________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૮૩
જ્ઞાનપૂર્વકના કાર્યો કરતા અસંમોહ પૂર્વકના કાર્યોની વિશેષતા એ છે કે જ્ઞાનપૂર્વકના કાર્યોમાં વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોવા છતાં અને તે જ્ઞાનને અનુરૂપ હેય - ઉપાદેય પરિણતિ ઉભી થયેલી હોવા છતાં ત્યાં હેયનો ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ હોવા છતાં આત્મા હજુ તે બોધમાં જે રીતનો ઠરવો જોઈએ તે ઠરેલો નથી.
જ્ઞાન
બોધમાંથી જ્યારે કષાયોની વિશેષ પ્રકારે હાનિ થાય છે ત્યારે જ આત્મા સ્વરૂપમાં ઠરનારો બને છે અને જે બોધ આત્માને પુદ્ગલભાવમાંથી બહાર ખેંચી આત્મ સ્વરૂપમાં ઠારે તે જ બોધની અધ્યાત્મના માર્ગમાં કિંમત છે. એ જ્ઞાન માટે નથી. જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવું એ જ માત્ર પર્યાપ્ત નથી. જ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણવું એ તો પ્રાથમિક ચરણ છે. વાસ્તવિક તો જાણ્યું ત્યારે કહેવાય કે તે જાણવાની અસર આત્મા ઉપર પડે અને એ અસર આત્મામાં એવી થાય કે અંદરમાં પડેલ કષાયો, અહંકાર, ઈર્ષ્યા, દોષો, દોષદૃષ્ટિ વગેરેથી આત્મા ભયભીત બને. તેનું સમગ્ર અસ્તિત્વ તેને કાઢવા દૂર કરવા ઝંખે. આવો બોધ એ પરિણત બોધ કહેવાય છે જે જીવને મોહની સામે વિજય મેળવવામાં ઉપયોગી છે.
જ્ઞાનપૂર્વકના કાર્યોમાં વસ્તુ તત્ત્વનો બોધ યથાર્થ છે એટલે હેયનું હેયરૂપે સંવેદન છે પરંતુ બોધ નબળો હોવાને કારણે જેને હેય માને છે તે દોષો, કષાયો, અહંકાર વગેરેને નાશ કરવા સમર્થ બનતો નથી એટલે સમજ પ્રમાણે આચરણ નથી. આગમાનુસારી બોધ છે. બોધને અનુરૂપ વીર્યનું પ્રવર્તન નથી, જ્યારે અસંમોહ પૂર્વકના અનુષ્ઠાનોમાં જીવનો ઉપયોગ દેહથી છૂટો પડેલો હોય છે. સ્વરૂપમાં ઠરેલો હોય છે. ઉપશમભાવ વેદાય છે. કષાયોની વિશેષ પ્રકારે હાનિ થયેલી હોય છે તેથી અસંમોહ પૂર્વક - કરાયેલા અનુષ્ઠાનો તથાભવ્યત્વના પરિપાકના વશથી એકાંતે પરિશુદ્ધ છે.
આ અસંમોહ પૂર્વકના અનુષ્ઠાનોમાં જેમ જેમ પરતત્ત્વ વિશુદ્ધ આત્મતત્ત્વનું વેદન થતું જાય છે તેમ તેમ આત્મા મોક્ષની નજીક જતો જાય છે. પરતત્ત્વને પામવાની - જોવાની ઇચ્છા જેમ જેમ વધતી જાય છે, તેનું પ્રણિધાન દૃઢ થતું જાય છે તેમ તેમ ઉપયોગમાં રહેલ દોષો અને કષાયોનું બળ તૂટતું જાય છે. અસત્ તત્ત્વની ઇચ્છા, તેને મેળવવાનું પ્રણિધાન અને તેને માટેના પુરુષાર્થથી ઉપયોગમાં કષાયોની વૃદ્ધિ થાય છે અને સત્ તત્ત્વનું પ્રણિધાન, તેને મેળવવાની ઇચ્છા અને તેની પ્રાપ્તિ માટેના પુરુષાર્થથી ઉપયોગમાં શુદ્ધિ વધતી આવે છે.
ચોથા ગુણસ્થાનકથી માંડીને ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં આત્મભાવઆત્મસુખ વેદાય છે તેની ના નથી પણ તેમાં અટકી જનારો ઉપરના ગુણસ્થાનકને પામી શકતો નથી. એટલે કયાંય બંધાવાનુ નથી, અટકવાનું નથી, કયાંય સ્ટેશન કરવાનું નથી પરંતુ તેરમું ગુણસ્થાનક ન પામીએ આ સુધા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
-
-
www.jainelibrary.org