SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ નિર્ણય થઈ શકતો નથી. કોઈપણ તત્ત્વનો નિર્ણય હેતુ, સ્વરૂપ અને ફ્લથી થાય છે. જેમકે એક આત્મતત્ત્વનો નિર્ણય કરવો હોય તો આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી તેથી તેની સિદ્ધિ માટે જે યુક્તિઓ આપવામાં આવે તે હેતુ છે. બુદ્ધિમાન પુરુષો કોઈપણ વાતને એમનેએમ સ્વીકારતા નથી. તે દરેક બાબતમાં હેતુ માંગે છે. વસ્તુની સિદ્ધિ માટે સમ્યક્ હેતુ આપવાથી તેની બુદ્ધિ સંતોષાય છે અને તેથી તે વાત તેને ગ્રાહ્ય બને છે. યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ જેમ તત્ત્વના નિર્ણય માટે હેતુ જરૂરી છે તેમ તે તત્ત્વનું સ્વરૂપ શું છે ? તે પણ જાણવું જરૂરી છે. જ્યાં સુધી વસ્તુના સ્વરૂપનો ખ્યાલ ન હોય ત્યાં સુધી તે પદાર્થનો વાસ્તવિક બોધ થતો નથી જેમ કે આત્મતત્ત્વના નિર્ણય માટે આત્માનું સ્વરૂપ શું છે ? એમ કોઈ પૂછે તો કહી શકાય કે આત્મા જડ નથી, ચેતન છે, જ્ઞાન દર્શન સ્વરૂપવાળો છે. તેના એક એક પ્રદેશે અનંત અનંત જ્ઞાન રહેલું છે. જે લોકાલોક પ્રકાશક છે. જ્યાં જ્ઞાન છે. ત્યાં જ બીજા અનંત અનંત ગુણો પણ રહેલા છે. દરેક ગુણને બીજા અનંત ગુણની સહાય છે. જ્ઞાન ગુણ દરેક ગુણમાં વ્યાપેલો છે માટે દરેક ગુણમાંથી અનંત આનંદ અનુભવાય છે અને આવા અનંતગુણોમાંથી એકી સાથે અનુભવાતો અનંત આનંદ એ આત્માનું સ્વરૂપ છે. આવા સ્વરૂપવાળો આત્મા વર્તમાનમાં કર્મના યોગે દબાયેલો છે તેના એક એક પ્રદેશ પર અનંતી કાર્પણવર્ગણા કર્મરૂપે પરિણમીને રહેલી છે જેથી જીવનું જ્ઞાન દબાયું છે. જ્ઞાન વિકૃત થયું છે, તેમ જ અનંતગુણો પણ વિકૃત બનીને દોષ રૂપ બન્યા છે. તેથી જ અજન્મા સ્વભાવવાળો આત્મા જન્મ કરવાના સ્વભાવવાળો અને અમર આત્મા મૃત્યુના સ્વભાવવાળો બન્યો છે. વીતરાગી આત્મા રાગી-દ્વેષી બન્યો છે. અરૂપી અને અમૂર્તસ્વભાવી આત્મા રૂપી અને મૂર્ત બન્યો છે. આ આત્માની સંસારી અવસ્થા છે. કર્મકૃત અવસ્થાના નાશ દ્વારા આત્માની મૂળભૂત અનંતજ્ઞાન અને અનંત આનંદમય અવસ્થાને પ્રાપ્ત કરવી એ ફ્ળ છે. તે માટે જીવને સંસારમાં રાખનારા કારણો મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો નાશ કરી સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ પામવો પડે છે. તેના દ્વારા તે પોતે પોતાનું ઇચ્છિત ફ્ળ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે હેતુ, સ્વરૂપ અને ફ્ળના ભેદથી આત્મતત્ત્વનો નિર્ણય કરી શકાય છે પરંતુ આ નિર્ણય યથાર્થ તો ત્યારે જ કહેવાય કે જ્યારે જીવ અવેધસંવેધપંદનો ત્યાગ કરી વેધસંવેધપદને પામે. અધ્યાત્મના માર્ગમાં માત્ર જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ક્ષયોપશમથી બુદ્ધિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004613
Book TitleYogadraushtina Ajwala Part 3
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy