________________
૩૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 યોગના ઘણા બધા અંગો - ઉપાંગો છે પણ અષ્ટાંગયોગનો મહત્વપૂર્ણ ભાગ ધારણા-ધ્યાન-સમાધિની ત્રિપુટી છે. એમાંથી કેન્દ્રવર્તિ ધ્યાન લઈએ એટલે પૂર્વવર્તી ધારણા અને ઉત્તરવર્તી સમાધિ આવી જાય છે.
ઉપરની કડીમાં આ વાત સ્પષ્ટ કરાઈ છે કે યોગના અંગો તે સાધનો છે. સાધકે સાધનોમાં એ હદે જકડાઈ ન જવું જોઈએ કે જેથી સાધ્ય છૂટી જાય. અને સાધનમાં જ સાધ્યનો ભ્રમ થઈ જાય. સાધનો હંમેશા પુદ્ગલના બનેલા. હોવાથી અને પુગલ તત્ત્વ દ્વત હોવાથી તેમાં આગ્રહી બનવું તે સાધકને ન પાલવે. આથી જ કરીને ધ્યાનશતક અને યોગશાસ્ત્રમાં ધ્યાન માટે આસન, દેશ, કાળ આદિનો કોઈ ચોક્કસ આગ્રહ રાખ્યો નથી. વિવેકી સાધકને પોતાની સાધનામાં જે પુષ્ટિકર લાગે તેનો તે સ્વીકાર કરે.
ઉપાધ્યાયજી મહારાજ અહિંઆ બહુ મઝાનો શબ્દ “યોગમાયા” વાપરીને આપણા બીડાઈ ગયેલા વિવેક ચક્ષને ઉઘાડી રહ્યા છે. તે કહે છે કે સંસારમાં તો મોહમાયા હોય તે બને, પણ આશ્ચર્યની વાત તો એ છે કે યોગમાર્ગમાં પણ સાધનો પરની ખોટી પકડ તે માયા છે અને તેથી સાધનનો આગ્રહ રાખીને ઝઘડવું તેને અહિંયા “યોગમાયા' તરીકે ઓળખાવી રહ્યા છે. નૈૠયિક દૃષ્ટિથી તો આ વાત સ્પષ્ટ જ છે કે જે સાધન સાધ્ય તરફ ન લઈ જાય તે સાધન સાધનનો આભાસ છે, યોગમાયા છે.
સમાધિ શતકમાં પણ ઉપાધ્યાયજી મહારાજે આવો અષ્ટાંગ યોગનો. પરિચય આપ્યો છે કે -
“ઉદાસીનતા પરિનયન જ્ઞાનધ્યાન રંગરોલ, અષ્ટ અંગ મુનિ યોગકો, એહિ અમૃત નીચોલ.”
યોગના અષ્ટાંગનો નીચોડ આ છે કે સાધકે પુદ્ગલથી ઉપર ઉઠી જવાનું છે પુદ્ગલમાં પુદ્ગલના રૂપાદિમાં ડૂબવાનું તો નથી જ, પણ તેની સપાટી ઉપર પણ રહેવાનું નથી. તેનાથી તદ્દન ઉદાસીન થઈ જવાનું છે અને જ્ઞાન અને ધ્યાનમાં સતત ડૂબકી મારવાની છે અને આત્માના આનંદરસના ઘૂંટને પીવાનો છે. આજ સાધકની સાધના છે. જે આત્માને મોક્ષ આપે છે. આત્મામાંથી પરમાત્મા બનાવે છે.”
હવે ચોથી દષ્ટિમાં જો સૂક્ષ્મબોધનો નિષેધ કર્યો છે તેનું સ્વરૂપ કહે છે. सम्यग्घेत्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः ।। वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ॥ ६५ ॥ વેધસંવેધપદ દ્વારા તત્ત્વનિર્ણય તે જ સુમબોધ -
સમ્યક અર્થાત અવિપરીત એવી વિધિથી અર્થાત સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિત હેતુ, સ્વરૂપ અને ફ્લના ભેદથી વેધસંવેદ્યપદ દ્વારા જે પરમાર્થનો પરિચ્છેદ - તત્ત્વનો યથાર્થ બોધ તે વિદ્વદ્ સમુદાયમાં સૂક્ષ્મબોધ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org