________________
૭૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ઊભું થતા અંદરમાં કુવિકલ્પોની હારમાળા ચાલે છે. અવેધસંવેદ્યપદમાં જીવની આ સ્થિતિ હોય છે તે જ રીતે ભાવમલનો હ્રાસ ન થયો હોય, મિથ્યાત્વનો ક્ષયોપશમ ન હોય અને અધ્યાત્મ તરફ દૃષ્ટિ ન ગઈ હોય તો રાગાદિ વાસનાઓ કામ-ક્રોધાદિ વિકારો અને વિપરીત વચન-કાયાની પ્રવૃત્તિ સ્વરૂપ સહજ કુવિકલ્પો પણ ઉક્યા જ કરે છે અને તેથી બોધ નિરંતર કાબર-ચીતરો થવાથી તે દુર્ગતિગમનરૂપ અપાયને અનુસરે છે.
આનાથી બચવા આશ્રવના સ્થાનોને સંવરના સ્થાનોમાં વવાની જરૂર છે. તે માટે વિપરીત પ્રસંગોમાં સમાધાનની કળા અને જ્ઞાનદૃષ્ટિનો વિકાસ જરૂરી બને છે. સર્વત્ર કુવિલ્પોના નુકસાન જીવ જોઈ શકે તો જ તે સમાધાન કરી ચિત્તને શાંત કરી શકે, નહિ તો અંદરમાં પડેલો અહંકાર જીવને સમાધાનની દિશા જોવા દેતો નથી. અહંકાર હંમેશા બુદ્ધિ તત્ત્વને અનુસરે છે જ્યારે અધ્યાત્મ તો હૃદયની કેળવણી કરવામાં આવે તો જ પ્રાપ્ત થાય.
ક્યારેક બહારથી ઊંચું ચારિત્ર પાળવા છતાં પણ જીવ હારી જાય છે. તેનું કારણ આ અવેધસંવેદ્યપદનો પ્રભાવ છે. ઊંચી કોટિનું ચારિત્ર પાળવા છતાં પણ બીજા જે શિથિલાચારી હોય તેના ઉપર તિરસ્કાર દૃષ્ટિ હોય, બીજા ઉપર જબરજસ્તીથી નિયમ લાદતા હોય, તેમના તરફ પ્રેમદૃષ્ટિ ન હોય, જરૂર પડે તેમને સહાયક અને પૂરક ન બનતા હોય તો તરી શકાતું નથી.
પોતાના આશ્રયે રહેલ શિષ્યવર્ગ તેમજ શ્રોતાવર્ગને બાહ્ય ચારિત્રાચાર પાલનની. ક્રિયા સાથે મોહનીયકર્મના ક્ષયોપશમ ભાવોમાં કેમ આગળ વધાય ? ધ્યાનમાં કેમ આગળ વધાય ? આત્માનો અખૂટ આનંદ કેમ અનુભવાય અને ક્ષાયિકભાવને કેમ પમાય ? તે પણ શીખવાડવાનું છે.
પરમાત્મા થવું હશે તો જગતને પરમાત્મારૂપે જોતાં શીખવું પડશે. ભેદમાંથી અભેદમાં જવું અને ભેદતત્ત્વથી મુક્ત થવું એ સાધનાનો મર્મ છે. પ્રતિસમયે ઉપયોગમાં જે દ્રશ્યપદાર્થને જોઈએ છીએ તેમાં મોહના ભાવો ન કરીએ અને માત્ર સાક્ષી કે દૃષ્ટા બનીને રહીએ તો આપણે સાધનાનું હાર્દ પડયું કહેવાય.
જૈનકુળમાં જનમ્યા તેથી જેન કહેવડાવીએ છીએ તે ઔદયિક ભાવ છે. આચારથી જેન બનીએ ત્યારે વ્યવહાર જૈનત્વ આવે છે અને મોહનીયના ક્ષયોપશમભાવને પામીએ ત્યારે ભાવ જૈનત્વ આવે છે.
ચોથું ગુણરથાનક મનોયોગ પ્રધાન છે ત્યાં કાયયોગથી ભોગી હોઈ શકું છે.
છઠ્ઠ ગુણસ્થાનક કાયયોગ પ્રધાન છે. જ્યાં કાયયોગથી ત્યાગ, તપ અને સંયમની આરાધના દ્વારા મનને સ્વરૂપમાં પકડી રાખવાનું છે જ્યારે ૭ થી ૧ર ગુણસ્થાનક માત્ર મનોયોગ પ્રધાન છે કારણકે ક્ષપકશ્રેણી મનોયોગથી મંડાય છે. કાયયોગથી મંડાતી નથી. જો મંડાતી હોતતો અનશન કરનાર દરેકને કેવલજ્ઞાના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org