________________
૪૨ ૨
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ ત્યાં જ વંદન કરવા આવેલ સનતચક્રવર્તીના સ્ત્રીરત્નના વાળની લટનો એક સહેજ સ્પર્શ થતાં તે મુનિએ ચારિત્રને વેચી દીધું. નિયાણું કર્યું અને ભવાંતરે સ્ત્રીરત્નના ભોક્તા થવાનું માંગ્યું કે જેના પ્રભાવે બ્રહાદત્ત ચક્રી બની ત્યાંથી ૩૩ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી સાતમી નરકે જવું પડ્યું. આમ સ્ત્રી આદિ પ્રત્યે તીવ્રરાગાદિનું અનુભવન કરાવનાર આ ભવ વ્યાધિ છે.
मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः ।
तथानुभवसिद्धत्वात्सर्वप्राणभृतामिति ॥१८९॥ આ ભવ વ્યાધિ આત્માનો મુખ્ય - નિરૂપચરિત છે તે વિચિત્રકર્મના કારણથી ઉત્પન્ન થયેલો છે અને દરેક પ્રાણીઓને તે અનુભવ સિદ્ધ છે.
અનાદિકાલીન એવા વિચિત્ર પ્રકારના દ્રવ્ય અને ભાવ કર્મના કારણે ઉત્પન્ન થયેલો જીવનો ભવરૂપી વ્યાધિ એ નિરૂપચરિત છે, પણ કાલ્પનિક નથી કારણકે સઘળા દ્રવ્યપ્રાણોને ધારણ કરનારા તિર્યંચાદિ જીવોને જન્મ - જરા અને મૃત્યુરૂપ વિકારોને અનુભવવાવડે સિદ્ધ જ છે. આત્મામાં થતા રાગ-દ્વેષાદિ કષાયના પરિણામો તે ભાવકર્મ છે અને એ પરિણામથી આત્માની સાથે વિશિષ્ટ સંયોગ દ્વારા એકમેક થયેલા કાર્મણવર્ગણાના પગલો તે દ્રવ્ય કર્મ છે.
જીવ પુદ્ગલને રાગથી ચોંટે છે માટે કાર્મણવર્ગણા કર્મ બની જીવને ચોંટે છે. જાણે કે એ કામણવર્ગણા કહી રહી છે કે તું તારા સ્વભાવમાં રહે તો મારે તને કર્મરૂપે ચોંટવાની કોઈ જરૂર નથી. જીવની પુદ્ગલ ઉપર જ્ઞાત સત્તા છે પણ કર્તા-ભોક્તા ભાવની સત્તા નથી. જીવ પરમાં કર્તા-ભોક્તા બનવા જાય છે માટે તેને કર્મથી દંડાવું પડે છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય જીવને એમ કહેતું નથી કે “તમે મારી ઉપર રાગ કરો' છતાં જીવ પોતાની સ્વસત્તા છોડી પુદ્ગલમાં કર્તા-ભોકતા બની પ્રવર્તે છે. તે ઉપાદાન એવા પોતાના આત્મામાં પુલનું નિમિત્ત લઈ કર્તા-ભોક્તા થવાની ભૂલ કરે છે માટે કર્મસત્તા તેને માટે ચારગતિની જેલ ઊભી કરે છે. પુદ્ગલ દ્રવ્યના કર્તા-ભોક્તા બનવું એ જીવની અનધિકાર ચેષ્ટા છે અને તેથી તેને તેનો દંડ ભોગવવો પડે છે. જે ભૂલ કરે તે ભોગવે એ જગતનો ન્યાય છે તે અહિંયા પણ લાગુ પડે છે.
આપણે ભૂલા પડ્યા છીએ. સંસારમાં આપણે બધા ભૂલા પડ્યા છીએ અને ભૂલા પડેલાને જ્યાં સુધી માર્ગ બતાવનાર, હાથ પકડનાર ન મળે ત્યાં સુધી ભટકવાનું જ હોય. ભવા વ્યાધિ તીવ્ર છે તેથી ભૂલા પડેલા હોવા છતાં ભૂલા પડ્યા છીએ એમ લાગતું નથી. વિનાશીના સંગે અવિનાશી એવા આત્માની ચીંથરેહાલ જેવી દશા થઇ રહી છે. અટવીમાં ભૂલા પડેલાને જેમ ભૂખ, તરસ, ઠંડી, ગરમી, કાંટા, કાંકરા, જંગલી પશુઓના અવાજે, ઝાડીનો ભયંકર અંધકાર આ બધા દુ:ખો અનુભવવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org