________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૭૩ ચિંતન - આ બધાનો યોગ થાય છે ત્યારે આભિસંસ્કારિક કુવિકલ્પો દૂર થાય છે. સહજ વિકલ્પો તો જીવને જ્યારે સહજમલનો હ્રાસ થાય, તથાભવ્યત્વનો પરિપાક થાય અને મોહનીયનો ક્ષયોપશમ થાય ત્યારે જ વિશુદ્ધ આત્મદ્રવ્યની રૂચિ થવાથી દૂર થાય છે.
દેહાત્મબુદ્ધિ એ સમગ્ર સંસારનું મૂળ છે. તે અંતઃકરણને મલિન કરે છે તેનાથી દેહાદિની આસક્તિ સતત ટકે છે. તેનાથી બચવા અધ્યાત્મમાં અંતઃકરણની નિર્મળતા ઉપર ખૂબજ ભાર મુકવામાં આવ્યો છે.
સંસારમાં જે સુખ છે તે કલ્પનાનું છે. આભિમાનિક સુખ છે. કાલ્પનિક સુખમાં રાચતો આત્મા અવેધસંવેધપદમાં જ હોય છે. કાલ્પનિક સુખમાંથી નીકળીને જ્યારે જીવની દૃષ્ટિ આત્માના અનંત આનંદ તરફ જાય છે ત્યારે જીવને વિકલ્પો ઘટે છે અને ત્યારપછી ગ્રંથિ ભેદાતા વેધસંવેધપદ આવે છે.
અવેધસંવેદ્યપદથી થતું નુકસાન અવેધસંવેધપદ એ આરોપથી સમાકુલ છે અર્થાત અપાયગમનને અભિમુખ છે. અર્થાત્ અવેધસંવેધપરવાળો આત્મા દુર્ગાર્તિરૂપ અપાયને અનુસરે છે તેનું કારણ એ છે કે અવેધસંવેધપદમાં પદાર્થોનું વિપરીત વેદન હોવાથી બોધ નિરંતર પિંગલિત અર્થાત કાબરચીતરો થયા કરે છે.
- આ પદમાં ભોગતરફનીતરતી દૃષ્ટિ હોય છે અને અસત્ તત્ત્વની પકડ હોય છે. જેમ જેમ યોગની દ્રષ્ટિ વધતી જાય છે તેમ તેમ ભોગ તરક્કી પકડ ઘટતી જાય છે અને અસત્ તત્ત્વની પકડ પણ ઘટતી જાય છે. પદાર્થને જોવાની દ્રષ્ટિ ઉપર અંતઃકરણની વિશુદ્ધિ કે મલિનતા નક્કી થાય છે જ્યારે જીવ વિનાશી પદાર્થને અવિનાશી રૂપે સ્થાન આપે છે ત્યારે તેના ઉપયોગમાં વિલ્પો વૃદ્ધિ પામે છે અને તેના કારણે બોધ બગડે છે જ્યારે વિનાશીને વિનાશીરૂપે સતત જોનારને ક્યાંય વિકલ્પોના રવાડે ચડવું પડતું નથી. જેમકે એક ૧૦ રૂા.નો ઘડો લાવ્યા. બે કલાક પછી દ્ી ગયો તો દુ:ખ થાય છે પરિણામ બગડે છે કારણકે તેમાં અવિનાશીપણાની અર્થાત્ બે ચાર મહિના આ ટકશે એવી બુદ્ધિ હતી. પરંતુ ૫૦ રૂ. નો ક્લનો હાર આજે લાવ્યા. વાપર્યો. કાલે કચરાપટ્ટીમાં ક્કી દીધો તો દુ:ખ થતું નથી કારણકે વિનાશી તરીકેનો ખ્યાલ હતો.
એમ જ્યારે જીવને સર્વજ્ઞ પરમાત્માનું શાસન નથી મળતું, તેના શાસ્ત્રો જાણવા નથી મળતા ત્યાં સુધી જીવ એકાંત વિચારધારામાં જ રહેતો હોય છે. અને એકાંતગર્ભિત માન્યતાને જ સાચી માનતો હોય છે. એવા આત્માને જ્યારે પોતાની માન્યતાથી વિપરીત માન્યતા આવીને ઊભી રહે ત્યારે એનો એકાંતગર્ભિત મલિન બોધ બીજાની માન્યતા સાથે ટકરાય છે. જેથી સંઘર્ષાત્મક વિરોધનું વાતાવરણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org