________________
૭૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ જ હોય છે. અને આવા પ્રકારના અવેધનું વેદન ભ્રમથી સહિત નિર્ણયાત્મક બદ્ધિથી જે પદમાં થાય છે તે પદને અવેધસંવેધપદ કહેવાય છે.
તવ - જે કારણથી વેધસંવેધપદથી વિપરીત એવું અવેધસંવેધપદ છે તેથી જ ભવાભિનંદીને વિજય કરનારું છે. વળી પાછું મિથ્યા આરોપથી સહિત છે. કારણ કે તે મિથ્યાત્વનામના દોપથી અપાયગમનને અભિમુખ છે અર્થાત મિથ્યાત્વનામના દોષના કારણે દુખની ઇરછા ન હોવા છતા અને સંવેધપદ દુ:ખની તરફ જ લઈ જનારું છે. જેમ વ્યવહારમાં પણ જે તરફ જવાની પોતાની ઇચ્છા ન હોય છતાં તે તરફ ગતિ થાય તો તે ભ્રાન્તિને કારણે બની શકે છે. તે જ રીતે અહિંયા પણ મિથ્યાત્વ હોવાના કારણે અપાયગમન અભિમુખપણું છે અને તેથી નક્કી થાય છે કે તે સમારોપથી આક્ત છે.
ટીકામાં જે તથાપિ મ (પિu૬) સિત (નીન) નિત્યર્થ એ અશુદ્ધ પાઠ છે. અને તેથી શુદ્ધ પાઠ આ પ્રમાણે હોય તેમ અમને લાગે છેfમથ્યાત્વોષતો પાયમના fમપુન તથા પિંકત્નિતમ્ - અર્થાત્ અવેધસંવેધપદ એ સમારોપથી સમાકુલ છે એટલે તાત્પર્યથી કાબરચીતરું છે.
અવેધસંવેધ પદનું સ્વરૂપ વેધસંવેદ્યપદથી વિપરીત અવેધસંવેદ્યપદ છે. તેમાં જીવને અસત પરિણતિ હોવાથી સારો એવો બોધ પણ ખરાબ બને છે. જમાલનો બધો જ બોધ સુંદર હતો પરંતુ પરમાત્માના એક વચનમાં કદાગ્રહ આવ્યો અને બધા બોધને બગાડી નાંખ્યો. જેમ કેરીના ટોપલામાં માત્ર એક જ કેરી બગડેલી હોય તો તે બીજી બધી કેરીઓને બગાડે છે. તેમ એક જ વચનમાં વિપરીત આગ્રહ સમગ્ર બોધને દુષિત કરી નાંખે છે.
અવેધસંવેધપદ ગ્રંથિકાલમાં હોય છે. ગ્રંથિભેદથી વેધસંવેધપદ હોય છે. ગ્રંથિકાલમાં મિથ્યાત્વ હોવાના કારણે જીવને વિકલ્પો ઉઠે છે. તેમાં પણ મિથ્યાશાસ્ત્રોના અભ્યાસથી મિથ્યા વિકલ્પો ઉઠે છે.
ઉપમિતિકાર ઉપમિતિમાં બે પ્રકારના કુવિકલ્પો બતાવી રહ્યા છે. (૧) આભિસંસ્કારિક કુવિકલ્પ અને (૨) સહજ કુવિકલ્પ
મિથ્યાશાસ્ત્રના શ્રવણ, મનન વગેરેથી ઉત્પન્ન થતા કુવિકલ્પો એ આભિસંસ્કારિક કુવિકલ્પો છે જેમકે આ જગત ઇંડામાંથી ઉત્પન્ન થયેલું છે. પ્રકૃતિના, વિકાર સ્વરૂપે છે. ક્ષણિક છે. ઇશ્વર દ્વારા રચાયેલ છે અથવા શૂન્ય સ્વરૂપ છે. આવી જે જગત વિશેની કલ્પનાઓ તે આભિસંસ્કારિક કુવિકલ્પ છે.
જ્યારે આત્મસ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય વિના ભૌતિકપદાર્થના સંગે ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષ-કામ-ક્રોધના વિચારો તેમજ અશુભવાણી અને અશુભવર્તન એ સહજ કુવિકલ્પો છે.
જ્યારે જીવને સગુરુનો યોગ અને તેના બળે સન્શાસ્ત્રનું શ્રવણ, મનન,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org