________________
૭૧
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અવેધ છે તેનું સંવેદન જેમાં થાય તે અવેધસંવેદ્યપદ છે. મિથ્યાટિના જ્ઞાનમાં જે પદાર્થો જે રીતે જણાય છે તે પદાર્થો તાત્વિકદૃષ્ટિએ તેવા હોતા નથી, જેમ મિથ્યા દૃષ્ટિને અસ્થિર એવું ધન સ્થિરરૂપે ભાસે છે. નસ્કાદિ દુ:ખના કારણ ભૂત સ્ત્રી એને સુખના કારણરૂપ લાગે છે. અશુચિરૂપ શરીર શુચિરૂપ લાગે છે. આમ જે પદાર્થો જેવા નથી તેવા તેના જ્ઞાનમાં જણાય છે માટે તે પદાર્થો અસત છે અને અસત એવા પદાર્થો તે જ અવેધ છે. અને વાસ્તવિક રીતે જોતાં અવેધ એવા પદાર્થો તેવા પ્રકારના સભ્યદૃષ્ટિ આદિ ભાવયોગી સમા વડે નિર્વિકલ્પક જ્ઞાનથી અર્થાત્ સમાન જ્ઞાનથી ગ્રાહ્ય નથી. કારણકે અવેધસંવેધપદમાં તેવા પ્રકારના ભાવયોગી સમાન પરિણામની ઘટમાનતા થતી નથી.
સમ્યગદૃષ્ટિના બોધમાં વિપયભૂત પદાર્થનું સંવેદન જેવા પ્રકારનું હોય છે તેવું સંવેદન મિથ્યાદૃષ્ટિના બોધમાં હોતું નથી. પહેલી ચારદૃષ્ટિમાં રહેલા જીવો હેયપદાર્થમાં રહેલા બધા હેય પર્યાયોને હેયરૂપે વેદતા નથી પરંતુ તેના અમુક જ પર્યાયનું હેયરૂપે વેદન કરે છે અને તેથી સમ્યગ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ જીવોના વેદનના વિપયભૂત પદાર્થો જ જુદા છે. વિષયના ભેદથી જ્ઞાનનો ભેદ થાય છે. જેમકે
(૧) ગાઢ મિથ્યાષ્ટિના જ્ઞાનમાં વિષય પડે છે. સ્થિર ધન,સુખના કારણભૂત સ્ત્રી સ્વજનાદિ.
(૨) પહેલી ચાર દૃષ્ટિવાળાના જ્ઞાનમાં વિષય પડે છે. અલ્પાંશે અસ્થિર ઘન,અમુક અંશમાં દુ:ખના કારણભૂત સ્ત્રી આદિ તત્ત્વો...
(૩) સમ્યગદૃષ્ટિના જ્ઞાનમાં વિષય પડે છે. અસ્થિર ધન, દુ:ખના કારણભૂત સ્ત્રી આદિ તત્ત્વો.
આમ ત્રણેના જ્ઞાનમાં વિષય જ જુદા જુદા પડે છે અને તેથી જ્ઞાન પણ જુદું જુદું છે આમ સમ્યગદષ્ટિ વગેરે જીવોમાં સત્ પદાર્થનું વેદન છે અર્થાત્ જે પદાર્થ તાત્વિક દૃષ્ટિએ જેવા છે તેવા જ પદાર્થોનું સંવેદન હોવાથી વેધનું સંવેદન છે. આમ બધા સમ્યગદૃષ્ટિ આદિ જીવો વડે એક સરખા સમાન જ્ઞાનથી ગ્રાહ્ય એવા વેધપદાર્થો છે અને તેવા પ્રકારના એક સરખા સમાન પરિણામની પ્રથમની ચાર દૃષ્ટિ સુધી ઘટમાનતા ન હોવાથી ત્યાં અવેધનું જ સંવેદન છે.
અને આવા પ્રકારનું અવેધ એ અજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમને અનુરૂપ અર્થાત્ મિથ્યા જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમને અનુરૂપ ૩પન્નવસાયા ભ્રમથી સહિત નિર્ણયાત્મક બુદ્ધિવડે જે પદમાં જણાય છે. કોની જેમ ? મૃગતૃષ્ણા ઉદકની જેમ તે તેવા પ્રકારનું અવેધસંવેધપદ છે.
જેમ અતિ તૃપાને પામેલા હરણિયાઓને મૃગભૂમિમાં સૂર્યના કિરણો પડતાં દૂરથી પાણી છે એ પ્રમાણે ભ્રમથી યુક્ત નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે. તેમ મિથ્યાષ્ટિ જીવોનું જ્ઞાન પણ સંશય કે અજ્ઞાનાત્મક નથી હોતું પણ ભ્રમથી સહિત નિર્ણયવાળું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org