________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૩૭ કહેવાય છે.
મોક્ષના કારણભૂત પરિણામો અને સંસારના કારણભૂત પરિણામોનો હેતુ, સ્વરૂપ અને ફ્લના ભેદથી જે યથાર્થ નિર્ણય તે જ સૂક્ષ્મ બોધ છે. વેધસંવેધ પદ નામનું આશયસ્થાન અધ્યવસાયની નિર્મળતાનું સૂચક છે અને આ આશયસ્થાનથી હેત્વાદિ ત્રણ પ્રકાર વડે તત્ત્વનો. યથાર્થ નિર્ણય થાય છે. આશય સ્થાન અને તત્વ નિર્ણય સમકાલીન હોવા છતાં બંને વચ્ચે કાર્યકારભાવ છે. આશયસ્થાન એ કારણ છે તત્ત્વનિર્ણય એ કાર્ય છે. એ તત્ત્વનો નિર્ણય પણ વિપર્યયાદિ રૂપે નથી થતો પરંતુ સમ્યક્ રૂપે થાય છે.
સંસારના કારણો છે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય અને મોક્ષના કારણો છે સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ. આ મિથ્યાત્વાદિનું સ્વરૂપ શું ? તે શેનાથી વૃદ્ધિ પામે ? તેનું ફળ શું ? મિથ્યાત્વ વગેરેનો નાશ કેવી રીતે થાય ? સમ્યકત્વ વગેરે કેવી રીતે પ્રાપ્ત થાય ? તે બધાનો તે તે નય સાપેક્ષ બોધ - નયગર્ભિત વિચારણા તે વેધસંવેધપદ દ્વારા કરાય છે.
વેધસંવેધપદ દ્વારા જ તત્ત્વનો નિર્ણય થઈ શકે છે. તેનું કારણ એ છે કે વેધસંવેધપદમાં બુદ્ધિમાં વક્રતા લાવનાર, પકડ લાવનાર, આગ્રહ લાવનાર અનંતાનુબંધી કષાયો અને તે આગ્રહમાં ઉપાદેય બુદ્ધિ લાવનાર મિથ્યાત્વનો અભાવ વર્તે છે અને તેથી ત્યાં પદાર્થનું યથાર્થ દર્શન થઈ શકે છે અને પદાર્થનું યથાર્થ દર્શન થાય તો જ તત્ત્વનો નિર્ણય કરી શકાય. જ્યારે બુદ્ધિ તીવ્ર રાગદ્વેષના સંસ્કારોથી ખરડાયેલી હોય ત્યારે બુદ્ધિ અહંકારથી વાસિત હોવાના કારણે પદાર્થદર્શનકાલે તે બુદ્ધિ વિપરીત માર્ગે ટાય છે. અંદરમાં પડેલા રાગ દ્વેષના ઝેરી સંસ્કારો જીવને પદાર્થનું અનેકાંતગર્ભિત સૂક્ષ્મદર્શન કરવા દેતા નથી તેથી
ત્યાં નય સાપેક્ષ પદાર્થનો નિર્ણય કે જે સૂક્ષ્મબોધ સ્વરૂપ છે- તે શક્ય બનતો. નથી. તત્વના યથાર્થ નિર્ણયમાં એકાંત માન્યતા પ્રતિબંધક
બને છે. ચોથી દ્રષ્ટિમાં વેધસંવેધપદ નથી. પરંતુ અવેધસંવેધપદ છે. અર્થાત જે ભાવો જે રીતે ઉપયોગમાં વેદાવા જોઈએ તે રીતે તે ભાવો ચોથી દૃષ્ટિ સુધી વેદાતા નથી. કારણ કે સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા હેય-ૉય અને ઉપાદેયતત્ત્વ ઉપર જે રીતની શ્રદ્ધા - સંવેગ - પરિણતિ ઉભી થવી જોઈએ તે થતી નથી.
વસ્તુનો યથાર્થ નિર્ણય હેતુ, સ્વરૂપ અને એના ળની વિચારણાથી થાય છે. જેમકે એક આત્મતત્ત્વ લઈએ. તેનો યથાર્થ નિર્ણય કરવો હોય તો તેમાં હેતુ - સ્વરૂપ અને ળની વિચારણા કરવી પડે. તેના વિના પદાર્થનો યથાર્થ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org