________________
૩૭૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
છે. પરંતુ કતપણાનું અભિમાન-(રસ) ન થાય તો તે અધ્યાત્મ માર્ગ છે. કર્તૃત્વપણાનો જે ભાવ છે જે રસ છે તે જ બંધતત્ત્વ છે. તે રસ ન થાય અથવા ઓછો થાય તો જ બંધતત્ત્વથી બચાય - અલ્પબંધ થાય. ક્રિયા કરવા છતાં પણ કર્તા ક્રિયા વગરનો બનતો હોય તો તે કર્તૃત્વપણાના અભિમાનના નાશ પર છે. જે કર્તૃત્વપણાનો રસ નીકળી જાય તો અંતે આપણે અક્રિય બની શકશું.
જ્યાં ક્રિયા છે - કર્તાપણું છે. ત્યાં અનિત્યતા છે-પરિવર્તન છે - અપૂર્ણતા છે. જ્યાં અકર્તાપણું છે. ત્યાં અક્રિયતા છે, પૂર્ણતા છે, નિત્યતા છે, અપરિવર્તનતા છે. પરપદાર્થમાં જે સ્વરૂપ બુદ્ધિ તે અહમ છે અને તે મનમાં રહેલ અહમ્ થી કર્તુત્વપણાનો રસ રહે છે. જે કાઢીને અકર્તા બનવાનું છે. મજા માટે ક્રિયા કરીએ છીએ. ભોગ ભોગવીએ છીએ. પણ ક્રિયામાં મજા નથી કારણ કે ક્યિા કરતા અંતે થાકીએ છીએ તેથી અંતે સુખ અક્રિયતામાં છે . અકર્તાપણામાં છે.
દ્રશ્યપદાર્થના રૂપ-રંગને છોડતા જઈએ તો કર્તૃત્વપણાનું અભિમાન ઘટતું આવે. ઉદાસીન ભાવે રહેવાથી અને સર્વક્રિયા કરવાથી કર્તુત્વપણાનો રસ નીકળતો જાય છે. સંઘાત અને ભેદ (પુરાણ-ગલન)થવો, સંખ્યામાં હાનિવૃદ્ધિ થવી, સંસ્થાન - આકૃતિમાં ફાર થવો, અને સંયોગ-વિયોગ થવો આ ચાર પુદ્ગલદ્રવ્યના લક્ષણો છે. તેનાથી વિરુદ્ધ આત્માનું સ્વરૂપ છે. * પુગલદ્રવ્યમાં જે આપણે સ્વરૂપ બુદ્ધિ કરી છે તે આપણી અશુદ્ધતા છે. જે આપણા સ્વરૂપને આવરે છે જેથી આપણું અનંતસુખ અનુભવમાં આવતું નથી. પુગલદ્રવ્યમાં આપણે કરેલ સ્વરૂપ બુદ્ધિ કાલ્પનિક છે, ભ્રમ છે, મિથ્યા. છે, અસત્ છે. આમ બુદ્ધિગમ્ય બનેલી દૃષ્ટિને ઉપયોગમાં લાવી અનુભવવાની છે. કરણ, ઉપકરણ અને અધિકરણ દ્વારા ક્રિયા કરવા છતાં બંધતત્ત્વ, નિર્જરાતત્ત્વ અધ્યવસાય ઉપર છે, અંત:કરણ ઉપર છે, આત્માના ઉપયોગ ઉપર છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તર્ક, વિતર્ક, લાગણી, ભાવના, ધારણા, ધ્યાન, સમાધિ આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે. તેનો ઉપયોગ કરી જીવ સંસારભાવ અને ધર્મભાવ કરે છે. અન્ય દર્શનમાં એક એક પર્યાયને પ્રધાન બનાવીને સાધના સ્વીકારેલ છે. જ્યારે જૈનદર્શનમાં સર્વપયરયોને સર્વાંગી બનાવીને - સુધારીને મોક્ષમાર્ગની સાધના બતાવેલ છે.
સ્વર અને વ્યંજન મળીને અક્ષર બને છે તેના સંયોગથી શબ્દ થાય છે તેનો અર્થ કરવાથી વિકલ્પ થાય છે છતાં તેમાંથી રાગ-દ્વેષ ન થાય પરંતુ રાગ-દ્વેષનું શમન થાય તેવા અર્થ કરવા તે સ્યાદ્વાદની વિશેષતા છે. વિકલ્પ થવા છતાં રાગ-દ્વેષ ન થાય તો સાધક સાધનાના માર્ગે આગળ વધી શકે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org