ને અભિનંદનને પાત્ર છે. જેમના જીવનમાં ભક્તિ/વિરક્તિ અને સ્વાધ્યાયની મસ્તી જામી છે, એક મિનિટ પણ ખોટી વેડાઈ જાય તો જેમને વેદના થાય છે તેવા અપ્રમત્ત સાધક પૂજ્ય પંન્યાસજી મહારાજાએ પ્રસ્તુત પુસ્તકની વાંચનસામગ્રી મને મોક્લીને વાત્સલ્યતા/આત્મીયતાનો ધોધ વર્ષાવી અનુપમ ઉપકાર કર્યો છે. કોલેજના પુસ્તકની પ્રસ્તાવના પ્રાથમિક શાળાના વિધાર્થીને લખવાનું કોઈ કહે તેવો ઘાટ આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનો પ્રસ્તાવ જ્યારે મારી 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ સામે આવ્યો ત્યારે થયો. આવા ગ્રંથો પર કાંઈપણ લખવાની અસમર્થતા હોવા છતાં પૂજ્યપાદ યોગવિદ્ આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાએ તથા પૂ.પંન્યાસજી મ.ની લાગણીએ ઉત્સાહિત - પ્રેરિત કર્યો છે. બંને પૂજ્યોનો હું ઋણી છું સોનું જ્યારે ઘરેણું બને છે ત્યારે વધુ શોભાસ્પદ બને છે.સોના જેવા આવા યોગ ગ્રંથો પર જ્યારે આવી ઘરેણું બનાવવા જેવી વિવેચના લખાયા છે. ત્યારે તે ગ્રંથસુવર્ણની ઉપાદેયતા/શોભનીયતામાં વૃદ્ધિ થાય છે. ૪૦૦ પાનાનાં વિશાળ સાહિત્યને વાંચતા કાંઈક તોષ જરૂર અનુભવાયો છે. સંપૂર્ણ સંતોષ તો વારંવારના વાંચનથી મળે. માટે જ વાચકવર્ગને ભલામણ છે એક એક પૃષ્ઠને ધ્યાનથી વાંચશો. કોઈક પંક્તિ કોઈકના માટે દીપકનું કામ કરી જશે. પ્રાતઃકાલીન સૂર્યપ્રકાશ જો લોકોના જીવનને ધબકતું કરે છે તો પ્રસ્તુત ગ્રંથ જરૂર સાધકની ચેતના યોગમાર્ગે ધબકતી કરશે. સહુ વાંચનમનન-ચિંતન દ્વારા અનુભવનું અમૃત પામો એજ શુભેચ્છા. પૂજ્ય પંન્યાસજી મ. દ્વારા પણ આવા પથદર્શક પુસ્તકોનું આલેખન થતું રહે એ જ મંગલ કામના. કલ્યાણકારિણી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ જૂના ડીસા, | જૈન ઉપાશ્રય, બનાસકાંઠા. પ્ર.જે.વ.૧૧ શુક્રવાર પૂજ્યપાદ આ.ભ.શ્રી ૐકારસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ચંદ્રયશ વિ.મ.ના શિષ્ય મુનિ ભાગ્યેશ વિજય 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનપ્રસાર સહાયકો શેઠશ્રી અરવિંદભાઈ દોશી ચંદ્રલોક, નેપીયન્સી રોડ, મુંબઈ બ્લેનશ્રી દેવીબહેન નીલાંબર પેડર રોડ, મુંબઈ બ્લેનશ્રી સુધાબહેન જવાહરભાઈ હરખચંદ ગોવાલીયા ટેન્ક, મુંબઈ બહેનશ્રી તુલસાન્ટેન સુરેન્દ્રભાઈ શાહ બીચકેન્ડી, મુંબઈ બહેનશ્રી જયશ્રીબ્લેન નિરંજનભાઈ શાહ ગોવાલીયા ટેન્ક, મુંબઈ વ્હેનશ્રી અનીલાબ્લેન મહેન્દ્રભાઈ મહેતા ગોવાલીયા ટેન્ક, મુંબઈ હેનશ્રી મીનાબ્લેન શૈલેષભાઈ મહેતા ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી સેવંતીલાલ અંબાલાલ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી શીવલાલ નગીનદાસ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી જીતેન્દ્ર ચંદુલાલ ગોવાલીયા ટેન્ક, મુંબઈ હેનશ્રી હંસાબ્લેન મનુભાઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી કલ્પેશ નરેન્દ્રભાઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી શનાલાલ જેસીંગલાલ ગોવાલીયા ટેન્ક, મુંબઈ બહેનશ્રી મંજુલાબેન કેશરીમલ સંઘવી ગોવાલીયા ટેન્ક, મુંબઈ બહેનશ્રી સુહાસીનીબેન રમેશભાઈ કોઠારી ગોવાલીયા ટેન્ક, મુંબઈ તથા ગોવાલીયા ટેન્ક જૈન સંઘના ભાઈ-બહેનો બહેનશ્રી અરૂણાબેન કંપાણી ફોર્ટ મુંબઈ E - E!:::::::: ૨૨ 2010_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ કે વિષયાનકમ - અન : ૨ 3 વિગત પૃષ્ઠ નં. (૧) ચોથી દ્રષ્ટિમાં વિશેષ વર્ણનનું કારણ (૨) યોગનું ચોથું અંગ પ્રાણાયામ આ દૃષ્ટિમાં, દ્રવ્ય પ્રાણાયામના લાભ, ૨ થી ૫ દ્રવ્ય પ્રાણાયામની મર્યાદા, ભાવ પ્રાણાયામના ફાયદા, અચરમાવર્તવતીનેદ્રવ્ય પ્રાણાયામ હોય - ભાવ પ્રાણાયામ નહિ, ભાવ પ્રાણાયામ (૩) દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણ બંનેનો પરસ્પર સબંધ (૪) ભાવપ્રાણ બગડી રહ્યા છે. (૫) ઉત્થાન દોષને અભાવ (૬) તત્ત્વશ્રવણ નામનો ગુણ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. (૭) તત્ત્વબોધ પામનાર જીવોની યોગ્યતા કેવી હોય ? (૮) સૂક્ષ્મ બોધનો અભાવ (૯) ગાંઠ સર્વત્ર વજર્ય છે. (૧૦) પ્રાણથી પણ ધર્મને અધિક માને (૧૧) ધર્મની ખાતર પ્રાણ આપે (૧૨) સંસારની અસારતા. (૧૩) તત્ત્વશ્રવણનું ફળ. (૧૪) વજસ્વામીનો પૂર્વભવ (૧૫) તત્ત્વશ્રવણથી પરોપકાર (૧૬) કલ્યાણનો અનુબંધ એ ગુરુભક્તિથી સાધ્ય છે. (૧૭) ગુરુ પૂર્ણિમા (૧૮) ગુરુભક્તિના પ્રભાવથી તીર્થકરનું દર્શના (૧૯) સમાપત્તિનું સ્વરુપ અને તેના ભેદ (૨૦) આત્માની અખંડતા (૨૧) તત્ત્વના યથાર્થ નિર્ણયમાં એકાંત માન્યતા પ્રતિબંધક બને છે. (૨૨) કષ, છેદ અને તાપશુદ્ધ શાસ્ત્ર તે જ સમ્યફ શાસ્ત્ર (૨૩) બોધમાં સૂક્ષ્મત્વ શું છે ? (૨૪) સૂક્ષ્મબોધ ભવસમુદ્ર પાર કરાવનાર (૨૫) કર્મ રૂપી વજનું ભેદન કરનાર ૪૭ (ર૬) શેય માત્ર ઉપર સંપૂર્ણપણે વ્યાપી જનાર (૨૭) અવેધસંવેધપદની અતાત્વિકતા ૫૧ (૨૮) અપાયશક્તિમાલિન્ય, અને તેનું કારણ ૫૩-૫૪ (૨૯) તખલોહપદન્યાસ વિચાર (૩૦) આ ચરમાં પાપ પ્રવૃત્તિ શું છે ? (૩૧) વેધસંવેધ પદ એ આંતર સંવેદન છે. 33 ૩૭ ૪૧ ૪3 ૪૫ ૪૭. ૫૯ 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ .. - ---- - --- . ... .. . . .... -- ૭૨-૭૩ ૭૫-૭૬ LU ઇ જી. ૮ ક ૮૫ ૮૬-૮૭ -પ ૯૬ ૧૦૧ ૧o૨ (૩૨) ધર્મરુચિ અણગારનું દ્રષ્ટાંત (૩૩) અવેધસંવેદ્યપદનું સ્વરૂપ અને તેનાથી થતું નુકસાન (૩૪) દષ્ટિની નિર્મળતા, જીવન જીવવાની કળા (૩૫) ભવાભિનંદીના લક્ષણ (૩૬) ભવાભિનંદી જીવોનો બોધ સ્વરૂપથી જ ખરાબ I(39) ભવાભિનંદી જીવોનો બોધ ળથી પણ ખરાબ (૩૮) ભવાભિનંદી જીવો વર્તમાનને જોનારા. (૩૯) અજ્ઞાન બહુ ખરાબ છે. (૪૦) જન્મ, જરા, મૃત્યુની વાસ્તવિક ભયંકરતા. I(૪૧) સંસારના સુખને ખણજની ઉપમા, દૃષ્ટાંતનો ઉપનયા (૪૨) ગુરુકૃપાનું સામર્થ્ય. (૪૩) અવેધસંવેધપદ કઈ રીતે જીતાય ? (૪૪) અવેધસંવેધપદના જ્યને સૂચવનારા લિંગોને કહે છે (૪૫) કુતર્કની ભયંકરતા (૪૬) યોગદર્શન દ્વારા સાધના આ પ્રમાણે (૪૭) શ્રત, શીલ અને સમાધિનું શ્રેષ્ઠ બીજ પરાર્થકરણ, (૪૮) દ્રવ્ય પરોપકાર અને ભાવ પરોપકાર I(૪૯) વ્યક્તિ કરતાં સંઘ મહાન (૫૦) જિનાજ્ઞા ઉત્સર્ગ - અપવાદમય (૫૧) રાણા પ્રતાપનું દૃષ્ટાંત (૫૨) ભાવપરોપકાર માટે શાસ્ત્રબોધ જરૂરી (૫૩) કુતર્કની અસારતા (૫૪) શબ્દ વિકલ્પ, અર્થ વિકલ્પ (૫૫) અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય આગમથી (૫૬) બોદ્ધિક નિર્ણયો કદાપિ આખરી હોતા નથી (૫૭) શ્રદ્ધા વિના બુદ્ધિમાન પણ ન જીવી શકે (૫૮) જાતિપ્રાયતા સર્વત્ર ભિનાર્થ |(૫૯) કુતર્કના ઉપલક્ષણથી ખોટી ચર્ચા પણ વર્જ્ય છે. (૬૦) માનવભવની સફળતા સાધનાથી છે. (૬૧) મતિજ્ઞાન કેવલજ્ઞાનનું અવશેષ (૬૨) આત્માને પરમાત્મા બનાવવાની જરૂર શા માટે ? (૬૩) “તાર્કિક બુદ્ધિને શ્રદ્ધાળુ બનાવવી” તે શાસ્ત્ર અધ્યયનનું ળ છે. (૬૪) લયાવસ્થા (૬૫) મોક્ષનું કારણ પ્રજ્ઞા. (૬૬) ભાષાસમિતિ ઉપર સંગત સાધુનું દ્રષ્ટાંત (૬૭) વચનગુતિ વિષયક ઉદાહરણ (૬૮) અધ્યાત્મના માર્ગમાંથી આત્માનું પતન કયારે ન થાય ? ૧૦૨ ૧૦૪ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૩ ૧૨૪ ૧૩૨ ૧૩૩ ૧૨૩ ૧૩૫ ૧૩૫ ૨૪ 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧39 ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪3 ૧૪૪ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૫o ૧પ૬ ૧૫૭ ૧૫૭ (૬૯) ક્રિયામલ અને ભાવમલ; ક્રિયા, યોગરુપ કયારે બને ? (૭૦) આચાર પરિમિત, યોગ અસંખ્ય [(૩૧) સત્સાધન શું છે ? (૭૨) અનાદિની અવળી ચાલી (૭૩) યોગની વાતો સાકર જેવી, સંસાર એ પારકું ઘર છે. (૭૪) મૂળ ગર્ભશ્રીમંત પલ હાલ ચીંથરેહાલ (૭૫) ચોથી દૃષ્ટિવાળા જીવોની વિચારણા (૭૬) બત્રીસી ૨૩/૧૪માં ઉપાધ્યાયજી મહારાજ (99) પ્રજ્ઞાપનીયતા અને ગુણગ્રાહી દૃષ્ટિ (૭૮) ઈશ્વર જગત્કર્તા નથી (૭૯) વિશ્વ વ્યવસ્થા અને અધ્યાત્મ બંનેમાં છે. (૮૦) યોગમંગ અને ભોગમાર્ગ (૮૧) બુદ્ધિ તત્ત્વની ઉપયોગિતા (૮૨) સંપ્રદાય શબ્દનો અર્થ (૮૩) સાધનના ઝઘડા કરીને સાધ્યનો ભોગ કદાપિ લેવાય નહિ. (૮૪) બાહ્ય ક્રિયાના ભેદ દેશકાલ સાપેક્ષ છે. (૮૫) પ્રામાણિક્તાનું ઈનામ બહુ મોટું છે. (૮૬) કર્મયોગનું ભયસ્થાન (૮૭) દુ:ખ પ્રત્યેનો સમ્યગુ અભિગમ (૮૮) ચિત્રભક્તિમાં હેતુ કહે છે (૮૯) અપૂર્વકરણમાં મહાસમાધિ (૯૦) શ્રદ્ધા મેધાદિથી કુવાસનાનો નાશ (૧) અસપત્ર યોગ (૯૨) બોધગર્ભ–ાત અસ્યા (૯૩) સ્વરુપના ભેદથી ભેદ, ળના ભેદથી ભેદ (૯૪) બુદ્ધિના નુકસાન (૯૫) જ્યાં અતિક્રમણ ત્યાં પ્રતિક્રમણ જરૂરી (૯૬) સદનુષ્ઠાનના લક્ષણ (અનુષ્ઠાન પ્રત્યે બહુમાન, કરવામાં પ્રીતિ, વિપ્નનો અભાવ, સંપદાનું આગમન, જિજ્ઞાસા તત્રિસેવા) (૭) બુદ્ધિપૂર્વકના કાર્યોનું ફળ, જ્ઞાનપૂર્વકના ઇષ્ટાદિ કાર્યોનું ળ. (૯૮) અન્યદર્શમાં પણ અનુબંધ શુદ્ધ ધર્મની મહત્તા. (૯૯) મોક્ષાંગ અને પુણ્યાંગ (૧૦૦)ભવાતીતાર્થયાયી જીવોનું સ્વરુપ (૧૦૧)અહમથી શ્રુતકેવલી પણ નિગોદમાં (૧૦૨)વૈરાગ્ય કોની પ્રત્યે કેળવવાનો ? ૧૬૨ ૧૬૩ ૧0 ૧૧ ૧૭૩ ૧૭૪ ૧૭૪-૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૦૮, ૧૭૯, ૧૮૦ ૧૮o ૧૮૨ ૧૮૪ ૧૮૫ ૧૮ડ ૨૫ 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૮૯ ૧૯૫ ૨૧૫ ૨૨૦ ૨૨o ૨૪૫ ૨૪૮ (૧૦૩)ભવાતીતાર્થયાયીનો એક જ માર્ગ (૧૦૮)જ્યાં ઉપશમ ભાવ નહિ ત્યાં ધર્મ નહિ (૧૦૫)અહં બ્રહ્માસ્મિ – મજૂરનું દ્રષ્ટાંત (૧૦૬)આશ્ચર્ય - રહસ્ય. (૧૦૭)એક સૂફી કથા (૧૦૮)વસ્તુ ઝેર નથી પણ તારો આગ્રહ એ જ ઝેર છે (૧૦૯)પ્રકારતરથી દેશનાના ભેદને કહે છે. (૧૧૦)નય અને પ્રમાણનો ભેદ (૧૧૧)દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ એ બે જુદી ચીજ છે. (૧૧)મતાર્થી નહિ પણ આત્માર્થી બનવાનું છે. (૧૧૩)બૌદ્ધ ધર્મમાં એક પ્રસિદ્ધ કથા (૧૧૪)અંતઃકરણમાં શું શું છે ? (૧૧૫)વાણી પરોપકાર માટે હો (૧૧૬)વિવેક અને વૈરાગ્ય જીવન નૌકાના બેહલેસા. (૧૧૭)અનધિકારી ચેષ્ટા સર્વત્ર વર્જ્ય છે (૧૧૮)વૈજ્ઞાનિક દૃષ્ટિની સમીક્ષા (૧૧૯)તર્કશક્તિની સીમિતતા (૧૨)આ જ વસ્તુના સારને કહે છે. (૧૨૧)રોહગુપ્તની ભૂલ (૧૨૨)સાધકના લક્ષણો (૧૨૩)અંતે ક્ષાયોપથમિક ધર્મ પણ ત્યાજ્ય (૧૨૪)રસબંધની વિશેષ સમજણ (૧૨૫)સાધકનું સ્વરુપ (૧૨૬)પરમાત્માની પ્રત્યે પ્રીતિ અને ભક્તિ કુસંસ્કારોના દારૂગોળાને ખતમ કરે છે. (૧૨૭)જ્ઞાનીની આજ્ઞાનું પાલન દુષ્કર છે. (૧૨૮)અહંકારની ઓળખાણ (૧૨૯)મહા પુરુષોના માર્ગને અનુસરતા પુપચુલા સાધ્વીને કેવલજ્ઞાન (૧૩૦)વડીલોની આજ્ઞાના પાલન રૂપ વ્રતને ગ્રહણ કરશું તે બીજા વ્રતગ્રહણથી અધિક છે. (૧૩૨)મહાપુરુષોનો માર્ગ શું છે ? (૧૩૨)સમિતિનું સ્વરુપ (૧૩૩)સમિતિના પાલનથી જીવદયાના પરિણામ (૧૩૪)અદ્ભુત વિધેયાત્મક વિચારણા-બુદ્ધના જીવનનો એક પ્રસંગ (૧૩૨)જીવો અને જીવવા દો. (૧૩૬)પ્રેમનું અવ્યક્ત સંવેદના ઉપર ૨પ૭ ૨૫૮ ૨૫૯ ૨૬૩ ૨૬૪ ૨૭૧ ૨૭૨ ૨93 ૨93 ૨૭૫ ૨૦૮ 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ * ૨૭૯ ર૭૯ ૨૮0-૨૮૨ ૨૮૩ ૨૮૬ ૨૮૬-૨૮૭ ૨૮૯ ૨૮૯ ૨૫ રહ્યું ૨૯૮ ૨૯૮ ૨૯ ૨૯ (૧૩૭)અંદરનું મશીન બગડેલું છે. (૧૩૮)દયા એ અર્ધજરતી ન્યાય છે. (૧૩૯)શુકલપાક્ષિકપણું શું છે ? દ્રવ્યદયા - ભાવદયા (૧૪૦)ગુરુવર્ગ અને તેમની પૂજાવિધિ (૧૪૧)માતા-પાહિની (૧૪૨)ધાવમાતાનું ઋણ, માતૃપ્રેમ (૧૪૩)પરમાત્માની નિરંતર સ્મૃતિ અને સંસારની વિસ્મૃતિ એ અધ્યાત્મ છે. (૧૪૪)પ્રેમદૃષ્ટિ - બ્રહ્મદૃષ્ટિ (૧૪૫)ઉપસંહાર કરતા કહે છે. (૧૪૬)ચોથી દીપ્રા દૃષ્ટિનો સાર (૧૪)પાંચમી સ્થિરા દૃષ્ટિ (૧૪૮)બત્રીસી ૨૪-૧માં ઉપાધ્યાયજી મહારાજ કહે છે (૧૪૯)બત્રીસી ૨૪-૨ માં ઉપાધ્યાયજી મહારાજ કહે છે. (૧૫)સમ્યકત્વ ટકાવવા માટે જાગૃતિની આવશ્યકતા (૧૫૬)કૃષ્ણને મરણાંતે અશુભ લેશ્યા (૧૫)ભ્રાન્તિ દોષનો નાશ (૧૫૩)વિષય વિરકતતા એ જ સમકિતા (૧૫૪)વંદનાદિ ક્રિયાઓ અભ્રાન્તા (૧૫૫)મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિની ભેદરેખા (૧૫૬)સાધકને બે ધારા - એક મોક્ષની, એક બંધની (૧૫૭)વસ્તુમાં બે સ્વભાવ :-- અને પર્યાય - (૧૫૮)ક્ષાયોપશમિક લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિકી લબ્ધિ, કરણલબ્ધિ (૧૫૯)હું બાવો ને મંગળદાસ (૧૬૦)અંગારકારકનું દૃષ્ટાંત (૧૬૧)યોગપ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન (૧૬૨) છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા યોગીના ચિહ્નો (૧૬૩)સાતમી - આઠમી દ્રષ્ટિમાં રહેલા નિખન્ન યોગીના ચિહ્નો. (૧૬૪)પાંચમી સ્થિરાદૃષ્ટિનો સાર (૧૬૫)હવે છઠ્ઠી કાન્તા નામની દૃષ્ટિને કહે છે. (૧૬૬)યોગનું છઠું અંગ ધારણા (૧૬૭)અન્યમુદ્ દોષનો નાશ (બત્રીસી ૨૪૮ ની સાક્ષી) (૧૬૮)ગૃહસ્થપણામાં પ્રભુની ઉદાસીનતા, આત્મતત્ત્વ (૧૬૯)મીમાંસા ગુણ (બત્રીસી ૨૪૮) (૧૭૦)મોહનીયનું સ્વરૂપ ૩૦૦ ૩૦૧ ૩૦૩ 303 ૩૦૪ ૩૦૪ ૩૦૫ ૩૦૯ ૩૧૪ ૩૩૦ w , 33ર ૩૩૩ ૩રૂ૪ ૩૩૪ 335 ૩૩૬ ૩૩૦-૩૩૮ ૩૩૮ 33 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૪પો ૩૪૮ ૩૫૩ ૩૫૬ ૩૬૪ ૩૬૪ ૩૬૫ ૩૬૬) ૩૬૮ ૩૬૮/૩૬૯ ૩૬૯ ૩૭૧ 39૪| ૩૮૨ ૩૮૮ 30 ૩૯૨, ૩૫ ((૧૭૧)જ્ઞાનીની દશા અવર્ણનીય છે. (૧૩૨)એક સાધક આત્માના અનુભૂતિ પછીના ઉદ્ગાર (૧૭૩)વિહરમાન અનંતવીર્ય જિન સ્તવન ક્ષમાવિજ્યજી મ. (૧૭૪)મિથ્યાત્વની ભયંકરતા. (૧૭પ)છઠ્ઠી કાન્તા દૃષ્ટિનો સાર (૧૭૬)સાતમી પ્રભાદ્રષ્ટિ (૧૭૭)ધારણામાંથી ધ્યાન (૧૭૮)મતિજ્ઞાન એ કેવલજ્ઞાનનું રોમટિરિયલ છે. (૧૭૯)ધ્યાનદશા અને વ્યુત્થાન દશા (૧૮૦)ધ્યાનદશામાં સ્વસાધનથી ધર્મ કરવાનો છે. સાધક અવસ્થા (૧૮૧)ધ્યાન અને જીવન (૧૮૨)પ્રભુનો સંદેશ (૧૮૩)આ દૃષ્ટિમાં શુક્લધ્યાનની યોગ્યતા (૧૮૪)ક્રિયાજનક– કારકત્વમ્ (૧૮૫)પુણ્યોદયની અપેક્ષા માટે સુખની પરાધીનતા (૧૮૬)ધ્યાનજન્ય સુખ કેવી રીતે પમાય ? (૧૮૭)અરિહંતને ઓળખતા આત્મા ઓળખાય છે. (૧૮૮)ઈયળ અને ભમરી. (૧૮૯)સાતમી પ્રભાષ્ટિનો સાર T(૧૦)આઠમી પરાષ્ટિ (૧૯૧)ભોજવૃત્તિ (૧૨)વ્યાસભાષ્ય (૧૯૩)દેહભાવ જાય ત્યારે સમકિત આવે અને દેહભાન જાય ત્યારે સમાધિ આવે. (૧૯૪)આસંગદોપનો ત્યાગ (૧૫)અરિહંતનું સ્વરુપ (૧૯૬)અનંત દ્રવ્ય, અનંતક્ષેત્ર, અનંતકાળ, અનંતભાવ (૧૭)સંસાર એ જ મહાવ્યાધિ (૧૯૮)આપણે ભૂલા પડયા છીએ. (૧૯)ઉપસંહાર (૨૦૦)ચાર પ્રકારના રોગી (૨૦૧)સર્વત્ર દ્વેષ વગરના કુલયોગી (૨૦૨)દયાળુ, વિનીત, બોધવંત, જિતેંદ્રિય (૨૦૩)ઇચ્છાયમ, પ્રવૃત્તિયમાં (૨૦૪)સ્થર્યયમ, સિદ્ધિયમ (૨૦૫)અવંચક યોગા ૩૯ ૪૦૦ ૪૦૨ ૪૦૨ ૪૦૨ ૪૦૪ ૪૧૨ ૪૧૯-૪૨૦) ૪૨૦ ૪૨૨ ૪૩૬ ૪૩૮ ૪૪૧ ૪૪૨ ૪૪પ-૬ ૪૪૬-૭ ૪૪૭) ૨૮ 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ श्री सहस्त्रफणा पार्श्वनाथाय नमः ॥ પહેલા બે ભાગમાં પ૬ શ્લોક અર્થાત્ યોગની ત્રીજી બલા દૃષ્ટિ સુધીનું - વિવેચન કર્યું હવે ચોથી દૃષ્ટિનું વર્ણન કરાય છે. प्राणायामवती दीग्रा, न योगोत्थानवत्यलम् । તત્ત્વશ્રવાસંયુક્લા, સૂક્ષ્મ બીવન | પ૭ | ચોથી દૃષ્ટિમાં ગ્રંથકારશ્રીએ પ૭થી માંડીને ૧૫૩ શ્લોક અર્થાત ૯૭ શ્લોક જેટલું વિવેચન કર્યું છે. સૌથી વધારે વિવેચન આ જ દૃષ્ટિમાં છે. ચોથી દૃષ્ટિમાં વિશેષ વર્ણનનું કારણ - પાંચમી દૃષ્ટિ મોક્ષલક્ષી છે. ત્યાં ભવનો ભય છે. સ્વરૂપ પ્રત્યે પ્રયત્નપૂર્વકની જાગૃતિ છે. વિશેષ વૈરાગ્ય છે. સાંસારિક બધી પ્રવૃત્તિથી આત્મા નિર્વેદ પામેલો. છે. અહીં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે માટે સૂક્ષ્મ બોધપૂર્વકનો યોગ છે. આ અવસ્થા પકડવા માટે આચારો, ભાવનાઓ દૃઢ બને, સ્થિર બને, ક્ષયોપશમ રૂપ બને તો પાંચમી દૃષ્ટિ આવે માટે ચોથી દૃષ્ટિમાં પાંચમી દૃષ્ટિના કારણોનું વર્ણન વિશેષ રૂપે છે. અપૂર્વકરણના પરિણામથી ગ્રંથિ ભેદાય છે. અને ત્યાર પછી સમક્તિ પ્રાપ્ત થાય છે. તે અપૂર્વકરણનો પરિણામ પ્રાપ્ત કરવા માટે જીવને ઘણો પુરુષાર્થ કરવો પડે છે. નદીના સામા પૂરે તરવા જેવું છે. અહિંયા શત્રુની શત્રુરૂપે બરાબર ઓળખ થઈ છે અને આત્મા એના નાશ માટે કટીબદ્ધ બન્યો છે. શત્રુના નાશ માટેનું તીવ્ર પ્રણિધાન છે. એટલે એનો નાશ કરવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા પડે એ ખ્યાલ હોય તો જીવ પાછો પડે નહિ. શત્રુ જેટલો બળવાન એટલો પુરૂષાર્થ પણ પ્રચંડ કરવો પડે અને આત્માને મોક્ષે જવા માટે મોહ જેવો બીજો કોઈ શત્રુ નથી. અહિંયા બોધ વિકસિત થયેલો છે. ધર્મયોવનની વિશેષ અવસ્થા છે. સંસારના દુ:ખો અને પરિભ્રમણથી જીવ ત્રાસ પામ્યો છે. સ્વરૂપને પામવાની લગન છે. માટે તે પામવા માટે વિશેષ વર્ણન છે જ્યારે પહેલી ત્રણ દૃષ્ટિ અવિકસિત છે. દૃષ્ટિનો ઉઘાડ જેવો જોઈએ તેવો થયો નથી તેમ જ શત્રુના નાશનું તીવ્ર પ્રણિધાન નથી. પ્રમાદ પણ વધુ પ્રમાણમાં છે તેથી ત્યાં વિશેષ વર્ણન કરવાનું પ્રયોજન નથી. હાથ પકડીને લઈ જવા જેવી સ્થિતિ છે. “કહીએ તે માને અને આચરે” એના જેવું છે. જેમ નહિ અનુભવેલા પ્રદેશની મુસાફ્રીએ જતા માણસને ઘણી બધી તૈયારી અને સૂચના આપવી પડતી 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ હોય છે તેમ અત્યાર સુધી નહિ અનુભવેલા અનુભવની સ જતા આત્મપથિકને કેટલીક તૈયારી અને કેટલીક સૂચના આપવી પડે તેવી સૂચના ચોથી દૃષ્ટિમાં છે. જ્યારે ચોથા પછીની દૃષ્ટિઓ અતિવિકસિત છે. અનુભવ ગમ્ય છે. જ્ઞાના અને આચારમાં પણ સ્થિત છે. ત્યાં જે કહેવાનું છે તે બધું અંશે અંશે અનુભવાય છે. જેમાં કોલેજના બુદ્ધિમાન વિદ્યાર્થીને બહુ વિવેચનની જરૂર હોતી નથી. તેને માટે ઈશારો કાફી છે. તેના જેવું પાછળની દ્રષ્ટિમાં છે. ટૂંકમાં પહેલી ત્રણ દૃષ્ટિમાં બોધ અવિકસિત હોવાથી તેમજ આચાર અને ભાવના દ્વારા આત્મા ઉપર સંસ્કરણ ન થતું હોવાથી તેઓ મોહને પોતાનું ઘર માને છે. આત્મસ્વરૂપ અંશથી જ માત્ર ખૂલેલું છે તેથી ત્યાં વિશેષ વર્ણન શું કરવાનું હોય ? તેમ જ પાછલી દ્રષ્ટિમાં જીવ વિરતિ અને સ્વરૂપને પોતાનું ઘર માને છે એટલે ત્યાં પણ વિશેષ વર્ણનની આવશ્યકતા ગ્રંથકારશ્રીને નહિ લાગી હોય એમ લાગે છે. ગાથાર્થ - ચોથી દૃષ્ટિ દીપ્રા નામની છે. ત્યાં પ્રાણાયામ નામનું યોગનું ચોથું અંગ પ્રાપ્ત થાય છે. ઉત્થાન નામનો દોષ આ દૃષ્ટિમાં ટળે છે. અને તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટ થાય છે તેમ જ સૂક્ષ્મબોધથી રહિત આ દૃષ્ટિ છે. વિવેચન :- મિથ્યાત્વના દલિકોમાંથી મોહનો ઘણો બધો રસ નીકળી જાય ત્યારે જીવને આ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. પહેલી ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં બોધ અધિક અર્થાત દેદીપ્યમાન હોય છે. દીપકની પ્રભા જેવો હોય છે માટે દીપ્રા દૃષ્ટિ કહેવાય છે. અહિંયા બોધ વધવાથી આત્મા ઉપર સંસ્કાર પડે છે. પટુ સ્મૃતિ હોય છે. અનુષ્ઠાન કાલે ઉપયુક્તતા પણ હોય છે છતા મિથ્યાત્વ હોવાથી દ્રવ્યક્રિયા કહેવાય છે. યોગનું ચોથું અંગ પ્રાણાયામ આ દ્રષ્ટિમાં : પ્રાણાયામના બે ભેદ છે. દ્રવ્ય પ્રાણાયામ અને ભાવ પ્રાણાયામ. શ્રીપતંજલિ પ્રાણાયામથી દ્રવ્ય પ્રાણાયામને પણ સ્વીકારે છે. તેમાં રેચક, પૂરક અને કુંભક ત્રણ અવસ્થા હોય છે. અંદરમાં રહેલા અશુદ્ધ વાયુને બહાર કાઢવો તે રેચક. બહારના શુદ્ધ વાયુને અંદરમાં લઈ જવો તે પૂરક અને તેને અંદરમાં ધારી રાખવો ને કુંભક. દ્રવ્ય પ્રાણાયામના લાભ પ્રાણ અને મનનો પરસ્પર સંબંધ છે. પત્ર મન: તત્ર પવન: યત્ર પવન: તત્ર મ: | પ્રાણ ઉપર કંટ્રોલ કરવા દ્વારા મનનું નિયમન કરવું તે યોગદર્શનની પ્રક્રિયા છે જે હઠયોગ સ્વરૂપ છે. જ્યારે ભાવના વગેરે દ્વારા મનને શુદ્ધ કરી પ્રાણની ગતિને શાંત અને સ્થિર કરવી તે રાજયોગની પ્રક્રિયા છે. પ્રાણને રોકવાથી અર્થાત કુંભક પ્રાણાયામ કરવાથી પ્રાણ સ્થિર થતા મનનું પણ નિયમન થાય છે અને તેથી અંદરના આવરણો તૂટતાં જીવને જ્ઞાનનો ક્ષયોપશમાં થાય છે તે જ રીતે કુંભક અવસ્થામાં કરેલ અરિહંતનો જાપ કે અર્ધનું ધ્યાન 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 તેને સગર્ભ ધ્યાન કહેવાય છે. જેનાથી ખૂબ સુંદર ક્ષર્યોપશમ થાય છે. પ્રાણાયામ કરવાથી નાડીનું શુદ્ધિકરણ થાય છે. શરીર સ્ફૂર્તિલું બને છે. રાગાદિ નાશ પામે છે. ઈન્દ્રિયો ઉપર વિજ્ય પ્રાપ્ત થાય છે. આહારસંજ્ઞા વગેરે ઉપર કાબુ આવે છે. ધારણાની યોગ્યતા વધે છે. છતાં ગ્રંથકારશ્રી અહિંયા દ્રવ્ય પ્રાણાયામ ગ્રહણ ન કરતા સીધુ ભાવ પ્રાણાયામ જ ગ્રહણ કરે છે તેનું કારણ એ છે કે તે હઠયોગની પ્રક્રિયા છે તેમજ શ્વાસને રોકવો વગેરે એ કાયક્લેશ રૂપ છે અને જો તે કરતા ન આવડે તો લાભ કરતા નુકસાન ઘણું થવાનો સંભવ છે અને કોઈક વખત ગાંડપણ, ચિત્તની અસ્થિરતા, મૃત્યુ વગેરેનો સંભવ રહે છે માટે દીર્ઘદૃષ્ટા જૈનાચાર્યોએ આ પ્રક્રિયાને પ્રધાનતયા અપનાવી નથી. દ્રવ્ય પ્રાણાયામની મર્યાદા કેટલાંક દ્રવ્ય પ્રાણાયામથી ધ્યાનસિદ્ધિ માને છે. તે વાતનું બે શ્લોકોથી ખંડન કરે છે. तन्नाप्नोति मनः स्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्यात् चित्तविप्लवः ॥ पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । चित्तसंक्लेशकारणात्, मुक्ते प्रत्यूहकारणम् ॥ યોગશાસ્ત્ર ૬/૪-૫. પ્રાણાયામથી કદર્શના પામેલું મન સ્વસ્થતા પામતું નથી કારણકે પ્રાણનો નિગ્રહ કરવામાં શરીરની પીડા અને તેથી મનની અસ્થિરતા થાય છે. પૂરક, કુંભક અને રેચન ક્રિયા કરતાં પરિશ્રમ કરવો પડે છે. તેમ કરવાથી મનનો સંકલેશ થાય છે અને મન સંકલેશ એ મુક્તિનું વિઘ્ન છે. દ્રવ્ય પ્રાણાયામ શરીરની વિષમ ધાતુને સમ કરે છે. આગંતુક અપ્રધાન મનની જડતા વગેરેને રોકે છે. તેમજ પિત્ત અને વાયુના પ્રકોપથી થતાં રાગદ્વેષના, કષાય-નોકષાયના સામાન્ય આવેશોને પણ રોકે છે. છતાં તીવ્ર કર્મોદય જન્ય, તીવ્ર સંસ્કાર જન્ય મોહના અને થીણદ્ધિ નિદ્રાના ઉદયોને દ્રવ્ય પ્રાણાયામ દૂર નથી કરતા એ તો ભાવ પ્રાણાયામ જ કરે છે. ભાવ પ્રાણાયામના કાયા ઇન્દ્રિયનિગ્રહ, કપાય નોકષાય નિગ્રહ, ભાવના, તપ, જ્ઞાન-ધ્યાન, આચાર પાલન, દેવ-ગુરુ-ધર્માત્માની ભક્તિ આ રૂપ ભાવ પ્રાણાયામથી પાયોના ઉદયો મંદ પડે છે. નવા ઉદયો અટકે છે. આવેશ ઓસરે છે. જીવ પશ્ચાત્તાપ દ્વારા પાછો છે. પાયો ન કરવાનું પ્રણિધાન થાય છે. વિષયોથી કાયા નિવૃત્ત થાય છે. મન નિવૃત્ત થવા ઝંખે છે. ભાવ પ્રાણાયામ, દ્રવ્યપ્રાણાયામનું નિયંત્રણ કરે છે. ભાવ પ્રાણાયામવાળાને દ્રવ્યપ્રાણાયામ સહજ ચાલે છે. દ્રવ્ય પ્રાણાયામને વિષમ થવાના કારણો-ચિંતા, હતાશા, તીવ્ર ઈચ્છા, તીવ્ર કોધાદિ, તીવ્ર રાગ-દ્વેષાદિ - ભાવ પ્રાણાયામ દ્વારા નાશ પામે છે અને એ કારણો નાશ પામતા દ્રવ્ય પ્રાણાયામ નિયંત્રિત થાય છે. 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 આમ જૈન શાસનના દીર્ઘદ્રષ્ટા ધૂરંધર જ્ઞાની પુરુષોએ સાધુ અને શ્રાવકોના આચારો અને દિનચર્યાની ફ્લેગુંથણી જ એવી રીતે કરી છે. કે જે સર્વત્ર ભાવ પ્રાણાયામ અને તેના કારણોથી વ્યાપ્ત હોવાથી તેમાં દ્રવ્યપ્રાણાયામનો કોઈ વિઘાત નથી. એ સહજ-સિદ્ધ છે. ૫-૧૦ મિનિટ વિશ્રામ કરવો, સ્વાધ્યાય કરવો, ઇચ્છાને અંકૂશમાં રાખવી, ઉતાવળે ચાલવું નહિં, ઉતાવળે બોલવું નહિં, વિકારી નજરે જોવું નહિં, વિકારી દૃશ્યો જોવા નહિ, ઉદ્ભટ વેશભૂષાનો ત્યાગ કરવો, અકલ્યાણમિત્રના પરિચયનો ત્યાગ કરવો, માતા-પિતાદિ-વડિલોનો વિનય કરવો તેમને બહુમાનની નજરે જોવા, દેવ, ગુરુના સાંનિધ્યમાં રહેવુ, તેમની ભક્તિ કરવી. આ બધું ભાવપ્રાણાયામ છે જે દ્રવ્ય પ્રાણાયામને નિયંત્રિત રાખે છે, વિષમ થવા દેતા નથી. અચરમાવવર્તીને દ્રવ્ય પ્રાણાયામ હોય ભાવ પ્રાણાયામ નહિ. જૈન શાસન ભાવ પ્રાણાયામ રુપ છે જેમાં દ્રવ્ય પ્રાણાયામની અપ્રધાનતા છે. પરંતુ નિષેધ કે ખંડન નથી. આ વાત વાચક વર્ગે ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. જૈન શાસનના આ મર્મને નહિ પામનારા આત્માઓ શાસ્ત્રોમાં દ્રવ્ય પ્રાણાયામનું વર્ણન નહિ જોવા મળતું હોવાથી તેનું ખંડન કરવા લાગી જાય તો તે જૈનશાસ્ત્રોના મર્મ પ્રત્યેની તેમની અનભિજ્ઞતા છે. શાસ્ત્રમાં જોવા નથી મળતું તેટલા માત્રથી વસ્તુ ખંડનીય બનતી નથી અને શાસ્ત્રમાં મળે તેટલા માત્રથી એકાંતે તે ગ્રાહ્ય બનતી નથી પણ સર્વત્ર સમન્વય દૃષ્ટિ અપનાવી સમાધાનકારી વલણ કેળવવું એજ ઉચિત છે. આ દૃષ્ટિમાં અશુભ ભાવોનો રેચ થાય છે અર્થાત્ બહુલતયા અશુભ ભાવો સ્પર્શતા નથી કવચિત્ થાય તો હેયબુદ્ધિ પૂર્વકના થાય છે. તેમાં ઉપાદેય બુદ્ધિ થતી નથી. શુભભાવોનું ઉપાદેય રૂપે ગ્રહણ થવું તે પૂરક છે અને તેને તે રૂપે ધારી રાખવું તે કુંભક છે. તે આ રીતે ભાવપ્રાણાયામ : ભાવપ્રાણાયામમાં પણ રેચક, પૂરક અને કુંભક હોય છે તેમાં અશુભ આચારો, અશુભવિચારો અને અશુભપ્રણિધાન-અશુભ ઉદ્દેશનો ત્યાગ હોય છે અશુભઆચારો અને અશુભવિચારો એ આગંતુક અશુભભાવ છે તેનું મૂળ આત્મામાં પડેલ વિષય અને કષાયમાં સુખબુદ્ધિરૂપ અશુભપ્રણિધાન છે. આ અંદરમાં રહેલા અશુભ પ્રણિધાનના બળ ઉપર જ અંદરમાંથી અશુભઆચાર અને અશુભવિચાર ચાલ્યા આવે છે માટે અશુભભાવો અને અશુભ આચારોને અટકાવવા હોય તો અંદરમાં પડેલ અશુભ પ્રણિધાનનો નાશ કરવો જોઈએ. ઉપરોક્ત ત્રણે ચીજોનો ત્યાગ કરવો એ ભાવરેચક છે. શુભપ્રવૃત્તિ, 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ પ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - 3 શુભભાવ અને શુભપ્રણિધાન સતત કરતા રહેવું એ ભાવપૂરક છે અને આ ત્રણેને આત્મામાં સ્થિર કરવા તે ભાવ કુંભક છે. દ્રવ્યપ્રાણાયામ કરવાથી થોડા સમય માટે અશુભ પ્રવૃત્તિ અને અશુભભાવોનો રેચ થતો દેખાય છે પરંતુ તેનાથી અંદરમાં પડેલ અશુભપ્રણિધાન - અશુભ ઉદ્દેશ નીકળતો નથી અને તેથી આત્મામાં ક્ષયોપશમભાવ - શુભ પ્રણિધાન - શુભ ઉદેશ કે જે શુભભાવ અને શુભ આચારનું મૂળ છે તે પ્રાપ્ત થતા નથી જ્યારે તત્વષ્ટા જ્ઞાની પુરુષોએ તો સાધુ અને શ્રાવકની દિનચર્યા જ એવી ગોઠવી દીધી છે કે જેમાં સતત ક્ષયોપશમભાવ - શુભ પ્રણિધાન બનેલું રહે. શુભ પ્રણિધાન, શુભ ઉદ્દેશ અને ક્ષયોપશમભાવ એ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. અને પંચાચારનું પાલન એ વ્યવહારથી મોક્ષમાર્ગ છે. . જેન શાસ્ત્ર નિર્દિષ્ટ સાધુપણાની ચર્યામાં સંસારના આરંભ સમારંભનો ત્યાગ, સંસારની પ્રવૃત્તિનો ત્યાગ, સ્વજનોનો ત્યાગ, ગુરુકૂલવાસ સેવન, ગુરુવિનય, પંચાચાર પાલન, બ્રહ્મચર્ય અને તેની નવવાડનું પાલન, વૈરાગ્યા અને આચારગ્રંથોનું અધ્યયન, સતત સ્વરૂપનું લક્ષ્ય, બાહ્ય-અત્યંતર તપ, વિહાર, લોચ, નિર્દોષ ચર્યા, કઠોર ચર્યા આ બધી ચીજ જ એવી છે કે જે અંદરમાં અનાદિકાળથી ચાલી આવતા અશુભ પ્રણિધાનને તોડી નાંખીને અશુભ પ્રવૃત્તિ અને અશુભભાવના રસને નીચોવી નાંખે છે અને આત્મામાં શુભ પ્રણિધાન એવું દૃઢ કરે છે કે જેથી શુભ આચાર અને શુભભાવ સહજ રીતે ચાલ્યા કરે અને તેથી આત્મામાં સહજ રીતે જ વિશિષ્ટ, વિશિષ્ટતર ક્ષયોપશમભાવ બનતો આવે અને આવો ક્ષયોપશમભાવ એ મોક્ષમાર્ગ છે અને તેને આત્મામાં સ્થિર બનાવવો તે ભાવકુંભક છે. તે જ રીતે શ્રાવક પણ પોતાને માટે બનાવેલા આચાર માર્ગને વળગી રહે, અભારંભી અને અલ્પ પરિગ્રહી બને અને પુણિયાશ્રાવકની જેમ સંતોષી બનીને જીવે તો તે પણ મોક્ષમાર્ગ આરાધી શકે છે, ભાવ પ્રાણાયામ પામી શકે છે. વૈરાગ્યના બળે સંસારની અનિષ્ટતાની જાગૃતિ પૂર્વક જ્યારે અંદરથી વૃત્તિઓ. શાંત થઈ જાય છે. ક્ષીણ થઈ જાય છે. જગતના આકર્ષણો - વિશેષતાઓ નીકળી જાય છે ત્યારે અંદરથી સુંદર ક્ષમા, સંતોષ, નમ્રતા વગેરે ગુણોની પરિણતિ રૂપ ક્ષયોપશમભાવ તૈયાર થાય છે અને આ ક્ષયોપશમભાવ તે મોક્ષમાર્ગ છે તે ભાવ કુંભક પ્રાણાયામ છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ બંનેનો પરસ્પર સંબંધ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના ભાવપ્રાણ છે તે મોક્ષમાં પરમ વિશુદ્ધ બનેલા છે અને તેથી જ સિદ્ધાવસ્થામાં ત્રણેનો અભેદ છે. એ ત્રણેનો અભેદ થતાં આત્મામાંથી કર્મમાત્ર ખરી પડે છે અને આત્મા પૂર્ણાનંદને પામે છે. કેવલજ્ઞાનના 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ પહેલા સમયથી માંડીને શરૂ થયેલ આનંદ સાદિ અનંતકાળ માટે એક સરખો ચાલે છે. આ આત્માના ભાવપ્રાણ સંસારી અવસ્થામાં બગડેલા છે તેમાં કર્મકૃત રાગઢંપાદિ વિકારોની અશુદ્ધિ પડેલી છે અને તેને કારણે આત્માને શરીર, ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ અને ત્રણ બળ (= મનબળ, વચનબળ અને કાયબળ) વળગેલા છે જે દ્રવ્યપ્રાણ છે. સંસાર વર્તી આત્માને પોતાના જેમ ભાવપ્રાણની રક્ષા કરવાની હોય છે તેમ દ્રવ્ય પ્રાણની પણ રક્ષા કરવાની હોય છે. બંને પરસ્પર એક બીજાના પૂરક છે . જેથી એક બગડતા બીજું બગડે છે આમ બંનેની રક્ષા કરવા દ્વારા આખરે ભાવાં પ્રાણ સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રની રક્ષા અને વિશુદ્ધિ કરી તેને પૂર્ણતાએ પમાડવાનું લક્ષ્ય અધ્યાત્મમાં હોય છે અને આ ભાવપ્રાણ ન બગડે એનો પૂરેપૂરો ખ્યાલ રાખીને જ દ્રવ્ય પ્રાણની રક્ષા કરવાની હોય છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ આ પાંચમાં પ્રાણ મધ્યમાં છે તે જડ છે, શ્વાસોશ્વાસ નામકર્મના ઉધ્યથી ચાલે છે છતાં તેની કિંમત ઘણી છે. નિદ્રામાં માણસ ઊંધી જાય છે ત્યારે શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ઊંઘી જાય છે. વિચારો ઊંઘી જાય છે પણ શ્વાસ ઊંધી જતા નથી. તે ચાલે છે, તે જડ છે, ચેતન નથી છતાં તેની તાકાત એટલી બધી છે કે તે જડ એવા શરીર અને ઇન્દ્રિય તથા મન અને બુદ્ધિ કે જે ચેતનના અંશ છે તે બંને ઉપર પોતાની અસર મૂકે છે. શ્વાસ-માણની ગતિ મંદ અને એક સરખી ચાલે તો તે શરીરમાંથી રોગાદિને દૂર કરે છે. આયુષ્યની વૃદ્ધિ કરે છે તેમ આત્મામાંથી રાગાદિની પણ હાનિ કરે છે અને ક્ષમાદિ ગુણોની પુષ્ટિ કરે છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ એ બધું વિજ્ઞાન છે જે ત્રણે કાળમાં સર્વ જીવોને એક સરખું લાગુ પડે તે વિજ્ઞાન કહેવાય. કોઈ માણસને પાંચ ઇન્દ્રિયોના વિષયો એક સાથે આપો પરંતુ એનું નાક ૧૦ મિનિટ દાબો તો દાબવા દેશે ? નહિ. કારણકે તે વખતે તે એક પણ વિષય ભોગવી શકતો નથી. આ છે પ્રાણની તાકાત !! સંસારમાં બુદ્ધિ વગરનાને ગાંડો કહેવાય છે પણ મરેલો કહેવાતો નથી જ્યારે પ્રાણ-શ્વાસ ચાલતા બંધ થઈ જાય તો તેને મરેલો કહેવાય છે. આમ દ્રવ્ય પ્રાણની પણ સાધનરૂપે કિંમત ઘણી છે પરંતુ તેનો સદુપયોગ કરી આત્માના ભાવપ્રાણ જ્ઞાન-દર્શન-ચારિત્રને વિશુદ્ધ બનાવવાના છે. આ દ્રવ્ય પ્રાણના અવલંબને પણ ભાવપ્રાણ સુધારી શકાય છે જેમ કે જ્યારે શ્વાસ બહાર કાઢવામાં આવે ત્યારે અશુભભાવો નીકળી રહ્યા છે અને બહારનો શુદ્ધવાયું અંદર લેવામાં આવે ત્યારે શુભભાવો અંદરમાં આવી રહ્યા છે આવી ભાવના કરવાથી પ્રાણ અને મનનો પરસ્પર સંબંધ હોવાથી પ્રાણ દ્વારા મનને - આત્માના પરિણામને વિશુદ્ધ કરી શકાય છે. 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ " ભાવે. યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અનંત અનંતકાળથી જીવ ઇચ્છાઓ કરે જ જાય છે, વિચારો કરે જ જાય છે છતાં વિચારો અને ઇચ્છાઓ ખૂટતા નથી કારણ કે અંદરમાં અવિનાશી એવો આત્મા બેઠો છે તે અશુદ્ધ બનેલો છે માટે ઇચ્છા અને વિચારોના બંડલો. નીકળ્યા કરે છે. જો તેને કોઈ પણ રીતે વિશુદ્ધ કરવામાં આવે તો જ આ. ઇચ્છા અને વિચાર રૂપ સંસારનો અંત આવે. ભાવપ્રાણ બગડી રહ્યા છે સંસારવર્તી જીવ વિકારોથી ખરડાયેલો છે, મન બગડેલું છે માટે સંસારની કોઈ પણ ચીજ જુએ, કાંઈક સારું સાંભળે એટલે એને તરત જ રાગ-દ્વેષ થયા. કરે છે એટલે અંદરમાં નવું નવું ચિતરામણ થયા કરે છે. હકીકતમાં તો આત્મા દર્પણ જેવો સ્વચ્છ અને નિર્મળ છે. તેનું કામ માત્ર દર્પણની જેમ જગત માત્રના પદાર્થોને જ્ઞાનરૂપી દર્પણમાં ઝીલવાનું છે. જ્યાં સુધી અંદર વિકારોની અશુદ્ધિનું બળ વધારે હોય છે ત્યાં સુધી તે શક્ય બનતું નથી. પરંતુ અશુદ્ધિ ઘટતા અને વિશુદ્ધિ વધતા તે શક્ય બને છે. આત્માના ભાવપ્રાણની રક્ષા કરી ત્યારે કહેવાય કે ગમે તેવા બહારના ઝંઝાવાતો અને ઉપસર્ગોમાં તે અડલ રહે, પ્રભુને દીક્ષા લીધા પછી ઘણા ઉપસર્ગો આવ્યા છતાં પ્રભુ અડોલ રહ્યા એટલે અંદરમાં ચિતરામણ કશું જ થયું નહિ અને આત્મા દર્પણની જેમ નિર્મળ બનવા માંડ્યો. સંસારીજીવ અને સાધક આત્મા બંને વચ્ચે ક આ જ છે કે સંસારીજીવ નિમિત્તોની અસર નીચે આવી પોતાના ભાવોને બગાડી નાંખે છે. મતિજ્ઞાનને ડહોળી નાંખે છે. અંદરમાં બધુ ચિતરામણ કરી નાંખે છે જેના કારણે દુ:ખ, અશાંતિ, અજંપો, ચિંતા, ક્લેશ, રોગ, શોક, ગ્લાનિ, પીડા વગેરેનો ભોમ બને છે જ્યારે સાધક આત્મા પોતાના ભાવપ્રાણની હંમેશા રક્ષા કરે છે. શુભાશુભ નિમિત્તોની અસર નીચે આવી જઈ રાગ-દ્વેષથી ખરડાઈ જતો નથી જેથી દરેક અવસ્થામાં પોતાની શાંત-પ્રશાંતઉપશાંત અવસ્થાને ટકાવી રાખે છે. તારક તીર્થંકરના આત્માઓ સાધનાકાળમાં ઉપસર્ગોથી પોતાના આત્માને બચાવી શક્યા એનું કારણ એક જ હતું કે ભવોભવની સાધનાથી આત્માની વિશુદ્ધિ વધતી આવેલી અને તે છેલ્લા ભવમાં પરાકાષ્ઠાએ પહોંચેલી. તેથી તેના બળે શરીરથી તદ્દન જુદો પોતાના આત્માને અનુભવતા હતા. અને સાથે તે ભવમાં કર્મનો નિકાલ કરી આત્માને પરમાત્મા બનાવવાનું જબરજસ્ત લક્ષ્ય અને પ્રણિધાન હતું અને જ્ઞાનના બળે પોતાનો આ અંતિમભવ છે એ જાણતા હતા. કર્મની સાથે પોતાનો વિજય થવાનો છે તે પણ જાણતા હતા છતાં કર્મની 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સામેનું આ યુદ્ધ લાંબુ ચાલે નહિ અને એનો જલ્દીથી અંત આવે માટે પ્રભુ ક્ષત્રિય સુભટ બની ઝઝુમ્યા અને એક પછી એક કર્મશત્રુને પરાસ્ત કર્યા, ક્ષપકશ્રેણી માંડતા પહેલા અને પછી આત્મા મોહની સામે કેવો મોરચો માંડે છે અને કેવી રીતે ઝઝુમે છે તે યુદ્ધનું વર્ણન અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહારાજે ધ્યાન અધિકારમાં આપેલ છે જે આત્માર્થીએ તેમાંથી ખાસ જોવા યોગ્ય છે. જ્યાં સુધી સંસારના પદાર્થોમાં સારાનરસાપણાની ટકાવારી મંડાય છે ત્યાં સુધી ભાવપ્રાણને વિશુદ્ધ કરવાનું કામ મુશ્કેલ છે. જ્ઞાનીઓએ બતાવેલ દ્રવ્ય ક્રિયા, ત્યાગ-તપ-સંયમનું પાલન મોક્ષેલક્ષી બનીને કરવામાં આવે અને અંદરમાં પડેલી તુચ્છ વૃત્તિઓને ખોતરીને ફેંકી દેવામાં આવે, એની ઇચ્છા જ ન જાગે અને સાથે સાથે પોતાના આત્માનું ઉર્વીકરણ કરવાની તાલાવેલીતમન્ના અને તલ સાટ જાગે ત્યારે આત્મા સંસાર માર્ગને છોડી ભાવ પ્રાણાયામના રાજમાર્ગ ઉપર આવે છે. કાંકદીનો ધન્નો, શાલિભદ્ર, ધનાજી, મેઘકુમાર એ બધાને અંદરમાંથી ચટપટી જાગી, પોતાની અનાદિકાળની ભૂલ સમજાઈ તો કેવો પુરુષાર્થ કર્યો કે એકાવનારી બની ગયા. એક માત્ર દીક્ષા શબ્દ સાંભળતા જ જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એવા વજસ્વામીએ આ. ભાવપ્રાણાયામના માર્ગે ચાલવા માતાના રાગને તોડી નાંખવાનો જબરજસ્ત પુરુષાર્થ કર્યો. રડી રડીને છ મહિનામાં તો માતાને થકવી નાંખી અને એના બળ ઉપર પોતાનું શ્રેય સાધ્યું. આમ ચોથી દૃષ્ટિમાં આ ભાવ પ્રાણાયામ સાધવાનો છે. જેમાં અશુભભાવોને કાઢી નાખવાના છે અને શુભભાવો - શુભા આચારો અને શુભ પ્રણિધાનથી આત્માને ભરેલો રાખવાનો છે. પુદ્ગલ પ્રત્યે વૈરાગ્ય કેળવી ઉદાસીન બનવાનું છે અને જીવો પ્રત્યે મૈત્રી - વાત્સલ્યના ભાવોને અસ્થિમજ્જા બનાવવાના છે. આ છે ચોથી દૃષ્ટિના ભાવપ્રાણાયામનું સ્વરૂપ, પ્રાણશક્તિનું ઉર્વીકરણ દ્વારા મનનું ઉર્વીકરણ કરી આત્માને નિર્વિકારી બનાવવો એ યોગદર્શનની પ્રક્રિયાનું ધ્યેય છે. ઉત્થાન દોષનો અભાવ અહિંયા એટલું ખ્યાલમાં રહે કે એક એક દ્રષ્ટિમાં વારંવારના અભ્યાસ પછી જ તે તે દૃષ્ટિના સંસ્કાર પડે છે અને તે પછી જ આત્મા ઉપર ઉપરની. દૃષ્ટિને પામવાનું બળ મેળવે છે. તે ન્યાયે આ ચોથી દ્રષ્ટિમાં આવેલો જીવ પહેલી ત્રણ દૃષ્ટિના યમ, નિયમ, આસનના તેમજ ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ દોષના ત્યાગના સંસ્કાર બળવાન બનાવીને આવેલ છે તેમજ અદ્વેષ, જિજ્ઞાસા અને તત્ત્વશુશ્રષા આ ગુણોની પરિણતિ એવી પ્રબળ કેળવી છે કે હવે તેને આ દૃષ્ટિમાં રખાવતા જગતના પદાર્થોનું મુલ્ય જ લાગતું નથી, વિનાશી અને અવિનાશીની ભેદરેખા બરાબર સમજાઈ ગયેલી હોવાના કારણે જીવને હવે 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અંદરમાં એવું દૃઢ બેસી ગયું છે કે આ સંસારમાં પુણ્યના ઉદયે રાજા-મહારાજા ચક્રવર્તી કે ઇન્દ્રપણું મળો તેનાથી આત્માને લાભ શું ? આ બધા પર્યાયો તો વિનાશી છે. ક્ષણભંગુર છે. પરિવર્તનશીલ છે. જે દેવલોકના દેવને બીજી સેકન્ડ ગટરમાં આળોટતો ભુંડ બનાવે, દેવીને ભુંડણ બનાવે, ચક્રીને નરક અપાવે, મનુષ્યને કૂતરો બનાવે, કૂતરાને ચંડાળ બનાવે, ચંડાળને દેવ બનાવે, દેવને વળી પાછો કૂતરો બનાવે, એવા આ સંસારના વિનાશી પર્યાયોમાં શું રાચવા જેવું છે ? ચોથી દૃષ્ટિના વૈરાગ્યના બળ ઉપર, ઉદાસીનતાના બળ ઉપર, પ્રશાંતવાહિતાના બળ ઉપર હવે તે બધું પારકું લાગે છે, બળતા ઘર જેવું લાગે છે. તેમાં આત્માના મૌલિક જ્ઞાન, દર્શન, ચારિત્રના પદાર્થોની નાલેશી, વિડંબના દેખાય છે. તેથી હવે જીવ બહારમાં ઠરતો નથી. તેનો આત્મા અંદરથી એક જ પ્રશ્ન પૂછે છે કે આ બધું મળ્યું તેમાં તારું શું ? તને શું મળ્યું ? તારા જ્ઞાન, દર્શન, ચારિત્રના કયા પર્યાયની વૃદ્ધિ થઈ ? તું શું પામ્યો ? કહ્યું છે કે - લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારનું વધવાપણું એ નવિ ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, તેનો વિચાર નહિ અહોહો એક ક્ષણ તમને અહો ! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શકિતમાન જેથી જંજીરેથી નીકળે , પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુખ તે સુખ નહિં. લક્ષ્મી વધી તો તે તિજોરીમાં વધી, સત્તા મળી તો તે બહારમાં મળી, પરિવાર વધ્યો તો મ્યુનિસિપાલીટીનું પત્રક વધ્યું એમાં આત્માનું તો કશું જ વધ્યું નહિ. આ બધાની વૃદ્ધિમાં આત્મા તો આ મનુષ્ય ભવને હારી રહ્યો છે, તેનો વિચાર તમને એક ક્ષણવાર પણ આવતો નથી એ ખરેખર આશ્ચર્ય છે. હકીકતમાં તો આ માનવભવ વિષયોનું સુખ મેળવવા માટે નથી પણ આત્માનું સ્વાભાવિક, નિર્વિકારી, નિર્દોષ સુખ મેળવવા માટે છે. તે જ રીતે મળે તે રીતે તમે મેળવો. પર વસ્તુમાં મૂંઝાવાથી આત્માને પરલોકમાં નરકાદિના દુઃખ ભોગવવા પડે છે. આમ આ આત્માને અંદરથી બધી વૃત્તિઓ નીકળી ગયેલી હોવાથી શાંતરસની ધારા ચાલે છે. પહેલી ત્રણ દૃષ્ટિમાં જેવા વિષયોના આકર્ષણ, ખેંચાણ હતા તે હવે રહ્યા નથી. હવે તો આત્મા ગ્રંથિભેદની નજીકમાં આવ્યો છે તેથી ચિત્તમાંથી ઇચ્છાઓ, વિચારો, કષાયોના ઉકળાટ બધા શાંત થઈ ગયાં છે. 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પહેલી ત્રણ દૃષ્ટિના કરેલા વારંવારના પરાક્રમ અને તેનાથી વધેલી વિશુદ્ધિનો લાભ અહિંયા અનુભવાય છે. આ સંસારમાં મનની બે જ ગતિ છે, કાં મનને અંદરમાં આત્મા સાથે જોડો અથવા મનને વિષયોમાં જોડો. મનને વિષયોમાં જોડવાથી મન ભટકતું જ રહે છે. કોઈ પણ વિષય ઉપર મન સ્થિર થઈ શકતું નથી. વિષયોમાં તો મનને એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં રખડપટ્ટી જ કરવાની છે. વાંદરીના બચ્ચા જેવી સ્થિતિ છે જેમાં વાંદરીનું બચ્ચું વૃક્ષ ઉપર ચડવાનો પ્રયત્ન કરે, પાછું ત્યાંથી નીચે આવે, ત્યાં પાછું નીચે પડેલા વૃક્ષના કચરામાં આળોટે વળી પાછું ઉપર ચડે તે ક્યાંય પણ ઠરીઠામ થતું નથી તેમ વિષયોમાં ગયેલા મનને ભટકવા સિવાય બીજું કાંઈ જ કરવાનું હોતું નથી. ત્યાં ક્યાંય વિશ્રામ સ્થાન નથી. ચંચળતા છે. જ્યારે અંદરમાં ગયેલું મન આત્મા સાથે જોડાઈને સ્વરૂપનો આનંદ અનુભવે છે. ચોથી દૃષ્ટિમાં આવેલા જીવે સંસારમાં ઘણું બધું જોઈ લીધું છે. એટલે તેને વિષયોમાં ક્યાંય પણ ઠરવાપણું નથી. ત્યાંથી તો તેનું મન ઉભગેલું છે. તેથી હવે તે શાંત બન્યું છે. સંસારનું જે સારું તે આત્માનું બગાડનારું છે એવી પાકી શ્રદ્ધા અહિંયા થયેલી છે. અશુભ ભાવોનો આચાર-વિચાર અને પ્રણિધાનનો ઉદ્દેશ રૂપે રેચ થઈ ગયો છે. આ દૃષ્ટિમાં અશુભ આચારો નીકળી ગયા છે. વિચારોમાંથી પણ મલિનતા મહદંશે નીકળી ગઈ છે અને પ્રણિધાન એક માત્ર સ્વરૂપને પામવાનું છે તેથી અંદરમાં પ્રશાંતવાહિતા છે. ઉત્થાન દોષનો અભાવ છે કારણ કે અંદરમાંથી જગતનું કાંઈ જોઈએ છે. એવી વૃત્તિ નીકળી ગઈ છે. ધર્મની ક્રિયા કરતા કે બીજી ક્રિયા કરતા અંદરથી માનાદિ કષાયોનું ઉઠવું તે ઉત્થાનદોષ છે. જેમકે દાનાદિ શુભ પ્રવૃત્તિ કરતા માન મેળવવાનો, લોકો સારા કહે, પ્રશંસા કરે અથવા હું દાનવીર છું. બીજા મારા જેવું દાન કરતા નથી. મારી જેમ સુંદર ભક્તિ કરતા નથી, ધર્મમાં હું બહુ સારું સમજી શકું છું ઇત્યાદિ કપાયોનું ઉઠવું તે ઉત્થાન દોષ છે તેનો આ દૃષ્ટિમાં અભાવ હોય છે કારણ કે તેવા પ્રકારના અનંતાનુબંધી કષાયોની ઉત્કટ મંદતાથી થયેલ પ્રશાંતવાહિતાનો લાભ આ દૃષ્ટિમાં હોય છે. જો કે વાસ્તવિક પ્રશાંતવાહિતાનો લાભ તો છઠ્ઠી દૃષ્ટિમાં થાય છે છતાં તેની કંઈક ઝલક તો અહિંયા જોવા મળે છે. જો કે આ દૃષ્ટિમાં પણ હજુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય પડેલા છે તેથી આત્માએ જાગૃતિ ઘણી રાખવી પડે છે ક્યારેક જાગૃતિનું તત્ત્વ ખૂટે અને કષાયનો ઉદય બળવાન થઈ જાય તો ક્યારેક કપાયો તેનું કામ કરી જાય તેવું બને છતાં અંદરથી ક્ષયોપશમભાવ તૈયાર થતો હોવાના કારણે તે તરત જ શમી જાય છે. 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૧ આ દ્રશ્ય જગતનું પાવર હાઉસ આત્મામાં રહેલ જ્ઞાન, દર્શન, ચારિત્રની સાથે સંલગ્ન પ્રાણશક્તિ રૂપ કુંડલિની શક્તિ છે. જ્ઞાન અને પ્રાણનો પરસ્પર સંબંધ છે. કુંડલિની શબ્દ એ યોગદર્શનનો પારિભાષિક શબ્દ છે. સંસારમાર્ગે આ શક્તિનો ઉપયોગ દેહભાવે-વિભાવ ભાવે છે. અધ્યાત્મમાર્ગે એ શક્તિનો ઉપયોગ આત્મભાવે છે. શુદ્ધ જ્ઞાન-દર્શન - ચારિત્રની શકિત કેવલી ભગવંત અને સિદ્ધ ભગવંતમાં છે. યોગદર્શન અને સાંખ્યદર્શન દ્વારા કુંડલિની શક્તિને જાગૃત કરીને ષચક્રોનું ભેદન કરીને સુષુણ્ણા નાડી દ્વારા સહમ્રારમાં પ્રવેશ કરાવી આત્માનુભવ કરી શકાય છે. કુંડલિની સુષુપ્ત હોય ત્યાં સુધી અજ્ઞાન અને મોહજનિત ભાવો વર્તે છે. જે મોહભાવે કરીને જીવ સંસારનું નિર્માણ કરે છે એથી વિપરીત કુંડલિની શક્તિ જાગ્રત થતાં નિર્મોહતા આવતી જાય છે અને મોક્ષમાર્ગ તૈયાર થતો જાય છે. ત્રીજી દ્રષ્ટિમાં ક્ષેપ નામનો દોષ ટળી ગયો હોવાથી બાહ્ય સ્ત્રી વગેરે નિમિત્તોથી -યોગમાર્ગમાંથી ચિત્તનું બહાર ફેંકાઈ જવું તે-ત્યાં ન હોવાથી ક્ષેપ નામનો દોષ ત્યાં ના હતો છતાં જાગૃતિ, પ્રણિધાન તીવ્ર ન હોવાથી અંદરથી કષાયો ઉઠવાની સંભાવના હતી તેથી ત્યાં પ્રશાંતવાહિતા ન હતી જે આ દૃષ્ટિમાં જોવા મળે છે. સારી પણ ક્રિયા સારાભાવ પૂર્વક કરવા છતાં ચિત્તમાંથી-અંદરથી કષાયો - દોષો — વિકારો ન ઉઠે તો જ તેનો આનંદ અનુભવાય છે. એટલે જે યોગ પડ્યો છે તેમાં જ મન પડાયેલું રહેવું જોઈએ અન્યથા એક યોગમાંથી બીજા સારા પણ યોગમાં ચિત્ત ઉઠીને જાય તો તેનું જામે નહિ. જેમ એક જગ્યાએ એક બીજ વાવ્યું. પાણી ખાતર વગેરેનું સિંચન થયું. છોડ થયો તેને ઉખેડીને બીજે રોપો વળી ત્યાંથી ઉખેડીને ત્રીજે વાવો તો તેનું ફળ મળતું નથી તેમ ઉત્થાન દોષમાં આત્માને ચિત્તનું ઠરવાપણું થતું નથી, ત્રીજીદૃષ્ટિમાં કષાયો-દોષોનું ઉત્થાન હતું અને ચોથી દૃષ્ટિમાં તે નથી તે બંનેમાં બોધ જ કારણ છે. ત્રીજી દૃષ્ટિમાં બોધને અનુરૂપ સંસ્કારોનું આધાના થતું ન હતું તેથી ત્યાં પયઃ સ્મૃતિ હતી જ્યારે ચોથી દ્રષ્ટિમાં બોધને અનુરૂપ સંસ્કારોનું ઉત્થાન થાય છે તેથી ત્યાં દોષોનું ઉત્થાન થતું નથી. તત્ત્વશ્રવણ નામનો ગુણ આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. ત્રીજી દ્રષ્ટિમાં તત્ત્વશુશ્રુષા અર્થાત્ તત્ત્વને સાંભળવાની ગરજ એવી પેદા કરી હતી કે જેના બળ ઉપર હવે ત સાંભળવા મળતાં જ તત્ત્વ પામી જાય તેવી યોગ્યતા ધરાવે છે. આ દૃષ્ટિમાં રહેલો જીવ તત્વ સંભળાવનાર ગુરુ પ્રત્યે અથાગ આદર 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 બહુમાન અને પ્રીતિ ધરાવે છે. એનો પરિપૂર્ણ વિનય અને ભક્તિ કરે છે. જેમ અષાઢ મહિનો આવે અને ચાતક જે રીતે આકાશની સામે મીટ માંડીને જોયા કરે તે રીતે આ જીવ ગુરુના એક એક વચનને ધારી ધારીને સાંભળે છે. જગતમાં મને કોઈ અપૂર્વ ચીજ મળી રહી હોય તે રીતે સાંભળે છે. સાંભળીને એની ધારણા કરે છે. એની ઉપર વિચારણા કરે છે. વિસ્મય અને અહોભાવપૂર્વક સાંભળે છે. સાંભળતા એની રોમરાજી બધી વિકસિત થઈ જાય છે. પાંચમી દૃષ્ટિમાં જે સૂક્ષ્મબોધ-તત્ત્વબોધ થવાનો છે તે આ તત્ત્વશ્રવણ નામના ગુણના બળ ઉપર થવાનો છે. ત્રીજી દૃષ્ટિમાં ઉત્પન્ન થયેલ તત્ત્વશુશ્રુષાતત્ત્વની ગરજ તેના ફ્ળરૂપે આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ નામનો ગુણ પેદા થાય છે અહિંયા તત્ત્વશ્રવણઘેન તત્વશ્રવણ હોય છે આના દ્વારા તત્ત્વશુશ્રુષાથી પૂર્વમાં જે તત્ત્વશ્રવણ છે તેનો વ્યવચ્છેદ કર્યો છે. તત્ત્વશ્રવણનો તલસાટ હોય છે તેના વિના જીવનમાં કાંઈક ખૂટતું હોય એવું લાગે છે. જેમ ભોજન સારામાં સારું હોય પણ તેમાં મીઠું ન નાંખ્યું હોય તો ભોજન નીરસ લાગે છે તેમ આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ વિના જીવને ચેન પડતું નથી. તત્ત્વશ્રવણ જીવને ઠારનારું બને છે. એટલે જ્યાં જ્યાં તત્ત્વની વાત સાંભળવા મળે ત્યાં ત્યાં જીવ સંસારના લાખો કામ પડતા મૂકીને પણ દોડી જાય છે. શ્રવણ કરતા રાગાદિ મળો નીકળવા માંડે છે. આત્મઘરની નિકટતા અનુભવાય છે. ગુણોનું સંવેદન થાય છે. હેોપાદેયનો વિવેક જામવા માંડે છે. ભાવિ અંધકારમય નથી પણ ઉજળું છે એવી પ્રતીતિ થવા માંડે છે. તત્ત્વને જણાવનારા ગુર્વાદિ પ્રત્યે અતિનિકટતા અને આત્મીયતાની અનુભૂતિ થાય છે. તત્ત્વશ્રવણથી તત્ત્વ પ્રત્યે પ્રેમ જાગે છે. ઉપયોગમાં તત્ત્વ ઘૂંટાતું જાય છે તેથી કષાયોને ફાવટ આવતી નથી. તત્ત્વશુશ્રુષા વિનાનું તત્ત્વશ્રવણ બહુ ઉપયોગી બનતું નથી. તત્ત્વશ્રવણ અને તેનાથી ઉત્પન્ન થતો તત્ત્વનો પ્રેમ તેના કારણે અશુભભાવોનો અશુભક્રિયાનો - અશુભસંસ્કારનો રેચ સહેલાઇથી થાય છે. તત્ત્વબોધ પામનાર જીવોની યોગ્યતા કેવી હોય ? પ્રભુ મહાવીરનો આત્મા નયસારના ભવમાં અટવીમાં કાષ્ઠ લેવા ગયેલ. તેમાં અટવીમાં ભૂલા પડેલ મહાત્માનો યોગ થયો. તે જાણીને નયસારના મુખમાંથી જે શબ્દો નીકળે છે તે ખરેખર જાણવા જેવા છે. જેથી આપણને ખ્યાલ આવે કે નજીકમાં સમ્યક્ત્વ પામનારા તત્ત્વ પામનારા જીવોમાં કેવા પ્રકારની દિવ્યદૃષ્ટિ હોય છે ! પ્રભો ! આપ માર્ગ ભૂલ્યા અને આ અટવીમાં આપને અનેક કાંટા, કાંકરા, કષ્ટો સહન કરવા પડ્યા એ જો કે બરાબર થયું નથી એમ છતાં અમારું તો - – 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - 3 ૧૩ આજે અહોભાગ્ય જાગ્યું કે આવા જંગલમાં જંગમ કલ્પવૃક્ષ સમાન આપ મહાત્માઓના પવિત્ર દર્શનનો અને સુપાત્ર દાનનો લાભ મળ્યો. પ્રભો! આપ આપની મર્યાદા પ્રમાણે આહાર વાપરવાનો ઉપયોગ કરો. અમે પણ ભોજન કરી લઈએ પછી આપને જે ગામ જવું છે ત્યાં આપને અમે ભેગા કરી દઈએ. આના દ્વારા મહાત્માઓના હૃદયમાં એક છાપ ઊભી થઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ આત્માને ધર્મ પમાડવો જરૂરી છે. એમ મા જ્યારે એને કહે છે કે તમે અમને દ્રવ્ય અટવીનો માર્ગ બતાવ્યો છે તો અમારે પણ જો તમે ઇચ્છતા હો તો ભાવમાર્ગ બતાવવાની ઇચ્છા છે. તે વખતે નયસાર કહે છે કે પ્રભો ! મને આપના શિષ્યની જેમ માનો અને આપના શિષ્યને આપ વિના સંકોચે જે ઠીક લાગે તે કહો છો તેમ મને પણ કહો. ત્યારે મહાત્મા મોક્ષમાર્ગ સમજાવે છે. અનાદિકાળથી જીવની સંસારમાં ચાલતી રખડપટ્ટીનો ખ્યાલ આપે છે અને તેમાં સુદેવ સુગુરુ સુધર્મની ઓળખ આપે છે. આ વાત નયસારના આત્માએ કેવા આદર બહુમાન પૂર્વક સાંભળી હશે કે જેના બળે અનાદિકાલીન દુર્ભેધ એવી રાગ દ્વેષની ગ્રંથિ ભેદાઈ જતાં તે સમકિત પામે છે. આ તત્ત્વશ્રવણ ગુણની પ્રાપ્તિ પણ બહુ દુષ્કર છે. સમગ્ર યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથનું મંથન કરતા એક વાત ઉડીને નજરે ચઢે છે કે મલિન અંતઃકરણ એ સંસાર છે. મલિન અંતઃકરણવાળાને દુષ્ટ અંતઃકરણવાળાને કદાગ્રહ, હઠાગ્રહ અને મતાગ્રહમાં પડેલા જીવોને યોગની દૃષ્ટિ સાથે કોઈ સંબંધ નથી. યોગ અને યોગની દૃષ્ટિને શુકલ અંતઃકરણ સાથે સંબંધ છે. મલિન અંતઃકરણ સંસાર છે. શુક્લ અંતઃકરણ એ મોક્ષમાર્ગ છે. અને અંતઃકરણનાં નાશે પ્રાપ્ત થતું કેવલજ્ઞાન એ ભાવમોક્ષ છે. જ્યારે અઘાતીકર્મના નાશે પ્રાપ્ત થતી અવસ્થા એ દ્રવ્યમોક્ષ છે. પહેલા ભાવમોક્ષ થાય છે પછી દ્રવ્યમોક્ષ થાય છે. - આજે આપણે ભલે સમકિત ન પામ્યા હોઈએ. કદાચ તત્ત્વશ્રવણ નામનો આ દૃષ્ટિનો ગુણ પણ ન પ્રાપ્ત થયો હોય છતાં જીવને એક અંદરથી દૃઢ વિશ્વાસ જોઈએ કે પરમાત્માની કૃપાના બળે જરૂર એક દિવસ આગળ વધી શકશું. આ વિશ્વાસ જીવને મોક્ષ માર્ગે આગળ વધવા બહુ ઉપયોગી છે. સૂક્ષ્મ બોધનો અભાવ આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધનો અભાવ હોય છે કારણ કે બોધની સૂક્ષ્મતા અનેકાંત દૃષ્ટિના બળ ઉપર થઈ શકે છે. પદાર્થ માત્ર અનંતધર્માત્મક છે તેથી તે તે દૃષ્ટિકોણથી - તે તે નય વિવક્ષાથી પદાર્થનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોય છે. પદાર્થને અનેકાંત દૃષ્ટિથી તપાસ્યા પછીથી જીવને તેનાં કોઈપણ સ્વરૂપમાં આગ્રહ આવતો નથી અને તેને કારણે એની બુદ્ધિ ક્યાંય પણ બંધિયાર બનતી નથી અર્થાત્ બુદ્ધિ રાગ દ્વેપથી લેપાતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો બુદ્ધિ મુલાયમ રહે છે. કોઈપણ પદાર્થનું જ્ઞાન થયા પછી બુદ્ધિ કર્કશ બને નહિ, અંતઃકરણ રાગ દ્વેષથી લેપાય નહિ, પરંતુ બુદ્ધિ soft- મુલાયમ રહે, 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અંત:કરણમાં દેવગુણોનો વાસ રહે એ સ્યાદ્વાદ પરિણમ્યાનું ળ છે. સ્યાદ્વાદ દર્શનમાં જન્મ્યા એટલા માત્રથી સૂક્ષ્મબોધ આવી જાય છે એવું નથી. જેન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તેથી પણ સૂક્ષ્મબોધ થઈ જાય છે એવું નથી. પણ તે ભણતા ભણતા અનાદિ કાલીન બધી ગ્રંથિઓ તૂટતી જાય અને બોધમાં વિશુદ્ધિ વધતી જાય ત્યારે બોધ સૂક્ષ્મ બને છે. જ્યાં સુધી બોધમાં અજ્ઞાનજન્ય કે મોહજન્ય ગાંઠો પડેલી હોય છે ત્યાં સુધી બોધમાં સૂક્ષ્મતા આવતી નથી. બોધમાં રહેલ વિપરીત આગ્રહ અને અનંતાનુબંધી કષાય એ ગાંઠ છે. ગાંઠ સર્વત્ર વર્જ્ય છે જિહાં ગાંઠો તિહાં નહિ રસો, જિહાં રસો તિહાં નહિ ગાંઠો – ઉપાધ્યાયજી મહારાજ. જેમ શેરડીની ગાંઠ રસને ન પામવા દે. તેમ શરીરમાં લોહીની - ગાંઠ - મૃત્યુ લાવે, શરીરમાં કફ્તી - ગાંઠ - શ્વાસ અટકાવે, શરીરમાં આમની - ગાંઠ - સંધિવાત લાવે, આત્મામાં વૈરની - ગાંઠ - દુર્ગતિ અપાવે આત્મામાં રાગની - ગાંઠ - મોક્ષ અટકાવે. એટલા જ માટે મુનિને નિગ્રંથ કહ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ગાંઠ જેનામાં ન હોય તે નિગ્રંથ. કષાયની તીવ્રતા આત્મામાં મિથ્યાત્વ લાવે છે અને મિથ્યાત્વની તીવ્રતામાં વિપરીત વિચારધારા ચાલે છે જે ગાંઠ સ્વરૂપ બને છે. વિષયની ગાંઠ, ચોરીની ગાંઠ, અહંકારની ગાંઠ, માયાની ગાંઠ વગેરે અનેક પ્રકારની ગાંઠો છે. આ ગ્રંથિઓ બધી ટાઈમ બોમ્બ જેવી છે. જે અનુકૂળ દ્રવ્ય - ક્ષેત્રાદિ મળે ત્યારે ક્ટ છે અને પોતાનો પ્રભાવ દેખાડે છે. ગાંઠનું કામ દૃષ્ટિને મલિન કરવાનું છે, બુદ્ધિ ઉપર અંધારપટ ઊભું કરવાનું છે. જ્યાં સુધી દૃષ્ટિ મલિન છે ત્યાં સુધી આત્માને કરોડો અબજ ભવે પણ સમકિત પ્રાપ્ત થતું નથી. ખોટા વિચારોની તીવ્રતાથી, કોઈના માટે ખોટા અભિપ્રાયો આપવાથી અનાદિકાલીન ગાંઠો મજબૂત બને છે. એ ગાંઠ જ્યારે ફૂટે છે ત્યારે અજ્ઞાની તેમાં એકમેક થઈ જાય છે. અજ્ઞાની વિચારની સાથે શાદી કરે છે જ્યારે જ્ઞાની શેકહેડ , રામરામ કરે છે. આ ગાંઠોને તોડવા માટે ગુરુકૃપા અને સર્વજ્ઞશાસ્ત્રોનો નિરંતર અભ્યાસ અત્યંત જરૂરી છે. આના બળે જીવ પોતાના પરિણામો અને કષાયોના પરિણામોને ઓળખવાનું સામર્થ્ય પામે છે અને એ સામર્થ્ય વધતા જેમ જેમ કપાયના પરિણામમાં અરૂચિ, હેય 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - 3 ૧૫ બદ્ધિ તીવ્ર બને છે તેમ તેમ તે આગળ વધીને ગ્રંથિભેદ કરી શકે છે. ચોથી દૃષ્ટિમાં ગુણો ઘણા હોવા છતાં - ગુણ દૃષ્ટિ વિકસિત થયેલી હોવા છતાં સૂક્ષ્મબોધની ખામી છે અને તેથી બધા જ કપાયના પરિણામમાં તેને હેય બુદ્ધિ નથી. અહિં ખ્યાલમાં આવતા કપાયો પ્રત્યે હેય પરિણામ છે પણ ગ્રંથિ ન ભેદાવાના કારણે અંદરમાં પ્રવર્તતા કેટલાક કપાયના પરિણામો જ એવા છે કે જેના તરફ ખ્યાલ જ જતો નથી તેથી ત્યાં અનાભોગથી પણ-અજાણતા પણ ઉપાદેય પરિણામ રહીં જાય છે. ગુણષ્ટિ ખીલેલી હોવા છતાં નબળો બોધ જીવને આગળ વધવામાં અટકાયત કરે છે. સૂક્ષ્મબોધ વિના પરિણતિ સારી બનવા છતાં સૂક્ષ્મ બનતી નથી. ગુણો સૂક્ષ્મ બનતા નથી. આ દષ્ટિના બોધને દીપકની ઉપમા જેમ દીવાને સુરક્ષિત સ્થાનમાં રાખવામાં ન આવે તો પવનનો ઝપાટો લાગતા તેનો પ્રકાશ બુઝાઈ જવાની સંભાવના છે. તેમ આ દૃષ્ટિનો બોધ પણ ક્યારેક પ્રબળ અશુભ નિમિત્તો મળતા આત્મા જાગૃતિ ગુમાવી બેસે તો ચાલી જવાની સંભાવના છે. જેમ દીવો પ્રકાશ માટે તેલ - વોટ આદિની અપેક્ષા રાખે છે તેમ આ દૃષ્ટિનો બોધ પણ પ્રગટ થવા કે તેમાં ટકી રહેવા માટે જ્ઞાનાવરણીય - મોહનીય કર્મના ક્ષયોપશમની તેમજ શુભનિમિત્તોની અપેક્ષા રાખે છે જો આ ન મળે તો આ દૃષ્ટિના બોધને આંચ આવવાની સંભાવના છે માટે આ દૃષ્ટિના બોધને જે દીપકના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે તે યથાર્થ છે. ભાવ રેચકાદિના ગુણને અર્થાત્ ળને કહે છે - प्राणेभ्योऽपि गुरुधर्मः सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थं न धर्मं प्राणसङ्कटे ॥ ५८ ॥ પ્રાણથી પણ ધર્મને અધિક માને - ઉપર કહ્યા મુજબ શુભાશયથી યુકત અને તત્ત્વ શ્રવણ ગુણની પ્રધાનતાવાળો જીવ પોતાની વિશુદ્ધિના બળે. પ્રાણથી પણ ધર્મને શ્રેષ્ઠ માને છે. જીવને “જે દુર્ગતિમાં પડતા અટકાવે, સગતિમાં સ્થિર કરે અને પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડે” તે ધર્મ છે. આ દૃષ્ટિમાં કષાયોનું ધોવાણ સારા પ્રમાણમાં થયેલું હોવાથી ચિત્તવૃત્તિ સ્ફટિકના જેવી નિર્મળ બની છે. પારદર્શક બની છે તેથી સંસારનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ ઓળખાય છે. ધર્મ, તેને બતાવનારા તીર્થકર પરમાત્માઓ, સદ્ગુરુઓ વગેરેનું પણ માંહાસ્ય સમજાયું છે તેથી પુણ્યના ઉદયથી ગમે તેટલો સારો સંસાર મળ્યો હોય તો પણ તેની કોઈ વિશેષતા દેખાતી નથી. આ બધાની વચ્ચે પણ ધર્મ મળ્યો, અંદર ઠરવાપણું થયું, કપાયોની પીડા નહિવત થઈ ગઈ, ઉપશમભાવ અનુભવાયો એનો જ આનંદ છે. તેથી જ લાખો 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3 કામ પડતા મૂકીને પણ તત્ત્વશ્રવણ મળે તો તેને માટે ચાલ્યો જાય છે. પોતાની દૃપ્ટિમાં ભૌતિક સંપત્તિ, અદ્ધિ સિદ્ધિ નહિ પણ આત્મગુણોનું જ આકર્ષણ વધ્યું છે તેથી ધર્મને છોડીને બીજી કોઈ ચીજ તેના આકર્ષણનું કેન્દ્ર બની શકતી. નથી. અપ્સરા જેવી સ્ત્રીઓ, ચૌદ રત્નો, નવનિધાનો કે વિશાળ પૃથ્વીનું સામ્રાજ્ય તેને ભારરૂપ, ત્રાસરૂપ અને બોજારૂપ લાગે છે અને તેથી જ કરીને જીવને કપાયોનું ઉત્થાન થતું નથી. ઉલ્યાનદોષ આ રીતે ટળી ગયેલો હોય છે. ધર્મની સાથે ચોળ-મજીઠના જેવો રંગ લાગેલો હોય છે. સંસાર વર્તી દરેક જીવને ઇન્દ્રિયાદિ ૧૦ પ્રાણો અત્યંત પ્રિય હોય છે કારણ કે તેના દ્વારા જ તેનું જીવન હોય છે તેને ટકાવવા, વધારવા, નાશ પામતું બચાવવા સંસારમાં જીવો કઈ કઈ ને કેવી કેવી પ્રવૃત્તિ કરે છે તે કાંઈ કહેવાની જરૂર નથી. પ્રદેશી રાજાને પોતાની પત્ની સૂર્યકાન્તા ઉપર ગાઢ રાગ હતો તો તેની સાથે જંગલમાં ગયેલો. તે કહે છે કે સ્વામિન ! ભૂખ લાગી છે, રહેવાતું નથી તો પ્રદેશીએ તેની પ્રત્યેના રાગને કારણે પોતાની જાંઘ ચીરીને માંસ ખવડાવ્યું અને પછી કહે છે કે સ્વામિન ! તરસ લાગી છે ગમે તે રીતે પાણી લાવો તો પ્રદેશીએ પોતાની નસ ચીરી પાનનો પડિયો બનાવી તેમાં લોહી ભરીને પાયું. પૈસા, પત્ની અને પુત્રાદિને પોતાના માનીને તેના ગાઢ રાગે જીવે અનંતીવાર પ્રાણ ખોયા છે. દ્રવ્યના લોભથી વૃક્ષો પણ પોતાના પૂર્વના દાટેલા નિધાનોને મૂળિયાથી ઢાંકે છે. પોતાના નિધાનો ઉપર પંચેન્દ્રિય જીવો પણ મૂછથી ઉત્પન્ન થાય છે. સર્પ, ઉંદર, ગૃહગોધા, પિશાચ, પ્રેત, ભૂત અને યક્ષ વગેરે પણ નિધાનભૂમિ ઉપર લોભથી ક્ષ્ય કરે છે. વિમાન, આભૂષણ, ઉધાન, વાવડી આદિમાં મોહ પામેલા દેવો પણ મરીને પાછા તેમાં જ એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થઈ જાય છે. ક્ષત્રિયો યુદ્ધની ભૂમિ ઉપર દેશની રક્ષા ખાતર તેમજ સ્ત્રીના શીલની રક્ષા ખાતર પોતાનું બલિદાન આપે છે. એક ક્ષત્રિય પરણીને આવેલો અને ત્યાં જ યુદ્ધની નોબત વાગી. ક્ષત્રિયાણી તેને કહે છે - સ્વામિ! લ્યો તલવાર, અને જાવ યુદ્ધની ભૂમિ ઉપર, શત્રુ ઉપર વિજય મેળવીને પાછા ફ્રજો, કાં રણ મેદાનમાં ખપી જજો પણ શત્રુને કાયરતા નહિ બતાવતા. ક્ષત્રિયાણીના કહેવા છતાં તે જતો નથી ત્યારે ક્ષત્રિયાણીને આશ્ચર્ય થાય છે કે આમ કેમ ? કદી ન બને એવું બની રહ્યું છે. ક્ષત્રિયાણી પૂછે છે સ્વામિન્ ! કેમ તમે જતા નથી? ત્યારે તે કહે છે કે હું જઉં પછી તારું શું ? ક્ષત્રિયાણી સમજી ગઈ કે તેમને કર્તવ્યના પાલનમાં મારો રાગ આડો આવે છે જો આ સમયે હું ચુકું તો ક્ષત્રિયાણી ન કહેવાઉં. તેથી કહે છે કે લાવો, તલવાર મને આપો. પોતાના હાથમાં લીધી. પોતાના ગળા ઉપર વી દીધી અને પછી કહે છે કે લ્યો ! લઈ જાવ અને હવે યુદ્ધ 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩ ૧૭ ભૂમિમાં જઈ કર્તવ્ય અદા કરો આ દ્રશ્ય જોતાં જ તેનું ક્ષાત્રવટ ખીલી નીકળ્યું. તલવાર લઈને યુદ્ધની ભૂમિમાં ગયો, વિજય મેળવીને પાછો . પછી માને પૂછે છે કે મા ! મારે માટે આવું અસંભવિત સંભવિત કેમ બન્યું ? હું આટલો કાયર કેમ બન્યો ? તે વખતે મા કહે છે કે દીકરા! એક વખત હું સ્નાન કરતી હતી અને તું રડવા લાગ્યો દાસીએ તને સ્તનપાન કરાવ્યું મને ખબર પડતા તરત જ મેં ઓકાવી નાંખ્યું પણ તેના જે બે-ચાર ટીપા અંદર રહી ગયા હશે તેનું આ પરિણામ છે. તે જ રીતે દેશપ્રેમીઓએ દેશની ખાતર પોતાના પ્રાણ આપ્યા. અંગ્રેજોએ તેમને પકડ્યા. જેલમાં પૂર્યા, દેશની ગુપ્ત વાતો જાણવા માટે તેમને પૂછવામાં આવ્યું. છતાં દેશ પ્રત્યેના પ્રેમ ખાતર એક અક્ષર પણ ન બોલ્યા. તેને કારણે તેમને બરફ્તી લાદીઓ ઉપર સુવાડવામાં આવ્યા, તેમના ગુપ્તભાગોમાં લાલચોળ તપાવેલી સોયો ખોસવામાં આવી છતા બધું સહન કર્યું પણ એક અક્ષર ન બોલ્યા. તે જ રીતે આઝાદીની લડત વખતે ભગતસિંહને ફાંસી આપવામાં આવી તો હસતે મોંએ તે સ્વીકારી લીધી. આમ જેને જેની પ્રત્યે ગાઢ રાગ-મેમ હોય ત્યાં પોતે પોતાના પ્રાણ જતા કરે છે તે દેખાય છે. ધર્મની ખાતર પ્રાણ આપે - તેમ આ દૃષ્ટિમાં વર્તતા જીવો અવસરે ધર્મની ખાતર પ્રાણ આપે છે કારણ તે માને છે કે ધર્મ છે તો બધું છે. ધર્મના પ્રભાવે મનુષ્યભવ મળ્યો, શાસન મળ્યું, દેવ-ગુરુ મળ્યા, નિર્મળ બુદ્ધિ મળી, સંસ્કારી માતાપિતા મળ્યા, નરકાદિ દુર્ગતિઓ ધર્મના પ્રભાવે ટળી. ધર્મ વિના અનંતકાળ દુર્ગતિમાં રખડયો - આડડ્યો - રઝળ્યો, સૂક્ષ્મનિગોદ, બાદર નિગોદ, એફેન્દ્રિય, વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિયના ભેદોમાં બધે જ ભટકતા ક્યાંય મને પરમાત્મા જોવા મળ્યા નથી માટે પોતાની સુમતિ સખીને સમ્યગદૃષ્ટિ જીવ કહી રહ્યો છે કે હે સખી ! મને હવે ચન્દ્રની પ્રભા જેવા મુખવાળા ચન્દ્રપ્રભુને જોવા દે - એ વાત આનંદઘનજી મહારાજ કહી રહ્યા છે. જિનેશ્વર દેવના દર્શન વિના હું અનેક સ્થાનોમાંથી પસાર થયો છું. એ વિચાર આગમમાંથી જાણવા મળે છે માટે હે સખી ! તેમની નિર્મળ સેવા કરી લેવી જોઈએ. માટે હે સખી! હવે મને તું પ્રભુના મુખને જોવા દે. આવા ધર્મથી વધારે જગતમાં છે શું ? ધર્મ તો આપણને કોલ આપે છે કે, “તું મને બરાબર સાચવ તો હું ભવોભવ દુર્ગતિથી તારી રક્ષા કરીશ.” વીરવિજય મહારાજ પૂજીની ઢાળમાં લખે છે કે શ્રાવક સમતા ભાવમાં રહી સામાયિક કરે અને તે વખતે આયુષ્ય બાંધે તો ૯૨ ક્રોડ ૫૯ લાખ ૨૫ હજાર ૯૨૫ પલ્યોપમનું વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે. સંસારમાં આવી ખાત્રી આપવા કોણ તૈયાર છે ? આખી જિંદગી કોઈ 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શેઠિયાની ગુલામી કરીને મરી જઈએ તો પણ તે એટલી પણ ખાત્રી આપવા તૈયાર નથી કે જા, તને આ જીવનના છેડા સુધી દુ:ખ નહિ આવવા દઉં. ધર્મવિનાનું જીવન તો પશુતા છે. સંસારમાં જેમ શ્રમજીવીની જરૂર પડે છે, બુદ્ધિજીવીની જરૂર પડે છે તેમ સારી રીતે જીવવા ચારિત્રજીવીની પણ એટલી જ આવશ્યકતા છે. આજે ભાઈ કે બહેન ખુલ્લા બજારમાં વિના ભયે ી શકે છે, અલંકાર પહેરી શકે છે તે કરૂણા સાગર તીર્થંકર પરમાત્માના ધર્મનો પ્રભાવ છે. અનાર્ય દેશો કે જ્યાં પરમાત્માનો ધર્મ નથી ત્યાં આ સલામતી નથી. શાંત સુધારસમાં ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ ધર્મભાવનાના અધિકારના વર્ણનમાં કહી રહ્યા છે કે આ જગતમાં સૂર્ય ચંદ્ર નિયમિત ઉદય અને અસ્ત પામે છે, સમુદ્ર મર્યાદા ઉલ્લંઘતો નથી. આ બધો પ્રભાવ તારક તીર્થંકર પરમાત્માના ધર્મનો છે. છટ્ટા આરામાં જ્યારે ધર્મ નાશ પામી ગયો હશે ત્યારે આ બધા તત્ત્વો ભયંકર ઉલ્કાપાત મચાવશે. આ દૃષ્ટિમાં રહેલા જીવને એ શ્રદ્ધા છે કે પ્રાણ તો અનંતીવાર મળ્યા અને ગયા પણ પ્રભુનો ધર્મ ન મળ્યો, આત્મા ઉપશમરસના સરોવરમાં ઝીલ્યો નહિ. માટે ભવોભવ જન્મમરણ થયા. જીવને એ ખાત્રી છે કે જો ધર્મ વિશુદ્ધ કોટિનો કરીશ તો સાનુબંધ સદ્ગતિ મળશે અને અંતે મોક્ષ મળશે. આ શ્રદ્ધા હતી તો - (૧) વંકચૂલ કે જે રાજકુમાર હોવા છતાં ભવિતવ્યતાના બળે પિતાનું રાજ છોડી ચોરોની પલ્લીનો અધિપતિ બન્યો છે તેણે સાધુએ આપેલા નિયમોનું પ્રાણના ભોગે પાલન કર્યું. જેના પ્રભાવે રાજાની રાણી એ સામેથી ભોગ ભોગવવાની માંગણી મૂકી તો પણ ન ફ્લાયો. અડગ રહ્યો તો તેના પ્રભાવે મંત્રી બન્યો અને જ્યારે છેલ્લે તબિયત બગડતા વેધો કાગડાનું માંસ ખાવાનું કહે છે તો પણ પોતાનો નિયમ સાચવ્યો, તે માટે મૃત્યુ આવ્યું તો વધાવી લીધું પણ નિયમનો ભંગ ન કર્યો તો મરીને બારમાં દેવલોક ગયો. (૨) હંસ, પરમહંસ - કે જે હરિભદ્રસૂરિજી મ.સા.ના ભાણેજ અને શિષ્ય હતા તેમને બોદ્ધમત ભણવાની ઇચ્છા થઈ. અંદરમાં રોમરોમમાં પ્રભુ શાસનનો રાગ અને ખુમારી બેઠેલી છે કે એક વખત તેની બધી અકાઢ્ય યુક્તિઓ જાણી લઇએ અને પછી તેનું ખંડન કરી પ્રભુશાસનના મૃતના વારસાને સમૃદ્ધ બનાવી દઈએ એ માટે પોતાના ગુરુ પાસે બૌદ્ધ મત ભણવા જવાની આજ્ઞા માંગી. ગુરુ ના પાડે છે. કારણ ત્યાં જવું હોય તો છુપા વેશે જવું પડે, તેમાં પકડાઈ જાય તો પ્રાણ લીધા વિના તેઓ છોડે નહિ તેથી ગુરુ ના પાડે છે. છતાં પોતાની ઇચ્છાને રોકી શકતા નથી અને ગુરુની ઇચ્છાની ઉપરવટ થઈને ગયા. રોજ ગુણવેશે ભણે છે. ભણીને રોજનું રોજ તેનાં ઉપરનું ખંડન લખી નાંખે છે તેમાં કરતા એક દિવસ એક પાનું ઉડ્યું. તેના નાયક પાસે પહોંચ્યું. ખ્યાલ આવ્યો કે 'E')" 5' 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૧૯ આ કોઈ અહંતના ઉપાસકો અહિંયા છુપાવેશે ઘુસી ગયા છે. તેમને ઓળખવા જોઈએ અને પછી સજા કરવી જોઈએ. તે ઓળખવા માટે નીચે ઉતરવા માટેના દાદર પર અરિહંતની મૂર્તિ મૂકી અને પછી બધાને આજ્ઞા કરી કે ક્રમસર એક પછી એક આ મૂર્તિ ઉપર પગ મૂકીને ઉતરો. જ્યારે એમનો વારો આવ્યો ત્યારે મનમાં એક જ ખુમારી અને શ્રદ્ધા હતી કે મરી જઈએ તે હા, પણ ત્રણ કાળમાં અરિહંત પરમાત્માની મૂર્તિ ઉપર પગ તો ન જ મૂકીએ એટલે એક કોલસો હાથમાં લઈ તેનાથી તે મૂર્તિ ઉપર જનોઈ દોરી અને બુદ્ધની મૂર્તિ બનાવી પછી તેના ઉપર પગ મૂકીને ઉતરી ગયા. જેવા ઉતર્યા, તેની સાથે જ પાછળ બુદ્ધના અનુયાયીઓ પકડવા દોડયા. બંને ભાગી રહ્યા છે, બેમાંથી એક બીજાને કહે છે કે જા, તું જલ્દી જઈને ગુરુને સમાચાર આપ અને હું આ લોકોની સાથે ટક્કર ઝીલું છું. તેમની સામે લડતા લડતા પોતે ખપી ગયા અને બીજાએ જઈને ગુરુના ખોળામાં માથું મુક્યું ત્યાં તેના પણ પ્રાણ નીકળી ગયા. આમ ધર્મની ખાતર પ્રાણ આપી દીધા પણ પ્રાણને બચાવવા ધર્મ ન છોડ્યો. (૩) તે જ રીતે સુદર્શન શેઠને અભયા રાણીએ પોતાની દાસી દ્વારા ફ્લાવી અંતઃપુરમાં લાવવામાં આવ્યા અને કામ-ભોગની માંગણી કરી છતાં સુદર્શન મક્કમ રહ્યાઆખરે રાણીએ સુદર્શન શેઠ ઉપર ખોટો આરોપ મુક્યો. પોતાના વસ્ત્ર ફાડી નાખ્યા અને કોઈક ગુંડો અંતઃપુરમાં આવીને મારી આબરૂ લુંટી રહ્યો છે વગેરે પ્રપંચ કર્યો. ખુદ રાજા આવીને આ બાબતમાં જે સત્ય હોય તે પ્રકાશવા સુદર્શન શેઠને જણાવે છે. ભલે તમે મારા અંતઃપુરમાંથી પકડાયાં છો છતાં આ વિષયમાં તમે જે કહો તે હું સત્ય માનવા તૈયાર છું છતાં સુદર્શન શેઠ મોન રહે છે. એક જ વિચારે છે કે બ્રહ્મચર્યની પરીક્ષામાં હું સફળ થયો છું હવે એક આત્માની રક્ષાનો વિષય છે તેમાં જો હું સત્ય કહું તો રાણીને રાજા મારી નાંખે અથવા દેશ નિકાલ કરે અથવા બંનેનો સંસાર કડવો ઝેર જેવો થઈ જાય, તે ન થાય તે માટે સુદર્શન શેઠ ત્યાં મૌન રહે છે. એક અક્ષરનો પણ ખુલાસો કરતા નથી. તેમને ખબર છે કે આના દ્વારા પોતાની બેઆબરૂ થવાની છે છતાં મૌન રહે છે કારણ એક જ કે રાણી બિચારી દયાપાત્ર છે, કર્મથી પીડાઈ રહી છે, જેને બિચારીને જીવતા નથી આવડતું તેને મરવાનો વખત આવશે તો તે કેવી રીતે સમાધિ ટકાવી શકશે ? જ્યારે મને જીવતા પણ આવડે છે અને મરતા પણ આવડે છે. હકીકતમાં તો જેને જીવતા આવડે તેને જ મરતા આવડે. હું મૃત્યુ આવશે તો પણ સમાધિ ટકાવી શકીશ એમ વિચારી એક આત્માના દ્રવ્ય અને ભાવ પ્રાણ બંનેની રક્ષા કરવા મોના સ્વીકારે છે જેના પ્રતાપે રાજા આખા ગામમાં ગધેડા ઉપર બેસાડી, રૈવી અને અંતે ફાંસીની સજા ક્રમાવે છે. આખરે શૂળી ઉપર ચઢાવતા તેના શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન થાય છે. પોતે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. જ્યારે રાણીને આ વાતની ખબર પડતાં તે ફાંસો ખાઈને મૃત્યુ પામે છે. 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વ્યંતર નિકાયમાં વ્યંતરી - દેવી થાય છે અને કેવલી બનેલા સુદર્શનની દેશના સાંભળી સમકિત પામે છે. આમ સુદર્શન શેઠે પણ ધર્મની ખાતર પોતાના પ્રાણ હોડમાં મુક્યા પણ પ્રાણ બચાવવા પોતાનો પરિણતિરૂપ ધર્મ અને બીજા જીવની દ્રવ્ય-ભાવ દયારૂપ ધર્મ ન છોડ્યો. આ બતાવે છે કે જેને ધર્મની સચોટ શ્રદ્ધા થઈ જાય છે તેવા સાત્ત્વિક જીવો ધર્મની ખાતર પ્રાણનો ભોગ આપવા તૈયાર થાય છે. ધર્મ કરતાં, કર્મનો નાશ કરતાં વચ્ચે જે દુ:ખ આવે છે તે અનંતમાં ભાગનું હોય છે જેના ફળરૂપે જીવને સાદિ અનંત કાળ માટે અનંત આનંદની ભેટ મળે છે જ્યારે ધર્મ ન આરાધીએ તો અત્યાર સુધી જે દુ:ખ વેક્યા છે તેના કરતા પણ જીવને બીજુ અનંતગણું દુ:ખ ભોગવવું પડે છે અને તેના ફળ રૂપે સંસાર ઊભો રહે છે. અગ્નિશમના ભવથી તેની સાથે ચાલુ થયેલી ગુણસેનની સંસારયાત્રામાં ગુણસેને એક સરખો દુ:ખ ભોગવવાનો નિર્ધાર કર્યો તો નવમા ભવે છુટકારો થઈ ગયો અને કુલ બધા જ ભવો મળીને પણ એક પલ્યોપમ જેટલું દુઃખ પણ સહન ન કરવું પડ્યું. જ્યારે અગ્નિશર્માની સંસારયાત્રા તે પછી પણ અસંખ્યાત પુગલ પરાવર્ત સુધી ચાલશે. * અહિંયા ગ્રંથફાર એક શબ્દ વાપરે છે તથા ત્ય-પ્રવૃન્યા એટલે તેવા પ્રકારની ઉત્સર્ગ પ્રવૃત્તિથી ધર્મના ખાતર પ્રાણ આપે છે. જેટલું પોતાની બુદ્ધિમાં સાચું લાગે - સાચું સમજાય તેટલું અમલમાં મુકવાની તૈયારીવાળા સાત્વિક જીવોની પ્રવૃત્તિ એ ઉત્સર્ગ માર્ગની પ્રવૃત્તિ છે. તેવું સત્ત્વ ન હોય તેવા જીવો શરીરાદિના રાગના કારણે ધર્મ ખાતર પ્રાણ ન આપે એવું પણ બને પરંતુ “ધર્મને માટે પ્રાણ આપવા જોઈએ, હું નથી આપી શકતો તે મારી નબળાઈ છે,” એવું તેઓની માન્યતામાં બેઠેલું હોય. એટલે જે જીવો ધર્મની ખાતર પ્રાણ આપે તેના પ્રત્યે તેને અત્યંત આદર - બહુમાન હોય, જેમ વાંદરી પોતાના બચ્ચાનું રક્ષણ પ્રાણને હોડમાં મૂકીને કરે છે કેમકે પોતાના બચ્ચા પ્રત્યે તેને અત્યંત વ્હાલ છે તેમ આ જીવને પણ ધર્મ અત્યંત પ્રિય હોવાથી ઉત્સર્ગ પ્રવૃત્તિથી ધર્મને માટે પ્રાણ આપવા તૈયાર થાય છે. કુમારપાળ મહારાજાની પાસે પોતાની કુળદેવી ટકેશ્વરીએ વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ બોકડાનો વધ માંગ્યો, કુમારપાળે ન આપ્યો કારણ તે ભગવાનનો અહિંસા ધર્મ સમજ્યો હતો, તો દેવીએ કપાળમાં ત્રિશુળ મારી આખા શરીરમાં કોઢ રોગ પેદા કરી દીધો. શાસનની અપભ્રાજનાના ભયે કુમારપાળ અગ્નિમાં બળી મરવા તૈયાર થયા. લોકો જેનધર્મની નિંદા ન કરે માટે બલિદાન આપવા તૈયાર થયા પણ દેવીની ઇચ્છાને આધીન ન થયા એ એમની સાત્વિકતા હતી. ૩ત્ર - ધર્મમાં આટલો બધો પ્રતિબંધ અર્થાત રાગ કેમ છે ? તે કહે છે. 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ एक एव सुहृद् धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९ ॥ ધર્મ જ સાચો મિત્ર છે - જગતમાં મિત્ર કોઈ પણ હોય તો તે એક માત્ર ધર્મ જ છે, તે જ દુઃખના અવસરે દુ:ખમાં સહભાગી બને છે. આપત્તિમાં સહાય કરે છે. આપત્તિમાં સહાય કરે તે જ સાચો મિત્ર છે. આવું મિત્રનું લક્ષણ એક માત્ર ધર્મમાં જ ઘટે છે. અને ધર્મ જ મર્યા પછી જીવને અનુસરે છે. જીવની સાથે જાય છે. બાકી દેહ, ઇન્દ્રિય, સ્વજન, પૈસા વગેરે સર્વ ચીજો મૃત્યુની સાથે નાશ પામી જાય છે. ગામ, નગર કે દેશ પણ પરલોકમાં સાથે જતા નથી. માટે સર્વ ચીજના પ્રેમ કરતા ધર્મપ્રેમ મહાન છે. ' સુબાહુકુમાર, કાકંદીનો ધન્નો વગેરે પ્રભુની દેશનાને સાંભળીને ચારિત્ર લેવા તૈયાર થાય છે ત્યારે તે એક જ વાત કરે છે કે મૃત્યુ સમયે માતા, પિતા, ભાઈ, બેન બધા અળગા રહી જાય છે અને એક માત્ર જીવ શરીરમાંથી નીકળી પરલોકમાં જાય છે અને નારી તો નરકનો માર્ગ બતાવવા માટે દીપિકા સમાન છે. તેના રાગે અનંતા આત્માઓ અનંતીવાર દુર્ગતિમાં ગયા છે માટે હે મા ! હવે હું આ સંસારમાં રહેવા ઇચ્છતો નથી. હું સંયમ થકી જ સુખ પામીશ અને અરિહંતની આજ્ઞાને વહન કરીશ. મારે હવે કોઈપણ ભોગે આ સંસાર ન ખપે. એ ગમે તેવો સુખમય અને સોહામણો દેખાતો હોય તો પણ એના ળરૂપે નીપજતો દુર્ગતિનો સંસાર બહું બિહામણો છે. આ બોધ ચોથી દૃષ્ટિવાળા જીવોને હાડોહાડ અડી ગયેલો હોય છે. જિનવચના તેમને હૃધ્યસ્પર્શી બની ગયું હોય છે એટલે એમને ભોગમાં સીધી દુર્ગતિ દેખાતી હોય છે. જ્યારે બીજા જીવોને આ બોધ હોવા છતાં તે માત્ર શબ્દરૂપે હોય છે. તેઓને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી બોધ હોય છે. વસ્તુ તત્ત્વની જાણકારી હોય છે. પરંતુ મોહનીયના ક્ષયોપશમથી તેમને વેદન નથી હોતું. અધ્યાત્મના માર્ગમાં કોરા બોધની બહુ કિંમત નથી પણ જેનાથી હદ્ય ભીંજાય તેવા સ્પર્શાત્મક બોધની કિંમત હોય છે. આ દૃષ્ટિમાં દેહ, ઇન્દ્રિય, સ્વજનાદિ પ્રત્યે ઉપાદેય બુદ્ધિનો રેચ થઈ ગયો હોય છે અને શુભ ભાવોનું પૂરણ હોય છે. સંસારની અસારતા - આ દૃષ્ટિમાં રહેલા જીવોને સંસારની અસારતા બરાબર બેસી ગઈ હોય છે. સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે અને પોતાના કર્મના અનુસારે પરલોકમાં એકલો જ સુખ-દુઃખ ભોગવે છે. સંસારનો સઘળો સંબંધ સ્વાર્થમૂલક છે. સ્વાર્થ હોય ત્યાં સુધી જીવો સાથે રહે છે અને સ્વાર્થ સરે પછી પોતપોતાના રસ્તે પડે છે. જુઓ ! સ્વાર્થને વશ થઈને કોણિકે પોતાના પિતાને કેદમાં પૂર્યા. રાજ્યના 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ લોભે પિતાનો સંબંધ પણ ભૂલી ગયો. રોજ પોતાના સેવક પાસે ૧૦૦-૧૦૦ ઇંટરના માર મરાવે છે. તે પણ પાછા મીઠા અને મરચાંથી પાયેલા. તેમાં પણ આજે જે જગ્યાએ માર્યો, કાલે તે જ જગ્યાએ મરાવે છે. અતિશય દુ:ખ આપવા છતાં શ્રેણિકની પાસે ધર્મ છે તો તે પોતાના આત્માને દુર્ગાનથી બચાવે છે. ભરત બાહુબલી પણ યુદ્ધ કરીને ૧૨ વર્ષ સુધી લડ્યા. ચલણીએ પોતાના પુત્રને મારી નાંખવા લાખનું ઘર બનાવ્યું. સૂર્યકાન્તાએ પોતાના પતિ પ્રદેશી રાજાને ઉપવાસના પારણે ઝેર આપ્યું અને ગળા ઉપર અંગુઠો દબાવી મારી નાંખ્યો. . આ બધામાં જીવની પાસે ધર્મ ન હોય તો શું થાય ? પોતાના મોટાભાઈ મણિરથે નાનાભાઈની પત્ની મદનરેખાને મેળવવા ખાતર નાનાભાઈ યુગબાહુના તલવારના એક જ ઝાટકે બે ટૂકડા કરી નાંખ્યા. તે વખતે મદનરેખા કલ્યાણમિત્ર બની તેને ધર્મ સમજાવે છે. ભાઈ પ્રત્યેનો ક્રોધ દૂર કરાવે છે. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરાવે છે. દુષ્કૃતની ગહ કરાવે છે અને અંતે મહાવ્રત ઉચ્ચરાવી અરિહંતના ધ્યાનમાં લીન બનાવે છે તો નરક તરફ પ્રયાણ કરી ચૂક્લા પોતાના પતિને પાંચમાં દેવલોકનો રિદ્ધિમંત દેવ બનાવે છે. જીવને મર્યા પછી ધર્મ જ સાથે આવે છે અને ધર્મ જ એક સાચો મિત્ર છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. પોતાની પત્નીના પ્રેમમાં પડી પ્રદેશી રાજા જેવો નાસ્તિક બનેલો કે જે દેવગુરુ ધર્મનો તેમજ બાવા સંન્યાસીનો સખત વિરોધી હતો. તેને કેશી ગણધરનો યોગ થયો, તેમણે ધર્મ સમજાવ્યો તો અનાદિકાળનું મિથ્યાત્વવિષ નીકળી ગયું. સમક્તિ અને દેશવિરતિપણું પામ્યો તો અંતે સમાધિમૃત્યુ પામી વૈમાનિક દેવલોકમાં ગયો અને એકાવનારી બન્યો. ધર્મને છોડીને પોતાની બુદ્ધિએ જીવ અનંતકાળ ચાલ્યો તો જીવને નરકાદિ દુર્ગતિ સિવાય શું મળ્યું? જ્યારે ધર્મના પ્રભાવે જીવ શું લાભ પામ્યો તે સમજી શકાય છે. - છ ખંડ પૃથ્વીનું સામ્રાજ્ય, નવનિધાન, ચૌદરત્નો અને હજારો અંતેઉરીનો ત્યાગ કરીને ચક્રવર્તી જેવા મહાન પરાક્રમી રાજાઓ પણ એકલા ચાલતા થયા. ત્રણભુવનમાં નિષ્ફટક બિરૂદ ધરાવનાર, મહાન ગર્વિષ્ઠ અને બલિષ્ઠ રાવણ જેવા રાજાઓ પણ સર્વ વસ્તુઓનો ત્યાગ કરીને એકલા જ રણશય્યામાં પોઢ્યા. સ્વજનાદિ પરિવાર કોઈ સાથે ન ગયો અને નરકાદિ ભયંકર સ્થાનોમાં દુ:ખનો અનુભવ પણ એકલાને જ કરવો પડ્યો. 1 ચોથી દ્રષ્ટિમાં વૃદ્ધિ પામવા વેરાગ્યના બળે જીવને આ બધું અનુભવાય છે અને તેથી એક માત્ર ધર્મ જ તારક લાગે છે. બીજુ બધું મારક જણાય છે. इत्थं सदाशयोपेतस्तत्त्वश्रवणतत्परः । प्राणेभ्यः परमं धर्मं बलादेव प्रपद्यते ॥ ६० ॥ શ્લોકાર્ધ : અહીં પરલોકગામી ધર્મને હૃદયથી સ્વીકારેલો હોવાથી - -- - - 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ૨૩ આશયશુદ્ધિ વર્તે છે અને તેના સાધન રૂપે ધર્મશ્રવણમાં તત્પર બનેલો સાધક સ્વાભાવિક રીતે પ્રાણથી પણ ધર્મને અધિક સ્વીકારે છે અને તેથી જ ઉત્થાના દોપ સંભવતો નથી. આ પ્રમાણે ચોથી. દૃષ્ટિમાં જીવને તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. તેના હૃદયની પરિણતિ અને આશય ઉરચ બને છે. અંદરમાં ઉપશમ સુખની અનુભૂતિ થાય છે. જીવો પ્રત્યે મૈત્રી, વાત્સલ્ય પરિણામ જાગે છે. તેને કારણે ધર્મ જ સાચો મિત્ર છે, તે પરલોકમાં સાથે આવે છે આ વાતની શ્રદ્ધા એટલી દૃઢ થાય છે કે જેના કારણે ધર્મ એને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય લાગે છે. પહેલી ત્રણ દૃષ્ટિમાં પેદા થયેલ ક્રમસર તત્ત્વઅદ્વેષ, તત્ત્વજિજ્ઞાસા અને તત્ત્વશુશ્રુષાના બળ ઉપર આ તત્ત્વશ્રવણ નામનો ગુણ પેદા થાય છે અને આના બળ ઉપર જ જીવને પાંચમી દૃષ્ટિમાં તત્ત્વબોધ પ્રાપ્ત થાય છે. આ બતાવે છે કે જીવે આધ્યાત્મિક વિકાસના પગથિયા સર કરવા હોય તો પહેલા જીવ પ્રત્યેનો દ્વેષ કાઢવો જ પડે. જીવ પ્રત્યે દ્વેષ હોય તેને તત્ત્વ પ્રત્યે પણ દ્વેષ રહે જ. કારણ કે જીવ એ શિવ છે, નર એ નારાયણ છે અને આત્મા એ પરમાત્મા છે માટે જીવ એ પરમાત્માનો અંશ હોવાના કારણે જીવ પ્રત્યેનો દ્વેષ નીકળી અદ્વેષ આવે ત્યાર પછી જ જીવને તત્ત્વની જિજ્ઞાસા માટેની ભૂમિકા ઊભી થાય છે અને તત્ત્વની જિજ્ઞાસા જાગે તો જ તત્ત્વને સાંભળવાની ગરજ જાગે અને એના બળ ઉપર તત્ત્વશ્રવણ આવે છે. જે આવતાં જ અંદરની વિશુદ્ધિ આવે છે. મોક્ષ પ્રાપ્તિનો આશય બળવત્તર બનતો જાય છે અને તેને કારણે ધર્મ એવો ગમે છે કે ધર્મની ખાતર પ્રાણ આપવા સુધીની તેની તૈયારી હોય છે. કોઈપણ વસ્તુ અતિશય ગમે - હૃદય સાથે ઓતપ્રોત થાય, એના વિના હૃદય બેચેની અનુભવે ત્યારે જ જીવ આ કક્ષાએ પહોંચી શકે છે અને આ કક્ષાએ પહોંચવા માટે જીવે ઉપરની બતાવેલી ભૂમિકામાંથી પસાર થવું પડે છે. અનંતકાળના ઓઘ દૃષ્ટિના અંધારા ઉલેચાયા પછી પોતાના આત્માની અંદરમાં પડેલ વૈભવને પ્રાપ્ત કરવા માટેના આ ક્રમિક સોપાન છે. બહારથી ધર્મ કરવા છતાં અંદરથી આ બધા ગુણોની પ્રાપ્તિ ન થાય તો જીવ અધ્યાત્મના ક્ષેત્રે પામ્યો ન કહેવાય. અધ્યાત્મના ક્ષેત્રમાં બહારમાં કરવાનું છે પણ કરીને અંદરમાં પામવાનું છે. એ વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. આ વાત આજે ભૂલાઈ રહી છે માટે આપણે મૂળ ધરીથી ખસી રહ્યા છીએ. તત્ત્વશ્રવણનું ફળ क्षाराम्भत्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः ॥ ६१ ॥ જેમ ખારા પાણીનો ત્યાગ થવાથી અને મીઠા પાણીના માધુર્યનું સ્પષ્ટ સંવેદન હોવાથી અવગમ ન હોવા છતાં પણ મીઠા પાણીના યોગથી બીજ જેમાં 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ યોગ દ્રષ્ટિના અજવાળ! ભાંગ - 3 અંકુરાને પેદા કરે છે તે જ રીતે ખારા પાણી સમાન અતત્વ શ્રવણના ત્યાગથી અને મીઠા પાણી સમાન તત્ત્વ શ્રવણથી જીવમાં અત્યાર સુધીમાં ગુણોની યોગ્યતા રૂપ બીજ પડેલું છે તે બીજને આશ્રયિને ગુણરૂપી અંકૂરા ઉત્પન્ન થાય છે. અહિંયા તત્ત્વશ્રવણ ગુણથી તત્ત્વનું સંવેદન સ્પષ્ટ રૂપે નથી. તે તો પાંચમી દૃષ્ટિમાં થવાનું છે પરંતુ અત્યારે હેયોપાદેયના વિવેકરૂપ જે અસ્પષ્ટ તત્ત્વ સંવેદન છે તેના દ્વારા તત્ત્વરૂપી અંકુરાને પેદા કરે છે. ગુણ દોષનો વિવેક એજ પ્રરોહ છે. અંકુર છે. જેમ મધુરતાનો સ્પષ્ટ આસ્વાદ લીધા વિના પણ બીજ મીઠા પાણીના યોગથી અંકુરાને પેદા કરે છે. તેમ તત્ત્વનું શ્રવણ કરવા દ્વારા જીવ સંસારનું સુખ, સંસારના સંબંધો, સંસારના પાત્રો રૂપ અતત્ત્વ શ્રવણનો ત્યાગ કરતો જાય છે. તેનામાં આત્મગુણોનો વિકાસ, વૈરાગ્ય, હેયોપાદેયનો વિવેક, કષાયોનો ઉપશમ, પ્રાણીદયા, સરળતા આ બધું વિકસે છે અને આ જ અંકુર છે. તત્ત્વની પરિણતિ છે. અહિંયા તત્ત્વની સ્પષ્ટ અનુભૂતિ ન થવા છતાં પણ તત્ત્વની પરિણતિ પેદા થાય છે. તેનું કારણ આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ નામનો ગુણ પેદા થયેલો છે. તેનું અચિંત્ય સામર્થ્ય છે. અચિંત્ય પ્રભાવ છે કે જીવમાં આ પ્રમાણે બીજમાંથી અંકુરને પેદા કરે છે. જેમ ખેડૂત પહેલા જમીનને ખેડે પછી બીજ વાવે. ત્યારબાદ પાણી, પવન, ખાતર વગેરે અનુકૂળ દ્રવ્યોનો સંયોગ મળતા તેમાંથી ક્રમસર અંકુર, થડ, શાખા, પ્રશાખા, ફ્લ, ળ વગેરે પ્રાપ્ત થાય છે તેમ આ જીવ પણ જ્ઞાનીઓએ બતાવેલા યોગદૃષ્ટિના ક્રમિક વિકાસમાર્ગને અનુસરે છે ત્યારે તેના જીવનમાં પહેલી દૃષ્ટિમાં વાવેલ દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ, સર્વત્ર ઔચિત્યનું પાલન, તીવ્રભાવે પાપ અકરણ વગેરે બીજ વિકસિત થાય છે તેના પ્રભાવે કમસર તત્ત્વજિજ્ઞાસા અને તત્ત્વની અર્થિતા એવી જાગે છે કે જેથી તત્ત્વનું શ્રવણ મળતા જીવમાં પ્રશાંતવાહિતા, હેયોપાદેયનો વિવેક, પૂર્વની ત્રણ દૃષ્ટિ કરતા વિશેષ વૈરાગ્ય વગેરે તત્ત્વની પરિણતિ ઉત્પન્ન થાય છે. જે અહિંયા પ્રરોહ છે. અંકુર છે. જેના બળે જ આગળ પાંચમી દૃષ્ટિમાં તત્ત્વબોધ પામવાનો છે. સ્વાનુભૂતિ - સમ્યક્રદર્શન પ્રાપ્ત થવાનું છે. તત્ત્વશ્રવણ તેમજ અહિંસા, દયા, દાન-પરોપકાર આદિ સત્ ક્રિયાનું ળ, “જીવને ભવ પરત્વે ખેદ આવે” તે છે. મારે હજુ કેટલા ભવ કરવા પડશે ? કેટલા જન્મ મરણ કરવા પડશે ? તેવો જાગૃતિપૂર્વકનો ભાવ આવવો બહુ દુર્લભ છે. ભવખેદ આવેથી જીવ જન્મ મરણના ચક્રાવાથી છૂટવા પ્રયત્ન કરે છે અને બંધન રહિત દશાને જીવ પામે છે. પ્રાણીદયા ગમે તેટલી ચિંતવી હશે પણ જો ભવખેદ નહિ ચિંતવ્યો હોય તો જન્મ મરણના ફ્રા ચાલુ રહેશે અને જીવ મુલાયમ ભાવમાંથી ક્રૂર ભાવોમાં આવશે. - સાધનાના સોપાન - (૧) ચમ-નિયમથી જગતના જીવો સાથે વિવેકી 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ર ૫ બની ઊંચુ જીવન જીવવાનું છે. (૨) આસન - પ્રાણાયામ - પ્રત્યાહારથી જીવે પોતાના દેહ સાથે ઉચિત જીવન જીવવાનું છે જ્યારે (૩) ધારણા, ધ્યાન, સમાધિ દ્વારા અંતર્મુખ બનવાનું છે જેમાં (૧) અને (૨) વ્યવહાર ધર્મ છે જ્યારે (૩) એ નિશ્ચય સાધના છે. .. શૃંગીમચ્છ દરિયામાં રહીને - ખારા પાણીમાં રહેવા છતાં મીઠા પાણીના ઝરણા શોધીને મીઠું પાણી જ પીવે છે તેમ ખારા સંસારરૂપી દેહમાં રહેવા છતાં આત્માના સુખરૂપી મીઠું ઝરણું શોધીને આત્મસુખ જે વેદે તે સાચો જ્ઞાની છે. અથા - તત્ત્વ શ્રુતિ નામનો ગુણ અર્થાત તેના જ ફ્લને વિશેષ રૂપે કહે છે. क्षाराम्भस्तुल्य इह च भवयोगोऽखिलो मतः । मधुरोदकयोगेन, समा तत्त्वश्रुतिस्तथा ॥ ६२ ॥ સંસારને ખારા પાણીની ઉપમા - સઘળો ય ભવનો યોગ એ અતત્ત્વસ્વરૂપ છે અને તે ખારાપાણી તુલ્ય મનાયેલો છે અને તે અતત્ત્વસ્વરૂપ ભવયોગ એ અતત્ત્વશ્રવણરૂપ ભવયોગથી વૃદ્ધિ પામે છે માટે તે પણ ખારાપાણી તુલ્ય છે. પ્રસ્તુતમાં અતસ્વરૂપ ભવથી વિષય-કષાયની આત્મામાં થતી પરિણતિ એ જ અપેક્ષિત છે અને એ ખારા પાણી તુલ્ય છે અને આવી પરિણતિ આત્મામાં પેદા થાય એવું અતત્ત્વનું શ્રવણ પણ ખારાપાણી તુલ્ય છે. અને અતત્ત્વરૂપભવના નાશ માટે મધુરપાણીના યોગ સમાન તત્ત્વશ્રુતિ નામનો ગુણ છે જે આ દૃષ્ટિમાં પેદા થાય છે અને તતયા અર્થાત્ તત્ત્વશ્રવણ નામનો ગુણ તેની પ્રાપ્તિમાં હેતુ હોવા વડે કરીને તત્ત્વશ્રવણની ક્રિયા પણ મધુરપાણીના યોગ સમાન છે. તત્ત્વશ્રવણની ક્રિયા જ્યારે આદર, બહુમાન અને ઉપયોગપૂર્વક કરવામાં આવે છે ત્યારે આત્મામાંથી વિષય કષાયની પરિણતિ કે જે અતત્ત્વ સ્વરૂપ છે તે તૂટવા માંડે છે. ધીમે ધીમે ઉપયોગ ગુણરૂપે, ઉપશમભાવ રૂપે પરિણમે છે અને તેથી તત્ત્વશ્રવણ વિના ન ચાલે, ન ગમે, એના વિના જીવન લૂખું લાગે, આવી તત્વને સાંભળવાની અને પામવાની ઝંખના જાગે છે જે તત્ત્વશ્રવણ નામનો ગુણ છે. આ તત્વશ્રવણ નામનો ગુણ ઊભો થતા વિશેષ વિશેષ રૂપે તત્ત્વશ્રવણની ક્રિયા થાય છે જેનાથી તત્ત્વ વિશેષરૂપે પરિણમવા માંડે છે. તત્વની વિશેષરૂપે પરિણતિ ઊભી થતાં આખો સંસાર કે જે અત્યંતરમાં વિષયકષાયની પરિણતિરૂપ છે અને બાહ્યમાં શુભાશુભ સંયોગો, જન્મ-મરણાદિ અને ચતુર્ગતિ પરિભ્રમણરૂપ છે. તે સઘળો ય સંસાર ખારાપાણી તુલ્ય અનુભવાય છે અર્થાત તૃષાતુર માણસ પણ દરિયાનું ખારું પાણી પીવા ઇચ્છતો નથી અથવા પી શકતો નથી તેમ તત્ત્વશ્રવણના ગુણને કારણે તે હવે સંસારને ઇચ્છતો નથી. કર્મના ઉદયે બહારથી રહેવું પડે તો પણ સંસારની પ્રવૃત્તિમાં તે ઠરતો નથી. 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તેનું મન ઉભગેલું રહે છે. ઇન્દ્ર, ચક્રવર્તી આદિ પદવીઓ તેને આકર્ષી શકતી નથી, આત્મગુણોનો વૈભવ એ જ તેને વૈભવ લાગે છે. વજસ્વામીનો પૂર્વભવ તત્ત્વશ્રવણ મધુર પાણીના યોગ સમાન છે. તે વિષયમાં વજસ્વામીના પૂર્વભવનો વૃત્તાંત વિચારવા જેવો છે. વજસ્વામીનો જીવ પૂર્વભવમાં તિર્યંચભક દેવ છે. મિત્રની સાથે અષ્ટાપદ પર્વત ઉપર દર્શન કરવા ગયા છે. દર્શન કરીને જ્યાં મંદિરની બહાર આવે છે ત્યાં જ તેજ વખતે ગૌતમસ્વામીજી પણ દર્શન કરવા આવ્યા છે. ગૌતમસ્વામીજીની સ્થૂલકાયાને જોયા પછી દેવ વિચારે છે અરે ! આ કેવી સ્થલ કાયા છે. ચારિત્ર લીધા પછી પણ આવું શરીર ? આમ જ્યાં વિચારી રહ્યો છે તે જ વખતે ગતમસ્વામીજીની નજર દેવ ઉપર પડે છે. ત્યાં જ કોઈ ભવિતવ્યતાના બળે ગીતમસ્વામીજીને ઉપયોગ મુકવાનું મન થાય છે. સામાન્યથી તો વિશિષ્ટ જ્ઞાની ઉપયોગ મૂકે નહિ પણ અહિંયા એ દેવની ભવિતવ્યતા જ આમાં કારણ છે. મન:પર્યવજ્ઞાનના ઉપયોગના બળે જાણ્યું. પોતાના માટે વિચાર કરતા જાણીને ગૌતમસ્વામીજી કહે છે ચાલો ! હું તમને સુંદર કથાનક કહું એમ કહીને ઉત્તરાધ્યયન અંતર્ગત પુંડરિક-કંડરિક અધ્યયન દ્વારા સુંદર હિતોપદેશ આપે છે. પુંડરિક કેવી રીતે એક જ દિવસના ચારિત્રથી અનુત્તરમાં ગયા અને કંડરિક કેવી રીતે એક જ દિવસના સંસારના સુખના ભોગવટાથી સાતમી નરકે ગયા તે સાંભળતા દેવને સંસારની અસારતા - ભયાનકતા અને ચારિત્રની સુંદરતા સમજાઈ. પછી જે થોડા વર્ષોનું આયુષ્ય બાકી છે તેમાં આ દેશનાના ભાવોને ઘૂંટી ઘૂંટીને ચારિત્રની ભાવનાને દઢ કરે છે એના સંસ્કારને અસ્થિમજ્જા બનાવે છે માટે જ જન્મતાની સાથે જ દીક્ષા શબ્દ સાંભળતા જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પોતાની ઉપર માનો ઘણો રાગ જોતા તેના રાગને તોડવા પ્રચંડ પુરુષાર્થ કરે છે અને અંતે ચારિત્ર લે છે. તત્ત્વશ્રવણ જે મધુર ઉદક સમાન છે તેમ અતત્ત્વશ્રવણ એ ખારાપાણી સમાન છે. મખ્ખણના પૂર્વભવમાં મમ્મણને પાડોશી દુષ્ટ મળ્યો તે ને અકલ્યાણમિત્ર બની અતત્ત્વશ્રવણ કરાવ્યું. સિંહ કેશરિયા મોદકની એવી પ્રશંસા કરી કે જેના કારણે મમ્મણની તેના ઉપરની આસક્તિ તીવ્ર બની, જેના કારણે તે મહાત્માની પાસે વ્હોરાવેલો મોદક પાછો લેવા ગયો. અમૃતરસનો કુંભ પશ્ચાત્તાપ કરી ઢોળી નાંખ્યો, જેના પ્રભાવે મરીને મમ્મણ થઈને અંતે નરકે ગયો. અતત્ત્વશ્રવણ ઇન્દ્રિયોની ખાજ - ઉત્સુકતા વધારે છે. આજના ટી.વી. સિનેમાઘરો. ચલચિત્રો બ્લ્યુ ફીલ્મ વગેરેના દ્રશ્યો, તેમાં આવતા વાર્તાલાપો. ચિત્રલેખા, અભિયાન વગેરેનું વાંચન, શ્રવણ બધું અતત્ત્વશ્રવણ છે, અતત્ત્વ 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૭ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ 3 શ્રવણ અતત્ત્વની રૂચિ, ફાલતું વાતો, નિષ્પ્રયોજન વાતોના રસને વધારે છે. એટલા જ માટે જયવીયરાયમાં માર્ગાનુસારિતાનો અર્થ તત્ત્વાનુસારિતા કર્યો છે. તત્ત્વની રૂચિ, તત્ત્વનો આગ્રહ, તત્ત્વાનુસારી વૃત્તિ આવે તો જ આત્મા અંદરમાં ઠરે. આખો ભવયોગ બધો ખારાપાણી જેવો છે. મિથ્યાત્વ, અવિરતિ અને કપાય સ્વરૂપ ભવયોગ છે. તે બો ખારા પાણી જેવો છે. તત્ત્વશ્રવણ આવે એટલે ખોટી ખેંચાખેંચ, ખોટી પકડ, હુંસાતુંસી, નિંદા, કુથલી, ઇર્ષ્યા વગેરે નીકળવા માંડે છે. તત્ત્વશ્રવણથી આત્મા સ્વરૂપમાં ઠરે છે. વિષયોનો ઉકળાટ શમે છે. આત્માના અનાદિકાલીન વિકારોને દૂર કરવા તત્ત્વશ્રવણ એ રામબાણ ઔષધ છે. અતત્ત્વશ્રવણ કેટલું ખરાબ છે કે ભાટ ચારણે આવીને સિદ્ધરાજ જયસિંહની આગળ રાણકદેવીના રૂપનું નીચેના શબ્દોમાં વર્ણન કર્યું. તે સાંભળવા માત્રથી હજુ તો જેણે રાણકદેવીને જોઈ પણ નથી તેવો સિદ્ધરાજ રાણકદેવીના રૂપ ઉપર પાગલ બની ગયો. “મૃગનયની કટિ કેશરી, નાગણ જેવા વાળ; બ્રહ્માએ એક જ ઘડી સાચું કહું ભૂપાળ” રાણકદેવીને મેળવવા સિદ્ધરાજે ૧૨-૧૨ વર્ષ સુધી યુદ્ધ કર્યું. જુનાગઢનો રાજા રાખેંગાર આ જોઈને ૧૨ વર્ષ સુધી ઉપરકોટના કિલ્લાના દરવાજા બંધ કરી રહ્યો. આખરે પોતાના બે ભાણિયા દેશળ અને વિશળ ફુટી ગયા. રાણકદેવીએ શીલની રક્ષા ખાતર ગિરનારના પર્વત પરથી પડતું મૂક્યું. તત્ત્વશ્રુતિના જ ગુણ અર્થાત્ ફ્લને કહે છે. अतस्तु नियमादेव, कल्याणमखिलं नृणाम् । ગુમત્તિ સુણોપેત, લોહિતાવમ્ ॥ ૬૩ ॥ તત્ત્વશ્રવણથી પરોપકાર अस्या - અત વ - જે કારણથી તત્ત્વશ્રુતિ તત્ત્વશ્રવણ એ મધુર પાણીના યોગ સમાન છે તે કારણથી જ તત્ત્વશ્રવણ નામના ગુણથી નિયમા પરોપકારાદિ (આદિ પદથી સ્વોપકાર) સઘળા કલ્યાણ મનુષ્યોને થાય છે. કારણ કે તત્ત્વશ્રુતિ તો તેવા પ્રકારના અર્થાત્ ગુરુભક્તિના કારણીભૂત એવા વિશેષ પ્રકારના આશય સ્વરૂપ છે. તાત્પર્ય : તત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થયા પછીથી જ્યારે જીવ ગુર્વાદિ મુખેથી તત્ત્વને સાંભળવાની ક્રિયા કરે છે ત્યારે તે ગુણના પ્રભાવથી તેનામાં અસ્પષ્ટપણે આંતરસ્ફુરણ થવા માંડે છે અર્થાત્ અતત્ત્વના કારણીભૂત અને તત્ત્વના કારણીભૂત પોતાના આત્મામાં વર્તતા પરિણામોની સંપૂર્ણ નહિ 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પણ થોડાથોડા અંશે ઓળખ થવા માંડે છે અને તેથી જ આ આંતર સ્ફુરણને અસ્પષ્ટ તત્ત્વનું સ્ફુરણ કહ્યું છે. જેમ સંગીત સાંભળનાર જીવને સંગીત સાંભળતા તેના આરોહ, અવરોહ, તાલ, બદ્ધ, લયાદિ સ્વરોનું થોડા થોડા અંશે સ્ફુરણ થાય છે કારણ કે હજુ બધા આરોહ - અવરોહાદિની સંપૂર્ણ ઓળખ થઈ નથી અને તેથી સંગીત સાંભળતા થોડા ઘણા આલાપોનો બોધ થતા આલાપને અનુસારે તેના હૈયામાં વિશેષ પ્રકારનું સ્ફુરણ થાય છે અને તેથી સંગીતને સાંભળવામાં વિશેષ આનંદ આવે છે તે જ રીતે સંપૂર્ણ વિવેક ન હોવાથી સંપૂર્ણ તત્ત્વનો બોધ ન થવા છતાં થોડા ઘણા અંશે પોતાના આત્મામાં જે તત્ત્વનું સ્ફુરણ થાય છે તેથી તેને તત્ત્વશ્રવણની ક્રિયામાં અતિશય આનંદ આવે છે અને તેથી તત્ત્વ સંભળાવનાર તત્ત્વના જ્ઞાતા ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન થાય છે અને આમ ગુરુ પ્રત્યેના બહુમાનના કારણે તેને વિશેષ સુખની અનુભૂતિ થાય છે આમ ગુરુભક્તિમાં કારણીભૂત એવું જ આંતર સ્ફુરણરૂપ આશયવિશેષ એ તત્ત્વશ્રવણ નામના ગુણથી હોવાથી તત્ત્વશ્રવણથી સઘળા પરોપકારાદિ કાર્યો થાય છે એમ કહ્યું. હવે આ પરોપકારાદિ રૂપ કલ્યાણ એ ગુરુભક્તિના સુખથી યુક્ત છે કારણ કે તાજ્ઞયાગુરુની આજ્ઞાથી તરસ્ય પરોપકારને કરવું એ જ તત્ત્વથી કલ્યાણ છે. ગુરુઆજ્ઞાનું પાલન પણ ગુરુભક્તિમાં થાય છે અને તેથી આજ્ઞાનું પાલન કરવાથી ગુરુભક્તિ મેં યથાર્થ કરી તેવો સુખનો અનુભવ થાય છે આમ કલ્યાણની સાથે ગુરુભક્તિ સુખની (ગુરુઆજ્ઞા પાલનની) અવશ્યભાવિતા છે અર્થાત્ જ્યાં જ્યાં સ્વોપકાર પરોપકારાદિ કલ્યાણ છે ત્યાં અવશ્ય ગુર્વાજ્ઞા પાલન છે જ. ગુર્વાજ્ઞા પાલન વિનાના ક્લ્યાણને તત્ત્વથી કલ્યાણ કહ્યું જ નથી. તત્ત્વ જે કારણથી ગુરુભક્તિ સુખોપેત કલ્યાણ એ જ કલ્યાણ છે તેથી જ કરીને આવું કલ્યાણ બંને લોકમાં હિત કરનારૂં છે. કલ્યાણનો અનુબંધ એ ગુરુભક્તિથી સાધ્ય છે કારણ કે તત્ત્વપ્રત્યેની ઉત્કટરૂચિથી જ કલ્યાણનો અનુબંધ પડે છે અને ગુરુ પોતે તત્ત્વસ્વરૂપ છે અને તત્ત્વ પ્રાપ્તિના ઉપાયભૂત છે. આમ તત્ત્વસંપન્ન એવા ગુરુપ્રત્યેની ભક્તિથી જીવને ભવાંતરમાં તત્ત્વની પ્રાપ્તિ થાય તેવા અનુબંધવાળુ કર્મ બંધાય છે. તેમજ ગુરુભક્તિના પ્રભાવથી આ લોકમાં પણ મોહનીયાદિ પાપ પ્રકૃતિનો નાશ થવા વડે વિશિષ્ટ કોટિના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની પ્રાપ્તિ થવા દ્વારા જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. જે કલ્યાણની પ્રવૃત્તિઓમાં ગુરુભક્તિ નથી હોતી તેવું કલ્યાણ બંને લોકમાં અહિત કરનારું છે. કારણ કે ગુરુની આજ્ઞાથી નિરપેક્ષપણે પ્રવૃત્તિ કરવાથી આ લોકમાં પણ જીવને ક્યારેક તેવા પ્રકારના અશુભ કર્મનો ઉદય થવા દ્વારા જ્ઞાનાદિમાં 2010_05 - Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૯ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અંતરાય પેદા થાય છે તેમ જ ભવાંતર પણ અશુભાનુબંધથી યુક્ત થાય છે. આમ તત્ત્વશ્રવણકાલીન ગુરુભક્તિમાં કારણીભૂત તેવા પ્રકારના આશયવિશેષથી ગુરુભક્તિ પેદા થવા દ્વારા પરંપરાએ પરોપકારાદિ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ તો ગુર્વજ્ઞાપાલન એજ ગુરુની સાચી ભક્તિ છે આજ્ઞાપાલન વિનાની કેવળ બહારથી કરાતી ભક્તિ એ વાસ્તવિક ભક્તિ નથી. તત્ત્વના જાણકાર લખે છે કે આત્મકલ્યાણ કરવા માટે તમારા ગુરુને સદાય તમારા હૃદયમાં રાખો. એના ઉપદેશોને સ્મરણમાં રાખો. એના ઉપકારને ભૂલો નહિ. આજ સત્ સાથેનો ખરો સંબંધ છે. સિદ્ધિઓનું કોઈ જ મહત્ત્વ નથી. તમારા ગુરુપ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમનું દર્શન તમારા સંપૂર્ણ જીવનમાંથી થવું જોઈએ. આજ ગુરુ સાથેનો યથાર્થ સહવાસ છે. ગુરુનો વિયોગ એ વિયોગ નથી પણ ગુરુનું વિસ્મરણ એ વિયોગ છે. ગુરુના વિયોગમાં ગુરુની સતત યાદ, રાત દિવસ ગુરુનો અપૂર્વ યોગ સાંભર્યાં કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. ગુરુપૂર્ણિમા ગુરુના ઉપકારનો બદલો વાળી શકાતો નથી માટે જ અન્યદર્શનકારોએ પણ આખા વર્ષમાં એક ગુરુપુર્ણિમાનો (અષાડ સુદ-૧૫) દિવસ નક્કી કર્યો છે જે દિવસે શિષ્ય ગુરુના ઘરે કાંઈને કાંઈ ભેટ લઈને જાય, ગુરુના ચરણોમાં બહુમાન ભાવે વંદન કરે, તેના આશીર્વાદ લે અને પોતાની જાતને ધન્ય માને. પ્રશ્ન ઉઠે કે અષાઢ મહિનામાં જ આ દિવસ કેમ ? આપણું આર્યાવર્તક્ષેત્ર જ્યોતિષચક્રના દેવોની નીચેના ક્ષેત્રે આવેલ છે જે ચક્રમાં નવગ્રહ છે. સામાન્યથી એમાં સૂર્ય પ્રધાન છે. અષાઢ માસમાં સૂર્ય મિથુન રાશિમાં આવે છે અને મિથુન રાશિનો અધિપતિ બુધ છે. બુધ એ બુદ્ધિનો અધિપતિ છે. ગુરુનું જીવન બુદ્ધિ પ્રધાન છે અને ગુરુનું જ્ઞાનદાન શિષ્યને સતેજ અને બુદ્ધિ પ્રધાન બનાવવા માટે છે આમ ગુરુ પૂર્ણિમાનું આયોજન તાર્કિક રીતે કરાયેલું છે. कल्यम् अणति इति कल्याणम् સુખને બોલાવે, સુખને ખેંચી લાવે તે કલ્યાણ અને તે કલ્યાણનો અનુબંધ ગુરુભક્તિથી પડે છે. ગુરુપ્રત્યેની ભક્તિથી જેમ પુણ્ય બંધાય છે તેમ આંતરિક ક્ષયોપશમ પણ થાય છે. ગુરુભક્તિથી તત્ત્વશ્રવણ પરિણમે છે, એકલવ્ય ભીલ હોવાના કારણે ગુરુદ્રોણાચાર્યે તેને અસ્ત્ર અને શસ્ત્રવિધા ન આપી પણ પોતાના હૃદયમાં ગુરુદ્રોણને રાખીને એકલવ્ય અર્જુન કરતા પણ સવાઈ બાણાવળી બન્યો. પંદરસો તાપસોને તત્ત્વશ્રવણ વિના માત્ર ગુરુ ઉપરની ભક્તિથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અષ્ટાવક્ર મહર્ષિ દ્વારા તેના ઉપરની ભક્તિ-બહુમાનથી રાજા જનકને 2010_05 — Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તત્ત્વશ્રવણ મળ્યું તો તેના દ્વારા તત્ત્વબોધ પ્રાપ્ત થયો. ગુરુ ઉપરની ભક્તિ અને બહુમાન ભવાંતરમાં પરમ ગુરુનો યોગ કરાવે છે. ગુરુની ભક્તિ કરનારના હૃદયમાં પછીથી મોહ ટકી શકતો નથી. શ્રેણિકે પ્રભુ વીરની ભક્તિ કરી અને કુમારપાળ મહારાજાએ હેમચંદ્રાચાર્યની ભક્તિ કરી તત્ત્વશ્રવણ પામ્યા તો એકાવનારી બન્યા. સમકિતની ચાર શ્રદ્ધામાં પહેલી શ્રદ્ધા સૂક્ષ્માર્થનું અધ્યયન અને બીજી શ્રદ્ધા એ અધ્યયનને મજબૂત કરનાર શાસ્ત્રાર્થના જાણકાર ગુરુની સેવા કહી છે. ત્યાં સેવા એટલે માત્ર ભક્તિ જ નહિ પણ એમની આમન્યામાં રહેવું અને એના દ્વારા સૂક્ષ્માર્થના જ્ઞાતા થવું. ગુરુના પગ દબાવવા વગેરે સમ્યકત્વના લિંગમાં આવે જ્યારે આ શ્રદ્ધામાં આવે ગુરુની પાસે બેસવું, હૃદય ખોલીને વાત કરવી એ પણ શ્રદ્ધાનું કારણ છે એનાથી માર્ગનો બોધ થાય. આજે બેસવાનું મન થતું નથી કારણ કે શ્રદ્ધા નથી. પરમાત્માના એક એક વચનને માને તે જૈનશાસનના ગુરુ છે અને આવા ગુરુની ભક્તિ, બહુમાન અને તેમની આજ્ઞાનું પાલન એ જ વસ્તુતઃ પરમાત્માને માનવા બરાબર છે. જે ગુરુને નથી માનતો તે પરમાત્માને માનતો હોવા છતાં પરમાર્થથી માનતો નથી, ગુરુને ન માને તેનું પુણ્ય અવશ્ય ઘટે છે. તેના જીવનમાં વાસ્તવિક મોહનીયનો ક્ષયોપશમ થતો નથી તેથી સાચા ગુણો પ્રગટતાં નથી. ગુરુની ભક્તિ અને બહુમાન એ અનંતા તીર્થકરોની ભક્તિ અને બહુમાન છે. ગુરુની અવગણના અને આશાતના એ અનંતા તીર્થકરોની અવગણના અને આશાતના છે માટે જૈન શાસ્ત્રકારો ગુરુની આજ્ઞાપાલન ઉપર બહુ ભાર મુકે છે અને ઠેઠ મોક્ષ સુધીના સઘળા કલ્યાણ તેના દ્વારા બતાવે. છે. કલ્યાણનો અનુબંધ પણ ગુરુની કૃપાથી અને ભક્તિથી થાય છે. અને ગુરુની ભક્તિ દ્વારા ધ્યાનથી પરમાત્માની સ્પર્શના થાય છે એમ જણાવે છે. માથા પર્વ આ તત્ત્વશ્રવણ દ્વારા પ્રાપ્ત થતી ગુરુભક્તિનું જે પરમ ફ્લ પરોપકારાદિ તેને વિશેષતઃ અર્થાત્ કાર્ય-કારણભાવ પૂર્વક કહે છે. गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन, निर्वाणैकनिबन्धनम् ॥ ६४ ॥ ગુરુભક્તિના પ્રભાવથી તીર્થકરનું દર્શન ગુરુભક્તિના પ્રભાવથી જીવે ઉપાર્જન કરેલા કર્મનો વિપાકોદય થવાથી સમાપત્યાદિ ભેદરૂપે જીવને તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે અર્થાત્ વીતરાગ પરમાત્માનું એકાગ્રપણે ધ્યાન કરતાં જીવને તેમના જે ગુણો તેનો અભેદરૂપે અનુભવ થાય છે જે સમાપત્તિ છે. આમ ધ્યાનથી વીતરાગ 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા નાગ - ૩ ૩૧ પરમાત્માના ગુણોની પોતાના આત્મામાં સ્પત્મિક અનુભૂતિ તે સમાપત્તિ છે અને આ અભેદ અનુભવ રૂપ સમાપત્તિ રૂપે તીર્થંકર પરમાત્માના ગુણોની ઓળખ તે જ સખ્યત્વ છે. આમ સમ્યકત્વ સ્પશ્ય પછી વિશ્વ માત્રના જીવોને શાસન પમાડવાની ઉત્કટભાવના કે જે સવિ જીવ કરું શાસનરસી રૂપ છે તેનાથી ભાવ કરૂણા રસ વૃદ્ધિ પામતાં તીર્થકરનામ કર્મનો બંધ થાય છે ત્યાર બાદ તેનો અંતર્મુહૂર્ત પછી વિપાક અર્થાત્ પ્રદેશોદય શરૂ થાય છે તેનાથી તદ્ધાવાપત્તિ છેલ્લા ભવમાં તીર્થકર તરીકે જન્મની પ્રાપ્તિ અને ત્યાર પછી કેવલજ્ઞાન થયા પછી ત_પપત્ત - તીર્થકરનામકર્મના વિપાકોદયની પ્રાપ્તિ થાય. છે કે જે ભાવતીર્થકરની અવસ્થા છે અને તેના દ્વારા જગતના જીવો ઉપર ભાવ પરોપકાર કરાય છે. આમ ગુરુભક્તિ એ પરોપકારરૂપ કલ્યાણને પેદા કરવામાં પરંપરાએ કારણ છે. જે જીવો સમ્યકત્વ પામ્યા પછી તીર્થંકરનામ કર્મનો બંધ નથી કરતા તે જીવોને તીર્થંકરના દર્શન થવા દ્વારા પરંપરાએ સ્વોપકારરૂપ કલ્યાણ થાય છે. ૧. સમાપત્તિમાં તીર્થંકરના ગુણોનું ધ્યાન દ્વારા સ્પર્શાત્મક દર્શન થાય છે. ૨. તીર્થકર નામ કર્મના બંધમાં તીર્થકર થવામાં કારણભૂત અવસ્થાના અનુભવ રૂપે તીર્થંકરનું દર્શન થાય છે. ૩. તમાવાપત્તિ તીર્થકર નામકર્મના પ્રદેશોદયથી દ્રવ્યતીર્થકર પણાના (અર્થાત તીર્થંકર પરમાત્માના જન્મ - દીક્ષાના) સ્વીકારરૂપે તીર્થકરનું દર્શન થાય છે. ૪. તદુપત્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા ભાવતીર્થકરના સ્વીકાર રૂપે તીર્થંકરનું દર્શન થાય છે. આમ ગુરુભક્તિના પ્રભાવથી ઉપાર્જિત કરેલ કર્મના ઉદયથી - પરમાત્મા સ્વરૂપનું ધ્યાન બધા દોષોનો નાશ કરનાર છે. સમાપત્તિ એ સર્વદોષનાશક રસાયણ છે. સમાપત્યાદિ ભેદ વડે કરીને જીવને તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે જે મોક્ષની પ્રાપ્તિનું અવધ્ય કારણ છે. સમાપત્તિનું સ્વરૂપ અને તેના ભેદ સમ - આ ઉપસર્ગ સાથે પત ધાતુથી બનેલો આ શબ્દ સમપણાની પ્રાપ્તિનો વાચક છે. આત્મા, પરમાત્માની સમાનતાને પામ્યો છે એવું અનુભવથી જણાય છે ત્યારે સમાપત્તિ થવાથી ધ્યાનમાં જુદાપણાનો ભાવ ટળી જાય છે અને અભેદતા અનુભવાય છે. અનંતકાળમાં વિપયો પ્રત્યે જ્ઞાનથી એકતાનો ભાવ કરીને અનેક વિષયો 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3 ગ્રહણ કર્યા ત્યારે થયેલી સમાપત્તિ પણ તે જડ હોવાથી અતાવિક છે મનના. ભાવથી ઉત્પન્ન થરોલી છે. પુગલને વિષય બનાવે ત્યારે તેમાં તદાકાર બનેલા આત્માને રાગ દ્વેપની પરિણતિ પ્રગટે છે. તેમાં જીવ સુખ પામી શકતો નથી. પરંતુ સાત્ત્વિક વિષયરૂપ પરમાત્માને બનાવે - એને જ્ઞાનથી પોતાની સન્મુખ લાવે અથવા તો પરમાત્માનું રૂપ આકૃતિને ઉપયોગમાં લાવીને તેમાં એકતાન થાય ત્યારે પરમાત્મા તે જીવને સુખનું કારણ હોવાથી તે પરમ વૈષયિકી સમાપત્તિ થાય છે. આ બીજા પ્રકારની વેષયિકી સમાપત્તિ અશુભ ધ્યાનમાંથી ચેતનાને પલટાવી શુભ વિષયમાં સ્થાપીને લીન કરવાનો પ્રયત્ન છે તેથી જીવ અહીં માનસિક સુખ પામે છે. સમાપત્તિના વિષયભૂત પરમાત્મા કે જે પરમસુખનું કારણ છે તેમાં જે એકતાનતા થાય છે તે વખતે વિષયરૂપે બનાવેલા પરમાત્માની મૂર્તિ જ છે તેથી આકારમાં લીન બનેલો છે ત્યાં સુધી આત્મા સમરસીભાવને નથી પામતો પરંતુ ચિત્ત-ઉપયોગ જે પહેલા અશુભમાં હતો તેના બદલે શુભમાં જોડાઈને તેમાં સ્થિર થવાથી શુભ થયો. મના અશાંત હતું તે શાંત થયું અને સુખનો અનુભવ કરવા લાગ્યું અર્થાત જડને આધીન થવાથી વિહવળ હતું તે હવે પરમાત્મા તરફ વળ્યું તેથી શાંત થયું તેથી આ સમાપતિ તાત્ત્વિક સમાપત્તિનું કારણ બને છે જેમાં સ્વરૂપનું જે સુખ છે તે પ્રાપ્ત થાય છે. પરમાત્માને ધ્યાનનો વિષય બનાવ્યો, તેમાં ચિત્તને એકાગ્ર કર્યું તેમાં મનથી સમાનપણાની પ્રાપ્તિ થઈ પણ ભાવ ભળ્યો નથી ત્યાં સુધી તાત્ત્વિકી સમાપત્તિ ન થાય પરંતુ જો ભાવ ભળે કે હું પરમાત્મ - સ્વરૂપ છું એવી અભેદાનુભૂતિનું સુખ પ્રાપ્ત થાય ત્યારે તાત્ત્વિકી સમાપત્તિ છે. જે અહીં જ મુક્તિ સુખનો અનુભવ કરાવે છે. તીર્થકરનો આત્મા જીવ, જગત અને પરમાત્માની સાથે અભેદ થઈને સમાપત્તિ પામે છે તેથી તીર્થંકરનામ કર્મની પ્રાપ્તિ અર્થાતું બંધ કરે છે જેના કારણે તેનો ઉદય થતાં તીર્થકરની દ્ધિ ભોગવે છે આમ સમાપત્તિના બે ભેદ-વિષય અને તાત્વિક છે તેમાં પાછા વિષયના બે ભેદ જડ વિષય અને સાત્વિક વિષય. શુદ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું - આજ વાત ૩૫૦ ગાથાના જીવનમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે. “શુદ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું, તુજ સમાપત્તિ પધ સકલ પાપનું દ્રવ્ય અનુયોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ, વૈરાગ્યને જ્ઞાનધરીએ સહી” હે પ્રભો ! આપના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા સાધક આત્માને જ્યારે આપની સાથે સમાપત્તિ થાય છે અર્થાત આપના સ્વરૂપની અભેદાનુભૂતિ થાય છે ત્યારે તે સમપત્તિ જ સઘળા પાપનો નાશ કરવા માટેનું ઔષધ છે. સ્વરૂપની સાથે એકતાનતા સધાતા પાપ પરિણતિ આત્મા ઉપરથી ખરી પડે 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૩ છે. આ વાત સંમતિ વગેરે દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં કહી છે જેને પામવા માટે સાધકે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનનો સુમેળ સાધવો જોઈએ. એ ત્રણનો જ્યારે ત્રિવેણી સંગમ થાય છે ત્યારે આત્મા પરમાત્મા સાથે અભેદ અનુભવે છે. આ ત્રણમાંથી એકની પણ ઉપેક્ષા કરનારો આત્મા સમાપત્તિને પામી શકતો નથી. વળી કહે છે - “જેહ અહંકાર મમકારનું બંધન, શુદ્ધનય તે દહે દહન જેમ ઇંધનમ્ શુદ્ધનય દીપિકા મુક્તિ મારગભણી, શુદ્ધનય આથી છે સાધુને આપણી” જેમ અગ્નિ ઇંધનને બાળી નાખે છે તેમ શુદ્ધ નયના વિકલ્પોને ઘૂંટવાથી આત્મામાં પડેલા અહંકાર અને મમકારના બંધન તૂટી જાય છે. આથી જ મુક્તિ માર્ગે જતા સાધકને શુદ્ધ નયના વિકલ્પો એ દીપક સમાન છે અને મોક્ષે જવા માટે શુદ્ધ નયના વિકલ્પો સાધુને “આથી' અર્થાત ભાથું છે. શુદ્ધનયના વિકલ્પો. એ સાધુની મૂડી છે. શુદ્ધનયને માન્ય અર્થાત નિશ્ચયનયને માન્ય આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ જ ઉપયોગમાં લૂંટાવું જોઈએ જેનાથી ઉપયોગ શુદ્ધ બનતા સાધક મોક્ષ માર્ગ ઉપર ટકી રહેવાનું બળ પામે છે. આત્માની અખંડતા. “અંશપણ નવિ ઘટે પૂરણ દ્રવ્યના, દ્રવ્યપણ કેમ કહું દ્રવ્યના ગુણવિના, અંકલને અલખ એમ જીવ અતિતંતથી, પ્રથમ અંગે વધુ અપદને પદ નથી.” શુદ્ધ નિશ્ચયનયના બે ભેદ છે (૧) આત્મલક્ષી નિશ્ચય નય અને (૨) પદાર્થલક્ષી કે વસ્તુલક્ષી નિશ્ચયનય. આત્મલક્ષી નિશ્ચયનય આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેના અનંતગુણો અને તે ગુણોનો આત્મા સાથે અભેદ સ્વીકારે છે અને તેથી આત્મા એ શુદ્ધ દ્રવ્ય છે એમ કહે છે. દિગંબરો સમયસાર વગેરે ગ્રંથોમાં આત્મા શુદ્ધ દ્રવ્ય છે. તે શુદ્ધ છે, બુદ્ધ છે. નિરંજન છે. નિરાકાર છે વગેરે જે પ્રરૂપણા કરે છે તે આત્મલક્ષી નિશ્ચય નયથી કરે છે જ્યારે ઉપાધ્યાયજી મહારાજ પ્રસ્તુતમાં જે અંશ પણ નહિ ઘટે.. ઇત્યાદિ લખી રહ્યા છે તે વસ્તુ લક્ષી કે પદાર્થ લક્ષી નિશ્ચયનયથી લખી. રહ્યા છે. આ નય વસ્તુને નિરંશ માને છે. અને જે નિરંશ છે તે સત છે એટલે તેના મતે દરેક વસ્તુ સત છે પછી તે દ્રવ્ય હોય, ગુણ હોય કે પર્યાય હોય. આ નય દ્રવ્યને દ્રવ્ય તરીકે સ્વીકારતો નથી કારણ કે દ્રવ્ય કહે તો દ્રવ્યની વ્યાખ્યા “ગુણપર્યાયવત્ દ્રવ્યમ” આવીને ઊભી રહે અને દ્રવ્યના ગુણપર્યાય માનતા તો વસ્તુ સાંશ બની, નિરંશ ન રહી, જ્યારે ઉપાધ્યાયજી મહારાજ તો ઉપરની કડીમાં પૂર્ણ દ્રવ્યને નિરંશ કહી રહ્યા છે તે ત્યારે જ ઘટે કે 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વસ્તુલક્ષી નિશ્ચય નયને સ્વીકારવામાં આવે. આ નયના મતે આત્મા એક અખંડ અવિભાજ્ય પૂર્ણ દ્રવ્ય છે તેના કોઈ અંશ ઘટતા નથી તે ગુણવાન નથી. અર્થાત્ સ્વભિન્ન ગુણવાળો નથી પરંતુ ગુણાત્મક છે, ગુણમય છે અર્થાત સ્વ - અભિન્ન ગુણસ્વરૂપ છે. વળી તે અકલ અર્થાત્ ઇન્દ્રિય કે મનથી કળી શકાતો નથી. જાણી શકાતો નથી તે અલખ અર્થાત્ અવાચ્ય છે. અનભિલાય છે. આવો આત્મા અતિ તંતથી - ગૂઢ - ગંભીર નિશ્ચયનયથી જણાવ્યો છે. વળી પ્રથમ અંગ એટલે આચારાંગમાં આત્માને અપદ કહ્યો છે. એટલે કોઈ પદ - વાચક શબ્દ આત્માને જણાવી શકતો નથી એમ કહ્યું છે. કારણ કે શુદ્ધ આત્માની એવી કોઈપણ અવસ્થા નથી કે જે શબ્દ દ્વારા જણાવી શકાય. આત્માને આશ્રયિને સઘળા શબ્દો પાછા ફરે છે. શુદ્ધાત્મા એ અનુભૂતિનો વિષય છે. શુદ્ધાત્મા સર્વ કર્મમળથી રહિત નિષ્કલંક છે. નિર્વિકલ્પ છે. તેને વિકલ્પ દ્વારા જણાવી શકાતો નથી. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી મોક્ષ મળે છે. તે શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરતા કરતા આત્મા સમાપત્તિ પામે છે. “જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણોરે, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યય ધ્યાને, શિવ દીયે પ્રભુ પરાણોરે” અરનાથ જિન સ્તવન ગાથા-૪ ઉપા. શ્રી યશોવિ. મ. મોક્ષનું સાક્ષાત કારણ આત્માના પરમાત્માના ગુણોની સાથે એકાકારતા અને શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય છે. આના બળ ઉપર આત્મા ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામી શકે છે. શુદ્ધ આત્મદ્રવ્યનું લક્ષ્ય, સ્મૃતિ, ઉપસ્થિતિ અને તેમાં તન્મયતા સિવાય ક્યારે પણ મોક્ષ મળતો નથી કારણ કે પ્રભુનું જ સ્વરૂપ છે તેમાં તન્મય થવું તે ધ્યાન છે અને તેનાથી મોક્ષ મળે છે તેથી ધ્યાનમાં પ્રભુના ગુણોનું આલંબન પ્રકૃષ્ટ કારણ હોવાથી પ્રભુ જ ધ્યાન દ્વારા મોક્ષને આપે છે. એમ કહેવાય છે માટે ધ્યાન તે યોગ છે. આચાર, ભાવના, પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે દ્વારા જીવ અનાદિકાળના કુસંસ્કારોને નાશ કરવાનું સામર્થ્ય મેળવે છે અને એ કુસંસ્કારો જેમ જેમ નાશ પામતા જાય છે તેમ તેમ આત્મામાં વિકલ્પોનું બળ ઘટતું જાય છે. સમ્યફ આચાર પાલન અને ભાવનાના બળે જીવ શરૂઆતમાં કુવિકલ્પોનો નાશ કરે છે અને પછી આચારના બળ ઉપર કુવિકલ્પોનો નાશ કરી શુભ વિકલ્પો પામે છે. સ્વરૂપને પામવાના લક્ષ્ય અને પ્રણિધાન સાથે આચારપાલન અને ભાવનાના 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૩૫ બળ ઉપર જીવ શુભ વિકલ્પોને પણ ઘટાડતો જાય છે અને ધીમે ધીમે આસાર સહજ થતા જાય છે અને આ જ ધ્યાનને પામવાની ભૂમિકા છે. મોક્ષમાં જવા માટેના કારણભૂત આ રીતે પરંપરાએ અસંખ્ય યોગ છે. કોઈ પણ યોગથી આત્મા મોક્ષ પામી શકે છે પરંતુ એ યોગો શુદ્ધ આત્મસ્વરૂપની ઇચ્છા વિના મોક્ષમાં પહોંચાડતા નથી. જેમ કોઈ નગરમાં પહોંચવાના રસ્તા અનેક હોય પરંતુ નગરમાં પહોંચવાનો ઉદ્દેશ ન હોય તો પથિક ગમે ત્યાં ફ્રાઈ જાય. અહીં નગરમાં જવાના અનેક રસ્તા કારણ ખરાં, પણ નગરમાં જવાની ઇચ્છા એ મુખ્ય કારણ છે. તેમ મોક્ષમાં જવા માટે જેનતર દર્શનના આચારો - ઉપાયો ગૌણ કારણ છે જ્યારે જૈન દર્શનના આચારો-ઉપાયો મુખ્ય કારણ છે. જેનદર્શનમાં શુદ્ધ આત્મસ્વરૂપની ઇચ્છા, અનુભૂતિ અને એને અનુરૂપ વિચાર-વાણી-વર્તન એ મહત્ત્વના છે જે આચારના પાલન સહિત જ્ઞાનપૂર્વકના. ધ્યાનથી પ્રાપ્ત થાય છે. પ્રભુ કે પ્રભુ માર્ગના આલંબનથી શુદ્ધ આત્મ દ્રવ્ય ગુણ પર્યાયનું અન્વય કે વ્યતિરેકથી ચિંતન, મનન કે ધ્યાન કરતા મોક્ષ મળે છે. આ ધ્યાનને-જન્મા આપવા, ટકાવવા, વધારવા, આચારનું પાલન અને જ્ઞાનાભ્યાસ એ મુખ્ય ઉપાય છે. જેનેતર દર્શનના જ્ઞાન અને આચાર અશુદ્ધ અને અપરિપૂર્ણ હોવાથી તેના આલંબનથી ભાગ્યે જ કોઈ આત્મા પોતાના આત્મબળથી સીધા માર્ગે ચઢીને શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી મોક્ષે જાય છે. જ્યારે જેનદર્શનમાં આચાર અને જ્ઞાન શુદ્ધ,સુક્ષ્મ,ધ્યાનને અનુકૂળ અને સર્વજ્ઞકથિત હોવાથી તેના દ્વારા દ્રવ્યગુણ-પર્યાયથી શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન શીધ્ર પ્રાપ્ત થાય છે. જે અભ્રાંત હોય છે માટે જેનદર્શન પ્રણીત મોક્ષમાર્ગ મોક્ષે જવા માટેનો રાજમાર્ગ છે. જો કે આચાર અને શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાય સિવાયનું જ્ઞાન પરંપરાએ શુદ્ધ આત્મ દ્રવ્ય પર્યાયના ધ્યાનની (નિશ્ચલતાની) સાધનામાં અસાધારણ કારણ છે. નકામું નથી, છતાં એના દ્વારા મૂળભૂત શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન એ પ્રભુનું જ ધ્યાન છે અને તે મોક્ષ આપે છે. ધ્યાન એ મુખ્ય સાધન છે. બીજા ઉપાયો ધ્યાનના સાધન છે તેને અહીં ચોગમાયા તરીકે જણાવેલ છે. યોગમાયાનો અર્થ એવો પણ કરાય કે જે એક હોવા છતાં અનેક દેખાય. વ્યવહારમાં આચારો, ભાવનાઓ ભિન્ન ભિન્ન હોવા છતાં બધામાં શુદ્ધ-આત્મદ્રવ્યસ્મૃતિ, અનુભૂતિ, ચિંતન, ધ્યાનરૂપ ઉદ્દેશ, સાધ્ય, ધ્યેયનું પ્રાપ્તવ્ય ળરૂપે એકત્વ છે એમ વિચારતા જણાય છે. જે ઉપાય બહુવિધની રચના” એનો આવો પણ અર્થ જણાય છે કે - 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 યોગના ઘણા બધા અંગો - ઉપાંગો છે પણ અષ્ટાંગયોગનો મહત્વપૂર્ણ ભાગ ધારણા-ધ્યાન-સમાધિની ત્રિપુટી છે. એમાંથી કેન્દ્રવર્તિ ધ્યાન લઈએ એટલે પૂર્વવર્તી ધારણા અને ઉત્તરવર્તી સમાધિ આવી જાય છે. ઉપરની કડીમાં આ વાત સ્પષ્ટ કરાઈ છે કે યોગના અંગો તે સાધનો છે. સાધકે સાધનોમાં એ હદે જકડાઈ ન જવું જોઈએ કે જેથી સાધ્ય છૂટી જાય. અને સાધનમાં જ સાધ્યનો ભ્રમ થઈ જાય. સાધનો હંમેશા પુદ્ગલના બનેલા. હોવાથી અને પુગલ તત્ત્વ દ્વત હોવાથી તેમાં આગ્રહી બનવું તે સાધકને ન પાલવે. આથી જ કરીને ધ્યાનશતક અને યોગશાસ્ત્રમાં ધ્યાન માટે આસન, દેશ, કાળ આદિનો કોઈ ચોક્કસ આગ્રહ રાખ્યો નથી. વિવેકી સાધકને પોતાની સાધનામાં જે પુષ્ટિકર લાગે તેનો તે સ્વીકાર કરે. ઉપાધ્યાયજી મહારાજ અહિંઆ બહુ મઝાનો શબ્દ “યોગમાયા” વાપરીને આપણા બીડાઈ ગયેલા વિવેક ચક્ષને ઉઘાડી રહ્યા છે. તે કહે છે કે સંસારમાં તો મોહમાયા હોય તે બને, પણ આશ્ચર્યની વાત તો એ છે કે યોગમાર્ગમાં પણ સાધનો પરની ખોટી પકડ તે માયા છે અને તેથી સાધનનો આગ્રહ રાખીને ઝઘડવું તેને અહિંયા “યોગમાયા' તરીકે ઓળખાવી રહ્યા છે. નૈૠયિક દૃષ્ટિથી તો આ વાત સ્પષ્ટ જ છે કે જે સાધન સાધ્ય તરફ ન લઈ જાય તે સાધન સાધનનો આભાસ છે, યોગમાયા છે. સમાધિ શતકમાં પણ ઉપાધ્યાયજી મહારાજે આવો અષ્ટાંગ યોગનો. પરિચય આપ્યો છે કે - “ઉદાસીનતા પરિનયન જ્ઞાનધ્યાન રંગરોલ, અષ્ટ અંગ મુનિ યોગકો, એહિ અમૃત નીચોલ.” યોગના અષ્ટાંગનો નીચોડ આ છે કે સાધકે પુદ્ગલથી ઉપર ઉઠી જવાનું છે પુદ્ગલમાં પુદ્ગલના રૂપાદિમાં ડૂબવાનું તો નથી જ, પણ તેની સપાટી ઉપર પણ રહેવાનું નથી. તેનાથી તદ્દન ઉદાસીન થઈ જવાનું છે અને જ્ઞાન અને ધ્યાનમાં સતત ડૂબકી મારવાની છે અને આત્માના આનંદરસના ઘૂંટને પીવાનો છે. આજ સાધકની સાધના છે. જે આત્માને મોક્ષ આપે છે. આત્મામાંથી પરમાત્મા બનાવે છે.” હવે ચોથી દષ્ટિમાં જો સૂક્ષ્મબોધનો નિષેધ કર્યો છે તેનું સ્વરૂપ કહે છે. सम्यग्घेत्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः ।। वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ॥ ६५ ॥ વેધસંવેધપદ દ્વારા તત્ત્વનિર્ણય તે જ સુમબોધ - સમ્યક અર્થાત અવિપરીત એવી વિધિથી અર્થાત સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિત હેતુ, સ્વરૂપ અને ફ્લના ભેદથી વેધસંવેદ્યપદ દ્વારા જે પરમાર્થનો પરિચ્છેદ - તત્ત્વનો યથાર્થ બોધ તે વિદ્વદ્ સમુદાયમાં સૂક્ષ્મબોધ 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૩૭ કહેવાય છે. મોક્ષના કારણભૂત પરિણામો અને સંસારના કારણભૂત પરિણામોનો હેતુ, સ્વરૂપ અને ફ્લના ભેદથી જે યથાર્થ નિર્ણય તે જ સૂક્ષ્મ બોધ છે. વેધસંવેધ પદ નામનું આશયસ્થાન અધ્યવસાયની નિર્મળતાનું સૂચક છે અને આ આશયસ્થાનથી હેત્વાદિ ત્રણ પ્રકાર વડે તત્ત્વનો. યથાર્થ નિર્ણય થાય છે. આશય સ્થાન અને તત્વ નિર્ણય સમકાલીન હોવા છતાં બંને વચ્ચે કાર્યકારભાવ છે. આશયસ્થાન એ કારણ છે તત્ત્વનિર્ણય એ કાર્ય છે. એ તત્ત્વનો નિર્ણય પણ વિપર્યયાદિ રૂપે નથી થતો પરંતુ સમ્યક્ રૂપે થાય છે. સંસારના કારણો છે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય અને મોક્ષના કારણો છે સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ. આ મિથ્યાત્વાદિનું સ્વરૂપ શું ? તે શેનાથી વૃદ્ધિ પામે ? તેનું ફળ શું ? મિથ્યાત્વ વગેરેનો નાશ કેવી રીતે થાય ? સમ્યકત્વ વગેરે કેવી રીતે પ્રાપ્ત થાય ? તે બધાનો તે તે નય સાપેક્ષ બોધ - નયગર્ભિત વિચારણા તે વેધસંવેધપદ દ્વારા કરાય છે. વેધસંવેધપદ દ્વારા જ તત્ત્વનો નિર્ણય થઈ શકે છે. તેનું કારણ એ છે કે વેધસંવેધપદમાં બુદ્ધિમાં વક્રતા લાવનાર, પકડ લાવનાર, આગ્રહ લાવનાર અનંતાનુબંધી કષાયો અને તે આગ્રહમાં ઉપાદેય બુદ્ધિ લાવનાર મિથ્યાત્વનો અભાવ વર્તે છે અને તેથી ત્યાં પદાર્થનું યથાર્થ દર્શન થઈ શકે છે અને પદાર્થનું યથાર્થ દર્શન થાય તો જ તત્ત્વનો નિર્ણય કરી શકાય. જ્યારે બુદ્ધિ તીવ્ર રાગદ્વેષના સંસ્કારોથી ખરડાયેલી હોય ત્યારે બુદ્ધિ અહંકારથી વાસિત હોવાના કારણે પદાર્થદર્શનકાલે તે બુદ્ધિ વિપરીત માર્ગે ટાય છે. અંદરમાં પડેલા રાગ દ્વેષના ઝેરી સંસ્કારો જીવને પદાર્થનું અનેકાંતગર્ભિત સૂક્ષ્મદર્શન કરવા દેતા નથી તેથી ત્યાં નય સાપેક્ષ પદાર્થનો નિર્ણય કે જે સૂક્ષ્મબોધ સ્વરૂપ છે- તે શક્ય બનતો. નથી. તત્વના યથાર્થ નિર્ણયમાં એકાંત માન્યતા પ્રતિબંધક બને છે. ચોથી દ્રષ્ટિમાં વેધસંવેધપદ નથી. પરંતુ અવેધસંવેધપદ છે. અર્થાત જે ભાવો જે રીતે ઉપયોગમાં વેદાવા જોઈએ તે રીતે તે ભાવો ચોથી દૃષ્ટિ સુધી વેદાતા નથી. કારણ કે સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા હેય-ૉય અને ઉપાદેયતત્ત્વ ઉપર જે રીતની શ્રદ્ધા - સંવેગ - પરિણતિ ઉભી થવી જોઈએ તે થતી નથી. વસ્તુનો યથાર્થ નિર્ણય હેતુ, સ્વરૂપ અને એના ળની વિચારણાથી થાય છે. જેમકે એક આત્મતત્ત્વ લઈએ. તેનો યથાર્થ નિર્ણય કરવો હોય તો તેમાં હેતુ - સ્વરૂપ અને ળની વિચારણા કરવી પડે. તેના વિના પદાર્થનો યથાર્થ 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નિર્ણય થઈ શકતો નથી. કોઈપણ તત્ત્વનો નિર્ણય હેતુ, સ્વરૂપ અને ફ્લથી થાય છે. જેમકે એક આત્મતત્ત્વનો નિર્ણય કરવો હોય તો આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી તેથી તેની સિદ્ધિ માટે જે યુક્તિઓ આપવામાં આવે તે હેતુ છે. બુદ્ધિમાન પુરુષો કોઈપણ વાતને એમનેએમ સ્વીકારતા નથી. તે દરેક બાબતમાં હેતુ માંગે છે. વસ્તુની સિદ્ધિ માટે સમ્યક્ હેતુ આપવાથી તેની બુદ્ધિ સંતોષાય છે અને તેથી તે વાત તેને ગ્રાહ્ય બને છે. યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ જેમ તત્ત્વના નિર્ણય માટે હેતુ જરૂરી છે તેમ તે તત્ત્વનું સ્વરૂપ શું છે ? તે પણ જાણવું જરૂરી છે. જ્યાં સુધી વસ્તુના સ્વરૂપનો ખ્યાલ ન હોય ત્યાં સુધી તે પદાર્થનો વાસ્તવિક બોધ થતો નથી જેમ કે આત્મતત્ત્વના નિર્ણય માટે આત્માનું સ્વરૂપ શું છે ? એમ કોઈ પૂછે તો કહી શકાય કે આત્મા જડ નથી, ચેતન છે, જ્ઞાન દર્શન સ્વરૂપવાળો છે. તેના એક એક પ્રદેશે અનંત અનંત જ્ઞાન રહેલું છે. જે લોકાલોક પ્રકાશક છે. જ્યાં જ્ઞાન છે. ત્યાં જ બીજા અનંત અનંત ગુણો પણ રહેલા છે. દરેક ગુણને બીજા અનંત ગુણની સહાય છે. જ્ઞાન ગુણ દરેક ગુણમાં વ્યાપેલો છે માટે દરેક ગુણમાંથી અનંત આનંદ અનુભવાય છે અને આવા અનંતગુણોમાંથી એકી સાથે અનુભવાતો અનંત આનંદ એ આત્માનું સ્વરૂપ છે. આવા સ્વરૂપવાળો આત્મા વર્તમાનમાં કર્મના યોગે દબાયેલો છે તેના એક એક પ્રદેશ પર અનંતી કાર્પણવર્ગણા કર્મરૂપે પરિણમીને રહેલી છે જેથી જીવનું જ્ઞાન દબાયું છે. જ્ઞાન વિકૃત થયું છે, તેમ જ અનંતગુણો પણ વિકૃત બનીને દોષ રૂપ બન્યા છે. તેથી જ અજન્મા સ્વભાવવાળો આત્મા જન્મ કરવાના સ્વભાવવાળો અને અમર આત્મા મૃત્યુના સ્વભાવવાળો બન્યો છે. વીતરાગી આત્મા રાગી-દ્વેષી બન્યો છે. અરૂપી અને અમૂર્તસ્વભાવી આત્મા રૂપી અને મૂર્ત બન્યો છે. આ આત્માની સંસારી અવસ્થા છે. કર્મકૃત અવસ્થાના નાશ દ્વારા આત્માની મૂળભૂત અનંતજ્ઞાન અને અનંત આનંદમય અવસ્થાને પ્રાપ્ત કરવી એ ફ્ળ છે. તે માટે જીવને સંસારમાં રાખનારા કારણો મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો નાશ કરી સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ પામવો પડે છે. તેના દ્વારા તે પોતે પોતાનું ઇચ્છિત ફ્ળ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે હેતુ, સ્વરૂપ અને ફ્ળના ભેદથી આત્મતત્ત્વનો નિર્ણય કરી શકાય છે પરંતુ આ નિર્ણય યથાર્થ તો ત્યારે જ કહેવાય કે જ્યારે જીવ અવેધસંવેધપંદનો ત્યાગ કરી વેધસંવેધપદને પામે. અધ્યાત્મના માર્ગમાં માત્ર જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ક્ષયોપશમથી બુદ્ધિ 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૯ તત્ત્વના જોરે કરાયેલ નિર્ણય એ યથાર્થ નિર્ણય અને આખરી નિર્ણય હોતા નથી. કારણ કે તત્ત્વનો નિર્ણય એ તત્ત્વના નિર્ણય માટે નથી પરંતુ દુ:ખમુક્તિ માટે છે. જે તત્ત્વનિર્ણય થયા પછી જીવ દુઃખથી મુક્ત ન થાય તે તત્ત્વનિર્ણય વાસ્તવિક તત્ત્વનિર્ણય નથી માટે જ અભવ્યાદિના નવનવપૂર્વ સુધીનો તત્ત્વનો બોધ પણ વાસ્તવિક તત્ત્વનો બોધ કહેવાતો નથી. જે તત્ત્વનિર્ણય દ્વારા આંતર ભેદ ન થાય, તે તત્ત્વનિર્ણય અધ્યાત્મની કોટિમાં આવી શકતો નથી જેટલા અંશમાં અંતર ભેદાય, મોહની કઠોરતા, કર્કશતા અને કાલિમા નીકળે, અંતઃકરણ નિર્મળ બને તેટલા અંશે જ તત્ત્વનિર્ણય સાચો કહેવાય. યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ . 3 અવેધસંવેધપદના ત્યાગ દ્વારા જીવ જ્યારે વેધસંવેધપદને પામે છે ત્યારે તત્ત્વનિર્ણય આત્મસ્પર્શી બને છે અને આવા આત્મસ્પર્શી તત્ત્વનિર્ણયને જ ગ્રંથકાર મહર્ષિ સૂક્ષ્મબોધ તરીકે ઓળખાવી રહ્યા છે. અભવ્યાદિ જીવોને નિરતિચાર ચારિત્રનું પાલન અને નવનવ પૂર્વનો બોધ હોવા છતાં તેને સૂક્ષ્મબોધ કેમ નહિ ? તેનું કારણ એક જ છે. તેનું ચારિત્ર પાલન અને તેનો બોધ તેના અંતરને ભેદી શકતા નથી. અંતઃકરણને તેનો બોધ અડતો નથી. તેનો બોધ ઉપર ઉપરથી ચાલ્યો જાય છે જે બીજા જીવોના હિતને માટે બની શકે છે પણ પોતાના હિતને માટે થતો નથી. જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ક્ષયોપશમથી, માર્ગાનુસારી પ્રજ્ઞાના બળે, શાસ્ત્રોના તલસ્પર્શી અધ્યયનથી કોઈપણ તત્ત્વનો નિર્ણય હેતુ, સ્વરૂપ અને ફ્ળના ભેદથી કરી શકાય છે અને તેમ કરતા જીવ જ્યારે ગ્રંથિભેદ કરી વેધસંવેધપદને પામે છે ત્યારે તે જ તત્ત્વનિર્ણય સૂક્ષ્મબોધને પામે છે. સૂક્ષ્મબોધ તે જ કહેવાય કે જે જીવને ભવસાગરથી પાર ઉતારે. આવા સૂક્ષ્મબોધ પછી આવતું ચારિત્ર જ ભાવચારિત્ર છે તે પહેલાનું ચારિત્ર બહારથી ગમે તેટલું ઊંચું હોય તો પણ તે દ્રવ્ય ચારિત્ર છે. અને આવું ચારિત્ર જુદા જુદા ભવોની અપેક્ષાએ વધુમાં વધુ ૭ થી ૮ વાર સ્પર્શે ત્યારે જીવનો મોક્ષ થાય છે. 2010_05 હવે અહિંયા એક પ્રશ્ન થાય કે માસ્તુષાદિ મુનિઓને તો શાસ્ત્રનો બોધ હતો નહિ. હેતુ, સ્વરૂપ અને ફ્ળથી તત્ત્વનો નિર્ણય કરવા માટે તેઓ અસમર્થ હતા અને છતાં તેઓ ભાવચારિત્રને પામેલા હતા અને ભાવચારિત્ર હોય ત્યાં ગ્રંથિભેદ જનિત સમ્યકત્વ તો હોય જ. અને તેથી તેમાં સૂક્ષ્મબોધ પણ હોવો જ જોઈએ. અને બહારથી વ્યવહારમાં જોતા તો તેઓમાં સૂક્ષ્મબોધ જણાતો ન હતો, તો તેનું શું ? તેનું સમાધાન એક જ છે કે વ્યવહારથી તેઓ સૂક્ષ્મબોધવાળા ન હોવા છતાં સૂક્ષ્મબોધનું જે ફ્ળ અંતર ભેદ, અંતરની કઠોરતાનો નાશ, હૃદયની નિર્મળતા, જિનવચનની યથાર્થ શ્રદ્ધા, સ્વરૂપમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સ્થિરતા-આ બધું તેમનામાં હતું અને તેથી તેઓ ય પદાર્થના વિષયમાં સૂક્ષ્મબોધવાળા ન હોવા છતાં આત્માના સંબંધમાં આવતા કષાયો અને ઉપશમભાવના વિષયમાં સૂક્ષ્મબોધવાળા હતા. કયા પરિણામો આત્માના ઘરના છે અને કયા પરિણામો મોહના ઘરનાં છે. એનું વેદન તેમના અંતઃકરણમાં હતું તેથી તેમનો સઘળો બોધ આત્મસ્પર્શી હતો. અને આત્મસ્પર્શીબોધ દ્વારા જ તેઓ જીવનભર ગુરુ સમર્પિત રહ્યા. અંતે ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. - આમ અધ્યાત્મના માર્ગમાં આત્મવિકાસના સોપાન ચઢવા માટે હેતુ - સ્વરૂપ અને ફળથી થતો તત્ત્વનિર્ણય ઉપયોગી બને છે. આવો તત્ત્વનિર્ણય જીવને , ગ્રંથિભેદ રવામાં તેમજ વેધસંવેધપદ પામવામાં ઉપકારક બને છે માટે સાધક તત્ત્વનિર્ણયની ઉપેક્ષા કરી શકે નહિ કારણ કે તત્ત્વનિર્ણયની ઉપેક્ષા, અરૂચિ એ વેધસંવેધપદની ઉપેક્ષા, અરૂચિ છે અને વેધસંવેધપદની ઉપેક્ષા તે સૂક્ષ્મબોધની ઉપેક્ષા છે. સૂક્ષ્મબોધની ઉપેક્ષા એ ભાવચારિત્રની ઉપેક્ષા છે અને ભાવચારિત્રની ઉપેક્ષા એ દુ:ખમુક્તિની ઉપેક્ષા છે. અન્ય દર્શનકારો સર્વજ્ઞ ન હોવાના કારણે તેમને વસ્તુ સ્વરૂપનું યથાર્થદર્શન થતું નથી તેથી તે પદાર્થનો યથાર્થ નિર્ણય કરી શકતા નથી અને તેથી વસ્તુ સ્વરૂપનું એકાંગી પ્રતિપાદન કરતા હોવાથી મોક્ષમાર્ગને યથાર્થ બતાવી. શકતા નથી. તેમના માર્ગે ચાલતા સાધકને ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. આત્મા એક જ છે, વિભુ છે, નિત્ય જ છે, અબદ્ધ જ છે, ક્ષણિક છે, અસત છે. આવી એકાંત માન્યતા જ્યારે અંદરમાં જડબેસલાક બેસી જાય છે પછી તે આત્મા સંસારની નિર્ગુણતાને જોવા છતાં તેમજ ત્યાગ, તપ સંયમનું આલંબન લેવા છતાં તે વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હોતો નથી પરંતુ મોહગર્ભિત જ હોય છે. કારણ કે અંદરમાં પડેલી એકાંત માન્યતા - મિથ્યા માન્યતા તેને મોહનીયનો યથાર્થ ક્ષયોપશમ કરવામાં પ્રતિબંધક બને છે. - જ્યારે સ્યાદ્વાદગર્ભિત જિનવચનનું આલબન લેતાં જીવને દ્રવ્ય-પર્યાય ઉભયથી આત્મતત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન થાય છે તેથી તેને ખ્યાલ આવે છે કે દ્રવ્યથી હું શુદ્ધ - બુદ્ધ-નિરંજન-નિરાકાર સ્વરૂપ હોવા છતાં વર્તમાનમાં કર્મના ઉદયથી અશુદ્ધ, અબદ્ધ, લેપાયમાન અને વિકારી સ્વભાવવાળો બનેલો છું. મારી કેવલ્યાવસ્થા અને સિદ્ધાવસ્થાની વિકૃતિ એજ વર્તમાનમાં અનુભવાતો સંસાર છે. વર્તમાનમાં આવી મલિન અવસ્થાવાળો હું હોવા છતાં તત્ત્વથી તેવો નથી માટે આ અવસ્થાનો અંત સર્વજ્ઞ પરમાત્માના વચનનું અવલંબન લઈ ઘોર પુરુષાર્થ કરવાથી આવી શકે છે. આવી શ્રદ્ધા જીવને ત્યાં થાય છે. બ્રહ્માનંદને અનુભવવો હોય તો વિષયાનંદને છોડવો પડે. એના વિના બ્રહ્માનંદ કદાપિ ન મળે, એ શ્રદ્ધા ત્યાં પ્રગટ થાય છે માટે ત્યાં પુરુષાર્થ કરી આત્માની. 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪ ૧ વિશુદ્ધિ પામી શકે છે. સંસારના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય છે. તેના સેવનથી જીવ અનંતકાળ રખડ્યો એ જેમ હકીકત છે તેમ એ વાત પણ એટલી જ સાચી છે કે સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ રૂપ મોક્ષના હેતુઓનું સેવન કરીને અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે. સિદ્ધાવસ્થામાં પણ આત્માનું સ્વરૂપ જે સર્વજ્ઞ પરમાત્માનું શાસન બતાવી રહેલ છે તે ખરેખર અભૂત છે. તે કહે છે કે સિદ્ધાત્માઓ વ્યક્તિરૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં સ્વરૂપે એક જ છે. બધાના ગુણો, જ્ઞાન, આનંદવેદન એમાં કોઈ જ ફેર નથી. દરેક આત્માઓની અવગાહનામાં હોવા છતાં તેમજ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો કાલ ભિન્ન ભિન્ન હોવા છતાં તેના સ્વરૂપમાં ત્યાં કોઈજ ભેદ નથી. ત્યાં આત્મપ્રદેશો પરમ સ્થિરત્વને પામેલા છે અને ઉપયોગ અવિનાશી બન્યો છે. ઉપયોગ અવિનાશી બનતા તેની સાથે સંલગ્ન અનંતાગુણો, અનંતુ જ્ઞાન અને અનંતુ આનંદવેદન આ બધું જ અવિનાશી બને છે. ત્યાં ગયેલ આત્મા સર્વ દુઃખથી મુક્ત છે એટલું જ નહિ પરંતુ આનંદવેદનથી પૂર્ણ પણ છે. આની સામે નૈયાયિક મતાનુસારી માન્યતા એવી છે કે આત્મા મોક્ષમાં જ્ઞાન-આનંદ વગરનો છે, પાષાણતુલ્ય છે, માત્ર સર્વ દુઃખના જ અભાવવાળો છે. આનંદ સ્વરૂપ નથી. તેમજ બુદ્ધદર્શન માન્ય દીપનિર્વાણ રૂપ મુક્તિ એટલે દીવો જેમ બુઝાઈ જાય તેમ આત્મા અસત બની જાય છે. આ બધી માન્યતાઓ જીવને કઈ રીતે મોક્ષનો પુરુષાર્થ પેદા કરવામાં ઉલ્લસિત કરે? અન્યદર્શનકારો પાસે પદાર્થનું યથાર્થ દર્શન કરવા માટેની સામગ્રી નથી. તેથી ત્યાં વેધસંવેધપદ નથી. એટલે ત્યાં તત્ત્વનિર્ણય પણ નથી અને તેથી ત્યાં સૂક્ષ્મબોધ પણ નથી. કષ, છેદ અને તાપશુદ્ધ શાસ્ત્ર તે જ સમ્યક શાસ્ત્ર - કષ, છેદ અને તાપ પરીક્ષામાં જે શાસ્ત્ર ઉત્તીર્ણ થાય તે જ સમ્યકશાસ્ત્ર છે. જેમ સુવર્ણને પહેલા કસોટીના પત્થર ઉપર કસવામાં આવે છે તે તેની કષ પરીક્ષા છે. પછી તેને કાપીને તે સોનું છે કે બીજું છે તે તપાસે છે તે છેદ પરીક્ષા છે અને પછી છેલ્લે અગ્નિમાં નાંખે છે તેમાં જો તે કાળું ન પડે પણ તેવું ને તેવું રહે તો તે તાપ પરીક્ષા છે. આ ત્રણ પરીક્ષા દ્વારા સુવર્ણનો યથાર્થ નિર્ણય કરી શકાય છે. તે જ રીતે જે શાસ્ત્રમાં વિધિ અને નિષેધનું યથાર્થ પ્રતિપાદન જોવા મળે તે કષશુદ્ધ શાસ્ત્ર છે. વિધિ અને નિષેધનું યથાર્થ પ્રતિપાદન કર્યા પછી જેમાં તેને અનુરૂપ 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આચાર માર્ગને બતાવવામાં આવે તે છેદશુદ્ધ શાસ્ત્ર છે. દરેક જીવની હિંસા ન કરવી એ રીતે હિંસાનો નિષેધ કર્યા પછી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે યજ્ઞયાગાદિનું હિંસાત્મક વિધાન વેદના નામે કરવામાં આવે તો તે શાસ્ત્ર છેદશુદ્ધ શાસ્ત્ર રહેતા નથી. કેમકે પંચેન્દ્રિય જીવોની હિંસા ચિત્તને સંક્લિષ્ટ બનાવે છે. તેથી તેવા સાવધ અનુષ્ઠાનો કેવી રીતે ધર્મરૂપ બને ? અને તેને પ્રતિપાદન કરનારા શાસ્ત્રો સમ્યફ શાસ્ત્રો કેવી રીતે કહેવાય ? કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી અયોગવ્યવચ્છેદ દ્વાચિંશિકામાં કહે છે કે - હે પ્રભો ! આપના આગમો સિવાયના બાકીના બધા જ આગમોને અમે અપ્રમાણ કહીએ છીએ. કારણ તે આગમોમાં હિંસા વગેરેથી ખદબદતા માર્ગનો ઉપદેશ રહેલો. છે. વળી એ આગમો અસર્વજ્ઞના બનાવેલા છે. તથા નિર્દય અને દુષ્ટ બુદ્ધિવાળા લોકોએ પોતાને અનુકૂળ હોવાથી તે આગમોનો સ્વીકાર કર્યો છે. (૧/૧૦ અયોગ વ્યવચ્છેદ દ્વાબિંશિકા.) કર્મકાંડના વિધાયક વેદ વાક્યો હિંસા પ્રેરક હોવાથી અપ્રમાણભૂત ભલે હોય પણ વેદાન્ત વાક્યો તેવા ન હોવાથી તેને પ્રમાણ માનવામાં વાંધો નથી” એવી મુગ્ધતા પણ રાખવા જેવી નથી. કારણ તે વાક્યો એકાન્ત જ્ઞાનમાર્ગના પ્રરૂપક હોવાથી તે હરામહાડકાના લોકો માટે ઉન્માદ જનક છે તેથી તે અનુપાદેય છે આ બધી વાતોનું પ્રાજ્ઞ પુરુષોએ શાંતિથી ચિંતન કરવું. (૧/૨૭) આ રીતે અન્ય દર્શનના અનુષ્ઠાનો છેદ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા નથી કારણકે નિરવધ અનુષ્ઠાનો જ ચિત્તશોધક બને છે. સાવધ અનુષ્ઠાનો ચિત્તના. શોધક બનતા નથી. તેમ જ જે શાસ્ત્રમાં સર્વનયનું આલંબન કરનાર વિચાર સ્વરૂપ પ્રબલા અગ્નિ વડે તાત્પર્યની મલિનતા ન થાય તે શાસ્ત્ર તાપ શુદ્ધિવાળું છે. જેમ સોનું કષ અને છેદ પરીક્ષામાં પાસ થવા છતા તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થાય તો તે નકલી સુવર્ણ કહેવાય છે. તે જ રીતે જે શાસ્ત્રો કષ અને છેદ પરીક્ષામાં પાસ થવા છતાં તાપ પરીક્ષામાં પાસ ન થાય તો તે શાસ્ત્ર, વિશુદ્ધ શાસ્ત્ર - સમ્યક્ શાસ્ત્ર કહેવાતા નથી. જે શાસ્ત્રમાં દ્રવ્યરૂપે-ઉત્પત્તિ તથા વિનાશથી રહિત અને પયયરૂપેપ્રતિસમય અલગ અલગ સ્વભાવને પામવા દ્વારા અનિત્ય સ્વભાવવાળા જીવ આદિ તત્ત્વની વ્યવસ્થા બતાવાય છે તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય છે. કારણ કે પરિણામી એવા જ આત્મા વગેરેમાં તથાવિધ અશુદ્ધ પર્યાયને દૂર કરી ધ્યાન, અધ્યયન વગેરે સ્વરૂપ અન્ય શુદ્ધ પર્યાય પ્રગટ થવાથી પુર્વોક્ત કષ અને છેદ શુદ્ધિ સંભવી 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૪૩ શકે છે. આત્માને પરિણામી માનવામાં ન આવે તો પ અને છેદ સંભવિત બનતા નથી. વિધેયાત્મક એવા ધ્યાન, અધ્યયન વગેરેનું ફ્ળ નિર્જરા છે અને નવા કર્મ આવતા બંધ થવા તે હિંસા વગેરેના નિષેધનું ફ્ળ છે. આ વિધિ-નિષેધનો યોગક્ષેમ કરવો તે શાસ્ત્રવિહિત ક્રિયાનું ફ્ળ છે. પરંતુ જો આત્માને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનવામાં આવે તો કપ અને છેદ સાર્થક ન બની શકે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વિધિ અને નિષેધને અનુરૂપ ક્રિયામાર્ગ બતાવ્યા પછીથી તેની આચારણાથી અંદરમાં પડેલ કર્મોની નિર્જરા થવી જોઈએ અને નવા આવતા કર્મના આશ્રવો અટકવા જોઈએ તો જ આત્મા વિશુદ્ધિ પામી મોક્ષે જઈ શકે. જો તે ન બને તો વિધિ નિષેધ માત્ર નામના બની જાય છે તેનું કોઈ પ્રયોજન નથી. જૈન શાસનમાં નય વિવક્ષા છે. અનેકાંત દ્રષ્ટિ છે અને દરેક પદાર્થનો બોધ સ્યાપદથી યુક્ત છે માટે માન્યતામાં કાંઈ વિપરીત આગ્રહ કે પકડને સ્થાન નથી. એટલે ત્યાં હેતુ, સ્વરૂપ, ફ્ળથી પદાર્થનો યથાર્થ નિર્ણય વેધસંવેદ્યપદ દ્વારા થઈ શકે છે. જૈન શાસ્ત્રના સમ્યગ્ બોધથી જીવને વેધસંવેધપદની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે છે કારણ કે શાસ્ત્રના બોધ દ્વારા જીવ ઉપયોગમાં પડેલા કષાયો, મિથ્યાત્વ, આગ્રહ, કુતર્ક વગેરેને સહેલાઈથી દૂર કરી વિશુદ્ધ પરિણતિ ઊભી કરી શકે છે અને એના બળ ઉપર ગ્રંથિભેદ કરી વેધસંવેધપદ પામી શકે છે. એના દ્વારા જે તત્ત્વ નિર્ણય થાય છે તે યથાર્થ જ હોય છે અને આ યથાર્થ તત્ત્વનિર્ણય એજ સૂક્ષ્મબોધ છે. ફદૈવ આ સૂક્ષ્મબોધના વિષયમાં વિશેષે કરીને સૂક્ષ્મબોધનું પ્રવૃત્તિ નિમિત્ત કહે છે. भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः । ज्ञेयव्याप्तेश्व कार्त्स्न्येन, सूक्ष्मत्वं नायमत्र तु ॥ ६६ ॥ બોધમાં સૂક્ષ્મત્વ શું છે ? લોકોત્તર પ્રવૃત્તિમાં હેતુ બનવા વડે કરીને સંસાર સમુદ્રમાંથી તારનારો હોવાથી, તથા કર્મરૂપી વજ્રને ભેદનારો હોવાથી તેમજ પરમાર્થથી જ્ઞેય એવા નવતત્ત્વની સાથે બોધની સંપૂર્ણતયા વ્યાપ્તિ હોવાથી બોધનું સૂક્ષ્મપણું છે. લોકોત્તર પ્રવૃત્તિ યથાર્થ અર્થાત્ નિરતિચાર થવામાં સૂક્ષ્મબોધ હેતુ છે. સૂક્ષ્મબોધ હોય તો જ લોકોત્તર પ્રવૃત્તિમાં લાગતા અતિચારોને પકડી શકાય છે. અને તે ખ્યાલ આવે તો જ તેનાથી બચી શકાય અને તો જ લોકોત્તર પ્રવૃત્તિ યથાર્થ થાય. આમ લોકોત્તર પ્રવૃત્તિમાં હેતુ બનવા વડે કરીને સૂક્ષ્મબોધ સંસાર સાગરથી તારનારો બને છે, તેમજ સૂક્ષ્મબોધ દ્વારા અતિનિબિડ 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ રાગદ્વેષના પરિણામ રૂપ કર્મરૂપી વજ ભેદાય છે અર્થાત એક વખત ભેદાયા પછીથી ફ્રીથી તેનું તે રૂપે ગ્રહણ થતું નથી (પાંચમી દૃષ્ટિ બહુધા નિરપાયા છે અને ત્યાર પછીની દૃષ્ટિએ સર્વથા નિરપાય છે આ વાત યોગદૃષ્ટિનાં અજવાળા ભાગ-૨ શ્લોક-૧૯માં સ્પષ્ટ કરેલ છે) તે બોધમાં સૂક્ષ્મત્વ છે. તેમજ શેયની જ્ઞાન સાથે વ્યાપ્તિ છે. જેટલું જ્ઞાન છે તે બધું જ યની સાથે વ્યાપીને રહેલું છે અતિ જ્ઞાન સઘળું શેયને વિષય કરનારું છે. નિર્વિષયક જ્ઞાન અપ્રસિદ્ધ છે. સમ્યકત્વ થયા પહેલા જીવને યથાર્થ રૂપે અનંતધર્માત્મક પદાર્થનો બોધ ન હોવાથી જ્ઞાનની ય સાથે સંપૂર્ણતયા વ્યાપ્તિ નથી કારણકે જ્ઞાન દ્વારા શેય પદાર્થ અમુક ધર્મરૂપે જ ગ્રહણ કરાય છે. જ્યારે સમ્યકત્વ થયા પછી તો સૂક્ષ્મબોધ હોવાના કારણે ડ્રેસની સાથે જ્ઞાનની કાર્પેન અર્થાત્ અનંતધર્માત્મક પદાર્થના સ્વીકારરૂપે વ્યાતિ છે. અર્થાત્ જ્યાં જ્યાં સૂક્ષ્મબોધ છે ત્યાં ત્યાં ય એવા નવ તત્ત્વનો અનંતધર્માત્મકરૂપે બોધ છે. કદાચ શાસ્ત્રોનો અભ્યાસ ન હોય તો શબ્દોથી અનંત ધર્માત્મક પદાર્થનો બોધ ન હોય તો પણ તેની રૂચિ તો અનંતધર્માત્મક પદાર્થમાં જ રહેલી છે માટે ત્યાં પણ જ્ઞાનની શેય સાથે સંપૂર્ણતયા વ્યાપ્તિ છે જ. આમ ઉક્ત ત્રણ વિશેષણો દ્વારા બોધમાં સૂક્ષ્મતાની પ્રવૃત્તિ થાય છે. જેમ સંસારમાં પણ સૂક્ષ્મબોધ – નિપુણ બોધ તેને કહેવાય કે જે બોધ દ્વારા માણસ ગમે તેવી મુશ્કેલીમાંથી નીકળી જઈ પોતાનું ઈષ્ટ સાધી લે. તેમ અહિંયા પણ આ બોધ ભયંકર સંસારમાંથી જીવને તારનારો બને છે માટે તેમાં સૂક્ષ્મ પદની પ્રવૃત્તિ થાય છે. અને આવો સૂક્ષ્મબોધ પહેલી ચાર દૃષ્ટિમાં નથી હોતો, કારણ કે પહેલી ચાર દૃષ્ટિમાં તાત્ત્વિક રીતે ગ્રંથિભેદની અસિદ્ધિ છે. તાત્ત્વિક રીતે કહેવાનું કારણ એ છે કે આમ તો ગ્રંથિ ઘણી શિથિલ થઈ ગઈ છે, તૂટવા જેવી થઈ ગઈ છે પરંતુ હજુ તત્ત્વથી ગ્રંથિભેદ થયો નથી. તિર્યંચના દેહમાં રહેલ સમ્યગદૃષ્ટિ જીવ પણ અંતરમાં પોતાના અતીન્દ્રિય આનંદના ભાવને પકડીને જાણે છે કે આવો આનંદ સ્વરૂપ હું છું ને રાગાદિ કષાયમાં મને શાંતિ નથી, તે મારું સ્વરૂપ નથી. આવા વેદનમાં નવે તત્ત્વનો સાક્ષાત્કાર આવી ગયો. આ આનંદરૂપ તત્ત્વ તે જ હું છું એમ જીવતત્ત્વ'ની પ્રતીતિ થઈ, તેના સન્મુખ શાંતિનું વેદન થયું, તે સંવર નિર્જરા થયા, એવા આનંદની જાતથી વિરુદ્ધ કષાયરૂપ આકુળભાવો તે આશ્રવ ને બંધમાં ગયા. ને આ જીવથી વિરુદ્ધ એવા અચેતનતત્ત્વો તે અજીવમાં ગયા. પરદ્રવ્યમાં ગયા. આમ નવ તત્ત્વોના ભાવનો અને તેમાં હેય-ઉપાદેયનો વિવેક તેના વેદનમાં આવી જાય છે. આ રીતે સખ્યત્વ થતાં જીવને અનંત ધર્માત્મક 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૪૫ પદાર્થનો બોધ થાય છે. હેય ઉપાદેયનું યથાર્થ વેદના થાય છે. તેના દ્વારા આત્માના નિર્વિકલ્પ આનંદને અનુભવે છે અને આ આનંદરસવેદન તે જ ભાવશ્રુતજ્ઞાન છે. તે જ પરમાર્થથી જિનશાસન છે. કોઈપણ વિચારણામાં જ્યારે દેહ ભાવો ન ભળે, વિકારો ન ભળે ત્યારે * તે વિચારણા નિર્દોપ વિચારણા છે. જે તત્ત્વચિંતન રૂપ અને ધ્યાનરૂપ છે. આના દ્વારા જ શાસ્ત્રબોધ સૂક્ષ્મબોધ રૂપે પરિણમતાં જીવ ગ્રંથિભેદ કરી સમ્યકત્વ અને આગળ જતાં સમાધિ પામે છે. અહિંયા ગ્રંથકાર સૂક્ષ્મબોધની ત્રણ વિશેષતાઓ બતાવે છે બોધમાં જ્યારે સૂક્ષ્મતા આવે છે ત્યારે તે સૂક્ષ્મબોધ (૧) ભવસમુદ્ર પાર કરાવનાર છે, (૨) કર્મરૂપી વજનું ભેદન કરનાર છે અને (૩) યમાત્ર ઉપર સંપૂર્ણપણે વ્યાપી જનાર છે. સુક્ષ્મબોધ ભવસમદ્ર પાર કરાવનાર - આ આત્મા સંસારમાં ભટકતા અનંતીવાર મનુષ્ય જન્મ પામ્યો. તેમાં અનંતીવાર ચારિત્ર પામ્યો અને અનંતીવાર નવમા ગ્રેવેયક સુધી પણ જઈ આવ્યો. નવ નવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો છતાં આત્મા ભવસમુદ્રના પારને પામ્યો નહિ તેનું શું કારણ ? તેનો એક જવાબ તો શાસ્ત્રકારોએ આપી દીધો કે એ બધાજ ચારિત્રો અપ્રધાન દ્રવ્યચારિત્ર હતા. અર્થાત્ દ્રવ્યચારિત્ર તો હતું જ, પણ તે દ્રવ્યચારિત્ર પણ નિકટના ભાવોમાં ભાવચારિત્રનું કારણ બને તેમ ન હતું તેથી તે બધા ચારિત્રને જ્ઞાનીઓએ અપ્રધાન દ્રવ્યચારિત્ર કહ્યું. જનમી જિન શાસન વિષે મુનિ થયો બહુ વાર, મુનિદશા સમજ્યા વિના હું ભટક્યો બહુવાર; મુનિ થયો વાચક થયો સૂરિ થયો બહુ વાર, ન થયો મુરખ આત્મા અંતર્મુખ અણગાર.” આનાથી નક્કી થાય છે કે જીવ અચરમાવર્તમાં અને ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી ભાવમલનો હ્રાસ-ક્ષય થતો નથી ત્યાં સુધી તેનો બધો જ બોધ ભલે પછી તે જિનાગમોનો પણ કેમ ન હોય ? તો પણ તે સ્કૂલ જ છે અને તેની બધી જ ક્રિયા એ દ્રવ્યક્રિયા છે. ચરમાવતમાં આવ્યા પછી આત્મામાંથી કર્મમલનો વિશેષ રૂપે ક્ષય થાય છે, અપનબંધક બને છે અને અપુનબંધક અવસ્થા ઘટિત લક્ષણો દેખાય છે ત્યારે તે આત્માની ક્રિયા પ્રધાન દ્રવ્યક્રિયા બને છે. તે આત્મા યોગની દ્રષ્ટિ પામે છે અને તેથી હવે બોધ સ્થૂલ હોવા છતાં આગળ જઈને તે સૂક્ષ્મ બનનાર છે. બોધમાં જ્યારે વૈરાગ્ય, પ્રજ્ઞાપનીયતા, પ્રામાણિકતા વગેરે ભળે છે ત્યારે 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૬ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ એ બોધ આત્માના ઘરનો બને છે. એના વિના એ બોધ પારકા ઘરનો હોય છે અને મોહના સૈન્યની વૃદ્ધિ કરવાનું જ કામ કરે છે. જિનાગમાનુસારી બોધમાં જ્યારે ઉક્ત વૈરાગ્યાદિ જેમ જેમ ભળતા જાય છે તેમ તેમ બોધમાંથી વિકારીભાવો, આગ્રહો, પકડો, વિપરીત માન્યતાઓ નીકળતી જાય છે. અને તેથી બોઘ નિર્મળ બને છે, તેમ સૂક્ષ્મપણ બનતો જાય છે, જેમ જેમ આત્માદિ પદાર્થનું નયસાપેક્ષ જ્ઞાન થતું જાય છે અને પૌગલિક પદાર્થોના દરેકે દરેક પર્યાયમાં વિનાશીપણાની માન્યતા અસ્થિમજજા બનતી જાય છે તેમ તેમાં ઉપયોગમાંથી અજ્ઞાન અને મોહની પકડ શિથિલ થતી જાય છે અને આજ છે ગ્રંથિની શિથિલતા. ગ્રંથિભેદ કરતા પહેલા ગ્રંથિ ઢીલી પડવી જરૂરી છે. અને તે ઢીલી પડે તો જ તેને ભેદી શકાય. ક્રોધાદિ કષાય જેના પાતળા પડે છે તેને એક માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા હોતી નથી. સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે અને પ્રાણી માત્ર પ્રત્યે અંતરમાં મૈત્રી - કરુણા હોય છે. આવો આત્મા ગ્રંથિભેદ કરવાની યોગ્યતા ધરાવે છે. એટલા જ માટે આત્મસાક્ષાત્કાર કરવાને ઇચ્છતા સાધકે જ્ઞાનથી વારંવાર પોતાના આત્માને ભાવિત કરવો જોઈએ. બહિરાત્મદશાને છોડીને અંતર્મુખ બનવું જોઈએ. અર્થાત્ જ્ઞાનગર્ભિત અંતર્મુખતાને પ્રાપ્ત કરવી જોઈએ કારણ કે આત્મવિચાર આત્મભાવના, આત્મચિંતન, મનન, નિદિધ્યાસનને સતત કરતા રહેવાથી જ તે બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ બને છે. મરણ પર્યન્ત આત્મવિચાર કરવા છતાં પણ જો આત્મસાક્ષાત્કાર ન થાય તો ભવાંતરમાં રાગાદિ ભાવોનો નાશ થાય ત્યારે જરૂર સાધકને આત્મસાક્ષાત્કાર થાય છે. સાધકને આત્મસાક્ષાત્કાર કરવામાં પ્રતિબંધક (૧) પાંચે ઇન્દ્રિયોના વિષયમાં ચિત્તની આસકિત, (૨) પ્રજ્ઞાની મંદતા, (૩) કુતર્ક (શુષ્કતર્ક દ્વારા શાસ્ત્રનું વિપરીત અર્થઘટન કરવું), (૪) શાસ્ત્રમાં જણાવેલ બાબતથી વિપરીત જ્ઞાનનો આગ્રહ. આ ચાર તત્ત્વ દૂર થતાં અવશ્ય બોધ સૂક્ષ્મ થાય છે અને સાધકને અવશ્ય બ્રહ્મસાક્ષાત્કાર - આત્મસાક્ષાત્કાર થાય છે. અનાદિકાળથી ભટકતા જીવે શાસ્ત્રબોધ પણ મેળવ્યો અને ચારિત્ર પણ પાળ્યું, પણ બધુ સ્વચ્છંદ રીતે, પોતાની ઇચ્છા મુજબ. જ્ઞાનીની આજ્ઞાને અનુસાર નહિ. શાસ્ત્રનો બોધ અને સર્વજ્ઞકથિત ચારિત્ર પાળવા છતાં અંદરથી સ્વચ્છંદ, વિષયોની આસક્તિ, કદાગ્રહ વગેરે ટાળી શક્યો નહિ અને તેથી બાહ્ય દૃષ્ટિથી સર્વજ્ઞના આગમના બોધ અને સર્વજ્ઞકથિત ચારિત્ર પાળવા છતાં તે બોધ અને ચારિત્ર તત્ત્વદૃષ્ટિથી લૌકિક જ રહ્યા. | સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલી ચીજ સર્વજ્ઞપરમાત્માની આજ્ઞા મુજબ પાળે 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૪૭ તો જ તે બોધ અને ચારિત્ર લોકોત્તર બને અને લોકોત્તર બોધ અને લોકોત્તર ચારિત્ર જ જીવને સંસાર સાગરથી તારનાર બને . તામલી તાપસે ૬૦ હજાર વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા. અને પારણે એકવીસવાર ધોયેલા ભાત વાપર્યા છતાં તેની પ્રવૃત્તિ લૌકિક હતી. લોકોત્તર નહિ. તેનું કારણ એ છે કે સર્વજ્ઞનું શાસન જે રીતે એકેન્દ્રિયાદિ જીવોનું જ્ઞાન આપે છે અને તેનાથી બચવા જે રીતે વિરતિ માર્ગ બતાવે છે તે બધાનો ખ્યાલ તેની પાસે નહોતો એટલે એને કાચા પાણીને ન અડાય, વનસ્પતિને ન અડાય, ળ, દ્ય વગેરેનો સંઘટ્ટો પણ થાય છે, અગ્નિ, વાયુમાં પણ જીવ છે એની હિંસાથી બચવા ત્રિવિધે ત્રિવધે પાપનો ત્યાગ કરવો પડે અને તે ત્યાગ કરાય તો જ વાસ્તવિક વિરતિના માર્ગમાં અવાય એવો બોધ ન હતો. આવી વિવેક ગર્ભિત પ્રવૃત્તિ સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાં જોવા મળે? અને તે ન મળે તો જીવને અંધારામાં અથડાવા-કુટાવા જેવું થાય એ સંભવિત છે. પ્રભુ શાસનમાં જે ૪૨ દોષ રહિત ભિક્ષાચર્યાનો માર્ગ તેમજ પાંચ દોષ રહિત તે ભિક્ષાને વાપરવાની વાત, નિરંતર ગુરુકુળ વાસ, ગુરુવિનય , સતત સ્વાધ્યાયમાં રકતતા અને જીવાદિ તત્ત્વોનો નિર્ણય આ બધું આવે તો જ બોધ સૂક્ષ્મ બને અને તો જ ગ્રંથિ ભેદાય એના બળ ઉપર જ દ્રવ્ય-ભાવ ચારિત્ર સાચું આવે. આમ જ્યારે બોધ સૂક્ષ્મ બને છે ત્યારે આવો બોધ જીવને સંસારસાગર પાર પમાડનાર બને છે. કર્મરૂપી વજનું ભેદન કરનાર - જેમ દરિયાના કિનારે રહેલી માટીને સતત પાણી અને સૂર્યની ગરમીનો યોગ થતા ધીમે ધીમે તેના રુપ, રસ, ગંધ વગેરેની વૃદ્ધિ થતાં તેજ માટી ધીમે ધીમે ધન સ્વરૂપ બની રેતી, કાંકરા, પથ્થર, શિલા અને કાળમીંઢ પત્થરનું રૂપ ધારણ કરે છે અને તે ઉચિત નિમિત્ત સામગ્રી મળતા અંદરમાં થતા રૂપાદિના ફારથી શક્ય બને છે. તેમ આ જીવે અનાદિકાળથી કર્યદ્રવ્યના યોગે પ્રાપ્ત થતાં શુભાશુભ નિમિત્તો ઉપર રાગ દ્વેષની પરિણતિને એક સરખી સતત કરવા દ્વારા તેને ઘન, નિબિડ બનાવી છે. અનંતકાળથી ચાલી આવેલી એક સરખી રાગાદિ પરિણતિ તે એવી વજ જેવી બની છે કે જેનું ભેદન હવે જીવને માટે દુષ્કર બની ગયું છે. આખી ઉપયોગની ધારા કે જેનો સંબંધ આત્માના અનંતગુણો સાથે હતો. ને તે ઉપયોગ હવે આત્મઘરમાંથી ઇન્દ્રિયોના અને મનના માધ્યમે બહાર નીકળી વિષયો ઉપર છવાય છે અને વિષયોમાં ગયેલો તે ઉપયોગ સમયે સમયે આત્મામાં રાગાદિ પરિણતિને ઠાલવે છે. આ વજ જેવી દુર્ભધ પરિણતિને ભેદનાર સૂક્ષ્મબોધ છે. ઉપરોક્ત જે સૂક્ષ્મબોધનું 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ ४८ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3 વર્ણન કર્યું છે તે પ્રાપ્ત થતાં ફર્મરૂપી વજ ભેદાઈ જાય છે. બોધમાંથી આસક્તિ, અહંકાર, પકડ, એકાંત માન્યતા, કપાયોની તીવ્રતા આ બધું નીકળ્યા વિના બોધ સૂક્ષ્મ બનતો નથી. બોધને સૂક્ષ્મ બનાવવાનો રાજમાર્ગ ગુરુકૂલવાસ અને ગુર્વાજ્ઞાના પાલન પૂર્વક સતત શાસ્ત્રાભ્યાસ, ચિંતન, મનન અને નિદિધ્યાસનનો છે. તેના દ્વારાજ બોધ સૂક્ષ્મ બને છે અને એક વખત તે અતિસૂક્ષ્મ બનતા કર્મવજને ભેદી નાંખે છે. ય માત્ર ઉપર સંપૂર્ણપણે વ્યાપી જનાર - જૈનદર્શન વસ્તુનું જેવું સ્વરૂપ બતાવે છે તે આપણા જીવન વ્યવહારમાં અનુભવાય છે અને તેથી કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના તે બુદ્ધિમાં સહજ ઉતરી જાય છે. આપણા લૌકિક વ્યવહારમાં અનેકાંતદર્શન ઓતપ્રોત થયેલું અનુભવાય છે. જ્યારે એકાંતદર્શનો પોતાની માન્યતા અનુસાર વસ્તુનું પ્રતિપાદન કરે છે. તેમાં તર્ક-યુક્તિ, દૃષ્ટાંત પણ આપે છે છતાં તેવું સ્વરૂપ અનુભવમાં આવતું નથી. અને આમ અનુભવથી વિપરીત હોવાના કારણે તેમની માન્યતા અયથાર્થ ઠરે છે. લોક વ્યવહાર વસ્તુ સ્વભાવને અનુસાર ચાલે છે. પણ જેવો લોક વ્યવહાર ચાલે છે તેવો કાંઈ વસ્તુ સ્વભાવ નથી. એકાંતદર્શનકારો વસ્તુનું જે સ્વરૂપ પ્રરૂપે છે. તેથી વિરુદ્ધ વ્યવહાર જગતમાં જોવા મળે છે. છતાં લોક વ્યવહાર મિથ્યા ઠરતો નથી પરંતુ લોકવ્યવહારથી વિપરીત એકાંત દર્શનની માન્યતા મિથ્યા સિદ્ધ થાય છે. અનુભવનો અપલાપ કરીને પોતાની વાતને સિદ્ધ કરનારના અંતરમાં નિર્મળતા અને સૂક્ષ્મબોધ નથી હોતો પરંતુ મલિનતા, વક્રતા અને કદાગ્રહ પડેલા હોય છે. અને તેના કારણે પોતાની માન્યતા સિદ્ધ કરવા તે કુતર્કનો આશ્રય લે છે. જેમકે બૌદ્ધદર્શન વસ્તુમાત્રને એકાંતે ક્ષણિક માને છે. તેને માટે દરેક વસ્તુ એક ક્ષણથી વધારે રહેતી નથી. બીજી ક્ષણે પૂર્વની ક્ષણથી તદ્દન ભિન્ન નવીજ વસ્તુ ઉત્પન્ન થાય છે. હવે આ વસ્તુ અનુભવની સરાણ ઉપર ચઢાવતા મિથ્યા ઠરે છે. જેમકે એક માતા ભણીગણીને વર્ષો પછીથી ઘરે આવતા પોતાના દીકરાને જોઈને આનંદ પામે છે, તેને ભેટી પડે છે, અને કહે છે ઓહ ! બેટા ! આવ, આવ, તું તો કેટલો બધો બદલાઈ ગયો છે ! તું તો ઓળખાતો પણ નથી. અહીં વર્ષો પછી ઘરે આવેલા દીકરાને “આજ મારો દીકરો છે” કે જે થોડા વર્ષો પહેલા પરદેશ ગયો હતો તેમ માનીને મા આવકારે છે, જે એકાંત ક્ષણિકવાદને અસિદ્ધ કરે છે અને વર્ષો પછીના ગાળામાં ઓળખાય તેવો પણ રહ્યો નથી અર્થાત્ તેમાં આમૂલ પરિવર્તન થયું હોવા છતાં પણ તેજ તેનો દીકરો છે. તેમાં માને લેશ માત્ર શંકા નથી તે વાત એકાંત નિત્યવાદને અસિદ્ધ કરે 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૯ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ છે. એકાંત નિત્યપક્ષમાં વસ્તુ એક જ સ્વભાવવાળી માનવામાં આવે છે અને તે વાત અનુભવથી વિરુદ્ધ છે, કારણ કે લોકમાં “આત્મા અમર છે” એમ બોલાય છે તે દ્રવ્યાર્થિક નયે સત્ય છે અને “નામ તેનો નાશ” એમ પણ કહેવાય છે તે પર્યાયાર્થિકનયે સત્ય છે. જે દર્શન પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ લોકવ્યવહારમાં અનુભવમાં આવતું નથી તે દર્શન મિથ્યા છે, ભ્રાંત છે કારણ કે તે તર્ક શુદ્ધ અનુમાન પર રચાયું નથી. અનુમાન તર્ક પૂર્વક થાય છે. તર્ક પ્રત્યભિજ્ઞાન પૂર્વક થાય છે “આ તે જ છે જે મેં ગઈ કાલે જોયું હતું” આ પ્રત્યભિજ્ઞાનનો આકાર છે. પ્રત્યભિજ્ઞાનનો આધાર સ્મૃતિ છે. સ્મૃતિ તેની જ થાય છે જેની ધારણા થઈ હોય અને તે ધારણા લોકવ્યવહારમાં અનુભવાતા પદાર્થની જ થાય છે. આર્થી દરેક દર્શનધારાનું ઉદ્ગમસ્થાન લોક વ્યવહાર છે. તેથી કોઈપણ દર્શન લોક વ્યવહારનો અપલાપ કરે તો તે પ્રામાણિક દર્શન તરીકે વિશ્વમાં ગણના પાત્ર બનતું નથી. એકાંતવાદના પાયા ઉપર રચાયેલા તમામે તમામ દર્શનો આત્મા, પુણ્ય, પાપ, પરલોક અને મોક્ષની વાત કરતા હોવા છતાં, તેમજ સંસારમાર્ગની અસારતા તેમજ ત્યાગ માર્ગની સુંદરતાનું પ્રતિપાદન કરતા હોવા છતાં લોક વ્યવહારથી અને અનુભવથી વિપરીત વસ્તુનું પ્રતિપાદન કરતા હોવાથી તે દર્શનો પ્રામાણિક દર્શનો નથી પણ મિથ્યા દર્શનો છે. હકીકતમાં તો તે દર્શનો વસ્તુના એક અંશનું પ્રતિપાદન કરે છે અને તે અંશના પ્રતિપાદનની અપેક્ષાએ સત્ય છે, તેથી તે પૂર્ણ દર્શન નથી પરંતુ અપૂર્ણ દર્શન છે. એવું લાગતું હોવા છતાં તેને મિથ્યાદર્શન કહેવાનું કારણ એ છે કે પોતાની આંશિક સત્ય માન્યતાને સર્વાંશે સત્ય માને છે અને બીજા બીજા અંશથી સિદ્ધ તે તે વસ્તુ સ્વરૂપના પ્રતિપાદનનો અપલાપ કરે છે માટે તે દર્શનો મિથ્યા ઠરે છે. આવા મિથ્યાદર્શનમાં જન્મેલ કોઈક આત્મા પૂર્વભવની આરાધનાના બળે ત્યાં જન્મી અંતઃકરણને નિર્મળ બનાવી, કદાગ્રહથી મુક્ત બની, વૈરાગ્ય અને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવી આગળ વધી જાય તેવું બને પણ તેમાં તે દર્શનની કોઈ વિશેષતા નથી, પરંતુ પૂર્વભવે કેળવેલા પોતાના આત્મા રૂપ ઉપાદાન કારણની વિશેષતા છે. પદાર્થમાત્ર અનંતધર્માત્મક સ્વરૂપ હોવા છતાં જ્યારે બોધ સ્થૂલ હોય છે સૂક્ષ્મ નથી હોતો ત્યાં સુધી તે બોધ પદાર્થના મર્યાદિત ધર્મો ઉપર જ વ્યાપ્ત થાય છે અને મર્યાદિત ધર્મોના જ્ઞાનને પૂર્ણ માની પ્રવર્તે છે તેથી બોધ પદાર્થને સર્વાંશે વ્યાપીને રહેતો નથી. અને આવા સ્થૂલ બોધની સાથે વસ્તુ સ્વરૂપની મિથ્યા માન્યતા, આગ્રહ, કદાગ્રહ, અજ્ઞાન, વિષયની આસક્તિ બધુ સંકળાયેલું હોવાથી આવો સ્કૂલબોધ સંસારસાગરથી તારનાર બનતો નથી. જ્યારે સૂક્ષ્મબોધમાં અનેકાંતગર્ભિતતા હોવાથી, અનંતધર્માત્મક પદાર્થનો 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૦ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ સ્વીકાર હોવાથી અને અનંતધર્માત્મક પદાર્થનું શ્રદ્ધાન હોવાથી બોધમાંથી તમામે તમામ મલિન અંશો જેવા કે અપ્રજ્ઞાપનીયતા, અપ્રામાણિકતા, કદાગ્રહ, પકડ, અનંતા કપાય, વિપયની આસક્તિ, કુતર્ક, મહાગ્રહ વગેરે નીકળી ગયેલા હોવાથી બોધ દર્પણના જેવો સ્વચ્છ અને સૂક્ષ્મ હોય છે અને તેથી આવો બોધ અનંતધર્માત્મક પદાર્થની સાથે સંપૂર્ણતયા વ્યાપી જાય છે. સૂક્ષ્મબોધને પામેલો આત્મા સર્વજ્ઞ નથી કે દરેક વસ્તુને વિશેષ રૂપે જાણે કારણ કે દરેક વસ્તુના સંપૂર્ણ વિશેષોનું જ્ઞાન તો કેવલજ્ઞાન વિના શક્ય નથી. પરંતુ સર્વજ્ઞ પરમાત્માના વચનની શ્રદ્ધાના કારણે જગતના તમામે તમામ શેયોને - પદાર્થોને તે અનંત ધર્માત્મક રૂપે સદહે છે. અને આજે તેના જ્ઞાનની યથાર્થતા છે. શ્રદ્ધાના બળે તેનું જ્ઞાન જગતના તમામ પદાર્થો ઉપર આ રીતે છવાઈ જાય છે. અહિંયા પદાર્થનો અનંત ધર્મભકરૂપે સ્વીકાર શબ્દથી નથી હોતો, હૃદયથી હોય છે. બુદ્ધિ ચક્ષની સાથે હૃદયચક્ષુ ભળે છે ત્યારે અનેકાંતદર્શન હૃદયંગમ બને છે, અને આવો હૃદયને હાડોહાડ અડાડે અને વૈરાગ્યથી સદા ભાવિત રાખે તેવો બોધ એ સમ્યગદર્શન છે. તે મોક્ષમાર્ગ છે અને તેજ પરમાર્થથી જિન શાસન છે. જેન કુળમાં જન્મેલા આત્માને જૈનશાસ્ત્રોના અભ્યાસથી વસ્તુમાત્રના અનંતધર્માત્મકપણાનો બોધ હોય પણ તે બોધ ગ્રંથિભેદ ન થયેલ હોય તો તે માત્ર શબ્દાત્મક હોય છે. શબ્દાત્મક બોધમાંથી સ્પર્ધાત્મકબોધ સુધી પહોંચવાની ભાવયાત્રા આપણે કરવાની છે અને તે માટે આ મનુષ્યભવ અને પરમાત્માનું શાસન છે. ચોથી દીપ્રા દૃષ્ટિ સુધી આવો સૂક્ષ્મબોધ હોતો નથી કારણ કે ત્યાં ગ્રંથિભેદ નથી. અવેધસંવેદ્ય પદ છે. આપણામાં ગ્રંથિભેદ થયો છે અથવા તો ગ્રંથિભેદ નજીક છે તેને જાણવાનું બેરોમીટર એ છે કે જીવનની એક એક ક્ષણમાં સર્વજ્ઞ વચનને આગળ કરીને ચાલવાનું મન થાય અને પ્રભુશાસન જે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિષ્ણજયનો માર્ગ બતાવે છે તે માર્ગે ચાલવા આત્મા કટિબદ્ધ બને તો અવશ્ય તેને લોકોત્તર શુભભાવનાની સ્પર્શના થતી આવે. એ સ્પર્શનાના બળે અરિહંત અને તેના શાસન ઉપર આદર-બહુમાન વધતા આવે - આવું બને તો આ લોકોત્તર શુભભાવની સ્પર્શનાના બળે. એક વખત અવશ્ય ગ્રંથિ ભેદાઈ જાય, લૌકિકમાંથી લોકોત્તર તરફ, શબ્દથી સ્પર્ધાત્મક બોધ તરફ, સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ, ભોગમાંથી યોગ તરફ અને અવેધસંવેધપદમાંથી વેધસંવેધપદ તરફ આપણે પ્રયાણ કરવાનું છે. આ વાત સાધકને સતત ખ્યાલમાં રહેવી જોઈએ. अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् । . 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનો જવશિ.ભાષા , ૫ ૧ પક્ષ છાયા ગતિરર – પ્રવૃયામમત ૫ર ૫ ૬૭ છે. ચોથી દ્રષ્ટિમાં બોધનું સૂક્ષ્મત્વ કેમ નથી ? તેમાં હેતુ કહે છે - જે કારણથી પહેલી ચાર દૃષ્ટિમાં અવેધસંવેધપદ તેવા પ્રકારે ઉબણ અર્થાત પ્રચંડ છે. પહેલી ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ ન હોવાના કારણે ઉપાદેય તત્ત્વમાં જેટલી પ્રવૃત્તિ જોઈએ અને જે રીતની જોઈએ તેટલી અને તે રીતની પ્રવૃત્તિ નથી અને હેય તત્ત્વમાં જેટલો હેયનો ત્યાગ જોઈએ તેટલો ત્યાગ નથી અર્થાત બોધ સ્થૂલ હોવાના કારણે ઉપયોગમાં હેય ઉપાદેયનું યથાર્થ વિભાજન થતું નથી એટલે જ્યાં હેચની નિવૃત્તિ જોઈએ ત્યાં હેયની નિવૃત્તિ નથી અને ઉપાદેયમાં જે પ્રવૃત્તિ જોઈએ ત્યાં પ્રવૃત્તિ નથી અર્થાત હેય ઉપાદેયનું વર્ગીકરણ સ્થૂલદૃષ્ટિથી થાય છે. સૂક્ષ્મબોધનો અભાવ હોવાના કારણે સૂક્ષ્મદ્રષ્ટિથી થતું નથી તેથી નિવૃત્યાદિ પદ પ્રકાર વડે કરીને અવેધસંવેધપદ પ્રચંડ છે અને તેથી કેવું છે ? જે કહે છે કે જેમ કોઈ જલચર જીવ, આકાશમાં કોઈ પક્ષી ઉડતું હોય અને તેની છાયા જલમાં પડવાથી તેને પક્ષી સમજીને લેવા માટે દોડે તેના જેવું છે. આથી જ પહેલી ચાર દૃષ્ટિમાં વેધસંવેધ પદ તાત્વિક નથી. જલમાં પક્ષીની છાયા પડવાથી તેને કોઈ જલચર દોડી રહ્યું છે તેવો ભાસ થાય છે અને તેથી તેને પક્ષી માનીને પકડવા માટેની પ્રવૃત્તિ જેમ મિથ્યા છે તે જ રીતે સૂક્ષ્મબોધના અભાવમાં ભ્રાંતિને કારણે ક્યારેક જે વાસ્તવિક દ્રષ્ટિએ ગુણ ન હોય તેમાં ગુણનો બોધ થઈ જવાથી તે રૂપે પ્રવૃત્તિ થાય છે. અવેધસંવેદ્ય પદની અતાવિકતા બત્રીસી ગ્રંથમાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે - आरोपाधिष्ठानसंसर्गितया अतात्त्विकम् - अवेद्यसंवेद्यपदं પર્વ - પક્ષીની છાયામાં પક્ષીનો આરોપ તેનું અધિષ્ઠાન ચલના સંસર્ગિપણાવડે કરીને જેમ પક્ષીનું જ્ઞાન અતાત્ત્વિક છે તે જ રીતે તાત્વિક ગુણોની સમાન ભાસતા ગુણોમાં તાત્ત્વિકપણાનો આરોપ તેનું અધિષ્ઠાન ગુર્યાદિ તેના સંસર્ગિપણા વડે કરીને થતું જ્ઞાન અતાત્ત્વિક છે. જે જીવમાં જેટલી કક્ષાના ગુણો હોય તેનાથી અધિક કે અલ્ય ગુણોનો બોધ એ અવેધસંવેધપદને આભારી છે. અહિંયા એટલું ધ્યાન રહે કે ધર્મની ખાતર પ્રાણ આપવાની તૈયારી હોવા છતાં એટલે ધર્મનો ઉત્કટ રાગ હોવા છતાં વિવેક સંપૂર્ણ ખીલેલો ન હોવાના કારણે ગુણ-દોષનું યથાર્થ દર્શન થતું નથી. ગુણ પ્રત્યે જ રૂચિ હોવા છતાં જ્યાં અતિ સમાનતા દેખાય એવા સ્થળોમાં જીવ યથાર્થ ગુણ-દોષનો ભેદ કરી શકતો નથી અને તેથી દોષમાં પણ ગુણ માનીને પ્રવૃત્તિ કરે છે અને તેથી પહેલી ચાર દૃષ્ટિમાં વેધસંવેદ્યપદને અતાત્ત્વિક કહ્યું છે. કારણ ગ્રંથિભેદ થયેલો નથી. 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ પર યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્યારે ગ્રંથિભેદ પામેલો સમ્યગદૃષ્ટિ જીવ ગુણ-દોષનો સૂક્ષ્મ વિવેક કરી શકે છે અને તેથી પોતાનામાં જેટલા ગુણો હોય તેટલાને જ ગુણ તરીકે જુએ છે અને દોષને દોષ તરીકે માને છે. દરેક સભ્યદૃષ્ટિ જીવમાં ગુરુને ઓળખવાનો ક્ષયોપશમ યથાર્થ હોય છે. માતુષ વગેરેમાં શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોવા છતાં મતિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હતો. સાથે સમ્યકત્વ અને ચારિત્રનો પરિણામ પણ હતો માટે ગુરુતત્ત્વની યથાર્થ ઓળખ અને રૂચિ હતી તેમજ ગોખવા છતાં ન આવડે, નાના નાના છોકરાઓ મશ્કરી કરે તો પણ ચારિત્રનો પરિણામ હોવાના કારણે તેમના ઉપર ગુસ્સો આવતો નહોતો તેમજ હું ભૂલી જાઉ છું, તમે યાદ કરાવ્યું. તે સારું કર્યું વગેરે કહેવા દ્વારા સરળતા પણ હતી. તલ-અતાત્ત્વિક એવું વેધસંવેધપદ પણ પહેલી ચાર દૃષ્ટિમાં ચરમ યથા પ્રવૃત્ત સામર્થ્યથી જ પરં અર્થાત શ્રેષ્ઠ છે. ઘણું ઉપયોગી છે. પાછલી ચાર દૃષ્ટિમાં રહેલું તાત્વિક એવું વેધસંવેધપદ એ તો શ્રેષ્ઠ છે જ પરંતુ આ પણ શ્રેષ્ઠ છે કારણ આના દ્વારા જ તાત્ત્વિક વેધસંવેધપદ પ્રાપ્ત થવાનું છે. એના તાત્પર્યથી ચરમ યથાપ્રવૃત્તકરણના સામર્થ્યની પૂર્વે થયેલું - ઓઘદૃષ્ટિમાં થયેલું અવેધસંવેધપદ એ અચારૂ છે. સુંદર નથી. તેની કોઈ કિંમત નથી પરંતુ પહેલી ચાર દૃષ્ટિમાં રહેલ અવેધસંવેધપદ એ ચરમ યથાપ્રવૃત્તકરણ રૂપ વિશિષ્ટ અધ્યવસાયથી પેદા થયેલું હોવાથી તેમજ તાત્વિક વેધસંવેદ્યપદનું માપક હોવાથી તે શ્રેષ્ઠ છે. અવેધસંવેધપદ હોય ત્યાં બોધનું સૂક્ષ્મત્વ કેમ ન હોય ? તે કહે છે. अपायशक्तिमालिन्यं, सूक्ष्मबोधनिबन्धकृत् ।। મૈતત તત્તત્ત્વ, વસંતવિલુપળાયતે ૬૮ in અવેધસંવેધપદમાં નરકાદિ અપાય - દુઃખોના કારણભૂત સંક્લેશરૂપ આત્મામાં રહેલી શક્તિનું મલિનપણું સૂક્ષ્મબોધને અટકાવનારું છે કારણ કે અપાયના - દુખના હેતુભૂત પાપકર્મના સેવનમાં ઉપાદેયબુદ્ધિ રૂપ ક્લિષ્ટ બીજ રહેલું છે. ચોથી દૃષ્ટિના બોધમાં નરકાદિ અપાયના હેતુભૂત સંલેશની શક્તિ બાકી રહેલી છે, એના કારણે આ દૃષ્ટિનો બોધ મલિન થયેલો છે અને તેથી આ મલિનબોધ સૂક્ષ્મબોધને પેદા થવા દેતો નથી અથતિ સૂક્ષ્મબોધને પેદા થવામાં પ્રતિબંધક બને છે. જે કારણથી ચોથી દ્રષ્ટિનો બોધ નરકાદિ અપાયના હેતુભૂત સંક્લેશની શક્તિથી મલિન થયેલો છે તે કારણથી અપાયશક્તિના માલિન્યવાળા જીવને તત્વના વિષયમાં ક્યારે પણ સૂક્ષ્મબોધ પેદા થતો નથી કારણ કે પૂર અર્થાત સ્થૂલ બોધનું અવધ્યકારણ મિથ્યાત્વમોહનીયની મંદતા આ દૃષ્ટિમાં રહેલી છે. 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - 3 મિથ્યાત્વનો રસોદય મિથ્યાત્વનો ક્ષર્યાપશમ થવામાં પ્રતિબંધક છે. જ્યારે સમ્યગ્દૃષ્ટિ જીવમાં અપાયના હેતુભૂત પાપકર્મના સેવનમાં અપ્રશસ્ત રાગાદિરૂપ બીજ પડેલું હોવા છતાં ઉપાદેય બુદ્ધિરૂપ ક્લિષ્ટ બીજ પડેલું નથી અને તેથી પોતાનામાં વર્તતા સઘળા દોષો તે યથાર્થ જોઈ શકે છે. તેથી તેના ઉપર અરૂચિ રહે છે અને તેથી તેનામાં નરકાદિ અપાય શક્તિનું મલિનપણું નથી. જ્યારે ચોથી દૃષ્ટિ સુધી પાપકર્મના સેવનમાં ઉપાદેય બુદ્ધિ રૂપ ક્લિષ્ટ બીજ યોગ્યતારૂપે રહેલું છે જેને કારણે સૂક્ષ્મદોષો દેખાતા નથી અને તેથી તે ક્લિષ્ટ બીજ સૂક્ષ્મબોધને અટકાવનારું બને છે. અપાયશક્તિમાલિન્ય : પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ પડેલું છે એ જીવને સંસારના આરંભ, સમારંભ અને પરિગ્રહમાં હોંશે હોંશે પ્રવર્તાવે છે. વિષય અને કષાયની પ્રવૃત્તિ કરાવે છે. મિથ્યાત્વ સ્વરૂપ તરફ દૃષ્ટિ જવા દેતું નથી, સ્વરૂપ તરફ રૂચિ કરવા દેતું નથી. આ મિથ્યાત્વ એ બીજ છે અને આત્માને નરકાદિ દુર્ગતિના અનર્થનું કારણ છે. ૫૩ મિથ્યાત્વ જીવને પાપમાં જ રાચતો રાખે છે. જુઓ ! રાજગૃહી નગરીનો મમ્મણ અને શાલિભદ્ર બંને ધનાઢ્ય હોવા છતાં એક મિથ્યાદૃષ્ટિ અને બીજો સમ્યગ્દૃષ્ટિ, તો બંનેની પ્રવૃત્તિમાં અને માન્યતામાં કેટલું મોટું અંતર પડી ગયું ! ! ! મિથ્યાત્વની તીવ્રતાના કારણે મમ્મણને જિનવચન પ્રત્યે શ્રદ્ધા જ ન જાગી અને કિંમતી એવો સમગ્ર માનવભવ એક માત્ર પરિગ્રહની કાતિલ મૂર્છા અને આરંભ સમારંભમાં પૂરો કર્યો. આમ જોવા જઈએ તો મમ્મણે કોઈ હિંસા, જુઠ, ચોરી, બેઇમાની, લૂંટ-ફાટ એવા કોઈ જ પાપ કર્યા નથી. મમ્મણે કાળી મજૂરી કરીને ધન મેળવ્યું છે. મમ્મણનું ધન અનીતિનું ન હતું. અમાવાસ્યાની અંધારી રાત્રિએ મુશળધાર વરસાદ વરસે ત્યારે સમુદ્રમાં ડૂબકી મારી તણાઈને આવતા ગોશીર્ષ ચંદનના ટૂકડાને ભેગા કર્રી કરીને તેણે રત્નના બે બળદિયા બનાવ્યા હતા. છતાં મમ્મણને રાત દિ પરિગ્રહની મૂર્છાને કારણે કાળી લેશ્યા જ રહી. નિરંતર રૌદ્રધ્યાનના ચાર પાયામાંથી એક સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન રહ્યું. ઘાસની ગંજી ઉપર બેઠેલો કૂતરો ઘાસ ખાય નહિ અને બીજાને ખાવા દે નહિ એ ન્યાયે મમ્મણે ન પોતાની સંપત્તિનો ભોગવટો કર્યો ન બીજાને દાન કર્યું અને એક માત્ર લક્ષ્મીની કાતિલ મૂર્છા રાખી. જેના પ્રભાવે મમ્મણ મનુષ્ય જન્મમાં કરવા યોગ્ય સુકૃતોમાંથી એક પણ સુકૃત કરી શક્યો નહિ. અને આ બળદિયાને રત્નના બનાવવા પાછળ જબરજસ્ત અપાયશક્તિનું માલિન્થ ઉભું કર્યું જે જીવને તે ભવમાંથી તરત જ નરકમાં લઈ જવાને માટે કારણ બન્યું. મમ્મણ 33 સાગરોપમના આયુષ્યવાળી સાતમી નરકે ગયો. આખા મમ્મણના 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ભવમાં મમ્મણે પોતાના આત્મા ઉપર અપાયશક્તિના માલિન્યને જ પુષ્ટ કર્યું. અપાયશક્તિ માલિન્યનું કારણ - જ્યાં સર્વજ્ઞ પરમાત્માના વચનની હાડોહાડ શ્રદ્ધા હૃદયમાં તાણાવાણાની જેમ ઓતપ્રોત થઈ નથી અને જીવ સ્વચ્છંદી બનીને જીવે છે ત્યાં સુધી જીવ પ્રવૃત્તિ દ્વારા અપાયશક્તિનું માલિન્ય ઊભું કરે છે. એક વખત આ અપાય શક્તિનું માલિન્ય ઊભું થઈ ગયું પછી એના બળ ઉપર રાગાદિ સંકલેશો ચાલ્યા. જ કરવાના, પછી એ સંકલેશોને અટકાવવાનું કામ બહુ મુશ્કેલ બની જાય છે. સર્વજ્ઞના વચનની ટૂટ શ્રદ્ધા વિના ભવોભવ દુર્ગતિમાં લઈ જનાર આ અપાયશક્તિના માલિન્થને અટકાવી શકાતું નથી માટે જ અન્યદર્શનની સંન્યાસ દીક્ષા અંગીકાર કરી પંચાગ્નિ તપ, આતાપના તેમજ બીજી ત્યાગ, ઘોર કષ્ટકારક ચર્ચાનું પાલન કરી જીવ દેવલોક પામ્યો પણ ભવચક્રનો અંત લાવનાર ન થયો. એટલું જ નહિ પણ સર્વજ્ઞવચન અને તેના વચનને અનુસારે ચાલતા ગુરુના વચનને સ્વીકાર્યા વિના, શ્રદ્ધા કર્યા વિના જીવે જેની દીક્ષા પણ પાળી, ઉગ્રવિહાર, લોચ, સ્વાધ્યાય, તપ, ત્યાગ વગેરે કર્યું તો પણ જ્ઞાનીઓએ એ બધી આરાધનાને દેશઆરાધના કહી અને એવા જીવને દેશ આરાધક કહ્યો અર્થાત્ માત્ર દેશથી જ આરાધના, બાકી બહુભાગ વિરાધના. કારણ એક જ કે અપાયશક્તિ માલિન્ય અંદરમાં બેઠું હતું. અન્યદર્શનીના બાલતપાદિ અનુષ્ઠાનો અને ગુવજ્ઞા નિરપેક્ષ જૈન શાસનની ચારિત્રની ક્રિયાઓને પણ જ્ઞાનીઓએ દેશ આરાધના કહી અને તેવી ક્રિયા કરનારને દેશ આરાધક કહ્યો એ બતાવે છે કે સંસારમાં કે ધર્મમાં ક્યાંય સ્વછંદવૃત્તિ અને સ્વચ્છંદપ્રવૃત્તિને સ્થાન નથી. એ પ્રવૃત્તિ બહારથી સારી પણ દેખાતી હોય તો પણ તે તત્ત્વથી સારી નથી કારણ અંદરમાં તારક તત્ત્વોની આજ્ઞાને ઝીલવાની વૃત્તિ નથી. અંદરમાં સ્વચ્છંદ છે. અંદરમાં અપાય શક્તિનું માલિન્ક પડેલું છે. જ્યાં સુધી તે પડેલું છે ત્યાં સુધી જીવની બહારની દેખાતી ધ્યાન, સમાધિની ક્રિયાઓ પણ જિનાજ્ઞા નિરપેક્ષ હોવાથી સાધના નથી પણ કાયક્લેશ છે. અપાયશક્તિના માલિન્યને તોડવા જિનાજ્ઞા પ્રત્યે અને જિનાજ્ઞાને બતાવનારા ગુર્નાદિ પ્રત્યે ઉછળતું બહુમાન, આદર અને ભક્તિ જોઈએ. આજ્ઞા. પાલનનો પ્રેમ રગેરગમાં અને નસેનસમાં ઓતપ્રોત થઈ જવો જોઈએ. તેના વિના બધુ જ બેકાર, તુચ્છ અને મુફલિસ જણાવું જોઈએ. આ આવે તો જ અપાયશક્તિનું માલિન્ય તૂટે અને તો જ અવેધસંવેધપદનો નાશ થાય. વેધસંવેધપદ આવે. સૂક્ષ્મબોધ પ્રાપ્ત થાય. તે જ રાજગૃહીમાં જન્મેલા શાલિભદ્ર અટળક અને દેવી સંપત્તિ મળવા 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૫૫ છતાં પ્રભુની એક દેશના સાંભળી તેની નિરર્થકતા જાણી, તેનો ત્યાગ કર્યો. જિનવચનના રંગથી આત્માને રંગી દીધું. તેની સાથે ચોળ મજીઠના જેવો રંગ ઊભો કર્યો. ચારિત્ર લઈ એવું પાળ્યું કે ૧૨ વર્ષ પછી પોતાના ઘરે ભિક્ષા માટે આવેલા તેમને ભદ્રા માતા ઓળખી ન શકી. ભવોભવથી ચાલી આવતા અપાય શક્તિના માલિન્કને કચડી નાંખ્યું - સૂક્ષ્મબોધ પામ્યા. નિરતિચાર ચારિત્ર પાળ્યું. છેલ્લે એક મહિનો વેભારગિરિ ઉપર જઈ પાદપોગમન અણસણ કર્યું તો અંતે સમાધિ મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં ગયા. ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા અને એકાવનારી બન્યા. બંને વચ્ચે કેટલું મોટું અંતર ? એક ૩૩ સાગરોપમની નરકમાં, બીજા ૩૩ સાગરોપમના દેવલોકમાં. એક દીર્ધસંસારી, બીજા એકાવતારી. એક બુધ્ધ, બીજા બુદ્ધિમાન. એમ કુમારપાળ મહારાજાએ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની શરણાગતિ સ્વીકારી ૧૪ વર્ષ ધર્મ કર્યો. અપાયશક્તિમાલિન્યને ગુર્વાજ્ઞા પાલનના બળે તોડી નાખ્યું તો એકાવનારી બન્યા. તે જ રીતે વસ્તુપાળ, તેજપાળ, અનુપમા વગેરેએ માનવના ભવમાં દેવગુરુ પ્રત્યે જબરજસ્ત રાગ ઊભો કર્યો. બુદ્ધિનો સદુપયોગ કર્યો. ભરચક સુકૃતો કર્યા. અનેકના હૃદયમાં પ્રભુશાસનની સ્થાપના કરી તો મોક્ષમહેલની નજીકમાં ચાલ્યા ગયા. ગુણસેને સહન કરવાનો માર્ગ અપનાવ્યો તો સમરાદિત્ય કેવલી બની નવમે ભવે મોક્ષે ગયા અને અગ્નિશર્માએ વૈરના બીજ નાંખી તેને ભવોભવ વધાર્યા તો તેના પ્રભાવે અસંખ્ય પુદ્ગલપરાવર્ત સંસાર પરિભ્રમણનું મોટું વૃક્ષ ઊભું કર્યું. આમ હરિભદ્રસુરિજી મહારાજ અપાયશક્તિનું માલિન્ય બહુ ભયંકર છે અને તે જીવને ભવોભવ દુર્ગતિમાં લઈ જવા સમર્થ છે એ વાત પર ભાર મૂકી રહ્યા છે અને તેથી સાધક આત્માએ તેના નાશ માટે પ્રયત્ન કરવો જોઈએ. તેના વિના જીવ કોઈ રીતે દુ:ખ, દુર્ગતિ અને દર્ભાગ્યથી બચી શક્તો નથી. જે કારણથી અવેધસંવેધપરવાળાને સૂક્ષ્મબોધ નથી હોતો. તેથી શું ? તે કહે છે. अपायदर्शनं तस्माच्छुतदीपान तात्त्विकम् । तदाभालम्बनं त्वस्य, तथा पापे प्रवृत्तितः ॥ ६९ ॥ જે કારણથી અવેધસંવેધપદવાળાને બોધ સૂક્ષ્મ નથી હોતો, પૂલ જ હોય છે તે કારણથી આગમરૂપી દીપકથી દોષનું દર્શન તાત્વિક નથી હોતું, પારમાર્થિક નથી હોતું પણ ભ્રાન્તિથી પરમાર્થની આભાને વિષય કરનારું હોય છે અથતિ તાત્ત્વિક દોષ દર્શનના વિષયમાં તાત્વિક દોષદર્શનની છાયાવાળું 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ દોપદર્શન હોય છે કારણ કે અનાભોગના કારણે - અજ્ઞાનના કારણે પાપમાં પ્રવૃત્તિ થાય છે અને તેથી હિંસા, અબ્રહ્મ, પરિગ્રહ, કપાયો એ બધામાં સૂક્ષ્મબોધ ન હોવાથી પાપમાં રૂચિપૂર્વક પ્રવૃત્તિ થાય છે. આમ અજ્ઞાનતાથી પાપમાં રૂચિપૂર્વક પ્રવૃત્તિ હોવાથી જીવને દોષદર્શન તાત્વિક નથી હોતું પરંતુ ભ્રાન્તિથી • પરમાર્થના વિષયમાં પરમાર્થની આભાવાળું હોય છે. આગળના શ્લોકમાં કહી ગયા તેમ અપાયશક્તિના માલિન્કવાળા જીવને અવેધસંવેધપદ હોય છે. અવેધસંવેધપદ એ અંધાપો છે. તેની હાજરીમાં જીવ ગમે તેટલું ભણે તો પણ બોધ સ્થૂલ હોય છે. જિનાગમોને સાંભળવા માત્રથી કે વાંચવા માત્રથી બોધ સૂક્ષ્મ થઈ જતો નથી. અન્યદર્શનીઓ પાસે તો અનેકાંતગર્ભિત નયવિવક્ષા નથી એટલે એમનો બોધ તો સ્થૂલ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી પરંતુ જિનાગમ ભણે તો પણ બોધ સ્થૂલ રહે તો તેનું કારણ એ છે કે તેના દ્વારા અંદરથી પદાર્થનું સ્વરૂપ જોવા માટેની દષ્ટિનો ઉઘાડ થવો જોઈએ તે ન થાય તો ત્યાં પણ બોધ સ્થૂલ જ રહે છે. બોધની સૂક્ષ્મતા માટે જ્ઞાનાવરણીયના વિશિષ્ટ ક્ષયોપશમ સાથે દર્શનમોહનીયનો પણ ક્ષયોપશમ અને આચારપાલનજન્ય શુદ્ધિ હોવી જરૂરી છે. - જિનાગમ ભણતા ભણતા જેમ જેમ શ્રદ્ધા વધતી જાય છે તેમ તેમ પદાર્થનું દર્શન સ્પષ્ટ, સ્પષ્ટતર થતું જાય છે. જિનવચન પ્રત્યેની સચોટ શ્રદ્ધા યુક્ત જ્ઞાન ઘણું દુષ્કર છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ય પદાર્થનો બોધ થાય છે અને મોહનીયના ક્ષયોપશમથી હેય અને ઉપાદેય વિભાગમાં ભ્રાંતિ દૂર થાય છે. કષાયના પરિણામો અને ઉપશમના પરિણામો, એની સૂક્ષ્માતિસૂક્ષ્મ ઓળખ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના બળે થાય છે. પરંતુ કષાયના પરિણામો પ્રત્યે અરૂચિ અને ઉપશમના પરિણામો પ્રત્યે રૂચિ એ તો દર્શન મોહનીયના ક્ષયોપશમના બળે જ થાય છે. અભવ્ય નવ પૂર્વના શાસ્ત્રના અભ્યાસના બળે કષાયના પરિણામ અને ઉપશમના પરિણામને ઓળખી શકે છે. પરંતુ દર્શન મોહનીયની મંદતા કે ક્ષયોપશમ ન થવાથી તેની પ્રત્યે - અરૂચિ રૂચિ થઈ શકતી નથી, જેમ જેમ વસ્તુનો હેતુ-સ્વરૂપ અને ળની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તેની ઉપર ચિંતન-મનન કરવામાં આવે તેમ તેમ તે તે વસ્તુમાં અપારદર્શન થવા માંડે છે. એ અપાયદર્શન થતાંની સાથે મોહનીયનો ક્ષયોપશમ થાય એટલે એ અપાયમાં અપાયનું સંવેદન થાય છે. અને આવું અપાયનું સંવેદન જેમાં થાય તેવા જ્ઞાનને જ શ્રદ્ધાયુક્તજ્ઞાન કહેવું છે અને અધ્યાત્મના માર્ગમાં આ ચીજ જ ઘણી દુષ્કર છે. આ શ્રદ્ધાયુક્ત જ્ઞાન કહો કે અપાયનું અપાયરૂપે સંવેદન એ જ જીવને સંસાર સાગરથી તારનારું બને છે. અભવ્યને શાસ્ત્રબોધથી 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૫૭. નરકાદિ અપાયનું જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન શ્રદ્ધા વિનાનું, સંવેદન વિનાનું હોવાથી તાત્વિક નથી. ગ્રંથિભેદ થતા પહેલાં જીવને કદાચ જિનાગમ મળી જાય, તેનો અભ્યાસ પણ કરે તો પણ ત્યાં નરકાદિ અપાય દર્શન તાત્ત્વિક નથી કારણ કે ત્યાં અવેધસંવેદ્યપદ છે. એટલે નરકાદિ અપાયના ભાવો તે આશયસ્થાનમાં જે રીતે હેય રૂપે વેદાવા જોઇએ તે રીતે વેદાતા નથી. આમ જોવા જઈએ તો સૂક્ષ્મબોધ થતા પહેલાં કે પછી બોધનો આકાર બાહ્ય દૃષ્ટિથી તો એક સરખો જ હોય છે. જેમ સુવર્ણઘટ અને ગિલેટ કરાવેલ પિત્તળનો ઘટ બંને દેખાવમાં એક સરખા દેખાય છે પણ પિત્તળના ઘડાને અગ્નિમાં નાંખતા તે કાળો પડી જાય છે જ્યારે સુવર્ણઘટ અગ્નિ સંયોગે વધુ તેજસ્વી બને છે તે જ રીતે તાત્ત્વિક અપારદર્શનવાળો આત્મા વિપરીત સંયોગોમાં પોતાની સમતા-સમાધિ ટકાવે છે. ચિત્ત રત્નને વધુને વધુ નિર્મળ કરતો જાય. જ્યારે તાત્ત્વિક અપાયદર્શનની આભાવાળો ત્યાં આગળ સમતા - સમાધિ ચૂકી જાય છે. કષાયો અને સંકલેશથી ઘેરાઈ જાય છે. સુક્ષ્મબોધના અભાવમાં જીવની પાસે આય-વ્યયની તુલના કરવાનું સામર્થ્ય હોતું નથી તેથી ગીતાર્થતાની દૃષ્ટિએ વિચારતાં જેમાં નુકસાન છે તેમાં તેને લાભ દેખાય છે અને તેના કારણે જેમાં પોતાનું વટાઈ જતું હોય તેવી પણ પરોપકારાદિ પ્રવૃત્તિઓમાં તેને લાભ દેખાય છે. જ્યાં અપાયનું દર્શન જ સાચું ન થાય અને ભ્રાન્તિવાળ થાય ત્યાં જીવના ઉદ્ધારનો અવકાશ ક્યાં ? જ્યાં અપાયદર્શન તાત્ત્વિક થાય ત્યારે ઠેઠ તેના ળના લાભ-નુકસાન સુધીની દ્રષ્ટિ પહોંચે છે અને તેથી તેવો જીવ તાત્કાલિક દેખાતા લાભમાં મુંઝાઈ જઈ પ્રવૃત્તિ કરતો નથી. ચોથી દૃષ્ટિ સુધી અવેધસંવેદપદ હોવાના કારણે અજ્ઞાનથી અજાણતા પણ પાપમાં પ્રવૃત્તિ થાય છે કારણ કે અજ્ઞાનના કારણે તેનો આત્મા જે સૂક્ષ્મ પાપ છે તેને પાપ તરીકે ઓળખાતો નથી. સ્થૂલ દૃષ્ટિથી પાપને પાપ કહેવાય જ્યારે સૂક્ષ્મદ્રષ્ટિથી પાપના કારણોને પણ પાપ કહેવાય છે. એટલા જ માટે હિંસા, જુઠ અને ચોરીના પાપ કરતા પણ મૈથુન અને પરિગ્રહનું પાપ ચડી. જાય છે કારણ કે તે હોતે છતે જ પહેલા ત્રણ પાપો જીવને હોય છે. અન્યદર્શનમાં તપ વગેરેનું વિધાન હોવા છતાં ત્યાં જીવોના વિષયનું સૂક્ષ્મજ્ઞાન ન હોવાના કારણે પોતાના માટે બનાવેલ આહાર લેવામાં પાપ છે, તેનાથી જીવોની હિંસાની અનુમોદનાનું પાપ લાગે છે એ ખ્યાલ ન હોવાના કારણે તપ વગેરે કરવા છતાં અને પાપ વ્યાપારનો ત્યાગ કરી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરવા છતાં તેઓ એ પાપથી બચી શકતા નથી તેમજ વનસ્પતિ વગેરેમાં 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જીવ છે તેમને સ્પર્શ કરતા, કાપતા તેઓને અત્યંત પીડા, કંપારી, ધ્રુજારી વગેરે થાય છે. આ બોધ ન હોવાના કારણે તેઓ જંગલમાં ળ વગેરે ખાય છે તેમ જ સરોવરના સચિન પાણી વગેરે વાપરે છે. આ જૈન શાસન નિર્દિષ્ટ સૂક્ષ્મબોધનો અભાવ છે. એટલે અજાણતા પણ તેઓને પાપની સંભાવના છે તેજ રીતે જૈનદર્શનના ઉત્સર્ગ-અપવાદનો માર્મિક બોધ ન હોય અને એના કારણે એકાંતે ઉત્સર્ગ પકડી રાખે તો માંદગીમાં પડેલા બીજા આત્માને અવસરે અપવાદ સેવન દ્વારા જે સમાધિ ટકવાની સંભાવના છે તે ન કરે અને અસમાધિમાં તે આત્માને મરવામાં નિમિત્ત બને એ આત્મા મર્યા પછી જે દુર્ગતિમાં ભવોભવમાં રખડે, ઘોર હિંસાદિ પાપો કરે તેનું નિમિત્ત પોતે બનતો. હોવા છતાં મેં તો ભગવાનની આજ્ઞાનું પાલન જ કર્યું છે એમ માને તો એ બોધ તાત્ત્વિક અપાયદર્શનની આભાવાળો બોધ છે. આમ આગમરૂપી દિપક મળવા છતાં જીવને જો સૂક્ષ્મબોધ ન થાય, ઉત્સર્ગ - અપવાદ ગર્ભિત બોધ ન થાય, નય સાપેક્ષ બોધ ન થાય તો તેના દ્વારા થતું અપાયદર્શન એ તાત્ત્વિક અપાયદર્શન નથી પણ તાત્વિક અપાયદર્શનની ભ્રાન્તિવાળું અપાય દર્શન છે. તપ કરતા ત્યાગ મહાન છે અને ત્યાગ કરતા નિર્દોષ ચર્યા મહાન છે અને નિર્દોષ ચર્ચા પણ આસક્તિ ત્યાગના લક્ષ્ય (જેનું પર્યવસાન અણાહારી પદની પ્રાપ્તિમાં છે) મહાન છે આ વાત સૂક્ષ્મબોધવાળા સમજી શકે છે, બીજા નહિ. अतो ऽन्यदुत्तरास्वस्मात् पापे कर्मागसोऽपिहि। तप्तलोहपदन्यासतुल्या वृत्तिः चिद्यदि ॥ ७०॥ અવેધસંવેધપદના પ્રકરણથી અન્ય જે વેધસંવેધપદ એ ઉત્તરની ચાર સ્થિરાદિ દૃષ્ટિમાં હોય છે. અહિંયા આવેલા આત્માને અપાયશક્તિનું માલિને નીકળી જાય છે. જે અપાયશક્તિ આત્મામાં અશુભાનુબંધ ઉભો કરી સંસારમાં રખડાવવામાં સમર્થ હતી તેનો હવે નાશ થાય છે. હવે અહિંયા વેધસંવધપદ પ્રાપ્ત થાય છે. શુભાનુબંધ હવે અહિંયા બળવાન બનેલ હોય છે. આશયમાંથી અવિવેક, અજ્ઞાન નીકળી ગયેલ હોવાથી મોક્ષની ઈચ્છા તીવ્ર બનેલી હોય છે. સંસારના તમામ ભાવો અહિંયા ત્યાજ્ય રૂપે, પાપ રૂપે આત્માને અહિત કરનાર રૂપે અનુભવાય છે. જીવ પોતાનું ચાલે ત્યાં સુધી તો હિંસાદિ પાપ કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી કારણ કે જે વસ્તુ પોતાના ઉપયોગમાં ત્યાજ્ય રૂપે વેદાય છે. તેમાં જીવને પ્રવૃત્તિ કરવી એ ભારે મુશ્કેલ બની જાય છે, છતાં કર્મની બળવત્તા હોય, પોતાનું જીવવીર્ય તેની સામે ટકવા માટે સમર્થ ન હોય તો જીવને કર્મના અપરાધથી પ્રવૃત્તિ કરવી પડે છે. પરંતુ તે તHલોહપદન્યાસ તુલ્ય પ્રવૃત્તિ હોય છે. સંવેગસારા પ્રવૃત્તિ હોય છે. અત્યંત ખેદ પૂર્વકની પ્રવૃત્તિ હોય છે. પ્રાયઃ કરીને તો તે આત્માની પાપમાં પ્રવૃત્તિ હોતી જ નથી 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૫૯ પણ ક્યારેક જોવા મળે તો ખેદ સહિત જ હોય છે. જ્યાં બોધ સૂક્ષ્મ બન્યો, હેતુ, સ્વરૂપ અને ળથી આત્મસ્વરૂપનો નિર્ણય થયો. “આત્મા છે.” “તે નિત્ય છે' “કર્મનો કર્તા છે” “કર્મનો ભોક્તા છે.” “આત્માનો મોક્ષ છે” અને “મોક્ષનો ઉપાય છે.' આ છ સ્થાનની યથાર્થ શ્રદ્ધા થઈ. હું હતો, છું અને રહેવાનો છું. મારો નાશ કોઈ કાળે થવાનો નથી અને મારા પુરુષાર્થથી જ મારું ભાવિ ઘડાવાનું છે.our deeds of today are seeds of tomorrow. હું જ મારા ભાગ્યનો ઘડવૈયો છું. આવી જ્યાં આત્મશ્રદ્ધા ઊભી થઈ એ આત્માને જ્યારે સંસારમાં રહેવું પડે કે પાપપ્રવૃત્તિમાં જોડાવું પડે ત્યારે એના આત્માની અંદરથી કેવી સ્થિતિ હોય છે તે જ્ઞાની સિવાય બીજું કોણ સમજી શકે ? એટલે પાપપ્રવૃત્તિ કાળે એનું અંતર અંદરથી દુ:ભાતું હોય છે. એ કાલે અંદરથી તે પ્રામાણિક હોય છે એટલે એમ કહેવાય કે તે પાપ કરતો નથી. તેનાથી પાપ પ્રવૃત્તિ થઈ જાય છે. તે કર્મને બાંધતો નથી, કર્મ તેને બંધાય છે. આત્મા વસ્તપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિપરિણામના પલટાવાથી પર્યાયનું પલટાવાપણું છે. જેમ સમુદ્ર પલટાતો નથી પણ માત્ર મોજાં પલટાય છે. તેમ આત્માની વિભાવદશામાં બાળ, યુવા, વૃદ્ધ અવસ્થા રુપ પર્યાય ભેદ છે પણ તે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થતો નથી, તે તો નિત્ય છે. તે ત્રણે અવસ્થાની જે સ્મૃતિ વર્તે છે તે જ આત્મા છે.દરેક વસ્તુનો કેવળ મૂળમાંથી નાશ તો થતો જ નથી પણ અવસ્થાંતર રૂપ નાશ થાય છે. તેમ આત્માનો પણ સંસારી અવસ્થામાં અન્ય દ્રવ્યના યોગે નાશ ઘટી શકે પણ કેવળ નાશ થાય નહિ. આમ સમકિતીને ત્રણે કાળમાં પોતાની નિત્યતાની ખાત્રી થાય છે અને તેથી સામાન્યથી તો તે પાપ પ્રવૃત્તિ ન જ કરે. કર્મના અપરાધમાં પણ સામાન્યથી તો તેની સામે ઝઝુમવાનું જ હોય છે પરંતુ તે પ્રમાણે કરતા ટકી ન શકાય ત્યારે જ તેની પાપમાં પ્રવૃત્તિ હોય છે. તે પ્રવૃત્તિ માટે હરિભદ્રસૂરિ મહારાજ તખલોહપદન્યાયતુલ્ય શબ્દ વાપરે છે. તસલોહપદન્યાસ વિચાર : જેમ ફેંસીના માંચડે લટકાવવાની ૧૦ મિનિટ પહેલા કેદીને મીઠાઈ ખવડાવવામાં આવે ત્યારે કેદીને મીઠાઈના રસનું ઇન્દ્રિયસ્તર-દેહસ્તરે જ્ઞાન અને ભાન હોવા છતાં પણ તેમાં તે આનંદ ન અનુભવતાં દુ:ખને જ અનુભવે છે. કારણકે તેની નજર સામે દશ મીનીટ પછી મારે શંસીના માંચડે લટકવાનું છે આવો ખ્યાલ છે. આ ઝેરી લાડુ છે' એમ જાણનારને કોઈ પરાણે ખવડાવે ત્યારે તેને લાડુમાં રહેલ મીઠાશનો અનુભવ થવા છતાં પણ દુ:ખની જ પ્રતીતિ થાય છે. જંગલમાં પોતાની પાછળ પડેલા વાઘથી રક્ષણ મેળવવા દોડી રહેલા માણસના ,,,, , 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ - - - ૬૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માર્ગમાં સળગતા અંગારાથી ભરેલી લાંબી પહોળી ખાઈ આવે અને તેમાં વચ્ચે બેચાર લાલ ચોળ તપેલા લોખંડનાં ગોળા હોય તે જોઈને ખુલ્લા પગવાળો તે માણસ ખાઈને ઓળંગવા લોખંડના ગોળા ઉપર જેમ કંપારી અને ધ્રુજારીથી પગ મૂકે તે રીતે સમકિતી કંપતા હૃદયે સંસારનું સુખ ભોગવે છે. વેધસંવેધપદથી આવી સંવેગસારવાળી જ પ્રવૃત્તિ કેમ હોય છે ? તે કહે છે. वेद्यसंवेद्यपदतःसंवेगातिशयादिति। चरमैव भवत्यैषा, पुनर्दुर्गत्ययोगतः ॥७१॥ જેનું સ્વરૂપ અમે શ્લોક 93માં કહેવાના છીએ. તે વેધસંવેધ પદથી અતિશય સંવેગ વડે કરીને સમ્યગદૃષ્ટિને આ છેલ્લી જ પાપ પ્રવૃત્તિ હોય છે કારણ કે તે પછી ફ્રીથી દુર્ગતિનો અયોગ હોવાથી. આ ચરમા પાપપ્રવૃત્તિ શું છે? - પાંચમી દ્રષ્ટિમાં રહેલા જીવને અપ્રશસ્ત કષાયના ઉદયથી પાપની પ્રવૃત્તિ હોઈ શકે છે. પરંતુ તે પાપની પ્રવૃત્તિમાં તીવ્ર અરૂચિ હોવાના કારણે તે પાપ પ્રવૃત્તિથી એવું કર્મ નથી બંધાતુ કે જે દીથી પાપની પ્રવૃત્તિ કરાવે. સમ્યગ્રષ્ટિ જીવને ધર્મના કાળમાં જે પુણ્ય બંધાશે તેનાથી ભોગ સામગ્રી મળશે. પણ ભોગનો આવેશ નહિ થાય, છતાં સમક્તિીની જે ભોગમાં પ્રવૃત્તિ જોવા મળે છે તે સમ્યકત્વ પામતા પહેલા બાંધેલા કર્મના ઉદયથી છે. આમ પૂર્વોપાત્ત કર્મથી જ ભોગમાં પ્રવૃત્તિ છે. સમકિતીને સમ્યકત્વ કાળમાં થયેલી પાપ પ્રવૃત્તિથી ક્રીથી સંસારનો રાગ કરાવે, સુખમાં સુખ બુદ્ધિ કરાવે, મોહનો આવેશ કરાવે એવું કર્મ બંધાવાનું નથી. સમ્યકત્વ કાલમાં જે પાપ પ્રવૃત્તિ થાય છે તેનાથી ફ્રીથી સંસારમાં ઉપાદેય બુદ્ધિ થવાની નથી. સમકિતી ભોગાવલિ હોય તો જ સંસારમાં રહે અને ભોગ ભોગવે એમ જે કહેવાય છે તેમાં સમક્તિ પામતા પહેલા મોહના આવેશથી ઉપાર્જન કરાયેલા કર્મો હોય તો પાપ પ્રવૃત્તિ ઘટી શકે, ચોથે ગુણઠાણે છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા જીવોની જે સંસારમાં પાપ પ્રવૃત્તિ દેખાય છે તે પણ પૂર્વોપાત્ત કર્મના ઉદયથી થાય છે. ૧૨ કષાયો પ્રશસ્ત હોવાથી તે પ્રશસ્ત કષાયના ઉદયથી માત્ર ભોગને અનુકૂલ પ્રવૃત્તિ થાય છે પરંતુ તેમાં રાગાદિ થતા નથી. આમ સંવેગનો ભાવ અતિશય હોવાથી અર્થાત અતિશય હેયબુદ્ધિ પૂર્વક પાપના પરિણામ હોવાના કારણે જે પાપ પ્રવૃત્તિ થાય છે તે ચરમાં જ થાય છે કારણ કે ફ્રીથી દુર્ગતિનો યોગ ન થતો હોવાથી. શંકા તો પછી પુનઃ કેમ લખ્યું ? અર્થાત દુર્ગતિ ન થતી હોવાથી ચરમ પાપ 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રવૃત્તિ હોય છે એમ જ લખવું હતું ને ? સમાધાનઃ પુનઃ જે લખ્યું છે તે સમક્તિના અભાવમાં ઉપાત્તકર્મના સામર્થ્યથી એકવાર દુર્ગતિ થઈ શકે છે. એ ખ્યાલથી લખ્યું છે. સામાન્ય રીતે સમ્યકત્વ પામેલા જીવને ચરમ પાપ પ્રવૃત્તિ હોવાના કારણે તેનાથી નવી પાપ પ્રવૃત્તિ કરાવે તેવું પાપ કર્મ બંધાતું નથી. તેથી સમ્યકત્વ પામ્યા પછી આયુષ્યનો બંધ થાય તો દુર્ગતિનો થતો નથી અને તેથી સામાન્ય રીતે દુર્ગતિનો અયોગ હોવા છતાં સમ્યકત્વ પામતા પહેલા જીવે અશુભ આયુષ્ય બાંધી દીધું હોય તો એકવાર દુર્ગતિમાં જવું પડે છે માટે પુનતિ યોગાત્ એમ લખ્યું છે તેમાં શ્રેણિક મહારાજનું ઉદાહરણ છે. શંકાઃ સમ્યગદર્શનથી પડેલા અને અનંત સંસારી થયેલા જીવોને અનેકવાર દુર્ગતિનો યોગ થાય છે. એવું શાસ્ત્રોમાં જણાય છે તેથી સમકિતી જીવને ફ્રીથી દુર્ગતિનો અયોગ છે એવું તમારું કથન યત્કિંચિત્ અર્થાત તુચ્છ છે. સમાધાન : તમારી શંકા બરાબર નથી કારણ કે તમે અમારા અભિપ્રાયને સમજતા નથી. ક્ષાયિક સમ્યગ દૃષ્ટિ જીવને જ નેઋચિક વેધસંવેધપદ હોય છે અને તેથી તેને જ ચરમા પાપપ્રવૃત્તિ હોય છે એ અભિપ્રાયથી અમારું કથન છે. વળી વ્યાવહારિક એવું વેધસંવેધપદ પણ સુંદર જ છે. (મપિ થી નૈૠયિક વેધસંવેદ્યપદ તો. સુંદર છે જ , કારણ કે તે હોતે છતે દુર્ગતિ થવા છતાં પણ પ્રાયઃ કરીને માનસિક દુ:ખનો અભાવ હોય છે. “સુતાવાપ'માં પિ થી સામાન્ય રીતે તો વ્યાવહારિક વેધસંવેધપદ હોતે છતે દુર્ગતિ થતી જ નથી પરંતુ ક્યારેક થાય તો પણ ત્યાં માનસિક દુ:ખનો પ્રાય: અભાવ હોય છે. પ્રાયઃ એટલા માટે કહ્યું કે નરકાદિમાં ગયેલા જીવને ત્યાંની અસહ્ય વેદનામાં પોતાની કરેલી ભૂલ જ યાદ આવે છે. તેનો જ અત્યંત પશ્ચાત્તાપ હોય છે. એને એકજ વિચાર આવે છે કે જો મેં ભૂલ ન કરી હોત તો અહિંયા આવવું ન પડત માટે હવે આ ભૂલથી આવેલા દુ:ખને એવી રીતે વેઠી લેવા જેવું છે કે જેથી નવા દુ:ખ આપનાર કર્મી ન બંધાય એમ આત્માને સમજાવી શાંતિથી દુ:ખને વેઠવાનો પ્રયત્ન કરે છે અને તેથી બહુલતયા સંકલેશ, અરતિ, મારનાર ઉપર ક્રોધાદિ થતા નથી છતાં ક્યારેક દુઃખની પીડા અસહ્ય બને તો સંકલેશ થઈ જાય તેવું બને તો તેમાં તે સંક્લેશને સારો માનવા રૂપ ઉપાદેય બુદ્ધિ તો થતી જ નથી માટે પ્રાય: લખ્યું છે. વજના ચોખાને જેમ અગ્નિ દ્વારા ગમે તેટલી પાકક્રિયા કરવામાં આવે તો પણ તેનામાં જેમ પાક અર્થાત્ વિકલ્લેદન થતું નથી. તેમ વ્યાવહારિક વેધસંવેદ્યપદ હોતે છતે નરકાદિમાં ગયેલા સમ્યગ્રષ્ટિ જીવને ગમે તેવા શરીરના દુઃખો હોવા છતાં ભાવ પાક થતાં નથી.સતો- પહેલી ચાર દ્રષ્ટિમાં રહેલા અવેધસંવેધપદથી અન્ય એવું જે અચરમાવર્ત કાળમાં તેમજ ચરમાવતમાં દૃષ્ટિ પામતા પહેલા જે 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ અવેધસંવેધપદ છે તે એકાંતે અચારૂ અર્થાત ખરાબ છે. ચરમાં પાપપ્રવૃત્તિ કહી માટે સમ્યકત્વ પામ્યા પછી ગોશાલાદિ જીવોનો જે અનંત સંસાર થયો તે જીવોની ચરમ પાપપ્રવૃત્તિ ન હતી પરંતુ અચરમ એવી પાપ પ્રવૃત્તિથી જ અનંત સંસાર થયો છે. સમ્યકત્વ પામ્યા પછી પૂર્વોપાત્ત કર્મના ઉદયથી સમ્યકત્વથી ભ્રષ્ટ થયા અને તેથી તે બધી પાપ પ્રવૃત્તિઓ અનંત સંસારનું ઉપાર્જના કરે તેવી હોવાથી તે અચરમ પાપપ્રવૃતિ જ હતી. अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः । પર્વ તુ સંવેદ્ય મેવ દિ યોાિનામ્ II 9રા અવેધસંવેધપદ એ મિથ્યાદૃષ્ટિનું આશયસ્થાન છે એથી જ કરીને પરમાર્થથી તે અપદ છે કારણ કે યથાવસ્થિત વસ્તુતત્ત્વનું તે પ્રકાશન કરતું નથી. યથાવસ્થિત વસ્તુતત્વને ગ્રહણ કરે તેજ બોધ કહેવાય. જ્યારે અવેધસંવેદ્યપદ કાલીન ઉપયોગ એ યથાવસ્થિત વસ્તુતત્ત્વને ગ્રહણ કરતો નથી તેથી પરમાર્થથી તે બોધરૂપ જ નથી. બોધરૂપ કહી શકાય-આશય સ્થાન રૂપ કહી શકાય તે વેધસંવેદ્યપદ છે કારણ કે પદ શબ્દનો અqWયોગ અર્થાત ગુપ્તયર્થ તેમાં ઘટે છે. પદ શબ્દપદાને - મવવોતે-સાય એ અર્થમાં છે. તથા ૨ માદ- અને વળી વેધસંવેધપદમાં પદપણું જે રીતે છે તે કહે છે. वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाऽप्रवृतिबुद्धयापि,स्त्याद्यागमविशुद्धया ॥७३॥ જે વસ્તુ જેવી છે તેને તેવી રીતે વેદન કરવું તે વાસ્તવિક વેધ છે. તેવા પ્રકારના ભાવયોગી સમ્યગ્દષ્ટિ, દેશવિરતી, સર્વવિરતી રૂપ ભાવયોગી. સામાન્યથી અવિકલ્પજ્ઞાનથી ગ્રાહ્ય અર્થાત્ સમાન બોધથી ગ્રાહ્ય તે વેધ છે. અર્થાત્ બધા ભાવયોગીઓનાં જ્ઞાનમાં સમાનરૂપે જે વેદાય છે તે વેધ છે. અને આ વેધનું પોતપોતાના ક્ષયોપશમને અનુરૂપ સંવેદન જે આશયસ્થાનમાં થાય. છે તે વેધસંવેધપદ છે. અહિંયા ક્ષયોપશમને અનુરૂપ વેદન એટલા માટે કહ્યું કે આમ તો બધા સમ્યગદૃષ્ટિ જીવોનું વેદન એક સરખું હોય છે. બધા હેયને હેય રૂપે અને ઉપાદેયને ઉપાદેય રૂપે સમાનતયા જ વેદે છે, છતાં જેનો જ્ઞાનવરણીયનો સચોપશમ વધારે હશે તે જીવ હેયોપાદેયનું વેદન વિશદતયા કરશે જ્યારે મંદ ક્ષયોપશમવાળા જીવો તે રીતે નહિ કરે પણ બંનેનું વેદના નિર્ણયાત્મક જ હોય છે. સંશયાત્મક નહિ. હવે વેદવાયોગ્ય શું છે ? સ્ત્રી, હિંસા આદિના પરિણામો એ વેધ છે. કેવી. રીતે વેધ છે તે કહે છે. તથા તેના પ્રશ્નારે........... જે રીતે બધા ભાવયોગીઓના જ્ઞાનમાં સામાન્યાનું 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૬૩ વિદ્ધ સમાનતયા વેદાય છે તે પ્રકારે તપાવાન. સ્ત્રી આદિના સેવનના ત્યાગની બુદ્ધિથી જ શ્રુતજ્ઞાન દ્વારા વિપરીત મલ દૂર થવાથી હેયોપાદેયનું યથાર્થ સંવેદન કરાય છે. આમ નરકાદિ દુ:ખોના હેતુભૂત સ્ત્રી આદિ તત્ત્વોનું હેયરૂપે સંવેદન જે આશય સ્થાનમાં કરાય છે. તે વેધસંવેદ્યપદ છે. અહિંયા નરકાદિ અપાયના હેતુ ભૂત સ્ત્રી આદિ કેમ લીધા ? તો કહે છે કે જગતમાં બુદ્ધિશાળી એવા જીવોને પણ કર્મબંધનું પ્રધાન કારણ જો કોઈ હોય તો તે સ્ત્રી છે માટે નરકાદિ અપાયના પ્રધાન કારણ તરીકે સ્ત્રી કહીં તે વિષયમાં ભર્તુહરિ લખે છે કે કામશક્તિ (sex Power)ની મન ઉપર એવી પ્રબળ અસર છે કે જ્યારે સુંદરીને જોઈ નથી હોતી. ત્યારે તેને જોવાની ઇચ્છા થાય છે. જોયા પછી સ્પર્શ કરવાનું મન થાય છે પછી તેને ભેટવાનો ભાવ જાગે છે અને પછીથી તેના આશ્લેષમાંથી મુક્ત થવાની ઇચ્છા થતી નથી. નારી દેહનું આવું આકર્ષણ છે! અને એટલે તો કવિઓએ શૃંગાર અને ભોગને જ સ્વર્ગ કહ્યા છે. પ્રત્યેક શૃંગાર કે શૃંગારિક ક્રિયાની પાછળ ગુપ્ત રીતે વૈરાગ્ય ઊભો જ હોય છે. કારણકે સંભોગની ક્રિયા પછી તરત જ સ્ત્રીની કાયા અને રૂપ ગમતા નથી. ઘડીક પૂરતો વૈરાગ્ય આવી જાય છે એટલે જ એક કવિએ કહ્યું છે, કે મનુષ્યને શ્મશાનમાં જે વેરાગ્ય આવે છે અને રતિક્રીડા પછી તરત જ જે વૈરાગ્યનો અનુભવ થાય છે તે જ કાયમ રહે તો મોક્ષ પ્રાપ્તિ થઈ જાય ભર્તૃહરિએ સુંદરી અને તેના હાવભાવની નિંદા કરી છે. આ દર્શન એક વિરક્ત યોગીનું છે. જેની આંખમાં વૈરાગ્યનું અંજન અંજાય છે તેની વિષયવાસના નાશ પામે છે. તેને સ્ત્રી પુરુષના ભેદ રહેતા નથી પછી સ્ત્રીના દેહના આકર્ષણનો સવાલ જ રહેતો નથી. કામી પુરુષની આંખે જોવાતી સ્ત્રી અતિસુંદર લાગે છે. વિરાગીની આંખે એ જ સ્ત્રી, હાડચામના માળખાથી વિશેષ કાંઈ જ નથી. મહાકવિ અશ્વઘોષે કહ્યું છે કે - कङ्काल शेषेषु रवरेषु तेषु कामेषु कस्य आत्मवतो रतिः स्यात् । જેમાં માત્ર કંકાલ - હાડપિંજર જ શેષ રહે છે તેવા સૂકા કામવિષયોમાં કોને પ્રેમ થાય ? આવું જ દર્શન, વિરક્ત કવિ ભર્તૃહરિનું પણ છે. તે કહે છે, વાસ્તવમાં સ્ત્રી, ખરેખર અપવિત્ર ભસ્ત્રિકા (ચામડાની ધમણી) છે. પરંતુ મોહનો પ્રભાવ તો જુઓ. આંખમાં મોહનું અંજામણ થાય છે કે તરત જ આવી અપવિત્ર સ્ત્રી કાન્તા કમલનયના અને સુંદરી દેખાવા લાગે છે અને જોતાવેંત વિદ્વાન માણસ પણ મદહોશ થઈ જાય છે. તેની પ્રત્યે ખેંચાય છે અને તેની ચાપલૂસી કરવા લાગે છે. સ્ત્રીને માટે વપરાતા યિતા (દયાવાળી) શબ્દ પર શ્લેષ કરતા તે કહે છે કે 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સ્ત્રીને દયિતા કેમ કહેવાય ? જેનું સ્મરણ સંતાપ આપે, જેના દર્શનથી ઉન્માદ થાય અને જેના સ્પર્શથી મોહ જાગે આવી અનહદ પીડા આપનારી નારીને યિતા કેમ કહેવી ? નારી અમૃત પણ છે અને ઝેર પણ છે. એ અનુરક્ત હોય તો અમૃતના જેવી મધુર હોય છે પરંતુ જ્યારે તે પ્રતિકૂળ થઇ જાય છે ત્યારે સાક્ષાત્ વિપલતા બની જાય. છે એટલે વિવેકશીલ વિદ્વાને બંને સ્થિતિમાં તજવા યોગ્ય છે. સ્ત્રી, સંશયોની ઘમરી છે. અવિનયનું ધામ છે. સાહસોનું શહેર છે. દોષોનો ભંડાર છે. સેંકડો કપટોની ભૂમિ છે. સ્વર્ગના માર્ગમાં વિદન છે. નરકનું પ્રવેશ દ્વાર છે અને સર્વ માયાનો કરંડિયો છે. ભર્તુહરિ નારીને નદી કહે છે જે તરવી દુરૂર છે. જો તેમાં કોઈ એકવાર ઊતરે તો. ડૂબી મરે માટે આત્મસાધના કરવી હોય તેણે તેને દૂરથી તજવી જોઈએ. - વનિતા એ ઝેરી સાપ છે. એના મોહક કટાક્ષો એ કાતિલ ઝેર છે. વિવિધ વિલાસો એની ભયાનક ક્યા છે. સાપની જેમ સ્વભાવે વક્ર છે. સાપ કરડે તો એના ઊતારનારા ગારૂડીઓ, ઓષધો, મંત્રો મળી શકે છે. પરંતુ કામિની રૂપી સાપ કરડે તો સંસારમાં તેનો ઉપાય નથી. નારીનો દેહ એક ભયાનક જંગલ છે તેમાં ઉન્નત સ્તનો રૂપી દુર્ગમ પર્વતો છે. કામદેવ રૂપી કાબેલ તસ્કરો છે. જો મન રૂપી મુસા તેમાં પ્રવેશ કરે તો તે ભૂલો પડી જાય, એને પાછા બહાર નીકળવાનો માર્ગ મળે નહિ, અને કામદેવરૂપી ચોરના હાથે તે સાવ લૂંટાઈ જાય ! પુરુષ કરતાં આઠગણો વધુ કામ ધરાવતી સ્ત્રી પહેલા ના, ના, નહિ એમ કહીને રસ બતાવતી નથી, પછી લજ્જાશીલ બને છે, પછી અભિલાષા જાગે છે, પછી ક્રમે કરીને રસ વધતો જાય છે અને પરાકાષ્ઠા આવે ત્યારે મર્યાદાની તમામ પાળ તોડીને તેનો રસ ધસમસતો વહેવા લાગે છે. પૂનમની રાત હતી. ભગવાન બુદ્ધ જંગલમાં તપ કરતા હતા. કેટલાક કામી યુવાનો એક સુંદર યુવતીને ઊઠાવી લાવ્યા. નિર્જન સ્થાનમાં તેને નિર્વસ્ત્ર કરી પરંતુ તેઓની પકડમાંથી છટકીને તે ભાગી. બુદ્ધ ધ્યાનસ્થ હતા ત્યાંથી પસાર થઈ હશે. યુવાનો તેને શોધવા પાછળ ગયા. બુદ્ધને પૂછયું, તમે કોઈ સુંદર નગ્ન સ્ત્રીને અહીંથી જતી જોઈ છે ? બુદ્ધ જવાબ આપ્યો. હા, અહીંથી એક આકાર પસાર થયો. એ સ્ત્રી હતી, નગ્ન હતી કે સુંદર હતી, તેની મને ખબર નથી. કામી યુવાનની નજરે જે સ્ત્રી નગ્ન દેખાય છે તે બુદ્ધની દ્રષ્ટિમાં આકારમાત્ર છે ! જો બુદ્ધત્વ આવે તો કામિની જ રહેતી નથી. તો પછી કામની લીલાની તો વાત જ ક્યાં રહી ? યોગીરાજ ભર્તૃહરિએ અહીં જે કામિનીની નિંદા કરી છે તેના મૂળમાં આ બુદ્ધત્વ છે. મોહ મરી જાય ત્યારે નારીના કટાક્ષો, વિલાસી વચનો કે શૃંગારિક ચેષ્ટાઓ. Jain Education. International 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૬૫ બિલકુલ અસર કરતી નથી તેને સમ્યગદર્શન લાધી જાય છે. તેથી મારી તો શું, આખા જગતની જંજાળ પણ તેને તણખલાના જેવી તુચ્છ લાગે છે. કામ એક ભયાનક પારધિ છે તેના બાણ તો ક્લના છે પણ જેને વાગે તેનામાં સંતાપની જવાળા સળગવા લાગે છે. પણ વિવેકનું બમ્બર જે પહેરે તેને કામાગ્નિ બાળી શકતો નથી. જે સ્થિતપ્રજ્ઞ છે તે ક્ષણભંગુર સુખ આપનાર સ્ત્રીનો સંગ નથી કરતા, પરંતુ કરૂણા, મંત્રી અને પ્રજ્ઞા જેવી કુળવધુઓનો સમાગમ કરે છે કારણકે એ ખબર છે કે નરકમાં પુષ્ટ પયોધરવાળી અને નિતમ્બ ઉપર કટિમેખલા ઝૂલાવતી સ્ત્રીઓ હોતી નથી. તાત્પર્વ: આગમના બોધથી થયેલી જે વિશુદ્ધિ તેના કારણે નરકાદિ અપાયના કારણભૂત સ્ત્રી આદિનું જે પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સંવેદન જે પદમાં થાય છે તે વેધસંવેધપદ છે. તથાડપ્રવૃત્તિવૃદ્ધિયાદિ-માં ‘તથા” નો અર્થ જે રીતે પહેલી બીજી આદિ દૃષ્ટિવાળા સ્ત્રી આદિને હેય માને છે તે રીતે નહિ પરંતુ ભાવયોગી એવા સમ્યદૃષ્ટિ આદિ જીવો જે રીતે સ્ત્રી આદિને હેય માને છે તે રીતનું વદન તથા' શબ્દથી અપેક્ષિત છે. પ્રવૃત્તિવૃદ્ધયાપિમાં પિશબ્દ એવકાર અર્થમાં છે. જગતમાં તાત્વિક દૃષ્ટિએ વિચારતા સ્ત્રી, ધન, કુટુંબ, પુત્ર, પરિવાર, મકાન, સ્નેહી વગેરે દુ:ખના જ કારણભૂત છે અને તેથી સમ્યગદ્રષ્ટયાદિ ભાવયોગીઓને તે દુઃખના કારણરૂપે જ વેદાય છે. આમ દુ:ખના કારણભૂત સ્ત્રી આદિ તત્ત્વો જેમાં દુઃખના કારણરૂપે વેચાય છે. તે વેધસંવેદ્યપદ છે. तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम्। अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥७४ ॥ આગમના બોધથી થયેલી તેવા પ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિથી જ અપાયાદિના. કારણભૂત સ્ત્રી આદિરુપે વેધનું સંવેદન જેમાં થાય છે તત્પદં - તે ભિન્ન ગ્રંથ્યાદિ સ્વરૂપ પદને જે પદાર્થની જેવી અવસ્થિતિ છે તે રૂપે જ તેનું આશયસ્થાનમાં પરિચ્છેદન થતું હોવાથી અન્વર્યયોગથી શાસ્ત્રમાં વેધસંવેધપદ કહેવાય છે. અર્થાત ભિન્નગ્રંથિ સમકિતી, દેશવિરતી, સર્વવિરતિ આશયસ્થાનમાં સ્ત્રી આદિ તત્ત્વોનું જેવા પ્રકારે અવસ્થાન છે તે જ રીતે નરકાદિના અપાયરૂપે જ સંવેદન થાય છે. સ્ત્રી, ધન, કુટુંબ, પરિવાર, સ્વજનાદિ સઘળી વસ્તુઓ પાંચમી દૃષ્ટિથી માંડીને તે પછીની દૃષ્ટિઓમાં નરકાદિના કારણરૂપે, આત્માને અહિત કરનાર રૂપે, ભવભ્રમણના કારણરૂપે જ અનુભવાય છે અને તેથી વેધસંવેધપરવાળા જીવો સંસારમાં કયાંય ઠરતા નથી. જીવે એક વખત ગ્રંથિને ભેદી નાંખવા દ્વારા પોતાનું આત્મઘર અને તેમાં રહેલા ક્ષમાદિગુણોનો વૈભવ જોઈ લીધો છે, અનુભવી લીધો છે તેથી સ્ત્રી 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આદિ બાહ્ય પદાર્થો તેને તદ્દન ફીકા, નીરસ, તુચ્છ, બનાવટી અને અસાર લાગે છે. વેધસંવેધપદ એ વીતરાગતાનું પ્રવેશદ્વાર છે. આ પદમાં જીવને આત્માના જે અનંતગુણો છે તે બધા અનંતગુણોનો એક અંશ અનુભવાય છે માટે પરમાત્મસ્વરૂપની ઝાંખી તેને અહિંયા અનુભવાય છે એટલા માટે સમક્તિને સર્વગુણાંશ કહેવામાં આવ્યું છે અને એટલા જ માટે પરમાત્માને યથાર્થ રૂપે સમકિતી જ ઓળખી શકે છે. તે પહેલાના બીજા જીવો નહિ. એ જે કહ્યું છે તે તદ્દન સત્ય છે. અકષાય પરિણમન, નિર્વિકાર પરિણમન, વીતરાગ પરિણમન એ મોક્ષમાર્ગ છે અને તે અંશે અંશે અહિંયા અનુભવાય છે. સંસારનો એવો ભય વર્તે છે કે જેથી વિષયોમાંથી મન ઊઠી જાય છે. જેમ બાજુમાં ખીણ હોય અને જવાનો રસ્તો સાંક્કો હોય તો માણસ કેટલું સાચવે છે ? તેમ આ જીવ પડી જવાય તેવા ઠેકાણે ઊભો છે તેથી નિરંતર જાગ્રત છે. તેને હર્ષશોકની વૃત્તિ પ્રાયઃ ઉઠતી નથી. ઉઠે તો તરત સમાવી દે છે. પુદ્ગલમાં તેને તાદામ્યપણું થતું નથી. મોક્ષ સિવાય બીજું તે ઇચ્છતો નથી. ધન માટી જેવું લાગે છે. રાજ્ય મળે તો પણ રાજીપો થતો નથી. સંકલ્પ વિકલ્પ થાય ત્યારે ખબર પડે કે મારી હજુ કેટલી નબળાઈ વર્તે છે. વિષય ક્યાય વિશેષ વિકાર કરી જાય તે વખતે તેને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો ખેદ થાય છે. વેધસંવેપદ એ આંતરસંવેદન છે. હેયને જાણ્યા પછી તેનો ભય, ચિંતા, બળતરા અને નુકસાનથી બચવાની કાળજી અને ઉપાદેય જાણ્યા પછી તેને જ મેળવવાની ઇચ્છા, આતુરતા એ સંવેદન છે અને તે વેધસંવેધપદ છે અને આ સૂક્ષ્મબોધ છે. બોધની સૂક્ષ્મતા એટલે બોધની અસરકારકતા. બોધ વાસ્તવિક તે કહેવાય કે જે અંતરને ભેદીને અંદરના ઊંડાણમાં ચાલ્યો જાય. નવ નવ પૂર્વના બોધ પણ જો અંતરને ભેદી ન શકે તો તે બોધ વ્યાપક હોવા છતાં સ્થૂલ છે જ્યારે અષ્ટપ્રવચન માતાનો બોધ પણ અંતરને ભેદી નાંખે તો તે વ્યાપક ન હોવા છતાં સૂક્ષ્મ છે. વેધસંવેધપદ આવે એટલે માત્ર મોટા જ પાપો હેય લાગે એમ નહિ પણ નાના નાના પાપો પણ ત્યાજ્ય લાગે અને તેથી તે નાના પાપો પણ કરી શકે નહિ. ગૌતમમહારાજાના પરિચયથી અઈમુત્તો વીરપ્રભુની વાણી સાંભળી દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે તેની માતા કહે છે કે તું તો હજુ નાનો બાળક છે. દીક્ષા શું છે ? તે તને શું ખબર પડે ? ત્યારે અઈમુત્તો એકજ જવાબ આપે છે કે મા ! હું બીજુ કાંઈ વધારે જાણતો નથી પણ એટલું તો નિશ્ચિત જાણું છે કે જગતમાં જે જીવો ઉત્પન્ન થાય છે તેને મરવાનું ચોક્કસ છે પણ તે મૃત્યુ ક્યારે આવશે ? તેની મને ખબર નથી. મને જ્યારે સુખદુ:ખ થાય છે ત્યારે ખબર પડે છે કે મેં કાંઈ સારું ખોટું કર્યું 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હશે તેનું આ ળ છે. આ તત્ત્વ હું સમજ્યો છું. આ બોધ ઉપર તેણે વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. સ્થવિરોની સાથે સ્પંડિલભૂમિ ગયા. ત્યાં સરોવરના કાંઠે રહી પાણીમાં પાત્ર તરતું મૂક્યું. બાળક્રીડા કરી. સરોવર ડહોળ્યું. સ્થવિર મુનિઓએ આ જોયું અને કહ્યું કે તમે પાણીના જીવોની વિરાધના કરી છે. તે સાંભળી તેમને પશ્ચાત્તાપ થયો. પ્રભુ પાસે આવી પ્રાયશ્ચિત્ત માગ્યું. અને પ્રભુએ ઇરિયાવહીનો કાઉસગ્ન કરવા કહ્યું જે કરતા કરતા પશ્ચાત્તાપના બળ ઉપર ક્વલજ્ઞાન પામ્યા. અહીં અતિમુક્તકનું ચારિત્ર લીધા પહેલાનું જે જ્ઞાન હતું તે સંવેદનાત્મક હતું. અને આ સંવેદનાત્મક જ્ઞાનની જ અધ્યાત્મમાં કિંમત છે. આ જ્ઞાનથી અંદરમાં અજ્ઞાનનો અંધકાર ઉલેચાઈ જાય છે અને જીવને મોક્ષ નિફટ છે એવું અંદરથી અનુભવાય છે. તે જ રીતે ધર્મરૂચિ ની પણ વાત આવે છે કે તેણે સંસારથી વૈરાગ્ય પામી. તાપસ દીક્ષા અંગીકાર કરી. ધર્મરૂચિ અણગારનું દૃષ્ટાંત - વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને ધારિણી નામની દેવી હતી. તેમણે ધર્મરૂચિ નામનો પુત્ર હતો. તે રાજા એક વખત તાપ દીક્ષા અંગીકાર કરવાની ઇચ્છાથી ધર્મરુચિને રાજ્યને વિશે સ્થાપન કરવા તૈયાર થયો તે વખતે ધર્મરુચિ પોતાની માતાને પૂછે છે- શા માટે મારા પિતા રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરે છે ? ત્યારે તેણીએ કહ્યું કે નરકાદિ સઘળા દુ:ખના હેતુભૂત, સ્વર્ગ અને મોક્ષના માર્ગમાં અર્ગલા સમાન, અવશ્ય અનર્થને કરનારી, પરમાર્થથી આ લોકમાં પણ અભિમાન માત્ર ફ્લવાળી એવી આ રાજ્યલક્ષ્મી વડે કરીને શું ? આથી કરીને આવી રાજ્યલક્ષ્મીને છોડીને તારા પિતા ધર્મ કરવાને માટે ઉધમવાળા થયા છે. આ સાંભળીને ધર્મરુચિએ કહ્યું કે - શું હું અનિષ્ટ છું ? કે જેથી સકલ દોષનો આશ્રય કરનારી એવી રાજ્યલક્ષ્મીને વિશે મને સ્થાપન કરે છે અને સકલ કલ્યાણના હેતુભૂત ધર્મથી મારો ત્યાગ કરાવે છે ? એ પ્રમાણે કહેવાથી પિતા વડે અનુજ્ઞા અપાયેલ ધર્મરુચિ પિતાની સાથે તાપસીના આશ્રમમાં ગયો. ત્યાં રહીને સઘળી તાપસોની ક્રિયાઓનું બરાબર પાલન કરે છે. એક વખત અમાવાસ્યાના આગલા દિવસે કોઈ તાપસ વડે ઉદ્ઘોષણા કરાઈ કે તાપસો ! આવતી કાલે અનાકુટ્ટિ છે આથી કરીને આજે જ વ્રણ, પુષ્પ, કન્દ, મૂળ ળ વગેરેનું ગ્રહણ કરો. આ સાંભળીને ધમરુચિએ પિતાને પૂછયું, હે તાત ! આ અનાકુટ્ટિ શું છે ? પિતાએ કહ્યું- હે પુત્ર ! કન્દ, મૂળ, ફળ વગેરેનું ગ્રહણ અમાવાસ્યાદિ વિશિષ્ટ પર્વના દિવસે હોતું નથી કારણ કે વનસ્પતિ વગેરેને કાપવાની ક્રિયા પાપ રૂપ છે. આ સાંભળીને તે વિચારે છે કે હંમેશના માટે અનાકુટ્ટિ હોય તો સારું રહે. આ પ્રમાણે વિચાર કરતા અમાવસ્યાના દિવસે 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તપોવનની નજીકના માર્ગમાંથી જતાં સાધુઓનું દર્શન થયું તેના વડે તે મહાત્માઓ કહેવાયા શું તમારે આજે અનાકુટ્ટિ નથી ? જેના કારણે અટવી તરફ જઈ રહ્યા છો. તેઓ વડે કહેવાયું, અમારે તો જાવજીવને માટે અનાકટ્ટિ છે એ પ્રમાણે કહીને સાધુઓ આગળ ચાલ્યા. તે સાંભળીને તેના ઉપર ઉહાપોહ કરતા-ચિંતના કરતાં ધર્મરૂચિને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું કે હું પૂર્વભવમાં પ્રવજ્યાને પાળીને ત્યાંથી દેવલોકના સુખને અનુભવીને અહિંયા આવ્યો છું આ પ્રમાણે જાતિસ્મરણથી જાણીને તે પ્રત્યેક બુદ્ધ થયો. આ જ્ઞાન સંવેદનાત્મક જ્ઞાન છે. સ્પર્ધાત્મક જ્ઞાન છે. આવા જ્ઞાનથી ભવસાગર તરી શકાય છે. અહિંયા અનાદિની અજ્ઞાનદૃષ્ટિ, મોહ દૃષ્ટિ, મિથ્યા માન્યતા, વગેરેને તાળા મરાય છે. અહિંયા ટીકામાં ગ્રંથકારે વેધસંવેધપદમાં ભિન્નગ્રંથિકતા લીધી છે. એનું કારણ એ છે કે એ સમ્યકત્વની અત્યંત નજીક છે. અપૂર્વકરણના અધ્યવસાયથી. ગ્રંથી ભેદાયા પછી તરત અનિવૃત્તિકરણ દ્વારા અંતઃકરણ અર્થાત્ સમ્યકત્વના પરિણામ પ્રગટે છે માટે ગ્રંથકાર કહે છે કે ગ્રંથિભેદમાં પણ વેધસંવેધપદનું આશયસ્થાન છે અને સમ્યકત્વમાં પણ વેધસંવેદ્યપદનું આશયસ્થાન છે. તે બંને આશયસ્થાનમાં બહુ ક ન હોવાથી ભિન્ન ગ્રંથિક પછી સમ્યક્ત્વ પદ જુદુ ન મૂકયું પણ દેશવિરતિનું આશયસ્થાન એનાથી ઊંચી કોટિનું આશયસ્થાન હોઈ સખ્યત્વની અપેક્ષાએ દેશવિરતિમાં ઊંચા વેધસંવેધપદનું આશયસ્થાન છે માટે દેશવિરતિપદ જુદુ મુક્યું. જ્યારે સર્વવિરતિનું આશયસ્થાન એ સર્વ હેયના ત્યાગ રૂપ અને સર્વ ઉપાદેયના આદરરૂપ છે અને તેનું ગ્રહણ “અપ્રવૃત્તિ બુદ્ધયા' પદથી થઈ જાય છે. આત્માના શુભપરિણામ ઘણીજ ઉચ્ચદશાને પામે છે અને તેમાં વૃત્તિ એકાકાર થાય છે તેમ તેમ જગતની વિસ્મૃતિ થતી જાય છે. ઉપયોગમાં સ્વરૂપ ઘંટાયા કરે છે ત્યારે જીવનની કોઈ ધન્યપળે આત્મા ગ્રંથિભેદ કરી વેધસંવેધપદ પામે છે. અહંભાવ મર્યા પછી આત્મા પ્રાપ્ત થાય છે. તે માટે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો જય કરવો પડે છે. સઘળા વિષયોમાં સ્ત્રી એ મુખ્ય વિષય છે. તેનો જય કરવો તે ભલભલાને માટે કઠિન છે કહ્યું છે કે “ આ સઘળા સંસારની રમણીનાયક રુપ, તે ત્યાગી ત્યાખ્યું બધું કેવળ શોક સ્વરૂપ; એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતાં અતિયો, દળ, પુરને અધિકાર.” એક માત્ર કામને આધીન થઈને રાવણ જેવો સમર્થ આત્મા પણ નરકે સિધાવ્યો. જીવને કામવાસના અને સ્પર્શેન્દ્રિયની આસક્તિના સંસ્કાર ભવોભવના છે. તે વારંવાર ઉપયોગને વિકારી બનાવે છે. કામ કલ્પનારૂપી ઈંડામાંથી ઉત્પન્ન 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ થતાં સર્પ જેવો છે. રતિ રૂપી મુખવાળો છે. હર્ષ-શોક રૂપી બે જીભ વાળો છે. દેહત્યાગ રૂપી મૃત્યુને લાવનારો છે માટે કામના વિકલ્પો ઉત્પન્ન થાય તે પહેલાં જ દાબી દેવામાં આવે તો સળતા મળે. કામનું મૂળ સંકલ્પ-વિકલ્પ છે. તે જો ના કરવામાં આવે તો કામ ઉત્પન્ન થાય નહિ. કામ કીર્તિ, યશ, જ્ઞાન અને ધ્યાનનો નાશ કરે છે. કામથી વ્યાપ્ત પુરુષનું શરીર ધ્રુજે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે. આખરે મરણ પામે છે. અશુચિ ભાવના બરાબર ભાવતા આવડે તો સ્ત્રીના રાગમાંથી છૂટી શકાય છે. સ્ત્રીનું શરીર તે ચમારના ઘરની મશક જેવું છે. અંદર દુર્ગધવાળા પદાર્થો ભરેલા છે. યોનિસ્થાન તે દુર્ગધમય રસ અને લોહીને ઝરવાનું સ્થાન છે. તેના શરીરમાંથી પણ પરસેવો ઝર્યા કરે છે. તેના કટાક્ષ અગ્નિની જવાળાની જેમ જીવને બાળે છે. તે બહારથી મીઠું બોલે છે પણ તે સંયમી માટે વિષ તુલ્ય છે. તેનો સમાગમ મૃત્યુ સમાના દુઃખને લાવનાર બને છે. સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ તેને જોવાનું મન થાય છે પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે પછી જીવ નિર્લજ્જ બની પોતાના ચશ-કીર્તિને ધૂળમાં મેળવે છે. જેથી આલોક-પરલોક બંને બગડે છે. જેના પ્રભાવે જીવને નરકની પ્રાપ્તિ સહેલી બને છે. સ્ત્રીમાં જીવ ભાનભૂલો બનીને એવો એકાકાર બને છે કે તે વખતે પોતે શું બોલે છે ? શું કહે છે ? શું વિચારે છે ? એનું તેને કશું જ ભાન હોતું નથી. આત્માની વિવેકશક્તિનો પરાકાષ્ઠાએ નાશ અહિંયા જોવા મળે છે. આમ જગતમાં બુદ્ધિશાળી ગણાતા જીવોને પણ કર્મબંધનું મુખ્ય કારણ સ્ત્રી છે. તેથી ગ્રંથકારે નરકાદિ અપાયના મુખ્ય કારણ તરીકે તેનું ગ્રહણ કરેલ છે. વેધસંવેદ્યપદ પ્રાપ્ત થતાં જીવ જ્ઞાની બને છે. જ્ઞાની પુરુષને જે પદાર્થ જેવો હોય તેવો જ ભાસે છે. જ્ઞાની પુરુષોએ એક આત્મા સિવાય બધું પુદ્ગલ જોયું. આજે રત્ન દેખાય તે કાલે વિષ્ટા રૂપ થાય છે. સારું એવું પણ શરીર ક્ષણવારમાં કદરૂપું થતાં વાર લાગતી નથી. નિરોગી શરીર રોગી થઈ જાય છે. જ્ઞાની પુરૂષને એકમાત્ર પોતાનું ચૈતન્ય સ્વરૂપ દેખાય છે. જે દેખાતા આખું જગત મડદા તુલ્ય જણાય છે. જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિ પ્રધાન છે તેથી પદાર્થોના ફારમાં તે મુંઝાતા નથી જ્યારે અજ્ઞાનીને પર્યાયદૃષ્ટિ વર્તે છે તેથી પર્યાયમાં તે મુંઝાઈ જાય છે. મોહાધીન જીવો. સંસારના પદાર્થોને પોતાની કલ્પનાથી સાચા માનીને તેમાં એકાકાર થઈ નવો નવો સંસાર વધારે છે. મોહના ઉદયથી નવા નવા વિકલ્પો જાગે છે જેનો નાશ જ્ઞાની બનીને અંદરમાં વૃત્તિ કરવામાં આવે તો જ શક્ય બને. આમ અવેધસંવેદ્યપદના જય માટે આત્માએ રાત દિવસ પુરુષાર્થ કરવો પડે છે. તેનાથી વિકારોનું બળ તૂટતા અને શુદ્ધિ વધતા જેમ જેમ ઉપયોગમાં સ્થિરતા વધતી જાય છે તેનાથી વેધસંવેધપદની પ્રાપ્તિ નજીક બને છે. અહિંયા ગ્રંથકાર સમક્તિી વગેરેને ભાવયોગી કહી રહ્યા છે. એનો અર્થ એ 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે કે ગ્રંથિભેદ કર્યા પહેલા દ્રવ્યયોગ છે. દ્રવ્યયોગ એટલા માટે કે સ્ત્રી વગેરે હેય પદાર્થનું ત્યાં હેયરૂપે જે વેદન થવું જોઈએ તે નથી. ઉપયોગમાંથી કપાય પરિણામ જે છૂટો પડવો જોઈએ તે પડતો નથી. ઉપયોગમાં સંસારના પરિણામનો અભેદ વર્તે છે. અને જ્યાં સુધી ઉપયોગમાંથી વિકારી ભાવો છૂટા ન પડે ત્યાં સુધી તેના પ્રત્યે હેય પરિણામ કેવી રીતે આવે ? અને તે ન આવે તો સ્ત્રી આદિના ભોગમાં આત્માએ પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી એ શ્રદ્ધાંશ કયાંથી આવે ? અને તે ન આવે તો પછી ભાવયોગ કેવી રીતે આવે ? એટલે ગ્રંથિભેદ કરતા પહેલા દ્રવ્યયોગ છે. ગ્રંથિ ભેદાયા પછી સ્ત્રી આદિ તત્ત્વો હેયરૂપે વેચાય છે. બળવાન કર્મના ઉદયે સ્ત્રી આદિ તત્ત્વોનું સેવન ત્યાગ બુદ્ધિથી જ કરાય છે. ઉપયોગમાં યોગધારા અને જ્ઞાનધારા બે જુદી પડેલી હોય છે તેથી ત્યાં ભાવયોગ હોય છે અને તેથી સમકિતી વગેરેને ભાવયોગી કહ્યા તે યથાર્થ છે. સમકિતીની દ્રષ્ટિ ગુણનિધાન નિજાત્માને દેખે છે. પહેલા રાગમાં સુખ માની તેમાં લીન રહેતો હતો, ત્યારે તે કર્મથી બંધાતો હતો. હવે જ્ઞાયકસ્વભાવમાં રમણતા કરવાથી રાગથી ભિન્ન થયો તો અનંતા કપાયોનો અભાવ થઈ ગયો અને વીતરાગી આચરણની કણિકા જાગી. અપૂર્વશાંતિ પ્રગટી. જો એમ ન થાય તો રાગથી જુદો કઈ રીતે પડ્યો ? જ્ઞાયક સ્વભાવ તરફ પરિણમનધારા શરૂ થતાં જ રાગધારા અને કર્મધારા તૂટવા માંડી, પરભાવોનો બોજો ઉતારી આત્મા હળવો ફ્લ થઈને મોક્ષ તરફ ચાલવા માંડ્યો. પર્યાયમાં અલિપ્તતા આવતા તે શુદ્ધ થયો. જેમ કમળના પાંદડા પાણીમાં જ પ્રસરીને રહ્યા છે છતાં તે પાણીથી ભીંજાતા નથી. પાણીમાં ઓગળી જતાં નથી પણ પાણીથી અલિપ્ત રહે છે. તેમ અલિપ્ત ચૈતન્ય સ્વભાવને અનુસરનારા જ્ઞાની સંયોગ વચ્ચે રહ્યા છતાં પરભાવોથી ભીંજાતા નથી, કર્મોના ઉદય વચ્ચે મન પોતાના જ્ઞાનપરિણમનને છોડતા નથી ને બંધભાવને સ્પર્શતા નથી. જ્ઞાનીને બંધ થાય છે ખરો પણ તે બંધભાવને સ્પર્શતા નથી. ફ્રી ી ને શમસુખમાં વિલીન થઈને-એકરસ થઈને કર્મોનો ક્ષય કરે છે ને મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. જેમ મીઠું પાણીમાં ઓગળીને તેમાં એકરસ થઈ જાય છે તેમ આનંદનો. સમુદ્ર આત્મા તેમાં ઓગળીને પર્યાયમાં એકરસ થઈ જાય છે. આનંદરૂપ થઈ જાય છે. આ રીતે ભાવયોગી બનેલ સમક્તિી વગેરે આત્માઓ આનંદનું વેદન કરતા કરતા મોક્ષપુરીમાં ચાલ્યા જાય છે. વેધસંવેદ્યપદથી અન્ય એવા અવેધસંવેદ્ય પદને કહે છેअवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् । भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् ॥ ७५॥ વેધસંવેદ્યપદથી વિપરીત અવેધસંવેધપદ મનાયેલું છે. વાસ્તવિક રીતે જે 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૧ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અવેધ છે તેનું સંવેદન જેમાં થાય તે અવેધસંવેદ્યપદ છે. મિથ્યાટિના જ્ઞાનમાં જે પદાર્થો જે રીતે જણાય છે તે પદાર્થો તાત્વિકદૃષ્ટિએ તેવા હોતા નથી, જેમ મિથ્યા દૃષ્ટિને અસ્થિર એવું ધન સ્થિરરૂપે ભાસે છે. નસ્કાદિ દુ:ખના કારણ ભૂત સ્ત્રી એને સુખના કારણરૂપ લાગે છે. અશુચિરૂપ શરીર શુચિરૂપ લાગે છે. આમ જે પદાર્થો જેવા નથી તેવા તેના જ્ઞાનમાં જણાય છે માટે તે પદાર્થો અસત છે અને અસત એવા પદાર્થો તે જ અવેધ છે. અને વાસ્તવિક રીતે જોતાં અવેધ એવા પદાર્થો તેવા પ્રકારના સભ્યદૃષ્ટિ આદિ ભાવયોગી સમા વડે નિર્વિકલ્પક જ્ઞાનથી અર્થાત્ સમાન જ્ઞાનથી ગ્રાહ્ય નથી. કારણકે અવેધસંવેધપદમાં તેવા પ્રકારના ભાવયોગી સમાન પરિણામની ઘટમાનતા થતી નથી. સમ્યગદૃષ્ટિના બોધમાં વિપયભૂત પદાર્થનું સંવેદન જેવા પ્રકારનું હોય છે તેવું સંવેદન મિથ્યાદૃષ્ટિના બોધમાં હોતું નથી. પહેલી ચારદૃષ્ટિમાં રહેલા જીવો હેયપદાર્થમાં રહેલા બધા હેય પર્યાયોને હેયરૂપે વેદતા નથી પરંતુ તેના અમુક જ પર્યાયનું હેયરૂપે વેદન કરે છે અને તેથી સમ્યગ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ જીવોના વેદનના વિપયભૂત પદાર્થો જ જુદા છે. વિષયના ભેદથી જ્ઞાનનો ભેદ થાય છે. જેમકે (૧) ગાઢ મિથ્યાષ્ટિના જ્ઞાનમાં વિષય પડે છે. સ્થિર ધન,સુખના કારણભૂત સ્ત્રી સ્વજનાદિ. (૨) પહેલી ચાર દૃષ્ટિવાળાના જ્ઞાનમાં વિષય પડે છે. અલ્પાંશે અસ્થિર ઘન,અમુક અંશમાં દુ:ખના કારણભૂત સ્ત્રી આદિ તત્ત્વો... (૩) સમ્યગદૃષ્ટિના જ્ઞાનમાં વિષય પડે છે. અસ્થિર ધન, દુ:ખના કારણભૂત સ્ત્રી આદિ તત્ત્વો. આમ ત્રણેના જ્ઞાનમાં વિષય જ જુદા જુદા પડે છે અને તેથી જ્ઞાન પણ જુદું જુદું છે આમ સમ્યગદષ્ટિ વગેરે જીવોમાં સત્ પદાર્થનું વેદન છે અર્થાત્ જે પદાર્થ તાત્વિક દૃષ્ટિએ જેવા છે તેવા જ પદાર્થોનું સંવેદન હોવાથી વેધનું સંવેદન છે. આમ બધા સમ્યગદૃષ્ટિ આદિ જીવો વડે એક સરખા સમાન જ્ઞાનથી ગ્રાહ્ય એવા વેધપદાર્થો છે અને તેવા પ્રકારના એક સરખા સમાન પરિણામની પ્રથમની ચાર દૃષ્ટિ સુધી ઘટમાનતા ન હોવાથી ત્યાં અવેધનું જ સંવેદન છે. અને આવા પ્રકારનું અવેધ એ અજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમને અનુરૂપ અર્થાત્ મિથ્યા જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમને અનુરૂપ ૩પન્નવસાયા ભ્રમથી સહિત નિર્ણયાત્મક બુદ્ધિવડે જે પદમાં જણાય છે. કોની જેમ ? મૃગતૃષ્ણા ઉદકની જેમ તે તેવા પ્રકારનું અવેધસંવેધપદ છે. જેમ અતિ તૃપાને પામેલા હરણિયાઓને મૃગભૂમિમાં સૂર્યના કિરણો પડતાં દૂરથી પાણી છે એ પ્રમાણે ભ્રમથી યુક્ત નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે. તેમ મિથ્યાષ્ટિ જીવોનું જ્ઞાન પણ સંશય કે અજ્ઞાનાત્મક નથી હોતું પણ ભ્રમથી સહિત નિર્ણયવાળું 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ જ હોય છે. અને આવા પ્રકારના અવેધનું વેદન ભ્રમથી સહિત નિર્ણયાત્મક બદ્ધિથી જે પદમાં થાય છે તે પદને અવેધસંવેધપદ કહેવાય છે. તવ - જે કારણથી વેધસંવેધપદથી વિપરીત એવું અવેધસંવેધપદ છે તેથી જ ભવાભિનંદીને વિજય કરનારું છે. વળી પાછું મિથ્યા આરોપથી સહિત છે. કારણ કે તે મિથ્યાત્વનામના દોપથી અપાયગમનને અભિમુખ છે અર્થાત મિથ્યાત્વનામના દોષના કારણે દુખની ઇરછા ન હોવા છતા અને સંવેધપદ દુ:ખની તરફ જ લઈ જનારું છે. જેમ વ્યવહારમાં પણ જે તરફ જવાની પોતાની ઇચ્છા ન હોય છતાં તે તરફ ગતિ થાય તો તે ભ્રાન્તિને કારણે બની શકે છે. તે જ રીતે અહિંયા પણ મિથ્યાત્વ હોવાના કારણે અપાયગમન અભિમુખપણું છે અને તેથી નક્કી થાય છે કે તે સમારોપથી આક્ત છે. ટીકામાં જે તથાપિ મ (પિu૬) સિત (નીન) નિત્યર્થ એ અશુદ્ધ પાઠ છે. અને તેથી શુદ્ધ પાઠ આ પ્રમાણે હોય તેમ અમને લાગે છેfમથ્યાત્વોષતો પાયમના fમપુન તથા પિંકત્નિતમ્ - અર્થાત્ અવેધસંવેધપદ એ સમારોપથી સમાકુલ છે એટલે તાત્પર્યથી કાબરચીતરું છે. અવેધસંવેધ પદનું સ્વરૂપ વેધસંવેદ્યપદથી વિપરીત અવેધસંવેદ્યપદ છે. તેમાં જીવને અસત પરિણતિ હોવાથી સારો એવો બોધ પણ ખરાબ બને છે. જમાલનો બધો જ બોધ સુંદર હતો પરંતુ પરમાત્માના એક વચનમાં કદાગ્રહ આવ્યો અને બધા બોધને બગાડી નાંખ્યો. જેમ કેરીના ટોપલામાં માત્ર એક જ કેરી બગડેલી હોય તો તે બીજી બધી કેરીઓને બગાડે છે. તેમ એક જ વચનમાં વિપરીત આગ્રહ સમગ્ર બોધને દુષિત કરી નાંખે છે. અવેધસંવેધપદ ગ્રંથિકાલમાં હોય છે. ગ્રંથિભેદથી વેધસંવેધપદ હોય છે. ગ્રંથિકાલમાં મિથ્યાત્વ હોવાના કારણે જીવને વિકલ્પો ઉઠે છે. તેમાં પણ મિથ્યાશાસ્ત્રોના અભ્યાસથી મિથ્યા વિકલ્પો ઉઠે છે. ઉપમિતિકાર ઉપમિતિમાં બે પ્રકારના કુવિકલ્પો બતાવી રહ્યા છે. (૧) આભિસંસ્કારિક કુવિકલ્પ અને (૨) સહજ કુવિકલ્પ મિથ્યાશાસ્ત્રના શ્રવણ, મનન વગેરેથી ઉત્પન્ન થતા કુવિકલ્પો એ આભિસંસ્કારિક કુવિકલ્પો છે જેમકે આ જગત ઇંડામાંથી ઉત્પન્ન થયેલું છે. પ્રકૃતિના, વિકાર સ્વરૂપે છે. ક્ષણિક છે. ઇશ્વર દ્વારા રચાયેલ છે અથવા શૂન્ય સ્વરૂપ છે. આવી જે જગત વિશેની કલ્પનાઓ તે આભિસંસ્કારિક કુવિકલ્પ છે. જ્યારે આત્મસ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય વિના ભૌતિકપદાર્થના સંગે ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષ-કામ-ક્રોધના વિચારો તેમજ અશુભવાણી અને અશુભવર્તન એ સહજ કુવિકલ્પો છે. જ્યારે જીવને સગુરુનો યોગ અને તેના બળે સન્શાસ્ત્રનું શ્રવણ, મનન, 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૭૩ ચિંતન - આ બધાનો યોગ થાય છે ત્યારે આભિસંસ્કારિક કુવિકલ્પો દૂર થાય છે. સહજ વિકલ્પો તો જીવને જ્યારે સહજમલનો હ્રાસ થાય, તથાભવ્યત્વનો પરિપાક થાય અને મોહનીયનો ક્ષયોપશમ થાય ત્યારે જ વિશુદ્ધ આત્મદ્રવ્યની રૂચિ થવાથી દૂર થાય છે. દેહાત્મબુદ્ધિ એ સમગ્ર સંસારનું મૂળ છે. તે અંતઃકરણને મલિન કરે છે તેનાથી દેહાદિની આસક્તિ સતત ટકે છે. તેનાથી બચવા અધ્યાત્મમાં અંતઃકરણની નિર્મળતા ઉપર ખૂબજ ભાર મુકવામાં આવ્યો છે. સંસારમાં જે સુખ છે તે કલ્પનાનું છે. આભિમાનિક સુખ છે. કાલ્પનિક સુખમાં રાચતો આત્મા અવેધસંવેધપદમાં જ હોય છે. કાલ્પનિક સુખમાંથી નીકળીને જ્યારે જીવની દૃષ્ટિ આત્માના અનંત આનંદ તરફ જાય છે ત્યારે જીવને વિકલ્પો ઘટે છે અને ત્યારપછી ગ્રંથિ ભેદાતા વેધસંવેધપદ આવે છે. અવેધસંવેદ્યપદથી થતું નુકસાન અવેધસંવેધપદ એ આરોપથી સમાકુલ છે અર્થાત અપાયગમનને અભિમુખ છે. અર્થાત્ અવેધસંવેધપરવાળો આત્મા દુર્ગાર્તિરૂપ અપાયને અનુસરે છે તેનું કારણ એ છે કે અવેધસંવેધપદમાં પદાર્થોનું વિપરીત વેદન હોવાથી બોધ નિરંતર પિંગલિત અર્થાત કાબરચીતરો થયા કરે છે. - આ પદમાં ભોગતરફનીતરતી દૃષ્ટિ હોય છે અને અસત્ તત્ત્વની પકડ હોય છે. જેમ જેમ યોગની દ્રષ્ટિ વધતી જાય છે તેમ તેમ ભોગ તરક્કી પકડ ઘટતી જાય છે અને અસત્ તત્ત્વની પકડ પણ ઘટતી જાય છે. પદાર્થને જોવાની દ્રષ્ટિ ઉપર અંતઃકરણની વિશુદ્ધિ કે મલિનતા નક્કી થાય છે જ્યારે જીવ વિનાશી પદાર્થને અવિનાશી રૂપે સ્થાન આપે છે ત્યારે તેના ઉપયોગમાં વિલ્પો વૃદ્ધિ પામે છે અને તેના કારણે બોધ બગડે છે જ્યારે વિનાશીને વિનાશીરૂપે સતત જોનારને ક્યાંય વિકલ્પોના રવાડે ચડવું પડતું નથી. જેમકે એક ૧૦ રૂા.નો ઘડો લાવ્યા. બે કલાક પછી દ્ી ગયો તો દુ:ખ થાય છે પરિણામ બગડે છે કારણકે તેમાં અવિનાશીપણાની અર્થાત્ બે ચાર મહિના આ ટકશે એવી બુદ્ધિ હતી. પરંતુ ૫૦ રૂ. નો ક્લનો હાર આજે લાવ્યા. વાપર્યો. કાલે કચરાપટ્ટીમાં ક્કી દીધો તો દુ:ખ થતું નથી કારણકે વિનાશી તરીકેનો ખ્યાલ હતો. એમ જ્યારે જીવને સર્વજ્ઞ પરમાત્માનું શાસન નથી મળતું, તેના શાસ્ત્રો જાણવા નથી મળતા ત્યાં સુધી જીવ એકાંત વિચારધારામાં જ રહેતો હોય છે. અને એકાંતગર્ભિત માન્યતાને જ સાચી માનતો હોય છે. એવા આત્માને જ્યારે પોતાની માન્યતાથી વિપરીત માન્યતા આવીને ઊભી રહે ત્યારે એનો એકાંતગર્ભિત મલિન બોધ બીજાની માન્યતા સાથે ટકરાય છે. જેથી સંઘર્ષાત્મક વિરોધનું વાતાવરણ 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ઊભું થતા અંદરમાં કુવિકલ્પોની હારમાળા ચાલે છે. અવેધસંવેદ્યપદમાં જીવની આ સ્થિતિ હોય છે તે જ રીતે ભાવમલનો હ્રાસ ન થયો હોય, મિથ્યાત્વનો ક્ષયોપશમ ન હોય અને અધ્યાત્મ તરફ દૃષ્ટિ ન ગઈ હોય તો રાગાદિ વાસનાઓ કામ-ક્રોધાદિ વિકારો અને વિપરીત વચન-કાયાની પ્રવૃત્તિ સ્વરૂપ સહજ કુવિકલ્પો પણ ઉક્યા જ કરે છે અને તેથી બોધ નિરંતર કાબર-ચીતરો થવાથી તે દુર્ગતિગમનરૂપ અપાયને અનુસરે છે. આનાથી બચવા આશ્રવના સ્થાનોને સંવરના સ્થાનોમાં વવાની જરૂર છે. તે માટે વિપરીત પ્રસંગોમાં સમાધાનની કળા અને જ્ઞાનદૃષ્ટિનો વિકાસ જરૂરી બને છે. સર્વત્ર કુવિલ્પોના નુકસાન જીવ જોઈ શકે તો જ તે સમાધાન કરી ચિત્તને શાંત કરી શકે, નહિ તો અંદરમાં પડેલો અહંકાર જીવને સમાધાનની દિશા જોવા દેતો નથી. અહંકાર હંમેશા બુદ્ધિ તત્ત્વને અનુસરે છે જ્યારે અધ્યાત્મ તો હૃદયની કેળવણી કરવામાં આવે તો જ પ્રાપ્ત થાય. ક્યારેક બહારથી ઊંચું ચારિત્ર પાળવા છતાં પણ જીવ હારી જાય છે. તેનું કારણ આ અવેધસંવેદ્યપદનો પ્રભાવ છે. ઊંચી કોટિનું ચારિત્ર પાળવા છતાં પણ બીજા જે શિથિલાચારી હોય તેના ઉપર તિરસ્કાર દૃષ્ટિ હોય, બીજા ઉપર જબરજસ્તીથી નિયમ લાદતા હોય, તેમના તરફ પ્રેમદૃષ્ટિ ન હોય, જરૂર પડે તેમને સહાયક અને પૂરક ન બનતા હોય તો તરી શકાતું નથી. પોતાના આશ્રયે રહેલ શિષ્યવર્ગ તેમજ શ્રોતાવર્ગને બાહ્ય ચારિત્રાચાર પાલનની. ક્રિયા સાથે મોહનીયકર્મના ક્ષયોપશમ ભાવોમાં કેમ આગળ વધાય ? ધ્યાનમાં કેમ આગળ વધાય ? આત્માનો અખૂટ આનંદ કેમ અનુભવાય અને ક્ષાયિકભાવને કેમ પમાય ? તે પણ શીખવાડવાનું છે. પરમાત્મા થવું હશે તો જગતને પરમાત્મારૂપે જોતાં શીખવું પડશે. ભેદમાંથી અભેદમાં જવું અને ભેદતત્ત્વથી મુક્ત થવું એ સાધનાનો મર્મ છે. પ્રતિસમયે ઉપયોગમાં જે દ્રશ્યપદાર્થને જોઈએ છીએ તેમાં મોહના ભાવો ન કરીએ અને માત્ર સાક્ષી કે દૃષ્ટા બનીને રહીએ તો આપણે સાધનાનું હાર્દ પડયું કહેવાય. જૈનકુળમાં જનમ્યા તેથી જેન કહેવડાવીએ છીએ તે ઔદયિક ભાવ છે. આચારથી જેન બનીએ ત્યારે વ્યવહાર જૈનત્વ આવે છે અને મોહનીયના ક્ષયોપશમભાવને પામીએ ત્યારે ભાવ જૈનત્વ આવે છે. ચોથું ગુણરથાનક મનોયોગ પ્રધાન છે ત્યાં કાયયોગથી ભોગી હોઈ શકું છે. છઠ્ઠ ગુણસ્થાનક કાયયોગ પ્રધાન છે. જ્યાં કાયયોગથી ત્યાગ, તપ અને સંયમની આરાધના દ્વારા મનને સ્વરૂપમાં પકડી રાખવાનું છે જ્યારે ૭ થી ૧ર ગુણસ્થાનક માત્ર મનોયોગ પ્રધાન છે કારણકે ક્ષપકશ્રેણી મનોયોગથી મંડાય છે. કાયયોગથી મંડાતી નથી. જો મંડાતી હોતતો અનશન કરનાર દરેકને કેવલજ્ઞાના 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 થઈ જાત. હું જે જોઉ છું તે મારી જોવાની ક્રિયા એ અંદરનું જગત છે. આ દૃશ્ય જગત નથી. આત્મા દેહમાંથી નીકળી જાય પછી જગત શું ? પંચાસ્તિકાયમાંથી જીવાસ્તિકાય નીકળી જાય તો પછી જગત શું ? સ્વપ્નમાં આવેલ સુખ-દુઃખને કોઈ સત્ય માનીને રોતું નથી તેમ બ્રહ્મભાવમાં રહીને સંસારના સુખદુઃખનું વેદન થતું નથી આ વેદાંત પદ્ધતિ છે. યોગમાર્ગમાં આસન, પ્રાણાયામ, ધારણા દ્વારા ચિત્ત નિરોધ કરવાનો છે જ્યારે જૈનદર્શનમાં સ્યાદ્વાદ પદ્ધતિ છે. અવેધસંવેધપદનો જય કરવો હોય અને તેનાથી થતાં નુકસાનથી બચવું હોય તો પોતાની ભૂલ જોતાં શીખવું જોઈએ. જ્યાં સુધી પોતાની ભૂલ ન દેખાય ત્યાં સુધી ભગવાન ન થવાય. ભગવાન કોણ છે ? જેને દેહ હોવા છતાં પોતે દેહના માલિક નથી, વાણીના માલિક નથી, કોઈ ચીજના માલિક નથી. તે ભગવાન છે. દૃષ્ટિની નિર્મળતા ૭૫ વાસ્તવિક ભૂલ દેખાઈ ત્યારે કહેવાય કે તે ભૂલ ફરીથી ના થાય તો. પોતાની ભૂલ અને પોતાના અપરાધ દેખાય તે સમ્યક્ દૃષ્ટિ છે. જ્યારે પારકાની ભૂલો દેખાય તે મિથ્યાદૃષ્ટિ છે. જેને પોતાના જ દોષ જોવા છે અને બીજાના જોવા નથી તેનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી. આપણે બીજાના દોષો જોઈએ છીએ અને પછી તેનું ગેઝેટીંગ કરીએ છીએ માટે જગત આપણી સામે આંગળી ચીંધે છે. આ જગતમાં કોઈ જીવે કોઈપણ કાર્ય જાણી જોઈને કર્યું નથી. ઠેઠ મોક્ષે જતા સુધી આ જગત કરૂણા રાખવા જેવું છે. દંડ કરવા જેવું નથી. મોટામાં મોટી અને છેલ્લામાં છેલ્લી જાગૃતિ એ કે કોઈ દોષિત જ ન દેખાય. વીતરાગ દૃષ્ટિનું માપદંડ શું ? તો એ જ કે આખું જગત નિર્દોપ દેખાય. નિર્દોપ દૃષ્ટિ નહિ હોય તો જેવું જોઇશું તેવા થઈ જઈશું. જગત જ્યાં સુધી દોષિત દેખાશે ત્યાં સુધી ભટકવાનું રહેશે. જગતને દોષિત જોવાની દૃષ્ટિ એ વાતની અંદરથી ચાડી ખાય છે કે આત્મા સ્વરૂપમાં વર્તતો નથી, બહાર રહે છે. જગત નિર્દોષ દેખાય તો સમજવું કે આત્મા સ્વરૂપની નજીકમાં વર્તે છે અને તે જ મોક્ષે જવાનો ઉપાય છે. અંદરમાં પડેલા ક્રોધાદિ કપાયો જ જગતને દોષિત દેખાડે છે. એ કયાંથી અંદર ઘૂસી ગયા ? “હું શુદ્ધાત્મા છું” એ માન્યતાને બદલે “હું મણિભાઇ છું” એમ માનવાથી જ ને ? એ માન્યતા તૂટી જાય તો હમણાં જ બધા કષાયો ભાગવા માંડે. તારક વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ આખા જગતને નિર્દોષ જોયું છે તો પછી આપણે જગતને દોષિત જોનારા વળી કોણ ? તેઓને જગત નિર્દોષ કેમ દેખાયું ? તો એકજ વાત કે તેઓએ આખું જગત કર્માધીન જોયું. કોઇપણ આત્મા સ્વતંત્ર રીતે પાપ કરતો નથી. કર્મની પરવશતાથી કરે છે. કર્મની પરવશતાથી કરે તેને ગુનેગાર 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ન કહેવાય. સ્વતંત્ર રીતે કરે તો જ ગુનેગાર કહેવાય. કોઈપણ માણસ ગુનેગાર દેખાય છે, ખોટો દેખાય છે, ખરાબ દેખાય છે, ચોર, બદમાશ, ઉઠાવગીર દેખાય છે તે બધી ભ્રાંતિ છે. જીવન જીવવાની કળા જગતે કર્તા થિયરી જોઈ છે. કર્મ થિયરી જોઈ નથી. ફ્લાણાએ મારું અપમાન કર્યું એ કર્તા થિયરી છે. અને મારા કર્મના ઉદયથી અપમાન થયું તે કર્મ થિયરી છે. કર્મ થિયરી સમજાઈ જાય તો સામો દોષિત ન દેખાય. કર્મનું મૂળ શું ? કર્મ શેનાથી બંધાય ? તો કહો કે કર્તા ભાવ જ કર્મબંધનું મૂળ છે. જે આરોપિત ભાવ છે. જ્ઞાતા-દ્રષ્ટાભાવ તો સ્વરૂપ ભાવ છે. જ્યાં સુધી કર્તાભાવમાં રહીશું ત્યાં સુધી કર્મ બંધાશે. કર્તાના આધારે કર્મ છે. જ્ઞાની પુરુષ એ આધારને કાઢી નાંખે છે એટલે નવું કર્મ બંધાતું અટકી જાય છે. પછી જે અંદરમાં પડયું છે તેની નિર્જરા થયા કરે છે. કર્તાપદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ ગણાતી નથી. ત્યાં સુધી તે અધ્યાત્મમાં ઊંધે છે. અવેધસંવેધપદ કર્તાભાવના આધારે ટકેલું છે. તેનો નાશ દરેક ક્રિયામાંથી કર્તાભાવને ખેંચી લેવાથી છે. ભવાભિનંદીના લક્ષણ કહે છે. क्षुदो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः ॥७६ ॥ સુકૃપણ - અહિંયા કૃપણ એટલે તુચ્છ પદાર્થની પ્રાપ્તિથી સંતુષ્ટ થનારો. જેમ ભિખારી દ્રવૃત્તિવાળો હોય છે અર્થાત શુદ્ર એવા-તુચ્છ એવા એંઠવાડાદિની પ્રાપ્તિથી સંતુષ્ટ થાય છે તેમ ભવાભિનંદી જીવો સંસારના વિનાશી, થોડાકલા રહેનારા, દુ:ખદાયી એવા તુચ્છ પદાર્થની પ્રાપ્તિથી આનંદ માને છે. આવા પ્રકારનો ક્ષુદ્રતા દોષ ભાવાભિનંદી જીવોમાં માનેલો છે. ગાઢ મિથ્યાદૃષ્ટિ જીવોની દોષમાં જ ઉપાદેય બુદ્ધિ હોવાના કારણે ત્યાં ક્ષુદ્રતા અધિક છે અને દૃષ્ટિઓના વિકાસમાં આ દોષ ઘટતો આવે છે અને ક્ષુદ્રતાનો અભાવ સમ્યગ્રષ્ટિમાં છે. કારણ કે તેને આત્મગુણોમાં સંતોષ છે. બહુલતયા કર્મના ઉદયજન્ય અને ક્યારેક પ્રમાદજન્ય પણ વિષયોમાં પ્રવૃત્તિ તેને હોય છે છતાં અંદર સમ્યકત્વ બેઠેલું હોવાના કારણે વિષયો મળવા છતાં તેમાં બહુ આનંદ કે ઠરવાપણું થતું નથી. જેમ ભિખારીને તુચ્છ એવું પણ ભોજન ઠીકરામાં મળતા રાજી થાય છે અને આ ચીજ મારા શારીરિક સ્વાથ્યને બગાડનાર છે એમ લાગતું નથી તે જ રીતે આ ક્ષુદ્રતા દોષવાળો જીવ વિષયોને એંઠ રૂપે જોતો નથી. તે મળતા રાજી થાય છે અને મારા આત્માને બગાડનાર છે તેમ માનતો નથી. લાભરતિ - પશ્ચિાત્ર ગમે તેટલું મળે છતાં અધિકને મેળવવાની 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અભિલાષાવાળો સંસારમાં, પદાર્થોમાં પરમાર્થ બુદ્ધિ જણાતી હોવાના કારણે એને અંદરથી મેળવવાની, ભોગવવાની,વધારવાની અભિલાષા તેને રહ્યા જ કરે છે. જ્યારે સમ્યગ્દૃષ્ટિને આંતરિક સુખના કારણે વિકારો શાંત થઈ ગયા છે અને તેથી તેને પુન્યના ઉદયે જેટલું મળે તેમાં સંતોષ થઈ જાય છે એટલે સ્વાભાવિક રીતે 'યાંચાશીલપણું નથી હોતું. જ્યારે દૃષ્ટિમાં રહેલા જીવોને મિથ્યાત્વના કારણે આ વિકારો અલ્પ અલ્પ કક્ષાના થતા જાય છે અને દૃષ્ટિમાં આગળ વધે તેમ તેમ વિકારો શાંત થતા જાય છે. છતાં ચાર દૃષ્ટિ સુધી સંસારના પદાર્થમાંથી પરમાર્થબુદ્ધિ ગઈ નથી તેથી તેનામાં અલ્પાંશે પણ દુનિયાના પદાર્થો મેળવવાની વ્યક્ત કે અવ્યક્ત અભિલાષા રહે છે જ્યારે સમ્યગ્દષ્ટિ જીવને તો આત્મગુણોમાં જ રતિ હોય છે. તેથી દુનિયાના ક્ષુદ્ર પદાર્થોમાં તેને રતિ થતી નથી. જેને પરપદાર્થના લાભમાં રતિ થાય તે યાંચાના સ્વભાવવાળો અર્થાત્ માંગણ હોય છે. લાભ રતિ એ કારણ છે. યાંચાશીલ એ કાર્ય છે. મને આ મળે તો સારું, આવો અંદરમાં વર્તતો પરિણામ એ યાંચા છે. ચોથી દૃષ્ટિ સુધી મિથ્યાત્વ કાળમાં સુખની સામગ્રી મળે તો રતિ થવાનો સ્વભાવ બેઠો છે. ભૌતિક પદાર્થની અપેક્ષા રહેલી છે માટે મિથ્યાદૃષ્ટિ ગમે તેટલો ઉદાર હોય તો પણ ઉક્ત સ્વભાવના કારણે યાંચાશીલ છે. વાસ્તવિક ઉદાર નથી. ભૌતિક પદાર્થોની વાંછા માનવીને ઉદારતાનો દેખાવ અને ડોળ કરાવે છે પણ વાસ્તવિક ઉદાર બનવા દેતી નથી. ૭૭ દીન- એટલે હંમેશા જેણે કલ્યાણને નથી જોયું તે અર્થાત્ અકલ્યાણનું જ મુખ જોનારો અર્થાત્ જે અકલ્યાણની જ સહાયને ઇચ્છનારો છે અને તેથી તાત્ત્વિક દૃષ્ટિએ દીન છે. જેમ વ્યવહારમાં જેણે જન્મતા જ મા, બાપ, ભાઈ, બહેન સ્નેહી, સંબંધી, પૈસા વગેરેનું સુખ જોયું નથી તેવો જીવ ગરીબ અને અસહાય હોવા છતાં જ્યારે રંક અને લાચાર બને છે ત્યારે તે દીન કહેવાય છે તેમ અધ્યાત્મની દૃષ્ટિએ જેટલા મિથ્યાદૃષ્ટિ જીવો છે એમને સદાને માટે પોતાનું હિત શેમાં છે તે જોયું નથી અને સદાને માટે તે જીવો સંસારના સુખની હૂંફ્થી જીવે છે. અને તેને માટે જરૂર પડે તો જુઠું બોલે, ચોરી કરે. યાવત્ ગમે તેવા પાપ કરતા અચકાતા નથી. આમ ધર્મનું બળ ન હોવાથી તેઓ કદી પણ તત્ત્વની હુંફે જીવતા નથી અને તેથી તેઓ દીન છે જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ સદા પોતાના કલ્યાણને જ જોનારો હોય છે. ધર્મનું બળ હોય છે. તત્ત્વની હુંફ હોય છે, કદાચ કર્મના યોગે સંસારમાં રહેવું પડે, પાપ કરવા પડે છતાં અકલ્યાણની હુંફ નથી તેમાં પ્રિયઘેન બોધ નથી પણ તે મારક લાગે છે. મત્સરી પરકલ્યાણ દુસ્થિતઃ બીજાનું કલ્યાણ, ઉન્નતિ જોઈને દુઃખી થનારો. કલ્યાણની ઓળખ ન હોય ત્યારે જીવ બીજાના ગુણો જોઈને દુઃખી થાય છે. બીજાના ગુણોને જોઈને જેને દ્વેષ થાય, દુર્ભાવ થાય, તેનાથી પાછો ન હટે તે જીવ ગુણઠાણાની 2010_05 1 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ બહાર છે. માટે જ જ્ઞાનીઓએ તત્ત્વ પામવા માટે જીવો પ્રત્યે અદ્વેષ જરૂરી માન્યો છે. ભગવાન - નિત્ય ભયવાળો. મિથ્યાત્વ કાળમાં જીવને ધર્મ જ એક શરણ છે એનો વાસ્તવિક બોધ હોતો નથી. કલ્યાણનો માર્ગ ઓળખાયો નથી. જન્મ-મરણાદિ દુ:ખોને તત્ત્વથી સમજેલો નથી તેથી આવા જીવો મૃત્યુનો વિચાર આવતા જ ભયભીત થઈ જાય છે. દુ:ખના કાલમાં અનાથતા ભાસે છે. જેના આધારે આજ સુધી જીવ્યો હતો તે સ્ત્રી, પુત્ર, ધનાદિ બધું અશરણ ભાસે છે. અને તેથી હવે મારું શું થશે ? હું ક્યાં જઈશ ? એવો ભય મિથ્યાદૃષ્ટિને લાગ્યા જ કરે છે. શરીરથી આત્માને જુદો નહિ માનનારા નાસ્તિકો પણ શરીર કરતા સ્વની જ ચિંતા વધારે કરે છે. મરતી વખતે તેને પોતાનું અસ્તિત્વ જગતમાંથી વિલીન થઈ રહ્યું છે એમ નથી લાગતું અને તેથી મૃત્યુ પછી મારું શું થશે તે વિચાર તેને આવે છે. સિકંદર જેવા. સતત હિંસક અને પાપી આત્માને અંતે વિચાર આવ્યો કે આટલું મોટું સામ્રાજ્ય મેળવ્યું, વિશ્વ વિજેતા બન્યો. તે માટે અનેક જીવોની હિંસા કરી તો આ બધાનું ળ શું મળશે? બીજી દૃષ્ટિમાં જીવને માં નાસ્તવ માં કહ્યું છતાં બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિમાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય ચાલુ જ છે. અને તેથી ઘણા અકલ્યાણમાં કલ્યાણબુદ્ધિ બેઠેલી છે તેથી દ્રષ્ટિમાં રહેલા જીવને તત્ત્વના બોધમાં ફાર થયા કરે છે. પ્રજ્ઞા વિશ્વાસપાત્ર નથી હોતી. અને તેથી મારાથી કોઈ ખોટી પ્રવૃત્તિ તો નહીં થતી હોય ને ? એવો ભય લાગ્યા કરે છે. અંશે અંશે અનાથવાનો ભય લાગ્યા કરે છે. પાપ પ્રવૃત્તિમાં તીવ્ર હેય બુદ્ધિ નથી હોતી. - જ્યારે સમ્યગદૃષ્ટિ જીવને હેયોપાદેયના વિષયમાં નિશ્ચયાત્મક-સંવેદનાત્મક બોધ હોય છે. એને ખબર છે કે મેં કોઈ પણ પાપ સારું માનીને - રાચમાચીને કર્યું નથી. પાપ પ્રત્યે મારી હેય બુદ્ધિ જવલંત રહી છે અને તેથી સંસારની અનિષ્ટતામાં પોતાને અનાથતાનો ભય લાગતો નથી. મારું શું થશે ? સમાધિ ટકશે કે નહિ ? મર્યા પછી સગતિ થશે કે નહિ ? એ ભય તેને હોતો નથી. શઠ - માયાવી. અહિંયા મિથ્યાત્વને કારણે થતી માયા લેવાની છે. દૃષ્ટિ બહાર રહેલા ગાઢ મિથ્યાદૃષ્ટિ જીવોમાં તો આત્મવંચના ગાઢ હોય છે. પર પગલમાં તીવ્રરૂચિ હોવાના કારણે અન્યને ઠગવારૂપ માયા દેખાય છે. જ્યારે દૃષ્ટિમાં રહેલા જીવો તત્ત્વ અતત્ત્વના વિષયમાં છેલ્લે સુધી માધ્યસ્થ નથી રહેતા. તત્ત્વાતત્ત્વનો ભેદ કરવામાં આત્માને વંચે છે. અતત્વમાં આગ્રહરૂપ અપ્રામાણિકતા તેઓમાં નથી હોતી છતાં ખોટી વાત કોઈ વખતે રૂચિકારક બની જાય તેવું બની શકે છે. અા - જેમાં પોતાનો વિકાસ નથી તેવા પદાર્થોને પોતાના માને છે. તેમાં રાજી થાય છે. તેને માટે પાપ કરે છે. માટે તે મૂર્ખ છે. દષ્ટિમાં રહેલા જીવોમાં અમુક અંશે ખરાબ પરિણામોમાં સારાપણાની બુદ્ધિ છે માટે તે અજ્ઞ છે. નિષ્ફળ કાર્યનો આરંભ કરનારા - મિથ્યાષ્ટિ જીવો જે પ્રવૃત્તિ કરે છે તે 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં રાજવાળાં ભાગ - ૩ ૭૯ બધી આત્મદ્રષ્ટિએ નિળ જ છે કારણ બધી જ પ્રવૃત્તિઓમાં અતત્ત્વનો અભિનિવેશ તેમને હોય છે. દૃષ્ટિમાં રહેલા જીવોમાં સૂક્ષ્મ કપાયોની ઓળખ નથી તેના ળરૂપે નુકસાન થાય જ છે. બોધમાં સૂક્ષ્મત ન હોવાના કારણે તે પ્રવૃત્તિને સારી માનીને કરે છે. ગાઢ મિથ્યાદૃષ્ટિ જીવોને સંસારની સઘળી પ્રવૃત્તિઓમાં સર્વાશે અભિનિવેશ હોય છે. જ્યારે દુટિમાં રહેલા જીવોમાં તત્ત્વબુદ્ધિ પેદા થવાથી સઘળી પ્રવૃત્તિઓમાં - સ્થૂલ પર્યાય હેય લાગે છે તેથી તેમાં અભિનિવેશ ન હોવા છતાં પણ સૂક્ષ્મ પર્યાયોમાં બોધના અભાવના કારણે હેય બુદ્ધિ હોતી નથી તેથી ત્યાં અભિનિવેશ. અર્થાત આગ્રહ રહેવાની સંભાવના છે. દ્રિ નામ પડ્યું. જો આ પ્રમાણે મિથ્યાત્વકાલીન અવેધસંવેધપદ એ ભવાભિનંદી જીવને જ વિપય કરનારું છે તેથી શું ? इत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्सङ्गादेव नियमाद्विषसम्पृक्तकात्रवत् ॥ ७७ ॥ ભવાભિનાંદી જીવોનો બોધ સ્વરૂપથી જ ખરાબ - ભવાભિનંદીનો બોધ અસત્ કહ્યો તેનું કારણ એ છે કે એના બોધમાં અર્થકામની દૃષ્ટિ, માન-સન્માનની દૃષ્ટિ વણાયેલી છે એટલે કોઈ પણ વસ્તુના લાભ નુકસાનને તે ભૌતિક દ્રષ્ટિએ જ જુએ છે. અધ્યાત્મ દ્રષ્ટિ તેની પાસે નથી. ગામ બહાર રહેલ એક હૃષ્ટપુષ્ટ ગાયને જોઈને ચમાર વિચારે છે કે અહો ! આ ગાયનું ચામડું કેટલું સુંદર છે ? કસાઈ વિચારે છે કે આ ગાય લોહી અને માંસથી પુષ્ટ છે, જો તે મરી જાય તો ઘણું માંસ મળે તેમ છે. બ્રાહ્મણ વિચારે છે કે આ ગાય તો પવિત્ર છે તેમાં કરોડો દેવોનો વાસ છે માટે ગાય તો માતા છે, પૂજ્ય છે. જ્યારે સાધક આત્મા વિચારે છે કે આ ગાયના દેહમાં રહેલો આત્મા એ તો પરમાત્મા તુલ્ય છે. વસ્તુ એકની એક હોવા છતાં માણસની દૃષ્ટિ બદલાય છે ત્યારે બોધ પણ જુદો જુદો થાય છે. ભવમાં જ સુખની બુદ્ધિ એ અસત પરિણામ છે. એના પાયા ઉપર એ જે કાંઈ બીજું જાણે છે, બોલે છે. કહે છે તે બધામાં અંદરની અસત પરિણતિ રમતી હોવાના કારણે સઘળો બોધ અસત્ પરિણતિથી અનુવિદ્ધ થાય છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવાદિ નવતત્ત્વો, છ દ્રવ્યો, સ્યાદ્વાદ, ૧૪ રાજલોક આ બધા તત્ત્વોનો અપલાપ કરવો અને પોતાની મનઘડંત વિચારણાઓ રજૂ કરવી તે અસત્ પરિણતિ છે. ઇરાદાપૂર્વક સત્ય વસ્તુનો અપલાપ કરનાર આત્મા પોતાની પરિણતિને બગાડે છે. પરિણતિમાં અહંકાર, મમત્વ, કદાગ્રહ, દ્વેષ, માત્સર્ય વગેરેને પેદા કરે છે. ચાર્વાક પરલોકને માનતો નથી અને તેના કારણે ત્યાગ, તપ, સંયમ આ બધાને ઉડાવે છે પણ જ્યારે જીવને મૃત્યુ આવીને ઉભું રહે છે. ત્યારે એની એ માન્યતા એને ખોટી અનુભવાય છે અને એને લાગે છે કે મારે આ બધું છોડીને 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કોઈક અગોચર સ્થાનમાં જવાનું છે. લખલૂંટ પાપો, લૂંટફાટ, હત્યા વગેરે કરનાર મહમદ ગિઝની તેમજ વિશ્વવિજેતા સિકંદર પણ મૃત્યુના સમયે ધ્રુજી ઉઠ્યા હતા. તેનું કારણ એક જ છે કે જાણે અજાણપણે તેઓ સર્વજ્ઞના વચનથી વિપરીત ચાલ્યા છે, વિપરીત વર્યા છે. તેના કારણે નિરંતર સંકલેશમય અશુભ પરિણામમાં રહી. પોતાની પરિણતિને અસત બનાવી હતી. | વિશ્વવિજેતા બનવા માટે નીકળેલા હિટલરે પણ જ્યારે પોતાની જીતની બાજી અંતે ઊંધી પડતી જોઈ તો છેલ્લે પોતાની જાતે ગોળી મારી પોતાનો અંત આણ્યો હતો. તે જ રીતે એકાંતવાદી બધા જ દર્શનો પોતપોતાની માન્યતાના તોરમાં રહી બીજાની માન્યતાઓનું જોરશોરથી ખંડન કરી પોતાની પરિણતિને અસત બનાવી રહ્યા છે પરંતુ સમન્વય દૃષ્ટિ અપનાવી બીજાની માન્યતાઓને અપેક્ષાએ સત્ય ઠેરવતા નથી. તે તેમની પાસે રહેલી એકાંત દૃષ્ટિનો પ્રભાવ છે. તેમને ચાદ્વાદ દૃષ્ટિ મળી નથી તે તેમના પૂણ્યની ખામી છે જેથી વસ્તુનું યથાર્થ દર્શન કરી ન્યાય આપી શકતા નથી પરંતુ સ્યાદ્વાદ દ્રષ્ટિ અને અનેકાંતદર્શન પામવા છતાં આપણામાં બીજાના વિચારોને સમજવાની એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુલવવાની દ્રષ્ટિ નહિ આવે તો આપણે અન્યદર્શની કરતા વધારે દયાપાત્ર છીએ. આપણી સ્થિતિ વધુ ગંભીર કહેવાશે. વક્ષેત્રે કે પરક્ષેત્રે રહેલી અધ્યાત્મની ઊંચી વાતોનું વિશાળ અને ઉદાર દૃષ્ટિ રાખી અપેક્ષા વિશેષથી સમાધાન ન કરવું અને સર્વત્ર દરેક ચીજને ખંડનાત્મક દ્રષ્ટિથી જોવી એ કોઈ અધ્યાત્મ નથી. અધ્યાત્મના માર્ગમાં બીજાને ખોટા કરીને તેનું ખંડન કરવાનું નથી પણ સામો આત્મા ક્યાં ભૂલે છે? ક્યાં અટકે છે? તે શોધી કાઢી પ્રેમથી તેની ભૂલ બતાવી તેને આગળ વધારવો અને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવો તે અધ્યાત્મવેત્તાનું કર્તવ્ય છે. ન્યાય દ્વારા પદાર્થ સ્વરૂપનો નિર્ણય થાય છે. ન્યાય વસ્તુને યથાર્થ ઓળખાવે છે. તે માટે જે ખોટું હોય તેને બુદ્ધિથી ખોટું સાબિત કરી આપે છે અને જે સાચું હોય તેને બુદ્ધિ દ્વારા સાચું સિદ્ધ કરે છે. પણ બુદ્ધિ દ્વારા જે સાચું સમજાયું છે જેને અધ્યાત્મના માર્ગે પામવાનું છે. તે પામવા માટે હવે ખંડનનો આશ્રય લેવાનો નથી કારણ કે અધ્યાત્મ એ પ્રેમપૂરક પદ્ધતિ છે. પ્રેમ દ્વારા બીજાની ખૂટતી ડીને પુરતા જવું અને એ દ્વારા પોતાનું જે વીતરાગ સ્વરૂપ - પ્રેમ સ્વરૂપ, અભેદતત્ત્વ-એની નિકટમાં જવું અને સ્વસ્વરૂપમાં સમાઈ જવું એ જ અંતે કર્તવ્ય છે. અધ્યાત્મનો માર્ગ એ સાધનાનો માર્ગ છે ધારણા, ધ્યાન અને સમાધિનો માર્ગ છે. મીન, એકાંત અને સ્થિરાસનનો માર્ગ છે. જ્યાં બહારથી બધાની વચ્ચે રહેવા છતાં અંદરથી અલિપ્ત અને એકલા રહેવાનું છે. સ્થળએકાંત દ્વારા ઉપયોગ એકાંત સહેલાઈથી પામી શકાય છે. માટે ઉચ્ચકક્ષાના સાધકને માટે સ્થળએકાંત 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૮૧ પણ આવશ્યક છે જ્યારે નીચેની કક્ષાના સાધક માટે તો બીજા સાધકોની વચ્ચે રહી અંદરથી ઉપયોગ એકાંત પામવાનું છે. બીજાની વચ્ચે રહેવું એ વ્યવહાર માર્ગ છે પણ શુદ્ધ વ્યવહાર સાધકોની સાથે જ રહેવા ઉપર ભાર મૂકે છે. જ્યાં સાધક દશા અને સાધનાની લગન નથી ત્યાં આત્માએ ખૂબ જ વિચાર કરીને કદમ ઉપાડવાના છે. ભવાભિનંદીનો પરિણામ અસત્ હોવાના કારણે અસત પરિણામથી અનુવિદ્ધ એવો બોધ પણ વિવક્ષિત અસત્ પરિણામના સંબંધથી સુંદર નથી. જેમ સુંદરમાં સુંદર દૂધપાકાદિનું પણ ભોજન વિષ મિશ્રિત હોતે છતે સુંદર નથી કારણ કે સુંદર ભોજન આમ તો વીર્ય, રૂપ, કાંતિ, બુદ્ધિ વગેરેને વધારનારું હોય છે પણ તે જ ભોજન વિષમિશ્રિત થતાં પ્રાણ લેનારું થાય છે. તેમ મિથ્યાત્વરૂપી વિષ હોતે જીતે ભવાભિનંદી જીવોનો સામાન્યથી બધો જ પરિણામ અસત્ અર્થાત મિથ્યા છે. પહેલી ચાર દૃષ્ટિમાં ભવનો રાગ પણ છે અને ભવથી વિરાગ પણ છે. જેમાં જેમ દૃષ્ટિમાં આગળ વધાય છે તેમ તેમ રાગ ઘટતો જાય છે અને વિરાગ વધતો જાય. છે. તેમાં ભાવના રાગથી અનુવિદ્ધ જેટલો પરિણામ છે તે બધો જ અસુંદર છે અને ભવના વિરાગથી અનુવિદ્ધ જેટલો પરિણામ છે તે સુંદર છે. આત્મા, પુણ્ય, પાપ, પરલોકાદિને જે જીવો માનતા નથી તે જીવો નાસ્તિક છે અને જે જીવો આત્મા, પુણ્ય, પાપ, પરલોકાદિને માનતા હોવા છતાં જેમને મોક્ષની ઇચ્છા જ નથી અને પ્રતિબંધકના કારણે થવાની યોગ્યતા નથી તેવા અભવ્ય, દુર્ભવ્યાદિ જીવો આસ્તિક તરીકે કહેવાતા હોવા છતાં યોગદૃષ્ટિની બહાર છે અર્થાત ઓઘ દ્રષ્ટિમાં છે. જ્યારે જે જીવોનો પારલૌકિક પદાર્થના વિષયમાં બોધ તાત્ત્વિક છે અને એના જ કારણે જેમને મોક્ષની ઇચ્છા વર્તે છે. અંશે અંશે પણ સમ્યગ વૈરાગ્યવાળા છે તે જીવો યોગની દ્રષ્ટિમાં આવેલા છે. પહેલી ચાર દૃષ્ટિનો બોધ ચોગદૃષ્ટિનો બોધ હોવા છતાં ત્યાં અવેધસંવેધપદ છે અને તેથી બોધ મિથ્યાત્વરૂપી વિષથી મિશ્રિત છે. વિષમિશ્રિત અન્ન જેમ સ્વરૂપથી જ ખરાબ છે કારણ કે ભોજનકાળમાં જીવને બેચેન કરે છે તેમ મિથ્યાત્વ સહિતનો બોધ સ્વરૂપથી જ ખરાબ છે કારણ કે બોધકાલમાં જીવને સંક્લેશ પેદા કરી સંતાપ પમાડે છે. આમ મિથ્યાત્વસહિતનો બોધ સ્વરૂપથી જ ખરાબ છે તે જણાવ્યું. હવે આ બોધ ળથી પણ ખરાબ છે તે જણાવે છે - एतद्वन्तोऽत एवेह, विपर्यासपरा नराः । हिताहितविवेकान्धाः रिवद्यन्ते सांप्रतेक्षिणः ॥७८ ॥ ભવાભિનંદી જીવોનો બોધ ફળથી પણ ખરાબ - - જે કારણથી મિથ્યાત્વ કાલીન અવેધસંવેધપદનો બોધ ખરાબ છે તેથી જ કરીને પવન્તો - અવેધસંવેદ્યપદવાળા જીવો વિપર્યાસમાં જ તત્પર હોય છે અર્થાત 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ હિતાહિતના વિવેકથી રહિત હોય છે અને તેથી જ કરીને વર્તમાનને જોનારા તે ખેદને પામે છે. વિવેકના અભાવના કારણે અહિતમાં હિત માની, હિતમાં અહિત માની, સુખમાં દુઃખ માની, દુ:ખમાં સુખ માની પ્રવર્તે છે અને તેથી ક્લેશ પામે છે. ભવાભિનંદીપણાના પરિણામથી અનુવિદ્ધ જીવો સુખમાં નાચે છે. દુ:ખમાં રૂવે છે. તે વખતે અશુભ પરિણામથી યુક્ત થાય છે અને તેનાથી ખેદ પામે છે. ભવાભિનંદી જીવોની પરિણતિ મલિન હોય છે તેથી તેનું ફળ દુઃખ, દુર્ગતિ અને સંસાર છે. ઘણું જ્ઞાન પણ મલિન પરિણતિવાળું જીવને મારનારું થાય છે જેમકે જીંદકાચાર્યને જ્ઞાન ઘણું હતું પણ અંતિમ સમયે પરિણતિ બગડી ગઈ તો ભવમાં રૂકાવનારું બન્યું. જમાલી,ગોષ્ઠામાહિલ, શિવભૂતિ, સાવધાચાર્ય આ બધા પાસે શાસ્ત્ર બોધ ઘણો હતો પણ કદાગ્રહ કે શાસ્ત્ર વચનના દુરુપયોગમાં ફ્લાયા તો પરિણતિ મલિન થઈ ગઈ- જેણે સંસારને વધારી દીધો માટે જ્ઞાનીઓ શાસ્ત્ર અભ્યાસ અને તેના ચિંતન, મનનના બળે અસત પરિણતિને વારંવાર દબાવવાનું કહે છે. અસત પરિણતિ અસત માન્યતાના બળ ઉપર ટકેલી છે અને અસત પ્રવૃત્તિના જોર ઉપર વૃદ્ધિ પામે છે. શાસ્ત્રાભ્યાસ અને તેના ચિંતન મનનના બળે અસદુ માન્યતા ઘસાય છે અને અસત પ્રવૃત્તિનું બળ ન મળવાથી મિથ્યા સંસ્કારનો નાશ થતો આવે છે. અભવ્યને ચારિત્ર કાલમાં નવપૂર્વનો બોધ હોવા છતાં અસત્ માન્યતા ન ઘસાઈ તે તેની અયોગ્યતાના કારણે હતું. અસત પરિણતિને ઘસવાનો ચાવત નિર્મળ કરવાનો આ રાજમાર્ગ છે. જ્યારે માતુષ જેવાને વિશેષ શાસ્ત્રબોધ ન હોવા છતાં પરિણતિ નિર્મળ રહી તે પણ તેમના ઉપાદાન કારણની વિશેષ યોગ્યતાને જ આભારી છે. જૈન શાસ્ત્રકારો આશ્રવને હેય કહે છે કારણ કે તેમાં અસત પરિણતિ છે. જ્યારે સંવરને ઉપાદેય કહે છે કારણ કે તેમાં સત પરિણતિ છે. સંવરની પરિણતિ વિનાનો એકલો શુભાશ્રવ પણ સાધકને ઈષ્ટ ન હોય. કટોકટીની પળે કુંદકાચાર્યના શિષ્યોએ પોતાની પરિણતિને સંવર-નિર્જરાના ઉપયોગમાં રાખી તો કેવલજ્ઞાન પામ્યા. મિથ્યાત્વકાલીન ભવાભિનંદ જીવોનો બોધ ભ્રમ પેદા કરે છે. વસ્તુનો વસ્તુ સ્વરૂપે બોધ થવા દેતો નથી. જે સ્વરૂપ હોય તેનાથી વિપરીત જ સ્વરૂપ દેખાડે. વસ્તુનો અનેકાંતગર્ભિત, વિષય, કષાય અને કદાગ્રહથી મુક્ત બોધ ભવાભિનંદી જીવોને હોતો નથી. ક્યારેક અભવ્યાદિ જીવોને જેનશાસ્ત્રોના અભ્યાસના બળે તેવો અનેકાંતગર્ભિત બોધ થાય તો પણ જ્યાં સુધી મિથ્યાત્વ અને ભવાભિનંદીપણું હોય છે ત્યાં સુધી તે બોધ જીવન ઉપયોગી બનતો નથી. તેનો બોધ કળારૂપ બનીને બીજાને ઉપકારક બને છે પણ તેને લાભ કર્તા થતો નથી. અંતરમાં વિષયો એવા તાણાવાણાની જેમ વણાઈ ગયા છે કે જેના કારણે 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૩ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ઉપયોગમાંથી ગુણાત્મક આયામ ચાલ્યો ગયો અને સઘળો બોધ ભ્રમાત્મક, વિષય, કપાય, અજ્ઞાન અને આગ્રહ રૂપ બન્યો. વેધસંવેદ્યપદ આવે એટલે સર્વજ્ઞ પરમાત્માના એક એક વચન ઉપાદેય લાગે. એની આગળ આખું જગત તુચ્છ લાગે. જૈન દર્શનનું જીવવિજ્ઞાન, કર્મવિજ્ઞાન રત્નત્રયી બધું જ ગ્રહણ કરવા યોગ્ય લાગે અને એની આગળ આખો સંસાર કારાગાર લાગે. ભવાભિનંદી જીવો વર્તમાનને જનારા - ભવાભિનંદી જીવો હિતાહિતના વિવેકથી અંધ હોય છે. “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” આ તેમની માન્યતા હોય છે. ખાવો, પીવો, મોજમઝા કરો. પરલોક, પુણ્ય, પાપ બધું હંબક છે. સ્વર્ગની લાલચ બતાવવામાં આવી છે. નરકનો મય બતાવવામાં આવ્યો છે પણ આ બધી વાતો હંબક છે આમ વિચારી તે આત્માઓ પરલોકના માર્ગની ઘોર ઉપેક્ષા કરે છે અને આ લોકના સુખને માટે ઘોર પાપ કરે છે. વર્તમાનમાં છોકરીઓ લગ્ન પહેલા ગર્ભધારણ કરે છે. આબરૂ બચાવવા ગર્ભપાત કરાવે છે. કોઈકના પ્રેમમાં ફ્લાઈ ગમે તેવાની સાથે સંસાર માંડે છે. અંતે પરસ્પરનો અહમ્ ટકરાતા સંઘર્ષ કરે છે. છૂટાછેડા લે છે. ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થતાં મુંઝાય છે. અમેરિકાનો વિદેશમંત્રી ડલેસ પોતાને કેન્સર થતા ધ્રુજી ઉઠ્યો હતો. વાઘ જેવો વાઘ ત્યારે બકરી બન્યો હતો. દુર્યોધન, હિટલર, સદ્દામહુસેન, કોણિક આ બધા વર્તમાનને જોનારા હતા તો કેવા ભયંકર યુદ્ધો કર્યા. જગતનો કેવો કચ્ચરઘાણ કાઢયો. જગતને કેવો ત્રાહિમામ્ પોકારાવ્યો. એ ઇતિહાસના પાને આજે પણ મોજૂદ છે. રેશમનો કોશેટો જેમ પોતાની જ જાળમાં પોતે ક્યાય છે. તેમ ભવાભિનંદી જીવો પોતાની ઊભી કરેલી જાળમાં ફ્લાય છે. સીતાજી ભવિષ્યદર્શી હતા તો રાવણની સાથેના યુદ્ધમાં રામચંદ્રજીએ વિજય મેળવી સીતાજીને છોડાવ્યા પણ સીતાજીએ અયોધ્યા પાછા ન જતાં ચારિત્રનો માર્ગ અપનાવ્યો. મદનરેખા ભવિષ્યને જોનારા હતા તો મૃત્યુ ઉપર પડેલા પોતાના પતિને આરાધના કરાવી મહાવ્રતો ઉચ્ચરાવી પાંચમાં દેવલોકનો રિદ્ધિમંત દેવ બનાવ્યો. તલવારના એક ઘાથી પોતાના જેઠ મણિરથે પોતાના પતિ યુગબાહુના બે ટૂકડા કર્યા છતાં મદનરેખાએ પોતાના દુ:ખના રોદણા ન રોયા અને પતિની સમાધિનો વિચાર કર્યો. અને મહારીરવ દુ:ખના ભાગી બનાવે એવી નરકગતિ તરફ હરણફાળ ભરી ચૂકેલા પોતાના પતિને નરકના દુ:ખમાંથી બચાવી દેવલોકનો દેવ બનાવ્યો તે મદનરેખાની ભવિષ્યદર્શિતા હતી. 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ ८४ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અજ્ઞાન બહુ ખરાબ છે. ભવાભિનંદી જીવો અજ્ઞાનમાં સબડે છે. અજ્ઞાન બહુ ખરાબ છે. તેને દૂર કરવા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. સમ્યફ પરિણતિ પામવાની છે. એક સમ્રાટ છે. તેણે રામહેલ બનાવ્યો માત્ર દર્પણોનો. તેમાં ચારે બાજુ ઉપર નીચે અરીસા જ અરીસા ગોઠવેલા હતા. તેમાં સમ્રાટનો કૂતરો રાત્રે ભૂલથી પુરાઈ ગયો. એ કૂતરાની અવસ્થા શું હોય ? એ સમજી શકાય છે. બસ તે જ અવસ્થા મનુષ્યની છે. એણે ચારે બાજુ જોયું તો બસ કૂતરા, કૂતરા. તે ગભરાયો. ભસવાનું શરૂ કર્યું. માણસ જ્યારે ભયભીત થાય છે ત્યારે બીજાને ભયભીત કરવાને ઇચ્છે છે. તેણે ભસવાનું શરૂ કર્યું એટલે ચારે બાજુ દર્પણમાં રહેલા કૂતરાઓએ પણ તે શરૂ કર્યું. તેના જ અવાજનો જોરજોરથી પડઘો પડવા માંડ્યો. તે રાત્રિભર ભાગતો જ રહ્યો. દર્પણોની સાથે અથડાતો રહ્યો અને આખરે લોહીલુહાણ થઈને પડ્યો. સવાર પડ્યું ત્યારે મરેલો હતો. આખું ભવન લોહીથી ખરડાયેલું હતું. એમ જીવ પણ પોતે એકલો જ છે. તેના સિવાય બીજું કોઈ તેનું નથી પરંતુ જ્યાં સુધી અંદરમાં જઈ તેને ન પડે ત્યાં સુધી તે અનેકને પોતાના માને છે. એની ખાતર અનેકને ભાસે છે. રાગદ્વેષથી કરડે છે, અનેકને કાટે છે અને અંતે મરે છે. આપણે રેતી ચાલી રહ્યા છીએ - એક ગામના સુલતાન મહમદનો પ્રસંગ છે. તે રોજ પોતાના ઘોડા પર સવાર થઈ ગામની ચર્ચા જોવા નીકળતો હતો. છુપા વેશમાં રહીને કોણ શું કરી રહ્યું છે ? તેની તપાસ કરતો હતો. તે રોજ એક આદમીને જોતો હતો. તે નદીના કિનારે રેતીને ચાળતો હતો. છુપા વેશમાં રહેલા સુલતાને પેલાને પૂછયું અરે ભાઈ ! અડધી રાતે તું આ શું કરી રહ્યો છે ? સાહેબ ! રેતી ચાલી રહ્યો છું એમાંથી ક્યારેક ચાંદીના કણ મળી જાય તો તેને ભેગા કરું છું અને આ જ મારી આજીવિકા છે. આવું અનેક રાત સુધી કરતો જોઈને સુલતાનને લાગ્યું કે આ બિચારો ખોટી મહેનત કરી રહ્યો છે. મળતું કાંઈ નથી, તેથી દયા લાવી પોતાનું સોનાનું કર્યું જે લાખો રૂપીયાનું હતું તેને કાઢી છુપી રીતે રેતીમાં નાંખી દીધું અને ચાલવા માંડ્યો. રેતી ચાળવાવાળાએ આ જોયું પણ નહિ પણ થોડીવાર પછીથી તે તેને મળી ગયું. બીજે દિવસે સુલતાન રાતે આવ્યો તેણે વિચાર્યું આજે તો હવે તે રેતી ચાળવા નહિ આવ્યો હોય પરંતુ ત્યારે પણ તે રેતી ચાળી રહ્યો હતો, સુલતાન આ જોઈ ખૂબ દુ:ખી થયો. એણે કહ્યું સાંભળ મારા સિપાઈઓ દ્વારા મને ખબર મળી ગઈ છે કે મેં જે બાજુબંધ રેતીમાં નાંખ્યું હતું તે તને મળી ગયું છે. તું એને બજારમાં વેચી પણ આવ્યો છે. એ ખબર પણ મને મળી ગઈ છે. હું સુલતાન મહમદ છું. હવે તું શા માટે આ કરી રહ્યો છે ? એણે કહ્યું નામદાર ! આ રેતી ચાળતો હતો માટે મળ્યું છે. તે ન ચાળતો હોત તો ના 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૮૫ મળત. તેથી તો હવે અવશ્ય હું આ કામ છોડીશ નહિ. આ જ મારી જિંદગી છે અને આ જ મારી રેતી છે કે જ્યાં આવી કિંમતી ચીજો મળી શકે છે. મહમદ પોતાની આત્મકથામાં લખે છે કે આના તર્કમાં તો કાંઇક તથ્ય છે. બળ છે કે એને પ્રયત્ન કરવાથી મળ્યું પણ આપણે તો સંસારમાં ત્યાંથી શોધી રહ્યા છીએ જ્યાંથી કાંઈ પણ મળતું નથી તો પણ આપણે રેતી ચાળી રહ્યા છીએ. જન્મ, જરા, મૃત્યુની વાસ્તવિક ભયંકરતા जन्ममृत्युजराव्याधि - रोगशोकाद्युपद्रुतम्। वीक्षमाणा अपि भवं, नोद्विजन्तेऽतिमोहतः ॥७९ ॥ યોનિમાંથી બહાર નીકળવા રૂપ જન્મ, પ્રાણના ત્યાગ સ્વરૂપ મૃત્યુ, વયયુવાનીની હાનિ સ્વરૂપ જરા, કોઢ, ક્ષય, કેન્સરાદિ રાજરોગરૂપ વ્યાધિ અને વિશુચિકા ઝાડા ઉલટી, રોગો સામાન્ય તાવ વગેરે, ઇષ્ટના વિયોગથી પેદા થયેલ મનના વિકાર રૂપ શોક અને આદિ શબ્દથી ભૂત, પ્રેત પિશાચાદિની પીડા વગેરે ઉપદ્રવોથી વિડંબના પામેલા સંસારને જોવા છતાં આ સંસારથી અતિ મોહના કારણે ઉદ્વેગ પામતા નથી. તપાવેલી લાલચોળ સોયો વડે શરીરના બધા રોમ એક સાથે ભેદવામાં આવે તેના કરતાં આઠગણું દુ:ખ ગર્ભવાસનું છે. તેના કરતા અનેકગણું દુઃખ જન્મનું છે અને તેના કરતા અનેકગણું દુ:ખ મૃત્યુનું છે. બાલપણામાં મૂત્રવિષ્ટામાં રહી, યૌવનમાં વિષયાંધ બની અને જરાવસ્થામાં ઇન્દ્રિયોની હીનતાવડે જીવો દુઃખ અનુભવે છે. શોક, ઇ, વિષાદ અને દીનતાથી હણાયેલા દેવોને દેવલોકમાં પણ દુ:ખ જ છે. બીજા મહદ્ધિક દેવોની ઋદ્ધિ જોઈ સામાન્ય દેવો રાત દિવસ ઇષ્ય રૂપી અગ્નિથી બળ્યા કરે છે. આયુષ્ય પૂરું થતાં, ચ્યવન સમય નજીક આવતાં અમ્લાન એવી માળાઓ કરમાવા માંડે છે. કલ્પવૃક્ષો હાલતા દેખાય છે. શરીરની સંધિઓ તૂટે છે. વિમાન, વાવડી અને અપ્સરા પાસે જઈ કલ્પાંત રૂદન કરે છે. આગામી કાળમાં ગર્ભવાસમાં આવનાર દુ:ખોને જોઈને ત્રાસ પામે છે. ધનના લોભથી સગાભાઈઓ માંસના અભિલાષી કૂતરાઓની જેમ લડે છે. નરકમાં ગયેલા નારકીઓ પણ દુઃખથી બચવા પરમાધામીઓ આગળ દીન બને છે. કાકલૂદી કરે છે. પગમાં પડે છે. બચાવો, બચાવો, ભૂલ થઈ ગઈ. વગેરે દીનતા. પૂર્વક કરૂણ રૂદન કરે છે. તિર્યંચ ગતિમાં રહેલા તિર્યંચો પણ ભટકી ભટકીને જીવન પૂરું કરે છે આ બધું જોવા છતાં જીવો સંસારથી કંટાળો પામતા નથી. અને વળી આ જીવોને બીજું શું હોય છે ? તે કહે છે - સુર્ય મામાતિ, યે ગાયેવા दुःखे सुखधियाकृष्टाः कच्छूकण्डूयकादिवत् ॥ ८० ॥ 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ભવાભિનંદી જીવોને મોહના કારણે પ્રાણાતિપાત, જૂઠ, ચોરી, વિષયસેવન, આરંભાદિ કુકૃત્ય એ કૃત્ય લાગે છે અને અહિંસા, સત્ય, અચોર્ય વગેરે કાર્યો તેને અકૃત્ય લાગે છે. અને ખણજને ખણનારા તેમજ કૃમિથી પીડાતા અગ્નિનું સેવન કરનારા કોઢિયાની જેમ આરંભાદિ કાર્યોમાં સુખની બુદ્ધિથી આકર્ષિત થયેલા હોય છે. જેમ ખસના રોગથી પીડાતા જીવોને ખણવાના કાલમાં બળતરાદિનું તેમજ ખણવાના આવેશનું દુઃખ હોય છે. છતાં સુખ માની તેમાં પ્રવર્તે છે અને કોઢિયાઓ કૃમિને કાઢવા અગ્નિનું સેવન કરે છે તે વખતે ચામડી બળે છે અને કૃમિ બધા અંદર લપાઈ જાય છે અને તેથી અગ્નિનું સેવન કરવા છતાં દુ:ખ વૃદ્ધિ પામે છે તેમ સંસારમાં મિથ્યાત્વકાલમાં વર્તતા જીવો ભોગની ચળને શમાવવા દુ:ખમય એવા ભોગોમાં પ્રવૃત્તિ કરે છે તે વખતે ભોગમાં વૃદ્ધિ તો થતી નથી પણ અનેક પ્રકારની અતૃપ્તિઓ વધતી જાય છે. આને કારણે જેમ જેમ ભોગમાં પ્રવૃત્ત થાય છે. તેમ તેમ દુ:ખ વધે છે આને જ દૃષ્ટાંતથી કહે છે. यथा कण्डूयनेष्वेषां, धीर्न कच्छूनिवर्तने। भोगाङ्गेषु तथैतेषां, न तदिच्छापरिक्षये ॥८१ ॥ જેમ ખસના દર્દીઓની બુદ્ધિ ખણવામાં હોય છે પણ ખસરોગને મટાડવામાં નથી હોતી તેમ ભવાભિનંદી જીવોની મતિ ભોગના સાધનોમાં હોય છે પણ ભોગની ઇરછાના ક્ષયમાં નથી હોતી. અજ્ઞાની જીવો પાસે વાસ્તવિક સુખનો માર્ગ - તત્ત્વજ્ઞાન - ન હોવાથી વયનો પરિપાક થવા છતાં પણ, ઉંમર વીતી જવા છતાં પણ, શરીરની શક્તિ ક્ષીણ થવા છતાં પણ, માનસિક અતૃપ્તિઓ અને ભોગની ઇચ્છાઓને કારણે વાજીકરણમાં (ઔષધ પ્રયોગ કે જેના દ્વારા ભોગને ભોગવવાની શક્તિ પેદા થાય તેમાં,) તેઓ પ્રવૃત્તિ કરે છે. ઉંમરના કારણે અંદરથી ભોગ ભોગવવાની ઇચ્છા થવા છતાં ભોગવી શકતા નથી તેને વાજીકરણના પ્રયોગ દ્વારા પેદા કરે છે. ભોગની ઇચ્છાનો ક્ષય. નથી થતો તેના ઉપલક્ષણથી ભોગ ભોગવવાની ક્રિયાનો પણ ક્ષય થતો નથી. સંસારના સુખને ખણજની ઉપમા - - ખણવાના કારણે અતિશય જેના નખો ક્ષીણ થઈ ગયા છે અને રણમાં વસવાના કારણે ઘાસ ન મળવાથી જેને ક્યારે પણ ઘાસથી ખણવાનો આનંદ પ્રાપ્ત નથી થતો એવા કોઈ ખસના દર્દીને વૈધે જોયો તે વૈધની પાસે ભિક્ષા પોટલી અને સાથે ઘાસનો પૂળો છે. દર્દીએ આ જોઈને વૈધ પાસે એક તૃણ માંગ્યું અને વૈધે તે આપ્યું. દર્દી હૃદયથી તોષ પામ્યો અને વિચારે છે કે ખરેખર આને ધન્ય છે કે જેની પાસે આટલા બધા ખણવાના સાધનો છે. તેણે વૈધને પૂછ્યું કે આટલા બધા ખણવાના સાધનો ક્યાં મળે છે ? વૈધે કહ્યું - લાટ દેશમાં. તારે આવું શું કામ છે ? દર્દી કહે ખસની જે ચળ ઉપડે છે તેને આ તૃણ વડે ઘસતાં આનંદ આવે છે. તેના આનંદ માટે આનું પ્રયોજન છે. 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ વૈદ્ય કહે જો આમ જ છે તો પછી આ ઘાસ વડે કરીને શું ? હું તારી ખણજને સાત રાત્રિમાં દૂર કરી દઉં. ગિળાનો પ્રયોગ કર, સાત રાત્રિમાં તારો ખણજનો રોગ મૂળમાંથી દૂર થઈ જશે. ત્યારે દર્દી કહે છે ખણજ ચાલી ગયા પછી ખણવાના આનંદના અભાવમાં જીવિતનું ફળ શું છે ? અર્થાત પછીથી જીવવું નકામું છે માટે મારે ત્રિફળાના પ્રયોગથી સર્યું. આ ઘાસના તણખલા ક્યાં મળે છે ? એને જ તમે કહો કે જેથી ખણવાના આનંદને હું મેળવી શકું. દૃષ્ટાંતનો ઉપનય - રાષ્ટ્રતિકમાં ખસના રોગના સ્થાને જીવમાં રહેલી દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી, રાજા, મહારાજાદિના ભોગોની પિપાસા અને અનંત પદાર્થ વિષયક અતૃપ્તિ છે. ખસના રોગીને જેમ ચળ ઉપડે છે તેમ અહિંયા પણ જીવને ભોગસુખોની ઇચ્છા થાય છે. ચળ ઉપડયા પછી જેમ તે ખણે છે તેમ જીવ ભોગને ભોગવે છે. ખણવાના કારણે જેમ દર્દીના નખ ખલાસ થઈ ગયા છે તેમ આ જીવને પણ ભોગ ભોગવવાથી અને નવું પુણ્ય નહિ ઉપાર્જન થવાથી ભવાંતરમાં સ્વાભાવિક રીતે જ ભોગ સામગ્રીરૂપી નખની પ્રાપ્તિ થતી નથી અને વળી રણમાં વસવાને કારણે જેમ ઘાસના તણખલા મળતા નથી તેમ અહિંયા પણ દરિદ્રી અને તુરછકુળોમાં જન્મવાના કારણે તેમજ અનેક માનસિક દુઃખોથી સંતપ્ત હોવાના કારણે પ્રયત્ન કરવા છતાં પણ ભોગસામગ્રી રૂપી વ્રણપુલક મળતા નથી અને તેથી જેમ રોગીને ખણવાનો આનંદ મળતો નથી તેમ અહિંયા પણ ભોગ ભોગવવા દ્વારા પ્રાપ્ત થતાં આનંદને જીવ મેળવી શકતો નથી. જેમ રોગીએ ભિક્ષાપોટલી સહિત તૃણપુલકવાળા ૮ રને જોયો તેમ અહિંયા પણ સંવર નિર્જરાના સાધક સંયમના અનુષ્ઠાનો રૂપ ભિદ્દા ની પોટલી સાથે પુણ્યની સામગ્રી સંપન્ન (તૃણપુલક) વૈધ સ્થાનીય સદ્ગુરુને જોય. જેમ તૃણપુલક ગૌણ છે અને ભિક્ષા પોટલી મહાન છે તેમ પુણ્યની સામગ્રી ગૈર છે અને સંવર નિર્જરા. સાધક અનુષ્ઠાન મહાન છે. જેમ ભિક્ષા પોટલીને સુખપૂર્વક ઉપાડવા માટે ઘાસના પૂળાની આવશ્યકતા છે. તેનાથી ભિક્ષા પોટલીને સહેલાઈથી ઉપાડી શકાય છે તેના અભાવમાં માથું છોલાઈ જાય, રહી જાય. માથું દુ:ખવા આવે વગેરે મુશ્કેલી ઊભી થાય છે તેમ અહિંયા પણ અભ્યાસદશામાં સંવર નિર્જરા સાધક અનુષ્ઠાનોને સારી રીતે નિરતિચાર પાળવા માટે પુણ્યની જરૂર પડે છે. જેમ દર્દીએ તૃણપુલક સહિત વૈધને જોયા અને તેથી એને લાગ્યું કે આની પાસે ભોગ સુખ પ્રાપ્ત કરવાનું સાધન છે તેમ આ જીવ પણ વિશિષ્ટ પ્રકારની પુણ્યસામગ્રી સંપન્ન ગુરુને જૂએ તેમની કીર્તિ નામના, ખ્યાતિ, પ્રતિષ્ઠા સ્થાન જૂએ અનેક શ્રીમંતો તેમની પાછળ તા હોય, વળી પોતે મંત્ર, તંત્ર, ઔષધિના જાણકાર હોય અને જગતના સર્વ જીવોને ધર્મ સમજાવતા હોય તો આ બધું જોઈને જીવને 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ થાય કે નક્કી આ ગુરુની પાસે મારે જે સુખ જોઈએ છે તેને મેળવવાનો ઉપાય છે અને તેથી જેમ દર્દીએ પેલા વૈદ્ય પાસે ઘાસનું એક તણખલું માંગ્યું તેમ આ જીવ પણ સદગુરુની પાસે પોતાના સાંસારિક દુ:ખોને દૂર કરવાના તેમ જ સુખ મેળવવાના ઉપાય પૂછે છે. તેથી જેમ તે વૈધે દર્દીને એક ડ્રણ આપ્યું તેમ અહિંયા પણ સગુરુ જીવને સમજાવે છે કે તમે પૂર્વભવમાં ધર્મ નથી કર્યો તેને કારણે તમારી આવી દુર્દશા. છે. જગતમાં ધર્મને સુંદર રીતે આચરનારા જીવો જ સુખ, સંપત્તિ અને શાંતિને પામે છે. એમ કહેવા દ્વારા મન, વચન અને કાયાથી સુંદર ધર્મનું આચરણ કરવા માટે આધ કક્ષામાં ધર્મને અનુકૂળ ઉદારતા, દયા, સજ્જનતાદિ શુભપરિણામો તેમજ અધર્મના કારણભૂત હિંસા, કઠોરતા, દુર્જનતાદિ અશુભભાવોની ઓળખ કરાવે છે. અને એના દ્વારા જીવ એક વખત સંસારના સુખ માટે પણ ધર્મ કરશે તો પછીથી વાસ્તવિક ધર્મમાં તેનો અવતાર કરી શકાય એવા શુભ આશયથી તેને ધર્મ કાર્યોમાં જોડે છે. આ ઘાસનું એક ડ્રણ આપવા સમાન છે. ત્યારબાદ તૃણ મળવાથી તેમજ તેના વડે ખણવાથી થતા સુખને કારણે તે હૃદયથી સંતુષ્ટ થયો તેમ અહિંયા પણ જીવને ધર્મને અનુકૂલ પરિણામ કરવાથી ઉગ્ર પુણ્ય બંધાતા અને તરત જ ઉદયમાં આવતા ભોગ સામગ્રીની પ્રાપ્તિ થઈ અને તેથી તે અત્યંત સંતુષ્ટ થયો અને વિચારવા લાગ્યો કે ધન્ય છે આ ગુરુને કે જેમની પાસે સુખ સામગ્રી મેળવવાનો સુંદર ઉપાય વિધમાન છે અને તેથી દ્રષ્ટાંતમાં જેમ રોગીએ પુછ્યું કે ઘણા તૃણ - કડુચનો. ક્યાં આગળથી મળી શકે ? અને વૈધે કહ્યું કે લાટ દેશમાં મળે છે. તેમ સંસારી જીવ પણ વધુ સુખ સામગ્રી મેળવવાનો ઉપાય પૂછે છે ત્યારે ગુરુ એક માત્ર ધર્મને જ વિશેષ રીતે સમજાવે છે. જેમ વૈધે પૂછ્યું કે તારે તૃણપુલકનું શું કામ છે ? તેમ ગુરુ પણ પૂછે કે આ સુખ સામગ્રીની તારે જરૂર શું છે ? તો દૃષ્ટાંતમાં જેમ રોગીએ કહ્યું કે આના દ્વારા હું ખણવાનો આનંદ મેળવી શકું છું. તેમ જીવ પણ કહે છે કે આ ભોગ સામગ્રી દ્વારા હું મારી ભોગ ભોગવવાની ઇચ્છા રૂપ ચળ તેનાથી થતાં ભોગના આનંદને મેળવી શકું છું. ત્યારે વૈધે કહ્યું કે જો આમ જ છે તો હું તને એવો રસ્તો બતાવું કે તને ચળ ઉઠે જ નહિ અને તેથી તારે તૃણની જરૂર પડે નહિ અને તેથી જે ખણવાનો આવેશ, ખણવાની બળતરા થાય તે તારી બધી પીડા શાંત થઈ જાય. તું સાત દિવસ સુધી માત્ર શિક્ષાનું સતત સેવન કર જેથી તારો ખસનો આ વ્યાધિ શમી જશે. તેમ સદ્ગુરુ પણ જીવને સમજાવે છે કે તને આ ભોગ સામગ્રીની જરૂર છે, ભોગવિષયક અતૃપ્તિ - ઇરછા - આવેશાદિ થાય છે તેને શાંત કરવા ભોગ સામગ્રીને ઇચ્છે છે તો એના કરતા હું તને ભોગની અતૃપ્તિ કે ઇચ્છા જ ન રહે અને તેથી તારે કદી પણ આ ભોગ સામગ્રીની જરૂર ન પડે અને સદાને માટે જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ભય, આધિ, વ્યાધિ, ઉપાધિ, શરીરની વિડંબના, માનસિક સંતાપ, 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૮૯ કપાયોના આવેશાદિ દુ:ખોથી મુક્ત થઈ સાચા સુખને પામે એવા માર્ગને-સાચા સુખના માર્ગને બતાવે છે. જેમ ખસનો રોગી ખણવાથી થતા સુખમાં મૂઢ બનેલો સાચા સુખને બતાવનાર વૈધની સલાહને માનતો નથી અને તૃણપુલક જ માંગે છે પણ સમજુ વૈદ્ય આવો જીવ કે જેને રોગ મટાડવાની ઇચ્છા નથી એવાને રોગની વૃદ્ધિમાં હેતુભૂત તૃણપુલક કદી આપે નહિ અને આપે તો તે સધ ન કહેવાય. તેમ આ જીવ પણ ગુરુએ બતાવેલ અનંત સુખના ભાજનભૂત રત્નત્રયી રૂપ સન્માર્ગને સ્વીકારતો નથી અને ભોગસુખમાં મૂઢ થયેલો તે જ સુખના ઉપાયને પૂછે છે ત્યારે સદ્ગુરુ આદિ પણ આ જીવ અયોગ્ય છે એમ માની તેની ઉપેક્ષા કરે છે. અહિંયા એટલું વિશેષ ધ્યાનમાં રહે કે જીવ જ્યારે સંસારના સુખના ઉપાયને પૂછે છે ત્યારે સદગુરુ સંસારના સુખ માટે પણ જીવ ધર્મ જ કરે એવા આશયથી ધર્મ બતાવે છે કારણ કે તે સમજે છે કે આ જીવ અત્યારે સંતપ્ત છે. શારીરિક, માનસિક ચિંતાથી વ્યગ્ર છે તેથી તેને સીધું જ આ બધું છોડવાની વાત કરવામાં લાભ નથી પણ સદાને માટે ધર્મથી વંચિત રહી જાય એ મોટું નુકસાન છે. એ વાતને ધ્યાનમાં રાખીને એનો માનસિક આવેશ શાંત પડે એટલા માટે જગતમાં સુખ ધર્મથી મળે છે અને દુઃખ અધર્મથી મળે છે. એ જે વિશ્વની અનાદિકાલીન સિદ્ધ વ્યવસ્થા બતાવવા દ્વારા સંસારના સુખના માટે પણ ધર્મ કરવાનો સીધો ઉપદેશ જીવવિશેષને આશ્રયિને આપે છે અને એ દ્વારા એનો આવેશ શાંત થયા પછી ગુરુના હૃદયમાં રત્નત્રયીરૂપ ધર્મ પમાડવાનો ગર્ભિત આશય રહેલો છે તે વ્યક્ત થાય છે, આ રીતે કાર્યશીલ બને છે. આનાથી એ વસ્તુ નિશ્ચિત થાય છે કે જે જીવો હજુ ધર્મ શું છે ? તે સમજ્યા. નથી અને સંસારમાં શારીરિક, માનસિક દુ:ખોથી સંતપ્ત છે અને તેના કારણે તેમનામાં સાચો ધર્મ ગ્રહણ કરવાની યોગ્યતા ન જતાં ગીતાર્થ મહાપુરુષો તેને સાચા ધર્મમાં અવતાર કરાવવાના શુભાશયથી આ પ્રમાણે પણ ધર્મમાં જોડે છે. યતવમત: જે કારણથી ભવાભિનંદી જીવોની બુદ્ધિ ભોગની ઇચ્છાનો ક્ષય કરવાની નથી હોતી પરંતુ ભોગમાં સતત પ્રવર્તવાની હોય છે તેથી શું બને છે ? તે કહે છે – आत्मानं पाशयन्त्येते, सदाऽसच्चेष्टया भृशम् ।। पापधूल्या जडाः कार्यमविचार्यैव तत्त्वतः ॥८२॥ મંદબુદ્ધિવાળા ભવાભિનંદી જીવો પરમાર્થથી હિતાહિતનો વિવેક કર્યા વગર ક્ષણિક સુખમાં જ આસક્ત હોય છે અને તેથી પ્રાણાતિપાતના આરંભરૂપ હેતુ વડે કરીને જ્ઞાનાવરણીય- મોહનીય વગેરે પાપરૂપીયૂળથી હંમેશને માટે આત્માને અત્યંત રીતે મલિન કરે છે. મોહ અને અજ્ઞાન બંને ભેગા થઈને આત્માને કૂટે છે. અજ્ઞાન આત્મસ્વરૂપને ઓળખવા દેતું નથી અને મોહ પ્રાપ્ત સામગ્રીમાં જીવને રાગ-દ્વેષ કરવા દ્વારા મુંઝવી ---- - --- -- - 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ નાંખે છે. મોહ અને અજ્ઞાનના ભારથી દબાયેલ આત્માની દૃષ્ટિ હંમેશાં આત્મભિન્ન ક્ષણિક, વિનાશી પુદ્ગલ પદાર્થો પ્રત્યે હોય છે. મિથ્યાત્વમોહ આત્માના અવિનાશી અનંત આનંદમય સ્વરૂપની શ્રદ્ધા જ થવા દેતો નથી અને વિનાશી એવા પદાર્થોમાં અવિનાશીપણાની બુદ્ધિ કરાવે છે તેથી જીવ પોતાનું હિત શેમાં છે એ વિચારી શકતો નથી અને અહિતમાં હિત માની પ્રવર્તે છે તેને માટે રાત-દિ હિંસાદિ ઘોર પાપો કરે છે અને આત્મા જ્ઞાનાવરણીયાદિ (પાપપ્રકૃતિ કે જે ઘાતી પ્રકૃતિ છે, જે આત્માના જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રત્યે કુઠારાઘાત કરે છે તેવા) કર્મો બાંધી અનંત સંસારમાં ભટકે છે તેથી શું થાય છે ? તે કહે છે. धर्मबीजं परं प्राप्य, मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य, प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥ ધર્મના શ્રેષ્ઠ કારણભૂત એવા મનુષ્યપણાને પામીને કર્મભૂમિમાં ધર્મબીજનું આધાન કરવારૂપ ખેતીને વિષે મંદબુદ્ધિવાળા જીવો પ્રયત્ન કરતા નથી. જેમ ખેડૂત ધાન્યને પ્રાપ્ત કરવા માટે “બી” ને યોગ્યભૂમિમાં વાવે છે, ત્યારબાદ પાણી પાય છે તેમાંથી અંકૂરા ક્રે છે. અને તેમાંથી જ આંગળ જતાં ધાન્યાદિની પ્રાપ્તિ થાય છે. તો અહિંયા ખેતરને ખેડવું, “બી” વાવવું પાણી પાવું, પાક લણવો એ બધું ખેતી કર્મ છે. “બી” લાવ્યા પછી તેને માટે યોગ્ય ભૂમિ હોવા છતાં વાવે નહિ, ખેતી કરે નહિ તો જેમ ળ મળતું નથી તેમ અહિંયા પણ “બી” ના સ્થાને આત્માની યોગ્યતા. છે. “ભૂમિ' કર્મભૂમિ છે. હવે આમ બીજ અને તેને યોગ્ય ભૂમિની પ્રાપ્તિ થયા પછીથી આખું જીવન ધર્મમય બનાવી દેવું એ કર્મભૂમિમાં બીજ વાવવા સમાન છે. અને જીવનભર સારા સત્કાર્ય કરવા એ ખેતી છે. અર્થાત્ મુનિપણામાં હોય તો તપ, ત્યાગ, સંયમ, શાસ્ત્રોનું પરિશીલન, સમિતિ-ગુપ્તિ, વિનય, વૈયાવચ્ચાદિ તેમજ ધર્મના બીજા અનુષ્ઠાનોમાં સદા લીન રહેવું. આશયની શુદ્ધિપૂર્વક મન, વચન, કાયાથી ચારિત્રનું પાલન કરવું તે ખેતી છે. અને ધર્મબીજનું આધાન એટલે ધર્મની વિશેષ સમજ વગર પણ ધર્મ પ્રત્યે બહુમાન, ધર્મ જ સારો છે. એજ કરવા યોગ્ય છે એનાથી આત્માનું કલ્યાણ થાય આવી શ્રદ્ધા - આ પ્રમાણે બીજાધાન થવાથી ધીમેધીમે સગુનો યોગ થતાં તત્ત્વની સમજ પેદા થાય ત્યારબાદ તત્ત્વમાં પ્રવૃત્તિ થાય અને તેથી તત્ત્વને અનુકૂલ પરિણતિ પેદા થાય આ બધું સત્કર્મરૂપી ખેતી છે. આ સત્કાર્યોરૂપી ખેતીને સુંદર રીતે કરવાથી જ શુદ્ધ રત્નત્રયી રૂપ મોક્ષ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે પણ અલ્પ બુદ્ધિવાળા જીવો મનુષ્યપણું પામીને સત્કાર્યોને કરતા નથી તેથી કદી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યજન્મ અને કર્મભૂમિ એ રસાળક્ષેત્ર છે ત્યાં જીનવાણીના. અવલંબને યોગસાધના અને ઉપયોગસાધના રૂપી 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૯૧ ખેતી કરી નિર્જરા, શુભ સંસ્કાર અને પુણ્યાનુબંધી પુણ્યનો મબલખ પાક ઉતારી શકાય છે. અકર્મભૂમિમાં આ શક્ય નથી. મંદબુદ્ધિવાળા જીવો આને સમજી શકતા નથી. તો આવા જીવો શું કરે છે ? बडिशामिषवत्तुच्छे, कुसुखे दारुणोदये। सक्तास्त्यजन्ति सच्चेष्ट, धिगहो दारुणं तमः ॥८४ ॥ જેમ માછલાને જાળમાં ફ્લાવવા માટે કાંટાની આગળ કુલ્લિત એવા માંસના ટૂક્કા રાખવામાં આવે છે અને તેથી અજ્ઞાન માછલું માંસમાં લોલુપ બનેલું તેને ખાવા માટે જાય છે કે તરત જ કાંટો ગળામાં ભોંકાતા લોહી નીકળે છે અને પીડા થાય છે તે જ રીતે ભયંકર દારૂણ વિપાકવાળા અલ્પ અને દુષ્ટ ભોગોથી પેદા થયેલા એવા કુત્સિત સુખમાં આસક્ત થયેલા જીવો ધર્મના હેતુભૂત સત્કાર્યોનો ત્યાગ કરે છે. ખરેખર આ અજ્ઞાનરૂપી અંધકારને ધિક્કાર હો, અર્થાત્ જીવો જે આ સત ચેષ્ટાનો ત્યાગ કરે છે તેમાં અવિવેક- મોહ અને કર્મનો જ દોષ છે કારણ કે કર્મના ઉદયથી જ તેઓ આમ કરે છે. વર્તમાન કાળમાં જીવો બહુલતયા પાપના ઉદયવાળા હોવાથી તેમને જેટલા ભોગો જોઈએ છે.તેટલા મળતા નથી પણ ઘણા અલ્પ મળે છે. વળી તે ભોગો પણ સુંદર કોટિના ના મળતા રુપ, રસ, ગંધ, સ્પર્શ જેના ખરાબ છે એવા દુષ્ટભોગો જ મળે છે. આ ભોગો ભોગવતાં તેમના આત્મામાં સંકલેશ, વિપર્યાસ પડેલો હોવાથી ભોગ ભોગવવા છતાં તેમને તૃપ્તિ થતી નથી પરંતુ ચિંતા, ભય, આવેશ ચાલુ જ રહે છે તેથી ભોગથી પેદા થયેલું સુખ પણ સંલેશને વધારનારું હોવાથી કુત્સિત જ છે. જ્યાં ભૂતકાળમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળતા ભોગો અઢળક પ્રમાણમાં તેમજ ઊંચામાં ઊંચી કોટિના પ્રાપ્ત થતા. હતા અને જીવો વિવેકી અને ઉદાર હોવાના કારણે તેને ભોગવવા છતાં માનસિક સંકલેશ થતો ન હતો. કુત્સિત ભોગોને જીવ છોડી શકતો નથી અને સત કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી તેમાં કારણ મોહનો અંધાપો જ છે. અવેધસંવેધપદનો ઉપસંહાર કરે છે - अवेद्यसंवेद्यपद-मान्ध्यं दुर्गतिपातकृत् । सत्सङ्गागमयोगेन, जेयमेतन्महात्ममिः ॥८५॥ અવેધસંવેધપદ એ અંધાપારૂપ છે અને આથી જ કરીને દુર્ગતિમાં પાતા કરવાના સ્વભાવવાળું છે. અર્થાત્ અવેધસંવેદ્યપદ એ જીવને હિતાહિતનો વિવેક કરવામાં આંધળો બનાવી દે છે અને તેથી જીવ તેના પ્રભાવે દુર્ગતિમાં જાય છે અને આ વેધસંવેધપદ મહાત્મા પુરુષો વડે કરીને સત્સંગ અને આગમના સંબંધથી જીતવા યોગ્ય છે. બહુલતયા જીવોને આગમનો યથાર્થ બોધ પુરુષોના સમાગમથી થાય છે. ગુરુવિના શાસ્ત્રના ભાવો રહસ્યાર્થી જણાતા નથી માટે આગમનો બોધ કરવામાં સત્સંગની મુખ્યતા છે એ બતાવવા માટે પ્રયોગ કર્યો છે. 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ગુરુકૃપાનું સામર્થ્ય “માનાદિક શત્રુમહા, નિજ છંદે ન મરાયા જાતા સગુરુશરણમાં, અલ્પ પ્રયાસે જાય.” ગુરુકૃપા અચળ અને વૈશ્વિક (સર્વવ્યાપી) હોય છે. આપણું મન સત્યની શોધમાં લાગ્યું હોય છતાં ગુરુકૃપા હોય તો જ તે પ્રાપ્ત થાય છે. ગુરુ તે છે જે અંતિમ સને જાણે છે અને શિષ્યને તે તરફ પ્રેરે છે. શિષ્યના જીવનની સ્થૂલ ઘટનાઓ સાથે ગુરુને બહુ નિસબત હોતી નથી. જેમ ગુરુના પક્ષે કૃપા હોય છે. તેમ શિષ્યના પક્ષે ગુરુએ સોલા કાર્ય પ્રત્યે સમર્પણભાવ હોય છે. આત્મજ્ઞાન મેળવવા માટે ગુરુ કહે તેમ કરવું જોઈએ. માત્ર શ્રવણ કે રસ્મૃતિ એ પર્યાપ્ત નથી. ગુરુના એક એક શબ્દ માટે શિષ્ય જ્યારે સખત શ્રમ કરે છે, ત્યારે તેની પ્રગતિ અવશ્ય થાય છે. પુરુષાર્થ કર્યા પછી પ્રગતિ ન દેખાય તો તેવી ફરિયાદ ન કરાય. માત્ર એ ચીજ એટલું જ બતાવે છે કે સમર્પણભાવ દ્વારા ગુરુકૃપાને શિષ્ય હૃદયપૂર્વક પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નથી. ગુરુકૃપાને પૂર્ણપણે પોતાના જીવનમાં ઉતારી નથી. કોઈ વસ્તુને શોધી કાઢવી હોય તો સ્થળની અપેક્ષા રહે છે. કોઈ પ્રસંગ માટે સમયની અપેક્ષા રહે છે. પણ જે કાલાતીત છે, દેશાતીત છે તેને માટે તો આવા સર્વપ્રયત્નો નિષ્ફળ જાય છે. દરેક વસ્તુને એ દ્રશ્ય બનાવે છે પણ એ પોતે દર્શનાર્થી પર છે. મનને પેલે પાર શું છે ? તે મન જાણી શકતું નથી પણ તેને પેલે પાર જે કંઈ છે તે તો મનને જાણતું હોય છે. અવેધસંવેધ પદ કઈ રીતે જીતાય ? આ અવેધસંવેધપદ ચોથી દૃષ્ટિની ભૂમિકામાં જ મહાત્માવડે જીતવા યોગ્ય છે પણ અન્યદા - તે પહેલાની દ્રષ્ટિઓમાં તેને જીતવું એ શક્ય નથી અર્થાત ચોથી દૃષ્ટિ પામેલા જીવો જ પાંચમી, છઠ્ઠી દૃષ્ટિ પામી શકે છે. એકથી ત્રણ દ્રષ્ટિમાં રહેલા જીવને પાંચમી કે છઠ્ઠી દ્રષ્ટિ પામવા માટે ચોથી દૃષ્ટિ અવશ્ય પામવી જ પડે છે. માટે તે પહેલાની દ્રષ્ટિમાં તેનો જય શક્ય નથી. પહેલા ગુણઠાણાથી સીધા સાતમે ગુણઠાણે જનારા જીવો પણ ચોથી દૂષ્ટિને પામે છે ત્યાં અપૂર્વકરણ કરવા દ્વારા સીધા સાતમાં ગુણઠાણાને પામે છે. ગત વ- જે કારણથી જેનામાં તત્ત્વની પરિણતિને અનુકૂળ યોગ્યતા રહેલી છે તેવા મહાત્માઓ જ સત્સંગ અને આગમના યોગથી અવેધસંવેધપદને જીતી શકે છે પરંતુ સત્સંગ અને આગમનો યોગ થવા છતાં પણ ઉક્ત યોગ્યતા વગરના જીવો અવેધસંવેધપદને જીતી શકતા નથી તેથી કરીને નક્કી થાય છે કે આગમ માત્ર યોગ્ય જીવોને અનુવાદપરક છે. અર્થાત દિશાસૂચન જ કરે છે. અર્થાત જેની બુદ્ધિ તત્ત્વાનુસારિણી છે. દરેક પદાર્થમાં તત્ત્વોને જોનારી છે એવા અપુનર્બધપણા આદિને પામેલા જીવો મહાત્માઓ છે અને આવા જીવોને 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૯૩ જ્યારે સત્સંગ અને આગમનો યોગ થઈ જાય છે ત્યારે ગુર્વાદિનો ઉપદેશ એ જીવો એવી રીતે ઝીલે છે કે તેનાથી તેમને સહજ રીતે તત્ત્વની રૂચિ અને પરિણતિ પેદા થાય છે. ગુરુનો ઉપદેશ તો માત્ર તેઓને પદાર્થનો બોધ જ કરાવે છે, હિતાહિતા જણાવે છે. ગુરૂનો ઉપદેશ રૂચિ કરાવતો નથી અને શબ્દોનું સામર્થ્ય તો માત્ર વસ્તુના સારાખોટાનું બોધ કરાવવાનું છે. રૂચિ કે પરિણતિ પેદા કરાવવાનું નથી. પરંતુ તત્ત્વાનુસારિણી બુદ્ધિથી જ શબ્દોને સાંભળવા દ્વારા તેઓમાં રહેલી સ્વાભાવિક તત્ત્વને પામવાની વિશિષ્ટ યોગ્યતાના બળે જ તેઓ અવેધસંવેધપદને જીતે છે એટલે આવા જીવો માટે આગમ એ અનુવાદપરક છે અર્થાત દિશા સૂચક છે અર્થાત હિતાહિતનો બોધ કરાવે છે અને આથી જ કરીને અયોગ્ય જીવોમાં શાસ્ત્રના અર્થનું યોજન અસિદ્ધ થાય છે અર્થાત્ જે જીવો તત્ત્વાનુરારિણી મતિ વગરના છે, મહાત્મા નથી તે જીવોને આગમ કદી પણ દિશાસૂચક બની શકતું નથી કારણ કે તેઓને ગમે તેવો સુયોગ, સુંદર ઉપદેશ મળે તો પણ તે જીવોમાં કદી પણ તત્ત્વની રુચિ પેદા થવાની નથી. અવેધસંવેધપદનો જય કરવા માટે (૧) મહાત્માપણું અર્થાત તખ્તાનુસારિણી દૃષ્ટિ અને (૨) સત્સંગ અને આગમનો યોગ બંને આવશ્યક છે જેમાં મહાત્માપણું એ ઉપાદાન કારણ છે અને સત્સંગ અને આગમનો યોગ એ નિમિત્ત કારણ છે એ બંનેની સહાયથી જ અવેધસંવેધપદનો જય થાય છે. અવેધસંવેધપદનો જય કરવા માટે રાત, દિ ઝઝુમવું પડે છે જેમની શ્રદ્ધામાં વિષય-વનનું સુખ હળાહળ ઝેર જેવું ભાસ્યું અને તેથી જેમને ત્રિલોકનું સુખ જરા પણ આકર્ષી શકતું નથી. જેઓ કેવળ સાચા સુખને ઝખ્યા કરે છે અને તેમને ક્ષણભર પણ ચેન નથી. નિદ્રાદેવી પણ જેમનાથી રિસાઈને પિયર ચાલી ગઈ છે. જેમને રાત, દિ બંને સરખા છે. ખાવું, પીવું, બોલવું ઇત્યાદિ ક્રિયામાં જેમને કોઈ રસ નથી, જ્ઞાનીનો વિરહ જેને ડંખે છે. તેમનો વિરહાગ્નિ જેમના રોમરોમમાં સળગી રહ્યો છે તેવા જીવો અવશ્ય આ પદને જીતવા માટેના પાત્ર છે. કોઈ ઘોર જંગલમાં સંગાથથી માનવી છૂટો પડી જાય, રાત્રિ અંધકારથી ઘેરાતી હોય, સિંહ-વાઘની ગર્જના સંભળાતી હોય, હૃદય તેના ભયથી ધડકતું હોય એવી અસહાય દશામાં લઘુતા અને દીનતાનું તે જીવને જે વેદન થાય તેવું વેદન આ જીવને હું વિષયવનમાં ફ્લાયેલો છું તેમાંથી કેમ પાર પડું તે માટે થવું જોઈએ. એવું વેદન જ્યારે થાય છે ત્યારે સાચી લઘુતા-દીનતા આવે છે. પોતાના સામર્થ્યનું અભિમાન ઘટી જાય ત્યારે દીનતા આવે છે. પોતાની શક્તિ કાંઈ કામમાં આવતી નથી ત્યારે અંતઃકરણના ઊંડાણમાંથી પોકાર ઉઠે છે હે પ્રભુ હે પ્રભુ ! શું કહું ? મને બચાવો, બચાવો હવે આ બધું તને સોપું છું. તારું 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શરણ છે. આવી લઘુત્વભાવવાળી હથ્યની પરિણતિ થવી જોઈએ. અંતઃકરણ જ્યારે દ્રવી ગયું હોય ત્યારે તે પાત્ર કહેવાય. જ્યારે હૃદયભૂમિ પોચી પડેલી હોય ત્યારે તેમાં બોધિબીજ વવાય છે. વાવ્યા વિના ઉગે ક્યાંથી ? ઉગ્યા વિના અંકુરા કેમ થાય ? અંકુરા વિના પુખ કે ફ્લ ક્યાંથી હોય ? જડ અને ચેતનનું પરસ્પર ભેગા મળીને એકાત્મબુદ્ધિએ રહેવું તે મિથ્યાત્વ છે. જેનાથી ચેતના બહાર ફ્લાઈને મિથ્યા ભાવો કરીને દુ:ખને અનુભવે છે. અવિરતિ વડે તરંગાયિત અવસ્થા થાય છે તેથી જીવ વિરામ પામતો નથી. સ્વરૂપના ભાન વિનાની દોડાદોડી તે પ્રમાદ. તેમાંથી કષાયની ઉત્પત્તિ છે. ઇષ્ટ- અનિષ્ટ કલ્પના વડે, રાગ-દ્વેષ વડે આત્મા ઉપર કર્મના થરના થર જામે છે અને તુંબડીના દ્રષ્ટાંતે જીવ નીચે જાય છે તે થર ઓછા થતાં જેમ તુંબડી ઉપર આવે છે તેમ સદ્ગુરુકૃપાએ અને આત્મલક્ષે પુરુષાર્થ થાય તો જીવ ઉપર આવે છે. પરમાત્મા પ્રત્યે અખંડ લય લાગે તેને સાચો વૈરાગ્ય કહ્યો છે. એક જ મંત્રને ઉપયોગપૂર્વક ખૂબ જ રટવાથી પણ શદ્ધિ વધતાં અવેધસંવેધપદનો જય કરી શકાય છે. કહ્યું છે કે “મંત્ર મંચો સ્મરણ કરતો કાળ કાટું હવે આ, જ્યાં ત્યાં જવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું લક્ષરાખી સદાએ, પામું સાચો જીવન પલટો મોક્ષમાર્ગી થવાને.” આનંદઘનજી મહારાજના શબ્દોમાં કહીએ તો - “આશા મારી આસન ધરી ઘટમેં અજપાજાપ જગાવે, આનંદઘન ચેતન વે ખેલે નાથ નિરંજન પાવે...” આ વિષયમાં જયેન્દ્ર મહેતાના શબ્દો પણ યાદ આવે છે - “શોધે છે શું કિનારે મોતીઓને શોધનારા, દેશે તને છીપલા અને કોડીઓ કિનારા; વસ્તુ કદીય મોંધી મળતી નથી સહજમાં, મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા.” મોતી જેવી કિંમતી ચીજ મેળવવા જીવે મરજીવા બનીને સમુદ્રમાં ડૂબકી મારવી પડે છે. તેનાં વિના માત્ર કિનારે ઉભા રહેવા માત્રથી તો જીવને છીપલા અને કોડીઓ જ મળે છે જેની કોઈ જ વિશેપ કિંમત નથી કારણ કે જે ચીજ કિંમતી છે તે સહજમાં અર્થાત પ્રયત્ન વિના એમને એમ મળી જતી નથી તેને માટે ઘણો પરિશ્રમ કરવો પડે છે તેમ અવેધસંવેધપદનો જય કરવો હોય તો જ્ઞાન-ધ્યાનની ધૂણી રાત 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૯૫ દિ ધખાવવી પડે છે, ત્યાગ-તપ-સંયમનો યજ્ઞ માંડવો પડે છે એના દ્વારા આખા જગતને ભૂલીને અંદરમાં ડૂબકી મારે તે સ્વાનુભવ રૂપી રન પામે છે બાકી જે ધર્મ કરવા છતાં બહારમાં જ રહે છે તે પુણ્યબંધ રૂપી છીપલા અને કોડીઓ જ મેળવે છે. અવેધસંવેદ્યપદના જ્યને સૂચવનારા લિંગોને કહે છે - जीयमाने च नियमादेतस्मिस्तत्त्वतो नृणाम्। निवर्तते स्वतोऽत्यन्तं, कुतर्कविषमग्रहः ।।८६ ॥ મહામિથ્યાત્વ છે કારણ જેનું અને પશુતા, અજ્ઞાન, અવિવેકાદિ શબ્દથી વાચ્ય એવું અવેધસંવેદ્યપદ એ પરમાર્થથી જીતાયે છતે પુરુષોને સ્વાભાવિક રીતે જ કુતર્કરૂપી વિષમગ્રહ અત્યંત રીતે નાશ પામે છે કારણ કે મિથ્યાત્વરૂપ નિમિત્તનો અભાવ થયે છતે નૈમિત્તિક (પરના ઉપદેશ વિના) એવા કુતર્કરૂપી વિષમ ગ્રહનો પણ નાશ થાય છે કારણ કે અસગ્રહનું કારણ મિથ્યાત્વ છે. શકા - પાંચમી દષ્ટિમાં કુતર્કરૂપી વિષમગ્રહ અત્યંત રીતે નાશ પામે છે તેમાં કારણ શું છે ? સમાધાન જીવને આ પાંચમી દ્રષ્ટિમાં જ સંપૂર્ણપણે સમ્યક્ જ્ઞાનનો યોગ થાય છે. અર્થાત્ હેયોપાદેયનો પરિપૂર્ણ વિવેક આ દ્રષ્ટિમાં થતો હોવાથી જે પદાર્થો હેય છે તેનું હેય અને ઉપાદેયનું ઉપાદેયરૂપે સંવેદન થાય છે જ્યારે પહેલી ચાર દ્રષ્ટિમાં “જિને જે કહ્યું તેજ સાચું છે” એમ માનવા અને બોલવા છતાં પણ ઘણા પરિણામોમાં વિપર્યાસ બેઠો છે તેથી ત્યાં કુર્તકરૂપી વિષમગ્રહ અત્યંત જિતાયો નથી. - પાંચમી દ્રષ્ટિમાં જ સમ્યગજ્ઞાનનો યોગ થાય છે તે પહેલા નહિ, કારણ જીવને આગમમાં પ્રામાણિકતાનો બોધ પાંચમી દ્રષ્ટિમાં જ થાય છે. જિન વચન યથાર્થ છે એવી પ્રતીતિરૂપ નિર્ણય સમ્યગદૃષ્ટિને થાય છે અને તેના કારણે તેનું જ્ઞાન સમ્યગ બને છે સમ્યગ્રષ્ટિને સંપૂર્ણરીતે જ્ઞાનાનુકૂલ સંવેદન હોય છે. જિનવચન જે રીતે સંસાર મોક્ષ, પુણ્ય, પાપ, હેયોપાદેયની ઓળખ કરાવે છે તેવું જ યથાર્થ રીતે તેને સંવેદન થાય છે. અને તેને કારણે જિનવચન પ્રમાણભૂત છે તેવો નિર્ણય થઈ જાય છે જ્યારે તે પહેલા દ્રષ્ટિમાં રહેલા જીવોને સંપૂર્ણ રીતે યથાર્થતયા જિનવચનનું સંવેદન થતું નથી પણ અંશે અંશે થાય છે. આ કુતર્કરૂપી ગ્રહ તે વિષમગ્રહ છે. ગ્રહની જેવો ગ્રહ છે. એટલે જેમ સંસારમાં જેઓને ભૂત, પ્રેત, પિશાચાદિ ગ્રહો વળગ્યા હોય તો તેને કારણે તે જીવોને સંસારમાં અનેક દુઃખો, માથું પછાડવું, નાશભાગ કરવી, જેમ તેમ બોલવું વગેરે અનુભવવા પડે છે અથવા તો જીવને કોઈ અશુભ ગ્રહ, શનિ, મંગળનો ઉદય વર્તતો હોય ત્યારે પ્રત્યક્ષ રીતે દરિદ્રતા, રોગ, શોક, અપમાન, તિરસ્કારાદિ દુ:ખો પેદા થાય છે તે જ રીતે આ કુતર્ક રૂપી વિષમગ્રહ પણ જ્યાં સુધી જીવમાં વર્તતો હોય છે ત્યાં સુધી તે જીવને દુ:ખના કારણોમાં જ સુખ મનાવી પ્રવૃત્તિ કરાવે છે. અનેક હિંસાદિ પાપો 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કરાવે છે એના કારણે જીવ આ લોકમાં પણ સંતપ્ત રહે છે અને પરલોકમાં પણ દુર્ગતિના દુ:ખો ભોગવે છે આમ પ્રત્યક્ષ રીતે જ તે અપાયનો હેતુ હોવાથી ગ્રહનું જે કાર્ય છે તેને જ કરતો હોવાથી વિષમગ્રહ કહેવાય છે. - પશુતા, અજ્ઞાન, અવિવેકાદિ શબ્દથી વાચ્ય અવેધસંવેધપદ છે. જેમ પશુ ચારે બાજુ રહેલા પદાર્થોને જુએ છે પણ તેમાં લાભ નુકસાનનો વિચાર કરી શકતું નથી તેમ આ પદવાળો જીવ પણ હેય-ઉપાદેયના મર્મને પામી શકતો નથી અને તેથી જે ત્યાજય છે તેને આવકારે છે. જે આવકાર્ય છે તેને ત્યાજ્ય માનીને ચાલે છે. આમ બુદ્ધિમાં વિપરીતતા લાવનાર આ પદ તે જેમ જેમ જીતાતું જાય છે. તેમ તેમ કુતર્કરૂપી વિષમ ગ્રહ પણ દૂર થતા જાય છે. કુતર્કનું જન્મ સ્થાન મિથ્યાત્વ છે તે જેમ દૂર થાય તેમ કુતર્ક પણ ચાલ્યો જાય છે. મિથ્યાત્વનો આધાર તૂટી પડતાં ઇમારત ક્કડભૂસ થઈને તૂટી પડે છે. જેમ રાજા જીતાતા સૈન્ય જીતાઈ જાય છે તેમ મિથ્યાત્વ જીતાતા કુતર્ક પણ જીતાઈ જાય છે. મિથ્યાત્વનું કામ જ દુષ્ટ બુદ્ધિને પેદા કરવાનું અને તેને ટકાવી રાખવાનું છે. તે મિથ્યાત્વનો જ નાશ થતાં પછી દુષ્ટબુદ્ધિ પણ રહેતી નથી અને દુષ્ટબુદ્ધિ ગયે છતે તેનાથી ઉપજતા કુતર્ક પણ કેવી રીતે રહે ? જે સ્વરૂપથી અસત છે, મિથ્યા છે તે કુતર્ક છે. જેમ ભૂત, પ્રેત, પિશાચ, મગરમચ્છના પંજામાં ફ્લાયેલાને તેમાંથી છુટવું મુશ્કેલ બને છે તેમ કુતર્કના પંજામાં ફ્લાયેલને પણ તેમાંથી નિવૃત્તિ લેવી કઠિન પડે છે. કુતર્ક મનને બગાડે છે. વાણીને કર્કશ બનાવે છે અને આચારમાં વિકૃતિ લાવે છે. કૂતર્ક મૈત્રીનો નાશ કરે છે. સંબંધો બગાડે છે. પ્રેમના સંબંધો ઝેર જેવા કરે છે. સામાની સાચી વાતને પણ કેમ ખોટી સિદ્ધ કરવી તે માટે જ શક્તિનો ઉપયોગ કરાવડાવે છે. કુતર્કના વશ પડેલા જમાલિ, શિવભૂતિ, ગોષ્ઠામાહિલ વગેરે બધા પકડમાં આવીને સન્માર્ગ હારી ગયા, શક્તિ ઘણી હોવા છતાં તેનો સદુપયોગ કરી ન શક્યા અને ખોટામાર્ગથી પાછા ફ્યુ નહિ. આમ કુતર્કની અનેક રીતે ભયંકરતા. વિચારી વિવેકી આત્માએ તેનાથી પાછા હઠવાનો જ પ્રયત્ન કરવા યોગ્ય છે. આ કુતર્કગ્રહ ફેવો ભયંકર છે તે બતાવે છે – बोधरोगःशमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥ કુતર્કની ભયંકરતા - (૧) બોધરોગ - કુતર્ક સમ્યફ બોધને પ્રાપ્ત કરવા માટે રોગ સમાન છે કારણ તે યથાવસ્થિત સાચી સમજણ ઉપર ઘાત કરે છે. જેમ રોગ આરોગ્યને હાનિ પહોંચાડે છે. જે તંત્ર યથાવસ્થિત ચાલતું હોય તેને અટકાવી દે છે તેનો ઉપઘાત કરે છે જેમ કે મગજનો રોગ થાય તો મગજની સ્વાભાવિક બુદ્ધિ-પ્રતિભા કુંઠિત થઈ જાય છે. આંતરડામાં રોગ થાય તો યથાવસ્થિત પાચન ક્રિયામાં હાનિ પહોંચે છે. 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૯૭ રોગ શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખે છે. તેનાથી અંગોપાંગ ઢીલા પડી જાય છે. શરીર કૃશ થઈ જાય છે. તેમ કુતર્કથી મનની ચિંતન શક્તિ નબળી પડી જાય છે તેથી આત્મિકગુણોને અનુસરનારી બુદ્ધિમાં ઉપઘાત થાય છે અને તેથી અહિતમાં હિત અને હિતમાં અહિત જણાય છે. આમ કુતર્ક એ ભાવ આરોગ્ય, આત્માના ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, સંતોષ, નમ્રતા, સરળતાદિમાં ઉપઘાત કરે છે તેથી તે રોગ સમાન છે. જેમ માંદો માણસ ભારે ખોરાક પચાવી શકર્તા નથી. જીરવી શકતો નથી તેમ કુતર્કગ્રહરૂપ રોગ જેને લાગુ પડ્યો છે તેવો જીવ ઉત્તમ શ્રુતજ્ઞાન રૂપી પરમાન્નને પચાવી શકતો નથી. શ્રુતજ્ઞાનને પામીને તે ગંભીર બનતો નથી. જ્યાં ત્યાં પોતાની વિદ્વત્તા બતાવવાનો પ્રયત્ન કરે છે. જે વાત જેને કહેવા યોગ્ય નથી તેની આગળ પણ તે ઓકી કાઢે છે. બીલાડીના પેટમાં જેમ ખીર ન રહે તેમ તેના પેટમાં કોઈ ગંભીર વાત ટકતી નથી માટે એવા જીવોને શ્રુતજ્ઞાનનો ભવ્ય વારસો આપી શકાતો નથી કારણ કે તેને આપેલ શ્રુત બંનેનો નાશ કરનાર થાય છે. કુતર્કથી જેની બુદ્ધિ ગ્રસાઈ ગઈ છે તેવા વિમૂઢ આત્માને જે હિતોપદેશ આપવા જાય છે તે કૂતરીના શરીર પર કસ્તૂરીના લેપ કરવા જેવું કરે છે, કષ્ટથી પ્રાપ્ત થયેલ શાસ્ર બોધને જે કુતર્કથી દૂષિત કરે છે, તે સેંકડો પ્રયત્નથી મેળવેલ બીજને ઉખરભૂમિમાં વાવવા જેવું કરે છે. કુતર્ક વાળો જીવ શાસ્ત્રો સાંભળે છે પણ તેની આજ્ઞાને પાળતો નથી. તે અસારગ્રાહી હોય છે. જેમ ચાલણી અસાર એવા કાંકરાને પકડી રાખે છે તેમ આ અસદ્ગહવાન કાંકરા જેવા અસાર દોષોને પકડી રાખે છે. પોતાની બડાઈ હાંકે છે. મિથ્યાભિમાન કરે છે. (૨) શમાપાય - કુતર્ક શમને માટે અર્થાત્ આત્મશાંતિને માટે હાનિરૂપ થાય છે. અસદ્ અભિનિવેશ જન્માવે છે. અસમભાવમાં રૂચિ લાવે છે. કુતર્ક ચિત્તમાં ખોટા તરંગો ઉપજાવે છે. ચિત્તની શાંતિને ડહોળી નાંખે છે. જીવને ભ્રમમાં નાંખે છે. સમતા રૂપી શીતલ બાગને માટે કુતર્ક અગ્નિની જવાળા સમાન છે જે સમતામય અંતઃકરણને ઉજ્જડ બનાવે છે. વેરાન કરે છે. તેથી ત્યાં તત્ત્વજ્ઞાન પ્રવેશ પામતું નથી. સમભાવ નાશ પામી જાય છે. આત્મના ગુણોને કાપી નાંખવા માટે કુતર્ક દાંતરડા જેવો છે. દોષના મૂળિયાને મજબૂત કરી મોહના સામ્રાજ્યને પુષ્ટ કરે છે. (૩) શ્રદ્ધાભંગ - કુતર્ક શ્રદ્ધાનો ભંગ કરનાર છે. જે વસ્તુ જેવી છે તેવી પોતાને પ્રતીતિ થવા દેતો નથી. શાસ્ત્રના મર્મને પામવા દેતો નથી. દરેક વસ્તુને ઉપર ઉપરથી જ સ્પર્શ કરાવીને આગળ વધારે છે તેથી શાસ્ત્રીય તત્ત્વોના સ્વીકારમાં ખોટા વિકલ્પો પેદા કરવા દ્વારા શ્રદ્ધાનો ભંગ કરે છે. કુતર્ક દ્વારા પેદા થતાં વિકલ્પો એ વંધ્યાપુત્ર જેવા છે. ભોજન વિનાના અજીર્ણ જેવા છે. ભૂમિ વિનાની વેલડી જેવા છે. રોગ વિનાની મરકી જેવા છે. જેના કારણે જીવ “વિણ ખાધે વિણ ભોગવે” તંદુલિયામત્સ્યની જેમ નરકમાં જાય છે. 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ - - ૯૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મોહનીયકર્મના ક્ષયોપશમના અભાવમાં જ્ઞાનાવરણય કર્મના ક્ષયોપશમથી પેદા થયેલું જ્ઞાન જીવને વિકલ્પો કરાવી ઊંધા રવાડે ચડાવે છે જેના કારણે મોક્ષમાર્ગ હાથમાંથી સરકી જાય છે અને છતાં જીવને હું મોક્ષમાર્ગ પર ચાલી રહ્યો છું તેવો નિરંતર ભ્રમ રહ્યા કરે છે. કુતર્ક જીવને ખોટો આગ્રહ પેદા કરાવે છે. ખોટી ચર્ચાના માર્ગે ઢસડી જાય છે. સામાચારીના ભેદોમાં આગ્રહી બનાવી વાસ્તવિક ઉપશમ ભાવની સાધનાથી જીવને દૂર રાખે છે. - જ્યારે મોહનીયના ક્ષયોપશમથી જેનામાં કુતર્ક કરવાની બુદ્ધિ ચાલી ગઈ છે અને અંદરમાં ઉપશમભાવ પેદા થયો છે એવો ચંડરુદ્રાચાર્યનો શિષ્ય નવદીક્ષિત બની ગુરુના હાથે દાંડાનો માર ખાવા છતાં પણ વિકલ્પના રવાડે ન ચઢતાં સ્વદોષદર્શન કરી કેવલજ્ઞાન પામે છે અને પોતાના ગુરુને કેવલજ્ઞાનની ભેટ આપે છે. ચંડરુદ્રાચાર્યના શિષ્ય દીક્ષા લીધા પછીથી ગુરુપાસે કોઈ અપેક્ષા ન રાખી, કોઈ આગ્રહ ન રાખ્યો, “ગુરુએ મને દીક્ષા આપી છે તો તેમની જ છે કે મને સાચવવો જોઈએ એ સાચવવાની વાત તો દૂર રહી અને ઉપરથી દંડાનો માર મારે છે ? આ ગુરુ છે કે કોણ છે ?” આવી વિકલ્પની પરંપરાને સ્થાન ન આપ્યું. માત્ર પોતાના જ દોષનું દર્શન કર્યું. દાંડા મારનારા ગુરુને પણ ઉપકારી માન્યા. હું કેવો અભાગિયો કે શાંતિથી રહેલા ગુરુને મેં આપત્તિમાં મૂક્યા ! આમ સ્વદોષદર્શન અને પશ્ચાત્તાપના. બળે સમ્યગ માર્ગ પકડ્યો તો ક્ષપકશ્રેણી મંડાઈ ગઈ. કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. એના બદલે જો આડાઅવળા વિકલ્પો કર્યા હોત, ગુરુને દોષિત અને અપરાધી જોયા હોતા તો કષાયભાવમાં આવી ભવની પરંપરાને કદાચ વધારી દીધી હોત. સમ્યગદૃષ્ટિજીવની આજ વિશેષતા છે કે આગમ જેવા પદાર્થનું નિરુપણ કરે છે તેવો જ પદાર્થ તેને પોતાના જ્ઞાનમાં પ્રતીત થાય છે અને તેથી ગમે તેવા કુતર્કો પણ તેની શ્રદ્ધાનો ભંગ કરી શકતા નથી. સમ્યબોધનું સ્થિરીકરણ ન થયું તો સિદ્ધર્ષિગણિ જેવા- ઉપમિતિ ભવપ્રપંચાકથાના રચયિતા પણ કુતર્કના પ્રભાવે મિથ્યાવિકલ્પોના રવાડે ચડ્યા અને અનેકવાર બોદ્ધમતમાં જવા દ્વારા અસ્થિર બન્યા. જે વળી પાછા લલિતવિસ્તરા ગ્રંથને વાંચતા સ્થિર બન્યા. (૪) અભિમાનકાર - કુતર્ક મિથ્યાભિમાન ઉત્પન્ન કરે છે. આગમ નિરપેક્ષ કુતર્કો કરી પોતાની જાતને બુદ્ધિમાન માને છે. પદાર્થનું યથાર્થજ્ઞાન ન હોવા છતાં પણ મારી પ્રજ્ઞા સમ્યગુ છે એ પ્રમાણે અહંકાર પેદા કરાવે છે. મિથ્યાભિનિવેશમાં ખોટી વસ્તુનો આગ્રહ છે જ્યારે મિથ્યાભિમાનમાં ખોટી વસ્તુ સાચી લાગ્યા પછી પોતાની પ્રજ્ઞાનું કાંઈક ગોરવ આવે છે. જેટલા જેટલા નિલવો થયા જેમને પોતપોતાની બુદ્ધિથી તે તે ચીજો સાચી લાગી પછી પાછળથી ગુરુના નિમિત્તે કે બીજા કોઈ નિમિત્તથી પોતાની માન્યતા 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - 3 ૯૯ ખોટી છે તેવું ખ્યાલમાં આવવા છતાં તેઓ છોડી ન શક્યા તેમાં મિથ્યાભિમાન જ કારણ છે. ૧ થી ૪ દૃષ્ટિવાળા જીવોમાં પણ પૂર્ણ મધ્યસ્થતા ન હોવાના કારણે, સૂક્ષ્મ બોધ ન હોવાના કારણે ખોટામાં સભ્યપણાનો બોધ તેમજ તેમાં આગ્રહ સંભવિત છે. છતાં તે જીવો અજ્ઞાનતાથી યુક્ત અને સત્યના ગવેપક હોવાના કારણે પ્રજ્ઞાપનીય હોય છે અને તેથી તેમનો તે આગ્રહ નિવર્તનીય હોય છે. કુતર્ક શમરૂપી બગીચા પ્રત્યે અગ્નિની જવાલા સમાન છે. જ્ઞાનરૂપી કમળને કરમાવવામાં હિમ જેવો છે. શ્રદ્ધાને માટે શૂળ જેવો છે. ગર્વના ઉલ્લાસ રૂપ છે અને સુનય પ્રત્યે આગળીઆ રૂપ છે. शमारामानलज्वालाहिमानी ज्ञानपङ्कजे। श्रद्धाशल्यं स्मयोल्लासः कुतर्कः सुनयार्गला ॥द्वा. द्वा.२३ ॥ ઉપા. યશોવિજયજી મહારાજ, આ પ્રમાણે આગમ નિરપેક્ષ તર્ક તે કુતર્ક કહેવાય છે અને તે આપવાદિારોન- સજ્જન પુરુષોની નિંદા, અરૂચિ, દ્વેષ, તિરસ્કારાદિ કરાવવા વડે કરીને ચિત્તનો તે પરમાર્થથી શત્રુ છે. બાહ્ય શત્રુ એક ભવમાં આપણું અહિત કરે છે જ્યારે કુતર્ક ભવોભવ દુર્ગતિમાં રખડાવે છે. આવો કુતર્ક જીવને સપુરુષોના ઉપદેશ, ભક્તિ આદિથી વંચિત રાખે છે. તેમના પ્રત્યે સભાવ પેદા થવા દેતો નથી. સપુરુષોનો અવિનય, મર્યાદાલોપ વગેરે કરાવે છે. તેમની કૃપાનું ભજન થવા દેતો નથી તેથી કલ્યાણકારી માર્ગમાં જીવને ઘણા અંતરાયો ઊભા થઈ જાય છે. ગુરુકૃપાના બળે જ સાધક આત્મા કુતર્કના ફંદામાંથી છૂટી મોક્ષમાર્ગની સીધી સડક ઉપર ચાલી શકે છે અન્યથા એ માર્ગે ચાલવું સાધકને ઘણું કપરું થઈ પડે છે. આ જ કારણથી કુતર્ક અનેક રીતે આત્માનો ભાવ શત્રુ છે તે કારણથી શું ? તે કહે છે. कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥८८॥ ઉક્ત સ્વરૂપવાળા કુતર્કમાં મુક્તિની ઇચ્છાવાળા મહાત્માઓને અભિનિવેશ એ યુક્ત નથી. અહિંયા કુતર્ક એ મિથ્યાજ્ઞાનની રૂચિરૂપ અને પકડરૂપ છે. જે પદાર્થમાં જેવા પ્રકારનું મિથ્યાજ્ઞાન થયું તે પદાર્થમાં તેવા પ્રકારના મિથ્યાજ્ઞાનની રૂચિ અને પડ રૂપ અભિનિવેશ યુક્ત નથી. જમાલીને “હેમાને ડેનાં વિષયમાં ખોટ પડ અને રૂચિ હતી તો ત્યારબાદ ભગવાને સમજાવ્યા પછી પોતાની માન્યતા ખોટી છે તે ખ્યાલ આવવા છતાં પણ અભિનિવેશ નીકળ્યો નહિ એના કારણે જમાલીમાં અપ્રજ્ઞાપનીયતા આવી ગઈ. અને જ્યાં તત્ત્વના વિષયમાં પ્રામાણિકતા કે 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માધ્યસ્થતા ન રહેતા અપ્રજ્ઞાપનીયતા આવી જાય છે ત્યાં ગમે તેવો શાસ્ત્રનો ઊંચી કોટિનો બોધ કે ઊંચી કોટિનું ચારિત્ર હોવા છતાં તે વૈરાગ્ય જ્ઞાનગર્ભિત ન રહેતા મોહગર્ભિત થાય છે. ભગવતીમાં જમાલિને કેવા પ્રકારનો વૈરાગ્ય છે તેને માટેના વિશેષણો મુક્યા છે અને લખ્યું છે કે આ જગતમાં કોઈ પણ પદાર્થ તેને આકર્ષી શકતો નથી. બધા પદાર્થો પ્રત્યે સમપરિણામ છે આવા છટ્ઠા સાતમા ગુણઠાણાના ઉચ્ચ અધ્યવસાય સ્થાનમાં ઝીલતા જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળા આત્માને પણ અશુભકર્મનો ઉદય થતાં સ્વમતિ કલ્પનામાં અભિનિવેશ આવી જતાં ઠેઠ નીચે ઉતરવાનું થયું અને વાસ્તવિક પહેલા ગુણઠાણાની પણ બહાર આવી ગયા. જે વૈરાગ્ય એને અનુત્તર વિમાનમાં લઈ જવા સમર્થ હતો તેણે હવે અભિનિવેશ આવતા ફિલ્બિષિકદેવપણું આપ્યું. જમાલિ ક્યાં ભૂલ્યા ? તમેવ સર્બ્સ નિશ્ચંદ્ર ન નિભેદિ વેડ્યું । આ શાસ્ત્ર વચન તે ત્યારે લગાડી શક્યા નહિ. જ્ઞાની કહે છે કે જિનવચન જેટલું સમજાય તેટલું સમજવાનો પ્રયત્ન કરો. જે તમારાથી શક્ય ન હોય તો તમારા ગુર્વાદિ કે તેના જાણકાર હોય તેની પાસે જઈને સ્પષ્ટ કરો પણ જે વસ્તુ તમે સમજી શકતા નથી તમારા ગુર્વાદિ પણ સમજાવી શકતા નથી અને તેના કારણે તમારી બુદ્ધિમાં બેસતી નથી તો ત્યાં તમારી બુદ્ધિને આગળ કરી આ ખોટું છે એમ કહેવાનું સાહસ ન કરતાં મારી બુદ્ધિમાં ન બેસવા છતાં જિનવચન કદી ખોટું હોય નહિ એમ તેને શ્રદ્ધાથી ગ્રહણ કરવું એ સમ્યક્ત્વને પામવાનો માર્ગ છે. જમાલિએ જ્યાં શ્રદ્ધાથી જિન વચનને સ્વીકારવાનું હતું ત્યાં તે ન સ્વીકારતા બુદ્ધિને આગળ કરી અને તેને કારણે કુવિકલ્પોમાં અટવાયા જેના પ્રભાવે વિરતિનો અને સમ્યક્ત્વનો પરિણામ બધું જ ગુમાવ્યું અને આખરે માર્ગભ્રષ્ટ થયા. ઉપાધ્યાયજી મ.સાહેબ અધ્યાત્મસારમાં અસદ્મહત્યાગ અધિકારમાં લખે છે. व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः अभूत्यलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥ ८ ॥ નિન્દવોએ વ્રતો પાળ્યા. ઘોર તપ કર્યો. પ્રયત્નપૂર્વક નિર્દોષ ચર્યા પાળી છતાં નિર્ણવોને જે ફ્ળ મળવું જોઈતું હતું તે ન મળ્યું તેનું કારણ તેમના આત્મામાં પડેલો અસગ્રહ અર્થાત્ કદાગ્રહ હતો. જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં વડીલની ઇચ્છા પ્રધાન હોય છે જ્યારે મોહગર્ભિત વૈરાગ્યમાં પોતાની ઇચ્છા પ્રધાન હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો ગુણવાનનો પરિચય કરે. મોહગર્ભિતવૈરાગ્યવાળો પોતાના કાર્યમાં અનુકૂળ આવે તેનો પરિચય કરે છે. આમ મુક્તિની ઇચ્છાવાળાએ કુતર્કમાં અભિનિવેશ કરવો યુકત નથી પરંતુ શ્રુત, શીલ અને સમાધિમાં જ પ્રયત્ન કરવો ઉચિત છે. શ્રુતથી દર્શન, જ્ઞાન, શીલથી પ્રાથમિક કક્ષાનું ચારિત્ર અને સમાધિથી ધ્યાનના ફ્લરૂપ ઉચ્ચકક્ષાનું 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૦૧ ચારિત્ર લીધું છે. પરના દ્રોહથી વિરામ પામવું એજ શીલ છે અને આવા પ્રકારની વિરતિ એ આત્મસ્વરૂપમાં રમણતા આવે ત્યારે જ થાય છે. અર્થાત મન, વચન અને કાયાથી કરણ, કરાવણ અને અનુમોદન રૂપે શરીરથી માંડીને તમામ બાહ્ય પદાર્થ ઉપર જીવ જ્યાં સુધી મમત્વભાવનો ત્યાગ નથી કરતો ત્યાં સુધી તે પદાર્થો ઉપર મમત્વ રહેવાના કારણે એ પદાર્થ વિષયક સ્વાર્થ પડેલો છે અને તેથી એ પદાર્થ વિષયક હિંસાની અનુમોદના પણ છે. જેટલા અંશમાં પરપદાર્થમાં રાગાદિની પરિણતિ છે, તેટલા અંશમાં હિંસા છે. જ્યાં સુધી વિધાત્મક રાગાદિની પરિણતિ છે ત્યાં સુધી વિકલ્પાત્મક હિંસા છે અને તેથી સર્વરાગાદિનો ક્ષય થવાથી પ્રાપ્ત થતા વીતરાગ ભાવમાં જ સાચી અહિંસા છે. વિકલ્પની પરંપરા (રાગ-દ્વેષ-મોહ દ્વારા) અમરત્વ છે. વિકલ્પમાંથી રાગ-દ્વેષ-મોહ સર્વથા નીકળી જાય એ વિકલ્પનું મરણ છે અને નિર્વિકલ્પતાની પ્રાપ્તિ છે. વિકલ્પનો નાશ બે તબક્કે કરવાનો છે. પ્રથમ તબક્કામાં વિકલ્પથી જ વિલ્પનો નાશ કરવાનો છે, એટલે કે અશુભમાંથી શુભમાં આવવાનું છે. ત્યારબાદ વિકાસના બીજા તબક્કામાં નિર્વિકલ્પ વડે વિલ્પનો નાશ કરવાનો છે એટલે કે શુભમાંથી શુદ્ધ તરફ જવાનું છે. અઘાતી કર્મના ઉદયને ન વેદતાં કેવલ આત્માને વેદવો તેનું નામ ધ્યાન છે. આત્માનું સ્વરૂપ સ્થિર છે. પ્રદેશ સ્થિરતા અને ઉપયોગ નિત્યતા એ બે આત્મા સંબંધે મહત્ત્વના છે જેની પ્રાપ્તિ માટે સાધકે સાધના કરવાની છે. યોગદર્શન દ્વારા સાધના આ પ્રમાણે પ્રથમ આસન વડે શરીર અને ઇન્દ્રિયોને સ્થિર કરવી જોઈએ. ત્યારબાદ બીજા તબક્કામાં કુંભકથી પ્રાણને સ્થિર કરવો જોઈએ. રેચક અને પૂરકની ક્રિયાથી પ્રથમ પ્રાણને તાલબદ્ધ બનાવવો પછી કુંભકથી સ્થિર કરવો જોઈએ આટલું કર્યા પછી ત્રીજા તબક્કામાં મનને નિરીહ અર્થાત ઇચ્છારહિત બનાવવું જોઈએ. એટલે કે વિકલ્પ રહિત બનાવવું જોઈએ આમ થતાં ચોથા તબક્કામાં મન તે અમન થઈ જતાં બુદ્ધિને કંઈ કરવાનું નહિ રહે જેથી તે શાંત થઈ જશે. આમ યોગદર્શનની પ્રણાલિકા મુજબ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ એ પાંચે તત્ત્વને સ્થિર કરવાની સાધના કરવાની છે જેથી ધ્યાન દ્વારા સમાધિમાં જઈ આપણા ઉપયોગની નિત્યતાને આપણે પ્રાપ્ત કરી શકીએ. ધ્યાનમાં ઉપયોગની સૂક્ષ્મતા અને કાલની દીર્ધતા વધતા સમાધિ પ્રાપ્ત થાય છે. જે અવસ્થામાં બાહ્ય પદાર્થો ઉપયોગ ઉપર પોતાની કોઈ જ અસર મૂકી શકતા નથી. કુતર્ક આત્મામાં અભિનિવેશ પેદા કરવા દ્વારા ઉક્ત સાધનામાર્ગથી જીવને વંચિત રાખે છે અને કુવિકલ્પો આત્માનું નરકાદિ દુર્ગતિરૂપ ભવ ભ્રમણ વધારે છે. 2010_05 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3 માટે મુમુક્ષને તેમાં આગ્રહ રાખવો યુક્ત નથી. જેનાથી ભવની પરંપરા કપાઈને આત્માનું અમરત્વ પ્રાપ્ત થાય તે મૃત, શીલ અને સમાધિમાં જ અભિનિવેશ રાખવો યુક્ત છે. આવું ગ્રંથકારશ્રીનું તાત્પર્ય હોય એવું અમને જણાય છે. बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम्। परार्थकरणं येन परिशुद्धमतोऽत्र य ॥८९॥ શ્રત, શીલ અને સમાધિનું શ્રેષ્ઠ બીજ પરાર્થ કરણ સઘળા ય કુલયોગી અને પ્રવૃત્તચયોગીઓને માટે શ્રુત, શીલ અને સમાધિનું પરં - શ્રેષ્ઠ અને અવધ્ય અર્થાત નિશ્ચિત રીતે ફ્લને આપનારું બીજ પરાર્થકરણ છે. પરનું પ્રયોજન દુ:ખ મુક્તિ અને સાચા સુખની પ્રાપ્તિ તેનું નિષ્પાદન કરવું તે પરાર્થકરણ છે. જે જીવો ધર્મને પામવાની યોગ્યતાવાળા છે એ જીવોને તાત્ત્વિક ધર્મ સમજાવવો એ જ સાચો પરોપકાર છે અને નિઃસ્વાર્થ ભાવે આવો પરોપકાર કરવાથી જીવને શ્રત, શીલ અને સમાધિની ભવાંતરે અવિચ્છિન્નપણે પ્રાપ્તિ થાય છે. તેવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. અને જે કારણથી આવા પ્રકારનો ભાવ પરોપકાર એ અન્યના અનુપઘાતવડે કરીને પરિશુદ્ધ છે અર્થાત્ ભાવ પરોપકાર કરવામાં કોઈ પણ જીવને લેશમાત્ર ઉપઘાત થતો નથી પરંતુ એકાંતે લાભ જ થાય છે તેથી કરીને આવા પ્રકારના પરાર્થકરણમાં યોગીઓએ અભિનિવેશ કરવો યુક્ત છે. અર્થાત જગતના યોગ્ય જીવોને તાત્વિક ધર્મનું દાન કરવું એજ તાત્વિક ધર્મને અવિચ્છિન્ન રીતે પામવાનો ઉપાય છે. બીજા બધા કારણો એ તાત્ત્વિક ધર્મને અવિચ્છિન્નપણે પામવાના અવધ્ય ઉપાયભૂત નથી. પ્રસ્તુતમાં ધર્મ પામવાને યોગ્ય એવા જીવોમાં તેમજ ધર્માત્માઓમાં ભાવપરોપકારના કારણભૂત દ્રવ્યપરોપકાર એ પણ ઇષ્ટ જ છે જેમ કે સાધુ હોય તો બીજા સાધુની ગોચરી-પાણી દ્વારા ભક્તિ કરવી. માંદગી વગેરેમાં વૈયાવચ્ચ કરવી તેમજ શ્રાવક હોય તો અન્ય શ્રાવકની ભક્તિ કરવી, તેને આર્થિક સહાય કરવી, ચિંતામુક્ત કરવો એ રૂપ દ્રવ્ય ઉપકાર પણ ઇષ્ટ જ છે કારણ કે તેનાથી જીવ આગળ વધી આત્મકલ્યાણને સાધે છે આમ ધર્મની પ્રાપ્તિમાં દ્રવ્યોપકાર પણ કારણ હોવાથી તે પણ ઇષ્ટ જ છે અને આવો દ્રવ્યોપકાર ક્યો જીવ કરી શકે ? જેનામાં પર પીડન સ્વભાવ નથી. પરને પીડા કરવાનું જેનું હૈયું નથી, પરના પરિતોષમાં જે હેતુ બને છે અને ઉદારતા, ગંભીરતા, નિઃસ્પૃહતા, નિ:સ્વાર્થતાદિ ગુણોથી જે યુક્ત છે તે જ જીવ સાચો પરોપકાર કરી શકે છે. દ્રવ્ય પરોપકાર અને ભાવ પરોપકાર - દ્રવ્ય કરતા ભાવ ઉપકાર ઘણો ચઢિયાતો છે દ્રવ્ય ઉપકાર એકાંતિક અને આત્યંતિક નથી અર્થાત જેના ઉપર કરીએ તેને એકાંતે ઉપકાર થાય જ એવું નથી જેમકે ભૂખ્યાને દૂધપાક આપો પણ 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૧૦૩ જો તેનું પેટ બગડેલું હોય તો લાભ ન થાય ઉપરથી નુકસાન થાય તેમજ દ્રવ્ય દ્વારા થતો ઉપકાર હંમેશને માટે નથી, થોડા ટાઈમ માટે છે. થોડા ટાઈમ સુધી ભોજના મળતાં ભુખનું દુ:ખ ટળે પણ પાછી ભૂખ લાગતા દુ:ખ ઊભું થાય. વળી દ્રવ્ય ઉપકાર એક સાથે થઈ શકતો નથી પણ ક્રમે કરીને જ થઇ શકે છે. ૧૦૦ માણસ હોય અને દાન કરવું હોય તો ક્રમસર સાથે એક જ વ્યક્તિ ન આપી શકે તેમજ દ્રવ્ય ઉપકાર સંપૂર્ણપણે કરી શકાતો નથી પણ વહેંચીને જ કરાય છે. લાખ રૂા. હોય અને લેનારા ૧૦૦ જણા હોય તો બધાને લાખ રૂપિયા આપી શકાતા નથી પણ વહેંચીને જ આપી. શકાય છે. દ્રવ્ય ઉપકારમાં લેનારને મળે છે આપનારને ખૂટે છે. - જ્યારે ભાવ ઉપકાર એકાંતિક અને આત્યંતિક છે. ચરમાવર્તવર્તી હળુકર્મી જીવને ધર્મ દ્વારા એકાંતે લાભ થાય છે અને હંમેશને માટેનો થાય છે. ઉપદેશ દ્વારા એક સાથે હજારો આત્માઓ ધર્મ પામે છે તેમજ પોતાની પાત્રતા હોય તો ઠેઠ આગળ વધી કેવળજ્ઞાનને પામી શકે છે. આપનારને ખૂટતું નથી અને લેનાર ભરાય છે. અંતે બંને પરમાત્મા બને છે. માટે જ જ્ઞાનીનું શાસન જગતના ભવ્યજીવોના ઉપકારાર્થે સમ્યગ, જ્ઞાનની પરબો ખોલવાનું કહે છે. જીવને જે અનાદિકાળનું દુખ છે તે મોહ અને અજ્ઞાનના ઘરનું છે અને તેનો નાશ સમ્યગજ્ઞાન દ્વારા થાય છે. જે પ્રવૃત્તિ અને પરિણામમાં પોતાનું જ આત્મકલ્યાણ અને સાધનામાર્ગ મુખ્ય હોય અને બીજા અનેક જીવોને શાસન પમાડવાનો પરિણામ ગૌણ હોય અથવા ન હોય તેનાથી સાનુબંધ પુણ્ય બંધાય ખરું પણ તે કેવું ? તો પોતાને સાધના માટેની જરૂરી સામગ્રી મળે તેમાં કોઈ વિઘ્ન ન આવે અને પોતે સાધના માર્ગે આગળ વધી શકે પણ તેના દ્વારા અનેક આત્માઓ શાસનને આરાધી આત્મકલ્યાણ કરે તેવું સાનુબંધ પુણ્ય ન બંધાય. જ્યારે અનેકજીવોને શાસન પમાડવાનો પરિણામ અને પ્રવૃત્તિ જેમાં મુખ્ય હોય તેવા જીવો એવા વિશિષ્ટ કોટિના સાનુબંધ પુણ્યને બાંધે, એવી શક્તિ અને સામગ્રીને મેળવે કે જેના દ્વારા અનેક આત્માઓ ધર્મ પામે, આત્મકલ્યાણ કરે. માટે પોતાની સાધના એ જેમ આત્મ-કલ્યાણને પામવાનો માર્ગ છે તેમ નિઃસ્વાર્થભાવે કે અપ્રધાન સ્વાર્થભાવે કરૂણાબુદ્ધિથી અનેક જીવોને ધર્મ પમાડવાનો પુરુષાર્થ એ પણ સમ્યગ્રદર્શનને નિર્મળ કરવા દ્વારા મોક્ષે જવાનો માર્ગ છે. માટે સાધનામાર્ગની રૂચિવાળા અને બહારમાં જાહેરમાં નહિ આવવા ઇરછતા આત્માઓએ પણ અને જે રીતે જીવીએ છીએ તે જ માર્ગ સાચો છે અને લોકવ્યવહાર વર્જ્ય છે વગેરે દ્વારા જેનાથી અનેક લોકો ધર્મ પામતા હોય તેની ટીકા-ટીપ્પણમાં નહિ ૧. કિલષ્ટભાવપૂર્વકની સ્વાર્થ વૃત્તિ દ્વારા કરાતી સાધના જ આત્માને વિપ્ન-કરનારી બને છે પરંતુ શરૂઆતમાં અપ્રધાન સ્વાર્થ ભાવથી કરાતી પરોપકારની પ્રવૃત્તિ પણ જીવને આગળ વધારનારી બને છે. 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ઉતરવું જોઈએ કારણ કે એ રીતે તો તે પોતાના જ સાધનામાર્ગમાં અંતરાય ઊભો કરે છે તેથી આ પણ મોક્ષે જવાનો માર્ગ છે એ દ્વારા એની અનુમોદના-પ્રશંસા દ્વારા પોતાના માર્ગને નિષ્ફટક બનાવવો જોઈએ. વ્યક્તિ કરતા સંઘ મહાન જે સાધના પ્રવૃત્તિ દ્વારા ચતુર્વિધસંઘની આરાધના પ્રધાન બને, ચતુર્વિધ સંઘ પ્રત્યેનો આદર પ્રધાન બને, તેની પ્રત્યેનો અહોભાવ જ્વલંત બને એ વિશિષ્ટ કોટિનું સાનુબંધ પુણ્ય ઉપાર્જન કરવાનું કારણ છે. વિશિષ્ટ લબ્ધિવાળા અને નવ પૂર્વથી અધિક અભ્યાસવાળા જીવોને શાસ્ત્રમાં જિનલ્પ સ્વીકારવાની મનાઈ છે કારણ કે તેઓની દેશનાલબ્ધિ અમોઘ હોય છે. તે ઉપદેશ આપે એટલે અવશ્ય યોગ્ય જીવોને લાભ થાય જ. જેન શાસનમાં શક્તિસંપન્ન આત્માઓ માટે પરોપકારની કિંમત ઘણી આંકી છે અને તેથી આવા આત્માઓ છતી શક્તિએ પરોપકાર ન કરે અથવા ગૌણ બનાવે અને માત્ર પોતાની સાધનામાં જ રહેવાનું પસંદ કરે તો શાત્રે તેમને માટે નિષેધ કરેલ છે. તીર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામ્યા પછી કૃતકૃત્ય થયા છે. હવે એમને કશું પામવાનું નથી. સાધ્યની સિદ્ધિ થઈ ગઈ છે. ઘાતી કર્મના નાશે અનંતજ્ઞાન અને અનંત આનંદ પ્રગટ થયા છે છતાં દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર દેશના આપે છે તો આપણે તો હજુ કૃતકૃત્ય થવાનું બાકી છે તો પછી કેટલો પરોપકાર કરવો જોઈએ ? તે વિચારવું જોઈએ. અનંતકાળથી જગતનું લઈ લઈને રખડ્યા. છીએ હવે આપી આપીને છૂટી જવાનું છે. લેવાની વૃત્તિવાળો બંધાય છે. આપવાની. વૃત્તિવાળો છૂટી જાય છે. શાસ્ત્રમાં જિનકલ્પ અને સ્થવિરકલ્પ બંને માર્ગ કહ્યા છે. જે બંને પરસ્પર સાપેક્ષ છે. જેમ સાધનામાર્ગ સ્વીકારનારો સાધનાના બળે ત્રીજા ભવે કે તે જ ભવે મોક્ષે જાય. તેમ વિશિષ્ટ પ્રભાવના કરનાર પણ અનેક આત્મામાં ધર્મનું બીજ વાવી. પોતાના સમ્યકત્વને નિર્મળ કરી તે જ ભવે કે ત્રીજા ભવે મોક્ષે જઈ શકે છે. ભગવાનના શાસનની અવિચ્છિન્ન પરંપરા બીજા આત્માઓને ધર્મ પમાડવા દ્વારા ટકે છે. સ્વોપકાર પણ સાનુબંધ બને છે. પરોપકારથી સંસારમાં ક્ષયોપશમભાવની કે ઔદયિકભાવની શક્તિઓ બધી વિનાશી છે અને શક્તિવાળો પણ વિનાશી છે. એનો સદુપયોગ કરવામાં ન આવેતો તે આખરે કટાઈ જાય અને અંતે નાશ પામી જાય. દેશના લલ્ફિનાળો દશ વર્ષ સુધી મોન રહે અને એકપણ અક્ષર ન બોલે તો ૧૧મા વર્ષે તેને બોલવા માટે શબ્દો શોધવા પડે. માટે શક્તિ કે શક્તિવાન નાશ પામે તે પહેલા ચોગ્ય જીવોમાં તે શક્તિઓને સંક્રમ કરવામાં આવે તો પરોપકારનો અવિચ્છિન્ન પ્રવાહ ચાલુ રહે. * 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૦૫ શુભપ્રણિધાન જેમ અશુભકર્મનો ક્ષયોપશમ કરે છે. અશુભકર્મના ઉદયને અટકાવે છે તેમ સાધના માર્ગના પ્રણિધાન પૂર્વક કરવામાં આવતો પરોપકાર એ પણ સાધનામાર્ગના પ્રણિધાનમાં અંતરાય કરનાર થતો નથી પરંતુ સાધના માર્ગના પ્રણિધાનને દૃઢ કરે છે જેથી પરોપકાર કરવા છતાં પણ સાધનામાર્ગ અખંડિત રહે છે. જે આરાધનાની ગણતા એ વિશિષ્ટ વિરાધનાનું નિમિત્ત બનતી હોય તેવી આરાધનાને છોડીને, સામાન્યપણે શાસ્ત્રમાં વ્યક્તિની આરાધના કરતા ગચ્છની અને સમુદાયની આરાધનાને મહાન કહેલ છે અને તેથી જ પર્વના દિવસોમાં કયારેક શક્તિ ન હોય તો તપ વગેરે ગૌણ કરીને પણ ગરચ્છની, સંઘની આરાધના કરવાનું વિધાન કર્યું છે અને એ તપને પૂરો કરવા માટે શાસ્ત્રમાં અતીતકાળ અને અનાગતકાળના પચ્ચકખાણ કહ્યા છે. મોટો રાજા આચાર્ય ભગવંત પાસે આવ્યો હોય અને સાંજના પ્રતિક્રમણનો સમય થઈ ગયો હોય તો શિષ્યો જુદી પ્રતિક્રમણની માંડલી કરી પ્રતિક્રમણ કરી લે પણ રાજાની સાથે થતી ધર્મચર્ચામાં આચાર્યને વ્યાઘાત ન કરે કારણકે રાજા જેવો ધર્મ પામે તો અનેકને લાભ થાય અને આવા પ્રસંગે આચાર્યાદિ મહાપુરુષો થોડું મોડું પણ પ્રતિક્રમણ કરે તો તે દોષરૂપ નથી. પોતાના પાસે આવનાર રાજા વગેરે જેવા મોટા પુરુષો અધર્મ ન પામે પણ ધર્મ જ પામે તે માટે આચાર્યાદિની જવાબદારી બહુ મોટી હોય છે અને પોતાના દ્વારા ઊંચે સ્થાને રહેલા આત્માઓ અધર્મ પામે તો એનું નુકસાન બહુ મોટું હોય છે. આ ખ્યાલમાં હોવાના કારણે જ કાલિકસૂરિજી જેવા મહાપુરુષો જે પોતે યુગપ્રધાન હતા અને પોતાની એકછત્રી આણ સર્વત્ર પ્રસરતી હતી છતાં રાજાએ પોતાનો ઇન્દ્ર મહોત્સવ અને આપણું પર્વ સંવત્સરી બંને એક જ દિવસે આવતાં હતાં તેમાં ફાર કરવાની વિનંતી કરી તો પોતાના સંવત્સરી પર્વને એક દિવસ આગળ કર્યું પણ રાજાને તેમના પર્વને આગળ પાછળ કરાવવા માટેનો આગ્રહ ન રાખ્યો. બાકી તો પોતે યુગપ્રધાન હતા. વિશિષ્ટ પુણ્યના સ્વામી હતા. તર્ક દ્વારા રાજાને જવાબ આપવો હોત તો આપી શકતા હતા કે રાજન! અમારું પર્વ વવા કરતાં તમારું પર્વ એક દિવસ આગળ પાછળ કરો તો પણ વાંધો આવે તેમ નથી અને પ્રશ્ન ઉકલી જાય તેમ છે છતાં કાલિકસૂરિજી મહારાજે તેવો તર્કપ્રધાન માર્ગ ન અપનાવતા રાજાના ચિત્તને પ્રસન્ન કરવા રૂપ મેત્રી અને વાત્સલ્ય પ્રધાન માર્ગ અપનાવ્યો એ એમની પરિકર્મિત બુદ્ધિમત્તાની નિશાની છે. અધ્યાત્મને પામેલા આત્માઓ શાસ્ત્રના મર્મને પામેલા હોવાથી બીજાને ચૂપ કરવા કરતા, બીજાને નિરુત્તર અને મન કરવા કરતાં, બીજાને માર્ગસ્થ બોધ આપીને પ્રસન્ન કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. સાકરથી પતતું હોય તો ઝેર શા માટે આપવું? એ ન્યાયે અપવાદ માર્ગે શાસ્ત્ર પંક્તિનું ચોજન થઈ શકે છે અને 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 એક મોટો આત્મા અધર્મ પામતો અટકે છે અને જેન ધર્મ પ્રત્યે આદર અને બહુમાનવાળો બને છે તો તે માર્ગ શા માટે ન અપનાવવો ? તે કાળમાં જેનું બધાં જ માને અને જેની એક છત્રી આણ પ્રવર્તે, તીર્થકર સમ પુણ્ય હોય, એકાવનારી હોય આ બધા યુગપ્રધાનના લક્ષણો વગેરે સાયું હોવા છતાં હું શું કામ રાજાનું માનું? રાજાને માનવું હોય તો મારું માને ! આવો આગ્રહ ન રાખ્યો અને કલેશ અને સંઘર્ષ પ્રધાન માર્ગ ન અપનાવ્યો. આ દૃષ્ટાંત આપણને વર્તમાન કાળમાં શાસ્ત્રના નામે ચાલતા કલેશ અને સંઘર્ષથી બચવા અને અધ્યાત્મના માર્ગે વળવા ઘણી પ્રેરણા કરે છે અને એ વાત ઉપર ભાર મૂકે છે શાસ્ત્રની પંક્તિમાંથી શાંતરસ શોધવો અને હુંસાતુંસીમાંથી બચવું એ સર્વજ્ઞવચનનો સાર છે. જેના પ્રણેતા વીતરાગ અને સર્વજ્ઞ હોય તેના વચનનો સાર શાંતરસની પ્રાપ્તિ કરાવવાનો જ હોય કારણકે નવરસોમાં શાંતરસ રસાધિરાજ છે અને તેની અંદરમાં જમાવટ થાય તો જ વીતરાગતા કે જે પ્રશાંતરસ વેદન સ્વરૂપ છે તે પ્રાપ્ત થાય. જિનાજ્ઞા ઉત્સર્ગ - અપવાદમય ક્ષયે પૂવ'ના પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષમાં પૂર્વાર્ધમાં ઉત્સર્ગ છે અને ઉત્તરાર્ધમાં અપવાદ છે. વીર પરમાત્માનું નિર્વાણ કલ્યાણક દીવાળી કયારે કરવી ? એના જવાબમાં તે મહાપુરુષ જણાવે છે કે લોક જ્યારે દીવાળી કરે ત્યારે કરવી અર્થાત્ ત્યાં “ક્ષયે પૂર્વા' નો નિયમ ન લાગુ કરવો કારણકે લોકથી વિરુદ્ધ જઈ જેનો દિવાળી પર્વ આરાધે તો લોકમાં જૈનધર્મ નિંદાય. અનેક આત્માઓ જેનધર્મની નિંદા કરીને બોધિ દુર્લભ બને તેવું ન થાય તે માટે આ અપવાદ મૂક્યો આ અપવાદ એ બતાવે છે કે માત્ર દિવાળી જ નહિ પણ ઉત્સર્ગ પડવાથી જ્યાં જ્યાં પ્રવચન હીલના થવાનો, કલેશ-સંઘર્ષનો અવકાશ હોય, જ્યાં સમતાયોગ સ્વાર માટે દુષ્કર બનતો હોય ત્યાં ત્યાં ઉત્સર્ગ માર્ગ ગૌણ કરી જે રીતે મત્રીવાત્સલ્યભાવ ટકે, સ્વપરની આરાધના વૃદ્ધિ પામે અને પ્રભુશાસન પ્રત્યે લોક આદર-બહુમાનવાળા બને તેવો અપવાદ આચરવો એ એક અનિવાર્ય કર્તવ્ય બની જાય છે અને આજ પ્રભુશાસન નિર્દિષ્ટ માર્ગ છે. ભગવાનની આજ્ઞા અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદવસ્થ પાળવાની હોય છે. પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે ત્યારે ફ્રફાર કરીને પાળવાની હોય છે. શેય સિદ્ધાંતમાં કોઈ કાળે ફેરફાર થતો નથી. હેય-ઉપાદેય સિદ્ધાંતમાં ભૂમિકાભેદે ડગલે-પગલે ફાર થાય. જેના ળમાં ઉત્સર્ગ છે, જેના ફળમાં ધર્મની વૃદ્ધિ છે, જેના ળમાં મોક્ષ છે તે સિદ્ધાંત છે. 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ઉત્સર્ગ માર્ગને મુખ્ય કરીને ચાલનારા જીવોએ પણ પોતાની વ્યવસ્થા ટકાવવા કયાંક, કયારેક અપવાદનું આલંબન લેવું જ પડે છે અન્યથા વ્યવસ્થાભંગ, મર્યાદાભંગ આવીને ઉભો રહે. ‘ક્ષયે પૂર્વ'ને મુખ્ય કરીને જીવનારને પણ મુંબઈ અને કલકત્તાના સૂર્યોદયમાં સમયનું મોટું અંતર હોવાથી ત્યાં એકાંતે ઉત્સર્ગ માર્ગ માન્ય કરી શકાતો નથી. ચોથો આરો હોય, મોક્ષગમન કાળ હોય તો આત્મા કાળ ચોઘડિયામાં પણ અને વિષ્ટીયોગમાં પણ ભાવની વૃદ્ધિ કરી ક્ષપકશ્રેણી માંડી શકે છે અનુકૂળ ક્ષેત્ર અને અનુકૂળ કાલ જીવને ભાવોલ્લાસની વૃદ્ધિમાં હેતુ છે એની ના નથી પણ તેનો અર્થ એવો નથી કે વિપરીત ક્ષેત્ર, કાળમાં ભાવોલ્લાસની વૃદ્ધિ ન જ થઈ શકે માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ સાધન છે અને ભાવ એ સાધ્ય છે. એ ભાવની વૃદ્ધિ સ્વ અને પરને જેવી રીતે થાય તે રીતે સાધનમાર્ગને પકડવો એ વિવેક છે. પ્રભુ શાસનમાં ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ, નય પ્રમાણ, જ્ઞાન, ક્રિયા બધું જ છે પણ તે બધામાં શું ગૌણ ? અને શું મુખ્ય ? તો એક જ વાત છે કે આ બધામાંથી એક પણ ચીજ ગૌણ નથી, એક પણ ચીજ મુખ્ય નથી પણ વિવેક એ જ મુખ્ય છે અને વિવેક એટલે શું ? તો જેનું, જ્યાં, જ્યારે, જે રીતે, જે પ્રમાણમાં આવશ્યકપણું હોય તેનું તે રીતે હોવાપણું એજ વિવેક. ઉત્સર્ગ અને અપવાદ એ બંનેમાંથી વિવેકદૃષ્ટિથી જે કાળે જેનું આચરણ ઉચિતલાગે તે અપનાવી અંતઃકરણને નિર્મળ બનાવવું એ જિનાજ્ઞા છે. ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં પરાર્થકરણની મહત્તા બતાવી રહ્યા છે એ તેને શ્રુત, શીલ અને સમાધિને પામવાનું અવઘ્ય કારણ કહી રહ્યા છે. છતી શક્તિએ જે આત્માઓ પરોપકાર કરતા નથી તે પોતાના જ હાથે એવા અંતરાયકર્મ બાંધે છે કે જેના ઉદયે ભવાંતરમાં ઉપકાર કરનાર અનેક આત્માઓ વિધમાન હોય, જેના દ્વારા અનેક ઉપર ઉપકાર થતો હોય છતાં પોતાના ઉપર જ ઉપકાર થતો નથી મોટા મોટા દાતાઓને પણ તેના પાપકર્મના ઉદયે આપવાનું મન થતું નથી અને કદાચ કયારેક કોઈ આપેતો બીજો તરત જ તમાચો મારી પડાવી લે છે. આને માટે મહારાણા પ્રતાપનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. રાણા પ્રતાપનું દૃષ્ટાંત રાણા પ્રતાપ જ્યારે મોગલોની સામે બધું જ હારી બેઠા, ચિતોડ પણ ગયું અને પાપના ઉદયે બધી લક્ષ્મી ચાલી ગઈ અને જીવ બચાવવા અરવલ્લીના પહાડોમાં ભટકે છે, સાથે પોતાની પત્ની અને બંને બાળકો છે.ભટકતા ભટકતા મધ્યાહ્નકાળે એક વૃક્ષ નીચે પોતાની પત્ની અને બાળકો સાથે બેઠો છે. બંને બાળકો ભૂખ્યા થયા છે. પિતા પાસે ખાવાનું માંગે છે. પિતાજી ! કોઈ પણ હિસાબે ખાવાનું આપો. 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હવે અમે ભૂખ્યા રહી શકીએ તેમ નથી. રાણો પ્રતાપ આપી શકતો નથી. તેની આંખોમાંથી દડદડ આંસુ ચાલ્યા જાય છે. તે વખતે એક મુસા તેજ રસ્તે જતાં તે વૃક્ષની નીચે આવે છે. ભોજન માટે ડબ્બો ખોલે છે. તેની પાસે બે મોટા રોટલા છે. આ જોઈ રાણા પ્રતાપ તેને કહે છે ભાઈ ! તું ભાગ્યશાળી છે કે તારી પાસે એક નહિ પણ બે રોટલા છે. મારી પાસે એક પણ નથી. મારા બંને દીકરા અત્યંત ભૂખ્યા થયા છે, જો તું એક રોટલો આપે તો બંનેને અડધો અડધો આપી તેમના ભૂખના દુઃખને દૂર કરી શકું. यैषां भ्रूभङ्गमात्रेण भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैभिक्षाऽपि नाऽऽप्यते ॥२१/२॥ જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે જેમની ભૂકુટિના ભંગ માત્રથી મોટા મોટા પર્વતો પણ ભાંગી જતા હતા તે રાજાઓ અશુભકર્મનો ઉદય થતાં ભિક્ષા પણ પ્રાપ્ત કરી શકતા નથી. એ વાત આ દૃષ્ટાતમાં સ્પષ્ટ પણે જણાય છે. પેલા મુસાને દયા આવી. એક રોટલો આખો આપી દીધો.રાણા પ્રતાપ પોતાના બંને બાળફોને અડધો અડધો કરી આપે છે. બંને બાળકો સમજુ છે તે કહે છે પિતાજી! અમને જેમ ભૂખ લાગી છે તેમ તમે પણ ભૂખ્યા જ છો તો તમને બંનેને મૂકીને અમે નહિ જમીએ એમ કહી બંને બાળકોએ પોતાના ભાગમાંથી અડધો કરીને એક ભાગ પિતા અને એક ભાગ માતાને આપ્યો. રાણો પ્રતાપ જ્યાં તે ખાવા જાય છે ત્યાં જ વૃક્ષ ઉપર બેઠેલો કાગડો તેના હાથમાંથી ચાંચ મારી પડાવી લે છે. આમ પૂર્વભવમાં પરોપકાર ન કર્યો હોય તો જીવની આ સ્થિતિ થાય છે. જ્યારે શક્તિ મુજબ ઊંચી કોટિનો પરોપકાર કરવાથી અંતરાય કર્મો નાશ પામે છે. વિવેક અને કાર્યશક્તિ પ્રબળ થાય છે અને તેથી બહુલતયા પોતાને કયારે પણ બીજાના ઉપકારની જરૂર જ ન પડે તેવી સ્થિતિ સર્જાય છે. અને કદાચ નિકાચિત કર્મના ઉદયે કયારેક જરૂર પડે તો તેને સહાય માંગવા જવું પડતું નથી. ઉપકાર કરનારા સામેથી મળી આવે છે. ભવોભવ આ રીતે પરોપકાર કરતા રહીએ તો એ શક્તિના સદુપયોગથી પાત્રતાના કારણે અનેક શક્તિઓ સ્વતઃ સિદ્ધ થાય છે અને એને જ કારણે તીર્થકર નામકર્મ, ગણધર નામકર્મ વગેરે અદ્વિતીય પુણ્ય પણ બંધાય છે જેના ઉદયે અનેક આત્માઓને ધર્મ પમાડી પોતે મોક્ષે જાય છે. આથી જ કરીને કુતર્કમાં અભિનિવેશ - આગ્રહ ન કરતાં પરાકરણમાંજ આગ્રહ રાખવો યુક્ત છે. ભાવ પરોપકાર માટે શાસ્ત્રબોધ જરૂરી | પરાર્થકરણ એ શ્રેષ્ઠ હોવા છતાં તેમાં આત્માએ ઉતાવળ કરવા જેવી નથી. પરંતુ આત્માએ જ્ઞાનાદિમાં નિષ્પન્ન બનવું જરૂરી છે. જ્ઞાનાદિમાં નિષ્પન્ન બન્યા 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૦૯ વિના ભાવપરોપકાર વાસ્તવિક રીતે કરી શકાતો નથી માટે સૌ પ્રથમ ગુરુકુલવાસમાં રહી શાસ્ત્રાર્થ નિષ્પન્ન બની, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહારને બરાબર આત્મસાત કરી પછી જ પરોપકાર કરવો એ ઉચિત છે. કુતર્કની અસારતા अविद्यासङ्गताः प्रायो विकल्पाः सर्व एव यत् । તોગનાત્મક્રિષ:, રૂત: મિનેન તત્ ૧૦ પાસ રાગ-દ્વેષાદિ કષાયો અને અજ્ઞાનથી સંશ્લિષ્ટ વિચારો તે વિકલ્પ છે. મુનિપણાના ઊંચા અધ્યવસાય સ્થાનમાં વિકલ્પો નહિવત્ હોય છે. સ્વરૂપમાં જ સ્થિરતા હોય છે તેથી મુનિપણામાં અશુભવિકલ્પો તો હોતા નથી પરંતુ શુભવિકલ્પોનું બળ પણ ઘટી ગયેલું હોય છે જ્યારે સમ્યગ દ્રષ્ટિમાં વિકલ્પો હોય છે પણ તે અવિધા પ્રયુક્ત નથી હોતા. અર્થાત જ્ઞાનાવરણીય, દર્શનમોહનીયના ઉદયરૂપ અવિધાથી યુક્ત નથી હોતા. તાત્પર્યથી તો મિથ્યાત્વ મોહનીયના ઉદયરૂપ જ અવિધા છે છતાં સમ્યગજ્ઞાનને આવરવામાં જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય બંનેનો ઉદય કામ કરે છે અને તેથી જ્ઞાનાવરણીયને પણ અવિધાથી ગ્રહણ કર્યું છે અને તેથી દર્શનમોહનીયના ઉદયકાલમાં થતું જ્ઞાન આત્માને અહિત કરનારું હોવાથી અર્થાત અજ્ઞાનરૂપ હોવાથી ત્યાં અજ્ઞાનાવરણીયનો જ ક્ષયોપશમ માનેલો છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાન પેદા થાય તો પદાર્થ જેવો છે તેવો તે દેખાડનાર બને પણ તેવું જ્ઞાન તો દર્શનમોહનીયના ક્ષયોપશમ કાલમાં જ થાય છે. વિકલ્પો એ શાંતજલથી પરિપૂર્ણ સરોવર સમાન આત્મામાં ચંચળતા-તરંગો ઉભા કરે છે અને આત્માની શાંત પ્રશાંત અવસ્થાને વિખેરી નાંખે છે માટે તે ત્યાજ્ય છે. આવા વિકલ્પો શબ્દ અને અર્થથી બે ભેદે છે. શદ વિકલ્પ - શબ્દજ્ઞાન અનુપાતી વસ્તુ શૂન્ય અધ્યવસાય વિકલ્પ એ શબ્દ વિકલ્પ છે (પાતંજલ યોગ સૂત્ર ૧/૯) મતલબ કે જે અધ્યવસાયને વસ્તુની સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ શબ્દ જ્ઞાનને એટલે કે પ્રકૃતિ અને પ્રત્યયથી લભ્યજ્ઞાનને જ જે અનુસરે છે તે શબ્દ વિકલ્પ કહેવાય દા.ત. આ વધ્યાપુત્ર જાય છે. આવા શબ્દશ્રવણથી ઉત્પન્ન થનારો અધ્યવસાય હકીકતમાં વંધ્યાપુત્ર જ નથી તો જવાનો પ્રશ્ન જ કયાંથી ઉભો થાય ? તે જ રીતે “વંધ્યાપુત્રે ઝાંઝવાના નીરમાં ન્હાઈને આકાશકુસુમથી શિવજીની પૂજા કરી, તો અહિંયા વંધ્યાપુત્ર, ઝાંઝવાના નર અને આકાશકુસુમ જ નથી તો પછી ત્યાં શિવજીની પૂજાનો પ્રષ્ન જ કયાંથી ઉભો થાય ? છતાં ઉપરોક્ત વાક્ય શ્રવણથી અધ્યવસાય = બોધ તો વ્યાકરણશાસ્ત્રના નિયમ મુજબ થાય જ છે તેથી આ શબ્દ વિકલ્પ કહેવાય. 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ (૨) અર્થ વિકલ્પ : પદાર્થના સ્વરૂપને નહિ અનુસરતો વિકલ્પ = બોધ તે અર્થવિલ્પ કહેવાય દા.ત. વંધ્યાપુત્ર જાય છે તો તે કેવો છે ? કાળો-ગોરો-ઠીંગણોલાંબો ? ઇત્યાદિ વિકલ્પ તથા નીલરૂપ ઘડાથી ભિન્ન છે, અભિન્ન છે કે ભિન્નભિન્ન ? કે અનુભય ? ઇત્યાદિ વિકલ્પ ઉભા કરીને નીલરૂપનો અપલાપ કરવો તે અર્થ વિલ્પ કહેવાય. મોમથપાયાવિવિપેન- તેમાં આ પ્રમાણે કુતર્ક કરે કે છાણ અને ખીર બંને ગાયના જ અંશ છે તો પછી છાણ અભોજ્ય અને ખીર ભોજ્ય એવું શા માટે ? જો છાણ અભોજ્ય છે તો ખીર પણ અભોજ્ય હોવી જોઈએ એ જો ખીર ભોજ્ય છે તો છાણ પણ ભોજ્ય થવું જોઈએ. આમ સઘળા વિકલ્પો બહુલત્તયા અવિધાસંગત જ છે બહુલતયા એટલા માટે કે સમ્યગદૃષ્ટિ વગેરે ભાવયોગીને થતાં વિકલ્પો એ અવિદ્યાસંગત નથી. આવા ઉપર કહેલા વિકલ્પો જેમ તેમ સંબંધ વગર જોડવા તે કુતર્ક છે. આવા કુતર્કવડે કરીને શું ? અર્થાત્ કાંઈ નહિ. અર્થાત આવા કુતર્કવડે કરીને સર્યું. जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः। हस्ती व्यापादयत्युक्तौ, प्राप्ताप्राप्तविकल्पवत् ॥११॥ સઘળા તર્કો વાસ્તવમાં પ્રતીતિ = અનુભવ અને ફ્લેથી બાધિત જાતિ સમાન અર્થાત દુષણાભાસ છે. જીવ પોતે કુતર્કવડે જે વસ્તુને દૂષિત કરવા માંગે છે તે વસ્તુ દૂષિત થતી નથી અને તેથી કુતર્ક પોતે દૂષણાભાસ રૂપ બને છે. અર્થાત્ વસ્તુમાં દોષ ન હોવા છતાં દોષનો આભાસ પેદા કરે છે અને તેથી સ્વયં દોષાભાસરૂપ બને છે. કુતર્ક કરનાર બુદ્ધિનો દુરુપયોગ કરતાં હોવાથી જ્ઞાાનાવરણીયને બાંધે છે. બીજાને ઠગતો હોવાથી માયા મોહનીયને બાંધે છે. બીજાના હૃદયને ઠેસ પહોંચાડતો હોવાથી અશાતા વેદનીય બાંધે છે. કુતર્ક કરનારો હોવાથી વીર્યંતરાય બાંધે છે. કુતર્ક કરનારો બીજાની મૈત્રી વિશ્વસનીયતા વગેરે ગુમાવે છે, આમ કુતર્ક એ બળવાન અનિષ્ટને લાવનાર હોવાથી આ લોક અને પરલોક બંનેમાં નુકસાન કરે છે. કુતર્ક એ અનુભવ અને ફ્લેથી બાધિત થતો હોવાથી તે દૂષણાભાસ સ્વરૂપ છે તે જ વસ્તુને દ્રષ્ટાંતથી કહે છે. જેમ કોઈ ન્યાયશાસ્ત્ર ભણેલ વિધાર્થી સામેથી આવી રહ્યો છે તે વખતે પોતાને અવશ એવા હાથી ઉપર બેઠેલા મહાવતવડે તે વિધાર્થી કહેવાયો કે અરે ! અરે ! જલ્દીથી તું દૂર ખસ, નહિ તો આ હાથી તને મારી નાંખશે તે વખતે ન્યાય શાસ્ત્ર જેને પરિણામ નથી પામ્યું તેવો તે તર્ક કરે છે કે હે બઠર ! હે મહાવત ! તું આવું યુક્તિ વગરનું કેમ બોલે છે ? તે આ પ્રમાણે - શું તે હાથી પોતાની પાસે આવેલાને મારી નાંખે છે કે દૂર રહેલાને ? જો તે પોતાની પાસે રહેલાને મારી નાંખતો હોય તો સૌથી પહેલા તને જ મારી નાંખવો જોઈએ કારણ કે 2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૧ ૧ ૧ તું એની સૌથી નજીકમાં રહેલો છે. અને દૂર રહેલાને મારી નાંખતો હોય તો આખા જગતને મારી નાંખવું જોઈએ કારણકે તેનાથી દૂર તો આખું જગત છે આમ જ્યાં કુતર્ક કરી રહ્યો છે તેટલામાં જ હાથીએ તેને પકડ્યો અને મુશ્કેલીથી તે મહાવત વડે છોડાવાયો. તેજ રીતે ભિન્ન ભિન્ન ધર્મમાં રહેલ તેવા પ્રકારના કુવિકલ્પને કરનારો માણસ કુતર્કરૂપી હાથી દ્વારા પકડાઇને અનર્થમાં પડે છે છતાં જો તે સુગુરુને સમર્પિત હોય તો સગુરુરૂપી મહાવત દ્વારા માંડમાંડ કુતર્કરૂપી હાથથી મુક્ત કરાય છે. તાત્પર્ય એટલું જ છે કે અધ્યાત્મના માર્ગમાં ગુરુસમર્પણ અને શારા આ બે વસ્તુ મુખ્ય છે અને આગળ કરીને ચાલનારો આત્મા કુવિકલ્પોના વાવાઝોડામાં ફસાતો નથી. કુતર્ક દ્વારા જીવ આગ્રહી બને છે પછી સત્ય શોધક રવભાવ અને માધ્યસ્થ દૃષ્ટિ ટક્તા નથી. જેના કારણે તેને અધ્યાત્મમાંથી નીચે ઉતરવાનું થાય છે. અતીન્દ્રિય પદાર્થો કયારે પણ શુષ્કતર્કના વિષય બનતા નથી અને કેવળ બુદ્ધિથી તે જાણી શકાતા નથી. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારમાં લખે છે કે જો હેતુના અર્થાત્ તર્ક અને યુક્તિથી સર્વજ્ઞ વગેરે અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા હોત તો અત્યાર સુધીના દીર્ધકાળમાં થયેલા તાર્કિક પુરુષોએ તે અતીન્દ્રિય પદાર્થો વિશે નિર્ણય કરી લીધો હોત. અતીન્દ્રિય પદાર્થ આગમનો જ વિષય બને છે કેમકે આગમથી જ તેના અસ્તિત્વનો નિર્ણય થાય છે. અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય આગમથી આપણા અનુભવનું સાધન પાંચ ઇન્દ્રિયો છે જે માત્ર સ્થૂલ પીદ્ગલિક પદાર્થનોજ અનુભવ કરાવી શકે છે પરંતુ વિશ્વમાં આવા સ્થલ પદાર્થો કરતાં સૂક્ષ્મ પગલો પણ છે કે જે ગમે તેવા શક્તિશાળી દૂરબીન ચા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાતા નથી. આ સિવાય આકાશ, ધર્માસ્તિકાય આદિ અભૌતિક પદાર્થો પણ આ વિશ્વમાં છે જેનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા કદાપી થઇ શકતો નથી કારણકે તે પદાર્થોમાં ઇન્દ્રિય ગ્રાહ્ય વર્ણ, સ્પર્શ આદિ કોઈ જ ગુણધર્મો નથી. આપણા જ્ઞાનનું બીજું સાધન સ્મૃતિ, ચિંતન અને મનન છે, જેનો આધાર મન છે. જેની વૃત્તિઓ ન્યુનાધિક અંશે રાગ-દ્વેષના સંસ્કારોથી લિપ્ત હોવાથી તે તર્ક અને અનુમાનના સાધન બુદ્ધિને તટસ્થભાવે પ્રવર્તવા દેતું નથી. વૃત્તિ અનુસાર દોરવાતી બુદ્ધિદ્વારા તત્ત્વનિર્ણય વિશ્વસનીય બની શકે નહિં. આ રીતે અપૂર્ણ અને પરિમિત શક્તિવાળી ઇન્દ્રિયો, રાગ-દ્વેષથી લિપ્તમન અને આવા વિકારી મનથી દોરવાતી બુદ્ધિ, આ ત્રણ ખોટા સાધનો થકી થતું જ્ઞાન અપૂર્ણ, પરિમિત અને પ્રાયઃ ભ્રાંત જ રહેવાનું, તેથી તેનું જ્ઞાન અવશ્ય પૂર્વાપર વિરોધી ન હોય તેવો વિશ્વાસ કેમ મૂકી શકાય ? 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 આથી વિપરીત આગમ એ અત્યંત વિશ્વસનીય છે કારણ કે તે અવિસંવાદી અને પૂર્વાપર અવિરોધી છે. અનાદિકાળથી ચેતન્ય સ્વરૂપ આ જીવે પોતાથી અત્યંત ભિન્ન અને સદંતર વિલક્ષણ એવા જડ ઇન્દ્રિયોના વિષયો સાથે રાગ-દ્વેષ સ્વરૂપ એક વિચિત્ર સંબંધથી જોડાઈને પોતાની ચેતન્ય શક્તિને કુંઠિત કરી નાંખી છે અને તેથી ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આદિ કોઈપણ વિજાતીય સાધનોના અવલંબન વિના દેશકાળથી અમર્યાદિત અર્થાત્ સર્વક્ષેત્રવર્તી સર્વપદાર્થોના ત્રણકાળના સર્વભાવોને અક્રમથી જાણવાની પોતાની શક્તિને આ વિચિત્ર સંબંધથી જીવ ખોઈ બેઠો છે. બોદ્ધિક નિર્ણયો કદાપિ આખરી હોતા નથી. પરંતુ જીવ જ્યારે રાગદ્વેષના સંસ્કાર સર્વથી નાશ કરી વીતરાગ બની જાય છે ત્યારે પોતાની ચેતન્ય શક્તિ પર રહેલા જડના આવરણો - અંતરાયો દૂર થઈ જાય છે અને જીવનું શુદ્ધ સંપૂર્ણ અને અખંડ ચૈતન્ય કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂપે પ્રગટ થાય છે. આવા વીતરાગ સર્વજ્ઞના વચનને આગમ કહેવાય છે. તેના ઉપર - વિશ્વાસ શ્રદ્ધા કરવામાં જરા પણ જોખમ નથી. બુદ્ધિની ટપટ્ટીથી જ્ઞાનનો મહાસાગર માપી શકાતો નથી. જન્મથી મરણપર્યંત મનુષ્ય સંશયના સાગરમાં ગોથાં ખાય છે. સત્ય-અસત્ય, સન્માર્ગ - ઉન્માર્ગ, હેય-ઉપાદેય વિ.ની બાબતોનો નિર્ણય તેની બુદ્ધિમાં એક સરખો કદાપિ ટકતો નથી. જેમ જેમ તેનો વિકાસ થાય છે તેમ તેમ તેની માન્યતાઓ પણ બદલાતી જાય છે. બૌદ્ધિક નિર્ણયો કદાપિ આખરી હોતા નથી. વિજ્ઞાનની દુનિયામાં પણ આ જ જોવા મળે છે. આશરે ૩૫૦ વર્ષ પૂર્વે ગેલેલીઓએ આધુનિક વિજ્ઞાનનો પાયો નાંખ્યો ત્યારથી માંડી આજ સુધી પ્લેન્ક અને આઇન્સ્ટાઇન સુધી તીવ્ર બુદ્ધિના બળથી વસ્તુ સ્વરૂપને પામવાનો પ્રયત્ન થતો રહ્યો છે પરંતુ વસ્તુ સ્વરૂપ લાધ્યું છે તેવો સંતોષ તેમને આજે પણ થતો નથી. ઘણું જાણ્યું છતાં ઘણું નથી સમજાતું તેવો તેમનો અનુભવ બુદ્ધિની વસ્તુસ્વરૂપને પામવાની શક્તિની પરિમિતતા અને અપૂર્ણતાને સૂચવે છે. શ્રદ્ધા વિના બુદ્ધિમાન પણ ન જીવી શકે - બુદ્ધિ શક્તિની અપૂર્ણતાનું ભાન થયે છતે મનુષ્ય શ્રદ્ધાનો આશરો લે છે અને આ શ્રદ્ધા સર્વથા નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞના વચનો પર અર્થાત્ આગમ પર થાય ત્યારે જ તેને સત્ય સાંપડે છે. પરંતુ સર્વથા નિર્દોષ કોણ ? સર્વજ્ઞ કોણ ? આગમો ઘણાં છે જે પરસ્પર વિરોધી જણાય છે તો કયું આગમ પ્રામાણિક માનવું ? આ શોધવાનું કામ મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય નથી. સાચો જિજ્ઞાસુ મત, પંથ અને સાંપ્રદાયિક દૃષ્ટિરાગથી મુક્ત થઈ માધ્યસ્થ બુદ્ધિથી તેની શોધ કરે તો આજે પણ તેને પરમ નિર્દોષ, યથાર્થ વક્તા, વીતરાગ સર્વજ્ઞના વચનોના દર્શન થઈ શકે છે અને આજ તો જ્ઞાનની 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૧૩ સળતા છે છપ્રસ્થનું જ્ઞાન એ સાધ્ય નથી પરંતુ ઇષ્ટ પ્રાપ્તિનું સાધન છે. જે જ્ઞાન મનુષ્યને ઈટ પ્રાપ્તિનું સાધન ન બને તે જ્ઞાન વાસ્તવિક જ્ઞાન નથી પરંતુ બુદ્ધિનો વિલાસ માત્ર છે. શ્રદ્ધા નિરપેક્ષ બુદ્ધિવાદનો પાયો કેટલો કાચો તેનો ખ્યાલ આવી શકે છે. જેને બુદ્ધિની વસ્તુસ્વરૂપને પામવાની શક્તિની મર્યાદા અને અપૂર્ણતાનું ભાન નથી તે બુદ્ધિની અપરિપક્વતા છે. નાદાનિયત છે અને મોટે ભાગે જીવને પોતાની બુદ્ધિનો અહમ્ જ સમ્યગ શ્રદ્ધાનનો આશરો લેતા અટકાવે છે જે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક છે. શ્રદ્ધાનો સીધો સંબંધ આત્મા - પરમાત્મા સાથે છે જ્યારે બુદ્ધિનો સીધો. સંબંધ મન સાથે છે. જે ચંચળ છે અને શુભાશુભ સંસ્કારોથી લિપ્ત છે આથી બુદ્ધિમાં સાધુની જેમ શેતાન પણ વસી શકે છે. આથી જ શ્રદ્ધાનિરપેક્ષ બુદ્ધિવાદ આંધળો કહ્યો છે. એક દેખતાની પાછળ ૧૦૦ આંધળા ઈષ્ટ સ્થાને પહોંચી શકે છે જ્યારે એક આંધળાની પાછળ લાખ દેખતાઓ અટવાઈ જાય છે. આથી જ ભારતના સર્વ આસ્તિક દર્શનકારોએ શ્રદ્ધાન ગુણપર અત્યંત ભાર મૂક્યો છે કારણકે જીવને જે પરમ ઇષ્ટ છે તે શાશ્વત, સંપૂર્ણ અને સ્વાધીન સુખની પ્રાપ્તિના માર્ગ પર તેને શ્રદ્ધા સ્થાપિત કરે છે. કુતર્ક એ અનુભવ અને લૂથી બાધિત થતો હોવાના કારણે જાતિપ્રાય સ્વરૂપ છે જાતિપ્રાયતા એ એક પ્રકારનો દોષ છે જેમાં વાસ્તવિક રીતે પરપક્ષી જે દોષ આપવા માંગે છે તે હોતો નથી પરંતુ દૂષણ પેદા કરવાનો આભાસ પેદા કરે છે કારણકે પર્વ પ્રાયેવી તેને આપેલો દીપ પ્રતીતિ અને ફ્લેથી બાધિત થતો હોય છે. , નાતિપ્રયતા સર્વત્ર મિનાર્થ જ્ઞાન દ્વારા પોતાનાથી ભિન્ન એવા ઘટપટાદિ અર્થનું સંવેદન થયે છતે અર્થાત જ્ઞાનદ્વારા ઘટપટાદિ અર્થો મતિજ્ઞાનના ઉપયોગમાં જણાયે છતે કોઈક કુતર્કવાદી એવો કુતર્ક કરે કે એક બાજુ તમે કહો છો કે જ્ઞાનથી ઘટપટાદિ અર્થો ભિન્ન છે અને બીજી બાજુ જ્ઞાન ઘટાકાર, વગેરે આકારોને પડે ત્યારે જ્ઞાન ઘટ, પટ વિ. પદાર્થનું સંવેદન અર્થાત્ બોધ કરાવે છે તો અમે અહિંયા પુછીએ છીએ કે તે ઘટાકાર વગેરે જ્ઞાનથી ઘટાકાર ભિન્ન થયો તો પછી તે પોતાનાથી ભિન્ન આકારનું જ્ઞાન કેવી રીતે કરાવી શકે ? અર્થાત્ ન જ કરાવી શકે. - હવે તમે કહો કે જ્ઞાનમાં પડતો આકાર જ્ઞાનથી અભિન્ન છે તો પછી નક્કી થયું કે તે પોતાનાથી અભિન્ન એવા આકારનું સંવેદન કરાવે છે અને બીજી બાજુ સંવેદન માટે બાહ્ય પદાર્થ ઘટાદિ ભિન્ન જ હોવા જોઈએ અને જ્ઞાનમાં જે આકાર પડે છે તે બાહ્ય પદાર્થનો જ છે અર્થાત બાહ્યપદાર્થ જ જ્ઞાનમાં આકારરૂપે પરિણમે છે તેથી એકબાજુ અભિન્ન એવા આકારને કહેવો અને બીજી બાજુ તે પદાર્થને ભિન્ન કહેવો તે પરસ્પર વિરોધી છે માટે નિર્ણય એ આવ્યો કે જ્ઞાન બાહ્ય પદાર્થનું 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સંવેદન કરાવે છે તે ઉભય વિકલ્પથી બાધિત હોવાના કારણે ઘટી શકે નહિ આ દૂપણનું નામ જાતિ અર્થાત્ દૂષણાભાસ છે. આ વસ્તુ પ્રતીતિ અને ફ્લથી બાધિત છે કારણકે દરેક જણ જાણે છે કે બાહ્યપદાર્થ જ જ્ઞાનમાં આકારરૂપે પડી ઘટનું જ્ઞાન કરાવે છે તેથી જ્ઞાનના આકારમાં વિકલ્પ ઉઠાવી જ્ઞાનના વિષય તરીકે બાહ્ય પદાર્થને બાધિત કરી શકાય નહિ. વળી આબાલવૃદ્ધ બોલે છે કે, “મારું શરીર દુ:ખે છે” તો આ વાક્ય પણ શરીરનો માલિક બીજો કોઈ આત્મા છે એવું પુરવાર કરી આપે છે. જેમ મારા ચશ્મા છે, મારું પુસ્તક છે, મારું ઘડિયાળ છે તે બધા વાક્યોમાં મારા તરીકે મનાતા શરીરથી ચશ્માં, પુસ્તક અને ઘડીયાળ જુદા છે તેવી પ્રતીતિ સૌને છે પણ અજ્ઞાન અને અભિનિવેશના કારણે જીવ, શરીરથી જુદા આત્માને સ્વીકારવા તૈયાર થતો નથી. જે શરીર જ આત્મા હોત તો વાક્યપ્રયોગ બદલાઈ જાત કે “હું શરીર દુખે છે.” પણ આવું વાક્ય તો કોઈ બોલતું નથી. આમ બુદ્ધિની સપાટીએ સત્ય તરીકે પુરવાર થતી વાતને હૃદય સ્વીકારવા તૈયાર થતું નથી એ મહા મોહનું સામ્રાજ્ય સમજવું. બુદ્ધિથી પેદા થતા શબ્દ છલ પણ સત્યાર્થથી જીવને વેગળો લઈ જાય છે માટે તે પણ વિશ્વસનીય નથી. જુનાગઢમાં જ્યારે નવાબી રાજ્ય હતું ત્યારે તેનો કારભારી દીવાન બહુ ઉસ્તાદ અને બાહોશ હતો તે વખતે વેરાવળ બંદર જુનાગઢના ક્બજામાં જોઈને બ્રિટીશ સરકારની દાઢ ગળી. તેને લેવા માટે બ્રિટીશ સરકારે ઘણા પેંતરા અજમાવ્યા પણ બુદ્ધિશાળી દીવાને તે બધાને નિષ્ફળ બનાવ્યા. તેથી અંગ્રેજ રેસિડન્ટે નવો દાવ અજમાવ્યો. તેણે જુનાગઢના નવાબને કહ્યું કે બ્રિટીશ સરકાર આપને જી.સી.આઈઇ.ની પદવી એનાયત કરવા માંગે છે એના બદલામાં તમે શું આપશો ? નવાબ - આપકો કયા ચાહીએ ? અંગ્રેજ રેસિડન્ટ વેરાવળનું બંદર માંગે છે. રેસિડન્ટે કહેલી વાતને હીન્દીમાં દીવાને કહી કે બ્રિટીશ સરકારને કાઠિયાવાડનું વેરાવળ બંદર જઈએ છે નવાબ : અચ્છા મિલ જાયેગા ! આ સાંભળીને અંગ્રેજ રેસિડન્ટ એટલો બધો ખુશ થયો કે અંતે પણ દાવ સીધો પડ્યાના હર્ષમાં લંડન તાર કરી દીધો. આ બાજુ દિવાને બુદ્ધિ કસી. સોના ચાંદીના તારથી રસેલા ચાર પીંજરા તૈયાર કરાવ્યા. દરેકમાં એક એક વાંદરો મૂકયો. સાથે પત્ર બીડ્યો અને લખ્યું કે બ્રિટીશ સરકારે તો કાઠિયાવાડનું માત્ર એકજ બંદર માંગેલું પણ નવાબ સાહેબે ખુશ થઈને એકને બદલે ચાર બંદર મોકલાવ્યા છે. આ જોઈને અંગ્રેજ રેસિડન્ટ બાઘો બની ગયો. ઇંગ્લેન્ડથી એને તાકીદનું તેડું આવ્યું કે તમને તમારી પોસ્ટ ઉપરથી બરતરફ કરવામાં આવે છે. 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૧ ૧૫ કુતર્ક વડે પદાર્થનું મિથ્યાજ્ઞાન થયા પછીથી તેના વિશેષ ધર્મનું જ્ઞાન થતાં પૂર્વનું જ્ઞાન મિથ્યા છે એવો અનુભવ થાય છે અથવા તો જે પદાર્થનું મિથ્યાજ્ઞાન થયું છે એ જ પદાર્થમાં કોઈ વ્યક્તિ સમ્યગ્રજ્ઞાન કરાવે અને તેથી પોતાને પણ પદાર્થ તેવો જણાય ત્યાં ત્યાં સમ્યગ્રજ્ઞાનથી કુતર્ક બાધિત થાય છે અથવા તો કયારેક જેવું જ્ઞાન થયું છે તેને અનુરૂપ તે વસ્તુને માટે પ્રવૃત્તિ કરતાં તે વસ્તુની પ્રાપ્તિ નથી ત્યારે પણ પોતાનું પૂર્વનું જ્ઞાન બાધિત થાય છે. જેમ શરીરમાં આત્માનું મિથ્યાજ્ઞાન થયું તો ત્યાં કોઈ “શરીર એ જડ છે આત્મા ચેતન છે' એવો બોધ કરાવે અને તેથી પોતાને પણ “હું ચેતન રૂપ છું માટે શરીરથી ભિન્ન છું' એવો બોધ થાય અને કયારેક પ્રવૃત્તિથી થાય જેમ કે હું પોતે જ શરીર છું તો પછી શરીરને છોડવું કેમ પડે ? પોતાની વસ્તુ સાથે કેમ ન આવે ? હું શરીર છું તો શરીર મારી ઇચ્છા મુજબ કેમ ન ચાલે ? રોગાદિ કેમ આવે ? ઇત્યાદિ પ્રવૃત્તિ દ્વારા પણ શરીરમાંથી આત્માનો ભમ નિવૃત્ત થાય છે. ગમે તે રીતે પોતાની વાતને સિદ્ધ કરવાનો આગ્રહ, પરસ્પરની સાથેનો વિરોધ, સ્પર્ધા તથા ચડસાચડસીમાં ઉતરનારા દરેકે દરેક રાષ્ટ્રના ધર્મો, પંથો કે સંપ્રદાયો તથા તેમના દ્વારા રજૂ કરાયેલા સિદ્ધાંતો અને ઢગલાબંધ પુસ્તકો ગમે તેટલી કુશળતાપૂર્વક રજૂ કરાયેલા હોય તો પણ એક અગત્યની હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે કે એમનામાં એકતા નથી અને પારમાર્થિક સત્યથી તેઓ લાખો યોજન વેગળા છે. કુતર્ક જીવમાં આગ્રહ પેદા કરાવે છે, બીજાની નિંદા ટીકા કરાવે છે અને આત્માને સાધના અને અનુભૂતિના માર્ગ ઉપર જવા દેતો નથી. કુતર્કનો આશ્રય લેનાર જિનાગમના મર્મને પામી શકતો નથી. અનુભવજ્ઞાની બની શકતો નથી માટે કુતર્ક એ સર્વથા ત્યાજ્ય છે એ વાત ઉપર હરિભદ્રસૂરિજી મહારાજ ભાર મૂકવા માંગે છે. કુતર્કને જ હજુ સ્પષ્ટ કરે છે स्वभावोत्तरपर्यन्तः, एषोऽसावपि तत्त्वत: । नार्वाग्दृग्गोचरो न्यायादन्यथाऽन्येन कल्पितः ॥१२॥ સઘળા કતર્કોમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે અંતે તો કુતર્કવાદીને વસ્તુનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી જ વસ્તુ આમ છે એ પ્રમાણે જવાબ આપવો પડે છે. અર્થાત્ કુતર્ક દ્વારા જે વસ્તુને સિદ્ધ કરવા માંગે છે તે વસ્તુ જ્યારે અનુભવથી બાધિત થતી જણાય છે ત્યારે કુતર્કવાદી પોતાની વાતને સિદ્ધ કરવા સ્વભાવને જ આગળ કરે છે. જ્યારે સુતર્કમાં તો સ્વભાવ એ છેલ્લો ઉત્તર નથી પરંતુ અનુભવ એ જ છેલ્લો ઉત્તર છે અર્થાત્ સુતર્ક દ્વારા વસ્તુને સિદ્ધ કરવા વસ્તુનો તેવા 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રકારનો સ્વભાવ છે માટે પદાર્થ તેવો છે એમ કહે છતે પાછો કોઈ શંકા કરે કે પણ વસ્તુનો આવો સ્વભાવ કેમ છે ? તો ત્યાં કહેવાય કે તેવા પ્રકારનો સ્વભાવ હોવામાં અનુભવ જ પ્રબળ કારણ છે અર્થાત અનુભવથી પણ વસ્તુ તેવી જણાય છે માટે તેનો તેવો સ્વભાવ કહીએ છીએ. આ પ્રમાણે સ્વભાવ એ જ છેલ્લો જવાબ છે એવો કુતર્ક હોવાના કારણે અગ્નિ બાળે છે, અને પાણી ઠંડક કરે છે. ભીંજવે છે. તેમાં તેઓનો તેવા પ્રકારનો સ્વભાવ છે એ પ્રમાણે કુતર્કવાદીને જવાબ આપવો પડે છે. અને જે પદાર્થનો જેવો સ્વભાવ છે તેનાથી યુક્તિ વડે અન્ય રીતે પ્રતિવાદી વડે કલ્પાયેલો સ્વભાવ પણ પરમાર્થથી વિચારતાં છગ્રસ્થજીવોને વિષયભૂત નથી થતો તેના માટે ઉદાહરણ કહે છે. सर्वत्रैव तथा तत्त्वसिद्धौ वस्तुस्वभावैरुत्तरं वाच्यमिति वक्तुं पार्यते । સઘળા પદાર્થોમાં સ્વભાવ એ જ કારણ છે એ વાત સિદ્ધ થાય તો જ વસ્તુ સ્વભાવ વડે ઉત્તર આપી શકાય. અર્થાત્ જગતમાં સઘળા પદાર્થો છે તેમાં જે જે કાર્યો થાય છે તેમાં તે તે કાર્યો થવામાં તેની અંદર રહેલો સ્વભાવ જ કારણ છે પણ બીજું કોઈ કારણ નથી એ વાત નક્કી થાય તો જ વસ્તુના સ્વભાવ વડે ઉત્તર આપી શકાય, પરંતુ અમુક કાર્યોમાં વસ્તુના સ્વભાવથી ભિન્ન કોઈ કારણ નક્કી થાય તો સર્વત્ર વસ્તુ સ્વભાવ વડે કરીને ઉત્તર ન આપી શકાય. શંકા - આમ શા માટે કહો છો ? જવાબ : જે કારણથી પદાર્થની અંદર તેવા પ્રકારની અર્થક્રિયા કરવાનો સ્વભાવ હોવાથી તે તેવા પ્રકારની અર્થક્રિયા કરે છે નહિ કે પદાર્થ ક્ષણિક હોવાથી. કારણકે ક્ષણિકતા તો બૌદ્ધમતને આશ્રયિને સર્વપદાર્થમાં મનાયેલી છે અને જો ક્ષણિકતાને કારણે જ પદાર્થ અર્થક્રિયા કરતો હોય તો પછી ક્ષણિકતા તો ઘટની જેમ પટમાં પણ સમાન છે માટે પટ દ્વારા પણ ઘટની જલાહરણ ક્રિયા થવાનો પ્રસંગ આવે. પરંતુ જવાહરણાદિ અર્થક્રિયા ઘટમાં જ થાય છે અને શીતત્રાણાદિ અર્થક્રિયા પટમાંજ થાય છે માટે નક્કી થાય છે કે જલાહરણાદિ ક્રિયા કરવાનો સ્વભાવ છે માટે ઘટ જલાહરણાદિ ક્રિયા કરે છે અને તે સ્વભાવ પટમાં નથી માટે પટમાં જલાહરણાદિ અર્થક્રિયા થતી નથી. આ પ્રમાણે સર્વમાન્ય ઘટપટાદિમાં તે તે અર્થક્રિયા કરણ સ્વભાવરૂપ સુતર્ક આપવા દ્વારા હવે કુતર્કવાદી કહે છે કે આ પ્રમાણે અગ્નિ એ પાણીના સાંનિધ્યમાં ભીંજવે છે કારણકે અગ્નિનો પાણીના સાંનિધ્યમાં ભીંજવવાનો સ્વભાવ છે. તેજ રીતે પાણી એ અગ્નિના સાંનિધ્યમાં બાળે છે કારણકે તેનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે. શંકા : જો આ પ્રમાણે પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે તો પછી સ્વભાવતો. અગ્નિ ચાલ્યો જાય ત્યારે પણ પાણીમાં રહેવો જોઈએ કારણકે 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૧૭ અગ્નિના ચાલ્યા જવાથી પાણી સ્વભાવ વગરનું થઈ જતું નથી એમાં સ્વભાવ તો રહે છે જ માટે અગ્નિની ગેરહાજરીમાં પણ જો સ્વભાવ છે તો બાળવા રૂપ કાર્ય પાણી દ્વારા થવું જોઈએ. કુતર્કવાદી : સ્વભાવનું વૈચિત્ર્ય છે. અર્થાત્ સ્વભાવનું અનેકપણું છે કે જેથી અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ છે અગ્નિની ગેરહાજરીમાં દાહક સ્વભાવ નથી પણ શીતલ સ્વભાવ છે, આમ સ્વભાવની વિચિત્રતાને કારણે કોઈ દોષ નથી. વળી કુતર્કવાદી કહે છે કે અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ માનવામાં લોકબાધા સિવાય બીજો કોઈ બાધક સ્વભાવ નથી અર્થાત્ લોકમાં પાણીમાં ઠંડક કરવાનો સ્વભાવ છે એ વાત રૂઢ હોવાથી લોક અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ માનવા તૈયાર નથી બાકી અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ નહિ માનવામાં બીજું કોઈ બાધક પ્રમાણ નથી. આ પ્રમાણે સર્વત્ર = સઘળા પદાર્થોમાં અર્થાત્ સાચો કે ખોટો પદાર્થ સિદ્ધ કરવામાં દૃષ્ટાન્તમાત્રનું સુલભપણું હોવાથી અર્થાત્ જગતમાં દૃષ્ટાંતોનો તોટો જ નથી. દરેક વ્યક્તિને પોતાની ખોટી વાત સિદ્ધ કરવા માટે પણ દૃષ્ટાંતો મળી રહેતા હોવાથી અસમંજસકારી કુતર્ક છે. અર્થાત્ કુતર્ક એ પ્રમાણભૂત નથી. દૃષ્ટાંત માત્રનું સુલભપણું કહ્યું તેનાથી વ્યાપ્તિ, અનુભવ આદિનું કુતર્કમાં સુલભપણું નથી એ જણાઈ આવે છે. પ્રતિવાદી વડે અન્ય પ્રકારે કલ્પાયેલો સ્વભાવ છદ્મસ્થના વિષયભૂત થતો નથી એજ વાતને સ્પષ્ટ કરે છે. अतोऽग्नि : क्लेदयत्यम्बु - सन्निधौ दहतीति च । अम्ब्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥९३॥ જે કારણથી અધિકૃત કલ્પિત સ્વભાવ છદ્મસ્થના વિષયભૂત થતો નથી તે કારણથી અગ્નિ ભીંજવે છે. એમાં પ્રત્યક્ષનાં વિરોધનો પરિહાર કરવાને માટે પાણીના સાંનિધ્યમાં એ વિશેષણ મૂકયું અને તેજ રીતે પાણી બાળે છે એમાં લોકપ્રતીતિની બાધા ન થાય તે માટે અગ્નિના સાંનિધ્યમાં એ વિશેષણ મૂક્યું કારણકે અગ્નિ અને પાણીનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી એ પ્રમાણે પરવાદી વડે કહેવાયે છતે શું ? તે કહે છે कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । विप्रकृष्टोऽप्ययस्कान्तः, स्वार्थकृद् दृश्यते यतः ॥ ९४ ॥ = આ પ્રમાણે સ્વભાવને માનવામાં યુતિઃ - શુષ્કતર્ક યુક્તિથી સોગન આપી મનાવવા જેવું છે. પરંતુ સોગન આપ્યા સિવાય આવા પ્રકારના સ્વભાવનું જ્ઞાન 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કરવામાં બીજો કોઈ. ઉપાય નથી. યત: = જે કારણથી શિલારો છત્તોપ = કોઈ બીજું દ્રષ્ટાંત પણ અાર્થોપોનો = કુતર્ક રૂપ અર્થને પુષ્ટ કરનાર વિદ્યમાન છે. અર્થાત્ અગ્નિનો પાણીના સાંનિધ્યમાં ઠંડક કરવાનો સ્વભાવ રૂપ જે કુતર્ક છે તેને પુષ્ટ કરવા પહેલું દૃષ્ટાંત એ આપ્યું કે દરેક પદાર્થમાં તેવા તેવા પ્રકારની અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે માટે કરે છે પણ ક્ષણિક હોવાથી નહિ. - હવે બીજું દ્રષ્ટાંત પણ ઉક્ત કુતર્કને પુષ્ટ કરવા આપે છે તે આ પ્રમાણે - જે કારણથી દૂર રહેલું પણ લોહચુંબક પોતાની અર્થ ક્રિયાને કરતું દેખાય છે અર્થાત લોહચુંબકનો દૂર રહ્યું છતે જ આકર્ષવાનો સ્વભાવ છે વળી માત્ર લોઢાને જ ખેંચવાનો સ્વભાવ છે પણ તાંબુ, સોનું વિ.ને નહિ. વળી ખેંચવાનો જ સ્વભાવ છે પણ કાપવાનો સ્વભાવ નથી. ગ્રંથકાર કહે છે કે જેમ લોહચુંબકમાં આવા પ્રકારનો સ્વભાવ છે તેમ અગ્નિમાં પાણીના સાંનિધ્યમાં ઠંડક કરવાનો અને પાણીમાં અગ્નિના. સાંનિધ્યમાં બાળવાના સ્વભાવની કલ્પના કરતા પરવાદીને કોણ રોકી શકે તેમ છે. ? અર્થાત કોઈ રોકી શકે તેમ નથી. - તાત્વિક રીતે વિચારતા તો પાણીમાં ભીંજવવાનો જ સ્વભાવ છે અને અગ્નિમાં બાળવાનો જ સ્વભાવ છે. હવે આ પાણીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે પાણીમાં અગ્નિના પુદ્ગલો પ્રવેશ પામે છે અને એ પુદગલો જેમ જેમ પાણીમાં વધુ પ્રવેશ પામે છે, તેમ તેમ પાણીમાં રહેલ શીત સ્વભાવ અગ્નિના પુદગલો પ્રવેશ પામવાના કારણે પ્રતિબંધિત થઈ જાય છે પરંતુ પાણીના પુગલો સ્વયં અગ્નિ રૂપે પરિણમી જતા નથી પરંતુ તેમાં અગ્નિના પુદ્ગલો પ્રવેશ પામે છે. પાણીના પુગલો પાણીના સ્થાને છે. અગ્નિના પુદ્ગલો અગ્નિના સ્થાને છે. બંનેનો એકબીજા સાથે માત્ર સંયોગ સંબંધ છે. અને તેથી લોકમાં જે પાણી બાળે છે એમ કહેવામાં આવે છે તે ઉપચરિત પ્રયોગ છે. અર્થાત વાસ્તવિક રીતે તો પાણીની સાથે રહેલા અગ્નિના પુદ્ગલો જ બાળે છે પરંતુ બંનેનું અતિ નિકટવર્તીપણું હોવાના કારણે અગ્નિના પુદ્ગલોનો જે બાળવાનો સ્વભાવ છે તેનો ઉપચાર પાણીમાં કરી પાણી બાળે છે એમ કહેવાય છે. તે જ રીતે જ્યાં જ્યાં બે વસ્તુનું મિશ્રણ છે પરંતુ બંને વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્યિા નથી ત્યાં ત્યાં બંનેના સ્વભાવો સ્વતંત્ર માનવામાં આવ્યા છે. પરંતુ રાસાયણિક પ્રક્રિયા જ્યાં છે ત્યાં તે પદાર્થનું અન્ય પદાર્થમાં રૂપાંતર માનવામાં આવ્યું છે જેમ દૂધમાંથી દહીં, તેમાંથી માખણ,તેમાંથી ઘી વગેરે. રાસાયણિક પ્રક્રિયા તે કહેવાય કે જેમાં ઠંડી કે ગરમીની આપ-લે થાય અર્થાત્ ગરમી કે ઠંડીનું શોષણ કે વૃદ્ધિ થાય. જેમ કોઈ પદાર્થને ૨૫ સે.ગ્રે. ગરમી આપવામાં આવે અને તેમાં ૫ સે.ગ્રે. ગરમી પદાર્થ પોતે શોષી લે તેના કારણે તેનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તો તે રાસાયણિક પ્રક્રિયા છે. 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૧૧૯ જેમ બે પાટા દૂર દૂર દૃષ્ટિ કરતા એક બીજાને મળી જતા હોય તેમ લાગે છે, આકાશ તરફ દૂર દૂર દૃષ્ટિ કરતાં ક્ષિતિજને મળી જતું હોય તેમ લાગે છે, પર્વત ઉપર રહેલાને નીચે ચાલતા માણસો વેંતિયા લાગે છે. આ બધું પ્રત્યક્ષ હોવા છતાં ત્યાં ભ્રમ છે, દૂરવાદિને કારણે વસ્તુ તેવી ન હોવા છતાં તેવા પ્રકારનો ભ્રમ થઈ જાય છે તે જ રીતે પાણીમાં પણ અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો ભ્રમ થાય છે. અહિંયા ગ્રંથકાર કહે છે કે આમ ઉક્ત પદાર્થોમાં ભમાત્મક જ્ઞાન હોવા છતાં લોહચુંબકમાં દૂરથી જ ખેંચવાનો સ્વભાવ છે તેનું દ્રષ્ટાંત લઈ કુતર્કવાદીને પણ તેવા પ્રકારના નવા નવા સ્વભાવની કલ્પના કરતાં કોણ રોકી શકે તેમ છે ? અર્થાત જેને કુતર્ક જ કરવા હોય, વિતંડાવાદ જ કરવો હોય અને એ દ્વારા પ્રતીતિ સિદ્ધ સાચી વસ્તુનું પણ ખંડન કરવું હોય તો તેને કોણ રોકી શકે તેમ છે ? અર્થાત્ કોઈ રોકી શકે તેમ નથી. હવે ઉપસંહાર કરતા કહે છે - दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोद्यते ह्ययम् ॥१५॥ જે કારણથી ઉપર કહેલી (શ્લોક ૯૨, ૯૩, ૯૪ માં) કહેલી નીતિ પ્રમાણે સાધ્ય વસ્તુમાં લોક પ્રતીતિથી બાધિત એવા દ્રષ્ટાંતો સર્વત્ર = બધા જ સાધ્યપદાર્થમાં (મિથ્યા વસ્તુની સિધ્ધિમાં પણ) મળવા સુલભ છે. દુનિયા મોટી છે અને કાલ અનંત છે તેથી બધા દૃષ્ટાંતો સુલભ છે તે કારણથી જેમાં લોક પ્રતીતિની બાધા આવે છે એવા કુતર્કો કોના વડે કરીને બાધિત કરી શકાય છે ? અર્થાત્ કોઈનાથી નહિ. કારણકે તેમ કરવામાં સ્વનીતિનો વિરોધ આવે છે. કારણકે સજ્જન પુરુષોની એ નીતિ છે કે જ્યાં સુધી સામી વ્યક્તિના ખોટા વચનને ખોટારૂપે સિદ્ધ ન કરી આપે ત્યાં સુધી તેના વચનને ખોટા કહેવાય નહિ. આમ ખોટું સિદ્ધ કર્યા સિવાય તારું વચન ખોટું છે એમ કહેવું તે નીતિ વિરુદ્ધ છે અને આવું નીતિવિરુદ્ધ સજ્જન પુરુષો કયારે પણ આચરે નહિ અર્થાત સુતર્કદ્વારા તેની વાત દોષિત સિદ્ધ કરી તેને નિરુત્તર કરવામાં આવે તો પણ તે પોતાને ફાવતા દૃષ્ટાંત લઈ કુતર્ક કર્યા જ કરે તેથી એનો કયારે પણ અંત આવે નહિ. द्विचन्द्रस्वानविज्ञाननिदर्शनबलोत्थितः। निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥१६॥ કુતર્કવાદીને કુતર્ક કરતાં કોઈ રોકી શકતું નથી તેમાં દ્રષ્ટાંત કહે છે. જેમ બે ચંદ્ર અને સ્વપ્ન વિજ્ઞાનના દ્રષ્ટાંતના બળ ઉપર ઉભા થયેલ જ્ઞાનાદ્વૈતવાદીને બધા જ્ઞાન નિર્વિષચક છે એમ સિદ્ધ કરતાં કોઈ અટકાવી શકતું નથી તેમ. 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્ઞાનાદ્વૈતવાદીના મતે જગતમાં જ્ઞાન સિવાય ઘટ પટાદિ કોઈ વસ્તુ જ નથી અને તેથી સઘળા જ્ઞાન નિર્વિષયક છે એમ તે કહે છે તેમાં દૃષ્ટાંત આપે છે કે જેમ બે ચંદ્રમાં નથી છતાં બે ચંદ્રનું જ્ઞાન તેમિરિક રોગવાળાને થાય છે તથા સ્વપ્નમાં હાથી વગેરેનું જ્ઞાન થાય છે પણ સ્વપ્નમાં હાથી આદિ નથી તેમ જગતના સઘળા જ્ઞાન એ મૃગતૃષ્ણાજલને વિષય કરનારા છે અર્થાત્ નિર્વિષયક છે એ પ્રમાણે સાધતા જ્ઞાનાદ્વૈતવાદીને કોના વડે રોકી શકાય ? આ પ્રમાણે કુતર્કથી તત્ત્વસિદ્ધ ન થાય તે કહે છે सर्वं सर्वत्र चाप्नोति, यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किञ्चन ॥१७॥ અધ્યાત્મના માર્ગમાં કુતર્ક એ વર્જ્ય છે. જે કારણથી સઘળા પદાર્થોમાં આ પ્રમાણે કુતર્કથી લોકમાં પ્રતીતિથી બાધિત અને અસમંજસ (પ્રત્યક્ષથી બાધિત) એવું બધું સાધ્ય રાખોતિ = સિદ્ધ કરી શકાય છે તે કારણથી આ કુતર્કથી કાંઈ પ્રયોજન નથી. કુતર્ક દ્વારા પ્રત્યક્ષથી વિરૂદ્ધ (અર્થાત્ તેવા પ્રકારના કલ્પિત દૃષ્ટાંત માત્રથી યુક્ત-)સિદ્ધ કરી શકાય છે પરંતુ તે કૂતર્કમાં વ્યાપ્તિનું બળ કે અનુભવ વગેરે કાંઈ જ હોતું નથી. માટે આવા કુતર્કનું કોઈ પ્રયોજન નથી, - કુતર્ક આત્માની શક્તિને ખોટા રસ્તે લઈ જાય છે. જેનાથી આત્મા પોતાની શક્તિનો સદુપયોગ કરી શકતો નથી. કુતર્ક અધ્યાત્મના માર્ગમાં આગળ વધવામાં પ્રતિબંધક બને છે. પ્રસ્તુત માં મિથ્યાત્વના જ કુતર્કો લેવાના છે. જેના કારણે શરીર, ધન, પરિવારાદિ તેમજ કષાયના પરિણામો જીવને પોતાના લાગે છે, આત્મા અને આત્માના ગુણો પોતાના લાગતા નથી. મિથ્યાત્વને કારણે જીવને આત્માના વિષયમાં વિપરીત પરિણામો થાય છે અને તે જ વાસ્તવિક જીવનું અહિત કરે છે. કુતર્કો જીવને આગ્રહી બનાવે છે. નવતત્વના વિષયમાં પણ જીવને મિથ્યાત્વના કારણે કુતર્ક થાય. છે. આ કુતર્કને કારણે જીવની યોગમાર્ગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી, અતીન્દ્રિય પદાર્થમાં તર્કની જરૂર પડે છે. જીવને કુતર્કને કારણે વિપરીતગ્રહ થઈ ગયો હોય અને પોતે નિરાગ્રહી હોય તો તે જીવને નુકસાન કરનાર થતો નથી. જેમકે આત્મા વિભુ છે. ઇશ્વર જગત્કર્તા છે ઇત્યાદિ કુતર્કને કારણે થઇ ગયેલ બોધ નિરાગ્રહી જીવને તરત જ નિવર્તન કરાવી શકાય તેવો હોય છે. ત મિત્કાર - આ બાજુ તિન્દ્ર - તર્ક ઇવ” આવા સ્વરૂપવાળો છે અર્થાત શ્લોક ૯૮ માં કહેવાનારા અતીન્દ્રિય અર્થનો વિષય નથી એ ગ્રંથકાર કહે છે. 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૨ ૧ તાત્પર્ય - એક બાજુ કુતર્ક બધી વસ્તુમાં બધું જ સિદ્ધ કરી આપે છે એમ કહ્યું હવે બીજીબાજુ તેનો વિષય અતીન્દ્રિય પદાર્થ નથી એ વાતને હવે સિદ્ધ કરે છે. अतीन्द्रियार्थसिद्धयर्थं यथाऽऽलोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य, न चासौ गोचरः क्वचित् ॥९८॥ ઉચિત અને યથાર્થ વિચારણા કરનારા બુદ્ધિશાળીઓનો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે પ્રયત્ન હોય છે અને તે સિદ્ધિ કયારે પણ શુક્લર્કનો વિષય બનતી નથી તાત્પર્ય - યોગમાર્ગ એ જ આત્માનું કલ્યાણ કરનાર છે તેથી યોગની. વિચારણામાં અતીન્દ્રિય એવા આત્માની સિદ્ધિ આવશ્યક છે જ્યારે કુતર્કનો તો અતીન્દ્રિય અર્થ વિષય જ નથી તેથી યોગમાર્ગમાં પ્રયાણ કરવા માટે આવા કુતર્કથી સર્યું. કુતર્ક પ્રત્યક્ષથી પણ વિરૂદ્ધ પદાર્થને સિદ્ધ કરે છે. અર્થાત કુતર્ક પ્રત્યક્ષને પણ સમ્યગ બતાવી શકતો નથી તો પછી અતીન્દ્રિય એવા આત્મા, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ વગેરે નવતત્ત્વોને કેવી રીતે સખ્ય બતાવી શકે ? કુતર્કના ઉપલક્ષણથી ખોટી ચર્ચા પણ વર્ષ છે. જેમ અધ્યાત્મના માર્ગમાં કુતર્ક એ વર્જ્ય છે તેમ કુતર્કના ઉપલક્ષણથી જેને તત્ત્વનો ખપ નથી તેની સાથે ખોટી ચર્ચા પણ કરવા જેવી નથી અન્યથા એનું ખૂબ અનિષ્ટ પરિણામ આવે છે. જિતશબુરાજાના રાજ્યમાં સ્કંદક જ્યારે રાજ્યસભામાં કુમાર અવસ્થામાં હતા ત્યારે દંડાગ્નિ રાજાનો મંત્રી પાલક આવ્યો. તે વેદમૃતિનો સારો જાણકાર હતો છતાં જેનધર્મ ઉપર તેને ષ હતો. તેણે વાતવાતમાં જૈનધર્મની સ્નાન નહિ કરવાની વગેરે વાતોની નિંદા કરી. સ્કંદક કુમારે તેને સામી દલીલો આપી નિરુત્તર કર્યો. જેના ળ રૂપે પાલકે અવસરે બદલો લેવાની ગાંઠ વાળી અને તેથી કંઇક દીક્ષા લીધા પછી આચાર્ય બની પોતાના ૫૦૦ શિષ્યો સાથે જ્યારે પોતાની બેનને પ્રતિબોધ કરવાના હેતુથી કુંભકારનગરમાં આવ્યા ત્યારે આ પાપી પાલક મંત્રીએ વૈરનો બદલો લેવા સ્કંદક મહાત્મા જે ઉધાનમાં ઉતર્યા હતા ત્યાં જમીનમાં જાસુસો દ્વારા શસ્ત્રભંડાર છુપાવ્યો અને પછી રાજાના કાન ભંભેર્યા અને જમીનમાં દટાવેલા શસ્ત્રોની ખાત્રી કરાવી, જેના કારણે ગુસ્સે થયેલા રાજાએ પાલકને કહ્યું કે તમને જે ઉચિત લાગે તે શિક્ષા કરી શકો છો અને પાલકે યંત્ર બનાવી ૫૦૦ સાધુઓને પીલી નાંખ્યા અને છેલ્લે કુંદક આચાર્યને પણ પીલ્યા. પોતે પીલાયા તો ખરા પણ પોતાની પહેલા બાળમુનિને પીલાતા દેખીને તેમણે નિયાણું કર્યું હતું કે “ભલે હું મરું પણ મારા તપ અને સંયમનું ળ હોય તો આ પુરોહિત, રાજા અને સર્વ નગરનો નાશા કરૂં તેના પ્રભાવે વિરાધક બની અગ્નિકુમાર દેવ થયા. 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ સ્કંદકાચાર્યની બહેન પુરંદરયશાને ખબર પડતાં અત્યંત વલોપાત કરે છે શાસનદેવીએ તેને ઉપાડીને ભગવાન મુનિસુવ્રતસ્વામિ પાસે મુકી, તેણે ત્યાં સંયમ લીધું અને આત્મકલ્યાણ કર્યું. અને આ બાજુ મરીને અગ્નિકુમાર થયેલા દેવે ત્યાં આવીને ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ પ્રગટાવી આખા નગરનો નાશ કર્યો. કુંભકારનગર દંડકારણ્ય બન્યું. આ બતાવે છે કે જેને આત્મકલ્યાણની કોઈ ઇચ્છા જ નથી એવાઓની સાથે ખોટી ચર્ચામાં સમય વેડફ્લો એ આત્માનું અહિત કરવા માટે થાય છે. માનવભવની સફળતા સાધનાથી છે. મનુષ્ય જન્મ અને પ્રભુશાસન નિર્દિષ્ટ મોક્ષમાર્ગ આપણને ઘણી ઘણી પુન્યાઇથી મળેલ છે. જીવન પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યું છે અને ખોટી ચર્ચા, નિંદા, ટીકા અને મત-મતાંતરમાં આપણો કિંમતી સમય વેડફ્રાઈ રહ્યો છે. જ્ઞાની એક જ વાત કરે છે કે બીજાને ખોટા કહીને તું ક્યારે પણ મોક્ષે જઈ શકીશ નહિ. હું સાચો અને બીજા ખોટા, હું સારો અને બીજા ખરાબ, હું ન્યાયી અને બીજા અન્યાયી આ બધો બુદ્ધિતત્ત્વનો પ્રભાવ છે. મત-મતાંતર છોડી, પક્ષાપક્ષી છોડી, વાડાબંધી તોડી જ્યારે તું સેંટરમાં આવશ, રાગ-દ્વેષની મધ્યમાં આવીશ, તું તારામાં ઊંડો ઉતરીશ ત્યારે તને તારી અભેદ ચેતના પ્રાપ્ત થશે. જેમ સૂર્ય મધ્યાહે આવે છે ત્યારે પડછાયો પોતાનામાં સમાઈ જાય છે તેમ જીવા રાગ-દ્વેષ મૂકી મધ્યમાં રહે છે ત્યારે કર્મબંધ અટકી જાય છે. “આત્રે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ, . આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ; ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” રાગ-દ્વેષથી બચવા, બની ગયેલા બનાવો માટે ભવિતવ્યતાનો ઉપયોગ કરવાનો છે જ્યારે વર્તમાનકાળ માટે તો જાગૃતિપૂર્વકનો, સ્વરૂપભાવમાં રહેવા પૂર્વકનો પુરુષાર્થ જ કરવાનો છે. ભવિતવ્યતાનો ઉપયોગ કરવાથી ભૂતકાળ આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં આવી ડખલ કરતો નથી. - આ આત્મા શરીરમાં આવી પુરાયો તો આ શરીરની રચના પણ કોણ જાણે એવી થઈ છે કે એક જ જીભ દરેક ફળોના જુદા જુદા રસનો આસ્વાદ લઈ શકે છે. એનાથી એ સિદ્ધ થાય છે કે જીભમાં બધા જ પ્રકારના સ્વાદની યોગ્યતા છે. જીભમાં બધા જ પ્રકારના કેળા, ચીકુ વગેરે ગ્રહણને યોગ્ય રસ રહેલા છે, જો તેમ ન હોત તો તે તે રસને લેવા માટે શરીરમાં અનેક પ્રકારની ગોઠવણ કરવી પડત. તો જીવને પાછું શોધવું પડત કે કેળાના સ્વાદનું ખાનું 2010_05 Page #152 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧ ૨૩ કયું છે ? ચીકુના સ્વાદનું ખાનું કયું ? દુર્જન, દુષ્ટ કે સજ્જન હો બંધાના જ શરીરની રચના એક સરખી છે. મતિજ્ઞાન કેવલજ્ઞાનનું અવશેષ - આમ જુવો તો આજે આપણું મતિજ્ઞાન કેવું થઈ ગયું છે ? પરમાત્મ સ્વરૂપ આપણો આત્મા, તેનું કેવલજ્ઞાન આજે મતિજ્ઞાન થઈ ગયું છે. સમુદ્ર બિંદુ થયો છે. કેવલજ્ઞાનનું અવશેષ, ભંગાર અને ખંડિયેર એ મતિજ્ઞાન છે. કેવી રીતે ? તે જોઈએ. આત્માના અસંખ્ય પ્રદેશ ગમે તેટલા અવરાયા તો પણ આઠ રુચક પ્રદેશો આજે ખુલ્લા છે તે અવશેષ. આત્માનું કેવળજ્ઞાન ભાંગીને ભુક્કો થયું છે. મતિજ્ઞાન રૂપે થયું છે. અવિનાશી જ્ઞાન વિનાશીરૂપે થયું. સમુદ્ર બિંદુ બની ગયો એ ભંગાર. ખંડિયેર હોય ત્યાં પક્ષીઓ માળા બાંધે, કરોળીયા જાળા રચે. મધમાખીઓ મધપૂડો કરે. કૂતરા સંડાસ કરીને બગાડે તેમ આપણા આત્મામાં - મતિજ્ઞાનમાં મોહના જાળા છે. દયિક ભાવના વિકારો છે. ઉપરોક્ત વાત કાંઈ મતિજ્ઞાનની નિંદા કરવા માટે કરી નથી પણ જીવને ચોંકાવવા માટે છે કે જીવ મૂળમાં કેવો છે અને હાલમાં કેવો થઈ ગયો છે ? બાકી તો “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ અને નાનો પણ રાઈનો દાણો ” એ ન્યાયે મતિજ્ઞાન જ આખરે કેવળજ્ઞાન બનવાનું છે માટે તે તો પૂજ્ય જ છે. જીવ તો સ્વરૂપે પરમાત્મા છે પણ વર્તમાનમાં તેના આત્મા પર કર્મનો કાટ લાગેલો છે જે શોચનીય છે. પ્રશંસનીય નથી. Every Cloud has a Silver lining દરેક કાળાધાબા જેવા વાદળામાં પણ રૂપેરી રેખા હોય છે. લાખો નિરાશામાં પણ એક અમર આશા છુપાયેલી છે. તેમ ભાંગીને તૂટી ગયેલા આત્મામાં પણ આજે કેવલજ્ઞાન છુપાયેલું છે, જે એક દિવસ જરૂર પ્રગટ થવાનું છે, એ મોટો આશાવાદ છે. આત્માને પરમાત્મા બનાવવાની જરૂર શા માટે ? પુદ્ગલની સાથે અનંતકાળથી જોડાયેલો આત્મા અનંત કાળ વીતવા છતાં હજુ પુદ્ગલ નથી બન્યો અને બનવાનો પણ નથી માટે જ આત્માને પરમાત્મા બનાવવા માટેની મહેનત કરવાની છે. રામચંદ્રજી સીતાને લેવા માટે લંકા કેમ ગયા ? શા માટે રાવણ સાથે ભયંકર યુદ્ધ કર્યું ? આખા રાક્ષસકુળનો સંહાર કેમ કર્યો ? કહો કે ગમે તેવા રાવણના પ્રલોભનો હોવા છતાં, ગમે તેટલા કષ્ટ વેઠવા પડ્યા છતાં સીતા રાવણની થઈ નહોતી માટે. જો રામચંદ્રજીને ખબર પડી ગઈ હોત કે સીતા રાવણની થઈ ગઈ છે તો જાત ? યુદ્ધ કરત ? ના. 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કુતર્ક ત્યાજ્ય છે. એ ઉપર ભાર મૂકતા હરિભદ્રસૂરિજી મહારાજના શ્લોકો વાંચતા તેમનામાં એક માતૃહૃદયના દર્શન થાય છે. જેમાં એક માતા પોતાનો પુત્ર કોઈ અનિષ્ટ સ્થાનમાં જતો હોય તો તેને બચાવવા લાગણીપૂર્વકના શબ્દોથી પાછો વાળે તેમ ગ્રંથકારશ્રીને કુતર્કનું ખુબ અનિષ્ટ દેખાયું છે. કુતર્કથી આત્માની દુર્ગતિમાં થનારી ખાનાખરાબી અને ભવભ્રમણ દેખાય છે તેથી એક માતૃહૃદયની જેમ આપણને તેનાથી બચવા ઉપદેશ આપી રહ્યા છે. આત્મભૂમિને સમતાંગણ બનાવવાની છે. સમરાંગણ બનાવવાની નથી. તે માટે બાહ્ય સંઘર્ષ સદાને માટે ટાળવાનો છે અને આંતર સંઘર્ષ પળેપળે કરવાનો છે. જો બાહ્ય સંઘર્ષ કરવા જઈશું તો આંતર સંઘર્ષ કરવાની અને એ દ્વારા કર્મશત્રુનો પરાભવ. કરવાની અમુલ્ય તક હારી જઈશું. યુગલિકો મરીને દુર્ગતિમાં જતા નથી કારણ કે આખા જીવનમાં ક્યારેય બાહ્ય સંઘર્ષ કરતા નથી. તેમ યુગલિકો મરીને ક્યારે પણ મોક્ષે જતા નથી કારણ કે આંતર સંઘર્ષ કરી શકતા નથી. બાહ્ય સંઘર્ષ નહિ કરનારો દુર્ગતિ અટકાવે છે. આંતર સંઘર્ષ કરનારો મુક્તિ પામે છે. જે મરણિયો બનીને મોહની સામે ઝઝુમે છે તે મોહ ઉપર વિજય મેળવે છે. गौचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादि - संवाद्यागमदर्शनात् ॥ ९९ ॥ આ અતીન્દ્રિય અર્થ એ આગમનો જ વિષય બને છે કારણ કે આગમથી. જ અતીન્દ્રિય અર્થનું સમ્યગજ્ઞાન થાય છે. લૌકિક પ્રત્યક્ષ એવા ચંદ્ર અને સૂર્યનું ઉપરાગ અથતિ ગ્રહણનું સંવાદીપણું એ આગમથી જ જણાય છે અથતિ ભાવિમાં થનાર સૂર્યગ્રહણ વગેરેનો ચોક્કસ સમયનિર્ણય વગેરે લોકિક વસ્તુઓ આગમથી વર્ષો પૂર્વે નક્કી કરી શકાય છે. આમ સૂર્યગ્રહણ વગેરે લૌકિક અતીન્દ્રિય પદાર્થોનો આગમ યથાર્થ બોધ કરાવતું હોવાથી લોકોત્તર આત્માદિ અતીન્દ્રિય પદાર્થો પણ આગમથી જ જણાય છે. “તાર્કિક બુદ્ધિને શ્રધ્ધાળુ બનાવવી” તે શાસ્ત્ર અધ્યયનનું ફળ - શંકા અથવા તર્ક થવા એ અજ્ઞાન યા પૂર્વજન્મકૃત પાપોનું ળ છે. તે મહાપુરુષને ધન્ય છે કે જેને ઈશ્વરના અસ્તિત્વમાં કોઈ પ્રકારની શંકા જ ઉઠતી નથી. તેઓ ઈશ્વરને સર્વશક્તિમાન માનીને અને ચરાચર વિશ્વના સાક્ષી બનીને તેમનું જ ચિંતન કરતા હોય છે. જે હંમેશા ભગવાનને સર્વત્ર સમજીને અને બધામાં ભગવદ્ બુદ્ધિ રાખીને વ્યવહાર કરે છે. તેનાથી કદી ખોટું કામ 2010_05 Page #154 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૨૫ થતું નથી, ગ્રંથભાર તો અજ્ઞાનનું ચિહ્ન છે. જેને ભગવાનના સર્વાન્તર્યામીપણા ઉપર વિશ્વાસ નથી. જેના મનમાં જાતજાતની શંકાઓ ઉઠ્યા જ કરે છે તેમને માટે શાસ્ત્ર છે. કે તેઓ શાસ્ત્રો દ્વારા પોતાની તાર્કિકબુદ્ધિને શ્રદ્ધાળુ બનાવી લે. જો અંતપર્યંત બુદ્ધિ તર્કમાં ફ્સાઈ રહી તો શાસ્ત્રોનું અધ્યયન વ્યર્થ છે. શાસ્ત્રોના અધ્યયનનું ફ્ળ તર્કાતીત થઈને શ્રદ્ધાળુ બનવાનું છે. અર્થાત્ તર્કને શ્રદ્ધાના સરાણે ચડાવી નિઃશંક બનવાનું છે. તર્કને બીજાને નિરુત્તર બનાવવામાં રસ છે જયારે શ્રદ્ધાને નિઃશંકતામાં રસ છે. બે પ્રકારના પુરુષો હોય છે. (૧) હૃદય પ્રધાન (૨) બુદ્ધિ પ્રધાન. તેમાં હૃદય પ્રધાન ઓછા અને બુદ્ધિપ્રધાન વધારે હોય છે. બુદ્ધિ પ્રધાન જીવો તર્ક કર્યા સિવાય કોઈ વાતને માનતા જ નથી જેમ ઝેરની દવા ઝેર જ છે. અગ્નિથી દાઝેલાને તેલ લગાવીને અગ્નિ વડે શેકવાથી જ ઠીક થાય છે તેમ તર્કવાળાઓની બુદ્ધિને તર્કથી જ હરાવવી જોઈએ કે ત્યાંથી પછી આગળ જવાની બુદ્ધિની શક્તિ જ રહે નહિં. તર્ક કરવાથી સ્થૂલબુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે અને સૂક્ષ્મબુદ્ધિ જ પરમાર્થ તરફ આગળ વધી શકે છે. તારક પરમાત્માએ તર્ક અને યુક્તિઓ દ્વારા ભગવદ્ તત્ત્વને એવી ખૂબીપૂર્વક વર્ણવ્યું છે કે ભારેમાં ભારે તાર્કિક પણ ત્યાંથી આગળ વધી શકતો નથી. શાશ્રવણ અને અધ્યયનનું એટલું જ પ્રયોજન છે કે જેમની બુદ્ધિ તાર્કિક છે તેઓ તેના દ્વારા તેને સૂક્ષ્મ અને સ્વચ્છ બનાવીને તેને પરમાર્થગામિની બનાવે. હંમેશા તર્કોમાં જ ફ્સાઈ રહેવું અને ખંડન-મંડનના જ આટા-પાટામાં ગુંથાઈ રહેવું એ લક્ષ્ય નથી કારણ કે પરમાર્થનો માર્ગ તર્કાતીત છે. અસલી પદાર્થ ક્યાંય શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતો નથી તે તો અનુભવગમ્ય છે. અજ્ઞાનમાં અને શ્રદ્ધામાં આફાશ-પાતાળનું અંતર છે. અજ્ઞાનીને પણ તર્ક ઉઠતા નથી, પરંતુ તેને જ્યાં સુધી સાચી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી તે પરમાર્થ તરફ આગળ વધી શકતો નથી. અને જેના હૃદયમાં સાચી શ્રદ્ધા છે. તે કદી અજ્ઞાની રહી શકતો નથી. કેમકે સાચી શ્રદ્ધા તો વિકલ્પોનો અંત આવ્યા પછી જ થાય છે. તર્ક અને શંકા ઉઠવી એ પૂર્વજન્મના કરેલાં પાપોનું ફ્ળ છે. તર્ક ઉઠતા આળસુ અને અજ્ઞાનીઓની પેઠે તેને દબાવવા એ પણ પાપ છે. આવો આળસુ પરમાર્થી થઈ શકતો નથી. વાસ્તવિક રીતે જોતાં તો ગુણપ્રાપ્તિમાં આગળ વધેલા સાધકો પાસે તાર્કિકોએ પોતાના તર્કનું યોગ્ય નિરસન, સમાધાન કે સંવર્ધન કરીને અનુભવના બળે આગળ વધવું જોઈએ. પરમાર્થ પામવાનો આ માર્ગ બુદ્ધિજીવી માટે હિતાવહ જણાય છે. 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ બુદ્ધિના ઉન્મેષ રૂપ તર્ક એ કોઈ નકામી વસ્તુ નથી પણ તેને યોગ્ય સમયે વળાંક આપવા માટે હૃદયને પ્રાધાન્ય મળવું જરૂરી છે, તો જ અધ્યાત્મમાં આગળ વધી શકાય. દૈનિક જીવનમાં પણ બુદ્ધિનો દુપયોગ હૃદયની શુદ્ધિથી અટકાવી શકાય છે. બુદ્ધિજીવીઓ અહં તરફ ગતિ કરે છે. “મારું તે સાચું” માને છે અને શ્રધ્ધાજીવીઓ સત્ય તરફ ગતિ કરે છે. “સાચું તે મારું” એ સૂરથી તેઓ પૂર્વગ્રહથી પીડિત હોતા નથી અને પોતાની જ માટે તત્પર હોય. છે તેઓ પોતાના અધિકાર માટે ઝઘડતા બુદ્ધિજીવીઓને સમજાવી શકે છે. - હવે તર્કવિજ્ઞાનથી જ બુદ્ધિજીવીઓને સમજાવવાની કળા સહૃદયી પાસે કેવી રીતે હોય છે ? તે દૃષ્ટાંતથી જોઈએ. - આજે જગતમાં હકના ઝઘડા છે અને જો પ્રત્યે ભારે ઉપેક્ષા સેવાતી જોવામાં આવે છે. હકીકતમાં આ હૃદય અને બુદ્ધિનો વિમર્શ છે. બુદ્ધિજીવીઓએ પણ અંતે તો સ્વીકારવું જ પડે છે કે અધિકારની પ્રાપ્તિ (૧) આપણા પુણ્યને તથા (૨) સામી વ્યક્તિની પાત્રતાને આધીન છે. અને આ બંને વસ્તુ પરાધીન છે. પુણ્ય કરવું સ્વાધીન છે, પુણ્ય હોવું પરાધીન છે. (કારણ કે ગયા ભવમાં કર્યું હોય તો જ મળે છે. જગતની વિષમતા એ કર્મ, પૂર્વભવ વિ. ને સાબિત કરે છે.) હવે પરાધીન વસ્તુ માટે વ્યર્થ ફાંફા મારવા કરતાં - જનું પાલન કરીને માનવભવની સફળતા કરવી જોઈએ. કર્તવ્યપાલન માટે વિવેક અને જાગૃતિ જોઈએ. આ બંને વસ્તુ પ્રયત્નસાધ્ય છે એટલે સ્વાધીન છે તો શા માટે કર્તવ્યપાલન કરીને ગુણનો આનંદ ન મેળવવો ? બલાત્કારે અધિકારની પ્રાપ્તિથી મળતી તુચ્છ વસ્તુઓ સુખની સામગ્રી આપી શકે છે પણ સુખ, શાંતિ, સમાધિ, આનંદ આપવાની તાકાત તેની નથી. આ રીતે બુદ્ધિજીવીઓના તર્કને સાચો વળાંક આપવાથી તેઓ બુદ્ધિશાળી બની શકે છે અને સાત્ત્વિક આનંદની અનુભૂતિ કરનાર બને છે. જે હૃદયપ્રધાન, ભાવિક અને સરળ છે. તેના મનમાં શંકા ઉઠતી જ નથી. તે તો પોતાના પ્રિયતમના ગુણ ગાવા જ ઇચ્છે છે. બાહ્ય સિદ્ધિઓનું તેને મન કોઈ જ પ્રયોજન નથી. તેને માટે તો પરમાત્માના ચરણકમળ જ સત્ય છે. જગત સત્ય હો કે મિથ્યા હો તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. સંસારથી ક્ષુબ્ધ થયેલી બુદ્ધિને ઠેકાણે લાવવા માટે શાસ્ત્રો છે. સાચી શાંતિ તો, હૃદયની વેદનાપૂર્વકની પ્રાર્થનાથી જ થાય છે. જ્યારે બધા તર્કો ભૂલી જઈને એકાંતમાં પરમાત્માની પાસે દીન થઈને પ્રાર્થના થાય છે ત્યારે સાચી શાંતિ મળે છે. શાસ્ત્રોમાં જીવ અને બ્રહ્મની જે બધી વાતો કરી છે તે માત્ર હૃદયની વાત નથી. પ્રેમ એ જ બ્રહ્મનું સાચું સ્વરૂપ છે. પ્રેમની પ્રાપ્તિ થવી એ જ જીવનું 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૨૭ અંતિમ લક્ષ્ય છે અને તે પ્રભુ કૃપાથી થાય છે. બુદ્ધિ પ્રધાન જીવોની બુદ્ધિને સૂક્ષ્મ કરવા માટે શાસ્ત્રની રચના છે. હૃદયમાં તો પ્રભુપ્રેમની જ મહત્તા છે. તેથી ગમે તેટલો જીવ જ્ઞાની બન્યો હોય પણ તેણે અરવિંદાક્ષ પ્રભુનો આશ્રય કદીપણ છોડવો જોઈએ નહિ. જે જ્ઞાનના અભિમાનમાં આવીને પરમાત્માનો ત્યાગ કરે છે તેનું અવશ્ય પતન થાય છે. સંસારમાં જીવમાત્રનો પુરુષાર્થ પરમાત્મપ્રેમની પ્રાપ્તિ કરવાનો છે. પ્રભુના ચરણ કમળમાં પ્રીતિ થાય એ જ સર્વસાધનોનું અંતિમ ળ છે. एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानां - स्तथा चाह महामतिः ॥ १०० ॥ આગમપ્રધાન, સમ્યક્ શ્રદ્ધાળુ અથતિ જ્ઞાનાવરણીય અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી પ્રાજ્ઞ બનેલ - વિચારક બનેલ (કારણ કે જે વિચારક હોય તે જ પોતાની બુદ્ધિથી પરીક્ષા કરી તત્ત્વાતત્ત્વનો નિર્ણય કરી તત્ત્વની શ્રદ્ધા કરી શકે છે) પરદ્રોહથી વિરામ પામેલો અને સદા યોગમાં તત્પર એવો જીવ ધર્મ, અધર્મ, પુણ્ય, પાપાદિ અથવા તો દાન શીલ અથવા તો ધર્માસ્તિકાયાદિ અતીન્દ્રિય અર્થોને જાણે છે અને આ જ વાત હવે પછીના શ્લોક ૧૦૧માં પતંજલિ કહેવાના છે.... બત્રીસી ૨૩/૧૩માં ઉપાધ્યાયજી - મત્ર - અતીન્દ્રિય અર્થમાં શાસ્ત્રનો જ અવકાશ છે તેથી પ્રતાઃ કુતર્કમાં શ્રદ્ધા કરવાના બદલે શાસ્ત્રમાં જ શ્રદ્ધાળુ, શીલસંપન્ન અને યોગયુક્ત જીવ અતીન્દ્રિય તત્ત્વનો જ્ઞાતા બને છે. - બુદ્ધિશાળી જીવોનો પ્રયત્ન અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે જ હોય છે આના દ્વારા ગ્રંથકાર વ્યાપ્તિ બાંધવા માંગે છે કે જે જે બુદ્ધિશાળી છે તે તે અતીન્દ્રિય પદાર્થની પ્રાપ્તિમાં પુરુષાર્થવાળા છે. આ અન્વય વ્યક્તિ છે અને જે જે અતીન્દ્રિય પદાર્થની પ્રાપ્તિમાં પુરુષાર્થવાળા નથી તે તે બુદ્ધિશાળી નથી આ વ્યતિરેક વ્યાપ્તિ છે. મનુષ્યના ભવમાં આવ્યા પછી વિચારે કે હું કોણ છું ? ક્યાંથી આવ્યો ? મારું સ્વરૂપ શું ? આ બધો વળગાડ કોના યોગે છે ? આ બધું મેળવીને, ભેગું કરીને પછી ક્યાં જવાનું ? આ બધું વિચારે તો સમજાય કે હું શું કરી રહ્યો છું ? અને શું કરવાનું છે ? આમ મન, વચન, કાયાનો બધો જ પુરુષાર્થ અતીન્દ્રિયાર્થની સિદ્ધિ માટે થાય પછી તે સિદ્ધિ પ્રતીતિરૂપે અને પ્રાપ્તિરૂપે થાય છે. જ્ઞાનરૂપે સિદ્ધિ તે નિર્ણયરૂપ સિદ્ધિ છે. ' દર્શનરૂપે સિદ્ધિ તે પ્રતીતિરૂપ સિદ્ધિ છે. ચારિત્રરૂપે સિદ્ધિ તે પ્રાપ્તિરૂપ સિદ્ધિ છે. 2010_05 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અતીન્દ્રિય અર્થ આગમનો વિષય બને છે. કુતર્કનો વિષય કદાપી બનતો નથી. તત્ત્વના સમ્યમ્ જ્ઞાતા બનવા હરિભદ્રસૂરિજી મહારાજ એક વિશેષણ પરદ્રોહથી વિરામ પામેલો' મૂકી રહ્યા છે તો અહિંયા પ્રશ્ન થાય કે સમ્યગ જ્ઞાતૃત્વ અને પારદ્રોહથી વિરતિ એ બેને પરસ્પર શું સંબંધ છે ? તેનું સમાધાન એ છે કે શાસ્ત્રોમાં સમ્યક્ અર્થ કાઢવાની પ્રજ્ઞા ચારિત્રના પાલનથી જન્મે છે, વિષયોના ભોગવટા સાથે તે શક્ય નથી. આગમ એ, અગમતત્ત્વને પામવા માટે છે તેને માટે માર્ગાનુસારી સૂક્ષ્મ પ્રજ્ઞા જોઈએ, તે માટે ત્યાગ, વૈરાગ્ય, ગુરુકૃપા. વગેરે જોઈએ, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત ગુરુકૃપા અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત ત્યાગ, વૈરાગ્ય ભળે તો જ આગમગ્રંથોના રહસ્ય હાથમાં આવે અને તો જ તે તે પદાર્થોમાં સમ્યક શ્રદ્ધાન પ્રાપ્ત થાય. એટલા જ માટે આગમ ભણવાનો અને વાંચવાનો અધિકાર શ્રાવકને નથી પણ સર્વવિરતિધર સાધુને છે તેમાં પણ બધા સાધુને નથી પણ જેણે યોગોદ્રવહન કર્યા હોય અને આગમ વાંચન માટેની યોગ્યતા - પાત્રતા કેળવી હોય, ગુર્વાજ્ઞા મળી હોય તે જ વાંચી શકે. સાધ્વીજી પોતે સર્વવિરતિધર હોવા છતાં સ્ત્રી સહજ સ્વાભાવિક દોષના કારણે તે આગમોના અર્થને - મર્મને પચાવી શકતા નથી માટે તેમના માટે વિશેષ આગમોનો નિષેધ કરેલો છે. અધ્યાત્મના માર્ગમાં જીવ પોતે જ્યાં ઉભો છે તેને ત્યાંથી ઉઠાવીને ઉપર લઈ જવાનો છે. ન્યાય બેને તોડવાનું કામ કરે છે. પ્રેમ એને જોડવાનું કામ કરે છે. અધ્યાત્મ એ પ્રેમ સ્વરૂપ છે. જે બીજાને તોડવાનો પ્રયત્ન કરે છે તે એક વખત સ્વયં તૂટી જાય છે જ્યારે બીજાને જોડનારો, આગળ વધારનારો પોતે સ્વયં સ્વરૂપ સાથે જોડાઈ જાય છે. સદા યોગમાં તત્પર રહેનાર મંત્રી વગેરે ભાવોને વિકસાવી અધ્યાત્મના માર્ગે આગળ વધે છે અને અતીન્દ્રિય તત્ત્વને પામે છે. મહામતિ પતંજલિ શું કહે છે ? તે હવે જણાવે છે. आगमेनानुमानेन, योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ १०१ ॥ આપ્તપુરુષના વચન રૂપ આગમવડે, એ આગમને અનુસરનારા અનુમાનજ્ઞાન વડે અને શાસ્ત્રવિહિત એવા સમિતિગુત્યાદિ અનુષ્ઠાન વડે - આ ત્રણે પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પયન - સમ્યગુ બનાવતો - નિર્મળ બનાવતો આત્મા. પાપરૂપી સંમોહનો નાશ કરી શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન દ્વારા 2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૯ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ આત્મતત્ત્વના સાક્ષાત્કાર (કેવલજ્ઞાન) રૂપ ઉત્તમ તત્વને પામે છે અન્યથા - આ ક્રમથી અન્યક્રમવડે કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિની અસિદ્ધિ હોવાથી ઉપર બતાવેલ ક્રમથી જ આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. આત્મતત્વનો સાક્ષાત્કાર કરવા માટે આ રાજમાર્ગ છે. બીજા માર્ગે ચાલીને ક્યારેક કોઈ આત્મા ઉત્તમ તત્ત્વને પામે એવું બને પણ તે કેડી માર્ગ છે, રાજમાર્ગ નહિ. અતીન્દ્રિય તત્ત્વની પ્રાપ્તિ યોગમાર્ગમાં પ્રવૃત્ત થવાથી જ થાય છે અને યોગમાર્ગમાં પ્રવૃત્તિ શાસ્ત્ર વિના શક્ય નથી. આગમના બોધ સિવાય જીવા સ્વાભાવિક રીતે યોગમાર્ગમાં પ્રવૃત્ત થઈ શકતો નથી તેનું કારણ એ છે કે અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને પીગલિક સુખનો અત્યંત રાગ અને દુઃખનો ગાઢ દ્વેષ બેઠેલો છે. તેથી આત્મા ઉપર તેને જ મેળવવાના સંસ્કાર પડેલા હોવાથી દરેક ભવમાં જીવ તેને માટે જ સ્વાભાવિક રીતે પ્રવૃત્ત થાય છે. આવા જીવને જ્યારે જ્ઞાનીએ કહેલા આગમ વચન સાંભળવા મળે, પોતે કોણ છે ? પોતાનું સ્વરૂપ શું છે ? જન્મ - મરણાદિ કેમ કરવા પડે છે ? એ બધું જાણવા મળે ત્યારે આત્મિક પુરુષાર્થ તરફ તેનું લક્ષ્ય જાય છે અને તેથી ત્યારબાદ આગમ વચનને વિશેષ વિશેષ રીતે જાણે છે અને તેના અનુસાર અનુમાન જ્ઞાનનો પણ બોધ થાય છે કે અત્યાર સુધી સુખની ઇચ્છા હોવા છતાં મને સુખ કેમ ન મળ્યું ? જન્મ - મરણાદિ કેમ કરવા પડ્યા ? કારણ મારો પુરુષાર્થ સુખને અનુકૂલ ન હતો. હવે સાચું સુખ જોઈતું હોય તો એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જે પ્રવૃત્તિ કરવામાં કોઈપણ જીવને દુઃખ ન થાય. કોઈપણ જીવને પીડા આપી ક્યારે પણ સુખી બની શકાય નહિ અને કોઈપણ જીવને દુ:ખ આપ્યા સિવાયની પ્રવૃત્તિ એ સંયમરૂપ ધર્મ વિના શક્ય નથી અને આમ અનુમાનાદિથી સુખને મેળવવાના વાસ્તવિક માર્ગનો બોધ થવાથી જીવ શાસ્ત્રોમાં વિહિત કરેલા સમિતિ, ગતિ, ધ્યાન, નિર્દોષ ભિક્ષા, યમ, નિયમ, આસન, પ્રાણાયામાદિ અનુષ્ઠાનોને રૂચિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ઉપયોગની એકાગ્રતાપૂર્વક આદર બહુમાનપૂર્વક જેમ જેમ કરતો જાય છે તેમ તેમ આત્મામાં રહેલ પાપરૂપી સંમોહ નાશ પામતો જાય છે અને તેથી આત્મામાં નિર્મળતા, કષાયોનો ઉપશમ વગેરે પેદા થાય છે અને આ રીતે શાસ્ત્રાદિનો અભ્યાસ એના દ્વારા અનુમાન જ્ઞાન તેમજ શાસ્ત્ર વિહિત રૂચિપૂર્વકના અનુષ્ઠાનથી પ્રજ્ઞા સમ્યગ્ર બનતા શ્રુત, ચિંતા, ભાવના જ્ઞાન પેદા થવા દ્વારા ઉપર ઉપરના ગુણસ્થાનકોને સ્પર્શ કરી શ્રેણી દ્વારા આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. પ્રસ્તુતમાં શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાનના કારણભૂત યથાક્રમે આગમ, અનુમાન અને યોગાભ્યાસ રસ છે. શરૂઆતમાં આગમવચનનો બોધ થાય ત્યારબાદ આગમની વાતો ઉપર ઉહાપોહ કરતાં અનુમાન જ્ઞાન થાય. જેટલા 2010_05 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જેટલા સવિચાર છે તેની પાછળ સુયક્તિઓનું અને મોહનીયના ક્ષયોપશમનું પીઠબળ હોવાથી તેને સુતર્કરૂપ કહી શકાય. આત્મહિતનો વિચાર, નવતત્ત્વની શ્રદ્ધા એ બધા પાછળ સુયુક્તિઓનું પીઠબળ છે. જેટલા અંશમાં આગમ, અનુમાન આવે તેટલા અંશમાં યોગાભ્યાસ રસ પણ આવતો જ જાય છે. આગમ પ્રધાનથી આગમ, સભ્રદ્ધાથી આગમાનુસારી અનુમાન, શીલવાન અને યોગતત્પરતાથી યોગાભ્યાસ રસનું ગ્રહણ થાય છે. જે આત્માને જાણે છે તેને બીજું કાંઈ જાણવાની જરૂર રહેતી નથી. બીજું બધું જાણવું તે હેયરૂપ છે એટલે કે તેને છોડવાનું છે. સર્વવિકલ્પો છોડવાના છે માટે બીજા શાસ્ત્રો જાણવાની જરૂર રહેતી નથી. જેણે આત્મા જાણ્યો તેના માટેની આ વાત છે. અધ્યાત્મ શાસ્ત્ર સિવાયના બધા શાસ્ત્રો અસતુ શાસ્ત્રો છે કારણ બીજા બધા શાસ્ત્રો જીવને આરંભ, સમારંભ, પરિગ્રહ, આસક્તિ કરાવવા દ્વારા પાપબંધ કરાવે છે. જ્યારે અધ્યાત્મશાસ્ત્ર જીવને નિષ્પાપ બનાવે છે. આરંભ, સમારંભ રહિત બનાવે છે. ન્યાયી, પ્રામાણિક, નીતિવાન બનાવે છે. અધ્યાત્મશાસ્ત્રમાં મોક્ષ એ સત્ તત્ત્વ છે. અર્થ-કામ અસત્ તત્ત્વ છે જ્યારે ધર્મ એ સત્ - અસત્ તત્ત્વ છે. ધર્મ એ સત્ તત્ત્વને અપાવે છે માટે ઉપાદેય છે. સત એવા મોક્ષની પ્રાપ્તિનું કારણ હોવાથી વ્યવહારથી સત છે છતાં સાંત અર્થાત્ અંતવાળું હોવાથી પરમાર્થથી અસત્ છે. જૈન ધર્મ પામીને જેણે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું શોધન નથી. કર્યું તે ભાવ જૈન નથી પછી ભલેને પંચમહાવ્રતધારી સાધુ કેમ ન હોય ? પરમાત્મા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે તેથી પરમાત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણપર્યાય સ્વરૂપનું ધ્યાન કરવાથી અનંતા સિદ્ધોનું ધ્યાન થાય છે. મોક્ષમાર્ગમાં જ્ઞાન એ આપણો ખરો ભોમિયો છે કારણ કે જ્ઞાન, પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન દીવો છે. જીવને શરીરમાં અશાતા વેદનીયનું દુ:ખ છે તેમ જીવને અજ્ઞાનનું પણ દુ:ખ છે જે માનસિક દુઃખ છે તેથી અજ્ઞાનીને શું થશે ? તે મુંઝવણ હંમેશા રહ્યા કરે છે જ્યારે જ્ઞાનીને જ્ઞાનમાંથી વિકારી ભાવો નીકળી ગયા હોવાથી જ્ઞાન નિ:શંક બન્યું છે માટે કોઈ દુ:ખ નથી. બત્રીસી ૧૯/૧૦ ઉપાધ્યાયજી મહારાજ - આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસ રસ રૂપ ત્રણ પ્રજ્ઞા વડે ફરીને શ્રેણીની પ્રજ્ઞાને પામતો આત્મા કેવલજ્ઞાનને પામે છે. તેમણે ધ્યાનાભ્યાસ રસમાં પ્રતિભજ્ઞાન લીધું છે. જ્યારે યોગાભ્યાસ રસથી ૫-૬-૭ ગુણસ્થાનકના અનુષ્ઠાનોનું ગ્રહણ થાય છે, જે પ્રાભિજ્ઞાનનું કારણ બને છે. શ્લોકનો અન્યાર્થ - પાપ સંમોહની નિવૃત્તિ થવા દ્વારા આગમ, અનુમાન 2010_05 Page #160 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૩૧ અને યોગાભ્યાસ રસ રૂપ શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાન વડે પ્રતિભજ્ઞાનની પ્રજ્ઞાને પામતો આત્મા કેવલજ્ઞાનને પામે છે. આગમ અને અનુમાન લખવાથી શુષ્કતર્કને નકામાં કહ્યા છે અને સુતર્કને પ્રધાનતા આપી છે. શુષ્કતર્ક કરનારો પોતાના આદેયનામકર્મનો નાશ કરે છે. તેનાથી અંદરમાં રહેલ આદેય નામકર્મ અનાદેય રૂપે સંક્રમિત થાય છે. સુભગ નામકર્મ દુર્ભગ નામકર્મરૂપે પરિણમે છે. નવા પાપ કર્મ બંધાય છે. લોકપ્રિયતા અને લોકચાહના તે ગુમાવે છે. સંસારના તર્કોને દૂર કરવા માટે ધર્મના તર્કો આવશ્યક છે અને તે બધા સુતર્ક છે. સુતર્ક અને કુતર્કનો ભેદ કરતા ન આવડે તો તે તર્કમાત્રને ખોટા કહી માર્ગનો લોપ કરે છે. આગમથી શાસ્ત્રોના વાક્યોનું પરસ્પર સાપેક્ષ યોજન રૂપ શ્રુતજ્ઞાનનું ગ્રહણ થાય છે. અનુમાન જ્ઞાનથી નય - પ્રમાણના બોધરૂપ ચિંતાજ્ઞાન અને યોગાભ્યાસ રસથી ભાવના જ્ઞાનનું ગ્રહણ થાય છે. આ ત્રણ તત્ત્વોરૂપી પ્રજ્ઞાથી. પ્રાતિભજ્ઞાન રૂપ પ્રજ્ઞાને જોડતો કેવલજ્ઞાનને પામે છે. શ્રુત, ચિંતા અને ભાવનાજ્ઞાનમાં ક્રમસર પાપસંમોહની નિવૃત્તિ વધતી આવે છે. આ ત્રણે તત્ત્વોરૂપ પ્રજ્ઞાથી પ્રતિભજ્ઞાન રૂપ પ્રજ્ઞાને જોડતો આત્મા કેવલજ્ઞાનને પામે છે. આગળના શ્લોક ૧૦૭માં શ્રત, મેધા અને અસંમોહજ્ઞાન લીધા છે. તે શ્રુત, ચિંતા અને ભાવના જ્ઞાન સ્વરૂપ જ છે. પ્રસ્તુતમાં યોગાભ્યાસરસથી જે ભાવનાજ્ઞાન લીધું છે તે ઓદાસીન્થભાવવાળા જીવનું વિહિત અનુષ્ઠાન લીધું છે. ઓદાસીન્થભાવા આવ્યા વિના સર્વત્ર સકલસત્ત્વહિતાશય પરિણામ આવતો નથી. અમધ્યસ્થજીવોમાં સક્લસત્ત્વહિતાશયરૂપ ચારિત્રનો પરિણામ આવતો નથી. મોહના ઘરમાંથી છૂટીને આત્મા પોતાના ઘરમાં આવે ત્યારે ભાવનાજ્ઞાન આવે છે. દાસીન્યભાવ શું છે ? અને તે કોને આવે ? જગતના બધા ભાવો પ્રત્યે કોઈ રસ નહિ તેનું નામ ઉદાસીનભાવ. બીજા શબ્દોમાં કહીએ તો સંસારના ભાવોથી ઉપર ઉઠવું તેનું નામ ઉદાસીનભાવ. તે ઉદાસીનતા બે વિષયમાં આવે છે (૧) ઇચ્છાની અવૃતિમાં (૨) આત્મભાવની અતૃપ્તિમાં. પહેલી સંસાર વર્ધક છે. દોષોની જન્મદાતા છે. મનને કલુષિત કરનાર છે. જીવો પ્રત્યે દ્વેષનો પ્રવાહ વિશાળ બનાવનાર છે. અને તેના પ્રવાહમાં ડૂબતા - ઊંડાણમાં પેસતા જીવને અકાર્ય કરાવનાર છે. તેથી જીવ સદ્ગતિ તો નથી સાધતો પણ દુર્ગતિના ઉંડા ખાડામાં ધકેલાઈ જાય છે માટે તે સર્વથા ત્યાજ્ય છે. બીજા પ્રકારની ઉદાસીનતા એ સુવર્ણ જેવા ઉજ્જવળભાવોને પેદા કરનારી છે. આ ઉદાસીનતામાં જડભાવોનું વિસ્મરણ હોય છે અને ચૈતન્યના શુદ્ધ સ્વરૂપ તરફ ઉપયોગ ઢળેલો હોય છે. સંક્લ - વિકલ્પ શાંત થઈ ગયા 2010_05 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હોય છે. આખા વિશ્વ પ્રત્યે દાસીન્ય ભાવ હોય છે. મારું - પારકું કે હું - તેના કોઈ વિભાગ એમાં હોતા નથી. સંકલ્પ • વિકલ્પ ઉત્પન્ન થાય તેવું કોઈ નિમિત્ત ઔદાસીન્થ ભાવમાં હોતું નથી. જગત અહિંયા શૂન્ય દૃષ્ટિએ જોવાયા છે. મન ઘણું ઊંડાણમાં ચાલી ગયું હોવાથી વિકલ્પ - તરંગો શાંત થઈ ગયા હોય છે તે વખતે પોતાનું પણ અસ્તિત્વ તેને ભાસતું નથી. કેવળ ઉદાસ ભાવે રહેવામાં આનંદની અનુભૂતિ થાય છે. - આત્માના વિશુદ્ધ આનંદને લૂંટનારા જે કોઈ પણ હોય તો તે વિકલ્પો છે. વ્યવહારમાં પણ બાહ્યભાવના સંકલ્પ - વિકલ્પ જેને વધારે છે તેના જીવનમાં તેને આનંદ હોતો નથી. આ ઉદાસીનતામાં જગતનો કોઈ ભાવ તેના ચિત્તને સ્પર્શતો નથી. સુખ-દુ:ખ, માન-અપમાન, રાગ-દ્વેષ, રતિ-અરતિ, હાસ્ય-શોક વગેરે દ્વન્દ્ર ભાવો તેના ચિત્તમાંથી વિલય પામી ગયા હોય છે તેથી કેવળ શુદ્ધ આત્માનંદના સુખનો અનુભવ તેમાં થાય છે. મને તદ્દન નિસ્તેજ, નિર્બળા અને મરવાના વાંકે જીવતું હોય તેમ જીવે છે. તેને કારણે ઉદાસીનતા વધતી જાય છે. અને આત્મતેજ, આત્મબળ, આત્મપૌરૂષ વધારેને વધારે ખીલે છે. જેમ જેમ આત્મવીર્ય વધતું જાય છે. તેમ તેમ મનોનાશ - મનોલય થવાથી આત્મા. ઉન્મની ભાવને પામે છે. જગતમાં જે બાહ્ય દૃષ્ટિથી દેખાય છે તે સઘળું ઉદાસીનતામાં અસત - મિથ્યા લાગે છે. ચૈતન્ય સ્વરૂપ દેખાવાથી - અનુભવાવાથી દેહથી માંડીને તમામ બાહ્ય જગત મડદા તુલ્ય લાગે છે. કેવળ ચૈતન્યમય આ. વિશ્વને નિહાળતાં ચિત્ત જગતના સર્વ જડભાવો પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરે છે અને તે ઉદાસીનતા થવાથી વિકલ્પો બંધ થાય છે તેથી મન શાંત થઈને લય પામી જાય છે ત્યારે જ ચેતન્યના અભેદને પામેલો આત્મા પોતાને જૂવે છે તેની અનુભૂતિ થતાં પરમાનંદનો રસ ચાખે છે. તેમાં લીન થતાં મુક્તિસુખને અનુભવે છે. - લયાવસ્થા - લય એટલે આત્મામાં સંતાઈ જવું. નિદ્રામાં પણ એક જાતનો લય થાય છે. દર્શનાવરણના જોરે મનનું કાર્ય બંધ થઈ જાય છે ત્યારે લય થાય છે પણ આ લય ઔદયિક ભાવનો છે. ઘાતી કર્મના ઉદયથી થનારો છે તે આત્માના આનંદને ઢાંકનાર છે તેથી તે લયથી આત્માને કોઈ લાભ નથી પરંતુ આત્માને કર્મનો જથ્થો બંધાવી મહાન નુક્સાન કરે છે. તે લયમાં પણ આત્મા સંતાઈ જાય છે પણ ઇન્દ્રિયો અને મનદ્વારા થતું જ્ઞાન તે ત્યાં હોતું નથી. સભાનતા રહેતી નથી અને તેથી ત્યાં આત્મિક કોઈ લાભ અનુભવાતો નથી જ્યારે ઉદાસીનભાવને પામેલો આત્મા જગતના જડપદાર્થોથી ઉભગી ગયેલો, મનથી પર થઈને ઉન્મનીભાવને સ્પર્શે છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં ખોવાઈ જાય છે. અમૃતાનંદમાં ડૂબી જાય છે તેજ આત્માની લયાવસ્થા છે. અહીં 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩ ૧૩૩ ચારિત્ર મોહનો ક્ષયોપશમ હોય છે. જે સાધનારૂપ બની ક્ષાયિકભાવના આનંદની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષનું કારણ પ્રજ્ઞા - પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મ-સન્મુખ ઝુકેલી ભગવતી ચેતના. જેટલા ક્ષેત્રમાં ચેતન વસ્તુ છે તેટલા જ ક્ષેત્રમાં રાગાદિ બંધભાવો છે. છતાં બંને વચ્ચે ભાવભેદરૂપ - લક્ષણભેદરૂપ મોટી તિરાડ છે. રાગનો સ્વાદ આકુળતારૂપ - દુ:ખરૂપ છે ને જ્ઞાનનો સ્વાદ તો શાંત - સુખરૂપ છે. એમ વિવેક દ્વારા બંન્નેના સ્વાદની ભિન્નતા જણાય છે. તીક્ષ્ણ પ્રજ્ઞારૂપી છીણી દ્વારા તે બંનેને અત્યંત ભિન્ન જાણીને તે પ્રજ્ઞા શુદ્ધ સ્વરૂપમાં પેસીને પોતાને અનુભવમાં લે છે ને રાગાદિને જૂદા કરી નાંખે છે. તીક્ષ્ણ પ્રજ્ઞા - ઉગ્રજ્ઞાન-ચેતના એટલે રાગથી ઘેરાય નહિ એવી ચેતના. તે અંતરના જ્ઞાન સ્વભાવમાં પ્રવેશી જાય છે. અત્યંત સાવધાનીપૂર્વક - જાગૃતિપૂર્વક અંદરથી સૂક્ષ્મ સાંધને ભેદીને એક બાજુ જ્ઞાનસ્વરૂપ આત્મા ને બીજી બાજુ અજ્ઞાનસ્વરૂપ બંધભાવો તેમને સર્વથા જૂદા જૂદા કરી નાંખે છે. બંધભાવના કોઈ અંશને જ્ઞાનમાં રહેવા દેતી નથી અને જ્ઞાનના કોઈ અંશને બંધમાં ભેળવતી નથી. આવી ભગવતી જ્ઞાનચેતના તે મોક્ષનું સાધન છે અને તેને તૈયાર કરવા આત્માએ આગમ, અનુમાન અને યોગાભ્યાસનું અવલંબન લેવું પડે છે. અંતરમાં જ્ઞાન અને રાગ વચ્ચેની સાંધ પકડવા માટે ઉપયોગમાં ઘણી સૂક્ષ્મતા - એકાગ્રતા જોઈએ. ઇન્દ્રિયો અને મન બંનેથી છૂટીને અતીન્દ્રિય ઉપયોગ વડે રાગથી જૂદો આત્મા અનુભવાય છે. આમાં ઉપયોગને અંતર્મુખ કરવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. સમિતિ - ગુપ્તિના યથાર્થ આચરણથી યોગાભ્યાસ રસ પ્રગટે છે. ભાષા સમિતિ ઉપર સંગત સાધુનું દ્રષ્ટાંત સંગત નામના સાધુ બોલવાની શુદ્ધિમાં પહેલેથી જ સમ્યગ ઉપયોગવાળા હતા. કોઈ સમયે માંદા સાધુની વૈયાવચ્ચના કારણે નગરમાં પુષ્કળ નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ હોવા છતાં મમત્વભાવનો ત્યાગ કરવા નગરને ઘેરો ઘાલેલા શત્રુ સેન્યમાં બહાર ભિક્ષા લેવા માટે ગયા. તે વખતે સૈન્યના લોકો તે મહાત્માને પૂછે છે તમે અહિંયા ક્યાંથી આવ્યા? મુનિ - નગરમાંથી. સેન્થ - નગરના રાજાનો શો અભિપ્રાય છે? શું રાજા અમારી સાથે લડાઈ કરશે? મુનિ - કોનો શું અભિપ્રાય છે અને શું કરશે? તે હું જાણતો નથી. સિન્થ - નગરમાં વસવા છતાં તેમના અભિપ્રાયનું તમને જ્ઞાન કેમ ન થયું? 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ - - - - - યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મુનિ - સાધુઓ લોકવ્યાપારથી રહિત હોય છે. સૈન્ય - ભલે અભિપ્રાય ન જણાયો પરંતુ નગરના લોકો સંધિ અને લડાઈના વિષયમાં શું વાતો કરે છે? મુનિ - આ વિષયમાં બોલવાના વ્યાપારથી હું રહિત છું. સૈન્ય - નગરના રાજા પાસે હાથી, ઘોડા વગેરે કેટલા છે? મુનિ - તેના જ્ઞાનમાં અમે વ્યાપાર વિનાના છીએ. અમે બે કાનથી સાંભળીએ, આંખોથી જોઈએ, પરંતુ તેનાથી પાપવાનું કાર્ય કરતા નથી. કહેતા નથી. પરંતુ પાપ રહિતનો જ ઉપયોગ કરીએ છીએ. તમે જે પૂછો છો તે સઘળા પદાર્થો પાપવાળા છે. આ જ કારણે એમ કહેવાય છે કે કાના વડે ઘણું સંભળાય છે. આંખો વડે ઘણું દેખાય છે. પરંતુ સાધુઓએ તે સઘળું કથન કરવું યોગ્ય નથી. સૈન્ય - જો તમે વ્યાપાર વિનાના છો તો અહિં નગરમાં કેમ વસો છો? મુનિ - અમારા એક સાધુ બિમાર છે. સિન્ય - તો અમારા સૈન્યમાં કેમ ફ્રો છો? મુનિ - મમત્વ ભાવનો ત્યાગ કરવા માટે અમે રાગના સંગ વગરના હોવાથી કોઈ પણ નગર, ગામ, કુલ વગેરેમાં અમે એ છીએ. સૈન્ય - તમે જાસુસ અને ચોર છો. મુનિ - જાસુસ નથી પણ સાધુ છીએ. સૈન્ય - શું સાબિતિ? મુનિ - અમારો આત્મા એજ આ વિષયમાં સાક્ષી છે. બીજા કોઈની સાક્ષીની અમારે જરૂર નથી. સૈન્ય - આવી રીતે જવાબ આપવાથી છૂટી નહિ શકાય. મુનિ - તો પછી તમને જે ઠીક લાગે તે કરી શકો છો. સિન્ય - તમારામાં શિક્ષાને સહન કરવાની શક્તિ કયાંથી આવી છે? મુનિ - ત્રણ લોકના સામર્થ્યથી પણ અધિક સામર્થ્યવાળા પુરુષ વિશેષના ઉપદેશથી. સૈન્ય - તેવી શક્તિવાળા પુરુષ કોણ? મુનિ - ત્રણે કાળને જાણનાર અરિહંત પરમાત્માઓ. ત્યારપછી સંતોષ પામેલા સૈનિકો વડે મુનિ મુક્ત કરાયા. નગરના અભિપ્રાયને પ્રગટ કરવા વગેરે કાર્યો સાધુ માટે અનુચિત છે માટે ભાષા સમિતિવાળા સાધુ તેવા અનુચિત વચનો ન બોલે. પરંતુ સંગત સાધુની જેમ નિરવધ વચન બોલે. 2010_05 Page #164 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૩૫ વચન ગુમિ વિષયક ઉદાહરણ કોઈક સાધુ પોતાના સગા વહાલાને ધર્મ પમાડવાના આશયથી મળવા જવા બીજા ગામ તરફ જવા નીકળ્યા. જતાં જતાં માર્ગમાં ચોરોએ. સાધુને પડ્યા. તેની પાસે ધનાદિ ન હોવાથી તેને છોડી મૂકતા ચોરના સેનાપતિએ કહ્યું કે તારે અમે અહીં રહેલા છીએ એવું કોઈને ન કહેવું. જેટલામાં થોડો માર્ગ કાપ્યો તેટલામાં સામે જાનૈયા મળ્યા. તેમાં સ્વજનો મળી ગયા. માતા, પિતા, બંધુ વગેરે પણ મળી ગયા. તેથી હવે સાધુ પાછા ફ્યુ. સાધુ અને સ્વજનો આગળ ચાલવા માંડ્યા એટલે પેલા ચોરો મળ્યા. તેમણે જાનૈયાઓને તથા સાધુના માતાપિતાને લૂંટી લીધા અને ત્યારે ચોરો બોલ્યા કે આ તો પેલો સાધુ કે જેને આપણે પકડીને છોડી દીધો હતો? આ વાત માતાપિતાએ સાંભળી અને ચોરોને પૂછ્યું - શું આ સત્ય છે કે તમે એને પડીને છોડી દીધો હતો. ચોરોએ હા પાડી એટલે માતાએ છરી લાવવા કહ્યું. અને મનમાં વિચારે છે કે, “જે સ્તનનું દૂધ પાઈ મોટો કર્યો તે અપરાધી નીકળ્યો માટે આ સ્તનોને જ છેદી નાંખું.” ચોરોએ પૂછ્યું કે આ સાધુ તમારો શું સંબંધી થાય છે? ત્યારે માતાએ કહ્યું કે આ દુષ્ટ પુત્રને મેં જન્મ આપ્યો છે કે જેણે તમને દેખવા છતાં અને જાણવા છતાં અમને જાણ ન કરી અને આ રીતે સંકટમાં મૂક્યા! ત્યારે વિસ્મય પામેલા સેનાધિપતિએ સાધુને પુછ્યું કે તમે કેમ તમારા માતા પિતાને ના જણાવ્યું? ત્યારે સાધુએ ધર્મકથા કરી. અનંત સંસારમાં ભટકતા આત્માને દરેક જીવો દરેક સંબંધ રૂપે થયા છે માટે વિવેકી આત્માઓ કોઈ દિવસ સ્નેહ કરતા નથી તથા કપાયવિષનો નિગ્રહ કરેલો હોવાથી દ્વેષ પણ કરતા નથી. તથા કાનથી સાંભળવા છતાં કે નેત્રથી જોવા છતાં તે બધું બોલતા નથી વગેરે વચનો દ્વારા દેશના કરવાથી અમૃતની વૃષ્ટિ સમાન ઉપદેશ સાંભળતાં સેનાધિપતિને સમ્યકત્વ પ્રાપ્ત થયું. તે ચોરીના પરિણામથી અટકી ગયો. ઉપશાન્ત થયો અને સાધુની માતાને કહ્યું કે તમે મારા પણ માતા છો ત્યાર પછી વિવાહોચિત જે સામગ્રીઓ લૂંટી લીધી હતી તે પાછી આપી. અધ્યાત્મના માર્ગમાંથી આત્માનું પતન ક્યારે ન થાય ? ભગવાન પતંજલિના શ્લોકની સાક્ષી આપી હરિભદ્રસૂરિજી મ.સાહેબ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આત્મિક વિકાસના માર્ગે આગળ વધવા ઇચ્છતા આત્માને પણ અંદરમાં ભવોભવના કમ અને કુસંસ્કારોનો કાફ્લો પડેલો હોવાથી તે ગમે ત્યારે ઉદયમાં આવી આત્માને પટકી ન નાંખે તે માટેના આ ઉપાય બતાવતા ગ્રંથકારના હૃદયમાં કેવો કરૂણાનો ધોધ ઉભરાતો હશે અને જગતના જીવોને તારવાની કેવી ઉમદા 2010_05 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભાવનાઓ હૃદયમાં ઉછળતી હશે તેનો થોડો પણ ખ્યાલ સહૃદયી મનુષ્યને આના દ્વારા આવી શકે છે. સંસારમાં ભટકતા, અથડાતા અને કૂટાતા એવા આત્માને બચાવવા માટેનો આવો ગંભીર અને મહાન ઉપદેશ આપનાર મહાપુરુષોના ઉપકારનો બદલો કેવી રીતે વાળવો એ સમજાતું નથી. નિષ્કારણ કરૂણાશીલ આવા મહાપુરુષોના અંતઃકરણને જાણ્યા પછી તેમના ઉપર ચિત્ત ઓવારી જાય છે અને સઘળું જે કાંઈ મળ્યું છે તે એમના ચરણે સમર્પિતા કરી દેવાનું મન થઈ જાય છે. હરિભદ્રસૂરી મહારાજાએ જગતને જે આપ્યું છે તે કોણ આપવા સમર્થ છે? વર્તમાનકાળમાં અન્ય ક્ષેત્રે યોગસાધનામાં આગળ વધી રહેલા આત્માઓ પણ કહી રહ્યા છે કે તમારા હરિભદ્રસૂરિજી મહારાજાએ જે યોગમાર્ગનો ખજાનો ઉદાર હાથે ખોલીને આપ્યો છે તેની આગળ અમારી પાસે જે કાંઈ છે તે બિંદુ તુલ્ય છે. આ બધા શ્લોકોની રચના પાછળ હરિભદ્રસૂરિજી મ. સાહેબના માતૃવત્સલ હૃદયનું દર્શન થાય તો જ તેમની મહાનતા પીછાણી શકાય. નીતરતા અને પ્રચંડ સ્વાર્થથી ભરેલા આ સંસારના ગટરક્લાસ જેવા સંબંધોમાં આ બધું જોવા, જાણવા અને માણવા મળવું એ જીવનો કેટલો બધો આધ્યાત્મિક પુણ્યોદય કહેવાય? જો તેમણે આ બધા ગ્રંથોની રચના કરી આ અમુલ્ય ખજાનો જેન શાસનને ભેટ ન આપ્યો હોત તો આજે આપણે કેવા દરિદ્રી અને કંગાળ હોત? આ બધી વાતો સહેજે માનસપટ પર ઉપસી આવતા તેમના ઉપકારરૂપી મેરૂના ભાર નીચે આત્મા દબાઈ ગયો હોય એમ લાગે છે. અનંતકાળમાં ભટકતા અનંતા માતાપિતાઓએ આપણા આત્માની જે હિતચિંતા નથી કરી તે હિતચિંતા એ ક એક મહાપુરુષોએ કરી છે - એ શાસ્ત્રવચન આ બધું વાંચતા યથાર્થ અનુભવાય છે. જાણે હૃદય અંદરથી કહી રહ્યું છે કે આ બધાના ઉપકારના ભારથી ક્યારે અને કેવી રીતે આત્મા છૂટશે? કિયામલ અને ભાવમલ અનંતકાળથી ભટકતા આત્માએ ભટકી ભટકીને યોગ અને ઉપયોગ બંને બગાડ્યા છે. યોગનો દુરુપયોગ કરી આત્માની અંદરમાં જબરજસ્ત ક્રિયામલ ઊભો કર્યો છે તો ઉપયોગને બગાડીને આત્માએ ભાવમલને ઉભો કર્યો છે. જે ક્રિયામલના કારણે આજે સર્વજ્ઞકથિત કલ્પવેલડી જેવી તારક ક્રિયાઓ મળવા છતાં જીવને એ ક્રિયા કરતા કરતા આદર અને બહુમાનની છોળો ઉછળતી નથી. એ ક્રિયાના બતાવનાર ગણધર ભગવંતો પ્રત્યે મન અહોભાવથી ઝૂકી જતું નથી એટલું જ નહિ પણ કેટલાક જીવોને તો આ ક્રિયા પ્રત્યે અરૂચિ રહ્યા કરે છે. આ છે ક્રિયામલ ક્રિયામાં અનાદર તે કુવિચાર સ્વરૂપ બહિરંગચિત્ત છે - તે ક્રિયાલ સ્વરૂપ છે અથવા તો ક્રિયામલનો હેતુ છે. વિધિ, અંતરંગ યતના વગેરે 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૧૩૭ પૂર્વક સતક્રિયાનું સેવન કરતા કરતા ક્રિયામલની નિવૃત્તિ થાય છે, વિચારાત્મક બહિરંગ ચિત્તની શુદ્ધિ થાય છે. જ્યારે જ્ઞાનીએ બતાવેલ તત્ત્વજ્ઞાનનું વિધિ, બહુમાન, આદર ગર્ભિત સેવન કરવાથી ઉપયોગની શુદ્ધિ થાય છે. યોગદૃષ્ટિમાં બતાવેલ ખેદ, ઉદ્વેગ વગેરે દોપોનો ત્યાગ થવાથી કુસંસ્કાર સ્વરૂપ અંતરંગ મલિન ચિત્ત દૂર થાય છે અને તેનાથી ભાવશુદ્ધિ થાય છે. અર્થાત અંતરંગ ચિત્ત જે કુસંસ્કાર સ્વરૂપ છે તે શુદ્ધ થાય છે. ક્રિયા, ચોગરૂપ ક્યારે બને ? • વ્યવહાર-આરાધના આચારની ચોક્સાઈ ઉપર છે જ્યારે નિશ્ચયઆરાધના પ્રણિધાનના બળ ઉપર છે. જ્ઞાનીનો એક જ આગ્રહ છે કે તમારી દરેકે દરેક આરાધના યોગરૂપ બનવી જોઈએ. દરેકે દરેક આરાધના કરતા તે તે ક્રિયા સારી રીતે - ઉપયોગ, આદર બહુમાનપૂર્વક કરવાનું દૃઢ પ્રણિધાન હોય. તે તે ક્રિયા કાલમાં ચોક્સાઈ હોય, અને તેમાં એકચિત્ત બનીને કરાય તો તેનાથી અંદરમાં ચિત્તની પ્રસન્નતા વધે તો તે યોગ છે. જે આચાર પાલનમાં સમ્યક્ પ્રણિધાનની દૃઢતા ન હોય. આચારકાલમાં ઉપયોગ ન હોય. અંદરમાં ઠરવાપણું ન હોય, સ્વરૂપ જાગૃતિ ન હોય અને માત્ર બીજાને સારું દેખાડવા માટે હોય તે પ્રવૃત્તિ યોગ ન બને. તે પ્રવૃત્તિ તત્ત્વથી શુભ પ્રવૃત્તિ ન કહેવાય. જેઓ એકલા વિચરે છે. ગુરુની આજ્ઞામાં નથી અથવા તો આજ્ઞામાં હોવા છતાં દરેકે દરેક વાત ગુરુને જણાવતા નથી, ગુરુને પૂછીને કરતા નથી. વૃદ્ધાવસ્થામાં એકસ્થાને એકલા રહે છે તેઓના જીવનમાં બહુલતયા સુંદર આચારપાલનનું પ્રણિધાન રહેતું નથી તેથી ધીમે ધીમે આચાર પાલનમાં શિથિલતા આવતી જાય છે. જેનાથી તે પ્રવૃત્તિઓ યોગરૂપ બનતી નથી તેથી જે પ્રવૃત્તિ કરવા છતાં અંદરમાં ચિત્તની પ્રસન્નતા ઊભી થતી નથી માટે તે મોક્ષમાર્ગ બનતો નથી. ઓઘો દિવસમાં બે વખત બાંધવો, સાંજના સમયે દોરી છોડી નાંખવી, સ્પંડિલ-માત્રાની વસતિ જોવી, પ્રતિક્રમણ માંડલીમાં કરવું, રાત્રિના એક પ્રહર સ્વાધ્યાય કરવો, દરરોજ એકાસણાદિ સ્વરૂપ નિત્ય તપ ને પકડી રાખવું. વિશિષ્ટ દ્રવ્યોનો ત્યાગ કરવો, પાંચ તિથિ એકાસણું - આયંબિલ કરવું. ગોચરીના દોષો ન લાગવા દેવા, દર પંદર દિવસે નાના મોટા બધા જ દોષોની આલોચના લેવી, સમિતિપૂર્વક વર્તવું વગેરેનું પ્રણિધાન અને તે મુજબના આચાર પાલનથી સમ્યકત્વ અને સંયમની વૃદ્ધિ થતા તે યોગ બને છે. 2010_05 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આચાર પરિમિત, યોગ અસંખ્ય આચાર પરિમિત છે, યોગ અસંખ્ય છે તેનો અર્થ એ છે કે એક એક આચારમાં અનેક યોગ સમાય છે. એક જ્ઞાનનો આચાર લઈએ તો તેમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો યોગ તેમ જ જ્ઞાન ભણવા દ્વારા ગુરુનો વિનય, બહુમાન, ભક્તિ વગેરે અનેકયોગ તેમાં સમાઈ જાય છે. એક યોગની અરૂચિ પકડાય, દૃઢ બને એટલે બીજા યોગની રૂચિ તૂટતી. આવે. એક યોગની રૂચિ ઉપયોગમાં પકડાય, દૃઢ બને તો બીજા યોગોની અરૂચિ તૂટતી આવે. ચંડકૌશિકનો જીવ પૂર્વભવમાં ગોભદ્ર બ્રાહ્મણ હતો. ચારિત્ર લીધું. બાલમુનિની સાથે ભિક્ષાએ જતાં પોતાના પગ નીચે દેડકીની વિરાધના... તેમાં સાધુની હિતશિક્ષા ન ગમી... સાધુ ઉપર અરૂચિ વધી.... તેનાથી અન્ય યોગની રૂચિ ઘટતા પતન... સાધુ ઉપર ક્રોધ... મારવાનો પ્રયત્ન... દયાનો પરિણામ ગયો, સત્યનો પક્ષપાત ગયો, સાધુ ઉપરનો પ્રેમ ગયો જેના પરિણામે ચારિત્ર, સમ્યક્ત્વ વગેરે બધું જ ગયું. ચારિત્રમાં જેટલો જ્ઞાનયોગ ભળે, ચિંતન, મનન ભળે તેટલો તેટલો ભવાંતરમાં તેનો ગુણાકાર થાય, સાધુ અને સાધુતા ઉપર આદર ન આવે તો. ધર્માનુષ્ઠાન કરવા છતાં ભાવધર્મનું બીજ વવાતું નથી. મૃત્યુ સમયે સત્કાર્યને નહિ કર્યાના પશ્ચાત્તાપ કરતા ક્તવ્યના પાલનનો આનંદ મહાન છે. કર્તવ્યના પાલનના આનંદ સાથે મરે છે તે અંદરથી સ્વસ્થ હોય છે. શાંત હોય છે. ચિત્તમાં સમાધિ હોય છે. પશ્ચાત્તાપવાળાને અંદરથી અસ્વસ્થતા હોય છે. મારું શું થશે? હું કયાં જઈશ? એ વિચાર મુંઝવે છે. ભાવિ ધૂંધળું દેખાય છે. માટે જીવનભર કર્તવ્યના પાલનમાં સદા તત્પર રહેવું જોઈએ. સાત્ત્વિક જીવો કર્તવ્યના પાલનમાં ઉદાસીન નથી હોતા. કર્તવ્યના પાલનમાં પ્રમાદ એ તામસ ભાવ છે અને જ્યાં જરૂર નથી ત્યાં દેખીતી એવી શુભ પ્રવૃત્તિ કરવી એ રાજસ ભાવ છે. સત્સાધન શું છે ? જ્યારે સાધક જીવ સત સાધનમાં એકચિત્ત થાય ત્યારે તેની દશા એવી થઈ જાય કે તેને બહારની દુનિયાનું યાવતુ પોતાના ખોળિયાનું પણ ભાન ભૂલાઈ જાય છે. આવી દશાવાળો જીવ સાચો સાધક થઈ સમાધિમરણનો અધિકારી ગણાય.' ખોળિયું છોડીને જતો જીવ જો પોતાની વૃત્તિ ખોળિયામાં જ રાખીને જાય તો તે અવગતિએ જાય. પોતે પીડાય અને બીજાને પણ પડે. જેને અવગતિ અને પીડાના પ્રકારોથી બચવું હોય તેણે તો મૃત્યુ પહેલાં જ ખોળિયામાંથી વૃત્તિ અસંગ કરીને તેને આત્મામાં જોડી સ્થિતિસ્થાપકદશા સિદ્ધ કરી લેવી જોઈએ. કે જે દશામાં પોતાનું જ મૃત્યુ નહિ પણ પોતાના સંસારનું ય મૃત્યુ થઈ જાય. 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૩૯ પરિણામે તેની વૃત્તિઓ બચે જ નહિ એટલે કે નિર્વિકલ્પ જ્ઞાનમય થઈને તે જીવન અને મરણથી સદાને માટે મુક્ત થાય. ઉપરોક્ત સ્થિતિસ્થાપક દશા જે સાધનથી થાય તે સાધન જ સત સાધન કહી શકાય. જે સત્ સાધનના સંગથી પોતે પોતાના રગેરગમાં રમી જાય તે સંગને જ સાચો સત્સંગ કહી શકાય. જ્ઞાની એક જ કહે છે કે તું તારાથી અટક્યો છું. તારાપણું ગયું અને તરત જ તું તરી ગયો. તારાપણું રહ્યું અને ચારગતિમાં તું રઝળી મર્યો ! તારાપણું એટલે સંસારની હોળી... તારાપણાનો નાશ ત્યાં જ્ઞાન-આનંદની દીવાળી. અનાદિની અવળી ચાલ અશુભ ફળ મળે ત્યારે નિમિત્ત ઉપર દોષારોપણ અને શુભમાં ઉપાદાનનો ગર્વ એ જીવનું અનાદિનું દૂષણ છે. તેનાથી બચવા અશુભમાં નિમિત્તની નિર્દોષતા અને સ્વદોષદર્શન તેમજ શુભમાં નિમિત્તની મહત્તા અને પોતાની અપૂર્ણતાનો સ્વીકાર એ આગળ વધવાની નિશાની છે. - વિવેકી કોઈના દુ:ખમાં વધારો ન કરે. સત્ય વસ્તુની રજૂઆત આક્રોશપૂર્વક ન કરે. મર્મઘાતક વચનો ન બોલે. મશ્કરીમાં પણ સામાને દુ:ખ થાય તેવું ન બોલે. બને ત્યાં સુધી શાંત અને મૌન રહેવાનું જ પસંદ કરે. પીગલિક પદાર્થો, સંયોગો, પરિસ્થિતિઓ ઉપરની આસક્તિ, પકડ છૂટે છે ત્યારે આત્મા અંદરથી શાંત બને છે અને બહારથી મન થાય છે. દરેક જગ્યાએ સમાધાનકારી વલણ કેળવવું. એ વિવેકનું કાર્ય છે. જે સમાધાનપ્રિય ન બને તે સંઘર્ષ પ્રિય બને. ગમે તેવા દોષિત દેખાતા આત્મા ઉપર પણ ભાવકરૂણાનો ધોધ વહે તો જ શાંતરસ ટકી રહે. વૃદ્ધિ પામેજ્યાં ભાવકરૂણા ગઈ અને જ્યાં સામી વ્યક્તિ દોષિત દેખાઈ ત્યાં દ્વેષ, અરૂચિ, તિરસ્કાર, ક્રોધ, તાડન, તર્જન, નિંદા, વેરભાવ આ બધા ભાવોનો આત્મા ભોગ બન્યો એટલે નીચે ઉતરવું ખૂબ સહેલું થઈ જાય છે. વિવેકનું કાર્ય સામાં આત્માને ઠારવાનું છે. પ્રેમથી નવરાવી દેવાનું છે. દાંત અને જીભ વચ્ચે જેવો સંબંધ છે તેવો સંબંધ જીવે અન્ય જીવની સાથે રાખવાનો છે. દાંત ટૂકડા કરી કરીને ભૂકો કરીને આપે છે માટે જીભ સ્વાદ કરી શકે છે, પચાવી શકે છે. તેથી જ દાંત ક્યારેક જીભને કચડી નાંખે તો જીભ, દાંતને ઠપકો આપતી નથી તેજ રીતે દાંતમાં તણખલું પેઠું હોય તો તે જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી તે જપીને બેસતી નથી. ચોથી દૃષ્ટિમાં હરિભદ્રસૂરિજી મહારાજ મન મૂકીને વરસી રહ્યા છે. એક જ વાત કરે છે કે માનવભવ સાધનાનો સુવર્ણકાળ છે. જેમ ધાતુશાસ્ત્રમાં કહ્યા મુજબ તાંબાની ઉપર સુવર્ણરસ ચડાવવામાં આવે તો તે સોનું બની જાય છે. પારસમણિના સ્પર્શ લોટું સુવર્ણને પામે છે તે મ યોગાભ્યાસરસ અને 2010_05 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ધ્યાનાભ્યાસરસ વડે મોહનીચના સંગે. લોઢા જેવી બનેલી આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી ધાતુ સુવર્ણ જેવી બને છે. કુતર્ક અને તેના ઉપલક્ષણથી બીજા બધા નિપ્રયોજન વાણી, વિચાર, વર્તન, સાધનના ભેદોના સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદમાં સાધના માટે મળેલા માનવભવને વેડફો નહિ. સંસારી જીવો પોતાની શક્તિ અને સમયને વેડફી રહ્યા છે. શાસ્ત્રો આત્મામાંથી નીકળ્યા છે અને આત્માને પામવા માટે છે. શાસ્ત્રોમાંથી આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે અને તે કેવી રીતે મળે તે શોધવાનું છે. સમજવાનું છે પછી આત્મા ઉપર તેનો પ્રયોગ કરવાનો છે. માનવભવ અને પરમાત્માનું શાસન એક પ્રયોગશાળા છે જેમાં સાધકે પોતાના આત્મા ઉપર જ પ્રયોગ કરવાના છે તેના માટે ત્યાગ, તપ, સંયમ, જ્ઞાન અને ધ્યાનને સાધન બનાવવાના છે. સાધનના ભેદોમાં આગ્રહ રાખીને ઝઘડવું તે યોગમાયા છે એમ ઉપાધ્યાયજી મહારાજ અરનાથ ભગવાનના જીવનમાં કહી રહ્યા છે. જે ઉપાય બહુવિધની રચના યોગમાયા તે જાણોરે, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને શિવ દીએ સપરાણોરે” અરનાથ સ્તવન. શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયથી પરમાત્માને જે ભજે છે તે પરમાત્માને પામે છે. ચોગની વાતો સાકર જેવી - જેમ સાકરને ગમે ત્યાંથી ખાવ તો તે મીઠી જ લાગે છે અને ગમે ત્યારે ખાવ ત્યારે મીઠી લાગે છે. એવું નથી કે ૧૨ થી ૪ વાગે ખાઈએ તો સાકર મીઠી લાગે અને તે પહેલા કે પછી ખાઈએ તો મીઠી ન લાગે. તેમ યોગની વાતો પછી પહેલી દૃષ્ટિની હોય, છેલ્લી દૃષ્ટિની હોય કે વચ્ચેની દૃષ્ટિની હોય જીવ એને ગમે ત્યાંથી વાગોળે કે ગમે ત્યારે વાગોળે તો તે આનંદ જ આપે છે કારણ કે તે પોતાના ઘરની વાતો છે. જે પોતાની ચીજ હોય, જીવ જેને પોતાનું માનતો હોય તેની વાત કરવામાં, સાંભળવામાં આનંદ આવે છે. આત્માર્થી જીવને આત્માની વાતો સાંભળવામાં ક્યારે પણ કંટાળો ન આવે. અધ્યાત્મમાં જ્ઞાન એ દૃષ્ટિ છે. જે તત્ત્વનિર્ણયમાં ઉપયોગી છે. દર્શન એ પણ દૃષ્ટિ છે જે પ્રેમ સ્વરૂપ છે જ્યારે સંયમ અને તપ એ ટેક છે. નિયમ છે. સંકલ્પ છે. મનોયોગોમાં દૃષ્ટિ પણ છે અને સંકલ્પ પણ છે માટે જ્ઞાનદૃષ્ટિ અને સંકલ્પથી અહમ્ - મમત્વનો નાશ થઈ શકે છે. જો યોગની વાતો સાંભળવામાં પણ જીવને આનંદ આવતો હોય તો તેના દ્વારા આત્માનુભૂતિ થાય ત્યારે કેટલો આનંદ આવતો હશે? તે કલ્પના કરી શકાય છે. સંસાર એ પારકું ઘર છે - જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી સંસારમાં દરેક જીવને અવશ્ય 2010_05 , WWW.jainelibrary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧ ૪૧ સમય પસાર કરવો જ પડે છે તો તેમાં પારકું ઘર સમજીને જ જીવ રહે તો જલ્દીથી છૂટકારો થાય. જેમ પારકા ઘરે ગયેલો જીવ ત્યાં ગમે તેટલી પ્રતિકૂળતા હોય તો ત્યાં કોઈપણ જાતની ફરિયાદ કરતો નથી. નભાવી લે છે. ક્યાંય કોઈની સાથે સંઘર્ષ કરતો નથી. બધાની સાથે પ્રેમથી રહે છે ત્યાં બીજાના કામ કરી છૂટે છે તો ત્યાં શાંતિથી સમય પસાર કરી શકે છે. તે જ રીતે આત્મા માટે સંસાર પારકું ઘર છે ત્યાં સહન કરીને, જતું કરીને, સહાય કરીને, મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય કેળવીને રહે તો જ તે જલ્દીથી મોક્ષે જઈ શકે. મળ ગર્ભશ્રીમંત પણ હાલ ચીથરેહાલ - પુણ્યના ઉદયે કદાચ સંસાર સોહામણો પણ કોઈને દેખાતો હોય તો પણ તે શું કામનો ? સોનાની લંકા સારી હોય, સોહામણી હોય પણ તે આપણી ન હોયતો શું કામની? તે જ રીતે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ ગમે તેટલા સારા ને સોહામણા હોય તો પણ શું કામના? તે જ રીતે પર એવી ભોગ્ય સામગ્રી પણ આત્માને શું કામની? દેહપિંજરમાં પુરાયેલ આત્મા જે તન અને મનનું દુઃખ ટાળી ન શક્યો. અગર જે તન અને મન દ્વારા આત્માના અતીન્દ્રિય સુખને ન પામી શક્યો તો શાસ્ત્રનું અધ્યયન અને પંચાચાર પાલન પણ કેટલું કામનું ? સની પ્રાપ્તિ સત્ વડે હોય. અસત્ વડે ન હોય. અવસ્થા એ ગુણપર્યાય છે ને કોઈ પણ દ્રવ્ય ગુણ-પર્યાય વગર ન હોય. સંસારી જીવની દશા અસત. છે અને દશાપતિ આત્મા પોતે સત્ છે. મૂળ ગર્ભશ્રીમંત પણ હાલ ચીંથરેહાલ, મૂળ રાજકુંવરી પણ ટેડને પરણેલી, જાત સતની પણ ભાત અસની. દરેક અવસ્થાઓ આત્માના આધારે ઉત્પન્ન થાય છે. સની સમજણ નથી, અને સની દૃષ્ટિ નથી તેથી આત્મામાંથી અસત અવસ્થાઓ નીકળ્યા કરે છે. સતની સમજણ લઈ સની દૃષ્ટિ કરશું અને દશાપતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં સમજીશું તો વર્તમાન અનિત્ય પર્યાય ને દૂર કરીને નિત્ય પર્યાયને, સઅવિનાશી અવસ્થાને પ્રાપ્ત કરીશું. અમુમેવાર્થમાહ - હવે આજ આગમ, અનુમાન અને યોગાભ્યાસ રસરૂપ પ્રજ્ઞા કેવા પ્રકારની હોય છે. અર્થાત આવી પ્રજ્ઞાવાળા જીવનું માનસ કેવું હોય છે? આવા માનસમાં માધ્યસ્થ પરિણતિ સહિતનો બોધ કેવા પ્રકારનો હોય છે તેને પતંજલિ કહી રહ્યા છે. જે શ્લોક ૧૦૯ ની ટીકામાં શ્રુત, મેધા અને અસંમોહ પ્રધાન પ્રજ્ઞાવડે સર્વજ્ઞતત્ત્વને ભાવવું એમ કહ્યું એનો અર્થ જ એ છે કે આગમ, અનુમાન અને યોગાભ્યાસરસરૂપ પ્રજ્ઞાકાલમાં સર્વજ્ઞતત્ત્વવિષયક બોધ કેવા પ્રકારનો હોય છે તેનો વિચાર કરવો. શ્લોક ૧૦૨ થી ૧૦૭ સુધી ગ્રંથિભેદ નહિ કરેલો હોવા છતાં ચોથી દ્રષ્ટિમાં વર્તતા અનાભિગ્રહિક મિથ્યાદ્રષ્ટિ અને -' S' 3: 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માધ્યસ્થ પરિણતિવાળા જીવોનો બોધ કેવા પ્રકારનો હોય છે. તે બતાવે છે. માધ્યસ્થપરિણતિ વિના તાત્ત્વિક રીતે આગમ, અનુમાન કે યોગાભ્યાસરસ આવતા નથી. માટે ગુણઠાણાનો વિકાસ કહો કે દૃષ્ટિઓનો વિકાસ કહો કે માધ્યસ્થ પરિણતિનો વિકાસ કહો તે બધું તાત્પર્યથી એક જ છે અર્થાત તે બધામાં શબ્દ ભેદ હોવા છતાં અર્થ ભેદ નથી. હવે પછીના ઘણા બધા શ્લોકો પતંજલિ કહી રહ્યા છે તે વાત ગ્રંથકારને ઇષ્ટ છે માટે પોતાની માન્યતામાં તેના શ્લોકની સાક્ષી આપી રહ્યા છે. ટૂંકમાં હવે પછીના શ્લોકો દ્વારા ચોથી દૃષ્ટિમાં રહેલા જીવોનું માનસ કેવું હોય છે? અજ્ઞાન હજુ ટળ્યું ન હોવા છતાં ગુણગ્રાહી દ્રષ્ટિ અને માધ્યસ્થ પરિણતિ હોવાના કારણે કેવા પ્રકારનું ઉમદામાન અને વિચારસરણી હોય છે તે પતંજલિએ કહેલા શ્લોક દ્વારા બતાવી રહ્યા છે. न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनाम् तद् भेदाश्रयणं ततः ॥ १०२ ॥ ચોથી દષ્ટિવાળા જીવોની વિચારણા - જે કારણથી પરમાર્થ દ્રષ્ટિથી વિચારતાં ઘણા સર્વજ્ઞો ભિન્ન ભિન્ના અભિપ્રાયવાળા નથી હોતા તે કારણથી સતિશય શ્રદ્ધાનાં સર્વથી અતિશય રૂપે શ્રદ્ધા કેરનારા અથવા તો સાવતિશયશ્રદ્ધાનાં સર્વજ્ઞને વિષે અતિશય શ્રદ્ધાવાળા એવા સાર્વજ્ઞભક્તોને સર્વજ્ઞમાં ભેદનો આશ્રય કરવો તે એક જાતિનો મોહ છે. ઘેલછા છે. જોકે ભિન્ન ભિન્ન મતવાળા રામ, કૃષ્ણ, મહાવીરાદિને સર્વજ્ઞ માને છે. આમ સર્વજ્ઞ જગતમાં અનેક જણાતા હોવા છતાં પરમાર્થથી એક જ અભિપ્રાયવાળા છે. અર્થાત આપાતદૃષ્ટિથી સ્થૂલબુદ્ધિવાળા જીવોને તેમના કથનમાં પરસ્પર વિરોધાભાસ દેખાતો હોવા છતાં આગમ, અનુમાન અને યોગાભ્યાસરસરૂપ માધ્યસ્થ પરિણતિવાળા જીવને તેમાં વિસંવાદિતા દેખાતી નથી. અર્થાત બધા વચનો ભિન્ન ભિન્ન અપેક્ષાએ કહેલા હોવાથી અપેક્ષા ન સમજી શકનારને વિરોધ દેખાતા સર્વજ્ઞમાં મતભેદ દેખાય પરંતુ યોગમાર્ગમાં માધ્યસ્થપરિણતિને કારણે સતત ઔદાસીન્યભાવમાં ઝીલતા, ગુણગ્રાહી દૃષ્ટિવાળા જીવોને સર્વજ્ઞતત્ત્વમાં ભેદ દેખાતો નથી. તેથી સર્વજ્ઞપણામાં શ્રદ્ધાવાળાઓએ સર્વજ્ઞના અભિપ્રાયમાં ભેદ કલ્પવો અર્થાત્ મારા સર્વ જે કહ્યું તે જ શ્રેષ્ઠ છે. તારા સર્વજ્ઞ કહ્યું તે બરાબર નથી એમ વિચારવું એ સર્વજ્ઞના ભક્તોનું અવિચારીપણું છે. અજ્ઞાન છે, મોહ છે. અહિંયા એકવાત સ્પષ્ટ સમજી લેવા જેવી છે કે અન્ય દર્શનમાં પણ રહેલા ઔદાસીન્ય ભાવમાં ઝીલતા અને માધ્યસ્થ પરિણતિવાળા જીવો 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૪૩ પોતપોતાના ઉપાસ્યને સર્વજ્ઞ માને છે. તેઓ પણ તેમના દર્શનમાં કહેલી અઘટિત અને યોગરૂપ ન જણાતી એવી યજ્ઞ - યાગાદિ હિંસા, ગંગાસ્નાન તેમજ બીજી તેવા પ્રકારની સમિતિ - ગુતિથી રહિત ક્રિયાઓ, એ સર્વજ્ઞ કહેલી છે એમ માનતા નથી પરંતુ પછીના કાલમાં સંસારના રાગી જીવો વડે પ્રક્ષેપ ફ્રાયેલી છે એમ માને છે અને તેથી તેઓ સર્વજ્ઞ એક છે. એમ માને છે. જે વાત બુદ્ધિથી કોઈપણ રીતે સંગત થાય નહિ. અને જે માર્ગે ચાલતા યોગમાર્ગમાં સ્પષ્ટ વિરોધ દેખાય તેવી કોઈપણ વાતને તેઓ સર્વજ્ઞ કથિત માનતા નથી કારણકે યોગની ચોથી દૃષ્ટિમાં રહેલા જીવોને એટલો દૃઢવિશ્વાસ હોય છે કે જે સર્વજ્ઞ પરમાત્મા છે તે કદી પણ રાગદ્વેષની વૃદ્ધિ થાય તેમજ યોગમાર્ગમાં પ્રતિબંધક બને તેવી ક્રિયા કે ઉપદેશ માવે નહિ. જે માર્ગે ચાલવાથી જીવની માધ્યસ્થ પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, ગુણગ્રાહીં દૃષ્ટિ વિકસિત થાય અને ઉપશમભાવ અધિક અધિક બને તેવી વાત જ સર્વજ્ઞ કહે. અને તેથી અવ્યદર્શનમાં કહેલી પણ ભિન્ન ભિન્ન વાતો કે જે તે તે અપેક્ષાએ વિચારતાં જીવને યોગમાર્ગમાં આગળ વધારનારી હોય છે તે સર્વજ્ઞ કથિત જ માને છે. આમ કોઈપણ દર્શનમાં રહેલા આ ચોથી દૃષ્ટિ સુધી પહોંચેલા સર્વજ્ઞના સાચા ભક્તો છે તેઓ જે ક્રિયાઓમાં સમિતિ - ગુપ્તિ આદિના પરિણામ રહેલા હોય, જે આત્મામાં યોગ રૂપે પરિણમનાર હોય, જેનો મોક્ષ સાથે કાંઈક સંબંધ ઘટી શક્તો હોય તેવી સઘળી ક્રિયાઓને સર્વજ્ઞકથિત માને છે. સમિતિ - ગુપ્તિથી રહિત ગતાનુગતિકપણે ચાલી આવેલી અન્ય ક્રિયાઓને તેઓ સર્વજ્ઞકથિત માનતા નથી પણ પ્રક્ષિત માને છે. અને આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને જ ગ્રંથકાર કહી રહ્યા છે કે સર્વજ્ઞના ભક્તોને સર્વજ્ઞતત્ત્વમાં ભેદ કરવો એ ઉચિત નથી. બત્રીસી ૨૩/૧૪ માં ઉપાધ્યાયજી મહારાજ - આ વિષયમાં કહે છે કે તત્ત્વથી ધર્મ અંગે વિતંડાવાદ કરવાને બદલે પરમાર્થ ગ્રહણ કરવાની ઇચ્છાવાળાને માટે શાસ્ત્રોમાં વિરોધીપણું નથી. કારણ કે ધર્મના કહેનારાઓમાં અભેદ હોવાથી. અર્થાત્ શાસ્તાઓની એક જ માન્યતા હોવાથી કારણ કે જે સર્વજ્ઞ છે તે નિર્વાણિતત્વને અનુસરનાર છે અને તેથી નિર્વાણમાર્ગને અનુસરીને જ તે તે નયની અપેક્ષાથી તેઓ બોલતા હોવાથી તેઓની દેશનામાં માત્ર શાબ્દિક ભેદ છે પણ તાત્વિક ભેદ નથી અને તેથી સ્થલબુદ્ધિવાળાને જ તે તે મતમાં જૂદાપણું જણાય છે. તતઃ = જે કારણે શાસ્ત્રોમાં ભેદ નથી તે કારણે જ તદ્ = સર્વજ્ઞમાં ધિમુક્તીનામ્ શ્રદ્ધા ધરાવનારાઓએ શાસ્તાઓમાં જૂદાપણું છે એમ માનવું એ મોહ છે કારણ કે બધા શાસ્તાઓમાં - ધર્મના પ્રણેતાઓમાં એકપણું જ રહેલું છે. 2010_05 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્યારે મોહ અને. અજ્ઞાન ઘટે છે, અંદરમાં જીવ ઠરે છે, ગુણોમાં તે સુખને અનુભવે છે ત્યારે તે આત્માઓ હજુ અજ્ઞાન પડેલું હોવા છતાં કેવી સુંદર વિચારણા કરે છે. ભિન્ન ભિન્ન જણાતી વાર્તામાં તે આત્માઓ કેવો સમન્વય સાધે છે તે અહિંયા આપણને જોવા મળે છે. મોહ અને અજ્ઞાન ઘટવાથી જીવમાં માર્ગાનુસારી ક્ષયોપશમ ખીલવા માંડે છે જેના કારણે તે કષાયોની વાસ્તવિક અર્થાત્ અનુબંધથી મંદતા કરવા ગુણો અને ગુણદષ્ટિને પામે છે. આવા જ જીવો પરિણામની વૃદ્ધિ કરી, વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કરી, નિમિત્તની બળવત્તાએ વૈરાગ્યની વૃદ્ધિ કરી ગ્રંથિભેદજનિત પારમાર્થિક સમ્યક્રર્શન પામે છે. सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि ।। स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ॥ જે કોઈ સાચા સર્વજ્ઞ હોય તે બધા વ્યક્તિથી - નામથી ભિન્ન ભિન્ના હોવા છતાં પણ આખા લોકમાં સર્વજ્ઞપણાથી - તત્ત્વથી એક જ છે. અર્થાત ભિન્ન ભિન્ન દર્શનવાળા મહાવીર, કૃષ્ણ, બ્રહ્મા વગેરે નામથી કે વ્યક્તિથી જૂદા હોવા છતાં સર્વજ્ઞરૂપ જાતિથી તો એક જ છે અર્થાત વ્યક્તિરૂપે અનેક સર્વજ્ઞા હોવા છતાં તે બધાનું સ્વરૂપ - ગુણો તો એક જ સરખા છે. પ્રજ્ઞાપનીયતા અને ગણગ્રાહીદ્રષ્ટિ : અહિંયા પણ એ વાત ધ્યાનમાં રહે કે અન્ય દર્શનમાં યોગમાર્ગમાં રહેલા માધ્યસ્થ પરિણતિવાળા જીવો જે કૃષ્ણાદિને સર્વજ્ઞ માનીને પૂજે છે તેમાં સર્વજ્ઞમાં જેવા પ્રકારના ગુણો હોય તેવા પ્રકારના ગુણો તેમનામાં છે એમ માનીને પૂજે છે તેથી ખરેખર કૃષ્ણાદિ સર્વજ્ઞ ન હોવા છતાં તે સર્વજ્ઞ છે એમ માનીને પૂજે છે માટે તેની ઉપાસના એ સર્વજ્ઞની ઉપાસના છે. તેમનામાં રહેલી લીલાદિ કે જગતને પેદા કરવું, ટકાવવું, સંહાર કરવો ઇત્યાદિ વાતોનો તેને ખ્યાલ ન હોવાથી અથવા તો આધ્યાત્મિક દૃષ્ટિથી તેની ઘટમાનતા કરીને સર્વજ્ઞના જે ગુણો પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત છે તેનો તે વ્યક્તિમાં સદ્ભાવ છે એમ માનીને શ્રદ્ધાને કારણે પૂજે છે. માટે વસ્તુતઃતો તેઓ સર્વજ્ઞમાં રહેલા ગુણોના જ પૂજક છે. તેમને પ્રામાણિકપણે કોઈ પ્રામાણિક પુરુષ સમજાવે કે તું જેને માને છે તે ખરેખર સર્વજ્ઞ નથી કારણ કે સર્વજ્ઞ હોય તે લીલાદિ કે જગત સંહારાદિ કરે નહિ તો તે પ્રજ્ઞાપનીયતા ગુણ હોવાના કારણે તરત જ છોડી દે તેમ છે તેથી તેને કોઈ વ્યક્તિનો રાગ નથી પણ વ્યક્તિમાં રહેલ ગુણોનો રાગ છે. પોતે જ વ્યક્તિને ગુણસંપન્ન માનીને સ્વીકાર કર્યો હતો તે વ્યક્તિમાં જ્યારે ગુણને બદલે ગુણાભાસ દેખાય ત્યારે તેને છોડતા તેઓ જરા પણ અચકાતા નથી. 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૪૫ આમ ચોથી દુષ્ટિવાળા સર્વજ્ઞના જે ગુણો હોવા જોઈએ તે ગુણો પોતાના કુળને અનુસાર પ્રાપ્ત થયેલ કૃષ્ણ, રામ વગેરેમાં છે એમ માનીને તેને પૂજે છે. માટે વ્યવહારથી પોતાના માનેલ દેવ એ સર્વજ્ઞ ન હોવા છતાં તેઓ સર્વજ્ઞના જ ઉપાસક છે જ્યારે જેનકુળમાં જન્મેલાને પણ આ મહાવીરાદિ સર્વજ્ઞ છે એમ ખ્યાલ નથી અને તેને કારણે આવા આવા ગુણસંપન્ન વ્યક્તિની હું ઉપાસના કરું છું કારણ કે મારે આવા ગુણવાળા થવું છે એવો જેને ખ્યાલ નથી એવી જેને ભાવના નથી અને માત્ર કુલાદિના મમત્વને કારણે જ પોતાને મળેલા દેવને પૂજે છે તે વ્યવહારથી સર્વજ્ઞના ઉપાસક હોવા છતાં પરમાર્થથી તે સર્વજ્ઞના ઉપાસક નથી. કારણ કે સર્વજ્ઞની ઉપાસના તો સર્વજ્ઞ થવા માટે હોય. ઈશ્વર જગતુકત નથી અન્યદર્શનકારો પરમાત્મા જગતને બનાવનાર છે એમ માને છે. ઈશ્વરને જગત માને છે જ્યારે જેનદર્શન પરમાત્મા જગતને બતાવનાર છે એમ માને છે. પરમાત્માને કેવલજ્ઞાન થયું હોવાના કારણે તેમના સર્વપ્રયોજન સિદ્ધ થઈ ગયા છે. પ્રભુ કૃતકૃત્ય થઈ ગયા. દુઃખ મુક્તિનો પ્રશ્ન તેમને સોલ્વ થઈ ગયો. અનંત આનંદ વેદન પ્રગટ થઈ ગયું. માત્ર પોતાના જ્ઞાનમાં જેવું જગત જુવે છે તેવું હિતબુદ્ધિથી જગતને જણાવે છે. આ વિષયમાં અધ્યાત્મના જાણકાર લખે છે કે મારી પાસે ફોરેનના સાયંટિસ્ટો ભેગા થયા અને કહેવા લાગ્યા કે આ જગતનો ક્રિયેટર છે એમ અમારા ક્રાઈસ્ટ કહે છે. તમારા હિંદુ ધર્મમાં પણ જગતનો ક્રિયેટર માન્યો છે તો અબજો માણસો કહે તે ખોટું અને તમે કહો કે આ જગતનો કોઈ ક્રિયેટર નથી તો તે સાચું તે કેવી રીતે માનવું ? તો તે કહે છે કે તમારા ક્રાઈસ્ટ જે જાણે છે એ બધું તમારી દૃષ્ટિએ સાચું હોવા છતાં એમને આગળ ઘણું જાણવાનું બાકી છે. હજુ એમને એમના જ્ઞાનની આગળ પુનર્જન્મ વિ. ઘણું જાણવાનું બાકી છે. જો ભગવાને બધું બનાવ્યું છે એમ કહો તો તમારે ભગવાનને કુંભાર માનવો પડશે. સુથાર માનવો પડશે. તો તે લોકો કહે કે તો પછી હકીકત શું છે? તો તે કહે છે કે, God is Creator by Christan View Points, not by fact. God is Creator by indian View Points, not by fact. By fact only Scientific Circumstencial evidance, Nothing else. આ Scientific Circumstential Evidence બન્યા કેવી રીતે? એ વાત બુદ્ધિ દ્વારા સમજી શકાતી નથી. પણ અંત:કરણ જ્યારે સ્વચ્છ બને છે અને જ્યારે બુદ્ધિનું સ્થાન પ્રજ્ઞા લે છે ત્યારે તેના દ્વારા સમજાય છે. 2010_05 Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વળી તમે એવી શંકા કરો કે ભગવાન છે તો પછી દેખાતા કેમ નથી? તો તે વિષયમાં પણ સાંભળી લો કે God is in every creature whether visible or invisible not in creation. જગતમાં જે કુદરતી તત્ત્વો છે ત્યાં બધે જ આત્મા છે - જે સ્વરૂપે પરમાત્મા છે. તેમજ મારી અને તમારી વચ્ચે જે શૂન્યાવકાશ છે ત્યાં પણ આંખથી ન દેખાય, સૂક્ષ્મદર્શક દૂરબીનથી પણ ન દેખાય એવા પણ ઘણા જીવો છે. કુદરતી તત્ત્વો નદી, નાળા, તળાવ, સરોવર, સમુદ્ર, વૃક્ષ, થડ, શાખા, પ્રશાખા, ક્લ, ળ વગેરે બધામાં જીવો છે જ્યારે જે કૃત્રિમ તત્ત્વો છે જેવા કે ગ્રામોફોન, રેડિયો, ફોટોગ્રાફી વગેરેમાં જીવો ન હોય. અને જો તમે કહો છો કે ગોડ ક્રિયેટર છે તો તેણે કઈ સાલમાં જગત ક્રિયેટ કર્યું. તે કહો? એની શરૂઆત થઈ છે કે નહિ? તે કહો? તો તે ફોરેનના સાયંટિસ્ટો કહે છે કે તે અમને ખબર નથી. તો હવે તમે જરા સમજી કે જેનું બિગિનિંગ થાય તેનો એન્ડ હંમેશા આવે. આતો એડલેસ જગત છે. શાસ્ત્રીય પરિભાષામાં અનાદિ અનંત જગત છે. જેનું બિગિનિંગ ના થયેલું હોય તેનો બનાવનાર જગતમાં કોઈ હોઈ શકે નહિ. માટે તમારા ક્રાઇસ્ટને અને હિન્દુઓને કે જે ઇશ્વરને કર્તા માને છે તેને હજુ આ બધું જાણવાની જરૂર છે. વિશ્વવ્યવસ્થા અને અધ્યાત્મ બંનેમાં ફેર છે આમ દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ કે વિશ્વવ્યવસ્થાની દૃષ્ટિએ ઈશ્વરને જગકર્તા માનવામાં ઘણી બધી આપત્તિઓ આવે છે જેનું સમાધાન કોઈ કરી શકે તેમ નથી તેથી તે દ્રષ્ટિએ પરમાત્મા કૃતકૃત્ય બનેલા હોવાના કારણે તેને જગત્કર્તા માની શકાય નહિ. છતાં અધ્યાત્મની દૃષ્ટિએ સાધક પોતાના સત્કાર્યદ્વારા થતા અહંથી બચવા પરમાત્મા ઉપર કર્તાપણાનો આરોપ કરી પોતે પોતાના અહંનો નાશ કરી પરમાત્મા બની શકે છે. એટલે જ ભકિતયોગની પરિભાષામાં ભક્તિયોગાચાર્યોવડે કરીને પ્રભુ તું જ આ બધું કરે છે. તારા વિના મારું નાવા ચાલે તેમ નથી, તારી ઇચ્છા વિના પાંદડું હાલતું નથી વગેરે પ્રયોગો કરાયા છે તે યથાર્થ છે. દ્રવ્યાનુયોગમાં પદાર્થનું સ્વરૂપ વિચારાય છે. તેના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરાય છે જ્યારે અધ્યાત્મમાં વસ્તુને કેવી રીતે જવાથી અંદરમાંથી મોહના ભાવો નીકળે અને આત્મા વિશુદ્ધ બને એ દૃષ્ટિકોણ હોય છે અને તેથી જ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જે પૃથ્વીકાય છે. જે પત્થરની મૂર્તિ છે તેને 2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૪૭ અધ્યાત્મમાં આપણે પરમાત્મા કહીએ છીએ. કારણ કે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરવા દ્વારા પરમાત્મતત્ત્વ ઉતારવામાં આવ્યું છે એટલે પછી ત્યાં દ્રવ્યાનુયોગનો દૃષ્ટિકોણ લાગુ પાડી શકાય નહિ. તેજ રીતે ૧૦૦ રૂા. ની કરન્સી નોટ એ દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ એક કાગળનો ટૂકડો છે છતાં તેમાં ૧૦૦ રૂ.ની સ્થાપના કરેલી હોવાથી અને વ્યવહારમાં - ચલણમાં તેના દ્વારા ૧૦૦ રૂ. નો માલ મળતો હોવાથી પછી તે કાગળિયું રહેતું નથી. પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રંથકાર એક જ વાત સમજાવવા માંગે છે કે જગતમાં બે જ માર્ગ છે (૧) યોગમાર્ગ (૨) ભોગમાર્ગ અથવા તો ધર્મમાર્ગ અને સંસાર માર્ગ. યોગમાર્ગ અને ભોગમાર્ગ : જે જીવો યોગમાર્ગમાં રહેલા છે. માધ્યસ્થ પરિણતિવાળા છે. ગુણગ્રાહી દૃષ્ટિવાળા છે અને ઉપશમભાવમાં ઝીલનારા છે તે કોઈપણ દર્શનમાં રહેલા હોય અને કોઈ પણ દેવના ઉપાસક હોય તો પણ તે સર્વજ્ઞ તત્ત્વના જ ઉપાસક છે. અને જેઓ સંસારમાર્ગમાં રહેલા છે. જેમનું માનસ રાગ-દ્વેષાદિથી, કષાયોની વાસનાથી વાસિત છે. બદ્ધાગ્રહીં છે. ખોટી પકડવાળા છે. કલેશ અને સંઘર્ષ પ્રધાન જેમનું જીવન છે. એવા જીવો ગમે ત્યાં રહ્યા હોય, ગમે તેના ઉપાસક હોય (ભલે પછી તે મહાવીરાદિ કે જે ખરેખર સર્વજ્ઞ છે તેના પણ ઉપાસક હોય.) તો પણ તેઓ પરમાર્થથી અસર્વજ્ઞના જ ઉપાસક છે. એનાથી એક વાત સમજી લેવા જેવી છે કે ગ્રંથકાર કાંઈ આ શ્લોક લખવા દ્વારા અન્યદર્શનના દેવને સર્વજ્ઞ તરીકે કહેવા માગતા નથી પણ તેના ઉપાસકનું માનસ શુદ્ધ હોવાના કારણે તે સુદેવની ઉપાસના કરે છે એમ કહે છે. આવા શ્લોકોને ધ્યાનમાં રાખીને એનો ભાવાર્થ, એદંપર્યાર્થ હાથમાં નહિ આવવાને કારણે હરિભદ્રસૂરિજી મહારાજ જેવા પણ અન્યદર્શનના દેવને સર્વજ્ઞા માને છે એવી ગેરસમજ ઊભી થાય છે તે દૂર થવી જરૂરી છે. હકીકતમાં આ કાંઈ હરિભસૂરિજી મહારાજની માન્યતા નથી પણ ચોથી દ્રષ્ટિમાં રહેલા જીવો કે જેમનામાં સૂક્ષ્મ બોધનો અભાવ છે અને ગુણગ્રાહી દૃષ્ટિ છે, માધ્યસ્થતા છે, તેના વિચારો છે. જે પોતાને પણ માન્ય હોત તો. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः - આ દ્વારા વીર વચનને જ કેમ સ્વીકાર્યું ? એક જ કારણ કે બીજા વચનોની સામે તુલના કરતા તેમને વીરનું જ વચન યુક્તિસંગત લાગ્યું. માટે વ્યવહાર દ્રષ્ટિથી તો જે વીતરાગ સર્વજ્ઞ હોય તેને જ સર્વજ્ઞ કહેવાય અને આત્મકલ્યાણ કરવા માટે દેવ તરીકે તેનું જ ગ્રહણ કરાય અને બીજા - - - - - - - 2010_05 . Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તેવા ન હોય તો તેને સર્વજ્ઞ ન કહેવાય. અને આત્મકલ્યાણ કરવા તેનો દેવા તરીકે સ્વીકાર ન કરાય. કારણ કે જો તેમ ન કરવામાં આવે તો જીવોનું અન્ય દેવો પાસે જવા દ્વારા જે હિત થવું જોઈએ તે ન થાય. બત્રીસી ૨૩/૧૫ માં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે - મુખ્ય અર્થાત પારમાર્થિક આરાધનાના વિપયભૂત સર્વજ્ઞ એક જ છે કારણ કે વ્યક્તિથી તે ભિન્ન હોવા છતાં તે બધામાં સર્વજ્ઞત્વરૂપ જતિ એક જ છે અર્થાત્ સર્વજ્ઞો અનેક હોવા છતાં બધાનું સ્વરૂપ એક જ છે અને આરાધનાના વિષયભૂત તો સર્વજ્ઞપણું જ છે, ગુણો જ છે પણ વ્યક્તિ નથી અને તે સ્વરૂપ - તે ગુણો બધામાં સમાન હોવાથી સર્વજ્ઞ એક કહેવાય. બુદ્ધિતત્ત્વની ઉપયોગિતા આ શ્લોક દ્વારા ગ્રંથકારશ્રી દ્રષ્ટિને સ્વચ્છ અને વિશાળ બનાવવાની વાત કરી રહ્યા છે. જીવ દ્રષ્ટિ પામે તો જ લાભ છે. નહિ તો દૃષ્ટિ વિના. અથડાવાનું છે. વ્યવહારમાં પણ માણસને ચક્ષુ નથી હોતા, જોવાનું સાધન નથી હોતું તો કેટલી મુશ્કેલી પામે છે? તો અધ્યાત્મમાં આત્માને વિવેકને પ્રગટાવનાર યોગની દ્રષ્ટિ ન હોય તો શું થાય? સંસારમાં માણસ ગમે તેટલો તન્મય થાય તો પણ તેનાથી પર થઇ શકાતું નથી જ્યારે આત્મામાં તન્મય થઈ જઈએ તો સંસારથી પર - અતીત થઈ જવાય છે. સાધન અને સાધનાની તરતમતાના ભેદમાં રહેવા કરતાં સાધ્યને મુખ્ય ભાવે વિચારવામાં આવે તો બધા સાધનો એક સરખા ળરૂપે દેખાશે. કોઈપણ પદાર્થ જુવો અને તેમાં ભેદ પાડે તેનું નામ બુદ્ધિ. વિકલ્પ છોડી દેવો એટલે બુદ્ધિ છોડી દેવી, કોઈ પણ પદાર્થમાં ગુણદોષ છે નહિ પરંતુ આપણા ભોક્તાભાવ પ્રમાણે તે ભાસે છે. પદાર્થમાં રાગ-દ્વેષના ભાવો નથી પરંતુ આપણા ભોક્તાભાવની અપેક્ષાએ ઈષ્ટ, અનિષ્ટ લાગે છે. પદાર્થમાં રાગદ્વેષવાળા ભાવો જોવા માટે બુદ્ધિની જરૂર છે. પણ વીતરાગભાવમાં સ્થિર રહેવા માટે બુદ્ધિની જરુર પડતી નથી. બુદ્ધિ તો માત્ર હેય, ઉપાદેય તત્ત્વને જાણવા પુરતી જ ઉપયોગી છે. પછી તેની જરૂર રહેતી નથી. બુદ્ધિથી પરમાત્મતત્ત્વના વિકલ્પો કરીને પરમાત્મામાં લીન થવાનું છે પછી બુદ્ધિ કે વિકલ્પની જરૂર રહેતી નથી. સંપ્રદાચ શકદનો અર્થ - ઉપકરણ, સામાચારી અને સંપ્રદાયના ગાટરાગથી સંઘર્ષ વધે છે. સમ્યકત્વની સાધના બાજુ પર રહી જાય છે. સાધ્ય વીતરાગતા અને કેવલજ્ઞાન છે જે પરમ આનંદવેદન સ્વરૂપ છે તેનું લક્ષ્ય ભૂલાઈ જાય છે. મુહપત્તિના બોલમાં “સમક્તિ મોહનીય પરિહરું'નો અર્થ એ છે કે હે જીવ! તું હવે ક્ષયોપશમભાવમાં અટક નહિ પણ તેમાંથી આગળ વધીને હવે ક્ષાયિકભાવ તરફ જા, અર્થાત ક્ષપકશ્રેણી માંડ. 2010_05 Page #178 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૪૯ સમ્યક્ત મોહનીયનો ઉદય એ અંત:કરણની વિકાસ પામેલી નિર્મળ અવસ્થા છે એને પણ જ્યાં પરિહરવાની વાત છે ત્યાં સંપ્રદાયવાદ અને ઉપકરણનો મોહ ક્યાં રાખવાનો હોય? આ જ સંપ્રદાયમાં કે અમુક ગચ્છની માન્યતામાં જ સમકિત મળે એમ કહે તો તે બરાબર નથી. પૂર્વના કાળમાં ૮૪ ગચ્છ હતા અને દરેક ગચ્છ મોટે ભાગે પોતાની સામાચારી અને પોતાની માવ્યતામાં સમકિત માનતા હતા અને બીજાને મનાવતા હતા. તેમ જ બીજાને માન્ય પ્રણાલિકા - સામાચારી વગેરેનો નિષેધ કરતા હતા. આજે તેમાંના ઘણા બધા ગચ્છો નાશ પામ્યા. તેની સાથે તેમની માન્યતા પણ નાશ પામી. એની સાથે એમનું સમક્તિ પણ ગયું. સમ્ ઉપસર્ગ + પ્ર ઉપસર્ગ + દા ધાતુ તેને વ્યાકરણનો ધમ્ પ્રત્યય લાગીને સંપ્રદાય શબ્દ બન્યો છે તેનો નેઋયિક અર્થ આ છે કે અનાદિકાળથી સંસારમાં ભટકતો જીવ અજ્ઞાન અને મોહના પ્રભાવે પોતાનું વાસ્તવિક સત્ય રવરૂપ અને સમ્યક્રવરૂપ ભૂલી ગયો છે તેને વારંવાર બીજા બીજા શબ્દોથી, બીજા બીજા પર્યાયોથી ફેરવી ફેરવીને તેની બુદ્ધિમાં ઘુંટવું, ઉતારવું અને એ દ્વારા એના અજ્ઞાન અને મોહનો નાશ કર એ સંપ્રદાયનો નૈઋચિક અર્થ છે અને આવું સ્વરૂપ જ્યાં જોવા, જાણવા મળે છે, જ્યાં રહી આ સ્વરૂપ પામી શકાય છે, તેને અનુરૂપ વિધિ-નિષેધનો યથાર્થ માર્ગ જ્યાં આચરવા મળે છે તેવા સગરુની છાયામાં રહેવું તે વ્યવહારથી સંપ્રદાય છે. સંપ્રદાય એ કોડિયું છે. જેમ દીવો સળગાવવો હોય તો હથેળીમાં ન સળગાવાય તેને માટે કોડીયું, દિવેટ, તેલ વગેરે જોઈએ તો જ પ્રકાશ પ્રાપ્ત થાય. તેમ આત્મજ્ઞાનનો સમ્યક પ્રકાશ લાધવો હોય તો તે ઘરમાં રહી, અર્થકામની ગુલામી કરી કે પત્ની પરિવારાદિના ઝમેલામાં રહેવાથી ન મળે તે માટે તો જ્ઞાની, ગીતાર્થ, સંવિગ્ના ગુરુના ચરણકમળની ઉપાસના જોઈએ. અને તે જ્યાં મળે છે એવું વાતાવરણ વ્યવહારથી સંપ્રદાય છે. સાધુ ભગવંતને જે શાંત, દાંત, મહંત, ભદંત આદિ વિશેષણો આપવામાં આવે છે તે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાય તેમનામાં નથી તે અપેક્ષાએ છે અને આ ત્રણ ચોકડીનો અભાવ જેનામાં વર્તે છે તેનામાં સંપ્રદાય, સામાચારી અને ઉપકરણોનું મમત્વ હોય નહિ. વાસ્તવિક રીતે પોતે જે ગરચ્છ કે જે સંપ્રદાયમાં છે તેના વડીલોની આજ્ઞા અનુસાર દેશકાલ સાપેક્ષ જે વ્યક્તિ જે સાધન અપનાવે તેના પ્રત્યે ટીકા કે નિંદા નહિ કરતા ઉદાર દ્રષ્ટિ રાખવી જોઈએ અને એ સાધનથી પણ એ સાધના કરી આગળ વધતા હોય તો તેને ગૌરવની દ્રષ્ટિથી જોવું જોઈએ. દેવચંદ્રજી મહારાજ ખરતર ગચ્છના હતા છતાં સમકિતી હતા. દ્રવ્યાનુયોગના મહાજ્ઞાતા હતા. પરમાત્મતત્વના પરમ ઉપાસક હતા. તેમની ચોવીસીમાં દ્રવ્યાનુયોગના માધ્યમે 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 પરમાત્મભક્તિ ઉપર જબરજસ્ત પ્રકાશ પાથરેલ છે તેમજ તેઓ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ પ્રત્યે અતિશય આદર અને બહુમાન ધરાવતા હતા. ઉપાધ્યાયજી મ.સા.ના જ્ઞાનસાર ગ્રંથ ઉપર તેમણે ખૂબ જ તાત્ત્વિક જ્ઞાનમંજરી ટીકા લખી છે. અધ્યાત્મના માર્ગમાં કેવલજ્ઞાનના લક્ષે સાધના કરવાની છે. સાધ્ય, સાધના, સાધક અને સાધન આ ચારનો પરસ્પર સંબંધ છે. ધર્મના સાધનો પુદ્ગલના બનેલા છે. પુદ્ગલ દ્વત તત્ત્વ છે. જે અનંત ભેદે છે. તેની રમત વિચિત્ર છે. ભગવાન પણ તેને પહોંચ્યા નથી પણ તેનાથી છૂટી ગયા છે. ધર્મને ચલાવવા અને ધર્મને કરવા માટે તે તે કાળના મહાપુરુષોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુરૂપ સાધન બતલાવ્યા છે. જે કાળભેદે થોડો ઘણો ફાર પામે છે અર્થાત તેના મૂળભૂત સ્વરૂપમાં પાયાનો ફાર ન હોવા છતાં તેમાં કાંઈક ફાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળને કારણે થાય છે. પણ તેના દ્વારા સાધ્યને પામવાનું છે. પણ સાધનને માટે ઝઘડવાનું નથી. પ્રભુ કેવલજ્ઞાન દ્વારા પુદ્ગલદ્રવ્યનું દ્વતપણું કે જે અનંતભેદ છે તે જાણે છે છતાં કહી શકતા નથી. એવી આ દ્રતની વિચિત્રતા છે. સાઘનના ઝઘડા કરીને સાધ્યનો ભોગ કદાપિ લેવાય નહિ. એક કરોડ રૂા. ના ખર્ચે પણ દેહને તો બચાવવાનો જ હોય. દેહના ભોગે એક કરોડ રૂ. ના બચાવાય કારણ કે જો દેહ નથી તો પછી એક કરોડનો ભોગવટો કોણ કરશે? તે જ રીતે ઇન્દ્રિયના ભોગે પણ શરીરને તો બચાવવાનું જ હોય પણ ઇન્દ્રિયને બચાવવા કાંઈ શરીરનો ભોગ ન લેવાય. કેવલજ્ઞાન આપણા બધા પાસે વિધમાન છે પણ અનુભવ નથી. જ્યારે ચક્રવર્તીપણું છે નહિ પણ તેવા ભાવ કરો તો અંદરમાં કર્મરૂપે બંધાય. ચક્રવર્તીપણું નથી - છે - નથી. જે વસ્તુ વિનાશી છે તે હોય તો પણ નથી કહેવાય. કારણ કે રહેવાની નથી જ્યારે જે વસ્તુ અવિનાશી છે તે ન હોય તો પણ છે એમ કહેવાય. કારણ કે સાચા અર્થમાં છે. સંસારમાં ઘણું દુ:ખ છે પરંતુ થોડું સુખ પણ છે જ્યારે મોક્ષનું સુખ તો જોયું નથી, જાણ્યું નથી તો પ્રત્યક્ષ સુખ છોડી પરોક્ષ સુખને શા માટે પકડવાનું ? આવી શંકાના સમાધાનમાં જ્ઞાની પુરુષો જણાવે છે કે આત્મા જ્ઞાયક અને વેદક છે. સુખ, દુ:ખ અને આનંદ આ ત્રણ ભેદ વેદનના છે. કોઈ પણ જીવ . ક્યારે પણ આ ત્રણ વેદનમાંથી એક વેદનવાળો હોય જ. જો મૂળમાં આનંદવેદન નહિ હોય તો સંસારી જીવમાં સુખવેદન ક્યાંથી આવશે? સંસાર ત્રણ ભેદ છે (૧) દેહ સંસાર (૨) મોહ સંસાર (૩) મોહને રમવા માટેના સાધન ઘર-બાર-પૈસા વગેરે – તે પરિગ્રહ સંસાર, (૧) સીમંધર સ્વામી પણ સંસારી. કારણ દેહ છે માટે - તેમને દેહરૂપ 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૫૧ સંસાર છે (૨) સાધુને દેહ સંસાર અને મોહસંસાર છે તેઓ મોહનો નાશ કરવા માટે ત્યાગી બન્યા છે, સાધક છે, હજુ મોહનો નાશ કર્યો નથી (૩) જ્યારે ગૃહસ્થ બધી રીતે સંસારી છે. આત્મદર્શી પુરુષ લખે છે કે - કર્મબંધ છે ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અભ, ગચ્છમતની કલ્પના, તે નહિ સવ્યવહાર ભાન નહીં નિજપનું, તે નિશ્ચય નહિ સાર. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापना इति न्यायगति परा ॥ १०४ ॥ તત્ત: = બધા સર્વજ્ઞો જાતિથી એક જ હોવાથી તણ્ય - તે સર્વજ્ઞની સામાન્યરૂપે જેટલા સર્વજ્ઞભક્તોની પ્રતિપત્તિઃ - ભક્તિ છે તે બધા અનુયાયીઓ મુખ્ય સર્વજ્ઞને જ પ્રાપ્ત થયેલા છે. એ પ્રધાન ન્યાયની રીતિ છે અર્થાત્ એ શ્રેષ્ઠ ન્યાય માર્ગ છે. તમન્તરે તત્પતિપરિસિદ્ધઃ કારણ કે મુખ્ય સર્વજ્ઞત્વ વિના સર્વજ્ઞની ભક્તિ ઘટી શકતી નથી. સર્વજ્ઞપણું જગતમાં એક જ છે અને સર્વજ્ઞપણાના કારણે ભક્તિ કરનારા સર્વજ્ઞભક્તો છે પણ આ શિવ છે, આ બ્રહ્મા છે માટે ભક્તિ કરતા નથી અર્થાત સર્વજ્ઞભક્તોની શિવત્વ, મહાવીરત્વાદિ રુપેણ ભક્તિ નથી પરંતુ સર્વજ્ઞત્વેન ભક્તિ છે. સામાન્યથી એટલા માટે કહ્યું કે વિશેષથી સંપૂર્ણપણે સર્વજ્ઞપણાનું જ્ઞાન કોઈપણ છદ્ભસ્થ સર્વજ્ઞભક્તને સંભવિત જ નથી. સંપૂર્ણપણે સર્વજ્ઞપણાનું જ્ઞાન થઈ જાય તો તો પોતે જ સર્વજ્ઞ બની જાય તેથી તેના અનુયાયીઓને વાવતાં તન્નાંતરીયામપિ = કે જે જૈનદર્શન કે ઇતરદર્શન કોઈમાં પણ રહેલા હોય તે સઘfઓને સર્વજ્ઞની સામાન્યથી જ ભક્તિ સંભવે છે. આના દ્વારા જેઓ કુલાચારથી કે મમત્વાદિના કારણે પોતપોતાના દેવ કૃષ્ણ, મહાવીરાદિને માને છે તેઓ સર્વજ્ઞના ઉપાસક નથી તેથી પવિતા પદથી તેઓનું ગ્રહણ થતું નથી. 2010_05 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ યોગની ચોથી દ્રષ્ટિમાં વર્તતા જીવો પોતે જ્યાં રહ્યા હોય ત્યાં પણ તેઓને મોક્ષનું લક્ષ્ય બંધાઈ ગયેલું હોવાના કારણે પોતે પોતાના ઇષ્ટ દેવને સર્વજ્ઞા માનીને જ ભક્તિ કરે છે. તેઓનું અંતઃકરણ વિશુદ્ધ અને નિર્મળ બનેલું હોવાને કારણે સર્વત્ર આ આત્માઓ ગુણને જ જોવાના સ્વભાવવાળા છે અને જે રીતે ગુણની પ્રાપ્તિ અને આત્મવિકાસ થાય તે રીતે કરવાનું તેઓનું લક્ષ્યા હોય છે. જેમ કે ૧૫૦૦ તાપસો પહેલે ગુણઠાણે રહેલા હોવા છતાં સ્વરૂપને, મોક્ષને પામવાનું લક્ષ્ય દૃઢ થઈ ગયું હતું તો તેમણે કેવો પુરુષાર્થ કર્યો ? જ્યારે તેમણે સાંભળ્યું કે જેઓ પોતાની શક્તિના બળે અષ્ટાપદના આઠ પગથિયા ચડી ઉપર કૈલાસનાથના દર્શન કરે છે તે આત્માઓ તે જ ભાવમાં મોક્ષ પામે છે. તો તેઓએ તે પગથિયા ચઢવા જાલિમ પુરુષાર્થ કર્યો. ૫૦૦-૫૦૦ તાપસોની ત્રણ ટૂકડીઓ છે. જેમાં એક ટૂકડી અટ્ટમના પારણે અટ્ટમ કરે છે. પારણે સૂકાઈને અચિત્ત થયેલી સેવાળ અને સૂર્યની ગરમીથી અચિત્ત થયેલું પાણી પીએ છે. તે ત્રીજા પગથિયા સુધી છે. બીજી ટૂકડી છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ચઢે છે તો તે બીજા પગથિયા સુધી આવી છે અને ત્રીજી ટૂકડી ઉપવાસના પારણે ઉપવાસ કરી આગળ વધે છે તે પહેલા પગથિયા સુધી આવી છે. આ પંદરસો તાપસો પહેલા ગુણઠાણે હોવા છતાં યોગની ચોથી દૃષ્ટિને પામેલા છે. તેઓનો મનોયોગ અત્યંત વિશુદ્ધ થયેલો છે. એક માત્ર કેલાસનાથને ભેટવાની, તેના દર્શન કરીને આત્માને પાવન કરવાની સમ્યક્ ઇચ્છાનું જોર એટલું બધુ તીવ્ર બન્યું છે કે જેના કારણે મતિજ્ઞાનના ઉપયોગમાંથી કચરા જેવી બધી અસતુ ઇચ્છાઓ કે જે સંસારવર્ધક છે, તેને કચડી નાંખી છે અને આ ઇચ્છાના બળ ઉપર મનોયોગને વિશુદ્ધ, બળવાન અને સાત્વિક બનાવી રહ્યા છે. મતિજ્ઞાનના ઉપયોગમાં આ ઇચ્છાના બળ ઉપર વીતરાગતાને ઘંટી રહ્યા છે. અધ્યાત્મના માર્ગમાં જ્ઞાન સમ્યગ્ર ઇચ્છાને પેદા કરવા માટે છે અને અસત ઇચ્છાને કચડવા માટે છે. જ્ઞાન દ્વારા અસત ઇચ્છાઓ ન નીકળે અને સમ્યફ ઇચ્છા ન પ્રગટે તો જ્ઞાન સમ્યગું બનતું નથી. અભવ્યને વારિત્રકાળમાં નવપૂર્વનું જ્ઞાન થવા છતાં પણ તેનું જ્ઞાન તેને મોક્ષની ઇચ્છા પ્રગટાવી શકતું નથી માટે તેનું જ્ઞાન સમ્યગ બનતું નથી. જ્યારે અષ્ટપ્રવચન માતાનો જાણકાર પણ પોતાના જ્ઞાન દ્વારા સંસારની અસારતા જાણે છે અને મોક્ષને ઝંખે છે તો તે જ્ઞાની છે. તેનું જ્ઞાન સમ્ય છે. 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૫૩ એકલા જ્ઞાનથી સંસાર ચાલતો નથી પણ જ્ઞાન દ્વારા વસ્તુનો બોધ થયા પછી જીવ વિષયોને ઇચ્છે છે અને તેના માટે પુરુષાર્થ કરે છે માટે સંસાર ચાલે છે. જ્ઞાન તો વસ્તુનું પ્રકાશન કરે છે. તે વસ્તુને જાણ્યા પછી તેણે કઈ દિશા પકડવી તે તેના ઉપર આધારિત છે. ઔદયિકભાવે સંસારની ઇચ્છા થાય છે જ્યારે ક્ષયોપશમભાવે જીવ મોક્ષને ઇચ્છે છે. આમ પંદરસો તાપસીને કલાસનાથના દર્શન કરવાની ઇચ્છાની તીવ્રતા ઉપર વિશદ્ધિ વધતા અને પુણ્યાનુબંધી પુણ્ય પ્રબળ બનતા એવા નિમિત્તોનું નિર્માણ થયું કે પંદરસો થોડા જ કાળમાં કેવલજ્ઞાન પામ્યા આ કેવી રીતે બન્યું? જ્ઞાની કહે છે કે જેને દેહના જ દર્શન થાય છે તેને અંદરમાં રહેલ દેવના દર્શન કેવી રીતે થશે? માટે હે જીવ! હવે તું એવું કર કે જે કર્યા પછી કશું કરવાનું બાકી ન રહે. મતિજ્ઞાનના ઉપયોગમાં આશય, ઉપયોગ અને લક્ષ્યની તીવ્રતાથી કોઈ પણ યોગથી કોઈ પણ ગુણમાં રસની પરાકાષ્ઠા થતાં ક્ષપકશ્રેણી મંડાય છે. વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપ, સંયમ, પશ્ચાત્તાપ, આલોચન વગેરે એક એક વિકલ્પમાં રસ રેડતાં શીખવાનું છે. અને તે રસ કેવી રીતે તીવ્રતાને પામે તેનો જ સતત વિચાર કરવાનો છે. અત્યાર સુધીમાં જે જે આત્માઓએ પકશ્રેણી માંડી છે તે કેવી રીતે માંડી હશે? શું વિચાર્યું હશે? કેવા ભાવો કર્યો હશે? તેની વારંવાર તપાસ કરવાથી લાભ થાય છે. પ્રસ્તુતમાં ચોથી દષ્ટિને પામેલા જીવો અંતર્મુખતાને વરેલા હોય છે તેથી તેઓ એક માત્ર પોતાના સાધ્યને જ સાધવામાં તત્પર હોય છે. બીજા શું કરે છે? અથવા તો તેમણે શું કરવું જોઈએ? આવી વિચારધારાથી તેઓ રહિત હોય છે. અંતર્મુખ દૃષ્ટિ, શાંત સ્વભાવ, કષાયોનો ઉપશમ, ગુણગ્રાહિતા, ગુણાનુરાગ, માદયસ્થતા, પ્રજ્ઞાપનીયતા, સ્વરૂપનું લક્ષ્ય, તેને અનુરૂપ જાગૃતિ, પુરુષાર્થ –આ બધું મેથી દષ્ટિમાં હોય છે. આ હોવા છતાં ગ્રંથિભેદ નહિ થયેલો હોવાના કારણે સૂક્ષ્મ બોધનો અહિંયા અભાવ વર્તે છે. આ દૃષ્ટિમાં વર્તતા સાધકો બધા સર્વજ્ઞના જ ઉપાસક છે કારણ હૃદય પરમાત્માને અર્પણ થયેલું છે. કોઈ પણ કાળે બુદ્ધિથી મોક્ષ મળતો નથી. હૃદયથી મળે છે. અભેદતત્ત્વ કેવલજ્ઞાન સાથે હૃદય અભેદ થાય છે બુદ્ધિ નહિ. હૃદયને મોહનીય કર્મ સાથે સંબંધ છે. બુદ્ધિને જ્ઞાનાવરણીય કર્મ સાથે સંબંધ છે. બુદ્ધિ કરતાં હૃદય ઘણું ચઢી જાય છે. બુદ્ધિથી અનર્થ પણ કરી શકાય છે પરંતુ હૃદય તો કોમળ છે તે અનર્થ કરી શકતું નથી. 2010_05 WWW.jainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 જ્ઞાન વિશેષ ન હોવા છતાં ૧૫૦૦ તાપસોએ જે મોક્ષ મેળવ્યો છે તે હૃદયની કેળવણીથી મેળવ્યો છે. જીવ માત્ર પાસે સત્તામાં કેવળજ્ઞાન પડેલું છે તો જીવ માત્ર પાસે ક્ષયોપશમભાવ ન હોય? સમકિત એ માત્ર જૈન સંપ્રદાય કે ગચ્છની મોનોપોલી નથી જેને તત્ત્વની જિજ્ઞાસા તીવ્ર થાય તેને જ્ઞાનનો ક્ષયોપશમ થઈ શકે છે. विशेषस्तु पुनस्तस्य कात्स्र्त्स्न्येनासर्वदर्शिभिः । ૧૫૪ सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥ = જે કારણથી બધા છદ્મસ્થો વડે તે સર્વજ્ઞનો સંપૂર્ણભેદ જણાતો નથી કારણ કે તવર્ણનાત્ સર્વજ્ઞ દેખાતા નથી. અને શ્રેણિકાદિને સર્વજ્ઞ દેખાતા હોવા છતાં પણ તખ્તાનાઽમતે: - તેઓના - જોનારાઓના જ્ઞાનનો તે વિષય બનતો ન હોવાથી છદ્મો વડે સર્વજ્ઞની સંપૂર્ણ વિશેષતા જાણી શકાતી નથી. મોટે ભાગે તો જીવો સર્વજ્ઞને પ્રત્યક્ષ સાક્ષાત્ રૂપે જોઈ શકતા નથી. તેથી તેમને તેમના સંપૂર્ણ ગુણો કેવા હોય તેનો યથાર્થ બોધ થતો નથી અને જે જીવો પ્રત્યક્ષરૂપે જૂવે છે તે પણ પોતે અસર્વજ્ઞ હોવાથી સર્વજ્ઞની જે સંપૂર્ણ વિશેષતા છે તેને જાણી શકતા નથી અને તેથી વિશેષરૂપે તો કોઈપણ જીવ સર્વજ્ઞનો આશ્રય કરતા નથી. અર્થાત્ સર્વજ્ઞના ભક્તો- છદ્મસ્થ જીવો સર્વજ્ઞપણાના સંપૂર્ણસ્વરૂપના બોધવાળા હોતા નથી. બત્રીસી ૨૩/૧૬ માં ઉપાધ્યાયજી મ. સાહેબ છદ્મસ્થ ભક્તોથી સર્વજ્ઞની સર્વ પ્રકારે = બધી વિશેષતા જણાતી નથી તેથી પૃથ્વી પર = જગતમાં કોઈ પણ છદ્મસ્થ ભક્ત તે સર્વજ્ઞનો વિશેષપણે આશ્રય કરીને રહેલો નથી. સર્વજ્ઞમાં રહેલ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, પૂર્ણ આનંદ વગેરે સર્વ વિશેષતાઓ છદ્મસ્થના જ્ઞાનમાં જણાતી નથી કારણકે તે છદ્મસ્થના જ્ઞાનના વિષયની બહાર છે. છદ્મસ્થનું જ્ઞાન મોહનીયકર્મના ઉદયે વિકારી બનેલું છે અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયે વિનાશી બનેલું છે. વિકારી અને વિનાશી એ બંનેમાં ફેર છે. કપડું મેલું છે, તે વિકારીભાવ છે, કપડું ફાટયું છે, તે વિનાશીભાવ છે. જ્યાં સુધી છાક્ર્મસ્થિક જ્ઞાન છે અર્થાત્ મતિજ્ઞાન છે ત્યાં સુધી તે અપૂર્ણ છે પછી ભલે ગમે તેટલું શ્રેષ્ઠ હોય તો પણ તે મતિજ્ઞાન અનંતમાં ભાગનું જ જ્ઞાન કરાવે છે અને તેથી સર્વજ્ઞની ઉપાસના કરવાવાળા સર્વજ્ઞના ભક્તોનું જ્ઞાન પણ મર્યાદિત જ હોવાથી તે અલ્પજ્ઞાનથી સર્વજ્ઞતત્ત્વની બધી જ વિશેષતાઓ કેવી રીતે જાણી શકે ? અર્થાત્ ન જ જાણી શકે અને તેથી અહિંયા ગ્રંથકાર 2010_05 Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫ યગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કહી રહ્યા છે કે સર્વજ્ઞના ભક્તોથી સર્વજ્ઞની બધી વિશેષતાઓ જણાતી નથી. અને તેથી કોઈ પણ સર્વજ્ઞભક્ત સર્વજ્ઞને વિશેષપણે આશ્રિત નથી પણ બધા જ સર્વજ્ઞને સામાન્યથી જ આશ્રય કરીને રહેલા છે. तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६ ॥ સર્વજ્ઞનો વિશેષપણે કોઈ જ ભક્ત ન હોવાથી અર્થાત્ બધા ગુણોના જ્ઞાનપૂર્વક સર્વજ્ઞનો આરાધક કોઈ ન હોવાથી જે કોઈ છમસ્થભક્ત સામાન્યપણે પણ આ સર્વજ્ઞને સ્વીકારે છે અર્થાત સામાન્યથી પણ સર્વજ્ઞની ભક્તિ કરે છે તે વિચારકોની દૃષ્ટિએ તે અંશથી અર્થાત્ સર્વજ્ઞની સામાન્યની ભક્તિની અપેક્ષાએ નિર્ચાનું = વાસ્તવમાં તુલ્ય છે = સમાન છે. સર્વજ્ઞત્વ જાતિથી - સર્વજ્ઞના ગુણોથી જેમ બધા સર્વજ્ઞો એક છે તેમ સર્વજ્ઞની ભક્તિની અપેક્ષાએ બધા ભક્તોમાં એકત્વ છે. બધા જ સર્વજ્ઞભક્તો પોતપોતાના સ્થાન અને ક્ષયોપશમના ઉચિતપણા વડે કરીને સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં તત્પરપણે વર્તે છે. ' અર્થાત કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે બધાની શક્તિ, સંયોગો, પુણ્ય, અવસ્થાઓ જુદી જુદી છે. બધા આત્માઓ ગુણોના ઉપાસક અને ગુણોના પૂજક હોવા છતાં બધા એક સરખું દાન, શીલ, તપ, પરમાત્મભક્તિ વગેરે કરી શકતા નથી. વળી બધા જ આત્માઓ બધા જ યોગો સાધી શકે તેવું પણ હોતું નથી. ગુણોની ઉપાસના અને ગુણોની ઝંખના હોવા છતાં સંસારની ઉપાધિમાં પડેલા આત્માઓમાં આ બધી ભિન્નતા તો રહેવાની જ. તેમજ એક જ ભક્તિયોગ વગેરે આરાધતા જીવોમાં પણ મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતા - ચઢ ઉતરપણું પણ રહે છે. બાહ્ય પુણ્યના ઉદયથી મળેલ સામગ્રીઓ અને શક્તિમાં વણ ઓછાવત્તાપણું જોવા મળે છે તેથી બધા જ સર્વજ્ઞભક્તોમાં ભક્તિ વગેરેમાં દેશકાળાદિ સંયોગોને કારણે ફેરફાર તો દેખાવાનો જ. પરંતુ તે બધા જ એક જ સર્વજ્ઞના ઉપાસક છે તેનું કારણ એ છે કે બધાનું લક્ષ્ય વીતરાગતા, મોક્ષ અને ગુણોની પ્રાપ્તિ છે અને આ લક્ષ્ય સાથે જ તેઓ પોતપોતાના ઇષ્ટ દેવોને સર્વજ્ઞ માનીને ભજી રહ્યા છે અને વળી આમ હોવા છતાં બધા જ ભક્તો સર્વજ્ઞના સામાન્યથી જ ઉપાસક છે કારણ કે વિશેષ રીતે એટલે કે સંપૂર્ણરીતે તેના સ્વરૂપને તેઓ ગ્રહણ કરવા માટે અસમર્થ છે. તેને જાણવા માટે શક્તિમાન નથી. સંપૂર્ણ રીતે તેને જાણનાર તો તે તેમના જેવો જ થઈ જાય છે પછી તે સર્વજ્ઞભક્ત રહેતો નથી. यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ॥ १०७ ॥ 2010_05 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ सर्वज्ञतत्त्वाऽभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥ બાહ્યક્રિયાના ભેદ દેશકાલ સાપેક્ષ છે - જેમ એક રાજાને આશ્રિત. એવા ઘણા પણ પુરુષો હોદ્દા વગેરેના ભેદથી દૂર - નજીક આદિ ભેદવાળા હોવા છતાં પણ તે બધા જ રાજાના સેવકો કહેવાય છે. અર્થાત્ બધા સેવકોમાં નાના મોટા હોદ્દાથી ભેદ હોવા છતાં બધાને સેવવા યોગ્ય રાજા એક જ છે તે જ રીતે પોતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચારનું પાલન કરનારા સઘળા સર્વજ્ઞભક્તો જિનાદિ મતને અવલંબન કરીને રહેલા સર્વજ્ઞતત્ત્વને જ અનુસરનારા જાણવા. અર્થાત્ પહેલા ગુણઠાણાથી માંડીને બારમા ગુણઠાણા સુધી બધા જ પોતપોતાની કક્ષાનુસારે આચારનું પાલન કરે છે. જેમ આદિધાર્મિક હોય તો સઘળા દેવોની ભક્તિ કરે. જેમાં ચારિચરક સંજીવની અચરક નીતિથી વીતરાગ દેવની ભક્તિ પણ આવી જાય. સમકિતી હોય તો વીતરાગ દેવની ભક્તિ કરે તેમ જ દ્રવ્ય અને ભાવ અનુકંપા કરે જ્યારે સાધુને પરમાત્મની આજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા જ હોય અને જગતના જીવોની ભાવાનુપા કરે તે બધા આમ પોતપોતાની કક્ષા અનુસારે ભિન્નભિન્ન સ્થાનમાં રહેલા અને ભિન્ન ભિન્ન આચારનું પાલન કરતા હોવા છતાં સર્વજ્ઞ તત્ત્વને અનુસરનારા છે. ક્ષયોપશમ ભેદે બધામાં ભેદ હોવા છતાં તેમજ આચરણામાં ભેદ હોવા છતાં હૃદયમાં ભેદ નથી. હૃદયમાં તો એક માત્ર સર્વજ્ઞની જ ઉપાસના બેઠેલી છે. અને પોતાને સર્વજ્ઞ થવાનું લક્ષ્ય છે. આમ બાહ્ય ક્રિયાનો ભેદ હોવા છતાં આશય, ઉપયોગ અને લક્ષ્યથી ભેદ નથી. અધ્યાત્મ મુખ્યતયા હૃદયને અનુસરે છે. બાહ્ય ક્રિયાના ભેદ તો દેશકાલ સાપેક્ષ છે. તે તો રહેવાના પણ આ બધું હોતે છતે પણ હૃદયમાં નિર્વાણતત્ત્વ ગમી ગયું છે અને તેથી નિર્વાણતત્ત્વની ઉપાસના નિર્વાણતત્ત્વને પામવાના લક્ષ્યથી કરાય છે એ આ દૃષ્ટિમાં મુખ્ય છે. યોગની આ ચોથી દૃષ્ટિની વિશેષતા એ છે કે તેઓ સ્વચ્છ અંતઃ કરણવાળા છે અને આત્મસાક્ષીએ પ્રામાણિક છે. જગતમાં પ્રામાણિકતા અને વાદારીનું મૂલ્ય ઘણું છે તો પછી અધ્યાત્મમાં તેનું મૂલ્ય કેમ ન હોય ? હજુ ગ્રંથિ ભેદાઈ નથી. સૂક્ષ્મ બોધ આવ્યો નથી છતાં અંદરથી પ્રામાણિકતા અને વાદારી તો જૂવો કે તેમને આ ભવમાં નિર્વાણથી ઓછું કાંઈ જ ખપતું નથી. સંસાર ગમે તેટલો સોહામણો દેખાતો હોય તો પણ તેમને એ આકર્ષી શકતો નથી એમને સંસારની ઇચ્છા થતી નથી. _2010_05 Page #186 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રામાણિકતાનું ઇનામ બહુ મોટું છે. મોક્ષમાર્ગમાં આગળ આગળ પ્રયાણ કરવા માટે વિશુદ્ધ પુણ્ય જોઈએ. વિશદ્ધપુણ્ય વિશુદ્ધિથી બંધાય છે. અને તે માટે આશય, ઉપયોગ અને લક્ષ્યની વિશુદ્ધિપૂર્વકનું પંચાચાર પાલન જોઈએ છે. આશય, ઉપયોગ અને લક્ષ્યની વિશુદ્ધિ આત્મિક ક્ષેત્રે પ્રામાણિક બનવાથી આવે છે માટે જ પહેલા ગુણસ્થાનકની વાસ્તવિકતા માટે વૈરાગ્ય જેમ મુક્યો તેમ તે વૈરાગ્યને જ્ઞાનગર્ભિત બનાવનાર પ્રામાણિકતા, પ્રજ્ઞાપનીયતા પણ આવશ્યક છે. સંસારમાં કે અધ્યાત્મમાં પોતાના સ્થાનને વાદાર રહેવામાં બહુ મોટું ઇનામ મળે છે અને અપ્રમાણિક બનનારને નુકશાન પણ તેટલું જ છે. અધ્યાત્મના ક્ષેત્રમાં આવ્યા પછીથી જેને અંદરમાંથી તમામ સંસારની ઇચ્છાઓ, આકાંક્ષાઓ, તૃષ્ણાઓ, નામના, કીર્તિ, પદ, પ્રતિષ્ઠાની લાલસાઓ ઊંડે ઊંડે પણ રહેતી નથી ત્યારે અધ્યાત્મની વિશુદ્ધિ થાય છે અને ત્યારે સાધકને જે પુણ્ય બંધાય છે તે વિશુદ્ધ કક્ષાનું હોય છે જે સાધકની સતત રક્ષા કરે છે. ચારિત્ર જેવા ઉચ્ચ સ્થાનને પામ્યા પછી પણ અંદરની પ્રામાણિકતા ચાલી ગઈ તો તે આત્માઓ કઈ સ્થિતિને પામ્યા તે માટે શાસ્ત્રમાં મંગુ આચાર્ય, સુમંગલ આચાર્ય, જમાલી વગેરેના દૃષ્ટાંતો સુપ્રસિદ્ધ છે. મંગુ આચાર્ય રસનેન્દ્રિયની આસક્તિમાં ભૂલા પડ્યા અને ખોટો બચાવ કરવા ગયા તો કર્મસત્તાએ તેમને વ્યંતરનિકાયમાં, યક્ષની યોનિમાં દેવ બનાવ્યા. સુમંગલ આચાર્યને એક કમરપટ્ટા ઉપર મમત્વ રહી ગયું અને અંતિમ સમયે પણ આલોચના કરવાની શિષ્યોની હિતશિક્ષાને અવગણી તો કર્મસત્તાએ તેમને સુરા અને સુંદરીઓથી ભરપુર અનાર્ય દેશમાં રાજકુમાર બનાવ્યા અને જમાલીએ પરમાત્માના એક વચનમાં પ્રામાણિકતા ગુમાવી તો કિલ્બિષિક દેવપણું પામ્યા અને નીચે સ્થાને રહેલા આત્માઓ પણ પોતાના સ્થાનને વાદાર રહ્યા તો ઉપર ચડી ગયા. આ જ સંદર્ભમાં ભગવતી સૂત્રમાં લખે છે કે જૈન શાસનના મહાવ્રતોને લીધા પછી તેને વફાદાર ન રહેનાર વધુમાં વધુ પહેલા દેવલોકથી ઉપર જઈ શકતો નથી જ્યારે અન્ય દર્શનની સંન્યાસ દીક્ષા ગ્રહણ કરીને તેને વફાદાર રહેનાર ઉપર ઉપરના દેવલોકમાં જઈ શકે છે. કર્મયોગનું ભયસ્થાન ૧૫૭ કર્મયોગનું ભયસ્થાન કલિકાલમાં એક દેખાઈ રહ્યું છે કે આત્મા તેમાં એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે કે જેમાં તે પોતાની જાતને- સ્વરૂપને ભૂલી જાય છે એટલે સત્પ્રવૃત્તિઓનો પણ એક સંસાર ઊભો થઈ જાય છે. જ્ઞાનીઓનું એક જ માન છે કે જે કાંઈ કરો તેમાં તમારી જાતને ભૂલો નહિ. તમારા નામ અને રૂપને કેન્દ્રમાં રાખીને કાંઈ કરો નહિ. તમારી દરેક પ્રવૃત્તિઓમાં સ્વરૂપનો ખ્યાલ રાખો કોઈપણ પ્રવૃત્તિની પાછળ આધ્યાત્મિકતાનો સ્પર્શ રહેવો જોઈએ. 2010_05 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ચતુર્વિધ સંઘનું સ્વાથ્ય આજે બગડી રહ્યું છે. પદ, પ્રતિષ્ઠા, પરિગ્રહ, નામના , કીર્તિનું આકર્ષણ એ આંતરિક શૂન્યાવકાશનું ચિહ્ન છે. આંતરિક તૃપ્તિના અભાવમાં જ બાહ્ય સામગ્રી તરફ લક્ષ્ય જાય છે. ઉપાદાન અનુકૂળ ન થાય ત્યાં સુધી શુભ નિમિત્તોનો સરળ ભાવે સ્વીકાર થતો નથી. શુભ નિમિત્તોમાં દોપ જોનાર જીવનો અનાદિકાલીન વક્ર પરિણામ છે. જેનું ભવભ્રમણ અધિક છે તેવા આત્માઓનું પોતાના ઉપાદાનને તૈયાર કરવા પાછળ દૂર્લક્ષ્ય હોય છે તેમાં જો કે તે આત્માઓનો દોષ દેખાય. છે તો પણ તત્ત્વદૃષ્ટિથી વિચારતાં તો તે ભવિતવ્યતાના હાથનું એક રમકડું જ બની રહેલ છે એટલા માટે વિવેકી અને સમજદાર આત્માએ તેનો અફ્સોસ કરવો યોગ્ય નથી. માધ્યસ્થષ્ટિવાળા જીવોનું આ સમાધાન છે. न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादि भेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥ તે તે પ્રકારે ઇટાનિષ્ટ નામાદિનો ભેદ હોવા છતાં ભાવસર્વજ્ઞમાં પરમાર્થથી ભેદ નથી એ વાત શ્રત, મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાથી મહાત્માઓએ વિચારવી. બુદ્ધના ભક્તને બુદ્ધમાં સર્વજ્ઞતાનું જ્ઞાન છે તેથી તેને સર્વજ્ઞ તરીકે બુદ્ધનું નામ ઇષ્ટ છે અને મહાવીરના ભક્તને મહાવીરમાં સર્વજ્ઞતાનું જ્ઞાન છે તેથી તે મહાવીરને સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. પરંતુ વાસ્તવમાં તેમાં કોઈ ભેદ નથી. આ વાત શ્રત, મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાથી વિચારવી અર્થાત. કૃત, ચિંતા અને ભાવનાજ્ઞાનપૂર્વક વિચારવા યોગ્ય છે. ચોથી દૃષ્ટિને પામેલા આત્માઓ અંદરથી ઉજ્વળ અંત:કરણવાળા બનેલા હોવાથી, તેમજ સ્વરૂપને પામવાનું લક્ષ્ય અને ગુણગ્રાહી દૃષ્ટિના કારણે અતીન્દ્રિય તત્ત્વના માર્ગમાં કેવો વિધેયાત્મક માર્ગ અપનાવે છે અને પોતાની બુદ્ધિને અનુસારે વસ્તુનું કેવું સમાધાન શોધે છે. એ વાત ગ્રંથકાર બતાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જીવ જ્યાં સુધી અધ્યાત્મમાં સ્કૂલ દૃષ્ટિવાળો છે ત્યાં સુધી જ એને સર્વજ્ઞમાં ભેદ દેખાય છે કે મારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ છે. તારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ નથી પરંતુ જ્યારે મૃતની સાથે મેધા અને અસંમોહ પ્રજ્ઞા ભળે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે આ રીતે સર્વજ્ઞમાં ભેદ જોવો એ તો બરાબર નથી. જીવ પોતે જે વાતાવરણમાં રહીને આગળ વધ્યો હોય અને જેનાથી ભાવિત થયો હોય તેને અનુરુપ તેનામાં સર્વજ્ઞત્વનો નિર્ણય હોય અને તેથી તે તેનામાં સર્વજ્ઞત્વ માને તે સ્વાભાવિક છે અને બીજા સર્વજ્ઞ છે એવું ન સાંભળ્યું હોય અથવા તેમના ઉપદેશનો વિશેષ બોધ ન હોય તેમના વિષયમાં 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧પ૯ પોતાની મતિ ભાવિત ન બની હોય તો તેથી તેને અન્યમાં સર્વજ્ઞત્વની શ્રદ્ધા ન હોય તે બની શકે છે. પરંતુ તેટલા માત્રથી તેમનામાં સર્વજ્ઞત્વનો અભાવ સિદ્ધ થતો નથી કારણ કે દરેક સર્વજ્ઞો પોતપોતાના અનુયાયીઓને સંસારની અસારતા, હિંસાદિ દોષોની ભયાનકતા, તેનાથી બચવા તેના ત્યાગનો ઉપદેશ, મોક્ષની સુંદરતા, વૈરાગ્ય વગેરેની વાતો કરી રહ્યા છે તેથી દરેક સર્વજ્ઞનો ઉપદેશ નિર્વાણતત્ત્વને અનુસરનારો છે માટે તેમાં ભેદ જીવો એ મંદ બુદ્ધિવાળા જીવોનું કાર્ય છે પરંતુ મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાથી વિચાર કરતા વિચારવંત આત્માઓને તેમાં ભેદ દેખાતો નથી. આવું ચોથી દૃષ્ટિવાળા જીવોનું સમાધાન છે. તે ગ્રંથકાર આ શ્લોક દ્વારા જણાવી રહ્યા છે. સૂક્ષ્મબોધને પામેલા પાંચમી દૃષ્ટિવાળા જ્ઞાનીઓની અપેક્ષાએ આ સમાધાન સાચું ન હોવા છતાં પોતાની કક્ષાને અનુસરીને કરાયેલું તેઓનું આ સમાધાન ગ્રંથકાર માન્ય કરે છે તેનું કારણ એ છે કે આ માન્યતામાં આગળ જઈને સૂક્ષ્મ બોધ પ્રાપ્ત કરાવે, ગ્રંથિને ભેદાવે તેવી સુંદર ચી પડેલી છે અને તે એ કે પોતાની વિચારણામાં - માન્યતામાં આગ્રહ હોવા છતાં કદાગ્રહ નથી. પ્રજ્ઞાપનીયતા પડેલી છે. એટલે કે પ્રાજ્ઞ અને પ્રામાણિક પુરુષો દ્વારા સત્ય વાત સમજાવાતા તેઓ તેનો સહેજે સ્વીકાર કરે તેવી યોગ્યતા ધરાવે છે તેઓ એક માત્ર સત્યના, સમાધિના અને ગુણોના ચાહક છે. જ્યારે અંતઃકરણ, નિખાલસ, સ્વચ્છ અને મોક્ષમાર્ગને અનુસરનારું બને છે ત્યારે તેની યોગસંબંધી ભૂલો કે અંતઃકરણ સંબંધી ભૂલો એ સંતવ્ય બની જાય છે અને તેના ઉપયોગમાં પડેલી સારી ચીજો જેવી કે ઉપશમભાવ, વૈરાગ્ય, અંત:કરણની નિર્મળતા, નિખાલસતા, સરળતા, ગુણાનુરાગ, ગુણગ્રાહિતા - વગેરેનું મૂલ્ય વધી જાય છે કારણ કે આ મૂલ્યવાન કિંમતી - અતિકિંમતી ચીજોના બળ ઉપર જ પેલી ક્ષતિ દૂર થઈ જવાની છે અને આત્મા સમકિત રત્ન પામી જવાનો છે. જેમ એક બાળક જેનું અંત:કરણ નિખાલસ છે તે પોતાની કાલીકાલી ભાષામાં પોતાની સમજથી પોતાને જે સારું લાગે છે (તે આપણી દ્રષ્ટિમાં ખોટું હોવા છતાં) તે બોલે છે ત્યારે આપણને તે અનિષ્ટ લાગતું નથી કારણ કે આપણે સમજીએ છીએ કે તે નિર્દોષ છે, અજ્ઞાન છે, તો ત્યાં અજ્ઞાન હોવા છતાં દુષ્ટતા નથી, અંતઃકરણ મલિન નથી તો આપણા માટે તે સંતવ્ય બની જાય છે તેમ આ આત્માઓનું અજ્ઞાન પણ ઉપરોક્ત ગુણોને કારણે સંતવ્ય બની જાય છે. અધ્યાત્મના માર્ગમાં આગળ વધવામાં સૌથી વધુ ખરાબ અને પ્રતિબંધક ચીજ અંત:કરણની મલિનતા, અપ્રજ્ઞાનીયતા, અપ્રમાણિકતા છે. એ હોતે જીતે 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ગમે તેવો શાસ્ત્રનો ઊંચી કોટિનો બોધ કે ઉંચી કોટિની ક્રિયા કે બહારના દેખાતા ભવ્ય ત્યાગાદિ કાર્યો એ આદરણીય બનતા નથી. જેમ કે એક માણસ પોતાની પત્નીને ટી.બી. કે કેન્સર થયેલ હોય તે વખતે તેનો ઔષધ ઉપચાર ન કરે. સેવા ન કરે અને કરોડોના ઝવેરાતથી તેને શણગારે તો તે જગતમાં પ્રશંસનીય બનતો નથી કારણ કે આંતરિક તત્ત્વ જ્યારે બગડેલું છે ત્યારે તેનો જ ઉપચાર સૌ પ્રથમ કર્તવ્ય છે તેના અભાવમાં બાહ્ય શણગાર કરવો એ બાલિશતા છે, અધમતા છે. સજ્જનતા અને સાધુતા નથી. હવે પતંજલિ પોતાના કથનમાં શાસ્ત્રગર્ભિત યુક્તિને કહે છે. चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥ સમ્યક અધ્યાત્મસંબંધી શાસ્ત્રની વિચારણા કરનાર શાસ્ત્રમાં ચિત્ર અને અચિત્ર એમ બે ભેદથી દેવ વિષયક ભક્તિ વર્ણવી છે તે કારણથી પણ ભિન્ના ભિન્ન દર્શનમાન્ય સર્વજ્ઞો એક જ છે એમ સિદ્ધ થાય છે. શાસ્ત્રોમાં લોકોત્તર એવા સર્વજ્ઞ દેવોની ભક્તિ અનેક ભેદવાળી કહી હોત તો બધા સર્વજ્ઞો તત્ત્વથી એક જ છે એમ ન કહી શકાય પરંતુ શાસ્ત્રોમાં બધા સર્વજ્ઞોની કરાયેલી ભક્તિ અચિત્ર અર્થાત્ એક જ પ્રકારની કહી છે તેથી બધા સર્વજ્ઞ એક જ છે એમ સિદ્ધ થાય છે. सुष्ठ अध्यात्म इति स्वध्यात्म, तस्य इदम् मे मर्थमा तद्धितनी अण પ્રત્યય લાગતા સવાધ્યાત્મ થયેલ છે. આ જ વાત ને સ્પષ્ટ કરતા કહે છે. संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ १११॥ चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता अचित्रा चरमे त्वेषा शमसाराखिलैवहि ॥ ११२ ॥ સંસારવર્તી દેવયોનિમાં રહેલ લોકપાલ, કામદેવ વગેરે દેવની ગતિમાં રહેલા દેવોની ભક્તિ તે લોકો કરે છે કે જેમને મરીને તેવી દેવગતિમાં જવું છે. પરંતુ જેઓને સંસારથી અતીત એવા મોક્ષને વિષે જવું છે તેવા યોગીઓની ભક્તિ તો તદતીત = સંસારથી અતીત એવા સર્વજ્ઞને વિષે હોય છે. સંસારી દેવો વિષેની ભક્તિ એ રાગ-દ્વેષથી સંશ્લિષ્ટ જ હોય છે. સંસારી દેવો પોતાના ભક્તોની ભક્તિથી રીઝે એવા હોય છે. બીજા કરતા તેને વધારે માનો, અધિક ગુણગાન કરો ત્યારે તે રીઝે છે અને જો તે રીતે તેમની ભક્તિ ન કરો તો પોતાનો પરચો-પ્રભાવ પણ બતાવે છે. જેમ કુમારપાળે કંટકેશ્વરીના 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કહેવાથી બોડાનો વધ ન કર્યો તો કંટકેશ્વરીએ માથામાં ત્રિશુળ મારી કોઢ રોગ પેદા કર્યો. આમ સંસારી દેવો કે જે રાજસ-તામસ પ્રકૃતિવાળા છે તે આ રીતે જ કાર્ય કરતા હોય છે. અહિંયા એક ખાસ ખ્યાલમાં રહે કે દેવયોનિમાં રહેલા બધા જ દેવો આવા રાજસ-તામસ ભાવવાળા હોય છે એવું નથી. બીજા ઘણા સાત્વિક પ્રકૃતિવાળા પણ દેવો છે જે પોતાને માનનારને સાત્ત્વિકભાવ કરવાનું અને રાજસ-તામસ ભાવથી બચવાનું શીખવે છે. જેઓ પોતે કદાચ સમ્યકત્વને ન પામ્યા હોય તેવું બને પણ છતાં રાજસ તામસ ભાવથી તે દૂર છે અને આ સાત્ત્વિકભાવ જ પરાકાષ્ઠાએ પહોંચતા તેઓને સમ્યક્ત્વપ્રાપ્તિનું કારણ બને છે. પરમાત્માના સમવસરણમાં જઘન્યથી ક્રોડ દેવો હોય છે તેમાં સમ્યગદૃષ્ટિ કરતા મિથ્યાદ્રષ્ટિ દેવો વધારે હોય છે કારણકે સમ્યગ્દષ્ટિ દેવો તો કુલ દેવયોનિના દેવોના એક અસંખ્યાતમાં ભાગ જેટલા જ છે. છતાં પરમાત્મા પ્રત્યે ભક્તિ કરી કરીને પોતાના સાત્ત્વિકભાવને પુષ્ટ કરી રહ્યા છે અને પોતાના આશ્રિતોને - પોતાને દેવ તરીકે માનતા પોતાના ભક્તોને સાત્ત્વિકભાવ. કરવાનું શીખવી રહ્યા છે એ વાત ખાસ યાદમાં રાખવા જેવી છે. સાત્ત્વિકભાવ એ પરમાત્માના ઘરનો ભાવ છે. પરમાત્માની દેન છે એ જ્યાં પણ કરાતો હોય કે એનો ઉપદેશ કોઈ પણ આપતા હોય તેની ભૂલે ચૂકે પણ આપણાથી અવહેલના - તિરસ્કાર ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવા જેવી છે. આમ સંસાર-ચોનિમાં રહેલા રાજસ-તામસ પ્રકૃતિવાળા દેવો રાગ, દ્વેષથી સંશ્લિષ્ટ હોય છે અને સંસારી જીવો પણ જ્યારે સંસારના જ આશયથી તેમની ભક્તિ કરે છે ત્યારે પોતે પણ રાગ-દ્વેષ સહિત હોય છે એટલે પોતાને જે ઇષ્ટ છે તેને મેળવવા તેમની પ્રશંસા, બીજાની ટીકા વગેરે કરતા હોવાથી તેઓની ભક્તિમાં ચિત્રતા હોય છે. જ્યારે સર્વજ્ઞતત્ત્વમાં તો ભક્તિનું પ્રયોજક ઉપશમભાવ છે. તેવા પ્રકારના સંમોહનો નાશ થવાથી વીતરાગતા જ તેમને ગમે છે. પોતાના સામાન્ય પણ રાગ - દ્વેષ ખટકે છે અને તેથી ત્યાં એક જ સ્વરૂપવાળી શમપ્રધાન જ ભક્તિ હોય છે. સમતાને પ્રાપ્ત કરવાની તમન્ના એ જ ભક્તિમાં કારણ છે. સંસારનું વેચિય અનેક ભેદે છે અને સંસારવર્તી જીવોના પ્રયોજનો પણ ભિન્ન ભિન્ન છે અને દેવયોનિમાં રહેલા દેવોના પણ પુણ્યના કારણે, શક્તિના કારણે અનેક ભેદ છે. ત્યાં રહેલા દેવોમાં પણ અંદરથી યશ, કીર્તિ, નામના વગેરે પડેલા છે તેમજ તેને ભજનારાની જરૂરિયાત પણ જુદી જુદી છે તેથી દેવયોનિમાં રહેલ દેવોની ભક્તિ અનેક પ્રકારની હોઈ શકે છે. પરંતુ અધ્યાત્મના માર્ગમાં તો બધાનું પ્રયોજન એક માત્ર કષાયોનો નાશ અને સમતાની પ્રાપ્તિ છે તેથી તે આત્માઓ સર્વજ્ઞતત્ત્વ કે જે જગતમાં એક જ છે અને પૂર્ણઆનંદ 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સ્વરૂપ છે તેની જ ભક્તિ કરનારા હોય છે. અર્થાત તેમની ભક્તિ અચિત્રા એટલે કે એક જ પ્રકારની હોય છે. તત્ત્વદૃષ્ટિ ખૂલે તેને સંસારમાં ક્યાંય સુખ દેખાતું નથી. દુ:ખજ દેખાયા છે. સંસાર બધો અતત્ત્વમય જણાય છે તેથી તેની ઇચ્છા થતી નથી. જેમાં દુઃખા દેખાય, વિડંબના દેખાય, નાલેશી દેખાય તેની ઇચ્છા શી રીતે થાય? સંસારના રસિક જીવોને સાંસારિક પદાર્થોનો મોહ એટલો બધો. જડબેસલાક બેઠેલો છે કે તેને કારણે તે આત્માઓ સર્વોત્તમ મોક્ષસુખની ઉપેક્ષા કરી રહ્યા છે. સારા, સાચા અને તારક તત્ત્વોની અવગણના કરવાથી ખોટા, ખરાબ અને મારક તત્ત્વોનો મોહ આત્મામાં વજલેપ જેવો થાય છે. એનાથી અશુભાનુબંધ ઊભા થાય છે. ગમાર જીવોને દારૂણ વિપાકવાળા વિષયોમાં સુખ દેખાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વના સંભૂતિમુનિના ભવમાં ચારિત્ર લઈ તે ઉત્તમતત્ત્વની અવગણના કરી વેષયિક સુખ માટે ધર્મ વેચ્યો, નિયાણું કર્યું તો બ્રહ્મદત્તને ચક્રવર્તી બની ત્યાંથી સાતમી નરકના ૩૩ સાગરોપમના રીરવ દુ:ખો વેઠવા જવું પડ્યું. દુ:ખ પ્રત્યેનો સમ્યગ અભિગમ “દુનિયાનું દુઃખ ખરાબ” એ અસવિચાર છે. દુઃખ ખરાબ લાગે માટે દુઃખ દેનારા ઉપર દુશ્મનાવટ ઉભી થાય છે. બાર પ્રકારની અવિરતિમાં હિંસા, જુઠ, ચોરીની અવિરતિ કરતા ઇન્દ્રિયોની અવિરતિ મોટી છે. તેની ખણજ બહુ ખરાબ છે. પ્રભુ વીરની સાધનાની આ જ બહુમોટી વિશેષતા હતી કે દુ:ખ ખરાબ નહિ, એના દેનારા ખરાબ નહિ માટે મનોયોગને જીવનભર સારો રાખી શક્યા. આ મકાન બહુ સારું, આ જગ્યા બહુ સારી, આ કપડું બહુ સારું આવો ભાવ આવ્યો એટલે મનોયોગ બગડ્યો. મોહની પરિણતિ ઝેર છે. જે જીવની ચેતનાને વિષમય બનાવે છે તેનાથી બચવા સર્વજ્ઞવચન અમૃત સમાન છે તે મળવાથી અને તે ઘૂંટાવાથી જીવમાં જાગૃતિ આવે છે. | કર્મોની નિર્જરા કરવાની છે એના કરતાં પણ અશુભાનુબંધની નિર્જરા. કરવાની છે એ યાદ રાખવા જેવું છે. કર્મ એ તો એક પંથનો લૂંટારો છે જ્યારે અશુભાનુબંધ એ લાંબા પંથનો લૂંટારો છે. પ્રભુ મહાવીરનો આત્મા છેલ્લા ભવમાં આવીને રહ્યો ત્યારે તેના આત્મા ઉપરની આ સ્થિતિ છે કે અશુભકર્મો જોરદાર છે. લોકો દુર્જન બનીને ત્રાસ આપે, મારપીટ કરે તેવા કર્મો છે છતાં જમા પાસું એ છે કે અશુભાનુબંધો સર્વથા નીકળી ગયા છે એટલે બીજા શબ્દોમાં કહીએ તો બાવળિયાના કાંટાનું વૃક્ષ હતું પણ મૂળમાંથી ઉખડી ગયેલું હતું તો પ્રભુએ અશુભાનુબંધનો નાશ કરેલો હોવાથી અશુભકર્મો દુ:ખ આપવા છતાં પ્રભુનું કશું નુકસાન કરી શક્યા 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧ ૬ ૩ નહિ. પ્રભુને મોક્ષે જતા અટકાવી શક્યા નહિ. અશુભ અનુબંધનો નાશ અંતઃકરણની નિર્મળતાથી ઊભી થયેલ સાત્ત્વિક પરિણતિના બળે થાય છે. આ દ્રષ્ટિમાં રહેલા જીવો પોતાની વિશુદ્ધિના બળે સાત્ત્વિકતાને ખીલવી રહ્યા છે. સંસારની ઇચ્છાને કાપી રહ્યા છે અને મોક્ષની રૂચિ વધારી રહ્યા છે તેથી મોક્ષે ગયેલા પરમાત્માની ભક્તિ પોતાના પરમ ઉપાસ્ય માનીને કરી રહ્યા છે. संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ ચિત્રભક્તિમાં હેતુ કહે છે. - સંસારી દેવોની ભક્તિ અનેક પ્રકારે હોય છે. તેનું કારણ એ છે કે દરેક દર્શનની માન્યતા પ્રમાણે ઉર્ધ્વ, અધો અને વિષ્ણુલોકના ભેદથી પ્રત્યેક બ્રહ્માડમાં દેવોના સ્થાનો, તેમના વિમાન, ભવન, આવાસ, આયુષ્ય, ઐશ્વર્ય, રૂપ, સત્તા, શક્તિ, આકૃતિ આદિના ભેદવડે કરીને અનેક છે. જેમ એક જ એવા મનુષ્યલોકમાં મનુષ્ય આયુષ્યરૂપે મનુષ્યો એક જ હોવા છતાં જાતિ, કુળ, દેશ, ઐશ્વર્ય, ભાષા, સંપત્તિ, આરોગ્ય, પુણ્ય, સત્તા આદિના ભેદથી માનવોના અનેક ભેદ થાય છે. અને તેના કારણે મનુષ્ય યોનિમાં શેઠ, નોકર, સત્તાધીશ, શ્રીમંત, ગરીબ, બુદ્ધિમાન, મુખ, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ વગેરે અનેક ભેદ થાય છે. તે જ રીતે દેવયોનિમાં રહેલ દેવોના પણ અનેક પ્રકાર હોય છે. તેમની શક્તિ, ઐશ્વર્ય, સ્વભાવ, પ્રભાવમાં પણ ફાર હોય છે. એક જ દેવની આરાધના જે ળ આપવા સમર્થ હોય તે જ ળ બીજા દેવની. આરાધના ન આપી શકે અને તેથી દેવયોનિમાં રહેલા સંસારી દેવોની ભક્તિા અનેક પ્રકારની હોય છે. જ્યાં સુધી આત્માની સંસારી અવસ્થા છે ત્યાં સુધી કર્મનાં કારણે વૈચિત્ર્ય રહેવાનું અને તે વિચિત્રતાના કારણે તેનાથી પ્રાપ્ત થતા ફળમાં પણ વૈચિત્ર્ય રહેવાનું જેને કોઈ મીટાવી શકે તેમ નથી. મનુષ્યયોનિમાં રહેલા મનુષ્યો કે જેઓ પુણ્યની અધુરાશવાળા છે અને સાત્વિક પ્રકૃતિના અભાવવાળા છે તેઓમાં આના કારણે સાંસારિક પદાર્થોની આકાંક્ષા ઓછાવત્તા અંશમાં રહેવાની અને તેથી તેની પૂર્તિ જ્યાંથી થાય, જે રીતે થાય તે માર્ગ તેઓ અપનાવે એ સહજ છે અને તેથી તે તે દેવોની ભક્તિ તે તે ચીજની પ્રાપ્તિ માટે જૂદી જૂદી રહેવાની. - ઉપરોક્ત અસાત્વિકભાવવાળી વૃત્તિ ટળે અને જ્યારે સાત્વિકભાવ પ્રગટે અને દુ:ખના મૂળ ઉપર તેની નજર જાય ત્યારે જ તે આત્માને અધ્યાત્મ માર્ગ રૂચિકર લાગે અને તેને માટે આત્મા પુરુષાર્થ કરે ત્યારે તેને સુખના કારણ તરીકે તુચ્છ સામગ્રી ન દેખાતા અંદરમાં પડેલો ઉપશમભાવ દેખાય. 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્યાં સુધી દષ્ટિ તુચ્છ છે ત્યાં સુધી જીવને વિષયો જ પ્રિય રહેવાના અને તેને જ મેળવવા જીવ પ્રયત્ન કરવાનો અને તેથી તેની ભક્તિનો વિષય સંસારી દેવો રહેવાના. ત્રણેકાળમાં સર્વજ્ઞતત્ત્વના પ્રયોજક ઉપશમભાવપ્રધાન ભક્તિ કરનાર સર્વજ્ઞભકતો ઓછા જ રહેવાના જ્યારે સંસારસુખના હેતુભૂત સંસારી દેવોની ભક્તિ કરનારા જીવો વધારે રહેવાના. જો કે સર્વજ્ઞતત્ત્વની ભક્તિથી પણ સાંસારિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે જે જન્મ મરણ યોગમાં ફ્લાયેલા દેવયોનિની અંદરમાં રહેલા દેવો પોતાના ભક્તને જે આપવા સમર્થ હોય તે ચીજ વીતરાગ પરમાત્માની ભક્તિ કરનારને ન મળે એ બને જ કેમ? છતાં અંદરથી તેવા પ્રકારની શુદ્ધિ અને શ્રદ્ધા થવી એ ઘણું મુશ્કેલ છે અને તે શુદ્ધિ અને શ્રદ્ધા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી જીવની દૃષ્ટિ તે તરફ ન વળે તે સહજ છે. અચરમાવર્તમાં અને ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી ભાવમલનો હાસ ન થાય ત્યાં સુધી જીવને વિષયો જ ગમે છે, વિષયોમાં જ સુખબુદ્ધિ હોય છે તેથી તેને મેળવવા તે આત્માઓ સંસારી દેવોની ભક્તિ કરે છે. तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्न नगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥ જે કારણથી લૌકિક દેવોના સ્થાનોના ભેદો અનેક છે તેથી તે ભિન્ન દેવસ્થાનની પ્રાપ્તિના ઉપાય પણ ભિન્ન ભિન્ન છે તેમાં દ્રષ્ટાંત કહે છે. ક્યારે પણ ભિન્ન ભિન્ન નગરમાં જવાનો માર્ગ એક નથી હોતો. કારણ કે જો માર્ગ એક હોય તો નગરોનું ભિન્ન ભિન્નપણું ઘટી શકે નહિ. આ દૃષ્ટાંતદ્વારા લોકિક દેવોની ભક્તિ અનેક પ્રકારની છે તે વાત સિદ્ધ કરી. હવે ભિન્ન ભિન્ન દેવલોકની પ્રાપ્તિના ઉપાય સ્વરૂપ ભિન્ન ભિન્ન અનુષ્ઠાનોને કહે છે - इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धितः । नानाफलानि सर्वाणि द्रष्टव्यानि विचक्षणैः ॥ ११५ ॥ જેનું સ્વરૂપ અમે હવે પછીના શ્લોકમાં કહેવાના છીએ એવા ઇષ્ટ અને પૂર્ણ કાર્યો લોકમાં ભિન્ન ભિન્ન આશયથી વિદ્વાનો વડે ભિન્ન ભિન્ન ફ્લવાળા જાણવા. ત્રિામiધત:-ઇહલીકિક આશય - પુત્ર, પત્ની, ધન, સત્તા વગેરે મેળવવાનો આશય, તેમજ પરલોકમાં દેવપણું, નરેન્દ્રપણું, ચક્રીપણું, ઇન્દ્રપણું મેળવવાનો આશય તે પારલૌકિક આશય. આમ વાંછાના અનેક ભેદ હોવાથી, આશયના અનેક ભેદ હોવાથી ઇષ્ટ અને પૂર્ણ કાર્યો ભિન્ન ભિન્ન ફ્લને આપનારા થાય છે. 2010_05 Page #194 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૫ આમ ચિત્રાભક્તિમાં બે હેતુ કહ્યા - (૧) સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ વડે કરીને દેવતાના સ્થાનો અનેક પ્રકારે છે માટે તેમને પ્રાપ્ત કરવાના ઉપાય ચિત્ર છે (૨) આશયના ભેદથી ઇપ્ટાપૂર્ત અનુષ્ઠાન ભિન્ન ભિન્ન ળને આપે છે માટે આશયના ભેદથી અનુષ્ઠાન (ભક્તિ) પણ ચિત્ર જ થઈ જશે. અર્થાત એક જ એવું ઇષ્ટ કે પૂર્વ અનુષ્ઠાન ભિન્ન ભિન્ન આશયને કારણે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળું થશે. જેમ એક જ દૂધપાકમાં તાલપુટ વિષ, ગરલ કે તેવા પ્રકારની સુંદર એલાયચી આદિ સામગ્રી ભળતા તે દૂધપાક ભિન્ન ભિન્ન ફ્લને આપનારો બને છે તાલપુટ વિષ ભળતા દૂધપાક તત્કાળ મારનાર બને છે. ગિરોળીનું ગરલ ભળતા ધીમેધીમે મારનાર બને છે. એલાયચી વગેરે ભળતા શરીરને પુષ્ટિ આપનાર બને છે. હવે ઇષ્ટાપૂર્ત સ્વરૂપને કહે છે. ऋत्विग्भिर्मन्त्रसंस्कारै ब्राह्मणानां समक्षतः ।। अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ યજ્ઞ કરનાર યજમાન કે ગોર વડે મંત્રોચ્ચારપૂર્વક બ્રાહ્મણોની સમક્ષ યજ્ઞની વેદિકામાં સુવર્ણ, ધન તેમજ અન્ય વસ્તુ અર્પવામાં આવે તે ક્રિયાને ઇષ્ટકર્મ કહેવાય છે. સ્વર્ગાદિ ઇષ્ટદ્યને આપનાર હોવાથી તે વસ્તુને પણ ઇષ્ટ કહેવાય છે. वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु, पूर्तं तत्त्वविदो विदुः ॥ ११७ ॥ વાવ, કૂવા, તળાવ, દેવોના મંદિરો, અન્નશાળા, દાનશાળાદિ- એને તત્ત્વજ્ઞો પૂર્તની પરિભાષાથી પૂર્ત કહે છે. | ચિત્ર ભક્તિમાં બાહ્ય હેતુ કહ્યા. હવે અંતરંગકારણને કહે છે - अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥ ११८ ॥ ઇષ્ટાદિ અનુષ્ઠાન એકસરખું હોવા છતાં પણ આશયના ભેદથી તેવા પ્રકારના સંસારી દેવસ્થાનાદિ રૂપ ભિન્ન ભિન્ન ફ્લ પ્રાપ્ત થાય છે. આ કારણથી ફ્લની પ્રાપ્તિમાં તે આશય જ પ્રધાન છે. જેમ કૃષિકર્મમાં લોક વ્યવહારથી પાણીને પ્રધાન કારણ કહે છે તેમ. સંસારમાં કે અધ્યાત્મમાં સર્વત્ર આશયની મહત્તા ઘણી છે. લક્ષ્ય કે આશય શુદ્ધિ વિનાનો મનુષ્ય એ મનુષ્ય જ નથી. લક્ષ્ય અને આશય એ મનુષ્યની પ્રતિષ્ઠા છે. સંસારના હલકા આશયનો ત્યાગ કરીને ઉચ્ચ, ઉચ્ચતમ લક્ષ્યને પામવા માટેનો આ ભવ છે. 2010_05 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬. યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ - વર્તમાન સ્કૂલ - કોલેજોમાં લાખો વિદ્યાર્થીઓ ભણે છે પરંતુ ભણતર શા માટે? એનું કોઈ ઉમદા લક્ષ્ય નથી. આશ્ચર્ય તો એ છે કે જે જ્ઞાન દ્વારા .લક્ષ્યની ઓળખ થાય છે, જેના દ્વારા સ્વરૂપ ઓળખાય છે તેની રૂચિ થાય છે અને તેથી જ જ્ઞાનની જગતમાં મહત્તા છે તે ચીજ જીવ ભણવા છતાં જાણતો નથી. ઉદેશમાં - આશયમાં - લક્ષ્યમાં - પ્રણિધાનમાં જે શક્તિ છે તે શક્તિ સાધનોમાં નથી. જેનો ઉદ્દેશ પરમાત્મા થવાનો નથી તે ગમે તેટલું ભણે તો પણ તે પરમાત્મા બની શકતો નથીજેમકે અભવ્ય. તીવ્ર જિજ્ઞાસા થયા પછી સામાન્ય માણસને પણ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ કૃષિકર્મમાં પાણી એ મુખ્ય છે તેમ અધ્યાત્મમાં આશય- લક્ષ્ય એ મહાન છે. અભવ્ય ઊંચું ચારિત્ર પાળવા છતાં, નવપૂર્વનો અભ્યાસ કરવા છતાં અંદરથી આશયશુદ્ધિ અને ઉમદા લક્ષ્ય નથી તો તેના દ્વારા કોઈ વિશેષ લાભને પામી શકતો નથી. જિજ્ઞાસા એવી ચીજ છે કે તેના બળે જીવ જેમ જેમ જાણવાનો પ્રયત્નો કરે છે તેમ તેમ તે વધતી જાય છે. જિજ્ઞાસા વધે તેમ ક્ષયોપશમભાવ પણ વધતો જાય છે એમ કરતા એક દિવસ ક્ષયોપશમ ભાવમાંથી જીવ ક્ષાયિક ભાવ પામી જાય છે. જીવ ઉપર જ્યાં સુધી મોહનું જોર વધુ હોય છે ત્યાં સુધી જીવ પોતાનું વાસ્તવિક લક્ષ્ય નક્કી કરી શક્તો નથી. અને તેથી તુચ્છ ભૌતિક પદાર્થનું લક્ષ્ય બાંધી તેને મેળવવા અને ભોગવવામાં વ્યર્થ ફાંફા મારે છે માનવભવની દિવ્યતા તે ભવમાં પ્રાપ્ત થતા દિવ્ય મોક્ષપ્રાપ્તિના લક્ષ્યથી છે. જેને આ ભવમાં તત્ત્વપ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિનું દિવ્ય લક્ષ્ય બંધાઈ જાય છે તે આત્માઓ તત્ત્વજ્ઞાનને સહેલાઈથી પામી શકે છે. જેમ એક પહાડ પર મંદિર છે ત્યાં જવાનું લક્ષ્ય થયા પછી યાત્રિક સડકના માર્ગથી ચાલતા ચાલતા મંદિર સુધી પહોંચી જાય છે. જ્યારે જંગલી માણસ સડકના માર્ગથી ન જતાં પહાડના રસ્તેથી સીધો જ ઉપર પહોંચી જાય છે. જેમ ૧૦૮ માળના બહુમાળી મકાનમાં ઠેઠ ઉપરના માળે રહેતા માણસને લીફ્ટ બંધ થઈ જાય અને ચઢવાનો વખત આવે તો તે માણસને ચઢવાનું ઘણું આકરું લાગે છે કારણ કે તે ચઢવાનું લક્ષ્ય કે આશય નથી તે જ વ્યક્તિને ગિરિરાજનું ચઢાણ તેના કરતા વધુ કઠિન અને વધુ પગથિયાવાળું હોવા છતાં તે કઠિન લાગતું નથી કારણ કે ગિરિરાજ ચઢીને પરમાત્માના દર્શન કરવાનું લક્ષ્ય છે. એ જ રીતે તત્ત્વના લક્ષ્યા વિના તત્ત્વનું શ્રવણ, મનન અને નિદિધ્યાસના કરવાવાળાને તત્ત્વની પ્રાપ્તિ જલ્દી ન થાય તેવું બને પરંતુ તત્ત્વની પ્રાપ્તિના દૃઢ લક્ષ્યવાળા સાધારણ મનુષ્યને તત્ત્વની પ્રાપ્તિ જલ્દીથી થઈ શકે છે. 2010_05 Page #196 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આમ સર્વત્ર આશયની મુખ્યતા રહેલી છે. હવે આશયમાં ભેદ થવાના કારણને કહે છે रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् ॥ नानाफलोपभोक्तृणां, तथा बुद्धयादि भेदतः ॥ ११९ ॥ આ લોકમાં વિવિધ પ્રકારના ફ્લને ભોગવનારા જીવોના રાગાદિ દોષોથી તેવા પ્રકારની બુદ્ધિ આદિનો ભેદ થાય છે અને બુદ્ધિ આદિનો ભેદ થવાથી આશયમાં પણ ભેદ પડી જાય છે. અર્થાત્ જીવમાં રહેલ તેવા પ્રકારના મૃદુ, મધ્ય કે અધિક માત્રાવાળા રાગદ્વેષાદિથી બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ થાય છે અને તેનાથી અલ્પ, મધ્યમ કે અધિક માત્રાવાળા શુભાશુભ આશય પેદા થાય છે. ૧૬૭ बुद्धिर्ज्ञानमसंमोह स्त्रिविधो बोध इष्यते । तद् भेदात्सर्वकर्माणि, भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ કે જેનું સ્વરૂપ અમે હવે પછીના શ્લોકોમાં કહેવાના છીએ તે ત્રણ પ્રકારે બોધ ઇચ્છાયો છે. અને તે બુદ્ધિ આદિના ભેદથી સર્વજીવોના સઘળા ઇષ્ટાદિ કાર્યોનો ભેદ થાય છે. इन्द्रियार्थाश्रयाबुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवच्चैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥ બુદ્ધિ શું છે ? ઇન્દ્રિય અને અર્થને આશ્રયિને થનારું જ્ઞાન તે બુદ્ધિ છે. જે હેયોપાદેયનો વિવેક પેદા ન કરે તે બુદ્ધિ છે. જેમ તીર્થે જનારા માણસને જોઈને પોતાને તીર્થે જવાનું મન થાય પણ પછી શા માટે જવાનું? કેમ જવાનું? તેના લાભ શું? તેનો જેમાં વિચાર જ ન હોય તે બુદ્ધિ છે. ગતાનુગતિક રીતે લોકસંજ્ઞાથી કે ઓઘસંજ્ઞાથી હૃદયના શુદ્ધ આશય વિના જે કરાય તે બુદ્ધિ છે અથવા તો ઇહલૌકિક, પારલૌકિક પ્રયોજનને કેન્દ્રસ્થાને રાખીને જે કરાય તે બુદ્ધિ છે. આધ્યાત્મિક વિકાસ ન થયો હોય તેના બધા અનુષ્ઠાનોમાં ઇન્દ્રિય અને અર્થને આશ્રયિને બુદ્ધિ જ રહેવાની. સંસારમાં પાંચે ઇન્દ્રિયોથી જે બુદ્ધિ થવાની તે માત્ર બાહ્ય સ્વભાવને તેમજ બાહ્ય દૃષ્ટિએ જ સારા, નરસાપણાને જોનારી થવાની. ઇન્દ્રિયોની એ ગ્રાહક શક્તિ નથી કે હેયોપાદેયનો કે હિતાહિતનો બોધ કરાવે. અભવ્યાદિ જીવો શાસ્ત્રગ્રહણ કરે છે. પણ તે દ્વારા તેમને ઇન્દ્રિયાર્થાશ્રયા બુદ્ધિ જ થાય છે કારણ કે તેઓને મૂળમાં દેહદૃષ્ટિ, દેહાધ્યાસ પડેલો હોવાને કારણે તે આત્માઓ પદાર્થનું યથાર્થ સૂક્ષ્મ ચિંતન કરી શકતા જ નથી. માત્ર 2010_05 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થતું પદાર્થનું ચિંતન એ સૂક્ષ્મ તત્ત્વનું ચિંતન નથી પણ તેમાં સંવેગ-નિર્વેદ ભળે ત્યારે પદાર્થનો યથાર્થ મર્મ લાધે છે અને તે માટે તો દર્શનમોહ અને ચારિત્રમોહનો ક્ષયોપશમ પણ ભળવો જરૂરી છે. માત્ર જ્ઞાનાવરણીયના તીવ્ર ક્ષયોપશમથી ભૌતિક પદાર્થના વિષયમાં સૂક્ષ્મ તત્ત્વનું ચિંતન કરી શકાય છે. તે ચિંતન વ્યવહારથી સૂક્ષ્મ હોવા છતાં નિશ્ચયથી સ્થૂલ છે તેનું કારણ એવું છે. કે તેઓને આત્મતત્ત્વને પામવાનું લક્ષ્ય નથી અને ઉપયોગમાં દેહાધ્યાસ છે. જે પદાર્થનું ચિંતન, મનન ગમે તેટલું સૂક્ષ્મ કરવામાં આવે છતાં જો જીવ દુ:ખથી મુક્તિ ન પામે અને તેના લલાટે ભવોભવનું દુખ લખાયેલું રહે તો તેવું ચિંતન, મનન સૂક્ષ્મ કેવી રીતે કહી શકાય? અધ્યાત્મની પરિભાષામાં તે જ તત્ત્વચિંતનને સ્થાન આપવામાં આવ્યું છે કે જે આત્માના દ્રષ્ટિકોણને બદલીને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ લઈ જાય. આત્માને આત્માનું સ્વરૂપ અને તેમાં પડેલ વિષયનિરપેક્ષ અનંત આનંદની ગુરૂવચનથી શ્રદ્ધા થાય અને એને મેળવવાનું લક્ષ્ય આવે પછી જ તત્ત્વચિંતન સાચું આવે. ઇન્દ્રિયની જેટલી શક્તિ અને અર્થની જેટલી ઉપસ્થિતિ-તેના કારણે પેદા થયેલી બુદ્ધિ-તેની કક્ષા હંમેશા જૂદી જૂદી રહેવાની. ઉપાધ્યાયજી મ. બત્રીસીમાં બુદ્ધિનો અર્થ આ પ્રમાણે કરે છે - આત્મલક્ષી ઉહથી રહિત અર્થાત ભોતિક્લક્ષી ઉહથી - વિચારણાથી સહિત, સાંભળવા માત્રથી પેદા થયેલું શબ્દના અર્થનું જ્ઞાન તે બુદ્ધિ છે અર્થાત જે જ્ઞાનમાં આત્મવિષયક કોઈ પણ વિચારણા ફ્લાયમાન નથી અર્થાત આ જ્ઞાનથી મારા આત્માને લાભ શું? નુકસાન શું? આ જ્ઞાનથી આલોક તેમજ પરલોકમાં આત્માનું હિત થાય કે અહિત થાય? એવી કોઈપણ વિચારણા વગર માત્ર જે જ્ઞાનમાં આ લોકમાં ભોતિક્લાભ કેટલો થાય ? જગતમાં માન, પ્રતિષ્ઠા, યશ-કીર્તિ વધે, શરીરાદિ સુખાકારી રહે, ભૌતિક ઇષ્ટ સામગ્રી અને ઇષ્ટ સંયોગો પ્રાપ્ત થાય, ટકી રહે, વૃદ્ધિ પામે અને અનિષ્ટ સામગ્રીનો સંયોગ આવે જ નહિ, આવે તો ચાલ્યો જાય-એ જાતના વિચારોની જેમાં પ્રધાનતા છે તે બધું જ્ઞાન બુદ્ધિરૂપ છે. જ્ઞાન શું છે ? આત્મલક્ષિતા પૂર્વકનો બોધ તે જ્ઞાન છે. દર્શનમોહનીચના ક્ષયોપશમથી પેદા થયેલ એદંપર્યાર્થવાળો આત્માના વિષયમાં બોધ કે જે મોક્ષનું કારણ બને તે જ્ઞાન છે. અર્થાત જેટલા જેટલા શાસ્ત્રો ભણે તે બધા દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાને કારણે સમ્યક્ પરિણામ પામી જાય અને તેને કારણે આત્માને અહિત કરનારા કષાયના ચાવત્ પરિણામો તે બધામાં તીવ્ર હેય બુદ્ધિ અને આત્માને હિત કરનારા ઉપશમભાવમાં જ એકમાત્ર ઉપાદેય બુદ્ધિ પેદા થઈ 2010_05 Page #198 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૬૯ જાય તે જ્ઞાન છે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાના કારણે સર્વ કાર્ય કે વિચાર વિવેકપૂર્વકના જ હોય અથતિ આમ કરવાથી મારા આત્માને લાભ શું? નુકસાન શું? એનો વિચાર જેમાં પ્રધાન હોય તેવો બોધ તે જ્ઞાન છે. જેમ તીર્થયાત્રા જનારમાં તીર્થયાત્રાની વિધિનું જ્ઞાન હોય. તીર્થયાત્રા શા માટે કરવી? કેવી વિધિથી કરવી ? તેમાં કેવા પરિણામ હોવા જોઈએ? તેનું ફળ શું? આ બધું જેને જ્ઞાન હોય એવો જીવ તીર્થયાત્રા દ્વારા એનું જે આત્મિક ળ - શુદ્ધિ, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય તેને પ્રાપ્ત કરે છે તે જ રીતે હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનથી પણ જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. ઉપાધ્યાયજી મ. જ્ઞાનનો અર્થ તથવિધોફેન - તેવા પ્રકારના હેયોપાદેયની વિચારણાપૂર્વક ઇન્દ્રિયથી ગ્રહણ કરેલા પદાર્થનો આગમાનુસારે બોધ તે જ્ઞાનએ પ્રમાણે કરે છે. અસંમોહ શું છે? આ જ જ્ઞાન અનુષ્ઠાન અર્થાત્ પરિણતિ સહિત થાય તો તે અસંમોહરૂપ બને છે. બત્રીસીમાં ઉપાધ્યાયજી મ. - હેયના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી સહિત જ્ઞાન તે અસંમોહ છે. સ્વસ્વપૂર્વા કાં બેસાઈ - બુદ્ધિ, જ્ઞાન કે અસંમોહ પૂર્વક કરાતા ઇષ્ટ પૂર્ત કર્મમાં ભેદને સિદ્ધ કરનારો આ બોધ છે. અર્થાત્ બુદ્ધિપૂર્વક કરાતા ઇષ્ટકર્મથી જ્ઞાનપૂર્વક કરાતા ઇષ્ટકર્મ ભિન્ન છે ને અસંમોહપૂર્વક કરાતા ઇષ્ટકર્મ પણ ભિન્ન છે. આ અસંમોહ એ બોધનો રાજા છે. ત્રણે બોધમાં ઉત્તમ છે. આમ ત્રણેના લક્ષણ કહ્યું છતે આ ત્રણેને સમજાવવા લોકમાં પ્રસિદ્ધ એવું ઉદાહરણ કહે છે. - લલિતવિસ્તરા - પરમતેજમાં પૂ. પાદ આચાર્યવિજયભુવનભાનુસૂરિજી મહારાજા લખે છે - અનુપ્રેક્ષા શું છે ? આધુનિક વૈજ્ઞાનિકોનું ભૌતિક પદાર્થ પરનું ચિંતન, મનન એ અનુપ્રેક્ષા નથી બલે તે આત્મહિત બાધક છે. આત્મહિતને મુખ્ય કરીને પદ્રવ્યનું ચિંતન હેયોપાદેયના વિવેકપૂર્વક કરાય તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા તેનું નામ જે સંવેગ વધારે. અનુપ્રેક્ષા સંવેગ વધારવા દ્વારા પરના બંધનમાંથી છોડાવે છે. અનુપ્રેક્ષાની આ ઉત્કૃષ્ટ દઢ સંવેગ ઉત્પન્ન કરવાની જબરજસ્ત તાકાતને લઈને જ સંસાર છોડી નિષ્પાપ ચારિત્ર લીધા પછી પણ ઉપાર ઉપરના ગુણઠાણામાં ચઢવાનું અનુપ્રેક્ષાથી થાય છે. ભગિનીભોગી રાજા ચંદ્રશેખર, ઝાંઝરિયા મુનિવરનો ઘાતકરાજા, ભરત ચક્રવર્તી વગેરે ગૃહસ્થાવસ્થામાં પણ, કે ઘોર પાપ કરવા છતાં પણ પાપના અતિતીવ્ર પશ્ચાત્તાપ પૂર્વક ગુણઠાણામાં આગળ વધી ગયા તે અનુપ્રેક્ષાના બળ ઉપર. 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અનુપ્રેક્ષાથી આત્માનું સંવેદન ગાઢ થાય છે. પછીથી જ્ઞાનીઓએ આમાં કહ્યું છે માટે જ નહિ પણ પોતાને ય એમ સચોટ ભાસે છે એવી પ્રતીતિરૂપ અનુપ્રેક્ષા બને છે. એનાથી ઉપયોગ કેવળજ્ઞાનની સન્મુખ જાય છે તે આ રીતે - (૧) પદાર્થના સૂક્ષ્મ વિશેષો પ્રત્યક્ષ દૃશ્યમાન થાય છે (૨) સંવેગની વૃદ્ધિ થતાં સર્વજ્ઞવચન ઉપર અથાગ બહુમાન થતાં પરની તૃષ્ણા ધટતી જાય છે. જે અનુપ્રેક્ષામાં પદાર્થ જાણે સાક્ષા-હુબહુ દેખાતા હોય તે રીતે આંતર સંવેદનને સ્પર્શતા નથી. ને પરના આકર્ષણ ઘટતા નથી- એ અનુપ્રેક્ષા સાચી નથી પણ આભાસ માત્ર છે. અભવી, દુર્ભવીના નવપૂર્વ સુધીના તત્ત્વના ચિંતના આ કોટિના અનુપ્રેક્ષાભાસરૂપ છે. અનુપ્રેક્ષાનો ચિત્ત વ્યાપાર કેવળજ્ઞાનની સન્મુખ આત્માને ખેંચી જાય. છે. જેમ ખાણમાંથી કાઢેલ મલિનરત્નને શુદ્ધ કરવા જે એને અગ્નિમાં નાંખવામાં આવે તો અગ્નિ ચારેબાજુથી વ્યાપ્ત થઈને કચરાને બાળી નાંખી રત્નને શુદ્ધ બનાવે છે તેમ અનુપ્રેક્ષારૂપ અગ્નિ આત્માના પ્રદેશ પ્રદેશે ફ્લાઈ જઈને કર્મરૂપી કચરાને બાળી નાંખી, ઘાતી કર્મનો નાશ કરી કેવલજ્ઞાનને પ્રગટાવે છે. જેમ રાત્રિના ગાઢ અંધકારને ચીરવા માટે વીજળીનો એક ઝબકારો. બસ નથી. એ તો સૂર્યનો સતત પ્રકાશ જ ટાળી શકે. એમ અનંતકાળના. મોહના કુસંસ્કાર હટાવવા વારંવાર અનુપ્રેક્ષા ચલાવવી જોઈએ. ઉત્કૃષ્ટ અનુપ્રેક્ષા લાવવા માટે તેની પૂર્વે અનુપ્રેક્ષાનો ખૂબખૂબ અભ્યાસ જોઈએ. અપૂર્વકરણમાં મહાસમાધિ : સમાધિ એટલે હર્ષ-શોક આદિ દ્વન્દ્રોમાં કોઈનાય તરફ આત્મા ન ખેંચાય એવી જે મધ્યસ્થ અવસ્થામાં આત્માનું જે સમ્યક સ્થાપન કરાય છે. આ અવસ્થામાં તરતમતા હોય છે. તેથી તેમાં જે “ઊંચી અવસ્થા' તે મહાસમાધિ કહેવાય છે. આઠમાં ગુણઠાણે આત્મા જે અપૂર્વકરણ કરે છે તે આ મહાસમાધિ છે. જેમાં આત્મા અપૂર્વ સ્થિતિઘાત રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ - આ પાંચ વસ્તુ અપૂર્વ કરે છે માટે તે અપૂર્વકરણ કહેવાય છે. આ અપૂર્વકરણ-મહાસમાધિ સામર્થ્ય યોગથી સિદ્ધ થાય છે. આ મહાસમાધિ સામર્થ્યયોગમાં ચિત્તની અતિશય ઊંચી સ્વચ્છતા, સ્વસ્થતા, ઉપાદેય સાથે એકમેકભાવ, તન્મયતા, એકાગ્રતા એટલી ઊંચી કોટિના હોય છે કે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકાકારતા થઈ જાય છે. આવી સમાધિ ખાલી છે બ્રહ્માસ્મિ, તત્સત વગેરે ધ્યાન લઈ બેસે અને એની એકધારે ધૂન કરવાથી મન તન્મય ચાવત્ વિચાર રહિત અને બાહ્યથી 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ - યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૧૭૧ તદ્દન અલિપ્ત જેવું બની જાય જેને ઈતરો મહાસમાધિ કહે છે એટલા માત્રથી આ અપૂર્વકરણની સમાધિ ન આવે. એ તો પ્રથમ પગથિયાની શ્રદ્ધા - મેધાદિની પ્રક્રિયાથી શરૂ કરી એને જ આગળ - આગળ, વિશેપ - વિશેષ પ્રબળ બનાવતા જવું જોઈએ. એનું કારણ એ છે કે મનની એકાગ્રતા તો કરતા જવાય પરંતુ જામી પડેલી અનાદિની વિષમય વિષય વાસનાઓ, કષાય સંસ્કારો તથા બાહ્યભાવના વિકૃત સ્વભાવ ઉપર ઘા કરતી આવે એવી સાધનાઓ ન હોય ત્યાં સુધી એ સુષુપ્ત વાસનાદિ નિર્મૂળ કેવી રીતે થાય ? અને નિમૂળ ન થાય તો એ કયારેક અવસર મળતાં પાછી જાગૃત થઈ અધ:પતન કરે એનો પાકો ભય છે. શ્રદ્ધા મેધાદિથી કુવાસનાનો નાશ શ્રદ્ધામાં જીવ, અજીવ આદિ તત્ત્વોનું અનુસરણ તથા કભિત તત્ત્વથી પરામુખતા કરવાની હોય છે અને તેથી મનના કલુષિત ભાવોનું નિરાકરણ થતું આવે છે અને તેથી બાહ્યભાવોના ખેલ તુચ્છ, અતિ તુચ્છ લાગતા જાય એ સહજ છે. મેધામાં શ્રદ્ધાની પ્રક્રિયાથી બુદ્ધિની ખીલવટ થાય. શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રના મર્મને પામવાનો કુશળ પરિણામ જાગે એ માટે શાસ્ત્ર પ્રવૃત્તિને જ પ્રધાન કરવાનું બને. એ માટે ગુરુવિનય આદિ પવિત્ર આચાર પાલન થાય - સત્ શાસ્ત્ર પ્રવૃત્તિ પ્રધાન થવાથી મોક્ષમાર્ગે પુરુષાર્થનો પક્ષપાત ઉભો થાય. ધૃતિમાં ચિત્તની સ્વસ્થતા કેળવાય છે. દિલ પ્રણિધાનવાળું - ધરતાવાળું - ગંભીરતાવાળું બનાવાય છે. આ ધૃતિનો પ્રભાવ છે કે સાધનાની વચમાં કુટુંબાદિ કોઈની આડખીલી આવે તો ય પોતાની સાધના રાગ-દ્વેષાદિ દ્વારા જરાય ખંડિત થતી નથી. . ધારણામાં ચિત્ત શૂન્ય નથી હોતું પરંતુ સધાતા યોગની પાકી જાગૃતિ સાથે ધારણા હોવાથી ચિત્તનો શુભ ઉપયોગ દટ થતો આવે છે. મન બળવાન બને છે. સ્મૃતિ બળવત્તર બને છે. મોતીની માળાની જેમ સાધનાના અંકોડા ડીબદ્ધ જોડાતાં કુશાગ્રતા વધે છે અનુપ્રેક્ષામાં તત્ત્વરમણતા પ્રગટે છે. આમ શ્રદ્ધાદિને વધુ ને વધુ તેજસ્વી બનાવતા જવાય તો કુવાસનાઓ, મિથ્યા સંસ્કારો અને બાહ્યભાવના મૂળિયા ઉખડતા જાય એ શ્રદ્ધાદિનો પરિપાક થતાં અપૂર્વકરણ-મહાસમાધિ પ્રગટે છે. મિથ્યા વિકલ્પો કુતર્કથી જ ઉઠે છે અને શ્રદ્ધાદિને પેસવા દેતા નથી કે પુષ્ટ થવા દેતા નથી. બાહ્ય સદાચાર આંતરવૃત્તિને ઘડે છે, પોષે છે. (દુરાચારો દિલ બગાડે છે) યાવત હેયોપાદેયની સચોટ શ્રદ્ધા ઉભી કરે છે. આચારનિયમોની બેપરવાઈ-ઉપેક્ષા-અવમૂલ્યાંકન હોય ત્યાં તત્ત્વશ્રદ્ધા આવી શકે નહિ. 2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ શ્રવણાદિ યોગ વધારતાં જતા શ્રદ્ધા, મેધા વગેરે પક્વ થતાં આવે છે એનો અતિશય પરિપાક એ શ્રદ્ધાદિમાં વિશિષ્ટ સ્વૈર્ય સિદ્ધ કરવા રૂપ છે. તે થયે છતે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા એવી ઉચ્ચકક્ષાએ પહોંચી જાય કે જ્યાં આત્મા અત્યાર સુધી અન્ય અન્ય વિકલ્પોમાં - ઉપયોગોમાં તો. હતો તે હવે એક જ ઉપયોગમાં સ્થિરતા કરે, જેનાથી રાજસ, તામસ ભાવ ખતમ થઈ સાત્વિક ભાવ વૃદ્ધિ પામે છે - અતિશય વૃદ્ધિ પામે છે જેનાથી ચિત્તને ડહોળી નાંખનાર વિકલ્પોની હારમાળાને અટકાવી દેનાર અલોકિક ધૈર્ય ત્યાં પ્રગટ થાય છે. મોહની સૂક્ષ્મ વૃત્તિઓને પણ નષ્ટ કરી દેવાનો અભૂત સામર્થ્યયોગ પણ આ પ્રધાન સાત્ત્વિકભાવથી પ્રગટે છે જે અપૂર્વકરણ - મહાસમાધિને લઈ આવે છે. શુદ્ધ ચારિત્રનું યથાર્થ પાલન જ્ઞાનની અપેક્ષા રાખે છે. પહેલા સમસ્ત જીવરાશિનું જ્ઞાન હોય, પછી જ જીવોની દયા વાસ્તવિક પાળી શકાય. જે એકેન્દ્રિયાદિ જીવને ઓળખતો નથી તે સંપૂર્ણ અહિંસક જીવન ન જ જીવી શકે અને તેથી તેનું ચારિત્ર સમૃદ્ધ અર્થાત્ પંચાચારથી પુષ્ટ, સમિતિ, ગુપ્તિ આદિ ઉત્તરગુણોથી ભરચક ન જ બની શકે. એ જ રીતે જે દર્શન ઉત્સર્ગ-અપવાદ યુક્ત નથી તે ઉત્સર્ગ-પાલનના અનવસરે સમાધિ કેવી રીતે ટકાવી શકે? પ્રણિધાન પૂર્વકની ક્રિયાનું ળ આવે છે. એકલી ક્રિયાનું નહિ, તેમ એકલા પ્રણિધાનનું પણ નહિ. બીજથી પાક થાય છે પણ ખેડેલી ભૂમિમાં વાવેતર, જળ સિંચન, સૂર્યનો આતાપ વગેરે ક્રિયા થઈને પાકનું સર્જન થાય છે, તે વિના નહિ. પ્રણિધાન ન હોય તો ક્રિયામાં એકાગ્રતા ઉપયોગ વગેરે ના રહેવાથી ફળ કયાંથી નીપજે? મૃતધર્મની વૃદ્ધિ અર્થાત્ શાસ્ત્રોક્ત તત્ત્વોનું વધતું જતું પરિશીલન મોક્ષાર્થી માટે અતિ આવશ્યક છે. એમ વૃદ્ધિ પામતા કૃતમાં જ ચિત્ત અધિકાધિક લીન બનતું જવાથી બીજા ત્રીજા વિકલ્પોથી તે મુક્ત બને છે. મનને જીતવાનો એ જ ઉપાય છે. નહિ તો અનાદિની વાસનાઓ ચિત્તને બીજા વિકલ્પોમાં તાણી જવા. તૈયાર જ છે. એ તો અધિકાધિક શ્રુતમાં પરોવાયેલું રહે તો જ બીજું ભૂલે અને તેથી અનાદિની વાસનાઓનું ળ ન બેસવાથી એ તાજી અને ૮ટ થવાને બદલે ઘસારે પડતી જાય. બીજી બાજુ શુક્લ ધ્યાનની ભૂમિકા સર્જાતી જાય. જ્યાં મૃતવૃદ્ધિનો ભરચક વ્યવસાય નથી ત્યાં કદાચ ચારિત્ર જીવન પણ હોય તોય. અશુભ વિકલ્પો અને કષાયોમાં ચિત્ત પકડાયેલું રહે છે તેથી ચારિત્રનો ભાવ ઘવાઇ નષ્ટ થઇ જાય છે માટે સાધુ જીવનમાં તો વિશેષે કરીને ચિત્તને ભળતી - 2010_05 Page #202 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૭૩ પ્રવૃત્તિઓમાં તો શું, પણ ભળતા વાંચન - વિચારમાં પણ ન લઈ જતાં સર્વજ્ઞા કથિત શ્રતમાં જ રોકાયેલું રાખવું જોઈએ. અસપત્ન યોગ ધ્યાનમાં રહે કે આત્મામાં અનેક રોગો છે એની સામે અનેક પ્રકારના ભાવ પધ નિયમસર અસપત્નપણે સેવાવા જોઈએ. સ્વાધ્યાય સારો કરવાના બહાને, મગજશક્તિ વધારવાના લોભમાં પડ્રસના છલકાતા ભોજન કરે તો એ સપત્નયોગ થાય. કેમકે એ ભોજન વિકાર ઉત્પન્ન કરી સંયમ-બ્રહ્મચર્યનું ઘાતક નીવડે માટે સ્વાધ્યાય પણ ત્યાગ - તપયોગને બાધક ન બને એવો સાચવવો જોઈએ. એમ ધ્યાનયોગમાં એવું લાગી જવાય કે જેથી શાસ્ત્રસ્વાધ્યાય યોગ ઘવાય તો તે પણ અસપત્નયોગ સાધ્યો ન ગણાય. બધા યોગ નિયમસર સાધે તો જ અનાદિકાળથી અગણિત અશુભ વાસનાઓથી ભરેલા જીવમાં એ વાસનાઓનો નિગ્રહ થાય, તપભાવ, ધ્યાન ભાવ, અહિંસકભાવ વગેરે વિધિ નિષેધના ભાવ જન્મ પોપાય અને પરાકાષ્ઠાએ પહોંચી કપાયમુક્ત થવાની વસ્તુ સર્વજ્ઞ ભગવાને જે જોઈ છે એ બની આવે. એના બદલે સ્વેચ્છાએ અનિયમિત વર્તે તો અહંતુ પોષાય ને તેથી કષાય જ ઉભા રહે. કર્તવ્યનું ઉલ્લંઘન કરી ને ધ્યાનની સાધના એ સપત્ન યોગ બની મોક્ષ સાધક યોગરૂપ ન બને. સ્વાધ્યાય યોગ સિદ્ધ કર્યા પછી સ્વાધ્યાયના પરાવર્તનમાં, ચિંતનમાં ચઢી જતાં એકાગ્ર થવા રૂપ ધ્યાનયોગ આવે પણ હજી શાસ્ત્ર ભયો નથી, પૂલ, સૂક્ષ્મ હેયોપાદેયનું ભાન નથી, એની પરિણતિ ઘડાઈ નથી. એ જો ધ્યાનયોગ લઈને બેસે તો ન ઘરનો, ન ઘાટનો થાય. બાકીના સમયમાં અવિવેક - મૂઢતા - ફષાય વગેરેથી પીડાતો જ રહે એમ સ્વાધ્યાયાદિ કરે પણ એકાગ્રતા વિના જ કરે તો એ આત્મદોપનો ઉદ્ધાર ન કરી શકે અથવા સ્વાધ્યાય સારો કરે, પણ બીજી ક્રિયામાં લોચા વાળેતો પ્રમાદ - બેદરકારી, લોભ, અહંવાદિ પોષાયા કરે. - હવે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહને સમજાવવા માટે લોકપ્રસિદ્ધ ઉદાહરણ કહે છે रत्नोपलम्भतज्ज्ञान तत्प्राप्त्यादि यथाक्रमम् इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥ १२२ ॥ પ્રસ્તુતમાં બુદ્ધિ આદિ ત્રણ પ્રકારના વિષયમાં બુદ્ધિ આદિ ત્રણેની સિદ્ધિ માટે રત્ન ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિ એ સાધુ-સુંદર ઉદાહરણ છે એમ જાણવું. અર્થાત્ ઉપલંભ, જ્ઞાન અને પ્રાપ્તિથી રત્નગ્રહણનો 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ (ભોગવટાનો) જેમ ભેદ પડે છે તેમ એજ અનુષ્ઠાનનો પણ બુદ્ધિ, જ્ઞાન અને. અસંમોહથી ભેદ પડી જાય છે બત્રીસી ૨૩/૨૩માં ઉપાધ્યાયજી મ. રત્નઉપલંભ = રત્નશાસ્ત્રોને સાંભળ્યા વિના, વાંચ્યા વિના, અર્થાત રત્ન શાસ્ત્રના કોઈપણ જાતના જ્ઞાન વિના સ્વમતિએ રત્નને જોવાથી રત્ન લેવાની ઇચ્છા થાય તે રત્ન ઉપલંભ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયના વિષયનો ગુણદોષની પરીક્ષા વગરનો સામાન્યથી બોધ તે રત્નોપતંભ છે. રત્નશાસ્ત્રના જ્ઞાનપૂર્વકનું રત્નવિષયક જ્ઞાન તે બોધ છે અને રત્નશાસ્ત્રના જ્ઞાનપૂર્વક રત્નની પ્રાપ્તિ, સંગ્રહ, ક્રય, વિક્રય એ અસંમોહના સ્થાને છે. વોથર્મવીત્ મર્થ – રત્નની પ્રાપ્તિનું બોધ સહિતપણું હોવાથી અર્થાત ત્રીજો ભેદ રત્નની પ્રાપ્તિરૂપ હોવા છતાં તેના ગર્ભમાં બોધ છે માટે તે બોધની અપેક્ષાએ આવા ક્રિયાપૂર્વકના બોધને અસંમોહ કહ્યો. યથામ” આ રત્ન ઉપલંભ આદિ ત્રણ બુદ્ધિ આદિ ત્રણના સાધુ = યોગ્ય - બંધ બેસતા ઉદાહરણ છે કારણકે રાષ્ટ્રતિક રૂપ અર્થ; સાધકપણું આ દૃષ્ટાંતમાં હોવાથી આ દ્રષ્ટાંતને સાધુ = સમ્યફ કહ્યું છે. રત્નના લક્ષણ વગેરેના જ્ઞાન વિના આંખથી જોવા માત્રથી આ રત્ન ખૂબ પ્રભાવાળું, પાણીદાર, પાસાવાળું, સુંદર આકાર અને રૂપવાનું છે એવું જે બાહ્યદૃષ્ટિથી જ સારાપણાનું જ્ઞાન તે બુદ્ધિ છે. જ્યારે રત્નશાસ્ત્રોને જાણવાથી રત્નશાસ્ત્ર વિષયક તેવા પ્રકારના રત્નના ગુણદોષને ઓળખવાના ક્ષયોપશમથી જે રત્નના શુભફ્લપણાનું અને રનના લક્ષણોનું જ્ઞાન તે જ્ઞાન છે અર્થાત અમુક રત્નો દેખાવમાં સુંદર હોવા છતાં ઘરમાં આવે તો ઘરની સંપત્તિ જાય, દુ:ખ, દારિદ્ર, દૌર્ભાગ્ય આવે-એવા પ્રકારના ગુણદોષપૂર્વકનો જે બોધ તે જ્ઞાન છે અને આવા પ્રકારના જ્ઞાનપૂર્વકની રત્નની પ્રાપ્તિ, તેનો ઉપયોગ, ભોગવટો એ અસંમોહ છે. વરૂપના ભેદથી ભેદ હરિભદ્રસૂરિજી મ.સા. આ દૃષ્ટાંત દ્વારા સ્વરૂપથી જ ભેદ બતાવે છે અર્થાત્ રત્નોપતંભ, રત્નજ્ઞાન અને રત્નની પ્રાપ્તિ એ ત્રણનું સ્વરૂપ જાદુ જાદુ છે એટલે કે પહેલામાં વિવેક વગરનું જ્ઞાન, બીજામાં વિવેકપૂર્વકનું જ્ઞાન અને ત્રીજામાં જ્ઞાનપૂર્વકની પ્રાપ્તિ છે. તે જ રીતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનું સ્વરૂપ જુદુ જુદુ છે. અપુનબંધક અવસ્થા પહેલા જેટલો બોધ છે તે બધો બુદ્ધિરૂપ છે. અપુનર્બલક અવસ્થા આવ્યા પછી એકથી ચાર દૃષ્ટિ અંતર્ગત બોધ તે અંશે અંશે સમ્યગજ્ઞાન 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૧૭૫ રૂપ થતો જાય છે અને ત્યાર પછી પાંચમી દષ્ટિમાં સમ્યક્ત્વ થયે છતે બોધ સઘળો જ્ઞાનરૂપ થઈ જાય છે. ત્યાર બાદ પાંચમા ગુણઠાણાથી માંડીને બારમાં ગુણઠાણા સુધીનો બોધ પરિણતિપૂર્વકનો હોવાથી તે અસંમોહ રૂપ છે. આમ ત્રણે પ્રકારના બોધનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે એમ કહ્યું. ફળના ભેદથી ભેદ જ્યારે ઉપાધ્યાયજી મહારાજ બત્રીસીમાં રત્નોપતંભ, રત્નજ્ઞાન અને રત્નપ્રાપ્તિો એ ત્રણેના ળના ભેદથી બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનો ભેદ બતાવે છે. જેમ જે જીવને માત્ર રત્નનો ઉપલંભ થયો છે તે જીવને કદાચ રત્ન મળી જાય તો પણ તેના ગુણદોષનો બોધ ન હોવાથી તે રત્ન દ્વારા જે લાભ મેળવવો જોઈએ તે નહિ મેળવી શકે અને જે રત્ન દ્વારા આખા જીવનનું દારિદ્ર, દુઃખ, દર્ભાગ્ય દૂર થાય તેમ હતા તે રત્નને પક્ષીને ઉડાડવામાં કે અત્યંત નજીવી કિંમતમાં વેચી મારશે. અર્થાત્ આ જીવ રત્નનો ઉપયોગ, ભોગવટો જ એવી રીતે કરશે કે જે દ્વારા લાભ કાંઈ નહિ થાય પરંતુ કયારેક તેવાજ પ્રકારનું રત્ન આવી જાય તો ઉપરથી તેના દ્વારા જ પોતાની સંપત્તિ આદિ નાશ પામી જાય અને ચિરકાલ દુ:ખી થાય. તેજ રીતે રાષ્ટ્રતિકમાં પણ અભવી, દુર્ભવી, ભારેકર્મી ભવી જીવો કે જે બધા ઓઘદ્રષ્ટિમાં રહેલા છે તે જીવોનું જ્ઞાન બધું બુદ્ધિરૂપ છે કારણ કે તેમના મૂળમાં વિષયસુખની આસકિત, રાગ તેમજ વૈષયિક સુખમાં સુખબુદ્ધિ આ બધું અકબંધ પડેલું છે. જે કોઈ રીતે ખસી શકે તેમ નથી. તેથી કરીને તે જીવો શાસ્ત્રનો અભ્યાસ કરવા દ્વારા મન-વચન-કાયાથી નિરતિચાર ચારિત્રનું પાલન કરે છતાં તે જ્ઞાન બધું બુદ્ધિરૂપ જ છે કારણ કે હેયોપાદેયનો વિવેક, નિરાગ્રહિતા, તાત્ત્વિક વિરાગ તેઓમાં હોતા નથી. બુદ્ધિના નુકસાન આખો સંસાર બુદ્ધિના આધારે ચાલે છે અને બુદ્ધિ હોય ત્યાં અહંકાર હોય જ. એટલે બુદ્ધિનો નાશ કરીને સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલા અહંકારનો નાશ કરવો પડે છે. પહેલા અહંકાર જાય છે પછી જ્ઞાન આવે છે. આ જગતમાં બે જ વસ્તુ છે કયાં તો જીવોનો અહમ્ પોષાય છે ક્યાંતો જીવોનો અહમ્ ભગ્ન થાય છે. એ સિવાય બીજું કાંઈ નથી. બુદ્ધિ મતભેદ ઉભા કરે છે. સંકુચિત દષ્ટિ ઉભી કરે છે, મતભેદ થાય એટલે ઝઘડો થાય, તેમાંથી મનભેદ આવે ત્યારે ડાયવોર્સ લેવાય છે અને આખરે તનભેદ થાય ત્યારે નનામી નીકળે છે. જાણ્યું સાચું ત્યારે કહેવાય કે કોઈની સાથે મતભેદ ના પડે. મતભેદ એ ઝેર છે. અમર થવાની વાત કરનારા આજે મતભેદમાં રહ્યા છે એ કેટલું મોટું આશ્ચર્ય છે? 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ મતભેદ ઉભા કરો ત્યાં આત્મા કયાં રહે? મતભેદ ત્યાં આત્મા નહિ અને આત્મા ત્યાં મતભેદ નહિં. જ્યાં અહંકાર હોય ત્યાં જ મત અને મમત્વ હોય, આત્માના વિશુદ્ધ પરિણામરૂપ ધર્મનું રક્ષણ કરવાનું છે. મતભેદનું રક્ષણ કરવાનું નથી. બુદ્ધિ મતભેદ ઉભા કરે છે. સમ્યગજ્ઞાનથી મતભેદ જાય છે અને નિરંતર સમાધિ રહે છે. બુદ્ધિની ઉપાસના કરનારા વિકલ્પોની ઉપાસના કરે છે, પરમાત્માની ઉપાસના કરતા નથી. વિકલ્પોની ઉપાસનાથી દુ:ખ સિવાય બીજુ કાંઈ નહિ મળે. “મતદર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત , જેમાં ભેદ ન પક્ષ.” કોઈની સાથે કયારે પણ સંઘર્ષમાં ન ઉતરવું એ મોક્ષે જવાની ચાવી છે. અતિક્રમણ ત્યાં પ્રતિક્રમણ જરૂરી બીજાના વ્યુ પોઇન્ટને ખોટાં કહેવા કરતાં એના સંયોગો, શક્તિ વગેરે વિચારી એને સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે સારું છે. મનુષ્યભવમાં સંયોગોનો સમભાવે નિકાલ કરવા આવ્યા છીએ. સંયોગોના ધણી થવા આવ્યા નથી. અધ્યાત્મના માર્ગમાં દરેકનો સમભાવે નિકાલ કરશું તો જ મોક્ષે જઈ શકશું. મતાગ્રહ એ મોટામાં મોટું અતિક્રમણ છે તેનાથી સમગ્ર ભારતનું ભાવિ જોખમમાં મૂકાયું છે. પોતપોતાના મતને સિદ્ધ કરવા અન્યને ખોટા કહેતા આપણે અચકાતા નથી પણ આ અતિક્રમણથી આત્મા સ્વરૂપ અને સમતામાંથી ખસી રહ્યો છે તેનું શું? જેટલું અતિક્રમણ કરશું તેટલું જ પ્રતિક્રમણ કરવું પડશે તો જ આત્મા ઘરમાં આવી શકશે. મતાગ્રહ અને હઠાગ્રહથી બીજાના માટે આપણા મનમાં ખરાબ અભિપ્રાય બંધાય છે. કોઈને માટે પણ મનમાં ખરાબ અભિપ્રાય બાંધવો એ ભાવપાપ છે. જે દ્રવ્યપાપ કરતા મોટું છે. તેનાથી આપણે સમયે સમયે બીજાને અન્યાય કરી રહ્યા છીએ. બીજાને અન્યાય કરવાથી બીજાને ખોટા - ખોટા કહ્યા કરવાથી આપણે વીતરાગતાના માર્ગ ઉપર ઝડપથી ચાલી શકતા નથી. આપણી ગતિ મંદ પડી જાય છે. અંદરમાં કર્મ બહુ ચીકણા હોય અને અંદરમાં ગાંઠો ઘણી પડી હોય ત્યારે માણસ ઘણી ભૂલો કરે છે કારણકે તે વખતે તેની પાસે બુદ્ધિતત્ત્વ છે. ભૂલો, દોપો અને કપાયો કર્યા પછી આપણે તેનો બચાવ કરીએ છીએ તે અહંકારને પંપાળીએ છીએ. અંદરનો ઉઘાડ ના થાય ત્યાં સુધી જીવ ધર્મ કરવા. છતાં અહંકારને જ સાચવે છે કારણકે એને અહંકારની સાથે જ રહેવાનું છે. 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૭૭ હવે જેની સાથે રહેવાનું છે તેને સાચવે નહિ તો પછી રહેવાય કેમ? અંદરમાં આત્મા ઓળખાયા પછી પ્રેમતત્વનો આવિર્ભાવ થાય છે તેથી હવે આત્મા પોતાની સમજથી, અભિપ્રાયથી - માન્યતાથી અહંકાર સાથે રહેતો નથી. તેથી તેને સાચવવાનો પ્રશ્ન હવે રહેતો નથી. પ્રસ્તુતમાં ઇન્દ્રિયાઈને આશ્રચિને પદાર્થનું તેમજ શાસ્ત્રોનું જ્ઞાન હોય છે તે હેયોપાદેયના વિવેક વગરનું હોવાથી એના દ્વારા કોઈ આત્મિકલાભ નહિ થાય પરંતુ ભૌતિક ઈષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરવા દ્વારા જીવને સંસાર પરિભ્રમણનું કારણ બને છે. - હવે જે જીવને રત્નશાસ્ત્રોના લક્ષણના અભ્યાસથી શુભાશુભ રત્નોનું જ્ઞાન થયું છે તેવા જીવની પાસે કદાચ રત્ન આવી જાય તો પણ તેની ઉપાસના કરવા માટે સમર્થ ન હોવાથી રત્ન દ્વારા ભોગવટાનો જે લાભ થવો જોઈએ તે નહીં કરી શકે. અથવા તો શુભ ફળવાળા રત્નનું જ્ઞાન હોવા છતાં તેને ખરીદવાની શક્તિ નહિ હોવાથી તેને મેળવી શકશે નહિ કારણકે ઊંચી કોટિના રત્નોને મેળવવા તેમજ ભોગવવા માટે વિશિષ્ટ કોટિની ઉપાસના કરવી પડે છે કારણકે એ બધા રત્નો દેવાધિષ્ઠિત હોય છે અને તેથી દેવ ઉપાસનાથી પ્રસન્ન થાય તો જ તે દ્વારા તેનો લાભ મેળવી શકાય છે. તે જ રીતે રાષ્ટ્રતિકમાં પણ જે જીવોને શાસ્ત્રના અભ્યાસાદિથી દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાથી સુંદર વિવેક પેદા થઈ ગયો છે અને તેના કારણે સ્વપરિણતિ અને પરપરિણતિને ઓળખી શકે છે તેવા જીવો પણ ચારિત્ર મોહનીયના ઉદયના કારણે તત્ત્વમાર્ગમાં યથાર્થ પ્રવૃત્તિ કરી શકતા નથી તેથી તેવા જીવોનું જ્ઞાન પરિણતિપૂર્વકનું હોતું નથી અને તેથી દૃષ્ટાંતમાં જેમ રત્નાદિ મળે તો પણ તેનો ભોગવટો કરી શકતા નથી તેજ રીતે અહિંયા પણ ચારિત્રાદિ કદાચ પ્રાપ્ત થાય તો પણ તે દ્રવ્યથી જ પ્રાપ્ત થાય છે પણ તેની પરિણતિરૂપ ભોગવટો આવતો નથી. હવે જેમ દૃષ્ટાંતમાં જેણે ગુણદોષની ઓળખને કારણે શુભફ્લવાળા રત્નને ઓળખી લીધું છે અને પોતાની શક્તિથી દેવાદિની આરાધના કરવા દ્વારા તેને પ્રાપ્ત પણ કર્યું છે એવો જીવ એ રત્ન દ્વારા એનો ભોગ, ઉપભોગ, ક્રય, વિક્રયાદિ દ્વારા ઇષ્ટલાભને મેળવે છે તે જ રીતે રાષ્ટ્રતિકમાં ગુણદોષના વિવેકથી જીવને સમ્યગજ્ઞાન થતાં સાથે સાથે જ્યારે ચારિત્રમોહનીયનો પણ ક્ષયોપશમ થાય છે ત્યારે તે જ્ઞાન પરિણતિપૂર્વકનું થતાં તે અસંમોહરૂપ બને છે અને તેથી તે સદાને માટે ઉપશમભાવમાં ઝીલે છે. આત્મિક આનંદ અનુભવે છે. અને જીવને મોક્ષ પ્રાપ્તિનું કારણ બને છે. આમ જ્ઞાન જ્યારે પરિણતિ પેદા કરવા દ્વારા જીવને અંદરમાં ઠારનારું બને છે ત્યારે તે જ્ઞાન જ અસંમોહરૂપ બને છે, 2010_05 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ -૩ હવે સદgઠાનના લક્ષણને કહે છે. आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः । जिज्ञासा तन्निसेवा च, सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ (૧) અનુષ્ઠાન પ્રત્યે બહુમાન અને (૨) કરવામાં પ્રીતિ અહિંયા સદનુષ્ઠાનથી તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન એ બે . લેવાના છે. ઇષ્ટ અને પૂર્યાદિ કાર્યોમાં અતિશય બહુમાન, આદર અને તેના કારણે અનુષ્ઠાન કરવામાં પ્રીતિ - આનંદ આવે છે. અનુષ્ઠાન પ્રત્યેના અત્યંત રાગને કારણે અનુષ્ઠાન શરૂ કર્યું છતે મન, વચન અને કાયામાં સ્કૂલના પહોંચાડે, અનુષ્ઠાન છોડાવે, અસમાધિ, સંકલેશ પેદા કરે તે રૂપ વિપ્નનો અભાવ અર્થાત્ તેવા વિદ્ગો આવતા નથી. (૩) વિપ્નનો અભાવ અનુષ્ઠાન પ્રત્યેના આદર બહુમાનથી પ્રીતિ-ભક્તિ પૂર્વક આનંદ સાથે જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે જીવને તેવા પ્રકારના નવા પુણ્યનો બંધ તેમજ ઉદય થાય છે અથવા તો તે અનુષ્ઠાનના કારણે સત્તામાં પડેલ શભકર્મો તાત્કાલિક ઉદયમાં આવીને વિદ્ગોને પેદા થવા દેતા નથી કારણકે વિઘ્નોનો અભાવ કરવા માટે પુણ્યની જરૂર પડે છે. પ્રતિકૂળ બાહ્ય સંજોગોનો નાશ પુણ્યને આધીન છે અને અમૃતાનુષ્ઠાનમાં એ તાકાત છે કે એ તત્કાળ પુણ્યને પેદા કરવા દ્વારા વિદ્ગોનો નાશ તેમજ શુભળને આપે છે. વિપ્નોની પ્રતિપક્ષી સામગ્રી અનુષ્ઠાનકાલમાં પુણ્યદ્વારા રચાય છે અને એ પુણ્ય અનુષ્ઠાનના પ્રભાવથી નવું બંધાય છે અથવા તો સત્તામાં પડેલું તત્કાલ ઉદયમાં આવે છે કે જે ઉદયમાં આવવા દ્વારા પ્રતિકૂળ સંયોગોનો નાશ કરે છે તેમજ અનુકૂળ સંયોગો પેદા કરે છે. જેમ અનાથી મુનિએ રોગ આવતાં દૃઢસંકલ્પપૂર્વકનું એવું માનસિક અનુષ્ઠાન કર્યું, જેના દ્વારા એવા પુયનો ઉદય થયો કે જેથી બધી આપત્તિ ચાલી ગઈ. શરીરની પીડા નાશ પામી અને સંયમ પ્રાપ્ત થયું. જે અનુષ્ઠાના કરતાં મન-વચન-કાયાને સ્કૂલના ન પહોંચે એવા બાહા વિદ્ગો. વસ્તુત: વિધ્વરૂપે ગણાતા નથી. જેમ ભગવાન મહાવીરને દીક્ષા લીધા પછી ૧૨ાા વર્ષ સુધી ઘણા ઉપસર્ગ આવ્યા પણ તે એમના મનને સ્કૂલના પહોંચાડી શકયા નહિ. પ્રભુના નિરતિચાર સંયમનો નાશ કરી શક્યા નહિ. તેથી વ્યવહારથી તે વિષ્ણોરૂપ હોવા છતાં તત્ત્વથી તો કર્મનિર્જરાનું કારણ બન્યા છે. (૪) સંપદાનું આગમન સદનુષ્ઠાન કરતા શુભપરિણામને કારણે જે પુણ્ય બંધાય છે. તેનાથી 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૧૭૯ સંપદાનું આગમન થાય છે. તહેતુ અનુષ્ઠાનમાં સંપદાનું આગમન મોટે ભાગે પારલૌકિક હોય છે તેમજ કયારેક આ ભવમાં પણ કાલાંતરે સંપદાનું આગમન થાય છે. જ્યારે અમૃતાનુષ્ઠાનમાં તો તત્કાલ જ શુભ ભાવથી બંધાયેલ પુણ્ય ઉદયમાં આવવા દ્વારા સંપદાનું આગમન થાય છે. જેમ મયણાને સંધ્યા કાળે પરમાત્માના મંદિરમાં આરતી, મંગળદીવો, ધૂપ પૂજા કરતા અમૃતાનુષ્ઠાન થયું હતું જેના પ્રતાપે તેજ રાત્રિએ પરદેશ ગયેલા પોતાના પતિનો યોગ થયો હતો. - અમૃતક્રિયાના સાત લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે - (૧) તર્ગતચિત્ત - તે ક્રિયામાં જ મન, વચન, કાયાના યોગોની સ્થિરતા હોય છે. (૨) સમયવિધાન - શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ યોગ, મુદ્રા, કાલ વગેરેને સાચવીને કરવામાં આવે. (૩) ભવ ભ્રમણનો ભય - અનંતકાળના આપણા ભાવી સંબંધી વિચાર ઉત્પન્ન થતાં પ-૨૫ વર્ષની અંદગીનો ભય નીકળી જાય છે. (૪) ભાવની વૃદ્ધિ - ભવભ્રમણનો ભય ઉત્પન્ન થતાં તેનું નિવારણ કરનાર એક માત્ર અરિહંત પરમાત્મા જ છે તે આપણું સર્વસ્વ બની જાય છે. આજે હું આપની કરૂણાનું પાત્ર બન્યો, આજે મારા સર્વદુ:ખ, દર્ભાગ્ય નાશ પામી ગયા. સર્વપાપો દૂર થઈ ગયા, આજે હું મહોદયને પામ્યો, આજે મને સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થયો, આજે મારા સર્વ મનોરથ પૂર્ણ થયા, આજે મારા આત્માનો પ્રત્યેક પ્રદેશ અમૃતવડે સિંચાયો, આજની ઘડી ધન્ય બની ગઈ, સુવર્ણમય બની. આજે મને કલ્પવૃક્ષ, કામધેનું અને ચિંતામણીની પ્રાપ્તિ થઈ. (૫) વિસ્મય - આંધળાને ચક્ષુની, દરિદ્રીને ધનની, ભૂખ્યાને ઘેબરની પ્રાપ્તિ થતાં જેવું આશ્ચર્ય થાય તેમ પરમાત્માના દર્શને અહો! અહો! કેવા મારા પ્રભુ! કેવા કરૂણાના ભંડાર! કેવા ઉપકારી વિ.આશ્ચર્ય થાય. (૬) રોમાંચ - પરમાત્માના ગુણો, અચિંત્ય શક્તિ, પરમાત્માનું સ્વરૂપ વગેરેનું ચિંતન કરતાં રોમરાજી વિકસ્વર થાય. (૭) પ્રમોદ - પરમાત્માની ભક્તિ કરતા હૃદય આનંદથી ભરાઈ જાય. એ આનંદ હૃદયમાં સમાય નહિ. બહાર પણ ન સમાય. પરમાત્માનું જે શુદ્ધ, બુદ્ધ સ્વરૂપ તેનો યત્કિંચિત અનુભવ અમૃતક્રિયામાં થાય છે. એ પ્રમોદ પછી પણ ચાલુ રહે છે. (૫) જિજ્ઞાસા - સ્વાભાવિક રીતે જ સદનુષ્ઠાન વિષયક વિધિ પરિણામ વગેરેને જાણવાની ઇચ્છા હોય છે. 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮. યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ (૬) તક્રિસેવા છોતા ને બદલે બત્રીસી ૨૩૨૪માં તરેલા - ચેષ્ટાલિજ્ઞ – સેવા આ પાઠ શુદ્ધ લાગે છે અર્થાત ઇષ્ટપૂર્યાદિના જાણકારની સેવા અને મૂળના થી ઇષ્ટપૂર્તિના જ્ઞાતાની કૃપા = અનુગ્રહ = મહેર નજર. અર્થાત ઇષ્ટાદિના જાણકારની સેવા કરવાથી સદાને માટે તેઓની પોતાના ઉપર કૃપાદૃષ્ટિ અર્થાત આ જીવ ઘણો યોગ્ય છે. અનુષ્ઠાનના પાત્રભૂત છે માટે તેને વિશેષ વિશેષ રીતે બોધ કરાવવાની તેઓની જે ઇચ્છો તે જ તેમની કૃપાદૃષ્ટિ છે. - આ પ્રમાણે ૬ લક્ષણોથી યુક્ત સદનુષ્ઠાન હોય છે કારણકે તેમાં અનુબંધ સહિતપણું હોય છે અર્થાત્ શુભાનુબંધ માટે આદરાદિ આવશ્યક છે. बुद्धिपूर्वाणि कर्माणि, सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव विपाकविरसत्वतः ॥ १२४ ॥ બુદ્ધિપૂર્વકના કાર્યોનું ફળ લોકમાં બુદ્ધિપૂર્વકના બધા જ કાર્યો નિશ્ચય કરીને વિપાકથી વિરસ હોવાથી જીવોને સંસારરૂપ ફળને જ આપનારા થાય છે અર્થાત્ બુદ્ધિપૂર્વકના ઇષ્ટાદિ અનુષ્ઠાનોમાં સ્વમતિકલ્પનાની જ મુખ્યતા હોવાથી, શાસ્ત્રકથિત વિવેકનો અભાવ હોવાથી, વિપાકથી અર્થાત ળથી વિરસ એટલે દુઃખને જ આપનારા થાય છે. સંસારમાં જીવો બહુલતયા બુદ્ધિને જ આગળ કરીને જીવનારા હોય છે. આ લોકનું સુખ તેમને મુખ્ય હોય છે. અતીન્દ્રિય મોક્ષતત્ત્વ તેમને સમજાતું નથી એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અને તેના ભોગવટા માટે તેઓ મનુષ્ય જન્મને પાપથી ભરી દે છે પછી પાપના ઉદયકાળમાં, રોગાદિ અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, મૃત્યુ વખતે, સ્વજનોના વિયોગકાલે તે આત્માઓ ઝૂરે છે, વિલાપ કરે છે, આક્રંદ કરે છે, હાયવોય કરે છે, પૈસા ચાલ્યા જાય, પત્ની બેવફા બને, પુત્ર સાચવે નહિ તો તે વખતે તેમની પાસે કોઈ તત્ત્વની શ્રદ્ધા ન હોવાથી સમાધાન કરી શકતા નથી અને તેથી શાંતિ - સમાધિ પામી શકતા નથી. સંસારમાં સુખ મેળવવા માટે બુદ્ધિથી વિવેક વગરના કાર્યો કરે છે જેના કારણે આલોક, પરલોક અને પરલોક ત્રણેને બગાડે છે અને દુરન્ત સંસારમાં ભટકે છે. ધર્મ નહિ પામેલા સંસારવર્તી તમામ જીવોની આ દશા હોય છે. ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥ १२५॥ જ્ઞાનપૂર્વકના ઇષ્ટાદિ કાચનું ફળ - જ્ઞાનપૂર્વકના તે જ ઇષ્ટાદિ કાર્યો કુલયોગીઓને શ્રુતશક્તિ યુક્ત હોવાથી અર્થાત હેયોપાદેયના વિવેકથી સહિત હોવાથી શુભાનુબંધ ળવાળા થવાને કારણે મુક્તિનું અંગ બને છે અને આ 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૮૧ હેયોપાદેયના વિવેકરૂપ શ્રુતશક્તિ એ અજરામરપણાનું કારણ હોવાથી અમૃત શક્તિ જેવી છે. અર્થાત્ તે શક્તિને કારણે અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ થાય છે અને તેનાથી તે મોક્ષને આપે છે માટે શ્રુતશક્તિ અમૃતશક્તિ જેવી કહી. શત પર્વ - શ્રુતશક્તિ - અમૃતશક્તિ તુલ્ય હોવાથી તેમાં શુભાનુબંધ રૂપ ળપણું રહેલું હોવાથી તે ઇટપૂર્યાદિ અનુષ્ઠાનો મુક્તિનું અંગ બને છે. શંકા : શુભાનુબંધ રૂપ ળપણું તો શ્રુતશક્તિમાં રહેલું છે તો પછી ઈષ્ટપૂતદિ અનુષ્ઠાનને શા માટે તમે મુક્તિનું અંગ કહો છો ? સમાધાન - તાત્ત્વિક અનુબંધનું આવાપણું હોવાથી અર્થાત્ તાત્ત્વિક અનુબંધમાં મુક્તિહેતુપણારૂપ સ્વભાવ હોવાના કારણે તાત્ત્વિક અનુબંધવાળા અનુષ્ઠાનને અમે મુક્તિનું અંગ કહીએ છીએ. અહિંયા કુલયોગીનું ગ્રહણ કર્યું કારણકે ગોત્રયોગમાં આવા અનુષ્ઠાનનો સંભવ નથી અને પ્રવૃત્તચક્રયોગીના બધા અનુષ્ઠાનો અસંમોહ યુક્ત હોવાના કારણે તે પણ અહિંયા નહિ આવે. આ શ્લોકથી જે જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનો છે અર્થાત્ હેયોપાદેયના વિવેકપૂર્વકના જે અનુષ્ઠાનો છે તે મોક્ષરૂપ ફ્લને આપનારા છે જ્યારે બુદ્ધિપૂર્વકના જે અનુષ્ઠાનો છે તે સંસારરૂપ ફ્લને આપનારા છે એમ સિદ્ધ થાય છે. અન્યદર્શનમાં પણ અનુબંધ શુદ્ધધર્મની મહત્તા આ બે શ્લોક ઉપરથી એ સમજવાનું છે કે અન્યદર્શનમાં પણ પતંજલિઆદિ જેવા તાત્વિક યોગીઓ છે. અને જે તાત્ત્વિક યોગી છે તે કોઈપણ દર્શનમાં રહેલા હોય તો પણ તેઓ હેતુ, સ્વરૂપ અને અનુબંધમાં અનુબંધ પ્રધાન ધર્મને જ મુખ્યતા આપનારા હોય છે અને અનુબંધ શુદ્ધ ધર્મ કરવા માટે અતિસૂક્ષ્મદ્રષ્ટિ આવશ્યક છે. ધર્મમાં અનુબંધ શુદ્ધધર્મવાળા જીવોનો જ પ્રવેશ છે અને તે હોય તો જ લોકોત્તર ધર્મ બને છે. અનુબંધની શુદ્ધિ વગરનો ગમે તેવો સારો પણ ધર્મ (પછી તે જૈનદર્શનમાં રહેલાનો પણ) તે તત્ત્વદૃષ્ટિથી લોકિક જ છે. અનુબંધ શુદ્ધ ધર્મ આવે ત્યારથી જીવને તે તે અનુષ્ઠાન કરતા આંશિક આત્મિક સુખની અનુભૂતિ થાય છે. માત્ર ઓઘથી ધર્મની શ્રદ્ધા હોવાના કારણે તે પહેલા તે તે ક્રિયા વખતે સ્કૂલથી સુખ અનુભવે એવું બને પરંતુ તે વખતે આત્મામાં બધી અતૃપ્તિઓ, ઈચ્છાઓ, રાગ-દ્વેષ બધું પડેલું હોવાના કારણે અને વિરાગ ન હોવાના કારણે જીવને વાસ્તવિક શાંત અને સ્થિર સુખ અનુભવાતું નથી. દૃષ્ટિની શરૂઆતથી આંશિક સુખ અનુભવાય છે અને તે દ્રષ્ટિઓમાં ક્રમે કરીને વૃદ્ધિ પામે છે. ઉપશમ સુખની અનુભૂતિ માટે વિરાગ, મધ્યસ્થતા, જિજ્ઞાસા, ગુરુકૃપા અને વારંવાર પોતાના પરિણામોનું સંશોધન આવશ્યક 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. આ અભ્યાસ દ્વારા જ જીવ આગળ વધે છે. જે જીવોને આ દૃષ્ટિ જ નથી અને માત્ર ક્રિયામાં જ ધર્મ સમજે છે તેવા જીવો વ્યવહારનચ નિર્દિષ્ટ મોક્ષમાર્ગ કે જે અપુનબંધક અવસ્થાથી શરૂ થાય છે તેની બહાર છે. મોક્ષાંગ અને પુણ્યાંગ - સાધુએ સામાન્યતયા મુખ્ય રીતિએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, શીલ, તપ, ભાવ રૂપ જે મોક્ષાંગ છે તેનો જ ઉપદેશ આપવાનો છે. અનુકંપા, જીવદયા વગેરે પુણ્યાંગ છે તેનો ઉપદેશ ગૌણનૃત્યા છે. વ્યવહારનયે અનુકંપા, જીવદયા, માનવતા વગેરેનો ઉપદેશ એ પુણ્યાંગ છે જ્યારે દાન, શીલ, તપ, ભાવ એ મોક્ષાંગ છે. પરંતુ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો જ્યાં સુધી જીવની દૃષ્ટિ વિકસિત નથી અને મોક્ષનો આશય સ્પષ્ટ રૂપે આવ્યો નથી ત્યાં સુધી તો મોક્ષાંગ એવા દાનાદિ પણ તેને માટે પુણ્યાંગ બને છે. જ્યારે આશય શુદ્ધિ પ્રગટે છે ત્યારે મોક્ષાંગ એ મોક્ષાંગ બને છે અને તે વખતે કરાતા અનુકંપાદિ એ પ્રધાન પુણ્યાંગ બને છે. તે પહેલા કરાતા અનુકંપાદિ એ અપ્રધાન પુણ્યાંગ છે. કોઈપણ પુણ્યાંગ. પરાકાષ્ઠાનું અને નિઃસ્વાર્થભાવે હોય ત્યારે તે જ પુણ્યાંગ બીજાભવમાં મોક્ષાંગ બની જાય છે. જેમકે મેઘકુમારને હાથીના ભવની દયાથી બીજા ભવમાં જે આરાધના મળી તે મોક્ષાંગ બની. જીવદયા, અનુકંપા વગેરેનાં કાર્યોમાં ઉત્સર્ગથી સાધુને ન પડવાનું વિધાના હોવા છતાં આપ દૂધર્મ હોય, દુકાળ હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ રૂપ પુષ્ટાલંબન હોય તો દેશ, કાળ વગેરે જોઈને ઉચિત રીતે પ્રવર્તવું પણ તેમાં વિશેષ ઉલ્લસિતા ન થવું અર્થાત્ તે કરવા જતાં પોતાનો સ્વાધ્યાય, તપ, જપ, સમિતિ, ગુપ્તિ વગેરે ક્રિયામાં ખામી ન આવે, વૈરાગ્ય ઝાંખો ન પડે તે રીતે પ્રવર્તવું. અનુકંપાના કે જીવદયાના કાર્યો કોઈ કરતું હોય તો અટકાવવા નહિ તેમાં જે ભૂલ થતી હોય તો સુધારવી. આપણી હાજરીમાં ફંડ વગેરે કરવા માંગતા હોય તો અટકાવવા નહિ આમ સર્વત્ર હેય - ઉપાદેયનો વિવેક કરીને પ્રવર્તવાથી તે બધા કાર્યો જ્ઞાનપૂર્વકના બને છે જે મોક્ષ આપવા સમર્થ છે. સાધુએ પ્રધાનતયા મોક્ષાંગ એવા દાન, શીલ, તપ, ભાવનો જ ઉપદેશ આપવાનો છે એ વાત એ સિદ્ધ કરે છે કે આધ્યાત્મિક પુરુષો પોતાના માથે કોઈપણ જાતનો બોજો લઈને તા નથી. અરિહંત અને સિદ્ધ ભગવંતો કયાં બોજો લઈને છે? તો પછી એના સાધક સાધુભગવંતો શા માટે બોજો લઈને ? વ્યવહારની સફળતા નિશ્ચયથી છે અને નિશ્ચયની સફળતા વ્યવહારથી છે એ ભૂલવું જોઈએ નહિ. __ असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥ १२६ ॥ 2010_05 Page #212 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૮૩ જ્ઞાનપૂર્વકના કાર્યો કરતા અસંમોહ પૂર્વકના કાર્યોની વિશેષતા એ છે કે જ્ઞાનપૂર્વકના કાર્યોમાં વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોવા છતાં અને તે જ્ઞાનને અનુરૂપ હેય - ઉપાદેય પરિણતિ ઉભી થયેલી હોવા છતાં ત્યાં હેયનો ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ હોવા છતાં આત્મા હજુ તે બોધમાં જે રીતનો ઠરવો જોઈએ તે ઠરેલો નથી. જ્ઞાન બોધમાંથી જ્યારે કષાયોની વિશેષ પ્રકારે હાનિ થાય છે ત્યારે જ આત્મા સ્વરૂપમાં ઠરનારો બને છે અને જે બોધ આત્માને પુદ્ગલભાવમાંથી બહાર ખેંચી આત્મ સ્વરૂપમાં ઠારે તે જ બોધની અધ્યાત્મના માર્ગમાં કિંમત છે. એ જ્ઞાન માટે નથી. જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવું એ જ માત્ર પર્યાપ્ત નથી. જ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણવું એ તો પ્રાથમિક ચરણ છે. વાસ્તવિક તો જાણ્યું ત્યારે કહેવાય કે તે જાણવાની અસર આત્મા ઉપર પડે અને એ અસર આત્મામાં એવી થાય કે અંદરમાં પડેલ કષાયો, અહંકાર, ઈર્ષ્યા, દોષો, દોષદૃષ્ટિ વગેરેથી આત્મા ભયભીત બને. તેનું સમગ્ર અસ્તિત્વ તેને કાઢવા દૂર કરવા ઝંખે. આવો બોધ એ પરિણત બોધ કહેવાય છે જે જીવને મોહની સામે વિજય મેળવવામાં ઉપયોગી છે. જ્ઞાનપૂર્વકના કાર્યોમાં વસ્તુ તત્ત્વનો બોધ યથાર્થ છે એટલે હેયનું હેયરૂપે સંવેદન છે પરંતુ બોધ નબળો હોવાને કારણે જેને હેય માને છે તે દોષો, કષાયો, અહંકાર વગેરેને નાશ કરવા સમર્થ બનતો નથી એટલે સમજ પ્રમાણે આચરણ નથી. આગમાનુસારી બોધ છે. બોધને અનુરૂપ વીર્યનું પ્રવર્તન નથી, જ્યારે અસંમોહ પૂર્વકના અનુષ્ઠાનોમાં જીવનો ઉપયોગ દેહથી છૂટો પડેલો હોય છે. સ્વરૂપમાં ઠરેલો હોય છે. ઉપશમભાવ વેદાય છે. કષાયોની વિશેષ પ્રકારે હાનિ થયેલી હોય છે તેથી અસંમોહ પૂર્વક - કરાયેલા અનુષ્ઠાનો તથાભવ્યત્વના પરિપાકના વશથી એકાંતે પરિશુદ્ધ છે. આ અસંમોહ પૂર્વકના અનુષ્ઠાનોમાં જેમ જેમ પરતત્ત્વ વિશુદ્ધ આત્મતત્ત્વનું વેદન થતું જાય છે તેમ તેમ આત્મા મોક્ષની નજીક જતો જાય છે. પરતત્ત્વને પામવાની - જોવાની ઇચ્છા જેમ જેમ વધતી જાય છે, તેનું પ્રણિધાન દૃઢ થતું જાય છે તેમ તેમ ઉપયોગમાં રહેલ દોષો અને કષાયોનું બળ તૂટતું જાય છે. અસત્ તત્ત્વની ઇચ્છા, તેને મેળવવાનું પ્રણિધાન અને તેને માટેના પુરુષાર્થથી ઉપયોગમાં કષાયોની વૃદ્ધિ થાય છે અને સત્ તત્ત્વનું પ્રણિધાન, તેને મેળવવાની ઇચ્છા અને તેની પ્રાપ્તિ માટેના પુરુષાર્થથી ઉપયોગમાં શુદ્ધિ વધતી આવે છે. ચોથા ગુણસ્થાનકથી માંડીને ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં આત્મભાવઆત્મસુખ વેદાય છે તેની ના નથી પણ તેમાં અટકી જનારો ઉપરના ગુણસ્થાનકને પામી શકતો નથી. એટલે કયાંય બંધાવાનુ નથી, અટકવાનું નથી, કયાંય સ્ટેશન કરવાનું નથી પરંતુ તેરમું ગુણસ્થાનક ન પામીએ આ સુધા 2010_05 - - Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અપ્રમત્તપણે સાધના ચાલુ રાખવાની છે. આત્મભાવનો આનંદ પામવા છતાં ચાર થી અગ્યાર ગુણસ્થાનક સુધી સત્તામાં મોહનીય કર્મ પડેલ છે તેના ભાવમાં અટકી જઈએ તો તે આપણને પાછા ધકેલી દે છે. ગુણનું અભિમાન કરનારા, ગુણના સ્વાદમાં બંધાઈ જનારા દોષ ટાળી શકતા નથી અને ગુણને દોષરૂપ બનાવીને નીચેના સ્થાને પછડાય છે. માટે જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી આપણી જાતને આપણે પ્રમાદી માનવાની છે પરંતુ બીજામાં સમ્યકત્વ, વિરતિ, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન થયેલ હોય તો તેને જ્ઞાની માનીને ચાલવાનું છે. આ છે અધ્યાત્મનો માર્ગ. પૂર્ણ ન બનીએ ત્યાં સુધી આપણા ગુણોમાં અસંતોષ રાખવાનો છે. તારામાં સુખ ભલે ઉભરાય. પરંતુ તું સુખમાં ન ઉભરાતો, કારણ આ તો બિંદ્ધમાણ સુખ છે, હજુ સાગર પ્રમાણ કેવલજ્ઞાનનું આનંદવેદન પામવાનું બાકી છે. સ તત્ત્વની ઇચ્છા જેમ જેમ બળવાન બનતી જાય છે તેમ તેમ ઉપયોગમાંથી વિષયોનો સંગ, આકર્ષણ છૂટતા જાય છે અને અંતે સત તત્ત્વને પામવાની તીવ્રરૂચિના બળ ઉપર આત્મા અસંગાનુષ્ઠાનને પામે છે. કર્મમળથી રહિત એવું પરમાત્મતત્ત્વ કેવું હશે? એમાં કેવો આનંદ અનુભવાતો હશે? એ સ્વરૂપને હું કયારે પામીશ? પરમાત્મા કેવા હશે? કેવો આનંદ અનુભવતા હશે ? સર્વદુ:ખ રહિત તે સ્વરૂપ મને કયારે મળશે ? આવી. પરમાત્મતત્ત્વને પામવાની તાલાવેલી અસંમોહપૂર્વકના અનુષ્ઠાનોમાં વર્તતી હોય છે. આવી તાલાવેલી જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનોમાં હોતી નથી માટે જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનો સ્વર્ગાદિ પ્રાપ્તિના વ્યવધાનપૂર્વક નિવણિને આપનારા થાય છે. જ્યારે જે જીવો છટ્ટા - સાતમાં ગુણઠાણે નિરતિચાર સંયમ પાળે છે અને જેને કારણે જેઓ ઊંચી કોટિના ઔદાસીન્ય ભાવમાં રમે છે. ભવમોક્ષ વિષે સમપરિણતિવાળા છે. ગમે તેવા વાઘ, સિંહાદિના ઉપસર્ગોમાં પણ સમિતિ, ગુપ્તિથી ચલિત થતા નથી એવા જીવોને અસંમોહપૂર્વકના અનુષ્ઠાનો જલ્દીથી મુક્તિને આપનારા થાય છે. પોતાના પિતા કીર્તિધરને સંયમી બનેલા જાણીને પુત્ર સુકોશલે પણ ચારિત્ર લીધું. ચારિત્ર લીધા પછીથી ત્યાગ, તપ અને સંયમથી કાયાને શોષવી. નાંખી. પુત્રના વિરહથી આર્તધ્યાન કરતી તેની માતા સહદેવી અંતે મૃત્યુ પામી જંગલમાં વાઘણ બની. ગિરિરાજ ઉપર રહેલા તે બંને મુનિને જોતાં જ તે વાઘણ વિ. પોતાનો પંજો ફ્લાવી સુકોશલ ઉપર હુમલો કર્યો. તેના શરીરમાંથી લોહી પીવા લાગી, માંસ ખાવા લાગી, મુનિને જમીન ઉપર પટકી બે પંજાથી જડબું ચીરવા લાગી. તે વખતે આ સંમોહ અનુષ્ઠાનની પરાકાષ્ઠાએ પહોંચેલા તે મહાત્માએ તે વાઘણ ઉપર ક્રોધ ન કર્યો. તેનો દેહપિંજર વાઘણે વેરવિખેર કરી નાંખ્યો પણ મહાત્મા સમતા ભાવથી ચલિત ન થયા પરંતુ ઉપસર્ગમાં સ્થિર રહી પકક્ષેણી માંડી કેવલજ્ઞાન પામ્યા 2010_05 Page #214 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૮૫ અને મોક્ષે ગયા આમ અસંમોહ પૂર્વકના અનુષ્ઠાનો જીવને જલ્દીથી મોક્ષને આપનારા થાય છે. प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सकम् । भवभोगविरक्तास्ते, भवातीतार्थयायिनः ॥ १२७ ॥ ભવાતીતાર્થાયી જીવોનું સ્વરૂપ - પ્રકૃતિ સંબંધી જે ભાવો - પાંચે ઇન્દ્રિયોના વિષયોથી માંડીને બુદ્ધિ સુધીના પદાર્થોમાં જેઓનું ચિત્ત નિસંગતાથી સહિત હોવાથી નિરુત્સુક છે તે ભવના ભોગથી વિરકત થયેલા એ વા. મુક્તસમાન જીવો ભવાતીતાર્થયાયિ છે. અર્થાત સંસારથી અતીત એવા મોક્ષરૂપ તત્ત્વને વિષે જનારા છે કારણ કે રાગદ્વેષાદિરૂપ ભવ તેનાથી એમનું ચિત્ત વાસિત હોતું નથી. અહિંયા બુદ્ધિ એ ભૌતિક પદાર્થમાં પ્રેરણા કરનાર તત્ત્વ છે. જીવને જેમ વિષયોનો રાગ છે તેજ રીતે ભૌતિક પદાર્થ ઉપર પ્રેરણા કરનાર બુદ્ધિ ઉપર પણ રાગ બેઠેલો છે. રાગના વિષય જેમ રૂપાદિ છે તેમ બુદ્ધિપણ છે અને આ બુદ્ધિ ઉપરનો રાગ - બુદ્ધિ ઉપરનો અહમ્ એ મૂળભૂત સંસાર છે. આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાન જેવું બીજું કોઈ ધ્યાન નથી અને મોક્ષની ઇચ્છા જેવો બીજો કોઈ વિકલ્પ નથી. રાગ-દ્વેષ એ આખા સંસારનું ભાવબીજ છે. તેજસ - કામણ એ આખા સંસારનું દ્રવ્ય બીજ છે. દારિક શરીરનું ભેદજ્ઞાન એનું દ્રશ્ય સ્વરૂપ એ છે કે આરંભ-ભોગ અને પરિગ્રહ આ દેહથી ન થાય. તેજસ-કાશ્મણ શરીરથી વેરાગ્ય પ્રગટે ત્યારે વૈરાગ્યની પરાકાષ્ઠા આવે. અંદરથી એકપણ વિકલ્પ ન ઉઠે એ વૈરાગ્યની પરાકાષ્ઠા છે. કેવલીનું જ્ઞાન - મન અને બુદ્ધિ રૂપે પરિણમતું નથી જ્યારે આપણું જ્ઞાન મન અને બુદ્ધિરૂપે પરિણમે છે. જ્ઞાની કહે છે કે તને તારા મન અને બુદ્ધિ ઉપર જેટલો રાગ છે તેટલો રાગ પત્ની અને બાળક ઉપર નથી કારણ કે પોતાના મનથી વિરુદ્ધ ચાલે તો પછી તે પત્ની હોય કે બાળક હોય તેના ઉપર પણ રાગ રહેતો નથી. અનાદિકાળથી આ મન અને બુદ્ધિએ શરીર અને ઇન્દ્રિયનું કામ કર્યું છે, આત્માનું નહિ. તેને અમન કરવા એ જ તેજસ કાર્પણનું ભેદ જ્ઞાન છે. મન અને બુદ્ધિને દાનાદિમાં તેમજ પરમાત્મભક્તિમાં વાળવાની છે. મન અને બુદ્ધિની સામે રીવોલ્વર રાખવાની છે. એના અહમને ખતમ કરવાનો છે. મન, બુદ્ધિનું આયુષ્ય દીધું છે. તેજસ-કાશ્મણનું આયુષ્ય બંધાતું નથી, બંધાયેલું જ છે. મન અને બુદ્ધિ એ વાઘ - સિંહ જેવા છે તેની પાસે સરકસના રીંગમાસ્ટરની જેમ કામ લેવાનું છે. અહમથી શ્રુતકેવલી પણ નિગોદમાં મળેલા મૃતના વિકલ્પોમાં અહમ્ ન કરીએ તો જ આપણે વીતરાગ બની શકશું. નહિતો શ્રુતકેવલી પણ અહમને વશ બની નિગોદમાં જાય છે. અહમ્ 2010_05 WWW.jainelibrary.org Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 વિનાના એક પણ શ્રુતવિકલ્પમાં કેવલજ્ઞાન આપવાની તાકાત છે. તૈજસ કાર્મણની જેમ મન અને બુદ્ધિ પણ બીજા ભવમાં સાથે જાય છે. મન અને બુદ્ધિ ઉપર વૈરાગ્ય શું ? વૈરાગ્ય એક જડ પુદ્ગલો પ્રત્યે લાવવાનો છે. બીજો આપણી વિનાશી દશા પ્રત્યે લાવવાનો છે. અવિનાશીનો આધાર લઈને નીકળેલી ચીજ મન અને બુદ્ધિ છે. મન અને બુદ્ધિ એટલે ઇચ્છા અને વિચારતત્ત્વ છે. ઇચ્છા અને વિચાર એ બંનેમાં આખું ઘાતી કર્મ સમાઈ જાય છે. જીવને જેનો અભાવ વર્તતો હોય તેની જ ઇચ્છા થાય છે. વસ્તુનો અભાવ તેના અંતરાયને નક્કી કરે છે અને ઇચ્છા એ મોહનીય કર્મને નક્કી કરે છે. જ્યારે વિચાર એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મને નક્કી કરે છે. આ બે કર્મ હોય ત્યાંજ વિચાર હોય. કેવલીને આ બે કર્મ નથી તો ત્યાં વિચાર નથી. વૈરાગ્ય કોની પ્રત્યે કેળવવાનો ? મન અને બુદ્ધિ ચૈતન્યનો અંશ છે અને વિનાશી છે જ્યારે પુદ્ગલ એ જડ અને વિનાશી છે તે બંને પ્રત્યે વૈરાગ્ય લાવવાનો છે. પોતાના વિચારો અને ઇચ્છા ઉપર બીજા હા, હા કહે તેની ઉપર જીવને પ્રેમ છે. બીજા પ્રત્યે નહિ. એક એક વિકલ્પનો મર્મ પામવો એ કોઈ પુણ્યશાળીનું કામ છે. આરંભ ભોગ અને પરિગ્રહનો ત્યાગ કરનાર સાધુને પંચપરમેષ્ઠિમાં મૂક્યા છે બીજાને નહિ. ગૃહસ્થ દેશથી ત્યાગ કરે છે. સાધુ સર્વથી ત્યાગ કરે છે. સાધનાનું ક્ષેત્ર ઔદારિક શરીર એટલું મહાન નથી પણ સાધનાનું ક્ષેત્ર મન એ જ મહાન છે. ‘જાવમણે હોઇ નિયમ સંજુત્તો' કહ્યું એ મનની સાધનાને સૂચવે છે. સામાઈયવયજુત્તો એટલે સામાયિકના કપડા કટાસણું, ચરવળો, સ્થાપનાચાર્યેથી યુક્ત થવું તે વ્યવહાર છે જ્યારે તેમાં મનને જોડવું એ નિશ્ચય છે. સામાઇય વયજુત્તો આવ્યું એટલે દરવાજા સુધી આવ્યા. દરવાજા સુધી પ્રવેશ થયો છે ઘરમાં નહિ. પૂર્ણ પરમાત્મસ્વરૂપ એવા આપણા આત્મામાંથી નીકળેલા પર્યાયો એજ મન અને બુદ્ધિ છે. એ આપણા આત્માનું ક્ષેત્ર છે. તેની પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે. મન અને બુદ્ધિ એ આપણો જ પરિવાર હોવા છતાં એ આપણને તંગ કરે છે તેથી તેના પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે. તૈજસ - કાર્યણનું મરણ એક જ વખત થાય છે જ્યારે ઔદારિક શરીરના મરણ અનંતા થયા. જે મન અને બુદ્ધિ અંદરથી અહવાળા છે તેની તપાસ કરીને ધ્યાન દ્વારા તેને ઠીક કરવાના છે. મોહનીયના ભેદો એ મુખ્ય પાપ છે. જેનાથી અશુભકર્મ બંધાય છે અને શરીરાદિની રચના થાય છે. ઇચ્છા અને બુદ્ધિ આખા પદાર્થોનું ઉપાદાન કારણ પણ 2010_05 એ સંસારનું ઉપાદાન કારણ છે. સંસારના બાહ્ય જ છે આ સળંગ અને અખંડ માર્ગ સમજાઈ Page #216 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ- 3 ૧૮૭ જાય અને આપણા મગજમાં રહે તો આગળ વધાય. જ્યાં પહોંચવાનું છે તે સિદ્ધત્વ એ પૂર્ણતત્ત્વ છે. એકથી ચૌદ ગુણઠાણાનો માર્ગ એ સળંગ માર્ગ છે. કેવળજ્ઞાન એ અખંડ સ્ટેશન છે. આ ત્રણેને સમજવાથી વિકાસયાત્રા પૂર્ણ બને છે. પરમાત્માની કૃપાથી અને ભક્તિથી જ આપણે વિરાગી બની શકશે. મન, બુદ્ધિ અને તેની સાથે સંલગ્ન તેજસ કાર્પણ શરીર એ જ ભવ – સંસાર, તેની ઉપરનો વેરાગ્ય એ ભવનિર્વેદ. તે દૃશ્યમાન નથી. પણ તેના સંવેદનથી ઓદારિક શરીર સંબંધી ત્યાગ અને વૈરાગ્ય દ્રશ્યમાન બની શકે છે. અંદરથી ભલે કદાચ વિકલ્પો નીકળે પણ એનો અહમ્ કરવાનું છોડી દઈશું તો જરૂર આગળ વધાશેવિકલ્પો એ વસ્તુ જ નથી. પારમાર્થિક નથી, વંધ્યાપુત્ર જેવા છે. એને આધાર આપનાર આત્મા જ મહાન છે. એ આત્માને સાધક બનાવવાનો છે. તે માટે સાધના કરવાની છે કારણકે ગુણઠાણા સાધકના છે. વિદ્વાન, પંડિત અને સાક્ષરના નથી. એ ત્રણેને અનુસરનારા મોટે ભાગે. ઘણા હોય છે જ્યારે સાધકને સાધ્ય-સાધન દાવનું જોડાણ કરવાનું છે. જેમાં આત્માએ ઉત્તરોત્તર વિકાસ કરી ઉપર ચઢવાનું છે. હકીકતમાં તો સાધ્યદૃષ્ટિના અભાવમાં જ અહંકારની સંભાવના છે. બુદ્ધિ સુધીના ભાવો સાંખ્ય મતાનુસારે જડ પ્રકૃતિથી પેદા થયેલા છે અને જૈનદર્શનને દેશસંગ્રહનય (અપર સંગ્રહનય)થી તે ઇષ્ટ છે. કારણ તે નયે આત્મા પુષ્કરપલાશવત્ નિર્લેપ છે અને જે કાંઈ જગતનું સંચાલન છે તે પ્રકૃતિના ભેદરુપ બુદ્ધિ દ્વારા જ થાય છે. ભવાતીતાર્થયાયી જીવોનું સ્વરૂપ નિસંગતાથી સહિત હોવાથી નિરુત્સુક છે. આવું નિરુત્સુક ચિત્ત પ્રાપ્ત કરવું એ રાધાવેધ સાધવા જેવું છે કારણકે આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અપ્રતિબદ્ધ થવાનું હોય છે. શરીર અને મનનો યોગ હોવા છતાં આત્મા ઉપર તેની કોઈ વિશેષ અસર થતી નથી માટે ભવાતીતાર્થયાયી જીવોને મુક્તક કહ્યા છે. एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि, जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥ ભવાતીતાર્થયાચીનો એક જ માર્ગ- આ ભવાતીતાર્થયાયીઓનો ઉપશમ પ્રધાન (ચિત્તની વિશુદ્ધિ સ્વરૂપ) એક જ માર્ગ હોય છે. ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ જીવોમાં ભિન્ન ભિન્ન શમપરાયણતા હોવા છતાં પણ જેમ સમુદ્રમાં એક જ તીર તરફ - કિનારા તરફ જનારા જીવો સમુદ્રમાં ભિન્ન ભિન્ન સ્થાને રહેલા હોવા છતાં પણ તેઓનો પુરુષાર્થ બધાનો કિનારા તરફ્લો જ હોય છે તેજ રીતે તેઓનો પણ એક જ ઉપશમપ્રધાન માર્ગ હોય છે. 2010_05 Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 દરેક અવસ્થામાં ચિત્તને શાંત, સ્થિર અને સમતોલ રાખવાથી આત્મામાં ઉપશમ ભાવના સંસ્કાર પડે છે. જેને જગતમાંથી કાંઈક મેળવવું છે, કાંઈક જોઈએ છે, કાંઇક થવું છે. આવી અંદરમાં વૃત્તિઓ પડેલી છે તે આત્માઓ બહારથી ધર્મ ક્રિયા કરવા છતાં અંદરથી ઉપશાંત થઈ શકતા નથી. ઉપશમ ભાવ પામવા માટે સાધકનું કુરુક્ષેત્ર મન છે. તેમાં શું પડેલું છે? તેનું વારંવાર સંશોધન થવું જોઈએ. પુદ્ગલ સંબંધી પરિવર્તનશીલ અને વિનાશી પર્યાયિોને વારંવાર વિચારવાથી મનમાંથી તેના પ્રત્યેનો રાગ ઓસરવા માંડે છે અને રાગ નીકળતા પછી તેને કશુંજ મેળવવાની ઇચ્છા રહેતી નથી અને આવી અંદરથી વૃત્તિ, સહન કરવાની વૃત્તિ, સમાધાન કેળવવાની વૃત્તિ આવે ત્યારે જ આત્માનો ખરો સાધના કાળ શરૂ થાય છે નિરીહતા, સહનશીલતા અને સર્વત્ર સમાધાન વૃત્તિ એ ભાવનત્વ છે. એ ઉપશમ ભાવ છે. ઉપરોક્ત ગુણો જ્યાં જોવા મળે ત્યાં ઉપશમભાવ હોય. એક હરિજન સ્ત્રી છે. પતિ મરી ગયો, પછી દીકરો પણ મરી ગયો, દીકરી રાંડી. એક વખતે તેણી નીચે કચરો સાફ કરી રહી છે ઉપરથી કોઈની અગાસીમાંથી ફ્લનું કુંડું તેના માથા ઉપર પડયું. લોહીની ધારા નીકળી - પેલો માણસ ઉપરથી નીચે આવ્યો. બાઈની માફી માંગે છે. તે વખતે બાઈ કહે છે, ભાઈ! કમેં તો રામચંદ્રજીને પણ નથી છોડયા તો મને કેવી રીતે છોડે? માટે તમારે કાંઈ દુ:ખી થવાની જરૂર નથી, કેવી સમતા ? કેવો જવાબ? કેવો સાત્વિક ભાવ? કેવી સમાધાન કળા? આવો ઉપશમભાવ જ જીવને મોક્ષે લઈ જાય છે. કોઈપણ શુભ વસ્તુ વિષયક પ્રણિધાન દ્રઢ બને છે ત્યારે જીવને અંદરથી લયોપશમ થાય છે અને તેથી પ્રણિધાનના બળે ચિત્ત શુભસંસ્કારાત્મક બને છે. આવું શુભસંસ્કારાત્મક ચિત્ત જીવને સતત ઉપશમ ભાવમાં રાખે છે. જયાં ઉપશમભાવ નહિ ત્યાં ધર્મ નહિ • ઇસ્લામ ધર્મવાળા મસૂરને સહન કરી શકયા નહિ. મુસ્લિમોમાં સૂફી સંતો કે જે ખૂબ ઊંચી કોટિના કહેવાયા છે તેમાંના એક સુફી સંત મસૂરને તેઓએ ફાંસી આપી. મજૂરને બ્રહ્મજ્ઞાની - આત્મસાક્ષાત્કાર થયા પછી “હું અનલહક છું.” પરમાત્મા છું. હું બ્રહ્મ છું એમ બોલવા માંડયા. ' મહું બ્રાશ્મિ બોલવા માંડયા. હવે મજૂર પરમાત્માથી જુદો નથી. એમ બોલતા મુસલમાનો વિચારે છે કે હવે આ નાપાક થઈ ગયો. જેથી પોતાને પરમાત્મા કહે છે, ઇસ્લામ ભક્તિમાર્ગ છે અ૬ જમાડશ્ન ની ઘોષણા ભક્તિમાર્ગથી વિપરીત છે. તે લોકો કહે છે કે જો તું બ્રહ્મ છે, પરમાત્મા છે તો હવે ભક્તિ કોની રહે? અને ભક્તિ ન રહે તો પરમાત્મા પણ કેવી રીતે 2010_05 Page #218 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૮૯ હોય ? પછી તો ભજન નથી. બંદગી નથી. પછી સ્મરણ કોનું ? સ્મરણ તો આપણાથી ભિનનું જ હોય. આખરે તેઓએ મન્સુરને ફાંસી ઉપર લટકાવ્યા. છતાં મન્સુરને કોઈ દુ:ખ નથી. લોકો જોવા માટે ઉમટયા છે. ત્યારે મન્સૂર હસે છે. આત્મા ક્ષણવાર લોકોએ હસવાનું કારણ પૂછ્યું તો કહે છે ચાલો. આ બહાને પણ તમે ઉપર જોયું. શાયદ મને જોતાં જોતાં આ મૃત્યુની ઘડીમાં, મૃત્યુના આઘાતમાં તમારી વિચાર પ્રક્રિયા બંધ થઈ જાય અને અંદરનું આકાશ ખુલી જાય, તમને તેના દર્શન થઈ જાય કે જે હું છું. મન્સૂર જો ભારતમાં જન્મ્યા હોત તો લોકો તેમને એક સંત માની લે પૂજત. એમની ગણના મહર્ષિઓમાં થાત પણ તે આરબ દેશમાં પેદા થયા માટે ફાંસી મળી. યહુદીઓ પણ જિસસને સહન કરી શકયા નહિ. તેણે કહ્યું કે હું અને મારો પિતા કે જેમણે મને બનાવ્યો છે તે અમે બંને એક છીએ માત્ર તે ઉપર છે અને હું નીચે છું. આ ઘોષણા યહુદીઓને પસંદ ન પડી. તેમને તેમાં અહંકાર દેખાયો, તેમને પણ યહુદીઓએ ફાંસી આપી. ભક્તિમાર્ગીઓ જ્યારે પોતાની માન્યતામાં કટ્ટર આગ્રહી બને છે ત્યારે તેઓ જ્ઞાનમાર્ગની ઉપાસનાને સમજી શકતા નથી. જ્યાં ઝનુન છે ત્યાં ઉપશમભાવ નથી. આશ્ચર્ય રહસ્ય શંકરાચાર્ય ભ્રમણ કરતાં કરતાં દક્ષિણમાં આવ્યા. ત્યાં તેમણે એક આશ્ચર્ય જોયું. સખત તાપમાં એક ઘાયલ દેડકો ગરમ રેતીમાં પડ્યો રહી તરફ્તતો હતો. દેડકો પાણીમાં રહેનાર કોમળ પ્રાણી છે. કોઈક કારણવશાત્ એના પગ તૂટી ગયા હતા. એ તરફ્ટતા દેડકા પર એક નાગ છાયા બનીને બેઠો હતો જેનાથી દેડકાને તાપ ન લાગે એમને આની પાછળનું રહસ્ય જાણવાની ઇચ્છા થઈ. તેમણે ૠષિ મુનિઓને પુછયું. આનું રહસ્ય શું છે? કેમ કે દેડકો સાપનું ભક્ષ છે છતાં સાપ તેના પર છાયા કરીને બેઠો છે? ૠષિઓએ કહ્યું અહીંની ભૂમિના પરમાણુઓનો આ પ્રભાવ છે કે અહીં હિંસક પણ અહિંસક બની જાય છે. અહીં વર્ષો સુધી શૃંગેરી ૠષિએ આત્મ સાધના કરી છે. તેના આહાર-વિહાર-આચાર-વિચાર અતિ પવિત્ર હતા. એટલા - - માટે આ ભૂમિ અતિપવિત્ર બની ગઈ. આ ક્ષેત્રની સીમામાં આવનાર પ્રત્યેક જીવ અહિંસક બની જાય છે તે આચારથી કોમળ અને હૃદયથી દયાળુ બને છે. આ સાંભળીને શંકરાચાર્યે નિશ્ચય કરી લીધો કે હું પહેલા અહીં જ મઠની સ્થાપના કરીશ. આ ભૂમિ તો તીર્થ છે એટલા માટે પ્રથમ મઠ તેમણે શૃંગેરીમાં સ્થાપ્યો. એક શૂફી કથા થઈ ગઈ. માત્ર પડછાયાથી 2010_05 - - એક માણસ હતો જેણે પોતાના પડછાયાથી ઘૃણા જ નહિં તેના પગના ચિહ્નોથી પણ ઘૃણા થઈ. તે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હવે તેનાથી બચવા ઇચ્છતો હતો. તે ઇચ્છતો હતો કે હવે છાયા ન રહે. તે ખૂબ દૂર દૂર માઇલો સુધી દોડ્યા કર્યો પણ જેટલું દોડ્યો તેટલી તેની પાછળ છાયા પણ દોડતી રહી અને પચિહ્નો પણ પડતા રહ્યા. આખરે એની બુદ્ધિએ કહ્યું કે તમે બરાબર દોડ્યા નથી. તમે તેજીથી દોડ્યા નથી. આખરે તેણે તર્ક કર્યો કે હું જેટલી તેજીથી દોડું છું તેટલી તેજીથી તો છાયા પણ દોડે છે. આમ જો ચાલ્યા કરે તો એનાથી કયારે પણ છૂટાય નહિ માટે મારે જો એનો સંબંધ તોડી નાખવો હોય તો એટલું દોડવું જોઈએ કે જેથી તે મારો પીછો ન કરી. શકે. આખરે તે મરી ગયો. આવી જ દશા માણસની છે. હીરા, મોતી, માણેક, પન્ના જે છાયા તુલ્ય. છે તેને ભરવામાં પડયા છીએ જેથી ધર્મ કરવા છતાં શમપરાયણ ઉપશમભાવ આવતો નથી. સૂફ કહે છે ખેર ! એ લોકોને એટલી તો ખબર છે કે જો હું વૃક્ષની. છાયાની નીચે જઈને બેસી જાઉં તો છાયા પછી રહેતી નથી. સૂર્યની સામે કે સૂર્યની નીચે ઉભો રહું તો છાયા બને છે. તેમ જ્યારે તમે અહંકારની ઘોષણા કરો છો, માન, પ્રતિષ્ઠાને ઝંખો છો ત્યારે છાયા બને છે. પણ જે સન્માન નથી ચાહતા, પદ-પ્રતિષ્ઠા-યશ-ગૌરવ ઇચ્છતા નથી. તો છાયા બનતી નથી. તે પોતે જ છાયામાં જઈને બેસી ગયા હવે છાયા બને જ કેવી રીતે? પછી પગલા પડે જ કેવી રીતે? ભાગવાથી પગલા પડવાના બંધ નથી થતા તે તો બનવાના - અધિક બનવાના. સૂફી કહે છે કે સંસારી જીવોના પગલા તો જલ્દીથી ભૂસાઈ જવાના કારણ ત્યાં લોકો ઘણી ભીડથી ચાલી રહ્યા છે ત્યાં તમારા પગલાની કોણ ચિંતા કરે છે. પણ સાધુ સંતોના જ્યાં પગલા પડે છે ત્યાં કોઈ નથી ચાલતું જ્યાં અધિક સંઘર્ષ, અને વિરોધિતા છે તેમના પગલા અનેક સદીઓ સુધી બન્યા રહે છે. જીવ જે પોતાની ચેતનામાં વિશ્રામ પામી જાય તો જ અહંકારના પગલા ન બને તો આ ધરતી તેનાથી વિકૃત ન થાય. છાયા ન બને અને તેથી છાયાથી બચવાના ઉપાય પણ ન કરવો પડે. “જાગીને જોઉં તો જગત દીસે નહિ” નરસિંહ મહેતા. संसारातीततत्त्वं त, परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥ વળી પ્રધાન એવું સંસારથી અતીત તત્ત્વ નિર્વાણ સંજ્ઞાવાળું છે. અને તે સામાન્યથી એક જ છે. અર્થાત શબ્દથી નિર્વાણનો ભેદ હોવા છતાં પરમાર્થથી સામાન્ય રીતે એક જ છે. સામાન્યથી એટલા માટે કે તે તે વ્યક્તિરૂપે, અવગાહના રૂપે, કાલરૂપે તે આત્માઓમાં ભેદ હોવા છતાં સ્વરૂપથી કોઈ ભેદ નથી. 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શબ્દથી ભેદ છે તે કહે છે. सदाशिवः परं ब्रह्म, सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यते ऽन्वर्थादेकमेवैवमादिभिः ॥ १३० ॥ શ્લોકાર્ધ - અન્તર્થથી એક જ એવું આ નિર્વાણપદ (જુદા જુદા દર્શનકારો વડે) સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા ઇત્યાદિ શબ્દો વડે કહેવાય છે. જૈન દર્શન આત્માની સિદ્ધાવસ્થાને નિર્વાણ શબ્દથી ઓળખાવે છે. તે જ નિર્વાણને જુદા જુદા દર્શનકારો ઉપર બતાવેલા જુદા જુદા નામથી કહે છે. એટલે કે તેમાં નામભેદ હોવા છતાં અર્થભેદ નથી. કેટલાક દર્શનકારો તે નિર્વાણને સદાશિવ કહે છે. તે બરાબર છે કારણ કે મોક્ષમાં ગયેલા આત્માનું હંમેશા કલ્યાણ જ હોય છે. તે નિર્વાણ અવસ્થામાં ક્યારે પણ અકલ્યાણ નથી. ત્રણે કાળમાં મુક્ત બનેલ આત્મા પરિશુદ્ધ છે. સઘળા અલ્યાણોનો તે નિર્વાણ અવસ્થામાં અભાવ થઈ ગયેલ હોવાથી તે સદાશિવ કહેવાય છે. આત્મા સ્વરૂપે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે. સત ચિત આનંદમય છે. તેના મૌલિક સ્વરૂપમાં ક્લેશ કે દુ:ખનું કોઈ નામ નિશાન નથી તેથી અલ્યાણ તેનામાં સંભવતું નથી. પરંતુ અનાદિકાળથી કર્મસંયોગે મલિન બનીને પોતાની શુદ્ધ, બુદ્ધ અવસ્થાને તે ગુમાવી બેઠો છે અને તેથી તે દુઃખ, દારિદ્ર, અપમાન, અયશ, ચિંતા, શોક, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ સઘળા અલ્યાણનો ભોગ બનેલ છે. જ્યારે તે આત્મા પોતાનું મોલિક શાંત, પ્રશાંત, ઉપશાંત સ્વરૂપ સમજીને, તેની શ્રદ્ધા કરીને જ્ઞાની નિર્દિષ્ટ સમ્યગજ્ઞાન પ્રયુક્ત મોક્ષમાર્ગને આચરે છે ત્યારે તેના સઘળા દોષો દૂર થાય છે અને આત્મા એવી અવસ્થાને પામે છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું અલ્યાણ ક્યારે પણ સંભવિત નથી. આવી નિર્વાણ અવસ્થાને કેટલાક દર્શનકારો સદાશિવ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને પરબ્રહ્મ કહે છે. બ્રહ્મ એટલે વ્યાપક તત્ત્વ આ જગતમાં વ્યાપક તત્વ. બે છે. એક આકાશ અને બીજું કેવળજ્ઞાન આત્માની સિદ્ધાવસ્થા, આકાશ ક્ષેત્રથી વ્યાપક છે જ્યારે આત્મા જ્ઞાનથી વ્યાપક છે. આકાશ લોકાલોક વ્યાપક છે જ્યારે કેવલજ્ઞાન લોકાલોક પ્રકાશક છે. આકાશ કરતાં પણ આત્મા મહાન છે કારણ કે પોતે મર્યાદિત ક્ષેત્રમાં રહેવા છતાં દૂર કે નિકટવર્તી જડ ચેતનને પોતાનામાં સમાવે છે. મોક્ષ એ પરંબ્રહ્મ સ્વરૂપ છે અને તે આત્માની સિદ્ધાવસ્થા છે. બૃહત્વ અને બૃહકત્વ વડે હંમેશા સદ્ભાવનું આલંબન હોવાથી તે પરબ્રહ્મ કહેવાય છે. બૃહત્વ એટલે મહાનપણું અર્થાત્ આત્માનો પૂર્ણવિકાસ. 2010_05 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ મોક્ષમાં આત્માનો પૂર્ણ વિકાસ થયેલો છે. આત્મા પર લાગેલા ઘાતી,અઘાતી કર્મના પડલો નીકળી ગયા હોવાથી નિરવધિ આનંદનો ભોક્તા બનેલ છે. અને આત્મ પ્રદેશનું પરમ સ્થિરત્વ ત્યાં રહેલું છે. સંસારી અવસ્થામાં કર્મના ઉદયે જે અનેક વેશ ભજવવા પડતા હતા. અનેક નાટક કરવા પડતા હતા. નાના-મોટા ક્ષુદ્ર જંતુઓના અવતાર લેવા પડતા હતા. આત્માની વિડંબના ,નાલેશી, અપમાન, તિરસ્કાર અનુભવવા પડતા હતા એના દ્વારા આત્માનું ચૈતન્ય સદા દબાયેલું રહેતું હતું તે હવે કર્મનો ક્ષય થવાથી પૂર્ણ અવસ્થાને પામ્યું. આત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતતપ, ક્ષાયિક ભાવના ક્ષમાદિ ગુણો પ્રગટ થયા. સંસારી અવસ્થામાં પુણ્યકર્મ અને અન્ય પરપદાર્થને આધીન બનીને જીવવાનું હતું તેના બદલે હવે પોતે જ પોતાનો આધાર બનીને રહેલ છે. ઘાતી કર્મોના નાશે જ્ઞાન વીતરાગી, અવિનાશી અને પૂર્ણતાને પામ્યું. જ્ઞાન તેના મૂળ સ્વરૂપમાં આવ્યું. તેના કારણે સર્વગુણો પણ પૂર્ણતાને પામ્યા. આત્મા સહજાનંદી, પૂર્ણાનંદી બન્યો. પોતાનું સર્વસ્વ પોતાનામાં જ પ્રગટ થયું. સંસારી અવસ્થામાં હંમેશા તુચ્છ એવા પગલિક પદાર્થો અને પદ્ગલિક ભાવોનું આલંબન લઈને જીવે પોતાના બ્રહ્મસ્વરૂપને કચડી નાખ્યું હતું. જેના કારણે કેવલજ્ઞાન મતિજ્ઞાન બન્યું હતું. શુદ્ધ જ્ઞાન વિકારી બન્યું હતું. સમુદ્ર ખાબોચિયું બન્યું હતું. જેના કારણે જીવ ચારેગતિનો મુસા બની ભટકી રહ્યો હતો તે આત્મા હવે વિકાસની શ્રેણીએ ચઢી પૂર્ણતાને પામ્યો આ તેનું બૃહત્વ છે. અને બૃહકત્વ એટલે અન્ય જીવોને શુદ્ધસ્વરૂપનું દાન કરનાર. અર્થાત પોતાના અવલંબને અન્ય જીવોના પૂર્ણવિકાસમાં નિમિત્ત બનનાર. જેમ અમાવસ્યાની અંધારી રાત્રિએ સમુદ્રની મુસાફ્રી કરતા નાવિકને ધ્રુવનો તારો યોગ્ય દિશા બતાવે છે. તેના સહારે નાવિક સમુદ્રના સામા કિનારે હેમખેમ પહોંચી જાય છે તે આ ધ્રુવના તારાનો ઉપકાર છે. ધ્રુવનો તારો આલંબન રૂપે ન હોત તો નાવિક ગમે તેટલા હલેસા મારવાનો પ્રયત્ન કરત તો પણ નાવ ઇષ્ટ સ્થાને પહોંચત નહિં. તેમ મોક્ષમાં ગયેલા સિદ્ધભગવંતો અન્ય જીવોને મોક્ષે પહોંચવામાં અવલંબન આપે છે. સિદ્ધ ભગવંતોનું અવલંબન લિધા વિના કોઈ પણ આત્મા આગળ વધી શક્તો નથી. ખુદ અરિહંત પરમાત્માઓ પણ સિદ્ધ પરમાત્માના અવલંબને જ અરિહંત થાય છે. સર્વ જીવોનું કલ્યાણ કરવાની કરુણામય દ્રષ્ટિ એ જ અરિહંત પરમાત્માનું આઈજ્ય છે. જો જગતમાં સિદ્ધપણું જ ન હોત તો અરિહંત પરમાત્માઓ જગતના જીવોની કલ્યાણ કરવાની ભાવના કોના અવલંબને કરત? જો સિદ્ધપણું જ ન હોત તો સંસારમાંથી છોડાવીને જગતના જીવોને ક્યાં મોકલવાની ભાવના કરત? આઈન્ય કોના અવલંબને પ્રગટ થાત ? આમ અરિહંત પરમાત્માના આહત્યને 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૧૯૭૩ પ્રગટ કરવામાં સિદ્ધના જીવો પ્રકૃષ્ટ નિમિત્ત બનવા રૂપે ઉપકારક છે. તો પછી બીજા જીવોને માટે તો પૂછવું જ શું? આમ મોક્ષમાં ગયેલા સિદ્ધાત્માઓ પોતે બૃહત્વ એટલે મહાન બનેલા છે અને અન્ય જીવોને બૃહકત્વ અટલે મહાન બનાવનાર છે. આમ મોક્ષમાં ગયેલા આત્માઓને બૃહત્વ અને બૃહકત્વ દ્વારા સદા સદ્ભાવનું જ આલંબન હોવાથી તે પરંબ્રહ્મ કહેવાય છે. સંસારમાં અસદ્ભાવનું અને અસત્ પ્રવૃત્તિઓનું જ બહુધા. આલંબન હતું તે હવે ન રહ્યું પણ સદા સભાવનું જ આલંબન રહ્યું. નિર્વાણ પામેલા આત્માને કેટલાક લોકો “સિદ્ધાત્મા” તરીકે ઓળખાવે છે. અર્થાત્ જેના સઘળા પ્રયોજનો સમાપ્ત થઈ ગયા છે, હવે જેને કાંઈ જ કરવાનું બાકી રહ્યું નથી, આત્મા કૃતકૃત્ય બની ગયો તે સિદ્ધાત્મા છે, સંસારી અવસ્થામાં સઘળું કરે છતાં કાંઈને કાંઈ કરવાનું બાકી રહેતું હતું એટલે કૃતાર્થતા - કૃતકૃત્યતા ન હતી. પદ્ગલિક પદાર્થદ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરવા મથનારને ક્યારે પણ સઘળા. પ્રયોજનો સિદ્ધ થતા નથી કારણ કે જેના દ્વારા આત્મા પૂર્ણતાને પામવાનો પ્રયત્ન કરે છે તે પુગલ જડ છે. વિનાશી છે, ખંડિત છે, અપૂર્ણ છે. જે પોતે જ સ્વરૂપે અપૂર્ણ છે તેને પામીને આત્મા પૂર્ણતાને કેવી રીતે પામી શકે? સંસારમાં અજ્ઞાન અને અવિવેકને પામીને આત્માએ પોતાની જાતને સુખી કરવાના અને સુખની ચરમ સીમાં સ્વરૂપ પૂર્ણતાને પામવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે બધા નિળ જ ગયા. એટલું જ નહિ, દુર્ગતિવર્ધફ બનવા દ્વારા સંસારપરિભ્રમણ કરાવનારા પણ થયા. હવે અજ્ઞાન અને અવિવેકનો નાશ થતાં પોતાના ગુણો દ્વારા જ પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા પોતાના ગુણોમાં જ સાચી વૃતિને પામ્યો. પરમાનંદ અંદરથી જ લાધ્યો અને તેથી હવે બહારમાં કશું જ કરવાનું ન રહ્યું તેથી સાચી કૃતકૃત્યતા પામ્યો. કેટલાક દર્શનકારો મોક્ષમાં ગયેલા જીવની અવસ્થાને “તથાતા” શબ્દથી ઓળખાવે છે. આકાલ સુધી અર્થાત હંમેશને માટે જ્યાં તથાપણું એટલે કે પરમશુદ્ધપણું રહેવાનું છે તેમાં લેશમાત્ર પણ ફર થવાનો નથી તે આત્માની અવસ્થા તથાતા છે. હંમેશને માટે તથાભાવ- એક સરખાપણું હોવાથી મુક્તિને તથાતા શબ્દથી ઓળખાવી છે. એમાં ગ્રંથકારશ્રી તે દર્શનકારોના ગ્રંથની સાક્ષી આપતા કહે છે કે ઉપાદાન કારણ અને નિમિત્તકારણ બંને વડે મોક્ષમાં શાશ્વત અધિકારીપણું હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પદાર્થ સ્વરૂપે શુદ્ધ છે અને પરમસ્થિરત્વ સ્વભાવવાળો છે તેમાં એક સરખી અવસ્થા ન રહેવા દેનાર અર્થાત્ સમયે સમયે તેમાં પરિવર્તનતા લાવનાર ઉપાદાન કારણની મલિનતા છે અને તે 2010_05 Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મલિનતામાં પ્રયોજક આત્મા પર રહેલા શુભાશુભ કર્મના ઉદયરૂપ નિમિત્ત કારણ છે. આ બંનેના કારણે આત્મા તથાતા રહી શક્તો નથી પણ સમયે સમયે અતથાતા બન્યા કરે છે. અનાદિ અનંતકાળથી આત્મા સ્વરૂપથી ચ્યુત થયેલો છે. તેના ઉપયોગ ઘરમાં વિકૃતિ પેઠી છે તેના કારણે કર્મરજ સતત ચોંટ્યા કરે છે. આ બંનેના કારણે એની એક સરખી અવસ્થા કે જે તથાતા છે તે અનુભવાતી નથી. જ્યારે આત્મા ગુરુ ઉપદેશના દ્વારા જ્ઞાનના બળે પોતાની અશુદ્ધ અવસ્થાને જાણે છે અને પછી તેને દૂર કરવા કટિબદ્ધ બને છે ત્યારે મલિનતાનો સંપૂર્ણ નાશ તથા કર્મરજ પણ બધી આત્મા પરથી ખરી પડે છે અને આત્મા ઉપયોગ અને પ્રદેશથી શુદ્ધ બને છે. હવે ઉપાદાન કારણ શુદ્ધ બની ગયું એટલે હવે ઉપાદાન કારણ પોતે જ શુદ્ધાત્મા રૂપે પરિણમી ગયું. તેથી હવે ત્યાં નિમિત્ત કારણ શું અસર કરી શકે? આમ બંને કારણો ભેગા થવાથી સંસારમાં જે આત્માની અતથાતા અવસ્થા હતી તે ન રહી અર્થાત્ બંને કારણો આત્માને અનુકૂળ બની ગયા અને આત્મા એક સરખી પરમશુદ્ધ અવસ્થા રૂપ તથાતાને પામ્યો. આમ મોક્ષમાં તે જીવની સર્વકાલપર્યન્ત નિર્મળતા-સિદ્ધિ એફ રૂપે અચલ રહે છે. માટે તે તથાતા કહેવાય છે. આ તથાતા સર્વપરભાવના વિયોગરૂપ છે અને આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણ પ્રકારના દુ:ખથી રહિત છે. આધ્યાત્મિક દુ:ખ બે પ્રકારના છે- શારીરિક અને માનસિક. જ્વર, શિરોવેદના, શૂળ, ભગંદર, કોઢ વગેરે શારીરિક દુઃખ છે જ્યારે કામ, ક્રોધ, લોભાદિ માનસિક દુ:ખ છે. ચોર, ડાકૂ, સર્પ, વીંછી વગેરેના ઉપદ્રવથી થતું દુ:ખ તે આધિભૌતિક છે. અને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરેના કારણે થતું દુ:ખ આધિદૈવિક છે. મોક્ષમાં આ ત્રણે પ્રકારના દુઃખનો અભાવ છે. આ તથાતા ભૂતકોટિ એટલે જીવમાં ઉચ્ચકક્ષા રૂપ છે. અર્થાત્ પરમાત્મા સ્વરૂપ છે અને ભૂતાર્થફ્લદા એટલે મોક્ષરૂપ ફ્ળને આપનાર છે. તાત્પર્ય એ છે કે સિદ્ધ પરમાત્માનું અવલંબન લઈને અન્ય જીવો સિદ્ધ થાય છે માટે તથાતાને ભૂતાર્થફ્લદા કહી છે. આ પ્રમાણે સદાશિવ વગેરે શબ્દો દ્વારા નિર્વાણ જ કહેવાય છે. કારણ કે ઉપર કહેલ નીતિથી અન્વર્થથી વ્યુત્પત્તિ અર્થથી એક એવું નિર્વાણતત્ત્વ જ સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા શબ્દથી ઘટમાન થાય છે. થમવેત્સાહ = નિર્વાણ તત્ત્વ અન્વર્થથી એક જ કેવી રીતે છે તે કહે છે. तल्लक्षणा विसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥ १३१ ॥ 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૧૯૫ સંસારથી પ્રતિપક્ષી નિર્વાણ છે. નિર્વાણમાં દરેક આત્માનું સ્વરૂપ એક જ છે. બધા જ આત્માના અનંત જ્ઞાનાદિગુણોનો આવિર્ભાવ જ્યાં પરાકાષ્ઠાએ પહોંચેલો છે અને જ્યાં બધા જ આત્માના આનંદવેદનમાં કોઈ ફેર નથી તે નિર્વાણતત્ત્વ છે. નિર્વાણ એટેલ શાંતિ, જ્યાં આત્મા સર્વ પરભાવથી વિરામ પામે છે અને સંસારભાવનો સર્વથા અંત આવી ગયો હોય છે. જ્યાં નિસ્તરંગ સમુદ્રની જેમ વિકલ્પોની હારમાળા શાંત થઈ ગઈ છે. જ્યાં સર્વ વૃત્તિઓ શમી ગઈ છે. વૃત્તિઓનો ક્ષય થઈ ગયો છે અને એકમાત્ર આત્મસ્વરૂપમાં વર્તવારૂપ વૃત્તિ જ જ્યાં છે તે નિર્વાણ તત્ત્વ છે. આવું જે નિર્વાણતત્ત્વ છે તેને જ શ્ર્લોક ૧૩૦ માં સદાશિવ વગેરે શબ્દથી વાચ્ય કરવામાં આવ્યું છે. આવું નિર્વાણ તત્ત્વ ત્રણે કાળમાં એક જ છે. અને તે નિર્વાણને પામવાનો માર્ગ પણ એક જ છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: એક માત્ર મોક્ષની જ ઇચ્છાને તીવ્ર કરવા જેવી છે. બીજે બધેજ નિરાગ્રહી થવા જેવું છે. જ્ઞાની કહે છે કે વસ્તુ ઝેર નથી પણ તારો આગ્રહ એ જ ઝેર છે. ખરેખર જાણ્યું ત્યારે કહેવાય કે અંદરમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ ઝળહળતો હોય ત્યાં પછી અહંકારનો અંધકાર ન હોય. ત્યાં કષાયની ઠોકર ન વાગતી હોય. ત્યાં એક પણ ચિંતા ન હોય. જગતમાં જેને કયારે પણ ચિંતા જ ન થતી હોય તેવો માણસ મળવો મુશ્કેલ છે. ઓછા કે અધિક અંશમાં જીવો ચિંતાથી ઘેરાયેલા છે. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ‘હું આ બધું ચલાવું છું' એવું અંદરમાં થયા કરે તેના ફ્લરૂપે ચિંતા છે. મતભેદ રાખીને કોઈ મોક્ષને પામ્યા નથી. વિચાર કરીને જેણે મતભેદને ટાળ્યો અને પોતાની વૃત્તિને અંતર્મુખ બનાવી તે આત્માઓ જ ક્રમે કરીને મોક્ષ પામ્યા છે. સમસ્ત મતભેદોને છોડીને તે માર્ગ આત્મામાં જ શોધવાનો છે કારણ કે તે માર્ગ આત્મામાં રહ્યો છે. મોક્ષ જે આત્માનો થતો હોય તો મોક્ષનો માર્ગ પણ આત્મા સંબંધે જ હોય અને આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન એ આંતર તત્ત્વ છે, બાહ્ય તત્ત્વ નથી. બાહ્ય તત્ત્વ વિષયો છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આંશિક માર્ગ કહ્યો તે સમ્યગ્દષ્ટ આત્મા મોહની ગ્રંથિ ભેદીને પોતાનામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. આત્મા પોતે પોતાને જાણીને પોતાનામાં રહે એજ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલ મોક્ષમાર્ગ છે. તે ત્રણેકાળમાં એક જ છે. તેમાં ભેદનો કોઈ સંભવ નથી. મોક્ષનો માર્ગ આત્મપરિણતિરૂપ હોવાથી મુખ્યપણે તે આધ્યાત્મિક માર્ગ છે. પરમાર્થ માર્ગ છે. નિશ્ચય માર્ગ છે. ભાવમાર્ગ છે. અંતરંગ માર્ગ છે, બહિરંગ માર્ગ નથી. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે અને થશે તે આ અંતરંગ 2010_05 - Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પરિણતિના વિકાસના બળ ઉપર જ થયા છે અને આને સાધવા જે લિંગ, વેશ અને વ્રતના ભેદો છે તે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ પ્રમાણે હોય છે. તે ત્રણે કાળમાં એક નથી પણ પરિવર્તનશીલ છે પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધતા, તે તો ત્રણે કાળમાં એક જ છે અને તારક તીર્થકર દેવોની આ એક મુખ્ય આજ્ઞા છે કે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ સાધનવડે શુદ્ધ આત્મભાવની પ્રાપ્તિ કરવી તે માટે જ્ઞાની ગુરુની સમીપમાં રહેવું. તેની આજ્ઞાને આરાધવી. જો મોક્ષમાં દરેક આત્માનું સ્વરૂપ એક સરખું છે તો તેના તાત્ત્વિક ઉપાયરૂપ મોક્ષમાર્ગ પણ એક જ હોવો જોઈએ. દુ:ખનું મૂળ આત્માની અનિત્ય દશા છે. સુખનું મૂળ આત્માની નિત્ય દશા છે. નિત્ય એટલે As it is for ever. આ જગતમાં કાળ અનિત્ય છે ક્રમિક અવસ્થા તે અનિત્ય અથતિ સાદિ-સાન્ત છે અને જે અનિત્ય છે તે ભ્રમરૂપ છે. મોક્ષ એટલે આત્માની કાલાતીત અવસ્થા. જ્યાં કાળ નથી ત્યાં અનિત્યતા નથી ત્યાં મોક્ષ છે. જ્યાં કાળ છે ત્યાં અનિત્યતા છે ત્યાં સંસાર છે. દિવસ અને રાત એ કાળ નથી પણ વાતાવરણ છે. Atmosphere છે. દિવસ અને રાત દેવલોકમાં નથી પણ ત્યાં કાળ છે. આપણા આત્મા ઉપર જે આવરણ છે તે દેશ અને કાળ છે તેની અસર જાગ્રતમાં દેખાય છે. નિદ્રામાં દેશ અને કાળ દેખાતા નથી. કયો આત્મા કયા દેવને, કયા ગુરુને કે ક્યા શાસ્ત્રને માને છે તેની ઉપર બહુ ઝોક ન આપતા ગમે તે રીતે પરમાત્માને જાણે છે અને પરમાત્મા થવા સાધના કરે છે તે મહત્વનું છે. આત્માથી જે પર છે અને દૂર પણ છે તેને સાધન બનાવો અને તેના દ્વારા સાધના કરો પણ સાધનનો બોજ માથે ઉપાડીને ફ્રો નહિ. ભગવાનના નામે, ગુરુના નામે કે શાસ્ત્રના નામે ઝઘડો નહિ. જગતના કોઈ ગ્રહો તને નડતા નથી. તારા ગ્રહ જ તને નડે છે. તારામાં જ બધા ગ્રહો પડયા છે. હઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, મઠાગ્રહ, કદાગ્રહ આ બધા આગ્રહ હોય ત્યાં વિગ્રહ થાય જ, જ્ઞાનીને આગ્રહ નથી માટે વિગ્રહ પણ ન થાય. નિર્વાણ પામવા પ્રારબ્ધ પ્રારબ્ધ કરીને બેસી રહેવાનું નથી. એકલા પ્રારબ્ધનું અવલંબન લઈને પુરુષાર્થને છોડી દે તેનું મન સ્વચ્છ રહે નહિ. સમ્યફ પુરુષાર્થ દ્વારા ઉદયમાં આવતા કર્મોને રસહીન બનાવીને ક્ષયોપશમ ભાવ જાળવવાનો છે. જગત અને તેના સંયોગો કર્મના યોગે, કર્મના સંબંધે સત્ય લાગે છે જ્યારે આત્મા તો ત્રણે કાળમાં પરમાર્થથી સત્ય છે. રીલેટીવ સત્ય 2010_05 Page #226 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૯૭ એક દિવસ અસત્ય બનવાનું છે All these are temporary adjustments. જ્યારે આત્મા - પરમાત્મા એ તો પરમેનન્ટ સત્ય છે. દરેક દર્શનકારોના મતે મોક્ષના લક્ષણનો અવિસંવાદ હોવાથી નિર્વાણ તત્ત્વ એક જ છે. જે કારણથી જન્મ - જરા - મૃત્યુનો અયોગ થવા વડે કરીને પરતત્વ મોક્ષ એ દરેક દર્શનકારોના મતે નિરાબાધ, અનામય અને નિષ્ક્રિય છે. તે કારણથી નિર્વાણ તત્ત્વ અન્વર્થથી એક જ છે. મોક્ષમાં કોઈપણ પ્રકારની શારીરિક - માનસિક પીડાઓ ન હોવાથી તે નિરાબાધ છે. દ્રવ્ય અને ભાવ રોગોનો ત્યાં અભાવ હોવાના કારણે તે અનામય છે. કર્તવ્યનો અભાવ હોવાથી નિષ્ક્રિય છે. નિબંધન એટલે ક્રિયાના હેતુનો અભાવ હોવાથી તે નિષ્ક્રિય છે. મોક્ષ પામેલ આત્માના સર્વપ્રયોજનો સિદ્ધ થઈ ગયા છે. જીવને જે અનાદિકાલથી જન્મ - જરા - મૃત્યુ અને ચારેગતિમાં શારીરિક-માનસિક દુઃખોની પરંપરા અનુભવાતી હતી તેથી આ દુઃખોથી મુક્તિ કેમ થાય. તે પ્રશ્નનું સમાધાન થઈ ગયું એટલે હવે તેને કાંઈ કરવાનું રહ્યું નહિ. વળી જીવને જે કાંઈ કરવાપણું હતું તે તો પુદ્ગલસંગે હતું તે પુદ્ગલનો સંગ નીકળી જતા જીવને હવે કાંઈ કરવાપણું રહ્યું નહિ. તેથી તે નિષ્ક્રિક્ય છે. નિષ્ક્રિય કહેવાથી હવે જીવ જડ બની ગયો છે એવું નથી. ચેતન સ્વરૂપ છે પણ હવે સંપૂર્ણ દુ:ખથી મુક્તિ અને પૂર્ણ આનંદવેદન પ્રગટ થયેલ હોવાના કારણે કાંઈ પણ મેળવવાનું બાકી રહેતું નથી તેથી નિષ્ક્રિય છે. હવે આજ વસ્તુના એદંપર્ય - સારને કહે છે. ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ १३२ ॥ આ પ્રમાણે નિર્વાણતત્ત્વ અન્વર્થથી એક જ છે એવું અસંમોહાત્મક જ્ઞાના વડે કરીને પરમાર્થથી નિર્ણય થયે છતે બુદ્ધિશાળીઓને નિવણતત્ત્વની ઉપાસનામાં વિવાદ રહેતો નથી કારણકે મોક્ષસંબંધી તત્ત્વજ્ઞાનમાં = અસંમોહાત્મક જ્ઞાનમાં કોઈ પણ જાતનો ભેદ નથી અન્યથા પ્રેક્ષાવાનપણાનો. વિરોધ આવે. બુદ્ધિ અને જ્ઞાન દ્વારા નિર્વાણતત્ત્વનો માર્મિકબોધ ન થાય તે સંભવિત છે કારણકે તે વખતે માર્મિક બોધ થવામાં પ્રતિબંધક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ તેમજ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મમાંથી કોઈકની કોઈક અંશમાં વિધમાનતા ઘટી શકે છે. જ્ઞાન દ્વારા થતાં તત્ત્વનાનિર્ણયમાં પણ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ હોવા છતાં ચારિત્રમોહનીય 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ કર્મનો ઉદય હોવાથી પ્રભુ શાસનનું તત્ત્વ જે રીતે હૃદયંગમ થવું જોઈએ તે રીતે થતું નથી. જ્યારે અસંમોહાત્મક જ્ઞાનથી નિર્વાણતત્ત્વનો જે બોધ છે, તે તો યોગીઓને એક જ પ્રકારનો હોય છે અને તેથી તેવા યોગીઓ મોક્ષપ્રાપ્તિને માટે અવશ્ય પુરુષાર્થ કરે જ. તેઓને મોક્ષ માટે વિવાદ હોતો નથી. જુદા જુદા વિચારકોના પારમાર્થિક જ્ઞાનમાં પણ જો ભેદ પડે તો બુદ્ધિશાળીપણું જ ના ઘટે. જે વિચારક, પ્રામાણિક અને પ્રજ્ઞાપનીય છે તેઓના જીવનમાં વિશુદ્ધિ હોય છે, આંતરિક ક્ષયોપશમની નિર્મળતા હોય છે તેથી જે વસ્તુ જેવી હોય તે વસ્તુ તેવી જ તેમને દેખાય છે અને તેવી તે માને છે તેથી નિર્વાણ સંબંધી પારમાર્થિક જ્ઞાન પણ બધા પ્રેક્ષાવાનનું એક સરખું જ હોય કારણકે નિર્વાણનું સ્વરૂપ એક જ છે અને તેથી નિર્વાણતત્ત્વની ભક્તિમાં તેઓને મતભેદ ન હોય. અસંમોહ પ્રજ્ઞાવંત જીવો અધ્યાત્મના શિખરે પહોંચેલા હોય છે અને તેથી તેઓને આ સિદ્ધાંત મારો છે અને આ સિદ્ધાંત પારકો છે આવી સંકુચિત દષ્ટિ રહેતી નથી. આત્મીય પરીયો વા સિદ્ધિાન્તો વિપતામ્ ? (ગબિંદુ) ૫ વર છે શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાનમાં ભાવના જ્ઞાનથી અંતઃકરણ નિર્મળ થાય છે. વિવાદ, વિખવાદ ટળી જાય છે. અન્યદર્શનીના વચનને સમજવા માટે પરમ માધ્યસ્થતા જન્મે છે અને જ્યાં જે સારું લાગે તેને વિવેકપૂર્વક ગ્રહણ કરવા માટેની ઉદારતા જન્મે છે. અધ્યાત્મ તત્ત્વાલોકમાં પણ કહ્યું છે કે - જુદા જુદા દર્શનોના જુદા જુદા શબ્દો જોઈને તેને વિશે ક્લહ ન કરવો પણ પરમાર્થતત્ત્વ વિચારવું. (અધ્યાત્મ તત્ત્વાલોક ૩/૧૧૬) અધ્યાત્મ ઉપનિષમાં પણ ઉપાધ્યાયજી મ. લખે છે. સ્યાદ્વાદનો આશ્રય લઈને (અસંમોહાત્મક પ્રજ્ઞા દ્વારા) મોક્ષનો ઉદ્દેશ સમાન હોવાની અપેક્ષાએ બધા દર્શનોમાં જે સમાનતા જૂએ છે તે શાસ્ત્રનો જ્ઞાતા છે (અધ્યાત્મોપનિષદ ૧/૩૦) નય અરુ ભંગ નિક્ષેપ વિચારત પૂરવધર થાકે ગુણ હેરી. વિકલ્પ કરત તાગ નહિ પાયે, નિર્વિકલ્પ તે હેત ભયેરી ” (પૂ. ચિદાનંદજી મહારાજ.) બાળ કક્ષાના જીવો માટે શુભવિકલ્પો ઉપકારક છે. પણ વિકલ્પથી કોઈ વસ્તુનો તાગ અર્થાત અંત પામી શકાતો નથી. પ્રભુ શાસનનો નિચોડ આત્માના અનંત આનંદ વેદનમાં છે અને તે વિકલ્પથી પામી શકાતું નથી શુભ વિકલ્પોમાં જે શક્તિ છે તેના કરતાં અત્યંત અધિક શક્તિ શુદ્ધ આત્મસ્વભાવમાં છે. માટે 2010_05 Page #228 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૯૯ જે શક્તિ છે તેના કરતાં અત્યંત અધિક શક્તિ શુદ્ધ આત્મસ્વભાવમાં છે. માટે ઉચ્ચ કક્ષાના અધિકારી આત્માઓ માટે શુદ્ધ આત્મસ્વભાવમાં તન્મયતા સાધવા શુભવિકલ્પોના ત્યાગનું માન કર્યું છે. અસંમોહ પ્રજ્ઞાવંત જીવો વિકલ્પથી ઉપર ઉઠેલા હોય છે અને સ્વરૂપમાં ઠરનારા હોય છે તેથી તેઓ નિર્વાણતત્ત્વની જ ઉપાસના કરી રહેલા હોય છે. પોતે સ્વયં દુ:ખથી મુક્ત થવું અને બીજાને દુ:ખથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો એ સાચા બુદ્ધિમાનનું કર્તવ્ય છે. જ્યારે આંતરિક શુદ્ધિ વધે છે અને હૃદય વિશાળ બને છે ત્યારે જીવને જેમ પોતાનું દુ:ખ ઇષ્ટ નથી હોતું તેમ બીજાનું દુઃખ પણ ઈષ્ટ નથી હોતું અને તેથી સર્વજીવો દુ:ખથી મુક્ત બને તો સારું, આવો વિશુદ્ધ ભાવનાનો પ્રવાહ અંદરમાં વહે છે. વિવાદ એ તો અજ્ઞાની જીવોનું કાર્ય છે કારણકે તેઓ આપાત સુખમાં સુખ માને છે. જેમ જીવને વિષયના ભોગવટામાં સુખ અનુભવાય છે તેમાં વિવાદમાં પણ જીવને સુખ ભાસે છે. આ તામસ ભાવ છે. જ્યારે ઉપશમા ભાવમાં જે સુખ છે તે આત્માના ઘરનું છે. સાચો જિજ્ઞાસુ વિવાદમાં ઉતરવાનું પસંદ કરતો નથી તે તો બીજાને શાંતિથી સાંભળશે. જેટલા ઊંડાણમાં ગયા છે તેમણે બીજાને શાંતિથી સાંભળ્યા છે. અંદરથી શાંત બન્યા વિના કોઈ રીતે મોક્ષનો માર્ગ હાથમાં આવતો નથીમાટે સાધક દશા તે છે કે જે આત્મા કર્મના ઉદયે જે સ્થાનમાં રહ્યો છે ત્યાં તેણે પોતાની ચેતનાને શાંત, પ્રશાંત અને ઉપશાંત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાહ્યક્રિયા ભલે કરો પણ જે કાંઈ પણ કરો તેના દ્વારા આંતર ક્રિયા થવી જોઈએ એ લક્ષ્ય રહેવું જોઈએ. વિવેક અને વિવેકપૂર્વકની એકાગ્રતાથી આંતરક્રિયા થાય છે. ઉપવાસ જરૂર કરવાનો છે, દાન જરૂર કરવાનું છે પણ તે કર્યા પછી ઉપવાસ કે દાનને યાદ નથી કરવાના પણ આત્માને યાદ કરવાનો છે આ છે આંતરક્રિયા. સ્વમાં સ્થિર થવાનું છે. શબ્દનો અર્થ કરવો એટલે શબ્દાર્થ કરવો. પરંતુ શબ્દનો પરમાર્થ કરવો એટલે સ્વયં પરમાત્મા બનવું તે. નિશ્ચયનયનો આશ્રય લીધા વિના નિશ્ચયથી ચારિત્ર કેવી રીતે પરિણમશે? બુદ્ધિ અને જ્ઞાન પૂર્વકના કાર્યોથી આગળ વધીને અસંમોહ પૂર્વકના કાર્યો કરવા માટેની વાત ગ્રંથકાર કરી રહ્યા છે. તે સ્થિતિએ પહોંચવા માટે આત્માએ કયાંય ક્લેશ, સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદ, વગેરેમાં અટવાવાનું નથી. સંસારમાં રહીને જે કલેશ પ્રધાન જીવન જીવશે તે ચારિત્ર લેશે તો પણ મોક્ષમાર્ગ સાધી શકશે નહિ. લૌકિક ક્ષેત્રમાં રહીને ધર્મના ભાવો કરશું તો જ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકશું. જે સંસારને પણ સ્વર્ગ અને નંદનવન જેવો બનાવે છે તે આગળ જતા મોક્ષમાર્ગ પામે છે. 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ધર્મનો ટેકો લઈને - ધર્મપુરુષાર્થનો ટેકો લઈને નરક તિર્યંચગતિ ટાળવાની છે તેમ મોક્ષ પુરુષાર્થનું અવલંબન લઈને દેવ-મનુષ્યગતિ ટાળવાની છે તે માટે નિર્વિકલ્પદશામાં - જ્ઞાન-ધ્યાનમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. ધર્મક્રિયાનો એ પ્રભાવ છે કે જીવને દેવ - મનુષ્યગતિ આપે છે. પરંતુ દેવમનુષ્ય ગતિને પામવી એટલો જ ધર્મનો અર્થ નથી. દેવ-મનુષ્ય ગતિને પામવા માટે ધર્મ છે એવું પણ નથી. ધર્મ તો સ્વરૂપને નિરાવરણ કરી આત્માના આનંદ વેદનને પામવા માટે છે. મહાવીર પરમાત્માએ દીક્ષા લીધા પછી વરા વર્ષ સુધી ધ્યાન સિવાય બીજું કાંઈ જ કર્યું નથી જ્યારે આજે આપણે દીક્ષા લીધા પછી ધ્યાનનો સ્પર્શ પણ કરતા નથી. નિરંતર સ્વરૂપને ઝંખે તો જ ગ્રંથિ ભેદાય અને આ જ દશામાં આગળ વધતા ક્ષપકશ્રેણી મંડાય છે. ઇન્દ્ર અને ચક્રવર્તી કરતા પણ અનંતગુણી પુચ્ચાઈ હોય જીવને આવું સુંદરતમ આત્માનું જ્ઞાન-ધ્યાન લાગે છે. પરમાત્માની આજ્ઞા વિકલ્પ રહિત થવાની છે એમ જ્યારે બરાબર બેસશે ત્યારે જ આપણે ભૂલભૂલામણીના માર્ગમાંથી બહાર નીકળી શકશું. વિચારોનો આગ્રહ એ પણ એક સંસાર છે. જેમ અશુભ વિચારના આગ્રહથી નુકસાન થાય છે તેમ શુભવિચારના આગ્રહથી પણ નુકસાન થાય છે. વિચારોના આગ્રહથી જ સંપ્રદાયવાદમાં એક બીજા સાથે સંઘર્ષ થાય છે. જૈનધર્મ શ્રેષ્ઠ છે તે માત્ર ધર્મપુરુષાર્થથી નહિ પરંતુ મોક્ષ પુરુષાર્થથી. છે. ધર્મપુરુષાર્થમાં બહારના સાધનની પ્રધાનતા છે અને તેના અવલંબને શુભભાવની મુખ્યતા છે. જ્યારે મોક્ષ પુરુષાર્થમાં બાહ્ય સાધનની ગણતા હોય છે અને ઉપયોગની સાધના જ નિશ્ચયરૂપે હોય છે, મોક્ષ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ વગરનો નથી તેમ ધર્મ પુરુષાર્થ પણ મોક્ષ પુરુષાર્થ વગરનો ન હોવો જોઈએ. નિશ્ચયથી ધર્મ સમજનારને વ્યવહાર ધર્મ સહજ બની જાય છે. નિશ્ચયથી આત્મધર્મ અને આત્માની નિર્વિકલ્પ અવસ્થા સમજતા નથી એટલે જ નિશ્વય નિરપેક્ષ વ્યવહાર ધર્મથી સંઘર્ષ થાય છે. ફાંટા પડે છે. નિશ્ચયનિરપેક્ષ વ્યવહારધર્મમાં બુદ્ધિની પ્રધાનતા હોય છે અને ત્યાં કરાતા કાર્યો એ બધા બુદ્ધિ પૂર્વકના કાર્યો છે. બુદ્ધિ એ ભેદ 'તરફ લઈ જાય છે. વિકલ્પોની ઉપાસના કરાવે છે. સંસાર આખો ભેદથી ચાલે છે. પુગલતત્ત્વ સ્વયં ભેદરૂપ - ખંડિત છે અને એમાં જ્યારે ધર્મના નામે બુદ્ધિનું જોર વધે છે ત્યારે બહારથી ધર્મક્રિયા થતી હોવા છતાં ઉપયોગમાં મોહનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. અજ્ઞાન અને મોહને લઈને જીવ સંસારમાં રખડે છે તેમ સાધનમાં સાધ્ય બુદ્ધિ કરીને પણ રખડે છે. 2010_05 Page #230 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨૦૧ અસંમોહ પ્રજ્ઞાવંત જીવોના હૃદયમાં બુદ્ધિ તત્ત્વ નીકળી ગયેલું હોય છે. વિકલ્પોની માયાજાળમાંથી આત્મા બહાર નીકળી ગયેલો હોય છે અને ગુણગ્રાહીં દૃષ્ટિના કારણે અંદરમાં ઠરેલો હોય છે. તેમાં તે પરમશાંતિ અને પરમસુખ અનુભવે છે તેથી તેને અનુભવના માધ્યમે આ વાત સમજાયેલી હોય છે કે અંદરમાં ઠરવું એજ નિવણને પ્રાપ્ત કરવાનો ઉપાય છે એટલે એ આત્માઓ પછીથી ગમે તે સ્થાનમાં રહીને આરાધના કરતા હોય કે ગમે તેની ઉપાસના કરતા હોય તો પણ તેઓ અસંમોહ પ્રજ્ઞાવાળા હોવાના કારણે નિર્વાણતત્ત્વના જ ઉપાસક છે કારણકે આ ઉપાસના તેમને નિર્વાણની નજીકમાં લઈ જાય છે. જ્યાં ભળે છે ત્યાં જ બધા તોફાનો થવાનો સંભવ છે. બુદ્ધિ નીકળી ગયા પછી તો ભેદ તત્વ જ નીકળવા માંડ્યું અને આત્મા અભેદ તરફ પ્રયાણ કરવા માંડયો. ભેદમાંથી નીકળીને અભેદ તરફ જવું, રાગમાંથી નીકળીને પ્રેમ તરફ જવું, ભોગમાંથી નીકળીને યોગ તરફ જવું, અહમ માંથી નીકળીને અહં તરફ જવું, વિકલ્પમાંથી નીકળીને નિર્વિકલ્પ તરફ જવું એ સાધનાનો મર્મ છે. ઉપયોગ જ્યાં સુધી દોષોથી, વિકલ્પોથી ખરડાયેલો હોય છે ત્યાં સુધી ' જીવને નિવણતત્ત્વની ઉપાસનામાં ભેદ થાય છે તે નીકળી જતા પછી તેમાં ભેદ રહેતો નથી. સંસારમાં જીવ અહમભાવથી કર્મમાં તીવ્રરસ બાંધે છે. જ્યારે તારક તત્ત્વો પ્રત્યે નમનભાવ આવેથી સંસારના ભોગમાં પણ રસ અલ્પ પડે છે. વિદનો નડતા નથી. અશુભ શુભમાં પલટાય છે. દેહાધ્યાસ તૂટે છે. દર્શનાચારનો સંબંધ કેળવાય છે. તેનાથી પંચપરમેષ્ઠિ અને શ્રુતજ્ઞાન સિવાય જગતમાં કશું જ શ્રેષ્ઠ નથી એવી પ્રતીતિ થાય છે. જીવ માત્રને સિદ્ધ સ્વરૂપે જીવાથી દર્શનાચાર પૂર્ણ બને છે. દેહભાવે સંસારના પદાર્થ તરક્કી. દૃષ્ટિ તે અનાચાર છે. અહમ્ ભાવ એ સંસારનો Spirit છે જેને નમનભાવથી પાંચે આચારમાં વાળવાનો છે સ્યાદ્વાદનો આશ્રય લઈ અપૂર્ણ એવા આત્માને પૂર્ણ બનાવવાનો છે સ્યાદ્વાદ એ ખંડિત તત્ત્વ નથી પણ પૂર્ણતત્ત્વને ઓળખાવનાર જ્ઞાનકળા છે. અધ્યાત્મશાસ્ત્ર પરિણમે તો અંદરનું પ્રેમ તત્ત્વ પ્રગટ થાય છે. આત્માના ગુણો સાથે એકતા સધાય છે અને દુઃખનો અંત આવે છે. આપણા વર્તમાન કાળના ઉપયોગમાં ભૂત, ભવિષ્યના ધમપછાડા ચાલ્યા કરે છે. કર્તા-ભોક્તાભાવ વર્તે છે. તેને કારણે સંસાર અસાર છે, દુઃખરૂપ છે, 2010_05 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ અનિત્ય છે. વર્તમાન કાળથી સ્વરૂપને પકડવા માટે ધ્યાન છે. આપણા ઉપયોગમાં પર દ્રવ્ય-ક્ષેત્ર - કાળ - ભાવ વર્તે છે એટલે આપણો વર્તમાન ઉપયોગ મૂર્શિત બને છે. પર દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ નીકળી જાયતો નિર્મોહતા આવે છે તેને પામવા માટે બધા દર્શનોએ સાધના કરવાની દૃષ્ટિઓ આપી છે. જેના વડે રાગને કાઢી શકાય છે માટે ળની અપેક્ષાએ બધી સાધના સરખી છે. બોદ્ધ કહે છે પ્રકૃતિ છે પણ ક્ષણિક છે. વેદાંત કહે છે પ્રકૃતિ છે જ નહિ. ગમે તે સાધના વડે રાગ કાઢો એ સાધનાનો સાર છે. અનાદિકાળથી જીવા અને પુદ્ગલનો સંબંધ સંસારરૂપે છે. તે ઉપચરિત છે એટલે સંસારથી છૂટવા. માટેની સાધના પણ ઉપચરિત છે કારણકે સાધના પુરી થયે સાધના રહેતી. નથી. सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् ।। आसन्नोयमृजुर्मार्गस्तद् भेदस्तत्कथं भवेत् ॥ १३३ ॥ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ આ ત્રણ પ્રકારના જ્ઞાનમાં બુદ્ધિ અને જ્ઞાન દ્વારા નિર્વાણતત્ત્વનો માર્મિક બોધ થતો નથી પરંતુ અસંમોહ જ્ઞાન દ્વારા નિર્વાણતત્ત્વનો બોધ જે થાય છે તેમાં કોઈપણ પ્રકારનો ભેદ હોતો નથી અને તેથી તેઓને મોક્ષની પ્રાપ્તિને વિષે વિવાદ હોતો નથી એ વાત આગળના શ્લોકમાં કહ્યા પછી હવે એ વાત કરે છે. નિવણિની પ્રાપ્તિનો માર્ગ એ સર્વજ્ઞતાપૂર્વકનો માર્ગ છે અર્થાત જેને નિર્વાણ પામવું હોય તેને સર્વજ્ઞ થવું જ પડે. ત્રણેકાલમાં આ વાત સિદ્ધ છે કે સર્વજ્ઞને જ નિર્વાણની પ્રાપ્તિ થાય. અસર્વજ્ઞ કદીપણ નિર્વાણ પામી શકે નહિ માટે નિર્વાણને પામવા સર્વજ્ઞપણું પામવારૂપ માર્ગ એ સરળ માર્ગ છે તેનું કારણ એ છે કે સર્વજ્ઞ તે છે કે જે બધું જ જાણતા હોય. નિર્વાણની પ્રાપ્તિ માટેના બધા જ માર્ગો જેને ખબર હોય અને જેને બધા જ માર્ગોની ખબર હોય તે વ્યક્તિ જ્યારે માર્ગ બતાવે ત્યારે તે માર્ગ સરળ જ હોય અને જે માર્ગ સરળ હોય તેમાં ભેદ ન હોય. અને જો ભેદ હોય તો પછી તે સરળ કહેવાય નહિ. બે બિંદુઓને જોડતી ટૂંકામાં ટૂંકી રેખા એક જ હોય, તે સરળ હોય અને તેમાં ભેદ હોય નહિ. પોતે રાગ - દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત હોય તેને વક્ર માર્ગ બતાવવાનું કોઈ પ્રયોજન નથી. ખોટોમાર્ગ, વિપરીત માર્ગ, વાંકોચૂકો માર્ગ બતાવવાના કારણ એ છે કે, તે પોતે સાચા - સરળ માર્ગથી અજ્ઞાત હોય તો સંભવ છે કે વિપરીત માર્ગ બતાવે. અને કદાચ પોતે સમ્યગમાર્ગ - સરળમાર્ગ જાણ પણ હોય પરંતુ અંદરમાં જો રાગ-દ્વેષાદિ ભાવો પડેલા હોય તો પણ પોતાને જેની પ્રત્યે દ્વેષ હોય તેને ખોટો માર્ગ બતાવે એવું બને. પરંતુ જે સર્વજ્ઞ છે. તે તો પાછા 2010_05 Page #232 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૦૩ વીતરાગ છે. જેમ સર્વજ્ઞ વિના નિર્વાણની અનુપપત્તિ છે, અઘટમાનતા છે તેમ વીતરાગતા વિના સર્વજ્ઞતા પણ કોઈ રીતે ઘટી શકતી નથી અને તેથી ત્રણે કાળમાં આ શાશ્વત સનાતન સિદ્ધાંત છે કે જે વીતરાગ બને તે જ સર્વજ્ઞ બને અને જે સર્વજ્ઞ બને તે જ નિર્વાણને પામે. . આમ સર્વજ્ઞમાંથી તો રાગ-દ્વેષ અને અજ્ઞાનની ત્રિપુટી નીકળી ગયેલી હોવાથી તેને ખોટો માર્ગ કે વક્ર માર્ગ બતાવવાનું પ્રયોજન જ રહેતું નથી અને તેથી જગતમાં વ્યક્તિભેદે સર્વજ્ઞ અનેક હોવા છતાં તે બધાનું સ્વરૂપ તો એક જ છે અને તેથી દરેક સર્વજ્ઞ બતાવેલો નિર્વાણ પ્રાપ્તિનો માર્ગ પણ એક જ હોય અને તેથી સર્વજ્ઞમાં મતભેદ કેવી રીતે હોય? જગતમાં મતભેદ તો ત્યાં જોવા મળે કે જે સર્વજ્ઞ નથી. અર્થાત અજ્ઞાની છે. જ્યાં વસ્તુ સ્વરૂપનું યથાર્થજ્ઞાન ન હોય અને પાછા અંદરમાં રાગ-દ્વેષાદિ વિકારોની તીવ્રતા હોય ત્યાં જ જીવો પોતપોતાની વાતને સાચી ઠેરવવા અને બીજાની વાતોને ખોટી સિદ્ધ કરવા બુદ્ધિનો દુરુપયોગ કરે છે. રાગ-દ્વેષાદિ વિકારોથી વાસિત બુદ્ધિ અહંકાર ગ્રસ્ત હોય છે અર્થાત બુદ્ધિને અહંકારની સાથેનો બહુ નિકટનો સંબંધ છે. બુદ્ધિના આધારે જ અહંકાર જીવે છે તેથી બુદ્ધિને દૂર કરવી હોય અને સાચા જ્ઞાની - પ્રાજ્ઞ પુરુષ બનવું હોય તો બુદ્ધિની સાથે રહેલ અહંકારને છોડી દેવો જોઈએ. જ્યારે વ્યક્તિ જાણવા છતાં હું કશું જ જાણતો નથી એવા ભાવમાં રહે છે ત્યારે બુદ્ધિને અહંકારનો ટેકો મળતો નથી અને તેથી બુદ્ધિ હવે શાંત થવા માંડે છે. બુદ્ધિમાંથી વિકલ્પો ઘટવા માંડે છે આમ જેમ જેમ બુદ્ધિ તત્વ શાંત થતું જાય છે તેમ તેમ બુદ્ધિ સુધરતી જાય છે અને સુધરેલી બુદ્ધિ જ અંતે પ્રજ્ઞાનું સ્થાન લે છે. શાસ્ત્રીય પરિભાષામાં તે વ્યક્તિને જ્ઞાની કહેવાય છે. આ જ્ઞાનમાંથી પણ વિશેષ પ્રકારે મોહનો નાશ થાય છે ત્યારે પ્રજ્ઞા સ્વરૂપમાં કરે છે અને આ સ્વરૂપમાં ઠરેલી પ્રજ્ઞાને જ અસંમોહ જ્ઞાન કહેવાય છે. અસંમોહ પ્રજ્ઞાવંત જીવોને મોહનો વિશેષ કરીને નાશ થયેલો છે પણ સંપૂર્ણ પણે નાશ થયો નથી. જ્યારે સંપૂર્ણ મોહનો નાશ થાય છે ત્યારે તે જ આત્માઓ વીતરાગ સર્વજ્ઞ બને છે. અહંકારના માધ્યમથી આવતો આત્માનો જ્ઞાન પ્રકાશ તે બુદ્ધિ છે જ્યારે અહંકારનું માધ્યમ નીકળી જાય છે ત્યારે તે આત્માનો ડાયરેકટ પ્રકાશ તે જ્ઞાન છે અને તેવા જ્ઞાનવાળો જ્ઞાની પુરુષ કહેવાય છે. અજ્ઞાનીને અને જ્ઞાનીને બંનેને અહંકાર હોય છે પરંતુ અજ્ઞાનીને સજીવ અહંકાર હોય છે જ્યારે જ્ઞાનીને નિર્જીવ અહંકાર હોય છે. જ્ઞાનીને અહંકાર મરણ પથારીએ પડેલો હોય છે. જેમાં એક બળવાન યોધ્ધો કે ગુંડો હોય પણ યુદ્ધની ભૂમિ ઉપર ઘાયલ થઈને પડેલો હોય, 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તેના બે હાથ અને બે પગ કપાયેલા પડ્યા હોય તો પછી તેની બધી તાકાત કોઈ કામની રહેતી નથી. તે જીવતો હોવા છતાં તે મરેલા જેવો છે તે જ રીતે જ્ઞાનીનો અહંકાર આવો નિર્બળ થઈ ગયો હોય છે પરંતુ જો તે અહંકારનું ઉપરાણું લેવામાં આવે તો તેને પાછો સજીવ થતાં વાર લાગતી નથી. અંદરમાં સુખ વર્તતું હોય ત્યાં સુધી કોઈ માણસ કોઈનું કશું બગાડતો નથી. દુ:ખીયો જીવ જ બીજાનું બગાડે છે. સમ્યગ્રષ્ટિ જીવ જ્ઞાની બનેલો છે તે અંદરથી સુખી છે તો તેને બહારથી કોઈનું બગાડતો નથી. પણ અંદરથી કષાયોથી દુઃખીયો બનેલો જીવ જ બહારથી બીજાનું બગાડે છે. નિર્વાણની પ્રાપ્તિનો માર્ગ સર્વજ્ઞતા પૂર્વકનો છે અને એવા સર્વજ્ઞ દ્વારા જ્યારે નિર્વાણનો માર્ગ બતાવવામાં આવે ત્યારે તેમાં મતભેદ કેવી રીતે હોઈ શકે? આમ સર્વજ્ઞોમાં કે સર્વજ્ઞ દ્વારા બતાવેલા માર્ગમાં તો મતભેદ ન જ હોય પરંતુ સર્વજ્ઞના માર્ગે ચાલતા જ્ઞાની પુરૂષોમાં પણ મતભેદ ન હોય કારણકે સાચા અર્થમાં જ્ઞાની છે અને જ્ઞાની તે જ કહેવાય કે જેને મતભેદ ન પડે. જ્યારે શબ્દના અર્થ કરવામાં આવે છે ત્યારે એક જ શબ્દના અનેક અર્થ સંભવિત હોવાના કારણે ભિન્ન ભિન્ન અર્થનું ગ્રહણ કરતા મતભેદ, ક્લેશ, સંઘર્ષ, થતા હોય છે પરંતુ જ્ઞાની તો તે છે કે જે શબ્દનો અર્થ નથી કરતા પરંતુ શબ્દનો પરમ અર્થ કરતા હોય છે અને દરેક શબ્દનો પરમ અર્થ એ જ છે કે પુગલભાવમાંથી બચી, કષાયભાવમાંથી બચી, આત્મભાવમાં રહેવું. આવો જ્યાં પરમાર્થ હોય ત્યાં મતભેદ કયાંથી હોય? સર્વજ્ઞના શાસનને પામ્યા પછી પણ જો ત્યાં મતભેદ, ક્લેશ, સંઘર્ષ વગેરે શાસ્ત્રના નામે જોવા મળતા હોય તો ત્યાં સમજવું પડે કે માત્ર ત્યાં શબ્દાર્થ થાય છે. પરમાર્થ થતો નથી. અજ્ઞાની શબ્દાર્થ કરે જ્યારે જ્ઞાની પરમાર્થ કરે, એટલા જ માટે કહેવત પણ પડી કે ૧૦૦ ડાહ્યા ભેગા થાય તો તેમનો એક જ મત હોય છે જ્યારે ૧૦૦ મૂર્ખાઓ ભેગા થાય તો તેમના ૧૦૧ મત હોય છે માટે જ મૂર્ખની સભાના મોનીટર બનવા કરતાં જ્ઞાનીની સભાના ચપરાસી બનવામાં પણ લાભ છે. મન અને બુદ્ધિના થર નીકળે પછી આત્માનો પ્રકાશ પ્રાપ્ત થાય છે નેશ્ચયિક દૃષ્ટિ આવ્યા પછી બુદ્ધિને તાળા મરાઈ જાય છે. બુદ્ધિ છુપાઈ જાય. છે તે અંદરમાં હોવા છતાં લગભગ કામ કરતી નથી. તત્ત્વનિષ્ઠા વધે છે. તત્ત્વનિષ્ઠ પ્રત્યે સર્વાર્પણ આવે છે. તત્ત્વનિષ્ઠના સમાગમમાં બહુલતા રહેવાનું થાય છે. તેથી અહંકાર લગભગ ઓગળી જાય છે અને પોતે તત્ત્વનિષ્ઠ બને છે. તત્ત્વનિષ્ઠ હંમેશા આત્માનુશાસનમાં હોય છે. વ્યક્તિનિષ્ઠ અહંકારના અનુશાસનમાં હોય છે તેને અહંકારનું સાતત્ય રહે છે તેથી શાસ્ત્રો ભણવા છતાં, જ્ઞાન વધવા છતાં તત્ત્વમાં પ્રવેશ થઈ શકતો નથી. વ્યક્તિનિષ્ઠને તત્ત્વ 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળો ભાગ - ૩ ૨૦૫ પરવડતું નથી. વ્યક્તિનિષ્ઠને પોતાના વ્યક્તિત્વને જાળવવાની સતત ચિંતા. હોય છે. તત્ત્વનિષ્ઠને કોઈ ભય હોતો નથી. તેનો કોઈ વિરોધી હોતો નથી. તેને કોઈની સાથે મતભેદ પડતો નથી. પોતે પ્રેમસ્વરૂપ છે તેથી પોતાની પાસે આવનારને પોતાનામાં ઓગાળી નાંખે છે. આકાશ અને હવા કોઈની સાથે લડવા જતા નથી. કોઇની સાથે મતભેદ ઊભા કરતા નથી તેમ તત્ત્વનિષ્ઠને પણ કોઈની સાથે વિરોધ, મતભેદ, સંઘર્ષ ઊભા થતા નથી. આમ ગ્રંથકારે નિર્વાણની પ્રાપ્તિનો માર્ગ એ સર્વજ્ઞતા પૂર્વકનો છે અને તેને બતાવનાર સર્વજ્ઞ છે. તેથી તે સર્વજ્ઞોમાં કયારેય પણ મતભેદ હોતો નથી એ વાત સિદ્ધ કરી અને તેથી સર્વજ્ઞના ઉપાસકો પણ બધાજ નિર્વાણ તત્વની જ ઉપાસના કરી રહ્યા છે માટે તેમની ઉપાસનામાં પણ કોઈ ભેદ નથી. શંકા : જો બધા સર્વજ્ઞોમાં એક સરખાપણું જ છે તો પછી બધાની દેશનામાં જુદા જુદાપણું કેમ છે ? તેનું સમાધાન કરે છે. चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ તેવા પ્રકારના શિષ્યોના લાભને અનુસરીને કપિલ, સુગતાદિની દેશના ભિન્ન ભિન્ન છે કારણ કે આ મહાત્માઓ-સર્વજ્ઞો સંસાર રૂપી વ્યાધિનો નાશ. કરવા માટે શ્રેષ્ઠ કોટીના ધન્વન્તરી વેધ સમાન છે. વૈધો જેમ બધા ઓષધ જાણે પણ જે રોગીને જે ઔષધથી રોગ દૂર થાય તે જ ઔષધ આપે તેમ સર્વજ્ઞો પણ બધું જ જાણે છે છતાં જેને જે રીતે ઉપકાર થાય તે રીતે દેશના આપે, કારણ કે શ્રોતાઓ ભિન્ન ભિન્ન કક્ષાના હોય છે. જેમ કપિલ ઋષિએ પોતાના શિષ્યોને દ્રવ્યાર્થિક નય પ્રધાન નિત્યત્વની દેશના આપી. કારણકે આત્માદિ પદાર્થને જો નિત્ય ન માનવામાં આવે તો કાલાન્તરમાં આત્માનો નાશ તો નક્કી જ છે અને જો આત્માનો જ નાશ થતો હોય તો પછી મોક્ષ કોનો? મોક્ષ માટે પ્રયત્ન શા માટે? કોના સુખ માટે પ્રયત્ન કરવો? કોની ચિંતા કરવી? કોની પ્રગતિ માટે પુરુષાર્થ કરવો? કોના હિતાહિતની ચિંતા કરવી? ઇત્યાદિ અનેક પ્રશ્ન સંભવે અને તેથી જીવોની કલ્યાણકારી માર્ગમાં પ્રવૃત્તિ ન થઈ શકે. તેથી જીવોનું હિત થાય અને મોક્ષ માટે પુરુષાર્થ કરી કાયમી દુ:ખથી મુક્તિ મેળવે એ આશયથી કપિલ ઋષિએ કાલાન્તરમાં થનાર આત્માના નાશરૂપ અપાયથી ભીરૂ-ચિંતિતા જીવોને આશ્રયિને જેમાં પર્યાયની ગણતા છે એવી દ્રવ્યપ્રધાન નિત્યત્વની દેશના આપી અર્થાત્ આત્મા તો નિત્ય જ છે. સદા રહેવાના સ્વભાવવાળો છે. તેથી 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પરલોકમાં જનારો તેમ જ મોક્ષ પામનારો પણ તમારો આત્મા છે. તમે હતા છો અને રહેવાના છો. તમારા અસ્તિત્વને મીટાવી દેવાની તાકાત કોઈનામાં નથી. માટે આત્માના હિતમાં જ પુરુષાર્થ કરવો ઉચિત છે પણ જેનાથી આત્માનું અહિત થાય એવી પ્રવૃત્તિ કરવી તમારે ઉચિત નથી. આમ કહેવા દ્વારા ગૌણ રીતે ભોગાદિમાં પ્રવૃત્તિ કરવી તમારા માટે બરાબર નથી. એનાથી આત્મા મલિન થાય છે. દુર્ગતિમાં જાય છે એ વાતનું પણ સૂચન આવી જાય છે. અર્થાત્ ભોગો વિનાશી છે અને તેમાં પ્રવૃત્ત થવાથી તમારે પણ જન્મ મરણાદિ કરવા પડે છે. - આમ સર્વજ્ઞ એવા કપિલૠષિને આત્માનું અનિત્યપણું અપેક્ષાએ છે એ વાત ખ્યાલ હોવા છતાં તેમણે નિત્યત્વની દેશના આપી તેમાં તે જીવોનું તે જ રીતે હિત જોયું હતું માટે દ્રવ્યપ્રધાન નિત્યત્વની દેશના આપી. તે જ રીતે સુગત સર્વજ્ઞે પોતાના શિષ્યોને પર્યાયપ્રધાન અનિત્યત્વ ની દેશના આપી કારણકે તે કાલમાં જીવો ભોગને વિશે આસ્થાવાળા હતા. ભોગ ભોગવવામાં જ આપણું કલ્યાણ છે. આ બધું છોડીને આત્માને કષ્ટ શા માટે આપવું? ત્યાગનો માર્ગ આપનાવી આત્માને નિરર્થક દુઃખી શા માટે કરવો? એવી માન્યતાવાળા જીવો જો ભોગમાં જ લંપટ રહે તો નિશ્ચયે તેમનું અહિત થાય એવું જાણીને સુગત સર્વજ્ઞે તેમના શિષ્યોને પર્યાયપ્રધાન અનિત્યત્વની દેશના આપી કે જે ભોગમાં તમે આસકત છો તે ભોગો તો ક્ષણિક છે. ક્ષણે ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળા છે માટે એમાં આસક્ત રહેવાથી આત્માનું કયારે પણ કલ્યાણ થાય નહિ. આમ ભોગને વિશે આસ્થાવાળા જીવોને દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને સામે રાખીને બધુ નાશવંત છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે. કોઈ પણ પદાર્થ શાશ્વત નથી એ પ્રમાણે કહ્યું. આમ બંને પ્રકારની દેશના આપવાવાળા તેઓ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા નથી એવું નથી અર્થાત્ સમ્યગ્ રીતે જાણનારા છે. પદાર્થોના ગુણધર્મો સાથે પદાર્થોનો જે નિત્ય સહચાર તે અન્વય વ્યતિરેક છે જેમ કે જે જે નિત્ય છે તે તે સત્ છે અને જે જે સત્ નથી તે તે નિત્ય નથી. વ્યતિરેકવડે વસ્તુને જાણતા ન હોયતો તેઓમાં સર્વજ્ઞપણાની ઉપપત્તિ ન થાય. અહીંયા એટલું ધ્યાનમાં રહે કે આ પ્રમાણેની માન્યતા એ ચોથી દૃષ્ટિમાં રહેલા પતંજલિ ૠષિની છે પરંતુ ગ્રંથકારની પોતાની નથી. કારણ કે હરિભદ્રસૂરિજી મહારાજ તો પોતે સૂક્ષ્મબોધને પામેલા તેમજ સ્વપર સમયના ઊંડા અભ્યાસી છે તેથી શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પરમ માધ્યસ્થ આમ અન્વય 2010_05 - - Page #236 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૦૭ દૃષ્ટિથી તેઓને કપિલ-સુગતાદિનું વચન યુક્તિ સંગત ન લાગ્યું. કારણ કે તેમની માન્યતા પ્રમાણે વિશ્વ વ્યવસ્થા પણ યથાર્થ ઘટતી નથી તેમજ આત્મકલ્યાણનો પુરુષાર્થ પણ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય પક્ષમાં ઘટી શકતો નથી. એકથી ચાર દૃષ્ટિમાં પાંચ પ્રફારના મિથ્યાત્વમાંથી અનાભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે. स्वपराभ्युगतार्थयोरविशेषेण श्रद्धानमनाभिग्रहिकम् । પોતે અને બીજાઓએ માનેલા તત્ત્વોની સમાન રીતે શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે જેમ કે મુગ્ધ જીવો “સર્વ દર્શનો સુંદર છે” ઈત્યાદિ માને છે તે. કપિલ, સુગત વગેરે સર્વજ્ઞો છે ઈત્યાદિ માન્યતા ચોથી દૃષ્ટિવાળા જીવોની છે. તેઓમાં હજુ સૂક્ષ્મબોધ પેદા થયો નથી પરંતુ ગુણગ્રાહી તેમ જ પરમ માધ્યસ્થદૃષ્ટિવાળા હોવાને કારણે સર્વત્ર તત્ત્વને જ જોવાની દૃષ્ટિ છે. દરેક દર્શનમાં તત્ત્વની વાત જેવી કે અહિંસા, સંયમ, તપ, ત્યાગ, ધ્યાન, બ્રહ્મચર્ય, કષાયોનો ઉપશમ, સંસારની અસારતા, મુક્તિની સુંદરતા, યમ, નિયમ વગેરે હોવાથી શાસ્ત્રનો જેને સૂક્ષ્મ બોધ ન હોય તેને કપિલ, સુગત વગેરે સર્વજ્ઞ છે ઇત્યાદિ માન્યતા બેસી જવાનો સંભવ છે આ પ્રમાણે બેસવામાં તેમની પરમ મધ્યસ્થદૃષ્ટિ અને સૂક્ષ્મબોધનો અભાવ જ કારણ છે. અંદરમાં કષાયોનો વિશેષ ઉપશમ થયેલો હોવાના કારણે ગુણોની પરિણતિ વિકસેલી છે અને તત્ત્વની રૂચિ ખીલેલી છે તેથી તેમને તત્ત્વ જ ગમે છે અને તેથી પોતાના ક્ષોપશમ મુજબ સર્વત્ર તે આત્માઓ તત્ત્વને જુએ છે. પરંતુ જે આત્માઓને ગ્રંથિભેદ થયેલો છે અને શાસ્ત્રના ઊંડા અભ્યાસથી જેમની બુદ્ધિ સૂક્ષ્મ અને પરિકર્મિત થયેલી છે. જેઓએ માધ્યસ્થ દૃષ્ટિથી તત્ત્વ સમજવા માટે પ્રયત્ન કર્યો છે તેઓની બુદ્ધિમાં તો એક વાત સ્પષ્ટ છે કે આત્માદિ પદાર્થને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવામાં યોગમાર્ગમાં પ્રવૃત્તિ જ શકય નથી અને કપિલ, સુગતાદિના શાસ્ત્રો જોતા તેમની માન્યતામાં હરિભદ્રસૂરિજી મહારાજ વગેરેને એકાંત વાદ જણાયો માટે નિતાંત કરૂણા બુદ્ધિથી જગતના જીવો ઊંધે માર્ગે ન દોરવાઈ જાય અને તેથી સાધનાનો માર્ગ ચૂકી ન જાય એ માટે જગતના જીવોના હિત માટે માધ્યસ્થ દૃષ્ટિથી તેમનું ખંડન કર્યું. પરમ મધ્યસ્થદૃષ્ટિથી જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું કહેવું એ દોષ નથી. જેમ કોઈ વ્યક્તિ કોલસાને કાળો કહે અને દૂધને ધોળું કહે તો તેમાં તેને કોલસા પ્રત્યે દ્વેષ નથી અને દૂધ પ્રત્યે રાગ નથી પણ તે વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન છે. અધ્યાત્મના માર્ગમાં કદાગ્રહ એ પ્રતિબંધક છે અને ગુણગ્રાહિતા, પ્રજ્ઞાપનીયતા, માધ્યસ્થતા એ આદરણીય 2010_05 Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. રોકેટો અને ઉપગ્રહો છોડવા સહેલા છે પણ કદાગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ છોડવા કઠિન છે અને એ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી અધ્યાત્મની પ્રાપ્તિ દુઃશકય નહિ પણ અશકય છે એ વાત આત્માર્થી સાધકે ભૂલવા જેવી નથી. કદાગ્રહ છોડીને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવવી એ સ્યાદ્વાદને જીવનમાં પચાવ્યાનું બેરોમીટર છે. દૃશ્ય પદાર્થના રૂપ-રંગને છોડતા જવાથી કર્તૃત્વપણાનું અભિમાન ઘટતું આવે છે. ઉદાસીનભાવે રહેવાથી અને સર્વક્રિયા કરવાથી કર્તૃત્વપણાનો રસ નીકળતો જાય છે. મતિજ્ઞાનમાં છૂપાયેલ કેવલજ્ઞાન અને પરમાત્મતત્ત્વને પામવા શાસ્ત્રને સોય બનાવીને આપણા ભેદરૂપ જીવનને સાંધીને અભેદ બનવાનું છે. સર્વદર્શનમાં સમભાવની વૃત્તિવાળા જીવો સમ્યગ્દષ્ટિ હોતા નથી જો કે સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ માટે કોઈપણ મતની અરૂચિરૂપ અસમભાવ એ પ્રતિબંધક છે માટે મિથ્યાદર્શનો પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવને પૂર્ણ માધ્યસ્થતા તો હોય જ છે. પરંતુ માધ્યસ્થતાનો અર્થ તત્ત્વ અને અતત્ત્વ બંનેને સમદૃષ્ટિથી જોવા રૂપ નથી. તત્ત્વજ્ઞાનના અભાવકાલમાં તત્ત્વનો વિશેષ નિર્ણય કરવાની અપેક્ષા પૂર્વકનો તત્ત્વ અને અતત્ત્વ પ્રત્યેનો સમભાવ રૂપ માધ્યસ્થતા ગુણકારી છે અને આવી માધ્યસ્થતા મિથ્યાત્વ ગુણસ્થાનકવર્તી ચાર દષ્ટિમાં હોય છે કારણ કે તે જીવો કોઈપણ મતના આગ્રહવાળા ન હોવા છતાં પણ તત્ત્વના ખપી અને અજ્ઞાનતાથી સહિત હોય છે. પરંતુ સાચા ખોટાનો નિર્ણય થયા પછીથી પણ સત્ય અને અસત્ય પ્રત્યેનો સમભાવ એ તત્ત્વ રૂચિનો ઘાતક હોવાને કારણે દોષ રૂપ છે અને સમ્યગ્દષ્ટિ જીવ તે જ છે કે જેને તત્ત્વદર્શન પ્રાપ્ત થયું છે. આથી જ લલિતવિસ્તરામાં ચખ્ખુદયાણં અર્થાત્ તત્ત્વરૂચિને આપનારા કહ્યા પછી જ પરમાત્માને શરણ અને બોધિ એટલે સમ્યક્ત્વ આપનારા કહ્યા છે. આર્થી જ તત્ત્વના વિષયમાં નિર્ણીત માન્યતાવાળા સમ્યગ્દષ્ટિ જીવો સર્વમતમાં સમ્યક્ષણાની બુદ્ધિ રૂપ સમભાવને ધારણ કરનારા ન ઘટી શકે. પરંતુ અન્યમતમાં પણ રહેલી જેટલી આત્મા, પરલોક, પુણ્ય, પાપ, મુક્તિ, સંસારની અસારતાદિ જેવી તાત્ત્વિક વાતો છે તેને પારકી હોવાના કારણે ખોટી નહિ ગણતા તાત્ત્વિક જ ગણે છે અને તે સિવાય જગત્કર્તૃત્વાદિ મિથ્યા માન્યતાઓને મિથ્યા માને છે. આ પ્રમાણે પ્રસ્તુત શ્લોકનું અર્થઘટન બીજી રીતે ‘ચિત્રા તુ દેશના...' એ શ્લોક દ્વારા હરિભદ્રસૂરિજી મહારાજ ચોથી દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને કહી રહ્યા છે કે તે તે દર્શનમાં જન્મેલા આત્માઓ પોતપોતાના દર્શનના પ્રણેતાને સર્વજ્ઞ માને તેનો તમારે અપલાપ નહિ કરવો જોઈએ અર્થાત્ વેદાંતદર્શનમાં જન્મેલ બૌદ્ધ ધર્મના સર્વજ્ઞનો અપલાપ કરે કે _2010_05 - Page #238 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૨૦૯ બુદ્ધ તો સર્વજ્ઞ છે જ નહિ, તેના ઉપદેશ દ્વારા કયારે પણ યોગની દૃષ્ટિ પમાય નહિ, આત્મ કલ્યાણમાં આગળ વધાય નહિ. તે જ રીતે બોદ્ધ દર્શનમાં જન્મેલ વેદાંત દર્શનના સર્વજ્ઞનો અપલાપ કરે તો તે રીતનો અપલાપ યુક્ત નથી કારણ કે આ દૃષ્ટિમાં રહેલો આત્મા પોતાને ઈષ્ટ સર્વજ્ઞને માનીને તેના ઉપદેશ અનુસાર ચાલે તો તે દૃષ્ટિના માર્ગમાં આગળ વધી શકે છે. અહિંયા કપિલ, સુગત વગેરેને સર્વજ્ઞ માનીને ચાલવામાં જે ચોથી. દૃષ્ટિવાળા જીવોનું હિત છે એમ માનીને ગ્રંથકાર કપિલ, સુગત વગેરેને સર્વજ્ઞા કહી રહ્યા છે. જેમ એક અનિત્યવાદીની બુદ્ધિમાં બધું અનિત્ય જ છે એવું જોરશોરથી બેસી ગયું હોય તો તેને તે કટાવવા પદાર્થ નિત્ય જ છે આવો જ' કાર પૂર્વકનો પણ ઉપદેશ આપે તો તે વખતે ઉપદેશકને અપેક્ષાએ પદાર્થ અનિત્ય પણ છે એમ ખ્યાલ હોવા છતાં પણ નિત્યત્વનું જોરશોરથી પ્રતિપાદન કરે તો તે ખોટું નથી. તેમ આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ કે જે પોતે પોતાના જ દેવને સર્વજ્ઞ તરીકે માનીને બીજા સર્વજ્ઞનો અપલાપ કરતા હોય તો તે વખતે તેમાંથી તેમને બચાવવા કપિલ, સુગાદિ બધા સર્વજ્ઞ જ છે એવું પ્રતિપાદન કરવું તે અયુક્ત ન ગણાય. આવો ઉપદેશ આપવાનું કારણ એ છે કે એ આત્માઓ તત્ત્વના ખપી. હોવા છતાં અજ્ઞાનથી યુક્ત છે એટલે જ્યાં સુધી તેમનામાં અજ્ઞાન પડેલું છે ત્યાં સુધી તેઓ જો કોઈ એકને જ સર્વજ્ઞ તરીકે માને અને બીજાને સર્વજ્ઞા તરીકે ન માને તો સંભવ છે કે તેઓ બીજાનો અપલાપ કરે અને આ રીતે પોતાના કુળને જ તરીકે જે દેવ માન્ય હોય તેને સર્વજ્ઞ તરીકે માનીને બીજાનો જો અપલાપ કરવામાં આવેતો તેમની માધ્યસ્થ પરિણતિ, ગુણગ્રાહી દ્રષ્ટિમાં આંચ આવે અને કયારેક ખોટો અભિનિવેશ પણ આવી જાય. તત્ત્વનિર્ણયના અભાવ કાલમાં જ માધ્યસ્થ પરિણતિ, ગુણગ્રાહી દ્રષ્ટિ ન ટકે અને ખોટો આગ્રહ આવી જાય તો તો જીવને જે આગળ જઈને જેના બળ ઉપર તત્ત્વબોધ થવાનો છે તેની યોગ્યતા જ નાશ પામી જાય. પાંચમી દ્રષ્ટિમાં રહેલ તત્ત્વબોધ-સૂક્ષ્મબોધ પામવા માટે ઉપરોક્ત ગુણો ખૂબ આવશ્યક છે. અધ્યાત્મના માર્ગમાં આગ્રહ, કુતર્ક વગેરે પ્રતિબંધક છે. જે જીવને દૃષ્ટિમાંથી બહાર ક્કી દે છે. એટલે એ આત્માઓ પોતે ચોથી દ્રષ્ટિમાં ઉત્તરોત્તર આગળ. વધે, ગુણો વિકાસ પામે અને આગળ જઈને ગ્રંથિભેદ કરી શકે એ માટે ગ્રંથકાર તેઓને આ સંભવિત નુકસાનથી બચવા બધાને સર્વજ્ઞ માનવાનો. ઉપદેશ આપી રહ્યા છે. જ્યાં સુધી જીવમાં તત્ત્વને સમજવાની યોગ્યતા પેદા ન થાય અને 2010_05 Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ યોગ દ્રષ્ટિનાં અજવાળ ભાગ - ૩ આત્મદ્રષ્ટિનો ઉધાડ ન થાય ત્યાં સુધી જીવમાં દ્રષ્ટિમાંથી દૂર ફેંકી દેનાર તત્ત્વોનો પ્રવેશ ન થાય અને ઉત્તરોત્તર આગળ વધાય તેવા તત્ત્વો જળવાઈ રહે, તે અતિ જરૂરી છે. સંસારમાં ભૌતિક પદાર્થના નુકસાન કરતા અધ્યાત્મમાં ગુણોના નાશ અને દોષોના આવિભવનું નુકસાન ઘણું છે. ભૌતિકપદાર્થના નુકસાનમાં બહુ બહુ તો જીવને તેના વિના મુશ્કેલી પડે, થોડા દુઃખ વેઠવા પડે, સુખમાં કાપ મુકાય પણ અધ્યાત્મના માર્ગમાં દોષોનો આવિર્ભાવ થાય અને ગુણોની પરિણતિ જો ખલાસ થઈ જાય તો જીવ તે જ ભવમાં શાંતિ, સમાધિ, સ્વસ્થતા બધું ગુમાવી દે છે અને પરલોકમાં ભવોભવા દુર્ગતિના જાલિમ દુઃખ ભોગવે છે માટે કોઈપણ આત્મા કયારે પણ દુર્ગતિના દુ:ખોને ન પામે તે માટે પોતાના આત્માને દોષોથી વ્યાપ્ત ન કરે તે લક્ષ્ય અધ્યાત્મના જાણકારોનું સતત હોય છે. સંસારનું મોટામાં મોટું નુકસાન પણ તત્ત્વની દૃષ્ટિથી કાંઈ જ નુકસાન નથી જ્યારે અધ્યાત્મમાં નાનામાં નાનું નુકસાન પણ ઘણું મોટું છે. એટલે હરિભદ્રસૂરિ મહારાજ તો પોતે શાસ્ત્રજ્ઞ છે. સૂક્ષ્મબોધથી યુક્ત છે. શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિવાળા છે તેથી પોતે તો જાણે છે કે અન્ય દર્શનમાં રહેલ કપિલ, સુગત વગેરે હકીકતમાં સર્વજ્ઞ નથી કારણકે તેઓની પાસે વસ્તુ તત્ત્વનો યથાર્થ બોધ નથી. સ્યાદ્વાદષ્ટિ નથી. તેઓની માન્યતાથી વિશ્વ વ્યવસ્થા પણ ઘટી શકતી નથી અને અધ્યાત્મમાં પુરુષાર્થ પણ ઘટી શકતો નથી છતાં તેઓ ચોથી દૃષ્ટિવાળા જીવોને બધાને સર્વજ્ઞ માનવાનું કહી રહ્યા છે એ તેઓના હિતને લક્ષ્યમાં રાખીને કહી રહ્યા છે જ્યાં સુધી જીવ વાસ્તવિક મોક્ષમાર્ગ સમજે નહિ, તે માટેનો જરૂરી સુક્ષ્મબોધ પામે નહિ ત્યાં સુધી જો તે કોઈક એકના જ ખીલે બંધાઈ જાય તો તેનો વિકાસ સ્થગિત થઈ જાય. તેની ગુણગ્રાહિતા નાશ પામવા માંડે. તેની માધ્યસ્થષ્ટિ જોખમમાં મુકાઈ જાય. એક વ્યક્તિને માનવા જતા તેમાં અભિનિવેશ આવી જાય તો બીજા દેવો કે જેમાં કોઈક જગ્યાએ વાસ્તવિક દેવત્વ પણ રહેલું છે, બીજા ગુરુઓ કે જેમાં કોઈક જગ્યાએ વાસ્તવિક ગુરુત્વ પણ રહેલું છે તેનો અજાણતાં પણ અપલાપ થ જાય અને જે ખરેખર મહાન છે તેની અજાણતાં પણ અવગણના એ મહાપાપ રૂપ છે. માટે જ્યાં સુધી તત્ત્વ અને અતત્ત્વનો નિર્ણય કરવા માટે પરમ માધ્યસ્થ દૃષ્ટિ પૂર્વકનો સૂક્ષ્મબોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તત્ત્વ અને અતત્ત્વ પ્રત્યે સમભાવરૂપ માધ્યસ્થતા એ ગુણકારી છે, દોષરૂપ નથી. પાંચમી દષ્ટિવાળા માટે જે માધ્યસ્થતા દોષરૂપ છે તે જ માધ્યસ્થતા ચોથી દૃષ્ટિવાળા જીવો માટે 2010_05 Page #240 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૧૧ ગુણકારી છે. તત્ત્વ અને અતત્ત્વ પ્રત્યે સમભાવ રૂપ માધ્યસ્થતા કે ચોથી દૃષ્ટિવાળા જીવો માટે ગુણકારી છે જેના બળ ઉપર તેઓ આગળ જઈને પાંચમી દૃષ્ટિનો સૂક્ષ્મબોધ પામી જવાના છે તે માધ્યસ્થતા ચોથી દૃષ્ટિમાં તો. જ ટકે જો તેઓ કોઈ એકને સર્વજ્ઞ ન માનતાં કોઈ એકને ગુરુ ન માનતાં બધા જ દર્શનોના પ્રણેતાને સર્વજ્ઞ માને બધા જ દર્શનોમાં રહેલાને ગુરુ તરીકે માને અર્થાત સર્વજ્ઞ તરીકે બીજાનો અપલાપ ન કરે તો તેના અંતઃકરણની નિર્મળતા, ગુણગ્રાહિતા, જળવાઈ રહે. જેથી યોગ્ય નિમિત્ત મળતા પુરુષાર્થ ફોરવી ગ્રંથિભેદ કરી સૂક્ષ્મ બોધ પામી શકે આવી દીર્ઘદ્રષ્ટિ ગ્રંથકારના હૃદયમાં છે તેથી આવો ઉપદેશ આપી રહ્યા છે. વળી બીજી એક વાત એ પણ છે કે સામાન્યથી દરેક કુળમાં જન્મેલા આત્મા પોતાના જ દેવને ઇષ્ટદેવ તરીકે - સર્વજ્ઞ તરીકે - પૂજ્ય તરીકે માનતો હોય છે અન્યના દેવને દેવ તરીકે માનવા તેની બુદ્ધિ તૈયાર થતી નથી તેથી તે આત્માઓ પણ અભિનિવેશમાં આવી દષ્ટિમાર્ગમાંથી દૂર ન ચાલ્યા જાય તે માટે તેઓને આવો ઉપદેશ આપવો જરૂરી છે. આવા ઉપદેશને તેઓ ઝીલે તો જ પોતાની દૃષ્ટિ ટકાવી શકે. મહાપુરુષોના ઉપદેશ વિના સામાન્યથી જ જીવને પોતાની મેળે દરેક દર્શનના પ્રણેતાને સર્વજ્ઞ માનવાની વૃત્તિ કેવી રીતે જાગે? એ શક્ય નથી. એમ ગ્રંથકાર પોતાના જ્ઞાનના બળે જોઈ રહ્યા છે તેથી આ ઉપદેશ આપી રહ્યા છે. અને એટલા જ માટે જ્યારે સિદ્ધરાજ જયસિંહ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ને પૂછે છે કે ભગવન્! કયો ધર્મ શ્રેષ્ઠ છે? ત્યારે હેમચંદ્રાચાર્ય જૂએ છે કે હજુ સત્ય ધર્મને સમજવાની - પામવાની યોગ્યતા નથી, તેથી તેને કહે છે રાજ! તમે બધા જ દેવોની ભક્તિ કરો, બધા જ ગુરુઓની ઉપાસના કરો એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. કારણ કે આના દ્વારા જ તેનું કલ્યાણ થાય તેવી સંભાવના જૂએ છે. | ઉપદેશ આપનાર ઉપદેશકની આ કુશળતા હોવી જરૂરી છે કે જેને ઉદ્દેશીને ઉપદેશ અપાઈ રહ્યો છે તેના દ્વારા તેનું અવશ્ય હિત થવું જોઈએ તેથી કરીને તે આત્મા વિકાસની કઈ ભૂમિકાએ ઉભો છે? તેના હૃદયમાં કોનું સ્થાન છે? તે કોને શ્રેષ્ઠ માને છે? તેની પરિણતિમાં ક્યા ક્યા બાધક તત્ત્વો પડેલા છે? કયા સાધક તત્ત્વો પડેલા છે? આ બધું અવશ્ય જોવું જોઈએ. અને પછી તે આત્મા માટે હવે કયો ઉપદેશ આપવો ઉચિત છે તે વિચારવું જોઈએ. ઉપદેશકનો ઉપદેશ સાંભળીને સામો આત્મા કદાગ્રહી ન બને, કષાયી ન બને, સંઘર્ષપ્રિય ન બને પણ નિરાગ્રહી બને, ઉપશાંત બને, અને મૈત્રી વગેરે 2010_05 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ર યોગ દ્રષ્ટિનાં અજવાળ ભાગ - ૩ ભાવોનો ચાહક બને એ ઉપદેશકની કુશળતા છે. - હવે અહિંયા એ પ્રશ્ન થાય કે જે કપિલ, સુગાદિ બધા સર્વજ્ઞ જ છે તો પછી બધાની દેશનામાં જુદાપણું જોવા મળે છે તે કેમ સંભવે? તેનું સમાધાન ગ્રંથકાર આપી રહ્યા છે કે આ મહાત્માઓ બધા સંસારરૂપી વ્યાધિનો નાશ કરવા માટે ધવંતરી વૈધ જેવા છે. તેઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને સંપૂર્ણપણે જાણતા હતા છતાં તે તે કાલમાં થયેલા પોતાના શિષ્યોને તે તે રૂપે દેશના આપવામાં આવે તો જ તેઓનું હિત થાય બીજી રીતે નહિ. એવું પોતાને લાગવાને કારણે જ ભિન્ન ભિન્ન દેશના આપી. ગમે તે રીતે શિષ્યોનું હિતા થાય એ એમનું લક્ષ્ય હતું અને તેમાં પૂરક તરીકે પોતાને તે તે પ્રકારની દેશના આપવી ઉચિત જણાઈ માટે તે રીતે આપી. ઉત્તમ પુરુષો - મહાત્માઓ. જગતમાં જાણે બધું પણ તેમાંથી તેટલું જ બોલે, તેવું જ બોલે કે જેનાથી બીજાને ઉપકાર થાય. કારણ કે જે કાંઈ જાણવાનું છે, કરવાનું છે કે બોલવાનું છે તે સ્વ-પરના હિતને લક્ષ્યમાં રાખીને બોલવાનું છે. જેનાથી બીજાનું કે પોતાનું હિત ન થાય એવું જાણવાથી, બોલવાથી કે કરવાથી શું લાભ? માટે જ શાસ્ત્રમાં ફસંતો માસમા રસ ને આરાધક કહ્યા છે. અહિંયા પણ ગ્રંથકાર આ જ અભિગમ અપનાવી રહ્યા છે કે તે બધા ભલે સર્વજ્ઞ ન હોય, તેમની દેશના પણ ભલે ઉપર કહેલા દૃષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને ન અપાઈ હોય પરંતુ ચોથી દૃષ્ટિના જીવોને આગળ વધવા માટે આ દૃષ્ટિકોણ ઉપકારી છે. બધાને સર્વજ્ઞ માનવામાં અને તેમની દેશનાને સર્વજ્ઞમૂલક માનવામાં જ ચોથી દુષ્ટિવાળા જીવોનો વિકાસ સંભવિત છે. અજ્ઞાનકાલમાં ગુણગ્રાહીદૃષ્ટિ અને માધ્યસ્થ પણતિ ટકે તો જ તેના બળે અજ્ઞાનને હડસેલી શકાય છે. ગુણગ્રાહીદૃષ્ટિ આ માધ્યસ્થ પરિણતિ જો ચાલી ગઈ તો તો અજ્ઞાન વધુ પુષ્ટ થાય છે પછી વિકાસની કોઈ જ સંભાવના રહેતી નથી. ગુણગ્રાહીદૃષ્ટિ સર્વત્ર આવકાર્ય છે. અહિંયા ગ્રંથકાર પતંજલિ માટે મહામતિ વિશેષણ મૂકી રહ્યા છે. તે પતંજલિમાં રહેલી ગુણગ્રાહી દૃષ્ટિના કારણે છે આમ તો પતંજલિ હજુ સૂક્ષ્મબોધ પામ્યા નથી. ગ્રંથિ ભેદાઈ નથી. ધર્મપરીક્ષામાં માગનિસારીના વિવેચનમાં ઉપાધ્યાયજી મહારાજ પતંજલિનો. માર્ગાનુસારી બોધ કહી રહ્યા છે. તેમાં હેતુ આપતા કહે છે કે માર્ગાનુસારી બોધમાં બાધક જે મલ, તે તેમનામાંથી નીકળી ગયેલો હતો અને તેથી તે માર્ગાનુસારી દૃષ્ટિ પામેલા હતા. અર્થાત્ સમકિતની નીચેની ભૂમિકામાં હતા છતાં હરિભદ્રસૂરિ મ.સા. તેમને માટે મહામતિ, ભદંત, ભગવદ્ વગેરે વિશેષણો 2010_05 Page #242 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૧ ૩ વાપરી રહ્યા છે તેનું કારણ પતંજલિમાં માધ્યસ્થ દૃષ્ટિ, સરળતા, કદાગ્રહનો અભાવ, મંદકષાયિતા, ગુણગ્રાહિતા આ બધું જોવા મળે છે તે છે. यस्य येन प्रकारेण बीजाधानादिसम्भवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥ જે કારણથી આ સર્વજ્ઞ મહાત્માઓ ભવરૂપી વ્યાધિનો નાશ કરવા માટે ધવંતરી વૈધ સમાન છે તેથી કરીને જે પ્રાણીને જે પ્રકારે નિત્ય, અનિત્ય એવી દ્રવ્યાતિક પ્રધાન કે પર્યાયાસિક પ્રધાન એવી દેશના વડે કરીને તેવા પ્રકારનો ભવોઢેગ થવા વડે કરીને સમ્યકત્વરૂપ બીજાધાનાદિનો સંભવ થાય અને તે બીજાધાન ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવા રૂપે સાનુબંધ થાય તે પ્રકારે તે સર્વજ્ઞ મહાત્માઓએ દેશના આપી છે. અહિંયા બે વાત ઉપર ભાર મૂકે છે એક તો જે દેશના વડે સમ્યકત્વરૂપ બીજાધાન થાય તેને અનુકૂળ ભવોઢેગ અપેક્ષિત છે અને એ બીજાધાન ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ કરાવવા દ્વારા સાનબંધ હોવું જોઈએ. જગતના જીવોને સર્વજ્ઞ પરમાત્માઓ કે મહાત્માઓ જે ધર્મદેશના આપે છે તે એકમાત્ર કરૂણાભાવથી આપે છે કે આ આત્માઓ ભવોભવની સંસારની વિડંબનામાંથી કેવી રીતે મુક્ત થાય? ચારે ગતિમાં દુ:ખદ પરિભ્રમણ કરતા જીવોને જોઈને તે આત્માઓનું કરૂણાશીલ હૃદય દ્રવી ઉઠેલું હોય છે અને તેથી આ આત્માઓ સંસારમાંથી છૂટીને કઈ રીતે અનંતસુખના સ્થાનરૂપ મુક્તિને પામે એવી ભાવના તેઓના કરૂણાપૂત હૃદયમાં સતત વહેતી હોય છે. એટલે સર્વજ્ઞ મહાત્માઓ તે આત્માઓને કઈ રીતે દેશના આપવામાં આવે તો લાભ થાય એવું પોતાના જ્ઞાનબળે જાણીને પછી દેશના આપે છે. કોઈપણ આત્માને ધર્મ પમાડવો હોય તો તે આત્માને સભ્યત્વની પ્રાપ્તિ આવશ્યક બની જાય છે. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ વિના જીવ પશુ જેવો છે એટલા જ માટે સઘળા તીર્થકરોની ભવગણતરી સમ્યકત્વ પ્રાપ્તિથી કહી છે. ગ્રંથિભેદજનિત સમ્યક્ત્વ પામે તો જ જીવને વાસ્તવિક પરમાત્મતત્ત્વ શું છે? તે ઓળખાય છે. આત્માને પરમાત્મા બનાવવાની શરૂઆત સમ્યક્ત્વથી થાય છે. હવે આ સમ્યકત્વરૂપી બીજનું આધાન તો જ થાય કે જીવ ભવથી ઉદ્વેગ પામે, કંટાળો પામે, ત્રાસ પામે. આ ભવથી ઉદ્વેગ એજ વૈરાગ્ય છે. વિષય, કષાયની આત્મામાં વર્તતી પરિણતિ એ અત્યંતર સંસાર છે અને આવા ભવ ઉપરનો રાગ તે સઘળા દુ:ખોનું મૂળ છે. અભવ્ય, દુર્ભવ્યાદિ જીવોને આ ભવ ઉપર ત્રાસ છૂટતો નથી તેમાં તેને દુઃખ દેખાતું નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયથી તેના આત્માને સુખની જ અનુભૂતિ થાય છે પરંતુ તેની આગળ, પાછળ કે વચ્ચે દુ:ખ દેખાતું નથી. 2010_05 Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભવાભિનંદી આત્માઓ અરિહંતને વીતરાગરૂપે સ્વીકારતા નથી. ગુરુને નિગ્રંથરૂપે સ્વીકારતા નથી અને ધર્મને ત્યાગબુદ્ધિથી સ્વીકારતા નથી. સમ્યકત્વની પ્રાપ્તિ માટે ભવોઢેગ રૂપ વૈરાગ્ય જરૂરી બને છે. વૈરાગ્યા વિના બીજા ગુણો ટકતા નથી. સખ્યત્વ અને ચારિત્ર પણ વૈરાગ્યની વૃદ્ધિથી આવે છે માટે જેના ઉપર દેશના દ્વારા ઉપકાર કરવો છે તે આત્મા જો ભવથી ઉદ્વેગ પામે તો જ સમકિતનું બીજાધાન કરી શકાય અને એક વખત સમ્યકત્વ પામ્યા પછી પણ વૈરાગ્ય, ક્ષમા, સંતોષ વગેરે ગુણોની વૃદ્ધિ થાય તો જ તે સમ્યકત્વ રૂપ બીજાધાન સાનુબંધ બને છે. જીવને જેમ જેમ ભવોટૅગ વૃદ્ધિ પામતો જાય છે તેમ તેમ તેના આત્મામાં ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય છે અને આ ઉત્તરોત્તર ગુણનો જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ સમ્યકત્વ નિર્મળ, નિર્મળતર, નિર્મળતમ બનતું જાય છે. ભવોગ દ્વારા પ્રાપ્ત થયેલ સમ્યકત્વને જો પછી ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિનું બળ ન મળે અને વિષયોમાં પ્રવૃત્તિ થાય તો સખ્યત્વરૂપ બીજાધાન શિથિલ બનતું જાય છે અને એક વખત અંતે આત્મા સખ્યત્વથી પતન પામે છે. એટલે સમ્યકત્વની પ્રાપ્તિ માટે ભવોઢેગની બળવત્તા જરૂરી છે અને સખ્યત્વ પામ્યા પછી પણ જો વૈરાગ્ય, ક્ષમાદિ ગુણો વધતા જાય તો જ જીવને સાનુબંધ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. * વિજયસેન આચાર્યના. સમાગમે ગુણસેન રાજા સમ્યકત્વ સહિત દેશવિરતિપણું પામ્યો. વિજયસેન આચાર્યના દર્શને તેને અહોભાવ પેદા થયો. રોમરાજી બધી વિકસિત થઈ ગઈ. “તમને વૈરાગ્ય શા કારણે પ્રાપ્ત થયો?” તે પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં આચાર્યે જે ઉપદેશ આપ્યો તેનાથી તેને સમગ્ર સંસાર પરથી ત્રાસ છુટ્યો. સમકિત પામ્યો. શ્રાવકપણાના વ્રતો લીધા અને ચારિત્ર કેમ પ્રાપ્ત થાય એ ભાવમાં રહ્યો. આવતી કાલે હું અહિંયાથી નીકળી વિજ્યસેન આચાર્ય પાસે ચારિત્ર લઈશ એ ભાવનામાં રમે છે. તે માટે પોતાના દીકરા ચંદ્રસેનને રાજ્યગાદી ઉપર સ્થાપન કરે છે. એ વિચારે છે કે આવતીકાલે ચારિત્ર લેવા જઈશ પણ વચ્ચે આડી રાત પડી છે તેને નકામી, શા માટે જવા દેવી? કાળ-કર્મ અને ભવિતવ્યતાના ભરોસે શા માટે રહેવું ? તેથી આત્મસાક્ષીએ અંતરથી સંસાર ત્યજી ચારિત્ર લે છે એટલું જ નહિ પણ મહેલના એક એકાંતભાગમાં ભાવથી મુનિ બનેલા તેમણે સવરાત્રિકી પ્રતિમા સ્વીકારી જેમાં મરણાત્ત કષ્ટ આવે તો પણ ચસકવાનું નહિ. તેજ રાત્રિએ અગ્નિશર્માનો જીવ ભવનપતિ દેવલોકમાં વિધુતકુમાર દેવ થયેલો તે ત્યાં આવીને મરણાંત ઉપસર્ગ કરે છે છતાં રાજા સત્ત્વ વિકસાવી. 2010_05 Page #244 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૧૫ સમતાભાવે સહન કરે છે. શુભ ભાવનાથી આત્માને ભાવિત કરે છે, એના દ્વારા ઉત્તરોત્તર ગુણોનો એવો વિકાસ ઊભો કરે છે કે નવમે ભવે સમરાદિત્ય મહર્ષિ બની કેવલજ્ઞાન પામે છે. વિજયસેન આચાર્યના સમાગમે જાગેલો. વૈરાગ્ય,એમાંથી સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના પરિણામ, એક રાત્રિકી પ્રતિમા-ઉપસર્ગમાં સમતા- આ દ્વારા એવી સાનુબંધતા ઉભી થઈ કે જેનાથી આત્મકલ્યાણ સાધી લીધું. ભવરૂપી વ્યાધિનો નાશ કરવા માટે શ્રેષ્ઠ વેધ સમાન આ સર્વજ્ઞ મહાત્માઓ પોતાના શિષ્યોને જે રીતે બીજાધાન થાય તેને માટે અપેક્ષિત ભવોગ જે રીતે પ્રગટે અને તે બીજાધાન ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ વડે સાનુબંધ બને તેનો ખ્યાલ રાખીને દેશના આપે છે માટે જુદા જુદા કાળને આશ્રયિને અપાયેલી ભિન્ન ભિન્ન દેશના પણ ફળની અપેક્ષાએ તો એક સરખી જ હતી. एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः ।। अचिन्त्यपुण्यसामर्थ्यात् तथा चित्राऽवभासते ॥ १३६ ॥ પ્રકારાન્તરથી દેશનાના ભેદને કહે છે - જો બધા સર્વજ્ઞોમાં એકસરખાપણું જ છે તો પછી બધાની દેશના જુદી જુદી કેમ છે ? તેનું બીજી રીતે સમાધાન હરિભદ્રસૂરિજી મહારાજ આપી રહ્યા છે. તે સર્વજ્ઞોના મુખમાંથી નીકળેલી દેશના તો એક જ પ્રકારની હતી પરંતુ તે તે જીવોને પ્રતિબોધ કરવાના આશયથી તે તે સર્વજ્ઞોએ ઉપાર્જન કરેલું પુણ્ય અત્યંત તીવ્ર હતું. બધા જ જીવોને ધર્મ પમાડવાની ઉદાત્ત ભાવના તેમના હૃદયમાં રમતી હતી અને તેના કારણે તેઓએ મહાપુણ્યનો સંચય કર્યો હતો તે પુણ્યનો પરિપાક થવાથી એવો ચમત્કાર સજાર્યો કે શ્રોતાઓને પોતાના તથાભવ્યત્વને અનુસાર એક એવી પણ દેશના ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામી. એક એવી પણ વસ્તુ દરેક જીવોને પોત પોતાની કક્ષા અનુસાર ભિન્ન લાભ આપનારી થઈ શકે છે. દરેક જીવોમાં મોક્ષે જવા માટેનો ભવ્ય સ્વભાવ એક સરખો હોવા છતાં તથાભવ્યત્વ દરેકનું જુદું જુદું હોય છે અને તેથી જ દરેક જીવો ભિન્ન ભિન્ન કાલે, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન પ્રકારના નિમિત્તને પામીને તેવા તેવા પ્રકારનો પુરુષાર્થ કરે છે. કોઈક જીવ અલ્પ પુરુષાર્થથી ક્ષપકશ્રેણી માંડે છે તો બીજા જીવને ક્ષપકશ્રેણી માંડવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. બહષભદેવ ભગવાને આત્મકલ્યાણ કરવા માટે રાજપાટ છોડ્યા, ચારિત્ર લીધું. એક હજાર વર્ષ સુધી ઘોર સાધના કરી. પ્રભુ એક હજાર વર્ષ સુધી પલાંઠી 2010_05 Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વાળી જમીન પર બેઠા નહિ તો ૧૦૦૦ વર્ષને અંતે પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેમના જ દીકરા ભરત ચક્રવર્તીએ સંસારમાં રહીં ચક્રીપણાના ભોગો ભોગવ્યા અને આરીસા ભવનમાં એક માત્ર વીંટી નીકળી જવાના નિમિત્તે ભાવના ઉપર ચડતા કેવલજ્ઞાન પામ્યા. તેનું કારણ બંનેમાં મોક્ષે જવારૂપ ભવ્ય સ્વભાવ સમાન હોવા છતાં તથાભવ્યત્વ બંનેનું જુદું જુદું હતું. એ જ રીતે દરેક જીવોનું તથાભવ્યત્વ જુદું જુદું હોવાના કારણે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા અપાયેલી એક જ એવી દેશના તે જીવોને જુદી જુદી રીતે પરિણામ પામે છે. એક એવી પણ દેશના ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામવામાં સર્વજ્ઞ પરમાત્માનો અચિંત્ય પુણ્યપ્રભાવ પણ કારણ છે. તથાભવ્યત્વ એ ઉપાદાન કારણ છે જ્યારે અચિંત્ય પુણ્યપ્રભાવ એ નિમિત્ત કારણ છે. આ બંને કારણોનો યોગ થતાં કાર્ય નીપજે છે. જેમ મેઘધારા તો એક જ હોય છે પણ જુદી જુદી જગ્યાએ પડતા જુદા જુદા આકારને ધારણ કરે છે અને જુદી જુદી રીતે પરિણામ પામે છે. વરસાદનું પાણી દરિયામાં પડતા ખારું થાય છે, નદીમાં પડતા મીઠું બને છે. સાપના મોંમાં જતા ઝેર બને છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડતા મોતી થાય છે. લીમડામાં કડવાશ પેદા કરે છે, આંબામાં માધુર્ય પેદા કરે છે. અહિંયા વરસાદનું પાણી તો એક જ છે તેમાં કોઈ ફ્ટ નથી પરંતુ તે જ્યાં પડે છે તેની યોગ્યતા જુદી જુદી હોવાના કારણે જુદા જુદા રૂપે પરિણમે છે તેમ એક એવી પણ દેશના શ્રોતાઓના ભેદે જુદી જુદી પરિણમે છે એટલે કપિલ, સુગતા વગેરેએ આપેલી દેશના તો એક જ હતી પરંતુ તેમના અચિંત્ય પુણ્યપ્રભાવના સામર્થ્યથી શ્રોતાઓને પોતપોતાના તથાભવ્યત્વના અનુસાર તે તે રૂપે પરિણમી. यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ સર્વજ્ઞ પરમાત્માની એક એવી પણ દેશના શ્રોતાઓને ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામે છે તેથી કરીને શ્રોતાઓને લાભ નથી થતો એવું પણ નથી પરંતુ લાભ થાય જ છે. વમવિ/પિ થી એક સરખી રીતે પરિણામ પામે તો તો લાભ થાય જ પણ ભિન્ન ભિન્ન રીતે પરિણામ પામે તો પણ લાભ થાય જ છે તેને કહે છે. સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી ભવ્ય જીવોને પોતાની પાત્રતા-યોગ્યતા. અનુસારે ઉપકાર અર્થાત ગુણ પણ થાય છે. પિથી દેશના સાંભળવાથી બોધ તો થાય જ છે પણ સાથે સાથે ઉપકાર પણ થાય છે. એટલે સર્વજ્ઞની દેશના યોગ્ય જીવને અવશ્ય લાભ કરે જ છે. અહિંયા લાભમાં તાત્ત્વિકલાભગુણઠાણાની પ્રાપ્તિ કે બીજાધાનાદિ રૂપ લાભ અપેક્ષિત છે. 2010_05 Page #246 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨ ૧૭ જેમ એક સરોવર હોય તેમાંથી દરેક વ્યક્તિ પોતાની પાસે રહેલ પાત્રના આધારે પાણીની પ્રાપ્તિ કરી શકે છે. તેમ સર્વજ્ઞ પરમાત્માની દેશના સાંભળતા યોગ્યજીવો પોતાના ક્ષયોપશમને અનુસારે લાભ પામે છે. પ્રભુની દેશના સાંભળતા કેટલાક જીવો માર્ગાનુસારી બને છે. કેટલાક સમકિત પામે છે. કેટલાક દેશવિરતિ પામે છે તો કેટલાક સર્વવિરતિ પામે છે. નિમિત્તકારણ અને ઉપાદાન કારણ બેનો યોગ થતાં કાર્ય થાય છે. દેશના રૂપી નિમિત્ત સામગ્રીને ઉપાદાન એવો આત્મા જ્યારે તેને પોતાની અંદરમાં ઝીલે છે ત્યારે ઉપાદાન એવા આત્માની પરિણતિનું ઘડતર થાય છે. જેમ જેમ ઘડતર થતું જાય છે તેમ તેમ ઉપાદાન-આત્માની યોગ્યતા વધતી જાય છે અને અંતે તે જ આત્મામાં વિશેષ વિશેષ ધર્મની પ્રાપ્તિ થાય છે. ઉપાદાન કારણભૂત આત્માની ગમે તેટલી યોગ્યતા હોય પણ તેને તરવા માટેના નિમિત્તભૂત શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તો તે આત્મા આગળ વધી શકતો નથી. મતિજ્ઞાનમાં શ્રુતજ્ઞાન ઝીલાય છે. શ્રુતજ્ઞાનને પામીને મતિજ્ઞાનમાં સુધારો થાય છે. અને આ સુધારો તે જ ક્ષયોપશમભાવ છે. શ્રુતજ્ઞાનને પામીને જ્યારે મતિજ્ઞાનમાંથી વિકારો દૂર થાય છે ત્યારે મતિજ્ઞાનમાં જે સુધારો થાય છે તે પારમાર્થિક છે અને આ વિકારો દૂર થવાથી જ જીવ સમ્યકત્વાદિ ધર્મ પામે છે તે માટે શ્રુતજ્ઞાન, પ્રભુની દેશના અમોઘ કારણ છે. માત્ર વસ્તુનો બોધ થવો તે સામાન્ય લાભ છે જ્યારે ઉપયોગમાંથી વિકારીભાવો દૂર થઈ વૈરાગ્ય, ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ થવી એ પારમાર્થિક લાભ છે, પ્રભુની દેશના દ્વારા યોગ્ય જીવોને પોતાના તથાભવ્યત્વના અનુસારે આવો પરમાર્થિક લાભ થાય છે. “ભવ ઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છો વેધ અમોઘ રે, રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન થોક રે, દેવવિશાલ જીણંદની, તમે ધ્યાવો તત્ત્વસમાધિ રે” દેવચંદ્રજી મહારાજ. સંસારી જીવોના ઉપાધિ રૂપી રોગને ટાળવા પ્રભુ અમોઘ વૈધ છે અને તે પ્રભુ જગતના જીવોને રત્નત્રયીનું દાન કરીને વિરોગને દૂર કરે છે. જગતમાં આત્મભ્રાંતિ જેવો બીજો કોઈ રોગ નથી. રત્નત્રયી જેવું કોઈ ઔષધ નથી અને તીર્થંકર પરમાત્મા જેવા બીજા કોઈ વૈદ્ય નથી. જેમ વાત, કફ અને પિત્તના રોગથી પીડાતા દર્દીને કોઈ ધવંતરી વૈધનો યોગ થઈ જાય તો તે એવા જ ઓષધનો પ્રયોગ કરે કે જેનાથી તેનો રોગ અવશ્ય દૂર થાય જ. તે જ રીતે ધવંતરી વૈધ સમાન સર્વજ્ઞ પરમાત્માનો યોગ થયે છતે આત્મભ્રાંતિ રૂપી રોગ જીવોનો અવશ્ય દૂર થાય જ. જીવોની પ્રકૃષ્ટ યોગ્યતા, રત્નત્રયી રૂપી ઔષધ અને એના દાતા સર્વજ્ઞ પરમાત્મા આ ત્રણેનો ત્રિવેણી સંગમ મળે પછી જો ભવરોગ દૂર ન થાય તો કોનાથી થાય? સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી આજ 2010_05 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સુધીમાં અનંતા જીવોના ભવરોગ દૂર થયા છે અને આજે પણ અનેકના ભવ રોગ દૂર થાય છે માટે આત્માના ભવરોગને દૂર કરવા માટે વિશાલ જિણંદની તત્ત્વ સમાધિ - તત્ત્વસ્વરૂપને તમે સદા ધ્યાવો. તેનું તમે સતત ચિંતન કરો એમ દેવચંદ્રજી મહારાજ કહે છે. આમ સર્વજ્ઞની દેશનાનું સર્વત્ર અનિફ્લપણું સુસ્થિત છે તેનાથી દરેક જીવોને પોતાની યોગ્યતા અનુસારે ઓછો કે વધારે લાભ થાય જ છે. જરા પણ લાભ ન થાય તેવું ન બને. પાખંડીઓ, દુરાગ્રહીઓને લાભ ન થાય તેમાં તેમની અયોગ્યતા કારણ છે પણ સર્વજ્ઞની દેશના તો અમોઘ જ છે. વિરપ્રભુની એક જ દેશના સાંભળતા શાલિભદ્ર, મેઘમાર, ધનાજી, કાકંદીનો ધન્નો વગેરે પ્રતિબોધ પામ્યા અને ચારિત્રના માર્ગે વળ્યા, નિરતિચાર ચારિત્ર પાળ્યું. અંતે અણસણ કર્યું અને એકાવતારી બન્યા. આમ સર્વજ્ઞ પરમાત્માની દેશનાનું સાલ્ય નિશ્ચિત જ છે. આમ હરિભદ્રસૂરિજી મહારાજા ચોથી દ્રષ્ટિમાં રહેલા જીવોને કપિલ સુગતાદિ બધા સર્વજ્ઞ છે અને તેઓએ બધાએ એક સરખી જ દેશના આપી છે પરંતુ તેઓના અચિંત્ય પુયપ્રભાવથી શ્રોતાઓને તથાભવ્યત્વના અનુસારે જુદી જુદી રીતે પરિણામ પામી છે એ રીતે બીજા પ્રકારે સમાધાન કરી રહ્યા છે. यद्वा तत्तन्नयापेक्षा, तत्तत्कालादियोगतः ।। ऋषिभ्यो देशना चित्रा, तन्मूलैषापि तत्त्वतः ॥ १३८ ॥ હજુ ત્રીજા પ્રકારે દેશના ભેદને કહે છે. અથવા તો દુષમકાલાદિના યોગથી (આદિ પદથી ક્ષેત્ર, ભાવ, વ્યક્તિ વગેરે) કપિલ સુગાદિના મુખમાંથી નીકળેલી તે તે નયાનુસારી ભિન્ન ભિન્ન દેશના પણ તત્ત્વતઃ વાસ્તવમાં સર્વજ્ઞમૂલક જ છે. કપિલ, સુગત વગેરેએ તે તે નયપ્રધાન જે દેશના આપી તેનું મૂળ પણ સર્વજ્ઞ વચન જ છે. પરંતુ પોતાની કલ્પનાને અનુસાર નથી આપી. અર્થાત્ કપિલ, સુગત વગેરે ભલે કદાચ સર્વજ્ઞ ન હોય પરંતુ સર્વજ્ઞ પરમાત્માએ જે દેશના આપી તેના તો તેઓ જાણકાર હતા જ. અને તેથી તેઓ સર્વજ્ઞના મતને અનુસરનારા હતા. તે તે નય સાપેક્ષ દેશના આપવાનું પ્રયોજન તો તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે નિમિત્તો જ હતા. અથતિ કપિલ વગેરેએ પોતાના શિષ્યોને આત્મા નિત્ય છે એવી દ્રવ્યાસ્તિક નય પ્રધાન દેશના આપી તે વખતે કપિલદષિને પર્યાયાસ્તિકનયથી આત્મા અનિત્ય પણ છે. એવી ખબર ન હતી. એવું નહોતું અર્થાત્ તેઓ જાણતા જ હતા કે પર્યાયાસ્તિક નયથી આત્મા અનિત્ય પણ છે પણ તેઓએ તેને દેશ, કાળને આશ્રચિને જોયું કે આત્માને 2010_05 Page #248 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨ ૧૯ અનિત્ય માનવામાં આવે તો પછી મોક્ષ માટેનો પુરુષાર્થ જ ન ઘટી શકે અને જો તે ન ઘટે તો પછી મોક્ષ પુરુષાર્થ નાશ પામી જાય અને જીવને મોક્ષની પ્રાપ્તિ જ ન થાય અને મોક્ષની પ્રાપ્તિ ન થાય તો પછી જીવને ભવોભવના દુ:ખમાંથી મુક્તિ કેવી રીતે થાય? અને પોતાના આશ્રયે આવેલા શિષ્યોનું દુખ દૂર કરવું અને તેઓને શાશ્વત સુખના અધિકારી બનાવવા એ તો તેઓનું લક્ષ્ય હતું જ. માટે આત્માને નિત્ય માનવામાં આવે અને તેનો ઉપદેશ આપવામાં આવે તો જ જીવોનું કલ્યાણ થાય એવું તેમને પ્રામાણિકપણે વિચારતા લાગ્યું અને તેથી આત્મા નિત્ય છે એવી દેશના આપી. - તેજ રીતે સુગતે આત્મા અનિત્ય છે એવી પર્યાયાસ્તિક નયપ્રધાન દેશના આપી તેનું કારણ તે કાળમાં જીવો ભોગમાં ડૂબેલા હતા અને આ ક્ષણિભોગમાં ડૂબેલા જીવોને તેની અનિત્યતા, પરિવર્તનશીલતાનો બરાબર ખ્યાલ આપવામાં આવે તો ક્ષણિક ભોગોમાંથી તેમની આસક્તિ ઘટે અને વૈરાગ્ય પામે તેથી તેઓએ તે રીતની દેશના આપી. આમ તે તે કાળમાં થઈ ગયેલા તે તે વ્યષિઓને સર્વજ્ઞવચનને અનુસાર તે તે નય સાપેક્ષ છે તે આત્માદિ પદાર્થનો યથાર્થ બોધ હતો છતાં તે તે નયને આગળ કરીને જે દેશના આપી તેમાં તો તે જીવોનું તે રીતે દેશના આપવામાં આવે તો જ હિત થાય એવું તેમના જ્ઞાનમાં તેમણે જોયું હતું માટે તે રીતે દેશના આપી હતી. આમ હરિભદ્રસૂરિજી મહારાજ ચોથી દ્રષ્ટિમાં વર્તતા જીવોને તેમના હિતાર્થે આવું સમાધાન આપી રહ્યા છે કે કપિલ, સુગાદિ ક્યાં તો સર્વજ્ઞ છે. અથવા તો સર્વજ્ઞના અનુયાયી છે. અર્થાત્ સર્વજ્ઞના વચનને સર્વથા સત્ય માનીને ચાલનારા છે. બેમાંથી ગમે તે હોય તો પણ તેઓ મહાન જ છે. આદરણીય છે પરંતુ નિંદનીય નથી. તેઓ ભવભીરૂ હતા. પાપથી ડરનારા હતા. સ્વ અને પરનું હિત કેમ થાય તે જ જોનારા હતા માટે પોતાના આશ્રયે આવેલા જીવનું શ્રેય થાય એ જ તેમનું લક્ષ્ય હતું. દષિદેશનાનું મૂળ પરમાર્થથી સર્વજ્ઞ દેશના જ છે. સર્વજ્ઞવાણી જગતમાં પ્રમાણ ભૂત છે. તેમાં કોઈપણ આત્માનું અંતઃકરણ ન દૂભાય તે રીતે જ તે નય સાપેક્ષ વચનનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વજ્ઞ વાણીમાં નય નિરપેક્ષ કોઈ પ્રયોગ નથી. જેમ તે તે નય સાપેક્ષ પદાર્થનું સ્વરૂપ શું છે? તેનો જેમ વિચાર સર્વજ્ઞ શાસનમાં યથાર્થ કરવામાં આવ્યો છે તેમ તે તે નય સાપેક્ષ પદાર્થનો ઉપદેશ આપતા પહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળા વગેરે જોવાનું પણ ખાસ વિધાન છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં જે નય સાપેક્ષ પદાર્થનો ઉપદેશ આપવાનો હોય તેનાથી ભિન્ન નય 2010_05 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સાપેક્ષ પદાર્થનું નિરૂપણ કરવામાં આવે તો તે નય દુર્નય બની જાય છે. તે દેશના અપ્રમાણ બની જાય છે. તત્ત્વ દૃષ્ટિએ તો જેના દ્વારા આત્મામાંથી વિકારીભાવો નીકળે તેવી પ્રરૂપણા તે સુનય અને વિકારીભાવો વૃદ્ધિ પામે તેવી પ્રરૂપણા તેવો ઉપદેશ તે દુર્નય. નચ અને પ્રમાણનો ભેદ પ્રમાણ જેમ શુદ્ધજ્ઞાન છે તેમ નય પણ શુદ્ધ જ્ઞાન જ છે છતાં બંનેમાં ફેર એટલો છે કે પ્રમાણ જ્ઞાન અખંડ વસ્તુને સ્પર્શે છે જ્યારે નય જ્ઞાન વસ્તુના અંશને સ્પર્શે છે. આમ બંને વચ્ચે મર્યાદાનો ભેદ હોવા છતા પ્રમાણથી અવિરુદ્ધ હોવાના કારણે બંને શુદ્ધ જ્ઞાન છે. પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ નય' દ્વારા થાય છે કેમ કે પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાન જ્યારે બીજાની આગળ પ્રગટ કરવામાં આવે છે. ત્યારે તે ખાસ મર્યાદામાં આવી જ્વાથી “નય” બની. જાય છે. એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દૃષ્ટિએ ઉત્પન્ન થતી જુદી જુદી યથાર્થ વિચારણા તે નય છે. જેમ વ્યક્તિ એક જ હોવા છતાં જુદી જુદી અપેક્ષાએ તેને કાકા-ભત્રીજો, મામા-ભાણેજ, પુત્ર-પિતા, સસરો-જમાઈ માનવામાં અને કહેવામાં આવે છે. નયને સમજવા માટેનું આ વ્યવહારુ ઉદાહરણ છે. પદાર્થના ગુણધર્મને અનુલક્ષીને સુનય-કુનય નથી. પરંતુ દશ્ય પદાર્થને જોઈને એના પ્રત્યે આપણે કેવા ભાવ કરીએ છીએ તે ઉપર સંસારભાવ અને મોક્ષભાવ સમજવાનો છે. દેહભાવ અને દેહદૃષ્ટિ એ કુનય છે અને આત્મભાવ અને આત્મદ્રષ્ટિ એ સુનય છે. કોઈપણ પદાર્થને રાગપૂર્વક જોવો-જાણવો નહિ અને જોયા - જાણ્યા પછી રાગ કરવો નહિ તે સુનય-દૃષ્ટિ છે. જ્ઞાતા-દ્રષ્ટા ભાવે રહેવું તે સુનય છે. રાગભાવ હટાવવો તે સુનય છે. ચોથી દીપ્રા નામની દ્રષ્ટિમાં વર્તતા જીવો તે દ્રષ્ટિમાંથી નીચે ઉતરે નહિ અને ક્રમે કરીને ઉત્તરોતર અધ્યાત્મના માર્ગે આગળ વધે તે માટે તેમની અધ્યાત્મના વિષયમાં કેવી દ્રષ્ટિ અને વિચારણા હોવી જોઈએ તેનો ખ્યાલ હરિભદ્રસૂરિજી મહારાજ પ્રસ્તુત શ્લોકો દ્વારા આપી રહ્યા છે. દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ એ બે જુદી ચીજ છે અંતઃકરણની નિર્મળતા જળવાઈ રહે અને તે નિર્મળતા વૃદ્ધિ પામે તો જ દૃષ્ટિના માર્ગમાં આગળ વધાય. અન્યથા દૃષ્ટિના માર્ગમાંથી નીચે ઉતરવું બહુ સહેલું છે. પદાર્થ કેવો છે? તેનું શું સ્વરૂપ હોવું જોઈએ? તેનો નિર્ણય કરવા માટે દ્રવ્યાનુયોગની વ્યવસ્થા છે. પરંતુ પદાર્થ પ્રત્યે કેવો અભિગમ અપનાવવામાં આવે તો જીવનું કલ્યાણ થાય એ અધ્યાત્મનો વિષય છે અને 2010_05 Page #250 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨ ૨૧ એ અભિગમ બધાને માટે દરેક દ્રવ્ય - ક્ષેત્ર - કાળમાં એક સરખો તો રહેતો નથી. જીવના બોધની કક્ષા અનુસાર તે અભિગમ નક્કી કરાય છે. એ ન્યાયે ચોથી દૃષ્ટિવાળા જીવો હજુ પૂલ બોધવાળા છે. સૂક્ષ્મબોધ તેમની પાસે નથી. માટે સૂક્ષ્મબોધને પામેલા હરિભદ્રસૂરિજી મહારાજ ચોથી દૃષ્ટિવાળા જીવોની અંતઃકરણની વિશુદ્ધિ જળવાઈ રહે અને તેઓ આગળ વધે તે માટે તત્ત્વદૃષ્ટિથી -સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા કપિલ - સુગત વગેરે સર્વજ્ઞ ન હોવા છતાં તે બધાને સર્વજ્ઞ તરીકે સ્વીકારવાનો ઉપદેશ આપી રહ્યા છે. અર્થાત તે તે દર્શનમાં જન્મેલા આત્મા અજુભાવથી પોતાના દેવને સર્વજ્ઞ માનીને ચાલે તો તે આગળ વધી શકે છે. એનો તમારે અપલાપ નહિ કરવો જોઈએ એવું જણાવી રહ્યા છે. કારણ કે વસ્તુતત્ત્વના સૂક્ષ્મબોધ વિના-પથાર્થજ્ઞાન વિના બીજાના દેવા માટે અભિપ્રાય આપવો કે “તારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ નથી. મારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ છે.” એ ન્યાયની રીતિથી વિરુદ્ધ છે અને ક્યારેક આવો ઉપદેશ આપવામાં અંદર અહંકાર, નિંદા, બીજનો પરાભવ કરવાની વૃત્તિ આ બધા દોષોને પ્રવેશવાનો અવકાશ ઘણો છે. અજ્ઞાની બનીને રહેવું અને દોષોને અંદર ન આવવા દેવા એ ત્યારે જ બને કે આત્મા ગુણગ્રાહીં દૃષ્ટિવાળો હોય, માધ્યસ્થ પરિણતિવાળો હોય અને જ્યાં ન સમજાયા ત્યાં મૌન રહીને મહાપુરુષના માર્ગનું અવલંબન લેનારો હોય. અજ્ઞાનકાળમાં આ બે ગુણો હોય તો આત્મા ઘણા દોષોથી બચી જાય છે. સ્કૂલબોધમાં જ્યારે ગુણગ્રાહિતા, માધ્યસ્થ પરિણતિ, મીન, મહાપુરુષો ઉપર આદર, બહુમાન આ બધું ભળે છે ત્યારે બોધમાંથી દોષો - કષાયો નીકળવા માંડે છે અને બોધ સ્વચ્છ થતા સાથે સાથે સૂક્ષ્મ પણ થવા માંડે છે. બોધને સ્કૂલ રાખનાર જેમ અજ્ઞાન છે તેમ દોષો અને કષાયો પણ છે તેથી શાસ્ત્રના અભ્યાસથી બોધ વધવા છતાં તે બોધમાંથી દોષો કપાયો ન નીકળે તો તે બોધ વિશાળ હોવા છતાં સ્કૂલ જ રહે છે. તેનાથી આત્મોપયોગી કોઈ કાર્ય થતું નથી અને બોધમાંથી દોષો અને કષાયો નીકળતાં બોધ સ્વચ્છ થાય છે. પછી બોદ્દાને સૂક્ષ્મ થતાં બહુ વાર લાગતી નથી. સ્વચ્છ થયેલો બોધ શાસ્ત્રના અભ્યાસથી વિશાળ થયેલો ન હોય તો તે ઉત્સર્ગ-અપવાદની મર્યાદા સમજવામાં અંતરાયભૂત થાય છે પણ પોતાના આત્મામાં વર્તતા હેય - ઉપાદેયના પરિણામને જોવામાં અને તેને અનુરૂપ પ્રતીતિ ઊભી કરવામાં બાધક બનતો નથી એટલે કેવલજ્ઞાનને અટકાવવામાં કેવલજ્ઞાનાવરણીય એ કારણ હોવા છતાં મુખ્યતયા કારણ મોહનીય જ છે. મોહનીયના નાશે મતિજ્ઞાન વીતરાગ થયે છતે પછી કેવલજ્ઞાન પામતા વાર લાગતી નથી. तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दशां सताम् । यज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३९॥ 2010_05 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કપિલ, સુગત વગેરેની દેશના સર્વજ્ઞ મૂલક જ છે તેથી કરીને સર્વજ્ઞના અભિપ્રાયને જાણ્યા વિના વર્તમાનદર્શી પ્રમાતાઓએ સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો, સર્વજ્ઞનો અપલાપ કરવો તે બરાબર નથી | સર્વજ્ઞ જે અતીન્દ્રિય પદાર્થોનું વર્ણન કરે છે તે અતીન્દ્રિય પદાર્થો આપણને પ્રત્યક્ષ દેખાતા નથી કારણ આપણું મતિજ્ઞાન આવરણવાળું છે. આવરણના કારણે જગતમાં જેટલા જેટલા પદાર્થો છે તેમાંથી અનંત બહુભાગ પદાર્થોને આપણે જાણી શકતા નથી. અને જે અનંતમાં ભાગના પદાર્થોને જાણીએ છીએ તે પણ તેના અમુક ધર્મોથી જ જાણીએ છીએ. સંપૂર્ણ પણે નહિ. આ છે આપણી સંસારી અવસ્થા. કેવલજ્ઞાનચક્ષુ વિના આપણે ચર્મચક્ષુથી દેખતા હોવા છતાં પણ અંધતુલ્ય છીએ એટલે આંધળાને માટે લાકડી સમાન એવા પરોક્ષજ્ઞાનવડે છમસ્થોનો વ્યવહાર ચાલે છે. આંધળો હાથ લગાડીને સ્પર્શદ્વારા વસ્તુને જેમ જાણે તેમ દિવ્યચક્ષુથી અંધ બનેલા આપણા માટે આ શાસ્ત્રજ્ઞાન હસ્તસ્પર્શ તુલ્ય છે. તેના દ્વારા છમસ્થ જીવો પદાર્થો વિશે વ્યવહાર ભલે કરી શકે પણ યથાવત કેમ જાણી શકે? . अन्तरा केवलज्ञानं छद्मस्थाः खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शास्त्रज्ञानं तद्व्यवहारकृत् ॥१०॥ અધ્યાત્મોપનિષદ્ - ૧ ઉપાધ્યાયજી મહારાજ. સર્વની દેશનાના ભેદ અંગે સમાધાનની વિચારણા કર્યા પછી હરિભદ્રસૂરિજી મહારાજ કહી રહ્યા છે કે અતીન્દ્રિય પદાર્થો એ છાર્મસ્થિક જ્ઞાનનો વિષય નથી એતો કેવલજ્ઞાનનો વિષય છે. છતાં સ્વમતનો રાગ અને અન્યમતના દ્વેષને કારણે પક્ષપાત દૃષ્ટિથી આપણે કહીએ કે “અમારા ભગવાન સર્વજ્ઞ છે તેમણે જે કહ્યું તે જ યથાર્થ છે. તમારા ભગવાન સર્વજ્ઞ નથી.” એ અર્વાગદર્શપ્રમાતા, સજ્જનપુરુષોને માટે શોભાસ્પદ નથી. જગતમાં સજ્જનપુરુષોનું એ સ્વરૂપ છે કે તેઓ યુક્તિ વિરુદ્ધ, ન્યાય વિરુદ્ધ, લોક વિરુદ્ધ, કશું બોલે નહિ. તે જે કંઈ બોલે તે યુક્તિયુક્ત જ હોય. ન્યાય, નીતિ અને સદાચારના માર્ગથી યુક્ત હોય તેમજ બીજાને હિત કરનારું હોય. રાગ-દ્વેષ અંદરમાં પડેલા હોવા છતાં એ રાગ-દ્વેષની અસર તળે આપણે ન આવીએ તો જ આપણો વ્યવહાર પક્ષપાતવિનાનો બને. પક્ષપાતવાળી વ્યક્તિની જગતમાં કોઈ કિંમત નથી. એટલા માટે ન્યાયાલયમાં - ઉચ્ચ સ્થાનોમાં નિષ્પક્ષપાતી અને બુદ્ધિશાળી આત્માઓની ગોઠવણ કરવામાં આવે છે. જગતમાં ઉચ્ચ સ્થાને રહેલી વ્યક્તિઓ જ્યારે પક્ષપાતી બને છે, પ્રામાણિકતા અને મધ્યસ્થતા ગુમાવે છે ત્યારે જગતને ઘણું નૂકસાન થાય છે, દરેક ક્ષેત્રમાં 2010_05 Page #252 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૨૨૩ આત્મસાક્ષીએ અપ્રામાણિક બનેલી વ્યક્તિઓ દ્વારા જે નુકસાન થયું છે તે બીજા કોઈના દ્વારા થયું નથી. અંતઃકરણથી અપ્રામાણિક બનેલ પોતાને અને પરને બંનેને નુકસાન કરે છે. અંતઃકરણને મલિન કરવા દ્વારા પોતાના ભાવિ હિતને જોખમમાં મૂકે છે. અને અપ્રામાણિક વર્તન દ્વારા સામી વ્યક્તિને આ લોકમાં ઘણા અંતરાયો ઊભા કરે છે. માધ્યસ્થદૃષ્ટિ, સજ્જનતા, પ્રામાણિકતા એ તત્ત્વપ્રાપ્તિનું બીજ છે. સૂક્ષ્મબોધ દ્વારા વસ્તુ સ્વરૂપનો અનેકાંતગર્ભિત યથાર્થ બોધ થયા પછીથી સર્વજ્ઞતત્ત્વનો યથાર્થ નિર્ણય કરી જગતના જીવો ઉન્માર્ગથી બચી સન્માર્ગને પામે અને એ દ્વારા પોતાનું હિત સાથે એવી નિતાંત કરૂણા બુદ્ધિથી જે સર્વજ્ઞ છે તેને સર્વજ્ઞ કહેવા અને જે સર્વજ્ઞ નથી, તેનો નિષેધ કરવો તે માર્ગ છે પણ તે પહેલા સૂક્ષ્મબોધ વિના, પદાર્થનો યથાર્થ નિર્ણય કર્યા વિના દૃષ્ટિરાગથી કે પોતાના કુળ વગેરેના મમત્વથી પોતાના દેવને સર્વજ્ઞ કહેવા અને બીજાનું ખંડન કરવું તે માર્ગ વિરુદ્ધ છે. વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય જ્ઞાનાચારથી થાય છે. દર્શનાચારથી પ્રેમદૃષ્ટિ વ્યાપક બને છે અને અનંતાનુબંધી કષાયોનો નાશ થાય છે જ્યારે ચારિત્રાચારથી સ્વરૂપમાં સ્થિરતા આવે છે. વસ્તુતત્ત્વના યથાર્થ નિર્ણય દ્વારા સર્વજ્ઞતત્ત્વનો નિશ્ચય કરી પોતાના સર્વજ્ઞને સર્વજ્ઞ કહેતા ગર્વ કરવાનો નથી. બીજાનો પરાભવ કરવાનો નથી પણ જગતના જીવો માટે કરૂણાબુદ્ધિ કેળવવાની છે અને એના દ્વારા આપણા આંતરિક પરિણામોની રક્ષા કરવાની છે. આપણો આત્મા ક્યાંય પણ અધ્યાત્મના માર્ગમાંથી નીચે ન ઉતરી પડે તે તો સતત જોયા કરવાનું છે. પોતાના આધ્યાત્મિક ઉપકારને ગૌણ કરીને જગતની સારી ગણાતી એવી પણ કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. સાધનના માર્ગે આગળ વધવા ઇચ્છતા સાધકે અનુભવી મહાપુરુષોના આ વચનને હૃદયમાં કોતરી રાખવા જેવા છે.“પુણ્યના યોગે અનંતી વાર સારી અને સાચી સામગ્રી પામ્યા પણ તેનો સદુપયોગ કરતા ન આવડ્યું માટે અનંતીવાર દુઃખ પામ્યા છીએ. અજ્ઞાન કે દ્વેષબુદ્ધિથી બીજાના દેવનો સર્વજ્ઞ તરીકે અપલાપ કરનારો માધ્યસ્થ દૃષ્ટિ, સજ્જનતા અને પ્રામાણિકતા ગુમાવે છે અને એના દ્વારા તત્ત્વ પ્રાપ્તિની અયોગ્યતા પોતાનામાં ઊભી કરે છે. એક વખત અજ્ઞાનપ્રયુક્ત, દૃષ્ટિરાગપ્રયુક્ત કે કુળના મમત્વપ્રયુક્ત અયોગ્યતા આત્મામાં ઊભી થઈ ગઈ પછી જીવ ગમે તેટલો બહારથી ધર્મ કરે તો પણ તે ધર્મ તેને દૃષ્ટિના વિકાસમાં 2010_05 39 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ આગળ વધવા દેતો નથી. આ બધા નુકસાન હરિભદ્રસૂરિ મહારાજ પોતાના જ્ઞાનમાં જોઈ રહ્યા છે અને તેથી તેનાથી બચવા હિતોપદેશ આપી રહ્યા છે. જૈન શાસ્ત્રોના અભ્યાસથી સ્યાદ્વાદનો બોધ થાય છે પણ તેને અંદરમાં ઉતારવા માટે તો સર્વત્ર સમાધાનની કળા આવકાર્ય છે. સમાધાનની કળાથી જ્ઞાન કર્કશ બનતું નથી. પણ મુલાયમ રહે છે. જ્ઞાનને મુલાયમ રાખવું એજ સ્યાદ્વાદનું છે. આપણા દરેક વિચારને, વાણીને સ્યાદ્ પદથી યુક્ત કરવાથી વિચાર, વાણીના આગ્રહથી આપણે બચી શકીએ છીએ અને આપણા વિચાર વાણીને સ્વપરના હિતમાં જોડી શકીએ છીએ. યોગમાર્ગમાં પદાર્થનો બોધ જેમ આવશ્યક છે તેમ તે પદાર્થના બોધથી થતા આગ્રહાદિના નુકસાનથી બચવાં સ્વાદ ભાવિતતા પણ બહુ જરૂરી છે. સ્યાસ્પદ દૃષ્ટિથી સઘળા જીવો. સાથે સમન્વય કરતા શીખવું જોઈએ. આ પ્રેમપૂર્વક પદ્ધતિ અપનાવવી એ આગળ વધવાનો માર્ગ છે. અને બીજાને પણ આગળ વધારવાનો માર્ગ છે. સ્યાદ્ પદથી આપણે આપણા બોધને ભાવિત કરતા નથી માટે પદાર્થના મર્મ સુધી પહોંચી શકતા નથી અને અધવચમાં જ અટવાયા કરીએ છીએ. વસ્તુના આગ્રહ કરતા પણ વિચારોનો આગ્રહ બહુ ખરાબ છે. એટલા જ માટે ઉપાધ્યાયજી મહારાજ સમતા શતકમાં વિચારોના આગ્રહવાળાના બોધને કૃતાંધકાર તરીકે ઓળખાવી રહ્યા છે. હ હા મોહકી વાસના, બુધર્યું ભી પ્રતિકૂળ, યા તે અંધ શ્રુતકેવલી , અહંકારકો મૂલ, આ જગતમાં મોહની વાસના કોને નથી સતાવતી? પંડિતોને પણ તેનાથી બચવું કઠીન પડે છે તો પછી બીજા સામાન્ય આત્માની તો વાત જ શું કરવી? શ્રુતકેવલી પણ અહંકારના મૂળરૂપ મોહમાં અંધ થઈ જાય છે. વિકલ્પ માત્રને સ્યાદ્ લગાડવા. જેથી બંધ રહિત થવાય. વિકલ્પ એટલે રાગ. વિકલ્પ એટલે ક્ષણિકજ્ઞાન. વિકલ્પ એટલે ક્ષણિક સુખ. સાત્ત્વિક, રાજસ, તામસભાવો કે ક્રમિકભાવો છે. અનિત્યભાવો છે તે બધા વિકલ્પ રૂપે છે. અનિત્યભાવોમાં વિકલ્પ શબ્દ લાગુ પડે છે. સ્વરૂપભાવો નિત્ય છે તો ત્યાં નિર્વિકલ્યતા છે. સ્યાદ્વાદ શૈલીથી વિકલ્પમાત્રને સ્યાદ્ લગાડતા જ્ઞાન મૃદુ બને છે અર્થાત કોઈ પણ વિષયમાં આમ ઘટી શકે, આવું હોવું જોઈએ, આમ લાગે છે, જ્ઞાનીના જ્ઞાનમાં આમ જોવાયેલું હોવું જોઈએ, આ રીતે સ્યાદ્ લગાડતા જ્ઞાન અહંકારાદિથી મલિન થતું નથી તેથી રાગરહિત થવાય છે. નિર્વિકલ્પદશાને સ્યાદ્ લગાડવાનું નથી કારણ તે રાગરહિત, પૂર્ણ અને નિત્યદશા છે. 2010_05 Page #254 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩ ૨ ૨૫ निशानाथ प्रतिक्षेपो, यथाऽन्धानामसङ्गतः । तद्भेद परिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥ १४० ॥ આ જ વાતને દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ ચક્ષુ વગરના આંધળા લોકોને ચંદ્રમાનું ખંડન કરવું અને તેના ભેદની કલ્પના કરવી કે ચંદ્ર ચોરસ છે, વાંકો છે તે નીતિ માર્ગથી સંગત નથી. તે જ રીતે વર્તમાનનું જોનારા એવા છસ્થોને સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો અને તેના ભેદની કલ્પના કરવી એ ન્યાય માર્ગથી વિચારતાં યુક્તિયુક્ત નથી. આંધળાઓને ચંદ્ર ન દેખાતો હોવા છતાં કહે કે ચંદ્ર ચોરસ છે. વાંકો છે કે અનેક છે તે યુક્ત નથી. તેજ રીતે સર્વજ્ઞવચન શું છે તે જાણ્યા વિના પક્ષપાતથી સર્વજ્ઞવચનને ખોટા કહેવા કે તેમનામાં જુદાપણું કલ્પવું તે યુક્તિયુક્ત નથી જ્યાં સુધી જે વિષયનો જીવ સમ્યગજ્ઞાતા ન બને ત્યાં સુધી તે વિષયમાં તે મૌન રહે એ તેના માટે ભૂષણ છે. અજ્ઞાનીને બોલવાનો નિષેધ છે અને જ્ઞાનીને પણ જે વિષયમાં જેટલું જાણે તેનાથી અતિરિક્ત બોલવાનો નિષેધ છે. વસ્તુતત્વના જ્ઞાનવિના બોલવાથી ઘણા નુકસાન થાય છે. એટલા માટે રાજા, મહારાજા, ચક્રવર્તી કરતા પણ ઉપદેશક, વિદ્વાન અને લેખકોની જવાબદારી વધારે છે. એ પોતાની સમજણના બળ ઉપર જેવા વિચારો ફેલાવશે તેવું પ્રજામાનસ તૈયાર થશે. એક પણ ખોટા વિચાર જગતમાં ફ્લાવવામાં આવશે તો તેનાથી જગતને જે નુકસાન થશે તે નુકસાન બીજાથી નહિ થાય માટે જ શાસ્ત્રાનુસારી માર્ગસ્થ ઉપદેશકની કિંમત ઘણી મોટી છે. માર્ગસ્થ ઉપદેશ દ્વારા જ જગતનું હિત કરી શકાય છે. જીવોમાં તૃષ્ણા અને કષાયોનો અગ્નિ અનાદિકાળથી પ્રજ્વલિત છે. એને ઠારનારા વચનો એ જ સર્વજ્ઞના વચન છે. સર્વજ્ઞના વચનોમાં શાંતરસ રહેલો છે. આત્મા સ્વભાવે સહજાનંદી છે તો તે સહજાનંદીપણું શું છે ? નિર્વિકલ્પતા, સર્વજ્ઞતા અને વીતરાગતા ત્રણેનું એકત્વ સહજાનંદીપણું છે અને એનો ભોક્તા સ્યાદ્વાદી બની શકે છે. કોઈપણ રીતે અંદરમાંથી આગ્રહ-પકડો વિ. તૂટવા જોઈએ અને નિરાગ્રહીપણું, ગુણગ્રાહીપણું પેદા થાય તો જ સ્થાવાદ જીવનમાં અમલી બને, વસ્તુના યથાર્થબોધ વિના વસ્તુને માટે અભિપ્રાય આપવો એ અજ્ઞાનતાનું સૂચક છે. અહિંયા જન્માંધ મનુષ્યો અને હાથીનું દ્રષ્ટાંત વિચારણીય છે. કોઈક સ્થળે છ આંધળાં પુરુષો હાથીની પાસે આવ્યા અને તે હાથીના સ્વરૂપનો નિર્ણય કરવા માટે તેને તપાસવા લાગ્યા. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે હાથી તેને સાંબેલા જેવો લાગ્યો. બીજાના હાથમાં દંતશૂળ આવ્યું તો તેને ભૂંગળા. 2010_05 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જેવો લાગ્યો. ત્રીજાના હાથમાં કાન આવ્યો તો તેને સૂપડા જેવો લાગ્યો. ચોથાના હાથમાં પગ આવ્યો તો તેને થાંભલા જેવો જણાયો. પાંચમાના હાથમાં પેટ આવ્યું તો તેને મશક જેવો જણાયો અને છટ્ટાના હાથમાં પૂંછડું આવ્યું એટલે તેને તે સાવરણી જેવો જણાયો. આ ઉપરથી તેઓએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો. અને બીજાના અભિપ્રાયને ખોટા કહી પરસ્પર ઝઘડવા લગ્યા. ખોટી ચર્ચામાં ઉતરી ગયા ત્યાં એક દેખતા માણસે આવીને સમાધાન કર્યું કે તમે બધા જ 'તમારી અપેક્ષાએ સાચા છો પણ બીજાને ખોટા કહો છો માટે તમે ખોટા ઠરો છો, તે જ રીતે સર્વજ્ઞના વિષયમાં અંધતુલ્ય એવા આપણે સર્વજ્ઞને માટે જેમ તેમ અભિપ્રાય આપીએ અને બીજાને માન્ય સર્વજ્ઞનો અપલાપ કરીએ એ જીવમાં રહેલ મતાર્થપણાનું સુચક છે. મતાથી નહિ પણ આત્માર્થી બનવાનું છે. - મતિજ્ઞાનમાંથી મત નીકળે તો આપણે મતાર્થી બનીએ પણ આપણે મતાર્થી ન બનતા આત્માર્થી બનવાનું છે. મતિજ્ઞાની મત વગરનો હોઈ શકે પણ વિચાર વગરનો ન હોઈ શકે. મત-વિચાર- વિકલ્પ એ વિનાશી છે માટે તેના અર્થી ન થવું. આપણા વિચાર, વિકલ્પની ધારાને પરમાત્મતત્ત્વ ઉપર લગાડીએ તો આપણે આત્માર્થી. બહારથી અસત્ પદાર્થોનો ત્યાગ કરવાનો છે તેમ અંદરમાં વિકલ્પોના જે અસત્ ભાવો છે તેનો પણ ત્યાગ કરવાનો છે. તેમ જ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ જે અસત્ રૂપ છે તેનો પણ ત્યાગ કરવાનો છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિને જે દેહભાવે હું અને મારા માનવા તે પણ સ્વાર્થીપણું છે. બહારમાં નામ લિંગ અને વેશના ઝઘડા છે જ્યારે અત્યંતરમાં વિકલ્પોના ઝઘડા છે. વીતરાગતા પામવામાં જીવને સ્વરછંદ નડે છે. અને તે મોહ-અહમ્-રાગ રૂપ છે. આપણને આપણા વિકલ્પોમાં સત્યતા અને અહમપણાની બુદ્ધિ રહે છે. કારણ મારો વિકલ્પ સાચો છે તેમ મનમાં રહે છે. આપણો વિકલ્પ સર્વાગી સત્ય છે કે નહિં? વિશિષ્ટ જ્ઞાની ભગવંત સિવાય બીજા કોણ કહી શકે? માટે આપણા વિકલ્પમાં પરમાત્માનો આશ્રય લેવો જોઈએ. તે પરમાત્માના શરણે જવું જોઈએ અને તે દ્વારા નમ્ર બનવું જોઈએ તો જ આપણે વિકલ્પ દ્વારા થતા અહથી બચી શકશું. અન્યથા વિકલ્પમાં અહમ્ અને આગ્રહ આવશે તો નિહનવોની જેમ કદાગ્રહી થઈને દુર્ગતિમાં જઈશું. વિકલ્પની નિર્બળતા એટલા માટે છે કે ગમે તેવો વિકલ્પ શ્રેષ્ઠ હોય તો પણ તે વિનાશી છે. સંસારની અસારતા પણ અનિત્યતાને કારણે છે. જે વિનાશી છે તે સારું હોય તો પણ તે સારું શું કરવાનું? એનું સારાપણું કેટલો વખત 2010_05 Page #256 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨ ૨૭ ટકવાનું? સુખ આત્મામાં છે. એમ સમજીને સ્વજન-પરિગ્રહાદિ છોડ્યા છે. તેમ ત્રણે યોગો પગલના બનેલા છે. તેને પણ અંતે છોડવાના છે તેનો ખ્યાલ રાખી તેનો સદુપયોગ કરવાનો છે. ગુરુને ત્રણે યોગ અર્પણ કરીને જીવવાથી ત્રણે યોગથી છૂટાય છે. તન-ધન-સ્વજન બધાનું સર્વસ્વ મન છે. ગુરુને જો મન અર્પણ કરી દઈએ તો સ્વચ્છેદ પણું કેવી રીતે રહે? ત્રણે યોગ ગુરુને અર્પણ ન કરાય ત્યાં સુધી બાહ્યથી ત્યાગી બનવા છતાં સ્વચ્છંદ બની રહે છે. મતિજ્ઞાન, મતિજ્ઞાનાવરણીયકર્મ, મોહભાવ, મોહનીસકર્મ અને સંજ્ઞી પંચેન્દ્રિયપણાનો સમુહ તે વિકલ્પ છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વિકલ્પ હોય, રાગ હટે તો વિકલ્પ ખતમ થાય. જેટલા જેટલા રાગના ભાવો છે તે વિકલ્પ જરૂર છે. પણ જેટલા જેટલા વિકલ્પ છે તે રાગ નથી. વિકલ્પ તો વૈરાગ્યમાં પણ છે, ભક્તિમાં પણ છે, ત્યાગમાં પણ છે, તપમાં પણ છે, સમિતિગતિમાં પણ છે. પણ તે બધા રાગ નથી પણ સાત્ત્વિક ભાવો છે. જે જીવને મોહભાવ દૂર કરવામાં ઉપયોગી છે. આંધળાઓ જેમ ચંદ્રમાને જોયા વગર ચંદ્રમાં સંબંધી વિકલ્પો કરે, તેના માટે અભિપ્રાય આપે-એ સત્ય હોઈ શકે નહિ. તેમ અજ્ઞાની જીવો પણ સર્વજ્ઞને માટે વાદ-વિવાદ કરે, તેનો પ્રતિક્ષેપ કરે તે વિશ્વસનીય બની શકે નહિ. અંધ જનોને હાથી માટે થયેલો આંશિક બોધ તે હાથીના પૂર્ણ સ્વરૂપને બતાડી શકે નહિ. તેમ સાધકે પણ પોતાને થયેલો દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો બોધ તેને અંતિમ સત્ય સમજીને ખંડન-મંડન કરવાનું નથી પણ તે બોધને અનુસારે ગુણ પ્રાપ્તિમાં આગળ વધવાનું છે. મોહની આધીનતા દૂર કરીને નિઃશંક બનવાનું છે. પોતાની છદ્મસ્થતાને સ્વીકારી ગુરુ સમર્પણ દ્વારા સ્વચ્છંદતા કાઢવાની છે. ગૌતમ ગણધર જેવા શિષ્યમાં પણ સ્વચ્છંદતા ન હતી તે યાદ રાખવાનું છે. મારે કાંઈ વિચારવું નહિ. “મારા માટે વિચારે મારા ગુરુ” મારે તો તેમની આજ્ઞા મુજબ વર્તવું. આ વિકલ્પ પણ નિર્વિકલ્પતા લાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુરુતત્ત્વ અને પરમાત્મતત્વને સમર્પિત થવાથી મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. શિષ્ય ગુરુને ત્રણે યોગ અર્પણ કર્યા નથી. માટે કેવલજ્ઞાન થતું નથી. વિશિષ્ટ જ્ઞાની બનાતું નથી. બોદ્ધધર્મમાં એક પ્રસિદ્ધ કથા :- સ્વચ્છેદ કેમ દૂર થાય તે માટેની વાત છે. તિબેટમાં મારવા નામનો એક શિષ્ય છે. તે બુદ્ધ પાસે આવીને દીક્ષા માંગે છે. ગુરુ તેને દીક્ષા આપે છે. પૂછે છે પ્રભો! મારે હવે શું કરવા યોગ્ય છે? બુદ્ધ કહે છે. વત્સ! અહીં મઠમાં ૫૦૦ શિષ્ય છે. તું ચોખા ખાંડવાનું કામ કર. કોઈ પણ . 2010_05 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જાતનાં વિકલ્પ વિના તે સ્વીકારે છે. મારવા રાત દિવસ ચોખા ખાંડવાનું કામ કરે છે. વર્ષો વીતી ગયા. એજ કામ કરે છે. ચોખા ખાંડતા ઉંઘ આવી જાય તો સૂઈ જાય. ભવિતવ્યતા એવી સર્જાય છે કે ન કદી મારવા બુદ્ધ પાસે આવતો કે બુદ્ધ એની પાસે જતા. ગુરુનો નિર્વાણ સમય નજીક આવ્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને સ્થાપિત કરવો તે માટે વિચાર કરે છે, તે માટે બુદ્ધ બધા શિષ્યોને ભેગા કરે છે. કહે છે કે તમે આજ સુધીમાં શિક્ષણ મેળવ્યું છે. સત્સંગ કર્યો છે. તમે શું મેળવ્યું છે એનો સાર લખી દો. બધા શિષ્યો લખે છે. મન એક દર્પણ છે. એના પર ધૂળ જામી છે. સદ્ગુરુ એને સાફ કરે છે. બૌદ્ધ ઝૂંપડી બહાર આવ્યા. વાંચ્યું. પણ નારાજ થઈ ગયા. વ્હાલા શિષ્યો ! તમે વાત ઘણી સારી લખી છે પણ મને પ્રસન્ન કરી શક્યા નથી. જાવ, પેલા ચોખા ખાંડવાવાળા મારવા પાસે તેનો અભિપ્રાય લ્યો. મારવા બધાને ઉદ્દેશીને કહે છે. ગુરુ જ મળી ગયા છે તો પછી મન બચ્યું છે જ ક્યાં? મન તો લૂંટારું છે. એ આપણને સતત લૂંટે છે. ગુરુદક્ષિણામાં તેને જ આપવાનું છે. આ વાક્ય સાંભળતાજ બૌદ્ધ ત્યાં આવ્યા. રડી પડ્યા. મારવા ચોખા ખાંડી રહ્યો હતો તેને ભેટી પડ્યા અને પોતાના સ્થાને સ્થાપી નિર્વાણ પામ્યા. ગુરુ સૂર્ય છે. તેના વચનો એ સૂર્યના કિરણો છે. જે આપણા અજ્ઞાન અને મોહનો નાશ કરે છે. પણ તે મધ્યાહનો નહિ, પ્રાત:કાળનો સૂર્ય છે. જે કદી અસ્ત થતો. નથી. એ બહારથી અસ્ત થાય તે પહેલા આપણા અંદરના સૂર્યને પ્રગટ કરે છે. આત્મસાક્ષાત્કાર કરાવે છે. અધ્યાત્મ જગતનો આ સૂર્ય કદી અસ્ત પામતો નથી. અંતઃકરણમાં શું શું છે ? (૧) લોભ - કાંઈક જોઈએ છે તે લોભ. ' (૨) ઇચ્છા - અમુક પદાર્થ જોઈએ છે તે ઇચ્છા. (૩) રાગ - ઇચ્છિત પદાર્થમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ કરવી તે રાગ. (૪) વિકલ્પ - મતિજ્ઞાનમાં ઇચ્છિત પદાર્થનું પ્રતિબિંબ પડે છે, તે પદાર્થનું ચિંતવન હોય છે તે વિક્મ. (૫) અજ્ઞાન - પરપદાર્થને સ્વ માનવા. તેમાં આત્મબુદ્ધિ સ્થાપન કરવી તે અજ્ઞાન. વિશ્વના સર્વપદાર્થો સમકાલીન જે પ્રતિબિંબિત થાય છે તે નિર્વિકલ્પ જ્ઞાન છે. જે આદર્શ રૂપ છે. જ્યારે અમુક ઇચ્છિત પદાર્થનું જ્ઞાનોપયોગમાં ચિત્રામણ થાય છે તે વિકલ્પ છે. 2010_05 Page #258 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૨૨૯ વિકલ્પ જ્ઞાન એકદેશીય છે. નિર્વિકલ્પજ્ઞાન સર્વદેશીય છે. આવા લોભ, ઇરછા, રાગ, વિકલ્પ અને અજ્ઞાનને કાઢવા તેનું નામ સંવર-નિર્જરા છે અને રાખવા તે આશ્રવ અને બંધ છે. જ્ઞાનમાં જ્યાં સુધી મોહાદિ ભાવો છે ત્યાં સુધી સાવરણજ્ઞાનમાં પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ચિત્રામણો થાય છે. તે જ્ઞાનમાં વિકાર છે. જ્ઞાન નિરાવરણ થાય એટલે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ચિત્રામણ નીકળી જાય એટલે જ્ઞાન અરીસાની જેમ બિંબ બનીને રહે અને સામે રહેલ સમસ્ત વિશ્વના પદાર્થો તેમાં સહજતાએ, સરળતાએ, સતત પ્રતિબિંબિત થાય એ જ્ઞાનનું શુદ્ધ અવિકારી સ્વરૂપ છે. મોહાદિ ભાવો જ્ઞાનના આધારે રહ્યા છે. અને જ્ઞાન આત્મપ્રદેશોના આધારે છે તેથી જ્ઞાનમાં જે મોહાદિ ભાવો અહ-મમત્વભાવે રહેલ છે તેમ આત્મા અને દેહ ક્ષીરનીરની જેમ બદ્ધ સંબંધે રહેલ છે. માટે Don't go to know. Don't go to see. જેથી મોહભાવો અહમ્-મમત્વભાવે જે જ્ઞાનમાં રહેલા છે તે નીકળી જાય. આપણે વીતરાગવાદી બનવું પણ વ્યક્તિવાદી ન બનવું. છઘ અવસ્થાવાળા ગુરુમાં પૂજ્યભાવ રાખવો પરંતુ સંપ્રદાયવાદી ન બનવું. પરસ્પરના ખંડનની પદ્ધતિ બહુ ખરાબ છે. ખતરનાક છે તેમાંથી અધ્યાત્મભાવ અને સાર હાથમાં નથી આવતો. જે માણસ બીજાનું ખંડન કર્યા કરે છે તે પોતાનું જીવન સાધનાત્મક બનાવી શકતો નથી. સાધનાત્મક જીવન બનાવવું તે અધ્યાત્મ છે. પુદગલના બનેલા ભેદરૂપ સાધનને ગ્રહણ કરીને આત્મિક ભાવો સાથે અભેદરૂપે પરિણમવું તે સાધના છે. માત્ર ભેદસાધનને સાધ્ય બનાવી અટવાનું તે રચનાત્મક સાધના નથી. વ્યવહારથી પર થવાનું છે. સાધનાથી પર થવાનું છે. ખંડનમંડનથી પર થવાનું છે સાધનાથી પર થવાનું છે. न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । આપવાનું નહિધ મતદા/૧૪૧૫ કોઈ સામાન્ય પુરુષનો પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવો તે સજ્જનોને, સંતપુરુષોને યુક્ત નથી તો પછી સર્વજ્ઞનો પરાભવ, અપાલાપ, નિંદા કરવી એતો જીલ્લાછેદથી પણ અધિક ખરાબ મનાયેલો છે. સજ્જન પુરુષો- સંતપુરુષો ક્યારે પણ કોઈની નિંદા કરતા નથી. કોઈના માટે હલકું બોલતા નથી. કોઈનો વિરોધ કરતા નથી. કોઈનો પરાભવ કરતા નથી કારણ કે કોઈનો વિરોધ કરવો વગેરે તેમના સ્વભાવથી બહાર હોય 2010_05 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. તો પછી સર્વગુણસંપન્ન એવા સર્વજ્ઞનો પરાભવ કરવો-વિરોધ કરવો એ તો તેમનાથી બની જ કેમ શકે ? એમનો વિરોધ કરવાનો વખત આવે તે પહેલા તો જીભ કપાઈ જાય તો વધારે સારું એવું તેઓ માનતા હોય છે. સર્વજ્ઞના પરાભવથી તો તેવા પ્રકારના જીલ્લાછેદ કરતા પણ અનેક ગુણા ખરાબ કવિપાક થતા હોવાથી તે જીલ્લાછેદથી પણ અધિક મનાયેલો છે. અથતિ જીહ્યાછેદથી તો માત્ર તે જ ભવમાં જીવને દુ:ખ વેઠવું પડે છે પણ સર્વજ્ઞનો વિરોધ કરવાથી તો એવા પ્રકારનું અશુભકર્મ બંધાય છે કે જેનાથી જીવને અનેક ભવો સુધી નરકાદિ દુઃખો ભોગવવા પડે છે. ઉપાધ્યાયજી મહારાજ અધ્યાત્મસારમાં સ્વાનુભવ અધિકારમાં ગુણાભ્યાસ માટેના ૩૦ સ્થાનો બતાવી રહ્યા છે તેમાં સૌથી પહેલું સ્થાન આ કહે છે કે આ લોકમાં કોઈની પણ નિંદા ન કરવી. ગમે તેવા પારિષ્ઠ અને દુર્જન દેખાતો હોય તો પણ તેની નિંદા ન કરતા તેની ભવસ્થિતિ - સંસાર સ્થિતિનો વિચાર કરવો. મોક્ષે જવા માટેનો જેનો કાળ પાક્યો ન હોય, કર્મો ઘણા ભારે હોય તે આત્મામાં દોષો તો દેખાવાના જ. પણ તેની ભવસ્થિતિનો વિચાર કરીએ કે એમાં જીવનો શું વાંક? કર્મો એને પીડી રહ્યા છે. તો તેના ઉપર થતા દ્વેષથી અને તેના કારણે થતી નિંદાથી બચી શકાય છે. નિંદા દોષની કરવાની છે. દોષિતની નહિ. દોષ અને દોષિત - એ બંને વચ્ચેની બોર્ડર લાઈન એટલી બધી ડેલીકેટ છે કે જીવ દોષની નિંદા કરતા કરતા ક્યારે દોષિતની નિંદા નહિ કરે તે કહી શકાતું નથી. માટે દોષિત, અપરાધી જીવો પ્રત્યે અંતરમાં એમની વ્યવસ્થિતિનો ખ્યાલ જળવાઈ રહે અને તેના કારણે અંદરમાં તેમના પ્રત્યે કરૂણાનો પ્રવાહ વહેતો રહે તો જ સામાન્ય માણસની પણ નિંદા-વિરોધ-પરાભવ વગેરેથી બચી શકાય છે. અન્યથા નહિ. એક સામાન્ય માણસની પણ નિંદા-વિરોધ એ અંદરથી આત્મા કઠોર ના બને તો શક્ય બનતો નથી તો પછી સર્વજ્ઞનો પરાભવ કરતા તો હૈયાને કેટલું કઠોર, કર્કશ અને નિર્દય બનાવવું પડે? તે વિના સર્વજ્ઞનો પરાભવ કેવી રીતે શક્ય બને ? અને સંતપુરુષોને પોતાના હૈયાને કઠોર બનાવવું એ કેવી રીતે ફાવે? અને હૈયું જો કઠોર બને તો પછી સંતપણું અને સજ્જનપણું કેવી રીતે ટકે? માટે આપવાદ - સર્વજ્ઞનો પરાભવ એ સંતપુરુષોને માટે કોઈ રીતે શકય નથી. | સર્વજ્ઞ પરમાત્માના વચનથી વિરુદ્ધ વચન ઉચ્ચારીને રજ્જા સાથ્વીએ ઘણા ભવો સુધી દુખની પરંપરા ઊભી કરી. પૂર્વકાળમાં ભદ્ર નામના આચાર્ય હતા. તેમનો મોટો સમુદાય હતો. તેમની આજ્ઞામાં ૬૦૦ સાધુઓ અને ૧૨૦૦ 2010_05 Page #260 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૩૧ સાધ્વીઓ હતા. રજ્જા ૧૨૦૦ સાધ્વીઓના નાયક હતા. તપ, જપ, ધ્યાન કરતા પાછલી જીંદગીમાં કોટ થયો. અસહ્ય વેદના થવા લાગી. બીજી સાધ્વીઓ પૂછે છે મહારાજ! આપને આ વ્યાધિ ક્યાંથી થયો? ત્યારે મહાપાપકર્મા તેણીએ કહ્યું કે આ રોજ ઉકાળેલું પાણી પીવામાં આવે છે તેનાથી આ કોટ રોગ થયો છે. આ સાંભળીને અનેક સાધ્વીઓનું હૃદય ક્ષોભ પામ્યું અને વિચારે છે કે ખરેખર! આમાં ઉકાળેલું પાણી જ કારણ હશે. આથી એક પછી એક સાધ્વીએ ઉકાળેલું પાણી પીવાનું છોડી દીધું અને તેના કારણે સંયમમાં મંદપરિણામવાળા બન્યા, ત્યાં એક સાધ્વીએ વિચાર્યું કે મારું શરીર એક આંખના પલકારા માત્રમાં સડીને ટૂકડે ટૂકડાં થઈ જાય તો પણ હું અપ્રાસુક - સચિત્ત પાણી વાપરીશ નહિ અને પ્રાસુક પાણી છોડીશ નહિ. અને બીજું શું આ વાત સાચી છે કે ઉકાળેલા પાણીથી આને કોટ થયો છે? પૂર્વમાં કરાયેલા અશુભકર્મના કારણે જ આ સઘળું બન્યું છે. એ પ્રમાણે વિચારવા લાગી કે હે જુઓ જુઓ ! અજ્ઞાન દોષથી હણાયેલી, અત્યંત મૂઢ હૃદયવાળી, લજ્જાવગરની, મહાપાપકર્મા એવી આ રજાએ સંસારમાં ઘોર દુઃખને આપનારું કેવા પ્રકારનું દુષ્ટવચન ઉચ્ચાર્યું. કે જે મારા કર્ણકોટરમાં પણ પેસતું નથી. જે કારણથી પૂર્વભવમાં કરાયેલા અશુભ કર્મના ઉદયથી જ જીવને દુ:ખ, દુર્ભાગ્ય, અપયશ, અભ્યાખ્યાન, કોઢ વગેરે વ્યાધિ, સંનિપાત, ક્લેશ વગેરે સંભવે છે. બીજી કોઈ રીતે નહિ. જે કારણથી આગમમાં હ્યું છે કે- કોણ દુ:ખ આપે છે? કોને આપે છે? કરેલું કોણ હરે છે? કોનું હરે છે? આત્મા પોતે જ પોતાના ઉપાર્જન કરેલ કર્મને અનુસારે સુખ દુખ ભોગવે છે. આ પ્રમાણે વિચારતા તેણીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ આવી કેવલજ્ઞાનીનો મહિમા કર્યો. કેવલીવડે પણ લોકોના તેમ જ સાદવીઓના સંશય. છેદાયા. પછીથી રજ્જા સાધ્વીએ પણ પૂછ્યું કે શા માટે હું આ મહાદુઃખનું ભાજન બની? ત્યારે કેવળીએ કહ્યું- રજ્જા ! તારું શરીર અંદરથી રકતપિત્તથી દૂષિત છે અને આ રોગવાળાએ મિષ્ટાન્ન ન ખાવું જોઇએ. છતા તે ધરાઇને ખાધું અને વળી તે મિષ્ટાન્ન કરોળિયાની લાળથી મિશ્રિત હતું. તેનાથી તને આ રોગ થયો છે, નહિ કે ઉકાળેલા પાણીથી. એ પાણી તો આત્માના દ્રવ્ય અને ભાવ બંને રોગોનો નાશ કરનાર છે. વળી ગોમૂત્રને ગ્રહણ કરવાને માટે ગયેલ તારાવડે શ્રાવકના પુત્રનું મુખ જે લાળથી ખરડાયેલું હતું અને જેના ઉપર માખીઓ બણબણ કરતી હતી તેને સચિત્ત પાણીથી તારા વડે ધોવાયેલું હતું. આ પ્રમાણે -- 2010_05 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સચિત્ત પાણીના સંઘટ્ટાની વિરાધના કરીને તેં ગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. “તો આ દુરાચારીને શિખામણ આપું કે જેથી બીજી કોઇ આવો આચાર આચરે નહિ.” એમ વિચારીને કોઇક દેવતાએ અમુક અમુક ચુર્ણના જોગને ભોજન કરતી એવા તારા અશનની મધ્યમાં નાંખ્યું કે તારા વડે જોઇ શકાય તેમ ન હતું. આ કારણે તને શરીરનો કોટ રોગ થયો છે નહિ કે ઉકાળેલું પાણી પીવાથી. ત્યારે રજાએ વિચાર્યું કે આ કેવલી ભગવંત કહે છે તે તેમ જ છે. તેમાં કોઇ ક્ષર નથી. એ પ્રમાણે વિચારીને તેણે કેવલીને કહ્યું કે હે ભગવંત! હું આપ કહો તે પ્રાયશ્ચિત સ્વીકારું તો મારો આ રોગ દૂર થઈ જશે? ત્યારે કેવલી કહે છે કે કોઈ યથોચિત પ્રાયશ્ચિત આપે તો જરૂર સારું થાય. પણ તારા કરેલા પાપનું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી શુદ્ધિ થાય. રજ્જા પૂછે છે ભગવંત! આવું કેમ કહો છો? કેવલી કહે છે તે સાધ્વીઓના સમુદાયની. આગળ જે કહ્યું કે આ ઉકાળેલાં - કાસુક પાણી પીવાથી મને કોઢ રોગ થયો છે. આવું દુષ્ટ અને મહાપાપ સમુદાયના એકપિંડ ભૂત તારું વચન સાંભળીને સર્વ સાધ્વીઓ ક્ષોભ પામી અને તેઓએ વિચાર્યું કે આપણે પણ ઉકાળેલું પાણી પીવાનું છોડી દઇએ. તેઓએ તેમના આ દુe અધ્યવસાયની આલોચના અને ગહ કરી છે અને મારા વડે તેઓને પ્રાયશ્ચિત પણ અપાયું છે પરંતુ આ દુષ્ટ વચનના દોષથી તારા વડે અત્યંત કટુ, વિપાક વિરસ, દારૂણ એવું બદ્ધ, પૃષ્ટ, નિકાચિત પાપકર્મ બંધાયું છે જેનાથી કોઢ, ભગંદર, જલોદર, વાત, ગુલ્મ, શ્વાસનિરોધ, હરસ, ગંડમાલ વગેરે વ્યાધીની વેદનાથી વ્યાસ અને દારીદ્ર, દુઃખ, દૌભગ્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ, ઉદ્વેગથી પ્રજવલિત એવા અનેક ભવગ્રહણ કરવાવડે અત્યંત દીર્ઘ કાલ સુધી તારે દુઃખને અનુભવવું પડશે. આમ આર્યાપવાદ-સજ્જન પુરૂષોની નિંદા, સર્વજ્ઞનો વિરોધ કરવાથી જીવને જે નુકસાન થાય છે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. ઉત્તમ આત્માઓ પોતાને બીજાની વાત ન બેસે તો મૌન રહે છે પણ તેની નિંદા ટીકા કરતા નથી. તે દ્વારા વૈર, વિરોધ-વિખવાદનું વાતાવરણ ઊભું કરતા નથી. ઉત્તમ આત્માઓનો પરાભવ કરવાથી, તેની નિંદા કરવાથી કે તેની સામે પડવાથી શું નુકસાન થાય છે તે માટે અંજનાના પૂર્વભવ તરફ નજર કરવા જેવી છે. અંજના પૂર્વભવમાં કનકોદરી નામની રાણી હતી. તેનો પતિ કનકરથ રાજા હતો. તે રાજાને કનકોદરીની જેમ બીજી લક્ષ્મીવતી નામની રાણી હતી તેને પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે અપૂર્વ ભક્તિ હતી. તેથી પોતાના મહેલના એક વિભાગમાં રમણીય, મનોહર, નાનકડું પરમાત્માનું મંદિર બંધાવ્યું હતું. તેમાં 2010_05 Page #262 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨ ૩૩ 2ષભદેવ ભગવાનની સ્ફટિક રત્નની પ્રતિમા પધરાવી હતી. નિરંતર તે પરમાત્મભકિત કરતી હતી. મોટા મોટા સંગીતકારોને બોલાવી ત્યાં ભકિતરસની રમઝટ જમાવતી હતી. નગરવાસી લોકો પણ ધીરે ધીરે તેની સાથે ભકિતમાં જોડાવા લાગ્યા. તેનું પુણ્ય વધવા લાગ્યું. લોકોના મોંએ ગુણગાન થવા લાગ્યા. લક્ષ્મીવતી જેમ પરમાત્માની ભકત હતી તેમ દીન દુખીયો પ્રત્યે અનુકંપા પણ કરતી હતી. સૌના દુ:ખને તે દૂર કરતી હતી. આ બધું જોઈને કનકોદરી ઈર્ષ્યાથી બળવા લાગી. તેનાથી લક્ષ્મીવતીનો ઉત્કર્ષ સહન ન થયો. તેના કારણે તે હવે તેના દોષો જોવા લાગી. તેને લક્ષ્મીવતીને માટે હલકી વાતો કરવા માંડી પરંતુ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવી તેની સ્થિતિ હતી. લોકોના હૃદય પર લક્ષ્મીવતીનું એવું નિશ્ચલ સ્થાન જામેલું હતું કે લોકો એનું ઘસાતું સાંભળવા તૈયાર ન હતા. કનકોદરીએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા ન મળી એટલે એનોતેજો - દ્વેષ વધી ગયો અને પોતાની સખી સુલેખા દ્વારા પરમાત્માની મૂર્તિ ઉપાડી લેવાનો પેંતરો રચ્યો. સુલેખાએ તે માટે બનાવટી ભક્તિ શરૂ કરી. ત્રિકાળ પૂજા શરૂ કરી. લક્ષ્મીવતીનો પણ પ્રેમ સંપાદન કર્યો અને એક વખત તક સાધીને મધ્યાહ્નના. સમયે મૂર્તિની આસપાસ પુષ્પો વેરી મૂર્તિને કરંડિયામાં સ્થાપી તેના ઉપર પુષ્પો ટાંકી કરંડિયો લઈ મંદિરમાંથી નીકળી ગઈ અને પછી કનકોદરીને આપી કનકોદરીએ તેને લઈ જઈ નગરની બહાર જ્યાં ઉકરડો હતો ત્યાં કોઈને ખબર ન પડે તે રીતે ખાડો ખોદી દાટી. પણ આ કરતા તેના હૃદયમાં ગભરાટ છે. ચારે તરફ નજર નાંખતા પાછળ સાધ્વીજી મહારાજને જોયા. તેમના કહેવાથી પશ્ચાત્તાપ થયો. પછી મૂર્તિ ત્યાંથી ઉઠાવી મંદિરમાં મૂકી દીધી. પોતે અત્યંત પશ્ચાત્તાપ કરી લક્ષ્મીવતીની માફી માંગી. પોતાના પતિ કનકરથને પણ પોતાની ભૂલ જણાવી. રાજા સહિત તેઓ રથમાં બેસીને સાધ્વીજી મહારાજને વંદન કરવા ગયા. ગુરુ મહારાજ પાસે યોગ્ય પ્રાયશ્ચિત્ત પણ લીધું. છતાં આ કર્મના ઉદયે બીજા ભવે કનકોદરી અંજના થઈ ત્યારે ૨૨-૨૨ વર્ષ સુધી પતિનો વિયોગ રહ્યો અને ત્યાર પછીથી એક રાત્રે પતિનો યોગ થતા ગર્ભ રહ્યો. સાસુએ કુલટા તરીકેનું આળ મૂક્યું. પોતાના ગામમાંથી, ઘરમાંથી કાઢી મુકી, પિયરમાં ગઇ તો ત્યાં પણ બધાએ જાકારો આપ્યો અને છેલ્લે જંગલના માર્ગે સીધાવ્યું, ત્યાં વિશિષ્ટ જ્ઞાનીનો યોગ થયો, પૂર્વભવ સાંભળ્યો. પોતાની ભૂલ શું હતી તેનો ખ્યાલ આવ્યો. જંગલમાં હનુમાનને જન્મ આપ્યો. 2010_05 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આ બતાવે છે કે જગતમાં જે કોઈ પુણ્યથી મહાન હોય કે ગુણોથી મહાન હોય બેમાંથી એકનો પણ વિરોધ કરવા જેવો નથી, પરાભવ કરવા જેવો નથી. ઊંચા આત્માઓનો વિરોધ કરનારો હાથે કરીને જ પોતે ખાડો ખોદે છે અને પછી તેમાં પડે છે. પુણ્યશાળીને જોઈને રાજી થવું જોઈએ કે પુણ્યના ઉદયને ભોગવી રહ્યો છે તેમાં આપણે દુ:ખી થવાનું કામ શું? અને ગુણીને જોઈને તો તેના અનુમોદક અને પ્રશંસક બનવાનું છે. જો ગુણીની અનુમોદના-પ્રશંસા નહિ કરીએ તો પછી કોની કરશું? ગુણીની પ્રશંસા તો આત્મામાં ગુણોનું બીજાધાન કરે છે તેના દ્વારા ભવાંતરે ગુણની પ્રાપ્તિ સહેલી બની જાય છે. ગુણવાનને જોઈને તો હૃધ્યકમળ સહસ્ત્રદલે ખીલી ઉઠે તો જ એ સાધકની સાધકતા છે. જે બીજાનો વિરોધ કરે છે, પરાભવ કરે છે, પુણ્યશાળીની સામે પડે છે, તેનું પુય ઘટી જાય છે. તેનું વર્તુળ નાનું બની જાય છે. તેનો ચાહકવર્ગ ઘટતો. જાય છે. પછી તે ગમે તેટલું સારું અને સાચું કહે તો પણ તેનો પ્રશંસક વર્ગ રહેતો નથી. પુણ્યવાન અને ગુણવાનનો વિરોધ એ પુણ્યને ઘટાડવાનું અને સમાજમાંથી ફ્લાઈ જવાનું કારણ છે. કયારેક પોતે બહુ પુણ્યશાળી હોય અને તેના કારણે બીજાનો વિરોધ કરીને પણ આગળ આવે તેવું જોવા મળે પણ તે ગુણોથી મહાન ન બની શકે. તે અજાત શત્રુ ન બની શકે તેના વિરોધીઓ. ઘણા હોય. હકીકતમાં તો જેના માટે એક પણ વ્યકિત ખરાબ ન બોલે તે જ જીવન જીવવાની કળા છે. કલિકાલમાં પણ "પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજ" થઈ ગયા જેમણે સ્વપર સમુદાયમાં બધાની જ ચાહના મેળવી. તેમનો કોઈ વિરોધી નહોતો. તે અજાતશત્રુ બન્યા. તેનું કારણ તેમને પોતાના કરૂણાપૂત હૃદયમાં વિશ્વમાત્રના જીવોના હિતને સ્થાન આપ્યું હતું. તેનો પડઘો એવો પડ્યો કે તેઓ દરેકના હૃદયમાં સ્થાન પામ્યા. ગોશાળાએ પરમાત્માનો પરાભવ કર્યો. પ્રભુનો વિરોધી બન્યો તો અનંતકાળ સંસારમાં રખડશે. ગોશાળો મરતાં મરતાં પણ તીવ્ર પશ્ચાત્તાપના બળે સમકિત પામ્યો. અંતે પણ પોતાની તાસીર બદલી નાંખી તો અનંતકાળ પછી પણ મોક્ષે જરૂર જશે. પણ બારમા દેવલોકમાંથી આવ્યા પછી વિમલવાહન નામનો રાજા થશે. ઉધાનમાં ફરવા જશે. ત્યાં મહાત્માને ધ્યાનસ્થ મુદ્રામાં રહેલા જોઈને પાડી નાંખશે. પાછા મહાત્મા ધ્યાનમાં ઊભા રહેશે, પાછા પાડી નાંખશે એના કારણે મહાત્મા ઉપયોગ મૂકશે. જાણશે કે અહો ! આ તો પૂર્વભવમાં તીર્થકરની આશાતના કરીને આવેલો છે. તેથી તેને તેજલેશ્યા ફેંકી મારી નાંખશે. પછી ગોશાળાની સંસારયાત્રા શરૂ થશે. ત્યાંથી સીધો નરકે જશે. ભગવતી સૂત્ર તેરમા શતકમાં લખે છે, ગોશાળા 2010_05 Page #264 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૩૫ પ્રાયઃ દરેક ભવે આગ કે શસ્ત્રથી મુત્યુ પામશે. આમ આયપિવાદ-સજ્જન પુરૂષો-સંતપુરૂષોની નિંદા-પરાભવથી કેટલું નુકસાન થાય છે. તે ગોશાળાના, અંજનાના, રજ્જા સાથ્વીના દૃષ્ટાંત દ્વારા જાણી શકાય છે. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે ચોથી દૃષ્ટિમાં રહેલો આત્મા એટલો બધો સજ્જન બનેલો હોય છે. તેના ગુણની ગરિમા ઘણી હોય છે. તે ઉપશમરસમાં ઝીલતો હોય છે તેથી તેને કોઈનો પ્રતિક્ષેપ કરવો તે ફાવે તેમ નથી. સાચો જ્ઞાની કોઇની સાથે રેસકોર્સમાં ઉતરવાનું પસંદ કરતો નથી. રેસકોર્સમાં ઉતરવા કરતા મૌન રહેવામાં તે વધારે લાભ જુએ છે. મૌન રહેનારો અંદરમાં ઉતરે છે. અંદરમાં ઠરે છે, શાંતરસને અનુભવે છે. રેસકોર્સમાં ઉતરનારો અંદરમાં જઈ શકતો નથી. તેની નજર બહારના સત્ય તરફ હોય છે, વ્યવહાર સત્ય તરફ હોય છે, દ્રવ્ય સત્ય તરફ હોય છે જ્યારે જ્ઞાનીની નજર અંદરના સત્ય તરફ, નિશ્ચય સત્ય તરફ, ભાવ સત્ય તરફ હોય છે. ભાવ સત્યથી ભવની પરંપરાનો અંત આવે છે. માત્ર દ્રવ્યસત્યથી નહિ. માટે દ્રવ્ય સત્ય ભાવ સત્યનું કારણ બને તે રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. દ્રવ્યસત્ય કરતા ભાવ સત્ય ઘણું ઘણું ઘણું મહાન છે. તેની ઉપેક્ષા કોઈ કાળે થઈ શકે નહિ. તેની ઉપેક્ષા એટલે આત્માના શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વરૂપની ઉપેક્ષા. જગતમાં સર્વત્ર ભાવની જ પ્રધાનતા અને મુખ્યતા હોય છે અને તેની પ્રાપ્તિ માટે જ દ્રવ્યાદિનો ઉપયોગ કરવાનો હોય છે. कुदृष्ट्यादिवनो सन्तो, भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारखच्चैव, किन्तु सत्त्वार्थकृत् सदा ॥१४२॥ સંતપુરુષો - મહાત્માઓ કયારે પણ કુદૃષ્ટિ = હલકી દૃષ્ટિ = તુચ્છ દૃષ્ટિવાળા દુર્જન પુરુષની જેમ કુસ્ય = નિંધ બોલતા નથી. તો પછી કેવું બોલે છે તે કહે છે. પરંતુ સાર્થક, નિશ્ચિત અને પરોપકાર કરવાના સ્વભાવવાળું જ બોલે છે. સાર્થક, નિશ્ચિત અને હિતકારી વચન બોલવાના સ્વભાવવાળા મુનિઓ હોવાથી તેઓ સર્વજ્ઞની નિંદા, પરિહાર વગેરે જેવી રીતે કરે? અર્થાત ન જ કરે. દુર્જન પુરુષો જેમ ફાવે તેમ બોલે છે. ઢંગધડા વગરનું બોલે છે. પૂર્વાપર સંબદ્ધ વિનાનું બોલે છે. સાર વગરનું - તુચ્છ બોલે છે. તેમના વચનોમાં સારા શબ્દોનો પ્રયોગ હોતો નથી. “બોલે તોલ અપાય” બોલવાથી માણસ ફેવો છે? તેનું અંતઃકરણ કેવું છે? તે ઓળખાય છે. સજ્જન પુરુષો હંમેશા સાવધ વચનના ત્યાગ પૂર્વક, ભાષાનો વિવેક સાચવીને, મૃદુ અને નમ્ર ભાષામાં સામાને પ્રિય અને ઉપકારી થાય તેવું બોલે છે. તેઓની ભાષામાં ઉછાંછળાપણું, સંદિગ્ધપણું કે નિઃસારપણું હોતું નથી. 2010_05 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ રાજમાર્ગ પરથી રાજાની સવારી પસાર થવાની હતી. તે જોવા લોકોની ભીડ જામી હતી. સવારીના મોખરે સૈન્યના સિપાઈઓ શિસ્ત બદ્ધ ચાલી રહ્યા હતા. વચ્ચે અધિકારી વર્ગ હતો અને ચાર ઘોડાની શણગારેલી ગાડીમાં રાજા પોતે બેઠો હતો. રાજા વિવેકી હતો તેથી પ્રજાજનોના વંદનની સામે પ્રતિવંદન કરતો આગળ વધતો હતો. પરંતુ વચ્ચે જ સવારી ધીમી પડી. રસ્તા પર એક અંધ ભિક્ષક બેઠેલો હતો. એને વચમાં બેઠેલો જોઈને એક સિપાઈએ આગળ આવીને કહ્યું. એ અંધા દૂર ખસ. તને ભાન નથી કે રાજાની સવારી આવી રહી છે. ભિક્ષકે પોતાની દૃષ્ટિવિહોણી આંખોથી અર્થસૂચક ભાવથી તેની સામે જોઈને કહ્યું : ગુલામજી! ખસી જાઉં છું. મારા જેવા અપંગ પર રુઆબા જમાવવા માટે જ સિપાઈગીરી કરી રહ્યા છો કે શું? ભિક્ષુક અને સિપાઈની વાત સાંભળીને કુતૂહલ થવાથી પ્રધાનજી પોતે ત્યાં આવ્યા, અને બંનેની વાત અટકાવીને બોલ્યા ઓ સુરદાસ! થોડા આગળ ખસી જાઓ તો રાજાજીની સવારી પસાર થઈ શકે અને આપને પણ અડચણ નહિ પડે. વાત વધશે તો નકામી આપને ઇજા થશે. સુરદાસે તેના અવાજને પારખીને જાણે અંતરની આંખો ખોલતો હોય, તેવા ભાવથી જવાબ આપ્યો : “જી નામદાર! પ્રભુ આપની વજીરતાને સલામત રાખે, હું હમણાં જ ખસી જાઉ છું. આપની આજ્ઞા મસ્તક પર ચઢાવું છું.” આ રસપ્રદ વાત રાજાએ પણ સાંભળી ને તે ગાડી પરથી નીચે ઉતરીને સુરદાસ પાસે આવ્યો અને તેણે કહ્યું અરે સુરદાસજી ! થોડા ખસી જઈને અમને જવા દેશો? આ સાંભળતાં જ સુરદાસજીએ બે હાથ જોડીને વંદના કરતા કહ્યું: “નામદારનું રાજ્ય અમર તપો, મહારાજ! હમણા દૂર ખસી જાઊ છું.” રાજા તો સુરદાસની આ પરીક્ષા જઈને આશ્ચર્ય પામી ગયો. તેણે પૂછયું : જરા એ તો બતાવો કે આવી વિદ્યા તમે કયાંથી ભણ્યા ? પ્રથમ મળેલો એ સિપાઈ છે. બીજા માળેલા દીવાનજી છે અને હું રાજા છું. એ આપે કેવી રીતે જાણ્યું ? આપ જોઈ શક્તા નથી છતાં દરેકના જુદા જુદા દરજ્જાઓની આપને ખબર કેવી રીતે પડી ? સૂરદાસે કહ્યું :- “ મહારાજ! અપરાધ ક્ષમા કરજો ” આ સિપાઈએ મને આંધળો કહ્યો, મને લાગ્યું કે આવા તોછડા શબ્દોથી સંબોધનાર જરૂર કોઈ ગુલામ - સિપાઈ હોવો જોઈએ. ત્યાર પછી પ્રધાનજીએ મને ખાલી સૂરદાસ શબ્દથી સંબોધ્યો, એમના શબ્દમાં સાધારણ નમ્રતા જોઈને મેં અનુમાન કર્યું કે આ કોઈ મોટા હોદ્દેદાર હોવા જોઈએ અને જ્યારે આપે પધારીને મને સૂરદાસજી કહીને બોલાવ્યો, ત્યારે મને ખાત્રી થઈ ગઈ કે આપ અવશ્ય રાજા છો. 2010_05 Page #266 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨ ૩૭ સન્તો અને શાસ્ત્રો આપણને એ જ સમજાવે છે न जारजातस्य ललाटशृंगम्, कुलप्रसूते न च पाणिपद्मम् । यदा यदा मुञ्चति वाक्यबाणम् , तदा तदा जाति - कुलप्रमाणम् ॥ હલકા લોકોને પશુની જેમ માથા પર શીંગડા ઊગતા નથી, અને કુલવાનના હાથમાં કમળના પુષ્પો ખીલતા નથી. એ તો જ્યારે વાણીનો ઉચ્ચાર કરે છે. ત્યારે એની કુલીનતાની પરીક્ષા થઈ જાય છે. જેમાં મોતીની પરીક્ષા પાણીથી થાય છે. તેમ વાણી દ્વારા જીવની પરીક્ષા થાય છે. વાણી પરોપકાર માટે હો માનવ અને પશુ બંનેને ભાષા મળી છે પણ માનવની ભાષાનો અનુવાદ બીજી ભાષામાં થઈ શકે છે. અંગ્રેજીમાં બોલે તો ગુજરાતી, હિન્દી વગેરેમાં અનુવાદ થઈ શકે છે. પણ કૂતરાની ભાષાનો અનુવાદ બિલાડીની ભાષામાં થાય. ? આથી માનવની ભાષા વિશિષ્ટ છે. માનવની ભાષા કોઈના વિકાસ અને પ્રેરણાનું પ્રબળ સાધન બની શકે છે. અને આજ ભાષાનો વિવેક વિના ઉપયોગ થાય તો કાંઈકના ઉદ્વેગ, પતન અને વિનાશનું નિમિત્ત પણ બની શકે છે. સારી અને કિંમતી ચીજ ઉપર ચોકી પહેરો જોઈએ તેમ આ ભાષા ઉપર બત્રીસ દાંતોનો ચોકી પહેરો છે અને જેની આસપાસ હોઠ રૂપી બે કિલ્લાઓ છે એવી આ ભાષા કિંમતી છે. કાંટો, વીંછી કે સર્પ જે નુકસાન ન કરી શકે તે આ ભાષા કરી શકે છે. સર્પનું ઝેર ઉતારી શકાય પણ જીભના ડંખનું ઝેર કાતિલ છે. આ ઝેરતો ભવોભવ ચાલે માટે જ વાણી પરોપકાર માટે હોવી જોઈએ. જેમ મોટરમાં બ્રેક હોય તો અકસ્માત થતો બચે છે. તેમ વાણી પર બ્રેક હોય તો ઘણા નુકસાન થતા અટકે, લાભ થાય. છમસ્થ માત્ર ભૂલને પાત્ર છે એ ભૂલને સુધારવા માટે વાણી પવિત્ર રાખવી જરૂરી છે. એને માટે આપણે ત્યાં માર્શ, ક્ષમા, મિચ્છામિ દુક્કડમ્ શબ્દનો પ્રયોગ કરાય છે. અનાર્ય સંસ્કૃતિ પણ ભૂલ થતા Sorry, I beg your pardon, Excuse me. વગેરે શબ્દો દ્વારા હૃદયનાં દુઃખની લાગણી વ્યક્ત કરે છે. ઇતિહાસના પાના વાંચતા એક વાત ઊડીને નજરે પડે છે કે મૌનથી ક્યાંય ઝઘડો થયો નથી. લોકો કહે છે કે મહાભારતનું યુદ્ધ જુગારમાંથી થયું છે પણ ના, તેવું નથી, બોલતાં આવડ્યું નથી માટે થયું છે. 2010_05 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ દુર્યોધન ઉતાવળથી સભામાં પ્રવેશ કરે છે. સામે બારણું છે એમ માની એ અંદર જવા જાય છે. ત્યાં એ કાચ સાથે અથડાય છે. જે દરવાજો માન્યો તે કાચ હતો. તેમાં બારણાનું પ્રતિબિંબ હતું, એ ભ્રમથી અથડાઈ પડે છે ને પાછો ફ્રે છે. દ્રોપદી સામેના ઝરૂખામાં ઊભી છે તે આ બનાવ જોઈને હસી પડે છે અને કટાક્ષમાં કહે છે “આંધળાના દીકરા આંધળા જ હોય.” દૂર્યોધનને થાય છે કે આતો દ્રોપદી દ્વારા મારા અને મારા વડીલોનું અપમાન થયું. માણસ જીવનભર પોતાના અપમાનને યાદ રાખે છે. માણસ મરે છે ત્યારે પણ અપમાનને યાદ કરતો કરતો મરે છે. આમ પરંપરાએ વેર બંધાય છે. ઈસ. ૧૯૧૮માં જર્મનીને ગુલામ ન બનાવ્યું હોત તો હિટલર ન પાકત. હિટલર એ અપમાનની ખેતીનો પાક છે. વેરનું પરિણામ છે. દ્રોપદીના શબ્દોથી વેરના બીજ વવાય છે ને તેમાંથી મહાભારત સર્જાય છે. અપમાન એ ડંખ છે. તે સહેલાઈથી નીકળતો નથી. તે વેર લઈને જ શાંત થાય છે. દૂર્યોધનના કપાળમાં ચોંટ લાગી તેને તો તેણે સહન કરી લીધી પણા દીલમાં લાગેલા વાણીના તીરને એ સહન ન કરી શક્યોએણે ત્યાંજ મનમાં સંકલ્પ કર્યો “ મને આંધળાના દીકરા કહેનાર દ્રોપદીને નિર્વસ્ત્ર ન કરું તો હું દૂર્યોધન નહિ.” જ્યારે પાંડવો વનમાં ગયા, ૧૨ વર્ષનો વનવાસ અને એકવર્ષનો ગુખવાસ તેમને પાળવાનું નક્કી થયું પછી તે સમય પૂરો થતા શ્રીકૃષ્ણ દૂર્યોધનને સમજાવવા ગયા, તું વધુ નહિં તો માત્ર પાંચ ગામ પાંડવોને આપ પણ તે જરાય માનવા તૈયાર નથી. તે કૃષ્ણને કહે છે કે હું આપનો ધર્મ સાંભળું છું પણ મારું અંતર સાંભળતું નથી. એક સ્ત્રીની લાજ લેવી એ ભયંકર કોટિનો અધર્મ છે એ હું જાણું છું. હું એ માર્ગે જવા માંગતો નથી પણ મારું તન-મન મને એ માર્ગે ઘસડી જાય છે. આ ઉપરથી ખ્યાલ આવે કે એક વચન ઉચ્ચારતી વખતે કાંઈ વિચાર ન કર્યો એટલે આખો રણ સંગ્રામ ઊભો થઈ ગયો. અણુબોંબ, હાઈડ્રોજનબૉબ અને એટમબોમ્બમાં જે તાકાત નથી તે તાકાત વાણીમાં છે. વિવેક અને વૈરાગ્ય જીવન નૌકાના બે હલેસા વિવેકી હંમેશા હંસવૃત્તિ રાખે છે. કાકવૃતિ નહિ. વિવેકના અભાવમાં ભીષણ પરિસ્થિતિ સર્જાય છે. દ્રોણ અને દ્રપદ, સુદામા અને કૃષ્ણની જેમ અગ્નિવેશના આશ્રમમાં સહાધ્યાયીઓ હતા. એટલું જ નહિ બંને પરમ મિત્રો હતા. એકવાર દ્રુપદનો અંગુઠો પાક્યો ત્યારે તેની દારૂણ વેદનાને શાંત કરવા દ્રોણે આખી 2010_05 Page #268 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૩૯ રાત બેસી અંગુઠાને ફેંકો મારી હતી વળી બંનેએ બેસીને ઘણી વાર ભાવિ જીવનના મધુર સ્વપ્રો સેવ્યા હતા. આશ્રમ છોડ્યા પછીથી દ્રપદ પાંચાલ દેશના રાજા બન્યા અને દ્રોણ અકિંચન બ્રાહ્મણ રહ્યા. એમની ગરિબાઈ સુદામાની યાદ અપાવે તેવી હતી. એમના ઘરમાં એકના એક પુત્ર અશ્વત્થામાને પીવડાવવા માટે દૂધનો છાંટો ન હતો. માતા કૃપી દૂધને બદલે લોટ ડોઈને બાળકને પાતી હતી. અને પતિ સમક્ષ બળાપો કાઢતી કે આ ગરીબાઈમાં દિવસો કેમ પસાર થાય? બાળકનો તો કાંઈ વિચાર કરો! તે વખતે દ્રોણની નજર પોતાના પરમ સખા દ્રપદ ઉપર જાય છે. એક જ આશા છે કે હું તેના રાજ્યમાં જઈશ તો દ્રપદ જરૂર આવકારશે. સિંહાસન ઉપરથી દ્રપદ ઉભો થઈ જશે. મને ભેટી પડશે. અને મારી આપત્તિમાં મદદરૂપ થઈને જરૂર ગરીબાઈનો અંત આણશે. માનવી દુ:ખમાં હંમેશા ભાવિ સુખની કલ્પનાઓમાંજ રાચતો હોય છે. આશાના મોદક ખાતો હોય છે. પરંતુ તેને ખબર નથી કે આ સંસાર ક્રૂર છે તેણે અનંતાનંત આત્માઓની લાગણીઓને કચડવાનું જ કામ કર્યું છે. જો માનવીની બધી જ આશાઓ સફળ થતી હોત તો પછી સંસાર અસાર શાનો ? જ્ઞાનીઓએ સંસારને અસાર અને દુઃખ રૂપા કહ્યો છે અને તેથી જ તેને છોડવાની સલાહ આપી છે કારણ કમની પરાધીનતામાં તો દુઃખ, ત્રાસ, વિડંબના, નાલેશી જ છે. દ્રપદના દરબાર તરફ દ્રોણ હોંશે હોંશે જાય છે પણ બહારથી જ પહેરગીર અટકાવે છે. દ્રોણ એક વાત કહે છે કે તું જઈને એટલા જ સમાચાર આપ કે તમારો બાળમિત્ર દ્રોણ તમને મળવા આવ્યો છે. દ્રપદને સમાચાર આપ્યા છતાં તેને હર્ષ થતો નથી. પોતે રાજા છે. દ્રોણ સામાન્ય માનવી છે તેથી બાલ્યકાળની મૈત્રી હોવા છતાં તેને આવકારતો નથી. દ્રોણ સામે જવા છતાં તેની સામે પણ જોતો નથી. અને તેની આપત્તિ ટાળવાની વાત તો દૂર રહી પણ “ મંત્રી તો સમાન વચ્ચે જ સંભવે” એમ કહીને દ્રોણનું અપમાન કરે છે. આનાથી દ્રોણને સખત આઘાત લાગે છે. અંગે અંગમાં વેરની આગ પ્રજ્વલી ઊઠી. અને હડહડતા. અપમાનનો બદલો લેવાના સંકલ્પ સાથે તેમણે દ્રુપદની રાજધાની છોડી અને વિચાર્યું કે દ્રપદને હરાવવામાં મદદરૂપ થાય તેવું શક્તિશાળી રાજ્ય હસ્તિનાપુરનું છે એટલે તેઓ ત્યાં ગયા. એ યુગમાં શસ્ત્ર વિધાના જ્ઞાતા તરીકે ગુરુદ્રોણની પ્રતિષ્ઠા હતી. તેમના પિતા ભરદ્વાજ ભારતની એક સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠના આચાર્ય હતા. જ્ઞાની પુરુષોમાં 2010_05 Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ -૩ તેમની ગણના હતી. તેમનો મહામૂલો બ્રાહ્મણ વારસો દ્રોણાચાર્યે ન સંભાળ્યો. તેમણે બ્રાહ્મણ જીવનનો ત્યાગ કરી કૌરવ-પાંડવોના રાજગુરુ થવાનું પસંદ કર્યું. આમ વેરના અગ્નિએ તેમનામાં રહેલા વિવેકને બાળી મૂક્યો. સાથે તેમનો સંકલ્પ સિદ્ધ થયો. પાંડવ-ફોરવોની મદદથી તેમણે દ્રુપદનો પરાભવ કર્યો અને તેની પાસેથી અડધું રાજ્ય લઈ લીધું અને બાફીનું અડધું રાજ્ય તેની પર દયા કરી પાછું સોપ્યું. વેરનું શમન થયા પછી તેમનામાં સત્તાની આસક્તિ જન્મી રાજમહેલનો વૈભવ, હસ્તિનાપુરમાં પોતે જમાવેલો પ્રભાવ આ બધું તેમના ગળે વળગ્યું ! પરિણામે તેઓ અંતકાળ સુધી દૂર્યોધનના આશ્રિત થઈને રહ્યા. તેઓ પાંડવોને અને તેમાં પણ ખાસ કરીને અર્જુનને ખૂબ ચાહતા હતા છતાં સત્તામોહને લીધે ન્યાયનો પક્ષ ન લઈ શક્યા અને યુદ્ધમાં ન્યાયી એવા પાંડવોનો પક્ષ ન લેતા અન્યાયી કરવાનો પક્ષ લીધો. હસ્તિનાપુરની નાનકડી દુનિયાના વૈભવની ખેવના ન કરી હોત અને પિતાની મહાન વિધાના વારસાનું સી ક્ષત્રિયોને વિતરણ કર્યું હોત તો અનેક તેજસ્વી શસ્ત્રજ્ઞાતાઓ તેઓ તૈયાર કરી શક્યા હોત પણ અવિવેક અને આસક્તિ આડા આવ્યા અને પરિણામે એક મહાન આશ્રમની પરંપરા લુપ્ત થઈ. વળી તેમણે ન્યાયનો પક્ષ લીધો હોત તો કૌરવ પાંડવો વચ્ચેનું ભીષણ યુદ્ધ કદાચ અટકી ગયું હોત “મેત્રી તો સમાન વચ્ચે જ સંભવે ” એ દ્રપદના એક ક્ષુદ્રષ્ટિવાળા વાક્ય કેટલો અનર્થ ઊભો. કર્યો તે વિચારવા જેવું છે. निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । अतोऽप्यत्रान्धकल्पानां विवादेन न किञ्चन ॥ १४३॥ સર્વજ્ઞ છે કે નહિ, તેમના વચનો સાચા છે કે નહિ, નરક છે કે નહિ, કપિલ, સુગાદિ સર્વજ્ઞ છે કે નહિ ઇત્યાદિ અતીન્દ્રિય અર્થનો નિશ્ચય યોગીજ્ઞાન વિના શક્ય નથી તેથી સર્વજ્ઞના વિષયમાં આપણે અંધ જેવા છીએ. સર્વજ્ઞ રૂપ અતીન્દ્રિય તત્ત્વ ને જોઈ શક્તા નથી. તો પછી તે વિષયમાં વિવાદ વડે શું? અર્થાત કોઈ પ્રયોજન નથી. તે વિષયમાં વિવાદ કરવો એ નિષ્ફળ છે. વિવાદ સમ્યગ્રચિત્તના નાશને કરનારો છે. આત્મા, પરમાત્મા, સર્વજ્ઞાદિ તત્ત્વો ઇન્દ્રિયથી જાણી શકાતા નથી કારણકે ઇન્દ્રિયો દ્વારા રૂપી પુદ્ગલનું જ ગ્રહણ થાય છે. રૂપી પદાર્થોના વિષયમાં જ ઇન્દ્રિયો પ્રવર્તે છે જ્યારે આત્મા, સર્વજ્ઞાદિ તત્ત્વો તો ઇન્દ્રિયાતીત છે. અને તે તો યોગિજ્ઞાનનો વિષય છે. અતીન્દ્રિયાર્થના નિશ્ચયની બાબતમાં આપણા જેવા 2010_05 Page #270 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨ ૪૧ છમસ્થોનો અધિકાર નથી. પ્રસ્તુતમાં યોગીજ્ઞાનથી વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન રૂપ આત્મપ્રત્યક્ષ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે. અનધિકારી ચેણ સર્વત્ર વર્ષ છે - જે વિષયમાં આપણું જ્ઞાન પહોંચતું નથી તે વિષયમાં આગ્રહ રાખવો, પરની નિંદા કરવી, બીજાને ખોટા કહેવા, તેના સ્વરૂપની બાબતમાં સ્વચ્છેદ કલ્પના કરવી, મિથ્યા સંઘર્ષ કરવો, વાયુદ્ધ કરવું, વાદ-વિવાદ કરી ઘૂંક ઉડાડવું, ખંડન મંડનના આટાપાટા ખેલવા, વૈમનસ્ય વધારવું તે મૂર્ખતા છે. અધિકારી ચેષ્ટા એ અવિવેક, મંદબુદ્ધિતા અને અનાવડતનું સૂચક છે. તેનાથી જગતમાં હાંસીપાત્ર બનાય છે. અનાદેય, અપયશ, દુર્ભગ નામ કર્મ બંધાય છે. વિવેકી સર્વત્ર પોતાનું સ્થાન, શક્તિ, પુણ્ય, સામર્થ્ય જુએ પછી પણ લાભ દેખાય તો બોલે અન્યથા મૌન રહે છે. યોગિજ્ઞાનની પ્રાપ્તિ માટે વિશિષ્ટ પ્રકારનો મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અપેક્ષિત છે. યોગી તે છે કે જે હંમેશા પોતાના સચ્ચિત્તનું રક્ષણ કરે છે. કારણ કે તેના ઉપર જ ઉજ્જવળ ભવિષ્યનું મંડાણ નિર્ધારિત છે. એ સચ્ચિતનો જ જો નાશ થઈ જતો હોય તો પછી આપણી પાસે રહ્યું શું? સચ્ચિત્ત એ તો આપણું સાચું ધન છે. જ્ઞાનીની આજ્ઞા મુજબ ત્રણેયોગોનું સમ્યક્ઝવર્તન કરવા દ્વારા સચ્ચિત્તનું પાલન, પોષણ, રક્ષણ અને વર્ધન કરવાનું છે. અધ્યાત્મના માર્ગમાં આ જ કમાણી છે સાધકને પોતાનું ચિત્ત મલિન થાય એવી કોઈ પ્રવૃત્તિ ફાવે નહિ. પોતાના સચ્ચિત્તનો જેનાથી નાશ થતો હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરાય નહિ. સચ્ચિત્તને તો હંમેશા માખણ જેવું મુલાયમ રાખવાનું છે તો જ તેનામાં ગુણોનો પ્રાદુર્ભાવ થઈ શકે તેના ઉપર જ બીજી બીજી સિદ્ધિઓ, ઉપર ઉપરના ગુણઠાણા અને આગળ આગળની દૃષ્ટિઓ. પ્રાપ્ત થવાની છે. અનિશ્ચિતપણે વાદવિવાદ કરતો આત્મા ઘાંચીના બેલની જેમ તત્વના અંતને પામતો નથી. વાદ-વિવાદ કરવાથી સચ્ચિત્તનો નાશ થાય છે. વ્યક્તિ સાથે સ્પર્ધા જાગે છે. વિરોધીપણાનો ભાવ જાગે છે. મિથ્યાવિવાદથી લાભ નથી થતો પણ નુકસાન જરૂર થાય છે. રાગ-દ્વેષની વૃદ્ધિ થાય છે. શાસ્ત્રમાં બતાવેલા પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પહેલા બે અનુષ્ઠાના વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાન એ સચ્ચિત્તનું મારણ કરનારા હોવાથી વર્ય કહ્યા છે. વિષાનુષ્ઠાન તત્કાલ સચ્ચિત્તનો નાશ કરે છે જ્યારે ગરલ અનુષ્ઠાન કાળાંતરે સચ્ચિત્તનો નાશ કરે છે. સચ્ચિત્તના નાશથી દુર્ગતિ થાય છે. જ્યારે 2010_05 Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સચ્ચિત્તની રક્ષા કરવાથી સગતિ યાવત્ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ગજસુકુમાલ, અવંતસુકમાલ, બંધકમુનિ, મેતારક મુનિ, વીરપ્રભુ આ બધાએ ઉપસર્ગોમાં પણ સચિત્તની રક્ષા કરી. મરણાંત કષ્ટમાં પણ ડગ્યા નહીં. તો મોક્ષ અને સદ્ગતિની પ્રાપ્તિ કરી. મહાસતી સીતાજી, અંજના, દમયંતી વિગેરેએ પણ પોતાના ચિત્તને કટોકટીની પળે બગડવા ન દીધું તો સદ્ગતિ પામ્યા. જ્યારે રાવણે કામથી, દૂર્યોધને અહંકારથી, બ્રહ્મદરે ક્રોધથી, સુભૂમ અને મમ્મણે લોભથી, મંગુ આચાર્યે રસનાથી સચ્ચિત્તનું મારણ કર્યું તો દુર્ગતિ અને હલકી યોનિ પામ્યા. પાસમાં ગોયમનો અંગુઠો, તેમ શ્રુતમાંહી અનુભવ જાણોરે વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠોરે -શ્રીપાળ રાસ, ઉપાધ્યાયજી મહારાજ. યોગની દ્રષ્ટિના વિકાસમાં આગળ વધવા ઇચ્છતા સાધકને હરિભદ્રસૂરિજી મહારાજ વાદ-વિવાદ સામે લાલબત્તી ધરી રહ્યા છે. સચ્ચિત્તના નાશક તરીકે ઓળખાવી રહ્યા છે અને તેનાથી બચવાનો ઉપદેશ આપી રહ્યા છે. જે ચીજમાં આપણી બુદ્ધિ પહોંચે નહિ, જે ચીજ આપણા જ્ઞાનના વિષયની બહાર હોય તે વિષયના અભિપ્રાયમાં મૌન રહેવું. અનુભવી મહાપુરુષોના વચનનો સહારો લેવો. તેમાં શ્રદ્ધા રાખવી. તેની સલાહ લેવી. તેના કહ્યા મુજબ ચાલવું તે આગળ વધવાનો માર્ગ છે. અધ્યાત્મના માર્ગમાં દરેક ચીજનો સમભાવે નિકાલ કરવાનો છે. ખોટા વાદવિવાદ કરવાથી પરસ્પર વાણીના એટેક થાય છે તેનાથી બંને આત્મ - ઘરમાંથી બહાર નીકળી જાય છે. સમતાંગણ સમરાંગણ બને છે. બંને એકબીજા ઉપર અતિક્રમણ કરે છે. અતિક્રમણથી મન, વચન, કાયા વારંવાર નિયમની બહાર જાય છે. તેનાથી બચવા આત્માને પ્રતિક્રમણ કરવું પડે છે. માટે સચ્ચિત્તનો નાશ કરનારા ખોટા વાદવિવાદથી બચવા જેવું છે. અધ્યાત્મ તો અનુભવને પ્રાપ્ત કરવા માટે છે. સ્વાનુભૂતિથી સંસાર પરિભ્રમણનો છેડો આવે છે જ્યારે વાદવિવાદથી તો સંસાર વધે છે. न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । नचातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४॥ સર્વજ્ઞ રૂપ અર્થ તત્ત્વથી અનુમાનનો પણ વિષય બનતો નથી અને અનુમાન દ્વારા અન્યત્ર પણ સમ્યગુ નિશ્ચય થતો નથી. બુદ્ધિધન ભર્તુહરિએ કહ્યું છે. આગળના શ્લોકમાં જ્યારે કહેવાયું કે સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થો યોગિજ્ઞાન વિના જણાતા નથી એટલે આ વિષયમાં વિવાદ વડે સર્યું. ત્યારે એની સામે 2010_05 Page #272 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ર૪૩ શંકા કરે છે કે સર્વજ્ઞાદિ અર્થો ભલે પ્રત્યક્ષથી આપણે ન જાણી શકીએ કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન તો વર્તમાનનો જ વિષય કહે છે. પરંતુ અનુમાન જ્ઞાનથી તો તે જાણી શકાય ને ? કારણ કે અનુમાનજ્ઞાન - વ્યાપ્તિજ્ઞાન તો ત્રણે કાળનું ગ્રહણ કરે છે. અને તેથી અનુમાન દ્વારા - યુક્તિ દ્વારા સર્વજ્ઞાદિ પદાર્થોનો નિર્ણય શા માટે ન થાય ? તેનું સમાધાન આપતા કહે છે કે અતીન્દ્રિય અર્થ જેમ પ્રત્યક્ષનો વિષય નથી તેમ અનુમાનનો – યુક્તિનો પણ વિષય નથી. ગમે તેવા બુદ્ધિમાન અને તાર્કિકની યુક્તિઓ ત્યાં પહોંચી શકતી નથી. યુક્તિવાદથી અતીન્દ્રિય તત્ત્વ જાણી શકાતું નથી. અતીન્દ્રિય તત્ત્વ ઇન્દ્રિય અને મનથી પર છે. તર્કવાદ બુદ્ધિનો વિષય હોવાથી બુદ્ધિગમ્ય છે. અને બુદ્ધિ એ તો કેવલજ્ઞાનનો અંશ છે, જે બિંદુ તુલ્ય છે જ્યારે આત્મા એ તો સમુદ્ર છે. આત્મા કેવલજ્ઞાન સ્વરૂપ છે તો કેવલજ્ઞાન સ્વરૂપ સમુદ્રને બિંદુતુલ્ય બુદ્ધિ કેવી રીતે જાણી શકે? બીજું બુદ્ધિ અપૂર્ણ હોવા સાથે રાગ દ્વેષાદિ વિકારોથી. ખરડાયેલી છે તે વિશુદ્ધ એવા અતીન્દ્રિય તત્ત્વનો નિર્ણય કેવી રીતે કરી શકે? અવિશુદ્ધ અને અપૂર્ણતત્ત્વથી પૂર્ણ અને શુદ્ધ તત્ત્વ કેમ જણાય? સંખ્યાત પ્રદેશી સ્કંધો, અસંખ્યાત પ્રદેશ સ્કંધો અને કેટલાક અનંતપ્રદેશી સ્કંધો કે જે રૂપી. છે તેને જાણવા માટે પણ બુદ્ધિ સમર્થ નથી તો પછી અનુમાન - યુક્તિવાદ કે જે બુદ્ધિ તત્ત્વનો વિષય છે તેના દ્વારા અતીન્દ્રિય આત્માદિ તત્ત્વો તો કેવી રીતે જણાય? અનુમાન દ્વારા અતીન્દ્રિય પદાર્થો તો નથી જણાતા પરંતુ સામાન્ય પદાર્થોનો પણ સમ્યગનિશ્ચય અનુમાન દ્વારા થઈ શક્તો નથી. દા. ત. જ્યાં જ્યાં ધુમાડો છે. ત્યાં ત્યાં અગ્નિ છે. આ અનુમાન ખોટું પડી શકે છે કારણ કે જ્યાં જ્યાં ધુમાડો દેખાય છે. ત્યાં તેની મૂલાવચ્છિન્ન ધારા તો દેખાતી નથી તેથી અગ્નિ જ્યાં તત્કાળ નાશ પામી ગયો છે તેવા સ્થળમાં પણ દૂરથી ધુમાડો દેખાઈ શકે છે અથવા તો અતિનજીકના સ્થળમાં અગ્નિથી પેદા થયેલા ધુમાડાને કોઈ વાસણમાં ઢાંકી દેવામાં આવે અને પછી થોડા સમય બાદ તેને ઉઘાડવામાં આવે તો તેવા સ્થળમાં ધુમાડાને જોઈને અગ્નિનું અનુમાન ખોટું ઠરી શકે છે અને આ જ વાત બુદ્ધિ છે ધન જેનું એવા ભર્તુ-હરિએ કહી છે. यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः। अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ॥ કુશલ અનુમાનકારો વડે યત્નથી અનુમિત કરાયેલો (અનુમાન દ્વારા 2010_05 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ નિર્મીત કરાયેલો) અર્થ બીજા કુશલ અનુમાનકારો વડે બીજી જ રીતે સિદ્ધ કરાય છે. અન્વય વ્યતિરેકના જાણકાર કુશલ અનુમાન કરનારાઓ વડે યન - અન્વય વ્યતિરેક વ્યાપ્તિને અનુસારે અનુમાન દ્વારા નિશ્ચિત કરાયેલો એવો પણ અર્થ ગમયુવતત બીજા અતિકુશલ એવા અન્વયાદિના જાણકાર તાર્કિકો વડે અન્યથા પર્વ ભિન્ન રીતે જ સિદ્ધ કરાય છે. અર્થાત્ પૂર્વના અન્વયાદિના જાણકાર વડે અનુમાન દ્વારા જે પદાર્થ નિર્મીત કરાયેલો હોય તેમાં અસિદ્ધિ, વ્યભિયારાદિ દોષો આપીને જુદી રીતે નિર્ણત કરાય છે. કારણ હોય ત્યાં કાર્ય હોય આ અન્વય છે અને કારણ નથી તો કાર્ય ન હોય તે વ્યતિરેક છે. દંડ હોય તો ઘડો હોય તે અન્વય અને દંડ ન હોય તો ઘડો ન હોય તે વ્યતિરેક છે. કાર્યની સિદ્ધિ કારણની સિદ્ધિને જણાવે છે અને કારણની સિદ્ધિનો અભાવ કાર્યની સિદ્ધિના અભાવને જણાવે છે તે ક્રમસર અન્વય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ છે જેમ કે - જ્યાં ધૂમાડો છે ત્યાં અગ્નિ છે તે અન્વય વ્યાતિ છે અને જ્યાં અગ્નિનો અભાવ છે ત્યાં ધૂમાડાનો પણ અભાવ છે આ વ્યતિરેક વ્યાપ્તિ છે. - બુદ્ધિશાળીઓ વડે બુદ્ધિના જોરે તર્ક લગાવીને સિદ્ધ કરેલા પદાર્થો એ અંતિમ સત્ય રૂપે હોતા નથી. કારણ કે તે પછીના કાળમાં થયેલા બીજા બુદ્ધિશાળીઓ તે જ પદાર્થોને પોતાની બુદ્ધિના જોરે ખોટા ઠેરવી નવા પદાર્થો જગતમાં મૂકે છે. ન્યૂટનના પ્રખ્યાત ત્રણ સિદ્ધાંતોને દેશકાળની નિરપેક્ષતા અને ગતિમાધ્યમ ઇથરની પૂર્વધારણાઓ પર સ્થાપિત કરી આખું મિકેનિકલ સાયન્સ રચાયું. હવે તે જ ધારણાઓને આઈન્સ્ટાઇને અયથાર્થ ઠરાવી દેશકાળની સાપેક્ષતા સિદ્ધ કરી વિજ્ઞાનને નવી દિશા આપી પરંતુ અહીં પણ પ્રકાશ તરંગોના માધ્યમ ઈથર, ગુરુત્વાકર્ષણ અને અન્ય ચુંબકીય બળોના પ્રસારણના માધ્યમ વિષયક વિસંવાદિતામાં તેઓ અથડાયા કરે છે. આજ સુધી પણ આઈન્સ્ટાઈન અને લૈંકના સિદ્ધાન્તોને પૂર્વધારણાઓના (હાયપોથીસીસના) દ્રઢ પાયા પ્રાપ્ત થયા નથી. આનું કારણ સ્પષ્ટ છે કે અંતે તો કોઈપણ વિજ્ઞાન માટે બુદ્ધિથી પર અને જે માત્ર શુદ્ધ સ્વાધીન (ઈન્દ્રિય મન અને બુદ્ધિના આલંબનથી રહિત) એવા કેવલજ્ઞાનને જ પ્રત્યક્ષ થઈ શકે છે તેવા આગમિક પદાર્થોને હાયપોથીસીસના સ્થાને સ્થાપિત કર્યા વિના વિકાસની ચરમસીમા પ્રાપ્ત કરવી તે અશક્ય કહી શકાય તેટલી હદ સુધી મુશ્કેલ છે. 2010_05 Page #274 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૪૫ વૈજ્ઞાનિક દૃષ્ટિની સમીક્ષા સમયના વહેણ સાથે વિજ્ઞાનની માન્યતાઓ પણ બદલાતી રહે છે વિજ્ઞાન એક એવી નદી છે જેમાં નિત નિત નવી નવી લહેરો ઊડ્યા કરે છે. દાખલા તરીકે સો વર્ષ પૂર્વે ઇલેક્ટ્રિસિટી - વિધુત અને ચુંબકત્વ એ બંને જુદી શક્તિઓ માનવામાં આવતી હતી. પરંતુ ગઈ સદીમાં ઓસ્ટ્રડ અને ફ્રાડેના પ્રયોગોએ બતાવી આપ્યું કે વિધુતનો પ્રવાહ હંમેશા ચુંબકીય ક્ષેત્રથી વીંટળાયેલો હોય છે અને અમુક સંયોગોમાં ચુંબકીય બળો વિધુત પ્રવાહો જન્માવે છે. એ પ્રયોગોથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફીલ્ડની શોધ થઈ અને વિધુત અને ચુંબકત્વ એ બંને મૂળમાં એક જ શક્તિ છે એ માન્યતા આકાર પામી. આધુનિક પદાર્થ વિજ્ઞાનના અત્યંત માનીતા સિદ્ધાંતો ક્વોન્ટમ થિઅરી, થિઅરી ઓફ રિલેટિવિટિ અને યુનિફાઈડ ફીલ્ડ થિઅરી ગણિતના આધારે તારવવામાં આવ્યા છે. ગણિતના આધારે નક્કી થયેલા આવા કેટલાયે સિદ્ધાંતો વખત જતાં અધૂરા જણાય છે અને ત્યારે એના આધારે તારવેલ બીજા અનેક નિયમોનું ય પરિમાર્જન કરવું પડે છે. બે સૈકાથી વધુ સમયના પ્રયોગો અને સિદ્ધાંતો એ વાત ભારપૂર્વક કહેતા હતા કે પ્રકાશનાં મોજા છે. છતાં આઇન્સ્ટાઈનના ફોટોઇલેક્ટ્રિકના નિયમે એટલી જ પ્રબળતાથી એ બતાવ્યું કે પ્રકાશના કણો - “ફોટો' છે. એવી જ રીતે ઈ.સ. ૧૯૨૫માં ફ્રાન્સના એક યુવાન પદાર્થવિજ્ઞાની લુઈડ-બ્રોગ્લીએ સૂચન કર્યું કે ઇલેક્ટ્રોનને કણ -Praticle ન માનતાં મોજાંઓની એક રચના વિશેષ માનીએ તો બીજી કેટલીક ગૂંચો ઊકલી જાય છે. આ સાહસિક ધારણાએ ક્વોન્ટમ સિદ્ધાંતને અનુસરતાં આ પહેલાના બે દાયકાના સંશોધનો કે જેના આધારે વૈજ્ઞાનિકોએ પદાર્થના મૂળભૂત ઘટકના વિશે અમુક ચોક્કસ ખ્યાલો બાંધી દીધેલા તેને ફેંકાવી દીધા. એવું જ યુનિફાઇડ થિઅરી વિશે પણ બન્યું. આઇન્સ્ટાઇને પ્રથમ ઇ.સ. ૧૯૨૯માં એ થિઅરી અંગે પોતાનો સિદ્ધાંત જાહેર કર્યો. પાછળથી આઈન્સ્ટાઈનને ખૂદને જ એ સિદ્ધાંત ખામી ભર્યો લાગતાં તેણે એને ફ્સાવી દીધો, અને ઈ.સ.૧૯૪૯માં નવી થિઅરી રજૂ કરી. ઈ.સ. ૧૯૪૮માં હરમન બોડી, થોમસ ગોલ્ડ અને ફ્રેડ હોઈલેએ વિશ્વની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ સમજાવતી “સ્ટડી સ્ટેટ થિઅરી” કાઢી, પરંતુ એ થિઅરીના મુખ્ય ઘડવૈયા ફ્રેડ હોઈલેએ જ ઈ.સ.૧૯૬પમાં જાહેર કર્યું કે પોતાનો સિદ્ધાંત ખોટો છે. એ જ રીતે ઇલેક્ટ્રોન કે જે ઈ.સ. ૧૯૨૫ સુધી પદાર્થ (Matter)ના 2010_05 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ અંતિમ ઘટક તરીકે મનાતા હતા અને વિશ્વના પાયાના આધાર' ગણાતા હતા તે આજે માત્ર ઇલેક્ટ્રિકલ ચાર્જ બની ગયા છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અસ્થિરતા વિશે આજે વૈજ્ઞાનિકો પોતે પણ સજાગ છે. બ્રિટિશ પદાર્થ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ કહે છે કે, - આજે અમે આ અનુમાન કરવા પ્રેરાયા છીએ, પરંતુ કોને ખબર છે કે જ્ઞાનની સરિતા આગળ જઈને હજી પણ કેટલા વળાંક લેશે?.. આજ સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે, અને તત્કાળ પૂરતા જે કાંઈ નિર્ણય આગળ ધર્યા છે. તે સર્વ અનિશ્ચિત અને સાચું કહીએ તો, માત્ર કલ્પનાનું ઉડ્ડયન છે. ક્વોન્ટમ થિઅરીનો જનક મેક્સ પ્લૅક કહે છે કે, “એક કોયડો ઉકેલીએ કે એથી ય વધુ ગૂંચવણ ભર્યો નવો કોયડો સામે આવે છે.” એડીંગ્ટન જેવા અગ્રગણ્ય વૈજ્ઞાનિક કહે છે કે ભૌતિક જગતનું ચેતના સાથે અનુસંધાન ન કરીએ તો તે એક કલ્પના જ બની રહે છે. આઇન્સ્ટાઈન કહે છે. “વિશ્વને આલિંગનો આધ્યાત્મિક અનુભવ એ વૈજ્ઞાનિક સંશોધનનો. અત્યુત્તમ અને પ્રબળ આધાર છે. અગમ્યનું સંવેદન એ આપણા અનુભવમાં આવતી ઊંડામાં ઊંડી અને પરમ સૌંદર્યપૂર્ણ ઊર્મિ છે. સમગ્ર યથાર્થ વિજ્ઞાનનો એમાંથી જ ઉદ્ભવ થાય છે.” આ ઊર્મિ જેને અપરિચિત છે, જે આશ્ચર્ય મુગ્ધ હૃદયે ઊંડા અહોભાવમાં ખોવાઈ જતો નથી. તે નિખાણ છે. જતે દહાડે વિજ્ઞાન પોતે જ તત્ત્વજ્ઞાનીઓએ ભાખેલાં સત્યોને વાચા આપશે એવી શક્યતા પશ્ચિમના વિચારકો આજે જોઈ રહ્યા છે. આધ્યાત્મિક ભારતના જ્ઞાની પુરુષો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેઓ કહે છે કે - એ વિશેષ નોંધપાત્ર છે કે વિજ્ઞાન પણ જાગ્યે - અજાયે તત્ત્વજ્ઞાનની છાવણીમાં આવી રહ્યું છે. કારણ કે આઈન્સ્ટાઇન ગ્લૅક અને હીઝન બર્ગ, જીન્સ અને એવા બીજા અગ્રગણ્ય વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતોનું ભારતના ત્રાષિઓ દ્વારા તે સમયે પ્રતિપાદન થયું છે કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તો હજી તેના બાલ્યકાળમાં ધૂળમાં રમતી હતી. આઇન્સ્ટાઇન દ્રઢ પણે માનતા હતા કે વિજ્ઞાનનો વિકાસ એફ સતત ચાલતી પ્રક્રિયા છે. ભૂતકાળના નિશ્ચિત થયેલા સિદ્ધાંતો માટે પણ ખોટા પડવાની. શક્યતાઓનો ઇન્કાર થઈ શકે નહિ. તેમ જ જેટલું વિજ્ઞાન દ્વારા જોવામાં આવ્યું છે તથા ભવિષ્યમાં જોવાની શક્યતા છે તેનો પણ અસ્વીકાર થઈ શકે નહિ. મતલબ કોઈપણ વૈજ્ઞાનિક સત્ય શાશ્વત નથી. 2010_05 Page #276 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૪૭ આઈન્સ્ટાઇને પોતાના ચિંતન અને મનન દ્વારા દૃઢપણે જાહેર કર્યું કે ઈશ્વરે આડેધડ જુગટુ રમ્યું નથી. બ્રહ્માંડમાં જે સુંદર શક્તિ-સંચાલન ચાલી રહ્યું છે તેમાં કોઈક અગમ્ય શક્તિ કાર્યશીલ છે જ અને મને વિશ્વાસ છે કે ભવિષ્યનું વિજ્ઞાન કે વૈજ્ઞાનિકો ગહન રહસ્યોના થોડા ઘણા પણ ઉકેલ શોધવામાં સફળ થશે. જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં અણુબોંબનો ઉપયોગ થયો અને બે એટમ બોંબના વિસ્ફોટ જાપાનમાં હીરોશીમાં તથા નાગાસાકી ઉપર કરવામાં આવ્યા ત્યારે તેમનું હૃદય અત્યંત દ્રવી ઉઠ્યું હતું. જ્યારે તે એટમબોમ્બ જાપાન ઉપર ફેંકાયા ત્યારે આઈન્સ્ટાઇન નિવૃત્ત થયા હતા. તેમની વય ૬૬ વર્ષની હતી પરંતુ ત્યારે પણ તેમણે United Nations અને બીજા વૈજ્ઞાનિકો સાથે મળી એવી યોજનાનો વિચાર કર્યો હતો કે અણુશસ્ત્રોનો વિકાસ કરવામાં ન આવે પરંતુ શાંતિમય ઉપયોગ માટે જ અણુઉર્જા વપરાય. તેમણે કહ્યું કે “ધર્મ વિનાનું વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ પાંગળો છે.” આજનું વિજ્ઞાન હજુ પણ ત્યાં સુધી પહોંચી શક્યું નથી અને પહોંચી શકશે નહિ તેવું નિરૂપણ વીતરાગ પરમાત્માએ ક્યું છે. જે ઊંડાણથી વિચાર કરીએ તો જણાય કે આઈન્સ્ટાઇન જે કહેતા હતા કે “મેં જ્ઞાન સમુદ્રમાંથી એક ચપટી ભરી છે” તે યથાર્થ જણાય છે. આમ અનુમાન જ્ઞાન અર્થાત્ યુક્તિવાદ - તર્કવાદથી પણ અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા નથી. તર્કવાદ એ બુદ્ધિની કસરત કરવા માટેનો અખાડો છે. અખાડામાં જેમ શરીરનો વ્યાયામ કરાય છે, કસરત કરાય છે. આસનો કરાય છે, અટપટા ખેલ ખેલાય છે, મલ્લયુદ્ધ કરાય છે તેમ તર્કવાદમાં બુદ્ધિના ખેલ ખેલાય છે. બુદ્ધિની કસરત થાય છે. છલ-જાતિના દાવપેચ રમાય છે. જેમાં અખાડામાં એક મલ્લ બીજા મલની સાથે કુસ્તીના દાવ રમે છે. બીજાને હરાવે છે તેમ અહિંયા પણ પ્રખર બુદ્ધિશાળી વાદી અત્યબુદ્ધિવાળા પ્રતિવાદીને હરાવે છે. વળી તેને પણ કોઈ બીજો વધારે બુદ્ધિશાળી હરાવે છે. આમ જેમ મલ્લા અને પ્રતિમલ્લનો અંત આવતો નથી તેમ વાદી-પ્રતિવાદીનો પણ અંત આવતો નથી. તર્કવાદની પરંપરાનો અંત આવતો નથી. આમ તર્કવાદ કરતા કરતા પણ અભિમત વસ્તુ સાચી રીતે પ્રાપ્ત થતી નથી. તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે રે કોય, અભિમત વસ્તુ વસ્તુગતે લહે રે, તે વિરલા જગ જોય.. આનંદઘનજી. તર્કવાદથી તો દરેક જણ પોતપોતાની માન્યતાની પુષ્ટિ કરે છે અને બીજાનું ખંડન કરે છે. બીજાનું ખંડન કરવા દ્વારા પોતાના મતની સર્વોપરિતા સ્થાપન કરે છે અને તેના દ્વારા તો પરસ્પર ભિન્ન વિચારણા ધરાવતા 2010_05 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એકાંતવાદી દર્શનોનો જન્મ થયો છે. જેમાં છ આંધળા હાથીના એક એક અંગને પકડીને હાથી માટે અભિપ્રાય આપે એવી સ્થિતિ છે. વેદાંતે જ્ઞાનથી જ મોક્ષ માન્યો. તો કોઈકે એકલી ક્રિયાથી મોક્ષ માન્યો. કોઈકે વિનયથી મોક્ષ માન્યો. કોઈકે કશું જ ન કરવા ઉપર ભાર મૂક્યો. આમ તર્ક દ્વારા તો વાદની પરંપરા ચાલે છે તેના દ્વારા વસ્તુ તત્ત્વ હાથમાં આવતું નથી. યદ્યપિ જૈન શાસ્ત્રોના અભ્યાસથી વસ્તુતત્ત્વનો અનેકાંતગર્ભિત બોધ જરૂર થાય છે પરંતુ તેટલા માત્રથી સમ્યક્ તત્ત્વ પામી શકાતું નથી. તે માટે તો ગુરુકૃપા, ગુરુ વિનય, ગુરુ ભક્તિ, ગુરુ સમર્પિતતા, ગુરુ પ્રત્યે અહોભાવ, વિશિષ્ટ સાધનાનું બળ, વિશિષ્ટ પ્રકારનો જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો ક્ષયોપશમ, કર્મલઘુતા, તથાભવ્યત્વનો પરિપાક,જ્વલંત વૈરાગ્ય, મચાદિથી વાસિત ચિત્ત આ બધું જરૂરી બની જાય છે. આ બધાનો સમુહ આવી મળે તો જીવને જરૂર અભિમત વસ્તુ એટલે ઇષ્ટતત્ત્વ - આત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે અને આવી. ઇષ્ટતત્ત્વની પ્રાપ્તિને કરનારા તો જગતમાં વિરલા જીવો હોય છે. સંસારમાં સંસારી જીવોને સંસારની દૃષ્ટિએ ઈષ્ટ ચીજની પ્રાપ્તિ માટે આટલો બધો પુરુષાર્થ કરવો પડતો નથી. કારણ કે સંસારમાં અપ્રાપ્તની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ છે. જે વસ્તુ અપ્રાપ્ત છે તેને મેળવવા અંદરમાં પુણ્ય પ્રકૃતિને ઘુસાડવી પડે છે પછી તેનો ઉદય થતાં જીવને ઈષ્ટચીજની પ્રાપ્તિ થાય છે અને તે પ્રકૃતિનો જ્યારે અંત થાય છે ત્યારે પેલી ચીજનો પણ અંત આવે છે જ્યારે અધ્યાત્મમાં તો આત્માના અનંત ગુણો, વીતરાગતા, કેવલજ્ઞાન એ જીવને સત્તાએ પ્રાપ્ત જ છે. માત્ર તે દબાઈ ગયેલ છે તેને પ્રાપ્ત કરવા પુણ્ય પ્રકૃતિને ઘુસાડવાની જરૂર પડતી નથી. ભિખારી પણ તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે તો પામી શકે છે અને એક વખત પ્રાપ્ત થયા પછીથી તેનો ક્યારે પણ નાશ થતો નથી. માટે પ્રાપ્તની પ્રાપ્તિ માટેનો જે પુરુષાર્થ છે તે જ વાસ્તવિક છે. તેના દ્વારા જે ચીજ પ્રાપ્ત થાય છે તે અવિનાશી છે. આપણી પોતાની છે. અને આનંદપૂર્ણ છે. તેની પ્રાપ્તિ કરનારા વિરલા જ હોય છે. એટલા જ માટે અનિત્યાદિ બાર ભાવનામાં બોધિદુર્લભ ભાવના મૂકી પરંતુ ચક્રીદુર્લભ ભાવના મૂકી નથી. તર્ક શક્તિની સીમિતતા ટૂંકમાં માનવભવ એ સાધના કરવા માટેનો કાળ છે જેના દ્વારા શાંત રસનો રસથાળ આત્માએ પામવાનો છે. સાધના માત્ર ઇન્દ્રિય કે મન દ્વારા થતી નથી, માત્ર અનુમાન કે યુક્તિ દ્વારા પણ થતી નથી. આગમથી અતીન્દ્રિય તત્ત્વનો માર્મિક બોધ જરૂર થઈ શકે છે પણ તે આગમ વીતરાગ - સર્વજ્ઞ પરમાત્માના મળે તો. અન્યથા બીજા શાસ્ત્રો દ્વારા કે યુક્તિઓ દ્વારા તેમાં 2010_05 Page #278 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૪૯ અટવાઈ જવાનો ભય ઘણો છે. વળી સર્વજ્ઞ પરમાત્માના આગમ દ્વારા હેયશેય-ઉપાદેય તત્ત્વોનું યથાર્થજ્ઞાન કરી હેય તત્ત્વોના ત્યાગ અને ઉપાદેયની પ્રાપ્તિ પ્રત્યેનો ઝોક વધે તો જ યથાર્થ તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. અન્યથા જો એક્લા હેચ તત્ત્વો ભણી જ ઝુકાવ રહે તો વસ્તુનો બોધ થવા છતાં વસ્તુ તત્ત્વની પ્રાપ્તિ માટેનો સાધનાકાળ ચાલ્યો જાય છે અને એના દ્વારા સાધ્યની પ્રાપ્તિથી તો દૂર જ રહેવાનું થાય છે. બીજાનું ખંડન કરીને બીજાને, ખોટા કરીને, બીજાને ઉતારી પાડીને, હલકા ચીતરીને પોતાની સત્યતા અને સર્વોપરિતા સ્થાપન કરવી એ સ્યાદ્વાદ નથી પણ કનિષ્ઠવાદ છે જ્યારે બીજાની આપેક્ષિક સત્યતાને સ્વીકારી, તેને પણ સ્થાન આપી પોતાની સર્વોપરિતા સ્થાપન કરવી એ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલ સ્યાદ્વાર છે. જેમાં પોતે તરવાનું હોય છે અને બીજાઓને તારવાના હોય છે. અધ્યાત્મના માર્ગમાં બીજાને તારવાની ભાવના કરવાથી તેમજ બીજાને તારવાનો પુરુષાર્થ કરવાથી પોતાને તરવાનું સહેલું બની જાય છે. બીજાને કદાચ તારવાની ભાવના ન કરીએ તો પણ હજુ બહુ વાંધો ન આવે પરંતુ બીજાની. ઉપેક્ષા કરીએ, બીજાની પ્રતિ પ્રતિકૂળ વર્તન કરીએ કે બીજાના અપેક્ષિત સત્યને સત્ય તરીકે ન સ્વીકારીએ તો સાધકને સાધના કરવાનું અને એના દ્વારા કરવાનું કાર્ય અત્યંત મુશ્કેલ બની જાય છે. માટે જ અધ્યાત્મની વિચારણામાં મેથ્યાદિવાસિત ચિત્તને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । વાનેરૈતાવતા પ્રાગૈઃ કૃતઃ ચાપુ નિશ્ચય: ૨૪૬ . આ જ વસ્તુના સારને કહે છે - અનુમાનથી અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા નથી. એ જ વાતની પુષ્ટિમાં કહે છે કે જો અતીન્દ્રિય પદાર્થો અનુમાનવડે અર્થાત્ યુક્તિવાદવડે જાણી શકાતા હોત તો અનાદિ અનંતકાળમાં અતિબુદ્ધિશાળી એવા તાર્કિકો આજ સુધીમાં ઘણા થઈ ગયા તેઓએ યુક્તિના બળે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય કરી લીધો હોત. પરંતુ એ નિર્ણય હજુ સુધી કોઈ કરી શક્યા નથી. એનાથી એ ફલિત થાય છે કે અતીન્દ્રિય પદાર્થનો સમ્યમ્ નિર્ણય તર્કથી થઈ શકતો નથી પણ યોગિજ્ઞાનથી જ તેનો નિર્ણય થાય છે. તર્ક દ્વારા અતીન્દ્રિય તત્ત્વનો નિર્ણય કરવો એ ચમચી દ્વારા સમુદ્રને ખાલી કરવા જેવું છે. બુદ્ધિતત્ત્વ એ સીમિત તત્ત્વ છે. મર્યાદિત તત્ત્વ છે. તર્કને પણ સીમા છે તેના દ્વારા પદાર્થનો અમુક મર્યાદામાં જ બોધ થાય છે. ઘણું જાણ્યું 2010_05 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છતાં ઘણું સમજાતું નથી, ઘણું જાણવાનું બાકી છે તેવો આપણો અનુભવ જ બુદ્ધિની વસ્તુસ્વરૂપને પામવાની શક્તિની પરિમિતતા અને અપૂર્ણતાને સૂચવે છે. કોઈપણ વસ્તુ આપણી દૃષ્ટિમર્યાદાથી દૂર થતાં તેનો નાશ માની લઈએ છીએ અને દૃષ્ટિમર્યાદામાં નવીન ઉપસ્થિતિ થતાં તેની ઉત્પત્તિ માની લઈએ છીએ પરંતુ સૂક્ષ્મ વિચારણા નિર્ણય કરે છે કે વસ્તુતઃ વસ્તુઓનો નાશ પણ નથી ને અવસ્તુઓની ઉત્પત્તિ પણ નથી પરંતુ તે સર્વ રૂપાંતર માત્ર છે. વિજ્ઞાનની દરેક શાખાના સિદ્ધાંતો અને સૂત્રોના મૂળમાં આ સિદ્ધાંતની સ્વીકૃતિ અવશ્ય હોય છે. મનુષ્ય ગર્ભમાં આવ્યો તે પહેલા તે શું હતો? મૃત્યુ બાદ તે શું થાય છે? તેમ જ તેનો અનંતો ભૂતકાળ કેવો વીત્યો? ક્યાં ક્યાં, ક્યારે, કેવા કેવા ભવો કર્યા? હવે પછીનો ભવિષ્યકાળ કેવો પસાર થશે? તેને સ્પષ્ટ રૂપમાં જાણવા માટે બુદ્ધિ અસમર્થ છે. વસ્તુતઃ ગર્ભ પણ કોઈ બીજનું જ રૂપાંતર છે અને મૃત્યુ પણ હયાતનું જ અવસ્થાન્તર છે છતાં પણ તે ક્યા બીજનું રૂપાંતર છે? અને મૃત્યુ બાદ તેનું અવસ્થાંતર ક્યાં અને કેવા સ્વરૂપે થાય છે ? તેને જાણવાની બુદ્ધિમાં શક્તિ નથી. તેનો સ્વીકાર દરેકે કરવો પડે છે. વિશ્વમાં આવા તો અનેક પ્રકારના ક્ષર નિરંતર થયા કરે છે તેના અનંતમા ભાગના જ રૂપાંતરોને જાણવા કે સમજવા માટે બદ્ધિ માંડમાંડ કામયાબ બને છે. બુદ્ધિશક્તિની અપૂર્ણતાનું ભાન થયે છતે મનુષ્ય શ્રદ્ધાનો આશરો લે છે અને જ્યારે આ શ્રદ્ધા સર્વથા નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞના વચનો પર અર્થાત્ આગમ પર થાય ત્યારે તેને સત્ય સાંપડે છે - કહ્યું છે કે, એ પ્રાપ્ત કરવા વચન કેવળ સત્ય કોનું માનવું? નિર્દોષ નરનું કથન માનો એહ જેણે અનુભવ્યું. શ્રદ્ધા અને બુદ્ધિ બેમાં બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા દઢ અને સંગત હોય છે. બુદ્ધિવાદીની આ વાત અપેક્ષાએ સત્ય છે પણ વ્યવહારમાં તેવી શ્રદ્ધા ભાગ્યે જ જોવા મળે છે. બાળક જન્મે છે ત્યારથી તે શ્રદ્ધાના જોરે જ આગળ વધે છે. જેમ જેમ તેની બુદ્ધિ વિકસે છે તેમ તેમ જે શ્રદ્ધેય હતું તે બુદ્ધિગમ્ય થતું જાય છે અને જે બુદ્ધિગમ્ય નથી બનતું ત્યાં તે શ્રદ્ધાનો આશરો લે છે. - જે વિષયમાં પોતાની બુદ્ધિ પહોંચે નહિ ત્યાં શ્રદ્ધાનો સહારો ન લે તો. તે જીવી શકે નહિ અને બુદ્ધિ ન હોવા છતાં ખોટું ડહાપણ કરે તો તેનો. પરાભવ થયા વિના રહે નહિ. જેને પ્લેન કેમ ચલાવવું તેનું જ્ઞાન નથી તે 2010_05 Page #280 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - .૩ ૨૫૧ પાયલોટ આગળ ડહાપણ કરે કે જો હું કોઈ પણ ચીજ નથી. મારી બુદ્ધિમાં બેસે તો જ સ્વીકારું છું માટે તું મને શ્રદ્ધાથી સ્વીકારતો આ પ્લેન કેવી રીતે ચલાવાય ? એમાં બેઠા પછી નાશ કેવી રીતે ન થાય? હેમખેમ કેમ પહોંચાય ? એ બધું સમજાવે પછી જ હું પ્લેનમાં મુસાફરી કરું, તો તે પ્લેનમાં બેસી શકે નહિ. એમ સર્વત્ર સમજી લેવું જોઈએ. આધુનિક વિજ્ઞાનને બુદ્ધિવાદ ભલે કહો પરંતુ તેના વિકાસમાં પણ શ્રદ્ધાવાદ જ છે. કોઈપણ વૈજ્ઞાનિકસૂત્ર યા સિદ્ધાન્ત અવશ્ય પૂર્વધારણાઓ પર જ આધારિત હોય છે. આ પૂર્વધારણાઓ ન તો પ્રત્યક્ષ જ્ઞાનગમ્ય છે કે નથી બુદ્ધિગમ્ય. તેનો સ્વીકાર માત્ર શ્રદ્ધા પર જ આધાર રાખે છે. પછી અનુભવો અને પ્રયોગો દ્વારા જ્યાં વિસંવાદિતા ઊભી થાય છે ત્યારે ત્યાં પૂર્વધારણાઓના સ્થાને નવી ધારણાઓનું માળખું રચાય છે. વસ્તુનું દર્શન કરી તેના સ્વરૂપનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું તે ભારતીય દર્શનકારોનું ધ્યેય છે. આધુનિક વિજ્ઞાનનું પણ ધ્યેય આ જ હોવાથી દર્શન શાસ્ત્રો (ધર્મશાસ્ત્રો) અને વિજ્ઞાનમાં મૂળભૂત કોઈપણ ભેદ ન હોવા છતાં વસ્તુ, પ્રયોજન અને સાધનાની અપેક્ષાએ બંનેમાં માર્મિક ભેદ છે. દર્શન શાસ્ત્રની વસ્તુ સામાન્યથી વિશ્વના બધા જ પદાર્થો છે પણ તેમાં પ્રધાનતા જીવ દ્રવ્યની છે જ્યારે વિજ્ઞાનમાં પ્રધાનતા ભૌતિક પદાર્થની છે. જીવ દ્રવ્યનો ગંભીર વિચાર આજ સુધી વિજ્ઞાનની કોઈપણ શાખાએ કર્યો નથી. પ્રાણીશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રાણીઓનો વિચાર છે પરંતુ શરીર રહિત શુદ્ધ જીવન હોઇ શકે કે નહીં, હોય તો તેનું સ્વરૂપ શું? જીવનનું અંતિમ ધ્યેય શું? આવી વિચારણા વિજ્ઞાને ગંભીરતા પૂર્વક કરી નથી. આને જ કારણે અઢળક શોધો કરવા છતાં તે આશીર્વાદને બદલે શાપ રૂપ બન્યું છે. માંકડ એ તેઇન્દ્રિય જીવ છે. તેને ત્રણ ઇન્દ્રિય છે તેનું વધુમાં વધુ આયુષ્ય કેટલું? તેનો જવાબ આજનું બાયોલોજીકલ સાયન્સ આપી શકતું નથી જ્યારે જૈન દર્શન સર્વજ્ઞ પ્રરૂપિત હોવાને કારણે તેનો જવાબ આપતાં કહે છે કે તેનું વધારેમાં વધારે આયુષ્ય ૪૯ દિવસનું હોય, આ જ રીતે બીજી વસ્તુઓના જવાબ પણ જૈન દર્શન આપી શકે છે, નહિ કે વિજ્ઞાન. તે વિજ્ઞાનની અપૂર્ણતાનો પૂરાવો છે. ધર્મનું પ્રયોજન જીવને દુઃખથી સર્વથા મુક્ત કરવો તે છે. તેને માટે જ્ઞાન છે. જ્ઞાન માત્ર જ્ઞાન ખાતર નથી પરંતુ સહેતુક છે. વિજ્ઞાનને પોતાનું લક્ષ્ય સ્પષ્ટ નથી. તેને જિજ્ઞાસા છે. તે એક નિષ્ઠાથી પોતાનું કાર્ય કરે છે. વિશ્વની 2010_05 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨પર યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ વિચિત્રતાઓના ગર્ભમાં છપાયેલા પરિબળોનો ફોટ કરે છે ત્યારે તેને કાંઈક નવું શોધ્યાનો સંતોષ થાય છે. વિજ્ઞાનીને મન વિજ્ઞાન બોદ્ધિક આનંદ બક્ષે છે. न चैतदेवं यत्तस्माच्छुष्कतर्क ग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥ જે કારણથી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય તર્કથી ક્યારે પણ થઈ શકતો નથી તે કારણથી શુષ્ક તર્ક વિષેનો ગ્રહ - આગ્રહ એ અતિભયંકર છે અર્થાત અત્યંત અનર્થકારી છે. પ્રતીતિ અને ફ્લેથી જે બાધિત થતો હોય તે શુષ્ક તર્ક છે અને આવા શુષ્ક તર્ક વિશેનો આગ્રહ એ મિથ્યાભિમાનનું કારણ હોવાથી સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળાવડે તે ત્યાજ્ય છે. શુદ્ધતર્ક બુદ્ધિને સન્માર્ગથી નીચે ઉતારે છે. હૃદયને કઠોર બનાવે છે. હૃદયમાં સરળતાનો નાશ કરી વક્રતા લાવે છે. જીવને આગ્રહી બનાવે છે અને કોઈ પણ વિષયમાં ખોટો આગ્રહ આવે, તે વૃદ્ધિ પામે તેમ તેમ ગુણોની પરિણતિ નાશ પામતી જાય છે. શુભાનુબંધની યોગ્યતા ઘટતી જાય છે. શુષ્કતર્કની બળવત્તરતા થવાથી અંતે પ્રજ્ઞાપનીયતા - પ્રામાણિકતા નાશ પામે છે અને આત્માને તીવ્ર મિથ્યાત્વનો ઉદય કરી સંસારમાં રૂલાવે છે. રોહગુપ્તની ભૂલ શ્રી વીરનિર્વાણથી પ૪૪ વર્ષે અંતરંજિકા નામની નગરીમાં શ્રીગુપ્ત નામના આચાર્ય હતા. તેમને વંદન કરવા માટે રોહગુપ્ત નામનો તેમનો શિષ્ય આવી રહ્યો હતો. રસ્તામાં પોટ્ટશાલ નામના પરિવ્રાજકવડે પડહ વગાડવામાં આવ્યો હતો કે મારી સાથે વાદ કરવા કોઈ સમર્થ નથી તે વાદના પડતને સાંભળીને આ રોહગુણે ગુરુને પુડ્યા વિના જ તેના પsહને ઝીલી લીધો અને તેની સાથે વાદ કરવાનું નક્કી કર્યું. ગુરુ પાસે આવીને સઘળી હકીકત કહી. ગુરુએ કહ્યું તેં મોટી ભૂલ કરી છે. એની સાથે વાદ કરવામાં મઝા નથી. એ વાદ કરવામાં પ્રામાણિક નથી. વાદમાં હારી જાય તો પોતાની પાસે રહેલી વિધાનો ઉપયોગ કરે છે. તેની પાસે વૃશ્ચિક, સર્પ વગેરે સાત વિધાઓ છે. તેનાથી બચવા ગુરુ તેને પ્રતિપક્ષી મયૂરી, નકુલી વગેરે સાત વિધાઓ આપે છે અને છેલ્લે પોતાનું રજોહરણ મંત્રિત કરીને આપે છે. જેનાથી તેના દ્વારા કરાયેલી મંત્ર વિ.ની શક્તિથી બચી શકાય. વાદ માટે રોહગુપ્ત ગયો. રોહગુપ્ત વાદની શરૂઆતમાં જ કહ્યું કે તું જે બોલીશ તેનું હું ખંડન કરીશ ત્યારે પેલાએ જોયું કે જેન સાધુઓ વાદમાં કુશળ છે એમ માની તેણે જૈનદર્શન સંમત જીવ-અજીવ સ્વરૂપ બે રાશિ મત સ્થાપના કર્યો. જેમ જગતમાં સુખ-દુ:ખ, પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, સ્વર્ગ-નરક બે વસ્તુ 2010_05 Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સંભળાય છે તેમ જગતમાં મુખ્ય બે જ તત્ત્વ જીવ અને અજીવ છે. આ સાંભળી રોહગુએ તેને ખોટો પાડવા અને તેની સામે વિજય મેળવવા ત્રિરાશિ મત સ્થાપન કર્યો. તેણે કહ્યું કે જગતમાં સાત્ત્વિક - રાજસ અને તામસ, બ્રહ્મા - વિષ્ણુ અને મહેશ, ઉર્ધ્વ લોક - અધોલોક અને તિછ લોક આમ જેમ ત્રણ ત્રણ પદાર્થ દેખાય છે તેમ જીવ અજીવ અને નો જીવ એમ ત્રિરાશિ સિદ્ધ કરી. અને પોટ્ટશાલ પરિવ્રાજકને હરાવ્યો. પેલાએ પોતાની પાસે રહેલી વિદ્યાઓ છોડી, તેની સામે તેણે પ્રતિપક્ષી વિધાઓ છોડી પોતાનું રક્ષણ કર્યું. છેલ્લે ગુરુએ આપેલ રજોહરણને પણ તેની ઉપર વી, વિજય મેળવી ગુરુની પાસે આવ્યો. ગુરુએ કહ્યું કે વાદમાં તેં ભલે તેને જીતવા ત્રિરાશિમત સ્થાપન કર્યો પણ તેં ઉસૂત્ર પ્રરૂપણા કરી છે માટે તારે રાજાની આગળ જઈને સત્ય હકીકત જણાવી મિથ્યા દુષ્કૃત આપવા યોગ્ય છે. ઉપાધ્યાયજી મહારાજ પણ સ્યાદ્વાદ કલ્પલતામાં લખે છે કે રોહગુપ્ત પરિવ્રાજકને હરાવવા તેમજ જૈનશાસન શ્રેષ્ઠ છે તે સિદ્ધ કરવા ત્રિરાશિ મત સ્થાપન કર્યો તેમાં વાંધો નથી માત્ર તે પછી પોતાની ભૂલનો સરળ હૃદયે સ્વીકાર ન કર્યો અને અહંકારમાં રહ્યો તે ભૂલ છે. છેલ્લે ગુરુએ રાજાની સમક્ષ તેની સામે વાદ કરી હરાવ્યો. છતાં પણ પોતાનો આગ્રહ ન છોડ્યો તો ગુરુવડે તેના માથા ઉપર રખિયા નાંખવા દ્વારા સંઘ બહાર કરાયો. છઠ્ઠો નિર્નવ બન્યો અને એમાંથી ક્રમે કરીને વેશેષિક દર્શન નીકળ્યું. શુક્તર્ક - કુગ્રહ બુદ્ધિને ભ્રષ્ટ કરી ઠેઠ મિથ્યાત્વે લઈ જાય છે. ગુરુનો દ્રોહ કરાવે છે. ગુરુની સામે પડાવે છે. અને તુચ્છ વૃત્તિઓમાં રમાડે છે માટે કુગ્રહ એ છોડવા જેવો છે. કુગ્રહ આવ્યા પછી આત્મામાં મોટે ભાગે ગુણો ટકતા નથી. કદાચ ગુણો દેખાય તો પણ તે ગુણ નથી ગુણાભાસ છે. ગુણ તો તે કહેવાય કે જે નવા નવા ગુણોને લઈ આવે. આત્મામાં સંવેગ અને વૈરાગ્યા વધારે. તારક તત્ત્વો પ્રત્યે સમર્પિત બનાવે. કુગ્રહ આવ્યો એટલે હૃદય તારક તત્ત્વોને સમર્પિત ન રહ્યું પછી મોહાધીન દશા આવી. હદય ખોટું બની ગયું. આત્માના પ્રદેશ પ્રદેશે મોહાંધકાર વ્યાપ્ત થઈ ગયો એટલે હવે શુભક્રિયા કરે તો પુણ્ય બંધાય પણ શુભાનુબંધ તો રહ્યો જ નહિ અને શુભાનુબંધ જ નથી તો પછી મોક્ષમાર્ગ ક્યાં રહ્યો? આમ એક માત્ર મિથ્યા આગ્રહને વશ બનીને રોહગુપ્ત સમ્યક્ત્વ ગુમાવ્યું, ગુરુપ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો. માર્ગની વફાદારી ગુમાવી, લોક-ચાહના ગુમાવી. તત્ત્વ પ્રાપ્તિની યોગ્યતા ગુમાવી. ગુણોની યોગ્યતા ગુમાવી અને આત્માનું ભવ ભ્રમણ -- 2010_05 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વધાર્યું. ઉત્સુત્ર પ્રરૂપણા કર્યા પછી ગુરુના કહેવા છતાં તેમાં સુધારો ન કર્યો અને અહંકારને વશ બન્યો તો ચિત્તની પ્રસન્નતા, સમાધિ બધું ચાલ્યું ગયું. શિવભૂતિ એ સહસ્રમલ સેનિક હતો. દુર્જચ એવા રાજાને પણ તેણે જીત્યો હતો તેના કારણે તે રાજ્યમાન્ય બન્યો હતો. તે શિવભૂતિએ એક વખત વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. રાજાએ તેમને રત્નકંબલ વહોરાવી, શિવભૂતિ તેના ઉપરના મમત્વના કારણે તેનો ઉપયોગ કરતા નથી અને તેને વીંટીયામાં મુકી રાખી છે. અવસરે બહાર કાઢી તેને જોઈને રાજી થાય છે. ગુરુએ જોયું કે આ રત્નબલ તેને મૂછ કરાવી પરિગ્રહનું કારણ બની રહી છે તેથી જ્યારે એક વખત સ્પંડિલ ભૂમિએ તેને જવાનું થાય છે ત્યારે ગુરુએ તે રત્નકંબલને કાઢી ટૂકડા કરી શિષ્યોને વાપરવા આપી દીધા. તે આવ્યો. ખબર પડી અંદરમાં સમસમી ઉઠયો. તે વખતે કાંઈ બોલ્યો નહિ પણ મનમાં ગાંઠ વાળી કે અવસરે બતાવી દઈશ. વસ્તુ પરનું તીવ્ર મમત્વ જીવને દુર્જન બનાવી ગાંઠ બંધાવે છે. મિથ્યાત્વે લઈ આવે છે. ગુણોના શિખરે ચડેલાને દુર્ગુણોની ખીણમાં પાત કરાવે છે. એક વખત ગુરુ બધા શિષ્યો સમક્ષ વાચના આપી રહ્યા છે તે વખતે જિનકલ્પનો પ્રસંગ આવ્યો. જિનકલ્પનું વર્ણન કરતા ગુરુ કહે છે કે તેઓ વસ્ત્ર, પાત્ર વગેરે રાખે નહિ, બસ, આ સાંભળતાં જ ઊભો થઈ ગયો. તો પછી આપણે શા માટે વસ્ત્ર રાખીએ છીએ? વસ્ત્ર એ તો મૂછનું કારણ છે માટે તે જિનલ્પ બરાબર છે. ગુરુ તેને સમાધાન આપે છે કે જિનકલ્પી તો લબ્ધિવાળા. છે તેઓ વસ્ત્ર વગર રહે છતાં તેમને કોઈ નગ્ન જોઈ શકતું નથી. બીજું વસ્ત્ર એ તો સંયમની રક્ષાનું સાધન છે. સ્થવિરકામાં વસ્ત્ર રાખવાનું વિધાન છે. અનેક રીતે સમજાવવા છતાં અંદરમાં તીવ્ર ક્રોધથી ધમધમતો હતો માટે પોતાની પડ છોડી નહિ અને વસ્ત્ર એજ મૂછ છે. વસ્ત્ર એજ પરિગ્રહ છે. વસ્ત્ર હોય ત્યાં સંયમ હોય નહિ એમ કહીં બધા વસ્ત્ર ઉતારી નગ્ન બન્યો. તેનાથી દિગંબર મત નીકળ્યો. તે પણ નિર્નવ તરીકે ઓળખાયો. અંદરમાં ઊભા થયેલા કષાયે તેને એવી પકડમાં લીધો, એવો આગ્રહી બનાવ્યો કે પોતાની મિથ્યા માન્યતાને છોડવા તૈયાર ન થયો પણ પોતાની માન્યતાની પુષ્ટિમાં જ કુતક લગાડી તેને સિદ્ધ કરી. એક રત્નકંબલ ઉપરનું મમત્વ, તેના ઉપરનો આગ્રહ તેમાંથી પોતાના વિચારો પ્રત્યેનો આગ્રહ - પકડ અને તેમાંથી ગુરુની સામે પડવા સુધીની ધૃષ્ટતા અને આખરે માર્ગભ્રષ્ટ બની અનેકને ઉન્માર્ગગામી બનાવવામાં નિમિત્ત બન્યો. કુગ્રહની તીવ્રતા આત્મામાં દોષોને તીવ્ર બનાવે છે તેના આત્મામાં 2010_05 Page #284 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૫૫ મિથ્યાત્વનો દાવાનળ નિરંતર સળગતો રહે છે. કષાયોની ભઠ્ઠીમાં તે નિરંતર બળતો હોય છે.તેવા આત્મામાં તત્ત્વ ચિંતન, મનન રૂપ વેલડી કયાંથી ઉગે? ઉપશમ ભાવરૂપી પુષ્પો અને હિતોપદેશરૂપી ફળ પણ ત્યાં કેવી રીતે બેસે? આવો આત્મા કુતર્કરૂપી દાંતરડા વડે તત્વ રૂપી વેલડીને કાપી નાંખે છે. દોષરૂપી વૃક્ષને સિંચે છે અને ઉપશમરૂપી મધુર ફ્લોને નીચે ધક્ક છે. કુગ્રહવ્યાપ્ત અંત:કરણ પત્થર જેવું કઠોર બનેલું હોય છે. તેની ઉપર પડતો જિનવાણીનો ધોધ ઉપરથી જ ચાલ્યો જાય છે, તેના અંત:કરણને તે પલાડી શકતો નથી. અનિત્યાદિ ભાવનાઓ, મસૂયાદિ ભાવનાઓ કે મહાવ્રતની ભાવનાઓ કે સિદ્ધાંતના રહસ્યો આવા આત્મામાં ઝીલાતા નથી. ગુરુની કૃપા ત્યાં ઉતરતી નથી. પોતાની મતિ તરફ યુક્તિને તે ખેંચી જાય છે પરંતુ જે તરફ યુક્તિ જાય છે તે તરફ તે મતિને જોડતો નથી માટે આવા આત્માને સિદ્ધાંત બોધ પરિણમવાની અયોગ્યતા હોવાથી તેમને શાસ્ત્રજ્ઞાન આપવાની જ્ઞાનીઓ મનાઈ માવે છે. અપાત્રને કરેલ વિદ્યાનું દાન લેનાર-આપનાર બંનેને નુકસાન કરે છે. આવા કુગ્રહથી વ્યાસ અને પકડવાળા જીવોમાં બહારથી કદાચ સુંદર ચારિત્ર પાલન, નિર્દોષ ચર્યા, ઘોર તપનું આચરણ વગેરે જોવા મળે તો પણ તે અંદરમાં પડેલા. કુગ્રહના કારણે વ્યર્થ બને છે. તેનું બુદ્ધિ ચાતુર્ય દંભ માટે થાય છે. શાસ્ત્ર તેને પાપ બંધ માટે થાય છે. તેની પ્રતિભા લોકોને ઠગવા માટે થાય છે. તેનું ધૈર્ય ગર્વને માટે હોય છે. આમ અંદરમાં પડેલ કુગ્રહ હોતે છતે બધા બહારથી દેખાતા ગુણો તેના દોષને માટે થાય છે. અર્થાત બહારથી જોનારને કદાચ તેનામાં ગુણો દેખાય પણ તત્વથી તો તેના અંતરમાં દોષનું જ પરિણમન હોય છે. જેમ રેતીને પીલવાથી કદી તેલની પ્રાપ્તિ થતી નથી તેમ શુષ્ક તર્કવાદથી ક્યારે પણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. અને આત્માર્થી સાધક તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે નીકળેલ છે તેને આવા નિઃસાર, શુક્તક કેમ પાલવે? તે હૃદયને ભીંજવતો નથી પણ હૃદયને બુઠું બાનવે છે. આ શુષ્ક તર્ક ગ્રહ જેવો છે. જેમ માણસને ભૂત, પ્રેત, પિશાચ કે ઝંડ વળગ્યું હોય તો તેની સ્થિતિ કફોડી બની જાય છે. તેના પંજામાંથી છૂટી શકાતું નથી. તે જે કહે તેમ કરવું પડે છે. તેને પરાધીન રહીને જીવવું પડે છે તેમ આ તર્કવાદરૂપી ગ્રહથી જે પ્રસાય છે તેની બુદ્ધિ બેર મારી જાય છે. તે કશું જ સારું વિચારી શકતો નથી. બોલી શકતો નથી. તેના ત્રણે યોગ વિપરીત માર્ગે વહે છે. અથવા તો જે અનિષ્ટ રાહુ, શનિ આદિ પાપગ્રહથી પીડાતો હોય તેને 2010_05 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ચિંતા, ભય સતાવ્યા કરે છે તે જ રીતે આ શુષ્ક તર્ક રૂપી ગ્રહથી પીડાતા આત્માને સતત ચિંતા, ભય રહ્યા કરે છે. - જો કોઈ પણ રીતે વાદમાં પોતાનો વિજય થાય તો શુષ્ક તર્કવાદી એટલો બધો પરિતોષ પામે છે કે મર્યાદાનો ભંગ કરી પોતાની બડાઈ હાંકી ત્રણે લોકોને ખલ બનાવે છે - (૧) અને પોતે જે કોઈ પ્રકારે બીજાથી જીતાઈ જાય તો તે કોપાંધ થઈ, પ્રતિવાદી પ્રત્યે બરાડા પાડી પોતાનું વિલખાપણું દૂર કરે છે. - (૨) તે વાદકથાને ખમી શકતો નથી તેથી વાદમાં હારી જાય તો માનભંગ થવાથી ઉષ્ણ અને લાંબા લાંબા નિસાસા નાંખે છે. રમણીય વસ્તુ જોઈને તેને આનંદ થતો નથી પરંતુ અરતિનો જ્વર લાગુ પડે છે. મિત્રો પ્રત્યે પણ તે મંત્રી બતાવતો નથી પરંતુ વજ જેવા કઠોર વચનોને બોલે છે - (૩). દુઃખ અહંકારમાંથી ઉત્પન્ન થાય છે એ સર્વતંત્ર માન્ય સિદ્ધાંત છે તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર તત્વ પરીક્ષા કરે છે અર્થાત અહંકાર જન્ય દુ:ખનો સાક્ષાત અનુભવ કરે છે. (૪) (સિદ્ધસેન દિવાકર કૃત દ્વા. દ્વા.) ઉપરના ચારે બ્લોક સિદ્ધસેન દિવાકરજી કૃત દ્વાäિશત દ્વાત્રિશિકાના છે. શુષ્કતર્કવાદીને આત્મા, પુણ્ય, પાપ, પરલોક, સદ્ગતિ આ બધાની સાથે બહુ મેળ નથી તેને તો આ ભવમાં માન-સન્માન-પ્રતિષ્ઠા-ખ્યાતિ વગેરેની સાથે મેળ છે. તેથી બીજાને વાદમાં જીતી પોતાનો વિજય ડંકો વાગતો હોય તો તે કરવા જ તે તૈયાર છે તે માટે તે ન્યાય-નીતિ-પ્રામાણિકતાને પણ સાચવવા તૈયાર નથી અને જ્યારે પોતાના માનની હાનિ થવાનો પ્રસંગ આવે ત્યારે તે મેલી. રમતો, પ્રપંચો, કાવાદાવા અને જગતને ઊંધુ સમજાવીને પણ માનભંગથી બચવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો શુષ્ક તર્કવાદી આત્મસાક્ષીએ અપ્રામાણિક હોય છે. જ્યારે સાધકને એક માત્ર આત્માનો જ ખપ હોય છે. તેને આત્માની વિશુદ્ધિ સિવાય માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા જોઈતા હોતા નથી. તેથી તેને આની સાથે મેળ કેમ બેસે? આત્માર્થી અને મતાર્થી બેની દિશા ભિન્ન ભિન્ન હોય છે. માટે આવો શુષ્ક તર્ક કે જે મિથ્યાભિમાનનો હેતુ છે, દુર્ગતિનું કારણ છે તે આત્માર્થી જીવે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. ધર્મ કરવા છતાં પણ જીવો સંસારના અંતને ન પામ્યા તેમાં જેમ બીજા કારણો સંભવે છે તેમ મિથ્યાભિમાન, શુષ્ક તર્ક, આગ્રહ, વાદ-વિવાદનો રસ, વાચાળતા, પણ ફારણ તરીકે સંભવે છે માટે સાચા આત્માર્થીએ તેનો પડછાયો પણ લેવા જેવો નથી. જેમ વિષવૃક્ષ દૂરથી જ ત્યાજય છે. તેની છાયા પણ ક્યારેક પ્રાણ લેનારી બને છે તેમ આ બધી ચીજનો પરિચય પણ કરવા જેવો નથી. આ જ્યાં જોવા 2010_05 Page #286 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨પ૭ મળે તેનાથી લાખો યોજન દૂર રહેવા જેવું છે તો જ આત્માર્થીપણું ટકી શકે. તો જ આત્મા સાધક બની સાધના કરી સાધ્યને નિફ્ટ લાવી શકે. અન્યથા ક્યારેક બહારથી ધર્મ કરવા છતાં અંદરની શુદ્ધિ હારી જવાય તેવું બને. સાધકના લક્ષણો આચાર્ય જયશેખરસૂરીએ પ્રબોધ ચિંતામણિમાં સાધકના લક્ષણો નીચે. મુજબ બતાવ્યા છે. न वाद सादरो नावलिप्तो न ख्यातिकामुकः । न काप्यौत्सूक्यभू नैव यत्तत्स्वोक्तसमर्थकः ॥ સાધક વાદ કરવામાં આદરવાળો ન હોય, અહંકારી ન હોય, કીર્તિનો અભિલાષી ન હોય. કોઈપણ બાબતમાં ઉત્સુકતાવાળો ન હોય, તથા જેમ તેમ બોલાયેલ પોતાના વચનનું સમર્થન કરનાર ન હોય. न गोष्ठीच्छु नान्यदेश वेशभाषादि पृच्छकः । न गीतादि प्रियो नाक्षिलोकः स खलु साधकः ॥ જે વાતોડિયો ન હોય, બીજાના દેશ, વેશ, ભાષાદિકની પૂછપરછ કરનારો ન હોય, ગીત-ગાયન વગેરેમાં રાચનારો ન હોય, નેત્રની ચપળતાવાળો ન હોય તે ખરેખર સાધક છે. आकृष्टो याति न द्वेषं स्तुतो भवति नोन्मनाः । अबाधितसमाधिस्थ: स्वस्थो भवति साधकः ॥ સામી વ્યક્તિના આક્રોશ કરવા ઉપર જે દ્વેષ ન કરે, સ્તુતિ કર્યાથી જે ઉન્મત્ત ન થાય એવી સમાધિમાં જે રહેતો હોય તે સાધક છે. लवलेशमुहूर्तादिकमाद्यः संगवर्त्यपि । नि:संगतार्थं यतते विद्वस्तं विद्धि साधकम् ॥ લવલેશ માત્ર મુહૂર્તાદિકના ક્રમથી જે સંગમાં વર્તે છતાં સંગરહિતપણાને માટે જે પ્રયત્ન કરે છે તેને હે વિદ્વાન્ ! તમે સાધક જાણો. ज्ञानतत्त्वतया वेत्ति लोकवृत्तं विसंस्थुलः । तथापि कुरूते नैव, स्वात्मोत्कर्षान्यगर्हणे ॥ આ દુનિયામાં લોકોના આચરણો અસ્થિર છે કે વિપરીત છે તે પોતે તત્ત્વ- વેત્તા હોવાથી જાણે છે તો પણ બીજાની નિંદા કરીને પોતાનો ઉત્કર્ષ તે 2010_05 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ક્યારે પણ કરતો નથી. योगीशैलाणुवज्जानन्नप्याध्यात्मिकबाह्ययोः । धर्मयोरंतरं भित्ते व्यवहारं गिरापि न ॥ આધ્યાત્મિકધર્મ અને બાહ્યધર્મ વિશે પર્વત અને પરમાણું જેટલું અંતર જાણવા છતાં યોગી વચનથી પણ વ્યવહારને છેદતા નથી. शृण्वन्नप्येडवद्योगी पश्यन्नप्यंधवद् ध्रुवं । वक्तापि मूकवद्विद्वान्नपि बालसमो भवेत् ॥ સાંભળવા છતાં બહેરા જેવો, દેખવા છતાં આંધળા જેવો, બોલવા છતાં પણ મૂંગા જેવો અને વિદ્વાન છતાં પણ બાળક જેવો થાય તે સાધક છે. ग्रह सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।। १४८ ॥ અંતે ક્ષારોપથમિક ધર્મ પણ ત્યાજ્ય - પરમાર્થદૃષ્ટિએ વિચારતા તો મુમુક્ષુએ કોઈપણ વિષયમાં આગ્રહ રાખવો તે યુક્ત નથી કારણ કે મુક્તિમાં પ્રાયઃ સઘળા ધર્મોનો ત્યાગ કરવાનો હોય છે. (ઉપથી અધર્મોનો તો ત્યાગ કરવાનો હોય જ છે પણ ધર્મોનો પણ ત્યાગ કરવાનો હોય છે) પ્રાયઃ એટલા માટે કે ક્ષાયિક ધર્મોનો મુક્તિમાં ત્યાગ હોતો નથી કારણ કે ક્ષાયિક ધર્મો તો આત્માનું સ્વરૂપ છે અને જે સ્વરૂપ હોય તેનો ત્યાગ તો ક્યારે પણ થઈ શકે નહિ. પરંતુ જેટલા ક્ષાયોપથમિક ધર્મો - ગુણો છે તેનો ત્યાગ કરવાનો હોય છે. વાસ્તવમાં તો ક્ષાયોપશમિક ધર્મો અને કર્મોનું આવરણ હટી જતાં તે જ ધર્મો ક્ષાયિક રૂપે બની જાય છે. પૂર્ણ બની જાય છે એટલે તેનું સ્વરૂપ ફ્રી જાય છે. ક્ષયોપશમમાં ત્રણ વસ્તુ આવે છે. ઉદય, ક્ષય, અને ઉપશમ, આમાં ઉદિત કર્મોનો ક્ષય અને અનુદિતનો ઉપશમ થતાં આત્મસ્વરૂપનો કંઈક ઉઘાડ થાય છે પણ તે આંશિક જ છે. પૂર્ણ નથી. દા.ત. ક્ષયોપશમ સમકિતમાં (મિથ્યાત્વ મોહનીયના એકસ્થાનક રસ અને જઘન્ય બેસ્થાનક રસવાળા પુગલો જ સમ્યકત્વ મોહનીય કહેવાય છે તે) સખ્યત્વ મોહનીયનો રસોય હોય છે. તેનો ભોગવીને ક્ષય કરવાનો હોય છે અને અનુદિત એવા મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ઉપશમ છે એટલે સત્તામાં દબાયેલા પડ્યા છે, ઉદયમાં આવીને પોતાનો વિપાક બતાવી શકે તેવી સ્થિતિમાં નથી એટલે શ્રદ્ધા રૂપ આત્મિક શક્તિનો આશિક ઉઘાડ છે. હવે અહીં સમકિત મોહનીય પુદ્ગલોમાં જઘન્ય દ્વિસ્થાનક રસ મિથ્યાત્વનો છે. તેના કારણે શંકાદિ અતિચારો 2010_05 Page #288 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨૫૯ સંભવે છે અને રસહાનિથી દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો પ્રશસ્ત રાગ સંભવે છે. હવે આ જઘન્ય દ્વિસ્થાનક રસ (રસ એટલે આત્મિક ગુણોને દબાવવાની કર્મોની શક્તિવિશેષ) પણ જ્યારે સાધનાથી ક્ષય કરવામાં આવે છે ત્યારે ક્ષાયિક શ્રદ્ધા - પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. રસબંધની વિશેષ સમજણ : એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક, ચતુઃસ્થાનક એમ રસબંધ ચાર પ્રકારે છે દ્રષ્ટાંત દ્વારા તેની સમજણ સ્પષ્ટ થઈ શકશે. આમાં ઉત્તરોત્તર રસબંધ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હોય છે. દા.ત. ત્રણ શેર લીમડાનો રસ હોય તેને એક સ્થાનક રસ કહીએ પછી તે ત્રણ શેર લીમડાના રસને ઉકાળીને અડધો ભાગ રાખીએ અને અડધો ભાગ બાળી દઈએ તો તે વધારે તીવ્ર બને છે. તે દોઢ શેર રસને દ્વિસ્થાનક રસ કહી શકાય. હવે મૂળ ત્રણ શેર રસને ઉકાળીને એક ભાગ રાખી બે ભાગ બાળી નાંખવામાં આવે તો તે એક શેર રસ અધિક કડવો બને છે. આ કિસ્થાનક રસ કહી શકાય અને ત્રણ શેર રસના ચાર ભાગ કરી ત્રણ ભાગ બાળીને માત્ર એક ભાગ રાખવામાં આવે તો પોણો શેર રસ બાકી રહે છે તે અત્યંત કટુ હોય છે એને ચતુઃસ્થાનક રસ કહી શકાય. - મિથ્યાત્વ મોહનીયના પુગલમાં ઉત્કૃષ્ટ દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ પડેલો હોય છે. મિશ્રમોહનીયમાં મધ્યમ દ્વિસ્થાનક રસ હોય છે અને સમ્યકત્વ મોહનીયમાં જઘન્ય દ્વિસ્થાનક રસ હોય છે. આ રસ ઘટતા એકસ્થાનક બને છે અને તેનો પણ ક્ષય થતાં અંતે જીવ ક્ષાયિક સમકિત પામે છે. અહીં રસની મંદતામાં ક્ષયોપશમ ભાવ છે અને સંપૂર્ણ રસક્ષયમાં ક્ષાયિક ભાવ છે. હવે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થતાં રસમંદતાથી પ્રગટેલા ક્ષયોપશમ ભાવોનો પણ અંત થાય છે. તેનો પણ ત્યાગ થાય છે, તેને પણ છોડવા પડે છે (જો કે તે સહજપણે છૂટી જાય છે.) અને સ્વરૂપગુણોની પ્રાપ્તિ થાય છે. માટે જ મુહપત્તિના બોલ પડિલેહતાં આપણે બોલીએ છીએ કે “સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું.” સાધકને સૌ પ્રથમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મિથ્યાત્વની રસમંદતા જરૂરી છે અને ત્યાર પછી ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ માટે રસમંદતાનો ક્ષય પણ જરૂરી છે. આમ સાધનાકાળની અવસ્થા પણ છોડવાની છે તો પછી દયિક ભાવની બાધકતા તો સુતરાં ત્યાજ્ય બને છે. ઔદયિકભાવ, ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ આ ત્રણ ભાવમાં 2010_05 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ઔદયિકભાવ એ સંસાર છે. તેમાં જે કર્મ જેટલા રસથી બાંધ્યું હોય તેટલા રસથી ઉદયમાં આવે છે. અને તેને ભોગવતા જીવને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે ભાવોની અનુભૂતિ થાય છે. દયિકભાવ વખતે ગુણો અનુભવાતા નથી. જ્યારે ક્ષયોપશમભાવમાં મોહનીયકર્મના રસની હાનિ થયેલી હોવાથી કર્મના ઉદય વખતે કર્મનો એક સ્થાનિક કે દ્વિસ્થાનિક જઘન્ય રસ વર્તતો હોય છે. આવા અN રસવાળા કર્મનો ઉદય તેને શાસ્ત્રીય પરિભાષામાં ક્ષયોપશમ કહેવાય છે અને આ ક્ષયોપશમકાળે આત્મામાં વેરાગ્ય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મંત્રી, પ્રેમ, વાત્સલ્ય, કરૂણા વગેરે ગુણો અનુભવાય છે માટે આ ક્ષયોપશમભાવ એ મોક્ષમાર્ગ છે અને તેની વૃદ્ધિ એ મોક્ષમાર્ગની નિર્મળતા છે. - વિશુદ્ધિ છે. આત્મા વારંવારના ક્ષપકશ્રેણી માંડવાના તીવ્ર પુરુષાર્થના અંતે જ્યારે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે છેલ્લે આ ક્ષાયોપથમિક ધર્મો કે જેમાં ગુણોની અનુભૂતિ હોવા છતાં મોહનયનો તેમજ બીજા ઘાતકર્મનો પણ અલ્પ રસ પડેલો છે તેનો પણ નાશ થાય છે અને તેથી જેમાં ઘાતિકર્મનો સંપૂર્ણ નાશ છે તેવા આત્માના ક્ષાયિક ધર્મોન પામે છે. ક્ષાયોપથમિક ધર્મોના ત્યાગ વિના વીતરાગતા, કેવળજ્ઞાન પ્રાપ્ત થતા નથી. અને તે ન મળે તો સિદ્ધાવસ્થા પણ આવતી નથી તો પછી મોક્ષની પ્રાપ્તિ એ જ જેનું લક્ષ્ય છે એવા સાધકને શુષ્ક તર્કમાં તો આગ્રહ હોય જ કેવી રીતે? કારણ કે શુષ્ક તર્કનો આગ્રહ તો બોધિબીજને બાળી નાંખે છે. ભવોભવ દુર્ગતિમાં રૂલાવે છે અને સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળ સુધી જીવને વીતરાગ સર્વજ્ઞા પરમાત્મા પ્રણીત ધર્મની પ્રાપ્તિ ન થાય એવા અશુભાનુબંધ ઊભા કરે છે તો પછી વિચારક અને સાધકને તેવા કુગ્રહમાં રસ હોય જ શાનો? કુગ્રહ જીવને માર્ગથી જ વિમુખ કરે છે તો પછી તેના દ્વારા મુક્ત તો થવાય જ કેમ? મરિચિએ જાણવા છતાં પણ કપિલની આગળ ઉસૂત્ર પ્રરૂપણા કરી અને પોતાના પરિવ્રાજકપણામાં ધર્મ છે તેમ કહ્યું, તે વખતે આત્મા અંદરથી કેવો અસત્તત્ત્વના આગ્રહવાળો અને પક્ષપાતવાળો બન્યો હશે કે જેના પ્રભાવે કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસારનું પરિભ્રમણ વધાર્યું. અને સન્માર્ગથી અનેક ભવો સુધી વંચિત રહ્યા. તે જ રીતે સાવધાચાર્યે ચેત્યવાસી આગળ ખોટી રીતે અનેકાંતનું સ્થાપન કર્યું તે વખતે તેનો આત્મા અંદરથી કેવો ક્લિષ્ટ અને આગ્રહી બન્યો હશે? તે વખતે પોતાના આત્મા ઉપર અહંકાર અને માનની કેવી પકડ હશે? તત્ત્વ ઉપરનો રાગ કેવો ચાલ્યો ગયો હશે કે જેણે એક વખત ચૈત્યવાસી આગળ સન્માર્ગની પ્રરૂપણા કરી 2010_05 Page #290 -------------------------------------------------------------------------- ________________ - -- યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨ ૬ ૧. તીર્થકરનામકર્મના દલિકો એકઠા કર્યા અને એક ભવવેધ કર્મદલિકો કરી નાંખ્યા, તેણે જ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો સંસાર વધારી દીધો! એક વખત ઊંચે ચઢેલા આત્માના પણ અસતત્ત્વના પક્ષપાતથી જો આ હાલા થતા હોય અને કર્મસત્તા બેશરમ બની તેને સજા કરવા તૈયાર હોય તો પછી બીજા આત્માને માટે તો વાત જ કરવાની ક્યાં રહી? આપણે તો ઘરબાર છોડીને, ઉપકારી માતાપિતાનો પણ ત્યાગ કરી આત્મકલ્યાણ કરવા માટે નીકળેલા મોક્ષમાર્ગના મુસા છીએ. એ માટે તો સતત પરમાત્માના પ્રતિનિધિ સ્થાનીય ગુરુની આજ્ઞા જ સ્વીકારવી રહી અને તેની કૃપાના બળે જ આગળ વધવું રહ્યું. ગુર્વાજ્ઞાથી ચૂકેલા આત્માઓને આવા અસત્ તત્ત્વનો આગ્રહ થતાં વાર લાગતી નથી. કુલવાલક ગુરુની કૃપાને ચૂક્યો અને ગુરુના શાપનો ભોગ બન્યો તો નદી કિનારે રહીં ઘોરતપ તપવા છતાં પણ વેશ્યાથી પતન પામ્યો. પરમાત્મભક્તિ, સાધુસેવા, ગુરુકૃપા, નિરંતર શાસ્ત્રાભ્યાસ, પંચાચારનું ઉત્કૃષ્ટ પાલન, કલ્યાણ મિત્રનો ચોગ આ બધાના યોગે જીવ કુગ્રહથી બચી શકે છે. આ બધા યોગોને છોડી દેવાથી તેમજ સ્વચ્છેદ વિચરવાથી જીવને ઉક્ત દોષ લાગુ પડવાની પૂર્ણ સંભાવના છે. માટે તો જ્ઞાનીનું શાસન જીવની સ્વચ્છંદતા અટકાવવા ગુરુકુલવાસ અને શાસ્ત્રાભ્યાસ ઉપર ભાર મૂકે છે. ચારિત્ર લીધા પછી પણ જીવ આ બે તત્ત્વોને ન સાચવે તો પતન સહેલું છે. જીવને દોષોના સંસ્કાર અને દોષોનો અભ્યાસ ભવોભવનો છે અને જ્યાં તારક તત્ત્વોનો યોગ ન મળે તો ભવચક્રમાં ભટકતા જીવ બીજું કરે પણ શું? મળેલા યોગો આપણી પાસે કાંઈને કાંઈ પ્રવૃત્તિ માંગે છે. એના વિના એ એમને એમ શાંત બેસવા તૈયાર નથી. તેમને સમ્યગપ્રવૃત્તિમાં જોડીને ઉન્માર્ગગામી બનતા અટકાવવાના છે અને સમ્યફ પ્રવર્તન કરી ઉપયોગની શુદ્ધિ કરતા જવાનું છે. યોગથી ઉપયોગની શુદ્ધિ એ વ્યવહાર સાધના છે જેમાં આત્માએ કાયયોગ અને વચનયોગને સારા માર્ગમાં જોડી શુભભાવ કરવાના છે. આત્માને કષાયથી બચાવવાનો છે. મંત્રી, કરૂણા, વાત્સલ્ય, પ્રેમ, દયા, દાન વગેરેના ભાવો કરવાના છે. આ છે ધર્મ પુરુષાર્થ અને ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ એ નિશ્ચય સાધના છે જેમાં આત્માએ દૃષ્ટિને - ઉપયોગને અંદરમાં વાળીને, ઉપયોગ ઉપર જ ઉપયોગ મૂકીને ઘાતિ કર્મોને ખતમ કરવાના છે. સર્વત્ર બનતા પ્રસંગોમાં સમ રહેવાનું છે. જ્ઞાતા-દ્રષ્ટા બની સંસારલ્મિને જોયા કરી સંસારલ્મિનો રોલ પુરો કરવાનો છે. આ છે મોક્ષ પુરુષાર્થ. પણ તે પહેલા ધર્મપુરુષાર્થના બળે અધર્મપુરુષાર્થને ખતમ કરવાનો છે. શુભ ભાવો આત્મસાત્, - - - - - - -- 2010_05 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કરી અશુભભાવોને ખતમ કરવાના છે પછી ધર્મ પુરુષાર્થમાંથી આગળ વધી મોક્ષપુરુષાર્થ તરફ જવાનું છે. કાકંદીનો ધન્નો, મેઘકુમાર,ધનાજી, શાલિભદ્ર વગેરેએ આવો મોક્ષપુરુષાર્થ કર્યો હતો. જ્યારે આજે આપણે પ્રાયઃ મોક્ષપુરુષાર્થ કરતા નથી પણ ધર્મપુરુષાર્થ કરીએ છીએ. અને ધર્મપુરુષાર્થ પણ સાચો ત્યારે કે આપણે કોઈ અસત્ પક્ષપાત કે કુગ્રહમાં ફ્લાયા ન હોઈએ તો !! અસત્ પક્ષપાત કે ફગ્રહમાં ફ્લાયેલા જીવો મેથ્યાદિ શુભ ભાવો કે જેને યોગસારના રચયિતા ધર્મપ્રાપ્તિનું મૂળ કહે છે તેને ગુમાવે છે. ધર્મપુરુષાર્થથી નીચે ઉતરેલાને પછી કોઈ પુરુષાર્થ રહેતો નથી. સાધુને માટે ભગવાનની આજ્ઞા ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થની છે જ્યારે ગૃહસ્થને અનિવાર્ય સંયોગોમાં ધર્મને જાળવવાપૂર્વક ન્યાય, નીતિ અને સદાચારથી યુક્ત મર્યાદિત અર્થ-કામની છૂટ આપવામાં આવી છે કે જેના દ્વારા આગળ વધી વિશિષ્ટ ધર્મને પામનાર બને. ધર્મપુરુષાર્થમાં મક્કમ રહેનાર આત્મા આગળ વધીને ક્યારેક તે જ ભાવે કે ભવાંતરે મોક્ષપુરુષાર્થ પામી શકે છે. ધર્મપુરુષાર્થ મોક્ષપુરુષાર્થને પામવાનું કારણ છે એટલે કે સાધન છે અને મોક્ષપુરુષાર્થ પણ મોક્ષ માટેનું સાધન છે, કારણ છે. અહીં સ્પષ્ટતા જરૂરી છે કે મોક્ષ એ સાધ્ય છે અને ધર્મપુરુષાર્થ તથા મોક્ષપુરુષાર્થ એ બે સાધનો છે. સાધ્યનિરપેક્ષને સાધન કેવી રીતે હોઈ શકે? કારણ કે સાધ્યને સાધી આપે તે જ સાધન કહી શકાય. પંચાચારની પ્રાપ્તિ તથા પાંચ અવ્રતથી અટકવું એ અનુક્રમે વિધિનિષેધથી ધર્મ પુરુષાર્થ છે અને સામાયિકની પ્રાપ્તિ તથા વિષય-કષાયથી નિવર્તન એ અનુક્રમે વિધિ-નિષેધથી મોક્ષ પુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થથી જીવને ભેદ (સાયોપથમિક) રત્નત્રયી પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા જીવ અભેદ (ક્ષાયિક) રત્નત્રયી રૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. વળી સાધકને સાધ્યનું લક્ષ્ય સતત રહેવું જરૂરી છે અન્યથા સાધકતાની. પ્રાપ્તિ જ ન ઘટી શકે. આ વાતનું પ્રાયોગિક સ્વરૂપ (Practical implementation) વિચારતાં સ્પષ્ટ જણાય છે કે સાધ્ય એ મોક્ષ છે - જે સમગ્ર કર્મના ક્ષય સ્વરૂપ છે. હવે સાધકને જ ભૌતિક સુખ અપાવનાર પુણ્યકર્મ ઈષ્ટ હોય અને દુઃખ આપનાર અઘાતિ પાપકર્મ અનિષ્ટ (જો કે પાપ કરાવનાર ઘાતિ કર્મ તો અનિષ્ટ લાગવા જરૂરી છે) હોય તો તે સાધકતાથી ખંડિત થાય છે એટલું જ નહિ પણ તે સાધકતાથી વંચિત બને છે અને આવી ઘટના ન બને તે માટે કર્મ ઉપાધિનિરપેક્ષ નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારતાં સાધકે સતત ખ્યાલમાં રાખવાનું છે કે આત્મા પુણ્યવાન પણ નથી ને પાપવાન પણ નથી 2010_05 Page #292 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨૬૩ પણ સ્વરૂપવાન છે. આ સચ્ચિદાનંદમય સ્વરૂપ ભૌતિક સુખમાં ઇષ્ટત્વની બુદ્ધિથી અવરાયું છે. ભૌતિક સુખમાં સુખબુદ્ધિ એ દુઃખ, પાપ, દોષ અને વિભાવની જનેતા હોવાથી ત્યાજ્ય છે. અને કર્મોદયથી મળતું દુઃખ જો સમતાથી સહન કરવામાં આવે તો કર્મક્ષયનું સાધન બનતું હોવાથી અનિષ્ટ પણ નથી. માટે જ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “હે મહાન સાધકનું સ્વરૂપ મોક્ષપુરુષાર્થને પ્રાપ્ત કરનાર સાધક કેવો હોય તે વિષયમાં સાત્વિક ચિંતનનો રસથાળ પીરસતા કાંતિલાલ કાલાણી લખે છે કે - સાધક એટલે કોઈ એક નિશ્ચિત લક્ષ્ય ઉપર પોતાની સમગ્ર ચેતના કેન્દ્રિત કરનાર વ્યક્તિ, સાધનાની અવસ્થા એ પ્રયોગની અવસ્થા છે. સિદ્ધિની અવસ્થા નથી. સત્યની ખોજની અવસ્થા છે. એમાં સાધક મુક્ત મને કોઈપણ પૂર્વગ્રહો વિના આત્મસંશોધન કરે છે ત્યારે તે અંતર્રાષ્ટા બની જાય છે. તે કોઈપણ તર્ક-વિતર્ક કરતો નથી કે નથી કોઈની સાથે વાદ-વિવાદ કરતો. બંને આંખને છેડે તેણે દાબડા રાખ્યા છે તેથી ડાબી કે જમણી બાજુ જોયા વિના લક્ષ્ય તરફ જ સીધી ગતિ થાય. તર્ક વિતર્કમાં ઉતરવાથી સાધનાની તીવ્રતા મંદ પડી જાય છે. માટે સાધક મૌન થવાનું પસંદ કરે છે. (૧) સાધનામાં તર્ક-વિતર્ક કે વાદ-વિવાદનું અવલંબન ઈષ્ટ નથી એનાથી સાધનાની ધાર બુટ્ટી થઈ જાય છે. (૨) વાદ-વિવાદમાં જય થાય તો અહંકારની સંભાવના છે. પરાજ્ય થાય તો સંશય પેદા થાય છે. સાધકને માટે સંશય અને અહંકાર બંને ખતરનાક છે. કોલકુમારી પાર્વતી શંકરને પતિ તરીકે મેળવવાના દઢ સંકલ્પ સાથે હિમાલયમાં સાધના કરે છે. શંકરે પરીક્ષા કરવા એની પાસે સાત વ્યષિઓને મોકલ્યા. તેઓ પાર્વતીને પ્રસ્નો પૂછવાની તૈયારી કરે છે ત્યારે બષિઓની મર્યાદા જાળવીને તે સ્પષ્ટ કહી દે છે કે, “હું મારી બધી મર્યાદા જાણું છું. પંખી પાંખ વગર ન ઉડી શકે તે સમજુ છું. આવા સંકલ્પમાં મારો અવિવેક છે તે જાણું છું છતાં મારા મનમાં એક બાબત સ્પષ્ટ છે કે હું હંમેશા શિવજીને જ પતિ તરીકે પામવા ચાહું છું એટલે આ બાબતમાં હું કશું જ સાંભળવા તૈયાર નથી.” હું આ કરીશ, અવશ્ય કરીશ, કરીને જ રહીશ એવા દ્રઢ સંકલ્પની ઉપસ્થિતિમાં ઈષ્ટસિદ્ધિ આસાન બની જાય છે. વ્યક્તિ પોતે જેવી બનવા ઇચ્છે છે અથવા જે કંઈ કરવા ધારે તેને અનુરૂપ દઢ નિર્ણય તેણે કરવો જોઈએ. આનો અર્થ એ છે કે પોતાની દિશા અને દેવતનો તેને ખ્યાલ હોવો જોઈએ. 2010_05 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તે જ વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરી શકે. તેવા સંકલ્પની આડે કોઈ સંસ્કાર ટકી શકતો નથી. પરમાત્માની પ્રત્યે પ્રીતિ અને ભક્તિ કુસંસ્કારોના દારૂગોળાને ખતમ કરે છે. આત્માની અદંરમાં કુગ્રહ, કુવાસના, અહંકાર, ઇર્ષ્યા, નિંદા વગેરે કુસંસ્કારોનો દારૂગોળો અનંતકાળથી ભય છે. તારક તત્ત્વ પ્રત્યેનો અનાદર, ઉપેક્ષા, અવગણના, અભક્તિ, અબહુમાનથી આત્મામાં દોષો ભરેલા છે. અને દોષથી ભરેલ આત્માને દોષનું સેવન સહેલું બની જાય છે. અગ્નિશમને ત્રીજું પારણું નિળ જવાનું એક જ નિમિત્ત મળતાં ઘણા વર્ષોની સાધના ખતમ થઈ ગઈ. ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. વેરના બી રોપાયા ભવોભવ મારવાનું નિયાણું કર્યું જંગલમાં જઈને ઘોરતપ કરનાર વિશ્વામિત્ર ઋષિ પણ મેનકાના દર્શને અને તેના હાવભાવે પતિત થયા. પ્રચંડ સાધના કરનાર સાધકો પણ નિમિત્તોના વાવાઝોડામાં ફેંકાઈ જતાં હોય છે. નિમિત્ત મળતાં બધા આત્માઓ ટકી શકતા નથી. કારણ આત્મામાં અનંતકાળના કુસંસ્કારોનો દારૂગોળો ભર્યો છે. તેના આધારે જ અનંતકાળથી ભવભ્રમણ ચાલુ છે. આ કુસંસ્કારોનો નાશ કરવા માટે સાધના છે. સાધના દ્વારા કુસંસ્કારોનો નાશ થાય તો જ ભાવિ ઉજળું બને. તે માટે કેન્દ્રમાં પરમાત્મસ્વરૂપનું ધ્યાન જોઈએ અને એ ધ્યાનને સફળ કરનાર પરિઘમાં દેવી ગણોનો વાસ જોઈએ. દૈવી ગુણોના વાસ વિના ધ્યાન-જામે નહિ અને ધ્યાન વિના કુસંસ્કારોનો દારૂગોળો ખતમ થાય નહિ. મૈત્રી-પ્રેમ-કરૂણા - વાત્સલ્ય - દયા-દાનાદિ ગુણોનો જેટલો વિકાસ થાય તેટલું જ ધ્યાન સળ થાય છે. જેને ગુરુની કૃપા અને પરમાત્મભક્તિ મળે છે એ આત્મા અશુભનિમિત્તના પવનથી બચી જાય છે. પરમાત્મભક્તિ અને ગુરુકૃપા પામનારને પુણ્ય જ એવું પ્રબળ બંધાય છે કે તેને અશુભ નિમિત્તો પ્રાયઃ મળે નહિ અને કટોકટીની પળે રક્ષા થાય. ફુલવાલકને સંયમથી પતન કરનાર વેશ્યાનું નિમિત્ત મળ્યું કારણ કે તેમણે ગુરુકૃપાનું કવચ ખોઈ નાંખ્યું હતું. જગતમાં દેવ અને ગુરુ ઊંચા તત્ત્વ છે. તેમની ઊંચી કોટિની ભક્તિથી ઊંચી કોટિનું પુણ્ય બંધાય અને તેનો બંધ કરનાર આગળ વધે અને નીચે જતો અટકે એમાં કોઈ આશ્ચર્ય નથી. બીજા બધા યોગો સારી રીતે આરાધવા છતાં તેમાં ભક્તિ ભળતી નથી માટે અહંભાવ પીગળતો નથી. અહંને પીગાળનાર ભક્તિ છે. જે યોગ આરાધતા અહં ન પીગળે તો તેનાથી ઊંચી કોટિનું પુણ્ય ન બંધાય. એ અહંને પીગાળવાની પ્રચંડ તાકાત ભક્તિમાં છે. ભક્તિથી અહં પીગળે છે. અંત:કરણ નમ્ર બને છે. તેમાં દેવી 2010_05 Page #294 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૬૫ ગુણોનો વાસ થાય છે અને આવા અંત:કરણવાળાને ધ્યાન જલ્દીથી લાગે છે. વ્યુત્થાનદશા (એટલે બહારથી વસ્તુ અને વ્યક્તિના સંયોગવાળી દશા)માં જેટલો ગુણોનો વિકાસ એટલું જ ધ્યાન સફળ. વ્યત્યાનદશામાં જેને કામ ક્રોધાદિ દોષો સતાવે તેને ધ્યાન લાગે નહિ. ધ્યાનને દોષો સાથે નહિ પણ . ગુણો સાથે સંબંધ છે. तदत्र महतां वर्म, समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९॥ જે કારણથી આત્મા, સર્વજ્ઞાદિ અતીન્દ્રિય તત્ત્વમાં આપણી નજર પહોંચી શકે તેમ નથી, અને અનુમાનથી તેનો નિર્ણય શક્ય નથી તેમજ શુષ્કતર્કનો આગ્રહ મિથ્યાભિમાનનું કારણ હોવાથી અતિ ભયંકર છે, આત્માનું અહિત કરનાર છે તે કારણથી માત્ર વ્યતિરે-આ કલ્યાણકારી યોગમાર્ગના વિષયમાં મહાપુરુષોના માર્ગને આશ્રયિને અતિચારાદિ દોષોથી રહિત થવાવડે કરીને પંડિત પુરુષો વડે ન્યાયાનુસારે અર્થાત્ આગમાનુસારે વર્તવું જોઈએ, - પંડિત પુરુષોએ અધ્યાત્મના માર્ગમાં બધી ભાંજગડને તોડી નાંખવી જોઈએ. મત અને દર્શનના આગ્રહનો સર્વ પ્રપંચ છોડી દેવો જોઈએ ખોટી ચર્ચા, વિચારણા, વાદ વિવાદમાંથી મુક્ત થઈ મહાપુરુષોના માર્ગનું અવલંબન લેવું જોઈએ. અર્થાત તે મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો હોય તે માર્ગ ઉપર શ્રદ્ધા રાખી આગળ વધવું જોઈએ. અર્થાત તેમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. અને તે આજ્ઞાના. પાલનમાં લાગતા અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર (ભંગ) રૂપ દોષથી આત્માને બચાવવો જોઈએ. આમ મહાત્માના માર્ગમાં અતિચાર રહિતપણે. ન્યાયાનુસારે પ્રવર્તવું એજ મુમુક્ષુનું કર્તવ્ય છે. - યોગમાર્ગમાં આગળ વધવા મહાપુરુષોના વચન ઉપર શ્રદ્ધા બહુ જરૂરી છે. શ્રદ્ધા વિના મન શંકાશીલ બને છે. બે મિત્રો છે. બંને મોરના ઇંડાં ખરીદવાનો નિર્ણય કરે છે. તેમાંથી મોર નીકળે પછી તાલીમ આપશું. પૈસા કમાશું વગેરે વિચારે છે. બેમાંથી એક મિત્ર શ્રદ્ધાળુ છે જ્યારે બીજો શંકાશીલ છે. શંકાશીલ જોવા માટે રોજ ઈંડુ ખખડાવે છે કે મોરનો ગર્ભ કેટલો વૃદ્ધિ પામ્યો ? રોજ રોજ ખખડાવવાથી ઇંડું નિર્જીવ થઈ ગયું. જે શ્રધ્ધાળુ હતો તેને તો દૃઢ વિશ્વાસ હતો કે નિશ્ચિત સમયે ઇંડામાંથી મોર બહાર આવવાનો જ છે તેથી યોગ્ય કાળે તેનું ઇંડુ મોર બન્યું. જાતજાતની તાલીમ આપી તેમાંથી ધનવાન બન્યો આ કથા આપણને એ શીખવાડે છે કે સાધના એટલે “બિનશરતી શરણાગતિ અને સાધ્યમાં અખૂટ વિશ્વાસ.” જ્ઞાનીની આજ્ઞાનું પાલન દુષ્કર છે - જે વિષયમાં માનવીની બુદ્ધિ પહોંચે નહિ તે વિષયમાં “જાણકારની સલાહથી 2010_05 Page #295 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ જ આગળ વધવું” આ ત્રણે કાળનો શાશ્વત નિયમ છે. એ મર્યાદાને કોઈનાથી ઓળંગી શકાય નહિ. દરેક વસ્તુમાં શંકા કરવા કરતા કોઈ યોગ્ય વ્યક્તિ ઉપર શ્રદ્ધા રાખીને જીવન જીવવામાં ઘણો લાભ છે. બધી જ વસ્તુમાં શંકા કરનાર કદાચ પચાસ ખોટા માણસથી બચી જશે એવું બને પણ પછી એકાવનમી વખત મળતાં કોઈ વિશિષ્ટ સજ્જન પુરુષને પણ શંકાની નજરે જોતાં તેના લાભથી વંચિત રહી જશે. શંકા કરનાર કદાચ ભૌતિક નુકસાનથી બચી શકશે પણ સાથે સાથે આધ્યાત્મિક લાભને પણ ગુમાવનારો બની જશે. - અત્યાર સુધી જીવ દરેક બાબતમાં સ્વચ્છંદપૂર્વક ચાલ્યો છે. તેનાથી અહંકાર પુષ્ટ થયો છે તેને દૂર કરવા મહાપુરુષોનાં ફોલોઅર્સ-અનુયાયી બનવાની. જરૂર છે. મહાપુરુષોના ફોલોઅર્સ બનવાથી મન ઠંડું પડી જાય છે. મનનો ઉકળાટ શમી જાય છે. મનની ચિંતાઓ દૂર થઈ જાય છે. મનના તાપ શમી જાય છે. જ્ઞાની પુરુષોને સમર્પિત બન્યા સિવાય, તેના ફોલોઅર્સ બન્યા સિવાય મનના સંઘર્ષ દૂર થતા નથી. તે ચાલુ જ રહે છે કારણ અનાદિકાળથી સ્વેચ્છા મુજબ ચાલવાના સંસ્કારથી તે પુષ્ટ થયેલા છે. બે મન છે. એક ગયા ભવોનું ગાંઠો રૂપે રહેલું સુષુપ્ત મન - અજાગૃત મન અને બીજું આ ભવનું ભાવમન-જાગૃતમન. પૂર્વભવોનું ગાંઠોરૂપે રહેલું સુષુપ્ત મન એ તો એક વીતી ગયેલી વસ્તુ છે, ભૂત છે, તે મુદ્દે છે ત્યારે તેના ભાવ બતાવે છે. તેમાં આપણે તન્મય થઈએ છીએ માટે તે આપણને ભૂત બનીને વળગે છે. મનની ક્ષ્મિને નિરંતર જોયા કરીએ અને તેમાં તન્મય ન થઈએ તો આપણે સંસારથી છૂટી શકીએ. આપણું મન આપણને ઉપદ્રવ ન કરે અને આર્ત-રીદ્રની ચુંગાલમાંથી આપણે બચી જઈએ માટે મહાપુરુષોના માર્ગે ચાલ્યા જવાનું છે. સંસારીઓના મા તો અનંતા ભવોથી ચાલીએ છીએ પણ ત્યાં ભટકવા સિવાય બીજી કોઈ ગતિ જ નથી. સંસારનો માર્ગ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો માર્ગ, અહંકાર અને આસક્તિનો માર્ગ, ત્યાં મનની સુરક્ષા શું હોઈ શકે? ત્યાં તો મનને મલિન જ કરવાનું હોય. વિચારો જ્યારે પ્રમાણ કરતા વધી જાય ત્યારે ચિંતા થઈ કહેવાય અને ચિંતા હોય ત્યાં ધર્મ ક્યાંથી હોય? એટલે તો "અભયદયાણ”માં પ્રભુ અભય અર્થાત્ ચિત્તની સ્વસ્થતા આપનારા કહ્યા છે કારણ કે ચિત્તની સ્વસ્થતા ઉપર જ આગળ આગળના ધર્મો પ્રાપ્ત થવાના છે. મહાપુરુષો તે છે કે જેઓ નિરંતર આત્મકલ્યાણના માર્ગે ચાલે છે. તેઓ આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યા અને પૂર્ણતાને પામી કૃતકૃત્ય થયા પણ કરૂણાથી પરિપૂર્ણ હોવાના કારણે તેઓ આપણા માટે કલ્યાણની કેડી કંડારતા ગયા છે. આપણે તો તે માર્ગ ઉપર માત્ર ડગ જ માંડવાના છે. તે માર્ગ ઉપર 2010_05 Page #296 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૬૭ ચાલતા જ્ઞાની પુરુષોની આજ્ઞાને ડગલે ને પગલે યાદ કરવાની છે. અને માર્ગમાં લાગતા અતિક્રમાદિ દોષોથી સતત સાવધ રહેવાનું છે. સર્વત્ર દરેક વસ્તુનો સાર “આણાએ ધમ્મો” કહ્યો. આજ્ઞાપાલનમાં જ બધું સમાવી દીધું તેનું કારણ જ એ છે કે ઉશ્રુંખલ મનને વશ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી અને તે આજ્ઞાની પ્રતિબદ્ધતાથી વશ થાય છે. મનમાં અહંકાર ભરેલો છે અને તે બુદ્ધિનો સાગરિત છે, બુદ્ધિની સલાહ પ્રમાણે કામ કરે છે. અહંકારની ઓળખાણ અહંકાર આંધળો છે. ધૃતરાષ્ટ્ર છે, તેથી તે જેમાં ભળે તેવો કહેવાય છે. કામાંધ, ક્રોધાંધ, મોહાંધ, લોભાંધ, વિષયાંધ આ બધી સંજ્ઞાઓ અહંકારને કારણે અપાઈ છે. ઇન્દ્રિયો વિષયોનો ભોગવટો કરે છે ને કામચલાઉ તૃપ્ત થાય છે અને જીવ તો ખાલી અહંકાર કરે છે કે મેં ભોગવ્યું!! અહંકાર શું કરે? આખો દિવસ ભૂખ્યો રહે પણ કોઈ જમવાનું પૂછે તો. કહે, ના મારે જમવું નથી. હું જમીને આવ્યો છું. એને બેસવાનું કહો તો ખુરશી, સોફા હોય તો બેસે, નહિ તો ઊભો રહે. સંસારના સુખ જોઈતા હોય, સારા સ્થાન જોઈતા હોય, સારા માણસ તરીકે ઓળખાવું હોય તો અહંકારને સુધારવો પડે. જે ક્રિયા કરવાથી અહંકાર ઓછો થાય તે ભગવાનની આજ્ઞાનું પાલન કહેવાય, જે જ્ઞાનથી અહંકાર ઓછો થાય તે વીતરાગ માર્ગનું જ્ઞાન કહેવાય. આ સંસાર ચાલે છે સજીવ અહંકારથી. નિર્જીવ અહંકાર એટલે ડ્રામેટિક અહંકાર, રાજા ભર્તૃહરિનું પાત્ર ભજવતા બહારથી ભર્તુહરિનો અભિનય કરનાર અંદરથી તો એ જાણે છે કે હું રાજા ભર્તુહરિ નથી પણ લક્ષ્મીચંદ તરગાળો છું. અહિંયા ભલે સિંહાસન ઉપર બેસીને લોકોની ઉપર ઓર્ડર કરું પણ ઘેર જઈને તો મારે ખીચડી જ ખાવાની છે. લોક માન્ય કરે તેવો અહંકાર તે સુધરેલો અહંકાર કહેવાય, ડાહ્યો અહંકાર કહેવાય. લોક અમાન્ય કરે તેવો અહંકાર તે ગાંડો અહંકાર કહેવાય. બધા ખરાબ અને હું સારો.' તે ગાંડો અહંકાર કહેવાય. અહંકારને જીતવા માટે આખી દુનિયાને જીતવાની જરૂર નથી. માત્ર ઘરના કે આજુબાજુ પાંચ-પચ્ચીસને જ જીતવાની જરૂર છે. મહાપુરુષોના માર્ગને અનુસરતા પુષ્પચુલા સાથ્વીને કેવલજ્ઞાન. પુષ્પયુલ અને પુષ્પચુલા બંને ભાઈ બહેન હતા. બંને રાજકુળમાં જન્મેલા 2010_05 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હતા. તેના પિતા રાજા છે. બંનેને પરસ્પર અતિશય સ્નેહ છે તેના કારણે મોટા થતાં બંને પરસ્પર લગ્નગ્રંથિથી જોડાય છે. પુષ્પગુલ રાજા બને છે. આ બાજુ તેમની માતા મરીને દેવલોકમાં ગયેલા છે. તેમણે પોતાના દીકરા-દીકરીની આ સ્થિતિ જોઈ. તેમાંથી બચાવવા પુષ્પચુલાને નરકના સ્વપ્ન બતાવે છે. તેનાથી તે ભયભીત થઈ જાય છે અને વિચારે છે કે આ નરકના દુઃખો મારે જોઈએ નહિ. તેનાથી બચવા ચારિત્ર લેવાની ભાવના કરે છે. રાજાને પોતાને આવેલા સ્વપ્નની વાત કરે છે અને મારે હવે આ સંસારમાં કોઈપણ રીતે રહેવું નથી, ચારિત્ર જ લેવું છે એમ તે જણાવે છે પણ રાજા તેની પરના અત્યંત રાગને કારણે રજા આપવા તૈયાર નથી. વારંવારની વિનંતી પછી રાજા એક જ શરતે દીક્ષા આપવા તૈયાર થાય છે કે હું તમને દીક્ષા જરૂર અપાવું પણ દીક્ષા લીધા. પછી તમારે આ નગરમાં જ રહેવાનું. નગરની બહાર જવાનું નહિ. તમારું મોં જોઈને પણ હું આનંદ પામીશ. તમે અહિંયા રહો તો હું તમારા દર્શન રોજ કરી શકીશ. રાણીએ કબુલ રાખ્યું. એ રીતે પણ સંસાર રૂપ કારાગાર અને છકાયના કતલખાનામાંથી તો છૂટકારો થાય છે ને!! ચારિત્ર લીધું. નરકના સ્વપ્નથી આત્મા જાગી ઉઠયો છે, અંદરમાં જ્વલંતા વૈરાગ્ય પેદા થયો છે, ભવોભવ સંસારમાં રૂલાવનાર વિષયોના રાગથી આત્મા ક્કી ઉઠ્યો છે. અને એને રાત દિ કચડવાનો નિર્ધાર કર્યો છે. અંદરમાં એક જ સમજ છે કે જો આ ભવમાં ચારિત્ર લીધા પછી રાગને નહિ કચડું તો પછી તેને કચડવાનો બીજો ભવ કયો મળશે? માટે અંદરથી અપ્રમત્ત બની સાધના શરૂ કરી. નક્કી કર્યું કે કોઈ પણ આવે તો - રાજા પણ આવે તો આંખ ઊંચી. કરીને જોવાનું નહિ. વાતચીત કરવાની નહિ. ધર્મલાભ પણ કહેવો પડે માટે કહેવાનો. નગરમાં ગોચરી જવું પડે. લોકો તો અમારા રાણી સાહેબ કહી કહીને ઘણા ભાવથી વહોરાવે. ત્યાં પણ અત્યંત સાવધ રહેવાનું. જરાપણ ઊંચુ જોવાનું નહિં અને વાતચીત કરવાની નહિ, અને સાથે સાથે તે જ નગરમાં વિધમાન અરણિકાપુત્ર આચાર્યની આજ્ઞાને માથે ધરી. આચાર્ય પોતે જંઘાબળ ક્ષીણ થયેલું હોવાના કારણે તે નગરમાં રહ્યા હતા. તેમની ભાવથી ભક્તિ સ્વીકારી. મારા માથે આ જ છત્ર છે. એના વિના રાજાના માન-સન્માનમાં ફ્રાઈ જઈશ તો નરકે જઈશ. આ સતત ભય તેને વર્તે છે. એના પ્રતાપે રાત અને દિવસ પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન સ્વીકારી અને આચાર્યની આજ્ઞા માથે ધરી રાગને કચડવાનો ઘોર પુરુષાર્થ ક્ય, વૈરાગ્યને એવો ધીકતો રાખ્યો કે એની 2010_05 Page #298 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨ ૬૯ ભટ્ટીમાં રાગ બળીને ભસ્મીભૂત થવા માંડ્યો અને આત્માએ ક્ષપકશ્રેણી માંડી દીધી. તો કેવલજ્ઞાની બની ગયા અને તેમના પ્રભાવે પછીથી અરણિકાપુત્ર આચાર્યને પણ કેવલજ્ઞાન થયું. ચારિત્રના માર્ગ ઉપર ચાલતા અતિક્રમાદિ દોષોને લાગવા દીધા નહિ અને આચાર્યને સમર્પિત બનીને જીવ્યા તો તે જ ભવમાં કેવલજ્ઞાન પામ્યા. વડીલોની આજ્ઞાના પાલન રૂપ વ્રતને ગ્રહણ કરવું તે બીજ વ્રતગ્રહણથી અધિક છે. સગરના ૬૦ હજાર પુત્રોએ અષ્ટાપદની તી ખાઈ ખોદી. તેને પાણીથી પૂરવા દંડ રત્ન વડે ગંગા નદીને ત્યાં ખેંચી લાવ્યા. તેથી તે ગંગા હવે ખાઈને પૂરીને અષ્ટાપદની આજુબાજુના ગામડાને ડૂબાડી રહી છે. લોકો સગર ચક્રીની પાસે આવીને ફરિયાદ કરવા માંડ્યા કે હે સ્વામિન્ ! અમારી રક્ષા કરો. તેથી ચક્રીએ પોતાના પૌત્ર ભગીરથને કહ્યું કે હે વત્સ ! ઉન્મત્ત સ્ત્રીની જેમ ગંગાનદી જે અનેક ગામડાઓને તારાજ કરી રહી છે તેને તમે ડરત્ન વડે ખેંચીને પૂર્વ સમુદ્રમાં ભેળવી ધો કારણ કે જળને રસ્તો ન બતાવ્યો હોય ત્યાં સુધી જ તે અંધની જેમ ઉન્માર્ગે જાય છે. ભગીરથે પિતામહનું તે વાક્ય આદરપૂર્વક સ્વીકાર્યું. વિધિના જાણકાર ભગીરથે જ્વલનપ્રભ ઇન્દ્રને ઉદ્દેશીને અઠ્ઠમનો તપ કર્યો તેથી જવલનપ્રભ પ્રસન્ન થઈને ભગીરથની પાસે આવ્યો. ગંધ, ધૂપ, પુખથી ભગીરથે તેનો પૂજીપચાર કર્યો ત્યારે નાગકુમારના સ્વામીએ “હું શું કાર્ય કરી આપું?” એમ પૂછયું એટલે ભગીરથે કહ્યું કે આ ગંગા ઉન્મત્ત બનીને અનેકનો. વિનાશ સર્જી રહી છે તો તમે રજા આપો તો દંડવડે આકર્ષીને તેને હું પૂર્વસમુદ્રમાં ભેળવી દઉં? જવલનપ્રત્યે સંમતિ આપી અને તેણે પૂર્વ સમુદ્રમાં ભેળવી દીધી. ત્યારથી માંડીને ગંગાનું “ભાગીરથી' એવું નામ પડ્યું. ત્યાંથી પાછા ના માર્ગમાં કેવલજ્ઞાનીને જોયા. તેમને પ્રણામ કરી યોગ્ય સ્થાનકે બેસી ભગીરથે પૂછ્યું કે મારા પિતાઓ વગેરે ક્યાં કર્મથી એકી સાથે મૃત્યુ પામ્યા ? ત્યારે કેવલીએ તેમનો પૂર્વભવ કહ્યો. તે ૬૦ હજાર પૂર્વભવમાં ચોર હતા. ઘણી અદ્ધિવાળો એક સંઘ સાંજે કોઈ ગામમાં આવ્યો. રાત્રે કુંભારના ઘર પાસે ઉતર્યો. ચોરોએ લૂંટવા માટે તીર કામઠા તૈયાર કર્યા પણ પાપના ભયવાળા તે કુંભારે તેમને મધુર વચનોથી વાય તેથી તેમણે સંઘને જવા દીધો.એક દિ ત્યાંના રહેવાસી સર્વ લોકો ચોર હોવાથી તેના રાજાએ બાળ, વૃદ્ધ સહિત આખું ગામ બાળી નાંખ્યું. તે દિવસે તે કુંભારને કોઈએ વિચારણા કરવા માટે બોલાવેલ 2010_05 Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ હોવાથી બહારગામ ગયો હતો તેથી તે બચી ગયો. “સપુરુષોનું સર્વત્ર કુશળ થાય છે.” પછી કાળયોગે તે કુંભાર મરીને વિરાટ દેશમાં જાણે બીજો કુબેર ભંડારી હોય તેવો વણિક થયો અને સર્વગ્રામજનો (ચોરો) મરીને તે જ વિરાટ દેશમાં મનુષ્યો થયા. કારણ કે તુલ્ય કર્મીને તુલ્ય ભૂમિ જ પ્રાપ્ત થાય છે. તે કુંભારનો જીવ મરીને તે જ વિરાટ દેશમાં રાજા થયો. ત્યાંથી મરીને અદ્ધિવંત દેવતા થયો ત્યાંથી ચ્યવીને તમે ભગીરથ થયા, અને તે ગ્રામવાસીઓ સંસારમાં ભમતા ભમતા તમારા પિતા જન્ફનુકુમાર વગેરે થયા. તેમણે માત્ર મનવડે સર્વ સંઘને ઉપદ્રવ કર્યો હતો તે કર્મથી તેઓ એક સાથે ભસ્મીભૂત થયા. તેમાં જ્વલનપ્રભ નાગેન્દ્ર તો ક્ત નિમિત્ત માત્ર છે. હે મહાશય! તે વખતે તે ગામના લોકોને વારવારૂપ શુભકર્મથી તમે ગામ બળવા છતાં બળ્યા નહિ અને હમણાં પણ બળ્યા નહિ એ પ્રમાણે કેવલજ્ઞાનીની પાસેથી હકીકત સાંભળીને ભગીરથ અતિશય નિર્વેદ પામ્યો પરંતુ ક્ષત ઉપર ક્ષારની જેમ મારા પિતામહને દુ:ખ ઉપર દુઃખ ન થાઓ એમ ધારીને તેણે દીક્ષા લીધી નહીં અને કેવળજ્ઞાનીને વાંદીને અયોધ્યા પાછા ફ્યુ. પાછા આવીને પિતામહને પ્રણામ કર્યા અને આજ્ઞાનો અમલ કર્યાનું જણાવ્યું. તેથી સગર ભગીરથને કહે છે કે હે વત્સ! તું બાળ છતાં બુદ્ધિ વડે પ્રૌઢ છે તેથી હવે રાજ્યગાદીના ભારને વહન કર અને હું ભારરહિત થઈને ચારિત્ર ગ્રહણ કરું. સ્વયંભૂરમણ સમુદ્રની જેમ દુસ્તર એવો પણ સંસાર મારા પૂર્વજો તરી ગયા છે તેમ હું પણ તરી જઈશ. તેથી આપણા પૂર્વજોની. પરંપરા મુજબ તું રાજ્ય ગ્રહણ કર. તે વખતે ભગીરથ કહે છે કે હે પિતાજી ! તમે સંસારસાગરને તારનારી પ્રવજ્યા ગ્રહણ કરવાને ઇચ્છો છો તેમ હે સ્વામિન્ ! હું પણ આ ભવથી નિર્વેદ પામેલો છું. મારા પિતાજી વગેરે સાઈઠ હજાર કેવી રીતે મૃત્યુ પામ્યા? તેમનો પૂર્વભવ હમણાં જ મેં કેવલજ્ઞાની પાસેથી સાંભળ્યો છે તેથી હવે આ સંસારને વિશે રહેવા મારું મન જરા પણ માનતું નથી. મારું મન ચારિત્ર લઈને આત્મકલ્યાણ કરવા ઝંખી રહ્યું છે. આપ રાજ્ય દાનના પ્રસાદ વડે કરીને મને અપ્રસન્ન કરશો નહિ. ત્યારે સગર કહે છે કે હે વત્સ ! આપણા કુળમાં વ્રત ગ્રહણ કરવું - ચારિત્ર લેવું તે યુક્ત છે. આપણા પૂર્વજોની આ જ મર્યાદા છે. આ જ પરંપરા છે. પણ એક વખત તમે વડીલોની આજ્ઞાના પાલન રૂપ દીક્ષાને અંગીકાર કરો તે તમારા માટે ઉચિત છે પછી જ્યારે સમય પાકે અને રાજ્યગાદીનો વારસદાર જન્મે ત્યારે તમે પણ તેને રાજ્યગાદી સોંપી આ 2010_05 WWW.jainelibrary.org Page #300 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૭૧ માર્ગે ચાલ્યા આવજો. અત્યારે મારે માટે ચારિત્ર ગ્રહણ કરવું એ યુક્ત છે અને તમારે વડીલોની આજ્ઞાના પાલનરૂપ વ્રત ગ્રહણ કરવું તે યુક્ત છે. આપણા પૂર્વ પુરુષોની આ પરંપરા છે તેને તમે સ્વીકારો. આ સાંભળીને ભગીરથ સંસારથી અત્યંત ઉદ્વિગ્ન બનેલો હોવા છતાં વડીલોની આજ્ઞાના ભંગથી ભય પામ્યો અને ભવભીરૂ એવા તેનું મન ઘણીવાર સુધી દોલાયિત થવા છતાં તે મૌન રહ્યો. પોતાના વડીલની સામે એક પણ વચન તેણે ઉચ્ચાર્યું નહિ. પછી પોતાના સિંહાસન ઉપર ભગીરથને બેસાડી ચક્રીએ પરમ હર્ષથી તેનો રાજ્યાભિષેક કર્યો. અહિંયા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આર્યસંસ્કૃતિ અને જૈનસંસ્કૃતિનો એક ભવ્યાતિભવ્ય આદર્શ રજૂ કરે છે. વડીલોની આજ્ઞાના ભંગને મહાપાપ રૂપે ઓળખાવી આપણને ચોંકાવી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં વડીલોની આજ્ઞાનું પાલન એ જ કર્તવ્ય છે. આજ્ઞાભંગ કરનારો જીવનમાં પોતાનું સર્વસ્વ ગુમાવે છે. માતા પિતા મોહાંધ બનીને કોઈ પણ રીતે ચારિત્રની રજા ન આપે. અને તેના કારણે જીવને ચારિત્ર લેવા બીજો માર્ગ અપનાવવો પડે એ એક જુદી વાત છે. તે એક આપવાદિક આચરણા છે. પણ વડીલ કોઈ સહેતુક તત્કાલ ચારિત્રની મનાઈ માવે તે વખતે તેની સહેતુતાને ઠોકરે ચડાવી તેમની ઉપરવટ થઈ ચારિત્ર લેવું અને તેમના હૃદયના ટૂકડે ટૂકડા કરવા અને તેમની આજ્ઞા ઉપર પગ મૂકવો એ કોઈ રીતે કલ્યાણકર નથી. મહાપુરુષોનો આ માર્ગ છે કે બીજાને ઠારવા, તેમના ચિત્તને પ્રસન્ન રાખવું, તેમની કૃપા મેળવવી અને તે દ્વારા આપણે અંદરમાં ઠરવું અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું. પણ આક્રમક બનવું, એટેક કરવો, પરાભવ કરવો, એ અધ્યાત્મને પામવાનો માર્ગ નથી પણ ભવોભવ સંસારમાં દુઃખી થવાનો પતનનો માર્ગ છે. परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥ મહાપુરુષોનો માર્ગ શું છે ? તે બતાવે છે - આ લોકમાં સૂક્ષ્મ એવી પણ મન - વચન - કાયાની જે પરપીડા તેને સૂક્ષ્મ પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ અને જીવોના ઉપકારમાં પ્રયત્નપૂર્વક પ્રવર્તવું જોઈએ. કલ્યાણકારી એવા આત્મકલ્યાણના માર્ગમાં પ્રયાણ કરવા ઇચ્છતા આત્માએ સૂક્ષ્મ એવી પણ એકેન્દ્રિયાદિ જીવોને પીડા ન કરવી જોઈએ અર્થાત્ સમિતિગુપ્તિનું નિરંતર પાલન કરવું જોઈએ કારણ કે સમિતિ-ગુપ્તિના પાલનથી જ સૂક્ષ્મ 2010_05 Page #301 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એવી પરપીડાનું વર્જન શક્ય બને છે. તેમાં ગુપ્તિ એ ઉત્સર્ગ છે. સમિતિ એ અપવાદ છે. સાધુજી સમિતિ બીજી આદરો, વચન નિર્દોષ પરકાશ રે. ગુપ્તિ ઉત્સર્ગનો સમિતિ તે, માર્ગ અપવાદ સવિલાસ રે.' દેવચંદ્રજીકૃત અષ્ટ પ્રવચનમાતાની સજઝાય. સમિતિનું સ્વરૂપ સાધુએ મુખ્યતયા ગુપ્તિમાં જ રહેવાનું છે અર્થાત્ પોતાના મન, વચન અને કાયાને સતત ગોપવેલા જ રાખવાના છે. મન, વચન, કાયાનો સંકોચ કરવાનો છે, એને પ્રવર્તાવવાના નથી. તેથી મનથી જરૂર ન હોય તો કાંઈ વિચારવાનું નથી, વચનથી કાંઈ બોલવાનું નથી અને કાયાનું હલન-ચલના કરવાનું નથી. આ ગુપ્તિ છે અને એ ઉત્સર્ગ માર્ગ છે. પરંતુ સાધકને દેહ વળગેલો છે એ દેહ દ્વારા સાધના કરવામાં આવે તો જ સાધ્યની પ્રાપ્તિ થાય અને તો જ દુ:ખથી મુક્તિ શક્ય બને. તે માટે દેહના ધર્મોને પણ બજાવવા પડે. દેહ દેહના ધર્મોને બજાવે નહિ તો ગુપ્તિનું પાલન શક્ય બને નહિ. તેથી દેહના ધર્મો જ્યારે બજાવવાનો વખત આવે ત્યારે તેને કેવી રીતે બજાવવામાં આવે તો સાધના માર્ગ પર સાધક ટકી રહે? તે સમિતિનો માર્ગ છે. સમિતિ એટલે સમ્યક રીતે - ઉપયોગ પૂર્વક - બીજા જીવોને કીલામણા ન થાય, દુઃખ ન થાય અને પોતાના હૃદયમાં જીવો પ્રત્યેનું વાત્સલ્ય ધબકતું રહે તેવી કાળજી પૂર્વકની - ચતના પૂર્વકની પ્રવૃત્તિ તે સમિતિ છે. જેને શાસ્ત્રકારોએ પાંચ વિભાગમાં વહેંચી છે કારણ કે તમામ પ્રવૃત્તિ આ પાંચ વિભાગમાંથી કોઈકને કોઈક એક વિભાગમાં ઘટે છે. તેથી (૧) ચાલવાનો વખત આવે. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવાનો વખત આવે ત્યારે લોકથી વહન કરાયેલા માર્ગમાં, જ્યાં ભૂમિ ઉપર પ્રકાશ દ્વારા જોઈ શકાતું હોય ત્યાં જીવોને પીડા ન થાય તે રીતે જોઈને ચાલવું તે ઇયસિમિતિ છે. (૨) તે જ રીતે બોલવાનો વખત આવે ત્યારે પરિમિત અને સાવધ વચનના ત્યાગપૂર્વક બીજા જીવોનું હિત થાય તેવું બોલવું તે ભાષા સમિતિ છે. (૩) ભિક્ષા ગ્રહણ કરવાનો પ્રસંગ આવે ત્યારે અકરાના ત્યાગપૂર્વક ભિક્ષામાં લાગતા બેંતાલીશ દોષથી રહિત ભિક્ષાનું ગ્રહણ તે એષણા સમિતિ છે. (૪) કોઈપણ વસ્તુ લેવા કે મૂકવાનો પ્રસંગ આવે ત્યારે પુજવા. પ્રમાર્જિવાના ઉપયોગપૂર્વક જીવોની જયણાનો ખ્યાલ કરીને તે પ્રવૃત્તિ કરવી તે આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ છે અને (૫) તે જ રીતે સ્પંડિલ, માનું તેમ જ બીજી પણ નિરૂપયોગી ચીજો ને છોડવાનો - ત્યાગ કરવાનો પ્રસંગ 2010_05 Page #302 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૭૩ આવે ત્યારે નિર્જીવ અને લોકથી દૂર એકાંતભૂમિમાં તેને પરઠવવું તે પારિષ્ઠાપનિકા સમિતિ છે. મન, વચન, કાયાને અશુભમાં જતા રોકવા અને પોતાના સ્વરૂપમાં રહેવાનો અભ્યાસ તે ગુપ્તિ છે. તે માટે ચિત્તને સૌ પ્રથમ નિર્મળ બનાવવાનું હોય છે. પછી તેમાંથી સમતા અને આત્મસ્વરૂપમાં તન્મયતા આવે છે. સમિતિના પાલનથી જીવદયાના પરિણામ સમિતિના પાલનથી જીવદયાના પરિણામ પેદા થાય છે, સ્થિર થાય છે અને વૃદ્ધિ પામે છે. ધર્મરૂચિ અણગારને માસક્ષમણના પારણે નાગશ્રીએ ઝેરી કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. આવીને ગુરુની આગળ બતાવ્યું. ગુરુએ કહ્યું કે આ આહાર તમારે વાપરવા યોગ્ય નથી. ઝેરી તુંબડીનું શાક છે. તમે ગામ બહાર જઈ નિરવધ સ્થાને પરઠવી ધો. મહાત્મા ત્યાં પરઠવવા માટે ગયા અને એક જ બિંદુ તેમાંથી નીચે પડતા અનેક જીવોનો સંહાર જતાં તેમનું કરૂણાશીલ હદય દ્રવી ઉઠયું. અરે! આ બધું જ શાક પરઠવી દેતા તો કેટલા જીવોનો નાશ. થશે? આ વિચારતા હૃદય કંપી ઉઠયું. જીવદયાના પરિણામ એટલા બધા વૃદ્ધિ પામ્યા કે મહાત્મા પોતે જ તે વાપરી ગયા. શરીરમાં દાહજ્વાળા ઉત્પન્ન થઈ. નસો ખેંચાવા લાગી. મહાત્મા કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. એકાવનારી બન્યા. આ છે સમિતિના પાલનનું . અભૂત વિધેયાત્મક વિચારણા બુદ્ધના જીવનનો એક પ્રસંગ : બુદ્ધને ભૂલથી એક આદમીએ એવી શાકભાજી ખવડાવી દીધી કે તે ઝેરી હતી. અત્યંત કડવી પણ હતી. તે માણસ સામાન્ય સ્થિતિનો હતો. તેણે પોતાના ઘરે બુદ્ધને જમવાનું આમંત્રણ આપ્યું. વિશિષ્ટ ચીજો લાવવાની તેનામાં શક્તિ ન હતી તેથી બિહારમાં લોકો કોકરમોથના પાંદડાને ભેગા કરી પછી તેને સુકવી દેતા અને પછી આખું વર્ષ ખાયા કરે. તેણે બુદ્ધને માટે કોકરમોથનું શાક બનાવ્યું પણ કડવું નીકળ્યું. બુદ્ધને રસોઈમાં પીરસ્યું. ખાતાં જ ખબર પડી કે ઝેરી હોય એવું લાગે છે પણ બુદ્ધ કાંઈ જ બોલતા નથી. ઠપકો પણ આપતા નથી. ક્રોધ પણ કરતા નથી કારણ તે અત્યંત ભાવવિભોર બનીને પીરસી રહ્યો છે. હાથથી પંખો નાંખે છે. એની આંખમાં હર્ષાશ્રુ છે. એને કલ્પના પણ નહોતી કે બુદ્ધ એના ઘેર ભોજન કરશે. બુદ્ધને એના મનના ચડતા પરિણામ જોઈને એ પણ કહેવાનું મન થતું નથી કે આ પાન ઝેરી છે કારણ કે તેમ કહેતા એના મનને દુ:ખ થાય તેમ છે એ ભાંગી પડે તેમ છે કે હાય ! કેવો હું અભાગિયો કે મહાપુરુષ ઘરે આવ્યા છતાં ભક્તિનો લાભ લઈ શક્યો નહિ. પશ્ચાત્તાપ કરે તેમ 2010_05 Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે, આઘાત લાગે તેમ છે તેથી એને ખબર પણ ન પડે કે બુદ્ધને પોતે ઘરે લાવ્યો ને ઝેરી પાંદડા ખવડાવ્યા તેથી જેટલા પાંદડા હતા તેટલા બધા માંગી લીધા. ખાઈ ગયા. આખરે જ્યારે સ્થાને આવ્યા ત્યારે તેના શરીરમાં નસો ખેંચાવા લાગી. ચિકિત્સકે કહ્યું કે અંતિમ સમય નજીક આવ્યો છે તમે કેવા પાગલ છો? આપે તેને કહ્યું કેમ નહિ? રોક્યો કેમ નહિ? બદ્ધ કહે મોત તો આવવાનું જ હતું.એને રોકવું મારા હાથમાં ન હતું. આજે નહિ તો કાલે પણ તે આવવાનું તો હતું જ પણ એક વ્યક્તિને દુ:ખ ન પહોંચે તે મારા હાથમાં હતું. મરતી વખતે બુદ્ધે પોતાના શિષ્યને કહ્યું - ગામમાં જઈ ખબર આપો. કે જે વ્યક્તિના હાથે બુદ્ધ અંતિમ ભોજન લે છે તે બહુ જ ભાગ્યશાળી છે. બે વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે - એક તે માતા કે જે બુદ્ધને જન્મ વખતે સૌથી પહેલી વાર સ્તનપાન કરાવે છે અને બીજો કે જે બુદ્ધને અંતિમ સમયે ભોજન કરાવે છે. શિષ્યો કારણ પૂછે તો તે કહે છે કે અન્યથા પેલા ગરીબ માણસને લોકો મારી નાંખશે. સૂક્ષ્મ એવી પણ પરપીડાનું વર્જન સમિતિ-ગુતિના પાલન વિના શક્યા નથી. જેને પૂંજવા - પ્રાર્જવાના પરિણામ નથી તેને ભાવથી વિરતિના પરિણામ આવી શકતા નથી. સમિતિ-ગુપ્તિનું યથાર્થ પાલન ચારિત્ર વિના શક્ય નથી. જેમ એકેન્દ્રિયાદિ જીવોની હિંસાથી અટકવાનું છે. મન-વચન-કાયાથી તેમની હિંસા કરવાની નથી તેમ આપણા આત્માને રાગાદિ પરિણામથી પણ બચાવવાનો છે. રાગાદિ પરિણામ એ આત્માની ભાવહિંસા છે. એકેન્દ્રિયાદિ જીવોની હિંસા. એ દ્રવ્યહિંસા છે. કાચા પાણીથી ભરેલી ડોલને તમે બહારથી પણ સ્પર્શ કરો તો તે જીવોને ધ્રુજારી થાય છે. જેમ જેમ ઇન્દ્રિયો અલ્પ મળે તેમ તેમ જીવને ભય પણ વધતો જાય છે. સામર્થ્યના અભાવમાં જીવ ભયપૂર્વક જીવે છે માટે જગતના સઘળા જીવોને અભયદાન આપવું શ્રેષ્ઠ છે. સૂક્ષ્મ એવી પણ પરપીડાનું વર્જન કરવું જોઈએ એ દ્વારા ગ્રંથકારે કરૂણાભાવના બતાવી છે. સઘળા પ્રાણી ઉપર કરૂણા હોવી જોઈએ અને નિર્દોષ એવા જીવોને ક્યારે પણ લેશ માત્ર દુઃખ ન થાય તેવી જીવનચર્યા હોવી જોઈએ. અનાદિકાળથી જીવમાત્રમાં સંસારના સુખની તીવ્ર આસક્તિ પડેલી છે. તેને પોષવા જીવે સતત પ્રયત્ન કરેલો છે. આ સંસારમાં જે પાપ છે તે વિષયોના રાગે છે. તે રાગ તીવ્ર થતાં જીવને દુર્જન, અહંકારી, સ્વાર્થી બનાવે છે. અનંતાનુબંધી કષાયના રસ ઉપર સંસારની સ્થાપના છે. તેની તીવ્રતા વધે ત્યારે જીવ સુખ મેળવવા - ભોગવવા દુર્જન બને છે. બીજા જીવોને ત્રાસ આપે છે. હેરાન - પરેશાન કરે છે. મારપીટ કરે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય 2010_05 Page #304 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨૭૫ સુધીના જીવોનો ઘોર સંહાર કરે છે. એક જમીનના ટૂકડાની આસક્તિ ખાતર ઘોર યુદ્ધો ખેલાયા છે.અનેક જીવોના સંહાર થયા છે. જીવો અને જીવવા દો જગતભરની મિત્રતાને વ્યાપક અર્થમાં લઈએ તો તેમાંથી “જીવો અને જીવવા દો" ની ભાવના અને તેના મૂળમાં રહેલી અહિંસાની ભાવના ળીભૂત થાય છે. સર્વજીવો પરસ્પરના સ્નેહને ઝંખે છે. જંગલમાં એક હરણિયું પણ બીજા રણિયાથી છુટું પડે તો ઝુરી ઝૂરીને મરી જાય છે. હિંસાથી ઉત્પન્ન થતી કટુતા કોઈને ગમતી નથી. બુદ્ધ - "અવેરે જ વેર સમે" ઇશુખ્રિસ્ત - "તું તારા દુશ્મનને પણ ચાહ" ઈશુ કહે છે કે હું મારા અને મારા પરમપિતા પરમેશ્વર વચ્ચે કોઈ જ મેદરેખા દોરી શકતો નથી. અમે બંને એક જ છીએ કારણ કે તેમના પ્રેમ અને કરૂણા સર્વ જીવોમાં સરખે ભાગે પ્રસરેલા છે. જેનાથી માણસ ભય પામે છે તેના તરફ હિંસક બને છે. સામાન્યથી કૂતરાને કોઈ મારતું નથી પણ હડકાયું બને તો મારે છે. એનો અર્થ એ છે કે માનવી પરસ્પર આત્મભાવ કેળવી શકે તો તેનો જવાબ સામા પક્ષેથી પણ રેમમાં જ મળી રહે. માનવ જો પાપ સિવાય કોઈનાથી ન ડરે તો તેની હંસકવૃત્તિ ન રહે. પ્રાણીમાત્રની બાબતમાં કદાચ આ શક્ય ન બને તો પણ માનવીની બાબતમાં તો અવશ્ય તેનું શુભ પરિણામ આવે જ. જીવ માત્ર શરૂથી જ પ્રેમ અને દ્વેષની વૃત્તિઓ ધરાવે છે. મનુષ્યોમાં પણ મળિયાના બે ભાગ જેવું છે. શક્તિવાળા નબળા પર પોતાની સત્તા જમાવે છે. પ્રીમંતો શ્રીમંતાઈના જોરે ગરીબો પર આધિપત્ય જમાવે છે. જ્યારે દ્વેષભાવના અને દ્વેષવૃત્તિ બળવાન બને છે ત્યારે ચેપી રોગની જેમ તે ફ્લાય છે. પણ એ ન ભૂલવું જોઈએ કે આમાં કોઈ સલામતી નથી. સમાજની સમૃદ્ધિનો આધાર પરસ્પરની મદદ, સહાનુભૂતિ, આત્મીયતા અને લાગણીમાં સમાયેલો છે. ઇતિહાસની નોંધો જોતાં જણાય છે કે ક્યાં અને ક્યારે કોની કોની વચ્ચે યુદ્ધો થયા. કોણે ક્યારે કોને હણ્યો? આ સર્વ બાબતોને રસપૂર્ણ બનાવીને મનુષ્યો આગળ રજૂ કરવામાં આવે છે પરંતુ માનવસમાજ કે પ્રાણીસમાજ પરસ્પરના મંત્રી ભાવથી, પ્રેમથી વ્યવહાર ચલાવે છે તેની નોંધ કોઈ લેતું નથી. હિન્દુઓના રમખાણો, કોમી હુલ્લડો, અનામત આંદોલનો, નવનિર્માણ વિશે છાપાના પાનાઓ ભરાય છે પણ બંને પ્રજા વર્ષો સુધી હળીમળીને સાથે રહી હતી તેની નોંધ લેવાઈ નથી. જ્યાં સુધી માણસની દ્વેષીલી વૃત્તિ દ્વેષના જ ઉદાહરણ ટાંકશે ત્યાં સુધી સાચી સમૃદ્ધિના દર્શન કેમ થશે? 2010_05 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સિકંદર અને પોરસના પ્રસંગમાં પણ એ જ વાત છે કે તમે જેવા વર્તાવની બીજા પાસે આશા રાખો તેવો જ વર્તાવ બીજા તરફ આચરો. કલિંગના યુદ્ધમાં થયેલ હજારો - લાખો જીવોના સંહારને પરિણામે અશોકને એ જ્ઞાન થયું કે મારે જીવવું હોય તો બીજાને જીવવા દેવા જોઈએ. આજે જગત ભૌતિકવિકાસના માર્ગે આગળ વધ્યું છે. મહાસત્તાઓ તેના સાથીદારો સાથે ચોકા નાંખીને સામસામી બેઠી છે. અને એકબીજા ઉપર ઘુરકીયા કરે છે. જગતમાં સર્વત્ર ભયનું વાતાવરણ સર્જાયું છે ત્યારે અહિંસાને વરેલા આત્માએ શું કરવું? અહિંસાપ્રેમીની એ જ છે કે હિંસાના દાવાનળમાંથી જગતને બચાવી - મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેતું કરવું. મહાન તત્ત્વચિંતક ટોલ્સટોય લખે છે કે – મનુષ્ય જાતિ તેનો ધર્મ, જ, કર્તવ્ય સમજી શકી નથી. માનવ મૈત્રીભાવનાને ભૂલ્યો છે. પરિણામે જગત ઉપર બે વિશ્વયુદ્ધો થયા છે. અગાઉનો ધર્મ આંખ સામે આંખ અને દાંતની સામે દાંત એવી હિંસા પર પ્રસ્થાપિત થયો હતો. માનવ માત્રના અંતરમાંથી મેત્રીનું પવિત્ર ઝરણું નહિ વહે ત્યાં સુધી સાચી શાંતિ, સમૃદ્ધિ આવવાની નથી. વિશ્વશાંતિ અને વિશ્વમેત્રીની વાતો એ વાતો જ રહેવાની છે. મહાન કવિ રોબર્ટ બુચમેને પ્રખ્યાત “ધી રોડો ઓફ ધી શોર્ડ” નવલકથા લખી તેમાં લખ્યું કે ભલા, ભગવાને પામર પશુઓને મુંગા બનાવ્યા છે. તેઓ આપણા કરતાં ઝરણાનું આવાગમન તર્કબુદ્ધિથી જાણી શકે છે. આપણી છેલ્લી ઊંઘ પર જે આશીર્વાદ આપણે માંગીએ છીએ તે જ આશીર્વાદની તેમને પણ જરૂર છે એ શું આપણે નહિ વિચારીએ? મુસલમાનો પરમેશ્વરને રહીમાન કહે છે. રહીમાનનો અર્થ છે દયાળુ. તો દયાળુ ઇશ્વર અન્યને હણવાનો હુકમ શા માટે આપે ? અલ્લાએ મક્કા શરીમાં શિકારની મનાઈ માવી છે. કુરાનમાં - સુરાઉલ માયદ સિપારા જ મંજલર આયસકમાં લખ્યું છે કે મક્કામાં તેની હદ સુધીમાં કોઈએ જાનવર મારવું નહિ. આનાથી સ્પષ્ટ થાય છે કે બકરીઈદને દિવસે જેઓ બકરીનો વધ કરે છે તે તેમના કુરાનથી વિરુદ્ધ છે. કારણ કે જે દેવ નિમિત્તે હિંસા કરવાથી પુણ્ય થતું હોય તો મક્કા જેવા ધર્મસ્થાનમાં હિંસા કરવાની મનાઈ શા માટે માવવામાં આવે? દુનિયામાં પ્રાણીમાત્રના જીવ સરખા છે અને તે સર્વની મૈત્રી વિષે કુરાનમાં લખ્યું છે કે - વમામિન દામ્બસિન, કિલ અર્દેવલા તેના યતીરો બજનારીચ્ચે દૈલ્લા હમ મન અમસા લોકમ્ | 2010_05 Page #306 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૭૭ અર્થાત જે પશુ પૃથ્વી પર ચાલે છે અને જે પક્ષી પોતાની પાંખોથી ઉડે છે તે બીજું કાંઈ નથી પણ તમારા જેવા જ લોકો છે એટલે કે તેમને પણ તેમનું જીવન તમારા જીવન જેટલું જ વહાલું છે. આમ જગતભરના ધર્મશાસ્ત્રમાં ચેતન માત્ર પ્રત્યે મૈત્રીભાવભર્યા વર્તન સાથે જીવો અને જીવવા દોની ભાવનાનો સ્વીકાર કરવામાં આવ્યા છે અને મહાપુરુષો, ઓલિયાઓ, સંતો, પેગંબરો, ક્કીરો વગેરેએ પણ આ ભાવના પ્રજાના અંતરમાં વહેતી કરવા પોતાના જીવનમાં તેને જીવી બતાવી છે. આજે એક જીવ બીજા જીવને મારીને ખાય છે. નાના જંતુઓ એક બીજાનો આહાર કરે છે. વાંદાઓ બીજા જીવોને ખાય છે. આ પ્રાણીસૃષ્ટિનો નિયમ મનુષ્ય સૃષ્ટિમાં પણ સામાન્ય થઈ પડ્યો છે. બલિષ્ઠ રાજ્યો નાના રાજ્યોને હડપ કરી જાય છે. આ નિયમના આધારે રચાયેલા વાદોને ટકાવી રાખવા કરોડો રૂપિયાના હિંસક સાધનો પ્રયોજાયા છે. આ હિંસાના સામ્રાજ્યમાંથી અહિંસાનો, પ્રેમનો, જીવો અને જીવવા દોનો મહામૂલો મંત્ર માનવ સમાજે ઝીલવાનો છે. જે માનવસમાજ જંતુઓ પર દયા રાખવાનું કહે છે તે માનવ સંહાર તો નહિ જ કરે એવી આશા આજે રાખી શકાય તેમ નથી. દેશ દેશ વચ્ચે થતો માનવસંહાર પછી તે વિએટનામમાં હોય, દક્ષિણ આફ્રિકામાં હોય, ઇરાન - ઇરાકમાં હોય, અદ્ઘાનિસ્તાનમાં હોય કે ભારત પાકિસ્તાનની સરહદો પર હોય પણ તે માનવ સંહાર એ માનવતાનું ખૂન છે. માનવતાની ક્રૂર હાંસી છે. પશુતાનું પ્રદર્શન છે. તે કોઈપણ રીતે અટક્વો જોઈએ. દુનિયા પરની કોઈ પણ મહાસત્તા હોય પછી તે અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન કે ફ્રાન્સ હોય તેને જીવવું હશે તો બીજાને જીવવા દેવા પડશે. આજે વિકસિત દેશો વિજ્ઞાનના આધારે ઊભા કરેલા શસ્ત્ર સરંજામના ખડકલાના જોરે બીજા દેશોને ધમકી આપે છે કે અમે ધારીએ તો આંખના પલકારામાં તમારો નાશ કરી શકીએ તેમ છીએ પણ તે અમલમાં મૂકી શકાતી નથી કારણ કે તેને ખબર છે કે આપણે જો મારશું તો બીજાઓ આપણને પણ મારશે તેથી આપણે જીવવું હોય તો બીજાને પણ જીવવા દેવા પડશે. ભૂતકાળના મહારાજાઓએ આદરેલી સંહારલીલાના સંસ્કાર પ્રજામાંથી ભૂંસાવા જોઈશે. મૈત્રીભાવના પાયામાં રહેલી અહિંસાનું જેમ નિષેધાત્મક સ્વરૂપ છે તેમ તેનું વિધેયાત્મક સ્વરૂપ પણ છે અને તે સક્રિય છે. આ અહિંસા એટલે પ્રેમબળ અને ઉદારતા. પ્રેમ હોય ત્યાં ભય હોતો નથી. માણસને પોતાની જાત પ્રત્યે પ્રેમ છે. આ પ્રેમને જેમ જેમ તે વિસ્તારતો જાય છે તેમ તેમ તે માનવતાને 2010_05 Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ પામે છે ત્યારે માનવસમાજ એક કુટુંબ બને છે. આજે સર્વત્ર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે છતાં એટલા જ જોરશોરથી મૈત્રીભાવભરી યુદ્ધનિષેધની વાતો પણ થાય છે. મિત્રતા વિકસાવવા જુદા જુદા દેશના વડાઓ ભેગા મળે છે. ચર્ચા કરે છે છતાં યુદ્ધની તૈયારીઓ પણ એટલી જ થાય છે. તે વખતે જગતમાં વિશ્વઐક્ય સાધવું હશે, માનવને વિશ્વ માનવા બનાવવો હશે તો જગતને યુદ્ધનિષેધ શીખવવું પડશે અને તે માટે અહિંસાનો રસ્તો જ લેવો પડશે અને તે કામ ભારત જ કરી શકશે કારણ કે ભારત સંતોનો દેશ છે. ત્યાગીઓનો દેશ છે. તીર્થકરો, ગણધરો, મહાપુરુષો, પરમાત્મભક્તો, સાધકો, એ બધા આર્યદેશની ભૂમિ ઉપર થયા છે. તેમણે પોતાની અહિંસામાં જગતના સુખદુઃખનો વિચાર કર્યો છે. ત્રીજા વિશ્વયુદ્ધના આરે આવીને ઊભેલી મહાસત્તાઓને ૩૯ જેટલા વૈજ્ઞાનિકોએ સહી કરીને કહ્યું છે કે અમે વિજ્ઞાનના જોરે માનવજાતને વિકસાવીએ છીએ તે તમે બોંબ નાખી સંહાર કરો એટલા માટે નહિ. પ્રેમનું અવ્યક્ત સંવેદન - પરપીડા વર્જન એ અહિંસાનું નિષેધાત્મક સ્વરૂપ છે. જ્યારે પ્રેમ અને ઉદારતા એ અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ છે. તે દરેક જીવમાં પડેલું હોય છે. તેના વિના કોઈનું જીવન શક્ય જ નથી. પંચમહાલ જીલ્લાના એક ગામમાં એક બહારવટિયો હતો. તેણે ઘણાના ખૂન કરેલ હતા. એક વખત ત્યાં એક મહાત્મા પધાર્યા. તે સાંજે તો તો ત્યાં આવ્યો. સાથે કૂતરો હતો. તે કૂતરાને પ્રેમથી રમાડતો હતો. હાથ વતો હતો. આ દ્રશ્યમાં મહાત્માને જીવનનું એક નવું દૃશ્ય સાંપડ્યું કે ક્રૂરમાં ક્રૂર આદમીમાં પણ અંદર પ્રેમનું તત્ત્વ પડેલું છે. માણસોને મારનાર, ગોળીઓ ચલાવનાર, નિર્દય રીતે તલવાર વીંઝનાર આદમી પણ કૂતરા પ્રત્યે પ્રેમ બતાવી રહ્યો હતો તેથી લાગ્યું કે માનવીના એક ખૂણામાં અંદર અંદર પણ ક્યાંક પ્રેમનું દર્દ છે અને તેને લીધે તે એમ માને છે કે કોઈક ઠેકાણે કરૂણામય - પ્રેમમય બનવું જોઈએ. કૂતરાની પ્રત્યે અનુકૂળ વર્તન બતાવવા દ્વારા એ એવું સમાધાન મેળવે છે કે હું સર્વત્ર ક્રૂર નથી. કોક સ્થળે હું કરૂણાવાળો - પ્રેમવાળો પણ છું. આ વાતનું ઉંડાણથી ચિંતન કરતાં જણાય છે કે દરેક માનવીના હૃદયના એક ખૂણામાં આ એક તત્ત્વ પડ્યું જ છે જે હરહંમેશ જીવને કરૂણા તરફ પ્રેરે છે અને માનવતાને પૂજે છે. આ તત્વ જેમ જેમ વિકસતું જાય છે તેમ તેમ માનવ પૂર્ણ બનતો જાય છે જેમ જેમ આ તત્વ ટંકાતું જાય છે તેમ તેમ માનવા 2010_05 Page #308 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૭૯ પશુ બનતો જાય છે. અંદરનું મશીન બગડેલું છે જ્યાં અંદરનું મશીન બગડેલું છે ત્યાં ડાયલ ગમે તેટલું સુંદર દેખાતું હોય છે તો તે શું કામનું? શરીર એ ડાયલ છે. ખરું તત્ત્વ તો અંદરનું ચૈતન્ય છે. જિંદગી આખી વાદ અને વિવાદમાં પૂરી થાય છે પણ જ્યારે પરિસંવાદ થાય ત્યારે જીંદગી પૂરી થતી નથી પણ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. આજે હજારમાંથી ૯૯૯ માણસો જિંદગી પૂરી કરે છે. એ ન કરે તો એમનો કાળ એમને પૂરી કરાવે છે. સવારના ઉઠે ત્યારથી ચિંતાનો મુગટ પહેરીને નીકળે છે. વાળમાં તે ગોઠવીને બહાર છે. રાત્રે સૂઈ જાય ત્યારે માથાના વાળ વિખરાઈ જાય છે પણ ચિંતા વિખરાતી નથી. ચિંતા તો રાત્રે ઊંઘમાં પણ ચાલુ રહે છે. સ્વપ્રમાં આવે છે. બેચેની ઊભી કરે છે. પૈસા કમાયા, કારખાના ઊભા કર્યા, છાપામાં નામ ચમક્યું. આ એમનો આનંદ છે. આ એમના જીવનની સળતા છે. એક ફ્લિોસો જિંદગીની વ્યાખ્યા આપી છે "Save the words' - શબ્દો બચાવો. ઓછા શબ્દો બોલીએ તો ઓછા ક્સાઈએ. બોલી બોલીને આપણે જિંદગીને ગૂંચવણમાં નાંખીએ છીએ. જેમ જેમ બોલીએ છીએ તેમ તેમ વધુને વધુ બંધાતા જઈએ છીએ. એનાથી પાછા વળવા માટે મીન છે. પરિસંવાદ એટલે બધી વસ્તુઓને તટસ્થતાથી જોવી અને એક - બીજામાં અનંતતા અનુભવવી. ઉપવાસ કરવો સહેલો છે પણ ધ્યાન કરવું કઠિન છે. શરીરને કષ્ટ આપવું સહેલું છે પણ મનને કેન્દ્રિત કરવું કઠિન છે. જેનધર્મ માત્ર તપ ઉપર ભાર મૂકે છે એ વાત અર્ધસત્ય છે. બાહ્યતપથી તપની શરૂઆત થાય છે અને તેની પૂર્ણતા અત્યંતર તપ-ધ્યાન અને કાયોત્સર્ગમાં છે. જેમાં શરીરનું ભાન ભૂલાઈ જાય છે અને એકાગ્રતા સહજ બની જાય છે. દયા એ અજરતી જાય છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર અનુષ્ઠાન દ્વારા પરોપકારમાં પણ રક્ત રહેવાની વાત કરી રહ્યા છે અર્થાત્ પરપીડાનું વર્જન કરવા માત્રથી કાર્યની પૂર્ણાહુતિ થઈ જતી નથી. એ તો સિક્કાની એક બાજુ છે. જેમ દુઃખા ન આપવાનું વિધાન છે, તેમ શક્ય હોય તે રીતે તેના ઉપર ઉપકાર કરવા દ્વારા તેને શાતા આપવી, તેના ચિત્તને પ્રસન્ન કરવું એ પણ એક કર્તવ્ય બની જાય છે એને સહાય કરવા દ્વારા મેત્રીભાવ સાધવા દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થાય છે. કોઈના પણ અંતઃકરણમાં પ્રેમતત્વની અભિવ્યક્તિ કરવી એ ધર્મ છે, એ કર્તવ્ય છે. કારણ કે આખરે તો તેનો યોગમાર્ગમાં આવતાર કરવા 2010_05 Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ દ્વારા એ આત્મા ક્રમે કરીને પૂર્ણતાને પામે એવા માર્ગ ઉપર એને ચઢાવવાનો છે. આ રીતે કર્તવ્યનું પાલન કરવાથી જ પોતાનું યોગમાર્ગ પરનું પ્રયાણ નિરાબાધિત બને છે. કર્તવ્યના પાલનની ઉપેક્ષાથી સાધક પોતાની મેળેજ પોતાના માર્ગમાં અંતરાયો ઊભા કરે છે. આના દ્વારા સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરવાપૂર્વક મૈત્રીભાવના બતાવી રહ્યા. છે, અને સઘળા જીવોની હિતચિંતા કરવા ઉપર ભાર મૂકી રહ્યા છે. દયા એ અર્ધજરતી જાય છે તેની પૂર્ણતા દાન, સેવા, પરોપકારથી છે. પરોપકારનો પ્રબળ નિયમ એ જણાવે છે કે જો છતી શક્તિએ જીવ પોતાની કક્ષા મુજબ બીજાને ઉપયોગી નહિ બને, બીજાના સુખ અને હિતને કેન્દ્રમાં રાખીને નહિ જીવે અને સ્વાર્થોધતાથી મળેલા પુણ્યનો ભોગવટો કરી બીજાને માટે ઉપેક્ષિત બને અને પરોપકાર ગુણની ખીલવણી માટે પરામુખ બને તો મળેલી તક છીનવાઈ જશે અને કર્મસત્તા તેને અસહાય દશામાં મૂકી દેશ માટે પુણ્યોદયથી મળેલી શક્તિ અને સંપત્તિનું યોગદાન કરવું જરૂરી છે. દુર્લભતાનું જ્ઞાન તેના અપવ્યયને રોકે છે. દુર્લભ એવો મનુષ્યભવ મળે તો ઉપરાઉપરી સાત કે આઠ વાર મળે. પછી તેનું સાતત્ય અટકે છે આઠમો ભવ મળે તે યુગલિકનો મળે છે અને ત્યાંથી દેવલોકમાં જવાનું થાય છે. હવે પંચેન્દ્રિયપણું સતત મળે તો ચાર ગતિમાં થઈ એક હજાર સાગરોપમ સુધી મળી શકે. ત્યાં સુધીમાં જીવને આત્મિક વિકાસ કરવાની સંપૂર્ણ તક મળે છે અને જો તકનો સદુપયોગ ન થયો તો કર્મસત્તા તેને વિકલેન્દ્રિયમાં મૂકે છે. હવે ત્રસકાયની સ્વકાયસ્થિતિ પણ બે હજાર સાગરોપમની છે. ત્યાં સુધીમાં જીવે આત્મકલ્યાણ ન સાધ્યું તો તેને પરાણે પણ એકેન્દ્રિયમાં - સ્થાવરનિકાયમાં જવું પડે છે. આમ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જન્મ થાય છે ને સ્થાવરનિકાયના શરીર દ્વારા અન્ય જીવોનું જીવન ટકતું હોવાથી અનિચ્છાએ પણ પરોપકાર થાય છે. આવી સ્થિતિને અટકાવવી હોય તો સંપન્ન અવસ્થામાં બીજાના યોગક્ષેમ માટે નિષ્કામ ભાવે જીવ તત્પર બને તો પોતાના પણ યોગક્ષેમ બની રહે. ધર્મસ્થાનમાં જનારા અને ધર્મક્રિયા કરનારા પોતાના વ્યવહારમાં અહિંસા, દયા, દાન, સેવા, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સહિષ્ણુતા, ક્ષમાદિ ગુણોનું સેવન કરતા હોય તો તે શુક્લપાક્ષિક કહેવાય. શુલપાક્ષિકપણું શું છે ? શાસ્ત્રમાં શુક્લપાક્ષિક માટેના બે મત છે. એક મતે એક પુદ્ગલપરાવર્તની અંદર જીવ આવે ત્યારે શુક્લપાક્ષિક બને છે. બીજા મતે અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર આવે ત્યારે જાવ શુક્લપાક્ષિક બને છે. અહિંયા. 2010_05 Page #310 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ ૨૮૧ શુક્લપાક્ષિક યોગ્યતા રૂપે છે. શુક્લપાક્ષિકનો અર્થ ક્રિયારૂચિ કર્યો છે. મોક્ષના સાધન રૂપે, આત્મકલ્યાણના કારણ રૂપે ક્રિયામાં આદર તે ક્રિયાચિપણું છે અતિ આત્મકલ્યાણની બુદ્ધિથી તે તે ક્રિયામાં ઉચિત રૂપે પ્રવર્તન તે શુક્લપાક્ષિકપણું છે. આવું શુક્લપાક્ષિકપણું અચરમાવતમાં આવતું નથી. ચરમાવર્તમાં યોગ્યતા રૂપે રહેલ શુક્લપાક્ષિકપણું જ્યારે તે તે નિમિત્તસામગ્રીનો યોગ મળે છે અને જીવ તેમાં ઉચિતરૂપે પ્રવર્તન કરે છે ત્યારે તે ફ્લવાન બને છે. ધર્મસ્થાનમાં જનારા આત્માઓ માત્ર ધર્મની ક્રિયા કરે એટલા માત્રથી વાસ્તવિક શુક્લપાક્ષિકપણું આવતું નથી. પણ ધર્મક્રિયા કરવાની સાથે પોતાના વ્યવહારમાં અહિંસા, દયા, દાન, સેવા, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સહિષ્ણુતા, ક્ષમાદિ ગુણોનું સેવન કરતા હોય તો તે શુક્લપાક્ષિક કહેવાય છે. જેમ શુક્લપક્ષમાં એકમનો પણ ચંદ્ર હોય તો તે ધીમે ધીમે વૃદ્ધિ પામી પૂર્ણતાને પામે છે તેમ ચરમાવર્તવર્તી જીવ આ શુકલપાક્ષિકપણાના ગુણથી ધીમે ધીમે આત્માની શુદ્ધિ વધારી ઠેઠ મોક્ષ સુધી પહોંચે છે. અચરમાવર્તમાં તેમજ ચરમાવતમાં પણ આત્મા જ્યાં સુધી ભાવમલની. પ્રચુરતાવાળો છે ત્યાં સુધી જીવની પાસે ક્રિયા હોઈ શકે છે. ક્રિયારૂચિ હોતી નથી. સંસારના સુખનો ગાઢ રાગ-તીવ્ર આસક્તિ તેને ક્રિયામાં આદર ઊભો થવા દેતી નથી. જ્ઞાનીઓએ બતાવેલ ક્રિયાઓ મારા આત્માને એકાંતે હિતા કરનારી છે એવું તેની બુદ્ધિમાં બેસતું નથી અને તેથી આત્મકલ્યાણની બુદ્ધિથી જ્ઞાનીઓએ બતાવેલ ઠેઠ નીચેથી માંડીને ઉપર સુધીના આચાર માર્ગમાં તે પ્રવર્તતો નથી તેથી તે આત્માને ક્રિયા કરવા છતાં શુક્લપક્ષ ઉદયમાં આવતો. નથી અને કૃષ્ણપક્ષ ક્ષીણ થતો નથી અને તેથી જ્ઞાનરૂપી ચંદ્રમાની કળા બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતી નથી. તે ગમે તેટલી અને ગમે તેવી સારી ક્રિયાઓ કરે તો પણ ઉચિત ક્રિયા રૂપે જે આદર પ્રગટવો જોઈએ તે આવતો નથી અને તેથી તે શુક્લપાક્ષિક બનતો નથી. અધ્યાત્મમાં આ શુક્લપાક્ષિકપણાની કિંમત ઘણી છે તેના વિના ગમે તેટલી સારી ક્રિયા કરવા છતાં ગાયને દોહી દોહીને કૂતરીને પાવા જેવું થાય છે. - જ્યારે જીવ દુઃખીને જુવે છે, તેના દુઃખે દુઃખી થાય છે, તેના દુ:ખને દૂર કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે હુય દ્રવિત થયેલું હોય છે. દ્રવિત થવાના કારણે સહજ રીતે સંસારના સુખ ઉપરથી મન ઊઠેલું હોય છે, જેમ પોતાની દુ:ખી અવસ્થામાં જીવ સુખ ભોગવી શકતો નથી તેમ બીજાની દુ:ખી અવસ્થામાં પણ સહભાગી થવાથી તેનું દુ:ખ આપણું બને છે તે વખતે મનમાં સુખની આસક્તિ હોતી નથી પણ કરૂણા 2010_05 Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હોય છે. દુઃખની અવસ્થામાં મને વિષયોમાં જતું નથી પરંતુ વિષયોથી પર રહે છે માટે જ કુન્તીમાતા વગેરેએ પરમાત્માની પાસે સુખ ન માંગતા દુઃખ માંગ્યું છે, દુ:ખ તે તત્ત્વને પામવાની યોનિ છે. જો સંસારમાં દુઃખ ન હોત તો કોઈ પણ જીવ વૈરાગ્ય પામત નહિ, તત્ત્વ માર્ગે પ્રયાણ કરત નહિ. દુ:ખીને શોધી તેના દુખને દૂર કરવાથી જીવ સંસારનું સુખ ભોગવી શકતો નથી. દુખી પ્રત્યેની કરૂણા અને પ્રેમથી તેના અંતરમાં સુખની આસક્તિ ઘટવા માંડે છે. સંસારનું સુખ ભોગવવું તે આપણા વિવેકનો અનાદર છે. અગર મનુષ્ય પોતાના વિવેકને મહત્ત્વ આપે તો તે સુખને ભોગવી શકતો નથી કારણ ભોગ્ય વસ્તુને સ્થાયી માનીને જ સુખ ભોગવાય છે. શરીર અને સંસાર પ્રતિક્ષણ બદલાતા રહે છે. આ વિવેક આવ્યા પછી મનુષ્ય ભોગ ભોગવી શકતો નથી કારણ વિવેકની જાગૃતિ હોતે છતે મનુષ્ય શરીરમાં નથી રહેતો પણ આત્મામાં રહે છે. સંસારની કોઈ વસ્તુ સ્થિર નથી પણ પ્રતિક્ષણ વિનાશ તરફ જઈ રહી છે એ વાતને માત્ર શીખવાની નથી પરંતુ સમજવાની છે. તેનો અનુભવ કરવાનો છે. અનુભવ થયા પછી સુખાસક્તિ રહેતી નથી. દ્રવ્યથા - ભાવયા દ્રવ્યદયા એ ભૌતિક સુખનું સાધન છે અને ભાવદયા એ આત્મિક સુખનું સાધન છે. છકાય જીવની રક્ષા કરવી, દીન દુખીની સેવા કરવી, માંદાની માવજત કરવી તે દ્રવ્ય દયા છે તેમજ સ્વયં ધર્મની આરાધના કરવા સાથે અન્ય આત્માઓને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવવી અને તેના સાધન તરીકે સાતેય ક્ષેત્રોને પોષણ આપવું તે ભાવદયા છે. જગતના ભવ્ય જીવોના આત્મકલ્યાણને માટે ધર્મતીર્થની સ્થાપના કરવી, પ્રાણના ભોગે તેનું રક્ષણ કરવું તે ભાવદયા છે. તીર્થંકર પદ, ગણધર પદ, આચાર્ય, ઉપાધ્યાય વગેરે લોકોત્તર અધિકારોની અનુકૂળતા પ્રાપ્ત થવામાં ભાવદયાની તરતમતા એ મુખ્ય કારણ છે. જ્યારે ચક્રવર્તીપણું, વાસુદેવપણું, અતિવાસુદેવપણું ચાવત્ રાજા, મહારાજા, અમાત્ય, નગરશેઠ વગેરે લૌકિક અધિકારો પ્રાપ્ત થવામાં દ્રવ્યદયાની તરતમતા કારણ છે. બીજા જીવોના દ્રવ્ય અને ભાવપ્રાણ દુ:ભાય નહિ તેવી રીતે તેમ જ તેમના બંને પ્રાણોની રક્ષા થાય તેવી રીતે પ્રવર્તવાની તારક પરમાત્માની આજ્ઞા છે. સંસારવર્તી જીવો જાણ્યે અજાણ્ય પણ બીજાના દ્રવ્ય - ભાવ પ્રાણોની હિંસામાં નિમિત્ત બની જાય છે તેથી બચવા માટેનો આ ઉપદેશ છે. સિદ્ધ ભગવંતોને ધન્ય છે કે જેઓ કોઈના ય દુ:ખમાં નિમિત્ત બનતા નથી. નિર્મળ દયા, સાનુબંધ દયા કેળવવાથી જીવ ઉપર જાય છે. માટે પ્રભુ શાસનમાં દ્રવ્યદયા અને ભાવદયા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. દ્રવ્યદયા પણ મુખ્યતયા તો ભાવદયાનું કારણ 2010_05 Page #312 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ ૨૮૩ બને તે રીતે કરવાની છે. મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા ચિંતવી, પોતાનો પગ તેની ઉપર પડવાથી થતી તેની પીડાનો વિચાર કર્યો અને તેને મૃત્યુના મુખમાંથી બચાવવા રાા દિવસ પગ ઊભો રાખવાની કરૂણા કરી તો હાથીના ભવમાંથી સીધા રાજકુમાર થયા. અને ત્યાં સુંદર ચારિત્ર પાળી મોક્ષને નિકટ બનાવ્યો. માટે પરપીડા વર્જન અને પરહિત પ્રવર્તન એ ધર્મનું મૂળ છે. એનાથી ધર્મ સાનુબંધ થાય છે. અનાદિકાલીન સુખની આસક્તિ અને સ્વાર્થવૃત્તિના પાયા ઉપર ઊભા થયેલા પાપના અનુબંધો તૂટવા માંડે છે અને જીવ સમ્યકત્વ, વિરતિ વગેરે ધર્મનો અધિકારી બને છે. ગુરૂવર્ગ અને તેમની પૂજાવિધિ गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः। पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ॥ માતા, પિતા, ગુરુ, વડીલ, દેવતા, બ્રાહ્મણો, યતિઓ અને તપોધન મહાત્માઓ સમ્યફ પ્રયત્નપૂર્વક ચિત્તવર્ડ કરીને પૂજવા યોગ્ય છે. - હરિભદ્રસૂરિજી મહારાજા યોગબિંદુના શ્લોક ૧૧૦ થી ૧૧૬ માં ગુરુવર્ગ અને તેમની પૂજાવિધિ આ પ્રમાણે બતાવી રહ્યા છે. ગુરુઓ એટલે માતાપિતા, કલાચાર્ય એમના જ્ઞાતિજનો, ભાઈ-બહેન વગેરે તથા ધર્મનો ઉપદેશ કરનારા જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધજનો આ બધા શિષ્ટજનોને ઇષ્ટ એવો ગુરુ વર્ગ છે. તેમને ત્રણે સંધ્યાએ નમન કરવું, વંદન કરવું અને તેવો અવસર ના હોય તો તેમને ચિત્તમાં બહુમાનપૂર્વક સ્થાપન કરીને વંદન કરવું. વંદન ચંદન કરતા પણ વધારે શીતલ છે. ચંદન કપાળને ઠંડુ કરે છે જ્યારે વંદન ચિત્તને ઠંડક કરે છે. વંદન કરવાથી અંતઃકરણના તાપ શમી જાય છે અને અંતઃકરણ નિર્મળ બને છે. તે આવે ત્યારે અમ્યુત્થાન વગેરે કરવું અથતિ ઊભા થવું સામાં લેવા જવું. આપણા આસને આવે ત્યારે આપણા મુખ્ય આસને બેસાડવા. તે બેસે પછી બેસવું. તેમની આગળ ઇન્દ્રિયોનો અને શરીરનો સંકોચ કરવાપૂર્વક નમ્રપણે બેસવું. અસ્થાને - અપવિત્ર સ્થાને તેમનું નામ ગ્રહણ ના કરવું. તેમનો અવર્ણવાદ - નિંદા વગેરે ન સાંભળવા. આપણી શક્તિ પ્રમાણે તેમને સુંદરમાં સુંદર વસ્ત્ર, પાન, ભોજન અલંકાર વગેરેનું સમર્પણ કરવું તેમજ દેવતા, અતિથિ, દીન, અનાથ વગેરેને દાન આપવારૂપ કે ભક્તિ કરવારૂપ પારલૌકિક પુણ્યના કાર્યો તેમના હાથે કરાવવા. ધર્માદિ પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે ઔચિત્યપૂર્વક તેમને અનિષ્ટ 2010_05 Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 એવા વ્યવહારોનો ત્યાગ કરવો અને ઇષ્ટ એવા વ્યવહારમાં પ્રવર્તવું. તેમના આસનાદિનો ત્યાગ કરવો. તેમના ધનને તીર્થક્ષેત્રમાં વાપરી નાંખવું. અર્થાત્ પોતાના ઉપભોગમાં લેવું નહિ.માતા પિતાદિ ગુરુવર્ગની મૂર્તિની જે સ્થાપના કરી હોય તે મૂર્તિનો ધૂપ, દીપ, પુષ્પાદિ પૂજારૂપ સંસ્કાર કરવો. મરણોત્તર કાર્ય સુંદર કરવું. પુષ્પ, બલિ, વસ્ત્ર તેમજ સુંદર સ્તોત્રોથી શ્રદ્ધા પૂર્વક દેવની પૂજા કરવી. વિપ્રો એટલે દ્વિજ - બ્રાહ્મણો, જે વિધાના પ્રકર્ષને પામેલા છે, જે બ્રહ્મના જાણકાર છે, આત્મસ્વરૂપને પામેલા છે. તે પૂવા યોગ્ય છે સન્માન કરવા યોગ્ય છે. તેમજ તપોધન એવા યતિઓ. સંયમી મહાત્માઓ કે જેમણે ઇન્દ્રિય નિગ્રહ કરેલો છે અને જીવોની રક્ષામાં સતત ઉદ્યમશીલ છે તે પણ આદર પૂર્વક ભક્તિ કરવા યોગ્ય છે. બહુમાન આ બધાની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ તેને માટે ‘સુપ્રયત્નેન ચેતસા' શબ્દ મૂકે છે અને તેનો અર્થ આજ્ઞાપ્રધાન ચિત્ત કરે છે. અર્થાત્ શાસ્ત્રોમાં આ બધાની જે રીતે ભક્તિ કરવાની કહી હોય તે રીતે કરવી જોઈએ. - આ એક જ વિશેષણ દ્વારા પૂજનીયની પૂજાનો યથાર્થ માર્ગ બતાવ્યો છે. આના દ્વારા પ્રમોદભાવના બતાવી છે. આ જગતમાં પૂજનીય મહાત્માઓની પૂજા - ભક્તિ કરવી એ આર્ય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિનો આદર્શ છે. ગુણીને જોઈને આનંદ પામવાથી આત્મામાં ગુણપ્રાપ્તિનું બીજાધાન થાય છે. દોષોનું બળ તૂટવા માંડે છે. ગુણી પ્રત્યે પ્રમોદભાવ આવવાથી ચિત્તમાં પ્રસન્નતા છવાઈ જાય છે અને હૃદયકમળ સહસ્રદલે વિકસિત થાય છે. પ્રમોદ ભાવનાથી ઉચ્ચ ગુણી મહાત્માઓની સાથે હૃદયનો તાર જોડાય છે. તેમના હૃદયમાં આપણને સ્થાન મળે છે. ઉચ્ચ ગુણી પ્રત્યેના આદરથી તેમના આશીર્વાદ મળવાથી આપણા અંતરાય કર્મો તૂટી જાય છે અને ભવાંતરમાં અંતરાય રહિત સાનુબંધ સાધના અખંડ પ્રવર્તે છે. નિકાચિત કર્મના ઉદયમાં પણ બહુધા અંતરાયકર્મ તૂટી જાય છે. ક્યારેક ન તૂટે તો પણ મહાન સહાય મળવાથી ફીથી તે ગુણની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. 2010_05 - ગુણી પ્રત્યે પ્રમોદભાવનાથી આત્મામાં અહંકાર તૂટે છે, નમ્રતા આવે છે, ગુણની સાચી ઓળખ થાય છે. ગુણનો આનંદ શું છે? તેનો ખ્યાલ આવે છે. તેનાથી વૈષયિકસુખની અસારતા, પોકળતા, તુચ્છતા સહેલાઈથી સમજાય છે. જો ગુણી પ્રત્યે પ્રમોદભાવ નહિ જાગે તો અનન્યગત્યા તેનો વિરોધી પરિણામ ઇર્ષ્યા આવ્યા વિના રહેશે નહિ. ઇર્ષ્યા એ તો આત્માનો ભયંકર રોગ છે. ઝેરી કીટાણું છે. તે અંદરમાં ફ્લાયા પછી ગુણપ્રાપ્તિના દ્વારને તાળા લાગી Page #314 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૮૫ જાય છે. જીતશત્રુરાજાની રાણી કુન્તલા સારામાં સારી પરમાત્માની ભક્તિ કરવા છતાં પોતાની શોક્યની પરમાત્મભક્તિ જોઈને ઇર્ષ્યાથી બળતી હતી તો તે જ નગરીમાં મરીને કૂતરી થઈ. અંજનાનો જીવ પૂર્વના ભવમાં કનકોદરી રાણી તરીકે હતો. ત્યાં પોતાની શોક્ય લક્ષ્મીવતીની પરમાત્મા પ્રત્યેની પૂજા ભક્તિને જોઈને ઇર્ષ્યાથી બળવા માંડી તો પરમાત્માની મૂર્તિને ઉકરડામાં મૂકવા સુધીની ભૂલ કરી બેઠી. નયશીલસૂરિ આચાર્ય મહાન પ્રભાવક હોવા છતાં પોતાના શિષ્યોના ઉત્કર્ષને સહન ન કરી શક્યા. તેમની પ્રતિભા, શાસ્ત્રબોધ, વાક્ચાતુર્ય, ઉત્તમ ચારિત્રથી ચારેબાજુ જૈનશાસનની પ્રભાવના કરતા શિષ્યો પ્રત્યે પ્રમોદભાવને બદલે અસૂયા પેદા થઈ તો મરીને કાળોતરા નાગ થયા. ઈર્ષ્યા અને અસુયામાંથી આગળ જતાં શત્રુતા પેદા થતા વાર લાગતી નથી. પાંચ ડીગ્રી તાવમાં શાંતિથી બેસી રહેવું સહેલું છે. માસક્ષમણના આકરા તપ કરવા સહેલા છે પણ બીજાના ઉત્કર્ષમાં રાજી થવું એ અતિ કઠિન છે. બીજાના ઉત્કર્ષમાં રાજી થતા આવડે તો આત્મા તે જ પળે સમતાનો આનંદ લૂંટી શકે છે. અંદરના રાગ, દ્વેષ, ઇર્ષ્યા, અસુયાના તોફાનોને શાંત કરવા માટે બીજાના ગુણો જોઈને આનંદ પામવા જેવું છે. પ્રમોદભાવના આત્માને સ્વરૂપમાં ઠારે છે. ગુણી પ્રત્યેના આનંદથી તો ભવોભવના દોષના સંસ્કારો બળીને ખાખ થઈ જાય છે. માતા, પિતા, કલાચાર્ય, ગુરુ વગેરેની ભક્તિ કરવાથી, તેમની પ્રત્યે હૃદયમાં બહુમાન, આદર રાખવાથી આત્મામાં નિરંતર મોહનીયનો ક્ષયોપશમ થતો આવે છે.ગુણોની પરિણતિ વિકસે છે. જીવન નંદનવન બને છે. જીવન જીવવામાં આનંદ આવે છે. અન્યથા જીવન બોજારૂપ અને ત્રાસરૂપ બને છે. શીતલાચાર્યના ચાર ભાણેજ મુનિઓ તેમને વંદન કરવા માટે આવી રહ્યા હતા. ત્યાં નજીકમાં જ આવતા સાંજ પડી ગઈ. આવતીકાલ ઉપર મળવાનું રાખ્યું અને તે જ રાત્રે પોતાના મામા મહારાજના ગુણોની અનુમોદનામાં ચડ્યા તો ત્યાં જ ચારેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નવકારના પાંચે પદોમાં દરેક વખતે જે નમો, નમો છે તે પંચપરમેષ્ઠિ પ્રત્યે આદર અને બહુમાનનું સૂચક છે તેનાથી વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થાય છે. વીર વર્ધમાનકુમાર ત્રણ જ્ઞાનના ધારક હોવા છતાં જ્યાં સુધી ઘરમાં રહ્યા ત્યાં સુધી પિતાજી સિદ્ધાર્થરાજા, માતા ત્રિશલા દેવી, મોટાભાઈ નંદીવર્ધનને પ્રણામ કરી તેમના આશિર્વાદ લેતા હતા. મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજી તેમના પિતા અયોધ્યાનરેશ દશરથ, 2010_05 માતા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કૌશલ્યા તથા સુમિત્રા અને કૈકેયીને પણ હંમેશા પ્રણામ કરતા હતા. ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઝીલનાર શ્રીકૃષ્ણ તેમની માતા જશોદા દેવીને પ્રણામ કરતા હતા. માત્ર મહારાષ્ટ્રની જ નહિ પરંતુ દેશ અને દુનિયાની શાન વધારનાર રાષ્ટ્રવાદી છત્રપતિ શિવાજી મહારાજા તેમના માતા જીજીબાઈને પ્રણામ કરતા હતા. રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજી માતા પૂતળીબાઈને, સ્વર્ગીય પ્રધાનમંત્રી શ્રી લાલબહાદૂરશાસ્ત્રી માતા રામદુલારીને પ્રણામ કરતા હતા. હસતા હસતા ફાંસીને માંચડે ચડેલા શહીદ વીરભગતસિંહ તેમની માતા વિદ્યાદેવીને હંમેશા પ્રણામ કરતા હતા. ગરીબ બ્રાહ્મણના દીકરા શ્રવણે માતાપિતાની ભક્તિ અને સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. કવિ અરદેસર કરામજી ખબરદાર - હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું તો રાખતું કોણ છાનો? મને દેખી દુ:ખી દુ:ખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી માં જ તું મા બાપ જે કરતા હુકમ ને હાથ જોડી સાંભળે પછી ચિત્તથી ને પ્રીતથી આજ્ઞા ચઢાવે શિરપરે મા બાપની આજ્ઞા ચાહે જે હૃદયથી દીકરા બાકી બીજા ભાંગેલ કાચાં હાંડલાના ઠીકરા. માતામ્પાહિની : કલિકાલ સર્વજ્ઞના માતા. તેમણે દીક્ષા ગ્રહણ કરી. અંત સમયે સકળ સંઘ તથા સૂરિજી અંતિમ આરાધના કરાવવા ભેગા થયા. સંઘની દરેક વ્યક્તિએ સાધ્વીજીના નિમિત્તે પોતાની વ્યક્તિગત દાનાદિની આરાધનાઓ જાહેર કરી. ત્યાર બાદ સકળ સંઘવતી રાઈ ફ્રોડનું દાન જાહેર થયું છતાં સાધ્વીજીના મુખ ઉપર ઉદ્વેગ છે. સંઘે કારણ પૂછ્યું શું હજુ દાન વધારીએ. એવી ઇચ્છા છે ? સાધ્વીજી કહે છે ના... પણ મારા સંસારીપણાના પુત્ર આચાર્યશ્રી હજુ કેમ કાંઈ પૂણ્ય જાહેર કરતા નથી તે વિચારથી હું ઉદ્વિગ્ન છું અને તરત જ મા લાખ શ્લોકની રચના અને સાથે લા ક્રોડ નવકારમંત્રનો જાપ કહ્યો. ત્યારબાદ તરત જ આનંદમાં સમાધિપૂર્વક થોડી ક્ષણોમાં પ્રાણોનો ત્યાગ કર્યો. ધાવમાતાનું સદણ - કલકત્તાની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સરગુરુદાસ બંદોપાધ્યાય એક વાર કોર્ટમાં કેસ સાંભળી રહ્યા હતા. તેવા સમયે એક ડોશી કોર્ટના રૂમમાં દાખલ થઈ. તો પહેરગીરે તેને અટકાવી અને ત્યાંથી ચાલી જવા કહ્યું. પણ ડોશી કહે હું તો ગુરુદાસને મળવા આવી છું. પહેરગીરે સરગુરુદાસને વાત કહી તો તેઓ તરત જ સિંહાસન પરથી ઉતરી ઝડપથી ચાલી ડોશીના પગમાં પડ્યા. ચરણ રજ માથે લીધી. ગદ્ગદ્ થઈને પૂછે છે 2010_05 Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ ૩ તમે અહીં ક્યાંથી? બેટા! ગામડેથી મેળામાં સ્નાન કરવા આવેલી. મને થયું કે તને મળ્યા ને વરસો થયા છે તો લાવ મળતી જાઉં. આટલા મોટા માણસને માતાને વંદન કરતા જરા પણ શરમ ન આવી. આખી કોર્ટ અને બધા વકીલો આશ્ચર્ય સાથે આ દ્રશ્ય જોઈ રહ્યા છે ત્યારે ગુરુદાસ આ બધાને ઉદ્દેશીને કહે છે આ મારી ધાવમાતા છે. તેણે મને પાળીને મોટો કર્યો છે. તેનું દૂધ પાઈને ઉછેર્યો છે. મારી માતા તો મને જન્મ આપીને પરલોક ચાલી ગઈ. જ્યારે આ ધાવમાતાએ મને મોટો કરી સંસ્કારી બનાવ્યો. આ વૃદ્ધા ઠેઠ ગામડેથી ચાલીને આવી મને મળવા માટે. તે મારી ઉપકારી માતા છે. ઘર છોડ્યાને વરસો થઈ ગયા છતાં માની મમતા છે ને? હજુ મને ભૂલ્યા નથી. પછી આ ન્યાયાધીશે તે દિવસે કોર્ટનું કામ બંધ રખાવ્યું. તેની ધાવમાતાને પોતાની બગીમાં બેસાડી ઘેર લઈ ગયા. સેવા, ભક્તિ કરી. ખરેખર શાસ્ત્રકારો દુઝતા માતાપિતરો એટલે કે માતા પિતા એ દુષ્પતિકાય છે તેમના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી એવું જે કહે છે તે તદ્દન સાચું છે. માતૃપ્રેમ - ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ ઇંગ્લેંડના કેટલાક સૈનિકોને કેદ કર્યા હતા. એક વાર એક અંગ્રેજ યુદ્ધ કેદી જુની હોડીમાં બેસી ફ્રાન્સના કેલેથી બંદરેથી ઇંગ્લેન્ડ તરફ રવાના થયો પણ ભાગતા ભાગતા પફડાઈ ગયો. આ યુદ્ધકેદીને નેપોલિયન સમક્ષ ખડો કરવામાં આવ્યો. બીજા સિપાઈઓએ બધી વિગત કહી. આ સાંભળીને નેપોલિયનને જરા પણ ગુસ્સો આવતો નથી પરંતુ તેના સાહસને બિરદાવતા કહે છે કે મને તારા જેવા સાહસવીર યુવાનો પ્રત્યે પ્રેમ છે. જેનામાં સાહસિકતા નથી તે માણસ નથી. પણ તું મને એ જણાવ કે તેં આવી ભાંગી તૂટી હોડીમાં બેસીને ઇંગ્લેન્ડ જવાનું સાહસ કેમ કર્યું ? આવો ભયંકર સમુદ્ર તો મોટી સ્ટીમરથી પણ પાર કરવો મુશ્કેલ છે તો પછી નાની હોડી તોફાનની સામે, મગરમચ્છની સામે, વ્હેલ માછલીની સામે શી રીતે ટકી શકે? શું તને તારી પત્નીને મળવાની ભાવના હતી ? ના. તો પુત્રોને ? ના. ઘણું પૂછયું ત્યારે કહે છે કે મારી માતા વરસોથી બિમાર છે. તેનો પ્રેમાળ સ્નેહ મને વારંવાર યાદ આવે છે. “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, તેથી મધુરી મારી માત રે જનનીની જોડ સખી નહિ જડે રે લોલ” - કવિ બોટાદકર. આ જગતમાં મધ મીઠું છે. જગતને ક્ષેમ કુશળ કરનાર વરસાદ પણ 2010_05 Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ ૩ મીઠો છે એથી પણ વિશેષ મધુર માતા છે. બધું મળે પણ માતાનો સ્નેહ મળવો મુશ્કેલ છે. બસ, માતા પ્રત્યેના અપાર સ્નેહે જ મને આટલું મોટું સાહસ કરવા પ્રેર્યો છે. મારી બિમાર માતાની યાદે મને મોતની પણ પરવા કરવા દીધી નથી. આ સાંભળતાં જ નેપોલિયનની આંખ ભીની થઈ ગઈ. માતાના પ્રેમ આગળ તેનો કરેલો ગુનો સંતવ્ય લાગ્યો. માનવતાવાદી નેપોલિયને પેલા સેનિકના હાથમાં અમુક પૈસા મુક્યા અને કહ્યું આના દ્વારા તારી બિમાર માતાની સેવા કરજે અને નેપોલિયને તે યુવાનને ઇંગ્લેન્ડ જવાની બધી સગવડતા કરી આપી. તેને વિદાય કર્યો. તેના માતૃપ્રેમની કદર કરી. અહિંયા ગ્રંથકાર માત - પિતાદિની ભક્તિ આજ્ઞાપ્રધાન ચિત્તવર્ડ કરવા યોગ્ય છે એ વાત ઉપર બહુ ભાર મૂકી રહ્યા છે. માતાપિતાદિ ઉપકારી છે તેથી જ્યાં સુધી સંસારમાં રહીએ ત્યાં સુધી માતા-પિતાદિની ભક્તિ અવશ્ય કરવાની પણ પરમાત્માની આજ્ઞાને ભૂલીને નહિ કારણ માતા પિતા આ ભવના ઉપકારી છે જ્યારે પરમાત્મા ભવોભવના ઉપકારી છે તેથી ભક્તિ કરવા છતાં આપણું ચિત્ત પરમાત્માય - વૈરાગ્યમય બન્યું રહેવું જોઈએ. સંસારી જીવો આપણા ચિત્તમાંથી નીકળી જવા જોઈએ. જે લોકો ગંભીરપણે અંદરમાં ગયા છે.તેમની જોડે ગાઢતા વધારવી. તેમ કરવાથી આપણને સહાયતા મળે છે. પણ તેમાં પણ એક ભૂલ ન થવી જોઈએ કે પછી આપણે એ લોકો જોડે બંધાઈ જઈએ. ચિત્ત ભગવાન જોડે જ લાગવું જોઈએ. પરમાત્માની એક જ આજ્ઞા છે કે અવસરોચિત જે કાંઈ કરવા જેવું લાગે તે કરો પણ ચિત્તમાંથી એક ક્ષણ પણ વૈરાગ્યને હડસેલો નહિ. માતાપિતા વગેરે લૌકિક તત્ત્વો છે. પરમાત્મા લોકોત્તર તત્ત્વ છે. બંનેને એફ કક્ષામાં મુકાય નહિ. બંનેની ભક્તિ પણ એક સરખી હોય નહિ. માતાપિતાની ભક્તિ પણ આખરે તો સંસારથી છૂટી મોક્ષે જવા માટે કરવાની છે. પરમાત્મા સાથે સંબંધ ન વધે અને માનવ-વ્યક્તિ સાથે વધે તો સમજવું કે કાંઈક ભૂલ થઈ રહી છે. અધ્યાત્મના માર્ગે આગળ વધતા જીવને નૈતિક અને સામાજિક બંધનો નડતર રૂપ થાય છે. તમે આમ નથી કરતા, તેમ નથી કરતાં. તમારે આમ કરવું જોઈએ વગેરે.. ત્યારે આપણે તેમની સામે ટકી રહેવા માટે બળ મેળવવું પડે છે કેમકે એ લોકો નીચેના સ્તરની વાતો કરે છે અને આપણે જીવનના ઉચ્ચતર આદર્શને સ્વીકારીએ છીએ. તેથી સંસારની જવાબદારી આપણે સ્વીકારતા નથી. આમ કરતા લોકો દ્વારા ઉપેક્ષા, અસ્વીકાર, નિંદા વગેરે કરાય તો પણ આપણે સહન કરવું રહ્યું. બીજી બાજુ વર્ષો સુધી અધ્યાત્મના માર્ગમાં રહેવા છતાં કાંઈ જ પ્રાપ્ત ન થાય તો પણ સહન કરવું રહ્યું. દુન્યવી સંબંધો 2010_05 Page #318 -------------------------------------------------------------------------- ________________ હત જ છે. યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૮૯ આપણને જવાબદારીનું ભાન કરાવે ત્યારે આપણે પકડેલો અધ્યાત્મનો માર્ગ છોડવો નહિ અને ટકી રહેવું. ખ્યાલ રાખવો કે હું પરમાત્માને વરેલો છું. પરમાત્મા મારા પતિ છે. આવો સંબંધ પરમાત્મા સાથે રાખવો. પરમાત્માની નિરંતર સ્મૃતિ અને સંસારની વિસ્મૃતિ એ અધ્યાત્મ છે. પરમાત્માને નિરંતર યાદ કરવાથી, તેમની ભક્તિ કરવાથી, તેમની પ્રત્યે આદર - બહુમાન ઊભું કરવાથી, પરમાત્મ સ્વરૂપનું નિરંતર ચિંતન કરવાથી, પરમાત્માની નવા નવા વિશેષણોથી સ્તવન કરવાથી આપણું ચિત્ત પરમાત્મમય બને છે અને તેમ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ શીધ્ર બને છે. પ્રેમ-પિ - કપિ ચોથે ગુણસ્થાનકે દૃષ્ટિ બદલાય છે પણ આચરણ બદલાતું નથી તેથી ચારિત્ર નથી આવતું. ભૌતિક પદાર્થો પ્રત્યે, અન્ય જીવો પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે અધ્યાત્મદ્રષ્ટિ કેળવાય તો સમકિત ચાલુ રહે. પ્રેમ દૃષ્ટિ - બ્રહ્મદ્રષ્ટિ (મેત્રી, કરૂણા, પ્રમોદ, માધ્યસ્થ ભાવ) એ અધ્યાત્મયુક્ત જીવન છે. પ્રેમ દૃષ્ટિ - બ્રહ્મદૃષ્ટિ કરવાથી કષાય શાંત થઈ જાય છે. ' મૈચાદિ ચાર ભાવસાધન છે. પ્રેમ દૃષ્ટિ - બ્રહ્મ દૃષ્ટિ સાધ્ય છે. નિષ્કષાયતા વીતરાગતા છે. જીવમાત્ર કર્મવશ છે. તે સર્વને મિત્ર બનાવવાના છે પછી તે દુશ્મન પણ હોય. ભવભીરતા અને પાપભીરુતા આવે તો મેથ્યાદિ ચાર ભાવોથી બ્રહ્મદ્રષ્ટિ કેળવાય. જેના પ્રત્યે આત્મીયતા હોય તેના પ્રત્યે ચાર કષાયમાંથી કયો ભાવ આવે ? જો કષાય થાય તો સમજવું કે જીવ પ્રત્યે આત્મીયતા નથી પણ પરિગ્રહ પર આત્મીયતા છે. જીવો ભલે ભિન્ન ભિન્ન જાતિના હોય પણ મારે ભિન્ન ભિન્ન દ્રષ્ટિ કેળવવાની નથી. એક માત્ર પ્રેમદૃષ્ટિ કેળવવાની છે એ યાદ રાખવાનું છે. જીવમાત્રને સિદ્ધ સ્વરૂપે જોઈએ તો પ્રેમભાવ - બ્રહ્મભાવ આવે. ગુણી અને સુખી એ પ્રમોદભાવના પાત્ર છે. ગુણવાન પ્રત્યે પૂજ્યભાવ રાખવાનો છે. સુખી પ્રત્યે પ્રસન્નભાવ રાખવાનો છે. જો આમ પ્રમોદભાવના ન કરીએ તો મૈત્રી ભાવ ન ટકે. અધિક ગુણવાન તરફ પ્રમોદભાવ કરીને ગુણ લેવાના છે અને અલ્ય ગુણવાનને સહાય કરીને તેમને આગળ વધારવાના છે. વિશેષ સુખી જીવોને જોઈને તેમના પૂર્વકૃત સુકૃત્યોને યાદ કરીને પ્રસન્ન થવાનું છે. તીર્થંકર પરમાત્માના કેવળજ્ઞાનને વિચારીને પ્રમોદભાવ કરવાનો છે પણ તેમનું એશ્વર્ય જોઈને પ્રસન્ન થવાનું છે. પંચપરમેષ્ઠિ પ્રત્યે તન, મન, ધનનું સમર્પણ કરીએ તો પ્રમોદભાવના સક્રિય થઈ કહેવાય. 2010_05 Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु, न्याय्या धर्मोयमुत्तमः ॥ १५२ ॥ પોતાના પાપકર્મોથી હણાયેલા એવા મહાપાપી જીવો પ્રત્યે પણ અનુકંપા કરવી એજ ઉચિત છે. આ ધર્મ ઉત્તમ છે. આત્માર્થી જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હોય. શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી, હિંસક જીવો પ્રત્યે પણ તેને દયા અને અનુકંપા જ હોય એ ન્યાયયુક્ત છે. તેઓના પ્રત્યે ધૃણા રાખવી કે તિરસ્કારની દ્રષ્ટિથી જોવું તે બરાબર નહિ. તેમના ઉપર પણ દ્વેષ-દુર્ભાવ ન કરવો પરંતુ કરૂણાગર્ભિત ઉપેક્ષા કરવી. તે જીવો બિચારા કર્માધીન છે. હિંસક કુળોમાં પાપના યોગે જખ્યા છે. અજ્ઞાનના વિશે ખોટા માર્ગમાં રહેલા છે. પોતાના જ દુષ્ટ કર્મથી હણાયેલા છે એના ઉપર આપણું કાંઈ ચાલી શકે તેમ નથી. આપણે તેમની ઉપર કાંઈ કરી શકીએ તેમ નથી. પાપકર્મથી તેઓની બુદ્ધિ એવી હણાઈ ગયેલી છે કે તેઓને ધર્મમાર્ગ સમજાવી પાપમાંથી પાછા વાળી શકાય તેવા નથી. જ્યારે તેઓની ભવિતવ્યતા સુધરશે, કર્મ લઘુ થશે ત્યારે જ તેઓ સુંદર નિમિત્તને ઝીલીને પુરુષાર્થ કરશે અને પોતાનું હિત સાધશે. આમ વિચારી તેઓની પ્રત્યે હૈયું કૂણું રાખવું પણ દ્વેષાદિ ન કરવા. હૈયાને કઠોર ન થવા દેવું એ માધ્યસ્થ ભાવના છે. જગતના જીવોની હિતચિંતા રૂપ મૈત્રી ભાવનાનો વિષય સર્વ જીવો છે. અર્થાત મેત્રીમાં જગતના કોઈ જીવોની બાદબાકી નથી છતાં તેમાં જે જીવો ગુણોની ગરિમાને પામેલા છે, ગુણના શિખરે આરોહણ કરી રહ્યા છે તેના પ્રત્યે અંતરના આનંદરૂપ પ્રમોદ ભાવના બતાવી છે અને જે જીવો દુઃખી છે, દીન, દરિદ્રી, અપંગ, નિરાધાર છે તેમના પ્રત્યે હૃદયમાં સહાનુભૂતિ લાવી તેમના દુઃખને દૂર કરવા રૂપ કરૂણા ભાવના મૂકી છે જ્યારે જે જીવો ખોટા માર્ગમાં ડૂબેલા છે. ખોટા કાર્યોમાં રક્ત છે અને જેમની બુદ્ધિ તે તે કાર્યો કરતા હવે ભ્રષ્ટ થઈ ચૂકી છે કે જેથી તેઆનો સન્માર્ગમાં અવતાર કોઈ રીતે શક્ય નથી તેવા જીવો પ્રત્યે અંતરમાં કરૂણા હોતે છતે પણ તેમના દુઃખને દૂર કરવું એ શક્ય ન હોવાથી તેમની પ્રત્યે માધ્યસ્થ ભાવના - ઉપેક્ષા ભાવના મૂકી છે. આના દ્વારા એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે જે ચીજ આપણા હાથમાં નથી ત્યાં ખોટી ચિંતા કરવી એ વ્યર્થ છે. ત્યાં નિરર્થક ચિંતા કરવાથી દુ:ખ સિવાય કાંઈ જ હાથમાં આવતું નથી. તે વખતે તો તે વાતને ભવિતવ્યતા ઉપર મૂકીને આપણે તેનાથી દૂર થઈ જવું એ જ કર્તવ્ય છે. સાથે સાથે આપણે - - - - - - 2010_05 Page #320 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૯૧ કોઈના માટે ચોથી ભાવનાના વિષય ન બનીએ, આપણા ગુવદિ પાત્રતાના અભાવે આપણી ઉપેક્ષા ન કરે તેની સાવચેતી પણ આપણા માટે કર્તવ્ય બની જાય છે. અવિનીત અને અયોગ્ય પ્રત્યે માધ્યસ્થ ભાવના રાખવાથી આપણા આત્માને દ્વેષ અને દુર્ભાવિમાંથી બચાવી શકાય છે. જો તે વખતે આ ભાવનાને ભાવવામાં ન આવે તો આપણો આત્મા ધર્મમાર્ગ હારી જાય છે. કોઈ પણ જીવ પ્રત્યે આપણો કોઈ અધિકાર હોઈ શકે નહિ. અધિકારની રૂએ કશું જ કરવાનું નથી. જે કાંઈ કરવાનું છે તે સજ્જનતા અને માનવતાની રૂએ કરવાનું છે. બીજા ઉપર સત્તા અને અધિકાર જમાવવાથી આપણો આત્મા કર્મથી દબાય છે. નીચગોત્ર બાંધે છે, અંતરાયો ઊભા કરે છે જેના માઠાં ફળ ભવોભવ દુર્ગતિમાં જઈને ભોગવવા પડે છે. સમરાદિત્ય કેવલી ચરિત્રમાં પહેલા ભવમાં અવાંતર કથામાં આવે છે કે મદનોત્સવમાં ક્રીડા કરવા માટે લોકો નીકળ્યા હતા ત્યારે એક ધોબીની ટોળી કે જે ગીતગાન અને આનંદ-કલ્લોલ કરતી પસાર થતી હતી તેના આગેવાન પુષ્યદત્ત ધોબીની રાજમાન્ય પુરોહિત પુત્ર વિભાવસુએ.કદર્થના કરી. કેમ? તો કહે છે કે આ વિભાવસુ પોતાની પાસેથી જતી તે ધોબીની ટોળીને જોઈને અજ્ઞાનથી પોતાની જ્ઞાતિ અને કુલ વગેરેના ગર્વથી કહે છે - “આ. નીચ લોકોની મંડળી ઠેઠ અમારી મંડળીની બાજુથી કેમ પસાર થાય છે? કાંઈ ભાન છે કે નહિ? અમે તો ઉચ્ચ બ્રાહ્મણ.... અને આ નીચ ધોબીઓ...” એમ કહી ધોબીઓની કદર્થના કરી. ધોબીઓના આગેવાન પુષ્પદત્તના અંગોપાંગને જકડીને તેને કેદ કર્યો. તેના પરિણામે વિભાવસુએ એવું કર્મ બાંધ્યું કે મર્યા પછી તે જ પુષ્પદત્ત ધોબીને ત્યાં કૂતરો થશે. ત્યાં ઘણી વિડંબના ભોગવશે. ભૂખ તરસના દુઃખ વેઠશે ત્યાંથી મરીને એ જ પુષ્પદત્ત ધોબીની ઘોટઘટિકા નામની ગધેડીના પેટે ગધેડા તરીકે જન્મશે. ધોબીને તે ગમશે નહિ અને ક્લેશપૂર્વક પોતાનો નિર્વાહ કરશે. ત્યાંથી મરીને ચંડાળ તરીકે નપુંસકપણે જન્મ પામશે. ત્યાં કદરૂપું શરીર અને દર્ભાગ્ય નામકર્મના કલંકથી દૂષિત થશે. ત્યાં અંતે સિંહનો શિકાર બની જશે. ત્યાંથી મરીને ચંડાળને ત્યાં પુત્રીપણે જન્મશે. ત્યાં બાલ્યકાળમાં સર્પ ડસશે અને મરી જશે. પાંચમે ભવે ચંડાળની દત્તિકા નામની પ્રસૂતિકર્મ કરનારી ગૃહદાસીની કુક્ષીમાં નપુંસકપણે જન્મશે. જન્મથી જ આંધળો, ઠીંગુ અને કૂબડો થશે. દર્ભાગ્ય કર્મના ઉદયે સઘળા 2010_05 Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ લોકોથી અપમાનિત અને હડધૂત થશે. આંધળો અને પુણ્યનો અધૂરો એટલે બિચારો એકવાર નગરદાહમાં ફ્રાશે. અગ્નિમાં ઊભો ઊભો સળગી જશે અને બળીને રાખ થઈ જશે. નગરદાહમાં બળીને, પાછો છટકે ભવે એજ દાસીની પુત્રી થશે. એ પણ પીઠસર્પ એટલે પગ એવા મળશે કે ચાલી શકશે નહિ ચાલવાનો વખત આવે ત્યારે પીઠ ઘસડીને ચાલવું પડશે. એ પીઠસર્પ છોકરી એકવાર રાજમાર્ગ પર પીઠ ઢસડતી જતી હશે તે અરસામાં મદોન્મત્ત હાથી ત્યાં છૂટ્યો હશે રાજમાર્ગ પર દોડશે ત્યારે લોકો ભાગી જશે પણ આ પીઠસર્પ ક્યાં જાય? તેથી હાથીના પગતળે એ પીઠસર્પ દાસીપુત્રીનો છૂંદો, થઈ જશે. ત્યાંથી મરીને એ પીઠસર્પ પુષ્પદત્ત ધોબીને ત્યાં પુત્રી તરીકે જન્મ પામશે. મોટી થશે. પુષ્પરક્ષિત નામના એક અત્યંત દરિદ્રની સાથે પરણાવવામાં આવશે ત્યાં ગર્ભિણી થઈને પહેલી જ પ્રસૂતિ વખતે મહાવેદનાથી પીડાઈ મૃત્યુ પામશે.ત્યાંથી મરીને તેજ પુષ્પદત્તને ત્યાં પુત્રપણે જનમશે. ધોબીના છોકરા તરીકે હજુ તો બાળ ઉંમરમાં હશે, ગંધારનદીના કિનારે રમી રહ્યો હશે ત્યાં પુષ્પદત્તના કોઈ દુશ્મનની નજરે પડશે. પેલો શત્રુ વિચારશે કે આ તો મારો દુશ્મન પુuદત્તનો દીકરો છે એમ કહીં છોકરાને ગળે એક પત્થરની શિલા બાંધી તળાવમાં નાંખશે. તે ગુંગળાઈને મરી જશે. આમ એક જ વિભાવસુના ભવમાં જે ધોબીની મંડળી અને તેના આગેવાન પુષ્પદત્ત પ્રત્યે કરૂણા રાખવાની હતી - મનમાં સમાધાન વૃત્તિ કેળવવાની હતી કે બિચારા તેઓને પણ મદનોત્સવમાં ક્રવાનો - ગાવાનો - આનંદ કલ્લોલ કરવાનો હક છે. મારાથી તેમને તેમાં અંતરાય કેમ કરાય? પ્રકૃતિના સૌંદર્યને માણવાનો દરેકને અધિકાર છે તેમાં ઊચ્ચ નીચના ભેદ કેમ રખાય? આવી ભાવના રાખી સમાધાન વૃત્તિ કેળવવાને બદલે બીજા ઉપર અધિકાર અને સત્તા જમાવવાના રૂઆબ કર્યા તો કર્મ સત્તાએ ભવોભવ તેના કેવા બેહાલ કર્યા તે જોઈ શકાય છે માટે દરેક જીવો ઉપર કરૂણા રાખવી જોઈએ. કોઈના ઉપર ધિક્કાર, તિરસ્કારની લાગણી ન કેળવવી જોઈએ. ધિક્કાર અને તિરસ્કાર એક એવા શસ્ત્ર છે કે તમે જેની સામે છોડો ત્યાંથી અથડાઈને પાછા તમને જ વાગે છે. તમારા જ પ્રાણ લેનારા થાય છે. આ પ્રમાણે ગ્રંથકારે મૈત્રી, પ્રમોદ, કરૂણા, મધ્યસ્થતાને અનુસરવી એ જ મહાપુરુષોનો માર્ગ છે એ બતાવ્યું. અને એ મહાપુરુષોના માર્ગે ચાલવું, એ જ આપણું કર્તવ્ય છે. યોગસારમાં મેથ્યાદિ ચાર ભાવનાને ધર્મરૂપી વૃક્ષનું મૂળ કહ્યું છે અર્થાત રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પામવા માટે મથ્યાદિ ભાવનાઓ ઘણી ઉપકારક 2010_05 Page #322 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૯૩ છે તેના વિના યોગમાર્ગમાં જીવનો વિકાસ થતો નથી અને આ રત્નત્રયીરૂપ વૃક્ષને માટે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન એ બીજ છે. તેના વિના મૈત્ર્યાદિ ભાવનાઓ રત્નત્રયાદિ વૃક્ષનું મૂળ બની શકતી નથી. અનિત્યાદિ બાર ભાવનાઓના ભાવનથી આત્મામાં સાચો વૈરાગ્ય પેદા થાય છે અને વૈરાગ્ય પેદા થયા પછી મૈત્ર્યાદિ ભાવનાઓનું ભાવન સમ્યગ્ બને છે. આત્મા કોઈપણ ગુણનો અભ્યાસ કરવા મથતો હોય, સાથે કોઈપણ દોષની જો પક્ડ ન હોય તો એ ગુણાભ્યાસ સર્વગુણોના ક્ષયોપશમનું કારણ બને છે અને તેથી મૈથ્યાદિ ચાર ભાવનાઓથી ભાવિત થયા વગર પણ સંસારથી મુક્ત થવાના ઉદ્દેશથી વૈરાગ્ય અને પાપજુગુપ્સા દ્વારા પણ આત્મા ક્યારેક આગળ વધે છે ત્યારે મૈત્ર્યાદિભાવો ક્ષયોપશમ રૂપે અવશ્ય પ્રાપ્ત થાય છે અને એના કારણે અમૈત્રી આદિ પ્રસંગોમાં એ વ્યક્તરૂપમાં વિચારરૂપે ઉપસ્થિત થાય છે. ઉપકારી કે અપકારી, પાપી કે ગુણવાન, દુ:ખી કે સુખી દરેકની સાથે મિત્રતાનો ભાવ રાખવાનો હોય કારણ કે તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો આત્માનો કોઈ શત્રુ જ નથી અને જગતનો કોઈ પદાર્થ પણ આત્માનું અહિત કરનાર નથી. આત્મા પોતાના ઘરમાંથી બહાર નીકળીને પરમાં જાય છે ત્યારે જ બીજા પદાર્થો તેના સુખ-દુઃખમાં નિમિત્ત બને છે. અપકારી પણ આપણા કર્મ ખપાવવામાં સહાય કરીને આપણી મૈત્રીને નવપલ્લવિત બનાવે છે. ઉપકારી આપણામાં કૃતજ્ઞતાનો ગુણ ખીલવીને આપણા જીવને સુવાસિત બનાવે છે તે સિવાયના બીજા બધા જીવો આપણામાં જીવત્વની સમાનતાનો ભાવ પેદા કરાવી તેની સાથે અભેદપણાની સાધના કરાવે છે. ગુણવાન અને પુણ્યશાળી જીવો આપણામાં પ્રમોદભાવની અભિવ્યક્તિ કરાવે છે. દુ:ખી જીવો આપણા હૃદયને કઠોરતામાંથી મુક્તિ અપાવી હૃદયને આર્દ્ર બનાવી મૈત્રીને ટકાવી રાખે છે. પાપી જીવો આપણા આત્માને ચેતવે છે કે તમે આવા બનતા નહિ. નહિતર તમારી દશા પણ ખરાબ થશે. સાથે સાથે તેઓ આપણા આત્માને મધ્યસ્થ રહેવાની, ઉદાસીન ભાવે જોવાની તથા રાગ-દ્વેષના પ્રસંગોમાં જ્ઞાતાદ્રષ્ટા બનવાની તાલીમ આપી મૈત્રીને પરિપક્વ બનાવે છે. અપકારી, ઉપકારી, સુખી, દુ:ખી, પાપી આ બધા ભેદ વ્યવહાર દૃષ્ટિએ પાડ્યા છે. જે આપણા જીવનમાં શુદ્ધ વ્યવહારના પાલનમાં ખૂબ જરૂરી છે. આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ પ્રયાણ કરવામાં શુદ્ધવ્યવહારનું પાલન કારણ છે. તેના વિના નિશ્ચયમાર્ગ તરફ પ્રગતિ પ્રયાણ થઈ શકતું નથી. વ્યવહારની ભૂમિકાને વટાવી ગયા પછીથી સર્વજીવોના શુદ્ધચૈતન્ય સ્વરૂપને લક્ષમાં લઈ તેની સાથે અભેદ ભાવના ભાવી, ઐક્યતા સાધી, મૈત્રીને - Jžin Education International 2010_05 Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શાશ્વતી બનાવવી એ જ અંતિમ કાર્ય કરવાનું છે. મંત્રી એ કોઈ રાગભાવમાંથી ઉત્પન્ન થનારી વસ્તુ નથી. સ્નેહરાગ, કામરાગ કે દૃષ્ટિરાગ એ ત્રણમાંથી એકેય તેમાં હોતા નથી. કેવળ સ્નેહપરિણામ અર્થાત સજાતીયપણાના ભાવમાંથી ઉત્પન્ન થયેલ એક્ય છે. જેમાંથી ભેદ પડી શકે નહિ એવી એક અલૌકિક લાગણી તે મૈત્રી છે જેમાં કોઈ માંગણીને અવકાશ નથી. માંગણી છે ત્યાં રાગ છે. ચૈતન્યસ્વરૂપની એકતામાંથી ઉત્પન્ન થયેલ પરિણામ તે મહામંત્રી છે જે જીવને શાશ્વત સુખ તરફ લઈ જનાર છે. અનિત્યાદિ ભાવનાઓના ભાવન વિના વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી અને વૈરાગ્ય વિના મેથ્યાદિ ભાવો વાસ્તવિક આવતા નથી. વિરાગીની મૈત્રી એ જ સાચી મૈત્રી છે. તાત્ત્વિક દ્રષ્ટિએ વિચારતા તો જેને વિરાગ પેદા થયો છે, સંસારનું સુખ અસાર લાગ્યું છે એ જ જીવ બીજાની હિતચિંતા સખ્ય કરી શકે છે. જેના જીવનમાં હજુ વિષયોનો રાગ અને સ્વાર્થવૃત્તિ લી ફાલી છે, જેના જીવનમાં વિષયોની જ ચાહ અને માંગ છે તે બીજા જીવો પ્રત્યે સ્નેહ પરિણામ કેવો અને કેટલો કરી શકે? વૈરાગ્ય આવે પછી જીવને પોતાનું વાસ્તવિક હિત શું છે? તે ઓળખાય છે અને તેવો જીવ જ બીજાના હિત અને સ્નેહપરિણામને સમ્યગ રીતે કરી શકે છે. વૈરાગ્ય વિનાની મૈત્રી એ અપ્રધાન મૈત્રી છે. ક્યારેક જીવોમાં યોગ્યતા હોય તો વૈરાગ્ય ન પ્રાપ્ત થયો હોય તો પણ મેત્રાદિના ભાવનથી પણ વૈરાગ્ય પ્રાપ્ત કરી શકે છે અને તેથી અનિત્યાદિ બાર ભાવનાઓ અને મેથ્યાદિ ચાર ભાવનાઓ બંને પરસ્પર એકબીજાના પૂરક બની શકે છે. યોગ્ય જીવોમાં એક હોતે છતે બીજું આવવાની સંભાવના છે. આમ ધર્મમાર્ગમાં મેયાદિનું ભાવન ઘણું જરૂરી છે. આનાથી એક વાત ફલિત થાય છે કે મેથ્યાદિ ભાવો વ્યક્તરૂપે ભલે જીવમાં ન આવ્યા હોય પણ તેનો વિરોધી પરિણામ કે જે અમેગ્યાદિ સ્વરૂપ છે તે તો કોઈપણ સંયોગોમાં જોઈએ જ નહિ. દ્વેષ, મત્સર, તિરસ્કાર, ધિક્કાર નિંદા, દુર્ભાવ એ તો ધર્મ પામેલામાં હોય જ નહિ કારણ કે ધર્મમાર્ગની શરૂઆત જ અષથી થાય છે. જીવો પ્રત્યે હૈયામાં દ્વેષ ભર્યો હોય ત્યાં સુધી ધર્મ આવે જ નહિ. ધર્મની સાથે સાચી સગાઈ બંધાય નહિ. ગુણવાન પ્રત્યેના અદ્વેષથી અનબંધકપણું આવે છે. અને યોગની પહેલી દ્રષ્ટિ પણ અદ્વેષ નામનો ગુણ પ્રાપ્ત થાય ત્યારે આવે છે. ગ્રંથકાર કહે છે કે અહિંયા અમે પરપીડાનું વર્જન, પરહિતકરણ, મહાત્માઓની પુજા અને લુબ્ધકાદિમાં અનુકંપાને ધર્મ કહ્યો તે રત્નત્રયી રૂપ ધર્મને પામવાનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યો છે. આ 2010_05 Page #324 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૨૯૫ માર્ગ મહાપુરુષોએ આચર્યો છે અને તેને અનુસરવું એ યથાન્યાસ પ્રવર્તન છે. कृतमत्र प्रसङ्गेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिमहोदया ॥ १५३ ॥ ઉપસંહાર કરતા કહે છે. ત્ર વ્યતિરે - આ સૂક્ષ્મબોધના વિષયોમાં અવેધસંવેધપદના વિસ્તારવડે કરીને સર્યું. હવે પ્રકૃતિ - પ્રસ્તુત એવી જે મહાન ઉદયવાળી - નિર્વાણરૂપ શ્રેષ્ઠ લવાળી પાંચમી સ્થિરા નામની યોગદૃષ્ટિને અમે કહીએ છીએ, વર્ણન કરીએ છીએ. અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ... મનમોહન જિનજી મીઠી તાહરી વાણ. યોગદૃષ્ટિ સજઝાય ૪-૨૩. સઘળો અભિનિવેશ છોડીને જે આત્માઓ ચાર દૃષ્ટિની મર્યાદા વટાવી જશે તે હવે અમૃતમય વાદળાની વૃષ્ટિ સમાન પાંચમી દૃષ્ટિને પ્રાપ્ત કરશે. ચોથી દીપ્રા દ્રષ્ટિનો સાર - આ દૃષ્ટિમાં દીપક સમાન બોધ હોય છે. પ્રાણાયામ નામનું અંગ પ્રાપ્ત થાય છે. તેમાં પણ ભાવપ્રાણાયામ હોય છે. જેમાં અશુભભાવો અને અશુભ પ્રણિધાનનો રેચ હોય છે. શુભભાવ, શુભ પ્રણિધાનને સતત કરવા રૂપ પૂરક પ્રાણાયામ હોય છે અને તેને આત્મામાં સ્થિરપણે ધારી રાખવા રૂપ ભાવકુંભક હોય છે. ધર્મક્રિયા કાલમાં ચિત્તને અસ્થિર બનાવે તેવા કષાયાદિ અંદરથી ઉઠતા ન હોવાના કારણે ઉત્થાન દોષનો અભાવ હોય છે. આ દ્રષ્ટિમાં પ્રશાંતવાહિતા જોવા મળે છે. તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટે છે જેને કારણે જીવ તત્ત્વ સાંભળતા અંદરમાં ઠરે છે. તે છતાં સૂક્ષ્મબોધનો અભાવ હોય છે કારણ કે ગ્રંથિભેદ થયો નથી. હજુ બોધમાં અજ્ઞાનજન્ય ગાંઠ પડેલી છે જે બોધને સૂક્ષ્મ બનવા દેતી નથી. આ દૃષ્ટિમાં રહેલ જીવ ધર્મને પ્રાણ કરતા પણ અધિક માને છે અને તેથી ધર્મને ખાતર પ્રાણ આપવા પણ તૈયાર થાય છે. ધર્મ જ પરલોકમાં સાથે આવનાર છે બાકી બધું અહિંયા રહી જાય છે તેથી ધર્મ જ સાચો મિત્ર લાગે છે. સંસાર આખો ખારા પાણી જેવો લાગે છે, જ્યારે તત્ત્વનું શ્રવણ મધુર પાણી જેવું અનુભવાય છે. તત્ત્વશ્રવણ દ્વારા ગુણદોષના વિવેક રૂપ અંકુરા પ્રગટ થાય. છે. ખારા પાણી સમાન સંસારમાં રહેવા છતાં શૃંગી - મચ્છની જેમ આત્માના સુખ રૂપી મીઠું ઝરણું શોધે છે અને તેને જ પીએ છે. તત્ત્વશ્રવણથી પરોપકારાદિ સઘળા કલ્યાણની પ્રાપ્તિ થાય છે જે ગુરુ 2010_05 Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભક્તિના સુખથી યુક્ત હોય છે અને બંને લોકમાં હિત કરનાર થાય છે. ગુરુ ભક્તિથી કલ્યાણની પરંપરા સર્જાય છે. ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ વગેરે ભેદરૂપે તીર્થંકરનું દર્શન થાય છે. વેધસંવેધપદ દ્વારા જે તત્ત્વનો નિર્ણય થાય છે તે જ સૂક્ષ્મબોધ છે અને તેનો અભાવ આ દૃષ્ટિમાં હોય છે. સૂક્ષ્મબોધ ભવસમુદ્રથી પાર કરાવનાર છે. કર્મરૂપી વજ્રનું ભેદન કરનાર અને જ્ઞેય માત્ર ઉપર સંપૂર્ણપણે વ્યાપી જનાર છે. અવેધસંવેધપદમાં નરકાદિ અપાયનું માલિન્ય છે તે સૂક્ષ્મબોધને અટકાવનાર છે. જે કારણથી સૂક્ષ્મબોધનો અભાવ છે તે કારણથી આગમરૂપી દીપકથી દોષનું દર્શન તાત્ત્વિક નથી હોતું પણ ભ્રાન્તિવાળું હોય છે. વેધસંવેધપદ એ પાછળથી ચાર દૃષ્ટિમાં હોય છે. અહિંયા અપાયશક્તિનું માલિન્ય નીકળી ગયું હોય છે તેથી સંસારમાં પ્રવૃત્તિ કરવી પડે તો સંવેગસારા તખ઼લોહપદન્યાસતુલ્યા પ્રવૃત્તિ હોય છે. અતિશય સંવેગવર્ડ કરીને સમ્યગ્દષ્ટિને છેલ્લી પાપ પ્રવૃત્તિ હોય છે કારણ ડ્રીથી દુર્ગતિનો યોગ હોતો નથી. નરકાદિ અપાયના કારણભૂત સ્ત્રી વગેરે તત્ત્વોનું વેદન બધા ભાવયોગીઓને એકસરખું હોય છે અર્થાત્ બધા ભાવયોગીઓ સ્ત્રી વગેરેને હેયરૂપે જ વેદે છે. - વેધસંવેદ્યપદી વિપરીત અવેધસંવેધપદ છે તે ભવાભિનંદીને વિષય કરનારું છે અને મિથ્યાઆરોપથી યુક્ત છે. પદવાળા જીવો જન્મ, જરા, મૃત્યુ આદિથી ઉપદ્રવવાળા સંસારને જોવા છતાં ઉદ્વેગ પામતા નથી. ખસના દર્દીઓની બુદ્ધિ જેમ ખણવામાં હોય છે તેમ ભવાભિનંદી જીવોની બુદ્ધિ ભોગના સાધનોમાં હોય છે પરંતુ ભોગની ઇચ્છાના ક્ષયમાં હોતી નથી. આવા જીવો પાપમાં સદા રક્ત રહે છે અને આત્માને કર્મથી મલિન કરે છે તેથી ધર્મના શ્રેષ્ઠ કારણભૂત મનુષ્યપણું અને કર્મભૂમિને પામવા છતાં જીવો ધર્મબીજનું આધાન કરતા નથી અને સત્કર્મરૂપી ખેતીને કરતા નથી. કુત્સિત સુખમાં આસક્ત થયેલા તેઓ સત્કાર્યનો ત્યાગ કરે છે. અવેધસંવેધપદ એ અંધાપો છે - દુર્ગતિમાં લઈ જનાર છે તેથી સત્સંગ અને આગમન! યોગવડે કરીને મહાત્માઓવડે જીતવા યોગ્ય છે. એને જીતે છતે કુતર્ક રૂપી વિષમગ્રહ નાશ પામે છે. કુતર્ક ગ્રહ બોધને માટે રોગ સમાન છે. શમને માટે અપાય રૂપ છે. શ્રદ્ધાનો ભંગ કરનાર છે. અને મિથ્યાભિમાનને કરાવનાર છે. આર્થી જ કરીને કુતર્કને વિષે અભિનિવેશ એ યુક્ત નથી પણ મુમુક્ષુને શ્રુત, શીલ અને સમાધિને વિશે જ આગ્રહ હોય છે. આ વિષયમાં પતંજલિ કહે છે કે આગમ, અનુમાન અને યોગાભ્યાસરસ આ ત્રણ વડે પ્રજ્ઞાને સમ્યગ્ બનાવતો આત્મા ઉત્તમ તત્ત્વને પામે છે. 2010_05 Page #326 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨૯૭ ઘણા સર્વજ્ઞો હોવા છતાં તત્ત્વથી તે ભિન્ન નથી, પરંતુ એક જ છે તેથી સર્વજ્ઞભક્તોને તેમાં ભેદ માનવો તે યુક્ત નથી. બધા સર્વજ્ઞો જાતિથી એક જ હોવાથી સામાન્ય રૂપે જેટલા સર્વજ્ઞભક્તોની ભક્તિ છે તે બધા અનુયાયીઓ. મુખ્ય પણે સર્વજ્ઞને જ પ્રાપ્ત થયેલા છે. સર્વજ્ઞની સંપૂર્ણ વિશેષતા છેદમસ્થ વડે જાણી શકાતી નથી તેથી વિશેષરૂપે તો કોઈપણ જીવ સર્વજ્ઞને આશ્રિત નથી. જેમ એક રાજાના દૂર - નજીક એવા ઘણા સેવકો હોય છે તેમ પોતપોતાની કક્ષા અનુસારે ભિન્ન ભિન્ન આચારનું પાલન કરનારા પણ તે બધા સર્વજ્ઞ ભક્તો જ છે. સર્વજ્ઞમાં નામથી ભેદ હોવા છતાં પરમાર્થથી ભેદ નથી એ વાત શ્રત, મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાવડે વિચારવી. અધ્યાત્મ સંબંધી વિચારણા કરનાર શાસ્ત્રમાં ચિત્ર અને અચિત્ર એમ બે ભેદથી દેવ વિષયક ભક્તિ વર્ણવી છે. સંસારી દેવોને વિષે ભક્તિ અનેક પ્રકારની હોય છે કારણ કે તે ભક્તિ મોહથી ગર્ભિત છે જ્યારે સર્વજ્ઞતત્ત્વને વિશે જે ભક્તિ છે તે શમપ્રધાન એક જ સ્વરૂપવાળી છે. બુદ્ધિપૂર્વકના કાર્યો સંસારáને આપનારા છે. જ્ઞાનપૂર્વકના કાર્યો અમૃત સમાન મૃતશક્તિના સમાવેશથી યુક્ત હોવાના કારણે અનુબંધથી મુક્તિના અંગો રૂપ હોય છે. અસંમોહથી ઉપજતા કર્મો શીધ્ર મોક્ષળને આપનારા છે. પગલભાવોમાં જેનું ચિત્ત નિરુત્સુક છે તે ભવવિરક્તજનો છે અને ભવાતીતાર્થયાયી છે. તેઓનો શમપરાયણ એક જ માર્ગ છે જેમાં અવસ્થા ભેદ હોવા છતાં સાગર પરના કિનારાની જેમ એક જ છે સંસારથી અતીતત્ત્વ નિર્વાણ નામનું છે અને તેમાં શબ્દભેદ છે પણ તત્ત્વથી એક જ છે અને તે સદાશિવ, પરબહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દોથી ઓળખાતું અન્વર્યથી એક જ છે. અસંમોહથી નિર્વાણતત્ત્વ જાણવામાં આવે છતે પ્રેક્ષાવાન પુરુષોને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતો નથી. નિર્વાણ તત્ત્વ નિયમથી સર્વજ્ઞપૂર્વક જ સ્થિત છે. | સર્વજ્ઞતત્ત્વ એક જ હોવા છતાં જે દેશનાભેદ દેખાય છે તે, તે તે કાળના શિષ્યોના અનુકૂળપણાથી છે કારણ કે ભવરોગના આ ભિષવરોએ જે રીતે બીજાધાન થાય તે રીતે ઉપદેશ આપ્યો છે. અથવા તો એક એવી પણ દેશના તેઓના અચિંત્ય પુણ્ય સામર્થ્યથી શ્રોતાના ભેદથી જુદી જુદી ભાસે છે અથવા તો દેશકાળને અનુસરીને ભિન્ન ભિન્ન નય અપેક્ષાવાળી દેશના તે બદષિઓ થકી જ પ્રવર્તી છે અને તે પિદેશનાનું મૂળ તત્ત્વથી સર્વજ્ઞ જ છે તેથી સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના સર્વજ્ઞનો વિરોધ કરવો તે યુક્ત નથી. સર્વાના વિષયમાં આપણે અંધ જેવા છીએ તેથી તેમાં વાદ વિવાદ કરવો તે યુક્ત નથી. 2010_05 Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મિથ્યાભિમાનનું કારણ હોવાથી શુષ્કતર્ક મુમુક્ષુએ સર્વથા છોડી દેવા યોગ્ય છે. ક્ષાયોપશમિક ધર્મો પણ મોક્ષમાં જવા માટે છોડવાના છે તો પછી શુતર્કનો આગ્રહ શા કામનો? તેથી મહાપુરુષોના માર્ગને આશ્રયિને વિચક્ષણપુરુષોએ અતિક્રમરહિતપણે યથાન્યાય પ્રવર્તવું જોઈએ અને તે માર્ગ સંક્ષેપથી આ પ્રમાણે છે. (૧) સૂક્ષ્મ એવી પરપીડાનું વર્જન કરવું, (૨) પરોપકારમાં સદા રક્ત રહેવું. (૩) ગુરુજન, દેવતા, વિપ્રો, તપોધન મહાત્માઓને યથાયોગ્ય પૂજવા (૪) પોતાના કર્મોથી હણાયેલા પાપી જીવો પ્રત્યે અત્યંત અનુકંપા કરવી પણ દ્વેષ મત્સર ન કરવો. આ પ્રમાણે જે ગુણગણને પ્રાપ્ત કરી, સર્વ કુતર્ક છોડી ચોથી દૃષ્ટિ પામ્યો છે તે હવે અમૃતઘનવૃષ્ટિ સમી પાંચમી સ્થિરા દૃષ્ટિ પામશે. પાંચમી સ્થિરા દૃષ્ટિ - પૂર્વમાં વિસ્તારપૂર્વક ચોથી દૃષ્ટિ કહી. હવે પાંચમી સ્થિરા દૃષ્ટિને કહેવાને માટે શરૂઆત કરે છે. स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं, सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४ ॥ નિરતિચાર એવી સ્થિરાદૃષ્ટિમાં દર્શન અર્થાત્ બોધ નિત્ય અર્થાત્ અપ્રતિપાતી હોય છે. પહેલી ચાર દૃષ્ટિમાં બોધ પ્રતિપાતી અર્થાત્ પતનશીલ સ્વભાવવાળો હતો જ્યારે પાંચમી દૃષ્ટિમાં બોધ નાશ પામવાના સ્વભાવવાળો નથી અર્થાત્ નિરતિચાર પાંચમી દૃષ્ટિ વિધમાન હોતે છતે બોધ કદી હીયમાન થતો નથી પણ સદા અવસ્થિત રહે છે. બત્રીસી ૨૪-૧ માં ઉપાધ્યાયજી મહારાજ કહે છે અત્યંત ક્ષીણ થઈ ગયેલ નયન પડલના ઉપદ્રવવાળા જીવને તતુોષાત્ - બીજા બાહ્ય નિમિત્તથી (અંધારું આવી જવું, પડદો આવી જવો, ધૂળ વિ.ને કારણે) થતા ઉપદ્રવના કારણે સારી આંખ હોતે છતે પણ જેમ બોધ ન થાય તેની સમાન સાતિચાર સ્થિરાદ્રષ્ટિમાં બોધ અનિત્ય પણ હોય છે. અર્થાત્ સાતિયાર સ્થિરાદૃષ્ટિમાં તેવા પ્રકારના અતિચાર લાગવાને કારણે બોધ ઝાંખો થાય છે પરંતુ બોધ ઘટતો નથી. બોધ તેટલો રહેવા છતાં અતિચાર લાગતા વિવેક ઝાંખો પડે છે કારણ કે રત્નની પ્રભામાં પણ ધૂલ્યાદિનો ઉપદ્રવ તો સંભવિત છે જ, અને તેને કારણે રત્નની પ્રભા ઝાંખી થાય છે. વળી આ દૃષ્ટિનો બોધ પ્રત્યાહારવાળો હોય છ. યોગનું જે પાંચમું અંગ પ્રત્યાહાર તે આ દૃષ્ટિમાં હોય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોના ત્યાગપૂર્વક પોતાના 2010_05 Page #328 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૨૯૯ સ્વરૂપમાં અવસ્થાન તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે અર્થાત કહેવાનું તાત્પર્ય એ છે કે આ દૃષ્ટિનો બોધ વિષયોની અભિમુખતા તરફ નથી પણ આત્મિકગુણો તરફ હોય છે બત્રીસી ૨૪-૨ માં ઉપાધ્યાયજી મહારાજ કહે છે - આ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું રુપાદિ ગ્રહણની અભિમુખતાના ત્યાગપૂર્વક સ્વરૂપમાત્રમાં અવસ્થાન હોતે છતે ચિત્તનો જે નિરોધ તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે અને પ્રત્યાહારવાળું દર્શન અર્થાત બોધ સ્થિરાદ્રષ્ટિમાં હોય છે. તથા વંદનાદિ કાર્યો અખેદાદિ ક્રમને આશ્રયિને આ દ્રષ્ટિમાં અભ્રાન્ત હોય છે અને આથી જ કરીને અતિચારપણું ન હોવાના કારણે વંદનાદિ કાર્યો અનયમ્ અર્થાત નિષ્પાપ હોય છે. અહિયા વંદનાદિ કાર્યો માનસિક લેવાના છે કારણ કે સમ્યગદૃષ્ટિ જિનનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ ઓળખીને વંદન કરે છે માટે વંદન અબ્રાન્ત હોય છે અને અધ્યાત્ત હોવાના કારણે, કોઈ પણ દોષ ન લાગતો હોવાના કારણે તે પાપરહિત છે. વાચિક અને કાયિક વંદનાદિ કાર્યો તો વિધિ આદિનો બોધ ન હોય કે પ્રમાદાદિ હોય તો સમ્યગદૃષ્ટિને યથાર્થ ન પણ હોય. વળી વંદનાદિ કાર્યો સૂક્ષ્મબોધથી સહિત હોય છે કારણ કે ગ્રંથિભેદથી વેધસંવેધપદની પ્રાપ્તિ થતી હોવાથી ત્યાં સૂક્ષ્મબોધ હોય છે. સમ્યકત્વ ટકાવવા માટે જાગૃતિની આવશ્યકતા સમ્યક્ત્વ પામ્યા પછી એને ટકાવી રાખવું હોય તો અત્યંત સાવધ રહેવું પડે. પ્રવૃત્તિ સંસારની કરવી અને ડાઘ ન લાગવા દેવો તે અત્યંત કઠિન છે કારણ કે અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષયોપશમ થવા છતાં પણ બાર કષાય હજુ ઊભા છે. સમ્યત્વ મોહનીયનો એક સ્થાનિક અને દ્વિસ્થાનિક જઘન્ય રસ ઉદ્યમાં આવે ત્યાં સુધી જ સમ્યકત્વ ટકે છે. જીવ સાવધ ન રહે અને રસ જો વધી જાય તો. નીચે પણ ઉતરવું પડે. કારણ કે ગમે તેમ તો ય જાત તો મિથ્યાત્વની જ છે. માત્ર રસની હાનિ થઈ છે એટલું જ. એટલે તેના ઉદય કાળ વખતે સતત સાવધ રહેવું પડે. માટે જ સમકિતમોહનીયને પણ પરિહરવાનું કહ્યું છે. આ જીવ સાવધ ન રહે તો અતિચાર લાગે અને વધુ પ્રમાદી બને તો પાંચમી દૃષ્ટિમાંથી ક્રમસર ચોથી, ત્રીજી, બીજી અને પહેલી દ્રષ્ટિમાં પણ ચાલ્યો જાય, યાવત પ્રમાદ વધતા ગાઢ મિથ્યાત્વે પણ જાય. માટે ક્ષીણમોહ - વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્યાંય ગાફ્ટ રહેવા જેવું નથી, ચોદપૂર્વીઓ પણ અનંતા નિગોદમાં ગયા અને આરુઢઉપશમશ્રેણી, અનંતા શ્રુતકેવલીઓ કે જેઓ વીતરાગતાનો સ્વાદ ચાખી આવ્યા તે પણ નિગોદમાં ગયા છે. જિનનામકર્મ નિકાચિત કરીને શ્રેણિકની જેમ પૂર્વમાં આયુષ્યનો બંધ કરી ચૂકેલા અનેક તીર્થકરના આત્માઓ પણ આજે પહેલી, બીજી, ત્રીજી નરકમાં છે. 2010_05 Page #329 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 (મહાવિદેહમાં પરંપરા ચાલુ હોવાથી એક પલ્યોપમમાં મહાવિદેહમાં અસંખ્ય તીર્થંકરો થાય. નરકમાંથી આવેલ તીર્થંકરનું અંતર પલ્યોપમનો અસંખ્ય ભાગ છે. પહેસી, બીજી, ત્રીજી નરકમાં જીનનામ કર્મનો બંધ કરનાર અસંખ્ય જીવો છે એમ મહાબંધ મૂળમાં (જે કર્મપ્રકૃતિ પ્રામૃતનો એક વિભાગ છે તેમાં) ઉલ્લેખ છે.) ક્ષયોપશમ સમકિત પામીને જિનનામ કર્મ નિકાચિત કરનારને નરકમાં જતી વખતે છેલ્લા અંતર્મુહુતૅ સમ્યકત્વ વી નાંખવું પડે છે અને મિથ્યાત્વે આવવું પડે છે અને નરકમાં ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્ત સુધી પહેલા ગુણસ્થાનકની મિથ્યાત્વ અવસ્થા ત્યાં રહે છે. ત્યાર પછી જીવ પાછો તરત જ ત્યાં સમકિત પામી જાય છે જ્યારે ક્ષાયિક સમક્તિવાળાને નરકમાં જવાનો વખત આવે ત્યારે ગુણસ્થાનક ચોથું જ રહેતું હોવા છતાં લેશ્યા છેલ્લા અંતર્મુહુર્તમાં બદલાઈ જાય છે, બગડી જાય છે. રૌદ્રધ્યાન પણ આવી શકે છે. કૃષ્ણને મરણાંતે અશુભ લેશ્યા ૩૦૦ જાણીને તેનાથી કૃષ્ણનું મૃત્યુ મારાથી છે એમ નેમનાથ પ્રભુ પાસેથી બચવા જરાકુમાર બાર વર્ષ સુધી જંગલમાં રહ્યો. આ બાજુ દ્વૈપાયને દ્વારિકાનો નાશ કરવાનું નિયાણું કર્યું. મરીને તે દેવ થયો. દેવ થઈને પછીથી જ્યારે દ્વારિકાના લોકોનું પુણ્ય ખૂટ્યું ત્યારે આખી દ્વારિકાને બાળી. છપ્પન ક્રોડ યાદવો બળી રહ્યા છે. ત્રણ ખંડનો માલિક કૃષ્ણ અને બળદેવ પોતાના માતાપિતાને લઈને રથમાં બેસાડી દરવાજા સુધી આવે છે. ત્યાં જ દેવ થયેલો દ્વૈપાયન આવીને કહે છે, મેં તમને બેને છોડવાનું વચન આપ્યું છે તેથી તમને બેને છોડીશ બાકી કોઈને નહીં. ત્યારે ત્રણ ખંડના માલિક કૃષ્ણનું પણ પુણ્ય ખૂટ્યું. પોતાના માતાપિતાને બચાવી શક્યા નહિ. તે વખતે માતા પિતા પણ કહે છે કે તમે હવે જાવ. જ્ઞાનીએ જોયું છે તે મિથ્યા થવાનું નથી એમ કહી બંનેએ નેમનાથ ભગવાનનું શરણું લીધું. કૃષ્ણ અને બળદેવ રડતી આંખે પોતાના માતાપિતાને છોડીને જંગલની તરફ ચાલ્યા. ત્યાં કૃષ્ણને તૃષા લાગી. બળદેવ પાણી લેવા માટે જાય છે. કૃષ્ણ બેઠા છે અને જરાકુમારે હરણિયું જાણી દૂરથી બાણ માર્યું. કૃષ્ણ કહે છે કોણ છે આ બાણ મારનાર? જરાકુમાર બો ખુલાસો કરે છે ત્યારે કૃષ્ણ કહે છે તું અહિંયાથી જલ્દીથી ચાલ્યો જા. બળદેવ આવશે તો તને જીવવા નહિ દે. જરાકુમાર તીવ્ર પશ્ચાત્તાપ કરે છે. કૃષ્ણનો મૃત્યુ સમય નજીક આવે છે. લેશ્યા શુદ્ધ છે તેથી પ્રભુની પાસે સંયમ ગ્રહણ કરનાર શાંબ, પ્રધુમ્ન, રૂક્મિણી વગેરેની અનુમોદના કરે છે. ત્યાં જ હવે નરકમાં જવાનો સમય નજીક આવ્યો અને લેશ્યા બગડી. પેલો દુષ્ટ દ્વૈપાયન! હરામી! દ્વારિકાનો નાશ કર્યો. આ લેશ્યામાં જ આયુષ્ય પૂરું થઈ ગયું અને નરકની વાટે સિધાવ્યા. ક્ષાયિક સમકિત હતું માટે તે ઊભું રહ્યું પણ અશુભ લેશ્યા ક્ષણભર પૂરતી એવી છવાઈ ગઈ કે તેણે નરક અપાવી. - 2010_05 Page #330 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૦૧ અશુભલેશ્યા એટલે અધ્યવસાયની કાળાશ, અધ્યવસાયની મલિનતા અને શુભલેશ્યા એટલે અધ્યવસાયની ઉજવળતા, અધ્યવસાયની વિશાળતા. સમ્યકત્વ એક એવી ચીજ છે કે જે આપણે ટકાવીએ તો જ ટકે. હીરાનો વહેપારી દુકાન ખુલ્લી મૂકીને સૂઈ જાય તો લૂંટાઈ જાય તેમ પ્રાપ્ત થયેલા સમકિતને તમે ન સાચવો તો ચાલ્યું જાય. ભાતિ દોષનો નાશ અહિંયા ભ્રાન્તિ નામનો દોષ ટળી ગયેલો હોય છે એટલે આત્માનું સ્વરૂપના વિષયમાં અભ્રાન્ત દર્શન હોય છે. સૂક્ષ્મબોધના કારણે કષાય પરિણામ અને ઉપશમભાવ બેનું યથાર્થ વર્ગીકરણ થાય છે અને તેથી આ દ્રષ્ટિનો બોધ જ એવો સૂક્ષ્મ, તીક્ષ્ણ અને વેધક છે કે જેથી જેવો કષાય પરિણામ થાય તેની સાથે જ તે હેયરૂપે જ વેદાય. આ છે બોધની સૂક્ષ્મતા! બોધ સૂક્ષ્મ થવાના કારણે આત્મઘર - સ્વરૂપ એવું ઓળખાઈ ગયું છે, તેમાં એવી રૂચિ પેદા થઈ છે કે જેથી સામાન્ય કષાયનો પરિણામ પણ આત્માને ગમે જ નહિ. પોતાના ક્ષમાદિગુણો ,વૈરાગ્ય, ઉપશમભાવ એ જ પોતાનું ઘર લાગે, એમાં જ આત્મા ઠરે, અહિંયા કષાયના પરિણામ નથી થતાં એવું નથી. થાય તો છે જ પણ તે નિર્બળ થઈ ગયા છે કારણ કે જીવ તેના પક્ષમાં નથી. જીવ ગુણોનો પક્ષપાતી બન્યો છે. જીવવીર્ય ગુણો તરફ, વૈરાગ્ય તરફ ઢળી રહ્યું છે તેથી કષાયો નિર્બળ બની ગયા છે. પહેલાં જે પરપરિણામની યથાર્થ ઓળખ ન હતી અને પરપરિણામ અત્યંતપણે સારા લાગી જતા હતા તે સ્થિતિ હવે નથી. અહિંયા પ્રામાણિકપણે સ્વ-પરની ઓળખ છે. જીવ પોતે જાગ્રત હોતે છતે પોતાના બોધને વિષયોને અભિમુખ થવા દેતો નથી. ચિત્તને વિષયોમાંથી પાછું ખેંચીને સ્વરૂપની સાથે જ જોડે છે. જે ઇન્દ્રિયો પહેલા સ્વચ્છંદી બનીને યથેચ્છપણે વિષયોમાં ભટકતી હતી તે હવે કાબુમાં આવી ગઈ. અંદરમાં રાગાદિનું તોફાન હોય તો જ ઇન્દ્રિયો ઉશૃંખલ બને. ઉપયોગમાંથી રાગાદિનું બળ ઘટતાં મન શાંત થઈ ગયું. ઇન્દ્રિયો સંયમી બની ગઈ. આ દૃષ્ટિમાં અપ્રતિપાતી બોધ પ્રત્યાહારવાળો હોય છે એટલે ઇન્દ્રિયો રુપાદિ વિષયને ગ્રહણ કરે છે પણ ઉપયોગ વિકારી બનીને ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરતો નથી. આપણે ગાઢ અંધકારમાં બેઠા હોઈએ ત્યારે કોઈ ઇન્દ્રિયો વિષય સાથે જોડાતી નથી છતાં આપણું મન જો વિષયોમાં રમતું હોય તો ત્યાં પ્રત્યાહાર નથી. મન ઇન્દ્રિયો સાથે અને ઇન્દ્રિયો વિષય સાથે જોડાય ત્યારે તે તે વિષયનો બોધ થાય છે પણ તે વખતે મતિજ્ઞાનના ક્ષચોપશમવાનું મન જો વિકારી બન્યું 2010_05 Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તો તે મન વિષય સાથે છવાઈને રાગાદિને મનમાં લઈ આવે એટલે અધ્યવસાય રાગાદિવાળો થયો અને આ અધ્યવસાય તે જ સમયે અનંતી કામણવર્ગણાને પોતાના રાગાદિ ભાવથી પોતાના તરફ ખેંચીને કામણવર્ગણામાં અનંતગુણા રસાંશોની વૃદ્ધિ કરીને કર્મ રૂપે પરિણાવે છે. સંસાર જીવને કર્મ બાંધવાનું મોટામાં મોટું કારખાનું છે. વિષય ન હોવા. છતાં મનમાં અંદર અંદર કલ્પના કરીને આત્મા કર્મબંધ કરે છે. પોતાની અજાગ્રતતા અને કર્મનો ઉદય એનાથી કર્મબંધ થાય છે. મન બીજા ઉપયોગમાં હોય તો તે વિષયને આશ્રચિને કર્મબંધ થતો નથી. ચક્ષુ પુસ્તકને જુએ ત્યારે ઉપયોગ પુસ્તકાકાર બને તે વખતે તેના રૂપ, રંગને જોઈને જેવા જેવા સારા નરસા ભાવો કરે તેવો તેવો કર્મબંધ થાય છે. કેવળીને એક જ સમયમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે જ્યારે છર્મસ્થનું જ્ઞાન અવરાયેલું છે તેથી તેને વસ્તુનો બોધ કરવા જ્ઞાનને વિષયાકારે પરિણાવવું પડે છે. તે વખતે જે સારા ખોટાનો વિચાર એ મોહનીયનો વિષય છે. સમ્યગદૃષ્ટિને ખાવા-પીવા-પહેરવા-ઓઢવાનો બધો વ્યવહાર કરવો પડે પણ તે વખતે ઉપયોગમાં જાગૃતિ વર્તે છે માટે ઉપયોગ વિકારી બનતો નથી અને તેથી આત્માને ક્લિષ્ટ કર્મનો બંધ થતો નથી. "આ દેહ તે હું અને તેના સંબંધી ધન કુટુંબ, સ્વજનાદિ મારા” આ ભ્રાંતિ ટળી ગઈ તેથી પહેલાં ઉપયોગ જે દેહમય, ઇન્દ્રિયમય, સ્વજનમય, ધનમય બનતો હતો તે હવે ક્ષમાદિ ગુણોમય બની ગયો. વસ્તુ જેવી હતી તેવી દેખાઈ ગઈ. હું કોણ ? સચ્ચિદાનંદમય આત્મા. જગતની ચીજોમાં સારા (મારા) પણાની બુદ્ધિ ટળી ગઈ. વિકલ્પો લગભગ શાંત થઈ ગયા. બોધ અભ્રાંત બની ગયો એટલે વંદનાદિ કાર્યો, અનઘ એટલે પાપ વિનાના થાય છે. જ્યારે આત્મસ્વરૂપ ઓળખી લીધું છે ત્યારે વંદન કરતા જેનું સ્વરૂપ મેં જાણ્યું છે તે જ આ છે. એનું ખેંચાણ એવું હોય કે એ ખેંચાણમાં વિષયો એને ખેંચી શક્તા નથી. સંસારમાં દેહ માટે, મન માટે, ઇન્દ્રિય માટે, સ્વજન માટે, ધન માટે પુગલ દ્રવ્યના બનેલા સાધનોમાં જે શ્રદ્ધા - વિશ્વાસ લક્ષ્ય અને રૂચિ રાખીએ છીએ. અને તે માટે તેને અર્પણ થઈ તેની પ્રાપ્તિ માટે મક્કમ નિર્ણય કરી મરી ફીટવા તૈયાર થઈએ છીએ, તેમાં તન્મય બની જઈએ છીએ. પદાર્થ સાથે તુંહી તુંહીના ભાવો કરીએ છીએ એ સઘળો દર્શનમોહ અને ચારિત્રમોહનો ઉદય છે. જ્યારે પરમાત્મતત્ત્વ પર દૃઢ વિશ્વાસ, તન્મયતા કેળવીએ તો પરમાત્મતત્ત્વ જીવને સ્વયે મળવા આવે છે. 2010_05 Page #332 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ ૩૦૩ વિષયવિરક્તતા એ જ સમકિતા નવ નોકષાયો ઇન્દ્રિયો સાથેની રમણતારૂપ છે. જો વિષય જ ન હોય તો કષાય થાય નહિ. વિષયાસક્તિ એ કપાયોત્પત્તિનું બીજ છે. પાંચે ઇન્દ્રિયોના વિષયભાવમાંથી વિરક્ત થવું તે સમક્તિ છે.વ્યવહારિક દ્રશ્ય પદાર્થો ઘટપટાદિ - જેવા છે તેવા જોવા તે સમકિતનું ક્ષેત્ર નથી. પરંતુ જીવ - અજીવ, નિત્યાનિત્ય, ભેદભેદ, રૂપી - અરૂપી, વૈત-અદ્વૈત, ઉપચરિત- અનુપચરિત આદિ વિષયોનો હેયોપાદેય પૂર્વક વિવેક કરવો અને આત્મા જેવો છે તેવો જોવો તે સમકિતા છે. આ મોક્ષની સાચી સાધના છે. દૃષ્ટિમાંથી રાગ દ્વેષ ઓછા થઈ જાય તેનું નામ દર્શનમોહનીયનો ક્ષયોપશમ. જ્યારે સંયમ અને તપ વડે વર્તન સુધરે તે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. અહિંયા વેધસંવેધપદની પ્રાપ્તિ હોય છે, જે પદાર્થ જે રીતે વેદવા યોગ્ય છે તે રીતે જ વેદાય છે અને તેથી સ્ત્રી આદિ પદાર્થ કે જે અપાય રૂપ છે તે નરકાદિના કારણ રૂપે જ વેદાય છે. સ્ત્રી આદિ પદાર્થ ભવહેતું છે માટે હેય છે, ત્યાજ્ય છે એવી ટૂટ શ્રદ્ધા અહિંયા ઉત્પન્ન થાય છે તથા જ્ઞાયકસ્વભાવી આત્મા એ જ એક માત્ર ઉપાદેય છે એવો નિશ્ચય અહિંયા પ્રગટે છે. શુદ્ધાત્માની જે અનુભૂતિ તેજ સ્વસમયનો વિલાસ છે જ્યારે પુગલ ફર્મ પ્રદેશમાં રહેવા રૂપ જે પરભાવની છાયા પડે છે તે પરસમય નિવાસ છે. વંદનાદિ ક્રિયાઓ અભાત પહેલી ચાર દૃષ્ટિના વારંવારના અભ્યાસથી તેમાં સ્થિરતા થતાં જીવને પાંચમી સ્થિરાદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્ય અને અભ્યાસના સંસ્કારો દૃઢ થતાં વિષયોની સામે ટકી રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે અને પછી વૈરાગ્યની તીવ્રતા થતાં ઉપયોગ વિષયોમાંથી નિવૃત્ત થઈને જ્યારે આત્મામાં જ વધુને વધુ સ્થિર થાય છે ત્યારે જીવનની કોઈ ધન્ય પળે આત્મા ગ્રંથિભેદ કરી આ સ્થિરા દષ્ટિ પામે છે. આ દ્રષ્ટિમાં બોધ સ્થિર અર્થાત નિત્ય હોય છે. આત્મસ્વરૂપમાં ઠરેલો હોય છે. આત્મ સ્વરૂપમાં ઠરવાને કારણે વંદનાદિ ક્રિયાઓ બધી જ આદર, બહુમાન અને ઉપયોગની સ્થિરતાપૂર્વક થાય છે. વંદનાદિ ક્રિયાઓ નિષ્પાપ ન થવામાં ચિત્તની સંક્લેશ પરિણતિ કારણ હતી. અત્યાર સુધી ગ્રંથિ ભેદાઇ ન હતી તેથી ઉપયોગમાં જ્ઞાન અને રાગ અભેદ પણે વર્તતા હતા. તેથી જ્ઞાન બધું સંક્લેશવાળું હતું અને સંક્લેશ યુક્ત ચિત્તથી કરાતી વંદનાદિ ક્રિયાઓમાં આદર, બહુમાન, પ્રીતિ, ભક્તિ ક્યાંથી ભળે ? અને એ ન ભળે તો વંદનાદિ ક્રિયાઓ યથાર્થ કેવી રીતે થાય ? ગ્રંથિભેદ થતાં તો અનાદિની વિભાવદશા, અજ્ઞાનદશા, મમત્વદશા ટળી ગઈ. હવે જગતનું કાંઈ જોઈએ છે 2010_05 Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એ વૃત્તિ ન રહી કારણકે એ બધું તો હવે આત્માથી ભિન્ન દેખાય છે કાંઈક જોઈએ છે. કાંઈક મેળવવું છે એ વૃત્તિ જ તો સઘળા પાપનું મૂળ છે અને એ જો ટળી ગઈ તો પછી વંદનાદિ ક્રિયાઓ સમ્યગ જ થાય. પોતે જેવો ગુણ વૈભવ. જોઈ લીધો છે અને અનુભવ્યો છે તેવો ગુણ વૈભવ જીવમાત્રમાં છે એવી પ્રતીતિ થતાં જીવ પ્રત્યે સહેજે મેયાદિ ભાવો વધવા માંડે છે એટલે જીવો હવે તેની પ્રીતિનું પાત્ર બને છે પરંતુ દ્વેષનું પાત્ર બનતા નથી અને પોતાના દ્વારા અનુભવાયેલો ગુણ વૈભવ પુગલમાં નથી એવો પણ દૃઢ વિશ્વાસ અનુભવના બળે થાય છે. માટે હવે પુદ્ગલ તરફ આકર્ષણ વિશેષ ન થાય પરંતુ પીગલિક ભાવો તરફ વૈરાગ્ય, ઉદાસીનતા બન્યા રહે તે પણ સહજ છે. આમ જીવો પ્રત્યે મૈત્રી અને પુદ્ગલ પ્રત્યેના વૈરાગ્યને કારણે આ દૃષ્ટિનો બોધ આત્મસ્વરૂપમાં વિશ્રાજી થયેલો હોય છે અને તેથી ઈન્દ્રિયોના વિષયોના ત્યાગ પૂર્વક સ્વરૂપમાં રહેવારૂપ પ્રત્યાહાર પણ બરાબર જળવાઈ રહે છે. મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિની ભેદરેખા મિથ્યાદૃષ્ટિ જીવોના આકર્ષણનું કેન્દ્ર છે ભૌતિક સુખની સામગ્રી અને પોતાના સુખમાં ઉપકારક બનતા જીવો. જ્યારે સમ્યગદૃષ્ટિ જીવના આકર્ષણનું કેન્દ્ર છે આત્માનો ગુણ વૈભવ અને જીવો પ્રત્યેનો પરોપકાર. આમ બંનેની દ્રષ્ટિ અને દિશા ભિન્ન ભિન્ન છે. એફનું સ્વકેન્દ્રિત જીવન છે. બીજાનું પરાર્થ કેન્દ્રિત જીવન છે. એક ગુણોનો પિપાસુ છે. બીજા વિષયોનો. એના કારણે એક સંકલેશને અનુભવે છે બીજો આનંદને, એક કર્મબંધ કરે છે બીજ નિર્જરા. એક આપાત સુખમાં રમણતા કરે છે બીજો આત્મિક સુખમાં. એકની બુદ્ધિ સ્થૂલ છે બીજાની સૂક્ષ્મ છે. એક સંસાર તરફ જઈ રહ્યો છે બીજો મોક્ષ તરફ. એક અનંત દુ:ખને આમંત્રણ આપી રહ્યો છે જ્યારે બીજો આત્માના અનંત આનંદને આવકારી રહ્યો છે. એકની પાસે બુદ્ધિ છે બીજાની પાસે પ્રજ્ઞા છે. બુદ્ધિથી દુ:ખ, દુર્ભાગ્ય અને દુર્ગતિ મળે છે જ્યારે પ્રજ્ઞાથી સુખ, સૌભાગ્ય અને સદ્ગતિ મળે છે. એકની વંદનાદિ ક્રિયાઓ નિષ્પાપ હોય છે અલના વગરની હોય છે. જ્યારે બીજાની સંકલેશવાળી હોય છે. એકમાં હેતુ, સ્વરૂપ અને ફળના ભેદથી પદાર્થનો યથાર્થ નિર્ણય કરવારૂપ સૂક્ષ્મબોધ હોય છે. બીજામાં નહિ. સાધકને બે ધારા - એક મોક્ષની, એક બંધની. રાગભાવ બંધનું કારણ છે અને અરાગભાવ મોક્ષનું કારણ છે. પાંચમી દૃષ્ટિથી સાધકને આવી બંને ધારા સાથે ચાલે છે. ચોથે ગુણસ્થાનકે જે રાગ 2010_05 Page #334 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૦૫ છે તે સમ્યગદર્શનની શુદ્ધિને હણી શકતો નથી. જો તે રાગ પ્રગટેલી શુદ્ધતાને નુકસાન કરતો હોય તો કોઈને સાધકપણું ઘટી શકે જ નહિ. છટ્ટ ગુણસ્થાનકે જે સંજ્વલનનો રાગ છે તે ત્યાંની શુદ્ધિને હણી શકતો નથી. આમ બંને ' ધારા એક સાથે ચાલે છે પણ બંને ધારા એક થઈ જતી નથી. તેમજ સાધકને વીતરાગતા આવ્યા પહેલા બંનેમાંથી એકેય ધારા સર્વથા છૂટી જતી નથી. જો શુદ્ધતાની ધારા તૂટે તો સાધકપણું છૂટીને અજ્ઞાની થઈ જાય અને રાગની ધારા છૂટી જાય તો તરત વીતરાગ થઈને કેવળજ્ઞાન થઈ જાય. આ રીતે સાધકને નિરંતર નિશ્ચયનું - સ્વરૂપનું પરિણમન વર્તી રહ્યું છે. ચોથા ગુણસ્થાનકથી શરૂ કરીને દરેક ગુણસ્થાને તે તે ભૂમિકાને યોગ્ય શુદ્ધતાની ધારા નિરંતર વર્તે છે. વસ્તુમાં બે સ્વભાવ - દ્રવ્ય અને પર્યાય એક દ્રવ્ય સ્વભાવ અને બીજી પયય સ્વભાવ. એ બંને સ્વભાવને જાણતાં આખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય છે. એકલા પર્યાય સ્વભાવને જ આખી વસ્તુ માની લે તો તે પર્યાયમૂઢ છે અને વસ્તુના પર્યાય સ્વભાવને જાણે જ નહિ તો તે પણ મૂઢ છે. આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવવાળો છે તેના સ્વભાવમાં રાગ-દ્વેષ નથી, એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ કથન છે. તે વખતે પર્યાય સ્વભાવ ગૌણ છે. અને દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરીને જોતાં આત્મામાં અશુદ્ધતા છે જ નહિ ને તેમાંથી અશુદ્ધતા આવતી નથી. પરંતુ પર્યાય સ્વભાવથી જોતાં પર્યાયમાં જે અશુદ્ધતા છે તે આત્માની જ છે. કારણકે આત્મા જ અશુદ્ધ પર્યાયપણે પરિણમ્યો છે. હવે જે શુદ્ધપર્યાય. થયો તે પણ પર્યાય સ્વભાવ જ છે તે કાળે આત્મા જ પોતાના પર્યાય સ્વભાવથી સમ્યક્ત્વાદિ રૂપે થયો છે. આમ આત્મા જ્યારે વિષયોને અનુસરે છે ત્યારે પોતે જ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમે છે અને જ્યારે પોતાના શુદ્ધ દ્રવ્ય, ગુણને અનુસરતો થકો આત્મા પોતે જ શુદ્ધરૂપે પરિણમે છે. અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની ખબર નથી, દ્ધા નથી તેથી તેનું અવલંબન લેતો નથી અને તેથી સતત અશુદ્ધરૂપે પરિણમ્યા કરે છે, જ્યારે જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લઈ પોતાની પરિણતિને સુધારે છે. પરિણતિમાંથી રાગ-દ્વેષ કાઢે છે અને આમ શુદ્ધ થતા મોક્ષમાર્ગ ઉપર આગળ વધે છે. નિશ્ચયદ્રષ્ટિ આત્માના વિકાસ માટે આત્માના ત્રિકાળી શુદ્ધદ્રવ્યના અવલંબન ઉપર ખૂબ ભાર મૂકે છે અને તેના દ્વારા પર્યાયને વિશુદ્ધ બનાવવાનું 2010_05 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 કહે છે જ્યારે વ્યવહારદૃષ્ટિ ગુરુસમર્પણ, પંચાચારનું પાલન અને ભાવનાના ભાવન ઉપર ખૂબ ભાર મૂકે છે તેના દ્વારા શુભભાવની વૃદ્ધિ કરી આગળ વધવાનું કહે છે. સાધક બંનેમાંથી એકની પણ ઉપેક્ષા ન કરી શકે. बालधूली गृहक्रीडा तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥ આ સ્થિરા દૃષ્ટિમાં તમો,સ્થિવિમેવેન - રાગદ્વેષરૂપી નિબીડ ગ્રંથિનો ભેદ થવાથી સઘળી ભવચેષ્ટા પછી તે ચક્રવર્તી, ઇન્દ્ર કે દેવેન્દ્રની પણ હોય તો તે બાલકની ધૂળમાં ઘર બનાવવાની ક્રીડાતુલ્ય જણાય છે. કારણકે ઘર બનાવવાની તે ક્રિયા સ્વાભાવિક રીતે જ અસુંદર અને અસ્થિર હોય છે. અનેક લોકોના પગ નીચે કચડાવાથી મલિન બનેલી ધૂળને હાથમાં લેવી, તેનું ઘર બનાવવું - એ સહજ રીતે જ જીવને ન ગમે તેવું હોય છે. વળી એ ઘર બનાવવાની ક્રિયા થોડા ટાઇમમાં જ નાશ પામી જનારી છે. તેમ સંસારની સઘળી પ્રવૃત્તિઓ એ પણ પ્રકૃતિથી અસુંદર છે કારણકે અનંતા જીવોએ અનંતીવાર ભોગવીને છોડેલા પુદ્ગલોને જ ગ્રહણ કરવા રૂપ ભવચેષ્ટા હોય છે. તેમજ તે સઘળી ભવચેષ્ટા ક્ષણિક છે, કાયમ રહેનારી નથી. જેને એક કાલે સોનું સમજતા હતા પરંતુ ખબર પડી કે તે સોનું નથી, પિત્તળ છે, રોલગોલ્ડ છે તો તેમાંથી શ્રદ્ધા અને આનંદ નીકળી જાય છે પછી તેને છોડતા વાર લાગતી નથી. - જે સ્ત્રી પહેલા તેના રૂપ, લાવણ્ય, કાંતિ અને કટાક્ષો વડે મનોહર લાગતી હતી તે જ હવે મળ, મુત્ર અને વિષ્ટાનો પિંડ દેખાય છે. તો તેની સાથેના ભોગો હવે વિષ્ટાને ચૂંથવા જેવા અસાર દેખાય છે. જે ધન અને જમીનનો ટૂકડો પોતાનું સર્વસ્વ દેખાતા હતા અને જેને ખાતર ભયંકર યુદ્ધો કર્યા હતા તે ધન અને જમીન એને માટી દેખાય છે. આ સંસારની વિચિત્રતા તો જુઓ કે અસંખ્ય દેવોનો માલિક ઇન્દ્ર પણ ઇન્દ્રાણી રીસાઈ જાય તો તેને મનાવવા કાકલુદી કરે છે! સંસારમાં જીવ ગમે તેટલી મજૂરી કરીને કે કાળા પાપો કરીને ધન, સંપત્તિ, વૈભવ વગેરે ભેગું કરે પણ કર્મસત્તા એક જ ઝાટકે તેને છોડાવી દે છે. સ્ત્રી એ સ્ત્રી નથી પણ કામદેવનું અમોઘ શસ્ત્ર છે. તેનાથી હણાયેલ જીવ પોતે કાંઈ પણ કરવા સમર્થ થતો નથી. બંધુ - પરિવાર એ મોહનું બંધન છે એનાથી બંધાયેલ જીવ છૂટી શકતો નથી. વિષયસુખ કિંપાકના ફ્ળની જેમ પ્રાણ લેનાર થાય છે. જેમ પ્રશાંત એવા પણ મહાસાગરમાં પવન ફુંકાય તો ખળભળે 2010_05 Page #336 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૩૦૭. છે, મોજા ઉછળે છે, વહાણોને - નૌકાઓને ડૂબાડી દે છે. તેમ શાંત અને સ્થિર સમુદ્રરૂપી આત્મામાં વિષયોના વાયરા વીંઝાતા સબુદ્ધિરૂપી નૌકાને ઉથલાવી નાંખે છે અને જીવને ચારગતિમાં રખડતો કરી મૂકે છે. ઘી હોમવાથી જેમ અગ્નિની જ્વાળા શાંત થતી નથી પણ વૃદ્ધિ પામે છે તેમ ભોગો ને ભોગવવાથી કામવાસના વૃદ્ધિ પામે છે અને જીવને નરકાદિમાં જવું પડે છે. આમ રાગદ્વેષની ગ્રંથિ ભેદાવાથી જીવને સઘળો સંસાર બિહામણો અને ભયંકર દેખાય છે. તેનું મન સંસારના કોઈપણ પદાર્થમાં, કોઈપણ સ્થાનમાં કે કોઈપણ વ્યક્તિમાં ઠરતું નથી. ઈતર દર્શનમાં નચિકેતાની વાત આવે છે, તે ૮-૧૦ વર્ષનો બાળક છે. તે વિરાગી બનેલો છે. તેણે ઘોર તપની સાધના કરી અને ચમરાજાને પ્રસન્ન કર્યો. યમરાજા કહે છે નચિકેતા ! બોલ ! તું માંગે તે આપું. નચિકેતા એક જ વાત કહે છે કે મારે બીજું કશું જ જોઇતું નથી. માત્ર તું મને નરક બતાવ. તે નરકની વાત સાંભળતા યમરાજ પણ ધ્રુજી ઉઠે છે અને નચિકેતાને એક જ વાત કરે છે કે તું નરક સિવાય બીજુ કાંઈ પણ માંગ. નચિકેતા ના પાડે છે. બીજુ કાંઈ મારે ન જોઈએ. પછી યમરાજ એને પોતાના ખભા ઉપર બેસાડી નરકાવાસોમાં લઇ જાય છે. ત્યાંના દુઃખો જોતાં નચિકેતાનો વૈરાગ્ય વધી જાય છે. શાસ્ત્રમાં એક વાત આવે છે કે ભાભીને દિયર ઉપર અત્યંત રાગ છે તેથી પોતાને વશ કરવા ઘણા પ્રયત્ન, હાવભાવ, નખરા વગેરે કરે છે પણ દિયરને આનાથી વૈરાગ્ય થયો - દીક્ષા લીધી. ભાભીના ચાળા નિળ ગયા તેથી તરક્કી તરક્કીને મરી. આર્તધ્યાનમાં મરી, મરીને કૂતરી થઈ પણ સંસ્કાર જીવંત રહી ગયો. કૂતરીના ભાવમાં દિયરમુનિને જોતાં જ જોરથી ચોંટી પડી. માંડમાંડ બધા સાધુઓએ ભેગા થઈ તે મહાત્માને છોડાવ્યા. કૂતરી મરીને વાંદરી થઈ તો વાંદરીના ભાવમાં પણ મુનિને વળગી પડી. ત્યાંથી મરીને વ્યંતરી થઈ. આકાશમાં ભમે છે. મુનિને જોતાં જ ઉપયોગ મૂકયો અહો! આ મારા દિયર. ત્રણ ત્રણ ભવથી મારી ભાવના પુરી કરી નથી તેથી હવે કામ ક્રોધરૂપે પરિણમ્યો. કામનું વિકૃત સ્વરૂપ ક્રોધ છે. તે મુનિના બે પગ કાપી નાંખ્યા. દેવાય તેટલી ગાળો દે છે. મુનિ સમતારસમાં ઝીલે છે. પરંતુ સૂક્ષ્મની સાધના કદી નિળ જતી નથી. સમ્યગદૃષ્ટિ દેવે જોયું. તરત બંને પગ સાજ કર્યા. વ્યંતરીને ભગાડી અને જ્ઞાનથી બધું જોઈ મુનિને બધી વાત કરી. આ તમારી ભાભી કે જે મરીને કૂતરી - વાંદરી અને વ્યંતરી થઈ. એને સાંભળતા તમામ શિષ્યોને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો. --- - 2010_05 Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આમ સમ્યગદૃષ્ટિ આત્માને ગ્રંથિભેદ થવાથી સઘળી ભવચેષ્ટા ધૂળમાં ઘર બનાવતા અને ઘરઘર રમતા બાળક જેવી તુચ્છ, અસાર અને કૃત્રિમ લાગે છે પછી તે ભાવચેષ્ટા ઇન્દ્રની કે ચક્રવર્તીની પણ કેમ ન હોય? તમોગ્રંથિનો ભેદ થયો. અજ્ઞાનનો અંધકાર ચીરાઈ ગયો. અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થતું નથી તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં પણ વસ્તુનું યથાર્થ દર્શન થતું નથી. લાંબા વખતનું અંધારું પણ દીવો પેટાવતા તરત દૂર થાય છે તેમ અનાદિનો મોહાંધકાર પણ આ દૃષ્ટિનો પ્રકાશ થતાં દૂર થઈ જાય છે એટલે સમ્યગ વસુસ્વરૂપ જણાય છે જેના કારણે સઘળી ભવચેષ્ટા બાલધૂલીગ્રહ ક્રીડા સરખી ભાસે છે. છે દેહાદિથી ભિન્ન આતમાં રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાગ્યું સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... જે જ્ઞાને કરી જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત કહ્યું ભગવંતે દર્શન તેહનેરે, જેનું બીજું નામ સમક્તિ.... ગ્રંથિભેદના પરિણામે સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે. સમ્યગદર્શન એ આત્માનો ગુણ છે અને તે નિર્વિકલ્પ છે. આ ગુણ પ્રગટ્યો છે કે નહિ તે તો નિશ્ચયથી વિશિષ્ટ જ્ઞાની જાણી શકે અને વ્યવહારથી તેના લિંગ ઉપરથી છદ્મસ્થ અનુમાન કરી શકે. આ ગુણ દર્શનમોહના ઉદયથી મિથ્યારૂપે બન્યો. છે અર્થાત્ પુદ્ગલમાં સુખ શોધવાના અને માણવાના સ્વભાવવાળો બન્યો છે. પૂર્વજન્મની વાસનાઓના કારણે જીવ પોતાનું આત્મસ્વરૂપ ભૂલી જઈ પોતે દેહાદિ છે એવા ભ્રમમાં પડે છે. તે માટે "હું દેહાદિ નથી પણ આત્મા છું” એ પ્રકારે લાંબા કાળ સુધી સતત અનુસંધાન કરવા દ્વારા જ પેલી લાંબા વખતની વાસનાઓ ભૂંસી શકાય છે. દીર્ધકાળ સુધી આત્માની ઉપાસના કરવાથી જ વાસનાઓ રૂપી મન પર વિજ્ય મળે છે અને આત્માનુસંધાન દ્વારા મનોનાશ સધાય છે. ફોતરાથી ઢંકાયેલા ચોખા ડાંગર કહેવાય છે તેના જેવો જીવ છે તેમાંથી તેને ચોખા તુલ્ય શિવ થવાનું છે. ફર્મપાશમાં બંધાયેલો હોય ત્યાં સુધી જીવા છે અને અજ્ઞાન પાશ કપાઇ જતાં તે શિવ બને છે “હું' રૂપે જે મન છે અને હૃદયમાં અજ્ઞાનરૂપે રહેલું છે તેના નાશ માટે મનને સતત પરમાત્મા સાથે જોડી રાખવાથી મનની દિશા બદલાય છે. જેમ બ્રાહ્મણ નાટકમાં ગમે તે વેશ ભજવતો હોય છતાં તેના મનમાં હું બ્રાહ્મણ છું એવો ભાવ રહે છે. તેવી જ રીતે વ્યવહારમાં રોકાવા છતાં હું દેહાદિ નથી હું આત્મા છું એવો દટભાવ રાખવો જોઈએ. આ રીતે મન જેમ જેમ સ્વસ્થાનમાં સ્થિર થવા લાગશે તેમ તેમ સુખનો આવિર્ભાવ થશે ત્યારપછી 2010_05 Page #338 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૦૯ સુખદુ:ખની અસર થશે નહિ. સર્વ વસ્તુઓને તે સ્વપ્નવત્ અને આસક્તિ વિના જોશે. વિપરીત વિચારો ઊભા થાય કે તેને તરત જ સમ્યક્ પ્રણિધાનના બળે દૂર કરવા જોઈએ. સમ્યક્ પ્રણિધાનના અભાવે અસત્ વિકલ્પો બળવાન બનીને જીવને સાધના માર્ગની બહાર ફેંકી દે છે અને ભવોભવ ચારગતિમાં રૂલાવે છે. તેનાથી બચવા આત્મસ્વરૂપને સતત યાદ કરવાનું છે. આ રીતે પુરુષાર્થ કરતા જીવ તથાભવ્યત્વનો પરિપાક થયે છતે ગ્રંથિભેદ કરવા દ્વારા સમ્યક્ત્વ પામે છે. તથાભવ્યત્વના પરિપાકથી જીવ સમ્યકત્વ પામે છે તેની પ્રાપ્તિમાં પાંચ લબ્ધિ કારણભૂત છે. (૧) ક્ષાયોપશમિક લબ્ધિ કર્મના ક્ષયોપશમની પ્રાપ્તિ. થાય. (૨) વિશુદ્ધ લબ્ધિ આત્માની જે વિશુદ્ધતા ઉત્પન્ન થાય તે. (૩) દેશનાલબ્ધિ-સદ્ગુરુ આદિના ઉપદેશનો યોગ. (૪) પ્રાયોગિકી લબ્ધિ- જેથી કરીને કર્મની સ્થિતિ ઘટીને અંતઃકોટાકોટિ · · (૫) કરણલબ્ધિ- આત્માનું સામર્થ્ય વિશેષ કે જેનાથી કર્મોની સ્થિતિ અને રસની હાનિ થાય. 2010_05 मायामरीचिगन्धर्वनगरस्वप्नसन्निभान् । बाह्यान् पश्यति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ॥ १५६ ॥ આ દૃષ્ટિમાં રહેલા જીવો સમ્યક્ રીતે પરિણામ પામેલા શ્રુતજ્ઞાન વડે જગતના સઘળા બાહ્ય દેહ-ગૃહાદિ ભાવોને પરમાર્થથી મૃગતૃષ્ણિકા, ગંધર્વનગર તેમજ સ્વપ્ન સમાન જુએ છે. સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને મૃગતૃષ્ણિકા મૃગજળ સમાન જુએ છે. મરૂભૂમિમાં ભરઉનાળામાં રેતીના રણમાં સૂર્યના કિરણો પડતા દૂરથી હરણિયાઓને તેમાં પાણીનો ભાસ થાય છે અને તેથી પાણીની આશાએ તેને લેવા પૂરપાટ દોડે છે. જેમ દોડે છે તેમ તે દૂરને દૂર થતું જાય છે અને તેથી તે હરણિયું થાકીને લોથ બને છે. પ્રાણ કંઠે આવે છે અને મૃત્યુ પામે છે છતાં પાણીને તે મેળવી શકતું નથી. અથવા તો મધ્યાહે રણભૂમિમાં પસાર થતાં મુસાફરને દૂરદૂર ક્ષિતિજમાં પાણીનો આભાસ થાય છે એટલે તેને લેવા જતા તે પણ અંતે નિરાશ થાય છે. મૃગજળ જેમ હરણિયાને મોહ પમાડી અંતે વસ્તુની પ્રાપ્તિ ન થતી હોવાને કારણે દુઃખનું જ કારણ બને છે તેમ સંસારના બધા પદાર્થો પરમાર્થથી મિથ્યા છે. પોતાના આત્માથી ભિન્ન છે. ક્ષણ ભંગુર છે છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી, મિથ્યાલ્પનાથી જીવને તે પોતાના ભાસે છે એટલે હરણિયા જેવો મૂઢ અને - Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ગમાર જીવ તેને મેળવવા દોડે છે. જીવનભર પ્રયત્ન કરે છે પણ અંતે તે પદાર્થો તેને હાથતાળી આપીને રવાના થાય છે. સંસારના તે પદાર્થો તેને આદિ મધ્ય અને અંતમાં દુ:ખના જ કારણ બને છે કારણકે તેને માટે તે ચિંતાનો બોજો ઉપાડે છે અને બહારથી સખત મજૂરી કરે છે. એનાથી આર્તધ્યાન અને પાપના પોટલા બાંધે છે. આ જીવે અનાદિ સંસારમાં ભટકતા અનંતા દેહ ધારણ કર્યા, અનંતા માતા, પિતા, સ્વજનાદિ કર્યા. અનંતા ઘર કર્યા. તેમાં કયો દેહ, કયા માતા પિતા અને કયું ઘર આ જીવનું ગણવું ? કારણકે જેને મારું કહેશો તે બધા જ દુર્જન પુરુષની જેમ જીવનો ત્યાગ કરીને રવાના થાય છે. જીવનભર પાળેલો, પોષેલો અને પંપાળેલો આ દેહ પણ પોતાનો થતો નથી, પોતાના કહ્યા મુજબ ચાલતો નથી, વારંવાર વાંકો થાય છે. તેની જરૂરિયાતને તમે ગમે તેટલી સાચવો તો પણ અંતે પોતાની જાત પર જાય છે તો પછી આ જગતના બીજા કયા પદાર્થો છે કે જે પોતાના થઈ શકે? માટે આ દેહ, સ્વજનાદિ ભાવો બધા મૃગજળ જેવા જ છે. મનની દોડ પ્રમાણે આ જીવ દોડે જ જાય છે, દોડે જ જાય છે પરંતુ પોતાની નજીકમાં રહેલ આનંદ સ્વરૂપી આત્માને જોતો નથી. આ કેટલું મોટું આશ્ચર્ય છે? તેજ રીતે આ દેહ-ગૃહાદિભાવો ગંધર્વનગર જેવા છે. આકાશમાં કયારેક વાદળાઓની તેવા પ્રકારની રચના થતાં હરિશ્ચંદ્રના નગરો જેવો આકાર થાય છે અથવા તો ઇન્દ્રજાલિકો ઇન્દ્રજાળ રચવા દ્વારા જે ન હોય તેવું બતાવે છે, જે હોય તેને ગુમ કરી દે છે. વળી પાછા વાદળાઓ વિખરાઈ જતાં ગંધર્વનગરોની રચનાઓ ચાલી જાય છે. એટલે હકીકતમાં ગંધર્વનગર હોતા નથી પણ તેનો ભ્રમ થાય છે તેમ આ સંસાર પણ ઇન્દ્રજાળ અને ગંધર્વનગર જેવા પદાર્થોમાં જીવને પોતાપણાનો મિથ્યાભાસ ઉત્પન્ન કરે છે. વિધુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ ?... અથવા તો દેહ-સ્વજન-ગૃહાદિ પદાર્થો સ્વપ્ન સમાન લાગે છે. સ્વપ્નમાં ” માણસ ગમે તેવી શ્રેષ્ઠ વસ્તુઓ જુવે. પોતાને રાજા, મહારાજા, ઇન્દ્ર, ચક્રવર્તી બનેલો જુવે પણ તે ક્ષણિક અને કાલ્પનિક હોય છે. સ્વપ્ન પૂરું થતાં, આંખ ખૂલતા તે બધું મિથ્યા જણાય છે તેમ સમ્યગદૃષ્ટિ આત્મા પણ અનાદિ વિભાવ દશાને કારણે જે દેહ, ઇન્દ્રિય, સ્વજનાદિ પદાર્થોને પોતાના માનતો હતો તે હવે તેનો ભ્રમ તુટી જતા મિથ્યા સમજે છે. તેને લાગે છે કે હું તો શુદ્ધ, બુદ્ધ, 2010_05 Page #340 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૧૧ ચૈતન્યમય, જ્યોતિસ્વરૂપી, આનંદપૂર્ણ આત્મા છું. આ દેહાદિ તો મારાથી સર્વથા ભિન્ન છે. તે જડ છે અને હું ચેતન છું. ત્રણે કાળમા 'જડ તે જડ જ છે અને ચેતન તે ચેતન જ છે. એક ક્ષણ પણ ચેતનમાંથી ચૈતન્ય નીકળે કે જડમાંથી જડત્વ નીકળી જાય તો તે પછી જડ કે ચેતન ન કહેવાય. જેમ સાકરમાં મીઠાશ છે. ટકડીમાં તુરાશ છે. લીમડામાં કડવાશ છે. એ તેનો સ્વભાવ ત્રણે કાળ માટે અને પ્રત્યેક સમયે છે. અને તે રીતે જીવને અનુભવાય છે. તેમ દેહભિન્ન પોતાનું ચૈતન્ય સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જીવ અનુભવે છે તેથી તેને હવે જગતના કોઈ પદાર્થો પોતાના જણાતા નથી. સ્વાનુભૂતિના સમયે આત્મા અંતરના ઊંડાણમાં ઉતરી જાય છે. મુખ ઉપર પારાવાર શાંતિ હોય છે. અસીમ આનંદથી આખું ય વિશ્વ જાણે નાચી રહ્યું હોય, છલકાઈ રહ્યું હોય તેમ અનુભવાય છે. આનંદસાગરની લહેરોમાં જાત પણ ભૂલાઈ જાય છે. દેહના બંધનો તૂટે છે. વિશ્વની અનંત આનંદમય ચેતના સાથે એકરૂપ બને છે આનંદ જ જીવન બને છે. લોખંડ જેમ પારસમણિના સંગે સુવર્ણ બની જાય છે તેમ અનુભવ વ્યક્તિના જીવનને પલટી નાંખે છે. પરમાત્મદર્શન એ અંતરનું સહજ સમાધાન છે. એક આનંદનો અનુભવ છે જે આખાય જીવનને મંગલમય આનંદમય બનાવી દે છે. જેના વડે જીવન કલહના બધા તાળા ખુલી જાય છે. અસીમ આનંદના સાગરમાં પોતે એક બિંદુ હોય, તેની સાથે પોતે એકરૂપ બન્યો હોય, પોતાની જાતને ભૂલી ગયો હોય તેવું અનુભવાય છે. વિશ્વચેતના સાથેની એકરૂપતા એ સ્થિર બને, એ જ જીવનને દોરે એના દોરવાયા જ દોરવાઇએ એનું નામ ઇશ્વરમય જીવન. પછી તેને મરવાનું હોતું નથી. તો શું મરે છે ? દેહ મરે છે. આનંદ જ જેનું જીવન હોય તેને મરવાનું ક્યાંથી હોય? તે અમર થઈ જાય છે. આ અનુભવ વર્ષોની સાધના માંગે છે. સ્વામી રામદાસ લખે છે કે એક દિવસ રાતે હું ઊઠીને ચાલી નીકળ્યો. મારી ચારે બાજુએ ફેલાયેલું આખું ય વિશ્વ ઝળહળી ઉઠયું. હું તેની સાથે એકરૂપ બન્યો. તે દિવસથી આ બધી જ સૃષ્ટિની જુદાઇ રહી નથી. જગતના સર્વ જીવો, ઝાડ, પાન, પાણી, પંખી, ગાય બધા જ પોતાની ચેતનાના અંશો બની ગયા અને આ દેહ, ઇન્દ્રિયાદિ મારાથી સ્પષ્ટપણે જુદા અનુભવાવા લાગ્યા. . આ અનુભવ માટે સાધના છે, તે પછી જે જીવન જીવાય છે તે સહજ સમાધિરૂપ બની રહે છે. તે વિશ્વચેતનાના અંગરૂપ બની જાય છે. આ અનુભવની આગળ સમૃદ્ધિના ગંજો ઝાંખા છે. એની પરંપરા સતત ચાલે ને આખું ય વિશ્વ એ ચેતનાના અંગરૂપ બનીને જીવે એ જ માનવ જીવનનો હેતુ 2010_05 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ છે. મૃત્યુ એ નવા જીવનનો મધુર સ્પર્શ છે. સામે અનંત શાંતિ છે. આનંદનો અસીમ સાગર એના મોજા ઉછાળી ક્ષીણ દેહના બંધનમાં પુરાએલી ચેતનાને પોકારી રહ્યો છે કે મને હવે તમે બંધનમાંથી છોડાવો. સમ્યગદૃષ્ટિ જીવ સંસારના સઘળા દેહ, ધન, કુટુંબાદિ પદાર્થોને મોહ પમાડનારા હોવાથી પરમાર્થથી મિથ્યા જુએ છે. માયામય જુએ છે. આંખ મીંચાયા પછી બધું અલોપ થઈ જવાનું છે. સ્વપ્ન અને સંસારમાં ક માત્ર એટલો જ છે કે સ્વપ્નમાં જોયેલી વસ્તુ આંખ ખુલે પછી ફોક થાય છે. જ્યારે સંસારમાં આંખ મીંચાયા પછી બધું ફોક છે. અજ્ઞાન અને મૂટતાને કારણે જીવ પુણ્યથી મળેલા પદાર્થોને પોતાના માનવાની ભૂલ કરે છે. હકીકતમાં પુણ્યથી મળેલા પદાર્થો જીવને શાતા આપે છે. તેના કારણે જીવને તે પદાર્થો પર મમત્વ થાય છે. મમત્વ જીવને પાપો કરાવે છે અને અંતે એ પદાર્થોને છોડતા જીવ મુંઝવણ અનુભવે છે. કાજળની કોટડી જેવા સંસારમાં રહેવાથી જીવનું કોઈ કાળે કલ્યાણ થતું નથી. તેમાં રહીને જીવને ડાઘ ન લાગે તે મુશ્કેલ છે કારણ કે મોહને રહેવાનું તે અનાદિકાળનું સ્થાન છે. નરસિંહ મહેતા આ વિષયમાં લખે છે કે" જાગીને જોઉં તો જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્દરૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહમ પાસે." आत्मज्ञाने मुनि मग्नः सर्व पुद्गलविभ्रमम् ।। મહેન્દ્રના વત્તિ. નૈવ તત્રાનુરજ્યો /ર/દ | અધ્યાત્મોપનિષદ્ આત્મજ્ઞાનમાં મગ્ન બનેલો મુનિ સઘળા પુદ્ગલ વિભમને મહા ઇન્દ્રજાળની જેમ જાણે છે અને તેથી તેમાં રાજી થતો નથી, - સમ્યગદૃષ્ટિ આત્માને શ્રુતજ્ઞાન પરિણામ પામ્યું છે તેથી વસ્તુને વસુસ્વરૂપે જોઈ શકે છે. સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટ થયું છે. હું દેહ નથી અને દેહાદિ સંબંધી તત્ત્વો મારા નથી. હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એવો દૃઢ નિશ્ચય તેને થયેલો. છે અને તેથી સંસારને મૃગજળ, ગંધર્વનગર, સ્વપ્ન, ઈન્દ્રજાળ સમાન જુવે છે. अबाह्यं केवलं ज्योति निराबाधमनामयम् । ત્ર તત્પર તત્ત્વ, શેષ: પુનરુપનવઃ ૭ અબાહ્ય એવી કેવલ નિરાબાધ, નિરામય જ્યોતિ જે આ લોકમાં છે તે પરમતત્ત્વ છે. બાકી બધું ઉપદ્રવ છે. સખ્યદૃષ્ટિ આત્મા પોતાને પ્રાપ્ત થયેલ ભેદજ્ઞાનના બળે વેધસંવેધપદ દ્વારા જગતના તમામ પદાર્થોને મૃગજળ, ગંધર્વનગર, સ્વપ્ન અને ઇન્દ્રજાળ તુલ્ય 2010_05 Page #342 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૩૧ ૩ જુએ છે તે કારણથી તે બાહ્યમાં કયાંય ઠરતો નથી. બહારમાં તેનો આત્મા ઉદ્વેગ પામેલો છે. અંદરમાં રહેલ એક કેવલ જ્યોતિ સ્વરૂપ કે જે અમૂર્ત છે અને અમૂર્ત હોવાથી અનાબાધ અર્થાત પીડારહિત છે તેમજ અનામય અર્થાત દ્રવ્ય-ભાવ રોગથી રહિત એવું જે આત્મતત્ત્વ છે તે જ લોકને વિષે પરતત્ત્વ ” છે. તે જ શ્રેષ્ઠતત્ત્વ છે કારણકે તે સદાને માટે રહેવાવાળું છે તેને જ વિષય કરે છે અર્થાત તેમાં જ ઠરે છે. તેમાં જ આનંદ પામે છે. બાકીનું બધું ઉપપ્લવ અર્થાત્ ભમાત્મક છે. " સ્વરૂપા તથા માવાન્ " અર્થાત બાહ્યપદાર્થો સ્વરૂપથી જ તે તે રૂપે પરિણામ પામ્યા કરે છે, સતત બદલાયા કરે છે, જીવને મોહ પમાડ્યા કરે છે. સ્વરૂપથી જ બાહ્ય પદાર્થો નાશવંત છે, તુચ્છ છે, અસાર છે અને જીવને સારા ન હોવા છતાં સારાપણાનો ભ્રમ પેદા કરાવ્યા કરે છે. આ જગતમાં બે જ પદાર્થો છે. એક જડ અને બીજું ચેતન. તેમાં જડા પુગલ તત્ત્વ છે. તે વિનાશી છે, ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે. તે જડ પુદ્ગલકર્મના યોગે આત્માની વર્તમાન અવસ્થા પણ વિનાશી બનેલી છે. જડના જે વિનાશી ધર્મો છે તે પણ જડના સંયોગે આત્માને અનુભવવા પડે છે અને તેથી સ્વરૂપે અરૂપી અને અમૂર્ત એવો આત્મા પુદ્ગલ સંગે મૂર્ત અને રૂપી બન્યો. છે. અજન્મા સ્વભાવી આત્મા જન્મ - મરણ કરવાના સ્વભાવવાળો બન્યો છે અને અરોગી આત્મા દ્રવ્ય-ભાવ રોગવાળો બન્યો છે. પૂર્ણજ્ઞાની આત્મા અપૂર્ણ બન્યો છે. નિર્વિકારી આત્મા વિકારી બન્યો છે. દેહપિંજરમાં પુરાયેલો આત્મા જ્યાં સુધી મિથ્યાત્વના કારણે અજ્ઞાનદશામાં વર્તે છે ત્યાં સુધી તેની દૃષ્ટિમાં વિકાર છે તેના કારણે જગતના બધા પદાર્થોને દેહાધ્યાસથી યથાર્થ માને છે. પોતાના માને છે. તેના ઉપર રાગ કરે છે પરંતુ જ્યારે આત્મા ઉપરથી અજ્ઞાન અને બુદ્ધિના થરો નીકળે છે. અનાદિકાલીન દૂર્ભેધ એવી રાગદ્વેષની નિબીડ ગ્રંથિ ભેદાય છે ત્યારે અંદરથી સમ્યગ જ્ઞાનનો પ્રકાશ આવે છે. તે સમ્યગુ જ્ઞાનના પ્રકાશમાં તેનો બધો ભ્રમ ભાંગી જાય છે અને તેના કારણે આત્માનું અવિનાશી, ત્રિકાળ સ્થાયી, શુદ્ધ, આનંદમય, કેવલ જ્યોતિ સ્વરૂપ અનુભવાય છે. તે અનુભવમાં જગતના તમામ બાહ્ય ભાવો જેવા છે તેવા આત્માથી પર, વિનાશી અને રાગાદિ કરાવવા દ્વારા દુઃખદાયી તરીકે શ્રદ્ધેય બને છે. તેથી બાહ્ય પદાર્થો પ્રત્યેની તેની શ્રદ્ધા - આસ્થા ઉઠી જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી સુખની બુદ્ધિ નીકળી જાય છે. જેમ સ્વપ્નમાં જોયેલ ચીજ જાગ્રત થતાં મિથ્યા અનુભવાય છે તેમ અનુભવ પછી આખું જગત મિથ્યા લાગે છે તેમાં વાસ્તવિક કશું જ સાચું લાગતું નથી. માતા, પિતા, ભાઈ, દેહાદિ તમામ સંબંધો બધા જ અનુભવની આંખે જોતાં ભ્રાન્ત જણાય છે. 2010_05 Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આત્માનો અનુભવ થયા પછીચી જેમ જેમ સ્વરૂપમાં સ્થિર થતો જાય તેમ તેમ આત્મનિષ્ઠ બને છે. આત્મનિષ્ઠમાં બુદ્ધિ નથી હોતી. બુદ્ધિનો અહંકાર અને બુદ્ધિનો અંધકાર નથી હોતો પરંતુ સમ્યગજ્ઞાનનું અજવાળું હોય છે. પ્રજ્ઞાનો નિર્મળ પ્રકાશ હોય છે. એના કારણે દરેક તત્ત્વો જેવા હોય તેવા દેખાય છે. પછી એને બહારથી આ સ્ત્રી, આ પુરુષ એ દેખાવા છતાં અંદરનો શુદ્ધાત્મા દેખાય છે. દેહ ઉપરની ચામડી, અંદરનું લોહી, માંસ, હાડકા, આંતરડાં બધુ એકરની જેમ સ્પષ્ટ દેખાય છે. દેહ ઉપર વા દેખાય તેમ શરીરની અંદરનો આત્મા શરીરથી જુદો દેખાય છે. એટલે પછી રાગ-દ્વેષ વગેરે બહુધા થતા નથી. થાય તો ઉપર ઉપરથી સ્પર્શીને ચાલ્યા જાય છે, અંદરમાં જઈને ઘર કરીને રહેતા નથી. આત્મા અને પુલ બંનેના ભેગા થવાથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે અને વિશેષભાવ થવાથી સંસાર ચાલુ થાય છે અને પછી આત્મા મૂળ ભાવમાં આવે અને જાણે કે હું કોણ છું. ત્યારે તે વિશેષભાવથી છૂટે છે અને તેથી પૂગલ કર્મ પણ આત્માથી છૂટે છે. બંને નજીકમાં આવવાથી બનાવ બને છે. આ બનાવ એજ વ્યવહાર છે. વ્યવહાર બનાવો અને સંજોગોથી ભરેલો છે અને આત્માએ જ્યાં સંજોગો ન હોય ત્યાં જવાનું છે અથતિ સંજોગો અને બનાવોથી પર થવાનું છે. લોખંડને જેમ દરિયાઈ હવાના સંગથી કાટ ચઢે છે તેમ આત્માને સંજોગોના દબાણથી મલિનતા આવે છે. “હું શુદ્ધાત્મા છું” એ ભાવને બદલે “હું મણિભાઈ છું” એ આરોપિત ભાવમાં આવવાથી જ જ્ઞાન કાટવાળું બને છે. સંજોગોના દબાણથી જ્ઞાન વૈભાવિક થયું છે અને તેથી જેવો ભાવ થયો તેવો દેહ ઘડાઈ ગયો. હું બાવો ને મંગળદાસ : કોઈ આવીને બારણે ટકોરા મારે ત્યારે અંદરવાળો પૂછે છે કોણ છે ? તો કહે હું, પણ હું કોણ ? એટલે કહે હું બાવો. એટલે વળી પાછો પુછે કયો બાવો ? એટલે આ કહે હું બાવો મંગળદાસ. એમ ત્રણ વાર જવાબ આપે ત્યારે ઓળખે કે હા, પેલો બાવો મંગળદાસ. તેમાં પણ મંગળદાસ નામના બાવા અનેક હોયતો પાછું કહેવું પડે કે હું બાવો મહાદેવજીવાળો. તો જેમ ઉપરના વાક્યમાં હું ને ઓળખવો પડે છે તેમ અધ્યાત્મમાં પણ હું ને ઓળખવો પડે છે. આ જગતમાં હું જાણું છું અને હું કરું છું, બે ભાવ ભેગા થાય તેનું નામ ભ્રાંતિ. આ દુનિયામાં કોઈ જીવ કશું કરી શકે તેમ છે જ નહિ. જે આંખ રેતી ઉપાડી શકે તો જીવ કરી શકે છતાં “હું કરું છું એવું જે કહે છે 2010_05 Page #344 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૧૫ તે ભ્રાંતિ છે. આ તો અહંકાર પોતાનો દેખાવ કરે છે, બાકી આ બધું તો સહજ થઈ રહ્યું છે તેમાં મેં કર્યું એવું કહેવું એ ભ્રમ છે. “મણિભાઈ છું” એવું લાગે ત્યાં સુધી અહંકારનું અનુશાસન છે. “હું શુદ્ધાત્મા છું” એવું અનુભવાય ત્યારે આત્માનુશાસનમાં આવ્યો કહેવાય. આત્માનુશાસનમાં આવેલાને કશું કરવાનું રહેતું નથી. ત્યાં પ્રકૃતિ ગલન સ્વભાવ વાળી હોવાથી ક્રિયાઓ થયા કરે છે અને આત્માનુશાસનમાં રહેલો તેને જોયા કરે છે તેથી નિર્જરા થયા કરે છે. જ્ઞાની પુરુષ પુદ્ગલના અનુશાસનમાંથી નીકળીને આત્માનુશાસનમાં આવેલા હોય છે. પરતત્ત્વ શું છે ? જે સ્થિતિમાં અહંભાવનો લેશપણ ન હોય એને જ સ્વરૂપ સ્થિતિ કહેવાય છે અને એ જ મહામૌનનું ખરું સ્વરૂપ છે. મનને આત્મામાં સમાવવું તે મહામીન છે. શાંતિ એ આપણી સ્વાભાવિક દશા છે એ સહજદશામાં ડખલ કરનાર મન છે. વિચાર માત્ર મનમાં ઘડાય છે. મન શું છે? તે શોધી કાઢો તો તે અદશ્ય થઈ જશે. વિચારથી ભિન્ન મન જેવી કોઈ વસ્તુ જ નથી. આમ છતાં વિચારના ઉભવના કારણે તમે કોઈ એવી વસ્તુની કલ્પના કરો છો કે જેમાંથી તે ઉભવે છે અને તેને તમે મન કહો છો. એ મન શું છે તે જોવાને તમે તલ્લીન થશો ત્યારે ખબર પડે છે કે વસ્તુતઃ મન જેવી કોઈ વસ્તુ જ નથી. આ રીતે મનનો નાશ થતાં જે શાંતિ મળે છે તે શાશ્વત છે. જ્ઞાનની દિશામાં પ્રસ્થાન કરવા માટે શાંત અને મૌન થવું જરૂરી છે. તે માટે આવતા વિચારોની સાથે સંઘર્ષ ન કરતાં શાંત ભાવે એને જોવાની ટેવ પાડવા જેવી છે. શાંતિના સમયે જે કોઈ વિચાર આવે તો તેને તટસ્થતાની દૃષ્ટિથી જોવાથી અલૌક્કિ આનંદ અનુભવાય છે. જેમાં ઊંડાને ઊંડા ડૂબતા જવાથી કોઈ ધન્ય પળે આખું જીવન પલટાઈ જાય છે. દરેક વસ્તુને જોયા કરવાથી તેના સાક્ષી બનાય છે અને આ સાક્ષીભાવ જીવને સ્વર્ય તરફ લઈ જાય છે. મનને જોતા રહેવાથી તે પોતે શાંત અને શૂન્ય થઈ જાય છે. આ શૂલ્યમાં સત્યનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. આ શૂન્યમાં જે અંદર છે તે બહાર આવે છે. ત્યાર બાદ અંદર અને બહાર મટી જાય છે અને કેવળ તે જ રહે છે કે જે છે. આ શુદ્ધ તત્ત્વ છે' ની સમગ્રતાનું નામ જ પર તત્વ છે. પરમાત્મ તત્ત્વ છે. પરમ તત્ત્વ છે. જે “છે' તેને પામવાનો ઉપાય અંદરથી અને બહારથી મૌન અને શાંત થવું તે છે. વ્યક્તિત્વ, કામના, મોહ, અહં સુખ, લાલસાનો રસ આ બધા અસાધનને અકબંધ રાખીને સાધનાની વાતનો વિચાર કરવો તે સાધનના વેશમાં અસાધન જ છે. 2010_05 Page #345 -------------------------------------------------------------------------- ________________ .18 I ૩૧ ૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જે કાંઈ થઈ રહ્યું છે તેનો સહજ સ્વીકાર કરવાથી ચિત્ત ભૂમિમાં પરમાત્મા થવાના બીજ અંકુરિત થાય છે. જે ચિત્ત બધી આકાંક્ષા અને અપેક્ષાઓથી મુક્ત થઈ ગયું છે ત્યાં કોઈ પણ ફરિયાદ હોતી નથી અને આવા ચિત્તમાં પરમાત્માની અનુભૂતિ થાય છે. - મનને શાંત કરવું એટલે બુદ્ધિને શાંત કરવી, કામનાને શાંત કરવી, મનના ભાવો તથા મનની માત્રાઓને શાંત કરી દેવી. અને એ ગાટ મૌનમાં પરમાત્માને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા દેવું. તથા આપણા સમગ્ર સૂક્ષ્મ દેહને વિજ્ઞાનની જ્યોતિ, શક્તિ તથા આનંદવડે પ્રકાશિત કરવાનું પણ તેની મરજી ઉપર છોડી દેવું. આ સાધના સાચે જ ઘણી મહાન અને સમર્થ સાધના છે. ક્ષોભ અને ક્રિયામાં મચેલા મન કરતાં શાંત અને અક્ષુબ્ધ મન સહેલાઈથી અનંત પ્રત્યે ખુલ્લું થઈ શકે છે. જ્યારે મન પોતાના વ્યાપારમાં અમુકને સુખ અને અમુકને દુખ રૂપે રજૂ કરે છે ત્યારે તેને દૂરથી જોયા કરવાનો અભ્યાસ એ જ સુખ - દુખના પ્રસંગો ઉપર રવામિત્વની કુંચી છે. આત્મા પોતે વિવેક દ્રષ્ટિથી જાગ્રત થઈ પોતાની મધ્યસ્થ વૃત્તિ નિભાવી રાખે તો સુખ - દુખ જેવું આંતરસૃષ્ટિમાં કશું જ નથી. માત્ર કર્મના ઉદયવડે માનસિક વિકલ્પોમાં તે સર્જાય છે અને તે વિકલ્પોનો વિલય થયેથી તે સમાઈ જાય છે તેથી આનંદધનજી મહારાજ કહે છે. દુઃખ સુખરૂપ કર્મફળ જાણો, નિશ્વય એક આણંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન ચંદો રે... શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. વિશ્વના નિયમોની સત્તા દરેક પ્રાણી પદાર્ચ ઉપર પ્રવર્તે છે. પદાર્થના સંયોગ, વિયોગ વગેરે એ કર્મફળની ઘટના છે. તેમાં હર્ષ, અને શોકને વશ ચવાથી તે પદાર્થોના સંયોગ-વિયોગમય સ્વભાવો ફેરવાતા નથી તેથી પ્રબળ સામર્થ્યવાળા આત્માઓ અહંકાર અને મમકારના વિકારીપણાને ચૈતન્ય સ્વરૂપમાં ઓતપ્રોત કરતા નથી પરંતુ જગતના તમામ પદાર્થોને સમદષ્ટિએ અનુભવે છે. સમ્યગ્રષ્ટિ આત્મા આ જગતના ભાવોને કેવા જુએ છે ? અને પરતત્ત્વ શું છે ? તેની વાત ચાલી રહી છે. સમકિતીને આંશિક પરતત્વની અનુભૂતિ થઈ છે. અનાદિકાળથી બીડાયેલા ચૈતન્યના દ્વાર ઉઘડ્યા છે તેથી હવે અંદરમાં જ તત્ત્વ જુએ છે. બહાર બધું તેને જે દેખાય છે તે ભ્રમ સ્વરૂપ છે. આત્મવરૂપ ખુલવાથી પુરુષાર્થ અને ભવિતવ્યતાના મર્મને તે સમજ્યો છે અને તેથી તેને ખ્યાલ આવે છે કે મારા સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ મારે કરવાનો છે. બાકી બધો સંસાર ભવિતવ્યતા મુજબ ચાલ્યા કરવાનો છે જેને મારે જોયા 2010_05 Page #346 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૩૧૭ કરવાનો છે અને જે સમયે જે ઉચિત લાગે તે કરી લેવાનું છે. આમ ભવિતવ્યતાનો સ્વીકાર એ ભારોભાર અત્યંતર તપ છે. તેનાથી સમજણના બધાજ દ્વાર ખુલી જાય છે તેને ખાત્રી છે કે જે સર્જન થયું હશે તે ભવિતવ્યતાના નિયમ મુજબ વિસર્જન થવાનું જ છે માટે વિસર્જન વખતે તે આકુળ - વ્યાકુળ ન થતાં દ્રષ્ટાભાવમાં રહી શકે છે. સારી વસ્તુમાં પણ તેને અભિપ્રાય હોતો નથી કારણકે ત્યાં સારી વસ્તુ કરતા આગ્રહના મમત્વની સંભાવના છે. સ્વરૂપમાં કરેલો હોવાને કારણે તેમજ ભવિતવ્યતાને સમજેલો હોવાથી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ, ભાવ અને પ્રતિભાવ, વાદ અને વિવાદ આ બધાથી મુક્ત હોય છે. એને ખબર છે કે મારી ક્રિયા અને પ્રતિક્રિયા જ મને સારા નરસા ફળ આપવાની છે અને તેનાથી તો તે મુક્ત થવા ઝંખે છે અથવા તો મુક્ત જેવો છે માટે તેનો સંસાર આથમતો હોય, સંકલ્પ-વિકલ્પ આથમતા હોય, ભવિતવ્યતાને સમજ્યા પછીથી તે ફરિયાદી રહેતો નથી. સૂર્યમાં કદી અંધાર હોતું નથી. સદા અજવાળું હોય છે. ચંદ્રમામાં હંમેશા અજવાળું જ હોય છે. હંમેશા પૂનમ જ હોય છે. સૂર્ય-ચંદ્રનું ઉગવું અને આથમવું. એકમનો ચંદ્ર, બીજનો ચંદ્ર એ બધું તો ધરતી પર રહેલા જીવો માટે છે. તેમ સમક્તિીનું અંતઃકરણ હંમેશા પૂર્ણિમાના ચંદ્ર જેવું ઉજળું હોવાથી તેને બધું સવળું જ દેખાય છે. તેને આખું જગત નિર્દોષ અને નિરપરાધી દેખાય છે. ભવિતવ્યતા, કર્મનો ઉદય જીવને ભૂલાવે છે. એમાં બિચારા જીવનો શું વાંક? આવી સમાધાન કળા તેણે હસ્તગત કરેલી છે તેથી કચાંચ તે દુઃખી થતો નથી. સદા પ્રસન્ન રહે છે. જીવમાં સમાધાન કરવાની શક્તિ અને આવડત છે. નથી એવું નથી. પરંતુ તે ક્યારે? જો પોતે તેમાં જવાબદાર હોય તો. ૫૦૦૦ રૂા. નું ચલચિત્રા બજારમાંથી ખરીદીને લાવ્યા. બાળકનો હાથ લાગતાં ફાટી ગયું તો તમે બાળકને ધમકાવો છો. સામાન્ય સજા કરો છો. નોકરથી ફાટી ગયું તો વિશેષ ધમકાવો છો, વધારે સજા કરો છો. તે વખતે સજા કોણ ન કરે? કાં તો પોતે સ્વરૂપમાં હોય, કાં તો પોતાને પેરાલીસીસ થયો હોય તે - બાકી સજા કર્યા વિના રહે નહિ. પણ એ જ ચલચિત્ર જે પોતાનાથી ફાટી જાય તો જીવ ત્યાં કોઈને કોઈ સમાધાન શોધે છે. પોતે કતભાવમાં હોય તો જ સામો દોષિત દેખાય. સામાને તે કત માન્યો તે જ તારો દોષ. પોતે અકતભાવમાં હોય તો તે એમ માને કે કર્મ એની પાસે દોષ કરાવે છે. જ્ઞાની પુરુષ કાંઈ આપતા નથી. કાંઈ લેતા નથી માત્ર તમારી મલિન દષ્ટિને સ્વચ્છ કરે છે. તમે કોણ છો? તેનું ભાન કરાવે છે. તમે ઘેટાના 2010_05 Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ બચ્ચા નથી પણ ઘેટાના ટોળામાં ભળેલા સિંહના બચ્યા છો તેની ઓળખ કરાવે છે. તમારી દ્રષ્ટિમાં વીતરાગતાનું અંજન કરે છે અને સન્માર્ગ ચીંધે છે પછી તમારે કયા રસ્તા પર ચાલવું તે તમારા ઉપર છોડી દઈ તે બાજુ પર ખસી જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિથી નવો જનમ શરૂ થાય છે. જન્માંધને જેમ દષ્ટિ મળે અને આનંદ થાય તેના કરતા અનંતગુણો આનંદ સમક્તિની પ્રાપ્તિથી છે માટે સમક્તિી સાચો દ્વિજ છે. બ્રાહ્મણોમાં જનોઈની પ્રાપ્તિથી બીજો જન્મ ગણાય છે ત્યારથી તે દ્વિજ કહેવાય છે.' एवं विवेकिनो धीराः प्रत्याहारपरास्तथा । धर्मबाधापरित्यागयत्नवन्तश्व तत्त्वतः ॥ १५८ ॥ એમ વિવેકી એવા ધીરપુરુષો પ્રત્યાહારમાં તત્પર હોય છે અને તત્ત્વથી ધર્મબાધાના પરિત્યાગમાં યત્નવાળા હોય છે. દેહ, ઘર, સ્વજનાદિ બધા બાહ્યભાવો છે અને તે મૃગજળ, ઈન્દ્રજાળ, ગંધર્વનગર, અને સ્વપ્ન સમાના છે. નિરાબાધ, નિરામય જે જ્ઞાનજ્યોતિ છે તે જ અબાહ્ય છે. શાશ્વત છે. એ જ પરતત્ત્વ છે. બાકી બધું ઉપદ્રવ કરનારું છે. ભ્રમાત્મક છે માટે જ્ઞાનજ્યોતિ એ જ ઉપાદેય છે અને બીજું બધું ત્યાજ્ય છે. એ પ્રમાણે સમ્યગદૃષ્ટિ આત્મા પોતાને ઉત્પન્ન થયેલા વિવેકના બળે જાણે છે. પાંચમી દ્રષ્ટિમાં અંત:કરણની વિશુદ્ધિ થવાથી ધર્મબાધાના પરિત્યાગમાં પરમાર્થથી જીવો પ્રયત્નવાળા હોય છે. આ દૃષ્ટિ પામ્યા પહેલાં વિવેક હતો પણ તે તાત્ત્વિક ન હતો તેથી દેહથી આત્મા જુદો અનુભવાતો ન હતો. દેહભાવ અને આત્મભાવની ઉપયોગમાં સ્પષ્ટ ભેદરેખા પડવી જોઈએ તે પડતી ન હતી. તેથી વિવેકશક્તિ ધૂલ હતી અને તેના કારણે ધર્મમાં આવતી બાધાઓ, પીડાઓ, મુશ્કેલીઓ એના ત્યાગમાં કરાતો પ્રયત્ન પણ સ્થૂલથી હતો. જ્યાં દૃષ્ટિ સ્થૂલ હોય ત્યાં કરાતો પ્રયત્ન પણ તાત્ત્વિક કેવી રીતે હોય? જ્યારે અહિંયા તો હવે ભ્રાંતિ ટળી ગઈ." હું સર્વથા, સર્વપ્રકારે દેહાદિથી ભિન્ન છું. શુદ્ધ ચેતન્યમય, જ્યોતિ સ્વરૂપ છું. અનંત આનંદનો પૂંજ છું. ક્ષમાદિ ગુણો એ જ મારું સ્વરૂપ છે.” આવું જીવને હવે અનુભવાયું તેથી ધર્મમાં થતી બાધાના ત્યાગમાં પ્રયત્ન પણ યથાર્થ રીતે થાય છે. પહેલી ચાર દૃષ્ટિમાં જીવને મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય રહેલા હોવાના કારણે જેમ દૃષ્ટિ સ્થૂલ હતી, અજ્ઞાન હતું તેમ પ્રમાદ પણ વિશેષ કોટિનો હતો અને તેથી પુરુષાર્થ પ્રતિબંધક - પ્રમાદને પેદા કરે તેવા કર્મનો. ઉદય થતાં જીવ ત્યાં સદ્વર્ય હારી જતો હતો તેથી ધર્મમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે થાય? 2010_05 Page #348 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૧૯ અષાઢાભૂતિ, અરણિકમુનિ, સિંહગુજ્ઞવાસી મુનિ આ બધાને જ્યારે ખોટા નિમિત્તનું અવલંબન લેતા તીવ્ર અશુભ કર્મનો ઉદય થયો ત્યારે તે આત્માઓ. માર્ગ પર ટકી શક્યા નહિ અને માર્ગમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા સમર્થ બન્યા નહિ. જાગૃતિ અને પુરુષાર્થનું બળ ખૂટતા જીવ પતન પરિણામી થાય એ છે અને તે વખતે તેનું જીવવીર્ય અધોગામી બને છે. જ્યારે આ દ્રષ્ટિમાં પુરુષાર્થ પ્રતિબંધક કર્મનો ઉદય નીકળી ગયેલો હોવાને કારણે તેમ જ સ્વરૂપ પ્રત્યેની અખંડ જાગૃતિ વર્તતી હોવાને કારણે તે આત્મા ધર્મમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા કટિબદ્ધ બને છે. જંબુસ્વામીના જીવ- શિવકુમારે પૂર્વભવમાં માતાપિતાએ ચારિત્ર માટેની રજા ન આપતા ઘરમાં રહીને બાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કર્યું. છટ્ટના પારણે છઠ કર્યા અને પોતાના આગામી માર્ગને નિષ્ફટક બનાવ્યો. વળી આ દૃષ્ટિમાં ઇન્દ્રિયોના વિષયને અભિમુખ વ્યાપારના ત્યાગરૂપ પ્રત્યાહાર હોય છે.વિકારી ભાવ વડે કરીને ઇન્દ્રિયોને વિષયની સાથે જીવ જોડતો નથી. કાચબો જેમ ઇન્દ્રિયોનો સંકોચ કરીને રહે છે તેમ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લે છે એટલે અનાદિની આશ્રવની ચાલ સહેજે છૂટી જાય છે અને સંવરદશા પ્રગટે છે તેથી આત્મા સ્વરૂપગુપ્ત બને છે. ઇન્દ્રિયો સ્વરૂપમાં અવસ્થાન પામેલી હોય છે તેથી ઇન્દ્રિયો પ્રત્યેની ચપળતા ચાલી જવાથી ધીરતા આવે છે. ધીર એ વિશેષણ પ્રત્યાહારને સામે રાખીને લખ્યું છે. કોઈ પણા પ્રવૃત્તિમાંથી ચંચળતા, ચપળતા, ઉતાવળ, સુક્ય આવેશ-આ બધું નીકળી ગયું હોય છે. પરમાત્મતત્વની પૂરી શ્રદ્ધા છે. ભવિતવ્યતાનું સ્વરૂપ બરાબર સમજાયેલું છે તેથી ખ્યાલમાં છે કે જે બનનાર છે તે નાર નથી. તેથી દરેક ક્રિયામાં શાંત, પ્રશાંત, ઉપશાંતપણું જળવાઈ રહે છે. દરેક કાર્ય વિચારપૂર્વક કરાય છે માટે ધૈર્ય હોય છે. પરપરિણામિકતા અછે, જે તુજ પુગલ જોગ હો મિત્ત ! જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત ! દેવચંદ્રજી મહારાજ. સમ્યગદૃષ્ટિ આત્મા પરપરિણતિ વમીને આત્મપરિણતિમાં રમે છે. તેઓ પોતાના આત્માને કહે છે. હે આત્મન્ ! તું જે પુગલનો ભોગ કરે છે તે પરપરિણતિપણું છે. પરભાવ છે. તે તો જગતની એંઠ છે. અનંતા જીવોએ અનંતી વાર તેને ભોગવીને છોડી દીધી છે. તેનો ભોગ તને કરવો ન ઘટે. આવી અશુચિરૂપ એંઠ કોણ ખાય? પુદ્ગલભાવો તો સરસ, વિરસ થયા કરે છે. તે તો કદન્ન છે. ચૈતન્યના આનંદને છોડીને આવા વિરસ પુગલોને કોણ ખાય? માટે તારે તો તેનો પરિહાર કરવો જ ઘટે. વિષયોમાંથી ઈન્દ્રિયો Yain Education International 2010_05 Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અને મનને પાછી ખેંચી લેવા રૂપ પ્રત્યાહાર એ જ તારું સ્વરૂપ છે. આવો પ્રત્યાહાર આવે ત્યારે જ સાચી ધીરતા આવે છે અને ત્યારે જ સ્વરૂપની મસ્તી અનુભવાય છે. થવાથપરિત્યા,યવન્તઃ એ વિશેષણ અભ્રાંતિને સામે રાખીને લખ્યું છે કારણ કે અભ્રાંતિને કારણે જ ધર્મબાધા પરિત્યાગમાં યત્ન સંભવે છે. ભ્રાંતિને કારણે તો પુલભાવમાં આત્મબુદ્ધિ કરી ભવોભવ દુઃખ પામ્યો હતો. નિજગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખરે; ખીર નીર વિવરો કરે, અનુભવ હંસ શું પેખરે... પ્રણમું પદપંકજ પાર્થના.. હંસ જેમ ક્ષીર-નીરનો વિવેક કરે છે, દૂધ ને પાણી જુદા કરે છે તેમ સમ્યગદૃષ્ટિ આત્મા અનુભવના બળે આત્મા અને અનાત્માનો વિવેક કરે છે. અચેતન ભાવોનો ત્યાગ કરીને ચેતન ભાવોને ઉપયોગમાં પડે છે અને તેમાં જ રહેવાને ઇચ્છે છે. પોતાના ગુણને પોતાનામાં અનુભવે છે. પુદ્ગલના ભાવોને ભોગવવાને ઇચ્છતો નથી. બધા જ પુદ્ગલ ભાવોમાં નેતિ નેતિ “આ તે હું નહિ, આ તે હું નહિ એમ બધા ભાવોને છોડતો અંતે આત્મભાવમાં જ આસ્વાદ પામે છે. વિષયો બધા હલાહલ ઝેર જેવા લાગે છે. પોતાના ઉપયોગને પગલભાવમાં જતો જોઈને પોતાનું નિર્વીર્યપણું જાણીને ખેદ પામે છે. મહાપુરુષોએ કટોકટીની પળે બતાવેલું પરાક્રમ યાદ કરીને પોતાના આત્માને પણ તેવો રાખવા પ્રયત્ન કરે છે. પોતે શાંતરસ અનુભવતો હોવાથી પ્રશમરસ ઝરતી પ્રભુની મુદ્રાને જોઈને નાચી ઉઠે છે ને ગાવા માંડે છે. જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ, અનાદિની રે લોલ; જાગ્યો સમ્યગ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુર્ભય મિથ્યાનિંદ પ્રમાદનીરે લોલ...૧ સહજે પ્રગટયો નિજ-પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધના સાધવે રે લોલ; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો, નિજપરિણતિ થિર નિજ ધર્મરસા ઠવેરે લોલ...૨ દેવચંદ્રજી મહારાજ. (ગઈ ચોવીસીના ૧૬મા તીર્થંકર નમીશ્વર સ્વામીનું સ્તવન.) હે નમીશ્વર પ્રભુ! આપ લોકાલોક પ્રકાશક છો, કેવલ જ્ઞાનથી જગતના પદ્રવ્યના અનંતધર્મોને પ્રકાશનારા છો. હે નાથ ! પરમ સમાધિરસ નિમગ્ન, 2010_05 Page #350 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૨૧ અનંતકરૂણાના ભંડાર, નિષ્કારણ પરોપકારને કરનાર, વાત્સલ્યના સાગર, જગતના સાર્થવાહ, અચિંત્ય ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનું સમાન આપનું દર્શન થવાથી મારી અનાદિની ભૂલ નાશ પામી. આપના દર્શને મને મારી ઓળખ થઈ. હે પ્રભુ! આપ કેવા છો? આપે આપનું શુદ્ધ ચેતન્ય સ્વરૂપ પ્રગટ કર્યું છે. આપના આત્મપ્રદેશો નિરાવરણ બન્યા છે. અનંતજ્ઞાન અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અનંતદાન, અનંતભોગ, અનંત ઉપભોગ, અવ્યાબાધ સુખથી પરિપૂર્ણ, સ્વરૂપ રમણી, સ્વરૂપ ભોગી, સ્વરૂપાનંદી પરમાત્મા આજે મારા સ્વામી બન્યા એ જાણી મારી રોમરાજી વિકસિત થઈ ગઈ છે. મારા આત્માના અસંખ્ય પ્રદેશો આનંદરસમાં ગરકાવ થઈ ગયા. હું અંદરમાં ઠર્યો. હે પ્રભો ! આપનું અનંત ગુણમય વીતરાગ સ્વરૂપ નિહાળતા “આ શરીર તે હું છું” એવી મિથ્યાત્વની નિદ્રા મારી નાશ પામી. પુદ્ગલ દ્રવ્યમાં આદર, બહુમાન, રૂચિ, રમણતારૂપ પ્રમાદદશા નાશ પામી. હું જાગ્રત થયો અને સમ્યગજ્ઞાન સુધારસ અમૃતના ધામ સમાં મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું મને ભાન થયું. હું તત્ત્વવિલાસી, અનંત આનંદનો કંદ, અનંતગુણોનો ભોક્તા છું. એવી મને શ્રદ્ધા અને રૂચિ ઉત્પન્ન થઈ. સ્વ-પરનો વિવેક પ્રગટ્યો. હું દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય સ્વરૂપ છું. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પુદ્ગલના ગુણો છે. તેનાથી હું ભિન્ન અજર, અમર, અવિનાશી આત્મા છું. તેથી દેહ, મન, વચન, પુગલકર્મથી ભિન્ન અનંત આનંદ અને સુખના પરમધામ સમાન આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે ઉલ્લસિત થયો. ચેતના સ્વરૂપાવલંબી બની. વિભાવ દશામાં પડેલી જ્ઞાનાદિ શક્તિઓ પરમાત્માના અવલંબને આત્માવલંબી બની. આત્માના ગુણો આત્માનું જ્ઞાન, સ્વરૂપરમણતા (ચારિત્ર), વીર્યણાદિ આત્મસ્વરૂપની સાધનામાં ઉપયોગી બનવા માંડ્યા. “ત્યાગીને સવિ પર-પરિણતિ રસ રીજ જો, જાગી છે નિજ આતમાં અનુભવ ઈષ્ટતા રે લોલ, સહજે છૂટી આશ્રવભાવની ચાલ જો, જાલિમ એ પ્રગટી સંવર શિષ્ટતારે લોલ...૩ પુદ્ગલમાં રમવું, તેને ભોગવવું, ગ્રહણ કરવું, રક્ષણ કરવું, વધારવું આદિ પરપરિણતિ અંદર જે નિરંતર ચાલતી હતી, તેનો રસ, રૂચિ, રમણતા, તન્મયતા આદિ મિથ્યાભાવોનો અંત આવ્યો. તેમાંથી છૂટવાનો સમ્યગ પરિણામ ઉત્પન્ન થયો. રમાત્માના સ્વરૂપનો અનુભવ કરવાની તાલાવેલી જાગી. અનાદિની આશ્રવભાવની ચાલ છૂટવા માંડી અને સંવર પરિણતિ ઉત્પન્ન થઈ. - - 2010_05 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 આગળ જઈને કહે છે કર્મબંધના હેતુરૂપ જે પાપસ્થાનકો તે તમારી ભક્તિના પ્રભાવે પ્રશસ્તભાવને પામ્યા. એટલે કે, देहे धने कुटुम्बे च सर्व संसारिणां रतिः । जिने जिनमते संघे, पुनर्मोक्षाभिलाषिणाम् ॥ અત્યાર સુધી સઘળા સંસારી જીવોને દેહ, ધન અને કુટુંબમાં જ રતિ અર્થાત્ આનંદ હતો. પણ જિનશાસન મળ્યા પછી મોક્ષાર્થી જીવ દેહને બદલે જિન, ધનને બદલે જિન - આગમ અને કુટુંબને બદલે શ્રી સંઘ ઉપર પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરે છે. આત્માને પોતાની સત્તાગત પરમાત્મદશાનું ભાન થાય છે. ઉપયોગ પરમાત્માસ્વરૂપે પરિણમ્યો તેથી ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની ગયો. અતિદુસ્તર એવો સંસારસમુદ્ર પ્રભુના અવલંબને ખાબોચિયું બની ગયો. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની એક પછી એક કડીઓ જોડાવા માંડી અને તેથી આત્માના અવ્યાબાધ સુખ આદિ ગુણોની પૂર્ણતા ખીલવા માંડી. આ દૃષ્ટિમાં રહેલા જીવને ગ્રંથિભેદ થયેલો છે તેથી અંતઃકરણની વિશુદ્ધિ થયેલી હોવાથી ઉત્તમ વ્યુતપ્રધાન હોઈને આ પ્રમાણે વિચારે છે. न ह्यलक्ष्मी सखी लक्ष्मीर्यथानन्दाय धीमताम्। तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥ १५९ ॥ અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી જેમ બુદ્ધિશાળીઓને આનંદને માટે થતી નથી. તેમ પાપસખા એવો ભોગવિસ્તાર પ્રાણીઓને આનંદને માટે થતો નથી. અલક્ષ્મી જેની હેનપણી છે અર્થાત્ જે લક્ષ્મીની સાથે સહચરી રૂપે અલક્ષ્મી જોડાયેલી છે એવી લક્ષ્મી બુદ્ધિશાળીઓના આનંદને માટે થતી નથી. જે સંપત્તિ ઘરમાં આવવાથી કુટુંબની બરબાદી થવાની હોય, દરિદ્રતા આવવાની હોય, ઘરનો સંપ નાશ પામવાનો હોય, કુટુંબમાં કલેશ અને સંઘર્ષ પેદા થવાનો. હોય, રોગ, શોક, મૃત્યુ આદિનું કારણ બનવાની હોય એવી જો ખબર પડી જાય તો બુદ્ધિશાળી આત્માને તેવી લક્ષ્મી આવવાથી આનંદ થતો નથી પણ દુ:ખ જ થાય છે. જેમ કોઈ સમર્થ જ્યોતિષી આવીને કહે કે તમે પાંચ વર્ષમાં ક્રોડપતિ થશો પણ તે સાથે જ તમને ભયંકર કેન્સરનો રોગ લાગુ પડશે અથવા તો તે જ ગાળામાં તમારી પત્નીનું મૃત્યુ થશે અથવા તો તમારો એકનો એક દીકરો ચાલ્યો જશે તો માણસને ક્રોડ રૂપિયા મળવા છતાં આનંદ થતો નથી ઉપરથી દુ:ખ થાય છે કે એના કરતાં તો આવી લક્ષ્મી ઘરમાં ન આવે તો સારું. વિક્રમના વખતમાં પેલા પુરુષને ત્યાં દરિદ્ર નારાયણની મૂર્તિ આવી તો તે પુરુષ દુ:ખી દુ:ખી થઈ ગયો. 2010_05 Page #352 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૨૩ સંતોષ, સંપ, પ્રસન્નતા, શાંતિ, નિશ્ચિતતાદિ સુખોના નાશના કારણભૂત લક્ષ્મી ચિંતકોને આનંદ માટે થતી નથી. તેમ ભોગની સાથે પાપનું અવિનાભાવીપણું હોવાથી (અર્થાત જ્યાં જ્યાં ભોગ છે ત્યાં ત્યાં પાપ છે) તેવા પાપના વિસ્તારવાળો ભોગ પણ પ્રાણીઓના આનંદને માટે થતો નથી. જીવોની હિંસા વિના ભોગની પ્રાપ્તિ થતી નથી અને જીવોની હિંસા એ તો પાપ જ છે. બાર પ્રકારની અવિરતિમાં છ પ્રકારની અવિરતિ એ છકાય જીવોની મન-વચન અને કાયાથી થતી હિંસારૂપ છે. સમગ્ર સંસાર અને પાંચ ઇન્દ્રિયોના વિષયનો ભોગવટો પાપ જ છે. વિષયોની ઉત્પત્તિમાં, પ્રાપ્તિમાં તેમજ ભોગવટામાં પાપ, પાપ અને પાપ જ છે. માટે તો જ્ઞાનીઓ આ સંસારને છોડવાની વાત કરે છે. ષકાય જીવોના આરંભ-સમારંભ વિના સંસારની કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી માટે તો ગૃહસ્થાવાસને નરકાવાસ કહ્યો છે. ખાંડણી , પેસણી (વસ્તુને પીસવામાં આવે તે નિશા, પત્થર, ઘંટી વગેરે) ચૂલો, પાણિયારું અને સાવરણી આ પાંચને મહાનીશીથમાં કતલખાના કહ્યા છે. જેના દ્વારા જીવોની કતલ થયા જ કરે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ પાંચે ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો પાપ વિના થતો નથી. એક કપ રહા બનાવવા માટે કે એક વખતના ભોજન માટે અસંખ્ય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તેમજ બીજા પણ હાલતા ચાલતા જીવોની વિરાધના કરવી પડે છે. તેના વિના તે વ્હા કે ભોજન તૈયાર થતા નથી તો બીજા ભોગોની તો વાત જ શું કરવી ? આજે રસનેન્દ્રિયને આધીન થઈને માણસ અભક્ષ્ય, અકલવ્ય, અનંતકાય, માંસ વગેરે ચીજોનું ભક્ષણ કરે છે. તેમાં અસંખ્ય અને અનંત અનંત જીવોના કચ્ચરઘાણ વળે છે. સાથે તે ઇન્દ્રિયોની આસકિતનું જે ભાવ પાપ છે તે તો પાછું હોય જ છે. સોંદર્યના પ્રસાધનો પાછળ ઢગલાબંધ પંચેન્દ્રિય જીવોના પ્રાણ લેવાય છે. ગર્ભપાત દ્વારા માસુમ અને નિર્દોષ બાળકોને ગર્ભમાંનેગર્ભમાં ક્રૂર અને ઘાતકી રીતે મારી નાંખવામાં આવે છે. મેથન સંજ્ઞામાં આરૂઢ થયેલો તે ક્રિયાથી બેથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવોને તથા અસંખ્ય સંમૂચ્છિમ જીવોને હણે છે. આ કતલખાનામાં પંચેન્દ્રિયા જીવોની ક્રુર રીતે કતલ કરવામાં આવે છે. આમ સંસાર ચારે બાજુથી જોતાં નાની મોટી હિંસા તેમજ બીજા પાપોથી ભરેલો છે. સંસારમાં રહેવું અને પાપ ન કરવું એ શક્ય નથી. માટે જ સંસારને છોડીને જ્ઞાનીની આજ્ઞા મુજબ 2010_05 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ચારિત્ર જીવન જીવનારો ચૌદ રાજલોકના સર્વ જીવોને અભયદાન આપે છે. ચૌદ રાજલોકના જીવો સાથે તે મૈત્રીના કોલ કરાર કરે છે. સંસારના ભોગ ભોગવતા પુણ્યકર્મ ખપી જાય છે અને નવા પાપકર્મ બંધાય છે. ભોગસુખો ચિત્તમાં સંલેશ પેદા કરે છે. અશુભ સંસ્કારોનું આધાન કરે છે. જીવનમાંથી શાંતિનો નાશ કરે છે. મૃત્યુ સમયે સમાધિ મુશ્કેલ કરે છે. પરલોકમાં દુર્ગતિ અપાવે છે. . આ પ્રમાણે સંસારનો સઘળો ભોગવિસ્તાર પાપ અને કુસંસ્કારની જ મૈત્રીવાળો છે. તે જીવને સુખ, શાંતિ અને સમાધિનું કારણ કેવી રીતે બને? વાસુદેવો અને પ્રતિવાસુદેવો ત્રણખંડના સામ્રાજ્યના માલિક અને ભોક્તા બન્યા પણ અંતે તો નરકગામી થયા. ચક્રવર્તીનું સ્ત્રીરત્ન ચક્રવર્તીની સાથેના ભોગને પામ્યું પરંતુ અંતે તો નરક જ મળી. બ્રહ્મદત્તે ૭૦૦ વર્ષ સુધી છ ખંડનું રાજ્ય ભોગવ્યું પણ તેના બદલામાં ૩૩ સાગરોપમની નરક મળી, તો જે સુખની પાછળ આવા ઘોર નરકના દુઃખો નિશ્ચિંત થયેલા છે તેને સુખ કોણ કહે ? અને તેનાથી પોતાની જાતને સુખી કોણ માને ? જે જે ચક્રવર્તીઓ, રાજાઓ, મહારાજાઓ, બળદેવો, મંત્રીઓ, રાજકુમારો, શ્રેષ્ઠીપુત્રોને મળેલા ભોગો પ્રત્યે મોહનીયકર્મના ક્ષયોપશમના બળે જાગૃતિ પેદા થઈ અને તેની સાથે રહેવામાં અને સુખને ભોગવવામાં સીધી જ નરક દેખાઈ તો તેઓએ કાચી સેકન્ડમાં બધું પડતું મૂકીને ત્યાગ અને વૈરાગ્યના માર્ગે મહાભિનિષ્ક્રમણ કર્યું. આ સંસારમાં તારક પરમાત્માઓએ બતાવેલ એક ચારિત્ર માર્ગ જ એવો છે કે જે જીવની દુર્ગતિથી વારંવાર રક્ષા કરે છે. સદ્ગતિ અપાવે છે અને અંતે મોક્ષ અપાવે છે માટે સંસાર ગમે તેવાં ઇન્દ્ર-ચક્રી આદિ પદવીઓથી બહારથી સુશોભિત, સોહામણો અને રળિયામણો દેખાતો હોય, ગમે તેવા અપ્સરા તુલ્ય સ્ત્રીઓના ભોગવટાથી મોહક જણાતો હોય તો પણ તેનાથી પેદા થતો રાગ વિવેકી આત્માઓને ફ્લીધર સર્પના દંશની જેમ કાટનારો લાગે છે. તેમાં વિવેકી આત્માને પોતાનું નિકંદન નીકળી જતું દેખાય છે. તેમાં માનવ જીવનની અમૂલ્ય ક્ષણોનો વિનાશ છે. ચારિત્રના પુરુષાર્થની બરબાદી છે અને ભવોભવની નરકને ખરીદવાની છે માટે તેવા સંસારમાં વિવેકી આત્માઓ રહેવાને ઇચ્છતા નથી. એને તો ચારિત્ર એ જ પોતાના પ્રાણ લાગે છે અને મોક્ષ એ જ પોતાનું ઘર લાગે છે માટે તેને મેળવવા જ તે પુરુષાર્થ કરે છે. તેમાં જ પોતાના જીવનની સાર્થકતા માને છે. સર્વજ્ઞના વચનની શ્રદ્ધા ન હોય તે જ ભોગોને ટેસ્ટથી ભોગવી શકે, તે જ સંસારમાં મઝેથી રહી શકે. સમક્તિીને તો શ્રદ્ધા છે તેથી ભોગોમાં 2010_05 Page #354 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૨૫ આત્માની નાલેશી અને વિડંબના દેખાય છે. ભોગોમાં ભૂતાવળ લાગે તે પછી સંસારમાં રહી શકે નહિ. આત્માના સ્વાધીન સુખને છોડીને પરાધીન સુખની ઇચ્છા કોણ કરે ? ભગવાનની આજ્ઞા મુજબ ૨૫-૫૦ વર્ષ સંયમના કષ્ટ વેઠી લઈએ તો કમમાં કમ દુર્ગતિ ો ન થાય. જીવોને આ વાત કેમ બેસતી નથી? અંદરમાં મિથ્યાત્વ પડેલું છે, તે જીવને મૂઢ, અવિવેકી અને ગમાર બનાવે છે ને દુર્ગતિમાં નાંખે છે. સમકિતીને ભોગની અંદર દુઃખ દેખાય છે. જ્યારે ભોગમાં સુખ દેખાય ત્યારે સમ્યક્ત્વ તેને ચેતવે છે. ભૂખનું દુઃખ, ઇચ્છાનું દુઃખ ભોગમાં સુખનો ભ્રમ પેદા કરે છે. પૈસા આવ્યા એટલે શું બધું આવી ગયું ? એનાર્થી બધા ગુણો આવી ગયા ? આ બધો આરંભ સમારંભનો ઝમેલો જીવને ક્યાં નાંખશે ? વસ્તુપાલ - તેજપાલની જેમ ૮૦% ૯૦% ધર્મમાં ખર્ચો તો દુર્ગતિથી બચી શકો. ઘણું કમાનારાને પણ આજે નિયમ નથી કે મારે કમાણીના ૨૦%, ૨૫% સારા માર્ગે ખર્ચવા. આજના શ્રીમંતોની લક્ષ્મી મોજશોખ અને એશઆરામમાં પૂરી થાય છે. એક દીકરાના લગ્નમાં જમણવારની ડીશના ૫૦૦-૫૦૦ રૂા. ખર્ચે છે. જાનને પ્લેનમાં લઈ જાય છે. ક્લબોમાં લગ્ન કરે છે. ત્યાં નાચગાન અને ડેકોરેશનમાં લાખો રૂપિયાના ધૂમાડા કરે છે. કેવળ પાપ પાપને પાપમાં જ લક્ષ્મી વાપરે છે. એના દ્વારા અનંત સંસાર ભટકી શકાય અને સહેલાઈથી નરકમાં જઈ શકાય એવા પાપો ખરીદે છે. ખોટા માર્ગથી આવેલી તેમની લક્ષ્મી ખોટા માર્ગે જ જાય છે. સમક્તિી આત્મા ઉત્તમ શ્રુતપ્રધાનથી વાસિત હોઈ સંસારના સ્વરૂપની સમ્યગ્ વિચારણા કરે છે. તેને પોતાની માન્યતાથી વિપરીત માન્યતાવાળા સંસારી જીવોની સાથે રહેવું પડે છે. ત્યાં તેના હૃદયને સમજવા કોઈ તૈયાર નથી તેથી તેને સંસાર જેલ રૂપ જ લાગ્યા કરે છે. धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥ १६० ॥ ધર્મથી મળતા ભોગો પણ પ્રાયઃ કરીને જીવના અનર્થને માટે થાય છે. ચંદનથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ બાળવાનું જ કામ કરે છે. શંકા :- પાપનો સહચારી પાપની મૈત્રીવાળો એવો ભોગ વિસ્તાર ભલે સુંદર ન હોય પણ ધર્મભોગ અર્થાત્ ધર્મદ્વારા બંધાયેલા પુણ્યથી મળતા ભોગો તો સુંદર છે જ ને ? તેનો જવાબ આપે છે. ધર્મના પ્રભાવથી મળતા દેવલોકાદિ ભોગો પણ પ્રાયઃ કરીને પ્રાણીઓના અનર્થને માટે થાય છે કારણ તે ભોગો આત્મજાગૃતિને નષ્ટ કરી જીવને વિષય 2010_05 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સેવનરૂપ પ્રમાદમાં પાડે છે અને તે પ્રમાદથી તો નિશ્ચયે કરીને આત્માનું અહિત થાય છે. જે ભોગો આત્મજાગૃતિને નષ્ટ કરે તે ભોગો સારા કેવી રીતે કહેવાય. ? ભોગો ચિત્તવિશુદ્ધિનો નાશ કરે છે, ચિત્તમાં મલિનતા લાવે છે અને એના દ્વારા જીવને સમ્યક્ત્વથી પણ પતિત કરે છે. ભોગોમાં લપેટાય એટલે ચારિત્ર મોહનીય બંધાય અને સમ્યક્ત્વ ખસવા માંડે. પણ શુદ્ધધર્મનો આક્ષેપ કરનારા ભોગો એટલે નિર્જરા કરાવનારા અને અનાસક્ત રાખનારા ભોગો જીવને અનર્થને માટે થતા નથી માટે પ્રાય: ગ્રહણ કર્યું છે. શુદ્ધધર્મનો આક્ષેપ કરનારા ભોગોમાં અર્થાત જે ભોગો દ્વારા અશુભકર્મ ન બંધાતા નિર્જરાની જ મુખ્યતા હોય ત્યાં જાગૃતિની મુખ્યતા હોવાથી ત્યાં પ્રમાદ બીજનો યોગ નથી. પ્રમાદ બીજ તો તે કહેવાય કે જે જીવને ભોગોમાં લંપટ બનાવે. અશુભ સંસ્કાર નાંખે. અશુભાનુબંધ ઊભા કરે અને નિર્જરા ના કરાવતા અશુભ કર્મ બંધાવે. જ્યારે શુદ્ધ ધર્મનો આક્ષેપ કરનારા ભોગો તો જીવને સ્વરૂપની જાગૃતિ સતત ટકાવે છે. વૈરાગ્યને જ્વલંત રાખે છે. કર્મના ઉદયે કાયાથી ભોગ ભોગવવા છતાં ચિત્તને મલિન ન કરતા ચિત્તની વિશુદ્ધિને ટકાવી રાખે છે. આત્મા ઉપર અશુભ સંસ્કારનું આધાન થવા દેતા નથી. મોક્ષના માર્ગ તરફ આગળને આગળ વધારે છે માટે આવા ભોગોમાં પ્રમાદબીજ ન હોવાથી તે ભોગો પ્રાણીઓના અનર્થને માટે થતા નથી તેની બાદબાકી કરવા પ્રાયો ગ્રહણ કર્યું છે. જેમકે તીર્થકર, ગણધર, આચાર્યદિ મહાપુરુષોને જે શરીર, રૂપ, લાવણ્ય, ચોત્રીશ અતિશયો, અષ્ટમહાપ્રાતિહાર્ય, ઇન્દ્રાદિ દેવોની ભક્તિ, રાજા, મહારાજા, ચક્રવર્તીઓ દ્વારા મળતા માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠકોટિના ખાનપાનાદિ ભોગો, પાંત્રીસ અતિશય યુક્ત વાણી જે પ્રાપ્ત થાય છે તેમજ તીર્ષકરાદિ જીવોને દેવલોકમાં જે ભોગાદિની પ્રાપ્તિ થાય છે તેમજ ગૃહસ્થાવસ્થામાં જન્મ થતાં જ ઇન્દ્રાદિ દેવોનું આગમન, પ૬ દિકકુમારી દ્વારા કરાતું શુચિકર્મ, ઇન્દ્રનું પાંચ પાંચ રૂપ કરવા દ્વારા પરમાત્માને મેરૂ શિખર ઉપર લઈ જવું, ત્યાં પાંડુકવનની શિલા ઉપર લાખો કળશાથી અભિષેક તેમજ બીજા પણ જે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતાં ભોગો તે અનર્થના. કારણભૂત થતા નથી. ગૃહસ્થપણામાં પણ પોતાને મળેલા ભોગોનો ઉપયોગ અત્યંત અનાસક્તપણે કરતા હોવાથી તેઓ ભોગથી લેવાતા નથી. જેમ સુકી માટીનો ગોળો ભીંત ઉપર ચોંટતો નથી પણ ખરી પડે છે તેમ તેઓને ભોગ દ્વારા કર્મબંધ થતો નથી પણ નિર્જરા જ થાય છે. ભોગકર્મથી તે છૂટે છે. ભોગપંકની વચ્ચે રહેવા છતાં જલમાં કમળની જેમ તેઓ નિર્લેપ રહે છે. 2010_05 Page #356 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૩૨૭ સામાન્ય જનોને જે ભોગ કર્મબંધનું કારણ થાય છે તે તેમને નિર્જરાનું કારણ બને છે. સામાન્ય માણસોને લાગુ પડતો નિયમ અસામાન્ય માણસને લાગુ પડતો નથી. અર્થાત કર્યોદયને ભોગવતા યોગ્યતા પ્રમાણે જીવ કમ બાંધે છે અને નિર્જરા પણ કરે છે માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે વેપડ્ડ સો વંથરૂ, વે તો નિરરૂા. | તીર્થકરના આત્માને દેવલોકમાં તેમજ ગૃહસ્થપણામાં યોગની છઠ્ઠી કાન્તા દૃષ્ટિ વર્તતી હોવાના કારણે ભોગના સાંનિધ્યમાં પણ તેઓની શુદ્ધિનો ક્ષય થતો નથી. તેમજ તેઓની ભોગમાં પ્રવૃત્તિ કર્મના ઉદયથી હોય છે. ભોગ વિષયક ઇચ્છા તેમની નાશ પામી ગયેલી હોય છે અને તેથી જગતના જીવોને જે ભોગ ભોગવવાથી રતિ અર્થાત્ આનંદની અનુભૂતિ થાય છે ત્યાં તેઓને વિરક્તિ અર્થાત વૈરાગ્ય જ અનુભવાય છે. ભોગો બધા મૃગજળ જેવા છે એનો સ્પષ્ટ ખ્યાલ હોવાના કારણે ભોગ ભોગવવા છતાં અંદરથી અલિપ્ત અને અસંગ રહી પરમપદની નજીકમાં જાય છે. આ વાત અધ્યાત્મસારમાં વેરાગ્ય સંભવ અધિકારમાં ઉપાધ્યાયજી મહારાજે કહી છે તેથી મુમુક્ષુએ તે ખાસ ત્યાંથી જોવા યોગ્ય છે. તીર્થકરના જીવોને કેવલજ્ઞાન થયા પછી તીર્થકર નામકર્મના વિપાકોદયથી જે અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ભોગોની પ્રાપ્તિ થાય છે એ ભોગો જ એવા છે કે તેને ભોગવી તીર્થંકર નામકર્મને ખપાવે તો જ શેલેશી અવસ્થાદિ આગળના શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય. તે જ રીતે ગણધરો પણ પાદપીઠ ઉપર બેસી દેશનાદિ આપે અને રાજા મહારાજાદિ તરક્કી મળતા સકારાદિને ભોગવે ત્યારે જ ગણધર નામકર્મ ખપે ને આગળ વધાય. તે જ રીતે આચાયદિ પણ આચાર્યને યોગ્ય નામકર્મના ઉદયથી મળતા ભોગોને ભોગવ્યા પછી નિર્જરા દ્વારા આગળ આગળના શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે છે. તેમજ પોતાના પરિચયમાં આવતા બીજા જીવોને પણ તે સમ્યક્ત્વ, વિરતિ, ઉપશમભાવાદિ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરાવવામાં કારણ બને છે. આમ આ બધા ભોગોને ભોગવવા છતાં અંદરથી અત્યંત જાગ્રતદશા હોવાથી તે અનર્થને માટે થતા નથી. તીર્થકરાદિને જે ભોગો મળે છે તે વીતરાગ સર્વજ્ઞ થયા પછીથી મળે છે માટે ત્યાં પ્રમાદબીજ નથી તેમજ ગણધર, આચાર્યાદિને મળતા ભોગો પણ છઠ્ઠા ગુણઠાણાના ઊંચા અધ્યવસાય સ્થાનોમાં હોવાથી ત્યાં પણ પ્રમાદ નથી તેમજ તીર્થંકરાદિના જીવોને દેવલોકમાં કે ગૃહસ્થપણામાં જે ભોગો મળે છે ત્યાં યોગની છઠ્ઠી દ્રષ્ટિ હોવાથી જ્વલંત વૈરાગ્ય, ઉપશમભાવ, ઔદાસીન્યભાવ અને પ્રશાંતવાહિતા છે. વૈષયિક ભોગમાંથી ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ નીકળી ગઈ છે. તેથી ત્યાં પણ પ્રબળ 2010_05 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ T જાગૃતિના કારણે પ્રમાદરહિતતા જ છે. શંકા : શુદ્ધધર્મનો આક્ષેપ કરનારા ભોગોમાં પ્રમાદબીજનો અયોગ છે એમ શાથી કહો છો ? સમાધાન : શુદ્ધ ધર્મને લાવી આપનારા તે ભોગો અત્યંત અનવધ એવા તીર્થકરાદિરૂપ ફ્લથી શુદ્ધ હોવાના કારણે તેમાં પ્રમાદબીજ નથી. અર્થાત અત્યંત અનવધ એવા તીર્થકરાદિરૂપ ફ્લના કાલમાં જ તે ભોગોની પ્રાપ્તિ થાય છે. આદિ પદથી ગણધર, આચાર્યનું ગ્રહણ કરવું. જીવ જ્યારે અત્યંત જાગ્રત અવસ્થામાં વર્તે છે તેવા કાલમાં આ ભોગોની પ્રાપ્તિ થતી હોવાથી તે ભોગોમાં પ્રમાદબીજ નથી. શંકા : શુદ્ધ ધર્મનો આક્ષેપ કરનારા ભોગો અત્યંત અનવદ્ય એવા. તીર્થંકરાદિ રૂપ ફ્લથી શુદ્ધ કેમ છે ? સમાધાન : પુણ્યની શુદ્ધિકાલમાં આગમમાં જ અભિનિવેશ (આગ્રહ) હોવાથી ધર્મસાર = ધર્મની પ્રધાનતાવાળા એવા ચિત્તની ઘટમાનતા થાય છે. અર્થાત તાત્પર્ય એ છે કે શુદ્ધધર્માક્ષેપી ભોગોને અનુકૂળ એવા વિશુદ્ધ પુણ્યનો જ્યારે બંધ થાય છે ત્યારે તેઓનું ચિત્ત એક માત્ર તત્ત્વમાં જ અભિનિવિષ્ટ છે અથતિ શાસ્ત્રજ્ઞાના પાલનમાં જ આગ્રહવાળું છે અને તેથી ધર્મની પ્રધાનતાવાળું જ તેમનું ચિત્ત હોય છે. તત્ત્વમાં જ આગ્રહ હોવાના કારણે ધર્મસાર અર્થાત અત્યંત ઉપશમ પ્રધાન એવું ચિત્ત હોય છે અને આવા ધર્મસાર ચિત્ત વખતે જે વિશુદ્ધ કોટિનું પુણ્ય બંધાય છે તેનો વિપાકોદય અત્યંત નિરવધ એવા તીર્થંકરાદિ ફ્લકાલમાં જ થાય છે માટે વિપાકોટથી પ્રાપ્ત થતા ભોગો તીર્થકરાદિ ક્વથી શુદ્ધ છે. આ જ વાતને દૃષ્ટાંતથી કહે છે - શેત્ય છે પ્રકૃતિ જેની એવા ચંદનથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ પ્રાય: કરીને બાળે જ છે કારણકે તેનો તેવા પ્રકારનો બાળવાનો સ્વભાવ છે. અહિંયા પણ પ્રાયઃ એટલા માટે કહ્યું કે તે અગ્નિને સત્યમંત્રાદિ દ્વારા સંસ્કારિત કરવામાં આવે તો મંત્રના પ્રભાવથી. તે અગ્નિ દ્વારા દાહકાર્ય થતું નથી માટે પ્રાયઃ કહ્યું. આ વાત સકલલોક પ્રસિદ્ધ છે. શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જિમ વનનેરે ધર્મજનિત પણ ભોગ ઇહાં તિમ, લાગે અનિષ્ટ તે મનનેરે... સ્થિરા દૃષ્ટિ સર્જાય. પુણ્યથી મળતા ભોગો પણ આ દ્રષ્ટિમાં રહેલા જીવને અનિષ્ટ લાગે છે. 2010_05 Page #358 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૩ ૨૯ भोगात्तदिच्छाविरतिः स्कन्धभारापनुत्तये । स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥१६१॥ હજુ પાંચમી દ્રષ્ટિમાં રહેલ સમ્યગદૃષ્ટિ જીવ આ સંસાર સ્વરૂપની કેવી વિચારણા કરે છે તે જણાવે છે. ભોગથી થતી તાત્કાલિક એવી ઇરછાની વિરતિ - ઇચ્છાની નિવૃત્તિ એ ખભા ઉપર રહેલા ભારને દૂર કરવાને માટે અન્ય ખભા ઉપર ભારને સ્થાપના કરવા સમાન છે. કારણ કે તેનાથી ભોગની ઇચ્છાને પેદા કરે તેવા અનિષ્ટ સંસ્કારોનું આધાન થાય છે અને તેથી પરમાર્થથી ભોગની ઇચ્છાની નિવૃત્તિ થતી નથી. ભોગ ભોગવવા દ્વારા તત્કાળ ભોગની ઇચ્છાની નિવૃત્તિ થાય છે પણ પછીથી નવા નવા ભોગને ભોગવવાની ઇચ્છા થયા જ કરે છે. જેમ એક ખભા ઉપર રહેલા ભારને દૂર કરવા બીજા ખભા ઉપર તે ભારને મૂકવાથી પહેલા ખભા પર ભારનું દુઃખ દૂર થતાં ક્ષણવાર શાંતિ મળી પણ પાછો તરત જ બીજો ખભો દુખવા આવતા તે દુઃખને દૂર કરવા પાછો પહેલા ખભા ઉપર ભાર મૂક્યો તો ખભો દુ:ખવા રૂપ દુ:ખ પરમાર્થથી તો ઊભું ને ઊભું જ રહ્યું તેથી પરમાર્થથી ઇચ્છાની નિવૃત્તિ ન થઈ. ઉપાધ્યાયજી મહારાજ બત્રીસીમાં - તાર નતિમત્ અર્થાત તેવા પ્રકારના કર્મબંધથી જનિત અનિષ્ટ ભોગસંસ્કારનું ઉલ્લંઘન ન થતું હોવાથી પરમાર્થથી ભોગની ઇચ્છાની નિવૃત્તિ થતી નથી. અર્થાત જેમ એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર ભાર મૂકતા દુઃખનો. અતિક્રમ = નાશ થતો નથી તેમ ભોગ ભોગવવાથી ભોગસંસ્કારનો અતિક્રમ અર્થાત્ નાશ થતો નથી. હરિભદ્રસૂરિજી મહારાજ સાહેબે નવા ભોગ સંસ્કારોનું આધાન થતું હોવાથી ઇચ્છાની નિવૃત્તિ તાત્વિકી નથી એમ કહ્યું. જ્યારે ઉપાધ્યાયજી મહારાજે આત્મા ઉપર જે ભોગ સંસ્કારો પડેલા છે તેનો ભોગ ભોગવવા દ્વારા નાશ થતો ન હોવાથી ઇચ્છાની નિવૃત્તિ તાત્વિકી નથી એમ કહ્યું. આ બંને કથન સત્ય છે કારણકે ભોગ ભોગવવા દ્વારા ભોગ સંસ્કારોનો નાશ થતો નથી અને નવા ભોગ સંસ્કારોનું આધાન થાય છે. તેથી અનિષ્ટ સંસ્કારનો પ્રવાહ ચાલ્યા કરે છે. બન્ને કથનનો સાર એક જ છે. જેમ ખભા ઉપર રહેલા ભારથી થતું દુ:ખ એ ભારને સર્વથા ખભા ઉપરથી દૂર કરવાથી જ થાય પણ અન્ય ખભા ઉપર મૂકવાથી ન થાય તેમ ભોગની ઇચ્છાની નિવૃત્તિ એ ભોગના વિરોધી અનિત્યાદિ ભાવનાઓના 2010_05 Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ભાવનથી થાય. તત્તનૂન ત્યાગ, વૈરાગ્ય, અનિત્ય, અશરણાદિ ભાવનાઓને નિરંતર ભાવવાથી ભોગની ઇચ્છા પાતળી પડતી જાય છે. નતુ વિછત્ર પ્રમુH માત્રા વા - પરંતુ ભોગ ભોગવવા દ્વારા ઇચ્છાનો ક્ષણિક વિચ્છેદ કરવાથી કે ભોગની ઇચ્છાને દબાવી દેવાથી ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી. ઇચ્છાઓ આકાશ સમાન અનંત છે અને વિષયો દ્વારા તેનો અંત કયારે પણ આવતો નથી. અંગારકારકનું દૃષ્ટાંત : પોતાના ૯૮ ભાઈઓ પર પોતાની આજ્ઞા મનાવવા ભરતે દૂત મોકલ્યો ત્યારે ૯૮ ભાઈઓ પોતાના પિતા ઋષભદેવ પ્રભુ પાસે આવીને ઉપાય પૂછે છે કે પ્રભો ! અમારે શું કરવું ? આપે આપેલું રાજ્ય અન્યાયી રીતે ભરત અમારી પાસે કેવી રીતે માંગી શકે ? અને અધિકની અમને ઇચ્છા નથી તો શા માટે અમે એની આજ્ઞા માનીએ ? શા માટે એની સેવા કરીએ ? જે અતૃપ્ત માણસ હોય તે જ માનને નાશ કરનારી સેવા સ્વીકારે. તેથી યુદ્ધ કરવું એ જ ઉપાય છે છતાં આપને પૂછ્યા સિવાય અમે કાંઈ પણ કરવાને સમર્થ નથી. ત્યારે પ્રભુ કહે છે હે વત્સો ! વીર પુરુષોએ દ્રોહ કરનારા શત્રની સાથે યુદ્ધ કરવું ઉચિત છે પણ તે શત્રુ ભરત નહિ પણ તમારા અંદરમાં પડેલા રાગ, દ્વેષ વગેરે કષાયો છે જે તમને ભરત શત્રુ છે તેમ દેખાડે છે. આ શત્રુઓ જન્માંતરમાં પણ અનર્થ આપનારા છે. રાગ-સદ્ગતિ થવામાં લોઢાની શૃંખલા સમાન બંધનકારક છે, દ્વેષ-નરકાવાસમાં નિવાસ કરવાને માટે બળવાન માનરૂપ છે, મોહ-સંસાર સમુદ્રની ઘુમરીમાં નાંખવાને માટે પણ (પ્રતિજ્ઞા) સમાન છે અને કષાય-અગ્નિની જેમ પોતાના આશ્રિત જનોનું દહન કરે છે તેથી તે શત્રુઓને જીતવા એક ધર્મનું જ શરણ સ્વીકારવા યોગ્ય છે તેની જ સેવા કરવા જેવી છે જેથી શાશ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય. આ રાજ્યલક્ષ્મી અનેક યોનિમાં પાડનારી, અતિ પીડા આપનારી, અભિમાનરૂપ ળવાળી અને નાશવંત છે. હે પુત્રો ! પૂર્વે સ્વર્ગના સુખો અનંતી. વાર તમે ભોગવ્યા છતાં તમારી તૃષ્ણા પૂરી ન થઈ તો અંગારા કરનાર મનુષ્યની પેઠે મનુષ્ય સંબંધી ભોગથી તો તે કેમ પૂરી થાય ? તે આ પ્રમાણે - કોઈ અંગારા પાડનાર પુરુષ પાણીની મશક લઈને નિર્જળ અરણ્યમાં અંગારા પાડવાને માટે ગયો. ત્યાં મધ્યાહ્નના તાપથી અને અંગારાના તાપથી ઉત્પન્ન થયેલી તૃષાથી તે આક્રાંત થયો તેથી સાથે લાવેલી મશકનું સર્વ જળ પી ગયો, તો પણ તેની તૃષા શાંત થઈ નહિ એટલે તે સૂઈ ગયો. સ્વપ્નમાં તે ઘેર ગયો અને ઘરની અંદર રહેલા કળશ, ગોળા, ગાગર વગેરેનું સર્વ જળા 2010_05 Page #360 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૩૧ પી ગયો. તો પણ તેની તૃષા શાંત થઈ નહિ એટલે વાવ, કૂવા, સરોવર, નદીઓ અને સમુદ્રનું જળપાન કર્યું. તો પણ નારકીના જીવોની તૃષા-વેદનાની જેમ તેની તૃષા શમી નહિ. પછી મારવાડ દેશમાં જઈને રજુથી દર્ભનો પૂળો બાંધી જળને માટે કૂવામાં નાંખ્યો, દુઃખી માણસ શું ન કરે ? કૂવામાં જળ બંહુ ઊંડું હતું તેથી દર્ભનો પૂળો કૂવામાંથી કાઢતાં મધ્યમાં જ જળ ઝમી ગયું, તેને નીચોવીને તે પીવા લાગ્યો, પણ જે તૃષા સમુદ્રના જળથી શમી નહિ તે પૂળાના નીચોવેલા જળથી કેમ શમે ? તે પ્રમાણે તમારી પણ સ્વર્ગના ભોગોથી નહિ શમેલી તૃષ્ણા રાજ્ય લક્ષ્મીથી કેમ છેદાશે ? માટે હે વત્સો ! સાચું સુખ તો મોક્ષમાં છે તેની પ્રાપ્તિનું કારણ સંચમ છે તેને જ તમારે સ્વીકારવું ઘટે. પ્રભુના આવા વચનો સાંભળી ૯૮ પુત્રોને તત્કાળ સંવેગ ઉત્પન્ન થયો અને તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું. આમ આત્માની અંદર પડેલા ભવોભવના કામવાસનાના સંસ્કારો વિષયોને ભોગવવાથી કયારે પણ જતા નથી, ઉપરથી વૃદ્ધિ જ પામે છે પછી તેનો છેડો કયારે પણ આવતો નથી જ્યારે સંયમી બનીને ઈન્દ્રિયોનો નિગ્રહ કરવામાં આવે તો જ તેનો અંત પામી શકાય છે. એકવાર સોક્રેટીસને કોઈકે પૂછયું કે જીવનમાં કેટલી વાર ભોગ ભોગવવા જોઈએ? સોક્રેટીસ - પુત્રપ્રાપ્તિ માટે જીવનમાં એકવાર. પણ જો તેટલાથી તૃપ્તિ ન થાયતો ? સોક્રેટીસ - તો પાંચ વર્ષે એક વાર. તેટલાથી પણ તૃપ્તિ ન થાય તો ? સોક્રેટીસ - તો વર્ષમાં એકવાર તો પણ તૃપ્તિ ન થાય તો ? સોક્રેટીસ - વર્ષમાં બે વાર. પણ તેને સ્મશાનમાં જવા માટેની તૈયારી રાખીને ભોગવવા જોઈએ. વિષયોની અપ્રાપ્તિમાં મનમાં દુર્ગાન ચાલે તે વૈરાગ્યનો અભાવ છે. અંદર ત્યાગની ઇચ્છા નથી. ત્યાગની રૂચિ નથી અને સંયોગવશાત્ સહન કરી લેવું પડે છે, તે ગમતું નથી તેથી આ દુર્બાન ચાલે છે. ભાવનાનું આલંબન ન લઈએ ત્યાં સુધી અંદરના દુષ્ટ સંસ્કારો નીકળે નહિ. ત્યાં સુધી કર્મનો ક્ષયોપશમાં ન થાય. ભરત ચકવર્તી, મરૂદેવા માતા, અરણિકાપુત્ર આચાર્ય, પુષ્પચુલા સાધ્વી. આ બધાએ ભાવનાના બળ ઉપર આગળ વધીને ક્ષપકશ્રેણી માંડી છે. ચારિત્ર મોહનો નાશ કરવા માટે ચારિત્રની ક્રિયાઓ મોટરના પૈડા સમાન છે. શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન ડ્રાઇવરના સ્થાને છે જ્યારે ભાવનાયોગ પેટ્રોલના સ્થાને છે. જેમ પેટ્રોલ એ ટાયર વગેરે ચક્રો ગતિમાન કરે છે તે ન હોય તો ડ્રાઇવીંગ સારામાં સારું હોય તો પણ કાંઈ કામ આપતું નથી, તે જ રીતે ભાવનાયોગ જ્ઞાન અને ક્રિયાના ચક્રોને વેગવાન કરે છે જેના પ્રભાવે ચારિત્રમોહ શિથિલ 2010_05 Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ બનતા આગળ વધાય છે. સંસારમાં દરેક આત્માનું જે પતન થાય છે તેના મૂળમાં તપાસ કરવામાં આવે તો કોઈને કોઈ વિષયોની આસક્તિ જ કામ કરતી હોય છે. પ્રભુ મહાવીરનો આત્મા મરીચીના ભાવમાં વિષયાસકત થવાથી પડયો. ત્રિદંડીપણું સ્વીકાર્યું. એક જ સ્પર્શેન્દ્રિયના વિષયે ચારિત્ર મૂકયું. આ વિષયાસક્તતા અંદર પડી હતી માટે માંદો પડતા કોઈ સાધુએ સેવા ન કરી તો તેમાંથી શિષ્યની ઇચ્છા થઈ અને આખરે કપિલ મળતા અંદર પડેલી. ઇચ્છા તીવ્ર બની. જેનાથી ઉત્સુક પ્રરૂપણા થઈ. માંદો પડયો અને સાધુએ સેવા ન કરી તેથી સાધુઓ પ્રત્યે દુર્ભાવ ઉત્પન્ન થયો તેનાથી ભાવ સમ્યક્ત્વ ગુમાવ્યું. આમ મરીચિનું સંસારમાં જે પતન થયું તે બધાના મૂળમાં વિષયાસકિત હતી, સુખશીલતા હતી. ચોગપ્રવૃત્તિનું પ્રથમ ચિલ આ પ્રમાણે ભોગની અસારતાના ભાવનવડે કરીને સ્થિરા દૃષ્ટિમાં સ્વૈર્ય ઉત્પન્ન થાય છે. યોગાચાર્યોવડે કરીને આ દૃષ્ટિમાં બીજા પણ અલોલતાદિ ગુણો કહેવાય છે. અહિંયા અલોલતા હોય છે તેના કારણે દ્રવ્ય-ભાવ આરોગ્ય પેદા થાય છે. વિષયોની લોલતા = ગૃદ્ધિ એ જ બધા રોગનું કારણ છે. નિષ્ફરપણું હોતું નથી. અર્થાત્ હેચાની કઠોરતાનો અભાવ હોય છે. ગંધ પણ શુભ હોય છે. મુત્ર અને પુરીષ (ચંડિલ) પણ અલ્પ હોય છે. શરીરની કાંતિ, ચિત્તની પ્રસન્નતા અને સ્વરની સૌમ્યતા હોય છે. અર્થાત્ જીવોની સાથે સૌમ્ય અને પ્રેમપૂર્વકનો વ્યવહાર હોય છે. આ યોગપ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે. અર્થાત્ રત્નત્રયી રૂપ યોગના પ્રથમયોગ સમ્યગદર્શનકાલે સ્થિરાદૃષ્ટિમાં આવા ગુણો હોય છે. હવે છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા યોગીના ચિન્હો જેવા હોય તે બતાવે છે. દરેક પ્રવૃત્તિકાલે મથ્યાદિ ભાવનાઓથી વાસિત ચિત્ત હોય છે. અર્થાત કોઈ પણ વિષયમાં પ્રવૃત્તિ કરે ત્યારે તેનું માનસ મૈત્રી, કરૂણા વગેરે ભાવનાઓથી વાસિત હોવાના કારણે દરેક પ્રવૃત્તિ એ ભાવનાની અસર તળે જ વર્તતી હોય છે અર્થાત્ કોઈપણ પ્રવૃત્તિ કરે ત્યારે તેના માનસ ઉપર જગતના જીવોની હિતચિંતા, પરોપકારની ભાવના, કરૂણાદિની અસર દેખાતી હોય છે. (નોંધ : વિષષ્યવેત: એ પાઠ બરાબર લાગતો નથી પરંતુ વિષષ ચેતઃ આવો પાઠ યોગબિંદુ શ્લોક ૫૫ની ટીકામાં તથા બત્રીસી ૨૪/s ની ટીકામાં છે. અને તે બરાબર હોય એમ જણાય છે.) ચિત્તનું સંકલ્પ બળ હોવાના કારણે પ્રભાવવાળું માનસ હોય છે અર્થાત્ 2010_05 Page #362 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૩૩ પ્રતિભાસંપન્ન આકૃતિ હોય છે. લોલતા ન હોવાના કારણે ધીરતાથી યુક્ત ચિત્ત હોય છે. રાગદ્વેષાદિ ઢંઢોથી અંધૃષ્યત્વ અર્થાત્ પરાભવપણું હોતું નથી. અભીષ્ટ વસ્તુઓનો લાભ થાય છે. આ દૃષ્ટિમાં અત્યંત પરોપકારશીલ સ્વભાવ હોવાના કારણે સઘળા લોકમાં પ્રિય બને છે. સાતમી - આઠમી દ્રષ્ટિમાં રહેલા નિષ્પન યોગીના ચિહ્નો : દોષોનો નાશ વિશેષ પ્રકારે થયેલો હોય છે. પરમ એવી તૃપ્તિ હોય છે અર્થાત વિષયોની. ઇચ્છા સર્વ પ્રકારે, અત્યંત રીતે શાંત થઈ જવાના કારણે આત્મગુણોમાં જ પરમતૃપ્તિ હોય છે. સર્વત્ર ઔચિત્ય પૂર્વકનું જ વર્તન હોય છે અર્થાત પોતાના શિષ્યોને અવસરે અવસરે વાચના પ્રદાન તેમજ સારણા-વારણાદિ અનુશાસન પણ હોય છે. છઠ્ઠી દ્રષ્ટિમાં પણ ઔચિત્ય યોગ હોય છે છતાં આ દૃષ્ટિમાં પણ તે લખવાનું કારણ એ છે કે આ દૃષ્ટિમાં રહેલા યોગીઓ સર્વકાર્યથી પર બની એક માત્ર ધ્યાનમાં જ રહેનારા હોય છે તેથી ત્યાં ઔચિત્ય યોગ ન હોય એવું કોઈને લાગે, તે માટે સ્પષ્ટ કરે છે કે આ દ્રષ્ટિમાં પણ ઔચિત્યનું પાલન હોય છે. વાચનાદિ આપે ત્યારે શરૂઆતમાં ધ્યાન ન હોય પણ ત્યાર બાદ તરત જ તે આવી જાય છે. સમતા અત્યંત શ્રેષ્ઠ કોટિની હોય છે. સઘળા વિકલ્પો. શમી જવાને કારણે ભવે - મોક્ષે સમભાવવાળા હોય છે તથા સિદ્ધયોગી હોવાના કારણે અહિંસાદિ યોગો એવા સિદ્ધ થઈ ગયા હોય છે કે પોતાના પરિચયમાં આવતા વાઘ, સિંહાદિ હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય છે. તમારી થી અર્થાત્ પ્રાતિજજ્ઞાનથી સહિત હોય છે. પ્રાતિજજ્ઞાન આઠમી દૃષ્ટિમાં હોય. છે. આ બધા નિષ્પન્નયોગીઓના ચિહ્નો અન્યદર્શનકારોએ કહેલા છે અને રૂપિ = સ્વદર્શનમાં પણ આ અકૃત્રિમ = સ્વાભાવિક ગુણોનો સમુદાય આ પાંચમી દૃષ્ટિથી માંડીને જાણવો. ઉપાધ્યાયજી મહારાજ યોગદૃષ્ટિની સઝાયમાં કહે છે. અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે, ચિદાનંદઘન સુજસ વિલાસી કિમ હોય જગનો આશી રે... પાંચમી દૃષ્ટિમાં આત્માની અનુભૂતિ થવાથી આત્મા અંશથી અવિનાશી બને છે. અહિંયા તેને હવે હું મરતો નથી પણ દેહ મરે છે તેવો ખ્યાલ હોવાથી જરા પણ મુંઝવણ થતી નથી. સઘળો સંસાર - પુદગલની બાજી- નાટકનો તમાસો. લાગે છે તેથી દૃષ્ટાભાવે તેને જુએ છે. જેણે ચેતન્યઘન સ્વરૂપી આત્મામાં જ વિલાસ = આનંદ અનુભવ્યો તે હવે જગતના કયા પદાર્થમાં મુંઝાય ? એ હવે આ સંસારના વિનાશી પદાર્થોની આશા શા માટે રાખે ? પૂર્વકર્મના યોગે પ્રાપ્ત 2010_05 Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભોગસંપત્તિનો ઉપભોગ કરે છે પણ તે અનાસકત ભાવે કરે છે. જલકમલવત નિર્લેપ રહે છે એટલે તેમાં બંધાતો નથી પણ ભોગવીને છૂટી જાય છે. પાંચમી સ્થિરાષ્ટિનો સાર આ સ્થિરા દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું નિત્ય - અપ્રતિપાતી દર્શન અર્થાત બોધ હોય છે. પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. ભ્રાંતિ નામનો ચિત્તદોષ ટળે છે. અને સૂક્ષ્મબોધ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. તમોગ્રંથિનો ભેદ થવાથી સમસ્ત સંસારની ચેષ્ટાઓ બાળકની ધૂલિગૃહકીડા સમાન તુચ્છ અને અસાર લાગે છે તથા મૃતથી પ્રાપ્ત થયેલ વિવેકના બળે સર્વ બાહ્યભાવોને મૃગજળ, ગંધર્વનગર અને સ્વપ્ન જેવા દેખે છે. આંતર એવી જે નિરાબાધ, નિરામય જ્ઞાનજ્યોતિ છે એજ પરમતત્ત્વ છે. બાકી બીજું બધું ઉપદ્રવ સમાન છે. એવી સમજના બળે વિષય - વિકારોમાં ઇન્દ્રિયોને જોડતા નથી અને ધર્મને બાધા ન ઉપજે તેવી રીતે પ્રયત્નવાળા હોય છે. અલક્ષ્મીની સખી લક્ષ્મી બુદ્ધિશાળીઓને જેમ આનંદ આપતી નથી તેમ પાપસખા એવો ભોગવિસ્તાર પ્રાણીઓને આનંદ માટે થતો નથી કારણકે ભોગ અને પાપ બેનો અવિનાભાવ છે. પ્રાણીઓના ઉપઘાત વિના ભોગ સંભવતો નથી, ચંદનથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ જેમ દઝાડે છે તેમ ધર્મના પ્રભાવથી મળતા ભોગો પણ આત્માને તાપ પેદા કરે છે તેથી તે અનિષ્ટ લાગે છે. ભોગ ભોગવવાથી થતી ઇરછાની વિરતિ એ તાત્ત્વિકી નથી પણ એક ખભા પર મૂકેલા ભારને ત્યાંથી ઊતારીને બીજા ખભા પર મૂકવા જેવી અતાત્વિકી છે. તેનાથી ભોગ સંસ્કારનો નાશ થતો નથી પરંતુ ભોગસંસ્કાર ચાલુ જ રહે છે. એમ સમજી સમ્યગ્દષ્ટિ આત્મા ભોગોને દૂરથી જ છોડવા પ્રયત્ન કરે છે. હવે છઠ્ઠી કાન્તા નામની દૃષ્ટિને કહે છેकान्तायामेतदन्येषां प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसास्ति हितोदया ॥१६२॥ કાન્તા દૃષ્ટિમાં નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિને માટે થાય છે તથા પરા ધારણા હોય છે તેથી અહિંયા અન્યમુદ્ નથી. હંમેશા હિતોદયી મીમાંસા હોય છે. પાંચમી દ્રષ્ટિમાં કહેલ નિત્ય = અપ્રતિપાતિ દર્શન અથર્િ બોધ, પ્રત્યાહાર, ભ્રાંતિ નામનો ચિત્તનો દોષ ટળવાથી પ્રાપ્ત થયેલ સૂક્ષ્મબોધ વગેરે બીજાને પ્રીતિ ઉપજાવે છે પરંતુ હેષનું કારણ બનતા નથી. તેનું કારણ એ છે. કે આ દૃષ્ટિમાં અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષયોપશમ હોય છે સાથે બાકીના બાર કષાયમાંથી રસની વિશેષ હાનિ થયેલી હોવાને કારણે પ્રશસ્ત કષાય હોય. 2010_05 Page #364 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૩૫ છે તેથી આ દૃષ્ટિમાં રહેલા જીવો ઉપશમપ્રધાન તેમજ મૈત્રી, કરૂણા, વાત્સલ્યાદિથી ભાવિત ચિત્તવાળા હોય છે. તેથી પરોપકાર પ્રધાન તેમનું જીવન હોય છે. કોઈ પણ પ્રવૃત્તિમાં આ જીવો સ્વાર્થને ગૌણ કરનારા હોય છે. કોઈપણ જીવને દુઃખ થાય એવું એમનું વર્તન જ હોતું નથી, અને તેથી આ દૃષ્ટિનો બોધ સ્વભાવથી જ એટલો શ્રેષ્ઠ કોટિનો હોય છે કે તે કોઈના માટે પણ દ્વેષનો વિષય બનતો નથી. એક બાજુ વિવેક જ્વલંત છે અને સ્વાર્થવૃત્તિ જરા પણ નથી. પરોપકારથી વાસિત જ ચિત્ત છે તેથી આ દ્રષ્ટિનો બોધ સઘળા જીવોની પ્રીતિ અને આનંદને કરનારો જ થાય છે. આ દૃષ્ટિમાં સર્વત્ર ઔચિત્યનું પાલન હોય છે.પોતાનાથી અધિક ગુણસંપન્ન એવા ગુર્વાદિ વડીલો પ્રત્યે પ્રમોદ, હૃદયનું બહુમાન અને ભક્તિ હોય છે. તેમનો વિનય હોય છે. પોતાનાથી નીચી કક્ષાના જીવો માટે તેમના હૈયામાં અત્યંત કરૂણા અને પરોપકાર કરવાની વૃત્તિ હોય છે તેમના પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે એટલે કોઈપણ જીવ તેમના પરિચયમાં આવે તો તેને તોષનું જ કારણ બને છે. - જ્યારે પાંચમી દ્રષ્ટિમાં ચાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ હોવા છતાં બાકીના બાર પ્રકારના કષાયમાંથી વિશેષરસની હાનિ ન થયેલી હોવાથી કષાય. અપ્રશસ્ત પણ બનતા હતા. પ્રમાદ, દેહાદિનો રાગ, પોતાનું પહેલા જોવાની વૃત્તિ આ બધું હોવાની સંભાવના હતી તેથી પાંચમી દૃષ્ટિનો વિવેક જવલંત હોવા છતાં તેનો બોધ બીજાને માટે પ્રીતિનું જ કારણ બને એવું કહી શકાતું નહોતું. કયારેક બીજાને અપ્રીતિનું પણ કારણ બને તેવી શક્યતા-સંભાવના નકારી શકાય તેમ ન હતી. જો કે આ દૃષ્ટિનો બોધ તો એટલો સુંદર છે કે જેના દ્વારા કોઈને દ્વેષ થાય જ નહિ પણ બોધકાલીન અન્ય દોષોને કારણે તે બોધ અન્ય જીવોના દ્વેષમાં વિષચ બને છે. આ દૃષ્ટિને “કાન્તા' નામ આપ્યું તે યથાર્થ છે કારણ કે આ દૃષ્ટિમાં કાન્તા એટલે પતિવ્રતા સ્ત્રી જેવો પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરના બધા જ કામ કરવા છતાં પતિનું જ ચિંતન કરે છે તેમ આ દૃષ્ટિવાળા જીવનું ચિત્ત સદા મૃતધર્મમાં લીન હોય છે અથવા તો કાન્તા એટલે પ્રિય. અન્ય જીવોને તે પ્રિય લાગે છે અથવા તો યોગીઓને પ્રિય હોય છે તેથી આ દૃષ્ટિને કાન્તા દૃષ્ટિ કહી છે. પાંચમી દ્રષ્ટિમાં જે નિત્યદર્શન, સૂક્ષ્મબોધ, પ્રત્યાહાર, ભ્રાંતિત્યાગ હોય છે તે અહિંયા વિશેષ નિર્મળપણે ભાસે છે. આ દૃષ્ટિનો બોધ તારા જેવો હોય છે. તારાનો પ્રકાશ રત્નના પ્રકાશ કરતા તેજસ્વી હોય છે અને તે આકાશમાં ચમકે છે તેમ આ દૃષ્ટિનો બોધ સ્થિરા દૃષ્ટિ કરતાં વધુ જ્વલંત હોય છે તેમજ ચિદાકાશમાં ઝળહળે છે. અહિંયા 2010_05 Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ આવેલાને હવે નીચે પડવાનું હોતું નથી. ચાર કષાયના ક્ષયોપશમ અને બાર કષાયના પ્રશસ્ત ઉદયથી હંમેશા શુભભાવ જ હોય છે. સ્વરૂપ તરફ જ આ બોધ ગમન કરે છે. સ્વરૂપમાં સ્થિરતા અનુભવાય છે. દ્રવ્યાનુયોગના મર્મને પામનારી દૃષ્ટિ ખુલી ગઈ હોય છે. શ્રત - અનુભવની દશા પ્રતિસમય વધતી જાય છે. સૂક્ષ્મબોધ બળવત્તર બનતો જાય છે. દેહાદિથી ભિન્ન ચેતન્ય સ્વરૂપનું ભાન દ્રઢપણે વર્તે છે. ચૈતન્ય સ્વરૂપને જે સર્વત્ર વ્યાપીને રહેલો છે તે જ આત્મા છે એનાથી અતિરિકત સઘળા ભાવો પદ્ગલિક છે. એવી પ્રતીતિ વર્તે છે. આ અનાદિ સંસારમાં અસ્થિર અને વિનાશી એવું પુગલ જ નાચે છે, આત્મા નહિ. પુદ્ગલ દ્રવ્યો એના પર્યાયમાં સતત ફરવાળા અનુભવવાથી પુગલ દ્રવ્યો એક કોસ્મિક ડાન્સ કરી રહ્યા હોય તેવું લાગે છે જ્યારે પરમાત્મ સ્વરૂપની નજીક ગયેલો આ દૃષ્ટિમાં રહેલો આત્મા તો પુદગલની રાસલીલાને કે પુદ્ગલના ડાન્સને નિર્લેપભાવે નિહાળી રહ્યો છે. અનાત્મ ભાવોમાં આત્મબુદ્ધિ એ જ ભ્રાંતિ છે અને તે ટળી ગઈ હોવાથી આત્મામાં જ આત્મબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. બોધ આત્મસ્વરૂપમાં જ વિશ્રાન્ત થયેલો. છે. આત્મ સ્વરૂપમાં જ આરામ કરે છે. ચિત્તભ્રાંતિ કે આત્મબ્રાંતિથી આ આત્મા અનંતકાળ સંસારમાં રખડયો. તે ટળવાથી હવે આત્મસ્વરૂપમાં જ પરમશાંતિ અનુભવાય છે. અશુભભાવ ટળી જવાથી અને સ્વરૂપની નિકટતા અનુભવવાથી આત્મા વિશેષ કરીને આશ્રવથી છૂટતો જાય છે. ઉગ્ર સંવરદશા અનુભવાય છે અને તેથી સ્વરૂપ ગુપ્તતા સારી રીતે અનુભવાય છે. યોગનું છઠ્ઠું અંગ ધારણા • પ્રત્યાહાર આવ્યા પછી ધારણા થાય છે. ચિત્તનો દેશબંધ તે ધારણા, અર્થાત્ ચિત્તને અમુક નિશ્ચિત દેશમાં ધારી રાખવું, પકડી રાખવું તે ધારણા છે. નાસિકાના અગ્રભાગ ઉપર અથવા બે ભ્રકુટિના. મધ્યભાગમાં આજ્ઞાચક્ર ઉપર અથવા મૃતના ચિંતન, મનનમાં કે પરમાત્મભક્તિમાં જોડી રાખવું તે ધારણા છે આત્માને પરભાવમાંથી પાછો ખેંચવો તે પ્રત્યાહાર અને આત્મભાવમાં ધારી રાખવો તે ધારણા છે. આ જ ધારણામાંથી આગળ જઈને ધ્યાન આવે છે અને અંતે તત્ત્વાનંદ સમાધિમાં તે લય પામે છે. આમ જ્યાં પરભાવમાંથી પ્રત્યાહાર અને આત્મભાવમાં ચિત્તને રાખવારૂપ ધારણા આવી ત્યાં પરપરિણતિ તો ખંડિત થઈ ગઈ. જ્ઞાનસ્વરૂપમાં સ્થિરતા કરવાથી કર્તા ભોક્તાભાવ જ ન રહ્યો અને તેથી આશ્રવભાવ - બંધભાવ પણ ન રહ્યો પરંતુ જ્ઞાતા-દ્રષ્ટાભાવ જ રહ્યો. અન્યમુદ્ દોષનો નાશ - આ દૃષ્ટિમાં યોગમાર્ગનો વિરોધી આશય 2010_05 Page #366 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૩૭ અન્યમુદ્ દોષનો નાશ હોય છે. ચોગમાર્ગ સિવાય અન્યત્ર ભોગમાર્ગમાં કયારે પણ હર્ષ થતો જ નથી અર્થાત્ આ દૃષ્ટિમાં કયારેક સંસારની પ્રવૃત્તિ કરવી. પડે, ભોગ ભોગવવા પડે, લગ્નાદિ કરવા પડે તો પણ ઉદાસીન ભાવની જ - પરાકાષ્ઠા હોય છે, પણ તે ક્રિયામાં લેશમાત્ર આનંદ નથી હોતો. માટે સંસારની ક્રિયા વખતે પણ યોગિચિત્ત જ હોય છે. અન્યમુદ્ કેમ નથી ? તેમાં હેતુ કહે છે, તત્તપ્રતિમાસાયિત | વિષયોમાં પ્રવૃત્તિ કરવા છતાં વિષયોમાં પ્રતિભાસ અર્થાત્ સુખાકારિતાનો બોધ થતો નથી પરંતુ દુઃખાકારિતાનો જ બોધ થાય છે. બત્રીસી ૨૪/૮માં - સ્થિરભાવ હોવાથી અન્યત્ર = આત્મરમાણતા સિવાય ભોગપ્રવૃત્તિમાં આનંદ નથી કારણકે આ દૃષ્ટિમાં અન્યવિષયમાં પ્રતિભાસ અર્થાત આકર્ષણ નથી. તીર્થકરો બધા ગૃહસ્થાવસ્થામાં યોગની આ છઠ્ઠી કાન્તા દ્રષ્ટિને પામેલા હોય છે. તેઓ સંસારની બધી પ્રવૃત્તિઓ ઉદાસીનભાવે જ કરે છે તેમાં ૨ષભદેવ પ્રભુનું દૃષ્ટાંત વિચારવા યોગ્ય છે. ગૃહરાપણામાં પ્રભુની ઉદાસીનતા - પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ઇન્દ્ર પ્રભુની પાસે આવીને કહે છે કે હે પ્રભો ! આપ ગર્ભાવાસથી જ વીતરાગ જેવા છો અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હોવાથી મોક્ષ પુરુષાર્થને માટે જ સજ્જ થયેલા છો. તથાપિ હે નાથ ! મોક્ષમાર્ગની જેમ લોકોનો વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે. તેથી તે લોકવ્યવહારના પ્રવર્તન માટે હું આપનો પાણિગ્રહણ મહોત્સવ કરવાની ઇચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઓ. હે સ્વામિન્ ! ભુવનમાં ભૂષણરૂપ સુનંદા અને સુમંગલાને પરણવાને આપ યોગ્ય છો. તે સમયે અવધિજ્ઞાન વડે પોતાને ત્યાસી લાખ પૂર્વ સુધી ભોગવવા યોગ્ય દૃઢ ભોગકર્મ છે અને તે અવશ્ય ભોગવવું પડશે એમ જાણી સૂર્યવિકાસી કમળ જેમ સૂર્ય અસ્ત પામે ને કરમાઈ જાય તેમ પ્રભુનું મુખકમળ નિસ્તેજ થઈ ગયું. અને સાયંકાળના કમળની પેઠે પ્રભુ અધોમુખ થઈને રહ્યા. આમ લગ્ન જેવા પ્રસંગો પણ આ દૃષ્ટિમાં રહેલાને આનંદ આપનારા થતાં નથી. આત્મારામીની દૃષ્ટિ આત્મામાં જ નિમગ્ન થાય છે. આંતરિક સુખનો. વિરહ તેમને પીડા ઉપજાવે છે. કર્મજન્ય બાહ્ય ઉપાધિના પ્રસંગમાં આત્માના અખંડાનંદ અનુભવનમાં વિઘ્ન આવે ત્યારે તે આત્માઓ ખેદ પામે છે. અર્થાત ઉપયોગ ઉત્કૃષ્ટપણે આત્માકારે પરિણમેલો હોય છે. “ મનમોહન તુમ સનમુખ નિરખતું, આંખ ન તૃપતિ અમચી મોહ તિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી.. હું તો વારિપ્રભુ તુમ મુખની, દેવચંદ્રજી. ” 20.10_05 Page #367 -------------------------------------------------------------------------- ________________ ३३८ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 આત્મસ્વરૂપ સાથે પ્રીતિ બંધાણી હોવાથી મન બીજે કયાંય રતિ પામતું નથી. પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ વધતો જાય છે. કમલિની દિનકરના કર વિના, ગૌરી ગિરીશ વિના, કુમુદિની ચંદ્ર વિના ને લક્ષ્મી ગિરિધર વિના જેમ બીજાને ચાહતા નથી તેમ આ જ્ઞાની પુરુષને પરમાત્મા સિવાય અન્યત્ર ક્યાંય પ્રતિભાસ - આકર્ષણ થતું નથી. ચાતક જેમ જલધરના જલની પ્રતીક્ષા કરતો હોય તેમ આ આત્મા પણ પરમાત્મ સ્વરૂપને જ ઝંખતો હોય છે. આવી અવસ્થાને અનુભવતા અને પરમાત્માના વિરહને નહિ સહન કરતા આત્માર્થી આત્માના એ ઉદ્ગાર છે કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે. નિદ્રા પણ એ જ છે. શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે. ભય પણ એ જ છે. ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે. ચલન પણ એ જ છે. આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડમાંસ અને તેની મિંજાને એક જ રંગનું રંગન છે. એક એક રોમ પણ જાણે એનો જ વિચાર કરે છે અને એને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી કંઇ બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું. નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી...., - આત્મતત્વ આત્મ સ્વરૂપને છોડીને અન્યત્ર આનંદ પામવો તે અન્યમુદ્ નામનો ચિત્તદોષ. અથવા આદરેલી યોગક્રિયાને છોડીને બીજે હર્ષ પામવો તે પરમાર્થના કાર્યમાં બાધક હોવાથી અન્યમુદ્ છે અને તે દોષ આ દૃષ્ટિમાંથી નીકળી ગયેલ હોય છે. - મીમાંસા ગુણ અખેદાદિ ક્રમથી પ્રાપ્ત મીમાંસા નામનો ગુણ અહિંયા પ્રગટે છે. સર્વકાલને માટે સદ્વિચાર રૂપ મીમાંસા હોય છે. કયારે પણ લેશમાત્ર અશુભ વિચારણા હોતી નથી આથી જ કરીને આ દૃષ્ટિ હિતના ઉદયવાળી છે કારણકે સમ્યજ્ઞાનનું ફ્ળ સમ્યક્ પરિણતિ અહિંયા હોય છે. પાંચમી દૃષ્ટિમાં સમ્યજ્ઞાન હોવા છતાં તેનું ફ્ળ સમ્યક્ પરિણતિ અંશે અંશે હોવાથી હિતોદય જેવો જોઈએ તેવો ન હતો પણ પાંચમી દૃષ્ટિથી હિતોદય શરૂ થઈ જાય છે. અહિંયા તેનો વિકાસ જોવા મળે છે. બત્રીસી ૨૪/૮માં - ધારણા હોવાથી સદા મીમાંસા હોય છે અને અન્યમુદ્દો અભાવ હોવાથી, ધારણા એ સભ્યજ્ઞાન ફ્ળ સ્વરૂપ હોવાથી હિતના ઉદયવાળી આ દૃષ્ટિ છે. સૂક્ષ્મબોધ તે છે કે જે વિષયોમાં જતો નથી. બોધ સૂક્ષ્મ થયે છતે 2010_05 Page #368 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૩૩૯ ઉપયોગ રાગાદિમાં ન જતા સ્વરૂપમાં પકડાઈ રહે છે અને તેથી અહિંયા સહજ રીતે તત્ત્વની વિચારણા હોય છે. તત્ત્વચિંતનથી ઉપયોગ સ્વરૂપની દિશામાં આગળ વધે છે. ઉપયોગને વિકલ્પોમાંથી કે રાગાદિભાવોથી છોડાવવો હોય તો. તત્ત્વચિંતન એ અમોઘ સાધન છે. આત્માને જેવા સ્વરૂપે જાણે છે તેવા સ્વરૂપે જ તે પરિણમે છે. જેણે આત્માને રાગાદિ રૂપે ચિંતવ્યો છે તે શુદ્ધ પરિણામને ક્યાંથી પામશે ? તે અશુદ્ધ પરિણામનો કર્તા થઈને તેવો જ પોતાને અનુભવશે. ચૈતન્યનું લોહચુંબક લગાડતાં જે પરિણામ આત્મામાં ખેંચાઈ આવે તે આત્માના ખરા (શુદ્ધ) પરિણામ છે. જે પરિણામ આત્મામાં અંદર ખેંચાઈ ના આવે તે રાગાદિ અશુદ્ધ પરિણામો છે તે આત્માના નથી. આત્મામાં રાગ-દ્વેષરૂપી ઈચ્છાનો પ્રયત્ન થતાં તેના નિમિત્તે એક જાતનો વાયુ શરીરમાં ઉત્પન્ન થાય છે તે વાયુના સંચારથી શરીરરૂપી તંત્ર પોતાના કાર્યમાં પ્રવર્તે છે. ત્યાં તે દેહના કાર્યોનો આત્મામાં આરોપ કરીને અજ્ઞાની તેને જ આત્માની ક્રિયા માને છે જ્યારે જ્ઞાની તો ભેદજ્ઞાનવડે પરસ્પરનો આરોપ પરસ્પરમાં છોડી દઈને સ્વરૂપમાં જ રહે છે. બોધની સૂક્ષ્મતા હોવાથી તેમજ શુભવિષય રૂપ દેશમાં ચિત્ત પડાયેલું હોવાથી તત્ત્વનું ચિંતન-મનન નિદિધ્યાસન ચાલ્યા જ કરે છે તેના પરિણામે જીવને અન્યમુદ્ અર્થાત આત્માને છોડીને અન્યત્ર કયાંય આનંદ આવતો નથી. પોતાના બોધને અનુસારે ભાવનાનું ભાવન, દ્રવ્ય, ગુણ, પર્યાયથી પદાર્થની તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અસ્તિ, નાસ્તિ રૂપે પદાર્થની વિચારણા આ દ્રષ્ટિમાં હોય છે જેના ફળરૂપે આત્મામાં જ્ઞાનને અનુરૂપ સમ્યફ પરિણતિ પેદા થાય છે અને તેથી આત્માનો હિતોદય - અમ્યુદય અનુભવાય છે. મોહ અહિંયા પોતાની અસર ઉપજાવી શકતો નથી. મોહનીચનું સ્વરૂપ - મોહનીય એટલે મોહ (મૂઢતા) + સંબંધ (જોડાણ) (મોહ્ય પદાર્થ સાથે ઉપયોગનું જોડાણ) વિકલ્પ (મોહ્ય પદાર્થ વિષેનો વિચાર). મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીયમાં બદલાવાથી મિથ્યા વિનાશી નાશવંત પદાર્થ પ્રતિ મોહ-મૂટતા ચાલી ગયા પણ તેની સાથેનો સંબંધ અને વિકલ્પ ઊભા રહ્યા. મોહનીયનો એક પર્યાય મૂટતા-તે સમ્યકત્વ આવતા ગયો એટલે બે પર્યાય હજુ રહ્યા માટે જ તો મિથ્યાત્વને મૂઢતા કહેલ છે અને મિથ્યાત્વીને મૂટ કહેલા છે. ગાઢ મિથ્યાત્વના ઉદયમાં જીવ પોતાના હિતાહિતનો વિચાર કરવાની શક્તિ ગુમાવી બેસે છે અને અહિતમાં હિત માની પ્રવર્તે છે તે મૂઢતા છે. સમ્યકત્વ આવ્યા પછી અવિરતિ એટલે મોહય પદાર્થોનો સંબંધ ચાલુ 2010_05 Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ રહે છે તેથી ચોથું ગુણસ્થાનક અવિરતિ સમ્યગ્ર દૃષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અવિરતિના એ સંબંધોને કાપી નાંખવાથી એટલે વિરતિમાં આવવાથી આગળનો વિકાસ થાય છે. અવિરતિ ગયા બાદ પણ વિચારો - વિકલ્પો - કષાયો ઊભા રહે છે. સાધક નિર્વિકલ્પ બનતાં એ વિકલ્પો જાય છે. બારમે ગુણસ્થાનકે નિર્વિકલ્પતા આવે છે જે ક્ષીણમોહ ગુણસ્થાનક છે ત્યાં મોહનો સર્વથા નાશ હોય છે. મોહના કારણે જ જીવ સંસારમાં બંધાયો છે. અદ્વૈત સ્વરૂપી આત્મા દ્વૈત બન્યો છે. અદ્વૈતને ઢંતમાં રહેવું પડે છે એ જ કલંકરૂપ છે. વૈરાગ્ય વગર આત્મામાં નિષ્કામ પ્રેમ ટકી શકતો નથી. પ્રેમ એટલે “હું મટીને તું થવું” અને પછી “હું અને તું મટીને તે થવું.” પુગલ દ્રશ્ય છે. આત્મસ્વરૂપ દ્રશ્ય નથી. જે દ્રશ્ય નથી તે કહેવા જેવી ચીજ નથી. લુપ્ત અને ગુપ્ત રાખવા જેવી ચીજ છે. અનુભવવા જેવી ચીજ છે. આત્માના આનંદનું વદન હોય - પ્રદર્શન ન હોય. આ દૃષ્ટિમાં આત્મા બહારથી મોન અને અંદરથી શાંત થયેલો છે. પોતે અંદરમાં જે આનંદ વેદી રહ્યો છે તે બહાર કોઈને કહેવાને ઇચ્છતો નથી. જગતના જીવો ઉપર સતત મોહની અસર ચાલુ છે. જ્યારે આ આત્મા મોહની અસરથી અલિપ્ત છે તેથી તેની આંતરિક અવસ્થા જગત સમજી શકે તેમ નથી. વિલ્પનું બળ તૂટી જતાં અંદરથી શાંતરસ વેદાય છે જે જીવને બહાર- પુદ્ગલમાં જવા દેતો નથી. આત્માનું સ્વરૂપવેદન ન અનુભવ્યું હોય ત્યાં સુધી જ દેહવેદન સુખરૂપ લાગે છે. સ્વરૂપવેદન અનુભવ્યા પછી દેહવેદન સુખરૂપ હોય તોય દુ:ખરૂપ લાગે છે, બોજા રૂપ લાગે છે. આ દ્રષ્ટિમાં આ સ્થિતિ અનુભવાય છે. अस्यां तु धर्ममाहात्म्यात् समाचार विशुद्धितः । प्रियो भवति भूतानां धर्मैकाग्रमना स्तथा ॥ १६३ ॥ આ દૃષ્ટિમાં ધર્મના માહાભ્યથી આચારની વિશુદ્ધિ થવાને કારણે સઘળા પ્રાણીઓને પ્રિય બને છે તથા ધર્મને વિશે એકાગ્રચિત્ત હોય છે. સંસારની ક્રિયા કરવા છતાં ચિત્ત ચોગમાર્ગમાં - ઉદાસીન ભાવમાંજ હોય છે. આત્મા જ્યારે પુદ્ગલ ભાવને છોડીને આત્મભાવમાં સંપૂર્ણપણે લય પામે છે અને પછી તેમાંથી કયારે પણ બહાર આવતો નથી ત્યારે તે પરમાત્મા બને છે. વીતરાગ સર્વજ્ઞ બને છે. તેમના દ્વારા બતાવેલો ધર્મ તે શુદ્ધ આત્માનો ધર્મ છે તેનાથી અન્ય તે કર્મ છે. જે કર્મને કાપે તે ધર્મ છે. આ દ્રષ્ટિમાં આવા ધર્મના બળે આચારની વિશુદ્ધિ વધવાથી મન, વચન અને કાયા ત્રણે વિશુદ્ધ બનેલા હોય છે. ત્રણયોગની વિશુદ્ધિથી જે પ્રવૃત્તિ થાય છે તે લોકોપકારક હોય 2010_05 Page #370 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૪ ૧ છે અને તેથી તે સઘળા પ્રાણીઓમાં પ્રિય બને છે. અહંકારની સાંકડી દિવાલો તોડીને સમર્પણ, ભક્તિ, પરોપકાર દ્વારા આત્મવિલોપન કરી સમસ્ત જગત તરફ વળ્યો છે તેથી લોકપ્રિય બન્યો છે. રાગ, સ્વાર્થવૃત્તિ, સંકુચિતવૃત્તિ, તુચ્છવૃત્તિ, ક્ષુદ્રવૃત્તિના રંગ આત્મામાંથી નીકળી ગયેલા હોવાથી પ્રેમનો રંગ ચડ્યો છે. રાગ અને પ્રેમ બે સાથે રહી શકતા નથી. બંને પ્રતિસ્પર્ધી છે. વિરોધી સ્વભાવવાળા છે. બંને વચ્ચે સહજ અણબનાવ છે. પ્રેમ હોય ત્યાં રાગ ટકી શકતો નથી. રાગ સ્વાર્થમૂલક છે. પ્રેમ વૈરાગ્યમૂલક છે. પ્રેમમાં ત્યાગવાની વૃત્તિ છે. રાગમાં લેવાની પ્રધાનતા છે. રાગ હૃદયને સંકુચિત કરે છે. પ્રેમ હૃદયને વિશાળ કરે છે. પ્રેમ એ આત્માની પ્રસાદી છે. સપુરુષોનો અનુગ્રહ છે. પ્રભુની અચિંત્ય કૃપા છે. લાગણીમાં ઉપભોગની વૃત્તિ આવે છે તે આસક્તિ છે. લાગણીમાંથી જન્મતી દરેક આસક્તિનો ત્યાગ થાય ત્યારે રાગ જાય છે અને પ્રેમ પ્રગટ થાય છે. પાણીમાં ફ્ટકડી નાંખવાથી કચરો દૂર થાય તેમ જ્ઞાનમાં પ્રેમ ભળે ત્યારે હલકી વૃત્તિઓ દૂર થાય છે અને જ્ઞાન નિર્મળ બને છે આ જ્ઞાનની નિર્મળતા તે જ પ્રેમ છે. જ્ઞાનની મલિનતા, કલુષિતતા રાગાદિથી છે. આ દૃષ્ટિમાં પુદ્ગલભાવમાં ઔદાસીન્ય વૃત્તિ હોવાથી આત્મા સ્થિતપ્રજ્ઞ બન્યો છે અને આ સ્થિતપ્રજ્ઞ કેવો હોય તેના લક્ષણ ભગવદ્ગીતામાં બતાવ્યા છે. હે અર્જુન ! મનમાં રહેલી સર્વ ઇચ્છાઓનો. જે ત્યાગ કરે છે અને આત્મા પોતે પોતાના વડે પોતાનામાં જ સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખને વિષે જેનું મન ઉદ્વિગ્ન બનતું નથી અને સુખોમાંથી જેની સ્પૃહા નીકળી ગઈ છે, જે રાગ, ભય અને ક્રોધ વિનાનો છે તે સ્થિરબુદ્ધિવાળો કહેવાય છે. રાગ વિનાનો હોવાથી તે તે શુભાશુભને પામીને જે આનંદ પામતો નથી કે દ્વેષ પામતો નથી. તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થયેલી છે અર્થાત સ્થિરતાને પામેલી છે. જેમ કાચબો ચારે બાજુથી પોતાના અંગોનો સંકોચ કરીને રહે છે તેમાં ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી જે પાછી ખેંચી લે છે તેની પ્રજ્ઞા સ્થિર છે. નદીઓ દરિયામાં પોતાનું જળ ઠાલવ્યા કરે છે છતાં દરિયો કયારે ઉછાંછળો થતો નથી. સૌને પોતાનામાં સમાવી દે છે. તે ગંભીરતા કે શાંતિ છોડતો નથી. તે છલકાતો નથી. કદાચ દુકાળ પડે નદીઓ સુકાઈ જાય અને નદીઓનું જળ સમુદ્રમાં ન આવે તો પણ તે સુકાઈ જતો નથી. તેમ ગીતાનો સ્થિતપ્રજ્ઞ જગતભરના વિષયો તેની પાસે આવે છતાં તે 2010_05 Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અધીરો થતો નથી. તે સદાય સમુદ્ર જેવો ધીર અને ગંભીર રહે છે. જગતની અનેક કામનાઓ તેની સમક્ષ આવે છતાં તે ડોલાયમાન થતો નથી. હર્ષથી તે ઉછાંછળો થતો નથી. શોકથી તે ધૂંધળો થતો નથી. હર્ષ અને શોક બંનેને જે પોતાનામાં સમાવી લે તે સ્થિતપ્રજ્ઞ. સ્થિતપ્રજ્ઞ ભોગથી ભાગતો પણ નથી અને ભોગોમાં ડૂબતો પણ નથી. છઠ્ઠી દ્રષ્ટિમાં આત્મા આ સ્થિતપ્રજ્ઞદશાને અનુભવે છે. આ વિષયમાં એક સાધક આત્મા પોતાના પુસ્તકમાં ભાવ વિભોર બનતા લખે છે કે - ખટકે સદા મનમાંહી જેને મોહનું હોવા પણું, ખટક એવી થાય જેવી. આંખમાં ખટકે કહ્યું તે જ જાગ્યો જાણવો ને જાગતાના ઘર મહીં, ચોરી બને ના શકય કદીયે, ચોર ત્યાં આવે નહીં. મરણકાળે મોહથી મન ભૂલતું ભગવાનને, એ મોહ ના પામે અને ભૂલે નહિ નિજ ભાનને; બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર રહી જે સર્વદા નિશ્ચલ રહે, નર બ્રહ્મરૂપ તે જાણવો, નિર્વાણ પદ એને કહે. પ્રજ્ઞા થતાં સ્થિર ચિત્ત સહેજે શાંત ને નિર્મળ બને, પ્રસન્નતા છાઇ રહે રે, સર્વદા એવા મને; સ્થિતપ્રજ્ઞ કેરી આ અવસ્થા સહજ છે ને કાયમી, જે પ્રાપ્ત થાતાં પુરુષને પછી મોહ ના થાતો કદી, બ્રહ્મમાં નિર્વાણ અંતે પામવું છે લક્ષ્ય આ, જ્ઞાન ને વળી ધ્યાન સેવા ધર્મનું સાલ્ય આ; બંધન ત્યજીને આત્મ સઘળા, બ્રહ્મમાં જાતો ભળી, એ સ્થિતિને બ્રહ્મમાં નિણની સ્થિતિ કહી. પુદગલમાંથી આકર્ષણ નીકળી ગયું છે. પદાર્થો કે વ્યક્તિઓ તરફ્તી ફોઈ સ્પૃહા રહી નથી. પ્રજ્ઞા સ્વરૂપમાં સ્થિત છે અને પરોપકારાદિ કાર્યો વડે લોકમાં પ્રિય છે તેથી આ દૃષ્ટિમાં રહેલાનું મન ધર્મને વિષે જ એકાગ્રતાને પામેલું છે. સદા બ્રાહ્મી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે તેથી ઊંચી કોટિની સમતાને આસ્વાદે છે. " श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥ १६४ ॥ તેનું મન નિત્ય શ્રતધર્મમાં હોય છે. જ્યારે કાયા તો અન્ય કાર્યમાં પણ હોય છે આથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે ભોગો ભવના હેતુ થતા નથી. આ દૃષ્ટિમાં રહેલા યોગીનું મન મૃતધર્મ પ્રત્યેની દૃઢ ભાવનાને લીધે (૩) 2010_05 Page #372 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૪૩ મૃતધર્મમાં લીન હોય છે અર્થાત વિષયોમાંથી વિરકત થયેલું મન સદા મૃતના ચિંતન - મનનમાં લાગેલું હોય છે. આવા આત્માઓ ગુરુ પાસેથી લીધેલી વાચનાને સતત વાગોળતા હોય છે. તત્ત્વના ચિંતન - મનનમાં એવા લીન બની જાય છે કે જેથી કરીને સમય ક્યાં પસાર થઈ જાય છે તે પણ તેમને ખબર પડતી નથી. જ્ઞાન, ધ્યાન અને ક્રિયામાં રક્ત બનીને પૂર્વોના પૂર્વે જેટલો કાળ પણ ચારિત્રમાં સહેલાઈથી પસાર કરે છે. જ્ઞાન, ધ્યાન, કિરિયા સાધતા કાટે પૂર્વના કાળ, ભવિયા મુનિવર પરમ દયાળ. આમ મૃતધર્મમાં મન રક્ત હોવાથી આહાર-પાણી વગેરે બીજી પ્રવૃત્તિ. તો મન વગર જ કરે છે. તે પ્રવૃત્તિ કરતી વખતે મન તેમાં ન હોવાથી તેઓ દ્વારા તે પ્રવૃત્તિ કરાય છે પણ તેઓ તે પ્રવૃત્તિને કરતા હોતા નથી. વિષયો બધા દુર્ગતિમાં લઈ જનારા છે તેનો બરાબર ખ્યાલ હોવાના કારણે તેનું હેયરૂપે જ સંવેદન છે અને શ્રુતજ્ઞાન એ જ તારક છે એવી પ્રતીતિના કારણે સ્વરૂપ પ્રત્યેનું ખેંચાણ હોવાથી આવું જ્ઞાન આક્ષેપકવંત જ્ઞાન કહેવાય છે. નિર્જરા કરાવનારું કહેવાય છે. અને આવું આક્ષેપક જ્ઞાન હોવાના કારણે જ આ દૃષ્ટિમાં રહેલા જીવોને કયારેક ભોગો ભોગવવા પડે તો તે ભવના હેતુ થતાં નથી. અનુત્તર વિમાનમાં રહેલા જીવોને યોગની આ છઠ્ઠી દૃષ્ટિ વર્તતી હોય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવોની શય્યા ઉપર સૌથી વચ્ચેનું મોતી ૬૪ મણનું હોય છે. તેની તા ૩ર મણના ચાર મોતી હોય છે. તેની તા ૧૬ મણના આઠ મોતી હોય છે તેની તા ૮ મણના ૧૬ મોતી હોય છે. તેની તા ૪ મણના બત્રીસ મોતી હોય છે તેની તા ૨ મણના ચોસઠ મોતી હોય છે તેની તા ૧ મણના એકસો અઠ્ઠાવીસ મોતી હોય છે. બધા મળીને કુલ ૨૫૩ મોતી થાય છે વચ્ચેનું મોતી વાયુના યોગથી અથડાવાથી પરસ્પરના બધા મોતીઓ. અથડાય છે અને તેમાંથી દિવ્ય સંગીત - મધુર નાદ ઉત્પન્ન થાય છે જે કર્ણને અતિપ્રિય લાગે છે તેમ જ તે મોતીઓને જોતાં ભૂખ, તરસ પણ છીપે છે. આવા દિવ્ય સંગીતની વચ્ચે રહેવા છતાં પણ તે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ૩૩ સાગરોપમનો સમગ્રકાળ સંગીતમાં લીન ન થતા તત્ત્વચિંતનની વચ્ચે પસાર કરે છે અને તેથી તે દિવ્ય સંગીતને અનુભવવા છતાં તેની પ્રત્યેનું આકર્ષણ ન હોવાથી તે ભોગો તેને ભવના હેતુ થતા નથી. કર્મબંધનું કારણ બનતા નથી પણ કર્મ નિર્જરાનું જ કારણ બને છે. તે જ રીતે તીર્થંકરના જીવો ગૃહસ્થાવસ્થામાં હોય ત્યારે તેઓને જવલંત વૈરાગ્ય વર્તે છે. તેઓના આ - - 2010_05 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વૈરાગ્યને વિષયોના વાયરા બુઝવી શકતા નથી. કારણકે પવન તો દીપકને બુઝવી શકે, દાવાનળને નહિ. દાવાનળ તો પવનને પામીને ઉપરથી વધુ જ્વલંત બને છે તેમ તીર્થંકરોનો ગૃહસ્થાવસ્થામાં વૈરાગ્ય દાવાનળ જેવો હોય છે જે વિષયોરૂપી પવન ફુંકાતા વધુ પ્રજ્વલિત બને છે. તીર્થંકરના આત્માઓ કર્મના ઉદયે સંસારમાં રહી ભોગોને ભોગવવા છતાં કર્મથી કે રાગથી લેપાતા નથી પરંતુ કર્મનો ખાત્મો બોલાવે છે. ભોગકર્મ નિકાચિત હોવાથી કર્મનો ઉદય તેમની પાસે ભોગની પ્રવૃત્તિ કરાવે છે પણ જ્વલંત વૈરાગ્યના કારણે તે પ્રવૃત્તિ ગાઢ કર્મબંધ કે ભવભ્રમણમાં નિમિત્ત બનતી નથી. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ શાંતસુધારસમાં લખે છે કે નીચ શત્રુને નીચ ઉપાયથી જીતે છે. શત્રુ નીચ છે અને તે બીજી કોઈ રીતે જીતી શકાતો નથી માટે તેને જીતવા માટે અનિવાર્યપણે ભોગની પ્રવૃત્તિ કરવી પડે છે. તે આત્માઓ ભોગને ભોગવવા છતાં પણ અંદરથી તદ્ન નિર્લેપ છે. તેનું કારણ એ છે કે ૠષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ સુધી (૧ પૂર્વ એટલે ૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ) સંસારમાં રહ્યા. કલ્પવૃક્ષના ફળ ખાધા. સંસારના ભોગ ભોગવ્યા અને જેવી પ્રભુએ દીક્ષા લીધી એના પહેલા દિવસથી જ પ્રભુને ઉપવાસ ચાલુ થઈ ગયા. પ્રભુ ગોચરી માટે જાય છે પણ કોઈને ખબર જ નથી કે પ્રભુને શું ખપ છે ? કેવી ચીજ અપાય ? તેને કારણે પ્રભુને ૪૦૦-૪૦૦ દિવસના ચોવિહારા ઉપવાસ થયા. છતાં પ્રભુના મનમાં એક પણ વિકલ્પ કોઈના માટે પણ ઉઠતો નથી. ગોચરી જતી વખતે જે સ્થિતિ છે તે જ સ્થિતિ પાછા ફરતી વખતે છે. તે બેમાં લેશમાત્ર ક નથી. આવું ક્યારે બને ? ત્યારે જ કે સંસારમાં રહી નિર્લેપ ભાવે ભોગને ભોગવ્યા હોય તો, અન્યથા આ શક્ય ન બની શકે. આ આત્માઓ સંસારમાં રહીને પણ સતત સંસારના સ્વરૂપનું જ ચિંતન-મનન કરતા હોય છે. જ્ઞાનના બળે જાણે છે કે મારે આટલો કાળ આવા આવા પર્યાયોમાંથી પસાર થવાનું છે પછી જ ચારિત્ર ઉદયમાં આવવાનું છે તેથી તે તે પર્યાયો આ દૃષ્ટિના વિશુદ્ધ બોધના બળે નિર્વિશેષ પરિણામથી પસાર કરે છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના જીવ પણ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવીને પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તરીકે જન્મ્યા ત્યારે યોગની છઠ્ઠી કાન્તા દૃષ્ટિ છે. તે વખતે તેમનો વૈરાગ્ય કેવો છે તે સજ્ઝાયમાં વર્ણવતા લખ્યું છે કેગીત વિલાપને સમગણે, નાટક કાયક્લેશ; આભૂષણ તનુભાર છે, ભોગને રોગ ગણેશ મેરે લાલ... 2010_05 Page #374 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૪૫ આવી પરિણતિવાળા જીવોને ભોગો ભવના હેતુ કેવી રીતે બને ? અર્થાત ન જ બને તે સમજી શકાય તેમ છે. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરત રે, તિમ શ્રત ધર્મે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંતરે.... ચો.દ. સક્ઝાય ૬-૬. ઘરના બધાજ કામ કરવા છતાં જેમ પતિવ્રતા સ્ત્રીનું મન તેના પતિના વિશે જ લાગેલું હોય છે તેમ સંસારના સઘળા કામ કરવા છતાં આ દૃષ્ટિમાં રહેલ જીવનું મન જ્ઞાની પુરુષ પાસેથી શ્રવણ કરેલ ધર્મના ચિંતન - મનનમાં જ હોય છે. અન્ય ચીજમાંથી મનનો વિક્ષેપ અને વિકલ્પ નીકળી ગયેલ હોવાથી તેનું મન જ્ઞાન પ્રત્યે જ આક્ષેપવંત = આકર્ષણવાળું બન્યું છે. જેમ વ્યાયામશાળામાં શરીર ઉપર તેલનું મર્દન-માલિશ કરીને કોઈ જીવા વ્યાયામ કરે તો તેને બહારની રજ ચોંટે છે પણ તેલનું મર્દન કર્યા વિના કસરત કરે તો તેને રજ ચોંટતી નથી. તેમ અજ્ઞાની જીવોમાં આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશ રહેલી છે તેથી તે સંસારની પ્રવૃત્તિ કરતા કર્મથી લેપાય છે જ્યારે આ દ્રષ્ટિમાં રહેલ જ્ઞાની તો જલકમલવત નિર્લેપ હોવાથી સંસારની પ્રવૃત્તિ કરવા છતાં કર્મથી લેવાતા નથી માટે જ્ઞાની પુરુષનું દ્રષ્ટાંત લઈ અજ્ઞાનીએ તેનું અનુકરણ કરવું તે કોઈ રીતે યોગ્ય નથી. સંસારમાં રહીને સર્વથા નિર્લેપ રહેવાનું અને કર્મરજથી બચવાનું પરાક્રમ આ જગતમાં કોઈ વિરલઆત્માઓ કરી શકે છે. બધા આત્માનું તે ગજુ નથી. બાહ્ય ઉપાધિનો યોગ વળગેલો હોવા છતાં અંદરથી આત્માને સમ પરિણામી બનાવવો અને ચિત્તની સમાધિ જાળવવી એ આંખની પાસે રેતી ઉપાડવા જેવું કે બે ભુજાના બળે સ્વયંભુરમણ સમુદ્ર તરવા જેવું કે મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર કાર્ય છે. માટે આ બધી વાતો સાંભલીને અજ્ઞાની જીવોએ “હું ભોગ ભોગવવા છતાં અંદરથી નિર્લેપ છું” એવો ચાળો ન કરતા દૂરથી જ ભોગને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જ્ઞાનીઓએ બતાવેલ વિશુદ્ધ આચાર પાલનનાં માર્ગ ઉપર ચાલીને આત્માને પાપથી બચાવવો જોઈએ. નહિ તો આ બધી વાતો એવી છે કે એમાં માયાચાર સેવાવાનો ભય બહુ મોટો છે અને જીવને પ્રમાદી બનતા વાર લાગે તેમ નથી. સાધન સાધ્ય બની જતાં વાર લાગતી નથી. જ્ઞાનીની દશા અવર્ણનીય છે. યંત્રની પૂતળીઓ જેમ દોરી સંચારથી ચાલે છે તેમ નિરીહ એવા જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધ કર્મના ઉદયથી ચાલે છે એટલે તેવા જ્ઞાનીઓનું ચિત્ત મોક્ષમાં લીન હોય છે. સંસારમાં તો તેઓ યોગમાયા કરતા હોય તેવું 2010_05 Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 લાગે છે કારણકે બહારથી તેઓ જેવું કરે છે તેવું અંદરથી હોતું નથી. જ્ઞાનીની દશા અદ્ભૂત હોય છે. તેને ઓળખતા પરમ વાત્સલ્ય જાગે છે. જ્ઞાનમાર્ગને આરાધતા આત્મા જ્ઞાની બને છે. સમ્યગ જ્ઞાન પરમ વૈરાગ્ય સ્વરૂપ છે. ચૈતન્યના મધુર વિચાર કરતાં કરતાં મન શાંત થાય છે. કષાયો દૂર થાય છે. જ્ઞાનરસ અનુભવાય છે. જ્ઞાની કહે છે કે જે તું જ્ઞાનને વારંવાર નહિ જુએ, જ્ઞાનને વારંવાર નહિ તપાસે તો જ્ઞાન વગરના બધા ભાવો તને અચેતન જેવા નીરસ લાગશે. તને કયાંય ખરો ઉત્સાહ નહિ આવે. અથવા તો તું રાગના રસમાં જ રોકાઈ જઈશ. દરેક કાર્યની ઉત્પત્તિમાં એકલા રાગની ઉત્પત્તિને ના જોતાં જ્ઞાનાદિ ગુણોની ઉત્પત્તિને પણ સાથે જોવામાં આવે તો એ રીતે સમ્યફપણે દેખતા ભેદજ્ઞાન થાય છે. ચેતન્યને શાંતિનો સ્વાદ અનુભવાય છે. સતત ચેતન્યા સ્વરૂપની ધૂનમાં રહેવાથી ભેદજ્ઞાન નજીક આવે છે. સમ્યગ વિચારનું ળા તત્ત્વનિર્ણય અને આત્માની અનુભૂતિ છે. પ્રવચન સાર ગા. ૨૩૧ માં તેના કર્તા લખે છે કે સર્વજ્ઞનો માર્ગ અનેકાન્ત છે. તેથી પોતાની દશા તપાસીને જે રીતે એકંદરે પોતાને લાભ થાય તે રીતે વર્તવાનો ભગવાનનો ઉપદેશ છે. જ્યારે બધો જે રસ આત્માના આનંદને ચાખવામાં રોકાય છે ત્યારે અતીન્દ્રિય શાંતિ અનુભવાય છે. આત્માની સુંદરતા અભૂત છે. જે રાગથી ઘણી દૂર છે અને સિદ્ધ ભગવાનની નજીક છે. એની સુંદરતાને જાણવામાં ઉપયોગને રોકતા ઉપયોગમાં સંવર, થાય છે અને ઉપયોગ સ્વરૂપ તરફ વળવાથી સ્વરૂપ ગુપ્તતા થાય છે તેથી નિર્જરા થાય છે અને આ સંવર, નિર્જરા તે મોક્ષમાર્ગ છે અને આ ઉપયોગ સ્વરૂપ તરફ વળીને સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તે જ ભાવ ચારિત્ર છે. સ્વ રૂપમાં સંતાઈ જવાથી પુદ્ગલની માયાજાળમાંથી છૂટી જવાય છે અને ચારગતિના ચૂરા થઈ જાય છે. જેની કિંમત ભાસે, જેની વિશેષતા ભાસે, જેમાં સુખભાસે તેમાં એકાગ્રતા આવે છે. એવો જ ઉપયોગનો સ્વભાવ છે. એવી કઈ ચીજ જગતમાં છે કે જે જીવને હદયથી ગમે અને તેમાં એકાકાર ન થાય. દા.ત. જેના માટે આપણે ઘણો સારો અભિપ્રાય સાંભળ્યો હોય તેવા તત્વજ્ઞાની મહાપુરુષો પ્રવચન આપે તો આપણે એકાકાર થઈને સાંભળીએ છીએ. જેના ઉપર અતિ બહુમાન છે એવી વ્યક્તિ ખાલી કુશળતાના સમાચાર પૂછે. સામાન્ય વાત કરે તો પણ જીવને આનંદ થાય છે તો પછી તેવી વ્યક્તિના મુખે તત્ત્વની વાતો સાંભળવા મળે તો જીવને કેટલો આનંદ થાય ? આત્માને પામવો હોય તો આત્મા સિવાયની બહારની બીજી પંચાતમાં રસ લેવાનો છોડી દેવો જોઈએ. બીજી બધી જ જગ્યાએ 2010_05 Page #376 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ૩૪૭ વહેંચાયેલા રસને ત્યાંથી ઉપયોગપૂર્વક ખેંચી લઈ આત્માના વિષયમાં જ એ રસને જોડવામાં આવે તો જ આત્માનું કલ્યાણ થઈ શકે. આત્માને પામવા માટે આત્મા સિવાય બીજા બધાને ભૂલવા પડે. વેદાંત દર્શન બ્રહ્મને સત્ય કહીને વારંવાર તેનું સ્મરણ કરવાનું કહે છે અને જગતને મિથ્યા કહીને તેને ભૂલવાનું કહે છે. બ્રહ્મસત્ય એટલે તું જ બ્રહ્મ છે એમ નહિ પણ આખું વિશ્વ બ્રહ્મરૂપ લાગે અબ્રહ્મ કાંઈ લાગે જ નહિ. જ્યાં અબ્રહ્મ કાંઈ છે નહિ ત્યાં દુઃખ લાગે કેવી રીતે? પંચમહાવ્રત જેવા મહાન ચારિત્રનું પાલન કરવા છતાં દેહાધ્યાસ અને લોકૈષણાના અહં-મમમાં પડીને આજે આપણે આત્માનો અનુભવ પામી શકતા નથી અને તેનું આપણને દુઃખ પણ નથી આ કેટલી કરૂણ બીના છે. ઘરબારને છોડીને પંચ મહાવ્રતનું પાલન કરનારા જો આત્માનંદી નહિ બને તો પછી તે આશા બીજા કોની પાસે રાખી શકાશે ? વ્યવહારનયે જેમ ચારિત્રના પાલનની કિંમત છે તેમ નિશ્ચયનયે આત્માના સિદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર સ્વરૂપની અનુભૂતિની કિંમત તેથી પણ વિશેષ છે. સ્વરૂપના લક્ષ્ય, સ્વરૂપની રૂએ, સ્વરૂપની શરતે, સ્વરૂપના વ્યવહારે મન, વચન, કાયાના યોગને પ્રવર્તાવવા તે ચરણકરણાનુયોગ છે. સ્વરૂપને વારંવાર યાદ કરવાથી વીર્યંતરાયનો ક્ષયોપશમ વધે છે. આત્મબળ વધે છે. ક્ષયોપશમ સમકિત વિના આગળ વધાતું નથી માટે બોધિલાભ માંગવાનો છે અને ધર્મના ઉત્તરોત્તર અધ્યવસાય પામી શકાય અને જ્ઞાન ધ્યાન થઈ શકે માટે આરોગ્ય માંગવાનું છે. પણ દેહના ભોગ માટે નહિ. જે બહિર્મુખી દૃષ્ટિથી જગત રચાયું છે તે જ દૃષ્ટિને અંતર્મુખી કરવા દ્વારા જગતને ભૂલવાનું છે. જ્ઞાન અને ધ્યાન દ્વારા જીવ સમાધિમાં નથી જતો માટે સંયોગ-વિયોગનું દુ:ખ રહે છે. ભેદજ્ઞાનના લક્ષ્ય, નિર્વિકલ્પતાના લક્ષ્ય જ્ઞાન, ધ્યાન કરવાથી તે દુ:ખ રહેતું નથી. અધ્યાત્મ એ ખંડન-મંડનની ચીજ નથી પરંતુ જાત તપાસની ચીજ છે. અધ્યાત્મનો માર્ગ એ સાધનાનો માર્ગ છે. સાધનામાં જીવે પોતાના મનોયોગને તપાસવાનો છે. આપણે આપણા સચ્ચિદાનંદ સ્વરૂપને નથી વેદતા તેથી આપણે આપણા વિરોધી છીએ. જેમાં આપણા જ અજ્ઞાન અને મોહ કારણ છે. પૂર્ણ દૃષ્ટિવાળાનું જગતમાં કોઈ વિરોધી હોતું નથી. દૃષ્ટિ અપૂર્ણ હોય તેના વિરોધી હોઈ શકે છે. હકીકત તો એ છે કે દૃષ્ટિ અપૂર્ણ હોતે છતે મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય અને ઉદારતાના બળે આપણે જગતને આપણું બનાવશું. વિરોધી મટાડશું ત્યારે આપણે પૂર્ણ દૃષ્ટિ પામી શકીશું. 2010_05 Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४८ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ એક સાધકઆત્માના અનુભૂતિ પછીના ઉચ્ચાર “અહો ! આંધળામાંથી દેખતો થઈને જેમ આનંદ અને આશ્ચર્યમય બનીને વિશ્વને પહેલી વાર દેખે... તેમ અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈને મહા આનંદ અને આશ્ચર્ય સહિત આત્માને દેખ્યો. સંતોએ મને પ્રતિબોધ કરીને મારા જ્ઞાનનેત્ર ઉઘાડ્યા.” અનુભવી પુરુષના હૃદયમાં પ્રેમ હોય છે તેનો સંગ કરવાથી, તેનો સ્પર્શ કરવાથી, તેની ચરણરજ માથે લેવાથી, તેનું કહ્યું કરવાથી આપણામાં પણ પ્રેમનો સંચાર થાય છે. પોતાના આત્મા પર લાગેલા કાળા ડીબાંગ જેવા ધાબાઓ હોવા છતાં જીવ ચોધાર આંસુએ હૈયાફાટ રૂદન કરતો નથી તેથી આગળ વધાતું નથી. કપાળ, જીભ અને હૃદયને શૂન્ય રાખવાથી સાધના થાય છે કપાળ એટલે બુદ્ધિથી શૂન્ય થવું. એટલે બુદ્ધિમાં ઝાઝી સાંસારિક વાતો ન ભરવી. જીભથી. ઝાઝું ન બોલવું તે જીભને શૂન્ય કરવા બરાબર છે અને હૃદયને શૂન્ય કરવું એટલે તેમાં વાસના ન ભરવી. વાસના ન ભરવી એટલે લાગણી શૂન્ય હૃદય રાખવું એટલે કુટુંબ, સ્વજન, પુત્રાદિ કે બીજા કોઈ પ્રત્યે ઔચિત્ય પૂર્વકનું વર્તના હોય, લાગણી ન હોય. રાગ ન હોય. ખેંચાણ એક માત્ર પરમાત્મા પ્રત્યે હોય, હવે આજ વાતને દૃષ્ટાંતથી કહે છેमायाम्भस्तत्त्वतः पश्यन्नुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६५ ॥ માયાજળને તત્ત્વથી જોતો પુરુષ ઉદ્વેગ પામ્યા વિના જેમ વ્યાઘાત રહિત પણે તેની મધ્યમાંથી ચાલ્યો જાય છે. પૂર્વના કાળમાં મોટામોટા રાજમહેલોમાં એવી રીતના સ્ફટિકના પત્થરની ગોઠવણ કરવામાં આવતી કે જેથી જોનારાને સાક્ષાત સરોવરનો જ ભાસ થાય અને તેથી તેમાં સરોવરનો ભ્રમ થતાં એક ડગલું પણ આગળ ચાલી ન શકે પણ ત્યાં જ ઊભો રહી જાય તેને માયાજળ કહેવાય છે. અર્થાત જલ ન હોવા છતાં જલનો ભ્રમ પેદા કરે તેને માયાજળ કહેવાય છે. જેમ માયાજળને પરમાર્થથી માયાજળ છે એ રીતે જોતો પુરુષ માયાજળથી મૂંઝાયા વિના શીધ્ર એ માયાજળના માર્ગ વ્યાઘાતથી વજિત થયેલો = જરાપણ થોભ્યા વિના ચાલ્યો જાય છે કારણકે માયાજળને પરમાર્થથી માયાજળરૂપે ઓળખ્યા પછીથી તે રૂકાવટ કરવા સમર્થ બનતું નથી. નેપાલ દેશના વહેપારીઓ ૧૬ રત્નકંબલ લઈને આવ્યા. તે શ્રેણિકે ન ખરીદતાં ભદ્રા માતાએ નિરાશ થયેલા વહેપારીઓની પ્રસન્નતા માટે બધી જ 2010_05 Page #378 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ३४८ રત્નકંબલ ખરીદી લીધી અને એના ટૂકડા કરાવી શાલિભદ્રની બત્રીસ પત્નીઓને આપી, તેમણે શરીર લુછીને તે ફેંકી દીધી. તે સમાચાર શ્રેણિકને મળતા ભદ્રામાતાના કહેવાથી શ્રેણિક શાલિભદ્રના ઘરે તેને જોવા માટે આવે છે, ત્યારે મહેલનું આંગણું સ્ફટિકનું બનાવેલ હતું તે જોઈને શ્રેણિક મહારાજા દૂરથી જ ઊભા રહી ગયા. આ તો પાણી છે કેવી રીતે જવાય ? ત્યાંજ બુદ્ધિના નિધાન અભયકુમારે આંગળીમાંથી વીંટી કાઢીને નાંખી, અવાજ થયો એટલે અભયકુમાર કહે છે પિતાજી ! ચાલો, આ પાણી નથી સ્ફટિક છે. આમ માયાજળને જેણે માયાજળરૂપે ઓળખી લીધું છે તે પુરુષ તે માર્ગ ઉપરથી સડસડાટ ચાલ્યો જાય છે. માયાપાણી રે જાણી તેહને, લંધી જાય અડોલ, સાચું જાણીરે તે બીતો રહે, ન ચલે ડામાડોલ ધનધન. યોદ. સક્ઝાય ૬-૮ भोगान् स्वरुपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसडगः सन् प्रयात्येव परं पदम् ॥ १६६ ॥ તે જ રીતે ભોગોને સ્વરૂપથી માયાજળની સમાન જોતો પુરુષ ભોગોને ભોગવવા છતાં અસંગ હોતે છતે પરમપદ પ્રતિ જાય છે. નિકાચિત ભોગકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવવા છતાં પણ આસક્તિ વગરનો હોવાથી પરમપદને પામે છે. ભોગોમાં આસક્તિ ન હોવાથી ભોગોમાં પરાધીનપણું નથી અને તેથી ભોગ ભોગવવા છતાં કર્મનો ક્ષય કરે છે. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસારમાં વૈરાગ્યનું વર્ણન કર્યું છે અને તેમાં ભવના સ્વરૂપનું જ્ઞાન થવાથી તેમાં સર્વત્ર નિર્ગુણતા દેખાય છે અર્થાત સંસાર એને કોઈ દૃષ્ટિથી સારો લાગતો નથી તેથી તેના પ્રત્યે અરૂચિ થવાથી તેનો નાશ કરવાની ઇચ્છા થાય છે અને આ ઇચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્યનું ત્યાં વર્ણન કરી રહ્યા છે. આવો વૈરાગ્ય ચોથે ગુણસ્થાનકે પણ યોગની છઠ્ઠી દ્રષ્ટિ ધરાવતા તીર્થકર વગેરેને ગૃહસ્થાવસ્થામાં હોય છે. પૃથ્વીચંદ્ર, ગુણસાગર, સમરાદિત્ય વગેરે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવેલા છે ત્યાંના સુખો પણ જેમને ડોલાવી ન શક્યા. તે સુખોમાં પણ આસકત ના બનતાં આત્મામાં લીન રહ્યા તેને મનુષ્ય લોકના સુખો શું વિસાતમાં? મનુષ્ય લોકના સુખો તો તેને જ સારા લાગે કે જેને દેવલોકના સુખની યાદ ન હોય. નલિનીગુભ વિમાનનું વર્ણન સાંભળતા અવંતિસુકુમાલને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ખબર પડી કે હું નલિનીગુભ વિમાનમાંથી અહિંયા આવ્યો છું તો ૩૨-૩૨ પત્નીઓ અને મનુષ્યભવના ઊંચા ગણાતા ભોગો પણ તુચ્છ લાગ્યા અને તરત તે ભોગોને છોડીને તેણે ચારિત્ર લીધું. તેજ રાત્રિએ ઉપસર્ગ, 2010_05 Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આવ્યો તો ય અડોલ રહ્યા અને પાછા ત્યાં જ ચાલ્યા ગયા. આમ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવોને ભોગોમાંથી સુખબુદ્ધિ કે પરમાર્થબુદ્ધિ નીકળી ગઈ હોય છે અને તેથી માત્ર કર્મના ઉદયથી તે આત્માઓ તેમાં પ્રવૃત્તિ કરે છે. તેમનો બળવાન કર્મનો ઉદય તેમને વિષયોમાં પ્રવૃત્તિ કરાવે છે પણ તેમાં આસકિત કરાવી શકતો નથી. આસક્તિ ન થવામાં તેમની આ દ્રષ્ટિની જાગૃતિ, ઉપશમભાવ વગેરે છે અને તેથી એ જાગૃતિના બળે તે આત્માઓનું મુક્તિ તરÉ પ્રયાણ અવિરત ચાલુ રહે છે. યોગની પાંચમી દૃષ્ટિ અને છઠ્ઠી દૃષ્ટિનો આ જ તફાવત છે કે પાંચમી દૃષ્ટિવાળાને ભોગ ભોગવતા આસક્તિ થવાની સંભાવના છે. તે વખતે સાથે રહેલું સ ત્વ તેને ચેતવે છે. જાગૃતિ આપે છે. હેયરૂપે લગાડે છે. જ્યારે આ દૃષ્ટિમાં વિશુદ્ધિ વધવાથી ભોગોને ભોગવવા છતાં તેનો લેપ લાગતો નથી. સાધક જલકમલવત્ ન્યારો રહે છે. પાંચમી દૃષ્ટિમાંથી જીવ નીચે ઊતરી શકે છે, છઠ્ઠી દ્રષ્ટિમાંથી નહિ. આ દૃષ્ટિ આવ્યા પછી સંસારમાં જીવને ઝાઝા ભવો કરવા પડતા નથી. હવે તો શિવરમણી તેને ભેટવાને માટે આતુર હોય છે. સંસારનું બિહામણું સ્વરૂપ જે બરાબર સમજી લે છે તે આગળ વધવા માંડે છે. અહિંયા કોઈનું અનુકરણ કામ લાગતું નથી. નરસિંહ મહેતા લખે છે કે “મારું ગાયું જે ગાશે તે ઝાઝા ગોદા ખાશે, સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે.” ભોગોને ભોગવવા છતાં અનાસક્ત રહી અધ્યાત્મના માર્ગે આગળ વધવું એ આત્મવિકાસની શ્રેણીનો અપવાદમાર્ગ છે નહિ કે ઉત્સર્ગ. ઉત્સર્ગમાર્ગ તો ભોગોનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞા મુજબ ત્યાગી - વિરાગી બની ગુર્વાજ્ઞાના પાલનમાં તત્પર રહેવું તે છે. ઉત્સર્ગ માર્ગ એ રાજમાર્ગ છે જ્યારે અપવાદ માર્ગ કેડી માર્ગ છે. રાજમાર્ગ ભૂલભૂલામણી વગરનો હોય જેના ઉપર હજારો લાખો આત્માઓ ચાલી શકે. જ્યારે ફેડીમાર્ગ ઉપર ચાલનારા તો ગણ્યાગાંઠયા વિરલાઓ હોય. સંસાર આસક્તિથી ચાલે છે. કોઈપણ પાપના મૂળમાં તપાસ કરવામાં આવે તો ત્યાં કોઈને કોઈ આસક્તિ જ કામ કરતી હોય છે પણ આસક્તિમાં પાપની શરૂઆત છે તે જ્યારે તીવ્ર - તીવ્રતર - તીવ્રતમ બને છે ત્યારે તે જીવને તારક તત્ત્વોની આશાતનાના મહાપાપ સુધી લઈ જાય છે માટે આ આશાતનાના મહાપાપથી બચવા જ્ઞાનીઓ આસક્તિનો જ ઉચ્છેદ કરવાનું કહે છે. જેણે આ આસક્તિને ઉગતી પામી નહિં તેઓ મોડા વહેલા આશાતનાના મહાપાપ સુધી પહોંચી દીર્ઘ સંસાર વધારી ગયા. 2010_05 Page #380 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩પ૧ ગુણસંપન્ન ગુણસેન પ્રત્યે દ્વેષ રાખી અગ્નિશર્માએ અનંત સંસારના આંધણ મૂક્યા. શિષ્યની આસક્તિથી મરીચીએ કોટાકોટિ સાગર પ્રમાણ સંસાર વધાર્યો. જ્યાં અપવાદનું સ્થાન ન હતું ત્યાં અપવાદ બતાવી સાવધાચાર્યે અનંતી. ઉત્સર્પિણી અવસર્પિણી સંસાર વધાર્યો. આસક્તિના પાપથી બચવા ભગવદ્ગીતામાં પણ ઠામઠામ નિષ્કામ ધર્મ કરવાની પ્રેરણા સાધકને આપવામાં આવી છે. તારો અધિકાર માત્ર કમી કરવામાં છે, ફ્લ પ્રત્યે નહિ. આવા વચનો જીવને આસક્તિ રહિત થવાની પ્રેરણા આપે છે. આસક્તિથી આપણે બચશું તો જ અનાસકત બની અસંગ થઈ શકશું. જીવવા માટે વધારે વ્યક્તિ અને વસ્તુઓની જરૂર પડે છે તે આપણી આસક્તિ છે. ઓછામાં ઓછી વ્યક્તિ અગર વસ્તુઓથી આપણે જીવી શકીએ ત્યારે આપણે અસંગ યોગને યોગ્ય બનીએ છીએ. વસ્તુઓની બહુ જરૂર પડે તે આપણી મહાનતા નથી પણ નબળાઈ છે. અંદરથી અનાસક્ત રહીને સત્સંગ કરશું તો અસંગની યોગ્યતા વધતી જશે. અધ્યાત્મના માર્ગમાં આગળ વધવા વિકલ્પોથી બચવાનું છે. જેટલા વિકલ્પો ઓછા તેટલું અધ્યાત્મ ઊંચું. આત્માના આનંદ સ્વરૂપને જાણવાનો અને માણવાનો પ્રયત્ન કરશે તેમ વિકલ્પ ઘટશે અને શ્રત દ્વારા અનુભવની દશા વધશે. આનંદ નિરપેક્ષ માત્ર શેયને જ જાણવાનો પ્રયત્ન કરશું તો વિકલ્પ વધશે. જે શાસ્ત્રથી આત્મા હણાતો હોય અને વિકલ્પો વધતા હોય તે શાસ્ત્ર તેને માટે અસત્ શાસ્ત્ર છે. તે શાસ્ત્રથી પણ સાધકે દૂર રહેવું જોઈએ. અધ્યાત્મ શાસ્ત્રો, યોગગ્રંથો ભણ્યા પછી ઉપયોગ બહારમાં જ રહેતાં હોય અને વિકલ્પો વૃદ્ધિ પામતા હોય અથવા તો વિકલ્પો ઘટતા ન હોય તો સમજવું કે અધ્યાત્મ અંદર પરિણમ્યું નથી. અધ્યાત્મ શાસ્ત્રો ભણતા આવડ્યું નથી. જો જ્ઞાન પ્રમાણે જીવન નહિ થાય તો જીવન પ્રમાણે જ્ઞાન થઈ જશે. દ્વતનું અવલંબન લેવાથી ચિત્તવૃત્તિમાં બીજી વસ્તુઓના ગુણ અનુસાર ચેતના પ્રાપ્ત થશે અને તે વખતે નવિન કર્તવ્ય જ્ઞાન ઉત્પન્ન થતા જ ઇન્દ્રિયોની ક્રિયા થવા લાગે છે તેને જ પરધર્મ કહે છે. જ્યાં સુધી હું અને બીજા દેખાય છે ત્યાં સુધી બહુ પ્રવૃત્તિ વધારવાથી બહુ અજ્ઞાન વધે છે. જ્યારે હું અને બીજા જેવું હેત દેખાતું નથી ત્યારે થોડી પ્રવૃત્તિથી પણ ઘણું સારું કામ થાય છે. લોકનિંદા અથવા સમાજની ટીકાના ભયથી સત્યની મર્યાદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ, દૃઢ વિશ્વાસમાં પરમાત્મા સુલભ બને છે. જ્યાં બીજાનું ભાન પણ 2010_05 Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩પ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ ન રહે તે શાંતિપદ છે. ધારણામાં બીજાની શૂન્યતા રહેવી જરૂરી છે. દૃઢ અપરોક્ષ જ્ઞાનવાળા પરમહંસને કર્તવ્યબુદ્ધિથી કર્તવ્ય નથી છતાં જે કર્મ પ્રારબ્ધ યોગે આવે તે ઇચ્છા કે ભય વગર તે કરી શકે છે. જેમ કપુર ને બાળીએ તો કપુર અને અગ્નિ બંને અદ્રશ્ય થઈ જાય છે તેમ બ્રહ્મભાવે થતાં કર્મ બ્રહ્મદશામાં એકતા પામી જાય છે. આવા પરમહંસને કર્મ કરવાનું બંધન નથી તેમ ન કરવાનું પણ બંધન નથી છતાં પોતે સદાચારમાં રહીને વર્તે છે. તેમાં જેઓ અવધૂત કોટિના હોય છે તેઓ ઉપદેશ આપતા નથી તેમનું જીવન જ વૈરાગ્યનો બોધ કરે છે. તેમની નિષ્ઠાથી પાસે રહેલાને કે દૂર રહેલાને પણ અસર થાય છે. જેઓ આચાર્ય કોટિના હોય છે તેઓ ઉપદેશ આપે છે તેમનું જીવન લોકોને અભ્યાસ કરાવવામાં ઉપયોગી છે. જીવનભર મોનની સાધના કરનાર એક સાધક લખે છે કે જ્યારે હું બીજાઓને જોઉ છું ત્યારે મારાથી જુદા જોતો નથી. જિજ્ઞાસુ પણ જો ત્યાં એવા ભાવથી બેસે કે હું મહર્ષિથી જુદો નથી તો ત્યાં રેડિયોની વેવલેન્થની માફ્ટ સાચી વેવલેન્થ ઉત્પન્ન થાય છે અને એના હૃદયમાં સાચા અને સારા અનુભવ થવા લાગે છે. જેની નિષ્ઠા બહુ સારી હોય એવા સંતની હાજરીમાં ધ્યાનમાં બેસવાથી એવી દશા ઉત્પન્ન થવા લાગે છે. જેમ પાયખાનામાં રહીને ક્લની સુગંધ લઈ શકાતી નથી તેમ માયિક સુખમાં રહીને આત્માનો આનંદ લઈ શકાતો નથી. भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलंघनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥ १६७ ॥ પણ ભોગમાં જ તત્ત્વ બુદ્ધિવાળાને ભવોદધિનું લંઘન થતું નથી. માયાજળમાં દઢ આવેશવાળો કયો પુરુષ તે માર્ગે જાય ? સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ ભોગતત્ત્વને એ ભય નવિ ટળે..... યો.દ. સક્ઝાય. પણ જેને ભોગમાં જ પરમાર્થ બુદ્ધિ છે, સારાપણાની બુદ્ધિ છે. ભોગમાં જ સુખની કલ્પના કરાવનારી બુદ્ધિ છે તેવો આત્મા સંસારસાગર તરી શકતો નથી કારણકે ભોગમાં પરમાર્થ બુદ્ધિ હોવાથી સંસારસાગરથી પાર પામવાના ઉપાયમાં તેની પ્રવૃત્તિ થતી નથી. જે વસ્તુ સારી લાગે તેનાથી વિપરીત માર્ગમાં વીર્યનું રણ કેવી રીતે થઈ શકે ? આ જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે. માયાજળમાં સાચા પાણીનો દઢ આગ્રહ જેને થઈ ગયો છે એવો જીવ તે માર્ગ વડે કરીને કેવી રીતે જાય ? અર્થાત ન જ જાય અને તેથી તે ઈષ્ટ નગરે પહોંચી શકતો નથી. શ્લોકના પૂર્વાર્ધમાં વિધાન છે અને ઉત્તરાર્ધમાં તેને અનુસરીને દૃષ્ટાંત છે. 2010_05 Page #382 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૫૩ આ દૃષ્ટિમાં માયાજળમાં સાચાજળનો ભ્રમ નથી અર્થાત સઘળા ભોગો એ બધા દુઃખકારી છે. અને તેનું તે જ રૂપે સંવેદન છે માટે ભોગ ભોગવવા છતા ભવોદધિ લંઘન છે. જ્યારે તે પહેલા ભોગોમાં આસક્તિ હોવાથી ઉદાસીન પરિણામ નથી. માયાજળ, માયાજળરૂપે હજુ જેવું જોઈએ તેવું લાગ્યું નથી. તેથી ભવોદધિ લંઘવામાં વચ્ચે વચ્ચે સ્કૂલનાને પામે છે. વિષયોમાં વિષબુદ્ધિ પેદા થાય અને તે તીવ્રતાને પામે ત્યારે જ આત્મામાં ઉદાસીન પરિણામની ધારા ચાલે છે અને તે જ મોક્ષમાર્ગ છે અમૃતવેલની સઝાયમાં આ વાત આવે છે. દેખિયે માર્ગ શિવનગરનો જે ઉદાસીન પરિણામ રે તેહ આણછોડતાં ચાલિયે, પામીયે જિમ પરમ ધામરે.. ઉદાસીન પરિણામ એ આસક્તિનો વિરોધી પરિણામ છે. જ્યાં આસક્તિ ત્યાં ઉદાસીનતા નહિ અને જ્યાં ઉદાસીનતા ત્યાં આસક્તિ નહિ. આસક્તિ જે વૃદ્ધિ પામે તો તે વિપર્યાસ અર્થાત્ મિથ્યાત્વને ખેંચી લાવે છે અને આસક્તિનો નાશ થાય તો ઉદાસીન પરિણામ આવે છે. આસક્તિની તીવ્રતાથી. જીવ આત્મસત્તા સ્વરૂપ સત્તા હારી જાય છે. તેનાથી સંસારમાં બહુ ભટકે છે. મિથ્યાત્વ અવિરતિ અને કષાયના રંગ આત્મા ઉપર ચઢેલા રહે છે. કષાયો સતત આત્માનું દમન કરે છે. ક્રોધ દાવાનળ આત્માને બાળે છે. માન વિષધર ડસે છે. માયાજાળ જીવને બાંધે છે. લોભ અજગર જીવને સતત ગ્રસે છે. કામરાગ, સ્નેહરાગ લ્યાફાલ્યા રહે છે અને આસક્તિ તીવ્ર બનતા કયારેક દૃષ્ટિરાગ પણ ખેંચાઈ આવે છે. મહાપુરુષોના સત્સંગ સમાન કલ્પવૃક્ષને છોડીને જીવ પુદ્ગલના જ લેખા જોખા માંડે છે તેના ત્રણે યોગ ચપળ બને છે અને સંસારાભિમુખ બની જીવને ડૂબાડે છે તેનાથી બચવા જ્ઞાનીપુરુષો આસક્તિ ઉપર જ કુઠારાઘાત કરવાનું કહે છે. વિહરમાન અનવવીચ જિન સ્તવન સમાવિજ્યજી મ. ક્રોધ દાવાનળ દધ, માન વિષધર હસ્યો, માયા જાલે બંધ્ધ, લોભ અજગર ગ્ર સ્યો, મન, વચ, કાયાના યોગ, ચપળ થયા પરવશા, પુદ્ગલ પરિચય પાપતણી અહર્નિશદશા; કામરાગે અણનાચ્યા સાંઢ પરે ધસ્યો, સ્ને હરાગની રાત્રે ભવપિંજર વસ્યો; દૃષ્ટિરાગ રૂચિકાચ, પાચ, સમકિત ગણું, આગમ રીતે ન નાથ નિરખું નિજપણું. હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પુદ્ગલે, 2010_05 Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ઝીલ્યો ઉલટ આણી વિષય તૃષ્ણા જલે; આશ્રવ બંધ વિભાવ કરું રૂચિ આપણી , ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પર ભણી... દેવચંદ્રજી વિહરમાન શ્રી વજંધર જિન સ્તવન. આસક્તિ આત્માની વિભાવદશા છે તેનાથી આશ્રવ અને બંધ ચાલે છે. આસક્તિ - રાગ જેનામાં નથી તે પરમાત્મા. આસક્તિને જે જીતી રહ્યા છે તે સંત. આસક્તિને જીતવાનું શીખવે તે શાસ્ત્ર. આસક્તિને જીતવાનો જે પ્રયત્ન કરે તે સાધક. આસક્તિ એટલે ગૃદ્ધિ. જે પદાર્થ સંબંધી વારંવાર દુઃખ અનુભવવા છતાં એ પદાર્થો આપણને સુખ આપશે એવી લાલચથી વળગી રહેવું તે ગૃદ્ધિ. આ આસક્તિ જ જીવને ભોગમાંથી છૂટકારો થવા દેતી નથી અને તેથી સંસારસાગર તરી શકાતો નથી. અનંતીવાર ભોગો ભોગવીને અનંતીવાર જીવ નરકે ગયો છતાં આ ભોગો મને સુખ આપનાર છે એવી બુદ્ધિથી આજે પણ તેને વળગીને રહ્યો છે. સંસારમાં ગમે તેટલા દુઃખો વેઠવા છતાં જીવ ચામજની જેમ ભોગોને વળગેલો રહે છે એ એના આત્મામાં પડેલો વિપર્યાય છે અને વિપર્યાસ હોય ત્યાં સુધી સંસારના કુવામાંથી કોઈપણ રીતે જીવ બહાર નીકળી શકતો નથી, તેને ફ્રી ફ્રીને ઘાંચીના બેલની જેમ ચારેગતિમાં ભટકવું જ પડે છે. તીવ્ર આસક્તિવાળા જીવો એકપણ યોગને સારી રીતે આરાધી શકતા નથી. પરમાત્માના શરણે જઈ શકતા નથી. આંતરિક શાંતિ અનુભવી શકતા નથી. ચિત્તસંકલેશ તેમને વળગેલો જ રહે છે. વિષયોમાં આસકત જીવની દશા કૂતરા જેવી ભૂંડી થાય છે. જેમ કૂતરાને તમે ગમે તેટલી મારપીટ કરો પણ જો તેને રોટલાનો ટૂકડો બતાવી ‘તુ તુ' કરો તો પાછો પૂંછડી પટાવતો આવે છે. પૂર્વની મારપીટ બધી ભૂલી જાય છે. તેમ આ જીવ પણ નરકમાં અનંતીવાર કર્મસત્તાનો જાલિમ માર ખાઈ આવ્યો છતાં આજે થોડાક વિષયોના ટૂકડા મળ્યા છે તો કૂતરાની જેમ પૂર્વના બધા દુ:ખો ભૂલી જઈને તેમાં લંપટ બનીને જીવે છે અને ત્યાગ, વૈરાગ્ય, ક્ષમાદિ ગુણોની કમાણી રૂપ આત્મસત્તાને હારી રહ્યો છે. કુટુંબ - પરિવારને પોતાના માનીને તેના માટે લખલૂટ પાપ કરી રહ્યો છે. અનાદિકાળથી ઇન્દ્રિયોને વિષયોની મૈત્રી છે. ઇન્દ્રિયો વિષયોમાં જવા માટે જ ટેવાયેલી છે. વિષયો તેનો ખોરાક છે. ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે શરીરની સાથે પરંતુ તેને વૈષયિક સામગ્રી બહારથી મેળવવી પડે છે જેથી તેની પ્રાપ્તિ 2010_05 Page #384 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૫૫ માટે પ્રયત્ન કરવો પડે છે. ભોગ સામગ્રી બહાર છે જેનો ક્રય-વિક્રય થાય છે. ભોગ સામગ્રીનું ઉત્પાદન હોવા છતાં વિતરણની અસમાનતા આદિના કારણે એકને ઓછું બીજાને વધારે મળે છે. જે કર્મની તરતમતા રૂપ છે. જે પુણ્યપાપતત્ત્વના ળસ્વરૂપ છે. આજ કર્મનો મર્મ છે. કર્મથી વિઘ્નો આવે, ઉપાધિ આવે, રોગ આવે, મળેલી ભોગ સામગ્રી ચાલી જાય, સ્વજનનો વિયોગ થાય આ બધું સંસારના સુખમાં તકલીફ પહોંચાડનારું છે. સાંસારિક સુખ અનિત્ય અને પરાધીન છે તે એક સરખું મળતું નથી, એક સરખું ટકતું નથી. એક સરખું ભોગવાતું નથી અને ભોગની ઇચ્છા પૂર્ણ થતી નથી તેનું પણ દુઃખ છે આમ સાંસારિક સુખની આગળ, પાછળ અને વચ્ચે દુઃખજ રહેલું છે. આ વાત જીવને બેસે તો જ અનાદિકાલીન આસક્તિ તૂટે અને તો જ આગળ જતા ઉદાસીન ભાવની ધારા ચાલે કે જે મોક્ષમાર્ગ છે. ઉદાસીનભાવ તીવ્ર બનતા તેમાંથી ધ્યાન અને સમાધિ આવે છે. અંતે ક્ષપકશ્રેણી દ્વારા મનનો નાશ થાય છે. મનના નાશથી વીતરાગતા પ્રાપ્ત થાય છે. અજ્ઞાનના નાશથી પૂર્ણતા અને નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય છે. ઉપમિતિકાર ઉપમિતિમાં વિષયોને કદન્ન (એંઠવાડ)ની ઉપમા આપે છે અને જીવને ભિખારીની ઉપમા આપે છે. જેમ ભિખારી નગરના એક છેડાથી બીજા છેડા સુધી સતત ભીખ માંગે છે તેના ચપ્પણિયામાં જે કાંઈ એઠું જુઠું વગેરે આવે તેનાથી રાજી થાય છે. ગમે તેટલું ખાવા છતાં તૃપ્તિ થતી નથી અને તે કદન્નથી તેના શરીરમાં રોગો વૃદ્ધિ પામે છે, પેટ લે છે. વાયુ સંચાર થાય છે. ખરાબ ઓડકાર આવે છે. તેમ આ જીવ પણ અનંતકાલથી આયુષ્ય રૂપી ચપ્પણિયામાં ચારેગતિરૂપ સંસારનગરમાં ભમતા વૈષયિક સુખની ઇરછા કર્યા જ કરે છે તેની જ ભીખ માંગે છે તેને મેળવવા મજૂરી કરે છે. પાપો કરે છે, તે મળે તો રાજી થાય છે, જાય તો દુઃખ થાય છે, તેને વધારવામાં જ આનંદ માને છે, પરિણામે પાપકર્મથી તે વૃદ્ધિ પામે છે, તેનો વિપાક થતા દુર્ગતિમાં કટુરિપાકો અનુભવે છે. જેમ ભિખારીને પરમાન્ન (ખીર)ના ભોજનની સ્વરે પણ કલ્પના આવતી નથી તેમ આ જીવને પણ આત્મિક સુખ - ચારિત્ર રૂપી પરમાન્નની કલ્પના પણ આવતી નથી. આમ વૈષયિક સુખો એ કદન્ન છે. માયાજળ છે. મૃગતૃષ્ણિકા છે તેમાં તત્ત્વબુદ્ધિ થવાથી જીવ સંસારસાગર તરી શકતો નથી. स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥१६८॥ 2010_05 Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માયાજળમાં સાચાજળના દૃઢાગ્રહવાળો જીવ નિશ્ચિતપણે ત્યાં જ ઊભો રહે છે. તેજ રીતે ભોદ્વિગ્ન એવો પણ જીવ ભોગ જંબાલથી મોહિત થયેલો મોક્ષમાર્ગમાં સ્થિતિ કરે છે. માયાજળમાં જ પાણીની બુદ્ધિ થઈ જવાથી પાણીથી ત્રાસ પામેલો એક ડગલું પણ આગળ વધી શકતો નથી. તે નિઃશંકપણે ત્યાં જ ઊભો રહે છે તેમ ભોગના કારણભૂત દેહ, ઇન્દ્રિય, પત્ની, ધનાદિમાં મોહ પામેલો જીવ, સંસારથી ઉદ્વેગ પામેલો હોવા છતાં મોક્ષમાર્ગમાં નિઃશંક પણે ઊભો રહે છે પણ ત્યાંથી આગળ પ્રવૃત્તિ કરતો નથી. ભોગરૂપી કાદવથી ખરડાતો છતો એમાંજ સર્વસ્વ માનીને પડ્યો રહે છે પણ મોક્ષમાર્ગમાં આગળ વધતો નથી અર્થાત્ મોક્ષમાર્ગની બહાર ભોગમાર્ગમાં જ રહે છે. ‘મિથ્યાત્વની ભયંકરતા' સંસારમાં જીવને મોટામાં મોટું દુઃખ હોય તો તે ભ્રમનું છે. ખોર્ટી વસ્તુમાં સાચી વસ્તુનો ભ્રમ થાય એ આત્મા ક્યારે પણ સાચી વસ્તુ પામી શક્તો નથી. જેમ પૂર્વદિશામાં જવાને ઇચ્છતા આત્માને પશ્ચિમદિશામાં જ પૂર્વદિશાનો ભ્રમ થઈ ગયો અને પછી પશ્ચિમદિશાને જ પૂર્વદિશા માની તે તરફ ચાલવા માંડે તો તે આત્માને ચાલવાનું દુઃખ વધતું જ જાય છે અને છતાં પણ પોતાના ઈષ્ટની પ્રાપ્તિ થતી જ નથી. ઇષ્ટની પ્રાપ્તિથી તે દૂરને દૂર જતો જાય છે અને તેથી કરીને અધ્યાત્મના માર્ગમાં ત્રણ પ્રકારના વિદનોમાં ઉત્કૃષ્ટ વિઘ્ન દિગ્મોહ તુલ્ય મિત્થાત્વ છે અને તેનો જય કરવો અત્યંત કઠિન છે. મિથ્યાત્વના ઉદયથી જીવને દુઃખરૂપ, દુખફ્લક અને દુઃખાનુબંધી એવા વિષયોમાં સુખનો ભ્રમ થઈ ગયો છે અને તેથી ભોગના કારણભૂત દેહ, ધન, સ્ત્રી વગેરે જે દુઃખના, સંકલેશના, કર્મબંધના કારણ છે તેને જ જીવનનું સર્વસ્વ માની સંસારમાં પ્રવૃત્તિ કરે છે. તેની બુદ્ધિમાં ધન અને ભોગની જ મહત્તા વસેલી છે, તેમાંજ રસ પૂર્વક પ્રવૃત્તિ કરે છે, તેમાં જ આનંદ અનુભવે છે. તેના કારણે આત્મામાં દુર્બુદ્ધિનું એક એવું સામ્રાજ્ય ઊભું થઈ જાય છે કે પછી સમ્યગ્ માર્ગ સમજવાની યોગ્યતા તે ગુમાવી બેસે છે. તેને સંસારની અસારતા સમજાવનાર ગમે તેવા વિશિષ્ટ જ્ઞાની આદિનો યોગ મળે તો પણ તેને સફ્ળ કરી શક્તો નથી કારણ કે તેના માટેની જરૂરી યોગ્યતા ગુરુ ઉપરનું બહુમાન, આદર, પ્રીતિ, ભક્તિ વગેરે તેનામાં હોતા નથી. કદાચ બહારથી ભક્તિ વગેરે જોવા મળે તો પણ અંદરથી તેની બુદ્ધિમાં વૈષયિક સુખનું જ આકર્ષણ હોવાથી તાત્ત્વિક આદર, બહુમાન તેને હોતા નથી. મિથ્યાત્વ મોહ અને તેના કારણભૂત અજ્ઞાન 2010_05 . કષાય અને વિષયનો Page #386 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૫૭ જ્ય તે કરી શક્તો નથી. જ્ઞાનની ભાવના દ્વારા અજ્ઞાનનો જય થાય છે. કષાયના નિગ્રહ દ્વારા કષાયનો જય થાય છે. શક્ય વિષયના ત્યાગ અને અશક્ય વિષયમાં રાગદ્વેષના નિગ્રહ દ્વારા વિષયનો જય કરાય છે તેમજ ગુરુસમર્પણ દ્વારા પણ મિથ્યાત્વ મોહ વગેરેનો જય થઈ શકે છે. પણ મિથ્યાત્વના તીવ્ર ઉદયથી માયાજળ જેવા વિષયોમાં પરમાર્થબુદ્ધિ હોવાથી આ આત્મા સંસારને જ સત્ય માની ચાલે છે. સંસારમાં જન્મ, જેરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક, ચિંતા, સ્વજનનો વિયોગ બધું જોવા છતાં અને અનુભવવા છતાં જાણે કશું જ ન જોતો હોય, ન અનુભવતો હોય તેવું તેનું જીવન હોય છે અને તેથી બહારથી કદાચ ધર્મ કરતો દેખાતો હોવા છતાં મોક્ષમાર્ગની બહાર જ રહે છે. મોક્ષના માર્ગ તરફ તે એક ડગ પણ માંડી શક્તો નથી. વિષયોની જાળમાં તે ફ્લાઈ ગયો છે. કષાયોના રંગે રંગાઈ ગયો છે. તેથી તેને મોક્ષમાર્ગ પામવો મુશ્કેલ થઈ પડે છે. સાહેબકા ઘર દૂર હે બંદા ! જેસી લંબી ખજૂર ચડે તો રામરસ ચાખીએ બંદા ! પડે તો ચકનાચુર”- કબીરજી. સાહેબનું ઘર દૂર છે. નિરાલંબ ખજૂરના લાંબા વૃક્ષ જેવો તેનો પામવાનો માર્ગ વિકટ છે. એમાં જો સાવધાનીથી ચડી શકાય તો અદભૂત રામરસ ચાખવા મળે. પણ તેમાં ચડવા કરતાં પડવાની શક્યતા વધુ છે અને જો પડીએ તો શરીરના ચૂરેચૂરા થઈ જાય તેવું છે. “વૈરાગ્યના પંથને વિઘ્ન આડા ઘણાં”- કવિ ભોજા ભગત. ભર્તુહરી કહે છે કે મનુષ્ય ઘરડો થાય છે. પણ તૃષ્ણા ઘરડી થતી નથી. મનુષ્ય થાકે છે પણ તૃષ્ણા થાકતી નથી. વૃદ્ધાવસ્થામાં પણ તૃષ્ણાનો સુંવાળો સ્પર્શ છોડવો ગમતો નથી. પોતાની ઇચ્છાઓ પૂરી કરવા મનુષ્ય દુર્ગમ પ્રદેશોમાં ભટકે છે. જાતિ અને કુળનું માન મૂકીને કુળહીન ધનપતિઓની સેવા કરે છે. પારકાના ઘરમાં રહીને કાગડાની જેમ ડરતાં ડરતાં પેટ ભરે છે. પણ આખરે તેને મળે છે શું ? કરેલી સેવા નિળ જાય છે. તૃષ્ણાની તૃપ્તિ થતી નથી, ભોગની ઝંખના વધ્યા કરે છે અને તે તેને ઝંપવા દેતી નથી. મોટું ફાડીને ઊભેલી તૃષ્ણા સંતોષાતી નથી. ધન મેળવવાની દોડમાં માણસ ધરતીને ધમરોળી નાંખે છે. પીળી ધાતુના મોહમાં પડીને પર્વતની પાંખો કાપી નાંખે છે. મંત્ર તંત્રની આરાધના કરીને મસાણમાં રાત્રિઓ વીતાવે છે પણ અંતે હાથમાં કાણી ફોડી પણ આવતી નથી. સુખના સ્થાને પહોંચવાની તૃષ્ણાની આ અનંત દોડમાં જીવાત્માનો અંત આવે છે. 2010_05 Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભર્તૃહરિ આશાને દુસ્તર નદીનું રૂપ આપે છે. આ નદીમાં મનોરથના ઊંડા જળ છે. તૃષ્ણાના ઊંચા તરંગ ઉછળે છે. તેમાં વિલાસરૂપી મગરો છે. તર્ક વિતર્કના પક્ષીઓ ઊડે છે. તેમાં મોહ રૂપી ભમરીઓ પડે છે. જેમાં સપડાયેલ કોઈ પણ જીવ ડૂબે જ છે. તેને ચિંતાઓ રૂપી ઊંચા કિનારા છે. ધસમસતી આ નદી ધીરજના વૃક્ષને મૂળમાંથી ઢાળી નાખે છે. જેના મન મલિન નથી થયા તેવા યોગીશ્વરો માત્ર આશા નદીને સામે પાર જઈને આનંદ માણી શકે છે. તે લખે છે કે હું હિમાલયની કંદરામાં ધ્યાનસ્થ દશામાંથી જ્યારે જાગું છું ત્યારે મને એવા પામર મનુષ્યોના દિવસો યાદ આવે છે. જેઓ ધનવાનની સામે માંગણી કરીને હાથ જોડી ઊભા હોય અને વિષયોની આશામાં લાચારી કરતા હોય. તેઓના આવા ક્ષુદ્ર આચરણથી મને અંતરમાં હસવું આવે છે કારણ કે હંમેશા સંતોષથી પ્રસન્ન રહેતા મનુષ્યોનો આનંદ કદી ઘટતો નથી અને ધનના લોભમાં અનેક વિચારો કરતા માણસોને કી આનંદ મળતો નથી. કારણ કે તૃષ્ણાનો ત્યાગ એજ આનંદ છે. યોગીશ્વરો આવા શિવમિલનના અક્ષય આનંદમાં અવિરત લીન રહે છે. સંસાર પરિવર્તનશીલ હોવાથી જ સંસારને ચક્ર સાથે સરખાવેલ છે. સંસાર અસ્થિર છે તો તેના આધારે રહેલા તમામ પદાર્થો અને વિષયો પણ અસ્થિર છે. કોઈ વ્યક્તિ તા ચક્ર ઉપર ઊભી રહે તો ચક્રની ગતિને લીધે તે પણ ફ્ક્ત જ કરે છે. જો તેને ન વું હોય તો ચક્ર ઉપરથી કૂદીને નીચે ઊતરી જવું જોઈએ. એમ જેને આવન-જાવનની ઘટમાળમાંથી છૂટવું હોય તેણે આ સંસાર ચક્રને છોડવું જ પડે. દુનિયાનો કોઈ પણ પદાર્થ અસ્થિરતાથી ઘેરાયલો છે. મનુષ્યનું આરોગ્ય *સેંકડો આધિ, વ્યાધિ અને ઉપાધિથી નાશ પામે છે. લક્ષ્મી જ્યાં આવે છે ત્યાં એકી સાથે આપત્તિઓના ટોળાં પણ આવે છે. જો આમ ન હોત અને લક્ષ્મી આનંદ આપતી હોત તો સંસારમાં લક્ષ્મીનંદનો સર્વપ્રકારે સુખી હોત, પરંતુ તેવું નથી. ધનવાનોને તેનું ધન સગવડતા આપે છે પણ સુખ નથી આપતું. ઊંચે ઉછળીને તરત જ પડી જાય તેવા ભોગ વિલાસ છે. પ્રાણ પણ ક્ષણજીવી છે. પ્રિયના સંગમાં છલકાતું યૌવનનું સુખ પણ ઊડી જતાં વાર લાગતી નથી. આ જગતના રંગમંચ ઉપર જીવ પહેલા બાળક થઈને અવતરે છે. પછી કામરસિક રંગીલો યુવાન થવાનો અભિનય કરે છે. થોડો વખત નિર્ધન માનવીનો પાઠ કરે છે તો વળી પાછો દોમદોમ સાહ્યબીવાળા ધનવાનનો અભિનય કરે છે. છેલ્લો અભિનય ઘરડા મનુષ્યનો છે. માથા ઉપર સફેદ 2010_05 Page #388 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩પ૯ વાળના પળિયા પથરાઈ જાય છે. મુખ ઉપર કરચલીઓ પડી છે. અને ઘડપણથી અંગો ગળી ગયા છે આ છેલ્લો ખેલ બરાબર ભજવીને આ “નટવર' અંતે સંસાર રંગમંચના છેડે રહેલા યમલોકના પડદા પાછળ અદૃશ્ય થઈ જાય છે. આ જીવ રૂપી અભિનેતા પાસે કાળરૂપી સૂત્રધાર કેવો અભિનય કરાવે છે ! ભર્તુહરિ ચતિ અને નૃપતિની તુલના કરતા લખે છે કે યતિ અનાસક્તા હોય છે. તેને કોઈપણ વસ્તુની તૃષ્ણા હોતી નથી. તે વિષયોને જીતી લે છે. તેથી વૈરાગ્યના ક્ષેત્રનો એ સમ્રાટ છે. રાજા તેના રાજ્ય અને સત્તાનો સમ્રાટ છે. બંનેના સામ્રાજ્યો નોખા નોખા છે. પરંતુ તેમાં યતિ શ્રેષ્ઠ છે. કારણ કે જે ગામ, નગર અને પૃથ્વીને જીતે તે મહાન નથી પરંતુ જે કામને જીતે તે જ મહાન છે. રાજા લોકમાં સહુથી ઉન્નત છે. તો યતિ ગુરુની ઉપાસનાથી મળેલ પ્રજ્ઞાથી ઉન્નત છે. રાજા તેના ધન વૈભવથી વિખ્યાત છે. તો યતિ, શિષ્યોએ ફ્લાવેલી તેની કીર્તિથી સુવિખ્યાત છે. માનધન કીડી જેવું છે જ્યારે જ્ઞાનધન, વિવેકધન, કુંજર જેવું છે. આથી જો રાજા ચતિની દરકાર ન કરે તો જરા પણ સ્પૃહા વિનાના પતિને રાજાની શું પડી હોય ? નિ:સ્પૃહે તૃણવત્ ના ! એ ન્યાયે આખું જગત ગતિને તણખલાની તોલે છે. આમ ભર્તુહરિએ વૈરાગ્યશતકમાં ઠામ ઠામ ભોગોની નિંદા કરીને વિરાગ્યને જ નિર્ભય કહ્યો છે. ભોગરૂપી કાદવમાં ખૂંચેલો આત્મા તેમાંથી બહાર નીકળી શક્તો નથી. એ વાત જગતના તમામે તમામ સાધકોને માન્ય છે અને ગ્રંથકાર પણ એ જ વાત કરી રહ્યા છે. બુદ્ધિભ્રષ્ટતા એ મોટામાં મોટો પાપોદય છે. તેની આગળ નરકના દુઃખ આપનાર પાપોદય પણ કોઈ વિસાતમાં નથી. તે મોક્ષમાર્ગ આરાધી શક્તો નથી. ભોગથી યોગ તરફ જવું એ અધ્યાત્મનો માર્ગ છે જ્યારે ચોગમાંથી ભોગ તરફ જવું તે સંસારનો માર્ગ છે. જ્યાં સુધી કષાયની ઉપશાંતતા ન થાય, વિષયો પ્રત્યે વૈરાગ્ય ન થાય, ગુણોમાં અનુરાગ ન થાય, મોક્ષને પામવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવેશ કેવી રીતે થાય? યોગની પહેલી મિત્રાદ્રષ્ટિમાં પણ પ્રવેશ ક્યાંથી મળે ? દુઃખ સંસારના સંબંધમાં છે. જાગ્રત અવસ્થા અને સ્વપ્રાવસ્થામાં સંસારનો સંબંધ રહે છે તેથી શાંતિ મળતી નથી. સંસારને ભૂલી જવાથી શાંતિ મળે છે. સંસારને ભૂલવા માત્રથી મનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને તાકાત મળે છે. વિષયોની સાથે રહેવાથી મન, ઇન્દ્રિય, બુદ્ધિ અને શરીર થાકે છે. વિષયોનો સંબંધ આત્મામાં છે નહિ પણ આપણે માન્યો છે. સંસારના વિષયો તો જવાઆવવાવાળા છે. જવા-આવવાવાળા પદાર્થોનું જોર નથી પરંતુ આપણી માન્યતાનું 2010_05 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ જોર છે. જેણે ખોટી માન્યતા ઊભી કરી છે તેને જ છોડવી પડશે. આપણા આત્મામાં ઊભી કરેલી ખોટી માન્યતાને આપણા સિવાય બીજા કોઈ મીટાવી શકશે નહિ. વિષયો નિત્ય નથી . તેનાથી ઉત્પન્ન થતા રાગદ્વેષ નિત્ય નથી. સ્વજનાદિ સંયોગ નિત્ય નથી. આપણો આત્મા નિત્ય છે. પણ આત્મા જ્યારે અનિત્ય એવા દેહ, ઇન્દ્રિય, ધન, સ્વજનાદિને પોતાના માને છે ત્યારે તેને તે નિત્ય જેવા ભાસવા માંડે છે. આ છે અંદરમાં પડેલ મિથ્યાત્વમોહની તાકાત. જે વસ્તુને જીવે પોતાની માની પછી તે તેને અનિત્ય દેખાતી નથી. અનિત્ય હોવા છતાં આત્મા એને અનિત્ય ન જોઈ શકે તે તાકાત કોની છે ? અંદરમાં જો દૃષ્ટિ મિથ્યા ન બની હોય- વિકૃત ન બની હોય તો આ બને જ કેવી રીતે ? માટે નક્કી છે કે અંદરમાં પડેલી વિકૃત દૃષ્ટિ જ બુદ્ધિ પર આવરણ લાવી બુદ્ધિને એવી વિકૃત બનાવી દે છે કે જેના કારણે અનિત્ય એવા પદાર્થ પણ જીવને નિત્ય જેવા લાગે. આત્માના અવિનાશી સ્વરૂપની શ્રદ્ધા-રૂચિ ના થવા દેવી અને વિનાશી પદાર્થોમાં અવિનાશીપણાના ભ્રમને પેદા કરવો. આ છે કામ મિથ્યાત્વનું . માટે વસ્તુને અનિત્ય જોવી હોય તો તેને સદા તમારાથી ભિન્ન જોયા કરો. અને ભિન્ન માન્યા કરો. આ પરપદાર્થની ભિન્નતા જેમ જેમ ઉપયોગમાં ઘંટાશે તેમ તેમ જ ઉપયોગમાંથી પક્ક છૂટી પડશે અને તો જ તેના નિમિત્તે થતા રાગાદિ ઘટશે. જેને આત્મા પોતાની માનશે તેને કદાપિ તે મીટાવી શકશે નહિ એટલું જ નહિ પણ સંસ્કારરૂપે આત્મામાં રહી ભવાંતરે નવા નવા રૂપકો દ્વારા બહાર આવશે. ત્યાં ફ્રી પાછા તે પદાર્થો મમત્વ કરાવશે. ફ્રી પાછા તમે તેને પકડશો એટલે તે નિત્ય દેખાવા માંડશે. જે વસ્તુ અસત્ છે તેની ઉપેક્ષા કરશો તો તે મટી જશે-ટળી જશે પરંતુ તેને તમે તમારી માનશો તો તમે જ તેને તમારા આત્મામાં સત્તા આપી રહ્યા છો તેથી તે અંદર રહી જશે અને ભવોભવ આત્માને બગાડશે. જેમાં એક શોકનું દૃષ્ટાંત લઈએ. કોઈ મરી જાય છે ત્યારે તમે શોક કરો છો. બીજા લોકો પણ આવીને રડી રડીને શોકને જીવંત રાખે છે. આમ શોકને જીવંત રાખવાનો પુરુષાર્થ કરવા છતાં પણ તે તો મટી જાય છે કારણ કે તેમાં ટકવાની શક્તિ જ નથી. શોકનું મૂળ અજ્ઞાન છે. તે પણ અસત્ છે. કારણ માત્ર જ્ઞાનનો અભાવ તે જ અજ્ઞાન નથી પણ વિપરીત જ્ઞાન અને અધુરું જ્ઞાન તે પણ અજ્ઞાન છે. વિકાર પહેલા નહોતો પછી રહેવાનો નથી અને વર્તમાનમાં દેખાવા છતાં 2010_05 Page #390 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૬ ૧ નીકળી રહ્યો છે. આ ત્રણ વસ્તુ બહુજ માર્મિક છે આ સિદ્ધાંત બતાવે છે કે જે આદિ અને અંતમાં નથી તેની સત્તા વર્તમાનમાં પણ નથી હોતી. સત્ એવા આત્મા તરફ દૃષ્ટિ કરવા માત્રથી અસંત એવા વિકારો ભાગવા માંડે છે. કારણ કે એને આધાર આપનાર આત્મા જ હતો. આત્મા જ જ્યાં પોતાના ઘરમાં ગયો એટલે વિકારો નિરાધાર થઈ ગયા. કારણ કે નાસતો વિદત માવો - તે સ્વતઃ નિવૃત્ત જ છે. ક્રિયાત્મક સાધનની અપેક્ષાએ વિવેકાત્મક અને ભાવાત્મક સાધન બળવાન છે. કારણ કે ક્રિયાનો અંત થાય છે વિવેક અને ભાવનો અંત થત નથી. ક્રિયા સ્કૂલ છે. જ્યારે વિવેક અને ભાવ સૂક્ષ્મ છે. ક્રિયાત્મક સાધના દ્વારા વિકારોનો નાશ જલ્દીથી નથી થતો જ્યારે વિવેક અને ભાવાત્મક સાધના દ્વારા વિકારોનો નાશ જલ્દીથી થાય છે. અસની જગતમાં કોઈ સત્તા જ વિધમાન નથી. આ વિવેક અને ભાવ છે. તેના દ્વારા અજ્ઞાન અને મોહનો નાશ સહેલાઈથી કરી શકાય છે. એક કરણ સાપેક્ષ સાધના છે. એક કરણ નિરપેક્ષ સાધના છે. કરણ નિરપેક્ષ સાધનામાં શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો આશ્રય લેવામાં આવતો નથી. પરંતુ તેની સાથે માનેલા સંબંધનો વિચ્છેદ કરવાનો હોય છે. કરણ સાપેક્ષા સાધનામાં શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ નો આશ્રય લેવામાં આવે છે. તેથી તેની સિદ્ધિની પ્રાપ્તિમાં ઘણી વાર લાગે છે. કરણ સાપેક્ષ સાધના દ્વારા અહંકારને મિટાવવા જતા ઘણો સમય લાગે છે. પરંતુ અસત્, અનિત્ય પદાર્થો છે જ નહિ એવા સતત અનુભવ કરતા રહેવાથી તે તત્કાલ નાશ પામે છે. પરંતુ સાધકનું ધ્યાન તે તરફ જતું જ નથી તે માને છે કે હું અહંકારને મિટાવી રહ્યો છું પરંતુ હકીકતમાં તેવું નથી. ક્રોધાદિ કષાયોને આપણે અખંડરૂપે પકડી રાખ્યા છે એટલા માટે તે આપણા ઘરમાં રહે છે. નહિ તો ચોર-ડાકુઓમાં શું તાકાત છે કે તે આપણા ઘરમાં રહી શકે? અસત વસ્તુને પોતાની માનવાથી જ અશુદ્ધિ વધવા માંડે છે અને તેને પરરૂપે જોવાથી જ અશુદ્ધિ ઘટવા માંડે છે. પરપદાર્થ કે જે અસત છે તેની સાથે પોતાનો સંબંધ ન માનવો તે કરણ નિરપેક્ષ સાધના છે તેનાથી બંધન તત્કાલ નાશ પામે છે. मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । મતતત્ત્વસમાવેશત્સવ દિ હિતોઃ ૧૬૯ નિત્ય મીમાંસાભાવ હોવાને કારણે આ દૃષ્ટિમાં મોહ હોતો નથી. એથી તત્ત્વ સમાવેશને લીધે સદેવ હિતોદય જ હોય છે. 2010_05 Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ શુભવિચારના પ્રભાવે સદા તત્ત્વમાંજ રમણતા કરતો હોવાથી અર્થાત ઉપશમનું જ સુખ અનુભવતો હોવાથી આ છઠ્ઠી દૃષ્ટિમાં ક્યારે પણ મોહ થતો નથી. અસદ્ વિચાર, ફાલતુ વિચાર, મિથ્યા વિકલ્પો એ જ જીવને સંકલેશ અને દુર્બાન નું કારણ છે. તત્ત્વને સમજેલા તે જ કહેવાય કે જેને સતત આત્મ-કલ્યાણની નિરંતર ઝંખના હોય. જેને આત્મતત્વને પામવાની ઝંખના નથી તે ગમે તેટલું ભણેલા હોય તો પણ તે તત્ત્વવિદ્ નથી એટલે જ અભવ્ય, દુર્ભવ્ય વગેરેના નવ નવ પૂર્વ સુધીના બોધ મોક્ષની ઇરછા વિના તત્ત્વના જાણકારોની પંક્તિમાં આવી શક્તા નથી. ઉપમિતિકાર પહેલા જ પ્રસ્તાવમાં આ વિષયમાં લખે છે કે આ સંસારમાં તત્વના જાણકાર પુરુષોનો આ માર્ગ છે કે તેઓ એક માત્ર તત્ત્વના જ આગ્રહવાળા હોવાથી તેઓના ચિત્તમાં નિષ્ણુયોજન (અર્થાત મોક્ષની સાથે જેનું અનુસંધાન ન થાય તેવો) એક પણ વિકલ્પ ઉઠતો નથી કારણ કે તેઓ સદા તત્વથી જ આત્માને ભાવિત કરતા હોય છે. હવે ક્યારેક અભાવિત અવસ્થામાં નિપ્રયોજન વિકલ્પ ઊઠી જાય એવું બને તો પણ તેઓ અંદરમાં ઉઠેલા વિકલ્પને અંદર જ શમાવી દે છે. પણ વચન દ્વારા બહાર બોલતા નથી અને ક્યારેક અતત્ત્વજ્ઞ લોકની વચ્ચે રહેલા હોય, બધા જ જેમ ફાવે તેમાં નિપ્રયોજન બોલતા હોય અને તેના કારણે તેઓથી પણ કદાચ ક્યારેક બોલાઈ જાય તો પણ તેઓ કાયા દ્વારા તો તે વચનને અનુરૂપ ચેષ્ટા કરતા નથી અને જો તેઓ પોતાના નિષ્ઠયોજન વચનને અનુરૂપ ચેષ્ટા પણ કરવા માંડે તો પછી તેઓ અતત્ત્વજ્ઞ જનની તુલ્ય હોવાથી તેમનું તત્ત્વવિણું નાશ પામી જાય છે. આમાં પૂર્વમાં ઉત્સર્ગ માર્ગ બતાવ્યો છે અને તેની અપેક્ષાએ ઉત્તરમાં અપવાદ મૂક્યો છે. આ તો તત્ત્વના માર્ગે આગળ વધી રહેલા જીવની વાત છે પણ આ છઠ્ઠી કાન્તા નામની દૃષ્ટિમાં આવેલા જીવો તો પરમ વિશુદ્ધિને પામેલા. છે. તેથી તેઓની તત્ત્વના વિષયમાં રૂચિ અને સ્થિરતા અનુભવાય છે. અહિંયા તત્ત્વ પરિણામ પામેલ છે. ઉપશમભાવ આત્મસાત થયેલ છે તેથી અતત્ત્વભૂત કષાયો ઉઠી શકતા નથી. આ દૃષ્ટિમાં સતત ઓદાસીન્યભાવ જ અનુભવાય છે. તેથી ઉપશમનું સુખ અનુભવાતું હોવાથી તત્ત્વનો આ દૃષ્ટિમાં સમાવેશ થઈ જાય છે તેથી સતત વિપુલ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આત્મા ઉપર સતત ઉપશમભાવના જ સંસ્કાર પડે છે. તેથી હિતોદય જ હોય છે. તત્ત્વને અનુસરવાથી આત્માનું અવશ્ય હિત જ થાય છે. અજ્ઞાન, કષાય, મોહ આ બધું અતત્ત્વ છે. સંસારના વિચાર, વાણી અને વર્તન એ અતત્ત્વ છે. એને અનુસરીને આત્માએ 2010_05 Page #392 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ૩૬૩ અનંતકાળથી પોતાનું અહિત કર્યું છે. સંસાર આખો અતત્ત્વમાર્ગ ઉપર ચાલે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય સંસારનો માર્ગ છે અને સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનો માર્ગ એ અધ્યાત્મનો માર્ગ છે. તત્ત્વનો માર્ગ છે. આ માર્ગ પર ચાલનારો નિરંતર અશુભ સંસ્કારોનો નાશ કરે છે. અશુભકર્મના ઉદયમાં સમાધિ જાળવે છે. આત્મા ઉપર શુભ સંસ્કારનું આધાન કરે છે. પ્રતિ સમયે વિપુલ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. તેથી ભવાંતરે સંસ્કારી કુળમાં જન્મ પામે છે. સમ્યગદૃષ્ટિ માતાપિતાનો યોગ થાય છે અને ઠેઠ ચારિત્રને ગ્રહણ કરી તેને નિરતિચારપણે પાળવાના પરાક્રમ કરે છે. જેનાથી સદ્ગતિ અને ક્રમે કરીને મોક્ષને પામે છે. અને આ જ આત્માનો હિતોદય છે. આવો આત્મા માત્ર પોતાનો. જ હિતોદય સાધે છે. એમ નહિ પણ પોતાના પરિચયમાં આવતા અનેક આત્માઓનો સન્માર્ગમાં અવતાર કરી અમ્યુદય કરાવે છે. તત્ત્વવિચારણા દ્વારા પ્રાપ્ત થતા ઉપશમભાવ માટે જૈન શાસ્ત્રકારો પંચાચાર પાલન અને અહિંસાદિ વ્રતોના પાલન ઉપર ખૂબ ભાર મૂકે છે. વ્રતના પાલના દ્વારા મનનો નાશ થતા વીતરાગતાની પ્રાપ્તિનો માર્ગ બતાવી રહ્યા છે. તેમાં અભૂત રહસ્ય છુપાયેલા છે. જ્ઞાની કહે છે કે જીવ માત્ર આ સંસારમાં વ્રતભંગ દ્વારા મનોભંગ સુધી પહોંચે છે. માટે મનોભંગથી અટકવું હોય અને મનનો. નાશ કરવો હોય તો વ્રતભંગ અટકાવવો જોઈએ. વ્રત લઈને વ્રતનું બરાબર પાલન કરે તો મનોભંગથી અટકી આગળ વધી શકે. જે આત્મા વ્રતનું ગ્રહણ કરતો નથી તે તો સદાને માટે અવ્રતમાં જ બેઠો છે અને તેને તો સતત મનોભંગ થયા જ કરે છે. જે વ્રતને ઉચ્ચરીને વ્રતનું પાલન કરે તે મનોભંગને ખતમ કરી કેવળજ્ઞાનને પામે છે. તેમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દીક્ષા લીધા પછી સૂર્યની સામે આતાપના લેતા દુર્મુખના વચનો સાંભળી મનથી સંગ્રામ માંડ્યો તેથી મનોભંગ તો થવા જ માંડ્યો પણ તેમણે વ્રતભંગ નહોતો કર્યો. વ્રતભંગ નહોતો થયો તેથી “ હું સાવું છું હું રાજા નથી. મારે અને રાજ્યને શું સંબંધ છે ?” આ જાગૃતિ આવતા દિશા વાઈ અને સાધનાના માર્ગે ચઢી મનનો નાશ કરી વીતરાગ સર્વજ્ઞ બન્યા. મનોભંગ થવાથી ચારિત્રમાં અતિચાર લાગે છે. ચારિત્ર મલિન બને છે. જ્યારે વ્રતભંગથી વ્યવહાર નયે ચારિત્રનો નાશ છે. નિશ્ચયનય તો મનોભંગમાં પણ ચારિત્રનો નાશ જ માને છે પણ તેની સામે વ્યવહારનચ બચાવ કરે છે કે મનથી ભલે પતિત થયો પણ હજુ કાયાથી વ્રતને દૂષિત કર્યું નથી. તેથી માર્ગભ્રષ્ટ નથી. 2010_05 Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આત્મા એ સાગર છે. જ્ઞાન એ જલરસ છે. મન અને બુદ્ધિ એ મોજાતરંગો- Waves છે. માટે મન અને બુદ્ધિ આત્મામાં લય પામી જાય તો જ્ઞાન શાંત અને નિર્મળ બને. આત્માએ, મન અને બુદ્ધિને સ્થાન આપ્યું છે. મના અને બુદ્ધિ કેવલજ્ઞાનમાં લય ત્યારે પામશે જ્યારે શરીર અને ઇન્દ્રિયો જે વિનાશી છે તેના વિષયને ત્યજીને મન અને બુદ્ધિ આત્માના શુદ્ધ સત્ સ્વરૂપનું જ્ઞાન અને ધ્યાન ધરશે. જેમાં સ્વાધીન છીએ તેમાં પુરુષાર્થ કરવાનો છે. અને જે ધનાદિ પરિગ્રહમાં પરાધીન છીએ તેની પ્રાપ્તિ પ્રારબ્ધ ઉપર છોડી દેવાની છે. મન અને આત્માને જોડનાર મોહ અર્થાત રાગાદિ ભાવો એ પુલ છે. મોહ્ય પદાર્થોને ન જોતાં મોહભાવોને જોતા થઈશું એટલે તે પુલ તુટવા માંડશે. આપણા જ્ઞાનમાંથી જે મન અને બુદ્ધિ નીકળે છે - તેના વિષયો છે શરીર, ઇન્દ્રિય અને પ્રાણ. જેમાં “હું” ભાવે આપણે વર્તી રહ્યા છીએ એ મન અને બુદ્ધિને પરમાત્માને નમન કરવા દ્વારા કાઢી નાંખશું અને અંદરથી અમન બનશું તો આત્મા કેવળજ્ઞાન પામશે. છઠ્ઠી કાના દૃષ્ટિનો સાર કાન્તા દ્રષ્ટિમાં નિત્યદર્શન, પ્રત્યાહાર, સૂક્ષ્મબોધ, અભ્રાંતિ વગેરે બીજાની પ્રીતિને માટે થાય છે. પણ દ્વેષને માટે થતા નથી. પરા ધારણા હોય છે. અન્યમુદ્ નામનો દોષ નાશ પામે છે. અને સવિચાર સ્વરૂપ મીમાંસા હોય છે. જે હિતના ઉદય વાળી છે. આ દૃષ્ટિમાં ધર્મના માહાસ્યથી આચારની વિશુદ્ધિ થવાથી પ્રાણીઓને પ્રિય બને છે અને ધર્મને વિશે એકાગ્ર મનવાળો હોય છે. તેનું મન હંમેશા આગમમાં જ હોય છે જ્યારે કાયા તો અન્ય કાર્યોમાં પણ હોય છે. માયાજળને તત્ત્વથી માયાજળ રૂપે જોતો પુરુષ ઉદ્વેગ પામ્યા વિના વ્યાઘાત રહિતપણે તેની વચ્ચેથી ચાલ્યો જાય છે તેમ ભોગોને પણ સ્વરૂપથી માયાજળ સમાન જોતો તેને ભોગવવા છતાં મોક્ષ તરફ આગળ વધે છે. પણ જેને ભોગમાં તત્ત્વ બુદ્ધિ છે એવો પુરુષ સંસારસાગર લંઘી શક્તો. નથી જેને માયાજળમાં જ સમ્યગજળની બુદ્ધિ થઈ છે તે કેવી રીતે ત્યાંથી જાય ? ભવથી ઉદ્વિગ્ન થયેલો પણ તે માયાજળ આગળ ઊભો રહી જાય છે તેમ ભોગ કાદવથી મોહિત થયેલો મોક્ષમાર્ગ આગળ ઊભો રહે છે. તેની ઉપર ચાલી શક્તો નથી. સવિચાર સ્વરૂપ વિચારણા હંમેશા હોવાથી આ દૃષ્ટિમાં મોહ થતો નથી. આથી કરીને આ દ્રષ્ટિમાં તત્ત્વનો પ્રવેશ થઈ ગયેલો હોવાથી અને અતત્ત્વ નીકળી ગયેલ હોવાથી હિતનો જ ઉદય હોય છે. સાતમી પ્રભાષ્ટિ ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । तत्त्वप्रतिपत्तियुता विशेषेण शमान्विता ॥ १७०॥ 2010_05 Page #394 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૬૫ પ્રભા દ્રષ્ટિ પ્રાય: ધ્યાનપ્રિયા હોય છે. અહિંયા રોગ નામના દોષનો નાશ થાય છે. તેથી જ ખરેખર તત્ત્વની પ્રતિપત્તિથી યુક્ત અને વિશેષે કરીને શમથી યુક્ત હોય છે. આ દ્રષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો બોધ હોય છે. સાતમું યોગનું અંગ ધ્યાન હોય છે. તત્ત્વમતિપત્તિ નામનાં ગુણનો સદ્ભાવ હોય છે. ધ્યાનરૂપી પત્નીના પ્રભાવથી આ દ્રષ્ટિમાં રોગ અર્થાત વિકલ્પો હોતા નથી. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિકલ્પો એ રોગ જેવા છે. જેમ રોગ હોય તો આરોગ્યની પ્રાપ્તિ ન થાય. તેમ વિકલ્પરૂપી રોગ હોય ત્યાં સુધી નિર્વિકલ્પતા રૂપી આરોગ્યની પ્રાપ્તિ થતી નથી. છઠ્ઠી દ્રષ્ટિમાં બાર પ્રકારના પ્રશસ્ત કષાયના ઉદયથી શુભ વિકલ્પ હોય છે. જ્યારે આ દૃષ્ટિમાં નિર્વિકલ્પ દશા જ હોય છે. સદા શુભ ધ્યાન હોય છે અને તેથી તત્ત્વમતિપત્તિ અર્થાત તત્ત્વરમણતા હોય છે. રત્નત્રયીનો અભેદ અહિંયા. અનુભવાય છે. ઊંચી કોટિના ચારિત્રના અધ્યવસાયોની સ્પર્શના હોય છે. વિશેષે કરીને શમથી યુક્ત હોય છે અને તેથી સત્યવૃત્તિપદ - મોક્ષપદને વહન કરનારી આ દૃષ્ટિ છે. આ દૃષ્ટિને સૂર્યની પ્રભાની ઉપમા આપી છે તે યથાર્થ છે. કારણ કે તારા કરતા સૂર્યનો પ્રકાશ અનેકગણો બળવાન હોય છે તે જ રીતે છઠ્ઠી દ્રષ્ટિ કરતાં આ દૃષ્ટિનો બોધ વિશિષ્ટ હોય છે. બોધ બળવાન બનતા તે ધ્યાન તરફ જાય છે. નબળો બોધ જીવને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને લાવનાર સંકલ્પ, વિકલ્પ તરફ લઈ જાય છે. બોધની બળવત્તા થતા પહેલા અશુભ વિકલ્પો ઘટે છે અને શુભ વિકલ્પો આવે છે. ધીમે ધીમે તેમાં શુદ્ધિ વધતા શુભ વિકલ્પો ઘટવા માંડે છે અને આત્મા, ધ્યાન તરફ જાય છે. જેમાંથી નિર્વિકલ્પતા તરફ પ્રયાણ થાય છે. અહિંયા આત્મા બહુલતયા ધ્યાનમાં જ રહે છે. ધારણામાંથી ધ્યાન : ધારણામાંથી ધ્યાન આવે છે. ધારણામાં સ્વરૂપ અભિમુખતા હોય છે. ધ્યાનમાં સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. તત્ર પ્રત્યક્ષતાનતા નમ્ (પા, ૩-૨) . ધારણાના પ્રદેશમાં પરિણતિને સ્થિર કરવી. પરિણામની ધારા ચલાવવી તે ધ્યાન છે. સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે. ધ્યાન એ મતિજ્ઞાનને કેવલજ્ઞાન સાથે જોડનાર ક્કી છે. ધ્યાન એ સ્વરૂપ નથી. સાધ્ય નથી પણ સાધના છે ધ્યેય રૂપ પદાર્થનું સતત અવિસ્મરણ તે જ ધ્યાન, ધ્યેયને પામવાની જ્યારે તાલાવેલી લાગે છે. ત્યારે જ એકાગ્રતા આવે. છે. ધ્યાન લાગે છે. અને ધ્યેય. સાથે અભેદ અનુભવાય છે. પંદરસો તાપસોને ધ્યેય એવા મોક્ષને પામવાની તાલાવેલી લાગી તો સ્વરૂપમાં એવી એકાગ્રતા આવી ગઈ કે ક્ષપકશ્રેણી મંડાઈ 2010_05 Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ગઈ અને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ધ્યાનમાં ધ્યેય રૂપ પદાર્થ બહુ ઘુંટાય, બહુ ઘુંટાય ત્યારે તેમાંથી ચિનગારી ફ્ટે છે. તેમાંથી ઉપરના અધ્યવસાયસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ધ્યેયની પ્રાપ્તિ માટે મરી ફ્ટિવાની તમન્ના જાગે છે ત્યારે ધ્યાન લાગે છે, ધ્યાનમાં વિષયોમાંથી દૃષ્ટિને પાછી ખેંચી લેવાની હોય છે અને પોતાનામાં જોડવાની હોય છે. જેમ જેમ દૃષ્ટિ પોતાનામાં સમાતી જાય છે. તેમ દૃષ્ટિમાંથી વિકારીભાવો નીકળતા જાય છે. દૃષ્ટિ વિષયો સાથે જોડાતા અનાદિના સંસ્કારે વિકારી ભાવો જાગે છે. જે સંસાર છે જ્યારે દૃષ્ટિને દૃષ્ટિ સાથે જોડતા વિકારી ભાવોનો નાશ થાય છે. ઉપયોગથી ઉપયોગની સાધના કરો કે દૃષ્ટિથી દૃષ્ટિની સાધના કરો બંને એક જ છે અને તે નૈશ્ચયિક સાધના છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવલજ્ઞાન એ માત્ર જ્ઞાન રૂપ છે જ્યારે મતિજ્ઞાન એ જ્ઞાન, ધ્યાન અને વિકલ્પ ત્રણ પ્રકારે છે. દૃષ્ટિમાં દોષ તે મિથ્યાદૃષ્ટિ, દૃષ્ટિમાં સુધારો તે સમ્યગદૃષ્ટિ અને દૃષ્ટિનો દ્રષ્ટા સાથે અભેદ તે કેવલજ્ઞાન. યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મતિજ્ઞાન એ કેવલજ્ઞાનનું રોમટિરિયલ છે. મતિજ્ઞાન એ કેવલજ્ઞાનની રફ છે. જેમ હીરાની રફ્યાંથી તેને તોડવા દ્વારા, ઘસવા દ્વારા, તેજાબ વગેરેથી સાફ કરવા દ્વારા તેમજ તેમાં પાસા પાડવા દ્વારા વિશદ્ધકોટિના હીરાની ઉત્પત્તિ થઈ શકે છે. હીરાની રફ મલિન છે છતાં તેમાં હીરાની તેજસ્વિતા તેમજ બીજી વિશેષતા ઢંકાયેલી પડી છે. અવરાયેલી છે તેથી જ તેની ઉપર ઉપરોક્ત પ્રક્રિયા કરતાં તેને તેના શુદ્ધ સ્વરૂપમાં લાવી શકાય છે. હીરાનું શુદ્ધ સ્વરૂપ હીરાની રઠ્યાં મલિનતાના કારણે દેખાતું નથી છતાં તેમાં તે રહ્યું છે તે વાત જેટલી સત્ય છે તે જ રીતે અનાદિથી મલિનરૂપે રહેલ મતિજ્ઞાનમાં કેવલજ્ઞાન છુપાયેલું છે. ત્યાગ, તપ અને સંયમરૂપી તેજાબથી મતિજ્ઞાનને ભાવિત કરીને તેમાં જ્ઞાન અને ધ્યાનરૂપી વિદ્યુત પસાર કરવામાં આવતા કર્મનાં કચરા દૂર થતા મતિજ્ઞાનમાંથી કેવલજ્ઞાન પ્રગટે છે. જેમ હીરાની રફ પરદ્રવ્યના સંયોગે મલિન બને છે તેથી બાહ્ય દૃષ્ટિથી જોનારને તે આનંદ આપતી નથી તેમ મતિજ્ઞાન પણ વિકારી ભાવોથી મલિન બનેલ છે તેથી તે જીવને આનંદદાયક થતું નથી પણ સંકલેશકારક થાય છે. જેમ હીરાની રક્માં તેને તોડવું, સાફ કરવું, ઘસવું વગેરે પ્રક્રિયાથી તેની દર્શનીયતા પ્રગટ થાય છે તેમ મતિજ્ઞાનમાંથી પણ વિકારીભાવો દૂર થતાં આત્મા ગુણસંપન્ન બને છે તેથી જગતને માટે દર્શનીય બને છે. તેનું દર્શન લોકને આનંદ આપનારું થાય છે. જેમ હીરાની રઠ્યાંથી છેલ્લે વિશુદ્ધ હીરાની પ્રાપ્તિ થાય છે. તેનું મૂલ્ય ઘણું હોય છે. તેની વિશેષતા ઘણી હોય છે. તેમ મતિજ્ઞાનમાંથી 2010_05 Page #396 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૬૭ અંતે પ્રાપ્ત થતા કેવલજ્ઞાનની કિંમત પણ આંકી શકાતી નથી. વિશુદ્ધ હીરાની પ્રાપ્તિ થતા જીવનું આ ભવમાં દ્રવ્યદારિદ્ર દૂર થાય છે તે શ્રીમંત બને છે. વિપુલ ભોગના ભોક્તા બને છે. લોકમાં માનનીય બને છે. સમાજની અંદર અગ્રપંક્તિમાં સ્થાન મેળવે છે. તેમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતા આત્માનું ભવોભવનું 'ભાવદારિદ્ર દૂર થાય છે. કેવલજ્ઞાનની કિંમત ઘણી છે. અનંત આનંદ વેદન કેવલજ્ઞાનની પ્રાપ્તિથી શરૂ થાય છે તેમજ આગળ જઈને ચાર અઘાતી કર્મનો ક્ષય થતા તે લોકાગ્રે સ્થાન પામે છે. મતિજ્ઞાનની વિનાશીતા, વિકારીતા, અપૂર્ણતા અને પરાધીનતા આત્માને ખટકે તેના દ્વારા ભવોભવની રખડપટ્ટી, નરકાદિ દુખોની અનુભૂતિ જન્મમરણની પરાધીનતા નજરમાં આવે અને તેનો અંત કરવા આત્મા કટિબદ્ધ બને ત્યારે જ આત્માને સ્વાધીન, અવિનાશી, નિર્વિકારી અને પૂર્ણ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. જેમ આંબાની ગોટલીમાં વિરાટ આંબાનું વૃક્ષા છુપાયેલું છે. તેમ બિન્દુ તુલ્ય મતિજ્ઞાનમાં વિરાટ કેવલજ્ઞાન છુપાએલું છે. સૂક્ષ્મનિટોદના જીવોને કર્મના ઉદયથી કાયયોગ એવો મળેલ છે કે જેથી તેઓ કોઈને હણતા નથી. તેમ આપણે એવી ધર્મસાધના કરવાની છે કે આપણે કોઈને હણીએ નહિ અને કોઈ આપણને હણે તો હણાવાની અસર આપણા મન ઉપર ન થાય તેવો મનોયોગ કેળવવાનો છે તો જ આપણે મતિજ્ઞાનની રક્યાંથી ફેવલજ્ઞાનરૂપી રત્નને પ્રગટ કરી શકશું. અનાદિકાળથી ઉપયોગ ઈન્દ્રિયો અને મનના માધ્યમે વિષયોમાં જઈ અનાદિ કુસંસ્કારના વશે આત્મામાં રાગાદિ ભાવોને ઠાલવે છે. જેનાથી ભવોભવ સંસારની પુષ્ટિ થાય છે તેનાથી બચવા જ્ઞાનીઓ પોતાની દૃષ્ટિને - ઉપયોગને સ્વરૂપમાં શમાવવાનું કહે છે. ત્યાગ અને વિરાગ જરૂર કેળવવાના છે પણ ત્યાગ અને વિરાગથી અટકવાનું નથી પરંતુ સ્વરૂપનું જ્ઞાન-ધ્યાન કરીને નિરાવરણ થવાનું છે. ધ્યાન કરવા છતાં જો આપણામાંથી વિષય-કષાયના ભાવો ન જાય તો સમજવું કે ધ્યાન ખોટું થયેલ છે. ધ્યાન તો સ્વરૂપે સ્વયં શ્રેષ્ઠ છે પણ અંદરથી વિષય-કષાયના ભાવો કાઢ્યા ન હોય એટલે ધ્યાન બરાબર લાગે નહિ. દેહભાવે વિષય-કષાય એટલે ચિત્તની ચંચળતા. ધ્યાન એટલે ચિત્તની સ્થિરતા. ધ્યાનમાં વિષય એક અને તેમાં એકાગ્રતા હોય છે. સંસારના ક્ષેત્રમાં વિષયોના અનેક ભેદોમાં રાચીમાચીને ભોગવવામાં આપણે એકાગ્ર બનીએ છીએ ખરાં પરંતુ ઉર્ધ્વગામી નથી બનતા. આર્ત-રૌદ્રધ્યાનમાં એકાગ્રતા એ ચંચળતા. પૂર્વકની એકાગ્રતા છે. જ્યારે ધર્મધ્યાનમાં પરમાત્માનો વિષય એક છે. તે ઉર્ધ્વગામી છે. 2010_05 Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પિંડસ્થ ધ્યાન - આ ધ્યાનમાં આઠ કર્મ સહિતના સ્થૂલદેહ અને પંચમહાભૂતથી મુક્ત શુદ્ધ આત્માના પ્રદેશપિંડની ચિંતવના હોય છે. રૂપસ્થ ધ્યાન - આમાં સમવસરણમાં બિરાજમાન અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત તીર્થંકર પરમાત્માની ચિંતવના હોય છે. પદસ્થ ધ્યાન - આમાં અરિહંત અને સિદ્ધપદના જાપની ચિંતવના હોય છે. રૂપાતીત ધ્યાન - આમાં આઠ કર્મથી મુક્ત એવા સિદ્ધ પરમાત્મસ્વરૂપની ચિંતવના હોય છે. ધ્યાનદશા અને શ્રેત્યાન દશા નિર્વિકલ્પ સાધનામાં કોઈ અધ્યવસાયો સાચવવા પડતા નથી જ્યારે વ્યુત્થાન દશામાં શ્રેષ્ઠ અધ્યવસાયો સાચવવા જીવને પુરુષાર્થ કરવો પડે છે. પર વસ્તુવડે જે ધર્મ થાય છે. તે વ્યવહાર ધર્મ છે. તેમાં જાગૃતિ, વ્યવહાર શુદ્ધિ વગેરે રાખવું પડે છે. ધ્યાન એ સ્વસાધન વડે સાધના છે. વ્યુત્થાન દશા એ પરસાધન વડે સાધના છે. તેમાં વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે ઉચિત વ્યવહાર રાખવો પડે છે. ધ્યાનમાં કાયોત્સર્ગ દ્વારા દેહને વોસિરાવવાનો છે. યમ, નિયમ દ્વારા અશુદ્ધિ ટાળવાની છે. મનને શુદ્ધ કરવાનું છે. યમ, નિયમમાં યોગની સ્થિરતા ન આવે આસન દ્વારા યોગની સ્થિરતા આવે છે. ધ્યાનમાં પરવસ્તુનું રાગાદિભાવે ચિંતન ન થઈ જાય. - આહારાદિસંજ્ઞાના ભાવ ન થઈ જાય તે જોવાનું છે. પર સાધનોમાં ઉચિત-અનુચિત વિકલ્પો, જાગૃતિ, ભાવના, શુદ્ધિ સાચવવી પડે છે. જ્યારે ધારણા, ધ્યાન, સમાધિ રૂપ સ્વસાધનમાં કોઈ વિકલ્પ નથી. કોઈ વ્યવહાર નથી. કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ખટપટ નથી. વ્યવહારદશામાં પર સાધનથી-વ્યવહારથી ધર્મ કરવાનો છે. ધ્યાનદશામાં સ્વસાધનથી ધર્મ કરવાનો છે. યોગવિના આત્મા કર્તા બની શક્તો નથી અને યોગની સાથે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય ભળે એટલે કર્મબંધ થાય છે. જે ઉપયોગમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય ના ભાવો ન ભર્યા હોય તે ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. અશુભભાવમાંથી છૂટવા શુભભાવના ખીલે બંધાવાનું છે અને શુભભાવની સાધનામાં અક્રિયતાના ભાવોનું ખૂબ ખૂબ સિંચન કરશું તો આત્માના અક્રિય સ્વરૂપને પામી શકશું. અધ્યાત્મમાં આવરણને સમજવાની બહુ જરૂર નથી પણ આપણા વિકલ્પો અને વૃત્તિઓને જોતા શીખવાનું છે. મોક્ષ એ નિર્વિકલ્પ સ્વરૂપ છે. વિકલ્પોને જોયા કરશું અને ટાળશું અને તો નિર્વિકલ્પ બનાશે. કેવલજ્ઞાન 2010_05 Page #398 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૬૯ એ અક્રમ સમુચ્ચય છે. વિકલ્પ એ ક્રમ સમુચ્ચય છે. સાધક અવસ્થાઃ- બીજામાં જે કાંઈ સાચું અને સારું હોય તે જોતાં અને સ્વીકારતાં આવડવું જોઈએ તો જ બુદ્ધિ બુદ્ધિ બની રહે. આપણું જ સારું અને સત્ય છે અને બીજે કાંઈ સારું કે સત્ય નથી તેવું અભિમાન કરવુંઆગ્રહ રાખવો તે મહાન અધર્મ છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ વમાં અહમ-મમત્વ રાખીએ છીએ તે આપણને આપણું પરમાત્મ તત્વ પ્રગટ થવા દેતું નથી. આપણામાં અહમ્- મમત્વ પડેલું છે તેને કારણે જ વિશ્વના અસત્ પદાર્થોની આપણને જરૂર પડે છે અને તેજ આપણો વિનાશ છે. કેવલી ભગવંત જે જાણે છે તે જ પ્રમાણભૂત અને સત્ય છે. જ્યારે હું જે જાણું છું તે સ્યાદ્ અને સાપેક્ષ સત્ય છે આવા ભાવ રાખવાથી પોતાના વિનાશી વિકલ્પોનો અહમ્ રહેતો નથી. વિનાશી વિકલ્પોનો અહમ્ કરવાથી અવિનાશી સ્વરૂપ તિરોભૂત થાય છે. કરણ પણ આપણે નથી, ઉપકરણ પણ આપણે નથી. અંત:કરણમાં મન,બુદ્ધિ, ચિત્ત, અહંકાર રહેલ છે ત્યાં ઘા મારવાનો છે. અને જ્ઞાનને અવિકારી બનાવવાનું છે. જ્યાં આત્માને પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. મન અને બુદ્ધિ એ અપૂર્ણ તત્ત્વ છે અને અતૃપ્ત તત્ત્વ છે. જાણવા દ્વારા કદી પૂર્ણ બનાતું નથી માટે જ્ઞાન કરતા ધ્યાન ચઢે છે. ધ્યાન વડે જ્ઞાન પૂર્ણ બને છે. તેમ પરના વિકલ્પો પણ ધ્યાન દ્વારા નીકળી જાય છે. આખા સંસારની ઉત્પત્તિ ઇચ્છામાંથી થાય છે. માટે મનોયોગ ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે. ઇચ્છા એ જ લોભા છે અને તેમાં સુખ બુદ્ધિ એ રાગ છે અને ભોગ્ય પદાર્થ સંબંધી ઉપયોગ Attention - એ વિકલ્પ છે. અધ્યાત્મસારમાં - ધ્યાન સ્તુતિ અધિકારમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે – सम्प्लुतोदकमिवान्धुजलानां सर्वतः सकल कर्मफालानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चैः, ध्यानमेव भवनाशि भजध्वम् ॥ અંદરમાં ધ્યાનનો પ્રવાહ વહેતો રહે તો જ સઘળી ક્રિયાઓની સિદ્ધિ (સફળતા) છે. કુવાના પાણીની પ્રાપ્તિ ધરતીમાં વહી જતા ઉછળતા પાણીના ઝરણા (પાણીની સેર)ને લીધે જ હોય છે. ઝરણા ન વહેતા હોય તે સ્થાનમાં કૂવા વહેલા મોડા પણ સૂકાઈ જાય છે. ધ્યાન ન હોય તો ક્રિયા શુષ્ક થઈ જાય છે માટે જ શિવસુખનું અવંધ્ય કારણ ધ્યાન છે. ધ્યાન અને જીવન - સ્વામી ચિન્મયાનંદજી લખે છે કે આ માયામય સંસારમાંથી મનને ખેંચી લઈ સ્વયં જ્યોતિનો અનુભવ કરવા માટે દર્શાવેલ | વિસ્તૃત સાધના, પ્રક્રિયા અને પ્રયોગને જ ધ્યાન કહે છે. ધીરજ અને ખંતથી 2010_05 Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ધ્યાનનો અભ્યાસ કરવાથી માણસમાં દૃઢતા અને સ્થિરતા આવે છે અને વ્યાપકતાનો અનુભવ થાય છે. જેમ જેમ માણસ આગળ વધે છે તેમ તેમ શાંતભીતરમાં એક નવી પ્રબળ જ્વલંત પ્રજ્ઞાનો ઉદય થાય છે. છેવટે ઉન્નતિના શિખરે પહોંચતા આ પ્રજ્ઞાના દેદીપ્યમાન કિરણો આપણા મનને ભસ્મીભૂત કરે છે અને માણસને સાચું જ્ઞાન થાય છે. “કેવળ હું જ છું ' એવો અનુભવી થાય છે. અસ્થિર મનની ભ્રાંતિમાં જ આ સંસાર સાચો લાગતો હતો તે હવે મિથ્યા જણાય છે અને બહું જ ઇશ્વર છું“હું જ બ્રહ્મ છું' એવો અનુભવ રહ્યા કરે છે. ધ્યાન દ્વારા જ મનુષ્ય આ નિરંતર બદલાતા સ્થળ, કાળ અને વાતાવરણની વચ્ચે સમતા જાળવતા શીખે છે. જ્યારે જીવ પૂર્ણ બને છે ત્યારે ઇરછા, વાસના, લાલસા ખતમ થાય છે અને પૂર્ણાનંદ અનુભવે છે. આપણા દિવ્ય આનંદ સ્વરૂપ શાંતિનો ભંગ કરનાર આ મનરૂપી પિશાચ જ છે. તો આપણી શાંતિ માટે તેની જોડે ધીરજ અને ખંતથી યુદ્ધ કરવું એ જ આપણો પરમ ધર્મ છે. સ્વામી શિવાનંદ સરસ્વતી લખે છે કે મુક્તિની પ્રાપ્તિ માટે ધ્યાન એક રાજમાર્ગ છે. ધ્યાનથી સઘળા દુઃખો, સંતાપો અને દર્દ મટે છે. ધ્યાન એકતાનું ભાન કરાવે છે. શાશ્વત સુખ, સનાતન શાંતિ અને અક્ષય આનંદના ઉચ્ચ પ્રદેશોમાં વિહાર કરવામાં ધ્યાન સાધકોને બલૂન કે વિમાન રૂપ છે. ધ્યાનની નિયમિતતા કુરણાત્મક જ્ઞાનના માર્ગને ખોલે છે. મનને શાંત અને સ્થિર કરે છે. ભાવની લાગણીઓ જાગૃત કરે છે. અને યોગના અભ્યાસીને મૂળ સાથે અગર પરમપુરુષ સાથે સંબંધ કરાવે છે. ધ્યાનયોગના માર્ગે ચાલવાથી શંકાઓ હોય તો તે દૂર થાય છે. જયારે તમે ઊંડા ધ્યાનમાં ઊતરી જશો ત્યારે તમને તમારા શરીર કે આજુ બાજુનું ભાન રહેશે નહિ. તમારું મન સમતોલ રહેશે. અહંભાવ નાશ. પામશે અને અનિર્વાચ્ય આનંદ અને અવર્ણનીય સુખ અનુભવાશે. ઊંડા ધ્યાન વડે સંપૂર્ણ શાંતિમાં દાખલ થતાં બહારનું જગત અને તેની સાથેના સંબંધો ભૂલાય છે. આ શાંતિ તેજોનું પરમ તેજ છે. અક્ષય આનંદ છે. તમે સર્વ પ્રાણીઓ પર પ્રેમ કરશો તો તમને લાગશે કે સમસ્ત વિશ્વ કેવળ શુદ્ધચેતન્ય છે. પરમાત્મા ચેતન્ય રૂપે સર્વચીજોમાં રમી રહ્યા છે. યાંત્રિક જીવન જીવવાની આપણી પદ્ધતિ' એ આપણી અણસમજનું પરિણામ છે. જેની ચેતના રોગિષ્ટ હોય તેવા અજ્ઞાનીથી તો દૂર રહેવામાં જ મઝા છે. સ્વસ્થ ચેતનાવાળા જ્ઞાનીની નિફ્ટ રહેવામાં આનંદ અનુભવાય છે. 2010_05 Page #400 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૭૧ પ્રભુનો સંદેશ - ચોવીસે કલાક મંગળની ભાવનામાં રહો. ઉઠતાં, બેસતાં, ખાતાં પીતાં, શ્વાસ લેતાં ને છોડતાં મંગળની ભાવના કર્યા કરો. અરિહંત એ પ્રથમ મંગળ છે. જેના બધા જ શત્રુઓનો નાશ થઈ ગયો છે તેથી તે પ્રથમ મંગળ છે. સાધકીય જીવનમાં એક પણ શ્વાસ મંત્ર વિનાનો ના જવો જોઈએ. મંત્રના સ્મરણથી, રટણથી ચેતના મંત્રમય બને છે. મંત્રમય બનેલી ચેતના મોહનો નાશ કરે છે. સાધનાના માર્ગે આગળ વધવા સાધકને એ દ્રઢ શ્રદ્ધા હોવી જરૂરી છે કે ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, તોફાનો આવે, પ્રતિકૂળતાઓ આવે, દુઃખના દરિયા ઉમટી પડે તો પણ હું ખેદ નહિ પામું, કંટાળો નહિ લાવું, સાધનાને નહીં મૂકું. કારણકે આત્માના અનંત આનંદ આગળ નરકના દુ:ખો. કાંઈ વિસાતમાં નથી તો પછી આ દુ:ખો તો તૃણમાત્ર છે. આત્માના અનંત આનંદની જેને ઝાંખી થઈ જાય છે તેને પછી હિમાલય જેવા દુઃખો આવે તો પણ તે તેને ગણકારતો નથી. સંસાર ચક્રનું મૂળ કારણ મિથ્યાત્વ અને રાગદ્વેષ છે કારણ કે તેના નિમિત્તે જીવને કર્મબંધ છે. કર્મબંધથી નરકાદિ ગતિની પ્રાપ્તિ, ગતિથી શરીર, શરીરથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને તેનાથી પાછા રાગ, દ્વેષ, રાગ દ્વેષથી સંપૂર્ણ મુક્ત થવું તે જ મોક્ષ, રાગ-દ્વેષ-અજ્ઞાનનું કારણ, “પોતે પોતાને ભૂલી ગયો છે ” તે છે. આત્મા સમપરિણામી અને સ્થિર સ્વભાવવાળો થતાં શુદ્ધ થાય છે અને તેમ થતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. શુભભાવોની, શુદ્ધભાવોની જબરજસ્ત તાકાત છે. પરસ્પર એકબીજા પ્રત્યે શુભ વિચારો કરવા એ પણ મંગળ છે અને તે મંગળની વર્તમાન જગતમાં ચોક્કસ અસર પણ છે. તમારા પ્રત્યે સતત મંગળભાવ - શુભભાવ કરનારી વ્યક્તિના સાંનિધ્યમાં તમારા લોહીમાં સદ્દ કણ વધી જાય છે. તમારા પ્રત્યે દુર્ભાવ રાખનારી વ્યક્તિની હાજરીમાં તમારા લોહીના શ્વેતકણ ઘટી જાય છે. આરોગ્યશાસ્ત્ર કહે છે -તમારા સ્વાથ્યનો આધાર સક્ર કણ છે. દ્રવ્યસ્વાથ્યનો આધાર જેમ સફેદકણ છે તેમ ભાવસ્વાથ્યનો આધાર આપણી ઉજવળ વિચારધારા છે. પણ આ પરિણામ આવતું નથી એમાં મુખ્ય કારણ એ છે કે આપણું જીવન પરલક્ષી છે. અરીસામાં આપણે આપણું મોં એટલા માટે જોઈએ છીએ કે જેથી આપણે બીજાને સારા દેખાઈએ. આપણે સ્વયંને સીધા ક્યારે પણ ચાહતા નથી. જ્યારે ધર્મ તો પોતાની જાતને સીધી ચાહવામાંથી પેદા થાય છે. - મન, વચન, કાયયોગ સક્રિય છે. ધન,લક્ષ્મી પણ ગતિશીલ છે. અસ્થિર છે. આ બધાની સક્રિયતામાં આપણો કર્તાપણાનો ભાવ ન થાય તે માટે અહમ રહિત થવાનું છે. જ્યાં સુધી યોગ છે. ત્યાં સુધી સક્રિયતા છે. ત્યાં સુધી કર્તાપણું 2010_05 Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ છે. પરંતુ કતપણાનું અભિમાન-(રસ) ન થાય તો તે અધ્યાત્મ માર્ગ છે. કર્તૃત્વપણાનો જે ભાવ છે જે રસ છે તે જ બંધતત્ત્વ છે. તે રસ ન થાય અથવા ઓછો થાય તો જ બંધતત્ત્વથી બચાય - અલ્પબંધ થાય. ક્રિયા કરવા છતાં પણ કર્તા ક્રિયા વગરનો બનતો હોય તો તે કર્તૃત્વપણાના અભિમાનના નાશ પર છે. જે કર્તૃત્વપણાનો રસ નીકળી જાય તો અંતે આપણે અક્રિય બની શકશું. જ્યાં ક્રિયા છે - કર્તાપણું છે. ત્યાં અનિત્યતા છે-પરિવર્તન છે - અપૂર્ણતા છે. જ્યાં અકર્તાપણું છે. ત્યાં અક્રિયતા છે, પૂર્ણતા છે, નિત્યતા છે, અપરિવર્તનતા છે. પરપદાર્થમાં જે સ્વરૂપ બુદ્ધિ તે અહમ છે અને તે મનમાં રહેલ અહમ્ થી કર્તુત્વપણાનો રસ રહે છે. જે કાઢીને અકર્તા બનવાનું છે. મજા માટે ક્રિયા કરીએ છીએ. ભોગ ભોગવીએ છીએ. પણ ક્રિયામાં મજા નથી કારણ કે ક્યિા કરતા અંતે થાકીએ છીએ તેથી અંતે સુખ અક્રિયતામાં છે . અકર્તાપણામાં છે. દ્રશ્યપદાર્થના રૂપ-રંગને છોડતા જઈએ તો કર્તૃત્વપણાનું અભિમાન ઘટતું આવે. ઉદાસીન ભાવે રહેવાથી અને સર્વક્રિયા કરવાથી કર્તુત્વપણાનો રસ નીકળતો જાય છે. સંઘાત અને ભેદ (પુરાણ-ગલન)થવો, સંખ્યામાં હાનિવૃદ્ધિ થવી, સંસ્થાન - આકૃતિમાં ફાર થવો, અને સંયોગ-વિયોગ થવો આ ચાર પુદ્ગલદ્રવ્યના લક્ષણો છે. તેનાથી વિરુદ્ધ આત્માનું સ્વરૂપ છે. * પુગલદ્રવ્યમાં જે આપણે સ્વરૂપ બુદ્ધિ કરી છે તે આપણી અશુદ્ધતા છે. જે આપણા સ્વરૂપને આવરે છે જેથી આપણું અનંતસુખ અનુભવમાં આવતું નથી. પુગલદ્રવ્યમાં આપણે કરેલ સ્વરૂપ બુદ્ધિ કાલ્પનિક છે, ભ્રમ છે, મિથ્યા. છે, અસત્ છે. આમ બુદ્ધિગમ્ય બનેલી દૃષ્ટિને ઉપયોગમાં લાવી અનુભવવાની છે. કરણ, ઉપકરણ અને અધિકરણ દ્વારા ક્રિયા કરવા છતાં બંધતત્ત્વ, નિર્જરાતત્ત્વ અધ્યવસાય ઉપર છે, અંત:કરણ ઉપર છે, આત્માના ઉપયોગ ઉપર છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તર્ક, વિતર્ક, લાગણી, ભાવના, ધારણા, ધ્યાન, સમાધિ આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે. તેનો ઉપયોગ કરી જીવ સંસારભાવ અને ધર્મભાવ કરે છે. અન્ય દર્શનમાં એક એક પર્યાયને પ્રધાન બનાવીને સાધના સ્વીકારેલ છે. જ્યારે જૈનદર્શનમાં સર્વપયરયોને સર્વાંગી બનાવીને - સુધારીને મોક્ષમાર્ગની સાધના બતાવેલ છે. સ્વર અને વ્યંજન મળીને અક્ષર બને છે તેના સંયોગથી શબ્દ થાય છે તેનો અર્થ કરવાથી વિકલ્પ થાય છે છતાં તેમાંથી રાગ-દ્વેષ ન થાય પરંતુ રાગ-દ્વેષનું શમન થાય તેવા અર્થ કરવા તે સ્યાદ્વાદની વિશેષતા છે. વિકલ્પ થવા છતાં રાગ-દ્વેષ ન થાય તો સાધક સાધનાના માર્ગે આગળ વધી શકે. 2010_05 Page #402 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૭૩ પ્રતિક્ષણે જેવું આપણું મન તેવા આપણે ! પ્રતિક્ષણે આપણી વાસનાઓ મન અને પ્રાણમાં જમા થાય છે. એટલા માટે આસન - પ્રાણાયામ દ્વારા નાડી શુદ્ધિ કરવાની છે અને વાસના રહિત બનવાનું છે. મંત્ર જેટલો નાનો અને જેટલો વધારે ઘંટો તેટલો તે મંત્ર ચેતન્ય બનીને શક્તિવર્ધક બને છે. પંચ પરમેષ્ઠિનું - ધ્યાન કરતા જીવ પોતે સ્વયં નિ:સ્પૃહ બને તે વધારે મહત્ત્વની વસ્તુ છે. કષાયભાવ ક્ષીણ થતાં જાય તો નિ:સ્પૃહતા આવે. નિષ્કામ અને નિઃસ્પૃહવૃત્તિ રાખીને જીવન જીવનારને કેવળજ્ઞાન થઈ શકે છે. બહારના પરિગ્રહોનો ત્યાગ એ બહારની નિઃસ્પૃહતા છે અને ભોગની. ઇચ્છાનો ત્યાગ એ અત્યંતર નિઃસ્પૃહતા છે. અંદરથી ભોગની ઇચ્છા વર્તે ત્યાં સુધી વિષયકષાચના ભાવો જતા નથી. मा चिट्ठह, मा जंपह, मा चिन्तह किंचि जेण होइ थिरो । મMા મMમિ રો રૂTPવ પર હવે ફાdi | વ૬ . બૃહદ્ દ્રવ્ય. સંગ્રહ ' હે ભવ્યો ! તમે કોઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ પણ ચિંતવન ન કરો જેથી આત્મા નિજાત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય આ જ (આત્મામાં લીનતા જ) પરમ ધ્યાન છે. जं किंचि वि चितंतो णिरीहवित्ती हवे जहा साहु । लद्धण य एयतं तदाहु तं तस्स णिज्छयं ज्झाणं ॥ ५५ ॥ બૃહદ્ દ્રવ્ય સંગ્રહ. ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને કોઈ પણ પદાર્થનું ધ્યાન કરતાં સાધુ જ્યારે નિઃસ્પૃહવૃત્તિવાળો હોય છે ત્યારે તેમનું ધ્યાન નિશ્ચય ધ્યાન કહેવાય છે. ધ્યાતા જો સ્વયં નિઃસ્પૃહ ન બને ત્યાં સુધી અનંતા ચારિત્રો પણ તેને કેવળજ્ઞાન અપાવી શકતા નથી. નિર્વિકલ્પ ધ્યાન જે ત્રણે યોગ રહિત (અક્રિય) છે તે નિશ્ચયથી પંચાચાર રૂપ છે. નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. અરિહંત પરમાત્માના અને લોકાગ્ર સ્થિત સિદ્ધ પરમાત્માના ગુણોનું અને દ્રવ્ય-ગુણ-પર્યાયનું આલંબન લઈ ધ્યાતા જ્યારે તેમાં અભેદને પામે છે ત્યારે તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા બને છે. પરમાત્માના ગુણોના અભેદ ઉપયોગમાં વર્તતો આત્મા પરમાત્મા કહેવાય છે. જેમ ક્રોધના ઉપયોગમાં વર્તતો ક્રોધી કહેવાય છે. સ્ત્રીના ઉપયોગમાં વર્તતો સ્ત્રી કહેવાય છે. તેમ પરમાત્માના ઉપયોગમાં વર્તતો પરમાત્મા કહેવાય છે. પરમાત્માના ધ્યાનમાં અભેદતા સાધવા દ્વારા શુક્લધ્યાન પામી સિદ્ધદશાને પામે છે. 2010_05 Page #403 -------------------------------------------------------------------------- ________________ उ७४ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ નેમિ પ્રભુ ધ્યાનેરે એકત્વતા, નિજતત્ત્વ એકતાનોજી શુક્લ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનોજી - શ્રી દેવચંદ્રજી. પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી, શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી (શ્રી દેવચંદ્રજી) પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે, તત્ત્વરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્ત્વ સમાય રે, ઘણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે, ધ્યાન પૃથકત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે... શ્રી દેવચંદ્રજી આ દ્રષ્ટિમાં શુકલ ધ્યાનની યોગ્યતા : ઉપશમભાવ અસ્થિમજ્જા બનેલો છે. વિરોધી પરિણામ આત્માને સ્પર્શે જ નહિ એવી યોગ્યતા ઊભી થઈ ગઈ છે. સારા કે ખોટા વિકલ્પોનું ઉત્થાન થતું નથી તેથી ઉપયોગ સ્વરૂપમાં ઠરી ગયો છે. જગતના કોઈ પદાર્થો તેના ઉપયોગ ઉપર કોઈ અસર ઊભી કરી શક્તા નથી. સ્થિતપ્રજ્ઞદશા ગાઢ બનવાથી સ્વરૂપરમણી અને સ્વરૂપભોગી બન્યો. છે. તત્ત્વ રમણતા સિવાય બીજું કાંઈ અનુભવાતું નથી. એક જ તત્ત્વની વિચારધારા ચાલે છે કે અહો ! આ સંસારમાં કર્મવેરીથી અનંતકાળ હું ઠગાયો. પરમતારક પરમાત્માનું લોકોત્તર શાસન વિધમાન હોવા છતાં પ્રભુની ભાવફરૂણાનું હું પાત્ર ન બન્યો. પ્રભુની કરૂણા મારા આત્માને સ્પર્શ નહિ. સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન નિર્મળ એવો પણ મારો આત્મા કર્મના યોગે શોચનીય દશાને પામ્યો. કર્મશત્રુથી અનેકવાર પરાભવ પમાડાયો. હવે આજ તત્ત્વ સમજ્યો છું, તત્ત્વ પામ્યો છું. મારી મોહનિદ્રા ચાલી ગઈ છે તેથી ધ્યાન રૂપી ખડગ લઈને હવે કર્મશત્રુનો ખાત્મો બોલાવી દઉં. અત્યાર સુધી જે અજ્ઞાન અને મોહના કારણે પ્રમાદમાં પોઢેલો હતો તે હવે હું જાગ્યો છું. હું પરમાત્મા છું. હું મારાથી ઉપાસ્ય છું. તેથી હવે પરનું મારે કોઈ પ્રયોજન નથી. હવે મને ક્યાંય રોષ કે તોષ થતાં નથી. એમ ધ્યાન લીન બની આત્મિક આનંદની મસ્તીને અનુભવે છે. અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે અમિત ળ દાન દાતારની જેહને ભેટ થઈ તુજ રે... આનંદઘનજી. અધ્યાત્મની ઊંચી અવસ્થામાં આત્મા પોતે પોતાને પરમાત્મા સ્વરૂપે અનુભવે છે. શાંતિસ્વરૂપ જાણતા મારા આત્માને જ શાંતિના દાતાર એવા. પરમાત્માની ભેટ થઈ. તેથી સાધક પરમાત્માદશા અનુભવતા પોતાનો સંતોષઆનંદ વ્યક્ત કરી રહ્યો છે. અને પોતાના આત્માને પરમાત્મા સમજી નમસ્કાર 2010_05 Page #404 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૭૫ કરી રહ્યો છે. આત્મામાં નિરંતર પરમાત્માનું સ્વરૂપ ભાવવાથી, ચિંતવવાથી આત્માને જે લાભ થાય છે તેનું વર્ણન આનંદઘનજી મહારાજ કરી રહ્યા છે. મંદિરમાં રહેલ પરમાત્માની મૂર્તિના દર્શન કર્યા પછી તેના અવલંબને મનમાં રહેલ પરમાત્માનું ધ્યાન કરવાનું છે અને મોહની ઝાડીમાં છૂપાઈ ગયેલા પરમાત્માને પ્રાપ્ત કરવા ધ્યાનાગ્નિ પ્રગટાવવાનો છે. તેના દ્વારા મોહ વૃક્ષને ભસ્મીભૂત કરી આત્માને પરમાત્મા બનાવવાનો છે. ध्यानजं सुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ॥ કામના સાધનભૂત એવા વિષયોને જીતનારું ધ્યાનજન્ય સુખ હોય છે. જે વિવેકના બળથી ઉત્પન્ન થયેલું હોય છે. તેથી હંમેશા શમની પ્રધાનતાવાળુ હોય છે. આ દૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવે અપૂર્વ આત્મિક સુખ હોય છે. શુદ્ધાત્માના ધ્યાનથી ઉત્પન્ન થયેલો નિર્ભેળ આનંદ અહિંયા અનુભવાય છે. નિર્વિકલ્પ ધ્યાનાનંદની મસ્તીમાં મસ્ત બનેલા યોગીરાજને વિષયો અહિંયા અડી શકતા નથી. વિષયોની આત્મામાં વિષ પેદા કરવાની શક્તિ નીચોવાઈ ગઈ હોય છે. કામના સાધનભૂત વિષયો પર વિજય પ્રાપ્ત થયો છે. મોહમલ્લ પરાભવ પામ્યો. છે. તે બહાર આવી શકે તેવી તેની કોઈ શક્તિ નથી તેથી તે અંદરમાં છૂપાઈને લપાઈને બેસી ગયો છે. આત્માની સ્વરૂપમાં એટલી તીવ્ર જાગૃતિ વર્તે છે કે કમ બધા નીરસ બનીને ઉદયમાં આવી રહ્યા છે. જીવવીર્ય આત્મઘરમાં રહેવાથી ચારિત્રરાજાનો વિજય થયો છે. ચારિત્રરાજાનું સૈન્ય ઉત્સાહિત બન્યું છે અને સમયે સમયે અનંતગુણ વિશુદ્ધિથી મોહરાજાના સૈન્યનો ખાત્મો બોલાવી રહ્યો છે. શબ્દાદિ વિષયો તત્ત્વથી જોતા તો દુ:ખના જ સાધન છે. જીવની મૂઢતાના કારણે તે સુખનો આભાસ પેદા કરે છે. સઘળા જીવો સુખના જ કામી છે પણ તે સુખ તો મોક્ષનું છે. મોક્ષનું સુખ નિરૂપાધિક છે. ચિંતાના લેશ વિનાનું છે. પૂર્ણતાને પામેલું છે. અવિનાશી છે. સ્વાધીન છે. જ્યારે જ્ઞાન પૂર્ણ બને છે ત્યારે આનંદ પણ પૂર્ણતાને પામે છે કારણ કે આનંદનો અભેદ આધાર જ્ઞાન છે. જ્ઞાન અને આનંદ બંને ચેતન્ય સ્વરૂપ છે અને તે એક સિક્કાની બે બાજુ જેવા છે. બંને પૂર્ણ અવસ્થામાં એક બીજાને છોડીને રહી શકતા નથી. જ્ઞાન જ્યારે વીતરાગ બને છે. નિર્વિકલ્પ બને છે અને પૂર્ણ બને છે ત્યારે તે જ્ઞાનમાંથી આવતો આનંદ પણ વિશિષ્ટ કોટિનો બને છે. વીતરાગતામાં પ્રશાંતરસ વેદન છે. નિર્વિકલ્પતામાં અખંડ આનંદરસ વેદન છે જ્યારે સર્વજ્ઞતામાં અનંત આનંદરસ વેદન છે. કેવલજ્ઞાનમાં વીતરાગતા, સર્વજ્ઞતા 2010_05 Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અને નિર્વિકલ્પતા ત્રણેનો અભેદ છે તેથી ત્રણેના આનંદનો પણ અભેદ છે. જેમ કે મસાલાના ઘટક તત્ત્વો ધાણાજીરૂ, હીંગ, મરચું, મીઠું એ દરેકનો સ્વતંત્ર સ્વાદ જુદો જુદો હોય છે પરંતુ તે જ્યારે દાળ-શાકમાં ભેગા ભળી જાય છે ત્યારે તેનો આગવો - નિરાળો સ્વાદ હોય છે. વીતરાગતા એટલે રાગ રહિતતા. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. જ્યાં રાગ પોષાતો નથી ત્યાં જ ઢેષ ઉદ્ભવે છે મૂળમાં તો રાગ જ છે. વળી જ્યાં રાગ નથી, દ્વેષ નથી, ત્યાં કોઈ હેતુ, સ્વાર્થ, પ્રયોજન, ગરજ, મતલબ કે ઇરાદો હોતો નથી તેથી ત્યાં તટસ્થતા, સરળતા, માધ્યસ્થતા, ન્યાયપરાયણતા અને સાક્ષીભાવ હોય છે. જ્યાં રાગ-દ્વેષ નથી ત્યાં લગાવ કે ધિક્કાર નથી. ગમો-અણગમો નથી. રતિ-અરતિ નથી. હર્ષ-શોક નથી. ખેંચાણ કે ભંગાણ નથી, તાણ અને તણાવ નથી. કર્તા-ભોક્તાભાવથી જે જગતને બનાવ્યા કરે છે તેને સંસારનું બીજ પુષ્ટ થાય છે તેથી તેને પણ ચારગતિ રુપ સંસારમાં નવા નવા રૂપે બન્યા કરવું પડે છે. પોતાના જ કર્તાભોક્તાભાવથી કર્મબંધ કરીને તેને બનવું પડે છે. આપણે રાગી છીએ માટે બનવું પડે છે. બગડવું પડે છે અને ટળવું પડે છે. રાગીની જગતમાં એક સરખી સ્થિતિ હોતી નથી. જગતના બધા પદાર્થો એના સ્વરૂપમાં રહેલા છે. એમનું પરિણમન સ્વતંત્ર છે. તેમાંથી જ્યારે આપણને પ્રયોજન નીકળી જશે ત્યારે આપણે આપણા જ્ઞાનને વીતરાગ બનાવી શકશું. પર પદાર્થને જોવા - જાણવામાં આપણને પ્રયોજન વર્તે છે તેથી વીતરાગતા જળવાતી નથી. આપણે રાગી-દ્વેષી બની જઈએ છીએ અને વિકારી તેમજ અપૂર્ણ હોઈએ છીએ માટે પૂર્ણાનંદ પ્રાપ્ત થતો નથી. આપણો જ્ઞાનનો ઉપયોગ પ્રવાહથી જે સતત ચાલ્યા કરે છે તેને ફાલથી અવિનાશી બનાવવો તે નિર્વિકલ્પતા છે. સકલ જીવ છે સુખના કામી તે સુખ અક્ષય મોક્ષ રે કર્મભનિત સુખ તે દુ:ખરૂપ, સુખ તે આતમ ઝાંખ.. પુણ્ય કર્મના ઉદયથી મળતું સુખ તે પરાધીન અને સંક્લેશ મિશ્રિત હોવાથી દુ:ખરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની જેમાં ઝલક અનુભવાય તે જ સુખ સાચું છે. વૈષયિક સુખ તલવારથી લેવાયેલ મધ જેવું છે. તેમ જ ખરાબ લોહીને પીવા માટે આતુર બનેલી જળ જેવું છે. તલવાર પર ચોપડેલા મધને ચાટતા સુખ ક્ષણભર પુરતું છે પરંતુ તેનાથી કપાતી જીભની વેદનાનું દુ:ખ પાર વિનાનું છે, જળો નામનું પ્રાણી ખરાબ લોહીને ચૂસી લે છે. વાઘરી લોકો તેના દ્વારા પૈસા કમાય છે. જેના શરીર ઉપર ગૂમડા વગેરેને કારણે લોહી વિકૃત થયું 2010_05 Page #406 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૭૭ હોય અને તેના કારણે શરીર પર પીડા થતી હોય તો તે જગ્યાએ વાઘરી લોકો તે જળોને મૂકી દે છે તેથી ભૂખી બનેલી તે જ જળો તે લોહીને ચૂસે છે. તેમ કરતાં ભૂખ શમવાથી તે જળોને આનંદ થાય છે. ભૂંડને જેમ વિષ્ટામાં આનંદ આવે છે તેમ ખરાબ થયેલું લોહી પીવામાં તેને આનંદ આવે છે પરંતુ તે આનંદ ક્ષણજીવી હોય છે કારણ કે પછીથી તે વાઘરી લોકો તે જળોના શરીરને નીચોવીને લોહી કાઢી નાંખે છે તે વખતે તેને ઘણા દુઃખનો અનુભવ થાય છે. જો તે લોહીને કાઢે નહિ તો બીજાના શરીર ઉપરનું લોહી તે જળો ચૂસી શકે નહિ અને તેથી તેને તે દ્વારા જે પૈસા મળવાના હતા તે મળે નહિ માટે આમ વારંવાર લોહીને પીવાનું ક્ષણિક સુખ અને પછી તેના શરીરને દબાવીને નીચોવીને લોહી કાઢતા પાછું પાર વિનાનું દુઃખ તેને અનુભવવું પડે છે તેમ વૈષયિક સુખ પણ આવું ક્ષણભર પુરતું જ છે તે સુખના ભોગવટા કાલે ચિત્તવૃત્તિ શાંત, પ્રશાંત અને ઉપશાંત નથી હોતી પણ ભોગને ભોગવવાની આતુરતા , ખણજ, ઓફુક્ય, ચંચળતા, સંતાપ વગેરેના કારણે સંલેશ વર્તતો હોય છે તેથી આત્માને અશુભકર્મનો બંધ થાય છે તેમજ અશુભ સંસ્કારનું આધાન થાય છે. પરિણામે દુર્ગતિના દુ:ખો ભોગવવા પડે છે આ જ વાત અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે - परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच्च दुखं पुण्यभवं सुखम् ॥ ધ્યાનના વિષયમાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે - “તાહરું ધ્યાન તે સમક્તિ રુપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છેજી તેહથી જાયે સઘળા પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોયે પોજી” શાંતિના સ્તવન-૪. અહિંયા તાહરું એટલે પરમાત્માનું એટલે શુદ્ધ સ્વરૂપનું ચિંતન, મનન, નિદિધ્યાસન તેનાથી આત્માને ભાવ સમકિતની પ્રાપ્તિ થાય છે. તેમાં આત્મતત્ત્વનો બોધ - પરિચ્છેદ તે જ્ઞાન છે. આત્માના યથાર્થ સ્વરૂપની અનુભૂતિ તે સમકિત અર્થાત્ દર્શન છે અને તેમાં સ્થિરતા કે જે પર પુગલભાવથી નિવૃત્તિ રૂપ અને આત્મસ્વભાવમાં રમણતા રૂપ છે તે ચારિત્ર છે. આ સમક્તિ, જ્ઞાન અને ચારિત્રથી બધા જ પાપ નાશ પામે છે. અને ધ્યાતા શદ્ધ સ્વરૂપના ચિંતનના પ્રભાવે ઓદયિક ભાવને રોકતો ક્ષાયોપથમિક ભાવને વધારતો પરમાત્મા તુલ્ય બની જાય છે અર્થાત સાધક અવસ્થામાં જે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ એ ધ્યેય હતું તેને જ પામીને તે રૂપ બની જાય છે. -- - 2010_05 Page #407 -------------------------------------------------------------------------- ________________ उ७८ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ (નિજ આ જ વાત જ્ઞાનસારમાં પણ જોવા મળે છે - વારિત્રકાર, જ્ઞાનં વા ટન મુને ” આત્મચરણ તે જ દર્શન તે જ જ્ઞાન અને તે જ ચારિત્ર. આત્મચરણ ગુણ ચરણ) અને જિનગુણધ્યાન (જીન ગુણ ચરણ) બંને એક જ છે. “જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ - અધ્યાત્મ ગીતા ૨૩. દેવચંદ્રજી “ “યદા નિર્વિકલ્પી થયો શુદ્ધ બ્રહ્મ તદા અનુભવે શુદ્ધ શર્મ, ભેદ રત્નત્રયી તીક્ષણતાએ, અભેદ રત્નયત્રીમેં સમાયે.”અધ્યાત્મગીતા - ૩પ અહિંયા તીક્ષ્ણતાને કારણે જ્ઞાન અને ચારિત્રમાં તથા ભેદરત્નત્રયી અને અભેદરત્નત્રયીમાં વિશેષતા બતાવી છે. કયું આત્મચરણ સમકિતરૂપ, જ્ઞાનરૂપ ને ચારિત્રરૂપ છે ? તે માટે લખે છે - સ્યાદ્વાદ આતમ સત્તા રુચિ સમકિત તેહ, આતમધર્મનો ભાસન નિર્મલ જ્ઞાની તેહ, આતમરમણી ચરણી ધ્યાની આતમ લીન, આતમધર્મ રમ્યો તિણે ભવ્ય સદા શુદ્ધ પીન... અધ્યાત્મગીતા. ૪૪ * ઈષ્ટાનિષ્ટત્વના ખ્યાલ વિના માત્ર ઉદાસીનતા તે જ્ઞાન-દર્શનની શુદ્ધતા. છે. ઉદાસીન પરિણતિની ગાઢતા - અસંગદશાની તીવ્રતા - તે ચારિત્ર પરિણતિની એકતા છે અને વિભાવ કર્તૃત્વનો ઉચ્છેદ તે વીર્યની (શક્તિની) તીર્ણતા છે. આ શુદ્ધતા, એકતા અને તીક્ષણતાથી પ્રભુએ મોહરૂપી શત્રુને જીતી લીધો. કર્મરૂપી વૈરીને હણી નાંખ્યો અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભક્તને સ્વર્ગ મોક્ષથી અધિક્ જ્ઞાનીને ળ દેઈરે, કાયા કષ્ટ વિના ળ લહીએ, મનમાં ધ્યાન જ ધરીએ રે, અરનાથ સ્તવન ઉપા. યશોવિજયજી મહારાજ જ્ઞાની ભક્તને પ્રભુ સ્વર્ગ અને મોક્ષ તો આપે જ છે. બે ચાર ભવા બાકી હોય તો સ્વર્ગ, નહિ તો તરત મોક્ષ રૂપ ળ આપે છે પરંતુ અત્યારે તરત ધ્યાનળ આપે છે. ધ્યાન દ્વારા આત્મસુખને આપે છે. કોઈક પુસ્તકમાં “સ્વર્ગ સ્વર્ગથી અધિકું,' એવો પાઠ પણ મળે છે એ રીતે ઘટાવવું હોય તો જ્ઞાની ભક્તને પ્રભુ સ્વર્ગ અને સ્વર્ગથી પણ અધિક મોક્ષ સુખ જેવું ધ્યાન સુખ આપે છે અને આવા અનુપમ સુખની પ્રાપ્તિ માટે કોઈ કાયકષ્ટ નથી. મનમાં (એકાગ્રતાની પૃષ્ઠ ભૂ પર) પ્રભુનું ધ્યાન ધરાયા ને પ્રભુ સ્વર્ગાદિક સુખ આપી દે. આ દૃષ્ટિમાં પરિણતિનો કારક બને તેવો વિવેક હોય છે અને તેના સામર્થ્યથી પેદા થયેલું શમની પ્રધાનતાવાળું સુખ હોય છે. કારણ કે વિવેકનું 2010_05 Page #408 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૭૯ ળ શમની પ્રાપ્તિ જ છે. આ દ્રષ્ટિમાં વાચના તેમ જ સારણા, વારણાદિ ઉચિત પ્રવૃત્તિ કરે છે તે સમતારસમાં ઝીલીને કરે છે. ઉપયોગ વિકલ્પથી રહિત થયો એટલે સ્વરૂપમાં સમાઈ ગયો અથવા અન્ય પદાર્થમાં જે તાદાભ્યનો અધ્યાસા હતો અને તેમાં જે મારાપણું માન્યું હતું તે નીકળી ગયું એટલે આત્મા આત્મામાં સમાઈ ગયો એટલે શમની પ્રધાનતાવાળું સુખ થયું. - છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રશાંતવાહિતા હતી. પ્રશસ્ત કષાયથી ઉત્પન્ન થયેલ વિકલ્પ પૂર્વકનું ઉપશમનું સુખ હતું. જ્યારે અહિંયા સાતમી દૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવથી પેદા થયેલું નિર્વિલ્પ ઉપશમનું સુખ હોય છે. છટ્ટી દૃષ્ટિમાં નિત્ય મીમાંસા હોય છે જ્યારે અહિંયા તત્ત્વ પ્રતિપત્તિ હોય છે. અહિંયા દર્શન - જ્ઞાન - ચારિત્રનો અભેદ અનુભવાય છે. ચોગાટ - આ દૃષ્ટિમાં જીવ યોગારુઢ બનેલો છે. આ યોગારુઢ ગીતાનો શબ્દ છે ભગવદ્ ગીતામાં સમત્વને યોગ કહ્યો છે. આ સમતા નિત્ય રહે છે. સંયોગની પહેલા પણ સમતા હતી અને વિયોગના સમયે પણ સમતા રહે છે આ રીતે સમતામાં સદા રહેવું તે નિત્યયોગ છે અને આ નિત્યયોગનો જેને અનુભવ થઈ ગયો છે તેને જ ગીતા યોગાટ કહે છે તેની ઓળખ શું ? તો તે માટે ગીતા કહે છે - કોઈપણ પદાર્થમાં આસક્તિ ન હોવી, ક્રિયામાં આસક્તિ ન હોવી અને સંપૂર્ણ સંકલ્પનો ત્યાગ કરવો - હોવો. यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते । સર્વસંન્યસંન્યાસી યોગતિલોતે ૬૪ ગીતા તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયોના ભોગોમાં અને ક્રિયાઓમાં આસક્તિ ન હોય તેમ અંદરથી આગ્રહ પણ ન રહેવો જોઈએ. સંકલ્પ એટલે શું ? આ વસ્તુ આમ થવી જોઈએ, તેમ થવી જોઈએ, આવું મળવું જોઈએ, આવું નહિ, આવો. સંયોગ જોઈએ, આવો નહિ - આવો જ આગ્રહ તે સંકલ્પ છે. - જેને નથી તો કોઈ પદાર્થમાં આસક્તિ કે નથી તો પદાર્થના અભાવમાં આસક્તિ, નથી તો ક્રિયામાં આસક્તિ કે ડ્યિાના અભાવમાં આસક્તિ, નથી તો સંયોગમાં આસક્તિ કે નથી કોઈ સંયોગના અભાવમાં આસક્તિ તથા કોઈ જ સંકલ્પ પણ જેને નથી તે યોગાટ છે. તાત્પર્ય એ છે કે પદાર્થ મળે કે ન મળે, ક્રિયા થાય કે ન થાય તેને કોઈ આગ્રહ જ નથી. નૈવ ત® તેનાથ ના વૃક્ષોને રાશન ગીતા ૩/૧૮ ક્રિયા થાવ તો ભલે ન થાવ તો ભલે. સંકલ્પ પૂરા થાવ તો ભલે ના થાવ તો ભલે, વૃત્તિઓનો નિરોધ થાવ તો ભલે, ન થાવ તો ભલે મારે એને માટે નો કોઈ જ આગ્રહ નથી. 2010_05 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ઇન્દ્રિયોના ભોગોમાં અને પદાર્થોમાં આસક્તિ ન થાય તેટલે ચાહના રહિત થઈ ગયો , રાગ રહિત થઈ ગયો અને ક્રિયામાં આસક્તિ ન થાય એટલે પ્રયત્ન રહિત થઈ ગયો. અર્થાત અચાહ અને અપ્રયત્ન થવાથી પરમાત્માની સાથે અભેદ થઈ ગયો. વાસ્તવમાં અભિન્નતા થઈ નથી. અભિન્નતા તો હતી જ પરંતુ અચાહ અને અપ્રયત્ન નહોતો થયો એટલે અભિન્નતા હોવા છતાં અનુભવ નહોતો થયો. અચાહ અને અપ્રયત્ન થયો તો સ્વરૂપમાં સ્થિતિ થઈ ગઈ. નિત્યયોગનો અનુભવ થઈ ગયો. “ચાહ ગઈ, ચિંતા ગઈ, મનુવા બેપરવાહ ; જિનકો કછુ ન ચાહિયે, વો શાહન કા શાહ ” કબીરજી. જેને કાંઈ જોઈતું નથી. જેની તૃષ્ણા માત્ર ટળી ગઈ છે તે જ ખરો શહેનશાહ છે. ચાહના જતા ચિંતા ટળી જાય છે અને માણસ બેપરવા થઈ જાય છે. સંસારની સાથે જીવ જેટલો સંબંધ બાંધે છે તેટલો પરમાત્મતત્ત્વથી તે વિમુખ થાય છે. સમસ્ત સંગ્રહનો અંતે વિનાશ છે, લૌકિક ઉન્નતિઓના અંતે પતન છે, સંયોગનો અંતે વિયોગ છે, જીવનના અંતે મરણ છે, પરંતુ પરમાત્માની સાથે જે નિત્યયોગ છે તે તો જીવમાત્રને પ્રાપ્ત છે. સંયોગ જન્ય સુખમાં ફ્લાઈ જઈએ છીએ એટલે પરમાત્માની સાથે - નિત્યયોગ તરફ દૃષ્ટિ જ જતી નથી. રાગી, દ્વેષી, કામ, ક્રોધી, માની, માયી, લોભી, ભોગી, પાપી, પુણ્યશાલી, મુર્ખ, વિદ્વાન એવો જગતમાં કોઈ જ નથી કે જેને નિત્યયોગની પ્રાપ્તિ ન હોય માત્ર તે તરફ દૃષ્ટિ જતી નથી એટલે જ તેનો અનુભવ થતો નથી. આથી નિત્ય યોગ-પરમાત્માની પ્રાપ્તિ કરવી એ ગીતાનો ખાસ સિદ્ધાંત છે. નિત્ય યોગની પ્રાપ્તિ શું છે ? સંસારના માની લીધેલા કલ્પિત સંબંધોને મિટાવી દેવા તે જ નિત્યયોગની પ્રાપ્તિ છે. અમાપ્ત, અસત્ સાથે સંબંધ માન્યો છે આથી નિત્યયોગની પ્રાપ્તિથી વિમુખ થઈ ગયા છીએ. નિત્યયોગ તો જ્યાં છે ત્યાં જ છે પરંતુ સંસારનો સંયોગ તો ક્યારે ય રહ્યો નથી, રહેવાનો નથી અને રહેશે નહિ. સંયોગ તો આખરે વિયોગમાં પલટાવાનો છે. પદાર્થોનો વિયોગ થવાનો છે. ક્રિયાઓનો વિયોગ થવાનો છે. સંકલ્પનો પણ વિયોગ થવાનો છે. સંકલ્પ પૂરો થાય તો પણ વિયોગ થવાનો છે, ન થાય તો પણ વિયોગ થવાનો છે. સર્વસંકલ્પ સંન્યાસ સ્વત: સિદ્ધ છે. સંયોગમાં રસ લો છો માટે નિત્યયોગથી વિમુખ થાવ છો. નિત્યયોગનો વિયોગ નથી થતો પણ વિમુખતા થાય છે. જ્યારે તમે નિત્યયોગની સન્મુખ થશો ત્યારે અનંતા જન્મોના પાપ નષ્ટ થઈ જશે. નિત્યયોગની પ્રાપ્તિને માટે જે યોગમાં આરૂઢ થવા ઇચ્છે છે તેને માટે 2010_05 Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ કર્મ કરવું કારણ છે મારુક્ષોને વર્ષવાર પુતે ! યોગરુઢ થયા પછીથી અર્થાત સંસારના સંબંધનો વિચ્છેદ થયા પછી એક શાંતિ મળે છે જે પરમાત્માની પ્રાપ્તિમાં કારણ છે પરંતુ તે અવસ્થામાં રાજી થવાનું નથી. તેમાં રાજી થવાથી તેને સર્વસ્વ માનવાથી અટકી જવાનું થાય છે. પરમાત્માની પ્રાપ્તિમાં વિલંબ થાય છે. જેમ બાળકની પહેલા રમકડામાં રૂચિ હોય છે. મોટો થયા પછી પૈસામાં રૂચિ થાય છે, ત્યારે ખેલકૂદ, રમકડામાં રૂચિ મટી જાય છે એ જ રીતે જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ નથી થતો ત્યાં સુધી શાંતિ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ કેટલોક સમય જતાં શાંતિની રૂચિ આપોઆપ મટી જાય છે, જો તમે એ શાંતિનો ભોગવટો ન કરો તેનાથી ઉપશમવિરામ પામી જાવ તો બહુ જલ્દી પરમાત્મ પ્રાપ્તિનો અનુભવ થઈ જાય છે. યોગારુઢ થવામાં કર્મ કારણ છે અર્થાત્ કર્મ કરતા કરતા જ્યારે સઘળાનો વિયોગ થઈ જાય ત્યારે તમે ચોગારુઢ થઈ જાવ છો. કર્મ કરવા દ્વારા યોગની પ્રાપ્તિ તેનું નામ કર્મયોગ છે કારણ કે કર્મોની સમાપ્તિ થઈ જશે અને યોગ નિત્ય રહેશે. તે જ રીતે જ્ઞાન દ્વારા સંસારનો વિયોગ કરાય તે જ્ઞાનયોગ છે. નહિ રહેવાવાળી ચીજનો વિયોગ તો પ્રતિક્ષણ થઈ રહ્યો છે માત્ર તમે અનુભવ કરો કે જેટલા પદાર્થના સંયોગ છે તે પહેલા ન હતા પછીથી પણ નહિ રહે પરંતુ એને જાણવાવાળો તો જ્યાં હતો ત્યાં જ રહ્યો છે. આ પ્રમાણેના વિચાર દ્વારા સંસારના સંયોગને વિયોગના અંતવાળા જોઈને તેમાં અલિપ્ત રહેવું તે જ્ઞાનયોગ છે અને સંસારનો સંબંધ જેટલો તૂટશે તેટલો પરમાત્માની સાથેનો સંબંધ જોડાશે આ ભક્તિ યોગ છે. હમણાં પણ પરમાત્માની સાથે કોઈ પણ પ્રાણીનો વિયોગ નથી જ કારણ કે પરમાત્મા સઘળા દેશમાં, સઘળા કાલમાં, સર્વ વસ્તુઓમાં, સંપૂર્ણ ક્રિયાઓમાં, પરિસ્થિતિઓમાં, સંપૂર્ણ અવસ્થાઓમાં, સંપૂર્ણ ઘટનાઓમાં જ્યાં છે ત્યાં જ છે માત્ર સંસારનો આદર કરવાથી આપણે પરમાત્માથી વિમુખ થયા છીએ, પરમાત્મતત્ત્વમાં કોઈ વસ્તુ નથી, કોઈ ક્રિયા નથી. તે વસ્તુ રહિત અને ક્રિયા રહિત તત્ત્વ છે એટલે એની સીધી પ્રાપ્તિ અભ્યાસ સાધ્ય નથી. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સહાયતા લઈને જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે અભ્યાસ થાય છે પણ પરમાત્મતત્ત્વ તો જ્યાં છે ત્યાં જ છે માટે તેની સીધી પ્રાપ્તિમાં વિધિ નથી ચાલતી નિષેધ ચાલે છે. વસ્તુ અને ક્રિયાનો નિષેધ કરવા પર જે બાકી રહે તે પરમાત્મા છે એટલા માટે તેમાં કાંઈ કરવાનું નથી તે કરણ નિરપેક્ષ તત્ત્વ છે. જેના દ્વારા તત્કાલ ડ્યિાની સિદ્ધિ થાય તેનું નામ કરણ છે. 2010_05 Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 साधकतमं कारणं करणम्, क्रियायाः निष्पत्ति र्यद् व्यापारादनन्तरम् तत् करणत्वं भवेत् । જેમકે રામના બાણથી વાલી હણાયો તો આ વાક્યમાં કરણત્વ બાણમાં છે. પણ ધનુષ, દોરી, હાથ વગેરેમાં નહિ. આથી ક્રિયાની સિદ્ધિમાં કરણ કામ આવે છે. પરંતુ જ્યાં ક્રિયા જ નથી ત્યાં કરણ કેવી રીતે કામ લાગશે ? क्रियाजनकत्वं कारकत्वम् : અત્યંત ઉપકારક જે કારક છે તે કરણ પણ જેની પ્રાપ્તિમાં હેતુ નથી તો પછી બીજા કારકો તો હેતુ કેવી રીતે થાય ? આ કરણ નિરપેક્ષ કહેવાનું તાત્પર્ય છે. આમ કરણ નિરપેક્ષ કહેવાથી કારક નિરપેક્ષ થઈ જાય છે. પરમાત્મા છ કારકોથી રહિત છે. કોઈપણ કારક દ્વારા પરમાત્મા પ્રાપ્ત થતા નથી કારણ કે સઘળા કારક ઉત્પન્ન તથા નાશ થવાવાળા છે જ્યારે પરમાત્મા અનુત્પન્ન છે ભક્તિયોગમાં હું ભગવાનનો છું એ યાદ રાખવાનું છે. જ્ઞાનયોગમાં મારું સ્વરૂપ નિર્વિકાર છે એ યાદ રાખવાનું છે. કર્મયોંગમાં સંસાર મારો નથી. અને મારા માટે નથી એ યાદ રાખવાનું છે. શંકા : પરમાત્મામાં ક્રિયા નથી એ વાત સાચી પરંતુ સાધના તો કરણ સાપેક્ષ જ હોય ને ? સમાધાન : સાધના કરણ સાપેક્ષ હોય તેની ના નથી પણ સાધના બે પ્રકારની છે. એકમાં જ્યાં આપણે બેઠા છીએ ત્યાંથી ઉપર ઉઠવાનું તે સાધના છે. એકમાં જયાં આપણે પ્રવેશ કરવાનો છે જયાં પહોંચવાનું છે તે સાધના છે તો તેમાં ઉપર ઉઠવા માટે જે સાધના છે તે કરણ સાપેક્ષ છે પરંતુ જયાં પ્રવેશ કરવાનો છે તેમાં કરણની સાપેક્ષતા નથી. તેમાં તો કરણ છોડવાના છે તે તો કરણ નિરપેક્ષ સાધના છે. ટૂંકમાં ક્ષપકશ્રેણી માંડતા પહેલાની બધી સાધના એ ઉપર ઉઠવાની સાધના છે તેમાં કરણ, ઉપકરણ વગેરની આવશ્યક્તા છે માટે તે સાધના કરણ સાપેક્ષ છે જયારે સાતમા ગુણઠાણાના ચરમયથા પ્રવૃતકરણથી માંડીને બારમા ગુણઠાણા સુધીની સાધના એ કરણ નિરપેક્ષ સાધના છે. ક્ષપકશ્રેણી દ્વારા આત્મઘરમાં પ્રવેશ કરવાનો છે અને પૂર્ણતાને પામવાનું છે તેમા કરણની જરૂર નથી તે સાધના તો નિશ્ચયની સાધના છે. ઉપયોગથી ઉપયોગની સાધના છે. વળાવાની જરૂર ત્યાં સુધી જ પડે જયાં સુધી ચોર-લૂંટારાનો ભય હોય, તે ભય નીકળી ગયા પછી તો છોડી દેવાનો હોય છે તેમ ક્ષપકશ્રેણીમાં એટલે ઘરમાં પેઠો ત્યાં તો બધા કરણ છૂટી જાય છે. માટે તે સાધના કરણ નિરપેક્ષ સાધના છે. 2010_05 Page #412 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૮૩ આત્મામાંથી એક પછી એક નવી નવી અસત અવસ્થાઓ નીકળતી જાય છે. મૂઢ અને ગમાર જીવને એ ભાન પણ નથી કે આ બધી અવસ્થાઓ મિથ્યા છે, અસત્ છે. તારા સ્વરૂપથી ભિન્ન છે માટે ત્યાજય છે. પણ આવી સમજણ ન હોવાને કારણે જીવ એનો દૃષ્ટા ન બની રહેતા તેનો કર્તા ભોક્તા. બનવા જાય છે. એ અવસ્થાઓમાં તન્મય ને તદાકાર બને છે. માટે સંસારની રખડપટ્ટીના બીજ પડયા કરે છે. અસત અવસ્થાઓને જયાં સુધી જીવ અસંત રૂપે જોતાં નહિં શીખે ત્યાં સુધી અસમાં સની જે ભ્રાન્તિ છે તે નિકળશે. નહિં. એક વખત જેના ઉપર અસત્ નું લેબલ લાગ્યું તે ચીજ ગમે તેવી સારી દેખાતી હોય તો પણ અસત્ તરીકે ઓળખનારને મૂંઝવી શક્તી નથી. અસત્ ને વારંવાર અસત રૂપે જોયા કરવાથી તેનો રાગ ખતમ થતો જાય છે વૈરાગ્ય તીવ્ર બને છે અને પછી વૈરાગ્ય દાવાનળ જેવો તીવ્ર બનતા જીવ વિષયોની સામે આંખ ઊંચી કરીને જોવા પણ તૈયાર થતો નથી. એકવાર સન્મુખ જુવો ચક્રી સનતકુમાર નવિ જુવે ' • માયા તુમારી ખડીય પુકારે વહુવર સબ આગે ખડિયા, પોયો પુત્ર શિલા પર પેખી આંખે ઝળહળિયાં ' આ બધા વૈરાગ્યની તીવ્રતાના દૃષ્ટાંત છે. પરમાત્મતત્ત્વ પ્રાપ્ત જ છે. સંસાર અપ્રાપ્ત છે. આ દૃષ્ટિથી મુક્તિનો અભાવ કયારેય જીવને થયો નથી, માત્ર પરમાત્મતત્વની સત્તાનો સ્વીકાર કરતાં નથી. અને અપ્રાપ્તની સત્તાનો સ્વીકાર કરીએ છીએ તેથી પ્રાપ્તનો અનુભવ થતો નથી. જેમ શરીરનો મુખ્ય આધાર હાડકાં છે પણ તે દેખાતા નથી અને જે મુખ્ય આધાર નથી તે ચામડી દેખાય છે જેમાં તાકાત છે તે દેખાતું નથી. તેવી જ રીતે સંસારનો મુખ્ય આધાર પરમાત્મા છે તે દેખાતા નથી પરંતુ સંસાર કે જે અસંત છે તે દેખાય છે. જેમ શરીર માતાપિતાનાં સંયોગથી ઉત્પન્ન થયું છે પરંતુ શરીરમાં માતા કે પિતા કોઈ દેખાતા નથી તે જ રીતે સંસાર પ્રકૃતિ અને આત્માના સંયોગથી ઉત્પન્ન થયેલો છે પરંતુ સંસારમાં ન તો પ્રકૃતિ દેખાય છે કે ન તો આત્મા દેખાય છે, પરંતુ કેવલ પ્રકૃતિનું કાર્ય દેખાય છે. જેમ વાછરડું સામે આવે ત્યારે ગાયના સ્તનમાં દૂધ આવવા માંડે છે તે જ રીતે જીજ્ઞાસુ સામે આવે છતે મહાપુરુષની કૃપા તેની ઉપર વરસવા માંડે છે અને તે પોતાની જિજ્ઞાસા. અનુસાર જ્ઞાન પ્રાપ્ત કરે છે. જયારે મનુષ્યની દૃષ્ટિ ઘરેણાં તરફ હોય છે તેના રૂપ, આકૃતિ, તોલ ને મૂલ્ય તરફ હોય છે ત્યારે તેની દૃષ્ટિમાં સોનાની મુખ્યતા રહેતી નથી તે 2010_05 Page #413 -------------------------------------------------------------------------- ________________ उ८४ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ જ રીતે મનુષ્યની દૃષ્ટિ જયારે સંસાર તરફ હોય છે. વિનાશી પદાર્થ તરફ હોય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ તરફ હોય છે. ત્યારે તેની દ્રષ્ટિ પરમાત્મા તરફ રહેતી નથી જયારે તે દૃઢતાથી માનવા પ્રેરાશે કે આ સંસારમાં વાસ્તવિક કાંઈ જ નથી. બધું જ મિથ્યા છે. અસત્ છે. સર્વત્ર પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય મને બીજું દેખાય છે તે મારી સાધકદશાની ખામી છે. દૃષ્ટિનો અંધાપો. છે. આમ શ્રેણિકને જેમ બધે જ વીર વીર દેખાતા હતા તેમ સર્વ સ્થાનમાં અને સર્વ કાલમાં એક માત્ર પરમાત્મા જ દેખાવા માંડે છે ત્યારે તેની દ્રષ્ટિમાંથી સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થઈ જાય છે અને પરમાત્માનો અનુભવ થઈ જાય છે. જેમ સોનાને જાણવાવાળો મનુષ્ય (સોની) સોનું અને ઘરેણાં બંનેને જાણે છે તેમાં સોનાની વાસ્તવિક સત્તાને જાણે છે અને તે સત્તાના આધારે જ રહેલા ઘરેણાંને જાણે છે. પરંતુ ઘરેણાંની કોઈ સ્વતંત્ર સત્તા જોતો નથી તેમ પરમાત્માને જાણવાવાળો પુરુષ સત્તાયુક્ત પરમાત્માને જાણે છે અને તેની જ સત્તાને આધારે રહેલા સંસારને જાણે છે. સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ કર્મથી થાય છે જયારે પરમાત્માની પ્રાપ્તિ વિવેક અને બોધથી થાય છે. સાંસારિક ચીજોને બનાવવી પડે છે, કંયાકથી લાવવી પડે છે, પેદા કરવી પડે છે પરંતુ પરમાતત્ત્વને બનાવવું નથી પડતું. કયાંકથી લાવવું નથી પડતું તેના માટે કયાંય જવું નથી પડતું પરંતુ સંપૂર્ણદેશ, કાલ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, અવસ્થા આદિમાં પરમાત્મતત્ત્વ જ્યાં છે ત્યાં જ છે તેની પ્રાપ્તિ માટે જોરદાર જિજ્ઞાસા નથી જાગતી તેથી તેની પ્રાપ્તિ થતી નથી. જેમ જાળમાં ફ્લાયેલી માછલી આગળ વધતી નથી તેમ સંસારના સુખમાં ફ્લાયેલો મનુષ્ય પરમાત્મા તરફ આગળ વધતો નથી એટલું જ નહિ પરમાત્માની પ્રાપ્તિનું લક્ષ પણ કરી શકતો નથી. सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । પતલુ સમાન નક્ષ સુ યોઃ છે ?૭ર છે પરવશ હોય તે બધું દુ:ખ છે અને આત્મવિશ હોય તે બધું સુખ છે આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કર્યું છે. જેમાં શબ્દાદિ વિષયો નીકળી ગયા છે તેવા ધ્યાનથી પેદા થયેલું સુખ ચઢિયાતું કેમ છે ? તે કહે છે. જે પરવશ છે તે સઘળું દુ:ખ છે કારણકે દુ:ખનું લક્ષણ તેમાં ઘટે છે. પરાધીન સુખ ચિત્તને ઠારી શકતું નથી. આત્મ -ઘરમાં જવા દેતું નથી. સુખનું કારણ આત્મા પોતે જ છે. તેમાં અનંત આનંદ પડેલો છે. તે આત્મા આજે અંતઃકરણ સ્વરૂપ બન્યો છે. તે અંત:કરણ જયારે વિષય તરફ જાય છે ત્યારે વૃત્તિ વિષયાકાર બને છે અને વિષયો તો સ્વભાવે જડ 2010_05 Page #414 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૮૫ છે અને પરાધીન છે. જડરૂપે પરિણમેલો ઉપયોગ અંદરમાં જઈ શકતો નથી. બહારને બહાર રહે છે. પરપદાર્થને પામીને જીવ જે સુખની અનુભૂતિ કરે છે તે વૈષયિક સુખ અને કાષાયિક સુખ છે. તેમાં સુખનો વિષય પર છે, સ્વ નથી અને જે પર છે તે તો દુ:ખરૂપ છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતા ભોગો, ધન, કુટુંબ, પરિવાર જીવને પોતાને આધીન હોય તેવા જણાય છે. પરંતુ તે ભ્રમ છે જ્યારે પુણ્ય જ પોતાનાથી પર છે, ભિન્ન છે તો પછી તેના ઉદયથી મળતા ભોગો વગેરે સ્વવશ કેમ હોઈ શકે ? એટલે જ જ્યારે પુણ્ય ખૂટી જાય છે ત્યારે તે પદાર્થો પોતાને બેવફા બનતા દેખાય છે. પાણી અને દૂધ વચ્ચે પ્રેમ થાય છે તો પાણી દૂધના મૂલ્ય વેચાય છે પરંતુ. જે તેમાં કપટની એક સહેજ છાશ પડતો રસ ચાલ્યો જાય છે. રસ, વિરસ થઈ જાય છે અને પાણી દૂધથી અલગ પડી જાય છે. દૂધ અને પાણીની જેમ એકાકાર બની ગયેલો ભર્તુહરિ અને પિંગલાનો પ્રેમ કપટની ખટાશથી બગડી ગયો કારણ પિંગલા પોતે સ્વવશ ન હતી પરવશ હતી. આ વાતની ભર્તૃહરિને ખબર પડતા પિંગલા ઉપર લેશમાત્ર દ્વેષ કર્યા વિના માત્ર પિંગલા જ નહિ પણ. સંસારના તમામે તમામ પદાર્થો વ્યભિચારી છે, પરવશ છે અને દગો દેવાના સ્વભાવવાળા છે એમ સમજી - દ્રઢ નિર્ણય કરી ભર્તુહરિ યોગી બન્યા અને તે કાળમાં પ્રસિદ્ધ મત્યેન્દ્રનાથ અને ગુરુ ગોરખનાથના સંપ્રદાયમાં દીક્ષિત થયા. પરાધીન, પરવશ સુખને દુઃખરૂપ સમજી તેનો ત્યાગ કર્યો અને પોતાને સ્વાધીન એવું આત્મસુખ મેળવવા ઉધમ કર્યો. તેમણે રચેલ વૈરાગ્ય શતકમાં પોતાને સ્વાધીન સુખ કેમ મળે તેની જ વાત કરી છે. વિરાગીને વસવા માટે મહાલય સુંદર નથી લાગતો. ગાન વગેરે સાંભળવા જેવા લાગતા નથી તેમ જ પ્રાણ પ્યારીના સમાગમનું સુખ પણ તેને આનંદ નથી આપતું. પવનથી હાલતા દીવાની જ્યોતની જેમ આ બધું અસ્થિર છે એમ સમજી સંતો વનમાં ગયા છે (વૈ. શ. ૮૦) હે તાત! આ સંસારથી માંડીને ત્રણ લોક સુધી શોધ કરવા છતાં અમને કોઈ એવો નજરે ચડ્યો નથી કે કાને સાંભળ્યો નથી કે જે વિષયોરૂપી હાથણી સાથે ગાઢ જોડાવાના અભિમાનથી પાગલ બનેલા મનરૂપી હાથીને અંકુશમાં રાખવાની લીલા કરી શકે. (૮૧) સંસારના ભોગોથી ઉદ્વિગ્ન બનેલા અને નીરવ રાશિઓમાં ચમકતી ચાંદનીથી ધવલ બનેલા રેતીના ઢગલા ઉપર ધૂળથી ખરડાઈને આનંદથી બેઠેલા અને મોટેથી “શિવ, શિવ, એમ ઉચ્ચાર કરતા અમે અંતરથી આંસુઓની ધારથી ભિંજાયેલી દશાને કયારે પામીશં? ” (૮૫) હાથનો ખોબો જ ભિક્ષા પાત્ર છે. સહજ રીતે મળતી પવિત્ર ભિક્ષાથી સંતોષ છે. જે કોઈ સ્થળ મળે ત્યાં બેસવાનું છે. આ વિશ્વ તણખલા જેવું છે એવું વારંવાર 2010_05 Page #415 -------------------------------------------------------------------------- ________________ ३८६ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ જોવાનું છે. શરીરનો ત્યાગ ન કરવા છતાં અખંડ પરમાનંદનો બોધ અનુભવતા આવા યોગીઓને શિવની કૃપાથી મોક્ષનો માર્ગ સુલભ છે. (૯૦) સેંકડો લીરાઓથી જર્જરિત થયેલી લંગોટી, વળી એવી જ કંથા (ગોદડી), નિશ્ચિતતા, કોઈપણ જાતની અપેક્ષા વિના ભોજન, સ્મશાનમાં કે વનમાં, સ્વતંત્ર અને નિરંકુશ વિહાર, અંતઃકરણમાં પરમ શાંતિ આવા સ્થિર રહેનારા યોગનો મહોત્સવ હોય તો પછી ત્રણલોકના રાજ્યથી પણ શું ? (૯૧) જે મનસ્વી યોગી છે તેને આ બ્રહ્માંડનું મંડળ શું મોહિત કરી શકે ખરું? માછલીના ઊછાળાથી ખરેખર મહાસાગર કદી ખળભળતો નથી. (૯૨) હે મા લક્ષ્મી ! તું કોઈ બીજા પાસે જા. મને મેળવવાની ઇચ્છા ન રાખ. જેઓને ભોગવિલાસની ઇચ્છા હોય તેવા જ તારે વશ રહે છે. જે નિ:સ્પૃહી છે તેઓને માટે તું શું હિસાબમાં ? તાજા તોડેલા ખાખરાના પવિત્ર પાત્રમાં ભિક્ષા માંગીને હવે અમે અમારું ભરણપોષણ કરીએ છીએ. (૯૩) આ મોટી પૃથ્વી પથારી છે. હાથ એ વિશાળ ઓશીકું છે. શરદનો ચંદ્ર એ દીવો છે. વિરક્તિરૂપી સ્ત્રીના સમાગમનો આનંદ છે. ખૂબ વૈભવવાળા રાજાની જેમ મુનિ સુખી અને શાંત બનીને સૂએ છે. (૯૪) ભિક્ષા માંગીને ખાનાર, લોકોની વચ્ચે નિઃસ્પૃહી થઈને રહેનાર, બધી ક્રિયાઓ સ્વાધીનપણે કરનાર, આદાન-પ્રદાનના વ્યવહારથી વિરક્ત, જીર્ણ-શીર્ણ વસ્ત્ર પહેરનાર, ગોદડીના આસન ઉપર બેસનાર, નિર્માયી અને અહંકાર રહિત થઈને રહેનાર એવા તપસ્વીને શાંતિ અને સુખ ભોગવવાની જ એકમાત્ર સ્પૃહા છે. (૫) શું આ ચાંડાલ હશે કે બ્રાહ્મણ? શુદ્ર હશે કે તપસ્વી? અથવા તો તત્ત્વજ્ઞાન અને વિવેકથી કોમળ મતિવાળા આ યોગીશ્ચર હશે? એમ અનેક કલ્પનાઓ કરીને જેના વિષે લોકો બોલબોલ કરે છે તેવા યોગીઓ તેમને વિશે ક્રોધ કે તોષ પામ્યા વિના સમભાવે માર્ગમાંથી ચાલ્યા જાય છે. તે ગંગાના કિનારે હિમાલયની શિલા ઉપર પદ્માસન વાળીને બેઠેલા, બ્રહ્મનું ધ્યાન ધરવાના અભ્યાસમાં, યોગનિદ્રામાં લીન બનેલા એવા મારા સરસ દિવસો કયારે આવશે, જ્યારે નિર્ભય બનીને મોટા હરણાઓ પણ મારા ખોળામાં શિંગડાથી ખજવાળશે ! (૯૮). આશા ઓરનકી કયા કીજે? જ્ઞાન સુધારસ પીજે... ભટકે દ્વારા લોક લોકનકે, કૂકર આશાધારી આશા દાસીકે જે જાયે. તે જન જગકે દાસા.... આનંદઘનજી. પરની આશા રાખીને જીવવામાં દુઃખ જ છે. આશા રાખીને જીવનારા કૂતરાની જેમ લોકોના ઘરે ભટકે છે. દીન બને છે. બીજાને આધીન બનીને જીવવાથી સત્ત્વની હાનિ થાય છે. સત્ત્વને ગુમાવનારો કયારે પણ સુખને પામી શકતો નથી કારણ કે સત્ત્વ ગુમાવ્યું એટલે સાત્ત્વિકભાવોની તક ગઈ એટલે સંસ્કારિતા પણ ગઈ. પછી બાકી રહ્યા રાજસ અને તામસભાવ. તે બે વડે જ જીવન પૂરું કરવાનું 2010_05 Page #416 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૮૭ રહ્યું અને રાજસ - તામસભાવ એટલે સંકલેશ. સંસારમાં પોતાના સત્ત્વની હાનિ દેખાઈ અને વૈરાગ્યનો નાશ દેખાયો માટે તો સત્ત્વની વૃદ્ધિ કરવા દ્વારા વૈરાગ્યના માર્ગે આગળ વધવા રાજા, મહારાજાઓ, ચક્રવર્તીઓ સંસારના સુખને લાત મારી મારીને ત્યાગના માર્ગે ચાલી નીકળ્યા. પરાધીન સુખની વચ્ચે રહેવામાં પોતાના આત્માની પરલોકમાં નાલેશી અને વિડંબના દેખાઈ તેથી સ્વાધીન સુખ પ્રગટાવવાનો પુરુષાર્થ કર્યો. સ્વાધીન સુખ અને પરાધીના સુખ બંને સાથે રહી શકતા નથી. એક માટે બીજાનો ત્યાગ અનિવાર્ય બની જાય છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ એક જ આત્મામાં સ્વાધીન અને પરાધીન બંને સુખો રહી શકતા નથી. પરાધીન એવું પૌગલિક સુખ આકુળતા પેદા કરે છે જ્યારે સ્વાધીન સુખ ચિત્તમાં નિરાકુળતા અને સમાધિ પેદા કરે છે. પરાધીન સુખ અશુભ સંસ્કાર નાંખે છે. પરલોકમાં દુર્ગતિ આપે છે. સ્વાધીન સુખ શુભ સંસ્કાર નાંખે છે અને પરલોકમાં સદ્ગતિ તરફ લઈ જાય છે. જ્યારે જ્ઞાન એ સુધારસ છે. જ્ઞાન-સ્વાદને ફ્રીક્રીને ઘંટવાથી આત્મામાંથી રાગનો રસ નીકળી જાય છે અને આત્મામાં અપૂર્વ શાંતિ અનુભવાય છે તેથી જ્ઞાન અમૃત તુલ્ય છે. રાગરૂપી વિષનો નાશ કરવા જ્ઞાન એ શ્રેષ્ઠ ઔષધ છે. અત્યાર સુધીમાં જે આત્માઓ અજર અમર બન્યા અને સિદ્ધાલયમાં ગયા તે બધાએ આ જ્ઞાન સુધારસનું પાન કર્યું તેથી ગયા છે. જ્ઞાન એ આત્માનું સ્વક્ષેત્ર છે. પોતાનું ઘર છે, જયારે પુગલ આત્મા માટે પરક્ષેત્ર છે. પારકું ઘર છે. કોઈપણ માણસ પારકા ઘરમાં વારંવાર જાય તેમાં અનેક લોકો શંકા કરે. પારકા ઘરમાં જવું અને ત્યાં જ ડેરા-તંબુ તાણીને રહેવું એ જીવની અજ્ઞાન અને અનધિકારી ચેષ્ટા છે. પારકા ઘરમાં રહેવું, પરની આશા રાખવી, પરને પોતાનું કહેવું, પોતાનું માનવું, પોતાના તરીકેની ઓળખ આપવી એ કર્મસત્તાનો અપરાધ છે. તેનાથી જીવને દુખ, દર્ભાગ્ય, અપયશ, દુર્ગતિ પ્રાપ્ત થાય છે. તેનાથી બચવા જ્ઞાનીઓ જીવને પોતાના ઘર તરફ જવાનું અને તેમાં રહેવાનું કહે છે. પોતાના ઘર તરફ જતા માણસની સામે કોઈ આંગળી ચીંધી શકતું નથી. દરેક માણસને પોતાના ઘર તરફ જવાનો અને પોતાના ઘરમાં રહેવાનો અધિકાર છે તેથી પોતાના ઘરમાં રહેવું એ ગુનો નથી પણ શોભા છે. “વિયોના સંયો: ' કહીને જ્ઞાનીઓએ સંયોગજન્ય સુખમાં પરાધીનતા અને દુઃખ બતાવ્યું છે અને તેને છોડવાનો ઉપદેશ આપ્યો છે એટલે જ ભૌતિક સુખનું દાન કરનાર કરતાં આધ્યાત્મિક સુખનો ઉપદેશ આપનાર અને તેને પ્રાપ્ત કરવામાં સહાયક બનનાર વધારે ઉપકારક મનાયો છે. માટે જ ચક્રવર્તી કરતાં ત્યાગી - વિરાગીનું સ્થાન ઊંચું મનાયું છે. ચક્રવર્તી છ ખંડને જીતવા દ્વારા ક્ષેત્ર વિજેતા બને છે જ્યારે ત્યાગી કર્મશત્રુને જીતવા દ્વારા ફાલવિજેતા બને છે. કાલ ઉપર વિજ્ય મેળવનાર કાળનો કોળિયો કરીને અકાળ પરમાત્મા બને છે. જ્યારે ક્ષેત્રનો વિજ્ય કરનારને ફ્રીક્રીને ચારગતિની જેલમાં સબડવું પડે છે. 2010_05 Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પરક્ષેત્રમાં પ્રવેશ એ આત્મા માટે અતિક્રમણ રૂપ છે. અતિક્રમણ કરનારને પાછું સ્વક્ષેત્રમાં આવવારૂપ પ્રતિક્રમણ કરવું પડે છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી કોઈની ઉપર પણ એટેક કરતો નથી કારણકે એટેક કરવામાં હિંસાનો ભાવ આવે છે. તેથી તેને અતિક્રમણ થતું નથી. તે પ્રેમ સ્વરૂપ બન્યો છે એટલે તેને ખબર છે કે જે કોઈ મારી પાસે આવશે તેને હું મારા પ્રેમમાં ઓગાળી નાખીશ. સ્વરૂપમાં સમવસ્થાન કરવાથી પ્રતિક્રમણથી અને પરક્ષેત્રમાં પ્રવેશથી બચી શકાય છે. વિષયોથી પ્રાપ્ત થયેલ પરાધીન સુખ કેવું છે તે માટે વૈરાગ્ય કલ્પલતામાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે, रम्यं सुखं यद्विषयोपनीतं नरेन्द्रचक्रित्रिदशाधिपानाम्। समाहितास्तज्ज्वलदिन्द्रियाग्निज्वालाघृताहुत्युपमं विदन्ति ॥ २२८॥ વિષયોના ભોગવટાથી પ્રાપ્ત થયેલ રમણીય સુખ જે રાજા, ચક્રવર્તી અને ઈન્દ્રોને હોય છે તે સુખને સમાધિને પામેલા મહાત્માઓ અગ્નિની ભડકે બળતી જ્વાળામાં ઘીની આહુતિ આપવા સમાન ગણે છે. મુનિને ગૃહસ્થ જીવનના વૈભવની સાથે ઉપમા આપી સરખાવતા તેઓશ્રી વૈરાગ્ય કલ્પલતાના ૧૪ થી ૧૯ શ્લોકમાં કહે છે કે શું મુનિઓનું પણ ગૃહસ્થ જીવન હોઈ શકે ? તો કહે હા. મુનિને વૈરાગ્યનો મહેલ છે, જે અનેક પ્રકારના આધ્યાત્મિક ભાવરૂપી રત્નોની કાંતિના સમુહથી દેદીપ્યમાન બનેલ મનોહર ભીંતવાળો છે. ઝળહળતા મૂલગુણો રૂપી ચંદ્રકાન્ત મણિથી જે મહેલના તળિયાનું જડતર કરવામાં આવ્યું છે. વ્યાપક અને ઉત્તમ એવા ઉત્તરગુણોના બનેલા અનંત એવા ચંદરવાથી જે શોભે છે, કર્મવિવર નામનો ઝરૂખો છે, બુદ્ધિના ગુણોરૂપી મોતીઓના ઝુમ્મરો જ્યાં લકી રહ્યા છે, જે નિર્મળ વાસનાઓથી સુગંધિત છે. જે ઉત્તમ વીર્યના કપૂરની રજકણોથી મનોહર છે, વિશાળ એવી મૃતધારણારૂપી કસ્તૂરથી જે સુગંધિત છે, ગુણવિલાસરૂપી છાંયડાના સમુહથી સઘળા કર્મોની ગરમી જેમાં ચાલી ગઈ છે. શીલના ક્યારાઓની જ્યાં ઠંડક વ્યાપી છે. જ્યાં સંવરરૂપી શુદ્ધિના પુષ્પોથી ભરપૂર નિર્વિકલ્પદશા નામની પથારી છે તેમાં પોતાની સમતા નામની પત્ની સાથે સુખપૂર્વક સૂતા છે. આવું મુનિનું જીવન છે જે સ્વાધીન છે, અને તેથી તેઓ પરાધીન સુખની ઈચ્છા પણ કરતા નથી. પુણ્યોદયની અપેક્ષા માટે સુખની પરાધીનતા. पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७३ ।। આ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે અને તેથી કરીને તે દુઃખ જ છે કારણકે દુઃખના લક્ષણો તેમાં સમાવેશ થાય છે. જે પરવશ છે તે દુ:ખ છે. (ધ્યાન જન્ય સુખ જ તાત્વિક છે.) આગળના ૧૭રમાં શ્લોકમાં કહ્યા પ્રમાણે જે પરવશ છે તે દુખ છે એ ન્યાયે Jan Education International 2010_05 Page #418 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૮૯ પુણ્યની અપેક્ષાવાળું સુખ તે પણ પરવશ જ નક્કી થાય છે કારણકે પુણ્ય એ આત્માની અપેક્ષાએ પર પદાર્થ છે અને તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ દુઃખ જ છે જ્યારે ધ્યાનથી પેદા થયેલું સુખ એ જ તાત્ત્વિક છે કારણ કે તે પરાધીન નથી અને પરાધીન કેમ નથી ? તો તે કર્મના વિયોગમાત્રથી જ પેદા થયેલું છે. પરંતુ કર્મના વિયોગ સિવાય બીજા કોઈ કારણથી તે પેદા થયેલું નથી. છઠ્ઠી દૃષ્ટિમાં ઉપશમનું સુખ છે તે કર્મના વિયોગવાળું છે પણ સાથે પ્રશસ્ત કષાયના ઉદયથી શુભવિકલ્પવાળું પણ છે અને તેથી આ દૃષ્ટિની અપેક્ષાએ તે તાત્ત્વિક નથી. આ પ્રભાદૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવે નિર્વિકલ્પ ઉપશમભાવનું સુખ હોય છે. જેમ જેમ મોહનીય કર્મનો ક્ષય થતો ગયો તેમ તેમ ઉપશમની માત્રા વધતી ગઈ, પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાય આત્માના મૌલિક આનંદનો તો નાશ કરે જ છે. વિકલ્પવાળા સુખ કરતાં આ સુખ ચડિયાતું હોય છે. અધ્યાત્મ પામવા માટે વિકલ્પમાં દુઃખ છે એ વાત સમજવી જરૂરી છે એ ન સમજાય ત્યાં સુધી ઉપશમનું સુખ શું છે તે સમજાતું નથી. જગતના સુખો મેળવવા આત્મા સ્વાધીન નથી કારણકે તે પુણ્યથી મળનાર છે. પરાધીન સુખ મેળવવા પહેલા પુણ્ય પ્રકૃતિ બાંધવી પડે પછી ઉદયમાં આવે અને પુણ્ય પુરૂં થાય એટલે તે સુખ ચાલ્યું જાય. વાસુદેવ, ચક્રવર્તી કે તીર્થંકર નામ કર્મના ઉદયથી મળતા સુખો બધા આવા છે જ્યારે ઉપશમનું સુખ મેળવવા કર્મનો બંધ કરવાની જરૂર નથી પણ અંદર પડેલા આવરણ ઉખેડવાની જરૂર છે. પરવશતા એ જગતમાં દુઃખ છે. પુણ્યથી મળતું ઊંચામાં ઊંચુ સુખ પણ દુઃખ જ છે કારણકે સ્વાધીન નથી. વિવેકી આત્માઓ પરાધીન સુખને ઇચ્છતા નથી. પુણ્ય એ પારકું છે એ વાત આપણને સમજાતી નથી માટે અધ્યાત્મ આવતું નથી. જગતનું સુખ કર્મના સંયોગથી મળનારું છે. આત્માનું સુખ કર્મના વિયોગથી મળનારું છે. બંનેની જાત જુદી છે જેથી તેની સરખામણી થઈ શકતી નથી. सुरासुराणां मिलितानि यानि सुखानि भूयो गुणकारभाञ्जि । समाधिभाजां समतासुखस्य, तान्येकभागेऽपि न संपतन्ति ॥२३४॥ વૈરાગ્ય કલ્પલતા ૨૩૪ . સઘળા દેવો અને સઘળા અસુરોના સુખો ભેગા કરવામાં આવે અને તે સુખોનો અનેકવાર ગુણાકાર કરવામાં આવે તો પણ તે સુખ સમાધિસુખને અનુભવતા મહાત્માઓના સુખના એક અંશ જેટલું પણ નથી. એકમાં પ્રશાંત અવસ્થા છે. બીજામાં અશાંત અવસ્થા છે. એક ઇન્દ્રિયની ઉત્તેજનાથી મળતું સુખ છે. બીજું ઉત્તેજનાના અભાવવાળું છે. એક ક્ષણિક છે. બીજું શાશ્વત છે. ધ્યાનનું સુખ અનુભવ ગમ્ય છે તે વાણીનો વિષય બની શકતું નથી. “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે, અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કુણ લહે નર નારી રે” (યો.દસજ્ઝાય ૭/૩) 2010_05 Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ધ્યાનજન્ય સુખ કેવી રીતે પમાય ? ધ્યાનનું સુખ અનુભવવા માટે મનને ખૂબ સૂક્ષ્મ બનાવવું પડે છે. જે મનમાં વિષયો ભર્યા છે – વિષયોનું આકર્ષણ છે તે મન સ્થૂલ છે. સ્થૂલ મન સંસારની પુષ્ટિ કરે છે. સંસારને માટે પુષ્ટ થયેલું મન નિરંતર વિષયોને ઝંખે છે અને ઇચ્છા મુજબ ન મળતાં દુ:ખ અનુભવે છે. મનની ઇચ્છા મુજબ ન મળે તે મનનો અંતરાય છે. તનને જે જરૂરી છે તે ન મળે તે તનનો અંતરાય છે અને ઉપયોગની વિકલતા - ખંડિતતા - ક્રમિકતા તે ચેતનનો અંતરાય છે. મનને સૂક્ષ્મ બનાવવા માટે અરૂપી તત્ત્વોની વિચારણા ખૂબ કરવી જોઈએ તો મન છેવટે અમન થાય. વ્યવહાર નયથી પદાર્થજ્ઞાન લઈએ છીએ તે અધૂરું છે. નિશ્ચય નયથી બધા પદાર્થો Correct કરવા જોઈએ. કેવળજ્ઞાનને બાજુ પર મૂકીને કરાયેલી વિચારણા એ સમ્યગ્ર વિચારણા નથી, સત્યદર્શન નથી, સુનય નથી. દ્રવ્યાર્થિક નય વિના એકલો પર્યાયાર્થિક નય તે પારમાર્થિક નય નથી. વર્તમાનમાં આપણી અવસ્થા પર્યાયાર્થિક છે અને જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ તે પણ પર્યાયાર્થિક છે માટે પ્રભુ પર્યાયાર્થિક નયથી દેશના આપે છે. ચોથાથી માંડીને બારમા ગુણસ્થાનકની વિશાળ મનોયોગની ક્રિયાઓ એ અત્યંતર પ્રક્રિયા છે, કાયયોગની નહિ. મનોવર્ગણા, કાર્મણવર્ગણા કરતાં સ્કૂલ છે અર્થાત કાર્મણવર્ગણા સૂક્ષ્મ છે તો મતિજ્ઞાનનો ઉપયોગ કાર્મણવર્ગણા કરતાં પણ સૂક્ષ્મ છે. જે મનોવર્ગણાના પુદ્ગલોના અવલંબનથી સૂક્ષ્મ કામણવર્ગણાનું કર્મમાં રૂપાંતર થયું છે તેને ઉખેડવા માટે મતિજ્ઞાનનો ઉપયોગ અરૂપી તત્ત્વોના અવલંબને સૂક્ષ્મ બને તો જ તે કર્મને ઉખેડી શકે. પરમાત્માએ આપેલા સમ્યગ પદાર્થના ભાવોને ન પકડતા આપણે તેના શબ્દ અને અર્થને આપણા મતિજ્ઞાન મુજબ twist કરીએ છીએ અને મતભેદો ઊભા કરીએ છીએ માટે ઉપયોગને સૂમ બનાવી શકતા નથી. મતભેદોથી ઘેરાયેલો આપણો ઉપયોગ સ્કૂલ, સ્થૂલ ને સ્થૂલ જ રહે છે અને તેથી મોહનીયના વિકારોને દૂર કરી શકતા નથી. જ્યાં વિકારો જ દૂર ન થાય ત્યાં ધ્યાનની તો વાત જ ક્યાં રહી ? મતિજ્ઞાનમાંથી મોહનીયના વિકારો જાય તો જ ધ્યાનની ભૂમિકા સર્જાય. જે બાહ્ય સાધનો છે તેમાં એકાંત આગ્રહ અને મતભેદ એ બીનઉપયોગી છે. સાધન પુદ્ગલના બનેલા છે જે કાળાંતરે પરિવર્તન પામનાર છે. રૂપાંતર થવાના છે. એથી એ સાધનનો એકાંત આગ્રહ ન રાખવો એજ ઉચિત છે. શબ્દના સંકુચિત અર્થમાં આગ્રહ એ અસ્થાને છે. મર્યાદિત અર્થને બદલે અનેક અર્થ કરવા તે શબ્દના અર્થ પર્યાયો છે. એક શબ્દને સાંભળનારા લાખો માણસો હોય તો એ પોતાની શક્તિ અનુસારે ભિન્ન ભિન્ન તરતમતાવાળા અર્થ કરે તેમાં જે અર્થ અધ્યાત્મની પુષ્ટિ કરે તેને ગ્રહણ કરવો. 2010_05 Page #420 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૯૧ અધ્યાત્મમાં મોહનીય કર્મને તપાસવાનું છે. સંસારની અંદર શાતાવેદનીય કર્મને તપાસવાનું છે. ધ્યાનને પામવા માટે મતિજ્ઞાનના ઉપયોગમાં મોહનીયના જે લાગણીના .. ભાવો, અનુકૂળ-પ્રતિકૂળ, મારું-તારું, ઇષ્ટ-અનિષ્ટ વગેરે ભાવો છે તેને કાઢવાના છે. તે ભાવો જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ રહેવાનું છે. મોહનીયના સઘળા ભાવોને મતિજ્ઞાનના વિકલ્પમાંથી કાઢીએ ત્યાર પછી નિર્વિકલ્પદશા આવે. શુભભાવમાં નિષ્કામભાવ, નિર્લેપભાવ, નિરીહભાવ અને અસંગભાવ આ ચારે ભાવો વીતરાગતા આપનારા છે, મોહનીયનો નાશ કરનારા છે. મતિ જ્ઞાનનો નાશ થતો નથી પણ શુદ્ધભાવ આવવાથી મતિજ્ઞાન નિર્વિકલ્પદશાને લાવનારું બને છે. અશુભભાવથી જે કેવળજ્ઞાન અવરાયું છે તે આવરણ નીકળી જાય અને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે નિષ્કામભાવ. વર્તમાનમાં ભોગ સામગ્રી ભોગવવા છતાં નિર્લેપ રહેવું તે નિર્લેપભાવ. ઇરાદાપૂર્વક કોઈ પદાર્થની ઇરછા કરવી નહિ અને વ્યવહાર ચલાવવા અનાસક્ત ભાવે કામ કરવું તે નિરીહભાવ. અહીં સાક્ષીભાવ છે. તટસ્થભાવ છે. જીવ - જીવની સાથેના સંબંધમાં નિરાળા રહેવું તે અસંગભાવ છે. દેહભાવની પૂર્તિ માટે જે જીવોનો સંગ કરવો તે સંગભાવ છે. જેની સાથે રહીએ છીએ તેના પ્રત્યે રાગ વિના પરોપકાર કરવો તે અસંગભાવ છે. સકામભાવ, ઇચ્છાભાવ, સલેપભાવ, સંગભાવ આત્માને રતિ, અરતિ, ભય, શોક, ઉદ્વેગ કરાવનારા છે જ્યારે નિષ્કામભાવ વગેરે ચાર ભાવો આત્માને અભય, અશોક અને સ્થિરભાવ આપનારા છે. ઉપરના ચારભાવોને પુષ્ટ કરનાર આત્મા ધ્યાનમાં સહેલાઈથી જઈ શકે છે ત્યાં સ્થિરતા પામી શકે છે. તેના દ્વારા સમાધિમાં આગળ વધી યાવત્ કેવલજ્ઞાન પામી શકે છે. કર્મબંધનું મૂળ મોહનીયના શુભાશુભ ભાવો છે. કર્મનો આધાર નામકર્મ છે, કર્મનું ફળ શાતા - અશાતા છે. રાગથી જુદા પડેલા જ્ઞાનવડે આત્માનો અનુભવ થાય છે તેથી રાગથી ભિન્ન જ્ઞાનલક્ષણ સ્વરૂપ આત્માને જાણીને ભેદજ્ઞાનવડે આત્માનો અનુભવ કરવો તે સંવર ધર્મ છે. રાગની ધારાથી જુદી એવી પવિત્ર જ્ઞાનધારાવડે જે અવિરચ્છન્નપણે આત્માને અનુભવે છે તે શુદ્ધજ્ઞાન - આનંદ સ્વરૂપ મોક્ષને પામે છે. 2010_05 Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અરિહંતને ઓળખતા આત્મા ઓળખાય છે. જે જાણતાં અહંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે” - પ્રવચનસાર ગા. ૮૦ કુંદકુંદાચાર્ય. જે ખરેખર દ્રવ્ય, ગુણ, પર્યાયપણે અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે ને તેનો મોહ ક્ષય પામે છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાનદર્શનાદિ તેના ગુણો અને કેવલજ્ઞાનાદિ તેના પર્યાય તે અરિહંત છે. અત્યારે આ ક્ષેત્રે ભલે અરિહંત નથી પણ અરિહંતનો નિર્ણય કરનાર આપણું જ્ઞાન તો છે ને ? બસ, એ જ્ઞાનને અરિહંતના સ્વરૂપ તરફ લંબાવતા ભાવભેદ નીકળી જાય છે ને ક્ષેત્રભેદ પણ નડતો નથી. જેની દૃષ્ટિ ઉપાદાન તરફ છે તે અરિહંતના સ્વરૂપનો નિર્ણય કરીને ક્ષેત્રભેદ કાઢી નાંખે છે. જ્ઞાનવડે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને ધ્યાવતાં તેનો દર્શનમોહ વિલય પામે છે. જેમ વાંસનું ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતપોતાની સાથે જ ઘસારા વડે અગ્નિરૂપ થઈ જાય છે તેમ આત્મા પોતે પોતાનામાં જ એકાગ્રતાના મંથન વડે પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિરૂપે અગ્નિ ભરેલો છે તે વાંસ પોતે ઘસારા વડે વ્યક્તિ અનિરૂપે પરિણામ પામી જાય છે. તેમ આત્મામાં પરમાત્મદશા શક્તિરૂપે પડી છે તે પર્યાયિને એકાગ્ર કરીને સ્વભાવનું મંથન કરતા આત્મા પોતે પરમાત્મદશારૂપે પરિણમી જાય છે. ચેતન્યરૂપી ક્ષેત્રમાં કલ્પનારૂપી બીજ પડ્યું છે તેથી ચિત્તરૂપી અંકુર થાય છે અને તે અંકુરમાંથી સંસારરૂપી વનખંડ ઉત્પન્ન થાય છે. જો કલ્પના રૂપી બીજ આત્મજ્ઞાનથી બળી જાય તો પછી તે વાસનારૂપી જળથી સારી રીતે સિંચાવા છતાં પણ ચિત્તારૂપી અંકુરને ઉત્પન્ન કરવામાં સમર્થ થતું નથી. જો ચેતન્યરૂપ ક્ષેત્રમાં કલ્પના રૂપી બીજ ન પડે તો ચિત્તરૂપી અંકુરો ઉત્પન્ન થતો નથી કે જે અંકુરામાંથી સુખદુ:ખોરૂપી ફ્લોવાળા શરીરરૂપી વૃક્ષો ઉત્પન્ન થાય છે. ધ્યાન જ્યારે પરિપાકને પામે છે ત્યારે તેની પાસે ઇન્દ્રપદ પણ તુચ્છ લાગે છે. ધ્યાન ભવનો નાશ કરાવનારું છે. આત્માનો પરમાત્માની સાથે ધ્યાન દ્વારા મેળાપ થાય છે. ધ્યાન સુધારસ પાન મગનતા, ભોજન સ્વગુણ ઉપભોગરે, રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સમુખ યોગરે. - દેવચંદ્રજી. દેખી રે તાહરું અંભૂત રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વહેજી. તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ વાચક યશ કહેજી.. હે પ્રભો ! આપનું અભૂતપ નિહાળીને ભવ્યજીવો અરૂપીપદ-મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્ય છે. હે પ્રભો ! આ વિષયમાં આપની કળા અઅપ જ જાણો છો. હું તો માત્ર આપનું સ્મરણ - ભજન કરું છું. 2010_05 Page #422 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૯૩ ચર્મચક્ષુવડે પરમાત્માના અદભુત રૂપને નિહાળી શકાતું નથી. તર્ક ત્યાંથી પાછા ફ્રે છે, બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી. જે મનની ગતિથી પર છે તે પરમાત્મા માત્ર અનુભવનો વિષય છે. તે પરમાત્માનું સ્વરૂપ અગમ, અગોચર છે. આપ વીતરાગ હોવા છતાં ભક્તજનોના કાર્યો આપના પ્રભાવથી કેવી રીતે સિદ્ધ થાય છે તે વિષય અમારા મન, બુદ્ધિ અને તર્કથી પર હોવાથી અમે તો માત્ર આપનું સ્મરણ અને ભજન જ કરીએ છીએ. આપની ભક્તિ જ અમને મોક્ષ આપશે એવી અમને દઢ શ્રદ્ધા છે. ध्यानं च निर्मले बोधे सदैव हि महात्मनाम् । क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ॥ १७४ ॥ નિર્મલ બોધ હોતે છતે મહાત્માઓને સદા ધ્યાન જ હોય છે. ક્ષીણ પ્રાયઃ મલવાળું સોનું સદાય કલ્યાણ અર્થાત્ સુવર્ણમય જ હોય છે. ઘાતી કર્મના સ્પષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ નિર્મળબોધ હોતે છતે આ. દૃષ્ટિમાં મહાત્માઓને ધ્યાન જ હોય છે. જ્ઞાન પ્રમાણે ધ્યાન હોય છે. જેમ જેમ જ્ઞાન નિર્મળ બનતું જાય છે તેમ તેમ ધ્યાન આત્મસાત્ થતું જાય છે અને તેના પરિણામે તેમાંથી સમાધિ પ્રગટે છે. જ્ઞાનદશા જે આકરી તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો... સીમંધર સ્વામી સવાસો ગાથા સ્તવન આકરી એવી જ્ઞાનદશા અહિંયા પ્રગટ થયેલી છે જે ઉપયોગને વિષયમાં જવા દેતી નથી અને આત્માની પરમશાંત અવસ્થાની અનુભૂતિ કરાવે છે. ઉપયોગની વિશુદ્ધિ વધવાથી વિકલ્પો હવે આવી શકતા નથી તેથી નિર્વિકલ્પ ઉપયોગમાં કર્મનો પ્રવેશ થઈ શકતો નથી. ધ્યાનમાં મનનું નિયમન હોય છે. સમાધિમાં મનનું અમન હોય છે. શુદ્ધ સ્વરૂપની લીનતાથી ઘાતિકર્મો નાશ પામે છે. પદાર્થમાત્ર આકારવાળા છે. અવસ્થાવાળા છે. તેમાં વિવેક એ કરવાનો છે કે નિત્ય આકાર, નિત્ય અવસ્થા કેમ પ્રાપ્ત થાય ? આપણે જેટલા સ્વરૂપ પર્યાયો પામીએ તે આપણું સાચું ધન છે. આત્મામાં જ્ઞાન ગુણ વિકસેલો ન હોય તો અન્ય ગુણો જડ જેવા બની જાય. જ્ઞાન ચેતન્યથી સઘળા ગુણો ચેતવ્ય બની રહે છે. પ્રજ્ઞા છીણી વડે રાગને છેદી નાંખવાથી જ્ઞાન જીવતું થાય છે. રાગ સાથે એકતા કરવાથી સતત આત્માનું ભાવમરણ થાય છે. રાગ સાથે એક્તા કરનારો મિથ્યાત્વરૂપી યોદ્ધો ભેદજ્ઞાનરૂપી. બાણ વડે મરી જાય છે. ધ્રુવચિદાનંદ તરફ વળેલું ધારાવાહી જ્ઞાન, શુદ્ધ આત્માને અનુભવતું થર્ક નિજ સ્વરૂપમાં વિશ્રામ પામે છે. જેમ ગંગાનદીનો પ્રવાહ અવિચ્છિન્ન ધારાએ સદા ય ચાલ્યા કરે છે તેમ ભેદજ્ઞાનરૂપી પવિત્ર ગંગાનદીનો 2010_05 Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રવાહ ચૈતન્ય પહાડમાંથી નીકળેલો અવિચ્છિન્ન ધારાએ કેવલજ્ઞાનરૂપી સમુદ્રમાં જઈને મળે છે. આત્મા સ્વચ્છ ચેતન્ય સમુદ્ર છે. સમુદ્ર મેલો હોય નહિ. આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વભાવને નહિ જોનારા ઘણા જીવો પરમાં મૂંઝાઈને રાગાદિ સાથે ભેળસેળવાળો અશુદ્ધ આત્મા જ અનુભવે છે. એકલું પાણી મેલું હોય નહિ, મેલ તો કાદવનો છે. તેમ જ્ઞાયકભાવ પોતે મેલો નથી, મેલા તો કર્મસંયોગે થતા રાગાદિ ભાવો છે. આવો નિરંતર વિવેક કરવા દ્વારા શુદ્ધસ્વરૂપ અનુભવાય છે. સ્વભાવની સન્મુખતામાં રાગાદિનું કર્તુત્વ રહેતું નથી. સ્વભાવની વિમુખતામાં જ તે અનુભવાય છે. - સુવર્ણ માટી સહિત જ ખાણમાંથી નીકળે છે તે વખતે સોનું કેવું ? એનો દાગીના વગેરેમાં ઉપયોગ કરી શકાય ? તેનો ભોગોપભોગ કરી શકાય ? જ્યારે ભટ્ટીમાં નાંખી તેને તપાવવામાં આવે, રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે માટી નીકળી જતા સુવર્ણ સુવર્ણમયતાને પ્રાપ્ત કરે છે પછી હંમેશા સુવર્ણમય જ રહે છે. પછી દાગીના બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. એની ભસ્મ બનાવી ખાવાથી શરીર સુવર્ણ જેવું બને છે. તે જ રીતે રત્ન જ્યારે ખાણમાંથી બહાર નીકળે ત્યારે તેની જ્યોતિ ટંકાઈ ગયેલી હોય છે પરંતુ તેને પણ શુદ્ધ કરવામાં આવ્યા પછી દૂષણ વિનાનું જ્યોતિવાળું રત્ન નિરંતર ઝગારા મારે છે. તેના અલંકારો બનાવી શકાય છે. તેની ભસ્મો બનાવી ઔષધ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તે જ રીતે રાગાદિનો મેલ નીકળી ગયા પછી બોધરૂપી નિર્મળ રત્ન અંદરમાં ઝળહળે છે. જે દરેક અવસ્થામાં કલ્યાણ સ્વરૂપ જ છે. સુવર્ણમાંથી મળ નીકળી જવાથી સુવર્ણમય અવસ્થાની પ્રાપ્તિ થતી હોવાથી સુવર્ણ હંમેશને માટે સુવર્ણમય જ રહે છે, તેમ બોધ નિર્મળ થયે છતે આત્મા આ દૃષ્ટિમાં નિરંતર ધ્યાનદશાવાળો જ રહે છે. જેમ સુવર્ણ કદી બગડતું નથી. વિપરિણામ પામતું નથી તેમ આ દૃષ્ટિનો. નિર્મળ બોધ પણ કયારેય વિપરિણામ પામતો નથી. તેના દ્વારા સ્વ-પરનું હંમેશને માટે કલ્યાણ જ થાય છે. સઘળા કર્મોથી મુક્ત બનેલ પરમાત્માનું ધ્યાન કરતા આત્મા વિશુદ્ધ અવસ્થાને સહેલાઈથી પામે છે. પરમાત્માને ભજવાથી આત્મા પરમાત્મા બને છે માટે યોગીપુરુષો નિરંતર પરમાત્માનું ધ્યાન ધરે છે. ધ્યાનદશાને વરવાને માટે પરમાત્મા પુણાલંબન છે. પરમાત્માનું ધ્યાન સમગ્રદોષનાશક રસાયણ છે. પ્રભુના ગુણોમાં તન્મય થતાં, એકતાન થતાં આત્માના દ્રવ્ય-ભાવ રોગો નાશ પામે છે. ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन देहं विहाय परमात्मदशां व्रजन्ति, (કલ્યાણમંદિર સ્ત્રોત્ર) 2010_05 Page #424 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૯૫ “પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને. દેવચંદ્ર ગુણને એકતાને, પહોંચે પૂરણ થાને” મોરા સ્વામીહો તોરો ધ્યાન ધરિજે-દેવચંદ્રજી. ઇયળ અને ભમરી - ભમરી ઇયળને ઉપાડીને પોતાના દરમાં રાખે છે પછી એને ડંખ મારે છે તેના કારણે ઇયળ તરક્ક છે જ્યારે બીજો ડંખ મારે છે ત્યારે તે વધારે તરક્કે છે પછી તે દરને માટીથી બંધ કરી આજુબાજુ રહેલા કાણામાંથી તેની આગળ સતત ગુંજારવ કર્યા કરે છે અને તેથી તે ઇયળ ભમરીના ધ્યાનમાં મરીને ભમરી થાય છે. તેમ સાધક આત્મા પણ પરમાત્માના ગુણોનું ધ્યાન કરતા પોતાના આત્માને ગુણના માધ્યમે સૂક્ષ્મ બનાવે છે જેના દ્વારા પરમાત્માના અરૂપી સ્વરૂપની ચિંતવના થાય છે અને તે સ્વરૂપ ખૂબ ઘુંટાતા સાધક ધ્યાન અને સમાધિના રાજમાર્ગે આગળ વધે છે. સાધનાના બહારના સાધનો એ સાધનાની જમાવટ છે. સાધકનો વ્યવહાર છે. જ્યારે અંદરના સાધનો એ સાધનાની સજાવટ છે. બહારના સાધનોની જમાવટનું પરિણામ છે. બાહ્યસાધના (ત્યાગ, તપ, સંયમ, વૈરાગ્ય) + અત્યંતર સાધના (જ્ઞાન, ધ્યાનની નિશ્ચયાત્મક સાધના) = અખંડ મોક્ષ માર્ગ, કેવલી ભગવંતો આપણને સિદ્ધ સ્વરૂપે જુએ છે જ્યારે આપણે આપણને દેહધારી અને નામધારી તરીકે જોઈએ છીએ એ કેટલું મોટું આશ્ચર્ય છે ? આ દૃષ્ટિમાં આત્મા પોતે પોતાને આંશિક પરમાત્મ સ્વરૂપે અનુભવે છે. આ દૃષ્ટિમાં મળતી શાંતિ સ્વાભાવિક હોય છે તેમ જ કાયમી હોય છે જ્યારે ભીતિકપદાર્થો દ્વારા મળતી શાંતિ, સ્વસ્થતા એ પાધિક છે. જે ચાલી જતા જીવને પાછી અશાંતિ, અસ્વસ્થતા શરૂ થઈ જાય છે. પોતાના ૬૦ હજાર દીકરાના એકસાથે થયેલા મૃત્યુના સમાચાર સાંભળી સગરચક્રીએ વજાઘાત અનુભવ્યો, અત્યંત દુ:ખમય અવસ્થા અનુભવી જ્યારે વૈરાગ્ય પામીને મિથિલા છોડીને ચારિત્રના માર્ગે ચાલી નીકળતા નમિને ઇન્દ્ર દેવમાયાથી આખી મિથિલા સળગતી અને રોકકળ કરતી બતાવી છતાં નમિનું એક રુંવાડું પણ કર્યું નહિ કારણ અંદરમાં તત્ત્વજ્ઞાન સ્પર્શી ગયેલ હતું. જેને પોતાના શરીરની પણ પરવા નહોતી એવાને મિથિલા બળે તો શું અસર થાય ? અસર તો તેને થાય કે જે તેને પોતાની માને. આત્માનું જ્યારે પરમાત્મા સાથે મિલન થઈ જાય છે પછી જીવને બાહ્યસંયોગો, પરિસ્થિતિઓ, પ્રસંગો, તેમાં થતાં ફેરફારો કાંઇ જ અસર કરી શકતા નથી. જેણે પરને પર રૂપે ઓળખી લીધું છે તે હવે પરમાં શા માટે મૂંઝાય ? એટલા જ માટે અધ્યાત્મને પામેલ એક આત્મા લખે છે કે- આખું જગત સોનાનું થઈ જાય તો ય અમારે શું ? અમે તો તેનાથી તદ્દન નિરાળા 2010_05 Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છીએ. જ્યાં પરનો સંગ છે ત્યાં દુઃખ છે. તે દુ:ખથી બચવા જ્ઞાનીઓ અસંગ થવાનું કહે છે અને તે અસંગ અવસ્થાને અનુભવવા માટે જેના આત્મા પર સત્ નો રંગ ચઢો છે તેવા મહાપુરુષનો સંગ અર્થાત્ સત્સંગ કરવાનું કહે છે તેનો પરિચય તેનું દર્શન તેની ચેષ્ટા દ્વારા આત્મા પોતાની વર્તમાનની અસત્ અવસ્થાને ઓળખી તેના ઉપર વૈરાગ્ય કેળવી આગળ વધી શકે છે. सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥१७५॥ સત્ એટલે તત્ત્વના માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારું પદ. જે અસંગાનુષ્ઠાન નામનું છે તે નિર્વાણમાર્ગમાં પ્રયાણ કરાવનાર છે અને શાશ્વત એવા મોક્ષપદને પ્રાપ્ત કરાવનાર છે. સત્પ્રવૃત્તિપદ એ તત્ત્વમાર્ગમાં અસંગઅનુષ્ઠાન સંજ્ઞાવાળું છે કારણ કે અસંગ અનુષ્ઠાનમાં શાસ્ત્રની અપેક્ષા વિના પોતાની વિશિષ્ટ યોગ્યતાના બળે સહજ રીતે પ્રવૃત્તિ હોય છે. ચાર પ્રકારના અનુષ્ઠાનમાં અસંગ અનુષ્ઠાન સૌથી ઉપર છે અને સૌથી શ્રેષ્ઠ છે. મોક્ષપદની નિકટમાં વર્તતા જીવને આ અનુષ્ઠાન હોય છે. અહિંયા આત્મા જે કાંઈ કરે છે તેમાં શાસ્ત્રનું અવલંબન લેવું પડતું નથી તેથી વિકલ્પનું ઉત્થાન થતું નથી. આત્મસ્વરૂપમાં રહીને જ બાહ્ય પ્રવૃત્તિ થાય છે. સત્પ્રવૃત્તિપદ એ નિર્વાણ તરફ લઈ જાય છે. અનાગામિપદ એટલે શાશ્વતપદ મોક્ષ તેને પ્રાપ્ત કરાવનાર છે. અસંગ અનુષ્ઠાન આવ્યા પછી આત્મા નિર્વાણના માર્ગે સડસડાટ ચાલ્યો જાય છે પછી રૂકાવટ થતી નથી. રૂકાવટ કરનારા અશુભકર્મો, અશુભ અનુબંધો, વિકલ્પો એ બધું નીકળી ગયેલું હોય છે. ગાડીને જેમ સિગ્નલ મળે અને જેમ સડસડાટ પાટા ઉપર ચાલી જાય, સિગ્નલ મળ્યા પછી તે ક્યાંય અટકે નહિ તેમ અહિંયા અસંગ અનુષ્ઠાન રૂપ સિગ્નલ મળી ગયું હોવાથી હવે તેનું પ્રયાણ અસ્ખલિત રીતે ચાલ્યા કરે છે અને અંતે નિત્યપદને પ્રાપ્ત કરે છે. બત્રીસી ૨૪/૨૧ પ્રભા દૃષ્ટિમાં સત્પ્રવૃત્તિપદ એ અસંગાનુષ્ઠાનની સંજ્ઞાવાળું છે. અને તે દંડ રહિત ચક્રભ્રમણ ન્યાયથી પૂર્વમાં કરેલ આત્માના શુદ્ધ પ્રયત્નથી પેદા થયેલા એવા સંસ્કારોથી સહજપણે મોક્ષનો હેતુરૂપ છે. દંડ સ્થાનીય પૂર્વનો અભ્યાસ છે. ચક્રભ્રમણ સ્થાનીય સંસ્કાર છે. જેમ દંડથી ચક્રને ફેરવ્યા બાદ દંડના અભાવમાં પણ ચક્રભ્રમણ ચાલુ રહે છે તેમ પૂર્વના અભ્યાસી પેદા થયેલા સંસ્કાર દ્વારા આ દૃષ્ટિમાં ધ્યાન હોય છે. - ચારિત્રની વિશુદ્ધિ ખૂબ જ વધે છે અને ઉપશમભાવ આત્મસાત્ થાય છે ત્યારે જીવને અસંગ અનુષ્ઠાનની ભૂમિકા સર્જાય છે આ દૃષ્ટિમાં યોગચારિત્ર તેમજ ઉપયોગ ચારિત્ર બંને નિરતિયાર હોય છે. પરમાત્માની આજ્ઞા મુજબના અણીશુદ્ધ ચારિત્રને પાળનારા, અપ્રમત્ત જીવન જીવનારા, સંયમમાં લેશમાત્ર ડાઘને 2010_05 Page #426 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ ૩૯૭ નહિ લાગવા દેનારા જીવોમાં અસંગ અનુષ્ઠાનની યોગ્યતા આવે છે. અભવ્યને યોગચારિત્ર નિર્મળ હોવા છતાં ઉપયોગ ચારિત્ર નથી માટે ત્યાં ગુણસ્થાનકની પ્રાપ્તિ નથી. અભવ્યને કાયયોગ સંબંધી વીર્યંતરાયનો નિર્મળ ક્ષયોપશમ હોવા છતાં મનોયોગ સંબંધી વીર્યંતરાયનો ક્ષયોપશમ નથી માટે પહેલું ગુણસ્થાનક પણ વાસ્તવિક નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રતિબદ્ધપણે જીવવાની પરમાત્માની આજ્ઞા છે. ઓદરિભાવ જેમ આપણો નથી તેમ લાયોપથમિકભાવ પણ આપણો નથી - આ શ્રદ્ધા દઢ બને તો જ ઊંચી કોટિનો વૈરાગ્ય સ્પર્શ. અસંગ અનુષ્ઠાનને પામવા માટે ઊંચી કોટિનો શાસ્ત્રબોધ તેમજ અપ્રમત્તતાની પરાકાષ્ઠા જોઈએ. ત્રણે યોગમાંથી શૈથિલ્ય નીકળી જાય ત્યારે અસંગ બનાય. જ્યાં સુધી ક્ષીણમોહ વીતરાગતા ન આવે ત્યાં સુધી કયાંય પણ મૂંઝાવાનું નથી. વિષયોના આનંદમાં અટકનાર વૈરાગ્ય પામી શકતો નથી ને ક્ષયોપશમભાવનાં ગુણોના આનંદમાં અટકનાર અસંગ અવસ્થા પામી શક્તો નથી. સંગમાં દુ:ખ અનુભવાય તો અસંગ થવાની ઇચ્છા જાગે. નમિને સંગમાં દુ:ખ સમજાઈ ગયું તો કાચી સેન્ડમાં રાજપાટ, વૈભવ અને પ્રાણપ્યારી પત્નીઓને છોડીને ચાલી નીળ્યા અને વૈરાગ્ય એવો ઊંચી કોટિનો સ્પર્શી ગયો કે ક્યાંય લેપાયા નહિ. અરૂપી એવો આત્મા પોતાને ઉપયોગ સ્વરૂપે, જ્ઞાયક સ્વરૂપે સદાય જોતો નથી અને દેહરૂપે જુએ છે માટે જ રૂપી પદાર્થોનો સંગ એના આત્માને બગાડનારો બને છે. નહિ તો રૂપી પદાર્થોની તાકાત શું છે કે અરૂપી અને જ્ઞાનાનંદ સ્વરૂપી આત્માને બગાડી શકે ? વિકારી બોધ, મલિન બોધ, નબળો બોધ એ દેહને જ સતત દેખાડ્યા કરે છે અને દેહ તેમજ દેહસંબંધી પદાર્થોમાં જ મમત્વ કરાવે છે તેથી તેવા જીવને દેહરૂપી દેવળમાં રહેલા પરમાત્માના દર્શન થતા નથી. મંદિરમાં ગયા પછી મૂર્તિ રૂપે રહેલ પરમાત્માના દર્શન કરવા હોય તો દીવો પ્રગટાવવો પડે છે. દીવાના પ્રકાશમાં પરમાત્માના દર્શન થાય છે. તે જ રીતે દેહરૂપી દેવળમાં રહેલ પરમાત્માના દર્શન માટે જ્ઞાનપ્રકાશ જોઈએ. જ્ઞાનપ્રકાશ જવલંત બને તો પરમાત્માના દર્શન - પરમાત્માની અનુભૂતિ થઈ જાય. પરપદાર્થના સંગે જ્ઞાન મલિન બને છે. જ્ઞાન અવરાય છે અને તેથી આત્મપ્રદેશો ઉપર અજ્ઞાનનો અંધકાર છવાય છે. અસંગ અનુષ્ઠાન નિરાલંબન યોગ સ્વરૂપ છે કારણકે અનાલંબન એ સંગત્યાગ સ્વરૂપ જ છે અને તે નિરાલંબન યોગ ક્ષપકશ્રેણીમાં માનેલો છે અને ઉપચારથી તે પહેલા - સાતમા ગુણ સ્થાનકે પણ હોય છે એ વાત યોગવિશિકાના ૧લ્માં શ્લોકની ટીકામાં કહેલ છે આ ઉપરથી અસંગ અનુષ્ઠાન પણ ક્ષપકશ્રેણીમાં જ સંભવે એમ બેસે છે. અરૂપી એવા પરમાત્માના ગુણોનું આલંબન તે નિરાલંબન યોગ છે જ્યારે પ્રતિમાનું આલંબન કે સમવસરણમાં રહેલા પરમાત્માનું આલંબન તે સાલંબન યોગ છે. નિરાલંબન યોગ દ્વારા આત્મા દુસ્તર એવા મોહને તરી 2010_05 Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૧ જાય છે અને આ નિરાલંબન યોગ જે ક્ષપકશ્રેણીમાં મનાયેલો છે તેને જ તીર્થાતરીયોવડે સમ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः शिववर्त्म ध्रुवाध्वेति योगिभि र्गीयते ह्यदः ॥१७६॥ અસંગ અનુષ્ઠાન કે જેને અન્યદર્શનકારો ભિન્ન ભિન્ન નામથી સંબોધે છે તે નામને કહે છે -આ અસંગ અનુષ્ઠાનને યોગીઓ પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવત્મ અને ધ્રુવાધ્વા એ નામે ઓળખે છે. સાંખ્યો તેને પ્રશાંતવાહિતા કહે છે. પ્રશાંતવાહિતા એટલે જ્યાં એક સરખી શાંતરસની ધારા ચાલ્યા કરે. જ્યાં આત્મા સ્વરૂપમાં સ્થિતિ કરે છે અને સ્વરૂપમાંથી બહાર નીકળતો નથી તે પ્રશાંતવાહિતા છે. બૌદ્ધો તેને વિભાગ સંતતિ કહે છે. જેમકે એક જ ભવમાં મનુષ્ય, મનુષ્ય તરીકેની ધારા ચાલે તેને તેઓ સભાગ સંતતિ કહે છે અને મનુષ્યમાંથી દેવ થયો તે વિભાગ સંતતિ છે. વળી પાછી દેવ, દેવ તરીકેની ધારા ચાલે તે સભાગ સંતતિ છે. તેમાંથી ભવ બદલાય એટલે વિસભાગ સંતતિ છે. આમ હવે જ્યાં વિભાગ સંતતિનો ક્ષય થઈ જાય છે ત્યાર પછી આત્મા નિર્વાણને પામે છે. શેવ અર્થાત્ નેયાયિકો તેને શિવવત્મ કહે છે અથતિ શિવ એટલે કલ્યાણ, મોક્ષ તેને પામવાનો માર્ગ તે શિવવત્મ છે અર્થાત શિવવત્મ કે જે અસંગ અનુષ્ઠાન સ્વરૂપ છે તે પામ્યા પછી જ આત્માનો મોક્ષ થાય છે. મહાવ્રતિકો તેને ધ્રુવાધ્વા કહે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં અચળ એવું જે મોક્ષપદ તેને પામવાનો માર્ગ તે ધ્રુવાધ્યા છે. ધૂંવાધ્યા એટલે નિશ્ચિત માર્ગ અત્યાર સુધી આત્મા અસ્થિર માર્ગ પર, અધ્રુવ માર્ગ પર, સંસારના માર્ગ પર હતો તે હવે સ્થિર માર્ગ, ધ્રુવમાર્ગ પર આવ્યો. આ પ્રમાણે યોગીઓ વડે તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. પરના સંગે આત્મા રાગ-દ્વેષી બને છે અને તેથી સંસારમાં રખડે છે જ્યારે પરનો સંગ છોડી અસંગ દશાને પામે છે ત્યારે રાગ-દ્વેષથી મુક્ત થઈ વીતરાગ સર્વજ્ઞ બને છે." एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैषैव तत्तत्रैतद्विदां मता ॥१७७॥ જે કારણથી આ દૃષ્ટિમાં રહેલો યોગી અસંગ અનુષ્ઠાનને જલ્દીથી સાધે છે તે કારણથી સત્ વૃત્તિપદને વહન કરનારી આ દૃષ્ટિ તત્ર= અસંગ અનુષ્ઠાનમાં યોગના જાણકારોને ઇષ્ટ છે. આ દ્રષ્ટિમાં રહેલો આત્મા શીધ્ર કેવલજ્ઞાનને પામે છે. આ દ્રષ્ટિમાં વિશુદ્ધિ પરાકાષ્ઠાની બનેલી હોય છે. તેથી આ દૃષ્ટિ સત્રવૃત્તિપદને વહન 2010_05 Page #428 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૯૯ કરનારી છે. આ દ્રષ્ટિમાં અનાલંબન યોગ હોય છે અને તે શીઘ કેવલજ્ઞાનને આપનારો હોય છે. સામર્થ્યયોગથી ક્ષપકશ્રેણી અંતર્ગત આત્માને અભિવંગ વિના પરતત્વને જોવાની ઇચ્છા વર્તે છે અને પરતત્વને જોયા પછી તે અંત પામે છે માટે અનાલંબન યોગ પરતત્ત્વ કે જે કેવલજ્ઞાન સ્વરૂપ છે તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વર્તે છે. કેવલજ્ઞાન રૂપ પરતત્ત્વનું દર્શન થતાં તે ઇચ્છા સમાપ્ત થાય છે. આ વાત પંદરમાં ષોડશકના આઠમા શ્લોકમાં બતાવી છે. અનાલંબન યોગ દ્વારા પરતત્ત્વરૂપ જે કેવલજ્ઞાનને પામવું તે જ ધ્યાનનું મુખ્ય ળ છે કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયે છતે તેના સઘળા પ્રયોજનો સિદ્ધ થાય છે. આત્મા કૃતકૃત્ય બને છે. પુરુષાર્થ દ્વારા જે મેળવવાનું હતું તે હવે મળી ગયું છે, ઘાતિકર્મના નાશ કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ જીવનું લક્ષ્ય હતું કારણ કે જીવને સંસારમાં જે ચારગતિ પરિભ્રમણનું, જન્મ - મરણનું તેમ જ રાગાદિ સંક્લેશનું દુ:ખ હતું તે ઘાતકર્મના કારણે હતું અને એ ઘાતિકર્મોમાં પણ મોહનીયકર્મ એ પ્રબળ ઘાતિ અને સૂક્ષ્મઘાતિ હતું. તે ઘાતિ કર્મનો સંપૂર્ણ નાશ થતાં જીવ પૂર્ણજ્ઞાની અને પૂર્ણાનંદી બને છે. કૃતકૃત્ય બને છે અને આવું પરતત્વરૂપ કેવલજ્ઞાન અનાલંબન યોગથી પ્રાપ્ત થાય છે. તે અનાલંબન યોગ ક્ષપકશ્રેણી કાલમાં હોય છે. સાતમી પ્રભાષ્ટિનો સાર - આ દ્રષ્ટિ ધ્યાનપ્રિયા હોય છે. તેથી વિકલ્પ કે જે અધ્યાત્મમાં રોગ સ્વરૂપ છે તેનો અભાવ હોય છે. સદા શુભ દયાન વર્તે છે. તત્ત્વ પ્રતિપત્તિ અર્થાત તત્ત્વમાં રમણતા હોય છે. શબ્દાદિ વિષયો ઉપર વિજય મેળવ્યો હોવાથી ધ્યાનથી પેદા થયેલું સુખ હોય છે. વિશેષ કરીને શમથી યુક્ત આ દૃષ્ટિ છે કારણ કે વિવેકનું ફ્લ શમ છે. સઘળું જે પરવશ છે તે દુઃખ છે અને સ્વવશ છે તે સુખ છે અને તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ હોવાથી તે દુઃખ જ છે. નિર્મળ બોધ હોતે છતે મહાત્માઓને સદા ધ્યાન જ હોય છે. ક્ષીણપ્રાયઃ મલવાળું સોનું સદાચા સુવર્ણમય જ હોય છે. અસંગ અનુષ્ઠાન તત્ત્વ માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારું છે અને નિર્વાણ માર્ગમાં પ્રયાણ કરાવનાર છે તેમજ શાશ્વત એવા મોક્ષપદને આપનાર છે. - આ અસંગ અનુષ્ઠાનને જ યોગીઓ પ્રશાંતવાહિતા, વિભાગ પરિક્ષય, શિવવત્મ અને ધૂંવાધ્યા શબ્દ વડે વાચ્ય કરે છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી અસંગ અનુષ્ઠાનને જલ્દીથી સાધે છે તે કારણથી સત્પદને વહન કરનારી આ દૃષ્ટિ અસંગ અનુષ્ઠાનમાં યોગના જાણકારોને ઇષ્ટ છે. 2010_05 Page #429 -------------------------------------------------------------------------- ________________ ४०० યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 -- આઠમી પરાષ્ટિ समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७८॥ આઠમી પરા દ્રષ્ટિ સમાધિનિષ્ઠ છે. આસંગદોપથી રહિત છે. સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે. આ દૃષ્ટિમાં ચંદ્રની ચાંદની જેવો પ્રકાશ હોય છે. સાતમી દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ – પ્રકાશ કહ્યો હતો તેના કરતા આ દૃષ્ટિનો પ્રકાશ વિશેષ હોય છે. અહિંયા બોધ-પ્રકાશ કેવળ સોમ્ય અને શાંત હોય છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સોળે કળાએ ખીલેલો હોય છે તેમ આ દૃષ્ટિનો જ્ઞાન પ્રકાશ સંપૂર્ણપણે ખીલેલો છે. અહિંયા ઘાતિકર્મમાત્રનો નાશ થયેલો હોવાથી આત્મા પરમાત્મા બને છે. કેવલજ્ઞાનનો દિવ્ય પ્રકાશ તેના આતમના આકાશે ઝળહળી રહ્યો છે જે લોકાલોwફાશક છે. અનંત આનંદવેદનરસ અનુભવાય છે. ઉપયોગ ઘાતિકના પિંજરામાંથી છૂટ્યો. ઉપયોગ અદ્વૈત બન્યો. પોતે પોતામાં સમાઈ ગયો. અહિંયા ધારણા, ધ્યાન અને સમાધિની વ્યાખ્યા કરે છે. વિશ્વેશ્ચત્તશુ ધાર (પા. ૩/૧) તેમાં ભોજવૃત્તિ આ પ્રમાણે છે નાભિચક્ર, હૃદયકમલ, મસ્તક, નાસિકાગ્ર, જિલ્લાગ્ર ઇત્યાદિ દેશમાં તેમજ બાહ્ય વિષયમાં ચિત્તનો બંધ એટલે વિષયાન્તરનો પરિહાર કરવા વડે જે ચિત્તનું સ્થિરીકરણ તે ચિત્તની ધારણા કહેવાય છે. મેચ્ચાદિથી વાસિત અંત:કરણવાળા, યમ-નિયમવાળા, આસન સિદ્ધ કરનારા, પ્રાણના વિક્ષેપનો ત્યાગ કરનારા, ઈન્દ્રિયોના સમુદાયનો નિરોધ કરનારા, રાગ - દ્વેષાદિ ઢંઢને જીતનારા, નિબંધપ્રદેશમાં સરળ કાયાવાળા પુરુષે નાસિકાના અગ્રભાગમાં સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસને માટે ચિત્તને સ્થિર કરવું જોઈએ. તત્ર પ્રત્યર્થતાનના ધ્યાનમ્ (રૂ-૨ પા.) ભોજવૃત્તિ - જે નાસિકાદિના અગ્રભાગાદિ દેશમાં ચિત્તને સ્થિર કર્યું છે તેમાં પ્રત્યય - જ્ઞાનની એકતાનતા - જ્ઞાનનો સદૃશપ્રવાહ તે ધ્યાન કહેવાય છે. અર્થાત વિશ પરિણામનો પરિહાર કરવા દ્વારા ધારણામાં જે વિષયનું આલંબન કરાયું છે તેના જ આલંબન વડે કરીને સતત જ્ઞાનની ઉત્પત્તિ તે ધ્યાન છે. ધ્યાન એજ વીર્યશક્તિ છે. દૃઢતા, એકાગ્રતા, ટેક એ વીઆંતરાયના ક્ષયોપશમભાવ છે. ધ્યાનમાં એકાગ્રતા મુખ્ય છે. પરમાં ઉપાદેય બુદ્ધિ કરવી 2010_05 Page #430 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ૪૦૧ નહિ. પરને હેયરૂપે જ જાણવું અને પરમાં ઉપયોગને જવા દેવો નહિ તેમ જ સ્વને જેવો જામ્યો છે તેવો વેદવો તેનું નામ ધ્યાન છે. દેહાદિ ભાવોને છોડી દીધા હોય છે અને પરને પ્રધાનતા જાણવાનું છોડી દીધેલ છે તે અપેક્ષાએ ધ્યાન અક્રિય છે છતાં સ્વરૂપ વેદના અને સત્તાગત ફેવળજ્ઞાનને નિરાવરણ કરવાની અપેક્ષાએ ધ્યાન ક્રિયાત્મક એટલે સક્રિય પણ છે. ટૂંકમાં પરમાં અક્રિયા અને સ્વમાં સક્રિય એ ધ્યાન છે. નિર્વિકલ્પધ્યાન એટલે ન જાણવું. ન ઇચ્છવું. ન વિચારવું. ન સ્મરણ szyi. sheila Not going to know, Not to wish, Not to think, Not to Remember. મન, વચન, કાયા આ ત્રણે યોગની સ્થિરતા એજ ધ્યાન, જેવું જીવનું શુદ્ધ સ્વરૂપ છે તેવું ધ્યાન થાય તો સ્વરૂપ સ્થિરતા આવે. સ્થિરતા આવવાથી શાંતિ મળે છે. અંતે તે શૂન્યતામાં અર્થાત નિર્વિકલ્પતામાં પરિણમે છે. જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે દશામાં રહેતા શીખવું તેને ધ્યાન કહેવાય છે. ધ્યાન એટલે શ્રમિત થયેલા મન, વચન, કાયાના યોગની જ્ઞાનપૂર્વકની વિશ્રાંતિ અર્થાત્ જ્ઞાનદશા. મન, વચન, કાયાના યોગની સક્રિયતાથી ઘસારો લાગે છે. અરૂપી અને રૂપી તત્ત્વની આ જ વિશેષતા છે. અરૂપી તત્ત્વો અક્રિય હોવાના કારણે એનો સતત વપરાશ થવા છતાં તેમાં ઘસારો લાગતો નથી અને તેથી તેઓ પોતાની અર્થક્રિયા સતત, સરળ અને સહજપણે કરે છે જ્યારે રૂપી તત્ત્વો સક્રિય હોવાને કારણે તેની અર્થક્રિયા થતા તેમાં ફેરફાર થાય છે. ઘસારો લાગે છે માટે તેઓ સતત એક સરખી અર્થક્રિયા કરી શકતા નથી. નિદ્રામાં પણ ત્રણે યોગોને વિશ્રાતિ મળે છે પણ એ ફર્મજનિત વિશ્રાન્તિ છે. વિકલ્પ વિનાની અવસ્થા જે ધ્યાન છે તેનાથી ત્રણે યોગોને વિશ્રાંતિ મળે છે જે કર્મના ક્ષયોપશમ જનિત અવસ્થા છે. લક્ષ્ય સાથે એકાગ્રતા કરવાથી લક્ષ્યથી અભેદ થવાની શરૂઆત થાય છે. સાક્ષી બનવાથી અક્રિયતાની શરૂઆત થાય છે અને અંતે સાક્ષીભાવથી અતીત થવાથી સ્વરૂપમાં સ્થિત થવાય છે અને સચ્ચિદાનંદ સ્વરૂપને પમાયા છે. સહજતા પ્રાપ્ત થાય છે અને સક્રિયતા સમાપ્ત થાય છે. એકાગ્રતા એ સ્થૂલ સાધના છે નિર્લેપતા-સાક્ષીભાવ એ સૂક્ષ્મસાધના છે. | સ્વરૂપરમણતા, સ્વરૂપાનંદાવસ્થા એ શૂન્ય સાધના છે. એકાગ્રતામાં લક્ષ્યની - ઇષ્ટની કલ્પના કરીને એકમના થઈ એને જોઈએ છીએ અને એનાથી વિખૂટા ન પડી જવાય - લક્ષ્યાંતર ન થઈ જાય એને 2010_05 Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ માટે મથીએ છીએ. પ્રતિક્ષણે સાધકે પોતાના મનને અને પોતાની વૃત્તિને જોતા શીખવાનું છે. બાહ્ય દૃશ્યને નથી જોવાનું પરંતુ પોતાની અંતરદૃષ્ટિથી પોતાની દૃષ્ટિને જ જવાની છે. મનને જોવા વડે કરીને જ મનનો નાશ થાય છે. મનને જોનારું બીજું મન આંતરમન નિર્દોષ હોય છે આને જ આંતરક્રિયા - આંતરખોજ - આત્માનો અવાજ - INTROSPECTION - આત્મનિરીક્ષણ કહેવાય છે. કાંટાથી જેમ કાંટો નીકળે તેમ નિર્દોષ મનથી સદોષ મન નાશ પામે છે. આત્માના જ્ઞાનને અવિનાશી બનાવવું હોય તો આત્માના પ્રદેશોનું ધ્યાન ધરવું જોઈએ અથત આત્મ પ્રદેશોને સ્થિર કરીને ઉપયોગને તેમાં સ્થિર કરવાથી ઉપયોગ અવિનાશી બને છે. तदेवार्थमात्रनिर्भास स्वरुपशून्यमिव समाधिः (पा ३/३) વાસભાષ્ય - ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેનો જેમાં બોધ હોય છે તે ધ્યાન કહેવાય છે અને ત્રણેનો જેમાં અભેદ હોય છે અર્થાત હું ધ્યાતા છું, અમુક ધ્યેય છે ઇત્યાદિ ભેદ જેમાં હોતો નથી એવો ધ્યાતાદિ ત્રણેનો લોલીભૂત પરિણામ તે સમાધિ છે. ધ્યેયાકારના ભાસવાળું ધ્યાન જ ધ્યેય સ્વભાવના આવેશથી જ્યારે પોતાના જ્ઞાનસ્વરૂપથી શૂન્ય જેવું થઈ જાય છે ત્યારે તે સમાધિ કહેવાય છે. ભોજવૃતિ - ઉપર કહેલ સ્વરૂપવાળું ધ્યાન જેમાં અર્થ = ધ્યેય માત્ર જ ભાસિત છે અને જેમાં યોગીને પોતાના સ્વરૂપનું પણ સ્મરણ રહેતું નથી અર્થાત હું ધ્યાતા છું એવું જ્ઞાન પણ જેમાં રહેતું નથી એવો જે ધ્યેયાકાર માત્રનું અનુભવન તે સમાધિ છે. જે ધ્યાનમાં વિક્ષેપાન્તરનો ત્યાગ કરીને મન ધ્યેયમાં વિલીન થઈ જાય છે તે સમાધિ કહેવાય છે. દેહભાવ જાય ત્યારે સમક્તિ આવે અને દેહભાન જાય ત્યારે સમાધિ આવે. ધ્યાનમાં કાલની દીર્ઘતા અને પરિણામની સૂક્ષ્મતા એ સમાધિ છે ધ્યાન એટલે એકમાત્ર ધ્યેયરૂપ પદાર્થને છોડીને બાકીના પદાર્થો સંબંધી ઇચ્છા, વિચાર, રહિત અવસ્થા. જ્યારે ઇચ્છા અને વિચાર જેમાં શાંત થઇ ગયા છે તેવી અવસ્થાને સમાધિ કહેવાય છે. આસનસ્થ થવું અર્થાત કાયાથી સ્થિર રહેવું એ કાચયોગનું ધ્યાન છે. મૌન રહેવું તે વચનયોગનું ધ્યાન છે અને મનથી નિર્વિચાર બનવું - નિર્વિકલ્પ બનવું (મનનું મૌન) એ મનોરોગનું ધ્યાન છે. જેમ આકાશને અગ્નિ કે હિમની કોઈ અસર થતી નથી તેમ શુદ્ધાત્માને વિશ્વના કોઈ બનાવની લેશમાત્ર અસર થતી નથી. શૂન્ય તત્વ એટલે અરૂપીને અરૂપીની વિરૂદ્ધ અસર નહિ, અરૂપીને રૂપીની કોઈ વિરૂદ્ધ અસર નહિ અને રૂપીને અરૂપીની કોઈ અસર નહિ. ટૂંકમાં શૂન્ય એટલે અસરનો અભાવ. 2010_05 Page #432 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ૪૦૩ શૂન્યાવકાશના કારણે જ થર્મોસમાં ઠંડી વસ્તુ ઠંડી રહે છે અને ગરમ વસ્તુ ગરમ રહે છે. આત્માનો જ્ઞાન-દર્શનનો ઉપયોગ આત્મપ્રદેશોનો આધાર લઈને નીકળવા. છતાં સ્વક્ષેત્રને જોતો નથી અને પરપદાર્થમાં સુખ બુદ્ધિએ છે તે જ જીવને કર્મબંધનું કારણ છે. ઉપયોગ પરપદાર્થમાં સુખ બુદ્ધિએ ફ્રે છે તેનાથી અશાતા વેદનીય બંધાય છે તે જ બતાવે છે કે જીવ સ્વક્ષેત્રે દૃષ્ટિ કરે તો કર્મનિર્જરા થાય. સુખના કાળે જીવન દૃષ્ટિ વ્યક્તિઓ અને વસ્તુઓ પર રહે છે. આત્મપ્રદેશો પર રહેતી નથી માટે જ ધ્યાનના ભેદો ષટ્યક્ર વગેરે અંદર બતાડેલ છે. તેનાથી આત્મ પ્રદેશો પર દૃષ્ટિ કરી સ્થિર થવાય અને બહારની વસ્તુઓ તથા વ્યક્તિઓ ઉપરની દૃષ્ટિ બંધ થાય. આત્મપ્રદેશો એ ઉપયોગને રહેવા માટેનું ઘર છે. વસ્તુઓ અને વ્યક્તિઓ - ઉપયોગને માટે પર છે. પરમાં ઉપયોગને કયાંય સ્થિર થઈ શકાતું નથી માત્ર એકથી બીજા વિષયો પર દોડવાનું હોય છે. જેમાં થાકતા અંતે થોડા સમયે વિષયોથી દૂર જઈ નિદ્રામાં જવાનું છે ત્યાં પાછી શક્તિનો સંચય થવાથી જાગૃત થતાં પાછી વિષયો પ્રત્યે દોડ મૂકવાની છે. આ છે સંસારી જીવ માત્રનું જીવન. માટે જ પરમાં ન વસતા સ્વઘરમાં વસવું જોઈએ. એ માટે ધ્યાનાદિ સાધના છે. આત્માના પ્રદેશો ઉપર મનને સ્થિર કરવાનું છે. જે જીવો પોતાના આત્મપ્રદેશો ઉપર દૃષ્ટિ કરતા નથી, પોતાના ઉપયોગમાં સ્થિર થતા નથી અને બહાર વસ્તુઓ અને વ્યક્તિઓમાં સુખ માની ઉપયોગને રાગાદિ ભાવે રમાડે છે તે જીવો માટે કુદરત શિક્ષા ઊભી કરે છે. શિક્ષા રુપે તેઓના આત્મ પ્રદેશો ઉપર અશાતા વેદનીય કર્મ બંધાય છે જેના ઉદયે આત્મપ્રદેશોને ભયંકર દુ:ખ અનુભવવું પડે છે. જો ઉપયોગને પહેલેથી જ ઘરમાં રાખ્યો હોત તો આ સ્થિતિ ન થાત. અને આવા અશાતા વેદનીયના ઉદયે ભયંકર દુઃખને અનુભવતા આત્માઓ વિષયસુખ ભોગવવા માટે દીન-હીન અને અશક્ત બની જાય છે. વસ્તુઓ અને વ્યક્તિઓ બહાર છે. વિષય અને કષાયના પદાર્થો પણ બહાર છે. આત્મપ્રદેશો પર આ નથી છતાં આત્મપ્રદેશો પર આ ચિતરામણ થાય છે. જેના ઉદયે આત્મપ્રદેશોને માટે પ્રતિકૂળતાનું, અશાતાનું દ્રશ્ય સર્જાય છે જે દુ:ખ રૂપ છે. આત્મપ્રદેશોમાંથી તો માત્ર જ્ઞાન અને આનંદ જ નીકળે છે. તેથી ત્યાં ઉપયોગને સ્થિર કરતાં આનંદ અનુભવાશે. ઉપાસના તત્ત્વમાં હજુ બહારનું આલંબન છે જ્યારે ધ્યાન સમાધિમાં તો તે નથી માટે ધર્માનુષ્ઠાનની ક્રિયા કરતા કરતા આત્મપ્રદેશોએ સ્થિર થવાનું છે અને બહારના આલંબનમાંથી સ્વાવલંબનમાં આવવાનું છે. જેમ ડહોળાયેલા અસ્થિર પાણીમાં પ્રતિબિંબ પડી શકતું નથી તેમ અશાંત મનમાં આત્માનું દર્શન થતું નથી. સાધુપણું એટલા માટે ઊંચું છે કે તેમનું મન 2010_05 Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪/૪ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ શાંત હોય છે અને બાહ્ય જીવન નિરૂપાધિક હોય છે ધ્યાન - સમાધિ દ્વારા જ્યારે આપણે અશબ્દ - અરૂપી - અમૂર્ત દેશમાં પ્રવેશ કરશે ત્યારે જગતનો બાહ્ય કોલાહલ આપણને બાધક નહિ બને. સ્વપ્નની માફ્ટ સંસારમાં મનથી બધું ઉત્પન્ન થાય છે અને મનનો નાશ થતાં મનનું કલ્પનું જગત નાશ પામે છે. નિદ્રામાં અને સમાધિમાં મન જતું રહે છે અને જાગ્રત અવસ્થામાં તેને શાંત રાખ્યું હોય તો સ્વરૂપનો અનુભવ લેવામાં ઉપયોગી બને છે. ધ્યાનમાં “ધ્યા' ધાતુ ધ્યેય, વિચારવું અર્થમાં છે અને તે તો મતિજ્ઞાન સ્વરૂપ છે. - વિચારવું, ઇચ્છવું, ચિંતવવું, મનન કરવું આ બધા મતિજ્ઞાનના પર્યાય છે તો પછી કેવલજ્ઞાનના છેલ્લા બે પાયા જેને પણ ધ્યાન કહ્યું છે તે કેવી રીતે ઘટી શકે ? કેવલજ્ઞાન થયું એટલે વિચારવાનું તો રહ્યું નહિ. તેનું સમાધાન એ છે કે ત્યાં ધ્યાન શબ્દનો અર્થ સ્થિરતા છે. ત્રણે યોગની સ્થિરતા તે ધ્યાન છે. ધ્યાનના પહેલા બે પાયાથી ઉપયોગની સ્થિરતા અર્થાત્ અવિનાશીતા થાય છે જ્યારે છેલ્લા બે પાયાથી યોગસ્થય આવે છે અર્થાત અયોગી થવા દ્વારા સિદ્ધ થવાય છે. હારિભદ્રીય આવશ્યક નિર્યુક્તિમાં, ધ્યાનશતક શ્લો. ૮૫-૮૬ ની ટીકામાં નીચે મુજબ એની સાક્ષી જોવા મળે છે. “વં ધ્યાન શહિદ્દીપિ ન વિરોધ: “à – દિન્તી' “વય નિરોધે,' " યો " એ પ્રમાણે પાઠ છે અને તેથી થ્યા' ધાતુ જેમ ચિંતા અર્થમાં છે તેમ ધ્યા' ધાતુ કાય નિરોધ અને યોગ સ્પર્ય અર્થમાં પણ છે અને તેથી શુકલધ્યાનના બે પાયામાં યોગનિરોધ, યોગસ્થ રૂપ ધ્યાન ધટે છે. પશુ ઘરમાં પેસે તેને મારીને બહાર કાઢવો એ હઠયોગનો માર્ગ છે અને તેને ઘાસ દેખાડીને દૂર કરવો તે જ્ઞાનયોગનો માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં આત્માનો. સ્વભાવ વારંવાર યાદ રાખવાનો છે અને મન, પ્રાણ, ઇન્દ્રિયો અને શરીરના ધર્મોને ભૂલવાના છે. ચેતનના ઉપયોગે સમાધિ અને આનંદ રહે છે જ્યારે જગના ઉપયોગે સંસાર અને દુ:ખ રહે છે. જેને આત્માનો ઉપયોગ કરતા આવડતું નથી તેને શાસ્ત્રો કૃપણ કહે છે. દરેક નાની નાની ક્રિયાઓમાં પણ સમભાવ અને જ્ઞાનનો ઉપયોગ કરતા આવડે તો બહારના સંજોગો પણ અનુકૂળ થઈ જાય છે. સમ્યજ્ઞાન ચિત્તની શુદ્ધિ વિના થતું નથી અને ચિત્ત શુદ્ધિ શુભકર્મ અને ઉપાસના વગર થતી નથી. આસંગદોષનો ત્યાગ. આ દૃષ્ટિમાં આસંગ અર્થાત્ આસક્તિ નામના દોષનો ત્યાગ હોય છે. પર દ્રવ્ય કે પરભાવમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. વીતરાગ સર્વજ્ઞ બનેલા પરમાત્માને તો સર્વથા આસક્તિ હોતી નથી પરંતુ તે પહેલા પણ શુદ્ધિ વધતા 2010_05 Page #434 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪૦૫ આસક્તિનો ત્યાગ હોય છે. સમાધિમાં આસંગ નામનો દોષ હોતો નથી અને તેથી જ ઉત્તરોત્તર વિશેષ સમાધિને પામતો તે આગળ વધે છે. અનુક્રમે સંયમશ્રેણી સ્પર્શતોજી, પામ્યો ક્ષાયિકભાવ; સંયમશ્રેણી ફ્લડે છે, પૂજે પદ નિષ્પાપ...” ઉપા. યશોવિજયજી. તેરમાં ગુણસ્થાનકે અસંપ્રજ્ઞાત સમાધિ હોય છે અને તે તાત્વિક સમાધિ છે. તેના હેતુભૂત સંપ્રજ્ઞાત સમાધિ તે પહેલા શ્રેણીમાં પણ હોય છે જે વસ્તુ કાર્યરૂપે થવાની હોય તેની છાયા તે પહેલેથી દેખાવા માંડે છે. જેમ સૂર્યોદય થવાનો હોય તે પહેલા અરૂણોદય થાય છે અને તે વખતે અંધકારનો નાશ થઈ ગયો છે, આછો પ્રકાશ પૃથ્વી ઉપર ફ્લાવા માંડે છે તેમ તાત્વિક સમાધિ કે જે અસંપ્રજ્ઞાત સમાધિ છે, તેના હેતુભૂત સમાધિ શ્રેણિમાં પણ છે. કેમકે જેટલા જેટલા અંશે ધ્યાન પરિણમતું જાય છે તેટલા તેટલા અંશે સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે અને સ્થિરતા તે સમાધિ છે. પરંતુ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા તો મોહ અને અજ્ઞાનના નાશ પ્રગટતા કેવલજ્ઞાન વખતે હોય છે એટલા માટે જ ગ્રંથકાર પાતંજલ સૂત્રની સાક્ષી આપીને ધ્યાન વિશેષ તે સમાધિ અથવા તો ધ્યાનનું ફ્લ સમાધિ કહી રહ્યા છે અને આ વાત શ્રેણીમાં જણાય છે માટે શ્રેણીમાં સંપ્રજ્ઞાત સમાધિથી આગળ વધેલો આત્મા ઉપર ઉપરના અધ્યવસાય સ્થાનને સ્પર્શતો સમાધિને વિશેષ વિશેષતર, વિશેષતમ બનાવે છે અને અંતે કેવલજ્ઞાનમાં તે પ્રફર્ષને પામે છે. (યોગવિંશિકા શ્લોક ૨૦ની ટીકામાં સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિની વાત કરી છે તેથી તેનું સ્વરૂપ ત્યાંથી જોવા યોગ્ય છે.) આ દ્રષ્ટિમાં ચંદનગંધન્યાયથી પ્રવૃત્તિ આત્મસાત થયેલી છે. પ્રવૃત્તિ કરવા માટેનો આશય આ દ્રષ્ટિમાંથી નીકળી ગયેલો હોય છે કારણકે પ્રવૃત્તિ કરવા. માટેનો આશય પેદા કરે તેવા વાસક ચિત્તનો અભાવ છે અર્થાત દરેક પ્રવૃત્તિ સામાયિક પૂર્વક થાય છે પણ વિકલ્પપૂર્વક થતી નથી. પ્રવૃત્તિ પાછળ જેમ ઇચ્છા કારણ છે તેમ પ્રવૃત્તિ પ્રત્યે સામાયિક પણ કારણ બની શકે છે. ઇચ્છા એ વિકલ્પ છે અને વિકલ્પપૂર્વકની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણઠાણા સુધી જ જોવા મળે છે. સાતમા ગુણઠાણાથી માંડીને તેરમાં ગુણઠાણા સુધી પ્રવૃત્તિનું નિયમન સામાયિકથી થાય છે. અર્થાત પ્રવૃત્તિ એ અઘાતી કર્મના ઉદયથી થતી હોવા છતાં કેવલી અમુક જ પ્રવૃત્તિ કરે છે અને બીજી નહિ. તેનું નિયમન કરનાર સામાયિક છે. અધ્યાત્મ-મત-પરીક્ષામાં શ્લોક ૯૯ની ટીકામાં અપ્રમત્ત ગુણસ્થાનકથી માંડીને તેરમાં ગુણઠાણા સુધી થતી પ્રવૃત્તિમાં સામાયિક કારણ છે. તે બતાવવા. લખ્યું છે કે, “સામાયિવસ્થવરિતપ્રવૃત્તિ હેતુવાલુન્ ! સમાવી સામા तणकंचणसत्तुमित्त विसओत्ति । णिरभिस्संगं चित्तं उचियपवित्ति प्पहाणं च 2010_05 Page #435 -------------------------------------------------------------------------- ________________ ४०६ ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ તિ ” તૃણ, કંચન, શત્રુ, મિત્રના વિષયમાં સમભાવવાળું, ઉચિત પ્રવૃત્તિની પ્રધાનતાવાળું નિરિભિન્કંગ એટલે આસક્તિ વિનાનું ચિત્ત એ જ સામાયિક છે. જેમ ચંદનને પોતાની સુગંધને ફ્લાવવા માટે વાસકની અર્થાત વાસિતા કરનારની અપેક્ષા નથી પણ ચંદનની ગંધ સ્વાભાવિક રીતે જ જંગલમાં ચારે બાજુ ફ્લાઇ જાય છે તેમ આ દૃષ્ટિમાં રહેલા જીવનો ચિત્ત આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થયેલો છે અર્થાત્ ચિત્તને પ્રવૃત્તિ કરવા માટે કાંઈ જ કરવાપણું રહેતું નથી. ચિત્ત સ્વરૂપમાં જ વધુને વધુ ઠરતું જાય છે. ચિત્ત આત્મામાં જ લય પામતું જાય છે. જેમ જેમ સ્વરૂપમાં રહેવા રૂપ આ ગુણ વિકસતો જાય છે તેમ તેમ વીતરાગતાની માત્રા વધતી જાય છે અને અંતે ચાખ્યાત ચારિત્ર અને સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા પ્રાપ્ત થાય છે. પહેલા જીવ વાસનાવાળો હતો, રાગાદિ કલેશથી વાસિત હતો તેથી સઘળી પ્રવૃત્તિનું સંચાલન વાસનાયુક્ત ચિત્ત દ્વારા થતું હતું પરંતુ હવે તો શ્રેણીમાં ચિત્ત સ્વરૂપમાં જ લય પામવા માંડયું એટલે પ્રવૃત્તિ કરવામાં કારણભૂત રાગાદિ કલેશ વાસિત ચિત્ત ન રહ્યું અને તેથી જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે ચંદનગંધા ન્યાયથી સહજ થાય છે. શ્રેણીમાં વર્તતા જીવને વાંસલાથી છોલો કે ચંદનનો લેપ કરો અંદરથી સમતા, સમતા અને સમતા સિવાય બીજું કાંઈ નીકળતું નથી અને આ સમતા જ આખરે ઘનીભૂત બની વીતરાગતા રૂપે પરિણમે છે અને બારમા ગુણઠાણે પ્રગટ થયેલી વીતરાગતા જ અજ્ઞાનનો નાશ કરી જીવને સર્વજ્ઞકેવલી બનાવે છે. ત્યાં સંપૂર્ણપણે સ્વરૂપમાં રમણતા પ્રગટ થાય છે એટલે બધી જ પ્રવૃત્તિ ચંદનગંધ ન્યાયે ઉપર કહ્યું તેમ થયા કરે છે અહિંયા જે સમાધિ છે તે તાત્ત્વિક છે. પરાકાષ્ઠાની છે. તીર્થાતરીયો જેને અસંમજ્ઞાત સમાધિ કહે છે તે તેરમાં ગુણસ્થાનકથી પ્રગટે છે એમ યોગવિંશિકાની વીસમા શ્લોકની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે. વળી અધ્યાત્મના જાણકાર કહે પણ છે - જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ દુ:ખનો છે ત્યાં નાશ. निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः । आरुढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥१७९॥ આ દૃષ્ટિમાં યોગી નિરાચારપગવાળો અને અતિચારથી રહિત હોય છે આરુઢને આરોહણના અભાવની જેમ એની ચેષ્ટા હોય છે. આ દ્રષ્ટિમાં રહેલા યોગીને પ્રતિક્રમણાદિ રૂપ બાહ્ય આચારનો અભાવ હોવાથી નિરાચારપદવાળો હોય છે તથા અતિચારના કારણનો અભાવ હોવાથી 2010_05 Page #436 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪૦૭ વિશેષે કરીને અતિચારથી રહિત હોય છે. નિરાચારપદવાળો કેમ હોય છે? તેમાં હેતુ કહે છે કે અહીં આચારથી જીતવા યોગ્ય કર્મનો અભાવ વર્તે છે. યોગસાધના માટે જે આચાર જરૂરી હતા તે સિદ્ધયોગી બનવાથી હવે જરૂરી ન રહ્યા. યોગારંભક દશામાં ઉપર ચઢવા માટે પ્રતિક્રમણાદિ આચારો આવશ્યક છે. અનાદિકાળથી આત્મામાં આચારપાલન પ્રત્યે પ્રમાદ, અવિધિ, ઉપેક્ષા, અનાદર, અબહુમાન પડેલા છે જે આત્માને સમ્યગ્ આચારપાલન કરવા દેતા નથી અને મોક્ષમાર્ગમાં પ્રતિબંધક એવા સંસારના આચારો તરફ જીવને હોંશે હોંશે પ્રવર્તાવે છે જેનાથી આત્મામાં એક પ્રકારનો ક્રિયામલ પેદા થયો છે જે જીવના વિચારના માળખાને સતત કલુષિત કરે છે. સમ્યગ્ આચારમાં અનાદર, અરૂચિ એ અસદ્ વિચાર છે અને એ જ્યાં સુધી હોય ત્યાં સુધી યોગારંભક દશા આવે નહિ. જ્ઞાનીઓએ બતાવેલ સમ્યગ્ આચારનું વિધિ, બહુમાન, આદર પૂર્વક પાલન કરવાથી આત્મામાં પડેલ પ્રમાદ, અનાદર, ઉપેક્ષા રૂપ ક્રિયામલ દૂર થતો જાય છે અને તેથી સાધક સાધનાના માર્ગે આગળ વધતો જાય છે તેમ કરતા કરતા જ્યારે યોગ ઉપર આરૂઢ થઈ જાય છે ત્યારે તેને તે બાહ્યાચાર રૂપ સાધનની આવશ્યકતા રહેતી નથી. કારણકે સાધન તો ઉપર ચઢવા માટે હતું પ્રતિક્રમણાદિ ક્રિયા તો આત્મામાં સંપૂર્ણ સમાધિ પામવા માટે હતી તેની પ્રાપ્તિ થતા તે સાધનનું હવે કોઈ પ્રયોજન રહેતું નથી. વચન અને કાયાની સ્ખલના એ અતિચારમાં હેતુ છે અને આત્મામાં સમાધિ વર્તતી હોવાના કારણે કોઈ યોગની સ્ખલના નથી માટે આ દૃષ્ટિમાં અતિચાર રહિતપણું હોય છે. મન, પર્વત ઉપર આરોહણ કરી તેના શિખરે પહોંચેલાને જેમ હવે ઉપર ચઢવાનું રહેતું નથી. ખોરાક દ્વારા જેનું પેટ ભરાઈ ગયું છે તેને જેમ ફરીથી ખાવાનું હોતું નથી. તેમ અધ્યાત્મની ટોચને પામેલાને હવે પામવાનું ન હોવાથી યોગારુઢ બનેલાને આરોહણ ક્રિયાના અભાવની જેમ પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાનો અભાવ હોય છે. અહિંયા એક ખાસ ખ્યાલ રહે કે પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાનો અભાવ તેને હોય છે કે જેને આચારથી જીતવા યોગ્ય કર્મ બધા જ જીતાઈ ગયા છે અર્થાત્ આચારમાં દોષ લાગવાની, અતિચાર લાગવાની યોગ્યતા જ નાશ પામી ગઈ છે અને તે તો સિદ્ધયોગીને ઘટે છે. પોતાના પરિચયમાં આવતા હિંસક પ્રાણીઓ પણ હિંસાના ભાવને છોડી દઈ અહિંસક બને છે તે સિદ્ધયોગીપણું છે. જ્યાં સુધી આચારમાં સ્ખલના અતિચાર લાગવાની લેશમાત્ર યોગ્યતા છે ત્યાં સુધી યોગારંભક દશા છે. યોગારુઢ દશા નથી અને આ દશા હોય ત્યાં 2010_05 Page #437 -------------------------------------------------------------------------- ________________ ४०८ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સુધી બાહ્ય આચારોની આવશ્યકતા છે તેનો નિષેધ કરી શકાય નહિ. વર્તમાનમાં ધ્યાન કે જાપ વગેરેની તીવ્રરૂચિને કારણે તેમાં આનંદ, એકાગ્રતા અનુભવતા આત્માને તેની જ ઉપયોગિતા દેખાય છે અને તેના કારણે પ્રતિક્રમણાદિ યોગો બીનજરૂરી દેખાય છે તે અંદરમાં પડેલ ક્રિયામલને આભારી છે. અદંરમાં પડેલ ક્રિયામલ દૂર ન થાય ત્યાં સુધી આચારમાર્ગની ઉપયોગિતા ન સમજાય, ગૌણતા રહે તેથી તેને દૂર કરવા પ્રતિક્રમણાદિ યોગોને છોડી દેવા તેના કરતા તેના ઉપર આદર, બહુમાન કેળવી પોતાના દોષનું સંશોધન, નિંદા, જુગુપ્સા કરી તે યોગને સેવવામાં આવે તો અંદર પડેલ ક્રિયામલ દૂર થતાં જરૂર લાભ અનુભવાય. જ્ઞાનીઓએ બતાવેલ એક એક યોગ મોક્ષ આપવા સમર્થ છે. જો તેમાં સ્વરૂપનો રસ રેડતા આવડે તો. મતિજ્ઞાનના ઉપયોગમાં આશય, ઉપયોગ અને લક્ષ્યની તીવ્રતાથી કોઈપણ યોગમાં રસની પરાકાષ્ઠા થતાં ક્ષપકશ્રેણી માંડી શકાય છે. અઇમુત્તાએ ઇરિયાવહિ પડિક્કમતા ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભંજનાએ માત્ર ‘વર' શબ્દના ચિંતનમાં ચઢતા ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ બતાવે છે કે કોઈપણ યોગ નકામો નથી. બીનજરૂરી નથી. એટલે જે વાત સિદ્ધયોગીને અનુસારે કહેવાયેલી છે તેનું અનુકરણ સામાન્ય યોગી કરે તો તે ન ચાલે. વિશેષ અવસ્થામાં કહેવાયેલી વાત જનસામાન્યને લાગુ ન પડે અને તેથી વર્તમાનમાં યોગારંભક દશામાં રહેલા જીવનું તો એ કર્તવ્ય છે કે એને એના વિચારાત્મક અંતરંગ ચિત્તની શુદ્ધિ ક્રિયા પ્રત્યેના આદર, બહુમાનથી ક્રિયામલને દૂર કરવા દ્વારા કરવી જોઈએ અને સંસ્કારાત્મક અંતરંગ ચિત્તની શુદ્ધિ ઉપયોગમાં પડેલ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન આદિ દોષોને દૂર કરવા પૂર્વક કરવી જોઈએ અને તે માટે તત્ત્વજ્ઞાનનું સતત અવલંબન લેવું જોઈએ. બત્રીસી ૨૪/૨૮ માં ખાધેલાને જેમ ફરીથી ખાવાની ઇચ્છા નથી હોતી તેમ આચારથી જીતવા યોગ્ય કર્મ એ મુર્ત્ત પ્રાયાત્ - પ્રાયઃ ભોગવાઈ ગયેલા હોવાથી સિદ્ધત્વન કૃતકૃત્ય થયો હોંવાથી પ્રતિક્રમણની ઇચ્છાનો જ નાશ થઈ જવાથી તે ક્રિયા નથી. અહિંયા સમાધિ વર્તે છે એટલે કોઈ પણ યોગની સ્ખલના નથી અને તેથી અતિચાર રહિતતા છે. પ્રતિક્રમણાદિ ક્રિયાઓ તો સ્વરૂપાનંદને પામવા માટે હતી. હવે અહિંયા તો સ્વરૂપાનંદની મસ્તી અનુભવાય છે. ઉપયોગ અંદરમાં ને અંદર ઠરેલો છે. બહાર જતો નથી તેથી દોષ અતિચાર લાગવાની શક્યતા નથી. આરુઢ ને આરોહણ જેમ હોતું નથી તેમ અહિંયા પ્રતિક્રમણાદિ ક્રિયા હોતી નથી. - 2010_05 Page #438 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શંકા - જો પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો નથી હોતા તો પછી ભિક્ષાટનાદિરૂપ આચાર કેમ હોય છે ? અર્થાત્ કેવલી થયા પછી પ્રતિક્રમણાદિ ન હોવા છતાં ભિક્ષાટનાદિ આચાર કેમ હોય છે તેનો જવાબ આપે છે. रत्नादिशिक्षाद्दग्भ्योऽन्या यथा हक्तन्त्रियोजने । तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८० ॥ રત્નાદિની શિક્ષાદૃષ્ટિ તેના નિયોજનની દૃષ્ટિથી જેમ જુદી છે તે જ રીતે આ યોગીની આચારક્રિયા ફ્લભેદથી ભિન્ન છે. રત્નાદિના અભ્યાસકાલની દૃષ્ટિથી તન્નિયોજન રત્નાદિના વહેપારકાલમાં જેમ દૃષ્ટિ ભિન્ન હોય છે અર્થાત્ રત્નાદિના અભ્યાસ કાલમાં રત્નાદિના ગુણ દોષને પારખવાની દૃષ્ટિ હોય છે જ્યારે રત્નાદિના વહેપારમાં ક્યા રત્નનો વહેપાર કરવાથી વધારે લાભ તે દૃષ્ટિ હોય છે. અર્થાત્ વહેપાર કરતી વખતે રત્ન ઓછું ગુણવાળું હોય છતાં તેનાથી જો વધુ કમાણી થાય તેમ હોય તો તેને પહેલા પસંદ કરે છે તેમ આ યોગીની ભિક્ષાટનાદિ ક્રિયા પણ ફ્લના ભેદથી ભિન્ન હોય છે કારણ કે પૂર્વમાં આ દૃષ્ટિ પામતા પહેલા ભિક્ષાટનાદિ દ્વારા સાંપરાયિક કાષાયિક કર્મોનો નાશ કરવો તે ફ્લ હતું જ્યારે હવે તો ભવોપગ્રાહી કર્મ અઘાતી કર્મનો નાશ એ ફ્લ છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી આચાર રહિત જ છે કારણ કે પહેલા ભિક્ષાટનાદિ ઘાતીકર્મ ખપાવવા માટે કરતો હતો હવે તેને ખપાવાનો આશય નથી તેથી પૂર્વના આશયથી અત્યારે ક્રિયા કરાતી ન હોવાથી ક્રિયા રહિત જ ગણાય. - 201d_05 - અથવા તો સંગીતના શાસ્ત્રનો અજાણ પહેલા સંગીતના આલાપ, તાલ, લય, આરોહ, અવરોહ આદિનું જ્ઞાન મેળવે છે તે વખતે તેની દૃષ્ટિ સંગીતના એક એક રાગને શીખવા ઉપર હોય છે અને પછી જ્યારે તેમાં પ્રવીણ બને છે. ત્યાર પછી હવે કયો રાગ કઈ સભામાં ગાવામાં આવે તો લોકો રાજી થાય, લોક ચાહના મળે, કમાણી વધારે થાય તે દૃષ્ટિ આવે છે તેમ અહિંયા પણ ભિક્ષાટનાદિ ક્રિયા એક સરખી હોવા છતાં પૂર્વની દૃષ્ટિથી વર્તમાન દૃષ્ટિનો ફેર છે અને તેથી પૂર્વની દૃષ્ટિથી ક્રિયા ન હોવાથી ક્રિયા રહિત જ ગણાય. तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् । तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥ १८१ ॥ તે રત્નના નિયોગથી જેમ તે મહાત્મા મોટો માણસ કૃતકૃત્ય થાય છે તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે. રત્નના વહેપારમાં રત્ન પારખવાની શિક્ષા અભ્યાસ લઈ લીધે છતે જેમ કોઈ રત્નનો વહેપારી રત્નના વહેપારથી લોકમાં મહાત્મા અર્થાત્ મોટો - ૪૦૯ - = Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માણસ થયેલો કૃતકૃત્ય થાય છે અર્થાત્ રત્નની પરીક્ષા હોવાને લીધે રત્નનો વહેપાર કરીને કરોડો રૂપિયા કમાઈને દુનિયામાં મોટો માણસ બને છે. સર્વત્ર માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા મેળવે છે અને તેને લીધે પોતાને કૃતકૃત્ય માને છે કારણ કે આ ભવમાં દુઃખ, દારિદ્ર ટળી ગયા અને સર્વ સુખની પ્રાપ્તિ થઈ તેથી ધન સંપત્તિથી ધનવાન બનેલો પોતાને કૃતકૃત્ય માને છે તેમ આઠમી દૃષ્ટિમાં રહેલો યોગી ક્ષપકશ્રેણી દ્વારા ક્ષાયોપથમિક ધર્મના ત્યાગથી કેવલી બને છે. સંસારમાં ધન પ્રાપ્તિએ ઉત્કૃષ્ટ ળ છે તેમ અહિંયા કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ શ્રેષ્ઠ ફળ છે. હિતાપૂર્વક પુરવ્યોથyપના રે ! केवलश्रीस्ततश्चास्य नि:सपना सदोदया ॥१८२॥ દ્વિતીય અપૂર્વકરણમાં આ મુખ્ય એવો ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. અને તેથી બીનહરીફ કલ્યાણકારી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પહેલું અપૂર્વકરણ સમ્યકત્વ પામતા પહેલા જીવને ગ્રંથિભેદ કાલે હોય છે તેની અપેક્ષાએ શ્રેણીવર્તી આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત અપૂર્વકરણ એ દ્વિતીયા અપૂર્વકરણ છે. તે વખતે ક્ષાયોપશમિક ધર્મસંન્યાસ મુખ્ય અર્થાત નિરૂપચરિતા હોય છે અર્થાત અહિંયા ક્ષયોપશમ ભાવના જે ક્ષમાદિ ગુણો છે એનો ત્યાગ થાય છે અને એના દ્વારા અંતે આત્મા ક્ષાયિકભાવના ગુણોને પામે છે. ઉપચરિત ધર્મસંન્યાસ અર્થાત્ સાવધપ્રવૃત્તિના ત્યાગરૂપ ધર્મસંન્યાસ તો જીવને ચારિત્રની પ્રાપ્તિ કાલે હોય છે. આ ક્ષાયોપથમિક ધર્મસંન્યાસરૂપ વ્યાપારથી યોગીને પ્રતિપાતનો અભાવ હોવાથી સદા ઉદયવાળી અને નિઃસપત્ના = શોક્યવગરની અર્થાત્ જેની કોઈ હરીફાઈ કરી શકે નહિ તેવી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સંસારમાં સ્ત્રીરૂપી લક્ષ્મી એની હરીફ બની શકે તેવી તેની સમાન શોકય સ્ત્રી હોય છે જ્યારે આ કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી બીનહરીફ હોવાથી તે શોક્ય વગરની અર્થાત નિઃસપના છે સિંહાવલોકિત નીતિથી પ્રસ્તુત દૃષ્ટિરૂપ વસ્તુને નિર્ધારણ કરવાને માટે કહે છે - स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥१८३॥ સ્વાભાવિક રીતે જ ભાવની શુદ્ધિ થવાથી આ દ્રષ્ટિમાં યોગી ચંદ્રમાની જેમ સ્થિત છે. ચંદ્રની ચંદ્રિકાના જેવું તેનું જ્ઞાન હોય છે અને વાદળાની જેમ આવરણ હોય છે. 2010_05 Page #440 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ૪૧૧ આ દ્રષ્ટિમાં રહેલ યોગી ભાવની શુદ્ધિ થવાથી પોતાની સ્વાભાવિક પ્રકૃતિવડે જ ચંદ્રમાની જેમ આત્મસ્વરૂપમાં સ્થિત છે પરંતુ અન્ય વડે તે આત્મા સ્વરૂપમાં સ્થાપન કરાયો નથી. તાત્પર્ય એ છે કે આ દૃષ્ટિમાં ઘાતી કર્મનો. ક્ષય થવાથી જીવ પોતાના સ્વભાવથી જ પોતાના આત્મસ્વરૂપમાં રહે છે. જેમ ચંદ્રમાં વાદળાના ખસી જવાથી સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં રહે છે પરંતુ તેને પોતાના સ્વરૂપમાં રહેવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી તેમ કેવલજ્ઞાનની પ્રાપ્તિથી આત્મા સ્વરૂપમાં રહે છે. ચંદ્રની ચાંદનીની જેમ તેનું કેવલજ્ઞાન હોય છે. અહિંયા કેવલજ્ઞાનને ચાંદનીની માત્ર ઉપમા જ આપી છે. પણ કોઈ ધર્મોથી બંનેની સરખામણી કરી નથી કારણકે ચંદ્રની ચાંદની સઘળા લોકને પ્રકાશિત કરતી નથી જ્યારે કેવળજ્ઞાન તો સઘળા લોકના ચરાચર સૈકાલિક ભાવોને પ્રકાશિત કરનારું છે. ચંદ્રમાને આવરનાર જેમ વાદળાઓ છે તેમ જ્ઞાનને આવરનારું જ્ઞાનાવરણ હોય છે. ઉપમાનું પ્રસ્તુતમાં યોજન કરે છે घातिकर्माभ्रकल्पं तदुक्तयोगानिलाहतेः । यदाऽपैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥१८४॥ ઉપર કહેલા યોગરૂપી પવનના અથડાવાથી વાદળાતુલ્ય ઘાતી કર્મ જ્યારે દૂર થાય છે ત્યારે શ્રીમાન = જ્ઞાનલક્ષ્મીવાળો યોગી કેવલજ્ઞાની બને છે. જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મ એ વાદળા જેવું છે જેમ ચંદ્રમા ઉપર વાદળો છવાઈ ગયા હોય તો તે ચંદ્રમાના પ્રકાશને ઢાંકી દે છે તેમ ઘાતિક આત્માના જ્ઞાન પ્રકાશને આવરે છે. પવનના અથડાવાથી વાદળા ખસી જતા ચંદ્રમાનો પ્રકાશ ચારે બાજુ ફ્લાય છે તેમ ધર્મસંન્યાસરૂપ તાત્વિક પરાક્રમને કારણે આ આઠમી દ્રષ્ટિમાં રહેલો શ્રીમાન = જ્ઞાનરૂપી લક્ષ્મીવાળો યોગી કેવલજ્ઞાની થાય છે. કેવલજ્ઞાન થવાથી શું થાય છે તે કહે છે. क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः । परं परार्थं सम्पाद्य ततो योगान्तमश्नुते ॥१८५॥ ક્ષીણદોષવાળો, સર્વજ્ઞ અને સર્વલબ્ધિના ફ્લથી યુક્ત એવો તે યોગી પ્રકૃષ્ટ પરોપકાર કરીને યોગના અંતને પામે છે. સઘળા રાગાદિ દોષોનો સંપૂર્ણ ક્ષય થવાથી ત્યારે જ આવરણ રહિત જ્ઞાન થવાવડે સર્વજ્ઞ બનેલો, અને સુક્યની નિવૃત્તિ થવાથી સર્વલબ્ધિનું ળ જે તૃપ્તિ તેનાથી યુક્ત થયેલો, જીવોના ભવ્યત્વને અનુસાર શ્રેષ્ઠ એવા સમ્યકત્વાદિ રૂપ પરોપકારનું સંપાદન કરીને ત્યાર પછીથી યોગના અંતે શેલેશી 2010_05 Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ અવસ્થાને પામે છે. સઘળી લબ્ધિઓનું ફ્ળ આત્માને તૃપ્ત કરવાનું છે. ભૌતિક લબ્ધિ પણ જીવ એટલા માટે ચાહે છે કે જેના કારણે સુખ મળે. આત્મા તૃપ્તિ અનુભવે અને આધ્યાત્મિક લબ્ધિનું ફ્ળ પણ તૃપ્તિ જ છે માત્ર પેલી તૃપ્તિ ક્ષણિક છે જ્યારે આ તૃપ્તિ કાયમી છે એટલો ફેર છે. સઘળા ઔત્સુકયની નિવૃત્તિ થવાથી આત્મા ઊંચામાં ઊંચી કોટિની તૃપ્તિ પામે છે. સ્વરૂપમાં સંપૂર્ણ પણે સમાઈ જવાથી સઘળા ઔસુયની નિવૃત્તિ થાય છે અને આત્મા સ્વગુણોમાં તૃપ્તિને અનુભવે છે. અહિતનું સ્વરૂપ ઘાતિકર્મના ક્ષયથી આત્મા વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા બને છે. તે ૧૮ દોષથી રહિત અને સર્વગુણ સંપન્ન હોય છે (૧) અજ્ઞાન (૨) નિદ્રા (૩) મિથ્યાત્વ (૪) હાસ્ય (૫) અરતિ (૬) રતિ (૭) શોક (૮) જુગુપ્સા (૯) ભય (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) અવિરતિ (૧૩) વેદોદય (કામ) (૧૪) દાનાંતરાય (૧૫) લાભાંતરાય (૧૬) વીર્યંતરાય (૧૭) ભોગાંતરાય (૧૮) ઉપભોગાંતરાય. આ ૧૮ દોષથી રહિત શ્રી જિન વીતરાગ પરમાત્મા હોય છે અને સાધક આવા પરમાત્માનું આલંબન લઈ તેમની ભક્તિ કરે છે તેથી તે પણ તેમના જેવો થાય છે. એ અઢાર દૂષણ વર્જિત તનુ મુનિ જન વૃન્દે ગાયા. અવિરતિ રૂપક દોષ નિરૂપણ નિર્દેષણ મન ભાયા... હો મલ્લિ. ઇણવિધ પરખી મન વિશરામી જિનવર ગુણ જે ગાવે દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે... હોમલ્લિ આનંદઘનજી. એ અઢાર દોષોથી રહિત સ્વરૂપવાળા આપ છો કે જેના ગુણોનું ગાન મુનિવૃંદોએ કર્યું છે. આ સ્તવનમાં અવિરતિ વગેરે દોષોનું રૂપક અલંકારથી વર્ણન કર્યું છે. અને નિર્દૂષણતાથી એટલે સદ્ગુણોથી આપ અમને પ્રિય લાગો છો. અજ્ઞાનદશા, નિદ્રા, સ્વપ્નાવસ્થા, જાગ્રતઅવસ્થા, મિથ્યાત્વ વગેરેને હલકટ સ્ત્રીઓના રૂપકથી વર્ણવેલ છે. છ કષાયો નાશી જવાથી તેને કૂતરાની ગતિ સાથે ઘટાવેલ છે તથા સામેથી જ્ઞાન, ઉજાગરતા, સમ્યક્ત્વ, ચારિત્રશ્રેણિ પર ચડવું, નિષ્કામીપણું, અભયદાન, પૂર્ણલાભ, પૂર્ણવીર્ય, પૂર્ણભોગ, ઉપભોગ વગેરે ગુણોનું વર્ણન પણ તેમાં જ છે. ઉપર જણાવેલા અઢાર દોષ રહિત હોવાથી પરીક્ષા કર્યા પછી જે જીવો મનને શાંતિ આપે તેવા ઉચ્ચ ગુણોના ભંડાર એવા શ્રી જિનેશ્વર પરમાત્માના ગુણોનું ગાન કરે છે તેઓ દીનબંધુ પ્રભુની મહેર નજર કૃપાદૃષ્ટિ પામી 2010_05 - Page #442 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ૪૧૩ આનંદઘનપદ - મોક્ષપદ પ્રાપ્ત કરે છે. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગર આ ચાર પ્રકારની દશામાંથી પ્રભુએ ચોથી એવી ઉજાગર દશા કે જે સાદિ અનંત કાળ સુધી અનંત સમાધિમાં લીન રહેવારૂપ છે તેને પ્રાપ્ત કરી. અંતરાય કર્મના પાંચ ભેદોનો નાશ થવાથી અક્ષયદાનાદિક પાંચ ગુણો કેવા પ્રકારે ઉત્પન્ન થાય છે તે માટે દેવચંદ્રજી મહારાજ લખે છે. અ-ક્ષય દાન અ-ચિંતના લાભ અ-ચત્ન ભોગ હો જિનજી ! વીર્ય શક્તિ અ-પ્રયાસતા શુદ્ધ સ્વ-ગુણ ઉપભોગ હોજિનજી - દેવચંદ્રજી. હે પ્રભુ ! તમારો વીર્યગુણ સર્વગુણને સહાય આપે છે. વીર્યગુણની સહાય વિના કોઈપણ ગુણ પોતાનું કાર્ય કરી શકે નહિ. તેમ જ્ઞાન ગુણના ઉપયોગ વિના વર્ય ી શકે નહિ તેથી વીર્યને સહાય જ્ઞાનગુણની છે તથા જ્ઞાનમાં જે રમણતા છે તે ચારિત્ર ગુણની સહાય છે અને આત્મા પરમાં રમણતા નથી કરતો તે ચારિત્રને જ્ઞાનગુણની સહાય છે. આમ એક એક ગુણને અનંત ગુણની સહાય છે. હે પ્રભુ ! તમે પ્રતિ સમયે અનંત સ્વગુણસહાયરૂપ અનંતુ દાન ધો. છો પણ કોઈ વખતે ક્ષય પામતા નથી માટે અક્ષય હોતે છતે દાન આપો. છો એવો દાનગુણ તમારે વિષે છે. એક ગુણને બીજા ગુણની સહાય મળે છે તે લાભ છે બીજાને તો ચિંતવ્યા પછી - વિચાર્યા પછી તે લાભ થાય છે અને તે પણ નિશ્ચિત નહીં કે લાભ થશે જ. જ્યારે હે પ્રભુ ! આપને તો ચિત્તના વિકલ્પરૂપ અર્થીપણું નથી તો પણ અનંતો લાભ છે, આપ અણચિંત્યા લાભના ધણી છો એવો લાભ ગુણ આપને વર્તે છે. વળી હે પ્રભુ ! તમે પોતાના પર્યાયને પ્રતિ સમયે ભોગવો છો પણ પ્રયત્ન વિના ભોગવો. છો. જીવના સર્વગુણની પ્રવૃત્તિમાં સહાયક વીર્ય તે તો હે પ્રભુ ! આપને અનંતુ ટૂરી રહ્યું છે અને વળી તે પ્રયાસ વિના ક્રૂર છે માટે આપને અપ્રયાસી વીર્ય છે. વળી શુદ્ધ સ્વાભાવિક જે સ્વગુણ તેનો ઉપભોગ આપને છે. પાંચ અંતરાયની પ્રકૃતિના ક્ષય થવાથી પાંચ ગુણ પ્રગટયા છે, એટલે હે પ્રભુજી ! આપને સ્વરૂપનું દાન, સ્વરૂપનો લાભ, સ્વપર્યાયનો ભોગ, સ્વગુણનો ઉપભોગ અને સર્વગુણની પ્રવૃત્તિમાં સહાયક અપ્રયાસી વીર્ય એ રીતે ધર્મ પ્રગટ થયા છે. વીતરાગમાંથી વાત્સલ્ય - પ્રેમ ઝરે છે, દ્વેષ કયારે પણ ઝરે નહિ. વીતરાગતાને કારણે સમતોલ હોય, કયાંય ટળે નહિ તેથી ન્યાય હોય આમ વીતરાગતાથી પ્રભુ સાચા ન્યાયાધીશ છે. જ્યારે ચાર છાધ્યસ્થિક જ્ઞાન એ પરમાર્થથી અજ્ઞાન છે કારણ કે તે અપૂર્ણ જ્ઞાન છે. તેમાં ભૂલચૂક થવાનો સંભવ છે. પરમાત્મા સર્વશક્તિમાન છે. જે સર્વશક્તિમાન હોય તે બીજાનું રક્ષણ કરી 2010_05 Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ શકે સાચા માર્ગે વાળી શકે. આમ પ્રભુ શક્તિમાન હોવાથી નેતા છે અને તેથી સભ્યનીતિ પણ તેમનામાં ઘટે છે. તેમજ પ્રભુ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોવાથી પ્રમાણ છે માટે સાચી પ્રામાણિકતા પણ તેમનામાં ઘટે છે. પરમાત્માને તેરમાં ગુણસ્થાનકે શુક્લલેશ્યા હોય છે તે શુભ વર્ગણાના પુદ્ગલરૂપ છે. સર્વ સંવર નથી, આશ્રવ છે. અલ્પ કર્મબંધ છે માટે સર્વથી અબંધ અવસ્થા નથી, દેશથી અઘાતિકર્મની નિર્જરા છે, સર્વથી નહીં. અહીં સત્તામાં ૮૫ પ્રકૃતિ છે, ઉદયમાં ૪૨ પ્રકૃતિ છે અને બંધમાં એક માત્ર શાતા વેદનીય છે. જીવ જે રીતે અને જેટલા પ્રમાણમાં કર્મબંધ કરે છે તે જીવની પગલ પરત્વેની ભૂલને આભારી છે. કંઇક અંશે પુદ્ગલ સાથે કર્તા, ભોક્તા ભાવનો સંબંધ છે. કેવળી થતા પહેલાની ભૂલો વડે જે અઘાતિ કર્મ અઘાતિ તરીકે બંધાયું છે તે કેવળજ્ઞાન થયા પછી પણ ચાલુ રહે છે. પણ કેવળી થયા પછી બંધમાં ભૂલ થતી નથી. માત્ર શાતાનો બંધ બે સમય પૂરતો હોય છે. પ્રભુને ચાર ઘાતિકર્મનો ક્ષય થવાથી કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટે છે તે વખતે ચાર અઘાતિ કર્મો કેવા હોય છે તે કહે છે. ઘાતિ કર્મોનો નાશ થયા પછી અઘાતિ કર્મોનું જોર ચાલતું નથી. અઘાતિ કર્મો તદન બળીને રાખ થયેલી સિંદરી જેવા શિથિલ થઈ જાય છે. તે ક્ત આકાર રૂપે જ રહે છે. જેમ બળેલી સીંદરીની રાખને પવન ન લાગે અથવા કોઈ અડે નહિં ત્યાં સુધી તેનો આકાર એમને એમ કાયમ રહે છે. તે પ્રમાણે અઘાતિ કર્મો પણ આયુષ્ય કર્મરૂપી. પવનનો ઝપાટો ન લાગે, દેહનો નાશ ન થાય ત્યાં સુધી જ કાયમ રહે છે. મોહનીય કર્મના સભાવમાં વેદનીયકર્મ પહેલા સુખદુઃખની લાગણી ઉત્પન્ન કરતું હતું. તે અસર હવે સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. માત્ર શાતા-અશાતા બહાર દૃશ્યરૂપે રહી. અંદરથી તો અનંત આનંદ વેદન જ અનુભવાય છે. નામ તથા ગોત્રકર્મ જે દેહભાવ અને અભિમાન પોષવાના નિમિત્ત બનતા હતા તે હવે આત્મભાવ કારક અને પૂર્ણપ્રભુતાદર્શક બને છે. આયુષ્ય કર્મ જે દેહ મૂરøવર્ધક બનતું હતું તે હવે ક્ત લોકોપકારક બની રહે છે. આ પ્રમાણે ચારે ય અઘાતિકર્મ સત્તા વિનાના બની જાય છે અને માત્ર આકારરૂપે રહી જાય છે, ઘાતિકર્મની સીધી અસર ઉપયોગ ઉપર પડે છે જ્યારે અઘાતિકર્મની સીધી અસર આત્મપ્રદેશો અને દેહ ઉપર થાય છે. તીર્થંકર પરમાત્માનો દેહ ભસ્મીભૂત થાય છે. સમવસરણનું વિસર્જન થાય છે. જ્યારે તેમનું કેવલજ્ઞાન નિર્વાણ પછી પણ મોક્ષમાં સાથે રહે છે આ પરમાત્મ તત્ત્વની વિશેષતા છે. વીતરાગ સર્વજ્ઞ બનેલા તે આત્માઓ પોતાના તથા પ્રકારના કર્મના ઉદ્ય પૃથ્વી પર વિચરી ભવ્ય જીવોને તેમની યોગ્યતા અનુસાર દેશના આપે છે. 2010_05 Page #444 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ -૩ ૪૧૫ આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી તપ્ત બનેલા જીવોને જિનવાણીનું અમૃતપાન કરાવી તેમના વિષય - કષાયના રસને નીચોવી નાંખે છે. શાંતરસનો પ્રવાહ તેમના આત્મામાં પ્રગટાવે છે. જેના પ્રભાવે ભવ્ય જીવો પોતાની યોગ્યતા અનુસાર સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ રૂપ ધર્મ પામે છે. તેમાં પણ તારક તીર્થંકર પરમાત્માઓ તો કેવલજ્ઞાન પામ્યા પછી દરરોજ બે પ્રહર દેશના આપે છે. કેવલજ્ઞાન પામ્યા પછી તરત જ ધર્મતીર્થ પ્રવતવિ છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને ભવ્યજીવો ઉપર નિરંતર ઉપકાર કરતા વિચરે છે અને આ રીતે ઉપકાર કરતા યોગના અંતને અર્થાત ચૌદમાં ગુણસ્થાનકની શેલેશી. અવસ્થાને પામે છે અર્થાત અહિંયા આત્મા ત્રણે યોગનો વિરોધ કરેલો હોવાથી પર્વતની જેમ નિપ્રકંપ હોય છે. तत्र दागेव भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥१८६॥ ત્યાંજ જલ્દીથી યોગોમાં શ્રેષ્ઠ એવા અયોગ નામના યોગથી ભવરૂપી. વ્યાધિનો ક્ષય કરીને ભગવાન પરમનિર્વાણને પામે છે. તે શેલેશી અવસ્થામાં ભગવાન એવો આ દ્રષ્ટિમાં રહેલો યોગી યોગોમાં પ્રધાન એવા અયોગ નામના યોગથી - શેલેશીમાં ત્રણે યોગના વ્યાપારથી રહિત હોવાથી યોગ નિરોધ નામના શેલેશી યોગથી ભવરૂપી વ્યાધિનો સર્વપ્રકારે ક્ષય કરીને ભાવ નિર્વાણ અર્થાત તાત્વિક નિર્વાણને પામે છે. ભાવ નિર્વાણ એટલા માટે કહ્યું કે સંસારમાં જન્મ પામ્યા પછી મૃત્યુ પામવા રૂપ દ્રવ્ય નિર્વાણ તો જીવે અનંતીવાર કર્યું પણ હવે એવી અવસ્થાને પામે છે કે જ્યાંથી કયારે પણ પાછા સંસારમાં આવવાનું નથી. તીર્થંકર પરમાત્માઓ તેમ જ સામાન્ય કેવલીઓ કેવલજ્ઞાન પામ્યા પછી ભવ્ય જીવો. ઉપર ઉપકાર કરે છે. પોતે કૃતકૃત્ય બન્યા છે. હવે જીવો પાસે તેમને કોઈ અપેક્ષા નથી છતા નિઃસ્વાર્થ ભાવે પરોપકાર કરે છે તો આપણે તો હજુ કૃતકૃત્ય થયા નથી, વીતરાગ સર્વજ્ઞ બનવારૂપ પ્રયોજન બાકી છે તો તેવા આત્માએ તો આ જગતમાં કેટલો પરોપકાર કરવો જોઈએ તે વિચાર માંગે છે. અનંત કાળથી અનંતાનંત આત્માઓ પાસેથી લેવાની વૃત્તિ રાખીને ભવોભવ કર્મસત્તાના ગુનેગાર બન્યા છીએ અને જગતના દેવાદાર થયા છીએ. હવે લેવાની વૃત્તિ છોડીને આપવાની વૃત્તિ અને પ્રવૃત્તિવાળા બનશે અને આપ્યા પછી આપ્યાનો ગર્વ ન કરતાં અંદરમાં સમાઇ જઇશું ત્યારે સંસારના બંધનોમાંથી છૂટી શકશું. ઉપમિતિકાર લખે છે કે શક્તિ હોતે છતે સઘળા જીવોના ચિત્તનું રંજન કરવું જોઈએ. શક્તિ આવ્યા પછી આપણે પરોપકાર ન કરીએ તો આપણે - - - 2010_05 Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ગુનેગાર છીએ અને શક્તિ ન હોતે છતે પરોપકાર કરવા જઈએ તો પણ દોષિત છીએ. પરોપકારવૃત્તિ ઓછી કરવા માટે અર્થાત્ એકતા વધારવા માટે પરોપકાર કરવાનો છે. જેને આપણે પોતાના માન્યા છે તેમની સેવા કરીએ છીએ ત્યારે આપણે તેમના ઉપર ઉપકાર કરીએ છીએ એવું આપણને લાગતું નથી. આપણે તેવું માનતા પણ નથી. કોઈ પારકા ઘરની કન્યાને પરણીને સ્ત્રી બનાવ્યા પછી તેને માટે ગમે તેટલો પૈસો ખરચવામાં પરોપકાર લાગતો નથી. કોઈના પુત્રને દત્તક તરીકે સ્વીફાર્યા પછી તેને વારસામાં બધો પૈસો આપી દેવામાં પરોપકાર લાગતો નથી પણ ગરીબના છોકરાને બે પૈસા આપવામાં પરોપકાર લાગે છે તેનું કારણ ખરી રીતે જોતાં તો પ્રાણીમાત્ર આપણા નજીકના સગા છે છતાં અજ્ઞાનથી આપણે થોડાકને પોતાના સગા માનીએ છીએ બાકીનાને પારફા માનીએ છીએ તે છે. આત્મજ્ઞાનીને વસુધૈવ કુટુંબ હોય છે. તેથી તેને હું પરોપકાર કરું છું એમ લાગતું નથી. જેમ સામાન્ય માનવીને પોતાનું ઘર પોતાનું લાગે છે તેમ આત્મજ્ઞાનીને આખું બ્રહ્માંડ પોતાનું લાગે છે. જે માણસને એમ લાગે છે કે બીજા શરીરોમાં પણ હું છું તેને એમ પણ લાગે છે કે બીજા શરીરોમાં પણ હું કામ કરુ છું. તમે બધા પ્રાણીઓને તમારા ભાવથી સમજાવી શકો કે હું તમારો છું તો બધા પ્રાણીઓ તમને તેવા ભાવથી જણાવશે કે અમે તમારા છીએ. તે વખતે તમારી મિલ્કત ઉપર આખા જગતનો હક રહેશે અને જગત તમને પોતાના માની તમારા માટે જોઈતી સગવડો પૂરી પાડશે. આપણા મનરૂપી ટી.વી.ને બહુ થોડી Wave Length હોવાથી જગતની થોડી વસ્તુઓ જ તે સમજી શકે છે અને તેથી બ્રહ્મનિષ્ઠ તે બની શકતું નથી. તેને all wave length બનાવવા માટે પહેલા અત્યંત શાંત કરવું જોઈએ જેથી તેમાં બીજા અવાજ દાખલ થાય નહિ. તે શાંત થશે ત્યારે શુદ્ધ થશે અને જે શુદ્ધ થશે તે સર્વમય થઈ શકશે. આપણે જે હેતુ માટે દુઃખ સહન કરીએ તે દુ:ખથી તે હેતુ સિદ્ધ થાય છે. સંસારની સગવડો માટે દુઃખ સહન કરીએ તો સંસારની સગવડો મળે છે. દેશ સેવા માટે દુઃખ સહન કરીએ તો દેશના કેટલાક દુ:ખો દૂર થાય છે અને આપણને પુણ્ય બંધાય છે. તેમ જો આત્મસાક્ષાત્કાર માટે અગવડો વેઠીએ તો તેનાથી આત્મસાક્ષાત્કાર થાય અને જન્મ મરણના ફેરામાંથી છુટાય છે. આત્માને માટે આપણે કેટલું સહન કરીએ છીએ તેની કદર આત્મા કરે છે. જો દુ:ખોને સહન કરવાની પાછળ હેતુ સારો હશે તો અવશ્ય તેનું ફ્ળ મળશે. માતાના 2010_05 Page #446 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪૧૭ પ્રેમને ખાતર નેપોલિયનની છાવણીમાંથી ભાગીને નાની હોડીમાં બેસીને ફ્રાન્સના કેલેથી બંદરથી ઇંગ્લેડ તરફ રવાના થયેલ સેનિક પકડાઈ જવા છતાં હેતુ સારો હતો તો નેપોલિયને તેની કદર કરી હતી. મહાપુરુષોએ આત્માને માટે ઉપસર્ગો સહન કર્યા તો મુક્તિ મળી. યોગદૃષ્ટિમાં ગ્રંથકારે અચરમાવતમાં ઓઘદૃષ્ટિથી માંડીને ચરમાવર્તમાં ભાવમલનો ક્ષય, ચરમયથાપ્રવૃત્તાકરણ, વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિથી અપુનર્બલકપણારૂપ મિત્રાદિ ચાર દૃષ્ટિની પ્રાપ્તિ, ગ્રંથિભેદ દ્વારા વેધસંવેદ્યપદની પ્રાપ્તિ, પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી, પાછળની ચાર અપ્રતિપાતી અને તેમાં છેલ્લે આઠમી દૃષ્ટિમાં કેવલજ્ઞાન અને અંતે યોગનિરોધ દ્વારા નિવણની પ્રાપ્તિ બતાવી. આમ જીવનો આખો મોક્ષમાર્ગ બતાવ્યો અને જે જીવ પહેલા ઓઘદૃષ્ટિમાં હતો તે જ હવે યોગદૃષ્ટિ પામવા દ્વારા કેવળજ્ઞાન પામી નિર્વાણને પામ્યો એ બતાવવા દ્વારા આત્મા સત છે તે વાત જણાવી. व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिनाऽव्याधितो न च ॥१८७॥ વ્યાધિથી મુક્ત પુરુષ લોકમાં જેવા પ્રકારનો હોય છે તેવા પ્રકારનો આ નિર્વાણને પામેલો આત્મા છે. તેનો અભાવ થતો નથી. વ્યાધિથી નથી મુકાયો એવું પણ નથી અને પૂર્વમાં વ્યાધિ વગરનો હતો એવું પણ નથી. તત્ર = ભાવનિર્વાણ અવસ્થામાં આ આત્મા કેવા પ્રકારનો હોય છે તે કહે છે વ્યાધિથી મુક્ત પુરુષ લોકમાં જેવી નિરોગી અવસ્થાવાળો હોય છે તેવા પ્રકારનો આ નિર્વાણને પામેલો આત્મા હોય છે, પરંતુ બુઝાયેલા દીપકની જેમ અસત નથી અર્થાત વ્યાધિથી મુક્ત થયેલો પુરુષ જેમ નિરોગીતાને કારણે સુખ અનુભવે છે અને તે વ્યાધિથી મુક્ત થવાને કારણે અસત થઇ જતો નથી પણ તેનું અસ્તિત્વ રહે છે તેમ આ જીવ પણ ભવરૂપી વ્યાધિથી મુકાતા નિર્વાણમાં અસત્ થઈ જતો નથી પણ તેનું અસ્તિત્વ રહે છે અને નિરોગી રહેવાથી આત્માના આનંદને અનુભવનારો હોય છે. = ર નો ગુન્હો વ્યાધિના - ભવરૂપી વ્યાધિથી નથી મુકાયો એવું નથી પણ ભવ્યત્વનો ક્ષય થવાથી મુકાય જ છે. જીવનો જ્યાં સુધી મોક્ષમાં જવા રૂપ ભવ્ય સ્વભાવ હતો ત્યાં સુધી તે સંસારમાં હતો અને સંસારમાં રહેવાને કારણે એને ચારગતિમાં ભટકવું પડતું હતુંહવે તે ભવ્યત્વ સ્વભાવનો નાશ થવાથી તો મોક્ષની પ્રાપ્તિ થઈ એટલે ચતુર્ગતિ પરિભ્રમણ ટળી ગયું અને આત્માના સ્વરૂપમાં સ્થિરતા થઈ. અહિંયા નથી મુકાયો એવું નથી એમ કહેવા દ્વારા ન્યાયની પરિભાષાથી વ્યાધિ સમાન્યનો અભાવ જણાવ્યો. શ્લોકના પૂર્વાર્ધમાં વ્યાધિ મુક્ત કર્યું તેનાથી 2010_05 Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ -૩ યકિંચિત્ વ્યાધિનો અભાવ ગ્રહણ થતો હતો અને તેના દ્વારા નિવણમાં આત્માની સત્તા છે એમ સિદ્ધ કર્યું અને ઉત્તરાર્ધમાં વ્યાધિથી નથી મુકાયો એવું નથી એવું કહેવા દ્વારા જીવ સઘળા વ્યાધિથી મુકાયો જ છે એમ સિદ્ધ કર્યું. જે એક પણ વ્યાધિ રહી જાય તો મોક્ષની પ્રાપ્તિ માટે યોગનો પુરુષાર્થ તેમ જ તપ, ત્યાગ અને સંયમનો પુરુષાર્થ નિળ નીવડે. અને ત્રીજીવાત વ્યાધિતો ન વ પૂર્વ અર્થાત્ પૂર્વમાં એટલે કે સંસારમાં ત્યાધિ વગરનો હતો એવું નથી કારણકે તથા માવત્ - સંસારમાં રાગાદિરૂપ વ્યાધિનો સદ્ભાવ હતો. સંસારમાં રાગાદિનો અનુભવ જીવ માત્રને છે એટલે તેનો નિષેધ કરી શકાય તેમ નથી. સમજુ આત્માઓ અનુભવનો અપલાપ કરે તેવું બોલે નહિ. બોદ્ધો બૂઝાયેલા દીપકની જેમ આત્માનો મોક્ષ માને છે અર્થાત અસત આત્મા માને છે. મોક્ષમાં આત્માની સત્તા સ્વીકારતા નથી તેની સામે પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રંથકાર કહે છે કે મોક્ષમાં આત્મા સત છે, વ્યાધિના અભાવવાળો છે અને પોતાના ગુણોને અનુભવનારો છે. સિદ્ધાવસ્થા એ કાલ્પનિક નથી પણ પારમાર્થિક છે. ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि तीर्थनिकारतः । અન્ય દર્શનકારો જે માને છે કે ધર્મતીર્થના સ્થાપક જ્ઞાનીઓ પરમપદને પામીને પોતાના ધર્મની હાનિ થતી જોઈને ધરતી પર થી અવતાર લે છે. આ વાતનું પણ ખંડન થાય છે કારણ કે રાગદ્વેષ એ જ અહિંયા વ્યાધિ છે તેનાથી મુકાયેલા શા માટે સંસારમાં ીથી જન્મ લે ? જૈન દર્શનની માન્યતાઓનો ખ્યાલ અન્યદર્શનકારોને કઈ રીતે આવે? જૈનદર્શન અનંતાનંત જીવોની જે વાત કરે છે તેનો ખ્યાલ તેઓને નથી માટે મોક્ષે ગયેલા જીવોને ફ્રીથી અવતાર કરાવવો પડે છે. જેનદર્શન જીવોનો ખ્યાલ આપતા કહે છે કે નિગોદના જીવો બે પ્રકારે છે (૧) સૂક્ષ્મ નિગોદ અને (૨) બાદર નિગોદ. બાદર નિગોદ જે આ લીલગ. તે આપણે નજરે જોઈએ છીએ. સૂક્ષ્મ નિગોદ ચૌદરાજલોક વ્યાપી છે. સંસાર એક એવી ચીજ છે કે જે કયારે ય ખાલી થવાનો નથી. નિગોદના અસંખ્યાતા ગોળાઓ છે એક એક ગોળામાં અસંખ્ય અસંખ્ય શરીરો છે અને એક એક શરીરમાં તે નિગોદના અનંતાનંત જીવો છે. જ્યારે જ્યારે ભગવાનના શાસનમાં પૂછવામાં આવે કે મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યા કેટલી ? તો જ્ઞાની એક જ જવાબ આપે કે એક નિગોદનો અનંતમો ભાગ. આના દ્વારા આપણે એ સમજવાનું કે આ દેખાતા સંસારનો 2010_05 Page #448 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ ૪૧૯ ઉચ્છેદ આપણે કરી શકીએ તેમ નથી, માત્ર આપણા આત્મા ઉપર લાગેલા સંસારનો ઉરચ્છેદ કરી શકીએ તેમ છીએ. સંસારના સઘળા જીવોનો ઉદ્ધાર કરવા પરમાત્મા પણ સમર્થ નથી. તીર્થકરોએ સવિ જીવ કરૂં શાસનરસીની ભાવના કરી પણ બધાનો ઉદ્ધાર કરી શક્યા નથી. શંકા - સંસારમાંથી જીવો મોક્ષે તો જતા જ હોય છે. આજે ગયા, કાલે ગયા તો અનંતકાળ પછી પણ સંસાર ખાલી ન થાય એવું કેમ બને ? સમાધાન - સાગર અનંતકાળ પહેલા પણ જેટલો ખારો હતો તેટલો જ ખારો આજે પણ છે. હે ભાઈ ! આ સાગરમાં કેટલી નદીઓ ઠલવાઈ ? અનંત કાળમાં અનંતી નદીઓ ઠલવાઈ. કહો તો ખરા કે એ નદીઓનું પાણી ખારું કે મીઠું ? અનંતી નદીઓનું પાણી મીઠું જ હતું. એક વાસણમાં અડધું ખારૂં પાણી ભર્યું એમાં આપણે મીઠું પાણી નાખ્યા જ કરીએ નાખ્યા જ કરીએ તો એક સ્થિતિ એવી આવે કે ખારાશ ઘટતી જાય, છેલ્લે પાણી ઉભરાઇ જાય. અને ખારાશ નોર્મલ થઇ જાય. પણ સાગરમાં અનંત કાળથી વરસાદનું મીઠું પાણી પડ્યા જ કરે છે પડ્યા જ કરે છે અને અનંતી મીઠા પાણીની નદીઓ ભળ્યા જ કરે છે તે છતાં સાગરની ખારાશ જેમ ઓછી થતી નથી ? એટલીને એટલી જ રહે છે ? તેમ બસ, આ જ ન્યાય અહિંયા સમજી લેવાનો કે ગમે તેટલા જીવો મોક્ષે જાય તો પણ સંસાર ખાલી થવાનો નહિ. એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય, અસંખ્યાતમો નહિ. આ વાત જિન વચન પ્રત્યેની શ્રદ્ધાથી સ્વીકારવા યોગ્ય છે તર્ક-વિતર્કથી નહિ. પ્રાયઃ આત્મારામજી મહારાજે કહ્યું છે કે એક કલ્પના કરો કે તમારા મતે જે છેલ્લામાં છેલ્લો જીવ મોક્ષે જશે ત્યારે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ હશે કે નહિ ? તમે ના કહો તો પછી તે જીવ્યો કઈ રીતે ? ત્યારે પૃથ્વી, પર્વત, નદી, નાળા, સરોવરો, દરિયો, વૃક્ષો હશે અને એ બધા તો જીવ જ છે પછી સંસાર ખાલી કઈ રીતે થાય ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અનંતપણું બેસે તો આ બધું બેસી જાય. દ્રવ્યથી દ્રવ્યનો અંત નથી. ક્ષેત્રથી ક્ષેત્રનો અંત નથી. કાલથી કાલનો અંત નથી અને ભાવથી ભાવનો અંત નથી. અનંત દ્રવ્ય દ્રવ્યથી દ્રવ્યનો અંત નથી એટલે અસત કલ્પનાથી એક માણસ જીવોને ગયા જ કરે, ગણ્યા જ કરે, યુગોના યુગો વીતી જાય, કાળચક્રોના કાળચક્રો - વીતી જાય અને પુદ્ગલપરાવર્તના પરાવર્તો વીતી જાય તો પણ જીવોની ગણત્રી. - પુરી થાય નહિ. જ્ઞાનીઓ જીવોની, સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા બંને જુએ છે. 2010_05 Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ એ જ્ઞાનીના જ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનંતુ જોવાયું છે તેનો આપણે શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ અન્યથા બુદ્ધિ અગોચર પદાર્થોમાં શંકા-કુશંકા કરતા મિથ્યાત્વનો ઉદય થતાં વાર લાગે નહિ અને જીવને સન્માર્ગમાંથી નીચે ઉતરવાનું થાય. અનંતક્ષેત્ર - લોકની ચારે બાજુ અલોક છે તે અલોકાકાશ અનંત છે અસત્ કલ્પનાથી એક માણસ કે જેને મૃત્યુ આવવાનું નથી તે અલોકમાં નિરંતર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે તો ગમે તેટલું ચાલે તો પણ અલોકાકાશનો છેડો ન આવે. અનંતકાળ - આજ ગઈ, કાલ ગઈ, એમ કરતા અનંત ભૂતકાળ ગયો અને અનંત ભવિષ્ય કાળ જશે છતાં કાળ ચાલુ જ રહેવાનો. અનંતભાવ - આત્માના અનંતગુણો કયારે પણ ગણી શકાતા નથી તે જ રીતે પુદ્ગલ દ્રવ્યોમાં રૂપ, રસ, ગંધ વગેરેની તરતમતા કયારે પણ ગણી શકાતી નથી. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારે ય અનંતા છે. એમાં જીવે સંસારમાં પોતાની પરમાર્થથી સત અવસ્થા કે જે મોક્ષ છે તેને પામવાનો પ્રયત્ન કરવાનો છે. તે માટે અસત્ ને અસત સમજી તેને છોડતા જવાનું છે. આ શ્લોક દ્વારા જીવ સંસારમાં વ્યાધિવાળો જ હતો. પણ અનાદિથી નિરોગી ન હતો તે વાત સિદ્ધ કરી. જીવ જો સંસારમાં પણ નિરોગી હોત તો યોગનો પુરુષાર્થ કરવાની જરૂર ન રહેત. સંસાર એ જ મહાવ્યાધિ - જીવ સંસારમાં વ્યાધિવાળો જ હતો તે અર્થને સ્પષ્ટ કરતા કહે છે भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजननस्तीव्ररागादिवेदनः ॥१८८॥ સંસાર એજ મહાવ્યાધિ છે. તે જન્મ-મૃત્યુના વિકાર વાળો છે. વિચિત્ર એવા મોહને પેદા કરનારો છે અને તીવ્ર રાગાદિ વેદનવાળો છે જન્મ, જરા, મૃત્યુના વિકારવાળો સંસાર એજ મહાવ્યાધિ છે કારણકે મિથ્યાત્વના ઉદય વડે કરીને તે ભિન્ન ભિન્ન પ્રકારના મોહને પેદા કરાવનાર છે અને સ્ત્રી આદિના આકર્ષણને પેદા કરવા વડે તીવ્ર રાગાદિ દુ:ખોનું અનુભવના કરાવનાર છે. - કેન્સર, ક્ષય, લકવા વગેરે રોગો જીવમાં વિકારો પેદા કરે છે જેમકે કેન્સરના રોગમાં જીવ ગળાથી ખાઈ, પી શકે નહીં. ખોરાક માટે ગળામાં - પેટમાં કાણા પાડવા પડે, ક્ષય રોગમાં જીવને સતત ખાંસી, કફ્તી પીડા રહે, 2010_05 Page #450 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ ૪૨ ૧. ગળામાંથી લોહી પડે, રાત્રે ઊંઘ આવે નહિ, લકવામાં શરીરના અંગો બધા જડ થઈ જાય, હલન ચલન અટકી જાય, ભસ્મક રોગમાં ખાધેલું બધું બળી જાય, લોહી થાય નહીં, મગજના રોગવાળાને તાણ-તણાવ આવે, લોહી મગજ સુધી પહોંચે નહિ, મગજ ઉપર દબાણ આવે વગેરે વિકારો વ્યાધિવાળા પુરુષને અનુભવવા પડે છે. આ રોગો પેદા થયા પછી જીવ સતત બેચેની અનુભવે છે, મૂંઝવણ રહે છે. સતત તે રોગાદિ સંબધી જ વિચાર આવે છે. તેમ પ્રસ્તુતમાં જન્મ - જરા - મૃત્યુ એ ભવરૂપી વ્યાધિના વિકારો છે. રોગો છે. તે જીવને સંસારમાં ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ કરી મૂંઝવે છે. શરીરના આ રોગો જીવને જેમ બળતરા, શૂળ, હાર્ટની પીડા, ગળાની તકલીફો વગેરે પેદા કરી મૂંઝવે છે તેમ અહિંયા પણ સંસારના ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ, વૃદ્ધિ, સંરક્ષણ વગેરેના વિચારોથી જીવ સતત આર્ત-રીદ્રધ્યાનની ભઠ્ઠીમાં શેકાય છે. જન્મ જરા, મૃત્યુ, ચિંતા, ભય, ક્લેશ, ઉદ્વેગ, ગ્લાનિ, પીડા, રાગ, દ્વેષ, રતિ અરતિ, હાસ્ય, શોક, જુગુપ્સા આ બધા ભવવ્યાધિના વિકારો છે જે વૃદ્ધિ પામતા આત્માનું તેજ, ઓજસ, પરાક્રમ, ઉત્સાહ, સન્માર્ગની રૂચિ, ક્ષમાદિ ગુણોનું અનુભવન-બધું ચાલ્યું જાય છે, આત્માના ભાવ પ્રાણ જ્ઞાન, દર્શન, ચારિત્ર મરવા પડે છે. સંસાર વર્ધક કર્મોનો સંચય થાય છે. જે અજીર્ણ સ્વરૂપ છે અને તેના ઉદયે જીવને નરકાદિમાં જવું પડે છે તે વાત વિશુચિકા સ્વરૂપ છે. કમળાનો રોગ પિત્તવિકારને કારણે ધોળી વસ્તુને પણ પીળી જુએ તેમાં મિથ્યાત્વના ઉદયે અસતમાં સતની બુદ્ધિ અને સમાં અસતની બુદ્ધિ પેદા થાય. છે આ રોગને મહારોગ કહ્યો કારણકે સંસારમાં જીવને વળગેલા રાજરોગા જીવનપર્યત તેનો કેડો મૂકતા નથી તેમ આ વ્યાધિ પણ અનાદિકાળથી વળગેલો છે અને ભવોભવથી ચાલી આવેલો હોઈ આજે પણ જીવનો કેડો મૂકતો નથી. જીવને આ મહાવ્યાધિથી છૂટવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. સંસારના બધા સુખો છોડી ત્યાગી બની જીવ જ્યારે સાધનાના કઠોર માર્ગે પ્રયાણ કરવા ડગ માંડે છે અને ભવોભવ સાધના કરે છે ત્યારે કોઈક ભવમાં એ મહાવ્યાધિથી છુટકારો થાય છે. જન્મ - જરા-મૃત્યુરૂપ આ મહાવ્યાધિ એટલો વિચિત્ર અને ભયંકર છે કે મોટા ભાગના જીવોને તો એ વિષયોમાં મૂંઝવી નાંખે છે અને ક્યાયોના ભૂતથી આવિષ્ટ કરી દે છે તેથી તેનાથી છૂટવાની વાત તો દૂર રહી પણ તેને ઓળખવો પણ મુશ્કેલ પડી જાય છે. “મને ભવરૂપી મહાવ્યાધિ વળગેલો છે અને રાગાદિ વિકારોથી હું પીડિત છું' એવી ઓળખાણ, શ્રદ્ધા પણ સંસારમાં વિરલા જીવોને થાય છે અને એનો નાશ કરવા માટે ઉધમ કરનારા આત્માઓ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા હોય છે. બ્રહ્મદત્ત ચક્રીના જીવે સંભૂતિમુનિ તરીકેના પૂર્વભવમાં અણસણ કર્યું અને 2010_05 Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ ત્યાં જ વંદન કરવા આવેલ સનતચક્રવર્તીના સ્ત્રીરત્નના વાળની લટનો એક સહેજ સ્પર્શ થતાં તે મુનિએ ચારિત્રને વેચી દીધું. નિયાણું કર્યું અને ભવાંતરે સ્ત્રીરત્નના ભોક્તા થવાનું માંગ્યું કે જેના પ્રભાવે બ્રહાદત્ત ચક્રી બની ત્યાંથી ૩૩ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી સાતમી નરકે જવું પડ્યું. આમ સ્ત્રી આદિ પ્રત્યે તીવ્રરાગાદિનું અનુભવન કરાવનાર આ ભવ વ્યાધિ છે. मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणभृतामिति ॥१८९॥ આ ભવ વ્યાધિ આત્માનો મુખ્ય - નિરૂપચરિત છે તે વિચિત્રકર્મના કારણથી ઉત્પન્ન થયેલો છે અને દરેક પ્રાણીઓને તે અનુભવ સિદ્ધ છે. અનાદિકાલીન એવા વિચિત્ર પ્રકારના દ્રવ્ય અને ભાવ કર્મના કારણે ઉત્પન્ન થયેલો જીવનો ભવરૂપી વ્યાધિ એ નિરૂપચરિત છે, પણ કાલ્પનિક નથી કારણકે સઘળા દ્રવ્યપ્રાણોને ધારણ કરનારા તિર્યંચાદિ જીવોને જન્મ - જરા અને મૃત્યુરૂપ વિકારોને અનુભવવાવડે સિદ્ધ જ છે. આત્મામાં થતા રાગ-દ્વેષાદિ કષાયના પરિણામો તે ભાવકર્મ છે અને એ પરિણામથી આત્માની સાથે વિશિષ્ટ સંયોગ દ્વારા એકમેક થયેલા કાર્મણવર્ગણાના પગલો તે દ્રવ્ય કર્મ છે. જીવ પુદ્ગલને રાગથી ચોંટે છે માટે કાર્મણવર્ગણા કર્મ બની જીવને ચોંટે છે. જાણે કે એ કામણવર્ગણા કહી રહી છે કે તું તારા સ્વભાવમાં રહે તો મારે તને કર્મરૂપે ચોંટવાની કોઈ જરૂર નથી. જીવની પુદ્ગલ ઉપર જ્ઞાત સત્તા છે પણ કર્તા-ભોક્તા ભાવની સત્તા નથી. જીવ પરમાં કર્તા-ભોક્તા બનવા જાય છે માટે તેને કર્મથી દંડાવું પડે છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય જીવને એમ કહેતું નથી કે “તમે મારી ઉપર રાગ કરો' છતાં જીવ પોતાની સ્વસત્તા છોડી પુદ્ગલમાં કર્તા-ભોકતા બની પ્રવર્તે છે. તે ઉપાદાન એવા પોતાના આત્મામાં પુલનું નિમિત્ત લઈ કર્તા-ભોક્તા થવાની ભૂલ કરે છે માટે કર્મસત્તા તેને માટે ચારગતિની જેલ ઊભી કરે છે. પુદ્ગલ દ્રવ્યના કર્તા-ભોક્તા બનવું એ જીવની અનધિકાર ચેષ્ટા છે અને તેથી તેને તેનો દંડ ભોગવવો પડે છે. જે ભૂલ કરે તે ભોગવે એ જગતનો ન્યાય છે તે અહિંયા પણ લાગુ પડે છે. આપણે ભૂલા પડ્યા છીએ. સંસારમાં આપણે બધા ભૂલા પડ્યા છીએ અને ભૂલા પડેલાને જ્યાં સુધી માર્ગ બતાવનાર, હાથ પકડનાર ન મળે ત્યાં સુધી ભટકવાનું જ હોય. ભવા વ્યાધિ તીવ્ર છે તેથી ભૂલા પડેલા હોવા છતાં ભૂલા પડ્યા છીએ એમ લાગતું નથી. વિનાશીના સંગે અવિનાશી એવા આત્માની ચીંથરેહાલ જેવી દશા થઇ રહી છે. અટવીમાં ભૂલા પડેલાને જેમ ભૂખ, તરસ, ઠંડી, ગરમી, કાંટા, કાંકરા, જંગલી પશુઓના અવાજે, ઝાડીનો ભયંકર અંધકાર આ બધા દુ:ખો અનુભવવા 2010_05 Page #452 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૪ર૩ પડે છે. સતત ભય-ચિંતા ઉદ્વેગમાં જીવવું પડે છે તેમ આ સંસાર અટવીમાં ભૂલા પડેલાને ચારે ગતિના દુ:ખો, અપમાન, તિરસ્કાર, દીર્ભાગ્ય, અપયશ, દરિદ્રતા, પરાધીનતા, ગુલામી વગેરે અનુભવવું પડે છે. જો ભૂલા ના પડ્યા હોત અને આપણા ઘરમાં રહ્યા હોત તો મોક્ષનો અનંત આનંદ અનુભવતા હોત. ભૂલા પડ્યા છીએ માટે તો અંદરમાં ન જતાં બહારના બહાર રહીએ છીએ અને બહારમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુખનું એક ટીપું પણ નથી ત્યાં સુખનો સાગર માની તેને લેવા મથી રહ્યા છીએ જેનાથી નવા નવા કર્મોના શંસલાઓ અને ચારગતિની જેલને તૈયાર કરી રહ્યા છીએ. વિનાશી એવા દેહ, ધન, કુટુંબ, પરિવારને પોતાના માની આખી જિંદગી એની પાછળ ગુલામી કરીએ છીએ અને અંતે રોતા રોતા અહિંયાથી વિદાય લઈએ છીએ, અનંત પુદ્ગલપરાવર્તથી આપણી આજ સાઇકલ ચાલી રહી છે અને સતત ભટક ભટક કર્યા જ કરીએ છીએ. કોઈ જગ્યાએ ઠરીઠામ થઈ શકતા નથી એ આપણે ભૂલા પડ્યા છીએ તેની નિશાની છે. આ ભૂલા પડેલા અને તેના કારણે ચારેગતિમાં સતત ભટકતા આત્માને પોતાની ભૂલ સમજાય કે હું ઘણું ભટક્યો અને એનો ભય લાગે અને નિર્ણય કરે કે હવે નથી ભટકવું તો જ જીવનું ઠેકાણું પડે. હું ઘણું ભટક્યો તેનો ભય લાગતો નથી અને હવે મારે ભટકવું નથી એનો નિર્ધાર થતો નથી માટે ભવોભવ મળેલી દેવ ગુરુ ધર્મની તારક સામગ્રી નિળ જાય છે. જીવ અધ્યાત્મનો પુરુષાર્થ કરતો જ નથી અને ભૌતિક પુરુષાર્થ છોડતો નથી-આ જીવની કેવી કમનસીબી છે? અંદરનું ઉપાદાન ન સુધરે તો બહારના નિમિત્તોનો શું વાંક? જ્ઞાની કહે છે તું તારા ઉપાદાના સ્વરૂપ આત્માને સુધાર તો તારક નિમિત્તો તો તને તારવા તૈયાર જ છે. જીવ તરવાનો નિર્ણય કરે તો જ બહારના નિમિત્તો તેને તારી શકે. એને પોતાને જ જે ડૂબવું હોય તો તેને બચાવવાની શક્તિ કોઈનામાં નથી. આ પ્રકૃતિની રચના જ એવી છે કે તે છૂટવાના કામીને બાંધતી નથી અને બંધાવાને ઇરછતાને છોડતી નથી. અભવ્યને છૂટવું નથી તો તેને હંમેશને માટે સંસારમાં રાખે છે અને જેને છૂટવાનો દૃઢ સંકલ્પ કરી પુરુષાર્થ આદર્યો તો તેને છોડી દીધા. છૂટવાના દ્રઢ નિર્ધારપૂર્વક જ્યારે આત્મા અહમને મૂકીને અહંના શરણે જાય છે અને પોતાના હયમાં સ્થાન આપે છે, એની સેવા કરે છે ત્યારે પ્રકૃતિના મહાબંધનમાંથી છૂટકારો પામી મુક્તિના મહાસામ્રાજ્યને મેળવે છે અને સાદિ અનંતકાળ સુધી આત્માના ઉપમાતીત અલૌકિક આનંદને અનુભવે છે. “બંધા કો બંધા મીલા છુટે કોણ ઉપાય ? સેવા કર નિબંધકી તો પલકમેં છૂટાય જગતમાં નિબંધ એક માત્ર અરિહંત અને સિદ્ધ છે એની સેવા કરનારો. પ્રકૃતિની જેલમાંથી છૂટકારો પામે છે. एतन्मुक्तश्च मुक्तोऽपि मुरव्य एवोपपद्यते । 2010_05 Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૪ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ -૩ जन्मादिदोषविगमात्तददोषत्वसङ्गतेः ॥ १९०॥ વ્યાધિથી મુક્ત થયેલ મુક્ત પણ મુખ્ય રીતે જ ઘટે છે કારણકે જન્માદિ દોષનો નાશ થવાથી દોષવાન એવા આત્મામાં જ અદોષપણાની સંગતિ થાય છે. આ ભવરૂપી વ્યાધિથી મુકાયેલો મુક્ત પણ નિરૂપચરિત રીતે જ ઘટે છે (પિથી ભવરૂપી વ્યાધિ તો નિરૂપચરિત છે જ) ભવરૂપી વ્યાધિ જે વાસ્તવિક છે તો તેનાથી વાસ્તવિક જે મુકાયેલો હોય ત્યાં જ મુક્ત શબ્દનો પ્રયોગ થાય મુવ ધાતુ બંધન વિશ્લેષણ અર્થમાં છે અને તેથી બંધનથી મુકાવારૂપ મુક્ત શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત એ સંસારથી મુકાયેલા આત્મામાં ઘટે છે. તે કેવી રીતે ઘટે છે તે કહે છે જન્મ, જરા, મૃત્યુ આદિ દોષોના વિગમથી દોષવાન એવા આત્માને અદોષ-પણાની પ્રાપ્તિ થતી હોવાથી મુક્ત શબ્દની પ્રવૃત્તિ સંસારથી મુકાયેલા આત્મામાં થાય છે. જગતનો પણ વ્યવહાર આ જ છે કે જે બંધાયો હોય તે જ મુક્ત થાય. જગતમાં બંધાયો બીજો હોય અને મુક્ત બીજી થાય એવું બનતું નથી. અને જે ક્યારે પણ બંધાયેલો નથી. તેને આ મુક્ત થઈ ગયો એમ કોઈ કહેતું નથી. એટલે મુક્ત શબ્દનો પ્રયોગ બંધન સાપેક્ષ છે. સંસારી આત્મા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે અને રાગાદિના સંગે દોષવાળો બન્યો છે. જેમ જેમ રાગાદિ દોષો વધતા જાય છે તેમ તેમ કર્મના બંધન પણ વધતા જાય છે અને દોષો ઘટતા બંધન પણ ઘટે છે અને દોષોનો સંપૂર્ણ ક્ષય થતાં કર્મોનો પણ નાશ થાય છે. આમ સંસારી અવસ્થામાં જે આત્મા રાગાદિ દોષોથી દોષવાળો હતો તે જ આત્મામાં રાગાદિ દોષો નીકળી જતાં અદોષપણાની સિદ્ધિ થઈ અને તેથી જે આત્મા સંસારી અવસ્થામાં રાગાદિ દોષના કારણે કર્મથી બદ્ધ હતો તે જ આત્મા મુક્ત થયો. જન્માદિ દોષો દૂર થવા રૂપ કારણ મુખ્ય છે તેથી મુક્ત થવા રૂપ કાર્ય પણ મુખ્ય છે. નિરૂપચરિત છે પણ ગૌણ અર્થાત ઉપચરિત નથી. આ શ્લોક દ્વારા સંસારને કાલ્પનિક માનનાર વેદાંતમતનું તેમ જ આત્માને પુષ્કર પલાશવત્ નિર્લેપ માનનાર સાંખ્ય મતનું તેમ જ આત્માને બુઝાયેલા દીપકની જેમ અસત્ માનનાર બોદ્ધ મતનું ખંડન થાય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેવા દ્વારા વેદાંતી સંસારને મિથ્યા-કાલ્પનિક માને છે અહીં સંસારને વાસ્તવિક બતાવવા દ્વારા તેનું ખંડન કર્યું. - સાંખ્ય કમળપત્ર પર રહેલા પાણીની જેમ આત્માને લેપ વગરનો માને છે તેનું, પૂર્વે આત્મા કર્મવાળો હતો એમ બતાવવા દ્વારા ખંડન કર્યું. બોદ્ધો મોક્ષમાં આત્માને અસત માને છે અહીં મોક્ષમાં આત્માની શાશ્વત સત્તા છે એમ કહેવા દ્વારા તેનું ખંડન કર્યું. આ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે 2010_05 Page #454 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ तत्स्वभावोपमर्देऽपि तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावात्तददोषत्वसङ्गतिः ॥१९१॥ પૂર્વપક્ષી સાંખ્યોની માન્યતા છે કે આત્મા તો હંમેશા પુષ્કર પલાશવત્ નિર્લેપ છે અર્થાત્ નિત્ય એક સ્વભાવવાળો છે એટલે કે દોષરહિત સ્વભાવવાળો છે. તેઓ આત્માના સંસારને કાલ્પનિક માને છે અર્થાત્ સંસારી અવસ્થામાં આત્મા દોષ કરવાના સ્વભાવવાળો હતો અને મોક્ષમાં નિર્દોષ સ્વભાવવાળો બને છે એમ તેઓ માનતા નથી, તેથી તેમના મતે વસ્તુ વિધમાન હોય ત્યાં સુધી તે સ્વભાવ રહે. સ્વભાવ ન હોય અને વસ્તુ હોય એવું ન બને અને તેથી આત્માનો જો સંસારી સ્વભાવ માનવામાં આવે તો તે સંસારી સ્વભાવનો નાશ થતાં તેના આશ્રય ભૂત આત્માનો પણ નાશ થવાની આપત્તિ આવે. તે માટે સાંખ્યો કહે છે કે શુદ્ધ સ્વભાવ જ વાસ્તવિક છે અને તેથી શુદ્ધાવસ્થા એ જ વાસ્તવિક છે. સંસારી સ્વભાવ અને સંસારી અવસ્થા કાલ્પનિક છે. સાંખ્યોની આવી માન્યતાની સામે ગ્રંથકાર કહી રહ્યા છે કે જો સંસારી સ્વભાવને કાલ્પનિક માનશો તો તેનાથી પ્રાપ્ત થતી મુક્તિ પણ કાલ્પનિક બનશે કારણકે અવાસ્તવિકતામાંથી વાસ્તવિકતાની ઉત્પત્તિ ન થાય તેથી આત્માનો એક જ સ્વભાવ ન માનતા પરિણમનશીલ સ્વભાવ માનવો જોઈએ, અને આવો સ્વભાવ માનવાથી જન્માદિ ભાવનો નાશ થવા વડે દોષ સ્વભાવનો નાશ થવા છતાં પણ આત્મામાં અદોષપણાનો સ્વભાવ પણ પડેલો જ છે અને તેથી પૂર્વમાં જે દોષ સ્વભાવવાળો આત્મા હતો, તે જ દોષરહિત સ્વભાવવાળો થતો હોવાથી દોષવાળા એવા આત્માને જ દોષરહિતપણાની પ્રાપ્તિ થાય છે. – तथाहि तस्य તે દોષવાળા આત્માનો જ એવા પ્રકારનો સ્વભાવ છે કે જેથી તથૈવ હિ તે દોષવાળો આત્મા જ દોષ વગરનો થાય છે. જન્મમરણાદિ સ્વભાવવાળો આત્મા જ જન્માદિનો ત્યાગ કરવા વડે જન્માદિથી અતીત થતો હોવાથી દોષવાળા આત્મામાં જ અદોષત્વની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એટલું જ છે કે આત્મામાં જેમ કર્મબંધથી બંધાઈને દોષવાળા થવાનો સ્વભાવ છે તે જ રીતે તે જ આત્મામાં કર્મબંધથી મુક્ત બની નિર્દોષ બનવાનો પણ સ્વભાવ છે અને તેથી જ્યાં સુધી કર્મબંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને સેવે છે ત્યાં સુધી જન્મ, મરણાદિ દોષને પામે છે અને તે જ આત્મા જ્યારે ફર્મલઘુતા થવાથી ભવિતવ્યતા સાનુકૂળ થતાં કર્મક્ષયના કારણો સમ્યક્ત્વ, વિરતિ અને ઉપશમભાવને સેવે છે ત્યારે કર્મબંધથી મુક્ત થવાનો સ્વભાવ હોવાથી મુક્ત બને છે. સ વ તથામતિ સંસારી આત્માનો જ તેવા પ્રકારનો સ્વભાવ છે કે તે અશુદ્ધમાંથી શુદ્ધ થાય. इत्थं च પ્રમાણે સ્વીકારવું પડશે. ..... ૪૨૫ 2010_05 = આ પ્રમાણે અદોષપણાનો કારક સ્વભાવ હોતે છતે આ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૬ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ स्वभावोऽस्य स्व-भावो यन्निजा सत्तैव तत्त्वतः । भावावधिरयं युक्तो नान्यथाऽतिप्रसङ्गतः ॥१९२॥ જે કારણથી આત્માની પોતાની સત્તા - પોતાનો ભાવ તે જ સ્વભાવ છે તે કારણથી સ્વભાવ પદાર્થની અવધિ સુધી માનવો જોઈએ. અન્યથા = ભાવની અવધિ સુધી સ્વભાવ માનવામાં ન આવે તો અતિપ્રસંગ આવશે . દરેક પદાર્થ ભાવ અને અભાવ બંને સ્વરૂપે છે. ભાવ તે સત્ અંશ છે અભાવ તે અસત્ અંશ છે આ બંને પદાર્થનું સ્વરૂપ હોવા છતાં અભાવાત્મક સ્વરૂપને પદાર્થનો સ્વભાવ કહેવાતો નથી પણ સ્વભાવનો નાશ કહેવાય છે કારણકે સ્વભાવની વ્યુત્પત્તિ કરીએ તો સ્વ એટલે પોતાની, ભાવ એટલે વિધમાનતા (સત્તા), આમ વસ્તુનો ભાવાંશ તે તેનો સ્વભાવ છે. અભાવ સ્વરૂપને સ્વભાવ ન કહેવાય. તેને જો સ્વભાવ માનવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ આવે. " બૌદ્ધો દીપકના બુઝાવા તુલ્ય આત્માનો મોક્ષ માને છે અર્થાત મોક્ષમાં આત્મારૂપ પદાર્થ માન્યો પણ તેનો સ્વભાવ અર્થાત્ સત્તા ન માની તેને દોષ આપતા કહે છે કે સ્વભાવ પદાર્થની અવધિ સુધી જ હોય. અને તે વાતને કાળના દૃષ્ટાંતથી બતાવે છે. अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य तु । तथाऽविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९३॥ અનંતર ક્ષણની અભૂતિ એ જ જે વાદીને મતે આત્મભૂત છે તેને તેની સાથે અવિરોધ હોવાથી તે વર્તમાન ક્ષણ નિત્ય હોય અથવા હંમેશા અસત્ હોય. અનંતર ક્ષણની અભૂતિ અતિ અસત્તા એ જ જે વાદીના મતે આત્મભૂત અર્થાત્ વિવક્ષિત વર્તમાન ક્ષણ છે તે વાદીને દોષ આપે છે. જે વાદીના મતે પૂર્વેક્ષણ અને પશ્ચાત્ ક્ષણ અસત્ છે તે વાદીના મતે વર્તમાન આત્મભૂત ક્ષણની સાથે અનંતરક્ષણને રહેવામાં વિરોધ ન હોવાથી અનંતર ક્ષણની અસત્તા સદા રહેવી જોઈએ કારણકે અનંતરક્ષણની અસત્તાનું કોઈ વિરોધી હોય તો તેની અસત્તા નાશ પામે અને અનંતરક્ષણની અસત્તાને વર્તમાન ક્ષણ સાથે રહેવામાં કોઈ વિરોધ તો નથી અને તેથી અનંતરક્ષણની અસત્તા. કાયમ રહેતા વર્તમાન ક્ષણ પણ વર્તમાનભાવવડે સદા રહેશે તેથી રસી = આ. વર્તમાન ક્ષણવર્તી પદાર્થ વર્તમાનભાવવડે કરીને નિત્ય થઈ જશે વિરોધેન તત્ ग्रस्तत्वादिति અથવા તો તયા જે વાદીના મતે અનંતરક્ષણની અભૂતિ આત્મક વર્તમાન આત્મભૂત (વિવક્ષિત) ક્ષણ છે તે વાદીના મતે અનંતરક્ષણની અભૂતિ સાથે 2010_05 Page #456 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ-૩ ૪૨૭ વર્તમાન ક્ષણનો વિરોધ હોવાથી તેત્ = તે વર્તમાનક્ષણ વિરોધથી ગ્રસ્ત થઈ જવાથી પદાર્થ સદાને માટે અસત થઇ જશે. તાત્પર્ય - અનંતરક્ષણની અભૂતિ અર્થાત અસત્તા એ વિશેષણ છે અને આત્મસૂતા એ વિશેષ્ય છે આમ અનંતરક્ષણની અસરના એ જ વિવક્ષિત વર્તમાનક્ષણનું સ્વરૂપ છે અને વસ્તુને પોતાના સ્વરૂપ સાથે રહેવામાં તો કયારે પણ વિરોધ હોય જ નહિ તેથી તવત્ - નિત્યપદાર્થની જેમ હંમેશા તત્ માવા, = વર્તમાન ક્ષણનો સદભાવ હોવાથી વર્તમાન ક્ષણ નિત્ય બની જશે કારણકે પછીની ક્ષણ આવે તો વર્તમાન ક્ષણ નાશ પામે અને પછીની ક્ષણ તો અસત છે. અસત્તા સ્વરૂપ છે માટે વર્તમાન ક્ષણનો કોઈ વિરોધી હોય, કોઈ નાશક હોય તો વર્તમાનક્ષણ નાશ પામે અને નાશક ક્ષણ તો અનંતરક્ષણ હોઈ શકે અને તે અનંતરક્ષણને તો તમે અવિરોધી માનો છો માટે વર્તમાન ક્ષણ નાશ નહિ પામે, સદા રહેશે. અથવા પક્ષાન્તરમણિ - સત્ એવી વર્તમાન ક્ષણને તમે અનંતર ક્ષણની. અસત્તારૂપ માનો છો પણ સત્ એવી વસ્તુનો અસપણા સાથે સદા વિરોધ હોવાથી તક્તસ્ય= તે વર્તમાનક્ષણનું તથા = અનંતર એવી અસત ક્ષણ દ્વારા પ્રાપણું હોવાથી વર્તમાન ક્ષણને સદા અસત્ માનવી પડશે અર્થાત્ સત્ એવી વર્તમાનક્ષણને અનંતરક્ષણની અસત્તા સ્વરૂપ માનતા સનો અસની સાથે વિરોધ હોવાથી સત એવી વર્તમાનક્ષણ અસત્તા વડે પ્રસાઈ જવાથી તે વર્તમાન ક્ષણ અસત્ જ છે અને જે અસત હોય તે તો શશશૃંગની જેમ કયારે પણ ઉત્પન્ન થાય નહિ તેથી સદા અસત્ માનવાની આપત્તિ આવશે. (નોંધઃ ટીકામાં અનારક્ષણ મૂલ્યા ને બદલે માતરક્ષણ અમૂલ્ય સુધારવું તેમજ ત્રીજી લીટીમાં તથા વિરોધેન એ પ્રમાણે વાંચવું). ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં આપેલી આ આપત્તિને ટાળવા પરમાત્ર = બૌદ્ધની એક માત્ર યુક્તિ “સ કવ ર મવતિ’ તેનો પરિહાર કરવાને માટે ગ્રંથકાર કહે છે. स एव न भवत्येतदन्यथा भवतीतिवत् । विरुद्धं तन्नयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९४॥ સ વ મત આ તારું કથન = બચાવ એ “અન્યથા મત' ની જેમ, તે જ નથી. = યુક્તિથી વિરુદ્ધ છે (તારી જ યુક્તિથી તારે) તંદુત્વજ્યાવિત: = અભાવની ઉત્પત્તિ, નાશ વગેરે માનવું પડતું હોવાથી તારું કથન વિરુદ્ધ છે. અનંતરક્ષણની અભૂતિ સ્વરૂપ વર્તમાન ક્ષણ માનવા જતાં બૌદ્ધને ઉપરના શ્લોકમાં કહેલ દોષ આવતા હવે તે બૌદ્ધ કહે છે કે વર્તમાન ક્ષણ 2010_05 Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એ અનંતરક્ષણની અભૂતિ = અસત્તા સ્વરૂપ નથી પરંતુ વર્તમાન ક્ષણ જ બીજી ક્ષણે નથી કારણકે વર્તમાન ક્ષણ એ ક્ષણિક છે અર્થાત એક ક્ષણ રહેવું એ તેનું સ્વરૂપ છે તેના જવાબમાં ગ્રંથકાર કહે છે આ તારી માન્યતા તારી યુક્તિથી જ વિરુદ્ધ છે કારણકે અમે જ્યારે કહીએ છીએ કે એ પર્વ અન્યથા મવતિ અર્થાત તે સંસારી આત્મા જ અન્ય સ્વરૂપે = મુક્ત સ્વરૂપે થાય છે. ત્યારે તું કહે છે કે અર્થાત તું અમને દોષ આપે છે કે “કવિ સ ાવ, ઋથે અન્યથા મવતિ | અન્યથા વેત્ મવતિ તદ્ધિ થં સ” અર્થાત્ તે જ આત્મા છે તો પછી અન્ય સ્વરૂપવાળો કેમ કહેવાય ? કારણકે તેમાં વિરોધ હોવાથી અને જો અન્ય સ્વરૂપવાળો છે તો પછી તે જ (આત્મા) છે એમ પણ કેમ કહેવાય કારણકે પૂર્વનું સ્વરૂપ નાશ પામ્યું હોવાથી તે પૂર્વ સ્વરૂપવાળો તો છે નહિ. આ પ્રમાણેની તારી યુક્તિથી જ “ સ વ ને પ્રવતિ ” તારું કથન વિરૂદ્ધ સિદ્ધ થાય છે કારણકે તું કહે છે કે પૂર્વમાં સત એવી ક્ષણ (ક્ષણિક હોવાથી) તે જ અસંત થાય છે. અર્થાત છેવ એ પ્રમાણે કહીને પછી તે મવતિ કહે છે તો અહિંયા તારી જ યુક્તિથી અમે પૂછીએ છીએ કે યદિ સે હવ, થં ન મવતિ, ન મવતિ, વે થે સ વ ? અર્થાત જો તે જ ક્ષણ છે તો પછી અસત કેવી રીતે અને જો અસત છે તો પછી તેનું અસત પણું હોવાથી તે જ છે એમ કેમ કહેવાય ? અર્થાત્ બંને વચ્ચે પરસ્પર વિરોધ હોવાથી તેવું વચન ન બોલાય. વળી સ વ ર મવતિ એ પ્રમાણે માનતા સત્ જ અસત્ થવાથી તારે અભાવની ઉત્પત્તિ, નાશ આદિ માનવું પડતું હોવાથી આ તારું સ વ ન મવતિ એ કથન તારી જ સ વ અન્યથા મત માં આપેલી યુક્તિથી વિરુદ્ધ = હણાઇ જાય છે. હવે આજ અભાવની ઉત્પત્તિ, નાશ આદિ માનવાની આપત્તિ કેવી રીતે આવશે તેને જ સ્પષ્ટ કરે છે. सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् । तनष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥१९५॥ સત્ જ અસત્ થાય છે એમ માને છતે અસની ઉત્પત્તિ, તે ઉત્પન્ન થયેલાનો નાશ અને નષ્ટ થયેલાની ફ્રીથી ઉત્પત્તિ (ભાવ) થાય. જે પદાર્થનો નાશ હંમેશા માનશો તો વર્તમાન ક્ષણે પણ તેની સ્થિતિ નહિ ઘટે. સ વ ન મવતિ એ યુક્તિથી ભાવ જ અભાવરૂપ થાય છે અને તેથી ભાવ એ કાદાચિહ્ન - ક્ષણિક હોવાથી દ્વિતીયક્ષણે ઉત્પન્ન થયેલ તેનો અભાવ પણ કાદાચિત્ર થશે. કારણકે જે ઉત્પત્તિમાન હોય તે અનિત્ય હોય એવો નિયમ હોવાથી દ્વિતીય ક્ષણે ઉત્પન્ન થયેલ અભાવનો અર્થાત નષ્ટયાસી પુનર્માવ: = નાશ પામેલ તે અસત્ત્વનો તો તૃતીય ક્ષણે પુનર્ભવ થશે અર્થાત નાશનો નાશ એ તૃતીય ક્ષણમાં ફ્રીથી ભાવરૂપ જ થશે. અન્યથા = નાશનો નાશ એ ફ્રી 2010_05 Page #458 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૪૨૯ પાછો ભાવરૂપ છે એમ માનવામાં ન આવે તો તેનૈવ રુપેણ - ભાવત્વેન રુપેણ સના અસત્ત્વના વિનાશની ઉપપત્તિ થતી નથી. અર્થાત કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સતના અસત્ત્વનો વિનાશ (પહેલી ક્ષણે સત તેનો બીજી ક્ષણે નાશ થવાથી બીજી ક્ષણે અસત્ અને તે અસનો પણ ત્રીજી ક્ષણે નાશ) ભાવત્વેન રૂપેણ ત્યારે જ માની શકાય કે જ્યારે નાશનો નાશ (બીજી ક્ષણે ઉત્પન્ન થયેલ નાશનો ત્રીજી ક્ષણે થતો નાશ) ભાવરૂપ સ્વીકારવામાં આવે તો. - પૂર્વપક્ષી - આ પ્રમાણે સ ાત્ર ને મવતિ એ વ્યક્તિથી અસત્ત્વનો ઉત્પાદ અને તેનો નાશ માનતા નાશના નાશને ભાવરૂપ માનવાની આપત્તિને દૂર કરવા. બૌદ્ધ કહે છે કે દ્વિતીચક્ષણે જે નાશ હોય છે તે કાદાચિત નથી હોતો પણ નાશાત્મના હોય છે અર્થાત બીજીક્ષણે થયેલો નાશ હંમેશને માટે રહે છે એટલે કે વસ્તુની પૂર્વે જેમ તે નાશ હતો તેમ પછીથી પણ સદાને માટે રહેશે (વસ્તુની પૂર્વે નાશ અહિંયા áસાભાવ રૂપ નહિ પણ અભાવરૂપે નાશ વિવક્ષિત છે) ગ્રંથકાર - જો આ પ્રમાણે સદા નાશ માનવામાં આવેતો વિવક્ષિતક્ષણમાં પણ વસ્તુની સ્થિતિ નહિ ઘટે કારણકે સાવજો ચન્નતિ ત૬ વર્તમનેfપ , તે પૂર્વમાં અને પશ્ચામાં જેનો અભાવ હોય તે વસ્તુ વર્તમાનમાં સત્ હોતી નથી. દા.ત. “શશશૃંગ” પૂર્વમાં પણ અસત્ છે અને પશ્ચાત્ પણ અસત્ છે તેથી વર્તમાનમાં પણ તેની સત્તા નથી. स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ । युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥१९६॥ તે નાશ ક્ષણસ્થિતિધર્મવાળો છે એમ કહેશો તો દ્વિતીયાદિક્ષણમાં પણ અધિકૃત ભાવનું ક્ષણસ્થિતિધર્મપણું ઘટશે અને તેથી શ્લોક ૧૯૫માં કહેલા આપત્તિનું ઉલ્લંઘન નહિ થાય અર્થાત તે આપત્તિનું વારણ નહિ થાય. નાશાત્મના નાશ (સર્વથાનાશ) માનવાથી આવતી આપત્તિ દૂર કરવા જે એમ કહો કે નાશાત્મના નાશ થતો નથી પણ નાશ પણ ક્ષણસ્થિતિ ધર્મવાળો જ છે એમ માને છતે બીજી વગેરે ક્ષણોમાં અભાવ રહે છતે તે અભાવ પણ તમારે ક્ષણસ્થિતિ ધર્મવાળો અર્થાત માત્ર એક ક્ષણ રહેનારો માનવો પડશે અને એવું માનશો તો ૧૯૫ શ્લોકમાં કહેલ આપત્તિ તમને આવશે જ, તમે એનું વારણ કરી શકશો નહિ. क्षणस्थितौ तदैवास्य नास्थितिर्युक्त्यसङ्गतेः । न पश्चादपि सेत्येवं सतोऽसत्त्वं व्यवस्थितम् ॥१९७॥ ક્ષણસ્થિતિ હોતે છતે ત્યારે જ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી કારણકે યુક્તિથી અસંગતિ છે. બીજી વગેરે ક્ષણોમાં તે અસ્થિતિ નથી અને તેથી સતનું અસત્વ વ્યવસ્થિત છે. - વિવક્ષિત ક્ષણમાં વિવક્ષિત ભાવની ક્ષણસ્થિતિ હોતે છતે તે ક્ષણમાં તેની 2010_05 Page #459 -------------------------------------------------------------------------- ________________ ४३० ચોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩ અસ્થિતિ ન હોઈ શકે કારણકે જે ક્ષણોમાં જેની સ્થિતિ હોય તે જ ક્ષણમાં તે જ વસ્તુની અસ્થિતિનો વિરોધ છે. તેથી પ્રથમ ક્ષણવર્તી પદાર્થનો દ્વિતીયક્ષણે નાશ થવાથી દ્વિતીય ક્ષણમાં પણ અભાવરૂપ ભાવની અસ્થિતિ ઘટતી નથી કારણકે ક્ષણસ્થિતિ એ તમે સ્વરૂપ માન્યું છે અને તેથી દ્વિતીયક્ષણમાં પણ તે ક્ષણસ્થિતિ ધર્મ રહેતા તે અભાવની ત્યારે અસ્થિતિ નહિ ઘટે કારણકે તેવી સ્થિતી તસ્થિતિ વિરોધાત્ – દ્વિતીયક્ષણમાં અભાવરૂપ ભાવની ક્ષણસ્થિતિ હોતે છતે તેની અસ્થિતિનો વિરોધ હોવાથી. અને આ પ્રમાણે જ્યારે અભાવને ક્ષણિક માન્યો તેથી શ્લોક ૧૫ મુજબ સનું અસપણું નિશ્ચિત થયું અર્થાત્ પ્રથમ ક્ષણે જે પદાર્થ સત્ હતો તેનો જ દ્વિતીયક્ષણે અસત ઉત્પાદ થયો અને તે અસત ઉત્પાદ એ પણ ક્ષણિક હોવાથી તૃતીયક્ષણે અસનો પણ નાશ થશે જે ભાવ સ્વરૂપ જ થશે કારણકે દ્વિતીયક્ષણવર્તી અસતના તૃતીય ક્ષણમાં થયેલ નાશને જે ભાવરૂપ ન માનો તો સના અસત્ત્વનો વિનાશ ભાવત્વેન રૂપે બીજી કોઈ રીતે ઘટતો નથી. એકાંત અનિત્ય અર્થાત આત્માને સર્વથા અનિત્ય માનનાર બૌદ્ધ મતનું ખંડન કર્યા પછી હવે એકાંત નિત્યપક્ષને આશ્રચિને દોષ આપે છે. भवभावानिवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥१९८॥ નૈયાયિક, સાંખ્ય, વેદાંતી આત્માને એકાંતે નિત્ય માને છે. તેઓના મતે આત્મા એક જ સ્વભાવવાળો છે અર્થાત સંસારી અવસ્થામાં કારણભૂત સ્વભાવ અને મુક્તાવસ્થામાં કારણભૂત સ્વભાવ બે જુદા છે એવું તેઓ માનતા નથી તેને આશ્રયિને કહે છે કે તમારા પક્ષે આત્મા એકાંતે નિત્ય એક જ સ્વભાવવાળો છે તેથી તેની સંસારી અવસ્થાની નિવૃત્તિ નહિ થાય. અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળો આત્મા છે એમ તેઓ કહે છે. જ્યારે પણ નાશ નહિ પામનારો, ઉત્પન્ન નહિ થનારો, સદા સ્થિર એક સ્વભાવવાળો આત્મા છે તે સ્વરૂપે તે સદા અવસ્થિત રહે છે. તેમાં જરા પણ ફાર થતો નથી એટલે તેમાં અવસ્થાંતર કે પરિણામાંતર ઘટતું નથી કારણકે અવસ્થાંતર માને તો એકસ્વભાવમાં વિરોધ આવે. એટલે જો સંસાર ભાવ હશે તો સદાય સંસાર ભાવ જ રહેશે. તેમાંથી મુક્તપણારૂપ બીજા ભાવનો, બીજી અવસ્થાનો સંભવ નહિ થાય અને તેથી મુક્તપણું એ તમારા પક્ષે કલ્પનારૂપ થઈ પડશે કારણકે સંસાર અવસ્થા અને મુક્ત અવસ્થા બેનો એકાંત એક સ્વભાવની સાથે વિરોધ છે અને તેથી યોગમાર્ગનો પુરુષાર્થ એ પણ તમારા મનમાં નહિ ઘટે. હકીકતમાં તો આત્મા અનંતકાળ પહેલાં પણ હતો અનંતકાળ પછી પણ રહેવાનો છે પણ અનંતકાળ પહેલા અચરમાવર્ત કાળમાં દોષોથી ભરેલો હતો અને દોષોના કારણોનું સેવન કરતો હતો. કર્મના સંગે તેના આત્મામાં દોષજનન 2010_05 Page #460 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ ૪૩૧ સ્વભાવ હતો. તેના કારણે વિપરીત નિમિત્તોના અવલંબને તેનું ઉપાદાન કારણ આત્મા દોષરૂપે પરિણમતો હતો પણ ચરમાવતમાં ભાવમલનો હ્રાસ થવાથી જીવમાં સમ્યગ પુરુષાર્થ કરવાની યોગ્યતા પ્રગટી અને તેથી દોષનો નાશ કરવા પૂર્વક ગુણપ્રાપક મોક્ષાનુકૂલ સ્વભાવ બહાર આવ્યો. તેના બળે દોષોનો નાશ કરી ગુણોને વિકસાવી આત્મા પૂર્ણશુદ્ધ બને છે. આમ આત્મામાં આવા બન્ને સ્વભાવ રહેલા છે જેનો સ્વીકાર કરવામાં ન આવે તો મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ ઘટી શકે નહિ અને તેથી મોક્ષપ્રાપ્તિ ન થાય. જીવને ચતુર્ગતિ પરિભ્રમણ ઊભું રહે. तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ॥१९९॥ અવસ્થાદ્વયના અભાવમાં સંસારી અને મુક્ત કહેવું તે નિરર્થક છે તેથી આત્માના સ્વભાવનો ઉપમઈ તાત્વિક ઇચ્છવો જોઈએ. જીવની સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા બેનો સ્વીકાર કર્યા વિના તિર્યંચાદિ ભાવવાળો આત્મા સંસારી છે અને ભવના વિસ્તારથી જે ઉપરમ અર્થાત્ વિરામ પામેલા છે તે મુક્ત છે એમ કહેવું તે શબ્દ માત્ર છે અર્થાત નિરર્થક છે. કારણકે અવસ્થાદ્વયના સ્વીકાર વિના સંસારી અને મુક્ત શબ્દનો અર્થ તેમાં ઘટતો નથી. તત = તેથી કરીને આત્માના તદ્દન્તરેખ = ઉત્તરાવસ્થા (મોક્ષાવસ્થા) રૂપ સ્વભાવાંતરથી તદ્દન્તરપનયન = પૂર્વાવસ્થા (સંસારી અવસ્થા) રૂપ સ્વભાવનું અપનયન એ તાત્ત્વિક સ્વીકારવું જોઈએ. આમ માનો તો જ એક જ જીવમાં સંસારી અને મુક્તાવસ્થા વાસ્તવિક ઘટે. જીવની બે અવસ્થા ન માનો તો સંસારી અને મુક્ત એ માત્ર વાણીનો વિલાસ બની રહે છે. दिदृक्षाद्यात्मभूतं तन्मुख्यमस्य निवर्तते । प्रधानादिनतेर्हेतुस्तदभावान तन्नतिः ॥२०॥ દિક્ષાદિ એ સ્વાભાવિક સત્ વસ્તુ છે તેથી મુખ્ય એવા દિક્ષાદિ નિવર્તન પામે છે. અને તે દિદક્ષાદિ પ્રધાનાદિ પરિણતિનો હેતુ છે. અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. દિક્ષા એટલે પ્રકૃતિના વિકારોને જોવાની પુરુષની ઇચ્છા, અવિધા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન, મલ એટલે રાગ - દ્વેષ - મોહાદિ અંતરંગ મલિનતા અને ભવાધિકાર એટલે સંસારનું પ્રાબલ્ય. આ દિદક્ષાદિ આત્માને લાગેલ વાસ્તવિક તત્ત્વ છે પણ કાલ્પનિક નથી. વેદાંતી, સાંખ્ય વગેરે દિક્ષાદિને કાલ્પનિક માને છે. તેનો નિષેધ કરવા અહિંયા કહે છે કે દિક્ષાદિ કાલ્પનિક અર્થાત અસત નથી પણ વાસ્તવિક છે. સત છે. જેનદર્શન જેને કર્મ કહે છે તેને જ અન્યદર્શનકારો દિક્ષાદિ નામથી કહે છે અને તેથી તે આત્મા ઉપરથી જ્યારે નિવર્તન પામે છે ત્યારે વાસ્તવિક નિવર્તના 2010_05 Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૨ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ પામે છે કે જે જીવને અહંકાર, માયાદિ રૂપે પરિણમવામાં નિમિત્ત હતા. હવે જ્યારે આત્મા શુદ્ધ સ્વભાવવાળો બન્યો ત્યારે તે દિક્ષાદિનો અભાવ થવાથી ન તન્નતિઃ = મુક્તાત્માને પ્રધાન - પ્રકૃતિ, માયાદિની પરિણતિ થતી નથી અર્થાત કામ, ક્રોધ, અહંકાર, માયાદિની પરિણતિ થતી નથી. સ્વભાવનું ઉપમર્દન - નાશ તાત્વિક છે અને તેથી જેની સંસારી અવસ્થા વાસ્તવિક છે એવા આત્માને જ સંસારી અવસ્થા રૂપ સ્વભાવનું ઉપમદન થયે છતે મુખ્ય એવા દિદક્ષાદિ નિવર્તન પામે છે. અને તેથી જ જીવમાં મોક્ષ અવસ્થારૂપ અવસ્થાંતર - પરિણામીપણું ઘટે છે. દિક્ષાદિ જ્યાં સુધી આત્માની સાથે એકમેક છે ત્યાં સુધી. તે જડ એવી દિક્ષાદિ પ્રધાનાદિ અર્થાત પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, માયા વગેરે પરિણતિનું નિમિત્ત કારણ થાય છે જ્યારે દિક્ષાદિ ટળે છે ત્યારે તે મુક્તાત્માને કામ-ક્રોધાદિ પરિણતિ હોતી નથી. (નોંધ - શ્લોકની ટીકામાં પ્રધાનનાર પરિ: છે તેના બદલે પ્રધાનમતિ પરિણત: સુધારવું.) अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य सम्भवः ॥२०१॥ આ વસ્તુ આમ જ સ્વીકારવી જોઈએ. જો તેમ ન સ્વીકારો તો બધાનાદિ પરિણતિ નિત્ય થઈ જશે તે જ ભવ કહેવાય છે. તે નિત્ય હોતે છતે આત્માને મુક્તપણા નો સંભવ કેવી રીતે હોય ? દિક્ષાદિ આત્માની સાથે એકમેક હોતે છતે જ તે પ્રધાનાદિ, કામ-ક્રોધાદિ પરિણતિનો હેતુ બને છે અને તેનો અભાવ હોતે છતે પ્રધાનાદિ પરિણતિનો હેતુ થતા નથી. આ વાત આમ જ સ્વીકારવી જોઈએ. જો આમ ન સ્વીકારો તો પ્રધાનાદિ પરિણતિ નિત્ય થઈ જશે. કામ, ક્રોધાદિ પરિણતિ એ જ સંસાર અને એને તમે અસત માનો તો અસત્ પરિણતિ કાયમ રહેનારી છે એમ માનતા સંસાર નિત્ય થઈ જશે તો પછી આત્માનો મોક્ષ કેવી રીતે થાય ? તન્નતી તવાભિમરાદિમાવત્ - પ્રધાનાદિ પરિણતિ હોતે છતે જ પ્રધાનાદિ સ્વરૂપ અંત:કરણ (બુદ્ધિ), પંચ તન્માત્રાદિ થાય છે. સાંખ્યોના મતે સઘળો સંસાર પ્રકૃતિથી ચાલે છે અર્થાત પ્રકૃતિના પરિણામ બુદ્ધિ, અહંકાર, પંચ તન્માત્રા વગેરેથી ચાલે છે જ્યારે પ્રકૃતિ નીકળી જાય એટલે તેના પરિણામભૂત અહંકાર, બુદ્ધિ, પંચ તન્માત્રા વગેરે પણ નીકળી ગયા એટલે પુરુષનો મોક્ષ થઈ ગયો. સાંખ્યો કહે છે કે પચ્ચીસ તત્ત્વોનું જ્ઞાન થતાં આત્માનો ભ્રમ તૂટી જાય છે અને અને આ ભ્રમનું તૂટી જવું તે જ મોક્ષ છે. જેનદર્શન જેને કર્મ કહે છે તેને જ અન્ય દર્શનકારો દિક્ષા, અવિધા, ભવબીજ, વાસના, સહજમલ, અદૃષ્ટ કહે છે. વેદાંતી માયા કહે છે. સાંખ્યો દિદુલા કહે છે. બૌદ્ધો વાસના કહે છે. યોગદર્શન સહજમલ કહે છે, શિવના 2010_05 Page #462 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ ૪૩૩ અનુયાયીઓ (=વ) ભવબીજ કહે છે. યોગબિંદુ ગ્રંથમાં પણ જણાવે છે કે મોક્ષમાર્ગનું અવલંબન કરનાર અન્યદર્શનકારો પણ દિદક્ષા, ભવબીજ વગેરે શબ્દોથી કર્મને સ્વીકારે છે. યોગબિંદુ શ્લોક ૧૬૯. કર્મ પીલિક છે, કામણ વર્ગણાથી બનેલું છે. તે આત્માથી ભિન્ન છે પણ આત્મા સાથે લોહાગ્નિ ન્યાયે મળેલ છે અને જીવને થતા કામ, ક્રોધ, અહંકાર, માયા વગેરે પરિણામમાં હેતુ છે જ્યારે એ કર્મ અર્થાત દિક્ષાદિ નીકળી જાય ત્યારે જીવને કામ, ક્રોધાદિ પરિણતિ થતી નથી. આત્માનો જેમ કર્મના યોગે રખડવાનો સ્વભાવ છે તેમ કર્મના વિયોગે મોક્ષે જવાનો પણ સ્વભાવ છે. મોક્ષસાધક પુરુષાર્થથી કર્મ નીકળી ગયા તેથી ચાર ગતિનો અંત આવી ગયો. દિક્ષા, પ્રકૃતિનું નીકળી જવું તે જ મોક્ષ. જે દિzક્ષાદિથી સંસાર વાસ્તવિક ન મનાય તો સુખ-દુઃખ કાલ્પનિક થઈ જાય. મુખ્ય વસ્તુ વિના કલ્પના હોય નહિ. અને જો સંસાર કાલ્પનિક હોય તો મોક્ષ અવસ્થા વાસ્તવિક ન બને કારણકે કલ્પનામાંથી વાસ્તવિકની ઉત્પત્તિ ન થાય. अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥२०२॥ સંસારી અવસ્થા અને મોક્ષ અવસ્થા તત્ત્વથી નથી એમ કહો તો બંને અવસ્થાની પ્રતીતિ કેમ થાય ? બંને અવસ્થાની પ્રતીતિ થાય છે તે ભ્રાંતિ છે તેથી ભ્રાંત એવી અવસ્થાદ્વય વડે કરીને શું ? એમ કહો તો ભ્રાંતિમાં કોઈ પ્રમાણ નથી તેથી કરીને તેમ ન કહેવાય. સંસારી અવસ્થા અને મોક્ષ અવસ્થા તત્ત્વથી નથી એમ તમે કહો છો પણ તે ન હોવામાં કોઈ કારણ નથી તો કારણના અભાવથી તેની પ્રતીતિ કેવી રીતે થાય? પૂર્વપક્ષી - અવસ્થાદ્વયની પ્રતીતિ જે થાય છે તે ભાન્ત છે સમ્યગ નથી. ગ્રંથકાર - ભ્રાન્ત હોવામાં કોઈ પ્રમાણ નથી તેથી તેને ભ્રાન્ત ન કહેવાય. જીવ માત્રને કામ, ક્રોધાદિ પરિણતિ, જન્મ, જરા, મૃત્યુ વગેરે અનુભવપ્રમાણથી સિદ્ધ છે છતાં સાંખ્ય અને માત્ર મોક્ષ અવસ્થા જ વાસ્તવિક છે અને સંસારી અવસ્થા ભ્રાંત છે એમ કહે છે તેની સામે ગ્રંથકાર કહે છે કે જે વસ્તુ અનુભવમાં આવે છે તેને ભ્રાન્ત કેમ કહેવાય ? ભાન હોવામાં તમારી પાસે કોઈ પ્રમાણ નથી. અને પ્રમાણ આપ્યા વિના તમે બોલો તો તમારી વાત કોણ માન્ય કરે ? योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०३॥ શ્લોકાર્ચ - યોગીજ્ઞાન એ પ્રમાણ છે એમ કહો તો તે તો યોગી અવસ્થા પછી પ્રાપ્ત થનારું જ્ઞાન છે. તેથી શું ? યોગીજ્ઞાન ભ્રાન્ત થઈ જશે ના, યોગીજ્ઞાન 2010_05 Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ભ્રાન્ત નથી પણ અભ્રાન્ત છે. એમ કહેશો તો સિદ્ધસાધન દોષ છે. આત્માને એકાંત નિત્ય માનનાર પૂર્વપક્ષી સાંખ્ય વગેરે આત્માની સંસારી અવસ્થાને કાલ્પનિક માને છે અને સિદ્ધાવસ્થાને વાસ્તવિક માને છે અને તેથી તેના મતે અવસ્થાદ્રયની પ્રતીતિ ભ્રાન્ત છે એમ તે કહે છે તેને માટે પ્રમાણ શું છે ? એમ પૂછતા તે યોગીજ્ઞાનને જ પ્રમાણ બતાવે છે. યોગીઓને પોતાના જ્ઞાનમાં તે ભ્રાન્ત જણાય છે એમ કહે છે તેની સામે ગ્રંથકાર કહે છે કે યોગીજ્ઞાન એ તો યોગી અવસ્થા પછીથી પ્રાપ્ત થનાર છે. પૂર્વપક્ષી - યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ હા, બરાબર છે. યોગી અવસ્થા પછીથી યોગી જ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી તમારે શું કહેવું છે? ગ્રંથકાર - તમારા મતે યોગીજ્ઞાન ભ્રાન્ત થઈ જશે કારણ જે યોગી અવસ્થાને તમે સ્વીકારો છો તે યોગીઅવસ્થા યોગસાધના દ્વારા પ્રાપ્ત થયેલી છે અર્થાત્ પહેલા નહોતી. યોગસાધના પૂર્વે આત્મા યોગી નહોતો પણ ભોગી હતો. હવે જો તમારા મતે યોગીઅવસ્થા પૂર્વેની ભોગી અવસ્થા = સંસારી અવસ્થા એ ભ્રાન્ત છે તો તેને બતાવનાર તમારું યોગીજ્ઞાન પણ ભ્રાન્ત થઈ જશે અર્થાત્ તમારું યોગીજ્ઞાન ભ્રાન્ત છે માટે જ તમે સંસારી અવસ્થાને ખોટી કહો છો. યોગીજ્ઞાન પ્રમાણભૂત હોય તો તે જે સંસારીઅવસ્થા પ્રાણી માત્રને અનુભૂત છે તેને ખોટી બતાવે નહિ અને તમે સંસારી અવસ્થાને ખોટી કહો છો માટે તમારું યોગીજ્ઞાન ભ્રાન્ત ઠરે છે. પૂર્વપક્ષી નહિ, નહિ, યોગીજ્ઞાન એ તો કયારે પણ ભ્રાન્ત હોઈ શકે નહિ યોગીજ્ઞાન તો અભ્રાન્ત જ છે. ગ્રંથકાર તો પછી તમારા મતે આત્માની સંસારી અવસ્થા પણ વાસ્તવિક માનવાની આપત્તિ આવશે અને તેથી અમને જે માન્ય છે તેને જ તમે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એવું પુરવાર થશે. હકીકતમાં અન્ય દર્શનકારો પાસે પદાર્થના સ્વરૂપને યથાર્થ જોવા માટેની અનેકાન્ત દૃષ્ટિ નથી તેથી ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી એક જ પદાર્થનું સ્વરૂપ અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોઈ શકે છે તે તેમની બુદ્ધિમાં બેસતું નથી અને આ ન બેસવા દેનાર મિથ્યાત્વમોહનીયનો તીવ્ર રસોય છે. મિથ્યાત્વની હાજરીમાં પદાર્થના વિષયમાં વિપરીત માન્યતા વર્તે છે, પોતાની માન્યતા ખોટી છે એ વાત તેને સમજાતી નથી. બુદ્ધિમાં વક્રતા લાવનાર દર્શન મોહનીયના ઉદયની આ બલિહારી છે તેથી તેઓ પદાર્થને યથાર્થ ન્યાય આપી શકતા નથી. પદાર્થનું પોતે કલ્પેલું સ્વરૂપ તર્કની સરાણ પર ચડાવતા જ્યારે સિદ્ધ થતું નથી ત્યારે 2010_05 Page #464 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪૩૫ તેઓને પોતાની વાતને સિદ્ધ કરવા પદાર્થને મચડવો પડે છે પરંતુ તેમ કરવા જતાં તેઓને અનુભવનો અપલાપ કરવો પડે છે અને જે માન્યતા અનુભવનો અપલાપ કરાવે તે કદાપિ સમ્યગ્ન હોઈ શકે નહિ. જો કે હજુ લૌકિક અનુભવ ખોટો હોઈ શકે પણ શિષ્ટ પુરુષોનો અનુભવ ખોટો હોઈ શકે નહિ. સંસારી અવસ્થાને મિથ્યા કહેવામાં પૂર્વપક્ષીને શિષ્ટ પુરુષોના અનુભવનો અપલાપ કરવો પડે છે. અન્યદર્શનકારો એકાંત દૃષ્ટિથી પદાર્થનું જ સ્વરૂપ વર્ણવે છે, તે મિથ્યા. છે, તેમાં અનુભવ એ જ પ્રમાણ છે. અનુભવ એ અંતિમ પ્રમાણ છે. પૂર્વપક્ષી જેવું કહે છે તેવું અનુભવમાં આવતું નથી. વિવેકી તે છે કે જે કયારે પણ અનુભવનો અપલાપ કરે નહિ અને જે અનુભવનો અપલાપ કરે તે વિવેકી અને બુદ્ધિમાન કહેવાય નહિ. યુક્તિ પણ તે જ સાચી છે જે અનુભવને અનુસરતી હોય, અનુભવથી વિરુદ્ધ જાય તેવી યુક્તિઓ પદાર્થને સિદ્ધ કરવામાં લગાડવી એ યુકિતઓ છે અને કયક્તિઓને યોજવી એ દર્શનમોહનીયના ઉદયને આભારી છે. યોગીઓએ પોતે જ કાલભેદે બંને અવસ્થા અનુભવેલી છે અને પોતાના યોગીજ્ઞાનમાં બંને અવસ્થા વાસ્તવિક છે એવું તેમને જણાય છે માટે પૂર્વપક્ષી અવસ્થાદ્વયની પ્રતીતિને ભાન કહે છે જે સાચું નથી. હવે જે શ્લોક ૧૮૭માં વ્યાધિમુક્ત પુરુષ જેવા પ્રકારનો હોય છે. ઇત્યાદિ જે ઉપન્યાસ કરેલો તેમાં કહે છે. व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥२०४॥ શ્લોકાર્થ :- જેને વ્યાધિ થયો છે તેવો પુરુષ અથવા તો વ્યાધિના. અભાવવાળો પુરુષ અથવા વ્યાધિવાળા પુરુષથી અન્ય તેનો પુત્ર વગેરે - ત્રણમાંથી એક પણ પરમાર્થ નીતિથી વ્યાધિમુક્ત જેમ કહેવાતા નથી, ' અર્થાત ઉપચારથી કદાચ વ્યાધિમુક્તનો પ્રયોગ થઈ શકે. જેમ વ્યાધિ થયો. હોય પણ થોડા સમયમાં સારું થવાનું હોય તો કહેવાય કે આ તો હવે રોગ મુક્ત થઈ ગયો, તેમ જ જેને કદી વ્યાધિ થયો નથી તેવા પુત્ર વગેરેમાં પણ મુક્તત્વનો પ્રયોગ કદાચ કરાય તો પણ તે ઉપચારથી કરાય છે પરમાર્થથી નહિ. આ જ વાતને દાષ્ટ્રત્તિકમાં યોજન કરતા કહે છે. संसारी तदभावो वा तदन्यो वा तथैव हि । मुक्तोऽपि हन्त नो मुक्तो, मुख्यवृत्त्येति तद्विदः ॥२०५॥ જેમ દૃષ્ટાંતમાં ત્રણે સ્થાનમાં મુક્ત શબ્દનો પ્રયોગ મુખ્ય વૃત્તિથી થઈ શકતો નથી કારણકે મુક્ત શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બંધનથી મુકાવારૂપ ત્રણેમાં નથી તેજ રીતે સંસારી જીવ અથવા તો તમય = પુરુષનો અભાવ જેમાં છે તે અને પુરુષથી અન્ય એકાંત નિત્ય ઇશ્વર તેમાં મુક્ત શબ્દના પ્રવૃત્તિ નિમિત્તનો અભાવ હોવાથી મુક્ત કહેવાય છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, 2010_05 Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ જેમ સંસારમાં જીવ ઘણો સુખી હોય તેવા રાજા, મહારાજા, ચક્રવર્તી ઇન્દ્રાદિને જોઈને ઘણા કહે કે આને તો કાંઈ ચિંતા, બંધનાદિ નથી આ તો મુક્ત છે તે જ રીતે શૂન્યવાદીના મતે આત્માનો મોક્ષ આત્માના અભાવ રૂપ છે તેથી ત્યાં પણ આત્મા મુક્ત થયો તેમ કહેવાય છે અને પુરુષથી ભિન્ન એકાંત લક્ષણ નિત્ય ઇશ્વર મુક્ત કહેવાય છે પણ તે મુખ્ય વૃત્તિથી નથી કારણકે બંધન મુક્તત્વ રૂપ પ્રવૃત્તિનિમિત્ત ત્યાં નથી એમ અધ્યાત્મના જાણકારો કહે છે. મિત્યાદ- કોની જેમ નથી ? તો કહે છે જેમ દષ્ટાંતમાં (૨૦૪ ની ગાથા વ્યાધિમુક્ત) મુખ્યવૃત્તિથી નથી ? તેમ અહીં મુક્તત્વ પણ અનૌપચારિક નથી... તો મુક્તની વ્યવસ્થા કઈ રીતે છે ? તે બતાવે છેक्षीणव्याधि यथा लोके व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥२०६॥ જેમ લોકમાં ક્ષીણ થયેલા વ્યાધિવાળો પુરુષ વિવાદ વગર તે તે રોગના અભાવવડે કરીને વ્યાધિમુક્ત એ પ્રમાણે પ્રસિદ્ધ જ છે પણ તે પ્રસિદ્ધ કરવા યોગ્ય નથી તે જ રીતે ભવરોગી આત્મા પણ ભવરૂપી રોગના નાશ થવાથી મુખ્યવૃત્તિથી મુક્ત હોવાથી ભવવ્યાધિથી મુક્ત તરીકે પ્રસિદ્ધ જ છે. અન્યદર્શનકારો એકાંતવાદમાં ફ્લાયેલા હોવાના કારણે વસ્તુનું યથાર્થ દર્શન કરાવી શકતા નથી તેમના મતે બંધ-મોક્ષ, સંસારી-મુક્ત અવસ્થા તેમ જ વિશ્વવ્યવસ્થા, વગેરે કશું જ ઘટી શકતું નથી. એકાંત દષ્ટિ હોવાના કારણે અને તેમાં યથાર્થતાનો સર્વાશે આગ્રહ હોવાના કારણે તેમની બુદ્ધિ મોહગર્ભિત છે. એકાંતવાદના પાયા પર રચાયેલું કોઈપણ દર્શન મોહગર્ભિત છે તેથી તે ઇષ્ટ સાધક બનતું નથી. અનેકાંત સિદ્ધાંત દ્વારા જ બંધમોક્ષ અવસ્થા તેમજ વિશ્વ વ્યવસ્થા ઘટી શકે છે અને તેથી અનેકાંતદર્શન જ વસ્તુતત્ત્વનું યથાર્થ દર્શન કરાવે છે અને ઈષ્ટ પ્રાપ્તિનું કારણ બને છે. ઉપસંહાર अनेकयोगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥ અનેક યોગશાસ્ત્રોમાંથી દૃષ્ટિના ભેદ વડે કરીને આત્માની સ્મૃતિને માટે આ અધિકૃત યોગગ્રંથ ઉદ્ધત કરાયો છે. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ કેવી રીતે બનાવ્યો ? તે કહે છે પાતંજલાદિ યોગશાસ્ત્રોનું અવગાહન કરીને એમાંથી સાર રૂપે, દૂધમાંથી માખણ જેમ કાઢવામાં આવે તેમ આઠ દૃષ્ટિના ભેદ વડે પ્રધાન એવો યોગનો આ ગ્રંથ આત્માની સ્મૃતિને માટે ઉદ્ધત કરાયો છે. સમુદ્રનું મંથન કરીને દેવોએ જેમ અમૃત વલોવ્યું તેમ યોગશાસ્ત્ર રૂપી સમુદ્રનું મંથન કરીને ગ્રંથકારે આ ગ્રંથ રૂપી અમૃત વલોવ્યું છે જેનો સૂક્ષ્મતાથી 2010_05 Page #466 -------------------------------------------------------------------------- ________________ ચોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ४३७ અભ્યાસ કરતાં જીવને હું ક્યાં ઊભો છું? મારે કયાં જવાનું છે? કેટલો આગળ. વધ્યો? વગેરેનો યથાર્થ ખ્યાલ આવે છે. મોહની કેદમાંથી ભાગી છૂટવા માટે આ ગ્રંથ કાલઘંટા સમાન છે. આ ગ્રંથનો અભ્યાસ કરતા આત્મા મોહની નિદ્રામાંથી જાગી ઉઠે છે અને મોહની જાળમાંથી છૂટવાનો અને મોહનો નાશ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. “ધન્ય જિનોને ઊલટ ઉદધિકો એક બિંદુ ઠાયા હૈ” - ચિદાનંદજી ગ્રંથકારે આ ગ્રંથની રચના દ્વારા ગાગરમાં સાગર સમાવી દીધો છે. પાતંજલાદિ અનેક યોગશાસ્ત્રોમાંથી મેં આ ગ્રંથ સંક્ષેપથી ઉદ્ધત કર્યો છે એ કહેવા દ્વારા ગ્રંથકારે પોતાની લઘુતા, સરળતા, પ્રામાણિકતા, સજ્જનતા, માધ્યસ્થતા વગેરે અનેક ગુણોનું દર્શન કરાવ્યું છે. મહાપુરુષો ભવભીરૂ હોવાના કારણે જે વાત જેવી હોય છે તેવી જ કહે છે. અન્ય દર્શનમાં પણ પોતાને જે કાંઈ સારું લાગ્યું તે તેમણે પ્રામાણિકપણે ત્યાંથી ગ્રહણ કર્યું અને તે વાત સરળ ભાવે જણાવી. આ તેઓશ્રીની નૈતિકતાને જણાવે છે. અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચવા માટે ઉપર કહેલા ગુણોની ખૂબ આવશ્યકતા છે. આત્મસાક્ષીએ પ્રામાણિક બન્યા સિવાય અધ્યાત્મની શ્રેણી પર ચઢી શકાતું નથી. આપણામાં શું ઓછું છે કે જેથી બીજાનું આપણે લેવું પડે ? અથવા તો આપણામાં જ બધું છે બીજામાં કશું નથી. આવો આગ્રહ સ્યાદવાદીને ના હોઈ શકે. સ્યાદ્વાદી તો અન્યત્ર પણ સારું દેખાય તો તેનો સારા તરીકે સ્વીકાર કરે અને તેને પોતાની માન્યતામાં ઊંચિત સ્થાન આપે. જૈનદર્શન સર્વજ્ઞપ્રણીત હોવાના કારણે એનામાં જે કાંઈ છે તે બધું સારું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. છતાં કાળક્રમે ઘણું બધું લુપ્ત થયું છે અને તેથી અન્યત્ર કાંઈ સારું હોય તો તે આપણું જ છે એવી વિશાળ દૃષ્ટિથી તેનો સ્વીકાર કરવો ઘટે. કદાચ સ્વીકાર કરવા માટે હૈયું તૈયાર ન થતું હોય તો પણ તેનું ખંડના તો ન જ હોઈ શકે. ષોડશક, ઉપદેશપદ ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે પરદર્શનીનું વચન પણ જો સાચું - સારું હોય તો તે જિનવચનથી ભિન્ન નથી માટે તેના ઉપર ભૂલે ચૂકે પણ દ્વેષ ન કરવો કારણ કે તેમ કરવામાં દ્વાદશાંગીની આશાતના થઈ જાય तस्यापि च न द्वेषः कार्यों विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सदवचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥१६-१३ ॥ षोडशक तदरुचिस्तु तत्त्वतो दृष्टिवादारुचि पर्यवसायिनी ॥१६-१३ ॥ ષોડશક યોગદીપિકા વૃત્તિ. “આત્માની સ્મૃતિને માટે મેં આ ગ્રંથ રચ્યો છે.” - આ ગ્રંથ દ્વારા મારા આત્માની વિસ્મૃતિ ન થાય, આત્મા નિરંતર યાદ આવે, મારો આત્મા પરભાવમાં ન ચાલ્યો જાય અને નિરંતર સ્વરૂપની દિશામાં આગળ વધે - એ હેતુથી મેં મારા 2010_05 Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આત્માના ઉપકારને માટે આ ગ્રંથ રચ્યો છે એમ ગ્રંથકાર કહે છે. આના દ્વારા આત્માના ઉપકારને માટે - મોક્ષપ્રાપ્તિ માટે યોગગ્રંથોનું વાંચન, શ્રવણ, ચિંતન, મનન અત્યંત ઉપકારી છે એ વાત સિદ્ધ થાય છે. યોગગ્રંથોનો અભ્યાસ મોક્ષની સાથે આત્માનું યોજન કરી આપે છે તેથી આત્મા સ્વરૂપની નિકટમાં રહે છે. પુગલભાવો તેને સ્પર્શી શકતા નથી. અંદરથી સતત વિષયકષાયની પરિણતિ તૂટ્યા જ કરે છે એટલે અંદરથી મોક્ષમાર્ગ તૈયાર થતો જાય છે. ઉપરોક્ત કથન દ્વારા ગ્રંથકારે હું સાધક છું. આત્માર્થી છું. મોક્ષ માર્ગનો પ્રવાસી છું એ વાત જણાવી છે. યોગદૃષ્ટિ ગ્રંથ આધ્યાત્મિક વિકાસના માર્ગે આગળ વધવા માટે માઈલ સ્ટોનની ગરજ સારે છે. ચાર પ્રકારના યોગી कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः। अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०८ ॥ કુલાદિ યોગના ભેદથી યોગીઓ ચાર પ્રકારના છે એથી તેઓનો પરોપકાર પણ લેશમાત્ર વિરોધી બનતો નથી. યોગીઓ ચાર પ્રકારના છે (૧) કુલયોગી (૨) પ્રવૃત્તચક્રયોગ (૩) ગોત્રા ચોગી અને (૪) નિષ્પન્ન યોગી. આમાંથી પ્રથમના બે યોગીઓને નજર સામે રાખીને પ્રસ્તુત ગ્રંથની રચના કરાઈ છે, કારણ કે બે યોગીઓને યોગમાં પક્ષપાત છે, યોગમાં રૂચિ છે. જેને જેમાં રૂચિ ન હોય. ઇરછા ન હોય તેની આગળ તે વસ્તુનું વર્ણન કરવામાં આવે તો તે નિરર્થક છે. જેમ ભોજનની પ્રત્યે જેને રૂચિ નથી તેને ભોજન આપવામાં આવે તો લાભ કરનાર બનતું નથી તેમ યોગમાં જેને રૂચિ નથી તેને યોગની વાતો ઉપકારક બનતી નથી. ચાર પ્રકારના રોગીમાંથી કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી યોગ પ્રત્યે રૂચિ, આદર, બહુમાનવાળા છે તેઓને માટે અમારો આ કરાતો પરોપકાર લેશથી પણ વિરુદ્ધ નથી. कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथा ऽसिद्धयादि भावतः ॥ २०९ ॥ કુલયોગી અને પ્રવૃત્તચક્રાયોગી યોગશાસ્ત્રના અધિકારી છે પણ સર્વ યોગીઓ અધિકારી નથી કારણ તેઓને અસિદ્ધિ - સિદ્ધિ હોવાથી. યોગશાસ્ત્રના અધિકારી બધા યોગીઓ કેમ નથી તે કહે છે. ગોત્રયોગીઓને યોગની અસિદ્ધિ છે અર્થાત ગોત્રયોગીઓ યોગને પામી શકતા નથી જ્યારે નિષ્પન્ન યોગીઓને યોગ સિદ્ધ થઈ ગયેલો છે. યોગનું ફળ જે મેળવવાનું હતું તે તેમને મળી ગયું છે એટલે તેઓને માટે યોગશાસ્ત્રો ઉપયોગી નથી, ચારે યોગીઓના વિશેષ લક્ષણને કહે છે. ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये। कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥ २१० ॥ 2010_05 Page #468 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪૩૯ જે યોગીકુળમાં જન્મેલા છે તે કુલયોગી છે અને જે પ્રકૃતિથી યોગી કુળમાં જગ્યા નથી પણ યોગી ધર્મને અનુસરનારા છે તે કુલયોગી છે. આના સિવાયના બીજા ઉત્તમ ગોત્રવાળા હોવા છતાં પણ તે કુલયોગી નથી. જે જન્મથી જ યોગકુળમાં જનમ્યા છે તેઓ દ્રવ્યથી કુલયોગી છે અને જેઓ પ્રકૃતિથી યોગીકુળમાં જન્મ્યા નથી પણ ચોગીઓના ધર્મને અનુસરનારા છે તેઓ ભાવ કુલયોગી છે. પરંતુ સામાન્યથી આર્યદેશ, આર્યજાતિ વગેરે ઉત્તમ ભૂમિમાં જન્મેલા હોવા છતાં પણ બીજા કુલયોગી નથી. જેમ મનુષ્યની યોનિમાં જન્મેલો મનુષ્ય કહેવાય છે. સિંહની યોનિમાં જન્મેલો સિંહ કહેવાય છે તેમ યોગીકુળમાં જન્મેલો કુલયોગી કહેવાય છે અહિંયા જેઓ યોગીકુળમાં જન્મ્યા છે પણ યોગીઓના ધર્મને અનુસરનારા નથી તેને દ્રવ્ય કુલયોગી કહી રહ્યા છે. તેનું કારણ આ છે કે જગતમાં ઉત્તમકુલમાં-યોગી સ્કૂલમાં જન્મ એ પણ પ્રબળ પુણ્યના ઉદયને સૂચવે છે. યોગીકુલમાં જન્મવા માત્રથી જ કુલના પ્રભાવે ઘણા બધા પાપો નીકળી જાય છે. તેમજ સહેજે સહેજે સારા સંસ્કારોનું આધાન થાય છે. જેમકે એક આત્મા પૂર્વના પુણ્યના ઉદર્ય જેનકુળમાં - સંસ્કારી કુળમાં જન્મ્યો. માતા-પિતા સંસ્કારી મળ્યા એટલા માત્રથી તે કુળનું વાતાવરણ જ એવું હોય છે કે જેના કારણે દારૂ, માંસાહાર, વ્યભિચાર, પરસ્ત્રીગમન, હિંસા, જુઠ, વિશ્વાસઘાત, બેવચનીપણું, અભક્ષ્ય ખાનપાન, અશ્લીલ વાતો આ બધું તેના જીવનમાં પ્રવેશ પામતું નથી. આ બધા માટે તેને કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી. સહેજે ઉત્તમકુળના પ્રભાવથી જ તે નીકળી ગયેલ હોય છે. બીજું ભલે પોતે વિશેષ રીતે યોગીઓના ધર્મને અનુસરતો ન હોય તો પણ તે કુળની અંદરમાં પળાતા યોગીધર્મના આચારોને જોઈને તેના હૃદ્યમાં આ બધું સારું છે, પાળવા જેવું છે, આત્મને લાભદાયી છે આવા સંસ્કાર પડે છે જે અવસરે ખૂબ ઉપયોગી થઈ પડે છે. હૃદયમાં પડેલી કુણાશને કારણે સમ્યગ આચારનો તે આત્મા ક્યારે પણ વિરોધી બનતો નથી. યોગીકુલમાં પળાતા ધર્મને જોઈને તે આત્મામાં નજીકના કાળમાં ધર્મને પામી જવાની સંભાવના ઊભી રહે છે. ધર્મીના ઘરમાં રહેલો પોપટ “રામ રામ” બોલતા શીખ્યો અને હિંસક શિકારીના ઘરમાં રહેલો પોપટ “મારો, મારો” બોલતા શીખ્યો-એ બતાવે છે કે સારા કુળનું મહત્ત્વ ઘણું છે. સારું કૂળ સંસ્કારોને ટકાવી રાખે છે. સંસ્કારોને બગડવા દેતું નથી. - શાલિભદ્રનો જીવ પૂર્વ ભવમાં સંગમ ગોવાળ તરીકે એક સામાન્ય કુળમાં જન્મ્યો હતો. એના કુળમાં કોઈ વિશિષ્ટ દેવ ગુરુની ભક્તિ વગેરે ન હતી છતાં જ્યાં રહેતો હતો તેની આજુબાજુનો પાડોશ ધર્મી હતો. સંસ્કારી હતો. તે શેરીમાં કે મહોલ્લામાં મહાત્માઓનું આવાગમન હતું. લોકો મહાત્માઓને પધારો - પધારો કહીને આદર પૂર્વક ઘરમાં લઈ જતા હતા અને ભક્તિથી સુપાત્રદાનનો લાભ લેતા હતા એ દ્રશ્ય આ સંગમ ગોવાળને જોવા મળેલું હતું તેનાથી આ મહાત્માઓ છે, આપણા કરતાં મહાન છે, ત્યાગી છે, પૂજ્ય છે, ભક્તિના પાત્ર છે - આવા સંસ્કાર 2010_05 Page #469 -------------------------------------------------------------------------- ________________ ४४० યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ આત્મામાં પડેલા હતા તો તે સંસ્કારે ખીરના નિમિત્તને પામીને સુપાત્રદાનમાં કેવી ભક્તિ ઊભી કરી કે જેના પ્રભાવે મરીને સીધો શાલિભદ્ર થયો. મનુષ્યના ભવમાં દેવી ભોગોનો ભોક્તા થયો. મરીને દેવ થઈને દેવના ભોગોને ભોગવનારા તો બધા જ હોય પણ મનુષ્યના ભવમાં જન્મીને દેવી ભોગોને ભોગવનાર જગતમાં જો કોઈ પણ થયો હોય તો એક માત્ર શાલિભદ્ર. અને તે પણ કેવા ભોગોનો ? તો આજે ભોગવેલા વસ્ત્રો અને અલંકારો આવતી કાલે ખાળમાં નાખી દેવાના. જગતમાં આર્યાવર્તની ભૂમિ ઉપર ચક્રવર્તીઓએ સર્વ ત્યાગના માર્ગે મહાભિનિષ્ક્રમણ કરીને છ ખંડ, બત્રીસ હજાર રાજાઓની સેવા, એક લાખ બાણું હજારનું અંતઃપુર છોડ્યાના દૃષ્ટાંતો શાસ્ત્રોના પાને નોંધાયેલા જોવા મળે છે પણ કોઈપણ ચક્રવર્તીએ સંસારમાં રહીને આજના વાપરેલા અલંકારોને કાલે ખાળમાં નાંખ્યા હોય તેવું એક પણા દૃષ્ટાંત સાંભળવા મળતું નથી. આ છે સારી સ્થાનમાં અને સારા કુળમાં જન્મ પામવાનો પ્રભાવ.. દ્રવ્યધર્મ તે યોગ સમારવા, વિષયાદિક પરિહાર, આતમશક્તિ હો સ્વભાવ સુધર્મનો સાધન હેતુ ઉદાર... શ્રીદેવચંદ્રજી યોર્ગીકુલમાં જન્મેલા આત્માઓનું જીવન પોતાના કુલને લાંછન ન લાગે તેવું હોય છે. જેમ કુલપુત્ર તેમ જ કુલવધુ કુલીન હોવાના કારણે યથાયોગ્ય આચરણ કરે છેજેમકે પોતાના ઘરમાં રહેવું, પર ઘરે ન જવું, શીલ સાચવવું, ઉભટ વેષભૂષાનો ત્યાગ કરવો - તેમ યોગીકુલમાં જન્મેલા આત્માઓ કુળની મર્યાદાઓનો ભંગ કરનારા હોતા નથી માટે તેઓ દ્રવ્યથી કુલ યોગી છે અને તેઓ આગળ જઈને યોગી ધર્મને અનુસરનારા બની જાય છે. જે આત્માઓ પૂર્વના પુણ્યની ખામીના કારણે યોગીકુળમાં જગ્યા નથી પરંતુ યોગીકુલના ધર્મને પોતાના જીવનમાં આચરનારા છે તે આત્માઓ ભાવથી કુલયોગી છે આવા આત્માઓ કુલયોગીના ધર્મને અનુસરવા દ્વારા એવું પુણ્ય ઉપાર્જન કરે છે કે જેના પ્રભાવે ભવાંતરે દ્રવ્ય-ભાવ ઊભચથી કુલયોગી બને છે તેમજ તેનાથી આગળ વધીને પ્રવૃત્તચક્રયોગીપણાને પણ પામે છે. - સામાન્ય કુળમાં જન્મ પામવા છતાં પણ યોગીઓના ધર્મને અનુસરે છે તે આત્મા પુણ્ય ઉપાર્જન કરે છે અને તેથી આગળ વધે છે. આ બંને કુલયોગીને છોડીને બીજા આત્માઓ કે જેઓ માત્ર આર્યદેશ - આર્યજાતિમાં જન્મેલા છે અને જેમના ગોત્રમાં વર્ષોના વર્ષો પૂર્વે બાપદાદાઓ યોગધર્મને આચરનારા હતા પણ હાલમાં તો તેમાંથી કશું જ નથી તેઓ ગોબયોગી કહેવાય છે. આ આત્માઓમાં યોગીકુલની કોઈ જ છાયા કે સંસ્કાર નથી. માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો. મોજ-શોખ, વૈભવ ને મેળવવો એ જ તેમનું લક્ષ્ય છે. - તેઓ માટે આ યોગગ્રંથની રચના ઉપકારક બનતી નથી અર્થાત યોગગ્રંથોના અભ્યાસને માટે તે આત્માઓ અયોગ્ય છે, અપાત્ર છે. 2010_05 Page #470 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૪૪૧ જ્યારે કુલયોગી આત્માઓ જો આ યોગગ્રંથોનો અભ્યાસ કરે, સદ્ગુરુ પાસે તેનું શ્રવણ કરે અને એકાંતમાં બેસીને તેનું ચિંતન, મનન કરે તો તે આત્માઓ યોગના માર્ગે જરૂર આગળ વધે તેમ છે માટે તેઓના ઉપકારને માટે આ ગ્રંથની રચના છે. કુલ અને ગોત્ર શબ્દમાં તફાવત એ છે કે કુલ શબ્દ નિકટનો વંશ સંબંધ સૂચવે છે જ્યારે ગોત્ર શબ્દ દૂરનો વંશસંબંધ સૂચવે છે. તેમ કુલયોગી યોગીકુલ સાથે નિકટનો વંશસંબંધ સૂચવે છે ને ગોબયોગી દૂર નો સગપણ સંબંધ ધરાવે છે માટે એમ અનુમાન કરી શકાય કે કુલયોગી મોક્ષની નિકટમાં છે. તે અપેક્ષાએ ગોત્રયોગી મોક્ષથી દૂર-દૂર-દૂર છે (નોંધ - આ શ્લોકની ટીકાની પહેલી લીટીમાં યોનિધનુ તાઢયે પ્રત્યાચેડા - આમ સુધારવું અને મારે નમન.... આ પ્રમાણે સુધારવું) હવે આ કુલયોગીના વિશેષ લક્ષણને કહે છે - सर्वत्राऽद्वेषिणश्चैते गुरुदेवद्विजप्रियाः। दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥ २११ ॥ કુલયોગી સર્વત્ર અદ્વેષી, ગુરુ, દેવ અને દ્વિજ પ્રત્યે પ્રેમ,આદરવાળા, દયાળુ, વિનીત, બોધવંત અને યતેન્દ્રિય હોય છે. સર્વત્ર દ્વેષ વગરના કુલર્ભાગી કુલયોગીમાં આગ્રહ ન હોવાને લીધે તેઓ સર્વત્ર અષી હોય છે. દ્વેષ એ જીવને યોગમાર્ગમાં પ્રવેશ જ ફરવા દેતો નથી. એટલા માટે પહેલી યોગની મિત્રા દૃષ્ટિની પ્રાપ્તિ પણ અદ્વેષ ગુણથી થાય છે. દ્વેષનું કારણ આગ્રહ, પડ મમત્વ છે. જેને પોતાના વિચાર, મત, માન્યતા પ્રત્યે પક્કડ છે તેઓ તત્ત્વની પ્રાપ્તિ માટે અયોગ્ય છે. આગ્રહીને પોતાનો જે વિષયમાં આગ્રહ છે તેનાથી વિપરીત જ્યાં જોવા કે સાંભળવા મળે ત્યાં તેને દ્વેષ થાય છે. અધ્યાત્મના માર્ગમાં-યોગમાર્ગમાં મત, મમત્વ, પક્કડ એ અજ્ઞાન, મિથ્યાત્વ અને એ કાંત દૃષ્ટિનું સૂચક છે. અનેકાંતપ્ટિવાળો નિરાગ્રહી હોય છે. સર્વત્ર માધ્યસ્થ દૃષ્ટિથી વસ્તુતત્ત્વને સમજનારો હોય છે અને તેથી તેને માટે દ્વેષનો વિષય કોઈ જ બની શકતું નથી. યોગીકુલમાં જન્મેલા અને યોગીઓના ધર્મને અનુસરનારા કુલયોગીઓ નિખાલસ હૃદયના અને વર્ધમાન શુભભાવવાળા હોવાથી તેઓને ક્યાંય આગ્રહ, મત, મમત્વ હોતું નથી તેથી તેઓ સર્વત્ર મેત્રી આદિ પરિણામવાળા હોય છે. દેવ, ગુરુ અને દ્વિજ પ્રત્યે પ્રેમવાળા કુલયોગીઓને ધર્મના પ્રભાવથી દેવ, ગુરુ અને દ્વિજ પ્રત્યે પ્રેમ હોય છે. ધર્મના પ્રભાવથી અંતઃકરણ વિશુદ્ધ બનેલું છે એટલે આત્મકલ્યાણ એ જ ઇષ્ટ લાગે છે અને તેથી તે આત્મકલ્યાણ કરવામાં નિમિત્તભૂત દેવ-ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન હોય છે. દીર્ધકાળના રોગથી પીડાતા જીવને સુધનો યોગ થાય અને ઔષધપ્રયોગથી 2010_05 Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ -૩ રોગ મટાડી આરોગ્ય પ્રાપ્ત કરાવે તો તે જીવને નિરોગી બનાવનાર વૈદ્ય પ્રત્યે કેટલું બહુમાન, આનંદ પ્રગટે છે? તેમ અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિના પાપથી - ભવરોગથી પીડાતા આત્માને ધવંતરી વૈધ સમાન પરમાત્માનો યોગ થાય કે સગુરુનો યોગ થાય, ભાવ ઔષધ સમાન દેશના મળે. પોતાની સ્થિતિ ઓળખાવે અને ગ્રંથિભેદ કરાવી સમ્યક્ત્વ પમાડે કે વિરતિ પ્રાપ્ત કરાવે તો તે આત્માને તે દેવ-ગુરુ પ્રત્યે કયો આનંદ ના આવે ? જન્માંધને દૃષ્ટિ આપનારથી પણ અધિક ઉપકાર કરનાર દેવ,ગુરુ છે. તે તો ભવોભવનું દારિદ્ર ડી નાંખે છે તેના ઉપર આત્માર્થી જીવને કેટલો પ્રેમ ઉભરાય-તે સમજી શકાય તેમ છે. થાળ - સ્વભાવથી જ ક્લિષ્ટ પરિણતિ ન હોવાથી દયા - કરૂણાના પરિણામવાળા હોય છે. કોઈના પણ દુ:ખને ન જોઈ શકે તેવી તેમની પરિણતિ - હૃદય હોય છે. બીજાના દુ:ખે દુઃખી થનારા હોય છે. બીજાના દુઃખને પોતાનું માની તેને દૂર કરવામાં પ્રવર્તનારા હોય છે. વિનીત : સ્વભાવથી જ તેઓ અભિમાનથી રહિત વિનીત સ્વભાવવાળા હોય છે. સંતપુરુષો પ્રત્યે ભક્તિવાળા હોય છે. તેઓના ચરણને સેવનારા હોય છે, તે આવે ત્યારે ઊભા થવું, આસન આપવું, તેમનો સત્કાર કરવો એ રૂપ વિનય ધર્મને આચરનારા છે. પૂર્વની આરાધનાના કારણે કુશલાનુબંધી ભવ્ય સ્વભાવવાળા હોવાથી તેઓ આ બધા ગુણોને ધારણ કરનારા હોય છે તેઓની આરાધના વિશેષ હોવાથી આગળ આગળ પણ તે આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરનારા હોય છે. સ્વભાવથી જ વિનીત હોવાના કારણે તેઓ બધાની સાથે પ્રેમપૂર્વક વર્તનારા હોય છે. બોધવંત: તેઓની અનાદિકાલીન નિબીડ રાગદ્વેષની ગ્રંથિ ભેદાઈ ગઈ હોવાના કારણે સમ્યગ બોધવાળા હોય છે. તેઓનો ક્ષયોપશમ સ્વભાવથી જ માર્ગસ્થ હોય છે. વિકારીભાવો અને વિકારી પરિણામ રૂપે ન પ્રવર્તતા સહજ રીતે નિર્વિકાર પરિણામવાળા હોય છે. સ્વપરિણામ અને પરપરિણામનો ભેદ કરી સ્વપરિણામ પ્રત્યે રૂચિવાળા અને કષાયપરિણામ પ્રત્યે અરુચિવાળા હોય છે. જિતેન્દ્રિય : ઇન્દ્રિયો ઉપર વિજય મેળવેલો હોવાથી સંયમી બનેલા હય છે. પોતે ઇન્દ્રિયોને આધીન થતા નથી પણ ઇન્દ્રિયોને વશ કરનારા હોય છે. ભાવ ચારિત્રને સ્પર્શનારા હોય છે. તેઓની સઘળી આચરણ સ્વરૂપ અભિમુખ હોય છે. જીવોને અભયદાના આપનારા હોય છે. આ બધા લક્ષણો દ્વારા કુલયોગી કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. કુલ યોગી અપુનબંધક અવસ્થાથી માંડીને ઠેઠ ચારિત્રના પરિણામને અવસ્થા ભેદથી સ્પર્શનારા 2010_05 Page #472 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪૪૩ હોય છે. પણ કુલોગીમાં જે ચારિત્ર હોય છે તે અત્યંત નીચલી કક્ષાનું અને દોષબહુલ ચારિત્ર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇચ્છાયમનું ચારિત્ર હોય છે. તેની અપેક્ષાએ પ્રવૃત્ત ચક્રયોગીનું ચારિત્ર અતિચારવાળું હોવા છતાં ઊંચી કક્ષાનું હોય છે કારણ કે તે લોકો પ્રવૃત્તિયમ સુધી પહોંચેલા હોય છે અને તેથી સર્વત્ર ઉપશમપૂર્વકની પ્રવૃત્તિ તેઓને હોય છે. જ્યારે અહિંયા તો પોતાને વિધિપૂર્વક સમ્યક્ ક્રિયા કરવાનો ઉલ્લાસ હોય છે પરંતુ તથાવિધ શક્તિના અભાવના કારણે પોતાના ઉલ્લાસથી યત્કિંચિત્ અભ્યાસરૂપ ક્રિયાઓને સેવે છે. અથવા તો યતેન્દ્રિયાશ્ચારિત્રમાવેન નો અર્થ કુલ યોગીઓને ઇન્દ્રિયોનો સંયમ હોવાના કારણે સદાચારના પાલન રૂપ ચારિત્રનું અસ્તિત્વ હોય છે. प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रुषादिगुणान्विताः ॥ २१२ ॥ પ્રવૃત્તચક્રયોગીઓ ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમનો આશ્રય કરનારા હોય છે તેમજ સ્વૈર્યયમ અને સિદ્ધિયમ એ બેના અત્યંત અર્થી હોય છે અને શુશ્રુષાદિ ગુણોથી યુક્ત હોય છે. લયોગીનું સ્વરૂપ બતાવ્યા પછીથી હવે પ્રવૃત્તચક્રયોગીની વાત કરી રહ્યા છે. જેઓનું યોગચક્ર સારી રીતે અહિંસાદિયમના પાલનમાં પ્રવૃત્ત થયું છે તે પ્રવૃત્તચક્રયોગી છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ અને સિદ્ધિયમ આ પ્રમાણેના યમના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદ ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ તેઓને હોય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમને પાલન કરવાની ઇચ્છા તે ઇચ્છા યમ છે. જ્યારે અહિંસાદિ પાંચે યમો જીવને આત્મકલ્યાણની બુદ્ધિથી ગમે છે ત્યારે હૃદયથી તેના પાલન માટેની ઇચ્છા જાગે છે અને ત્યારે ઇચ્છાયમની પ્રાપ્તિ થાય છે. અભવ્યજીવ નિરતિચાર ચારિત્ર પાલનકાળમાં અહિંસાદિને પાળે છે પણ તેને આત્મકલ્યાણ કરવાની કોઈ ઇચ્છા જ નથી માટે તેને ત્યાં ઇચ્છાયમ વગેરે નથી. પ્રવૃત્તચક્રયોગી તો યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા છે અને તેથી તેઓ હૃદયથી અહિંસાદિને જ આત્મકલ્યાણના સાધન માને છે તેથી તેઓને અહિંસાદિ પ્રત્યે રૂચિ છે અને હિંસાદિ પ્રત્યે ઘૃણા છે તેઓને માત્ર અહિંસાદિ યમની રૂચિ જ છે એવું નથી. તેનું ‘પાલન પણ તેમને વર્તે છે અને પાલન અનુસાર તેના ફ્ળરૂપે આત્મામાં પરિણતિ પણ ઊભી થયેલી છે માટે તે આત્માઓને પ્રવૃત્તિમય પણ હોય છે. પ્રવૃત્તચક્ર યોગીઓ યોગ માર્ગમાં પ્રવૃત્ત થયેલા છે. ચારિત્રના પરિણામમાં વર્તે છે. અહિંસાદિથી વિપરીત હિંસાદિ પ્રત્યે જેમ જેમ ઘૃણાદિ વધતા જાય છે તેમ તેમ અહિંસાદિનું પાલન ઉચ્ચ-ઉચ્ચતર બનતું જાય છે અને તેથી આત્મામાં ચારિત્રના પરિમામની પણ વૃદ્ધિ થાય છે. આ આત્માઓ અહિંસાદિ યમમાં પ્રવૃત્ત થયેલા હોય છે પણ હજુ તેઓને તેમાં અતિચાર લાગવાની સંભાવના છે એટલે અતિચારની ચિંતાથી રહિત નથી માટે તેઓને ધૈર્યયમ અને સિદ્ધિયમ હોતા નથી, પરંતુ તેઓ તેના સમ્યગ્ ઉપાયમાં 2010_05 Page #473 -------------------------------------------------------------------------- ________________ - ४४४ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ પ્રવૃત્ત થવા વડે કરીને તેના અત્યંત અર્થી હોય છે. યોગમાર્ગમાં તેઓની પ્રવૃત્તિ સતત ચાલુ હોવાથી તેમના આત્મામાં સંવેગ, નિર્વેદ, ઉપશમાદિ ભાવોની નિરંતર વૃદ્ધિ થતી હોય છે. અને તેથી તેઓ આગળ જઈને સ્વૈર્યયમ અને સિદ્ધિયમને પામવાની યોગ્યતા ધરાવનારા હોય છે. જે કારણથી સ્વૈર્યયમ અને સિદ્ધિયમના અર્થી છે તેથી જ કરીને તે બે યમને લગતા શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઉહ, અપોહ, તત્ત્વાભિનિવેશ આ બુદ્ધિના આઠ ગુણથી યુક્ત હોય છે અર્થાત્ ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમથી ઉપરના ચમને પામવા માટે તેઓના અંતરમાં તત્ત્વ શ્રવણની તીવ્ર ઇચ્છા વર્તે છે.શુશ્રષાને અનુરૂપ શ્રવણ કરે છે. શ્રવણ પછી તેના અર્થનું ગ્રહણ કરે છે જે ગ્રહણ કર્યું છે તેનું અવધારણ કરે છે. તેને બરાબર હદયમાં ધારી રાખે છે. ધારણા પછીથી તેના સંસ્કાર પડવાથી બોધ વિશિષ્ટ બને છે તે વિજ્ઞાન છે. ત્યારબાદ અન્વય, વ્યતિરેકથી પદાર્થનો નિર્ણય કરે છે તેથી તત્ત્વનો દૃઢ નિશ્ચય થાય છે તે તત્વ અભિનિવેશ છે. આમ પ્રવૃત્તચક્રયોગીઓ છેલ્લા બે યમના અર્થી હોવાથી તેના હેતુભૂત શુશ્રુષાદિ ગુણોમાં પ્રવર્તનારા હોય છે. आद्यावञ्चकयोगाप्त्या तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥ २१३ ॥ આધ અવંચકયોગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકના લાભને તેઓ પામનારા હોય છે તેઓ આ યોગ પ્રયોગના અધિકારીઓ છે એમ યોગના જાણકારો કહે છે. પ્રવૃત્તચક્રયોગીને યોગાવંચકપણું પ્રાપ્ત થયેલું છે અને તેનાથી અન્ય ક્રિયાવંચકપણું અને ફ્લાવંચકપણું તેના લાભને તેઓ પામનારા છે કારણ કે આધ અવંચકયોગની પ્રાપ્તિથી તે આત્મામાં એવી અવંધ્ય યોગ્યતા ઊભી થયેલી છે કે જેના કારણે તેઓ બાકીના બે અવંચકયોગને પામીને રહે, પ્રવૃત્તચક્રયોગીને ચારેત્રનો પરિણામ હોવા છતાં તે પરિણામ નિરતિચાર નથી બન્યો તેથી આદ્ય કક્ષાનું ક્રિયાવંચકપણું આવ્યું હોવા છતાં હજુ સંપૂર્ણ ક્રિયાવંચકપણું આવ્યું નથી. તે તો નિરતિચાર ચારિત્રની સ્પર્શનાથી જ આવે માટે ગ્રંથકાર તેઓને માટે ક્રિયાવંચકપણું પામનારા છે એમ કહે છે, ક્રિયા કરતા કરતા ક્રિયાના પરિણામ સ્પર્શે ત્યારે ક્રિયાવંચકપણે પ્રાપ્ત થાય છે. આ પ્રવૃત્તચક્રયોગી પ્રસ્તુત યોગનો ગ્રંથ યોગદૃષ્ટિ સમુચ્ચના અભ્યાસને માટે યોગ્ય છે કારણ કે તેના અભ્યાસથી તેઓ ઉત્તરોત્તરની ભૂમિકાને સ્પર્શીને ઠેઠ કેવલજ્ઞાન સુધી પહોંચી શકે છે એમ ચોગના જાણકારો કહે છે. યોગના દ્વારા જેઓએ ઘાતકર્મો ખપાવી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું છે તેઓ નિષ્પન્નયોગી છે. અર્થાત્ યોગનું પ્રાપ્ત કરી લીધું છે તેથી તેઓને માટે તેમજ ગોત્રયોગીઓને માટે પ્રસ્તુત ગ્રંથ ઉપયોગી નથી. 2010_05 Page #474 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ૪૪૫ જેમ તીર્થંકર પરમાત્માઓ ઘાતીકર્મના ક્ષયથી કેવલ જ્ઞાનને પામે છે તેથી તેઓ નિષ્પન્નયોગી કહેવાય. તેમના શિષ્ય ગૌતમમહારાજા પ્રવૃત્તચક્રયોગી કહેવાય તેમના માર્ગમાં શ્રદ્ધાપૂર્વક પ્રવર્તનારા જીવો કે જેઓને હજુ ક્રિયાને અનુરૂપ પરિણામ સ્પર્થા નથી તે બધા પ્રાયઃ કુલયોગી કહેવાય. અને મણ જેવા જીવો એ ગોત્રયોગી કહેવાય. - યમાદિનું સ્વરૂપ કહે છે इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादि चतुर्विधाः ॥ २१४॥ સર્વ દર્શનોમાં સાધારણ હોવાથી અહિંસાથી માંડીને અપરિગ્રહ સુધીના પાંચ યમ મુનીઓને હોય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચ યમ છે. એ પ્રમાણે પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે તથા તે પ્રત્યેક યમ ઇચ્છાદિના ભેદથી ચાર પ્રકારે હોય છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ, સિદ્ધિયમ. યોગદર્શન જેને યમ કહે છે, તેને જ જૈનો વ્રત કહે છે, બૌદ્ધો શીલ કહે છે. તેમાં શબ્દભેદ હોવા છતાં અર્થભેદ નથી. આના જ વિશેષ લક્ષણોને કહે છે - तद्वत्कथाप्रीतियुता तथा विपरिणामिनी । यमेष्विच्छाऽवसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ ઇચ્છાયમ યમવંતની કથામાં પ્રીતિયુક્ત, તથા અવિપરિણામીની એવી જે યમમાં ઇચ્છા તે અહીં યમ ચક્રમાં પ્રથમ યમ ઇચ્છાયમ જાણવા યોગ્ય છે. . યમને આચરનારા પુરુષોની કથાને સાંભળવામાં પ્રીતિ આવે છે. અને તદ્ભાવમાં સ્થિર રહેવા વડે કરીને તે વિપરીત પરિણમન પામનારી હોતી નથી આવી વિપરિણમન નહિ પામનારી, યમવાન પુરુષોની કથાને સાંભળવામાં પ્રીતિવાળી ઇચ્છા તે ઇચ્છાયમ છે. પોતે યમનું પાલન ન કરતો હોવા છતાં જ્યારે જ્યારે અહિંસાદિ યમનું પાલન કરનારા મહાપુરુષોની કથા સાંભળવા મળે ત્યારે આનંદપૂર્વક સાંભળે છે. અખંડ એક ધારાએ સાંભળે છે. સાંભળતાં સાંભળતાં તે મહાપુરુષોએ કરેલા પરાક્રમને યાદ કરતા તેના રોમાંચ બધા ખડા થઈ જાય છે, તેની રોમરાજી વિકસ્વર થાય છે. જેમ કે માસ ખમણના પારણે ગોચરી ગયેલા ધર્મરૂચિ અણગારને દ્રૌપદીના જીવ નાગશ્રીએ કડવી તુંબડી પાત્રામાં વહોરાવી. ગુરુએ તેને ઝેરી જાણી ગામ બહાર પરઠવવા કહ્યું. મહાત્માએ ત્યાં પરઠવતા એક જ બિંદુ નીચે પડતા જીવના સંહાર જોયા. તેથી જીવદયાના પરિણામ વ્યાપક બનવાથી પોતે જ તે ઝેરી તુંબડી વાપરી ગયા. સમાધિપૂર્વક કાળ કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આવી કથાઓને સાંભળતા તે જીવ એકાગ્ર બની જાય છે તે મહાત્માઓએ કરેલ અદ્ભુત પરાક્રમને યાદ કરતા 2010_05 Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ હું પોતે પણ આવી અહિંસાને ક્યારે પાળીશ ?' આવી ભાવના તેના હૃદયમાં જાગે છે આવી જે હૃદયપૂર્વકની અહિંસાદિને પામવાની ઇચ્છા તે ઇરછાયમ છે. આવી જ ઇચ્છા થવી તે યોગ માર્ગમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર બની જાય છે કારણ કે અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને આવી હદયસ્પર્શી ઇચ્છા ક્યારે પણ થઈ નથી. અભવ્યાદિ જીવોને આવી ઇચ્છા થતી નથી તેથી તેઓ ઇચ્છાયમ પામતા નથી મોક્ષમાર્ગની બહાર જ તેઓ સદાને માટે રહે છે. सर्वत्र शमसारं तु यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् ॥ २१६ ॥ પ્રવૃત્તિમાં સર્વત્ર ઉપશમની પ્રધાનતાપૂર્વક અહિંસાદિ યમનું પાલન કરવું તે પ્રવૃત્તિ નામનો દ્વિતીય યમ છે. પ્રવૃત્તિ ચમમાં અહિંસાદિનું પાલન કરતા આત્મા અંદરમાં ઠરેલો હોય છે. સંસારના ઉકળાટ શમી ગયા હોય છે. આવી શાંત અવસ્થા ત્યારે જ આવે કે અસત ઇચ્છાઓના આવેશ નીકળી ગયા હોય. અસત ઇરછાઓ ચિત્ત વૃત્તિને ડહોળી નાંખે છે. જ્યાં સુધી એ ચીજ મળે નહિ ત્યાં સુધી ચિત્તમાં એક પ્રકારનો સંતાપ વર્તતો હોય છે. તે પ્રવૃત્તિ કરવા છતાં પ્રવૃત્તિયમને પામવા દેતી નથી જ્યારે પ્રસ્તુતમાં તો સંસારની ઇચ્છાઓ, માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા, નામનાદિની ઇરછાઓ નીકળી ગયેલી હોય છે. તેથી જે અહિંસાદિની પ્રવૃત્તિ કરે છે. તે આત્મ ભાવમાં આવીને કરે છે તેથી પ્રવૃત્તિ યમ હોય છે. આ મહાત્માઓને પાપના ઉદયે દુખ આવે, લોકો દુર્જન બનીને ત્રાસ આપે ત્યારે પણ શાંતભાવે તેઓ સહન કરતા હોય છે તેથી અનુકૂળ કે પ્રતિકૂળ કોઈપણ સંયોગોમાં તેમની અહિંસાદિની પ્રવૃત્તિ ઉપશમપૂર્વકની જ હોય છે. કષાયાવિષ્ટ બનીને તેઓ કશું જ કરતા નથી માટે પ્રવૃત્તિ યમ તેઓને ઘટે છે અહિંયા અતિચાર લાગવાની સંભાવના હોય છે. विपक्षचिन्तारहितं यमपालनमेव यत् । तत्स्थैर्यमिह विज्ञेयं तृतीयो यम एव हि ॥ २१७ ॥ સ્પેર્ચચમ - ઉપશમભાવપૂર્વક અહિંસાદિયમનું પાલન કરતા જ્યારે અંદરથી જ્ઞાનાવરણીય, મોહનય કર્મનો ક્ષયોપશમ વધે છે ત્યારે અહિંસાદિના પાલનમાં સ્થિરતા આવે છે અર્થાત્ જે અહિંસાદિ યોગ જે રીતે પાલન કરવાનો હોય છે તે રીતે તેમાં તન્મય બનવાપૂર્વક અન્ય વિકલ્પોને છોડીને તે આરાધાય છે અને આવી સ્થિરતા જ્યારે આત્મસાત થાય છે ત્યારે તેમાં લાગતા દોષો, અતિચારોની સંભાવના વગેરેની ચિંતા, ભય નીકળી જાય છે આમ જે અહિંસાદિ યમના પાલનમાં વિપરીત પરિણામો, વિકલ્પો, અતિચારોની સંભાવના નીકળી ગયેલી હોય છે તે અહિંસાદિયમ એ ધૈર્યયમ નામનો તૃતીય યમ છે. 2010_05 Page #476 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ४४७ જેમ દોરડા પર નાચનારાઓને અભ્યાસકાલમાં તેના ઉપરથી પડવાનો ભય-ચિંતા રહે છે પણ અભ્યાસનો પરિપાક થતા તે સહેલાઈથી ભય વિના નાચે છે તેમ અહિંયાં પણ જાણવું. परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन चतुर्थो यम एव तु ॥ २१८ ॥ સિદ્ધિયમાં પરોપકારને સાધનારું આ યમ પાલન અચિંત્ય શક્તિના યોગથી શુદ્ધ એવા અંતરાત્માની સિદ્ધિ છે તે જ સિદ્ધિ નામનો ચોથો યમ છે. અહિંસાદિયમનું પાલન ઉત્તરોત્તર શુદ્ધિને પામતા જ્યારે પરાકાષ્ઠાનું બને છે ત્યારે તે સહજ સ્વભાવે પરમાર્થને સાધનારું હોય છે. શુદ્ધિ વધતાં આત્મામાં એવો અચિંત્ય શક્તિ યોગ પ્રગટે છે કે તેના સંનિધાનમાં આવનારા જીવોનો વૈરત્યાગ થઈ જાય છે. ગમે તેવા જાતિવરવાળા પ્રાણીઓ પણ તેની નજીકમાં આવતા વેરને ભૂલી જાય છે. અહિંસાદિ યમ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે સર્વ પ્રાણી સૃષ્ટિ પ્રત્યે આત્મીયતા વર્તે છે. સઘળા જીવો પ્રત્યે મૈત્રી - પ્રેમ - વાત્સલ્ય - કરૂણા - હિતચિંતાના ભાવો વર્તે છે. તેનાથી તેના શરીરના પુલ પરમાણુઓ પણ એટલા ભાવિત થયેલા હોય છે કે જે તે વાતાવરણમાં આવે તે બધા જ તેટલા કાળ પૂરતા અહિંસક પરિણામવાળા બની જાય છે. સમરાદિત્ય ચરિત્રમાં ચોથા ભાવમાં આવે છે કે રાજા શિકાર કરવા માટે નીકળ્યો ત્યારે ઉધાનમાં વૃક્ષની નીચે ધ્યાનસ્થ મહાત્માને જોયા. રાજાએ અપશુકન માની મુનિને ઉપદ્રવ કરવા શિકારી કૂતરાઓ છોડ્યા પણ જ્યાં તે કૂતરાઓ મુનિની નજીકમાં આવ્યા ત્યાં જ મહાત્માના તપના પ્રભાવથી તેમને પ્રદક્ષિણા આપીને મસ્તક નમાવી, નમસ્કાર કરી બેસી ગયા- આ બતાવે છે કે મહાત્માએ અહિંસાયોગ સિદ્ધ કરેલો હતો. અવંચક યોગ હવે અવંચક યોગના સ્વરૂપને કહે છે. सद्भिः कल्याणसम्पन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥ २१९ ॥ લ્યાણને પામેલા અને દૃષ્ટિ વડે પવિત્ર કરનાર એવા સંત પુરુષો સાથે તેવા પ્રકારના દર્શન દ્વારા સંબંધ કરવો તે પ્રથમ યોગાવંચકપણું છે. જેમણે પોતે આત્મકલ્યાણને સાધી લીધું છે અને વળી જગતને પોતાની દ્રષ્ટિ વડે પવિત્ર કરે છે એવા પુણ્યશાળી પુરુષ સાથેનો સંબંધ થવો, એનામાં રહેલા ગુણોનો ખ્યાલ કરી તેમની પ્રત્યે આદર, બહુમાન, અહોભાવ થવો, હૃદય પુલક્તિ થવું, જગતમાં કોઈ અપૂર્વ ચીજ મળી છે એવો અનુભવ થવો તે આધ ચોગાવંચકતા - - 2010_05 Page #477 -------------------------------------------------------------------------- ________________ ४४८ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. નયસારને અટવીમાં મહાત્માના દર્શન થતા તેમજ બાષભદેવ ભગવાનના જીવ ધનાસાર્થવાહને આચાર્ય ધર્મઘોષસૂરિના સમાગમે અપૂર્વ આનંદ ઉમટ્યો હતો તે યોગાવંચકતા કહેવાય. અત્યાર સુધી મહાત્મા મળતા હતા. દર્શન થતું હતું પરંતુ અંદરમાં ગુણદર્શન થતું ન હતું. અંદરમાં આત્મ કલ્યાણની બુદ્ધિથી દર્શન થતું ન હતું. તેમના દર્શને આદર, બહુમાન પ્રગટતા ન હતા તેથી તે યોગ અવંચક બનતો ન હતો. સમ્યક્ પ્રકારે ગુણોની ઓળખ કરવા પૂર્વકનો યોગ થાય તો મળેલો યોગ સફળ થયો ગણાય. એ જ યોગાચક્તા છે. तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम्। क्रियावञ्चक योगः स्यान्महापापक्षयोदयः ॥२२०॥ તે મહાત્માઓને પ્રણામાદિ ક્રિયાનો નિયમ એ ક્રિયાવંચક યોગ છે. તે ઘોર મહાપાપનો ક્ષય કરનાર છે. તે સંત - મહાત્માઓને કરાતી વંદન - નમસ્કાર ક્રિયા એ મહાપાપનો અર્થાત બાંધેલા નીચગોત્રનો નાશ કરનાર છે. મહાત્મા મળ્યા, ગુણોની ઓળખ થઈ, પછી તેમને વંદન કેવી રીતે કરાય ? કૃષ્ણ મહારાજાએ કેવી રીતે વંદન કર્યું? નેમીનાથ પ્રભુ પધાર્યા. કૃષ્ણ મહારાજા વંદન કરવા ગયા. અઢાર હજાર મુનિઓને અહોભાવપૂર્વક, ગુણની ઓળખપૂર્વક વંદન કર્યું. ક્યાં હું અવિરતિધર અને ક્યાં આ મહાત્માઓ ? કયાં હું મહારંભી અને ક્યાં આ મહાત્યાગી? આવા ઉછળતા ભાવે વંદન કર્યું. વંદન કર્યા પછી ભગવાનને કહે છે પ્રભુ હું થાકી ગયો ત્યારે નેમિનાથ પ્રભુ કહે છે તમે થાક ઉતારી નાંખ્યો. સાત નારકીમાંથી ચાર નારકીના દુ:ખ નિવારી દીધા. કૃષ્ણમહારાજાએ વંદનક્રિયાને ક્રિયાવંચક યોગ બનાવ્યો. આવી ક્રિયા આત્મા. ઉપર કાંઈને કાંઈ મૂકીને જાય છે. આત્માના અશુભકર્મના બંધને તોડી નાંખે છે. फलावञ्चकयोगस्तु सद्भय एव नियोगतः । सानुबन्धफलावाप्तिधर्मसिद्धौ सतां मता ॥ २२१ ॥ આજ મહાત્માઓના યોગથી સાનુબંધ ળની પ્રાપ્તિ જે યોગ વડે થાય છે તે ફ્લાવંચકયોગ ધર્મની સિદ્ધિના વિષયમાં સંતોને માન્ય છે. ફ્લાવંચક યોગ એ ત્રણે યોગોમાં ચરમ અને શ્રેષ્ઠ યોગ છે. તે મહાત્માઓના યોગથી તેમના ઉપદેશાદિ વડે દેશવિરતિ, સર્વવિરતિ, નિરતિયાર વિશુદ્ધ કોટિનું સંયમ, ક્ષપકશ્રેણી રૂપ ઉત્તરોત્તર વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. સાનુબંધ ફ્લની પ્રાપ્તિ એટલે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ કરાવી છેલ્લે ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિ કરાવીને રહે. સંતપુરુષનો આશ્રય કર્યા વિના સઘળા યોગ સાધન નિળ ગયા છે. આત્મ વંચક બન્યા છે માટે જ્ઞાનીઓ સત્વરુપના અવલંબને ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ બતાવી રહ્યા છે. અનાદિકાળના માનાદિ શત્રુઓ પોતાની ઇચ્છા મુજબ ચાલતા 2010_05 Page #478 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ૪૪૯ લાખો – કરોડો વર્ષની સાધના પછી પણ નાશ પામતા નથી જ્યારે ગુરુના શરણે માન મૂકીને જતા સાધકને અંતર્મુહૂર્તમાં તે નાશ પામે છે. સઘળા કલ્યાણની પરંપરાનું મૂળ સદ્ગુરુ છે માટે તેના આશ્રયે જ જીવ મોક્ષ સાધી શકે છે. બીજી રીતે નહિ. તે બતાવવા ગ્રંથકાર “સદ્ગુરુના યોગથી’ એમ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. સદ્ગુરુના યોગને પામીને યોગાવંચક થવાય છે. ધર્મનું આરાધન કરીને ક્રિયાવંચક થવાય છે અને છેવટે ક્ષપકશ્રેણી પામીને ફ્લાવંચક થવાય છે. આ ત્રણે યોગ થવામાં જિનેશ્વર પ્રભુ પ્રેરક નિમિત્તકારણ બને છે. પ્રભુના અનુગ્રહ વિના જીવ આગળ વધી શકતો નથી. कलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम्। श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥ २२२ ॥ મારાથી પણ જડબુદ્ધિવાળા એવા કુલાદિ યોગીઓને આ ગ્રંથના શ્રવણથી પક્ષપાત જાગવાથી લેશમાત્ર તેમને થતો ઉપકાર એ ગ્રંથરચનાનું પ્રયોજન છે. મારાથી પણ જડબુદ્ધિવાળા એવા કુલયોગી. પ્રવૃત્તચયોગીને આ ગ્રંથનું ગુરુ મુખે વિનયપૂર્વક શ્રવણ કરવાથી યોગદૃષ્ટિમાં પક્ષપાત - શુભેચ્છા જાગશે અને તેથી સમ્યકત્વ રૂપ બીજની પુષ્ટિ થવા વડે કરીને તેમને થોડો પણ ઉપકાર થશે એ આ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. સત્ શાસ્ત્રના શ્રવણથી ગુણગ્રાહી મહાત્માઓ પ્રત્યે તેમને પ્રમોદભાવ, ભક્તિ, પક્ષપાત, શુભેચ્છા ઉત્પન્ન થશે. યોગમાર્ગનું તેમને યથાર્થ જ્ઞાન થશે. તેનાથી તેમને પ્રાપ્ત સમ્યક્ત્વરૂપ યોગબીજ પુષ્ટ થશે, જેમાંથી સદ્યોગસાધન રૂપ અંકુરા દ્શે અને યોગસિદ્ધિ રૂપ વૃક્ષ ફ્લીફાલીને મોક્ષરૂપ ળને આપશે. બીજાને લેશથી ઉપકાર થશે એ બતાવવા દ્વારા બીજાને થતા લેશથી ઉપકારનું ગૌણ પણું બતાવ્યું છે અને મુખ્ય તો મેં આત્માની સ્મૃતિને માટે જ આ ગ્રંથ બનાવ્યા છે તેમ તેમનું કહેવું છે. મારા આત્માનો ઉપકાર - મારા પોતાના આત્માર્થની સિદ્ધિ એ ગ્રંથ રચનાનું મુખ્ય પ્રયોજન છે. બીજા આત્માઓને યોગદૃષ્ટિમાં પક્ષપાત થાય તેનાથી પરોપકાર શું? તે કહે છે. तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोऽन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ તાત્ત્વિક પક્ષપાત અને ભાવ શૂન્ય ક્રિયા બે વચ્ચેનું અંતર સૂર્ય અને ખજુઆ જેટલું છે. તાત્ત્વિક પક્ષપાત સૂર્યની જેમ મહાન છે જ્યારે ભાવ વિનાની ક્રિયા એ તો તેની અપેક્ષાએ સામાન્ય છે. આવો તાત્ત્વિક પક્ષપાત યોગના ગ્રંથમાં ઉપજવાથી જીવનો મોક્ષ નિકટ આવી જાય છે જ્યારે ભાવ વિનાની ક્રિયાઓ એ કાંઈ જીવને સંસાર સાગર તરવા સમર્થ થતી નથી. દ્રવ્ય ક્રિયારુચિ જીવડારે, ભાવધર્મ રૂચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન... ચંદ્રાનન જિન 2010_05 Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ તત્ત્વરસિક જન થોડલા રે. બહુલો જન સંવાદ જાણો છો જિનરાજ જી રે. સઘળો એહ વિવાદ... ચંદ્રાનન જિન - દેવચંદ્રજી મહારાજ. સંસારમાં અનંતકાળથી ભટકતાં જીવને તત્ત્વનો પક્ષપાત, તત્ત્વની રૂચિ ઊભી થઈ નહિ અને અતત્ત્વની રૂચિ નીકળી નહિ. યોગ ગ્રંથના શ્રવણ, મનન, ચિંતનથી જીવને તત્ત્વનો પક્ષપાત ઊભો થઈ શકે છે અને તત્ત્વના પક્ષપાતથી સંસાર કપાઈ જઈ મોક્ષ નિકટ આવે છે માટે યોગગ્રંથ જગતમાં ઉપકારક છે. रवद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशी च। विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥ ખજુઆનું જે તેજ છે તે અલ્પ અને વિનાશી છે જ્યારે સૂર્યનું તેજ તેથી વિપરીત છે, એમ પંડિતો વડે ભાવવા યોગ્ય છે. ખજુઓ એક નાનું જંતુ વિશેષ છે. જેને આગીઓ પણ કહેવાય છે. તે રાત્રિમાં ચમકે છે પણ તેનો પ્રકાશ અલ્પ અને વિનાશી છે. આગીઓ થોડી થોડી વારે ચમકે છે પાછો વિર્લીન થઈ જાય છે તેનો પ્રકાશ જીવન ઉપયોગી બનતો નથી. તેના પ્રકાશમાં કોઈ કાર્ય થઈ શકતું નથી જ્યારે સૂર્યનો પ્રકાશ તો દરેક વસ્તુને પ્રકાશિત કરે છે તેનો પ્રકાશ પામીને લોકો કામે લાગી જાય છે. જ્યાં સુધી તે રહે ત્યાં સુધી લોકો કાર્ય કરવામાં પ્રવૃત્ત થાય છે. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે તેહ અધ્યાતમ લહીયે રે જે કિરિયા કરી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ કહીયે રે... આનંદઘનજી. ભાવવિનાની દ્રવ્યક્રિયા ખજુઆ જેવી છે જે મામુલી પુણ્ય બંધાવે છે. આત્મા. ઉપર કોઈ સંસ્કારનું આધાન કરતી નથી. પરલોકમાં તેનાથી આત્માનો કોઈ અભ્યદય થતો નથી. આત્માના ગુણને જે સાધી આપે તેવી ક્રિયા અને તેનું જ્ઞાન જ અધ્યાત્મ છે. કોરા જ્ઞાન અને કોરી ક્રિયાની કોઈ કિંમત નથી. તત્ત્વનો પક્ષપાત એ તો આત્માનો અભ્યદય સાધે છે એ આવેથી દુર્ગતિ ઉપર તાળા લાગી જાય છે. તાત્ત્વિક પક્ષપાતવાળાને વંદિત્તાસૂત્ર મળ્યોતિ હો વંધો નું વિધાન કરે છે. તાત્વિક પક્ષપાત વેધસંવેધપદવાળાને હોય છે. જે આવેથી હેય નું હેય રૂપે અને ઉપાદેયનું ઉપાદેય રૂપે સંવેદન થાય છે. સૂર્યનો પ્રકાશ જેમ વ્યાપક અને અવિનાશી. છે તેમ તત્ત્વનો પક્ષપાત આત્મામાંથી અજ્ઞાન રૂપ અંધકારને ઉલેચીને સમ્યકત્વનો પ્રકાશ ફ્લાવે છે જે આવે છતે જીવને હું વિનાશી નથી પણ અવિનાશી છું એવી પ્રતીતિ થાય છે. श्रवणे प्रार्थनीयाः स्युर्न हि योग्याः कदाचन । यनः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः ॥ २२५ ॥ યોગ્ય જીવોને શ્રવણ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી કેમકે પુણ્યશાળી પુરુષોનો ચિંતામણિરત્ન માટે સ્વતઃ પ્રયત્ન હોય જ છે. 2010_05 Page #480 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૪૫૧ પુણ્યશાળી જીવો ચિંતામણિરત્ન માટે પ્રયત્ન કરતા હોય છે કેમકે એની કિંમત સમજે છે કે ઇચ્છિત અર્થને આપવામાં એ સમર્થ છે. એ આવેથી દુઃખ, દારિદ્ર, અપયશ બધું ચાલ્યું જાય છે માટે તે જીવો તેને મેળવવા પ્રયત્ન કરે જ. તે માટે તેને પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી તેમ જે જીવો તત્ત્વશ્રવણની કિંમત સમજે છે, જેને ખબર છે કે સંસાર આખો અતત્ત્વ છે. ઇન્દ્રિયો, વિષયો, કષાયો, સ્વજન, કુટુંબ વગેરે અતત્ત્વ છે. તેની સામે તત્ત્વનો રંગ લાગે, તત્ત્વનો પક્ષપાત જાગે તો જ આ માનવભવ સરળ છે અન્યથા તો અતત્ત્વના રંગથી દુર્ગતિ નિશ્ચિત છે આવું સમજનાર આત્માઓને તત્ત્વશ્રવણ માટે પ્રાર્થના કરવી પડતી નથી એ તો વગર પ્રાર્થના કર્યો પણ શ્રવણ કરે છે. તત્ત્વ શ્રવણ કરતા એકાદ વસ્તુ પર પણ જો રૂચિ ઊભી થઈ ગઈ તો જીવને ઘણો લાભ થઈ જાય છે. શ્રવણ પછી મનન અને ચિંતન જોઈએ. તત્ત્વ ઘૂંટાવું જોઈએ તો જ ક્ષયોપશમ જાગે તો જ તત્ત્વ પક્ષપાત ઊભો થાય. नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥ યોગને જાણનારા આચાર્યો અયોગ્યને આ યોગદૃષ્ટિ સમુચ્ચયગ્રંથ આપતા નથી તો પણ હરિભદ્રસૂરિ મહારાજ આદર પૂર્વક - નમ્રવચન પૂર્વક કહે છે કે આ ગ્રંથ અયોગ્યને આપવા યોગ્ય નથી. આગળના શ્લોકમાં યોગ્ય એવા કુલયોગી વગેરે ને આ ગ્રંથ ઉપકારક થશે અને તેઓ શ્રવણને માટે પ્રાર્થનીય નથી કારણ કે તેઓ સ્વરસથી જ તેમાં પ્રવૃત્તિ કરતા હોય છે એમ કહ્યું તો પછી પ્રશ્ન થાય કે કુલયોગી, પ્રવૃત્તચક્રયોગી સિવાયના બીજાને તમે કેમ ટાળૉ છો ? તેમને શ્રવણ માટે પ્રેરણા કેમ કરતા નથી ? તેનો જવાબ આપતા કહે છે કે યોગાચાર્યો અપાત્રોને આ ગ્રંથ આપવાની સ્પષ્ટ ના પાડે છે. ઘસીને ના પાડે છે તો પણ હરિભરિ મહારાજ તો માર્કવતાથી સમજાવટભરી રીતે, એઓને ખોટું ન લાગે તે રીતે વિવેકભરી મીઠાશથી કહે છે કે તેઓને આ ગ્રંથ આપવા યોગ્ય નથી. જે જીવો જે વસ્તુને પચાવવા, પરિણમાવવા સમર્થ નથી. ઉપરથી જેને વિપરીત પરિણમન થાય તેમ છે તેવા અપાત્ર, અયોગ્ય અને અનધિકારી જીવોને તે વસ્તુ આપવાથી શું લાભ ? અર્થાત્ લાભ તો લેશ માત્ર થતો નથી પણ તેમની મિથ્યા બુદ્ધિને કારણે નુકસાન થાય તેમ છે માટે તેઓની પ્રત્યે હૃદયમાં કરૂણા હોવાથી તેમને તેઓ આપવાની ના પાડે છે. અયોગ્યને આપવાની કેમ ના પાડે છે તે કહે છે अवज्ञेह कृताल्पापि. यदनाय जायते ।। अतस्तत्परिहारार्थ न पुनर्भाव दोषतः ॥ २२७॥ 2010_05 Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કરાયેલી અલ્પ એવી પણ અવજ્ઞા જે કારણથી અનર્થને માટે થાય છે. આથી કરીને તે અવજ્ઞાનો પરિહાર કરવાને માટે નિષેધ કરે છે. પરંતુ શુદ્ધતારૂપ ભાવ દોષના કારણે ના કહેતા નથી. યોગ દૃષ્ટિ ગ્રંથનો વિષય મહાન છે. મહાન વિષયની અવજ્ઞા કરવાથી અનર્થ પણ મહાન થાય. મહાન વસ્તુની અવજ્ઞા કરવાથી, આશાતના કરવાથી જીવને ભવાંતરે તેના માઠા ળો દુર્ગતિમાં ભોગવવા પડે છે અને ક્યારેક અવજ્ઞા તીવ્રભાવે થઈ જાય તો તે જ ભવમાં તેના કટુકવિપાક ભોગવવા પડે છે. સમ્યક્તત્વની અવજ્ઞા, આશાતના કરવાથી અંદરમાં રહેલ સંત તત્ત્વ નાશ પામે છે. આરાધનાથી સત્ પ્રસન્ન થાય છે. વિરાધનાથી સત્ તત્ત્વ અપ્રસન્ન બને છે માટે અયોગ્ય જીવો આ મહાન ગ્રંથની આશાતના દ્વારા દુ:ખ ન ભોગવે તેવી કરૂણા બુદ્ધિથી હરિભદ્રસૂરિમહારાજ તેનો નિષેધ કરી રહ્યા છે પણ તેમને જીવો પ્રત્યે દ્વેષ, દુર્ભાવ કે માત્સર્ય વગેરે નથી કે જેથી ક્ષદ્રબુદ્ધિથી તેનો નિષેધ કરે. योग्येभ्यस्तु प्रयत्नेन, देयोऽयं विधिनान्वितैः । मात्सर्यविरहेणोच्चैः श्रेयोविघ्नप्रशान्तये ॥ २२८ ॥ આ ગ્રંથ યોગ્ય શ્રોતાઓને વિધિ સાચવીને, માત્સર્ય રહિત થઈને કલ્યાણકારી કાર્યમાં વિધ્વની પ્રશાંતિ માટે પ્રયત્નપૂર્વક આપવા યોગ્ય છે. જેમ અયોગ્યને આ ગ્રંથ આપવા યોગ્ય નથી તેમ યોગ્ય શ્રોતાઓને માત્સર્ય વગર, ઉપયોગપૂર્વક આપવા યોગ્ય છે. આપતી વખતે શ્રવણના વિષયમાં વિધિ જાળવવા યોગ્ય છે. આપનાર મહાત્માનું બહુમાન, આદર, વંદનાદિ કરવા, એકાગ્રતા પૂર્વક હાથ જોડીને સાંભળવું, સાંભળતા નજર ગુરુની સામે રાખવી સાંભળતા વિસ્મય, અહોભાવ વ્યક્ત કરવો, મુખ ઉપર સંવેગના ભાવ વ્યક્ત કરવા. આ પ્રમાણે વિધિ યુક્ત શ્રોતાને આપવા યોગ્ય છે. વિધિ વગરના શ્રોતાઓને આપવામાં આવે તો કર્મ બંધ થાય તેનાથી અનર્થની પરંપરા ચાલે. આપનારે પણ આ ગ્રંથ માત્સર્ય વિના એક માત્ર સ્વપરના કલ્યાણની બુદ્ધિથી આપવો. આ પ્રમાણે અપાયેલ ગ્રંથ કલ્યાણકારી કાર્યમાં આત્મામાં પડેલ અંતરાયભૂત પાપ કર્મનો નાશ કરે છે. આ પ્રમાણે આપવાથી સ્વ-પરનું એકાંતે કલ્યાણ થાય છે. 2010_05 Page #482 -------------------------------------------------------------------------- ________________ કે ગુરુ એ જીવંત પરમાત્મા છે રે ! | જીવંત ગુરુભગવંતના અનાભોગ-અનુપયોગાદિ કારણે થતાં નાનકડાં દોષોને ! | મનમાં રાખીને ગુરુ પ્રત્યેના આદર બહુમાનને ખોઈ નાખનાર શિષ્ય વાસ્તવમાં પોતાનું | સર્વસ્વ ગુમાવે છે અને આધ્યાત્મિક જગતમાં ભિખારી -- દરિદ્રી તરીકેનું સ્થાન મેળવે છે છે. છોડ ઉપર ગુલાબના ફૂલ થોડા હોય અને કાંટા ઘણાં હોય છતાં શિષ્ટ પુરુષો એને ગુલાબનો જ છોડ કહે છે, કાંટાનો નહિ. આ પંચ મહાવ્રતનું પાલન, સંયમના મૂળગુણ, સરળતા, ભદ્રિક્તા વગેરે ગુણરત્નોથી ભરપૂર ગુરુભગવંતમાં નાનકડાં દોષ દેખાવાને કારણે ગુરુનો તિરસ્કાર કરનારી વ્યક્તિ | વાસ્તવમાં ત્રણકાળના સર્વક્ષેત્રના અનંતા ગુરુભગવંતોની આશાતનાનું ઘોર પાપ બાંધે I છે. એક સુસાધુ કે સુસાધ્વીનો તિરસ્કાર કરનાર અઢી દ્વિપના બધા સાધુ સાધ્વીના | આશાતનાનું ઘોર પાપ બાંધી ભવિષ્યમાં સદ્ગુરુ પ્રાપ્ત ન થાય એવી અયોગ્યતા પોતાના આત્મામાં ઉભી કરે છે.. | શિષ્યની અયોગ્યતા કે પાપોદયના કારણે ગુરુને કદાચ શિષ્ય ઉપર વિશેષ ! | લાગણી કે દેખરેખ ન હોય તો પણ એકલવ્યની જેમ ગુરુને હૃદયમાં સ્થાપિત કરનાર ? ટૂંક સમયમાં સંસાર સાગર તરી જાય છે. જે ગુરુને હૃદયમાં સ્થાપિત કરતો નથી તે પ્રભુના ! ; હૃદયમાં ક્યારે પણ સ્થાન મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતો નથી. ગુરુને મનમંદિરમાં પ્રતિષ્ઠિત નહિ કરનાર વ્યક્તિ સદા ભાવસંયમમાં સ્થિર રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવામાં ' કે અન્ય સંયમીના હૃદયમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જાય છે. | ગુરુ એ જીવંત પરમાત્મા છે. મૂર્તિસ્વરૂપ ભગવાનની ભક્તિ પણ જીવંત ભગવાન ! | સ્વરૂપ ગુરુની ઉપેક્ષા કરીને કરવામાં આવે તો તેની વિશેષ કિંમત નથી. જીવતા બાપની ! 1 ઉપેક્ષા કરીને બાપાના ફોટાની સામે ધૂપ-દીપ કરે તેની કિંમત કેટલી ? જીવંત ભગવાન ! | સ્વરૂપ ગુરુની તરફ-સમર્પણભાવ એ પરમાત્માની ભાવપૂજા છે એટલા માટે દરેક શિષ્ય | I પોતાના ગુરુને કેવલ જ્ઞાની સમજીને તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. ગુરુન I ઉપાસના કરનાર પરમાત્માની ઉપાસના કરે છે. પોતે સમર્થ હોવા છતાં ગુરુનો ખોટો . I પણ ઠપકો સહન કરનાર ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ જલ્દીથી આગળ વધી જાય છે. | 1 ગુરુના ખોટા પણ ઠપકાને સહન કરનાર ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ જલ્દીથી ગot | ; વધી જાય છે. ગુરુના ખોટા પણ ઠપકાને સહન કરનાર ગુરુ પ્રત્યેના બહુમાનને સૂચિત . ' કરે છે. ગુરુ પ્રત્યે સમર્પણભાવ ન હોય તો માંખીની પાંખ પણ ન દુભાય એવા નિર્મળ ; ! ચારિત્રને ભાવચારિત્ર ન કહેવાય. ગુરુ પ્રત્યે સમર્પિતભાવ એ સર્વવિરતિનું મૂળ છે ! 1 અન્યથા કરોડ રૂપિયાના પણ ફળવાળી ક્રિયા મામૂલી ફળવાળી થાય. ગુર્નાદિથી જે વાત ! છૂપાવવામાં આવે તે વાત સારી હોય તો પણ તે અવિરતિની પોષક છે. 18 | T પાપસ્થાનકોથી બચવા ગુરુવચનનાનુસારે આપણું જીવન બને તો વિરતિ આવે કારણ કે ! | ચારિત્રનો અભ્યાસ નિયંત્રણવાળો છે. | ગુરુ પ્રત્યેના સમર્પણભાવથી આત્મા ત્રીજે ભવે પણ મોક્ષ જાય એવું બની શકે. કારણકે તેના પ્રભાવે સાક્ષાત તીર્થકરદેવની આરાધના કરવાનું સદ્ભાગ્ય ભવાંતરમાં ! i મળે, ગુરુની ખોટીપણ વાતો સહન કરવામાં ગુણની વૃદ્ધિ છે. અન્યથા ગુણનો હ્રાસ છે. | - સિદ્ધાન્ત દિવાકર આચાર્યદેવ શ્રીજયઘોષસૂરિજી મહારાજા | elibiary org